________________
૨૨) દંસણ પરીષહ : મનની સાક્ષીએ સહુએ સમકિત રાખવું. લાખ, કરોડ ઉપાયથી પણ તે ખોવું નહિ. માટે હે મુનિ! જિનવરના વચને રહેવું. આ બાવીસ પરીષહને જાણો. જે આ પરીષહોને સહન કરશે તે મુનિની પ્રશંસા કરવી, હે મુનિ! તેમનાં નામ હૃદયમાં રાખવાં.
ટિપ્પણી :
૧) ઢંઢણમુનિને લાભાંતરાય કર્મનો ઉદય હતો. તેથી તેમણે અલાભ પરીષહને સમભાવે સહ્યો. આ વાત “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'-રમાં આપેલ છે.
૨) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન – ૨ પ્રમાણે દશમો નિષદ્યા પરીષહ છે. નિષેદ્યાના બે અર્થ છે – (૧) ઉપાશ્રય અને (૨) બેસવું. કવિએ અહીં પ્રથમ અર્થ લીધો છે. અનભ્યસ્ત અપરિચિત સ્મશાન, ઉદ્યાન, ગુફા, શૂન્ય ઘર, વૃક્ષમૂળ, ખંડેર કે ઊંચીનીચી જમીનવાળી જગ્યામાં સ્ત્રી, પશુ, નપુંસકરહિત સ્થાનોમાં રહેવું. અમુક સમય સુધી નિષદ્યા (આસન) લગાવી બેસવું. વીરાસન આદિના આસન લગાવી અડગ બેસવું. સિંહ, વાઘ આદિ હિંસક પ્રાણીઓના અવાજ સાંભળીને પણ ભયભીત ન થવું. દેવ, તિર્યંચ અને મનુષ્ય સંબંધી અનેક પ્રકારના ઉપસર્ગ સહન કરવા પરંતુ મોક્ષમાર્ગથી ટ્યુત થવું નહિ તે નિષધા પરીષહ જ્ય છે.
દૂહા || નામ રદઇમ્હાં આણીઇ, આતમ નીર્મલ થાય તે
પરીસઈ જે નર નવી પડ્યા, કવી તેહના ગુણ ગાય //પર // કડી નંબર પરમાં કવિ જેણે પરીષહને જીત્યા છે, એવા મુનિઓના ગુણ ગાય છે.
જે પરીષહમાં પડયા નથી એવા મુનિઓનાં નામ હૃદયમાં ધરવાથી આત્મા નિર્મળ થાય, કવિ પણ તેનાં ગુણ ગાય છે.
ઢાલી ૧૫TI દેસી. એ તીર્થ જાણી પૂર્વ નવાણુ વાર // બહુ પરીસઈ સબલ, વર્ધમાન જિન વીરો / જસ શ્રવણે ખીલા, ચણે રાંધી ખીરો //પ૩ // બંધક સૂર્યના સષ્ય, પંચસહ્યા મુની જેહો / ઘાણઇ પણિ પીલ્યા, મનિ નવિ ડોલ્યા તેહો //પ૪ // મુનીવર નીત્ય વંદો, ચરૂઓ ગજસુકમાલ / શરિ અગ્યન ધરતા, જે નવી કોપ્યો બાલુ //૫૫ // રષિ શ્રી શકોસી, કર્મ ત્મણિ સાંહામો જા" / પરીસઈ નવિ કોમ્યુ તે વંદો રણીરાયુ //૫૬ // જુઓ અર્જુન માલી, જેણઈ જગી રાખી લીહો | લોકિં બહુ દમ, પણિ નવી કોર્ટુ સીહો //૫૭ //