________________
ઢાલ || ૭ || રૂધીર મંશ ગોખીર ધારા, અદ્રીષ્ટ આહાર નીહાર રે / - // ૬૧ // ઢાલ || ૨૫ | કનક કલસ નિ અમૃત ભર્યુ આગઈ શંખ અનિં પાખરૂં / - // ૭૫ // (૪) વ્યતિરેક અલંકાર ઢાલ || ૨ || ગજગત્ય ગમની ગુણ ભરી રે, સહ હરાવ્યું રે લંક /
તે લાઇનિં બની ગયું રે, હું તો સોય સુ સંકોરે //૧૪ // ઢાલ || ૩ || શ્રવણ તે કાંમ હીડોલડડ્યા રે, નાગ નગોદર ઝાલિ /
વેણી વાશગ જીપીઓ રે, હંસ હરાવ્યું ચાલિ //ર૪ // (૫) દષ્ટાંત અલંકાર ઢાલ || ૩૫ || હંસ કાગનિં સંગિં ગયો, મર્ણ લસું નિં ગંજણ થયું /
શખિં સંગતિ જોગી તણી, ઘરિ ઘરિ ભીખ મગાવી ઘણી //૮૨ // પફ શાંગ સુતર તાંતણઈ, રાજ કંઠ ઠવ્યું આપણU/ ત્રાંબઇ સંગતિ સોનાતણી, કરતા કરતિ વાધી ઘણી //૯૨ // ખાલ નીર ગંગાજ્હાં ગયાં, તે જલ ગંગા સરીખાં થયાં /
ચંદન જમતાં જે વિષ રહ્યા, તે સઘલા પણિ સુકડી લહ્યાં //૯૩/ (૬) નિદર્શના અલંકાર ઢાલ || ૧૭ || કિહા પરબત કિહા ટીબડીબ, કિહા જિનના દાસ
કિહા અંબો કિહા આક, ચંદન ક્યાંહા વનવાસ / કિહા કીયર કિહા સુર, સમુદ્ર કિહા બીજ ખાંબ કિહા ખાસર કિહા ચીર, પેખિ કિહા અવની આભ / કિહા સસીહર નિં સીપનુ, દાતા યરપી અંતરો,
કિહા રાવણ કિહા રામ, કવિ ઋષભ કહઈ દ્રષ્ટાંતરો //૭૬ // (૭) શ્લેષ અલંકાર ઢાલ || ૧૩ || ઋષભ કહઈ ગુરૂ તે ભલો, સહુ આરાધો તેહ // ર૫ // ઢાલ || ૧૯ || ઋષભ કહઈ રા રંક, કરમિં કોય ન મૂકઓ // ૯૩ // ઢાલ || ૭૮ || શાસ્ત્રમાં પૂર્ણ કહ્યા છઈ દોય, ઋષભ કહઈ તે સુણજયુ સોય / – // ૩૭//
સકલ લોકહાં તે અવગણ્ય, ઋષભ કઇ નર તે કાંયયુ //૪//. આમ કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં વિવિધ શબ્દાલંકાર અને અર્થાલંકાર જેમ કે વર્ણાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ, લાટાનુપ્રાસ તેમ જ ઉપમા, રૂપક, વ્યતિરેક, દષ્ટાંત વગેરે અલંકારો નિરૂપણ કરી કાવ્યનું સૌંદર્ય વધાર્યું છે કે જે રસાનુભૂતિને વધારે છે. રૂઢિપ્રયોગો અને સુભાષિતો
કવિ ઋષભદાસના કાવ્યમાં જોવા મળતાં રૂઢિપ્રયોગો અને સુભાષિતો લોકભોગ્ય તથા લોક-પ્રચલિત ભાષામાં છે કે જે એમની નિપુણતાનું અને એમના વિશાળ વાંચન તથા વિશિષ્ટ