________________
ઢાલ || ૨ || દેસી-એક દીન સાર્થપતી ભણઈ રે / રાગ ગોડી // નખહ નીરૂપન નીરમલા રે, ચલકઈ યમ રવી ચંદ | રેખા સુંદર સાથી રે, દેખત હોય આનંદો રે //૧ર // તૂઝ ગુણ ગાઈઇ, કવિજન કીરી તું માથું રે, સાઈ ધ્યાઈઈ-આંચલી પદપંકજનું જોડલું રે, નેવરનો ઝમકાર / ઓમ જંધા કેલિની રે, સકલ ગુણેઅ સહઇકારો રે //૧૩ // તુઝ ગજગત્ય ગમની ગુણ ભરી રે, સહ હરાવ્યું રે લંક / તે લાઇનિં બની ગયુ રે, હુ તો સોય સુ સંકોર //૧૪ // તુઝ ઉદર પોયણનું પનડુ રે નાભી કમલ રે ગંભીર / કંચુક ચણ ચુનડી રે, ચંપક વણું તે ચીરો રે /૧૫ // તુઝ રીદઈ કમલ વન દીપતુ રે, કુંભ પયુધર દોય / પ્રેમ વિલુપા પંખીઆ રે, ભમર ભમંત તે જયો રે //૧૬ // તુઝ કમલ નાલ જસી બાંગ્ડી રે, કરિ કંકણની રે માલ / બાજ બંધન બદઇરખા રે, વિણા નાદ વીસાલો રે /૧૭ // તુઝ કરતલ જસુ ફૂલડાં રે, રેખા રંગ અનેક / ઉગલ સરલી સોભતી રે, વર્ણવ કરૂઅ વસેકો રે //૧૮ // તુઝ નખ ગુજાની ઓપમા રે, ઝલકઈ યમ આરીસ /
નીશા શમઈ યમ દામ્યની રે, ત્યમ ચલકે નદીસો રે //૧૯ // તુઝ ઢાલ – ૨ કડી નં. ૧૨થી ૧૯માં કવિએ સરસ્વતીદેવીનું વર્ણન અલંકારિક ભાષા દ્વારા સુંદર રીતે કર્યું છે કે જે એમની કવિ પ્રતિભાનો પરિચય કરાવે છે.
સરસ્વતી દેવીનું સર્વાગી વર્ણન કરતાં કવિ કહે છે કે, સરસ્વતી દેવીના નખ નિરૂપમ અને નિર્મળ છે. તે સૂર્ય અને ચંદ્રની જેમ ચમકે છે. તેમ જ તેમાં રહેલી સુંદર સાથિયારૂપી રેખાઓ જોઈને આનંદ થાય છે. માટે હે શારદાદેવી! હું ધ્યાન ધરીને તારા ગુણ ગાઉં છું, તું કવિજનોની માતા છે. - આંચલી. એમનાં બન્ને ચરણ કમળના ફૂલ જેવાં છે કે જે ઝાંઝરનો ઝણકારથી શોભે છે. એમની જંધાને કેળના વૃક્ષની ઉપમા આપતાં કવિ કહે છે કે, તેઓ આંબાના વૃક્ષની જેમ સર્વાગી ગુણોથી યુક્ત છે. એમની ચાલ ગજગામિની જેવી છે, તો કેડનો વળાંક સિંહને પણ હરાવી દે છે કે જેથી તે શરમાઈને વનમાં જતો રહ્યો. તેમાં હું શું શંકા કરું?
વળી આગળ કહે છે કે, એમનું ઉદર નાના કમળના પાંદડા જેવું છે, એમાં નાભિ રૂપી કમળ