________________
સાધર્મક વલી આપણો, સીદાતો પણ્ય જંણી | સારસંભાલ જ નવિ કરી, તો તુઝ સુમ– લુટાણી //ર૦ // દીન ઊધાર તે નવિ કીઓ, સી લ્યખ્યમી તુઝ બાયું / અતિ ઊડુ ધન ઘાલતાં, જાઈશ નર્ગ મઝા //ર૧ // તન ધન વૈવન કાયમું, સંચિં સ્યુ સૂખ હોય /
દીધા વિન નવી પાંમાઇ, રીઅ વીચારીએ જોયુ //રર // ઢાલ - ૭૬ કડી નંબર ૧૮થી ૨૨માં કવિએ સુપાત્ર દાન, સાધર્મિક ભક્તિ, ગરીબોનો ઉધ્ધાર વગેરે કાર્યો મળેલાં ધન થકી કરવાનો ઉપદેશ આપ્યો છે.
કવિ કહે છે કે, જ્યારે વહોરવા જવાનો સમય થયો ત્યારે ઉપાશ્રયના ખૂણામાં જઈને વણિકની લજ્જાશીલ પુત્રવધૂની જેમ બહાર કેમ બેસે છે? વળી જ્યારે ગોચરી કાળ વીતી ગયો હોય અને પછી મોડું કરીને તેડવા આવ્યો હોય, આમ જે મનુષ્ય આવાં ચરિત્ર કરે છે તેને ઘણું પાપ લાગે છે.
વળી આપણો સાધર્મિક સોંસાતો જામ્યો હોય, છતાં એની સારસંભાળ ન કરી હોય તો તારી સુમતિ લૂંટાઈ જાય છે (જતી રહે). તેમ જ ગરીબનો ઉધ્ધાર કર્યો ન હોય તો તારા દરવાજે લક્ષ્મી શું કામની? આમ અતિ ઊંડું ધન દાટવાથી નરક ગતિમાં જઈશ.
તન, ધન અને યૌવન નકામું છે, નાશવંત છે. માટે તેને સાચવવાથી શું સુખ મળે? અને આપ્યા વગર કાંઈ મળતું નથી. આ વાત હૃદયમાં વિચારીને જો.
ઢાલ || ૭૭ / ચોપઈ છે. પૂણ્ય વિના નવિ પાંમાં કોય, નર દીધાંના ફલ તુ જોય / એક નર બસઈ જે પાલખી, એક ઊપાડી થાઈ દૂખી //ર૩ // એક નર હાથી હિવર હાર્ય, એક નિં નહી એક છાલું બાય | એક નર નિ મંદીર માલી, એક ઝૂંપડીઇ સો જલીઆ //ર૪ // એક નર નારી દીસઇ ઘણી, એક નર નાર્યા વિના રે વણી | એક નર ભોજન અમૃત આહાર, એક નર ઘઈશ તણો જ વીચાર //ર૫ // એક નિં પલંગ પછેડી પાટ એક નિં ન મલિ ટુટી ખાટ / એક નર પહઈરઈ સાલું વલી, એક નર નિં ન મલઈ કાંબલી //ર૬ // એક નારી ગલિ મોતીહાર, એક નિ ચીડ નહી નીરધાર /. દીધાનાં ફલ જોયુ વલી, સાલિભદ્ર ઘરિ સંપદ ભલી //ર૭ // એક રાજ એક મુલી વહઈ, દત વહુણા એમ દૂખ સહ) / પગિ દાઝઈ નિ માથઈ બલઈ, રાતિદિવશ પરમંદીર લઇ //ર૮//