________________
પ્રત્યાખ્યાન કરવા તે દેશાવગાસિક વ્રત છે. એટલે કે દિશા વ્રતમાં ગ્રહણ કરેલી દિશાની મર્યાદા પ્રતિદિન સીમિત કરવી તે દેશાવગાસિક વ્રત છે. “અવકાશ'નો અર્થ નિવૃત્તિ પણ થાય છે. તેથી બીજા વ્રતોમાં પણ આ રીતે દરરોજ અથવા અમુક સમય માટે જે સંક્ષેપ કરવો તથા પ્રતિદિન ચૌદ નિયમ ધારણ કરવા તે પણ આ વ્રતમાં સમાવિષ્ટ થાય છે. શ્રી ધર્મસંગ્રહમાં દેશાવગાસિક વ્રતની પરિભાષા આપતાં કહ્યું છે કે,
संक्षेपणं गृहीतस्य, परिमाणस्यदिग्बते । __ यत् स्वल्पकालं तद् ज्ञेयं, व्रतम् देशावकाशिकम् ।।३८ ।। ' અર્થાત્ : છઠ્ઠા દિવ્રતમાં નક્કી કરેલા પ્રમાણમાં ('પુનઃ અમુક) અલ્પકાળ માટે જે સંક્ષેપ કરવો, તે દેશાવગાસિક નામનું બીજું શિક્ષાવ્રત જાણવું.
યોગશાસ્ત્ર અનુસાર, દિવ્રત (દિશાવ્રત) નામના પ્રથમ ગુણવ્રતમાં જીવનપર્યત/વર્ષ/ ચાતુર્માસ માટે દશે દિશાઓમાં આવાગમનની જે સીમા મર્યાદા નિશ્ચિત કરી હોય, તેમાં પણ દિવસ, રાત્રિ/પ્રહર/મુહૂર્ત માટે સંક્ષેપ કરવું દેશાવગાસિક વ્રત કહેવાય છે. તેમ જ આ વ્રતમાં દિવ્રતનું સંક્ષેપ લક્ષણથી બીજા સાત વ્રતોનું પણ સંક્ષેપ કરવાનું વિધાન છે.
આ વ્રતને ધારણ કરવાના સમયે શ્રાવક પોતાની આવશ્યકતા અને પ્રયોજન અનુસાર સીમા નક્કી કરે છે, કે હું અમુક સમય સુધી અમુક સ્થાન સુધી જ લેવડ-દેવડનો સંબંધ રાખીશ. તે મર્યાદાની બહારના ક્ષેત્રથી કંઈ મંગાવતો નથી અને કંઈ પણ મોકલાવતો નથી. આ જ તેનું દેશવ્રત છે. ઈચ્છાઓને રોકવાનું આ શ્રેષ્ઠ સાધન છે.
શ્રાવક આ વ્રત બે કરણ અને ત્રણ યોગથી અંગીકાર કરે છે. પરંતુ ભોગપભોગના પચ્ચખાણ અને ચૌદ નિયમનું ધારણ એક કરણ અને ત્રણ યોગથી કરે છે.
આ વ્રતમાં કેટલાક આગાર હોય છે, જેમ કે, ૧) રાજાની આજ્ઞાથી મર્યાદા બહાર જવું પડે તો, ૨) દેવ કે વિદ્યાધર વગેરે હરણ કરીને બહાર લઈ જાય તો, ૩) રોગને કારણે, ગાંડપણ આદિના કારણે બહાર ચાલ્યું જવાય, ૪) સાધુનાં દર્શન માટે જવું પડે તો, ૫) જીવરક્ષા માટે જવું પડે તો અને ૬) બીજા કોઈ મોટા ઉપકાર માટે જવું પડે તો આગાર.
અતઃ લૌકિક એષણા, આરંભ વગેરેને મર્યાદિત કરી જીવનને ઉત્તરોત્તર આત્મનિરત બનાવવામાં દેશાવગાસિક વ્રત ઘણું અગત્યનું છે. દેશાવગાસિક વ્રતના અતિચાર
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', “શ્રી ઉપાશકદશાંગ સૂત્ર', “શ્રી આવશ્યક સૂત્ર' આદિ ગ્રંથોમાં દેશાવગાસિક વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. (૧) આનયન પ્રયોગ – જેટલા ક્ષેત્રની મર્યાદા કરી છે, તે મર્યાદિત ક્ષેત્રથી બહારની વસ્તુઓ
(કાગળ, ચિઠ્ઠી, ટેલિફોન દ્વારા) અન્ય પાસેથી મંગાવવી. (૨) પ્રેષ્ય પ્રયોગ – મર્યાદિત ક્ષેત્રથી બહારનાં ક્ષેત્રનાં કાર્ય કરવા માટે સેવક, પરિવારના સભ્યને
મોકલવા.