________________
પામ્યા તે વાત વિસ્તારથી દર્શાવી છે.
કવિ કહે છે કે, જે પોતાની પાંચે ઈન્દ્રિયોને પોષવા માટે કુકર્મ કરે છે તેમ જ અન્ય પ્રાણીનો વધ કરે છે, તે ધર્મને જાણતો નથી. માટે સજ્જન માનવી! હૃદયમાં વિચારીને જો અને જિનભગવંતોનાં વચને આલોચના કરજે. હિંસામાં ધર્મ ન હોય એ વાત તું હૃદયમાં વિચારી રાખજે.
જેણે રસનાની લોલુપતા માટે માંસાહાર કર્યો છે તેના વડે તે મુશ્કેલ રસ્તે ચાલતા નિશ્ચયથી એકલો થઈ જશે. અહીં કવિ દષ્ટાંત આપી સમજાવે છે કે, જેમ સુંદર નગર હોય, તેમાં દુકાનો હોય પરન્તુ રસ્તામાં કોઈ વાણિયા, વેપારી હોય નહિ અને સાથે કોઈ સંગાતી હોય નહિ, તો તેને રસ્તો કોણ બતાવશે? વળી કવિ આગળ કહે છે કે, હિંસા કરવી તને સુખદાયક લાગે છે પરંતુ હે મૂર્ખ મારી વાત સાંભળ. તેના કટુ ફળ ભોગવવા અતિ દુષ્કર છે માટે પ્રાણીઘાત કરીશ નહિ.
આગળ કહે છે કે, જલચર, સ્થલચર અને પંખીઓ જે છે તે જીવોની તું ઘાત કરે છે પરન્તુ જ્યારે આ જીવો વેર વસૂલ કરશે, તારો છેડો પકડશે, ત્યારે તું જરૂર દુ:ખી થઈશ. વળી જિનભગવંતોએ કહ્યું છે કે, જે જીવહિંસા કરે છે તે નિશ્ચયથી નરકમાં જાય છે.
કવિ નરકનું વર્ણન કરતાં કહે છે કે, નરકમાં ભૂખ-તરસ લાગે ત્યારે પોતાના શરીરનું જ માંસ, લોહી ખવડાવે પીવડાવે છે તેમ જ ભૂખ અને તરસથી શરીર સૂકાઈ જાય તોપણ તરવું પડે છે. વળી હિંસાનાં ફળ થકી તે કુષ્ટરોગી અને કુબડો થાય તેમ જ તેના શરીરમાંથી અતિ દુર્ગધ આવે અને અતિ અલ્પ આયુષ્ય લઈને જન્મે છે. માટે પંડિત હોય તે સમજી જાય કે આ જગમાં જીવદયા જ ઉત્તમ છે શ્રેષ્ઠ છે. માટે દયા વગર આ સંસાર પાર કેવી રીતે કરશું?
કવિએ “મેઘરથ રાજાના કથાનક'ને આધારે જીવદયાનો મર્મ સમજાવ્યો છે. જેમ જગમાં મેઘરથ રાજાએ જીવદયા પાળી હતી, તેમ જીવદયા પાળવી. તેમણે પારેવાંને બચાવી તેનું રક્ષણ કર્યું કે જેનાથી તેઓ બીજા ભવમાં અરિહંત થયા. તેમણે પારેવાંના વજન જેટલું પોતાના દેહનું માંસ કાપીને ત્રાજવામાં મૂક્યું છતાં પણ ત્રાજવું નમ્યું નહિ. ત્યારે રાજાએ ધીરજ ગુમાવી નહિ અને વિચાર્યું કે એક લાખ ગવરી ગાયના દૂધની ખીર ખાય છે તો પણ આ કાયા નકામી છે. આત્માની પાછળ (સાથે) જતી નથી. તેથી રાજાએ આવી નકામી પોતાની કાયાને ત્રાજવામાં તોળીને બાજને કહ્યું કે, હવે તું (પારેવાં) પ્રાણીની વાત કરીશ નહિ.' ત્યારે આ જોઈને દેવતાઓ આનંદ પામ્યાં અને બોલ્યાં, ધન્ય ધન્ય તું નરનાથ'. પછી દેવતાઓ આકાશમાં જતાં રહ્યાં અને ચારે તરફ મેઘનાથ રાજાનો જયજયકાર થયો. આવી રીતે જીવદયા પાળવાથી ભવપાર લઈ શકાય.
ઢાલ || ૪૭ | દેસી. ચાલી ચતુર ચંદ્રાનની // રાગ. મલ્હાર // જીવડ્યા એમ પાલીઇ, જિમ ગજ સુકમાલ રે | પગ અઢી દિવશ તોલી રહ્યુ, મેઘ જીવ ક્રીપાલ રે //૫00 // જીવડ્યા એમ પાલીઇ. // આંચલી. // કિમ તેણઈ અંત ઊગારીઓ, કીમ રહ્યું ગજરાજ રે / તાસ ચરીત્ર સહુ સાંભલું, સારો આપણું કાજ રે /૧ // _