________________
૭) અરતિ પરીષહ : જે પોતાની ઈચ્છાથી હર્ષ, ખુશી આદિ રતિ પરીષહને ખમે છે તે મુનિ નાખુશી, શોક આદિની અરતિની ક્રાંતિથી શોભે છે.
૮) સ્ત્રી પરીષહ : હે મુનિ! સ્ત્રી પરીષહને પણ ઉપશાંત કરવો.
૯) ચરિયા પરીષહ : રસ્તે ચાલતાં ભૂલશો નહિ. દરેક જીવની જતના માટે જોઈને પગ મૂકજે. કે જેથી શિવમંદિર મેળવી શકાય. - ૧૦) ઉપાશ્રય પરીષહ : ઉપાશ્રયનો પરીષહ સહન કરવો. મુખમાંથી દીનવચન બોલવા નહિ. કે જેથી ઊંચી ગતિ પ્રાપ્ત થાય.
૧૧) શય્યા પરીષહ : શય્યાનો પરીષહ પણ વધારે સારો. હે મુનિ! તમે મનમાં એવું વિચારો કે, તે મારા જેવાં દીન-બિચારાને પણ તારે છે, ભવપાર કરાવે છે.
૧૨) આક્રોશ પરીષહ : વચનનો પરીષહ અતિ દુષ્કર છે. કારણ કે હે મુનિ! તરત જ ક્રોધ આવવાથી અગ્નિ વિના પણ ઝાળ પ્રગટે છે. અર્થાત્ ક્રોધાગ્નિ ઉત્પન્ન થાય છે. માટે જે વચન ખમી જાય છે તે જગવિખ્યાત બને છે, જેમ સુકોશલ મુનિના પિતા મહામુનિ કીર્તિધર ખમ્યા હતા.
૧૩) વધ પરીષહ : વધ પરીષહને પણ વિષમ કહ્યો છે. જે આ પરીષહને સહન કરશે, તે નરની (મુનિની) સ્તુતિ કરવી. હે મુનિ! તેની નિત્ય કીર્તિ (પ્રશંસા) કરવી. જેમ પથ્થર, રોડા વગેરેના ઘાથી દઢપ્રહારી જરાપણ વિચલિત થયો નહિ, સંયમધારી એવા મુનિએ સમતા રાખી. આમ હે મુનિ! તેઓ મોક્ષગામી બન્યા.
૧૪) યાચના પરીષહ : યાચનાનો પરીષહ પણ સહન કરવો. ભમરાની જેમ મુનિવરે ભિક્ષા માટે ફરવું. હે મુનિ! આવી રીતે સંયમના રંગમાં રહેવું.
૧૫) અલાભ પરીષહ : થોડું મળવાથી રોષ ન કરવો. પરંતુ પોતાના અશુભ કર્મને દોષ આપવો, હે મુનિ! બીજાના અવગુણ કહેવા નહિ.
૧૬) રોગ પરીષહ : જે ખંતપૂર્વક રોગ પરીષહ ખમે છે, તે મુનિ એ ક્રાંતિ થકી ઊંચી પદવી પ્રાપ્ત કરે છે. હે મુનિ! તે સિદ્ધની પંક્તિ છે. જેમ સનતકુમારે ઔષધનો યોગ હોવા છતાં બધા રોગોને પોતાના કર્મનો વાંક બતાવીને સહન કર્યા.
૧૭) તૃણ પરીષહ : તૃણનો પરીષહ જે સહન કરી જશે, તેનાં આઠ કર્મ ઇંધણ રૂપે બાળી આપશે. હે મુનિ! અને તે બધા પદાર્થને પ્રાપ્ત કરશે.
૧૮) મલ પરીષહ : મલ/મેલ પરીષહથી જે મુનિવર યુક્ત છે, તે રસ્તે જતાં સુંદર લાગે છે. હે મુનિ! સકળલોક તેમને જોઈને આનંદ પામે છે.
૧૯) સત્કાર-સન્માન પરીષહ : જ્યારે લોકો સત્કાર અને સન્માન આપે, ત્યારે મનમાં અભિમાન કરવું નહિ. હે મુનિ! હૃદયમાં આવી શિખામણ રાખજો.
૨૦) જ્ઞાન-પરીષહ : વિદ્યાનું અભિમાન કરવું નહિ, મૂર્ખ હોય તેને ગાળ આપવી નહિ. હે મુનિ! આવી રીતે સંયમનું ફળ લેવું.
૨૧) અજ્ઞાન પરીષહ : કર્મ થકી તું અજ્ઞાની થયો છે. માટે હે મુનિ! તારામાં સમજણ હોય તો ભણતા વખતે અપધ્યાન કરવું નહિ.