________________
રિક્ત લિપિચિત્ર' નામથી ઓળખાતાં.
આવી જ રીતે લખાણની વચ્ચે ખાલી જગા ન છોડતાં ત્યાં ચીવટ અને ખૂબીપૂર્વક લાલ શાહીથી એવી રીતે લખતા કે જેનાથી લેખનમાં અનેક ચિત્રાકૃતિઓ, નામ વગેરે વાંચી શકાય. આવા પ્રકારનાં ચિત્રો લિપિચિત્ર' તરીકે ઓળખાતાં.
આ ઉપરાંત ચિત્રમય લેખનનો એક પ્રકાર “અંકસ્થાન ચિત્ર' પણ છે. જેમાં પત્ર ક્રમાંકની સાથે વિવિધ પ્રાણી, વૃક્ષ, મંદિર વગેરેની આકૃતિઓ બનાવી તેની વચ્ચે પત્ર ક્રમાંક લખવામાં આવતો.
કેટલીક પ્રતોમાં મધ્ય અને પાર્શ્વફુલ્લિકામાં સોના, ચાંદીના વરખ અને અભ્રકથી સુશોભિત જોવા મળે છે.
અમુક પ્રતોના પ્રથમ અને અંતિમ પૃષ્ઠો ઉપર પણ ખૂબ જ સુંદર રંગીન રેખા ચિત્રો દોરાયેલાં જોવા મળે છે. જેને ‘ચિત્રપૃષ્ટિકા'ના નામથી ઓળખવામાં આવે છે. સચિત્ર પ્રત
ચિત્રિત પ્રતોની પણ પોતાની અલગ જ વિસ્તૃત કથા છે. આલેખની ચારે બાજુની ખાલી જગામાં વિવિધ પ્રકારની સુંદર લતા-વેલ-મંજરી તથા અન્ય કલાત્મક ચિત્રો પણ દોરેલાં જેવાં મળે છે. જૈન ચિત્રશૈલી, કોટા, મેવાડી, જયપુરી, ખૂંદી વગેરે અનેક ચિત્રશૈલીઓમાં ચિત્રિત પ્રતો મળે છે. ચિત્રશૈલી અને વપરાયેલ રંગોના આધારે પણ પ્રતની પ્રાચીનતા નક્કી થઈ શકે છે. લેખન કાર્ય
- સાધુઓ અને શ્રાવકો ભક્તિભાવથી વ્યાપક પ્રમાણમાં ઉત્તમ ગ્રંથલેખનનું કાર્ય કરતા હતા. ઘણા શ્રાવકો લહિયાઓ પાસે પણ ગ્રંથો લખાવતા હતા. કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, ભોજક વગેરે જાતિના લોકો લહિયા તરીકે પ્રતો લખવાનું કાર્ય કરતા. લેખન સામગ્રી
પત્ર, કંબિકા, દોરો, ગાંઠ (ગ્રંથિ), લિપ્યાસન (તાડપત્ર, કાગળ, કાપડ, ભોજપત્ર, અગરપત્ર વગેરે લિપિના આસન), છંદણ, સાંકળ, સહી (મેસ, મશી, કાજળ), કલમ, ઓલિયા (કાગળ પર ઓળી લીટી ઉપાસવવા માટે સરખા અંતરે ખાસ ઢબથી બાંધેલા દોરાવાળું ફાંટિયું), ઘંટો, જૂજવળ, પ્રાકાર વગેરે લેખન સામગ્રીનો ઉપયોગ થતો હતો. પુસ્તક લખનાર લહિયા પાસે લેખનને લગતાં ‘ક’ અક્ષર દ્વારા સૂચિત સત્તર સાધનો કાયમી હોવાં જોઈએ એને સૂચવતો એક પ્રાચીન શ્લોક છે. જેમ કે,
પી, વળહ, શ, સ્વરમદો, મ ામં વાં, વી, મ, પળવા, તેતર, વાઈ, તથા વાગમ્ | कीकी, कोटरि, कलमदान, क्रमणे, कट्टि, स्तथा कंकरो
एते रम्य काकाक्षरेश्चं सहित: शास्त्रं च नित्यं लिखेत् ।। ગ્રંથ સંરક્ષણ
પૂર્વાચાર્યોએ જેટલું ધ્યાન લેખન પર આપ્યું, તેટલું જ ધ્યાન સંરક્ષણ પર પણ આપ્યું. ગ્રંથોને રેશમી અથવા લાલ મોટા કપડામાં લપેટીને ખૂબ મજબૂતીથી બાંધીને લાકડાં અથવા કાગળની