________________
આશાતના કહે છે. ગુરુ આદિના અવિનય, અવહેલનાદિથી જ્ઞાનાદિ ગુણોની ખંડના થાય છે. તેથી તેવી પ્રવૃત્તિઓ આશાતના કહેવાય.
‘શ્રી સમવાયાંગ સૂત્ર’, ‘શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર’માં શિષ્યના અયોગ્ય વર્તનથી થતી ગુરુજનોની ત્રેતીસ આશાતનાનું નિરૂપણ જોવા મળે છે.
તેવી રીતે ‘શ્રાદ્ધ વિધિ પ્રકરણ’માં ‘‘જ્ઞાનની, દેવની અને ગુરુની એ ત્રણેની આશાતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે દર્શાવી છે.
પ્રવચન સારોદ્વાર'માં દેવની (દેરાસરની) મુખ્ય દશ આશાતનાઓ દર્શાવી છે. જેમ કે (૧) તંબોલ (મુખવાસ) (૨) પાણી (૩) ભોજન (૪) પગરખા (૫) સ્રી-ભોગ (૬) શયન (૭) થૂંકવું (૮) લઘુનીતિ (૯) વડીનીતિ અને (૧૦) જુગાર રમવો. આ દશ આશાતનાઓ મુખ્ય છે અને તેના પેટાભેદ રૂપે બીજી ચોર્યાશી આશાતનાઓનો ઉલ્લેખ કર્યો છે.
‘શ્રી આવશ્યક સૂત્ર’માં અરિહંત, સિદ્ધ, આચાર્ય આદિની તેમ જ શ્રાવક-શ્રાવિકા, ઈહલોક, પરલોક સમસ્ત જીવોની તેમ જ જ્ઞાનની એમ તેત્રીસ પ્રકારે આશાતના દર્શાવી છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં જિનમંદિર-જિનપ્રતિમાની મુખ્ય દશ આશાતના દર્શાવી તેમ જ તેને ટાળવાનો ઉપદેશ પોતાની સરળ બોધાત્મક શૈલીમાં ઢાલ – ૧૧ પંકિત નંબર ૮૯ થી ૯૧માં સમજાવ્યું છે.
તપ
જૈનસાધના પદ્ધતિના ચાર પ્રમુખ અંગ છે, જેમ કે, ૧) સમ્યક્દર્શન, ૨) સમ્યજ્ઞાન, ૩) સમ્યક્ચારિત્ર અને ૪) સમ્યક્તપ.
આચાર્ય અકલંકદેવે ‘તપ’ની પરિભાષા આપતા કહ્યું છે કે, ‘ર્મક્ષાર્થ સપ્ચત કૃતિ ત૫:।' અર્થાત્ કર્મ ક્ષય માટે જે તપાય છે તે ‘તપ’ છે.
જયસેનાચાર્યે ‘તપ’ની પરિભાષા દર્શાવતાં કહ્યું છે કે, ‘સમસ્તરાગાદ્રિ પર માવે છાત્યાનેનસ્વસ્વરૂપે પ્રતપનું વિષયનું તપ: ।' અર્થાત્ : સમસ્ત રાગાદિ ભાવ ઈચ્છાઓના ત્યાગથી સ્વસ્વરૂપમાં પ્રતપન-વિજય કરવો તપ છે.
‘રાજ વાર્તિક’/૬માં કહ્યું છે કે ‘ર્મવહના તપ: ।' અર્થાત્ કર્મને દહન/ભસ્મ કરવાના કારણે તપ કહેવાય છે.
‘તપ’ જૈન-સાધના પદ્ધતિનો પ્રાણ છે. ભવભવથી સંચિત કરેલાં કર્મોને સંપૂર્ણરૂપથી બાળવા માટે અને ભવસાગરથી હંમેશને માટે મુક્ત થવા માટે આ પ્રબળ અને મહત્ત્વપૂર્ણ સાધન છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’ ૯/૩માં પણ લખ્યું છે કે ‘તપસ નિર્ઝા વા’ અર્થાત્ તપથી નિર્જરા થાય છે. ‘શ્રી સમવાયાંગ સૂત્ર’, ‘શ્રી ઔપપાતિક સૂત્ર’, ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' આદિમાં દર્શાવ્યું છે કે, तवो दुविहो वुत्त बाहिरब्भंतरो तहा । बाहिरो छव्विहो वुत्तो एवमब्भंतरो तवो ।
અર્થાત્ : તપના બે પ્રકાર છે, બાહ્ય અને આત્યંતર, બાહ્ય તપ છ પ્રકારના છે. તેવી જ રીતે આવ્યંતર તપ પણ છ પ્રકારના છે. જેમ કે,
• ૧૨૫૫ >