________________
કવીજનો ગુણ ગાઓ જિન કેરા / આલ પંપાલ મમ ઊચરો, જસ મમ બોલો અનેરા રે | કવીજનો ગુણ ગાઓ જિન કેરા / ...... આંચલી. તત્ત્વ ત્રણે આરાધીઇ શ્રી દેવ, ગુરુ નિં ધર્મો રે / સમકત સુધુ રાખિં સમઝો, જઈન ધર્મનો મર્મો રે //૫૧ // ક. દેવ શ્રીઅરીહંત છ, જસ અતીસહઈ ચોતીસો રે / દોષ અઢાર જિનથી પણિ અલગા, વાંણી ગુણ પાંતીસો રે //પર // ક. દોષ અઢાર જે જિન કહ્યાં, તે નહી અરીઆ પાસઈ રે / યુ મૃગપતિ દીઠઈ મદિ માતો, મેગલ તે પણિ નાહાસઈ રે //૫૩ // ક. દાન દીઈ જિન અતી ઘણું, કો ન કરઈ અંતરાઈ રે / લાભ ઘણો જિનવર તુઝ જાણું, બહુ પ્રતિબોધ્યા જાઈ રે //પ૪ // ક. અંતરાય જિન નિં નહી, વીચાર વસેકો રે / તપ જપ તુ સંયમ જિન પાલિ આલસ નહી જસ રેપો રે //૫૫ // ક ભોગ ઘણો ભગવંતનિ, અનિં વલી અવભોગા રે / સૂર નર કીનર ગુણ તુઝ ગાઈ, વંદઈ પ્રભુના પાઈ રે //૫૬ // ક. હશવિનોધ કીડા નહી, રતી અર્તા નહીં નામો રે / ભય દૂગંછા જિન નવી રાખઈ શોક અનિં નહી કામો રે //૫૭// ક. મીથ્યા મુખ્ય નવી બોલવું, જિન નિ નહી અજ્ઞાનો રે / નીદ્રા નહી નીસચઈ સહુ જાણો, અવર્તા નિં નહી માનો રે //૫૮ // ક. રાગ દ્વેષ જિન જી પીઆ, લીધો સીવપૂર વાસો રે /
તે જિનવર પૂજંતાં પેખો, પોહઈચઈ મનની આસો રે //૫૯ // ક. કવિએ ઢાલ - ૬ કડી નંબર પ૦થી ૫૯માં વ્રતો લેવા માટે ઉત્સુક ગૃહસ્થને થોડીક શિખામણો આપીને અઢાર દોષોનાં નામોનું ઉલ્લેખ કરી જિનેશ્વર અરિહંત અઢાર દોષોથી રહિત હોય તે જણાવે છે.
મુનિ મહામુનિ કે ગુરુ પાસે જે પ્રતિજ્ઞા (પ્રત્યાખ્યાન) લીધી છે, તેને દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી નિશ્ચયથી પાળવી. અને કવિજનો તમે પણ જિનભગવંતોના ગુણ ગાઓ, તેમના વિષે આડુંઅવળું કાંઈપણ બોલો નહિ, તેમ જ એના જેવું બીજું પણ બોલો નહિ. કવિજનો તમે જિનભગવંતોના ગુણ ગાઓ... આંચલી.
સાચા શ્રાવકે દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ તત્ત્વની આરાધના કરવી. શુદ્ધ સમકિત રાખીને