________________
અતિચાર એટલે વ્રતમાં સ્ખલના અથવા આંશિક મલિનતા આવવી. અતિચારોની સીમા જ્યારે આગળ વધી જાય ત્યારે અતિચાર અનાચારમાં પણ પરિવર્તિત થઈ જાય છે. અનાચારનો અર્થ છે લીધેલા વ્રતનું ખંડિત થયું. તેથી ઉપાસકોએ અતિચારનું યથાવત્ સ્વરૂપ સમજીને જાગૃતિ અને આત્મબળ સાથે તેનો ત્યાગ કરવો. વ્રતને સુરક્ષિત રાખવા માટે અતિચાર છોડવા અતિ આવશ્યક છે. સમ્યક્ત્વના પાંચ અતિચાર
ભગવાન મહાવીરે આનંદ શ્રાવકને સર્વપ્રથમ સમ્યક્ત્વના પાંચ અતિચાર કહ્યા, અને તેનું આચરણ ન કરવાનો ઉપદેશ આપ્યો.
તું બહા-સંગ, વા, વિતિનિચ્છા, પર૫ાસંડપસંસા, પરષાસંભંથવો | અર્થાત્ તે અતિચાર આ પ્રમાણે છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાસંડ પ્રશંસા તથા પરપાસંડ સંસ્તવ.૬
સમ્યક્ત્વના પાંચ અતિચારનું સંક્ષેપમાં વિવેચન નીચે પ્રમાણે છે.
(૧) શંકા – દેવ, ગુરુ, કે ધર્મનાં સ્વરૂપ, વચનો તથા તેમના આચરણ વિષયક શંકા થવી. સર્વજ્ઞ દ્વારા કથિત આત્મા, સ્વર્ગ, નરક, પુણ્ય-પાપ, બંધ-મોક્ષ વગેરે તત્ત્વોમાં સંદેહ થવો તે શંકા છે.
(૨) કાંક્ષા - સામાન્ય રીતે કાંક્ષાનો અર્થ ઈચ્છા થાય છે પરંતુ પ્રસ્તુતમાં તેનો અર્થ છે બહારનો દેખાવ, આડંબર અથવા બીજા પ્રલોભનથી પ્રભાવિત થઈને અન્ય મતની ઈચ્છા કરવી. (૩) વિચિકિત્સા - ધર્મ-કરણીનાં ફળનો સંદેહ થવો.
(૪) પરપાખંડ પ્રશંસા પર એટલે જૈન સિવાયના બીજા ૩૬૩ પાખંડી મતની સારંભી ક્રિયા, મિથ્યાડંબર, અજ્ઞાનકષ્ટ આદિની પ્રશંસા કરવી. (અન્ય મતાવલંબીઓની પ્રશંસા કરવી) (૫) પરપાષંડ સંસ્તવ સંસ્તવનો અર્થ ઘનિષ્ઠ સંપર્ક અથવા નિકટતાપૂર્ણ પરિચય. પર મતાવલંબીઓ સાથે ધાર્મિક દૃષ્ટિએ ગાઢ પરિચય, સંપર્ક રાખવો.
શ્રદ્ધાવાન શ્રાવકે સમ્યક્ત્વના પાંચ અતિચારોને યથાર્થરીતે જાણીને તેનો ત્યાગ કરવો. પહેલું વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત (પહેલું અણુવ્રત)
દેશવિરતિ ધર્મનું પ્રથમ વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે. પ્રાણાતિપાત=પ્રાણ અતિપાત. પ્રાણનો અતિપાત એટલે નાશ કરવો તેને પ્રાણાતિપાત અથવા હિંસા કહે છે.
-
-
-
+
સંસારી જીવોની જીવંત શક્તિ જેના દ્વારા પ્રવાહિત થાય, જીવ જેના માધ્યમથી જીવે છે, તે પ્રાણ છે. પાંચ ઈન્દ્રિયોના પાંચ પ્રાણ, મનબલ પ્રાણ, વચનબલ પ્રાણ, કાયબલ પ્રાણ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્યબલ પ્રાણ, આ દશ પ્રાણમાંથી જે જીવોને જેટલા પ્રાણ પ્રાપ્ત થયા હોય તે પ્રાપ્ત પ્રાણનો નાશ કરવો તેને પ્રાણાતિપાત અથવા હિંસા કહે છે.
શ્રાવકને ગૃહસ્થ જીવનના વ્યવહાર સાથે વ્રતનું પાલન કરવાનું હોવાથી તેઓ સર્વ પ્રકારે હિંસાનો ત્યાગ કરી શકતા નથી, તેઓ ‘ભૂત્તાઓ પાળાવાયાગો વેરમાં' સ્થૂલ હિંસાથી વિરત થાય છે. સ્કૂલ હિંસાનો ત્યાગ કરે છે.
‘રત્નકરંડશ્રાવકચાર’માં આચાર્ય સમંતભદ્ર પ્રથમ અહિંસા અણુવ્રતની પરિભાષા આપતાં
દર્શાવે છે કે,
= ૩૨ =