________________
મૂલાચાર' ૧૧/૧૩૧૪માં શીલ વિરાધનાનાં દશ કારણો દર્શાવેલ છે. તેમ જ “અણગાર ધર્મામૃત'માં પણ દશ નિયમો થોડા ફેરફાર સાથે કહ્યા છે.
તેવી જ રીતે બૌદ્ધદર્શનમાં પણ બ્રહ્મચર્યની રક્ષા માટે નવગુણિને મળતાં વિધાનોનું કથન છે.
આમ દરેક દર્શનમાં બ્રહ્મચર્યની રક્ષા માટેનાં વિધાનોનું સૂચન કરવામાં આવ્યું છે પરંતુ જૈનદર્શનમાં બ્રહ્મચર્યની રક્ષા સાથે આહારનો ઘનિષ્ટ સંબંધ છે, એના પર પણ ધ્યાન આપ્યું છે. માટે સાધકે બ્રહ્મચર્ય સંબંધી સૂત્રોક્ત દરેક આદેશનું યથાર્થ પાલન કરવું જોઈએ.
બ્રહ્મચર્ય મહાવ્રતના સાધક સર્વ પ્રકારના મૈથુન અર્થાત્ મનુષ્ય, તિર્યંચ અને દેવતા સંબંધી ત્રણ કરણ અને ત્રણ યોગથી જીવનપર્યંત ત્યાગ કરે છે. (૫) અપરિગ્રહ મહાવત
શ્રમણના આચરણીય પંચ મહાવ્રતોમાં અંતિમ વ્રત તેમ જ પાંચમું વ્રત અપરિગ્રહ છે. સાધનાના સર્વોચ્ચ શિખર પર આરોહણ કરવા માટે અપરિગ્રહ અત્યાવશ્યક છે. અપરિગ્રહની પ્રાપ્તિ માટે તૃષ્ણા પર વિજય મેળવવો જરૂરી છે. આસક્તિ અથવા તૃષ્ણા જ પરિગ્રહનું મૂળ છે.
મૂલાચાર-૯/૨૯૩ અનુસાર જીવના આશ્રિત અન્તરંગ પરિગ્રહ તથા ચેતન પરિગ્રહ તેમ જ અચેતન પરિગ્રહ ઇત્યાદિનું શક્તિ પ્રમાણે ત્યાગ તથા એમાં એનાથી બીજા કે સંયમ, જ્ઞાન, શૌચનાં ઉપકરણ વગેરેમાં મમત્ત્વ ન હોવું પરિગ્રહ ત્યાગ મહાવ્રત છે. નિયમસાર મૃ.૬૦ અનુસાર,
सव्वेसि गंथाण तागोणिखेक्ख भावणापुव्वं ।
पंचमवदमिदि भणिदं चास्तिभरं वहंतस्स ।। ६० ।। અર્થાત્ : નિરપેક્ષ ભાવનાપૂર્વક સર્વ પરિગ્રહોનો ત્યાગ. આ ચારિત્ર ભાર વહન કરવાવાળાનો પાંચમો વ્રત કહ્યો છે.
નાની, મોટી સચિત્ત, અચિત્ત કોઈ પણ વસ્તુનો પરિગ્રહ તેમ જ બાહ્ય અને આત્યંતર પરિગ્રહ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી સર્વથા ત્યાગ કરવો અપરિગ્રહ મહાવ્રત છે.
| ભાગવત પુરાણમાં બતાવ્યું છે કે, જેટલું પેટ ભરવા માટે આવશ્યક છે તેટલું જ વ્યક્તિનું પોતાનું છે. વ્યક્તિએ એટલો જ સંગ્રહ કરવો જોઈએ, જે એનાથી વધારે સંગ્રહ કરે છે તે ચોર છે, દંડનો ભાગીદાર છે. | ‘શ્રી આચારાંગ સૂત્રમાં બતાવ્યું છે કે, પરિગ્રહી પુરુષમાં ન તપ હોય છે, ન શાંતિ હોય છે અને ન નિયમ.
ભગવાન મહાવીરે “ગસંવિમાની જ હું તરૂ મુસ્લિો ' કહીને અપરિગ્રહનું બહુ મોટું મૂલ્ય પ્રદાન કર્યું છે.
પરિગ્રહથી મોહની ઉત્પત્તિ, અહંકાર તેમ જ કામવાસના વધે છે. તેમ જ હિંસા અને કલહનો હેતુ તથા દુ:ખોનું મૂળ છે.
સુતનિપાત અનુસાર જે ભિક્ષુ લોભ અને તૃષ્ણાનો ત્યાગ કરી વધ, બંધ, ધનથી રહિત