________________
ટેવ છે કે જે જગનો સંહાર કરે છે. આવું કામ મહેશ દેવ કરે છે. અને એ ત્રણે જે દેવ કહ્યાં છે, તે ત્રિમૂર્તિ રૂપે એક જ સ્વરૂપે રહેલા છે. એમનું આવું અકળ સ્વરૂપ છે કે જે દેવ, દાનવ કે માનવી કોઈ લઈ શકતું નથી. તેઓ ક્ષણભરમાં તારી દે છે, તો વળી ક્ષણમાં ડૂબાડી પણ દે છે. તેમણે બધા જ દૈત્યનો નાશ કર્યો છે, તો વળી તેના ભક્તની બહુ સારસંભાળ રાખે છે. આમ આ દેવને પાર પામી • શકાય નહિ. તે શંકર મોટા દેવતા છે, બધા જ દેવ તેમની સેવા કરે છે. આવા દેવને અતબંગ કહ્યાં છે, કે જેમનું લિંગ જગમાં પ્રત્યક્ષ રીતે પૂજાયું.
ઈશ્વર વ્યંગ પૂજાવતો, નહી કો તેહનિ તોલ્ય / ઈશ્વર વાદી યમ કહઈ જઈન વીચારી બોલ્ય //૮૫ // જઈને કહઈ તુ શઈવ સુણિ, કરતા હરતા કર્મ |
બ્રહ્મા સ્ય સરાડસઈ સ્યુ સંધારઈ ભ્રમ //૮૬ // કડી નંબર ૮૫થી ૮૬માં ઈશ્વરવાદીની દલીલ સામે જૈને પ્રત્યુત્તર આપે છે તેનું કવિએ આલેખન કર્યું છે.
ઈશ્વરવાદી કહે છે કે, આ વિશ્વમાં મહેશ દેવનું લિંગ પૂજાય છે, તેની બરોબરીમાં બીજા કોઈ દેવ આવી શકે નહિ. ત્યારે આ સાંભળીને “જૈન” વિચાર કરીને તેનો જવાબ આપતાં કહે છે કે, હે શૈવ! તું સાંભળ, બ્રહ્મા શું ઉત્પન્ન કરશે? અને મહેશ શું સંહાર કરશે? કર્તા હર્તા તો પોતાના કર્મ જ છે.
ઢાલા ૧૯ ચોપાઈ | જગ નીપાયું બ્રહ્મા કહઈ, બોલ્ય બ્રહ્મા તારો ક્યાહાં રહઇ / વીષ્ણુ જગ પાલઈ છઇ જોય, તો પણિ તે દુઃખી કા હોય |૮૭// મહેશ જો સંધાઈ છ0 વલી, તે ઈશ્વર કયાંહા ગયું ઊચલી / વારઈ વહઈ તઈ સહુ કો ગયા, હરીહર બ્રહ્મા થીર નવી રહ્યા ૮૮// જો ઈશ્વર જગ દેતો સીખ, તો કયમ માગી ઘરિ ઘરિ ભીખ / જ્ઞાન ચિંતમિ ત્યારઈ લધુ સ્ત્રી આગલી જવ નાચણિ રહ્યુ ||૮૯// તે ઈશ્વર સ્યુ કરસઈ સુખી, કરમિં શાતા કરમિં દૂખી / પૂર્વ પૂણ્ય જેહવું પણિ હસઈ સુખ દૂખ તેહેવું હનિ થસઈ //૯Oા તૂ તાહારા ધરની જે વાત, વિપ્ર સુદામો સોય અનાથે | ઊશભ કર્મ જે તેહસિં હવું તો કાઈ ક્રીષ્ણ ૐ દીધું નવું //૯૧ // તો તુ જાણે કર્મ જ સાર, મ કરીશ બીજે કશો વીચાર / કરમિં વીણું દસ અવતાર, કરમિં બ્રહ્મા તે કુંભાર //૯૨ //