________________
બાર વ્રતની પૂજા. ૨. સં. ૧૮૮૭ દિવાળી રાજનગરમાં.
રાજનગરના જદ્રોસર ડ્રિપ તેની ભાર્યા વિજયાથી કેશવ નામનો કુમાર થયો. રલિયાત નામે સ્ત્રી પરણાવી. પાનસર ગામે સં.૧૮૪૮ ના કાર્તિકમાં દીક્ષા આપી નામ વીર વિજય રાખ્યું. સં. ૧૯૦૮ ના ભાદરવા વદ ૩ ગુરુને દિન સ્વર્ગસ્થ થયા. આદિ – સમકિતારોપણે પ્રથમ જલપૂ. દોહા
સુખકર શંખેશ્વર પ્રભુ, પ્રણમી શુભ ગુરૂ પાય
શાસનનાયક ગાયશું, વર્ધમાન જિનરાય...૧ અંત -
કલ. ધન્યાશ્રી ગાયો ગયો રે મહાવીર જિનેશ્વર ગાયો. મુનિ વસુ નાગ શશિ સંવત્સર, દીવાળી દિન ગાયો,
પંડિત વીરવિજય પ્રભુધ્યાને, જગ જસ પડહ વાયો રે...૬ (૪૬૭૭) પ્રકાશસિંહ – બારવ્રતના છપ્પા ૨, સં. ૧૮૭૫ અસાડ શુ. ૮ ગોંડલમાં આદિ -
જીવયા નિત પાલીએ, વ્રત પહેલું કહિએ, વળી સૂક્ષ્મ બાદર સર્વને, અભયદાન જ દઈએ છકાયની રક્ષા કરો, કુટુંબ સર્વે છે આપણો
પ્રકાશસંઘ કહે પાલો, તો ઋતુ જડાયાપણું (૧) અંત -
અઢાર સો પંચોતરોની શુકલ પક્ષે વલી, માસ અસાડ શોભતો, વલી અઠ્ઠમ દિવસે હુ વાંદીશ વ્રત શ્રાવકનાં, ને સુધ સમકિત પાલશે,
પ્રકાશસંઘ વાણી વદે, મોક્ષના સુખ મલશે.. ૧૩ (૬૧૧૨) ઉદ્યોત સાગરગણિ (ત. પુણ્યસાગર – જ્ઞાનસાગર) - સમ્યકત્વમૂલ ૧૨ વ્રત વિવરણ (અથવા બાર વ્રતની ટીપ-હિંદી) ગદ્યકૃતિ ૨, સં. ૧૮૨૬ માગશર શુ. ૫. ગુરુ પાટણમાં. બધું ગદ્યમાં છે. દેવ ગુરુ ધર્મ તત્ત્વ, સમકિતને ૧૨ વ્રત. આદિ - સદા સિધ્ધ ભગવાનકે, ચરણ નમું ચિત લાય,
મૃતદેવી પુનિ સમરીયે, પૂજતા કે પાય.. ૧ બુધ ઉદ્યોત સાગરગણિ, અપની મતિ અનુસાર
વિધિ શ્રાવક કે વ્રત તણી, ટીપે લિખું નિર્ધાર... " અંત – નિ કે તાંઈક તિહાં રહી, લિખ્યો સુવ્રતવિચાર
વજોત્કીર્ણ મણીસુત પરી, બહુ મૃતકે ઉપગાર.. ૨૦ ઇહ વિધિ જે વ્રત ધારસે, વારસે વિષયકષાય વિલસે જ્ઞાન ઉધોતમય, આનંદઘન સુખદાય... ૨૧