________________
ભીનું થાય છે અને આમ અસંખ્ય જીવ નાશ પામે છે. તો કહે, જીવદયા કેવી રીતે પાળી કહેવાય. ત્યારે તેનો પ્રતિપક્ષી જવાબ આપે છે કે, તું જિનભગવંતની વધુ આજ્ઞા નિરખ જિનભગવંતના વચને તો પૂજા થાય, એ આજ્ઞા જે માને છે તે જ દયા કહેવાય.
ત્યારે તે મતવાદી તરત જ પ્રત્યુત્તર આપતાં કહે છે કે, મૂર્તિ તો અચેતન દેવ છે, એ મને શું સુખી કરી શકશે? ખરા દેવ તો ચેતનવંતા હોય.
ત્યારે દ્વિપક્ષી જવાબ આપતાં કહે છે કે, અનેક નય અને સિદ્ધાંત ચાલે છે, માટે તું કુમતિથી ભ્રમમાં પડી ગયો છે. અચેતન તો ઊંચી પંક્તિમાં બેઠા છે માટે સમજીને વિચાર કરજે. વળી આગળ દષ્ટાંત આપતાં કહે છે કે, કંદમૂળ (સચેત) અને મુદ્રા (અચેત) હાથમાં લઈ બજારમાં વસ્તુ લેવા જાય છે. બન્ને પદાર્થ વેપારીને આપીને તું નાગ, નગોદર, ઝાલિ આદિ ઘરેણાં માંગે છે ત્યારે મુદ્રા થકી તને માગ્યું મળે અને સુખી થઈએ. જ્યારે કંદમૂળથી કવેણ મળે તેમ જ તે કપાળે લાકડું મારે. આમ કવિએ અહીં જડ પદાર્થનો મહિમા કહીને મૂર્તિની સિદ્ધિ બતાવી છે.
કવિ આગળ કહે છે કે, શ્રી દશવૈકાલિક સૂત્ર'માં પણ જે કહ્યું છે તે વચનો પણ મૂર્ખ ગ્રહણ કરતો નથી. જેમ કે ભીંત ઉપરનું સુંદર ચિત્ર જે મહામુનિ જોતાં નથી. તેને જોવાથી જો પાપ લાગે તો જિનપ્રતિમાને જોવાથી પુણ્ય થાય. માટે આ દૃષ્ટાંત હૃદયમાં રાખી અને જિનપ્રતિમાને પૂજીને આત્મા તારજે. થોડામાં તું ઘણું સમજે છે, વારંવાર તને શું કહેવું. જિન આજ્ઞા પ્રમાણે ધર્મનું મૂળ દયા છે. જિનશાસનમાં આ જ સાર રહેલો છે.
દૂહા || મર્મ ન સઝઇ બાપડા, કરતા મિથ્યાવાદ |
કુમતિવિષે જે ધારીઆ, સ્યુ કીજઈ તસ સાદ ||૩૧ ||
એક જિન પ્રતિમા છંડતા,
એક મુકઇ મુનીરાય । એક નર વાસ ઊથાપતા, સમોવસર્ણ ન સોહાય ।।૩૧ //
ગુરૂ વિન જ્ઞાન ન ઊપજઇ, ભાવ વિન ભગતિ ન હોય । નીર વિનાં કિમ નીપજઇ, રીદઈ વીચારી જોય ।।૩૨ ।।
કડી નંબર ૩૧થી ૩૨માં કવિએ મિથ્યાવાદને છોડવાનું તેમ જ ગુરુ વિના જ્ઞાન થાય નહિ એ વાતનું નિરૂપણ કર્યું છે.
જે ધર્મના મર્મ સમજી શકતા નથી, તે માટે મિથ્યાવાદ કરે છે અને કુમતિરૂપી વિષને જેમણે ધારણ કર્યું છે તેમની સંગત પણ શા માટે કરવી. એક મત જિનપ્રતિમાને મૂકી દે છે એક મત મુનિ ભગવંતોને છોડે છે તો વળી એક પંથ વસ્ત્રને અવગણે છે. આમ ભિન્ન ભિન્ન મતો થવાથી ભગવાનનું ‘સમોવસરણ' રૂપી જિનશાસન શોભશે નહિ.