________________
છે તેનો અભ્યાસ કરે છે. તેમ જ પુસ્તકરૂપી જ્ઞાન લખાવે છે તે નર અનંતસુખ પામે છે. આગળ કહે છે કે જે જીવને બંધનમાંથી છોડાવે છે, ભૂખ્યાને ભોજન આપે છે, સહુ જીવો
- ) ” દ:ખી થતો નથી. તેમ જ બધા જીવ પ્રત્યે હિત ચિંતવે છે, તે નર દુર્ગતિમાંથી બચી જાય છે. જો કે માન અને માયાને તજો તેમ જ અભિમાન મૂકીને જિનશાસનને ભજે.
કવિ અહીં સાત ક્ષેત્રે ધન વાપરવાનું સૂચન કરે છે. તેવા પ્રસંગે ધન સંચય કરી કૃપણ થવાને બદલે દાન આપવાનો આગ્રહ કરતાં કવિ દાનનો મહિમા અને કૃપણતાની લઘુતા પણ વર્ણવે છે. જેમ કે, સાત ક્ષેત્ર સારી રીતે પોષવા કે જે જિનમંદિર અને જિનપ્રતિમા કહી છે. પુસ્તકરૂપી જ્ઞાન લખાવવું જાણ. આ અરિહંતદેવની આજ્ઞા માનવી તેમ જ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની ભક્તિ કરવી. આ સાતેય ક્ષેત્ર સોહામણાં છે અહીં ખર્ચેલું ધન આપણું થાય. જે ધનનો સંગ્રહ કરે છે તે નર દુઃખી થાય છે જેણે ધનને વાપર્યું છે, તે તેની પાછળ જાય છે. પરંતુ કંજૂસના મનમાં એ ગમતું નથી. એનાં વચન અને રૂપિયા નકામાં જાય છે. વળી ભૂમિમાં રહેલું ધન નકામું થઈ જાય છે. બીજાનાં ઘરે મૂકેલાં બીજાનાં થાય, ચોર પણ ચોરીને લઈ જાય, તો રાજા પણ લઈ લે, અગ્નિ પણ તેને બાળી નાખે. તેમ જ ધન હારી જવાથી નર બમણું જુગાર રમે, પુણ્ય વિના વ્યાપાર પણ ઓછાં થાય, વળી પાણીમાં પણ ડૂબી જાય, ખરાબ વ્યસનો થકી પણ ધનનો નાશ થાય પરંતુ કંજૂસને પુણ્ય માટે ધન વાપરતાં વિચાર થાય છે.
દૂહા . ક્યરપી તો ઘન સચીઈ એ કલિ મર્ણ ન હોય ! વ્યખ્યમી બાંધી પોટલે, સચ્ચે ન પોહોતા કોય //૫૭ // ક્યરપી કહઈ કવી સંભલો, તો દીથિં સ્યુ થાય / દાતા આપઈ અતીઘણું, તે ધન કેડ્ય ન જાય //૫૮ // દાન સુપત જેણઈ દીઓ, કીઓ સુ પરઉપકાર / તે સાથિ ઘન પોટલાં, સાથિ ગયા નીરધાર //પ૯ // વ્યખ્યમી મંદિરમાહાં છતાં, માગણ ગયા નીરાસ /
તેહની જનુની ભારિ મુઈઊદરી વધુ દસ માસ //૬૦ // કડી નંબર ૫૦થી ૬૦માં કવિએ કૃપણની લઘુતા સંવાદી શૈલીમાં દર્શાવી છે.
કવિ કહે છે કે, કૃપણ ધનનો સંચય એમ સમજીને કરે છે કે તે કોઈ કાળે મરણ નહિ પામે, પરંતુ લક્ષ્મીની પોટલી બાંધીને કોઈ સ્વર્ગે પહોંચ્યાં નથી.
ત્યારે કૃપણ કહે છે કે સાંભળો, દાન આપવાથી શું થાય? દાતા તો ઘણું દાન આપે છે પરંતુ તે ધન તેની પાછળ જતું નથી.
તેનો જવાબ આપતા કહે છે કે, જેણે સુપાત્ર દાન આપ્યું છે અને પરોપકાર કર્યો છે તેની