________________
અનાથીમુનિ ઢાલ-૧૨ કુમર અનાથી દેખી સમકત, પામ્યો તે શ્રેણીકરાય /
જઈન ધર્મ ભુપતિ જે સમજ્ય, રૂપ તણો મહીમાય //૯૮ // કવિએ આચાર્યના છત્રીસ ગુણોમાંથી ‘રૂપ સમ્પન્ન ગુણ સમજાવવા માટે “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'-૨૦માં આપેલ અનાથી મુનિના દષ્ટાંત કથાનકના આધારે ઉપરોક્ત કડીમાં તે જ ભાવનું નિરૂપણ કર્યું છે, જે નીચેની કથાનક દ્વારા સમજાય છે.
એક મુનિ, અનાથી જેમનું નામ. વનમાં એક ઝાડ નીચે ધ્યાનસ્થ ઊભા છે. ત્યાં મગધરાય શ્રેણિક પોતાના રસાલા સાથે ક્રીડા કરવા આવે છે અને આ મુનિને જોતાં અચંબો પામે છે. મુનિની કંચનવર્ણ કાયા, રૂપાળુ મુખ અને ગુણવંતી તરુણ અવસ્થા જોઈ મુનિને પૂછે છે, “અરે મુનિ, કેમ આ વેશ લીધો છે? આ યૌવન વયને કેમ વૈરાગ્યમય બનાવ્યો? આ વયે ધન ને યૌવનને કેમ ભોગવતા નથી?”
મુનિ કહે છે, “રાજ! અનાથ છું. અનાથ હોવાથી સંસાર છોડ્યો છે. એટલે શ્રેણિક રાજા કહે છે, “હું તમારો નાથ થાઉં. જે જોઈએ તે આપીશ, ચાલો મારી સાથે મારા રાજ્યમાં.”
| મુનિ કહે છે, “અરે ભાઈ તું પણ અનાથ છે, તું ક્યાંથી મારો નાથ થઈશ. જો, સાંભળ હું કૌશાંબી નામે નગરીના પ્રભુતધન સંચય નામે શેઠનો પુત્ર છું. બધી જાતના ભોગ હું ભોગવતો હતો. એક દિવસ મારા શરીરમાં ઈંદ્રના વજના પ્રહાર જેવી અતિ આકરી મહાવેદના ઉત્પન્ન થઈ. વૈદ્યોએ દવા આપી, મંત્ર-યંત્ર કર્યા. પણ કોઈ રીતે દુ:ખ ઓછું ન થયું. મારાં સગાં મા-બાપ, મારી સ્ત્રી કોઈ મારું દુ:ખ મટાડી શક્યાં નહિ. આવા અતિ દુઃખના સમયમાં વિચાર્યું કે, મારું કોઈ નથી. હું એકલો જ છું. આ દુ:ખમાંથી છૂટી જાઉં તો સંયમ લઈ લઉં. આવો નિશ્ચય મનમાં કર્યો કે તરત જ મારી વેદના ઘટતી ગઈ. સવાર સુધી તો બધી વેદના ભાગી ગઈ અને હું મારા નિશ્ચય પ્રમાણે ઘર પરિવારનો ત્યાગ કરી સંયમ માર્ગે નીકળી પડ્યો. હે રાજન! મને પાકું સમજાયું કે હું અનાથ જ હતો. હવે હું સનાથ છું.”
શ્રેણિક મહારાજા આ સાંભળી બોધ પામ્યા અને કબૂલ કર્યું કે, “ખરેખર તમારું કહેવું સાચું છે. હું પણ અનાથ જ છું ક્યાંથી તમારો નાથ થાઉં?” પછી મુનિની પ્રશંસા કરી, તેમ જ તેમણે . બૌદ્ધધર્મનો ત્યાગ કરી જૈનધર્મ સ્વીકાર્યો.
: સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતાં હીરા - સંપાદક – વરજીવનદાસ વાડીલાલ શાહ ..........
............. પૃ. ૫ ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૧ ૨૦મું અધ્યયન (મહાનિગ્રંથીય) – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન.... પૃ. ૪૧૨