________________
દસવિધિ ધર્મ યતી તણો, કહ્યું તે સુણયુ સાર / નર ઊત્તમ તે સાંભલો, શ્રાવક કુલ આચાર //૩૮ // બારઈ વ્રત શ્રાવક તણાં, શ્રાવક સો ગુણવંત /
ગુણ એકવીસઇ તેહના, સહુ સુણજયું એક ટ્યુત //૩૯ // કડી નંબર ૩૮, ૩૯માં કવિ દશ યતિધર્મનો સાર કહીને સુશ્રાવકના એકવીસ ગુણોની વાત
કરે છે.
આ પ્રમાણે દશ યતિધર્મનો સાર કહ્યો, તે સહુએ સાંભળ્યો અને હવે ભવિજનો! શ્રાવક કુળના આચાર સાંભળો. બાર વ્રત શ્રાવકપણાના છે. શ્રાવક તે શ્રેષ્ઠ-ગુણવંત કહેવાય કે જેમાં એકવીસ ગુણ હોય. તો તમે બધા એકચિત્તથી સાંભળજો.
ઢાલ || ૫ || દેસી. નંદન કુ ત્રીસલા હુલરાવઈ // રાગ. અસાઉરી. . ધર્મરત્ન નિં યુગિ કહી જઈ, જસ ગુણ એ એકવીસો રે | છિદ્રરહીત જે શ્રાવક હોઈ, તસ ચર્થે મુઝ સીસો રે //૪) // ધર્ન નિ યુગિ કહી જઈ. આચલી. // રૂપવંત જોઈ ઈ ગુણ બીજ, સોમપ્રગતિ નર સોહીઈ રે, લોક સકલ નિ હોઈ નરવલભ, કરુર દીષ્ટ નહિ જોઈઇ રે //૪૧ // ધર્મ. પાપભીર શ્રાવક પણિ હોઇ, છઠો ગુણ એ જણો રે / પંડીત નર પભણી જઈ શ્રાવઈ, એ ગુણ સાત વખાણો રે //૪ર // ધર્મ દાખ્યણ લજ્યા અનિં દયાલું, મધ્ય વરતી વંદો રે / સોમ દ્રીષ્ટ જોઈ ઇ શ્રાવકની, જિમ પૂન્યમનો ચંદો રે //૪૩ // ધર્મ ગુણાંરગી નર ગુણવંતો, કથા કહઈ નર તારુ રે / ભલા પક્ષનો જે નર હોઈ સો શ્રાવક પણિ વારુ રે //૪૪ // ધર્મ દીર્ઘદ્રષ્ટી સોલમો ગુણ, વસેખતણો વલી જણો રે | વીનો વડાનો રાખઈ રંગિ, શ્રાવક સોય વખાણો રે //૪૫ // ધર્મ. કીધા ગુણનો જે જગી જાંણો, સો શ્રાવક નીત્ય વંદો રે / પરઊપગારી જે નર હોસઈ, સો પણિ સુર તરુકંદો રે //૪૬ // ધર્મ. લભવિલખી તે શ્રાવક સાચો, રહીઈ તેહસિં સંગિ રે / એ ગુણ એકવિસઇ સહુ સુણયુ, નર ધર્યો નીત અંગિ રે //૪૭ // ધર્મ.