________________
વગેરેનો વ્યાપાર પણ રસવાણિજ્ય છે. (૯) વિષ વાણિજ્ય - ઝેરી, પ્રાણઘાતક વસ્તુ જેવી કે અફીણ, વચ્છનાગ, સોમલ, ધતૂરો ઈત્યાદિ
ઝેરી ઔષધિઓનો વેપાર કરવો. (૧૦) કેશ વાણિજ્ય - ચમરી ગાય, લીમડી વગેરે પક્ષીઓ, પશુઓના વાળો તેમ જ રોમયુક્ત
ચામડાંનો વ્યવસાય કેશ વાણિજ્ય કહેવાય છે. કેટલાક આચાર્યોએ કેશ વાણિજ્યનો અર્થ દાસ, દાસી, ગાય, ભેંસ, બકરી, ઘેટાં, ઊંટ, ઘોડાં વગેરે જીવિત પ્રાણીઓના કય-વિક્રયનો
વ્યાપાર પણ કર્યો છે. (૧૧) યંત્ર પીડન કર્મ - તલ, સરસવ, મગફળી વગેરેનું ઘાણી દ્વારા તેલ કાઢવાનો ધંધો, તેમ જ
ચરખા, મિલ, પ્રેસ વગેરેનો વેપાર કરવો. (૧૨) નિલંછણ કર્મ – બળદ, ઘોડા, પાડા વગેરે પશુઓને નપુંસક બનાવવાનો ધંધો કરવો, અંગો
પાંગનું છેદન કરવું. (૧૩) દાગ્નિ-દાપન – જંગલ, ખેતર, બાગ, બગીચા આદિમાંથી કચરો, ઘાસ વગેરે સાફ કરવા
માટે આગ લગાડવાનો ધંધો કરવો. (૧૪) સરહદ-તડાગ-શોષણ - સરોવર, તળાવ, જલાશય વગેરે પાણીના સ્થાનોને સૂકવવાનો
(ઉલેચવાનો) ધંધો કરવો. (૧૫) અસતીજન પોષણ - વ્યભિચાર માટે વેશ્યા વગેરેનું પોષણ કરવું, શોખથી હિંસક પશુઓનું
પાલન કરવું, શિકાર માટે શિકારી કૂતરા પાળવા. આ સર્વ કાર્યો અસતીજન પોષણમાં અંતર્ગત થાય છે.
આ પંદર કર્માદાનથી (વ્યાપારોથી) વિશેષમાં વિશેષ પાપ આવે છે. તેમ જ અનેક જીવોને દુ:ખ, ત્રાસ તથા સંહારના હેતુભૂત છે. માટે ધર્મિષ્ટ શ્રાવકોએ આવા વ્યાપારનો ત્યાગ કરવો જોઈએ. સાતમા વ્રતનું ફળ
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં સાતમા વ્રતનું ફળ દર્શાવતાં કહ્યું છે કે, આ વ્રતથી જીવનમાં સાદાઈ અને ત્યાગ આવે છે. તેમ જ આધ્યાત્મિક દૃષ્ટિએ લાભ થવા સાથે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક વગેરે દષ્ટિથી પણ ઘણો લાભ થાય છે.
આ પ્રમાણે ૨૦ અતિચારો સહિત સાતમા વ્રતનું પાલન કરે છે તેનું મેરુ પર્વત જેટલું પાપ તો રોકાઈ જાય છે અને ફક્ત રાઈ જેટલું પાપ રહી જાય છે. આઠમું વ્રત - અનર્થદંડ વિરમણ વ્રત (ત્રીજું ગુણવત)
અનર્થ દંડ એટલે “અર્થાત્ વિપરીતોષનર્થ: પ્રયોગ નિરપેક્ષ: ' અર્થ દંડથી વિપરીત અર્થાતુ, પ્રયોજન વિના નિરર્થક થતી હિંસાદિને અનર્થદંડ કહે છે.
જેના વડે જીવો દંડ પામે અર્થાત્ હિંસા થાય તેને દંડ કહે છે. “શ્રી સ્થાનાંગ સૂત્ર'માં દંડના બે પ્રકાર કહ્યાં છે, અર્થદંડ અને અનર્થદંડ. શ્રાવકો ગૃહસ્થ જીવનના વ્યવહારમાં કોઈ પણ પ્રયોજનથી