________________
પ્રદર્શિત છે તે આગમ. ‘ગમ્’નો બીજો અર્થ જાણવું, અને આ = ચારેબાજુથી. અર્થાત્ જેના દ્વારા ચારેબાજુથી જાણવા મળે તે આગમ.
આગમ (શાસ્ત્ર કે સૂત્ર) ની વિભિન્ન વ્યાખ્યાઓ
(૧) યથાર્થ સત્યનું પરિજ્ઞાન કરાવી શકે, આત્માનો પૂર્ણતયા બોધ કરાવી શકે, જેના દ્વારા આત્મા પર અનુશાસન કરી શકાય તે આગમ છે. તે આગમને જ શાસ્ત્ર અથવા સૂત્ર કહેવામાં આવે છે. (જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત વિશેષાવશ્યક ભાષ્ય – ગાથા/૧૩૮૪)
(૨) ગણધર, પ્રત્યેક બુદ્ધ, શ્રુતકેવળી અને અભિન્ન દસપૂર્વી દ્વારા કથિત શ્રુત સૂત્ર કહેવાય છે. (મૂલાચાર - ૫/૮૦)
(૩) જે ગ્રંથ પ્રમાણમાં અલ્પ, અર્થમાં મહાન, બત્રીસ દોષરહિત, લક્ષણ તથા આઠ ગુણોથી સંપન્ન, સારભૂત અનુયોગથી સહિત, વ્યાકરણ વિહિત, નિપાતરહિત, અનિંદ્ય, સર્વજ્ઞ કથિત હોય તે સૂત્ર કહેવાય. (આવશ્યક નિયુક્તિ - ૮૮૦/૮૮૬)
(૪) જેનાથી પદાર્થોનું પરિપૂર્ણતાયુક્ત જ્ઞાન પ્રાપ્ત થાય તે આગમ છે.
(૫) આગમ અર્થાત્ ‘આ સમન્તાત્ ગમ્યતે કૃતિ ગામ: ।' જેના દ્વારા સત્ય જણાય તે આગમ. (૬) ‘સર્વજ્ઞપ્રણીતોપદેશે' અર્થાત્ આપ્તનું કથન આગમ છે.
(૭) જે ધર્મ ગ્રંથો, ધર્મ સાહિત્ય આત્મશુદ્ધિનો માર્ગ પ્રકાશિત કરે છે. તેના માધ્યમથી જ જીવ પોતાના સ્વરૂપને અર્થાત્ આત્માના આગમ સ્વરૂપને પ્રગટ કરી શકે છે તે આગમ છે. (૮) ‘અત્યં મસરૂં રહા સુત્ત ગયંતિ મળહરા' અર્થાત્ પરમાત્મા અર્થરૂપે તત્ત્વોનું કથન કરે છે અને ગણધર ભગવંતો સૂત્ર રૂપે ગૂંથે છે. જેને આપણે આગમ કે સિદ્ધાંતના નામે ઓળખીએ છીએ. આગમનું વર્ગીકરણ
આગમ સાહિત્ય ઘણું જ વ્યાપક અને વિરાટ સ્વરૂપ ધરાવે છે. સમયાનુસાર ભિન્ન ભિન્ન રીતે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ કે,
(૧) પ્રથમ તેમ જ પ્રાચીન વર્ગીકરણમાં આગમ સાહિત્ય ‘પૂર્વ અને અંગ’ એવા બે વિભાગમાં વિભક્ત જોવા મળે છે. પૂર્વ સંખ્યામાં ચૌદ હતા અને અંગ બાર. (શ્રી સમવાયાંગ સૂત્ર ૧૪/૧૩૬) (૨) બીજા વર્ગીકરણમાં આગમ સાહિત્ય ‘અંગપ્રવિષ્ટ અને અંગ-બાહ્ય' તેવા બે વિભાગમાં
વિભક્ત જોવા મળે છે. (નંદીસૂત્ર/૪૩)
(૩) ત્રીજા વર્ગીકરણમાં સંપૂર્ણ આગમ સાહિત્ય જ અનુયોગમાં વિભક્ત જોવા મળે છે. અનુયોગના ‘મૂલપ્રથમાનુયોગ’ અને ‘ગંડિકાનુયોગ’ એવા બે ભેદ કર્યા છે. અન્ય પ્રકારે અનુયોગના ચાર પ્રકાર છે, ૧) ચરણકરણાનુ યોગ, ૨) ધર્મકથાનુયોગ, ૩) ગણિતાનુયોગ અને ૪) દ્રવ્યાનુયોગ. (૪) બધાથી ઉત્તરવર્તી એક વર્ગીકરણના અનુસાર આગમ સાહિત્ય ચાર વર્ગોમાં વિભક્ત થાય છે, ૧) અંગ, ૨) ઉપાંગ, ૩) મૂલ અને ૪) છેદ.
(૫) આગમ સાહિત્યનું એક વર્ગીકરણ અધ્યયન કાળની દૃષ્ટિથી પણ કર્યું છે, ૧) કાલિક અને ૨) ઉત્કાલિક.