________________
ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારનું રાત્રે સેવન ન કરવું, એટલે કે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. જૈનધર્મના આ નિયમમાં પૂર્ણતઃ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. શરીરશાસ્ત્રના જ્ઞાતા પણ રાત્રિભોજનને બળ-બુદ્ધિ અને આયુષ્યનો નાશ કરનારું બતાવે છે. રાત્રે હૃદય અને નાભિ કમળ બન્ને બીડાઈ જાય છે, પરિણામે સૂર્યાસ્ત બાદ ખાધેલું અન્ન પચતું નથી.
પશ્ચિમના વિચારકો પણ રાત્રિભોજન ત્યાગને સમર્થન આપે છે. જેમ કે “હીલીંગ બાય વોટર' નામના પુસ્તકમાં ટી. હાર્ટલી હેનેસીએ પણ સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેવાની દઢ હિમાયત કરી છે.૧૩
તેમ જ ડૉ. લેફ્ટનંટ કર્નલ ‘ટ્યુબરકલોસીસ ઍન્ડ ધી સન ટ્રીટમેન્ટ' પુસ્તકમાં સન સ્કૂલના વિવરણ સાથે જણાવે છે કે સન સંસ્થા સાંજના સમયસર ૬ વાગે ભોજન કરી લે છે, જે સ્વાથ્યને વધુ અનુકૂળ છે. સૂર્યાસ્ત પછીનું ભોજન સ્વાથ્ય માટે પ્રતિકૂળ છે.
જૈનધર્મનો આહાર-વિજ્ઞાન અહિંસાની વિચારણા સાથે જોડાયેલો છે પરંતુ સાથે સાથે એમાં એટલું જ ગહન વિજ્ઞાન છે.
જૈનધર્મમાં અભક્ષ્ય આહારનો નિષેધ છે. જેમ કે, માંસ, ઈંડાં, મધ, માખણ અને મદિરા. આ ચાર મહાવિગઈમાં અસંખ્ય બેઈન્દ્રયાદિ ત્રસ જીવો તેમાં નિરંતર ઊપજે છે, તે અતિ વિકાર કરનારી તથા માનસિક, શારીરિક દોષોને ઉત્પન્ન કરનાર છે. આ જ વાત આજે વૈજ્ઞાનિકો પણ કરી રહ્યા છે.
| ‘ડૉ. ફોરબસ વિનસ્લો' કહે છે,માંસ તમોગુણને વધારે છે, તેનો લાંબા સમય સુધીનો ઉપયોગ ઘણાં ગંભીર ગુનાનું કારણ બને છે. તેમ જ ઘણાં દરદોને ઉત્પન્ન કરે છે અને આયુષ્યને ઘટાડે છે.
યુરોપમાં “બ્રુસેલ્સ વિશ્વવિદ્યાલયમાં જે વૈજ્ઞાનિક પરીક્ષણ થયું છે, એમાં પણ માંસાહાર કરતાં શાકાહાર શ્રેષ્ઠ સાબિત થયું છે.
તેવી જ રીતે જર્મનીના પ્રોફેસર ‘એગ્નવર્ગે અનુસાર ઈંડાંથી દમ, ખાંસી, ખુરસી, લ્યુકોરિયા ઈત્યાદિ રોગો થાય છે.
તેમ જ દારૂ-મદિરાના સેવનથી થતી અસરો ઉપર વૈજ્ઞાનિકોનાં તારણ – ૧) શરીર ઢીલું પડી જાય છે. ૨) લોહીમાં આમ્લતત્ત્વો પેદા થાય. ૩) આંખની રેટીના જીવ કોશીકાઓ મૃત્યુ પામતાં દર્દી આંધળો બને. ૪) માથાનો દુખાવો ઊપડે. ૫) પેટમાં કારમી વેદના થાય. ૬) શ્વાસ લેવામાં તકલીફ થાય. ૭) ગભરામણ થાય. ૮) નસો તણાઈ જતાં મૃત્યુ પણ નીપજે છે. આમ આરોગ્યની દષ્ટિએ મદ્યપાન નુકસાનકારક છે. તેવી જ રીતે તમાકુ-ગાંજા અફીણ-ચરસ વગેરે નશાકારક પદાર્થો પણ શારીરિક દોષો ઉત્પન્ન કરે છે તેમ જ મૃત્યુને નોતરે છે.
વૈજ્ઞાનિક સંશોધને એ સિદ્ધ કર્યું છે કે જે ધાન્ય કે વૃક્ષમાં જીવનના વિકાસની સંભાવના હોય તેનો નાશ કરીએ અથવા તો તેનું ભક્ષણ કરીએ તો અનંત જીવોની હિંસા થાય છે. કારણ કે એમાં રહેલો જીવન વિકાસ કેટલાય જીવોને જન્મ આપતો હશે. એનો નાશ કરવાથી અનંત જીવની