________________
સામાયિક વ્રત ધારણ કર્યું હતું. સવાર સુધી મનને સ્થિર રાખીને રહ્યા અને અડગ કાઉસગ્ગ કર્યો. આમ જેમણે શુદ્ધ સામાયિક પાળી હોય તેમનાં નામ લેવાં. હવે વ્રત દસમું સાંભળો, કે જેનાથી બધાં જ કામો પાર પડે છે.
ઢાલ |૭૩ | ચોપાઈ | દેસાવગાશગ દસમું વ્રત, જે પાલઈ તસ દેહ પવ્યત્ર | લઈ વરત નિ નવિ ખંડીઈ, પાચ અતીચાર વિહા છંડીઇ //૯૫ // ઊતમ કુલનો એ આચાર, નીમી ભોમિકા નર નીરાધર / તિહાથી વસ્તુ અણાવઈ નહી, હાંથી નવિ મોકલીઇ તહી //૯ ૬/ રૂપ દેખાડી પોતા તણું, સાદ કરઈ અતી ત્રાડઈ ઘણું /
નાખઈ કાકરો થાઈ છતો, કાંતુ કુપિ પડઈ દેખતો //૯૭ // ઢાલ – ૭૩ કડી નંબર ૯૫થી ૯૭માં દશમું વ્રત દેશાવગાસિક' નામે બીજા શિક્ષા વ્રતની વાત આવે છે. શેષ તમામ વ્રતોના નિયમોનો સંક્ષેપ આ વ્રતમાં કરવાનો હોય છે. કવિએ તેમાં વ્રત પાળવાની મર્યાદા વર્ણવીને સાથે જ તેના પાંચ અતિચાર પણ દર્શાવ્યા છે.
કવિ કહે છે કે, “દેશાવગાસિક દશમું વ્રત છે જે આ વ્રત પાળે છે તેનો આત્મા પવિત્ર બને છે. વ્રત લઈને તેનું ખંડન કરવું નહિ. તેમ જ તેના પાંચ અતિચાર પણ છોડવા.
આ વ્રતના પાંચ અતિચાર સમજાવતાં કહે છે કે, જેમ કે મર્યાદાવાળી ભૂમિ નિશ્ચિત કરી હોય તે બહારથી વસ્તુ મંગાવવી નહિ તેમ જ અહીંથી વસ્તુ ત્યાં મોકલવી પણ નહિ. આ ઉત્તમ કુળનો આચાર છે. તેમ જ પોતાનું રૂપ બતાવીને, સાદ પાડીને કે જોરથી બૂમ પાડીને, વળી કાંકરો નાંખી પોતાની હાજરી દર્શાવવી. આમ તું દેખતો હોવા છતાં કૂવામાં શા માટે પડે છે?
દૂહા // ઊડઇ કુપિં તે પડઈ, જે કરતા વ્રતભંગ / ભવિ ભવિ દૂબીઆ તે ભમઇ, દૂહો સુધ ગુરૂ સંગ /૯૮ // એ વ્રત દસમુ દાખીઉં, કહ્યું તે શાહાસ્ત્ર વીચાર /
હવઈ વત સુણિ અગ્યારમું, જિમ પાંમઈ ભવપાર //૯૯ // કડી નંબર ૯૮થી ૯૯માં કવિએ વ્રત ભંગ કરવાથી શુદ્ધ ગુરુનો સંગ મળતો નથી તેમ જ ભવભ્રમણમાં ભટકવું પડે છે તે ઉપદેશ આપ્યો છે અને પછી અગિયારમું વ્રત સાંભળવાનું કહે છે.
કવિ કહે છે કે, જે વ્રત ભંગ કરે છે તે ઊંડા કૂવામાં પડે છે. તેમ જ દુઃખી થઈ ભવભ્રમણમાં ભમે છે એને સાચા ગુરુનો સંગ દુર્લભ થાય છે. આમ દશમું વ્રત બતાવ્યું છે, કે જે શાસ્ત્રસિદ્ધાંતના વિચાર પ્રમાણે કહ્યું છે. હવે વ્રત અગિયારમું સાંભળો, કે જેનાથી ભવપાર પામી શકાય.