SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકે દાનનું મહત્ત્વ, સાત ક્ષેત્રે ધનનો ઉપયોગ કરવો, સાધર્મિક ભક્તિ આદિનો બોધ આપ્યો છે. શ્રાવકની નિત્યકરણી તરીકે આવશ્યક ક્રિયા, જિનવંદન, જિન પૂજા, ગુરુભક્તિ, ગુરુનું વ્યાખ્યાન શ્રવણ, ચૌદ નિયમ ધરવા, મુનિને આહાર દાન આપવું વગેરેનો ઉપદેશ આપ્યો છે. જૈનદર્શન ધર્મનો મુખ્ય સિદ્ધાંત કર્મ જ રહ્યો છે. કર્મની શક્તિ કેવી ગૂઢ અને ગહન છે, તેની સત્તા આગળ માનવી કેવો પામર લાગે છે, તેનું આબેહૂબ વર્ણન કવિ ઋષભદાસે સદષ્ટાંત આલેખ્યું છે. શ્રાવકનું જીવન સુસંસ્કારી અને નીરોગી બને તે માટે નીતિશાસ્ત્રના ઉપદેશ તેમ જ આયુર્વેદના નિયમોની ઝલક પણ દર્શાવી છે. આમ કવિ ઋષભદાસ રચિત વ્રતવિચાર રાસ' કૃતિ જૈનધર્મ-દર્શનના સિદ્ધાંતો, તત્ત્વદર્શનની વાતો, નીતિમતાના ઉપદેશો તેમ જ જીવન ઉપયોગી નિયમોથી સભર બની છે. કવિ ઋષભદાસ રચિત વ્રતવિચાર રાસ' કૃતિ કલાપક્ષની દષ્ટિએ સાહિત્યિક ગુણવત્તાથી ઉત્તમ બની છે. તેવી જ રીતે ભાવપક્ષની દષ્ટિએ પણ તાત્વિક બોધનું સરળ સદષ્ટાંત અને સંવાદાત્મક શૈલીમાં નિરૂપણ થયું છે. કવિએ પોતે શ્રાવક હોવા છતાં એક વિદ્વાન વૈરાગી સંતની જેમ જૈન તત્ત્વ વિચારણાને આ રાસની પંક્તિએ પંક્તિએ પ્રતીતિ કરી બતાવી છે. જૈન તત્ત્વદર્શનના રહસ્યોને સરળ ભાષામાં વ્યક્ત કરી જન સામાન્યના હૃદય સુધી પહોંચાડી આ કૃતિ દ્વારા તેમને સાચા શ્રાવક બનવાની પ્રેરણા આપી છે. આ રીતે કલા તેમ જ ભાવપક્ષનું ઉત્કૃષ્ટ સંયોજન કરી કવિએ પોતાની કવિત્વ પ્રતિભાની પ્રતીતિ કરાવી છે, જેમ મણિકાંચનથી અલંકાર દીપી ઊઠે, તેમ કવિની કૃતિ પણ કલાપક્ષ અને ભાવપક્ષના સુંદર સુમેળથી અતિ ઉત્તમ કૃતિ બની છે. - જે 8 $ : સંદર્ભસૂચિ : સરસ્વતી ઉપાસના - મુનિ દેવરત્નસાગરજી .......... ............૪ ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો - લેખક – પ્રો. મંજુલાલ મજમૂદાર .. ............ પૃ. ૫૦ ૩. જૈન ગુર્જર કવિઓ-૮ - સંપાદક – જયંત કોઠારી............... .................... પૃ. ૩ ભારતીય કાવ્ય સિદ્ધાંત - જયંત કોઠારી, નટુભાઈ રાજપરા ............. .......... પૃ. ૧ શ્રી દશ વૈકાલિક સૂત્ર - પ્રથમ અધ્યયન/૧ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ................ પૃ. ૩૧. ૬. શ્રી અષ્ટપાહુડ - અનુવાદક - શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ શાહ ..... ........... પૃ. ૧૦૪ યોગશાસ્ત્ર - ભાષાંતર - શ્રીમદ્દ પંન્યાસજી મ. શ્રી. કેશરવિજયજી ગણિ ............ .......... પૃ. ૮૨-૮૩ શ્રી જૈન તત્ત્વ પ્રકાશ - પૂજ્ય શ્રી અમોલખ ઋષિજી મહારાજ ........... પૃ. ૪૦ર-૪૦૩ ૯. રીસર્ચ ઓફ ડાઈનીંગ ટેબલ - પંન્યાસ હેમરત્નવિજય...... ............ પૃ. ૩૫ રીસર્ચ ઓફ ડાઈનીંગ ટેબલ - પંન્યાસ હેમરત્નવિજય............ ......... પૃ. ૬૮ ૧૧. જૈનેન્દ્ર સિદ્ધાન્ત કોશ/૩ - સુ. જિનેન્દ્ર વર્ણી ............ ... પૃ. ૨૮૯ ૧૨. વૈરાગ્ય શતક - સ્વ.પં. શ્રી વિનયચંદ્રજી મહારાજ ....... .............. પૃ. ૧૧૬ ૧૩. વૈરાગ્ય શતક - સ્વ.પં. મુનિશ્રી વિનયચંદ્રજી મહારાજ પૃ. ૧૧૫ થી ૧૬૬ ૧૪. તંદુરસ્તી તમારા હાથમાં – સંપાદક – શ્રી ભચુભાઈ થોભણ ગાલા... ............. પૃ. ૭૩ ૧૫. દષ્ટાંતશતક - ભાષાંતરકર્તા - છોટાલાલ નરભેરામ ભટ્ટ ......... ............ પૃ. ૮૧ $ $
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy