________________
હસ્તપ્રતોનો પરિચય હસ્તપ્રત ક
| ‘વ્રતવિચાર રાસ'ની સ્વહસ્ત લિખિત મૂળપ્રતને હસ્તપ્રત નંબર ક આપ્યો છે. જે પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયશીલચંદ્ર સૂરીશ્વરજી મહારાજ પાસેથી પ્રાપ્ત થઈ છે. જેના આધારે નીચેના પાઠાંતર ભેદ દર્શાવ્યાં છે.
આ હસ્તપ્રતની પત્ર સંખ્યા (૫૪) ચોપન છે. તેમાં એના લખાણનું માપ ૧૦”x૪” છે. પ્રથમ પાના ઉપર સ્વહસ્તે દોરેલું માતા સરસ્વતી દેવીનું ચિત્ર છે. આ હસ્તપ્રત દેવનાગરી / મારૂ ગુજરાતી લિપિમાં કવિના સ્વહસ્તે લખેલી છે. દરેક પાનાં ઉપર અગિયાર લીટી લખેલી છે. દરેક લીટીમાં સરેરાંશ અગિયાર/બાર શબ્દો લખેલાં છે. પરંતુ ક્યાંક ક્યાંક ૧૫/૧૬ શબ્દો પણ લખેલાં છે. દરેક લીટીમાં ૩૫/૩૬ અક્ષરો લખ્યા છે. અક્ષરો મોટા અને મરોડદાર છે.
આ હસ્તપ્રતમાં જ્યાં શરતચૂકથી કોઈ અક્ષર, શબ્દ કે આખી પંક્તિ રહી ગઈ છે. ત્યાં 'V', 'A', 'A' આવી નિશાની કરી તે અક્ષર, શબ્દ કે પંક્તિ હાંસિયામાં અથવા તે શબ્દની ઉપર લખ્યા છે. હસ્તપ્રત ખ
આ હસ્તપ્રત આચાર્ય કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબા જિ. ગાંધીનગર, ગુજરાતમાંથી પ્રાપ્ત થઈ છે. આ હસ્તપ્રતને નંબર ખ આપ્યો છે. આ પ્રતનો નંબર ૧૧૩૧૮ છે.
આ હસ્તપ્રતની પત્ર સંખ્યા (૨૯) ઓગણત્રીસ છે. તેમાં એના લખાણનું માપ ૯"x૩'' છે. આ હસ્તપ્રત લહિયા એ લખી છે. આ હસ્તપ્રત દેવનાગરી / મારૂ ગુજરાતી લિપિમાં લખાયેલી છે. તેનાં પ્રથમ ચાર પાનાં ઉપર અગિયાર લીટી લખેલી છે. તેમ જ બાકીના પાનાં ઉપર તેર લીટી લખેલી છે. પ્રથમ ચાર પાનામાં દરેક લીટીમાં સરેરાશ ૧૫/૧૬ શબ્દો લખેલાં છે, જ્યારે બાકીના પાનામાં દરેક લીટીમાં સરેરાશ ૨૦/૨૨ શબ્દો લખેલાં છે. પ્રથમ ચાર પાનામાં દરેક લીટીમાં સરેરાશ ૩૫/૪૦ અક્ષરો છે, જ્યારે બાકીના પાનામાં દરેક લીટીમાં ૫૦/૫૫ અક્ષરો લખ્યા છે. ચાર પાનાનાં અક્ષરો મોટા અને મરોડદાર છે, જ્યારે બાકીના પાનાનાં અક્ષરો ઝીણાં છે.
આ હસ્તપ્રતમાં જ્યાં શરતચૂકથી કોઈ અક્ષર, શબ્દ કે પંક્તિ રહી ગઈ છે ત્યાં પX... xથ, પથ આવી નિશાની કરી, તે અક્ષર, શબ્દ કે પંક્તિ હાંસિયામાં લખી છે. હસ્તપ્રતોની કડીઓનાં સંખ્યાંક હસ્તપ્રત ક
આ હસ્તપ્રતમાં એકદંરે કડીઓના સંખ્યાંક ક્રમાનુસાર અને સુવાચ્ય છે. ૧૦૦, ૨૦, ૩૦૦ મી વગેરે કડી પછી નવેસરથી એકથી ક્રમાંક તત્કાલીન પરંપરાનુસાર યોગ્ય રીતે આપ્યા છે. આ પ્રતમાં સંખ્યાંક ડાબી બાજુએ સુંદર ડીઝાઈન કરી મધ્યમાં પ્રાચીન અંક લિપિમાં લખેલાં છે.