________________
(૧૪) વિહાર ભૂમિમાં કાંટા હોય તો અધોમુખ થઈ જાય. (૧૫) ઋતુઓથી પ્રતિકૂળ શરીરને સુખદ સ્પર્શવાળું વાતાવરણ થઈ જાય. (૧૬) જ્યાં તીર્થંકર વિચરે, ત્યાંની એક યોજન ભૂમિ શીતલ, સુખસ્પર્શ યુક્ત અને સુગંધિત
પવનથી સર્વદિશામાં સંપ્રમાર્જિત થઈ જાય. (૧૭) મંદ સુગંધિત પાણીના ફુવારાવાળી વર્ષોથી ભૂમિ ધૂળરહિત થઈ જાય. (૧૮) પાંચ વર્ણનાં પુષ્પોથી ગોઠણ સુધી ભૂમિભાગ પુષ્પોવાળો બની જાય.
(૧૭-૧૮ બે અતિશયોમાં પાણી અને ફૂલ અચિત્ત સમજવા જોઈએ. કારણ કે તે દેવક્ત હોય છે.) (૧૯) અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો અભાવ થઈ જાય. (૨૦) મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો પ્રાદુર્ભાવ થઈ જાય. (૨૧) ધર્મોપદેશના સમયે એક યોજન સુધી ફેલાય તેવો સ્વર હોય. (૨૨) ભગવાનનો ધર્મોપદેશ અર્ધમાગધી ભાષામાં હોય. (૨૩) તેઓ અર્ધમાગધી ભાષા બોલે ત્યારે દરેક આર્ય –અનાર્ય પુરષો, સ્ત્રીઓ, દ્વિપદ પક્ષી અને
ચતુષ્પદ મૃગ પશુ વગેરે તથા પેટે ચાલનારા સર્પાદિ પોત પોતાની ભાષામાં સમજી જાય. (૨૪) પહેલા બાંધેલા વેરવાળા પણ અરિહંતોના ચરણકમળમાં પરસ્પરનો વેર ભૂલી જાય. (૨૫) અન્ય તીર્થિક પ્રવચનિક પુરુષ પણ આવીને ભગવાનને વંદન કરે. (૨૬) વાદીઓ પણ અરિહંતના પાદમૂળમાં વચનરહિત બની જાય. (૨૭) જ્યાં જ્યાં ભગવાન વિચરે ત્યાં ત્યાં પચ્ચીસ યોજન સુધી ઈતિ-ભીતિ ન હોય. (૨૮) મનુષ્યને મારનારી મહામારી ભયંકર બીમારી ન હોય. (૨૯) સ્વચક્રનો (પોતાના રાજ્યની સેનાનો) ભય હોતો નથી. (૩૦) પરચક્રનો (શત્રુ સેનાનો) ભય હોતો નથી. (૩૧) અતિવૃષ્ટિ-ભારે વરસાદ ન હોય. (૩૨) અનાવૃષ્ટિ ન હોય. (૩૩) દુર્ભિક્ષ – દુકાળ ન પડે. (૩૪) ભગવાનના વિહાર વિચરણ પહેલાં થયેલી વ્યાધિ વગેરે ઉપદ્રવો શાંત થઈ જાય.
‘તિલોયપણતિ’ ૪/૮૯૬ અનુસાર જન્મથી દશ અતિશય, કેવળજ્ઞાન પછી અગિયાર અતિશય અને દેવકૃત તેર અતિશય દર્શાવ્યાં છે.
‘સમાધિ સોપાન તથા પત્રશતક' અનુસાર અરિહંતદેવ જન્મથી જ તીર્થંકર પ્રકૃતિના ઉદયના પ્રભાવે દશ અતિશય સહિત ઊપજે છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી દશ અતિશય પ્રગટ થાય છે. તીર્થંકર પ્રકૃતિના પ્રભાવથી દેવીકૃત ચૌદ અતિશય પ્રગટે છે. આચાર્ય શ્રી વિજયલક્ષ્મસૂરિ વિરચિત "ઉપદેશપ્રાસાદ'માં દર્શાવ્યું છે કે,
चउरो जम्मप्पभिई, इक्कारस, कम्मसंखए जाए । नवदस य देवजणिह, चउत्तीसं अइसए वन्दे ॥ १।।