________________
આ વ્રતનું સમ્યક્ રીતે પાલન કરવાથી અનેક પ્રકારનાં પાપોથી અને ચીકણાં કર્મબંધનથી બચી જઈ આ જગતમાં સુખોપજીવી થઈ ભવિષ્યમાં સ્વર્ગ અને મોક્ષના સુખો પ્રાપ્ત કરી શકાય. અનર્થદંડ વિરમણ વ્રતની આરાધના આત્માને અંતર્મુખી બનાવે છે. તેમાં સજાગ રહેવાથી જીવ ક્રમશ: આત્મવિકાસ કરતો જાય છે. ધાર્મિક સંસ્કારોથી સુસંસ્કારિત તેનું વ્યાવહારિક જીવન અન્ય માટે પણ આદર્શ અને પ્રેરણાભૂત બને છે.
નવમું વ્રત સામાયિક વ્રત (પ્રથમ શિક્ષાવ્રત)
-
સામાયિકનું સ્વરૂપ બતાવતા ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં કહ્યું છે કે, સમ એટલે સમતા, શાંતિ. આય એટલે લાભ. જેનાથી શાંતિ પ્રાપ્ત થાય તે સામાયિક છે.
‘શ્રી આવશ્યક સૂત્ર’ અનુસાર સામાયિક એટલે સમભાવ. સમભાવને સિદ્ધ કરનારી સાધનાને ‘સામાયિક વ્રત’ કહે છે. રાગ-દ્વેષવર્ધક સંસારી સર્વ પ્રપંચોથી, સાવદ્યકારી-પાપકારી પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈને નિરવદ્ય યોગ, સ્વાધ્યાય, ધ્યાન આદિ સમભાવની પોષક પ્રવૃત્તિનો સ્વીકાર કરવો, જગત્ઝવો સાથે મૈત્રીભાવ રાખવો તે સામાયિક વ્રત છે.
‘શ્રી સૂયગડાંગ સૂત્ર’, ‘અનુયોગદ્વાર સૂત્ર’ તથા આવશ્યક નિર્યુક્તિમાં ‘સામાયિક’નું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે,
जो समो सव्वभूएस तसेसुथावरेसुय ।
तस्स सामाइयं होइ इअं केवलिभासियं ।।
અર્થાત્ ઃ ત્રસ અને સ્થાવર જીવો પર જે સમભાવ રાખે છે તેની શુદ્ધ સામાયિક છે, એમ કેવલી ભગવંતે કહ્યું છે.
‘શ્રી ભગવતી સૂત્ર'માં કહ્યું છે કે, ‘ગાયા સામા, ગાયા સામાયલ્સઽદે।’ અર્થાત્ આત્મા સામાયિક છે અને આત્મા જ સામાયિકનો અર્થ છે.
આચાર્ય પદ્મનન્દ્રિએ ‘ૐ ધમ્મ રસાયણં’માં સામાયિક વ્રતની પરિભાષા આપતાં કહ્યું છે કે, આર્ત્ત-રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી અને બધાં પ્રાણીઓમાં સમતાભાવ ધારણ કરી સંયમ ધારણ કરવાની શુભ ભાવના કરવી તે ‘પ્રથમ શિક્ષાવ્રત' કહેવાય છે.
‘નિગ્રંથ પ્રવચન’ અનુસાર સંસારના બધા પદાર્થો ઉપર રાગદ્વેષનો અભાવ હોવો, સમાન ભાવ, તટસ્થ વૃત્તિ કે મધ્યસ્થતાની ભાવના જાગવી એ સામાયિક વ્રત છે. આ સમભાવ ત્રણ પ્રકારે થાય છે. તેથી સામાયિકના પણ ત્રણ ભેદ થાય છે. ૧) સમ્યક્ વ સામાયિક, ૨) શ્રુત સામાયિક અને ૩) ચારિત્ર સામાયિક.
સમ્યક્ત્વ સામાયિક પણ ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપામિક સમ્યક્ત્વ સામાયિકના ભેદથી ત્રણ પ્રકારે છે. શ્રુત સામાયિકના ત્રણ ભેદ છે. સૂત્ર, અર્થ અને સૂત્રાર્થરૂપ સામાયિક. ચારિત્ર સામાયિક દેશ વિરતિ અને સર્વ વિરતિના ભેદથી બે પ્રકારની છે.
આત્મ કલ્યાણનાં સાધનમાં સામાયિકની ઘણી મહત્તા છે. સામાયિકનો આધાર લેનાર શ્રાવક સામાયિકની અવસ્થામાં સાધુ સરખો બની જાય છે. કહ્યું છે કે,