________________
જ્ઞાનનું સૂચક આપે છે.
તત્કાલીન સમયમાં પ્રચલિત તેમ જ બોલચાલની ભાષામાં કેટલાંક રૂઢિપ્રયોગો અને સુભાષિતો અત્યારે પણ આપણને એ જ સ્વરૂપમાં અથવા થોડા બદલાયેલા સ્વરૂપમાં વપરાતાં જોવા મળે છે.
લોકોનું વ્યાવહારિક જ્ઞાન વધે અને આચરણ શુદ્ધિ થાય એવા સચોટ તથા હૃદયસ્પર્શી સુભાષિતોનું કવિની કૃતિમાં નિરૂપણ થયું છે. આવા કેટલાંક રૂઢિપ્રયોગો અને સુભાષિતો નીચે પ્રમાણે છે. રૂઢિપ્રયોગો ઢાલ || ૨૩ || વ્યખ્યમી મંદિરમાહાં છતાં, માગણ ગયા નીરાસ /
તેહની જનુની ભારિ મુઈ, ઊદરી વહયુ દસ માસ //૬૦ // અર્થાત્ ધન-લક્ષ્મી ઘરમાં હોવા છતાં માગણ નિરાશ થઈને પાછા ફરે ત્યારે તેની માતા શરમની મારી ઝૂકી જાય અને આવા કુપુત્રને જણીને દુઃખી થાય છે. આ વાંચતા સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં બોલાતો દુહો યાદ આવી જાય છે. જેમ કે,
જેનો વેરી ઘાથી પાછો ગયો, અને માગણ ગયો નીરાસ,
એની જનની ભારે મરી, એને ઊપાડ્યો નવ માસ.” ઢાલ || ૫૦ || ભાતિ પટોલઈ લુઢઇ લીહ, વચન થકી નવિ ચકઈ સીહ //૩૭ //
અર્થાત્ પટોળ ફાટે પણ તેની ભાત જાય નહિ, તેમ ઉત્તમ પુરુષો વચનથી ફરે નહિ. અત્યારે પણ પ્રચલિત છે. જેમ કે ‘પડી પટોળે ભાત, ફાટે પણ ફિટે નહિ.' ઢાલ || ૫૦ || નીસરિઆ ગજ કેરા દંત, તે કિમ પાછા પઇસઈ તંત / – //૩૮ //
' અર્થાત્ હાથીના મુખમાંથી બહાર નીકળેલા દંતશૂળો તેના મોઢામાં કદી પાછાં જતાં નથી, તેમ ઉત્તમ પુરુષોની વાણી મોઢામાં પાછી જાય નહિ, બોલેલું ફરે નહિ. ઢાલ || ૫૦ | સહિતણી જગી એક જ ફાલ, પાછો વેગિ વલઇ તતકાલ // ૩૮ // ' અર્થાત્ સિંહ એક જ છલાંગ મારે છે અને તરત જ પાછો ફરી જાય છે. ઢાલ || ૫૦ || કુપરષ નરની વાચા અસી, જિમ પાણીમાં લીટી ધસી /
અથવા કાચબ કેરી કોટ, ખ્યણમ્હાં કેતી દેતો ડોટ // ૩૯ // અર્થાત્ કુપુરુષનું વચન પાણીમાં તાણેલી લીટી જેવું હોય છે. અથવા કાચબાની ડોકની જેમ ક્ષણમાં અનેક વાર ફરે એવું હોય છે. આ ભાવનો “અબી બોલા અબી ફોક” એવો પ્રયોગ પ્રચલિત છે. ઢાલ || ૫૯ || ધન વૈવન યમ પીપલ પાન, ચેતો ચંચલ ગજનો કાન || ૬૫ ||.
અર્થાત્ ધન અને યૌવન પીપળાના પાન જેવા નશ્વર છે તેમ જ હાથીના કાન જેવા ચંચળ છે. • સુભાષિતો
સુભાષિત અર્થાત્ “સુહુભાષિત' એટલે સુંદર રીતે કહેવાયેલું. સુભાષિતમાં પ્રૌઢ ડહાપણભર્યા અને અર્થસભર વિચારો પ્રકટ કરવામાં આવે છે. એમાં બધા કાળમાં બધા લોકોને લાગુ પડે તેવા શાશ્વત વિધાનોનું પણ નિરૂપણ કરવામાં આવે છે.