Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/001071/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ગ્રંથમાળા, જૈન ધર્મ અને દર્શન પંડિત સુખાલાલાજી • - vain Education વા For private & rersonal Use Only chorary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ગ્રંથમાળા : ૪ જૈન ધર્મ અને દર્શન ૫. સુખલાલજી ગૂર્જર ગ્રંથરત્થા કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ JAIN DHARM ANE DARSHAN : .by Pandit Sukhlalji, Published by Gurjar Grantha Ratna Karyalaya, Opp. Ratanpolnaka, Gandhi Road, Ahmedabad - 380 001 Price Rs. 200.00 © ૫. સુખલાલજી પહેલી આવૃત્તિ: ડિસેમ્બર ૨૦૦૩ [‘દર્શન અને ચિંતન' ભા. ૨ (૧૯૫૭)ના જૈન ધર્મ અને દર્શન વિભાગનું પુનર્મુદ્રણ) પ્રત: ૭૫૦ પૃષ્ઠસંખ્યા : ૮+૩૪૦ કિંમત રૂ. ૨૦૦૦ પ્રકાશક અમરભાઈ ઠાકોરલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ થઇપસેટિંગ વિક્રમ કૉમ્યુટર સેન્ટર એ - ૧, વિક્રમ એપાર્ટમેન્ટ, શ્રેયસ ક્રોસિંગની પાસે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૧૫ મુદ્રક ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પં. સુખલાલજી એટલે ગુજરાતનું ગૌરવ અને ભારતીય દર્શનની આગવી પ્રતિભા. તેમના નામનું સ્મરણ થતાં જ સાહિત્ય, ભાષા, ધર્મ અને દર્શનની જીવતા જાગતા વિશ્વવિદ્યાલયનું સ્મરણ થઈ આવે. તેમના લખાણમાં સાગર જેવું ગાંભીર્ય અને સ્ફટિકરન જેવી પારદર્શકતા, વિચારોમાં સચ્ચાઈની સાધનાનો રણકાર અને પ્રસ્તુતિમાં સરળતા સહેજે જણાઈ આવે. તેમના વિચારો, ચિંતન અને મનન સાગર જેવું અગાધ હોવા છતાં ક્યાંય જ્ઞાનનું અભિમાન, વિદ્યાનો ગૌરવ કે જાણકારીનો અહં જોવા ન મળે. અને જેટલું કહે તે બધું જ જામે અતળ ઊંડાણમાંથી નીકળી રહ્યું હોય તેમ જણાય છતાંય હંમેશા સત્ય સ્વીકારવા અને નવાં તથ્યો પ્રાપ્ત થતાં પોતાના વિચારોને કે મતને પરિવર્તિત કરવો પડે તો તે પણ સહર્ષ કરવાની તત્પરતા. મનની ઉન્મુક્ત દશા આવા અનેક ગુણોથી યુક્ત તેમનું જીવન હતું. તેમની સાધના માત્ર જ્ઞાન સુધી જ સીમિત ન હતી. આચાર અને વિચારનાં તમામ ક્ષેત્રો સુધી વિસ્તરેલી હતી. તેમના લેખો વર્ષો પૂર્વે લખાયેલા હતા છતાં આજેય પ્રસ્તુત છે. કોઈ ઋષિનાં ઉપનિષદુવાક્યો વાંચતા હોઈએ તેવો આ લખાણ વાંચતાં અનુભવ થાય. આ લખાણો પૂર્વે દર્શન અને ચિંતનમાં પ્રગટ થયાં હતાં પણ છેલ્લાં કેટલાંય વર્ષોથી તે અપ્રાપ્ય થયાં હતાં તેને પુનઃ પ્રકાશિત કરતાં અમે અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. ૫. સુખલાલજીનો ગૂર્જર સાથેનો આત્મીય સંબંધ રહ્યો છે. ગૂર્જરની યાત્રાના આરંભનાં વર્ષોમાં તેમની પ્રેરણા અને માર્ગદર્શનરૂપી સંબલ (ભા સતત મળતું રહ્યું છે. તેમનો અમારી સંસ્થા ઉપરનો ઉપકાર અનન્ય છે. તે ઉપકારના ભારથી મુક્ત થવું તો અસંભવિત છે પણ તેમના ભારને કંઈક હળવો કરવા તેમના વિચારોને જીવંત રાખવા અને તેમની ચિંતનની ગંગાને વહેતી રાખવાના આ પ્રયાસ દ્વારા ઋણસ્વીકાર સ્વરૂપે પ્રસ્તુત ગ્રંથમાળાનું અમે પુનઃ મુદ્રણ કરી રહ્યા છીએ. આ કાર્યમાં અમને પરિચય ટ્રસ્ટે પૂરો સહયોગ આપ્યો છે. તેમના સહયોગ વિના અમારી ભાવનાને મૂર્તિ સ્વરૂપ ન જ મળી શકત. આ ક્ષણે અમે પરિચય ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળનો તથા ચંદ્રકાન્તભાઈ શાહનો આભાર માનીએ છીએ. આ ગ્રંથમાળાનું સંપાદનકાર્ય લાઃ દ. ભારતીય વિદ્યામંદિરના નિયામક પંડિત જિતેન્દ્ર બી. શાહે તેમનું પોતાનું જ કામ સમજીને ખંતથી કરી આપેલ છે તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ. - ગૂર્જર પરિવાર Page #5 -------------------------------------------------------------------------- ________________ નવયુગનું પરોઢ ભારતીય સંસ્કૃતિના ઈતિહાસની દૃષ્ટિએ જૈન ધર્મની પરંપરા અનેક રીતે મહત્ત્વપૂર્ણ સ્થાન ભોગવે છે. જૈન ધર્મના સંસ્થાપક તીર્થકરોની પરંપરા ઘણી જ પ્રાચીન છે. તેનાં મૂળિયાં આદિ તીર્થકર ઋષભદેવ સુધી પહોંચે છે. તેનો ઈતિહાસ અતિ પ્રાચીન છે. તેમજ તેના સિદ્ધાંતો પણ વિશ્વ કલ્યાકર છે. ભગવાન મહાવીરની સાધના, અહિંસા અને અનેકાન્ત વિશ્વવિખ્યાત છે. તેમની પરંપરાને જીવંત રાખવામાં અનેક પ્રભાવક આચાર્યો, સાધુઓ, રાજાઓ અને શ્રેષ્ઠી તથા શ્રાવકોનું યોગદાન છે. આ સમગ્ર પરંપરાનો ઇતિહાસ ભવ્ય છે. વર્તમાન કાળે વિશાળ સાધુ-સાધ્વીસમુદાય ધરાવતો ધર્મ છે. તેનું શ્રુત-સાહિત્ય વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. આગમ ગ્રંથો, તેના ઉપર રચાયેલ ટીકા સાહિત્ય, મૌલિક ગ્રંથો અને સમયે સમયે રચાયેલ કથાસાહિત્ય, સિદ્ધાંતગ્રંથો અને કર્મગ્રંથો, પુરાણ સાહિત્ય આશ્ચર્ય ઉપજાવે તેટલી વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. તેમાંથી પ્રાપ્ત થતી માહિતી અનેક રીતે ઉપયોગી અને મહત્ત્વની છે. ઘણું સાહિત્ય પ્રગટ થયું છે. પરંતુ હજુ ઘણું સાહિત્ય અપ્રગટ અવસ્થામાં હસ્તલિખિત ગ્રંથસ્વરૂપે જ દટાયેલું પડ્યું છે. જૈન ધર્મની શાસન પ્રણાલિકા પણ વિશિષ્ટ પ્રકારની છે, જેને સંઘવ્યવસ્થા કે શાસનવ્યવસ્થા કહેવામાં આવે છે. તેમાં સાધુ-સાધ્વી, શ્રાવણકશ્રાવિકા આદિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તીર્થોની સંખ્યા પણ આશ્ચર્ય ઉપજાવે તેટલી વિશાળ છે. પ્રાચીન તીર્થોનો ભવ્ય ઇતિહાસ છે તો અર્વાચીન તીર્થોના નિર્માણની ગાથા પણ છે. વિશાળ ગૃહસ્ય ઉપાસકવર્ગ પણ છે જેમાં સમૃદ્ધ શ્રાવકશ્રાવિકોઓનો સમાવેશ થાય છે. આવી જૈન પરંપરામાં બધે જ જોવા મળે તેવી ખામી અને ખૂબીઓ પણ હોવાની જ. આ ખામી અને ખૂબીઓનું નિષ્પક્ષ અને સ્ફટિક જેવું સ્પષ્ટ ચિંતન પંડિત સુખલાલજીના પ્રસ્તુત લેખસંગ્રહમાં જોવા મળે છે. આ લેખોમાં માત્ર કોરું ચિંતન કે વૈદુષ્યલીલા જ નથી પણ તેમાં વિશાળ જ્ઞાનસમુદ્રમાંથી નિષ્પન્ન થયેલ સુધાસ્વરૂપ છે. તેમ જ શાનદુગ્ધને વલોવીને કાઢેલું નવનીત છે. આથી આ લેખો આજે પાંચ-સાત દાયકા પછી પણ તાજગીથી ભર્યાભર્યા જણાય છે. જૈન ધર્મની પરંપરામાં ઐતિહાસિક દષ્ટિએ વિચારવા અને તદનુસાર લેખન કરવાના યુગનો પ્રારંભ પંડિત સુખલાલજીથી થાય છે. જૈન ધર્મના સંસ્થાપકોને તીર્થંકર પરમાત્મા કહેવામાં આવે છે. તીર્થકરોની સંખ્યા ૨૪ છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવને Page #6 -------------------------------------------------------------------------- ________________ અત્યંત પ્રાચીન માનવામાં આવે છે. આ માન્યતાને ઐતિહાસિક દૃષ્ટિએ મૂલવવાનું કાર્ય સહુથી પ્રથમ પં. સુખલાલજીએ કર્યું હતું. તેમાં તેઓશ્રીએ ન, બૌદ્ધ અને વૈદિક પરંપરાના તમામ સાહિત્યના ભગવાન ઋષભદેવ વિશેના તમામ ઉલ્લેખોનો તુલનાત્મક અભ્યાસ જિજ્ઞાસુઓને આશ્ચર્ય ઉપજાવે તેવા સંદર્ભોથી ભરપૂર છે. સંશોધકોને માટે શોધ કરવાની નવી દિશાઓમાં આગળ વધવાની પ્રેરણા આપનાર છે. અને સહુથી વધુ અગત્યની વાત તો આ અને આવા બીજા લેખોમાં નિષ્પક્ષ ચિંતન, સાંપ્રદાયિક અભિનિવેશથી રહિત તુલનાત્મક દૃષ્ટિકોણ અને નાના સરખા સંદર્ભથી પણ સમાલોચના જોવા મળે છે. આમ તુલનાત્મક અને સમીક્ષાત્મક લેખન-ચિંતનના યુગનાં મંડાણ પંડિતજીનાં લખાણોથી થાય છે. ભગવાન મહાવીરનાં આગમો પ્રાકૃત ભાષામાં, તેના ઉપર લખાયેલ ટીકાગ્રંથો સંસ્કૃત ભાષામાં અને ૨૫00 વર્ષના સમયગાળા દરમ્યાન લખાયેલ વિપુલ સાહિત્ય તે તમામ સાહિત્યનું સૂક્ષ્માવલોકન અને તેમાંથી નિષ્પન્ન થતું ચિંતનાત્મક નવનીત આ લેખોમાં જોવા મળે છે. મહાવીરના સિદ્ધાન્તોને સિદ્ધસેન દિવાકરસૂરિ, આ હરિભદ્ર, આ૦ હેમચંદ્ર અને ઉપાયશોવિજયજીએ મૌલિક ચિંતનથી સીંચ્યું હતું પણ પછીના કાળમાં પુનઃ મંદ પડેલી ધારાને પુનર્જીવિત કરવાનું ભગીરથ કાર્ય પંડિતજીએ કવું. તેમનાં લખાણોમાં સમગ્ર ભારતીય વિચારધારાઓનું તુલનાત્મક અધ્યયન જોવા મળે છે તો સ્યાદ્વાદી અભિગમ અને અનેકાન્તવાદી દૃષ્ટિકોણ સ્પષ્ટતા જોવા મળે છે. જૈન દર્શનના તત્ત્વજ્ઞાનને અને ખાસ કરીને અનેકાન્તવાદી દષ્ટિકોણથી લખવાનો પ્રારંભ પણ પંડિતજીનાં લખાણોથી થાય છે. જૈન ધર્મમાં પર્યુષણ એ સહુથી મોટું પર્વ છે. આ પર્વ તપ અને ત્યાગનું પર્વ હોવા ઉપરાંત આત્મનિરીક્ષણ કરવાનું પર્વ પણ છે. પણ છેલ્લા સૈકાઓથી આ પર્વની ઉજવણી પરંપરાગત રીતે થઈ રહી હતી અને તેમાં વિધિવિધાનોની બહુલતા હતી જેથી નવું માનસ તેનાથી અલિપ્ત રહેતું હતું તેમ જ જેઓ આવાં પર્વ ઊજવવા ઉત્સુક રહેતા. તેમનામાં પણ પર્વની ઉજવણી દ્વારા કોઈ વિશેષ લાભ પ્રાપ્ત થતો ન હતો તેથી તેમણે પર્યુષણ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ કર્યો. આ વ્યાખ્યાનમાળામાં નવા નવા વિષયો અને નવું નવું ચિંતન પ્રસ્તુત થવા લાગ્યું અને સમાજમાં તેની પ્રતિષ્ઠા જામવા લાગી. વર્ષો સુધી પંડિતજીએ અમદાવાદ અને મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપ્યાં. આ વ્યાખ્યાનોમાં તેમણે તત્કાલીન પરિસ્થિતિઓની શાસ્ત્રીય દૃષ્ટિએ મુલવણી કરી તેની ઐતિહાસિકતા તો સિદ્ધ કરી જ પરંતુ કાલક્રમે તેમાં પ્રવેશેલી જડતાનો તેમણે નીડરપણે વિરોધ પણ કર્યો અને તેને કારણે સમાજને થયેલ નુકસાનની રજૂઆત કરી સમાજને ચેતવણી આપવાનું પુણ્યકાર્ય પણ કર્યું. આ લેખો આજે પણ માર્ગદર્શક બને તેવા છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ સમાજ અને ધર્મમાં પ્રવેશેલી કુરૂઢિઓ, સંકુચિતતા, જડતાઓનું સ્પષ્ટ વિશ્લેષણ અને તેને દૂર કરવાની પ્રેરણા પંડિતજીના લેખોમાં જોવા મળે છે. આવું લખાણ અન્યત્ર દુર્લભ જ છે. તેમનો મુખ્ય ઉદ્દેશ તો જૈનોને સત્યની શોધ કરવા માટે જગાડવાનો છે. સત્યની શોધથી જ મોક્ષપ્રાપ્તિ થઈ શકે. આવી શોધ માટે તેમણે પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું છે કે સત્યની શોધમાં માત્ર એકાંગી શ્રદ્ધા કે એકાંગી તર્ક કામ આવી શકે નહીં. એ શોધમાં જેમ શ્રદ્ધા જરૂરી છે તેમ તક પણ જરૂરી છે. તર્ક-દલીલ કે યુક્તિની મદદથી શ્રદ્ધા (ધીરજ, નિષ્ઠા, આદર) સાથે પ્રાપ્ત સાધનોનો ઉપયોગ કરી સત્યની શોધ કરીએ તો દૂર અને પરોક્ષ એવા ભૂતકાળ ઉપર પણ ઠીક-ઠીક અને સત્યની નજીક હોય તેવો પ્રકાશ પડી શકે. આળસ, ક્લેશ, બિનજવાબદારીપણા જેવા દુર્ગણોથી સમાજ અને શાસનને થયેલા નુકસાનની વીગતો તેમણે ઘણા લેખોમાં રજૂ કરી છે. તેના સ્થાને ઉદારતા, તુલનાત્મક દૃષ્ટિકોણ, પુરુષાર્થ, મનની વિશાળતા જેવા ગુણો કેળવવાથી થતા લાભની વાતો પણ કરી છે. જૈન ધર્મની વર્તમાન પરિસ્થિતિનાં કારણો વિશેનું ચિંતન પ્રત્યેક જેને વાંચવા અને વિચારવા લાયક છે. વિશ્વધર્મ બની શકે તેવી ક્ષમતા ધરાવતો ધર્મ શેરીનો ધર્મ બનીને કેમ અટવાઈ ગયો છે તેના વિશેનું પંડિતજીનું ચિંતન ઘણું ઘણું કહી જાય છે. દષ્ટિના સંકુચિતપણાને કારણે સહુથી વધુ નુકસાન થયું છે. બુદ્ધિસ્વાતંત્ર્ય, અને તર્ક ઉપરના આક્રોશને કારણે, નવી વિચારધારાઓ અને શોધ તરફ દુર્લક્ષ તથા શૈલીદોષને કારણે ધાર્મિક શિક્ષણ મૃતપ્રાય બની ગયું છે તેને બદલે ઉદારતા, સંશોધનવૃત્તિ અને નવી શૈલીની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો છે. જૈનોને માત્ર ધનપતિઓ જ નહીં વિદ્યાપતિઓ-વિદ્વાનો તૈયાર કરવા માટે પણ સૂચના કરી છે. આ લેખમાળામાંના તમામ લેખો પ્રત્યેક જિજ્ઞાસુઓ માટે મિષ્ટાન્નના થાળ જેવા. છે. તેમાંથી કુરૂઢિઓ છોડવાની તાકાત, નવી દિશાએ પ્રયાણ કરવાની પ્રેરણા, સંશોધકવૃત્તિ અને જીવનદષ્ટિ પ્રાપ્ત થાય તેવી જડીબુટ્ટી જેવા છે. - જિતેન્દ્ર બી. શાહ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ , , , • • • • , , , , પ પ • • • • • • • • • • • • • • • • • • • • • • • 11 0 ૧. ઇતિહાસની અગત્યતા ..... ૨. ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર.. ... ૩. ભગવાન નેમિનાથ અને કૃષ્ણ ........... ૪. ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ....... ૫. ભગવાન મહાવીર ...... ૬. ભગવાન મહાવીરનો મંગળ વારસો .... ૭. ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય .............. ૮. ભગવાન મહાવીરનો ત્રિવિધ સંદેશ અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત.. ૯. મહાવીરનો સંદેશ .... .................. ૧૦. વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ..................................... • • ••• ૧૧. ત્રણ જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળનો વિચાર . ૧૨. આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ..... ૧૩. પર્યુષણ પર્વ અને તેનો ઉપયોગ............... ૧૪. કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ. .. ૧૫. ધર્મપર્વ કે જ્ઞાનપર્વ...... ૧૬. મહત્પર્વ .... ૧૨૫ ૧૭. વહેમમુક્તિ ............ ૧૮. આપણે ક્યાં છીએ? .............. ..... ૧૩૨ ૧૯. વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ .. ૨૦. આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી.. ૨૧. જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા તથા તેનો ઉપયોગ ૨૨. વિજયધર્મસૂરિ અને શિક્ષણસંસ્થાઓ ... ૨૩. ધાર્મિક શિક્ષણ ............................................ ૨૪. આજના સાધુઓ નવીન માનસને દોરી શકે?........... . . . . . ૧૭૩ ૨૫ શિષ્યોચોરીની મીમાંસા.... ૧૮૩ ૨૬. સાધુ સંસ્થા અને તીર્થ સંસ્થા તથા તેનો ઉપયોગ............ • • • • ૧૯૫ . . . . . ૧૨૨ • • • • • • • , , , , , , , , , , , , , , ૮ , ૧ , ૨ • • • • • • • • • • • • , , , , , , , ૧ ૪ ૯ • • • • • • • • , , , , , ૧ ૫૯ • • • • • • • • ••• .. . . . . . ૧૬ ૫ • • • • • • • • • , , , , , , , ૧૬૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૭. તીર્થોની પ્રતિષ્ઠા કેમ સચવાય ? ૨૮. તપ અને પરીષહ . . ૨૯. અહિંસા અને અમારિ ૩૦. અસ્પૃશ્યો અને જૈન સંસ્કૃતિ ૩૧. અસ્પૃશ્યતા અને હારજીત ૩૨. જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર ૩૩. ગૃહસ્થીધર્મીને નિર્વાણ સંભવી શકે ખરું ? ૩૪. સાચો જૈન ૩૫. શુદ્ધિપર્વ ૩૬. જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્યવિચાર ૩૭. પુનઃ પંચાવન વર્ષે – - ૩૮. ગાંધીજી અને જૈનત્વ ૩૯. જૈન જન ૪૦. કલિકાલસર્વજ્ઞને અંજલિ VIII પરિશિષ્ટ : ‘દર્શન અને ચિંતન’ ગ્રંથમાળાના ભાગ ૧થી ૬ની અનુક્રમણિકા સૂચિ. ૨૧૧ ૨૧૫ ૨૨૪ ૨૪૦ ૨૪૨ ૨૪૪ ૨૪૮ ૨૫૦ ૨૫૩ ૨૬૦ ૨૯૫ ૩૧૨ ૩૧૭ ૩૨૦ ૩૨૪ ૩૩૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને દર્શન ૫. સુખલાલજી ધાર્મિક શિક્ષણમાં બુદ્ધિસ્વાતંત્ર અને તર્કશક્તિને સંપૂર્ણ છૂટ હોવી જોઈએ. ધર્મ એ નાનીસૂની કે સાંકડી વસ્તુ નથી. મનુષ્ય મહાન બનવા જ ધર્મનું શરણ લે છે, એટલે ધર્મના પ્રદેશમાં તો બુદ્ધિની સ્વતંત્રતા અને તર્કને વધારેમાં વધારે છૂટ હોવી જોઈએ. જેમ ઊગતા બાળકના શરીરને રૂંધવામાં આવે તો તે તેના જીવનને ગૂંગળાવે છે અને શરીરના વિકાસને તદ્દન પુષ્ટિ આપવામાં આવે તો તેથી શરીર વધે છે અને મજબૂત બને છે, એ જ રીતે બુદ્ધિની સ્વતંત્રતા અને તર્કશક્તિની છૂટથી ધર્મ વિકસે છે, તેના તરફની રુચિ વધે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ જ્યાં માનવજાત છે ત્યાં જ્ઞાનનો આદર સહજ હોય જ છે, અને જરા ઓછો હોય તો એને જમાવવો પણ સહેલ છે. હિંદુસ્તાનમાં તો જ્ઞાનની પ્રતિષ્ઠા હજારો વર્ષથી ચાલી આવે છે. બ્રાહ્મણ અને શ્રમણ સંપ્રદાયની ગંગા-યમુનાની ધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના પટ ઉપર જ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનું તપ એટલે બીજું કાંઈ જ નહિ, પણ જ્ઞાનની ઊંડી શોધ. જે શોધ માટે એમણે તન તોડ્યું, રાતદિવસ ન ગયાં અને તેમની જે ઊંડી શોધ જાણવા–સાંભળવા હજારો માણસોની મેદની તેમની સામે ઊભરાતી, તે શોધ એ જ જ્ઞાન, અને એના ઉપર જ ભગવાનના પંથનું મંડાણ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧. ઇતિહાસની અગત્યતા આ દેશમાં કે પરદેશમાં સર્વત્ર શાળા, મહાશાળા, વિશ્વવિદ્યાલય વગેરે વિદ્યાને સ્પર્શતી બધી જ સંસ્થાઓમાં ઇતિહાસનું અધ્યયન એક અનિવાર્ય વિદ્યાંગ બન્યું છે. સાહિત્ય, ભાષા કે વિવિધ કળાઓ જ નહિ, પણ જ્ઞાનવિજ્ઞાનની એકેએક શાખા ઇતિહાસના અધ્યયન વિના અધૂરી જ મનાય છે. તેથી ગઈ કેટલીક પેઢીઓ કરતાં અત્યારની નવતર પેઢી તો પ્રત્યેક વસ્તુનો વિચાર ઇતિહાસની આંખે કરતી થઈ છે. આ રીતે આખા તનું વિદ્યામાનસ ઇતિહાસ માટે ભૂખ્યું છે. ભૂતકાળ આપણી સામે નથી; તે તો શૂન્યમાં વિલય પામ્યો છે, પણ તેનાં બધાં જ પદચિહ્નો તે મૂકતો ગયો છે. સૂક્ષ્મ અને સ્થૂળ બંને અર્થમાં બે પદચિહ્નોનો વારસો વર્તમાન ધરાવે છે. એટલે એ વિલીન ભૂતમાં પ્રવેશ કરી તેના આત્માને સ્પર્શવાનું સાધન આપણી પાસે છે જ. આ સ્થળે ઇતિહાસની બીજી શાખાઓની વાત જતી કરી માત્ર તાત્ત્વિક અને સાહિત્યિક ઇતિહાસને લગતી કાંઈક વાત કરવી ઇષ્ટ છે. જૈન” પત્રના વાચકો મુખ્યપણે જૈન છે. તેને રસ પ્રેરે અને સામાન્ય જિજ્ઞાસુજગતની માગણીને સંતોષે તેમજ માનવીય જ્ઞાનભંડોળની પુરવણી કરે એવી એક ; વસ્તુ એ છે કે જૈન સાહિત્યનો તેમજ જૈન તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ બને તેટલાં સમૃદ્ધ સાધનોથી અને તદ્દન તટસ્થ દૃષ્ટિથી તૈયા૨ ક૨વો – કરાવવો. એકસાથે બંને ઇતિહાસની આજે વધારેમાં વધારે શક્યતા છે; જિજ્ઞાસુ જ્ગતની માગણી છે. નવી જૈન પેઢી અને ભાવી પેઢીના મનને પૂરતું પોષણ આપે એવી આ એક વસ્તુ છે, તેથી આવા ઇતિહાસની અગત્યતા છે એમ હું મક્કમપણે માનું છું. - જૈન પરંપરાને લગતાં બધાં જ સાધનો આ દેશમાં છે, જૈનો પાસે છે અને તે દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધી ઓછાવત્તા પ્રમાણમાં વિખરાયેલાં છે. સ્થૂળ સાધનો ઉપરાંત સૂક્ષ્મ અને જીવન્ત સાધનો પણ જૈન પરંપરા ધરાવે છે અને છતાં આજ સુધી આ બધાં સાધનોનો જૈન પરંપરાએ ઉઘાડી આંખે કશો ઉપયોગ એવો નથી કર્યો કે જે અત્યારની જિજ્ઞાસાને સંતોષે. પણ આવા ઇતિહાસનો પાયો તો જૈનેતર વિદ્વાનોએ નાખ્યો છે, અને તે પણ વિદેશી વિદ્વાનોએ. જે વિદ્વાનો આ દેશમાં આવ્યા પણ ન હતા, જેમને જૈન પરંપરાનો સમર્થ કહી શકાય એવો પરિચય પણ ન હતો, Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪ન ધર્મ અને દર્શન તેમણે જૈન ઇતિહાસની ભૂમિકા તૈયાર કરી છે અને તે પણ એવે સમયે કે જ્યારે અત્યારના જેટલાં પુસ્તકો મુદ્રિત ન હતાં, ભંડારોમાં સુલભ ન હતાં, બીજાં પણ જરૂરી સાધનો જમીનમાં દટાયેલાં હતાં. આવી સ્થિતિમાં તેઓએ જે પુરુષાર્થ ખેડ્યો અને જૈન પરંપરાની પેઢીને જે વારસો આપ્યો તે બહુ કીમતી છે અને હવે તેના આધારે આગળનું કામ એક રીતે બહુ સરળ પણ છે. આગળના કામ માટે તત્કાળ શું કરવું જોઈએ એ વિચાર અહીં પ્રસ્તુત છે. પહેલું તો એ છે કે અંગ્રેજી, જર્મન, ફ્રેંચ કે બીજી વિદેશી ભાષાઓમાં જે જે જૈન પરંપરાને સ્પર્શ કરતું લખાયું હોય તે બધું જ એકત્ર કરવું. તેમાંથી કામ પૂરતી તારવણી કરી જે ખરેખર ઉપયોગી હોય તેને યોગ્ય રીતે અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરવું અને સાથે સાથે રાષ્ટ્રીય ભાષામાં પણ. જે અત્યાર લગીમાં લખાયું હોય અને છતાં નવાં ઉપલબ્ધ પ્રમાણોને આધારે કે નવી સૂઝને આધારે તેમાં જે કાંઈ સંશોધન કરવા જેવું હોય તે સંશોધી અંગ્રેજી અને હિંદી સંગ્રાહક પુસ્તકોની સાથે જ પ્રસ્તાવના કે પરિશિષ્ટરૂપે જોડવું, જેથી અત્યાર લગીની શોધ અધ્યાત્ત બને. જે જે વિષયો ખેડાયા છતાં ઘણી દષ્ટિએ, ઘણા મુદ્દા પરત્વે અપૂર્ણ દેખાય તેની સાંકળ – યોગ્ય હાથે બાકીનું લખાવી – પૂરી કરવી; એટલે તે તે વિષયની પૂર્તિ થાય અને જ્યાં જરૂર હોય ત્યાં અભ્યાસક્રમમાં પણ રાખી શકાય, તેમજ વધારાના વાચન માટે ભલામણ પણ કરી શકાય. આ ઉપરાંત નવેસર સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ લખવાની વાત તો રહે જ છે. બેમાંથી એકની પસંદગી કરી એ કામ પતાવવું હોય તો, મારી દૃષ્ટિએ, પ્રથમ સાહિત્યના ઇતિહાસનું કામ હાથ ધરવું જોઈએ, એક તો એ વાંચનારને આકર્ષી શકે અને સાથેસાથે આગળના કઠણ કામની તૈયારી કરવા-કરાવવામાં પ્રેરક પણ બને. જ્યારે આપણે સાહિત્યના ઇતિહાસની વાત કરીએ ત્યારે કોઈપણ એક ફિરકો, કોઈપણ એક પંથ કે કોઈપણ એક ગણ–ગચ્છની વાત કરતા નથી. આપણે એક એવા ઈતિહાસની વાત કરીએ છીએ કે જેમાં જૈન પરંપરામાં થઈ ગયેલા અને અસ્તિત્વ ધરાવતા કોઈપણ ફિરકાની ઉપેક્ષા નહિ હોય. જે કાંઈ સત્યની દૃષ્ટિએ, સાધનોના પ્રમાણમાં, લખવાનું પ્રાપ્ત થાય તે જ લખાય. આથી દરેક ફિરકી પોતાની પ્રથમની સેવેલી ધારણાઓને એકાંત સંતોષી જ શકે, એમ ન બને; પણ આવો ઈતિહાસ દરેક ફિરકાના સંકુચિત મનને ઉદાર બનાવે અને દરેક પરસ્પર સહાનુભૂતિથી વિચારતાં-વર્તતાં શીખે, એનું સાધન પણ પૂરું પાડે. તેથી ગૃહસ્થો કરતાં આ પ્રશ્ન પરત્વે હવે સાધુઓએ જ આગળ આવવું જોઈએ, એમ હું માનું છું. Page #14 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની અગત્યતા • ૫ અત્યારે જ્યાં જોઈએ છીએ ત્યાં સાધુશક્તિ તદ્દન વેરવિખેર થયેલી દેખાય છે; સમય સાથે કામ કરતી ન હોવાથી વધારે અવગણનાપાત્ર પણ બનતી જાય છે. કોઈપણ સમાજ અને સંઘ માટે જે સંભૂયકારિતા-પરસ્પર મળીને સંવાદિતાથી કામ કરવાની આવડત–આવશ્યક છે તે નિર્માણ કર્યા સિવાય કદી ચાલે તેમ નથી. જ્યારે ઇતિહાસનું કામ વિચારીએ અને શરૂ કરવું હોય ત્યારે એમાં સાધુશક્તિને સાંકળી શકાય. તેઓ જુદા જુદા ગણ-ગચ્છના હોય તોપણ એકબીજાના પ્રત્યક્ષ સંપર્કમાં આવે અને વિચારવિનિમય પણ કરે. આજે બધાં જ તંત્રો સહકારથી ચાલે છે, જ્યારે સહકાર વિના એક નિષ્પભ જેવું અને કેટલેક અંશે અજાગલસ્તન જેવું કોઈ તંત્ર હોય તો તે જૈન સમાજનું ગુરુતંત્ર લાગે છે. આ સ્થિતિ જીવતા સમાજ માટે નભાવવા જેવી નથી. એટલે આવું એક સર્વસાધારણ અને સર્વગમ્ય કામ કરવામાં વિચારવાન સાધુઓ આગળ આવે, પોતપોતાનો ફાળો આપે. એ નિમિત્તે એકત્ર થાય તો એથી “૩ાગો કરિયું પદ સાર્થક બને. હમણાં જ જૈન સાહિત્યના ઇતિહાસનો પ્રશ્ર કાશીમાં હાથમાં લેવામાં આવ્યો છે. એમાં જૈનેતર એવા પણ અસાધારણ યોગ્યતા ધરાવનાર ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ અને એવા બીજા વિદ્વાનોનો કેવળ સાંસ્કૃતિક દૃષ્ટિએ પૂરતો સાથ જ નહિ પણ આગેવાની ભરેલ ભાગ પણ છે. આ એક મારી દૃષ્ટિએ જૈન સમાજ માટે, ખાસ કરી સાગણ માટે, મંગળપ્રભાત ઊઘડે છે. જો તેઓ આ વસ્તુ બરાબર સમજી લે તો તેમણે મેળવેલ જ્ઞાનસંપત્તિનો સારામાં સારો ઉપયોગ થશે અને જે તેઓ નથી જાણતા, અને જાણવા જેવું છે જ, તે જાણતા થશે, અને પોતાનું સ્થાન છે તેથી વધારે ઉન્નત બનાવશે. જ્યાં સાધુઓ પોતપોતાના સ્થાનમાં રહી કોઈપણ કામ કરવા ઇચ્છતા હશે ત્યાં પણ એમને એમની શક્તિ અને સાધનજોગું કામ સોંપી શકાય, એવી પણ ગોઠવણી થઈ શકે. પણ આ કામ કરતાં એક એવી ક્ષણ આવવાની કે જ્યારે સાધમાનસની અત્યારની શકલ બદલાઈ વધારે ઉન્નત થવાની. તેથી હું સાધુગણનાં વિકાસ અને ઉપયોગિતાની દૃષ્ટિએ ઈતિહાસની, તેમાંય શરૂઆતમાં જૈન સાહિત્યના ઇતિહાસની અગત્યતા વિશે વિચારકોનું ધ્યાન આકર્ષવા ઇચ્છું છું. આવતા ઓક્ટોબરના અંતમાં અમદાવાદ મુકામે ઓલ ઈન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સ ભરાવાની છે. તેમાં તેના મુખ્ય પ્રમુખ વિશ્વવિદ્યુત ડૉ. સુનીતિકુમાર ચેટર્જી છે. એ કોન્ફરન્સના અનેક વિભાગો છે. તેમાં એક વિભાગ જૈન પરંપરાને લગતો પણ છે. આ વખતે તેના અધ્યક્ષ બાબૂ કામતાપ્રસાદ જૈન છે. એની બધી શાખાઓમાં તે તે વિષયના વિશિષ્ટ વિદ્વાનો આ દેશના જુદા જુદા ભાગોમાંથી તો આવવાના જ; પણ કેટલાય નામાંકિત વિદેશી વિદ્વાનો પણ આવવાના. આ એક એવો મેળો હોય છે, જેમાં અનેક નિબંધો અનેક ભાષાઓમાં વંચાય છે, એવા વિષયો પર વ્યાખ્યાનો થાય છે, Page #15 -------------------------------------------------------------------------- ________________ ૬ • જૈન ધર્મ અને દર્શન ચર્ચાઓ પણ થાય છે. એ દિવસોમાં જાણે એવું વાતાવરણ સર્જાય છે કે સરસ્વતીની બધી શાખાઓ કે બધી ધારાઓ દશ્યમાન થતી ન હોય ! ગુજરાત માટે આ એક ખાસ આકર્ષણ છે. અમદાવાદ એક રીતે જૈન નગર છે. એમાં ગૃહસ્થો અને ત્યાગીઓ ઘણા છે. તેઓ જો આ વાતાવરણ જોશે તો તેમને ઉપર કરેલી ચર્ચાનું હાર્દ સમજાશે. પણ અહીં તો એક બીજી વાત પણ સૂચવવી યોગ્ય લાગે છે. તે એ કે, એ જ દિવસોમાં જૈન સાહિત્યના ઇતિહાસની રૂપરેખા વિચારવા અને એ અંગેના બીજા ઘણા પ્રશ્રો ઉપર ચર્ચા કરવા એક બેઠક ભરવામાં આવનાર છે. એ બેઠક કૉન્ફરન્સના દિવસોથી સ્વતંત્ર હશે. તે માટે બે કે ત્રણ દિવસ ખાસ રાખવા ધાર્યા છે. આ અંગે જૈન સાહિત્યના ઇતિહાસમાં રસ ધરાવનાર અને તજજ્ઞ એવા કેટલાક વિશિષ્ટ વિદ્વાનોને પણ આમંત્રણ અપાશે. એટલે જેઓને કેવળ આ વિષયમાં રસ હોય તેને માટે પણ પૂરતી સામગ્રી છે જ. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ, જેમનો નિર્દેશ ઉપર કરવામાં આવ્યો છે, તેઓને ન જાણતા હોય તેમને માટે આ સ્થાને સૂચવવાનું એટલું જ છે કે “શ્રમણ' માસિકના આ વખતના અંકમાં પ્રગટ થયેલ તેમનો "Vાવીને મથુરા મેં નૈન ધર્મા વૈભવ' લેખ વાંચે; અને તેમનું હમણાં જ પ્રસિદ્ધ થયેલ ઈશ્વરિત સંસ્કૃતિ અધ્યયન એ હિન્દી પુસ્તક વાંચી લે. એમ તો એમણે અનેક પુસ્તકો અને લેખો લખ્યાં છે, પણ આ સ્થળે તો માત્ર હું એ બે લખાણો તરફ જ ધ્યાન ખેચું છું. શ્રી. અગ્રવાલજીની પેઠે બીજા પણ સમર્થ વિદ્વાનો, જેઓ જૈન સાહિત્યના ઇતિહાસમાં સહકાર આપે તેવા છે અને આપવા ઇચ્છે છે, તેઓ પણ અમદાવાદમાં આવવાના. એટલે જેઓની ચેતના મૂચ્છિત થઈ ન હોય અને જેઓની જ્ઞાનનાડી ધબકતી હોય તેઓ આ આવતી તકનો પૂરતો ઉપયોગ કરી લેશે એમ હું માનું છું. – જનશ્રાવણ ૨૦૦૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨. ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર ભગવાન પાર્શ્વનાથ અને મહાવીરના વિષયમાં તો ઈતિહાસની ગતિ સ્પષ્ટ છે. ભગવાન નેમિનાથ સુધી પણ ઇતિહાસના પ્રકાશનું આછું કિરણ પહોંચ્યું છે. પરંતુ ભગવાન ઋષભદેવની બાબતમાં એથી તદ્દન ઊલટું છે. ઋષભદેવનો સમય એટલે જૈન ગણતરી પ્રમાણે લાખો ને કરોડો વર્ષ પહેલાંનો સમય. એ સમયના ઇતિહાસની વાતો પણ સંભવિત નથી. એટલા અતિપ્રાચીન સમયના પુરષ વિશે આપણે જે કાંઈ વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને વિચારીએ છીએ, તે બધું લોકવાયકા અને કાંઈક શાસ્ત્રપરંપરા ને રચાયેલ ચરિત્રગ્રંથોમાંથી જ. એ ચરિત્રગ્રંથોમાં ઐતિહાસિક યુગ પહેલાંના પુરષો વિશે લખાયેલ બધું જ અપ્રામાણિક અને ત્યાજ્ય છે એમ કહી ન શકાય, તે જ પ્રમાણે એ ચરિત્રગ્રંથોમાં એ પુરુષો વિશે લખાયેલ બધું અક્ષરશઃ તેમજ છે એમ પણ માની શકાય તેમ નથી. આવી અનિશ્ચિત સ્થિતિ છતાં ભગવાન ઋષભદેવ જેવા અતિપ્રાચીન પુરુષ અને તેમના પરિવાર વિશે આજે હું કાંઈક કહેવા ઇચ્છું છું, તે કેટલાક ખાસ દૃષ્ટિબિંદુઓથી. દૃષ્ટિબિંદુઓ તેમાંનું પહેલું દૃષ્ટિબિંદુ એ છે કે ઋષભદેવ અને અન્ય તીર્થકરોની પૂજા–પ્રતિષ્ઠા તેમજ ઉપાસનાના ક્ષેત્રમાં શું અંતર છે તે બતાવવું અને તે દ્વારા અન્ય તીર્થકરો કરતાં 28ષભદેવનું સ્થાન કેટલું વ્યાપક છે, અને તે શા માટે, એ સૂચિત કરવું. મારું બીજું અને મુખ્ય દૃષ્ટિબિંદુ એ છે કે ભૂતકાળનો વર્તમાનકાળ સાથે સંબંધ જોડવો, અને તેનો ભાવિનિમણમાં વિવેકપૂર્વક ઉપયોગ કરવો. આ જ વસ્તુને કાંઈક વધારે ખુલાસાથી એ રીતે દર્શાવી શકાય કે પરંપરા અગર સમાજના માનસમાં શ્રદ્ધાનું સ્થાન પામનાર કોઈ પ્રાચીન કે અતિપ્રાચીન મહાપુરુષના જીવનચરિત્રની આસપાસ કાળક્રમે લોકશ્રદ્ધાને બળે જે અનેક કલ્પનાઓના તાણાવાણા રચાયા હોય કે વિવિધ રંગો પુરાયા હોય, તેનું વાસ્તવિકતાની દૃષ્ટિએ પરીક્ષણ કરી તેમાંથી એક સામાન્ય ઐતિહાસિક સત્ય તારવવું અને તે સત્યનો વર્તમાન જીવનના ગૂંચવાયેલ કોકડાના ઉકેલમાં તેમજ ભાવિજીવનના નિમણમાં ઉપયોગ કરવો. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૮ ૦ જૈન ધર્મ અને દર્શન ઋષભદેવ માત્ર જૈનોના જ નથી સામાન્ય રીતે જૈન તેમજ જૈનેતર બંને સમાજમાં અને કાંઈક અંશે ભણેલગણેલ લેખાતા વિદ્વાનવર્ગમાં પણ એક એવી માન્યતા પ્રવર્તે છે કે ઋષભદેવ એ માત્ર જૈનોના જ ઉપાસ્ય દેવ તેમજ પૂજ્ય અવતારી પુરુષ છે. જૈનો મોટે ભાગે એમ જ સમજે છે કે જૈન પરંપરા બહાર ઋષભદેવનું સ્થાન નથી અને તેઓ તો જૈન મંદિરમાં, જૈન તીર્થોમાં અને જૈન ઉપાસનામાં જ પ્રતિષ્ઠિત છે. લગભગ જૈનેતર આખો વર્ગ પણ ઋષભદેવને જૈનોના જ ઉપાસ્ય દેવ સમજી એ વિચારવું ભૂલી ગયો છે કે ઋષભદેવનું સ્થાન જૈનેતર પરંપરામાં છે કે નહિ, અને જો એમનું સ્થાન એ પરંપરામાં હોય તો તે ક્યાં અને કેવું છે ? . જૈન–જૈનેતર બંને વર્ગના લોકોનો ઉપર દર્શાવેલ ભ્રમ દૂર કરવાના આપણી પાસે કેટલાક પુરાવાઓ છે, જે શાસ્ત્રબદ્ધ પણ છે અને વ્યવહારસિદ્ધ પણ છે. જૈન તીર્થો, મંદિરો ને ગૃહચૈત્યોમાં પ્રતિષ્ઠિત ઋષભદેવની મૂર્તિ, તેમાં પ્રતિદિવસ થતી તેની પૂજા, આબાલવૃદ્ધ જૈનોમાં ગવાતું–વંચાતું ઋષભચરિત્ર અને તપસ્વી જૈન રથીપુરુષો દ્વારા અનુકરણ કરાતું. ઋષભદેવનું વાર્ષિક તપ – એ બધું જૈન પરંપરામાં ઋષભની ઉપાસ્ય દેવ તરીકેની શ્રદ્ધા અને ખ્યાતિનાં ઊંડાં મૂળો તો સૂચવે જ છે, પણ ઋષભદેવની ઉપાસના અને ખ્યાતિ જૈનેતર પરંપરાના અતિ પ્રતિષ્ઠિત અને વિશિષ્ટ ગણાતા સાહિત્યમાં તેમજ કોઈ નાનકડા પણ વિરલ ફિરકામાં સુધ્ધાં છે. - ભાગવતમાં ઋષભદેવ બ્રાહ્મણપરંપરા અને તેમાંયે ખાસ કરી વૈષ્ણવપરંપચનો બહુમાન્ય અને સર્વત્ર અતિપ્રસિદ્ધ ગ્રંથ ભાગવત છે, જે ભાગવતપુરાણ કહેવાય છે. એ આઠમી શતાબ્દીથી અર્વાચીન તો નથી જ. દિગંબર અને શ્વેતાંબર બંને સંપ્રદાયોમાં જે ઋષભદેવનાં સંસ્કૃત ભાષામાં લખાયેલ ચરિત્રો છે તે ભાગવતથી પ્રાચીન નથી, ભાગવત પછીનાં જ છે. હા, જૈન પરંપરામાં, ખાસ કરી શ્વેતાંબર પરંપરામાં, ઋષભદેવનું પ્રાકૃત ભાષામાં લખાયેલ ચરિત્ર ભાગવતમાંના ઋષભચરિત્ર કરતાં પણ પ્રાચીન હોવા વિશે ભાગ્યે જ સંદેહ રહે છે. ભાગવતમાં જે ઋષભચરિત્રનું વર્ણન છે, અને તે જે રીતે જૈન ગ્રંથોમાં આવતા ઋષભચરિત્ર સાથે મળતું આવે છે, તે ઉપરથી પ્રથમ દૃષ્ટિએ જોનારને એમ લાગે કે જનસમાજમાં બહુમાનનાં ઊંડા મૂળ નખાયાં પછી જ જૈન કથાનક–ગ્રંથોમાંથી ભાગવતના કર્તાએ ઋષભદેવને પોતાના ગ્રંથમાં આલેખ્યા કે અપનાવ્યા હશે, જેમ પ્રથમથી ત્યાજ્ય ગણાએલ બુદ્ધને પણ તેમની લોકપ્રતિષ્ઠા જામ્યા પછી પાછળથી કેટલાક પુરાણકારોએ અવતારી વર્ણવ્યા છે તેમ. આખી આર્યજાતિના ઉપાસ્ય ઋષભદેવ પરંતુ મને તો લાગે છે કે ખરી હકીકત કાંઈક બીજી જ હોવી જોઈએ. ભાગવતકારના સમયમાં ઋષભદેવ કરતાં પાર્શ્વનાથ કે મહાવીરની પ્રતિષ્ઠા ખ્યાતિ કે Page #18 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર ૦ ૯ ઉપાસના જરાયે ઓછી ન હતી. કદાચ જૈનપરંપરામાં તો પાર્શ્વનાથ ને મહાવીરનું સ્થાન તે વખતે પણ આસન્ન ઉપકારક હોવાથી વધારે આકર્ષક હતું. તેમ છતાં ભાગવતકાર માત્ર ઋષભનું જ ચરિત્ર લે ને વર્ણવે; નેમિનાથ, પાર્શ્વનાથ ને મહાવીરના ચરિત્રને અન્ય પુરાણકારની પેઠે ભાગવતકાર ન સ્પર્શે, એનું કાંઈક કારણ હોવું જોઈએ. તે કા૨ણ મારી દૃષ્ટિએ એ છે કે ઋષભદેવની માન્યતા, પૂજા, ઉપાસના ને યશોગાથા જૈનપરંપરાની પેઠે જૈનેતર પરંપરામાં પણ પ્રથમથી ઓછેવત્તે અંશે એક અથવા બીજી રીતે અવશ્ય ચાલુ હતી અને તેથી જ એવો પણ સંભવ છે કે જે સંસ્કૃત કે પ્રાકૃત બ્રાહ્મણ પુરાણો ઉપરથી ભાગવતની નવેસર રચના થવાનો ઐતિહાસિક મત છે તે પ્રાચીન સંસ્કૃતપ્રાકૃત પુરાણોમાં ઋષભદેવ વિશે થોડું પણ કાંઈક લખાયેલું હોવું જોઈએ, જે વર્તમાન ભાગવતમાં પણ લેવાયું છે. આખી આર્યજાતિમાં એકસરખી રીતે ઋષભદેવની ઓછીવત્તી માન્યતા બહુ જ જૂના વખતથી ચાલી આવતી હોવી જોઈએ. બૌદ્ધ પરંપરામાં બુદ્ધનું સ્થાન અને બ્રાહ્મણ પરંપરામાં રામ, કૃષ્ણ વાસુદેવ તેમજ મહાદેવનાં સ્થાનો એટલી હદ સુધી પ્રતિષ્ઠા પામતાં ગયાં કે તેને જ પરિણામે બૌદ્ધ પરંપરાના સાહિત્યમાં તો ઋષભનું નામ આવવા ન જ પામ્યું અને બ્રાહ્મણ પરંપરાના ભાગવત જેવા ગ્રંથમાં ઋષભનું ચિત્ર જૂના રૂપમાં સચવાતું, પણ તે ભાગવતના વાસુદેવ અવતારમાં ગૌણ થઈ તેના તળમાં દબાઈ ગયું, જ્યારે જૈન સાહિત્યમાં અને જૈન પરંપરામાં એમ ન બન્યું. પાર્શ્વનાથ અને મહાવીરની જાહોજલાલીવાળા પ્રાચીન, મધ્ય તેમજ વર્તમાન યુગમાં પણ એ પુરાણપુરુષ ઋષભની પ્રતિષ્ઠા તેમજ ઉપાસના એકસરખી અખંડિત રહી. એ જ કારણને લીધે જૈન અને જૈનેતર વર્ગમાં ઋષભની માત્ર જૈન દેવ તરીકેની માન્યતાનો ભ્રમ પોષાતો આવ્યો. ખરું જોતાં એ પુરાણપુરુષ ચિરકાળથી ચાલી આવતી આખી આર્યપ્રજાનો સામાન્ય દેવ જ છે એ વિશે મને લેશ પણ શંકા નથી. મારી આ ધારણાની પુષ્ટિ નીચેની બે બાબતોથી થાય છે. ઋષિપંચમી એ ઋષભપંચમી હોવી જોઈએ પહેલી બાબત ઋષિપંચમીના પર્વની અને બીજી બાબત ક્યાંક પણ જૈનેતર વર્ગમાં ઋષભની ઉપાસના લગતી છે. ભાદરવા સુદ પાંચમ ઋષિપંચમી તરીકે જૈનેતર વર્ગમાં સર્વત્ર જાણીતી છે, જે પંચમી જૈન પરંપરા પ્રમાણે સાંવત્સરિક પર્વ મનાય છે. જૈન પરંપરામાં સાંવત્સરિક પર્વ એ બીજાં બધાંય પર્વો કરતાં ચઢિયાતું અને આધ્યાત્મિક હોઈ પર્વાધિરાજ મનાય છે. તે જ પર્વ વૈદિક અને બ્રાહ્મણ પરંપરામાં ઋષિપંચમીના પર્વ તરીકે ઊજવાય છે. આ પંચમી કોઈપણ એક કે અનેક વૈદિક પરંપરાના ઋષિઓના સ્મરણ તરીકે ઊજવાતી હોય એ જાણમાં નથી. બીજી બાજુ જૈનો તે જ પંચમ . સાંવત્સરિક પર્વ લેખી તેને મહાન પર્વનું નામ આપે છે ને તે દિવસે સર્વોત્તમ આધ્યાત્મિક જીવન અનુભવવા યત્નશીલ રહે છે. મને લાગે છે કે જૈન અને વૈદિક પરંપરાનાં જુદાં Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ • જૈન ધર્મ અને દર્શન જુદાં નામથી જાણીતાં બંને પર્વોને એક જ ભાદરવા સુદ પંચમીએ ઊજવવાની માન્યતા કોઈ સમાન તત્ત્વમાં છે, અને તે તત્ત્વ મારી દષ્ટિએ ઋષભદેવના સ્મરણનું છે. એક અથવા બીજે કારણે આર્યજાતિમાં ઋષભદેવનું સ્મરણ ચાલ્યું આવતું અને તે નિમિત્તે ભાદરવા સુદી પંચમી પર્વ તરીકે ઊજવાતી. આગળ જતાં જ્યારે જૈનપરંપરા નિવૃત્તિમાર્ગ ભણી મુખ્યપણે ઢળી, ત્યારે તેણે એ પંચમીને આધ્યાત્મિક શુદ્ધિનું રૂપ આપવા તે દિવસને સાંવત્સરિક પર્વ તરીકે ઊજવવા માંડ્યો, જ્યારે વૈદિક પરંપરાના અનુગામીઓએ પરાપૂર્વથી ચાલી આવતી સામાન્ય ભૂમિકાને અનુસરીને જ એ પંચમીને ઋષિપંચમી તરીકે માનવાનો પ્રદ્યોત ચાલુ રાખ્યો. ખરી રીતે એ ઋષિપંચમી નામમાં જ ઋષભનો ધ્વનિ સમાયેલો છે. ઋષભપંચમી એ જ શુદ્ધ નામ હોવું જોઈએ ને તેનું જ ઋષિપંચમી એ કાંઈક અપભ્રષ્ટ રૂપ છે. જો આ કલ્પના ઠીક હોય તો તે જૈન જૈનેતર બંને વર્ગમાં પુરાણકાળથી ચાલી આવતી ઋષભદેવની માન્યતાની પુષ્ટિ કરે છે. અવધૂત પંથમાં ઋષભની ઉપાસના બીજી પણ ખાસ મહત્ત્વની બાબત ઉપાસના વિશેની છે. બંગાળ જેવા કોઈ પ્રાંતમાં અમુક લોકો, ભલે તે સંખ્યામાં ઓછા હોય કે બહુ જાણીતા પણ ન હોય છતાં, ઋષભની ઉપાસનામાં માને છે કે તેમને એક અવધૂત પરમ ત્યાગી તરીકે લેખી તેમણે આચરેલ કઠિનતર વ્રતોનું પાલન પણ કરે છે. એક વાર અમદાવાદમાં લગભગ દશેક વર્ષ પહેલાં એક બંગાળી ગૃહસ્થ મળેલા જે એલએલ.બી. હતા ને બહુ સમજદાર હતા. તેમણે મને તેમની પોતાની અને પોતાના પંથની ઉપાસના વિશે વાત કરતાં કહ્યું કે તેઓ દત્ત આદિ અવધૂતોને માને છે, પણ એ બધા અવધૂતોમાં ઋષભદેવ તેમને મન મુખ્ય ને આદિ છે. તેમણે એમ પણ કહ્યું કે તેમના પંથમાં આગળ વધનાર ગૃહસ્થ કે યોગી માટે ઋષભદેવના જીવનનું અનુકરણ કરવું એ આદર્શ ગણાય છે. એ અનુકરણમાં અનેક પ્રકારના તપ ઉપરાંત શરીર ઉપર નિર્મોહપણું કેળવવાનું પણ હોય છે; તે એટલે લગી કે શરીરમાં કીડા કે ઇયળો પડે તો તે પણ સાધકથી ફેંકી ન શકાય. ઊલટું, કીડીઓને શરીરનું અર્પણ કરતાં તેઓ વિશેષ આનંદ અનુભવે છે. તે બંગાળી ગૃહસ્થની આ વાતે મારું ધ્યાન ખેંચ્યું અને મને તરત લાગ્યું કે જો ઋષભદેવ માત્ર જૈનોના જ દેવ અને ઉપાસ્ય હોત તો તે પાર્શ્વનાથ કે મહાવીરની પેઠે જૈનેતર પરંપરામાં કદી ઉપાસ્યનું સ્થાન ન પામત. ખરી રીતે ભગવાન મહાવીરનું ઉગ્ર તપ ને દેહદમન જાણીતાં છે. તેમનું અનુકરણ ક્યાંય પણ જૈનેતર વર્ગમાં નહિ અને ઋષભદેવનું અનુકરણ ક્યાંક પણ દેખાય છે, એ સૂચવે છે કે ઋષભદેવ એ જૂના વખતથી જ આર્યજાતિનાં સામાન્ય ઉપાસ્ય દેવ હોવા જોઈએ. ભાગવતનું વર્ણન એ જ દૃષ્ટિની પુષ્ટિ કરે છે. મૂળમાં જૈન ધર્મનું સ્વરૂપ કેવું હતું? એ તો આપણે ઉપર જોઈ ગયા કે ભગવાન પાર્શ્વનાથ અને મહાવીર જેવા કઠોર તપસ્વી તેમજ નિકટવર્તી જૈન તીર્થકરો કરતાં અતિપ્રાચીન ઋષભદેવનું પ્રતિષ્ઠા ક્ષેત્ર કેટલું Page #20 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર • ૧૧ વ્યાપક છે. પણ અહીં જ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ તફાવતનું કારણ શું? આ પ્રશ્ન આપણને જૈન ધર્મનું અસલી સ્વરૂપ કેવું હતું અથવા વર્તમાન જૈન ધર્મ તેમજ જેને સંસ્કૃતિ અને જૈન ભાવનાનાં પ્રાચીન મૂળો કેવાં હતાં એ વસ્તુ વિચારવા પ્રેરે છે. પ્રવૃત્તિ-ધર્મ અને નિવૃત્તિ-ધર્મ ભારતવર્ષમાં પ્રચલિત પ્રાચીન ધર્મોને બે વિભાગમાં વહેંચી શકાયઃ (૧) પ્રવૃત્તિધર્મ, અને (ર) નિવૃત્તિ-ધર્મ પ્રવૃત્તિ-ધર્મ એટલે ચતુરાશ્રમધર્મ અને નિવૃત્તિ-ધર્મ એટલે એકાશ્રમ-ધર્મ. નિવૃત્તિ-ધર્મમાં માત્ર એક ત્યાગાશ્રમ મનાયેલો છે. એનો અર્થ એ નહિ કે તેમાં બ્રહ્મચર્ય તેમજ ગૃહસ્થાશ્રમને સ્થાન જ નથી. એનો અર્થ માત્ર એટલો જ સમજવાનો છે કે નિવૃત્તિ-ધર્મ એ જાતિ, ઉંમર વગેરેનો વિચાર વિશેષ ન કરતાં ગમે તે જાતિ ને ગમે તે ઉંમરનાં સ્ત્રી-પુરુષ બધાંને માટે એકસરખી રીતે ત્યાગ તેમજ સંન્યાસનો ઉપદેશ આપે છે. એ ધર્મ પ્રમાણે ઔત્સર્ગિક જીવન ત્યાગનું જ મનાયેલું હોવાથી જો કોઈ ગૃહસ્થાશ્રમમાં પડે કે દુન્યવી પ્રવૃત્તિ સ્વીકારે તો તે ન છૂટકે જ સ્વીકારે. એનો એ સ્વીકાર નિવૃત્તિધર્મ પ્રમાણે માત્ર લાચારી ગણાય છે; નહિ કે તે જીવનમાં ક્રમ પ્રાપ્ત આવશ્યકધર્મ. આથી ઊલટું ચતુરાશ્રમધર્મમાં ઉંમરને ક્રમે જ પ્રવૃત્તિ સ્વીકારવાનું પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યાશ્રમનું ઉલ્લંઘન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો અગર બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધેસીધા ગૃહસ્થાશ્રમમાં દાખલ થયા સિવાય સંન્યાસમાર્ગે જવું તે પ્રવૃત્તિધર્મ પ્રમાણે વર્ય હોઈ અધર્મ લેખાય છે. બ્રહ્મચર્યાશ્રમમાંથી – બાલ્ય કે કૌમાર્ય અવસ્થામાંથી કોઈ સીધેસીધો સંન્યાસ સ્વીકારે તો તે નિવૃત્તિધર્મ પ્રમાણે સ્વાભાવિક જ થયું લેખાય, કેમકે તે ક્રમ વર્ષ નથી અને તેથી તે જ ક્રમ મુખ્યપણે ધર્મે છે, જ્યારે પ્રવૃત્તિધર્મ પ્રમાણે તો એ ક્રમ તદ્દન વર્ષ હોઈ અધર્મી છે. પ્રવૃત્તિધર્મમાં સંન્યાસને સ્થાન છે, ને તે પ્રતિષ્ઠિત સ્થાન છે, પણ એ સ્થાન જીવનક્રમમાં અમુક વખતે જ આવે છે, ગમે ત્યારે નહિ; જ્યારે નિવૃત્તિધર્મમાં ત્યાગનું સ્થાન અને તેની પ્રતિષ્ઠા સમગ્ર જીવનવ્યાપી છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ધર્મોનાં ઉક્ત દષ્ટિબિંદુ છેક જ વિરોધી હોવાથી તેનાં પરિણામો પણ સમાજ ઉપર જુદાં જ નોંધાયેલાં છે, અને અત્યારે પણ જુદાં જ દેખાય છે. જૈનોનો નિવૃત્તિધર્મ એ અસલી છે ? જૈન હોય કે જૈનેતર કોઈપણ વિચારક છેલ્લાં બે-ત્રણ હજાર વર્ષનું જૈન સાહિત્ય. જૈન જીવન કે જૈન માનસ તપાસશે તો તેને નિઃસંદેહ એમ જ જણાશે કે જૈન ધર્મની પરંપરા એ નિવૃત્તિધર્મની એક ખાસ પરંપરા છે. હવે પ્રશ્ન એ છે કે જૈન ધર્મનું જે નિવૃત્તિપ્રધાન સ્વરૂપ દેખાય કે મનાય છે તે સમગ્ર જીવન અગર સામાજિક જીવનની દૃષ્ટિએ બરાબર અને બંધબેસતું છે ? તેમજ અતિપ્રાચીન કાળમાં જો જૈન ધર્મનો પ્રતાહ કોઈ રીતે વહેતો હતો તો તેનું પણ એ જ સ્વરૂપ હતું, કે એથી જુદું? જો જૈન ધ. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ • જૈન ધર્મ અને દર્શન નિવૃત્તિપ્રધાન લેખાતું સ્વરૂપ જ ધર્મનું સ્વાભાવિક અને અસલી સ્વરૂપ હોય તો એના ઉપરથી એટલું આપોઆપ ફલિત થાય છે કે ધર્મનું પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ એ સ્વાભાવિક નથી, તે તો એક વિકૃત અગર સામાજિક જીવનમાં અપવાદ માત્ર છે. વળી એના ઉપરથી એ પણ ફલિત થાય કે પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ ધર્મમાં પાછળથી પ્રતિષ્ઠા કે સ્થાન પામ્યું છે, અસલમાં તો એનું સ્વરૂપ નિવૃત્તિપ્રધાન જ હતું. પ્રવૃત્તિધર્મ જ જૈન ધર્મના મૂળમાં છે વિચાર કરતાં ઉક્ત પ્રશ્નના ઉત્તરમાં મને એમ જ માનવું વધારે વાજબી અને સંગત લાગે છે કે સમગ્ર જીવન તેમજ સામાજિક જીવન સાથે બરાબર અને પૂરેપૂરો મેળ ખાય એવું ધર્મનું સ્વરૂપ તે પ્રવૃત્તિપ્રધાન જ છે, નિવૃત્તિપ્રધાન નહિ તેમજ મને એમ પણ લાગે છે કે કોઈપણ કાળે જૈન ધર્મ ના મૂળ ઉદ્ગમમાં નિવૃત્તિપ્રધાન સ્વરૂપને સ્થાન ન હતું, પણ તેમાં પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપને જ સ્થાન હતું. મારા આ મંતવ્યની પુષ્ટિ વર્તમાન જૈન પરંપરાના આદિપ્રવર્તક તીર્થકર ઋષભદેવના – છિન્નભિન્ન તેમજ પાછળથી બહુ મોડે મોડે પણ નિવૃત્તિપ્રધાન ધર્મની પ્રતિષ્ઠા થયા પછી લખાયેલ કે સંકલિત થયેલ – જીવનવૃત્તાંત ઉપરથી અસંદિગ્ધપણે થાય છે. આ જવાબ સાચો હોય તો પ્રવૃત્તિપ્રધાન સ્વરૂપ ધર્મની વિકૃતિ છે અગર તે સ્વરૂપ પાછળથી આવ્યું છે એમ માનવાને કશું જ કારણ રહેતું નથી. ત્યારે ભગવાન મહાવીરે નિવૃત્તિ પર ભાર કેમ આપ્યો ? હા, તેમ છતાં મારા આ વિચાર સામે અનેક પ્રશ્નબાણો છૂટવાનાં એ દેખીતું છે. કોઈ જરૂર પૂછી શકે કે જો સામાજિક જીવનની દૃષ્ટિએ ધર્મ પ્રવૃત્તિપ્રધાન જ સંગત અને સ્વાભાવિક હોય તો ભગવાન મહાવીર વગેરેએ એ પ્રવૃત્તિધર્મ ઉપર ભાર ન આપતાં નિવૃત્તિપ્રધાનતા ઉપર ભાર કેમ આપ્યો? તેમજ પાછળના ધુરંધર જૈન આચાર્યોએ જૈન ધર્મને નિવૃત્તિપ્રધાન સ્વરૂપની મર્યાદામાં શા માટે બાંધી રાખ્યો ? આ અને આના જેવા બીજા ઘણા પ્રશ્નો ઉદ્દભવે છે, પણ તે બધાનો ઉત્તર સંક્ષેપમાં એટલો જ છે કે ભગવાન મહાવીરના પુરુષાર્થની દિશા સામાજિક જીવનને પૂર્ણપણે ઉપદેશવાની કે ઘડવાની ન હતી. એ સામાજિક જીવન જે પ્રવૃત્તિધર્મ ઉપર બંધાયેલું ને ગોઠવાયેલું તે તો ચાલુ જ હતું, પણ તે ધર્મના એક ભાગ તરીકે ત્યાગીજીવનના સ્વરૂપ ને અધિકાર કે આચરણમાં જે વિકૃતિઓ, શિથિલતાઓ ને જે ગેરસમજૂતીઓ દાખલ થઈ હતી તેનું પોતાના વૈયક્તિક આચરણથી સંશોધન કરવું એ તેમનો જીવનધર્મ હતો; અથવા એમ કહો કે જેમ કોઈ સુધારક માણસ માત્ર બ્રહ્મચર્યાશ્રમ પૂરતો જ સુધારો હાથમાં લે કે કોઈ બીજો માત્ર ગૃહસ્થાશ્રમ પૂરતો જ સુધારો હાથમાં લે તેમ ભગવાન મહાવીરે ત્યાગ-આશ્રમ પૂરતો જ સુધારો કરવાનું હાથમાં લીધું. Page #22 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર - ૧૩ નિવૃત્તિધર્મ એ સવશી ધર્મ કેમ મનાયો ? જેમ જગતમાં ઘણી વાર સર્વત્ર બને છે કે કોઈ સુધારક કે મહાન પુરુષની હિલચાલ તે તે દેશકાળ અને ઐતિહાસિક પરિસ્થિતિ અનુસાર એક અંશ પૂરતી હોય, પણ પાછળથી એ મહાન પુરુષની હિલચાલ સંપ્રદાયનું રૂપ પામતાં પૂર્ણ અને સર્વાશી લેખાય છે, તેમ ભગવાન મહાવીર આદિ તીર્થકરોના અસાધારણ વ્યક્તિત્વનો પડઘો જુદા સંપ્રદાયરૂપે પડતાં જ તેમનો ત્યાગીજીવન પૂરતો સુધારો આખા સમાજધર્મ તરીકે સમજાયો અને એ મહાન વિભૂતિ પ્રત્યેની અસાધારણ પરંતુ એકદેશીય ભક્તિએ પાછળના અનુગામીઓને સામાજિક જીવનની બીજી બાજુઓ વિશે પૂર્ણપણે તેમજ છૂટથી વિચાર કરતા રોક્યા. ભગવાનનો જે જૈન ધર્મ ઐકાંતિક આધ્યાત્મિક હોવાથી સમગ્ર સમાજ સાથે મેળ ખાય તેમ ન હતો ને જે બહુ તો વૈયક્તિક ધર્મ હતો, તે ધર્મને સાંપ્રદાયિક રૂપ અપાતાં જ તેનો સામાજિક જીવન સાથે પૂર્ણપણે મેળ બેસાડવાનો પ્રશ્ન પાછળના અનુયાયીઓ અને કુળાગત જૈન ધર્મીઓ સામે ઉપસ્થિત થયો. ધર્મના એક અંશને કે પૂર્ણ ધર્મ કે પૂર્ણ અનેકાંત માનવાની ભૂલમાંથી જે વ્યવસ્થા જન્મી તે પણ ભૂલભરેલી અને મેળ વિનાની જ રહી. તેથી જ આપણે છેલ્લાં બે-ત્રણ હજાર વર્ષના જૈન ધર્મના નિવૃત્તિપ્રધાન સ્વરૂપમાં સામાજિક જીવનની દૃષ્ટિએ અધૂરાપણું અને અનેક વિકૃતિઓ પણ જોઈએ છીએ. 28ષભનું જીવન જ સ્વાભાવિક ધર્મનું પ્રવર્તક છે આખી જૈન પરંપરા ભગવાન ઋષભદેવને વર્તમાન યુગના ઘડનાર આદિપુરુષ તરીકે પિછાને છે. તેમને તે માર્ગદર્શક કર્મયોગી પૂર્ણપુરુષ તરીકે પૂજે છે. ભગવાન ઋષભદેવનું જે ચરિત્ર દિગંબર–શ્વેતાંબર સાહિત્યમાં કે બ્રાહ્મણ સાહિત્યમાં આલેખાયેલું મળે છે, તે જૈન પરંપરાની ઉક્ત માન્યતાની વાસ્તવિકતાની પુષ્ટિ જ પુરવાર કરે છે; કારણ કે, જો ભગવાન ઋષભદેવ કર્મયોગી અને પૂર્ણપુરુષ હોય તો તેમનું જીવન સમગ્ર દૃષ્ટિએ અગર સામાજિક સુવ્યવસ્થાની દૃષ્ટિએ પૂર્ણ જ હોવું જોઈએ. એ વિના તે સમાજરચના ઘડનાર કહેવાઈ જ ન શકે. આપણે ઋષભદેવના જીવનમાં જે અનેક ઘટનાઓ નિહાળીએ છીએ અને જે અત્યારના નિવૃત્તિપ્રધાન જૈન ધર્મના સ્વરૂપની દૃષ્ટિએ બહુ સંગત નથી લાગતી અને તેથી જ જે ઘટનાઓનું સમર્થન ખેંચતાણપૂર્વક આચાર્યોને કરવું પડ્યું છે તે બધી ઘટનાઓ જીવનક્રમમાં સ્વાભાવિક જ હતી અને કોઈપણ વિચારવાન સમાજના જીવનમાં સ્વાભાવિક હોવી ઘટે. નિવૃત્તિધર્મની દૃષ્ટિએ 28ષભજીવનની અસંગત દેખાતી ઘટનાઓ અહીં કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરી તે ઉપર થોડોક વિચાર કરવો પ્રાસંગિક લેખાશે. (૧) ભગવાન ઋષભદેવે વિવાહ સંબંધ બાંધ્યો. તે વખતની ચાલુ પ્રથા પ્રમાણે સગી બહેન સુમંગલા સાથે લગ્ન કરવા ઉપરાંત બીજી એક સુનંદા નામક કન્યા સાથે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • જૈન ધર્મ અને દર્શન લગ્ન કર્યું કે જે પોતાના જન્મસિદ્ધ સાથીના મૃત્યુથી વિખૂટી અને એકલવાયી હોઈ વિધવા નહિ તો અનાથ હતી જ. (૨) ભગવાને પ્રજાશાસનનું કાર્ય હાથમાં લઈ સામ, દંડ આદિ નીતિ પ્રવર્તાવી અને લોકોને જીવનધર્મ તેમજ સમાજધર્મ શીખવ્યો. (૩) જે કામ અને ધંધાઓ વિના વૈયક્તિક તેમજ સામાજિક જીવન તે વખતે શક્ય ન હતું અને આજે પણ શક્ય હોઈ ન શકે તેવાં બધાં કામો ભગવાને લોકોને શીખવ્યાં. તે વખતની સૂઝ ને પરિસ્થિતિ પ્રમાણે ભગવાને લોકોને ખેતી દ્વારા અનાજ પેદા કરતાં, અનાજ રાંધતાં, તે માટે જોઈતાં વાસણો બનાવતાં, રહેવા માટેનાં મકાનો બાંધતાં, કપડાં તૈયાર કરતાં તેમજ હજામત અને બીજાં જીવનોપયોગી શિલ્પ કરતાં શીખવ્યું. (૪) પુત્ર યોગ્ય ઉમરે પહોચતાં તેને જવાબદારીપૂર્વક ઘરને રાજ્યનો કારભાર કરવાનું શીખવી ગૃહત્યાગપૂર્વક સાધકજીવન સ્વીકાર્યું. (૫) સાધકજીવનમાં તેમણે પોતાનો મનોયોગ પૂર્ણપૂણે આત્મશોધ તરફ જ વાળ્યો અને આધ્યાત્મિક પૂર્ણતા સિદ્ધ કરી. આ ઘટનાઓ દિગંબરાચાર્ય જિનસેન તેમજ શ્વેતાંબરાચાર્ય હેમચંદ્ર વર્ણવી છે. અસંગત દેખાતી ઘટનાઓનું અસંગત સમર્થન જિનસેન વિક્રમની નવમી શતાબ્દી તેમજ હેમચંદ્ર વિક્રમની બારમી-તેરમી શતાબ્દીમાં હતા. જ્યારે આ બે આચાર્યોએ અને બીજા તેમના પૂર્વવર્તી કે ઉત્તરવર્તી આચાર્યોએ ઋષભનું જીવન આલેખવા માંડ્યું ત્યારે તેમના માનસિક સંસ્કાર અને ઋષભના જીવનની ઘટના વચ્ચે આસમાન – જમીન જેટલું અંતર પડી ગયું હતું. ચરિત્રલેખક બધા જ જૈન આચાર્યોના મનમાં જૈન ધર્મના સ્વરૂપ વિશેની એક જ છાપ હતી અને તે માત્ર નિવૃત્તિધર્મની. દરેક આચાર્ય એમ માનવા ટેવાયેલ હતા કે જન્મથી મૃત્યુપર્યત નિવૃત્તિ-અનગાર ધર્મ અને આધ્યાત્મિક સાધના એ જ સ્વાભાવિક હોઈ તેમાં બીજું કાંઈ કરવું પડે તો તે વસ્તુત કર્તવ્ય નથી, માત્ર ન છૂટકે જ કરવું પડે છે. આવા ખ્યાલના કારણે તે આચાર્યોને સ્વતંત્રપણે ધર્મઉપદેશ કરવાનો હોય તો તે જુદી જ રીતે કરવો પડતો. અત્યારે જેમ આપણને સાધુઓ જવાબ આપે છે તેમ તે વખતે પણ એ આચાર્યો આપણા નીચેના પ્રશ્નોનો જવાબ એ જ રીતે આપે. આપણે ઉંમર લાયક છોકરા છોકરીને લગ્નગ્રંથિથી બંધાવા કે ગૃહત્યાગ કરવા બાબત તેમનો (સાધુઓનો) મત માગીએ તો તેઓ નિર્વિવાદ એ જ મત દર્શાવે કે લગ્ન અને ગાહથ્થબંધન ત્યાજ્ય છે. આપણે ખેતીવાડી કે બીજા અતિ આવશ્યક ધંધાધાપા કરવા વિશે તેમનો મત પૂછીએ તો તેઓ મત આપવાના કે – ભાઈ! એ તો કર્મબંધન છે, નરકનું દ્વાર છે; ખેતીમાં અસંખ્ય જીવો હણાય. અંગારકર્મ, વનકર્મ વગેરે ધંધાઓ તો જૈનો માટે કર્માદાનરૂટ મનાયેલા હોવાથી ત્યાજ્ય છે. છોકરા છોકરીઓને ઘરની ને ધંધાની તમામ તાલીમ આપવી એ માબાપનું અનિવાર્ય કર્તવ્ય ખરું કે નહિ? એ પ્રશ્નના જવાબમાં કાં તો તે આચાર્યોએ Page #24 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર • ૧૫ ચૂપકી સાધવી રહી અને કાં તો તેમનો નિવૃત્તિધર્મ તેમની પાસે ભાષાસમિતિ દ્વારા એટલું જ કહેવડાવે કે એ બાબત વધારે કહેવું એ મુનિધર્મ નથી. તમે પોતે જ યથાયોગ્ય સમજી લો. જેમ આત્મકલ્યાણ થાય તેમ કરો ઈત્યાદિ. ઋષભના ચરિત્રલેખક આચાર્યોના એ જ જાતના સંસ્કારો હતા. જે પ્રશ્નોનો જવાબ સ્વતંત્રપણે તેઓ નકારમાં જ આપે તે પ્રશ્નો ઋષભનું જીવન લખતાં તેમની સામે આવીને ઊભા રહ્યા. ઋષભ એટલાબધા માન્ય અને પૂજ્ય હતા કે તેમના જીવનની એકેએક ઘટનાનું સમર્થન કર્યા સિવાય તેમનાથી ચલાવી શકાય તેમ પણ ન હતું, અને બીજી બાજુ નિવૃત્તિધર્મ વિશેના એમના સંસ્કારો એમને એ સમર્થન કરવા રોકતા. છેવટે તેમણે એ ઘટનાઓનું સમર્થન તો કર્યું, પણ તે સમર્થન કહેવા પૂરતું અને અસ્પષ્ટ. હેમચંદ્ર વિવાહ વિશે લખતાં કહે છે કે ઋષભદેવે લોકોમાં વિવાહપ્રવૃત્તિ ચાલુ રાખવા લગ્ન કર્યું. તે કહે છે કે સુનંદાને સ્વીકારી તેનું અનાથપણું ટાળ્યું. તે કહે છે કે અનેક પત્નીઓ અને સેંકડો સંતાનવાળો ગૃહસ્થધર્મ ભગવાને અનાસક્તપણે આચર્યો. તે કહે છે કે અનેક પ્રકારના ધંધા ને શિલ્પો શીખવી ભગવાને સમાજમાં જીવનયાત્રા સુકર કરી ઉપકાર સાધ્યો. તે કહે છે કે સંતાનને યોગ્ય બનાવી તેને બધી ગૃહ–રાજ્યવ્યવસ્થા સોંપીને જ દીક્ષા લઈ ભગવાને જીવનમાર્ગમાં સામંજસ્ય સ્થાપ્યું. હેમચંદ્ર નિવૃત્તિધર્મથી વિરુદ્ધ દેખાતા પ્રવૃત્તિધર્મના એકેએક અંગનું સમર્થન ટૂંકમાં એક જ વાક્યથી કરે છે કે ભગવાન વિશિષ્ટ જ્ઞાની હતા, માટે તેમણે ત્યાજ્ય ને સાવદ્ય કર્મોને પણ કર્તવ્ય ગણી અનાસક્તપણે આચર્યા. ઋષભદેવનો વિવાહ, તેમણે ઉત્પન્ન કરેલ સંતતિ, તેમણે એ સંતતિને આપેલ શિક્ષણ અને તેનું કરેલ પોષણ, તેમણે પ્રજાસામાન્યને જીવનોપયોગી એવા કહેવાતા આરંભસમારંભવાળા બધા જ ધંધાઓનું આપેલું શિક્ષણ ને તે ધંધાઓમાં જાતે કરેલ પ્રવૃત્તિ – આ બધી ઘટનાઓનું સમર્થન આચાર્ય જિનસેન તેમજ હેમચંદ્ર કરે છે. એટલે જ નહિ, પણ અત્યારના એકેએક નાનામોટા જૈન ફિરકાના ધર્મોપદેશક પંડિતો તેમજ ત્યાગીઓ કરે છે. અહીં સવાલ એ છે કે જૂના વખતમાં કરાયેલું અને અત્યારે પણ કરાતું આ સમર્થન વાસ્તવિકતાની દૃષ્ટિએ થાય છે કે માત્ર મહાન પુરુષના જીવનની ઘટનાઓ છે એટલા જ કારણસર એ સમર્થન થાય છે? જો મહાન પુરુષના જીવનની ઘટનાઓ હોવાને જ કારણે તે વસ્તુતઃ સમર્થનયોગ્ય ન હોવા છતાં તેનું સમર્થન થયેલું છે અને અત્યારે પણ થાય છે એ વિકલ્પ સ્વીકારીએ તો તેથી જૈન સમાજના ચાલુ કોયડાઓનો ઉકેલ તો થતો જ નથી, પણ વધારામાં પંડિતો ને આચાર્યોના વિચાર તેમજ જીવનની અસત્યસેવન રૂપ નબળી બાજુ પણ પ્રગટ થાય છે. જો એ વિકલ્પ સ્વીકારીએ કે જૂના વખતનું અને અત્યારનું એ સમર્થન માત્ર વાસ્તવિકતાની દૃષ્ટિએ જ છે, તો એ ઉપરથી એટલું જ સિદ્ધ થવાનું કે પ્રવૃત્તિધર્મને લગતી લગ્ન વગેરેની ઉપરની ઘટનાઓ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈન ધર્મ અને દર્શન ઋષભના જીવનમાં ઘટેલી હોય કે બીજા કોઈના જીવનમાં ઘટેલી હોય અગર અત્યારે કોઈ સાધારણ વ્યક્તિના જીવનમાં ઘટવાની હોય, પણ વસ્તુતઃ તે બધી સમર્થનપાત્ર છે અને તેનું સમગ્ર જીવનની દૃષ્ટિએ તેમજ સામાજિક પૂર્ણજીવનની દૃષ્ટિએ પૂરેપૂરું સ્થાન છે. જો એક વાર એ વાત સિદ્ધ થઈ અને એ સ્વાભાવિક છે એમ લાગે તો પછી અત્યારના જૈન સમાજના માનસમાં જે ઐકાન્તિક નિવૃત્તિધર્મના સંસ્કારો જાણેઅજાણે ઊતરી આવ્યા છે અને અવિવેકપૂર્વક પોષાયા છે તેનું સંશોધન કરવું એ સમજદારોની ફરજ છે. આ સંશોધન આપણે ઋષભના પૂર્ણજીવનનો આદર્શ સામે રાખી કરીએ તો તેમાં ભગવાન મહાવીર દ્વારા પરિષ્કાર પામેલ નિવૃત્તિધર્મ તો આવી જ જાય છે, પણ વધારામાં વૈયક્તિક તેમજ સામાજિક પૂર્ણજીવનના અધિકા૨ પરત્વેનાં બધાં જ કર્તવ્યો ને બધી જ પ્રવૃત્તિઓનો પણ વાસ્તવિક ઉકેલ આવી જાય છે. આ ઉકેલ પ્રમાણે દુન્યવી કોઈપણ આવશ્યક અને વિવેકવાળી પ્રવૃત્તિ એ સાચા ત્યાગ જેટલી જ કીમતી લેખાશે અને તેમ થશે તો નિવૃત્તિધર્મની એકદેશી જાળમાં ગૂંચવાયેલું જૈન સમાજનું કોકડું આપોઆપ ઉકેલાઈ જશે. ગીતાનો આશ્રય લઈ હેમચંદ્રે કરેલ નિવૃત્તિધર્મમાં સંશોધન ઉ૫૨ એ કહેવામાં આવ્યું છે કે હેમચંદ્ર પોતે વારસાગત એકાન્તિક નિવૃત્તિધર્મના સંસ્કાર ધરાવતા અને છતાંય તેમને ઋષભના જીવનની બધી સાવધ લેખાતી પ્રવૃત્તિઓનો બચાવ કરવો હતો. તેમને વાસ્તે આ એક ચક્રાવો હતો, પણ તેમની સર્વ શાસ્ત્રને સ્પર્શનારી અને ગમે ત્યાંથી સત્યને અપનાવનારી ગુણગ્રાહક દૃષ્ટિએ ઉક્ત ચક્રાવામાંથી છૂટવાની બારી ગીતામાં જોઈ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચેના લાંબા કલહમય વિરોધનો નિકાલ ગીતાકારે અનાસક્ત દૃષ્ટિ મૂકી આણ્યો હતો. તે જ અનાસક્ત દૃષ્ટિ હેમચંદ્રે અપનાવી અને ભગવાન ઋષભે આચરેલી સમગ્ર જીવનવ્યાપ્તિ કર્મમાં લાગુ પાડી. હેમચંદ્રની મૂંઝવણનો અંત આવ્યો. તેમણે બહુ ઉલ્લાસ અને નિર્ભયતાથી કહી દીધું કે ભગવાને શાની હોઈ જાણવા છતાં પણ સાવધ કર્મો કર્તવ્ય લેખી આચર્યું. હેમચંદ્રનું આ સમર્થન એક બાજુ જૂની જૈન ઘરેડની દિશાભૂલ સૂચવે છે ને બીજી બાજુ તે આપણને નવું સ્વરૂપ ઘડવા પ્રકાશ આપે છે. ખરી રીતે જ્ઞાની હોય તે તો દોષનું સ્વરૂપ પૂરેપૂરું સમજે અને તેથી જ તે સ્થૂલ ગમે તેવા લાભો છતાં દોષમય પ્રવૃત્તિ ન આચરે. એટલે જો દુન્યવી જીવનોપયોગી પ્રવૃત્તિ પણ એકાંત દોષવાળી જ હોય તો જ્ઞાનીએ તો એનો ત્યાગ જ કરવો રહ્યો. છતાં જો એ પ્રવૃત્તિનું વિષ અનાસક્તભાવને લીધે દૂર થતું હોય અને અનાસક્ત દૃષ્ટિથી એવી પ્રવૃત્તિ પણ કર્તવ્ય ઠરતી હોય તો અત્યારના જૈન સમાજે પોતાના સંસ્કારમાં આ દૃષ્ટિ દાખલ કરી સુધારો કરવો જ રહ્યો. એ વિના જૈન સમાજ વાસ્તે બીજો વ્યવહાર અને શાસ્ત્રીય માર્ગ છે જ નહિ. Page #26 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર • ૧૭ આપણા દેશમાં ભણેલા અને અભણ બંને વર્ગમાં એક જાતની અપંગતા છે. ભણેલ વર્ગ ખૂબ ભણ્યા છતાં અભણવર્ગ કરતાંય પાંગળો છે; કારણ કે, તેણે કર્મેન્દ્રિયોને કેળવવામાં લઘુતા માની પાપ સેવ્યું છે. અભણ વર્ગમાં કર્મેન્દ્રિયોની તાલીમ છતાં તે બુદ્ધિની યોગ્ય તાલીમને સાચી વિચારદિશા સિવાય અંધ જેવો છે. જૈન સમાજના ત્યાગી અને તેને અનુસરનાર બધા વર્ગની સ્થિતિ બરાબર એવી જ કફોડી છે. તેઓ ત્યાગની મોટી મોટી વાતો કરે છે, પણ તેમને બીજાઓનાં કર્મો ઉપર જીવવાનું અનિવાર્ય હોઈ સાચી રીતે તેઓ ત્યાગ સાધી શકતા નથી ને કર્મપથ આચરી શકતા નથી. જેઓ પ્રવૃત્તિમાં પડેલા છે તેઓ મુસીબત આવતાં અણીને ટાંકણે તેમાંથી માર્ગ કાઢવાનું ભૂલી જઈ ભળતો જ ત્યાગનો ચીલો પસંદ કરે છે, તેથી જૈન સમાજની પ્રવૃત્તિ કે નિવૃત્તિ એકે વાસ્તવિક રહી જ નથી. ગૃહસ્થો પોતાની ભૂમિકા પ્રમાણે પ્રવૃત્તિધર્મ પૂર્ણપણે નથી બજાવતા અને ત્યાગીઓ પણ નિવૃત્તિધર્મ જરાયે સાચવી નથી શકતા. આ મુશ્કેલીમાંથી બચવાની ચાવી મારી સમજ પ્રમાણે ભગવાન ઋષભના સ્વાભાવિક જીવનક્રમમાંથી મળી આવે છે. એ ઋષભનો જીવનક્રમ ઘણા લાંબા વખતથી આર્યજાતિનો આદર્શ મનાતો આવ્યો છે અને તે આખી માનજાતિનો વિશુદ્ધ આદર્શ થવાની યોગ્યતા પણ ધરાવે છે. ભારતના પ્રવૃત્તિધર્મમાં વિકૃત નિવૃત્તિધર્મની છાપ ઋષભ પછી તેમના જ્યેષ્ઠ પુત્ર ભરતના જીવન તરફ આપણે વળીએ. એના આખા જીવનને ન સ્પર્શતાં તેની અમુક બાબત તરફ જ દૃષ્ટિપાત કરીશું. એમ તો ભરત ઋષભના પુત્ર તરીકે જેમ જેનપરંપરામાં વર્ણવાયેલ છે તેમ તે બ્રાહ્મણપરંપરામાં પણ વર્ણવાયેલ છે. અલબત્ત, ભરતના જીવનનું ચિત્રણ બંને પરંપરાઓએ પોતપોતાના દૃષ્ટિબિંદુ પ્રમાણે જ જુદીજુદી રીતે કરેલું છે. અહીં આપણે જૈન પરંપરામાં વર્ણવાયેલ ભરતજીવનની ઘટના ઉપર વિચાર કરીશું. દિગંબર અને શ્વેતાંબર બંને પરંપરા પ્રમાણે ભારતનું આખું જીવન તેના પિતાના વારસ પ્રમાણે પ્રવૃત્તિધર્મથી ઘડાયેલું છે એ વિશે તો શંકા છે જ નહિ. ભરત ઉંમરે પહોંચી રાજ્ય કરે છે, ૬૪૦૦૦ સ્ત્રીઓ સાથે ગૃહજીવન ગાળે છે, પ્રજાપાલનમાં ધર્મપરાયણતા દાખવે છે, અને છેવટે ગૃહસ્થ તરીકેની જ સ્થિતિમાં પૂર્ણ જ્ઞાન મેળવી અંતે આધ્યાત્મિક શાંતિ સંપાદન કરે છે. આ દેખીતી રીતે જ સ્વાભાવિક પ્રવૃત્તિધર્મ છે, પણ એમાં ક્યાંક ક્યાંક ચરિત્રલેખકોના સમયના વિકૃત નિવૃત્તિધર્મના રંગો પુરાઈ ગયા છે. - જિનસેન અને હેમચંદ્ર બંને ભારત પાસે આવેદોની રચના કરાવે છે, બ્રાહ્મણ વગેરે ચાર વર્ણોની સ્થાપના કરાવે છે અને બ્રાહ્મણનાં કુળકર્મો કરાવરાવે છે. આ પછી જિનસેન અને હેમચંદ્ર અજાયબી પમાડે એવી રીતે જુદે જુદે માર્ગે વિચરે છે. જિનસેનના Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈન ધર્મ અને દર્શન કથન પ્રમાણે ભરતને બ્રાહ્મણ વર્ણની સ્થાપના કર્યા પછી તેના ગુણદોષ વિશે શંકા થાય છે, ને તે શંકા નિવારવા પોતાના પિતા ઋષભ તીર્થંકરને પ્રશ્ન કરે છે. ભગવાન બ્રાહ્મણ વર્ણથી આવનાર ભાવિ દોષો વર્ણવી બતાવે છે ને છેવટે આશ્વાસન આપતાં કહે છે કે જે થયું તે થયું. એનાથી અમુક લાભ પણ થયો છે, ઇત્યાદિ. જિનસેનનો ભરતના સ્વાભાવિક જીવનને સંકુચિત નિવૃત્તિધર્મમાં ઢાળવાનો પ્રયત્ન જરાયે છૂપો રહે તેવો નથી, પણ હેમચંદ્રનો પ્રયત્ન તો એથીયે ચઢી જાય તેવો નિરાળો છે. હેમચંદ્ર જિનસેન પ્રમાણે જ ભરત પાસે બ્રાહ્મણ આદિ વર્ણની સ્થાપના, આર્યવેદોની રચના વગેરે બધું કરાવે છે; પણ તેમણે પોતાના વર્ણનમાં જે કૌશલ દાખવ્યું છે તે બુદ્ધિ અને કલ્પનાપૂર્ણ હોવા છતાં પાછલા વિકૃત નિવૃત્તિધર્મની સાક્ષી પૂરે છે. હેમચંદ્રના કથન પ્રમાણે ભરતે એક શ્રાવકવર્ગ સ્થાપ્યો, ને તેણે એ વર્ગને કહ્યું કે તમારે કામકાજ અગર ધંધો ન કરવો, ખેતીવાડી કે વ્યાપાર નોકરી અગર રાજ્ય આદિ કોઈ પ્રપંચમાં ન પડવું. તમારે બધાએ રાજ્યને રસોડે જમી જવું ને હંમેશાં પઠનપાઠનમાં લીન રહેવું તેમજ રોજ મને નિતો મવાનું વધતે મીસ્તસ્માત્ મા હન મા હન” એ મંત્ર સંભળાવ્યા કરવો. ભરતે સ્થાપેલ એ શ્રાવકવર્ગ ભરતની યોજના પ્રમાણે ભરતને રસોડે જમતો, કાંઈ પણ કામ ન કરતાં માત્ર ભરતે રચેલ વેદોનો પાઠ કરતો અને ભરતે જ રચી આપેલ ઉપર્યુક્ત ઉપદેશમંત્ર ભરતને જ નિત્યપ્રતિ સંભળાવતો. પણ મિત્રો ! હેમચંદ્રનું આગળનું વર્ણન એથીયે વધારે આકર્ષક છે. તે કહે છે કે ભરતે સ્થાપેલ શ્રાવકવર્ગ જ મા હન મા હન' શબ્દ બોલવાને કારણે બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ થયો ! કોઈ એમ ન ધારતા કે હેમચંદ્રનો એ શ્રાવકવર્ગ કામધંધા વિનાનો માત્ર શાસ્ત્રપાઠી જ હતો. એ વર્ગને સ્ત્રીઓ અને ઘરબાર પણ હતાં. તે વર્ગનું ખાવાપીવા વગેરે બધું પોષણ રાજ્ય તેમજ સામાન્ય પ્રજા તરફથી ચાલતું હોવાને લીધે તે વર્ગને બાળબચ્ચાં પેદા કરીને તેને પોષવાની ચિંતા હતી જ નહિ. હેમચંદ્રના કથન પ્રમાણે તે વર્ગ પોતાનાં સારાં સારાં બાળકો સાધુવર્ગને વહોરાવતો, જે બાળકો સાધુઓ પાસે દીક્ષા લેતાં અને એ શ્રાવક વર્ગમાંથી વિરક્તિ પામેલ અનેક જણ પોતે પણ દીક્ષા લેતા. ઉપર આપેલ ટૂંક વર્ણન ઉ૫૨થી કોઈપણ સમજદારને એ સમજવું મુશ્કેલ નહિ પડે કે આચાર્ય હેમચંદ્રે ભરતને હાથે જે શ્રાવકવર્ગ સ્થપાવ્યો છે, અને કામધંધો છોડી માત્ર શાસ્ત્રપઠનમાં મશગૂલ રહી રાજ્યને રસોડે જમી જવાની અને ભરતે જ રચી આપેલ ઉપદેશપાઠ ભરતને જ રોજ પ્રતિ સંભળાવવાની જે વાત કહી છે તે સાધુસંસ્થાને જોઈતા ઉમેદવારો છૂટથી પૂરા પાડનાર જીવતા યંત્રની જ વાત છે, અને તે જૈન પરંપરામાં પરાપૂર્વથી ચાલતા વિકૃત નિવૃત્તિધર્મની સૂચક માત્ર છે. અત્યારના જૈન સમાજમાં ત્યાગીવર્ગ જે જાતનું વલણ ધરાવે છે, જે સંસ્કાર પોષે છે ને દીક્ષાને નિમિત્તે જે ભવાડાઓ ઊભા કરે છે તેનાં મૂળો તો સેંકડો વર્ષ પહેલાં નંખાઈ ગયેલાં હતાં. હેમચંદ્રના સમયમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર • ૧૯ પણ એ વિકૃતિઓ હતી. ફેર એટલો જ કે અમુક પરિસ્થિતિને કારણે તે વિકૃતિઓ ધ્યાનમાં આવી ન હતી અગર કોઈએ તે તરફ લક્ષ આપ્યું ન હતું. જો એક બૈરાંછોકરાંવાળો આખો વર્ગ કામધંધો છોડી પરાશ્રયી બની ધર્મપાલન કરે એ સ્વાભાવિક હોય તો એમાં દોષ ન જ આવવો જોઈએ. ખરી વાત એ છે કે જેન પરંપરામાં ત્યાગી વર્ગે નિવૃત્તિધર્મની એક જ બાજુને જીવનની પૂરી બાજુ માની તે વિશેના જ વિચારો સેવ્યા અને પ્રચાર્યા. પરિણામે તેઓ ગૃહસ્થ કે ત્યાગીના જીવનમાં અનિવાર્ય રીતે આવશ્યક એવાં કર્મો અને પ્રવૃત્તિનું મહત્ત્વ જ ભૂલી ગયા. તેથી જ આપણે ભારતના સહજ પ્રવૃત્તિધર્મમાં વિકૃત નિવૃત્તિધર્મની છાપ વાંચીએ છીએ. ભરતે રચેલ ઉપદેશમંત્રનો અર્થ એ છે કે તમે જિતાયા છો, તમારામાં ભય વધ્યું જાય છે, માટે તમે કોઈને ન હણો. કેવો સુંદર, પારમાર્થિક અને સદા સ્મરણીય ઉપદેશ ! પણ આ ઉપદેશ સાંભળવામાં અસંગતિ કેટલી? ઉપદેશનું તત્ત્વ વિચારનાર વેદપ્રણેતા ભરત પોતે. એને શબ્દમાં ઉતારનાર ભરત પોતે. પણ ભરતને પોતાના જ વિચારનું ભાન રહેતું નહિ, તેથી તે એક ભાડૂતી અને અકર્મણ્ય પરાવલંબી વર્ગને મોઢે પોતાનાં રચેલ વાક્યો સાંભળવાનું પસંદ કરતો. આ બેહૂદું નથી લાગતું ? પણ આ વર્ણનમાં હેમચંદ્રનો લેશ પણ દોષ નથી. એ તો એક કલ્પનાસમૃદ્ધ અને પ્રતિભાસંપન્ન કવિ છે. તે પોતે જે સંસ્કારથી ટેવાયેલ ને જે સંસ્કારમાં પોષાયેલ છે તેનું કવિત્વમય ચિત્રણ કરે છે. આપણે એ ઉપરથી જો એટલું સમજી લઈએ કે નિવૃત્તિધર્મની એકદેશીયતાએ પ્રવૃત્તિધર્મને કેવો વિકૃત કર્યો, તો આપણે માટે બસ છે. ભરત અને બાહુબળી જિનસેન કે હેમચંદ્રના કાવ્યમય વર્ણનમાંથી અનેક બોધપ્રદ બાબતો મળી આવે તેમ છે. તેમાંથી ભરત-બાહુબળીને લગતી એક બાબત ઉપર ઊડતી નજર નાખી લઈએ, જે આ વખતે તદ્દન સ્થાને છે. બંને ભાઈઓ લડાઈમાં ઊતર્યા. સામસામે મોટી મોટી ફોજના મોરચા મંડાયા. અનેક જાતના સંહાર પ્રતિસંહાર પછી છેવટે ઇંદ્ર આપેલ સલાહ બંનેએ માન્ય રાખી. તે સલાહ એ હતી કે ભાઈ ! લડવું હોય તો લડો, પણ એવું લડો કે જેથી તમારી લડાઈની ભૂખ પણ ભાંગે ને કોઈની ખુવારી પણ ન થાય. ફક્ત તમે બંને અંદરોઅંદર લડો. આ સલાહ પ્રમાણે તેમનાં પાંચ યુદ્ધો નક્કી થયાં, જેમાં ચક્ર ને મુષ્ટિયુદ્ધ જેવાં યુદ્ધો તો હિંસક હતાં, પણ સાથે સાથે અહિંસક યુદ્ધ પણ હતાં. એ અહિંસક યુદ્ધમાં દષ્ટિયુદ્ધ ને નાદયુદ્ધ આવે છે. જે જલદી આંખ મીંચે કે નબળો નાદ કરે તે હારે. આ અહિંસક યુદ્ધ સૌએ કેવું શીખવા જેવું છે ! આખા જગતમાં એનો પ્રસાર થાય ને જો તે માટે ત્યાગીઓ પ્રયત્ન કરે તો તે દ્વારા જગતનું કેટલું હિત સધાય ! એથી યુદ્ધની તૃષ્ણા શમશે, હારજીત નક્કી થશે અને સંહાર થતો અટકશે. પણ બીજા લોકો નહિ તો છેવટે જેનો જ એમ કહેશે કે જગત તે એવું યુદ્ધ સ્વીકારે ખરું? પણ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ • જૈન ધર્મ અને દર્શન આ સ્થળે જ જૈન ભાઈઓને પૂછી શકીયે કે જગત તેવું અહિંસક યુદ્ધ ન સ્વીકારે તો નહિ, પરંતુ અહિંસા ને નિવૃત્તિધર્મનો ઉપદેશ રાતદિવસ આપનાર ત્યાગીવર્ગ, જે સામસામેની છાવણીમાં વહેંચાઈ પોતપોતાની બાજુએ શ્રાવક લડવૈયાઓને ઊભા કરી અનેક રીતે લડી રહ્યા છે, તે આવા કોઈ અહિંસક યુદ્ધનો આશ્રય કાં ન લે ? જે બે મુખ્ય આચાર્યો કે સાધુઓ વચ્ચે તકરાર હોય તે બે જ દૃષ્ટિ કે મૌન યુદ્ધથી નહિ તો તપોયુદ્ધથી હારજીતનો નિર્ણય કાં ન કરે? જે વધારે અને ઉગ્ર તપ કરે તે જીત્યો. આથી અહિંસા અને સંયમ પોષાવા સાથે જગતમાં આદર્શ સ્થપાશે. આ ઉપરાંત બાહુબળીના જીવનમાંથી એક ભારે મહત્ત્વનો પદાર્થપાઠ પણ જૈનોને શીખવા મળે છે. તે એ કે બાહુબળીએ ભારત ઉપર મુઠ્ઠી મારવા ઉપાડી, પણ તરત જ વિવેક જાગતાં એણે એ મુઠ્ઠી અધ્ધરથી જ પાછી વાળી. પાછી વાળીને પણ ખાલી જવા ન દેતાં એ મુઠ્ઠી પોતાના મસ્તક ઉપર જ ચલાવી. તે એવી રીતે કે તે દ્વારા એણે આત્મઘાત ન કર્યો, પણ અભિમાનઘાત કર્યો. એણે અહંકારના પ્રતીક જેવી ચોટી ઉખાડી ફેંકી. આ ઘટનામાં કેટલું રહસ્ય ને કેટલો બોધપાઠ ! ખાસ કરીને ધર્મને નામે લડતા આપણા ફિરકાઓ અને આપણા ગુરુઓ માટે તો બાહુબલીનો આ પ્રસંગ પૂરેપૂરો માર્મિક છે. બાહ્મી અને સુંદરી છેવટે આપણે આ બહેનો વિશે થોડુંક વિચારી લઈએ બ્રાહ્મી અને સુંદરી બંને પાત્રો કાલ્પનિક હોય કે અર્ધકાલ્પનિક, પણ તે જીવનમાં ભારે સ્કૂર્તિદાયક નીવડે તેવાં છે. એ પ્રાતઃસ્મરણીય બહેનોની બાબતમાં ત્રણ મુદ્દા તરફ સૌનું ધ્યાન ખેંચવા ઇચ્છું છું: (૧) આજીવન કુમારત્વ અને બ્રહ્મચર્ય, (૨) ભાઈ ભરતની ઇચ્છાને વશ ન થતાં ઉગ્ર તપપૂર્વક સુંદરીનો ગૃહત્યાગ, અને (૩) બંને બહેનો દ્વારા બાહુબળીને પ્રતિબોધ અને એ પ્રતિબોધની તત્ક્ષણ તેના ઉપર અસર. પિતા ઋષભ અને ભાઈ ભરત બાહુબળી વગેરેનાં લાંબાં જીવન તથા તેમની આજુબાજુ સર્વત્ર પ્રવૃત્તિધર્મ હતો. એવા એ વાતાવરણમાં આ બંને બહેનોનું આજીવન કુમારત્વ તેમજ નિવૃત્તિધર્મનું ઐકાન્તિક વલણ બહુ ઓછાં બંધબેસતાં અને અસ્વાભાવિક લાગે છે. તે સમયની સમગ્ર સમાજરચનામાં તેમનું આ નિવૃત્તિમય જીવન તદ્દન જુદી ભાત પાડે છે. જો એવું જીવન તે વખતે શક્ય ન હોય અને ચરિત્રલેખકોના નિવૃત્તિમય માનસિક સંસ્કારોનું જ એ પ્રતિબિંબ માત્ર હોય તોય એ બેઉ બહેનો. સહજ સરલતાને કારણે, મહાસતી પદને યોગ્ય છે જ. ભાઈબહેનનું લગ્ન તે એ જમાનાની સામાન્ય રીત અને માનીતી રીત હતી. આજે : જે અનીતિ ગણાય છે તે તે વખતે પ્રતિષ્ઠિત નીતિ હતી. આપણે નીતિ-અનીતિના બદલાતા ધોરણમાંથી ઘણું શીખી શકીએ અને લગ્ન, પુનર્લગ્ન, આન્તજ્ઞતીય લગ્ન, Page #30 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર • ૨૧ આન્તજ્ઞતીય લગ્ન, અંતર્વર્ણલગ્ન તેમજ આન્તરરાષ્ટ્રીય લગ્ન ઈત્યાદિ અનેક સામાજિક સંબંધોનાં વિવિધ પાસાંઓ વિશે ઘટતો પદાર્થપાઠ અને જોઈતું બળ મેળવી શકીએ. ભરત સુંદરીને પરણવા ઇચ્છતો. સુંદરી ભરતને અપાત્ર ગણતી એમ તો નહિ, પણ તે લગ્ન કરવા જ ઈચ્છતી ન હતી. તે બ્રાહ્મીને પગલે જ ચાલી સંન્યાસધર્મ સ્વીકારવા ઈચ્છતી. એ તે વખતની સમાજરચના પ્રમાણે તેમજ પોતાના કુટુંબની મર્યાદા પ્રમાણે ઊછરેલી તદ્દન સ્વતંત્રપણે, તેમ છતાં ભારતની ઈચ્છાનો સ્પષ્ટ ઈનકાર ન કરતાં તેણે ઉગ્ર તપ આચરી સૌંદર્ય કરમાવી ભારતનું આકર્ષણ નાબૂદ કરવાનો માર્ગ સ્વીકાર્યો. શું સુંદરીનું આ વલણ ઋષભની પુત્રી અને બાહુબળીની બહેનને શોભે એવું છે કે મધ્યયુગની કોઈ અબળાને લાગુ પડે તેવું છે ? વિચારકને સુંદરીના એ તપોનુષ્ઠાનમાં ઐકાન્તિક નિવૃત્તિધર્મના યુગની છાપ જણાયા વિના ભાગ્યે જ રહી શકે. ગમે તેમ હો, પણ આ સ્થળે સુંદરી અને ભારતના યુગલની ઝર્વેદના મીયમ યુગલ સાથે સરખામણી ખાસ કરવા જેવી છે. ઋગ્વદમાં યમી સગા ભાઈ યમને પોતાને વરવા પ્રાર્થે છે. જ્યારે ભાઈ યમ તેને કોઈ બીજા પુરુષની પસંદગી કરવા ને પોતાને ન પજવવા કહે છે ત્યારે યમી ચંડી બની ભાઈ યમને હીજડો સુધ્ધાં કહી તિરસ્કારે છે. સુંદરીના કિસ્સામાં તેથી છેક જ ઊલટું છે. ભરત સુંદરીને વરવા માગે છે, જ્યારે સુંદરી ભાઈ ભરતની માગણીને પસંદ નથી કરતી. માગણીનો અસ્વીકાર કરતાં સુંદરી નથી રોષે ભરાતી, કે સુંદરીનું ઊલટું વલણ જોવા છતાં નથી ભરત રોષે ભરાતો. ઊલટું બંનેમાં આંતરિક સૌમનસ્ય જામે છે અને વધે છે. યમીયમનો તેમજ સુંદરી-ભરતનો પ્રસંગ એ ભાઈબહેન વચ્ચેના લગ્નવહેવારની નીતિના અંતના પ્રસંગો હોય તેમ લાગે છે. પણ ઋગ્વદના વમ-યમી સૂક્તમાં નોંધાયેલ પ્રસંગ કરતાં જૈન પરંપરામાં નોંધાયેલ સુંદરી-ભરતનો પ્રસંગ ઉભયપક્ષે સાત્ત્વિક છે; કારણ કે, પહેલા પ્રસંગમાં યમી સાત્ત્વિકતા ગુમાવે છે, જ્યારે બીજા પ્રસંગમાં સુંદરી અને ભરત બંને સાત્ત્વિકતામાં સ્નાન કરી તરબોળ થાય છે. બાહુબળીને પ્રતિબોધ કરવાનો મુદ્દો અનેક દૃષ્ટિએ મહત્ત્વનો છે. પહેલી વાત તો એ કે મહાન બલી તેમજ અભિમાની પુરુષકેસરી સાધુ પ્રતિબોધનું લક્ષ્ય છે અને પ્રતિબોધ કરનાર બે અબળાઓ તેમજ દરજ્જામાં ઊતરતી સાધ્વીઓ છે. છતાં પ્રતિબોધનું પરિણામ અતિ આશ્ચર્યજનક આવે છે. બહેનોની નમ્ર પણ નિર્ભય ટકોર ભાઈને સીધી રીતે હાડોહાડ સ્પર્શે છે, ને તે ક્ષણમાત્રમાં પોતાની ભૂલ કોઈ બીજી જ ક્ષણે તેનું સંશોધન કરી નાખે છે. શું આજકાલના તુમુલ ધાર્મિક યુદ્ધમાં સપડાયેલ ગૃહસ્થ કે સાધુ પુરુષવર્ગને તેમની ભૂલ સમજાવે ને સાચેસાચી આંખ ઉઘાડે એવી કોઈ, વધારે નહિ તો કોઈ એકાદ બહેન, બ્રાહ્મી–સુંદરીનું સદા પ્રાતઃસમરણ કરનાર જૈન સમાજમાં છે? શું બ્રાહ્મી–સુંદરીનું મહત્ત્વ ગાનાર અત્યારનો આખો જૈન Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ • જૈન ધર્મ અને દર્શન અબળા સમાજ સાચે જ સાહસ અને વિચારવંધ્ય બની ગયો છે? એમાં એક પણ એવું નારીરત્ન નથી કે જે ધર્મને નામે લડતા અભિમાની પુરુષોની ભૂલનાં મર્મસ્થાનો સમજે અને તે તેમની સામે નિર્ભયપણે દર્શાવે ? એ જ રીતે શું એવો એક પણ પુરુષકેસરી સાધુરાજ નથી કે જે બાહુબળીના જેટલો સરલહૃદય હોય અને ભૂલ દર્શાવનાર પાત્ર કોણ છે એનો વિચાર કર્યા સિવાય જ, ભૂલ તે તો અંતે ભૂલ જ છે એમ સમજી, પોતાની ભૂલને કબૂલે તેમજ તેનું સંશોધન કરી આધ્યાત્મિક અને સામાજિક કલ્યાણને નિરાપદ બનાવે ? આપણે આજને પ્રસંગે એવી આશા સેવીએ કે સમાજમાં બ્રાહ્મીસુંદરી જેવી બહેનો પાકે ને બાહુબળી જેવા પુરુષો. ઉપસંહાર લેખમાં રજૂ થયેલ મુદ્દાઓ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે : (૧) ભગવાન ઋષભ એ માત્ર જૈન પંથના જ નહિ, પણ આખી આર્યજાતિના ઉપાસ્ય દેવ છે. (૨) ભગવાન ઋષભે પ્રવર્તાવેલો ને આચરેલો પ્રવૃત્તિધર્મ જ વૈયક્તિક તેમજ સામાજિક જીવનમાં બંધબંસતો હોઈ તે જ જૈન ધર્મનું અસલી સ્વરૂપ છે. (૩) અત્યારના જૈન ધર્મની એકાંગી નિવૃત્તિની સમજ અધૂરી હોઈ ઋષભના આદર્શ સંશોધન કરવા જેવી છે. હજી આચાર્ય હેમચંદ્ર જેવાએ એવા સંશોધનની દિશા પણ સૂચવી છે અને આજના કર્મયુગમાંથી તો એ સ્પષ્ટપણે મળી શકે તેમ છે. (૫) ભરતના જીવનમાં પણ પ્રવૃત્તિધર્મનું જ સ્વાભાવિક સ્થાન છે. પ્રસંગે પ્રસંગે જે વિકૃત ધર્મનાં ચિત્રણો નજરે પડે છે, તે પાછલા વિકૃત જૈન ધર્મની અસર માત્ર છે. (૬) બાહુબલી ભરત કરતાંય ચડિયાતું પાત્ર છે. તેણે નિશ્ચિત જીતને ટાંકણે પણ ત્યાગ દર્શાવી ભારે આદર્શ પૂરો પાડ્યો છે અને બહેનોના ઉપદેશને નમ્રપણે ઝીલી લઈને એણે અનેકમુખી ભવ્યતા દાખવી છે. (૭) બ્રાહ્મી અને સુંદરીનાં પાત્રો પ્રાતઃસ્મરણીય છે. તેમાંય સુંદરી એ બ્રાહ્મી કરતાં અનેક રીતે વધારે સાત્ત્વિકતા દાખવે છે. તેનું સૌદર્ય વાસનાને વશ ન થવામાં છે. - પર્યપર્વનાં વ્યાખ્યાનો, ૧૯૪ર Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩. ભગવાન નેમિનાથ અને કૃષ્ણ નેમિનાથ અને રાજુમતી વિશે જૈનો ઘણું જાણતા હશે. નાનાં બાળકો પણ કંઈ ને કંઈ તો જાણતાં હશે, છતાં મને આ વિષય ઉપર કંઈક કહેવાનું મન થયું છે. હું બનારસમાં હતો ત્યારે દુષ્કાળના ખબરો છાપામાં વાંચતો અને ઢોરોના મરવાના ખબરો સાંભળીને મને અતિશય ઉકળાટ થતો હતો. માણસો તો મરે છે, છતાં આપણું ધ્યાન મૂંગા ઢોર પ્રત્યે વધુ ખેંચાય છે. એ વખતે હું હેમચન્દ્રાચાર્ય ઉપરના એક પુસ્તકની અંગ્રેજી પ્રસ્તાવના સાંભળતો હતો, ત્યારે નેમિનાથનો ઉલ્લેખ આપ્યો. એટલે મને ત્યારથી આ વિષય ઉપર બોલવાનો વિચાર આવ્યો હતો. નેમિનાથ વિશે તમે કાંઈ કહો ત્યારે તમારે કૃષ્ણ વિશે પણ જાણવું જોઈએ.. નેમિનાથ અને કૃષ્ણ એ બેને આપણા આદર્શો તરીકે રાખીએ તો આપણે આખી આર્યસંસ્કૃતિ સમજ્યા છીએ એમ કહેવાય. એ બંનેનો જન્મ યદુકુળમાં થયો હતો. નેમિનાથનો જન્મ આજથી છાશી હજાર વર્ષ પહેલાં થયો હતો એમ જૈન પરંપરા કહે છે. બ્રાહ્મણપરંપરા કૃષ્ણનો જન્મ પાંચ હજાર વર્ષ પહેલાં થયો એમ કહે છે. જો નેમિનાથ અને કૃષ્ણ કાકાના દીકરા ભાઈ હોય તો આ જૈન પરંપરાનો ખ્યાલ ભૂલભરેલો ગણવો જોઈએ. મને લાગે છે કે નેમિનાથ છાશી હજાર વર્ષ પહેલાં નહિ, પણ પાર્શ્વનાથથી થોડા સમય પહેલાં જ થઈ ગયા હોવા જોઈએ. એટલે સમયની બાબતમાં જૈન પરંપરા ઉપર બહુ ભાર મૂકવા જેવું મને લાગતું નથી. યદુવંશ એ મથુરાની આસપાસ ફૂલ્યોફાલ્યો હતો. વસુદેવના પુત્ર કૃષ્ણ અને વસુદેવના ભાઈ સમુદ્રતિજ્યના પુત્ર એ નેમિનાથ. જૈન પરંપરામાં નેમિનાથની સાથે કૃષ્ણનું પણ ઘણું વર્ણન આવે છે. બ્રાહ્મણ પરંપરામાં કૃષ્ણનું વર્ણન ઘણું છે, છતાં તેમાં નેમિનાથનો ઉલ્લેખ પણ નથી એ આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે. મથુરામાં કૃષ્ણ ઉપર આફત આવતાં તે નવી રાજધાની દ્વારિકામાં સ્થાપે છે. નેમિનાથનો ઉછેર અને જુવાની દ્વારિકામાં થયો હોય તેમ જણાય છે. નેમિનાથ અને રાજુમતીનું જીવન એ જૈન પરંપરાની ત્યાગવૃત્તિનો નમૂનો છે. તેઓ પરણવા ઇચ્છતાં નહોતાં, છતાં બીજાની સમજાવટથી પરણવા તૈયાર થાય છે. લગ્ન વખતે કતલ થનારાં Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ • જૈન ધર્મ અને દર્શન જાનવરો જોઈને નેમિનાથને અત્યંત કરુણા અને કંપારી છૂટે છે, અને પશુધનો ખ્યાલ આવતાં તેઓ લગ્નમંડપ છોડીને ગિરનારમાં તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા જાય છે. રાજુમતી એ કંસની બહેન અને ઉગ્રસેન રાજાની પુત્રી. રાજુમતીને નેમિનાથ વિશે ખબર પડતાં તે પણ સંસાર છોડીને ચાલી નીકળે છે અને તપ કરતી વખતે નેમિનાથના ભાઈ રથનેમિ, જેઓ સાધુ થયા હતા અને જે રાજુમતીના રૂપમાં લોભાય છે, તેમને સદુપદેશ કરતાં ફરે છે. આપણી ધર્મપરંપરામાં સાધુ અને સાધ્વીનું જે સ્થાન છે તેના નમૂના રૂપે તેમનું જીવન વ્યતીત થયું હતું. તેઓ ઐતિહાસિક પાત્રો હોય કે ન હોય, તોપણ લોકોના ચિત્તમાં એટલાં બધાં વસી ગયાં છે કે તેઓ હતાં જ એમ મનાય છે. કૃષ્ણ વિશેનું સાહિત્ય એટલું વિશાળ છે, તેને લગતાં ગીતો સંસ્કૃત અને પ્રાકૃતમાં એટલાં બધાં છે કે જો એ બધાંનો સંગ્રહ કર્યો હોય તો એ જ એક મોટું મહાભારત થઈ જાય. જૈનો પણ કૃષ્ણને નેમિનાથના સમાન એક ભાવિ તીર્થકર તરીકે ઓળખે છે, પણ જો આપણે બંનેના ચરિત્રને વધુ સમજીએ તો આપણને સાચું રહસ્ય માલુમ પડશે. પશુઓની હિંસાના ખ્યાલથી દુખિત થઈને નેમિનાથ સાધુ થાય છે. રાજુમતી નેમિનાથના રાગથી નહિ, પણ ખરા ત્યાગથી પ્રેરાઈને સાધ્વી થાય છે. રથનેમિની ચંચળ ચિત્તવૃત્તિનું સંયમમાં પરિવર્તન કરાવે છે. ઋગ્વદમાં યમ અને યમી એ બે ભાઈબહેનોનું વર્ણન છે, જેમાં યમીને લગ્ન કરવાની ઈચ્છા થાય છે પણ તેનો ભાઈ યમ તેને સંયમમાં સ્થિર કરે છે. નેમિનાથ અને રાજુમતીના જીવનના આ પ્રસંગો નાના છતાં ઘણા મહત્ત્વના છે. જૈન આદર્શમાં જે સંતનો – ત્યાગનો આદર્શ છે તેનું આપણને નેમિનાથ અને રાજુમતીના જીવનમાં દર્શન થાય છે. કૃષ્ણ ગીતાનો ખરેખર બોધ કર્યો હોય કે તેના પછી તેને નામે બીજા કોઈએ લખી હોય, પણ તે અત્યંત જીવનસ્પર્શી છે અને તેમાં વૈદિક સંસ્કૃતિનો સાર આવી જાય છે. તેથી આજે તે ધર્મસાહિત્યમાં સર્વશ્રેષ્ઠ સ્થાન ભોગવે છે. નેમિનાથના જીવનમાં જેવો પ્રસંગ આવે છે તેથી જુદો પ્રસંગ કૃષ્ણના જીવનમાં આવે છે. અતિવૃષ્ટિથી પીડાતાં જાનવરોને તેમણે ગોવર્ધન પર્વત દ્વારા બચાવ્યાં અને આજે પણ ઠેર ઠેર ગોશાળાઓ બ્રાહ્મણ-સંસ્કૃતિના અનુયાયીઓ તરફથી ચાલે છે. આ ગોશાળામાં મોટે ભાગે ગાયો જ હોય છે. બીજા પ્રાંતોમાં ગાયો માટે રક્ષણની વ્યવસ્થા છે, પણ ગાયો ઉપરાંત બીજાં પ્રાણીઓના રક્ષણની પણ વ્યવસ્થા ગુજરાતમાં આપણે વધુ જોઈએ છીએ, અને તેનું કારણ નેમિનાથનો બોધ હોય તેમ જણાય છે. એટલે આપણે કણને ગોરક્ષક અને નેમિનાથને પશુરક્ષક તરીકે ઓળખાવી શકીએ. કૃષ્ણનો સંબંધ ગોપાલન–ગોવર્ધન સાથે જોડવામાં આવ્યો છે, તેવી જ રીતે નેમિનાથનો સંબંધ પશુરક્ષણ અને પશુપાલન સાથે જોડવામાં આવ્યો છે. તેની સાબિતીઓ કાઠિયાવાડમાં અને ગિરનાર ઉપર મળે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ભગવાન નેમિનાથ અને કૃષ્ણ - ૨૫ નેમિનાથનો કાંઈ જ સંબંધ વ્યવહારમાર્ગ અર્થાત્ પ્રવૃત્તિમાર્ગની સાથે ન હોય તેમ લાગે છે. ત્યાગ કર્યા પછી જે તેમની પાસે આવે તેમને માટે તેમના જીવનમાં ઘણું છે, જ્યારે કૃષ્ણનું આખું જીવન વ્યવહારપૂર્ણ છે. સંસારમાં રહ્યા છતાં સંસારથી અલિપ્ત રહેવાનો બોધ તેમના જીવનમાંથી જડે છે. હિંદમાં નેમિનાથ અને કૃષ્ણના બે આદર્શોમાં આપણી આર્યસંસ્કૃતિની રજૂઆત થાય છે. આર્યસંસ્કૃતિમાં હીનયાન અને મહાયાન એવા બે આદર્શો છે. હીનયાન આદર્શ પોતા પૂરતો જ પર્યાપ્ત છે. પોતાનું કલ્યાણ કરતાં બીજાનું કલ્યાણ થઈ જાય તો ભલે, પણ ખાસ તો તે પોતા માટે છે, જ્યારે મહાયાન આદર્શ સર્વ લોકોના કલ્યાણને પહેલું સ્થાન આપે છે. જેનોમાં હીનયાનને વધુ પસંદગી આપવામાં આવી હોય તેમ જણાય છે, જ્યારે બ્રાહ્મણ લોકોએ મહાયાનના આદર્શને પણ સ્વીકાર્યો છે. કૃષ્ણના જીવનમાં સુદામાની વાત આવે છે. વૈભવ ભોગવવા છતાં પોતે અલિપ્ત રહે છે. સમરાંગણમાં પણ તે તટસ્થભાવે રહે છે. પણ આ બંને આદર્શોને અલગ પાડવાથી આપણે ઘણું વેક્યું છે. બ્રાહ્મણ અને જૈનોએ પરસ્પરના મહાન પુરુષો વિશે કેટલું ઓછું જાણ્યું છે? હીનયાની અને મહાયાની આદર્શો જે આજે છૂટા પડી ગયા છે તે બરાબર નથી. ભારતીય સંસ્કૃતિને જો આપણે સમજવા માગતા હોઈએ તો નેમિનાથ અને કૃષ્ણ બંનેને આપણે સમજવા જોઈએ. રસવૃત્તિ, બુદ્ધિ અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જો આપણે કૃષ્ણને ન જાણીએ તો નેમિનાથને પણ આપણે બરાબર નહિ જાણી શકીએ. કષ્ણભક્તો, જેઓ મહાયાની છે, તેમણે નેમિનાથના જીવનમાંથી ઘણું શીખવાનું છે. કૃષ્ણને નામે પોતાની તામસ અને રાજસવૃત્તિને તેઓ પોષી રહ્યા છે. તેમણે નેમિનાથ અને રાજુમતીના જીવનમાંથી ત્યાગ અને તપશ્ચર્યા શીખવાં જોઈએ. પણ વ્યવહારમાં તમે કાંઈ કરવા માંગતા હો તો તમારે કૃષ્ણના જીવનમાંથી મેળવવું પડશે. જૈન આચાર્યોને હાથે કૃષ્ણની કથા લખાઈ છે, તેમના પિતા વાસુદેવની વાત લખાઈ છે. અત્યંત રસભરી છે. કૃષ્ણના જીવનના વાસ્તવિક અંશોને નેમિનાથના જીવન સાથે જોડીને આપણે આર્યસંસ્કૃતિનું સાચું રૂપ ઓળખી શકીશું. ગોપાલન અને પશુપાલન એ વસ્તુની અગત્ય પણ આપણે તેમના જીવનમાંથી મેળવવાની છે. અંતિમ સમયે પોતાને બાણ મારનારને કૃષ્ણ ઉદારચિત્તે ક્ષમા આપે છે; એટલું જ નહિ, પણ તેને પશુપાલનનો બોધ આપે છે. મહાવીર, બુદ્ધ બધાના જીવનમાં આવા દાખલાઓ મળી આવે છે. તેઓ સ્કૂલ જીવન પ્રત્યે નિર્મમ હોય છે. એટલે હું જૈનોને કૃષ્ણના જીવન વિશે વાંચવાનું કહું છું, તેમ જૈનેતરોને નેમિનાથ અને રાજુમતી વિશે સહાનુભૂતિથી જાણવાની સૂચના કરું છું. આથી અરસપરસના પૂર્વગ્રહો દૂર થશે અને આર્યસંસ્કૃતિનાં બંને પાસાંનું દર્શન થશે. વ્યવહારમાં કામ કરવા છતાં અલિપ્ત રહેવાની ભાવના કૃષ્ણના જીવનમાંથી મળે છે, નેમિનાથ અને કૃષ્ણના આદર્શોમાં લોકોને જણાય છે તેવો વિરોધ નથી. વિરોધ દેખાય છે તે સ્થૂલ છે. - પ્રબુદ્ધ જૈન, ૧૫-૧૧-૧૯૪૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૪. ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ દૈવીપૂજામાંથી મનુષ્યપૂજાનો ક્રમિક વિકાસ જેમ બીજા દેશો અને બીજી પ્રજામાં તેમ આ દેશ અને આર્ય પ્રજામાં પણ જૂના વખતથી ક્રિયાકાષ્ઠ અને વહેમનાં રાજ્યોની સાથે સાથે થોડો પણ આધ્યાત્મિક ભાવ હતો. વૈદિક મંત્રયુગ અને બ્રાહ્મણયુગના વિસ્તૃત અને જટિલ ક્રિયાકાડો જ્યારે થતાં ત્યારે પણ આધ્યાત્મિક ચિંતન, તપનું અનુષ્ઠાન અને ભૂતદયાની ભાવના એ તત્ત્વો. પ્રજામાં ઓછા પ્રમાણમાં પણ પ્રવર્તતાં હતાં. ધીમે ધીમે સગુણોનો મહિમા વધવા લાગ્યો. અને ક્રિયાકલાપ તથા વહેમોનું રાજ્ય ઘટતું ચાલ્યું. જેમ જેમ પ્રજાના માનસમાં સગુણોની પ્રતિષ્ઠાએ સ્થાન મેળવ્યું તેમ તેમ તેના માનસમાંથી ક્રિયાકલાપ અને વહેમોની પ્રતિષ્ઠાએ સ્થાન ગુમાવ્યું. ક્રિયાકલાપ અને વહેમોની પ્રતિષ્ઠા સાથે હંમેશાં અદશ્ય શક્તિનો સંબંધ જોડાયેલો હોય છે. જ્યાં સુધી કોઈ અદશ્ય શક્તિ પછી તે દેવ, દાનવ, દૈત્ય, ભૂત, પિશાચ કે એવા બીજા કોઈ ગમે તે નામથી ઓળખવામાં આવે) માનવામાં કે મનાવવામાં ન આવે ત્યાં સુધી ક્રિયાકાષ્ઠો કે વહેમો ચાલી કે જીવી શકે જ નહિ; એટલે ક્રિયાકામ્યો અને વહેમોના રાજ્ય વખતે તેની સાથે દેવપૂજા અનિવાર્યરૂપે સંકળાયેલી હોય એ તદ્દન સ્વાભાવિક છે. એથી ઊલટું સદ્ગણોની ઉપાસના અને પ્રતિષ્ઠા સાથે કોઈ અદશ્ય દેવશક્તિનો નહિ, પણ પ્રત્યક્ષ દેખી શકાય એવી મનુષ્યવ્યક્તિનો સંબંધ હોય છે. સદ્દગુણોની ઉપાસના કરનાર કે બીજા પાસે તે આદર્શ રજૂ કરનાર વ્યક્તિ કોઈ વિશિષ્ટ મનુષ્યને જ પોતાનો આદર્શ માની તેનું અનુકરણ કરવા પ્રયત્ન કરે છે. એટલે સદ્ગણોની પ્રતિષ્ઠા વધવાની સાથે સાથે અદશ્ય એવા દેવની પૂજાનું સ્થાન દૃશ્ય મનુષ્યની પૂજા લે છે. મનુષ્યપૂજાની પ્રતિષ્ઠા જોકે સદ્દગુણોની ઉપાસના અને મનુષ્યપૂજા પ્રથમથી વિકસિત થતાં આવતાં હતાં, છતાં ભગવાન મહાવીર અને બુદ્ધ એ બે મહાન પુરુષોના સમયમાં એ વિકાસ અસાધારણ વિશેષતા પ્રાપ્ત કરી, જેને લીધે ક્રિયાકાંડ અને વહેમોના કિલ્લાની સાથે. સાથે તેના અધિષ્ઠાયક અદશ્ય દેવોની પૂજાને ભારે આઘાત પહોંચ્યો. ભગવાન મહાવીર અને બુદ્ધનો યુગ એટલે ખરેખર મનુષ્યપૂજાનો યુગ. આ યુગમાં સેંકડો અને હજારો Page #36 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ • ૨૭ નરનારીઓ ક્ષમા, સંતોષ, તપ, ધ્યાન આદિ ગુણો કેળવવા જિંદગી અર્પે છે અને તે ગુણોની પરાકાષ્ઠાએ પહોંચેલ એવી પોતાની શ્રદ્ધાસ્પદ મહાવીર–બુદ્ધ જેવી મનુષ્યવ્યક્તિઓની ધ્યાન દ્વારા કે મૂર્તિ દ્વારા પૂજા કરે છે. આ રીતે માનવપૂજાનો ભાવ વધવાની સાથે જ દેવમૂર્તિનું સ્થાન મનુષ્યમૂર્તિ વિશેષ પ્રમાણમાં લે છે. મહાવીર અને બુદ્ધ જેવા તપસ્વી, ત્યાગી અને જ્ઞાની પુરુષો દ્વારા સદ્ગુણોની ઉપાસનાને વેગ મળ્યો અને તેનું પરિણામ ક્રિયાકાણ્ડપ્રધાન બ્રાહ્મણસંસ્કૃતિ ઉપર સ્પષ્ટ આવ્યું. તે એ કે જે બ્રાહ્મણ સંસ્કૃતિ એક વાર દેવ, દાનવ અને દૈત્યોની ભાવનામાં તથા ઉપાસનામાં મુખ્યપણે મશગૂલ હતી, તેણે પણ મનુષ્યપૂજાને સ્થાન આપ્યું. લોકો હવે અદશ્ય દેવને બદલે કોઈ મહાન વિભૂતિરૂપ મનુષ્યને પૂજવા, માનવા અને તેનો આદર્શ જીવનમાં ઉતારવા તત્પર હતા. એ તત્પરતા શમાવવા બ્રાહ્મણ સંસ્કૃતિએ પણ રામ અને કૃષ્ણના માનવીય આદર્શો રજૂ કર્યા તેમજ તેમની મનુષ્ય તરીકેની પૂજા ચાલી. મહાવીરબુદ્ધયુગ પહેલાં રામ-કૃષ્ણની આદર્શ મનુષ્ય તરીકેની વિશિષ્ટ પૂજા કે પ્રતિષ્ઠાનાં ચિહ્નો ક્યાંય શાસ્ત્રમાં દેખાતાં નથી. તેથી ઊલટું મહાવીર–બુદ્ધયુગ પછી કે તે યુગની સાથે સાથે રામ અને કૃષ્ણની મનુષ્ય તરીકેની પૂજા પ્રતિષ્ઠાના પ્રમાણો આપણને સ્પષ્ટ મળી આવે છે. તેથી અને બીજાં સાધનોથી એમ માનવાને ચોક્કસ કારણ મળે છે કે માનવીય પૂજાપ્રતિષ્ઠાનો પાકો પાયો મહાવીર-બુદ્ધના યુગથી નંખાય છે અને દેવપૂજક વર્ગમાં પણ મનુષ્યપૂજાના વિવિધ પ્રકારો અને સંપ્રદાયો શરૂ થાય છે. મનુષ્યપૂજામાં દેવી ભાવનું મિશ્રણ લાખો અને કરોડો માણસોના મનમાં જે સંસ્કારો સેંકડો અને હજારો વર્ષો થયાં રૂઢ થયેલા હોય છે તે કોઈ એકાદ પ્રયત્નથી કે થોડા વખતમાં બદલવા શક્ય નથી હોતા તેથી અલૌકિક દેવમહિમા, દેવી ચમત્કારો અને દેવપૂજાની ભાવનાના સંસ્કારો પ્રજામાનસમાંથી મૂળમાંથી ખસ્યા ન હતા. તેને લીધે બ્રાહ્મણ સંસ્કૃતિએ રામ અને કૃષ્ણ જેવા પુરુષોને આદર્શ તરીકે મૂકી તેમની પૂજાપ્રતિષ્ઠા શરૂ કરી; છતાં પ્રજામાનસ દેવી ભાવ સિવાય સંતુષ્ટ થાય એવી સ્થિતિમાં આવ્યું ન હતું. તેને લીધે તે વખતના બ્રાહ્મણ સંસ્કૃતિના આગેવાન વિદ્વાનોએ જોકે રામ અને કૃષ્ણને મનુષ્ય તરીકે આલેખ્યાવર્ણવ્યા, છતાં તેમના આન્તરિક અને બાહ્ય જીવન સાથે અદશ્ય દેવી અંશ અને અદશ્ય દેવી કાર્યનો સંબંધ પણ જોડી દીધો. એ જ રીતે મહાવીર અને બુદ્ધ આદિના ઉપાસકોએ એમને શુદ્ધ મનુષ્ય તરીકે જ આલેખ્યા, છતાં તેમના જીવનના કોઈ ને કોઈ ભાગ સાથે અલૌકિક દેવતાઈ સંબંધ પણ જોડી દીધો. બ્રાહ્મણ સંસ્કૃતિ એક અને અખંડ આત્મતત્ત્વને માનનારી હોવાથી તેણે પોતાના તત્ત્વજ્ઞાનને બંધબેસે તેમજ સ્થૂળ લોકોની દેવપૂજાની ભાવના સંતોષાય એ રીતે રામ અને કૃષ્ણના મનુષ્યજીવનને દેવી ચીતર્યું. એણે પરમાત્મા વિષ્ણુને જ રામ અને કૃષ્ણના માનવીય રૂપમાં અવતાર લીધાનું વર્ણવ્યું. જ્યારે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ • જૈન ધર્મ અને દર્શન શ્રમણ સંસ્કૃતિ આત્મભેદ માનનારી અને કર્મવાદી હોવાને લીધે પોતાના તત્ત્વજ્ઞાનને બંધબેસે એવી રીતે જ એણે પોતાના આદર્શ ઉપાસ્ય મનુષ્યને વર્ણવ્યા અને લોકોની દૈવીપૂજાની ભૂખ ભાંગવા તેણે પ્રસંગે પ્રસંગે દેવોનો અનુચરો અને ભક્તોરૂપે મહાવીર, બુદ્ધ આદિ સાથે સંબંધ જોડ્યો. આ રીતે એક સંસ્કૃતિમાં મનુષ્યપૂજા દાખલ થયા છતાં તેમાં દિવ્ય અંશ જ મનુષ્યરૂપે અવતાર લે છે, એટલે એમાં આદર્શ મનુષ્ય એ માત્ર અલૌકિક દિવ્યશક્તિનો પ્રતિનિધિ બને છે, જ્યારે બીજી સંસ્કૃતિમાં મનુષ્ય પોતે જ પોતાના સગુણ માટેના પ્રયત્નથી દેવ બને છે અને લોકોમાં મનાતા અદશ્ય દેવો તો માત્ર પેલા આદર્શ મનુષ્યના અનુચરો અને ભક્તો થઈ એની પાછળ પાછળ દોડે છે. ચાર મહાન આર્યપુરુષો મહાવીર અને બુદ્ધની ઐતિહાસિકતા નિર્વિવાદ હોવાથી એમાં સંદેહને અવકાશ નથી; જ્યારે રામ અને કૃષ્ણની બાબતમાં એથી ઊલટું છે. એમના ઐતિહાસિકત્વ વિશે જોઈતાં સ્પષ્ટ પ્રમાણો ન હોવાથી તે વિશે પરસ્પર વિરોધી કલ્પનાઓ પ્રવર્તે છે. તેમ છતાં રામ અને કૃષ્ણનું વ્યક્તિત્વ પ્રજામાનસમાં એટલું બધું વ્યાપક અને ઊંડુ અંકિત થયેલું છે કે પ્રજાને મન તો એ બંને મહાન પુરુષો સાચા ઐતિહાસિક જ છે. ભલે વિદ્વાનો અને સંશોધકોમાં એમના ઐતિહાસિકત્વ વિશે વાદવિવાદ કે ઊહાપોહ ચાલ્યા કરે અને તેનું ગમે તે પરિણામ આવે, છતાં એ મહાન પુરુષોના વ્યક્તિત્વની પ્રજામાનસ ઉપર પડેલી છાપ જોતાં એમ કહેવું પડે છે કે પ્રજાને મન તો એ બંને પુરુષો પોતાના હૃદયહાર છે. આ રીતે વિચાર કરતાં આર્યપ્રજામાં મનુષ્ય તરીકે પૂજાતા ચાર જ મહાન પુરુષો આપણી સામે ઉપસ્થિત થાય છે. આર્ય ધર્મની વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણેય શાખાઓના પૂજ્ય મનુષ્ય ઉક્ત ચાર જ મહાન પુરુષો છે, જેમની જુદાજુદા પ્રાન્તોમાં ને જુદીજુદી કોમોમાં એક અથવા બીજે રૂપે ઉપાસના અને પૂજા ચાલે છે. ચારેયની સંક્ષિપ્ત તુલના રામ અને કૃષ્ણ તેમજ મહાવીર અને બુદ્ધ એ બંને યુગલ કહો કે ચાર મહાન પુરષો કહો જ્ઞાતિથી ક્ષત્રિય છે. ચારેયનાં જન્મસ્થાનો ઉત્તર હિન્દુસ્તાનમાં આવેલાં છે અને રામચંદ્રજી સિવાય તેમનામાંથી કોઈનીયે પ્રવૃત્તિનું ક્ષેત્ર દક્ષિણ હિન્દુસ્તાન બન્યું નથી. રામ અને કૃષ્ણનો આદર્શ એક જાતનો છે; અને મહાવીર તથા બુદ્ધનો બીજી જાતનો છે. વૈદિક સૂત્ર અને સ્મૃતિશાસ્ત્રોમાં વર્ણાશ્રમધર્મને અનુસરી રાજ્યશાસન કરવું, ગો-બ્રાહ્મણની પ્રતિપાલના કરવી, તેને જ અનુસરી ન્યાય-અન્યાયનો નિર્ણય કરવો અને એ પ્રમાણે પ્રજામાં ન્યાયનું રાજ્ય સ્થાપવું એ રામ અને કૃષ્ણનાં મળતાં જીવનવૃત્તાંતોનો મુખ્ય આદર્શ છે. એમાં ભોગ છે, યુદ્ધ છે અને દુન્યવી બધી પ્રવૃત્તિ છે; પણ એ બધું પ્રવૃત્તિચક્ર સામાન્ય પ્રજાજનને નિત્યના જીવનચક્રમાં પદાર્થપાઠ આપવા માટે છે. મહાવીર Page #38 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ - ૨૯ અને બુદ્ધનાં જીવનવૃત્તાંતો એથી તદ્દન જુદા પ્રકારનાં છે. એમાં નથી ભોગ માટેની ધમાલ કે નથી યુદ્ધની તૈયારીઓ. એમાં તો સૌથી પહેલાં તેમના પોતાના જીવનશોધનનો જ પ્રશ્ન આવે છે અને તેમના પોતાના જીવનશોધન પછી જ તેના પરિણામરૂપે પ્રજાજનને ઉપયોગી થવાની વાત છે. રામ અને કૃષ્ણના જીવનમાં સત્ત્વસંશુદ્ધિ છતાં રજોગુણ મુખ્યપણે કામ કરે છે, જ્યારે મહાવીર તેમજ બુદ્ધના જીવનમાં રાજસ્ અંશ છતાં મુખ્યપણે સત્ત્વસંશુદ્ધિ કામ કરે છે. તેથી પહેલા આદર્શમાં અંતર્મુખતા છતાં મુખ્યપણે બહિર્મુખતા ભાસે છે અને બીજામાં બહિર્મુખતા છતાં મુખ્યપણે અન્તર્મુખતા ભાસે છે. આ જ વસ્તુને બીજા શબ્દોમાં કહેવી હોય તો એમ કહી શકાય કે એકનો આદર્શ કર્મચક્રનો અને બીજાનો ધર્મચક્રનો છે. આ બંને જુદા જુદા આદર્શો પ્રમાણે જ તે મહાન પુરુષોના સંપ્રદાયો સ્થપાયા છે; તેમનું સાહિત્ય તે જ રીતે સર્જાયું છે, પોષાયું છે અને પ્રચાર પામ્યું છે. તેમના અનુયાયીવર્ગની ભાવનાઓ પણ એ આદર્શો પ્રમાણે જ ઘડાયેલી છે અને તેમના પોતાના તત્ત્વજ્ઞાનમાં કે તેમને નામે ચડેલા તત્ત્વજ્ઞાનમાં એ જ પ્રવૃત્તિ અને નિવૃત્તિના ચક્રને લક્ષી બધું તંત્ર ગોઠવાયેલું છે. ઉક્ત ચારેય મહાન પુરુષોની મૂર્તિઓ નિહાળો કે તેના પૂજા પ્રકારો જુઓ, અગર તેમનાં મંદિરોની રચના અને સ્થાપત્ય જુઓ તોપણ તેમાં એ પ્રવૃત્તિ અને નિવૃત્તિચક્રના આદર્શની ભિન્નતા સ્પષ્ટ જોઈ શકાશે. ઉક્ત ચાર મહાન પુરુષોમાં એક બુદ્ધને બાદ કરીએ તો સામાન્ય રીતે એમ કહી શકાય કે બાકીના ત્રણેય પુરુષોની પૂજા, તેમના સંપ્રદાયો અને તેમનો અનુયાયી વર્ગ હિન્દુસ્તાનમાં જ અસ્તિત્વ ધરાવે છે, જ્યારે બુદ્ધની પૂજા, સંપ્રદાય તથા તેમનો અનુયાયીવર્ગ એશિયાવ્યાપી છે. રામ અને કૃષ્ણના આદર્શોનો પ્રચારવર્ગ મુખ્યપણે પુરોહિત હોઈ તે ગૃહસ્થ છે, જ્યારે મહાવીર અને બુદ્ધના આદર્શોનો પ્રચારવર્ગ ત્યાગી હોઈ તે ગૃહસ્થ નથી. રામ અને કૃષ્ણના ઉપાસકોમાં હજારો સંન્યાસીઓ હોવા છતાં તે સંસ્થા મહાવીર અને બુદ્ધના ભિક્ષુસંઘ જેવી તંત્રબદ્ધ અથવા વ્યવસ્થિત નથી. ગુરુપદ ધરાવતી હજારો સ્ત્રીઓ આજે પણ મહાવીર અને બુદ્ધના ભિક્ષુસંઘમાં વર્તમાન છે; જ્યારે રામ અને કૃષ્ણના ઉપાસક સંન્યાસી–વર્ગમાં એ વસ્તુ નથી. રામ અને કૃષ્ણના મુખેથી સાક્ષાત્ ઉપદેશાવેલ કોઈ પણ શાસ્ત્ર હોવા વિશેનાં પ્રમાણો નથી; જ્યારે મહાવીર અને બુદ્ધના મુખેથી સાક્ષાત્ ઉપદેશામેલ થોડા પણ ભાગો નિર્વિવાદ અસ્તિત્વ ધરાવે છે. રામ અને કૃષ્ણને નામે ચડેલાં શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં છે, જ્યારે મહાવીર અને બુદ્ધના ઉપદેશો. તત્કાલીન પ્રચલિત લોકભાષામાં છે. સરખામણીની મર્યાદિતતા અને તેનાં દૃષ્ટિબિન્દુઓ હિન્દુસ્તાનમાં સાર્વજનિક પૂજા પામેલ ઉપરના ચાર મહાન પુરુષોમાંથી કોઈપણ એકના જીવન વિશેનો વિચાર કરવો હોય કે તેના સંપ્રદાય, તત્ત્વજ્ઞાન અને કાર્યક્ષેત્રનો વિચાર કરવો હોય તો બાકીના ત્રણેયને લગતી તે તે વસ્તુનો વિચાર સાથે જ કરવો Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ • જૈન ધર્મ અને દર્શન પ્રાપ્ત થાય છે, કારણ કે, આ આખા દેશમાં એક જ જાતિ અને એક જ કુટુંબમાં ઘણી વાર ઉક્ત ચારેય પુરુષો અથવા તેમાંથી એક કરતાં વધારે પુરુષોની પૂજા અને માન્યતા પ્રચલિત હતી અને અત્યારે પણ છે. તેથી એ પૂજ્ય પુરુષોના આદર્શો મૂળમાં ભિન્ન ભિન્ન હોવા છતાં પાછળથી તેમાં અરસપરસ ઘણી આપલે થઈ છે અને કોઈ વાર એકનો તો કોઈ વાર બીજાનો પ્રભાવ અરસપરસ પડ્યો છે. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં પણ આ સ્થળે તો ધર્મવીર મહાવીરના જીવન સાથે કર્મવીર કૃષ્ણના જ જીવનની સરખામણી કરવા ધારી છે; અને આ બંને મહાન પુરુષોના જીવનપ્રસંગની સરખામણી પણ આ સ્થળે માત્ર અમુક ભાગ પૂરતી જ કરવા ધારી છે. સમગ્ર જીવનવ્યાપી સરખામણી અને ચારેય પુરુષોની સાથે સાથે વિસ્તૃત સરખામણી જે સમય અને સ્વાથ્યની અપેક્ષા રાખે છે તે આજે નથી. તેથી અત્રે બહુ જ પરિમિત રૂપમાં સરખામણી કરવા ધારી છે. મહાવીરના જન્માક્ષણથી માંડી કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીના જીવનના કેટલાક બનાવો કૃષ્ણના જન્મક્ષણથી માંડી કંસવધ સુધીના કેટલાક બનાવો સાથે સરખાવવા ધાર્યા છે. આ સરખામણી મુખ્યપણે ત્રણ દૃષ્ટિબિંદુઓ લક્ષ્યમાં રાખી કરવામાં આવેલી છે : (૧) પહેલું તો એ કે “બંનેના જીવનની ઘટનાઓમાં સંસ્કૃતિભેદ શો છે?” – એ તારવવું. (૨) બીજું એ કે એ ઘટનાઓના વર્ણનનો પરસ્પર એકબીજા ઉપર કાંઈ પ્રભાવ પડ્યો છે કે નહિ? અને એમાં કેટકેટલો ફેરફાર કે વિકાસ સધાયો છે?” – એની પરીક્ષા કરવી. (૩) ત્રીજું દૃષ્ટિબિન્દુ એ છે કે લોકોમાં ધર્મભાવના જાગ્રત રાખવા તેમજ સંપ્રદાયના પાયા મજબૂત કરવા મુખ્યપણે કઈ જાતના સાધનનો ઉપયોગ કથાગ્રંથોમાં કે જીવનવૃત્તાંતોમાં થતો? – તેનું પૃથક્કરણ કરવું અને ઔચિત્ય વિચારવું. પરસંપ્રદાયનાં શાસ્ત્રોમાં પણ મળી આવતાં નિર્દેશો અને વર્ણનો ઉપર કહેલ દૃષ્ટિબિન્દુઓથી કેટલીક ઘટનાઓની નોંધ કરીએ તે પહેલાં અહીં એક બાબત ખાસ નોંધી લેવી યોગ્ય છે, જે વિચારકોને કૌતુકવર્ધક છે, એટલું જ નહિ, પણ જે અનેક ઐતિહાસિક રહસ્યોના ઉદ્દઘાટન અને તેના વિશ્લેષણ વાતે તેમની પાસેથી સતત અને અવલોકનપૂર્ણ મધ્યસ્થ પ્રયત્નની અપેક્ષા રાખે છે. તે બાબત એ છે કે બૌદ્ધ પિટકોમાં જ્ઞાતપુત્ર તરીકે ભગવાન મહાવીરનો અનેક વાર સ્પષ્ટ નિર્દેશ આવે છે, પણ તેમાં રામ કે કૃષ્ણ કોઈનો નિર્દેશ નથી. કાંઈક પાછળના બૌદ્ધ જાતકોમાં (જુઓ દશરથજાતક નં. ૪૬૧) રામ અને સીતાની કથા આવે છે, પણ તે વાલ્મીકિના વર્ણન કરતાં તદ્દન જુદી જાતની છે, કેમકે એમાં સીતાને રામની બહેન તરીકે વર્ણવેલ છે. કૃષ્ણની કથાનો નિર્દેશ તો કોઈપણ પાછળના બૌદ્ધ ગ્રંથમાં સુધ્ધાં અદ્યાપિ અમારા Page #40 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ • ૩૧ જોવામાં આવ્યો નથી; જ્યારે જૈન શાસ્ત્રમાં રામ અને કૃષ્ણ એ બંનેની જીવનકથાઓએ ઠીક ઠીક ભાગ રોક્યો છે. આગમ તરીકે લેખાતા અને પ્રમાણમાં અન્ય આગમગ્રંથો કરતાં પ્રાચીન મનાતા અંગ સાહિત્યમાં જોકે રામચંદ્રજીની કથા નથી, છતાં કૃષ્ણની કથા તો બે અંગ (જ્ઞાતા અને અંતગડ) ગ્રંથોમાં સ્પષ્ટ અને વિસ્તૃત આવે છે. અંગગ્રંથોમાં સ્થાન ન પામેલ રામચંદ્રજીની કથા પણ પાછલા શ્વેતાંબર-દિગંબર બંનેના પ્રાકૃતસંસ્કૃત કથાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન લે છે, અને તેમાં વાલ્મીકિ રામાયણને સ્થાને જૈન રામાયણ બની જાય છે. એ તો દેખીતું જ છે કે શ્વેતાંબર અને દિગંબર બંનેના વામયમાં રામ અને કૃષ્ણની કથા બ્રાહ્મણવાડ્મય જેવી ન જ હોય, તેમ છતાં એ કથાઓ. અને તેના વર્ણનની જૈન શૈલી જોતાં એમ સ્પષ્ટ જણાઈ આવે છે કે એ કથાઓ મૂળમાં બ્રાહ્મણ સાહિત્યની જ હોવી જોઈએ અને તે લોકપ્રિય થતાં તેને જૈન સંપ્રદાયમાં પણ જૈન દષ્ટિએ સ્થાન અપાયેલું હોવું જોઈએ. આ બાબત આગળ વધારે સ્પષ્ટ થશે. આશ્ચર્યની વાત એ છે કે જૈન સંસ્કૃતિથી પ્રમાણમાં વિશેષ ભિન્ન એવી બ્રાહ્મણ સંસ્કૃતિના માન્ય રામ અને કૃષ્ણ એ બે પુરુષોએ જેન વાલ્મયમાં જેટલું સ્થાન રોક્યું છે, તેના હજારમા ભાગનું સ્થાન પણ ભગવાન મહાવીરના સમકાલીન અને તેમની સંસ્કૃતિને પ્રમાણમાં વધારે નજીક એવા તથાગત બુદ્ધના વર્ણને રોક્યું નથી. બુદ્ધનો અસ્પષ્ટ નામનિર્દેશ માત્ર અંગગ્રંથમાં એકાદ જગ્યાએ દેખાય છે, જોકે તેમના તત્ત્વજ્ઞાનનાં સૂચનો પ્રમાણમાં વિશેષ મળે છે. આ તો બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં રામ અને કૃષ્ણની કથા વિશે વાત થઈ, પણ હવે બ્રાહ્મણશાસ્ત્રમાં મહાવીર અને બુદ્ધના નિર્દેશ વિશે જોઈએ. પુરાણ પહેલાંના કોઈ બ્રાહ્મણગ્રંથમાં તેમજ વિશેષ પ્રાચીન મનાતાં પુરાણોમાં અને મહાભારત સુધ્ધાંમાં બુદ્ધનો નિર્દેશ કે તેમનું બીજું વર્ણન કાંઈ ધ્યાન ખેંચે એવું નથી. છતાં એ જ બ્રાહ્મણ સંસ્કૃતિના અતિ પ્રસિદ્ધ અને બહુમાન્ય ભાગવતમાં બુદ્ધ વિષ્ણુના એક અવતાર તરીકે બ્રાહ્મણમાન્ય સ્થાન પામે છે – જેમ જૈન ગ્રંથોમાં કૃષ્ણ એક ભાવી અવતાર (તીર્થકર) તરીકે સ્થાન પામે છે. આ રીતે પ્રથમના બ્રાહ્મણસાહિત્યમાં સ્થાન નહિ પામેલ બુદ્ધ મોડેમોડે પણ તે સાહિત્યમાં એક અવતાર તરીકે પ્રતિષ્ઠા પામે છે. જ્યારે ખુદ બુદ્ધ ભગવાનના સમકાલીન અને બુદ્ધની સાથોસાથ બ્રાહ્મણસંસ્કૃતિના પ્રતિસ્પર્ધી તેજસ્વી પુરુષ તરીકે એક વિશિષ્ટ સંપ્રદાયનું નાયકપદ ધરાવનાર ઐતિહાસિક ભગવાન મહાવીર કોઈપણ પ્રાચીન કે અર્વાચીન બ્રાહ્મણગ્રંથમાં સ્થાન પામતા નથી. અહીં વિશેષ ધ્યાન ખેંચે એવી બાબત તો એ છે કે જ્યારે મહાવીરના નામનો કે તેમના જીવનવૃત્તનો કશો જ નિર્દેશ બ્રાહ્મણસાહિત્યમાં નથી ત્યારે ભાગવત જેવા લોકપ્રિય ગ્રંથમાં જૈન સંપ્રદાયના પૂજ્ય અને અતિપ્રાચીન મનાતા પ્રથમ તીર્થંકર ઋષભદેવની જીવનકથા સંક્ષેપમાં છતાં માર્મિક અને આદરણીય સ્થાન પામી છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ર • જૈન ધર્મ અને દર્શન સરખામણી. (૧) ગર્ભહરણઘટના મહાવીર જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અસુરોનો ઉપદ્રવ મટાડવા દેવોની બાહ્મણકુણ્ડ નામનું ગામ હતું. ત્યાં વસતા પ્રાર્થનાથી અવતાર લેવાનું નક્કી કરી ઋષભદત્ત નામના બ્રાહ્મણની દેવાનન્દા વિષ્ણુએ યોગમાયા નામની પોતાની નામની સ્ત્રીના ગર્ભનાં નન્દનમુનિનો જીવ શક્તિને બોલાવી. પછી તેને સંબોધી દશમા દેવલોકમાંથી મૃત થઈ અવતર્યો. વિષ્ણુએ કહ્યું કે તું જા અને દેવકીના ત્યાશીમે દિવસે ઇન્દ્રની આજ્ઞાથી તેના ગર્ભમાં જે મારો શેષ અંશ આવેલો છે તેને સેનાધિપતિ નૈગમેષી દેવે એ ગર્ભને ત્યાંથી સંકર્ષણ (હરણ) કરી વસુદેવની જ ક્ષત્રિયકુણ્ડ નામના ગામના નિવાસી બીજી સ્ત્રી રોહિણીના ગર્ભમાં દાખલ કર. સિદ્ધાર્થ ક્ષત્રિયની ધર્મપત્ની ત્રિશલા જે પછી બળભદ્ર રામરૂપે અવતાર લેશે રાણીના ગર્ભમાં બદલી તે રાણીના અને તું નન્દપત્ની યશોદાને ત્યાં પુત્રીરૂપે પુત્રરૂપ ગર્ભને દેવાનન્દાની કુક્ષિમાં અવતાર પામીશ. જ્યારે હું દેવકીના સ્થાપ્યો. તે વખતે તે દેવે એ બંને આઠમા ગર્ભરૂપે અવતાર લઈ જન્મીશ માતાઓને સ્વશક્તિથી ખાસ નિદ્રાવશ ત્યારે તારો પણ યશોદાને ત્યાં જન્મ થશે. કરી બેભાન જેવાં કર્યાં હતાં. નવ માસ સમકાળ જન્મેલ આપણા બંનેનું એકબીજાને ત્યાં પરિવર્તન થશે. વિષ્ણુની પૂરા થતાં ત્રિશલાની કુક્ષિથી પુત્રરૂપે જન્મ આજ્ઞા શિરોધાર્ય કરી તે યોગમાયા પામેલ તે જીવ એ જ ભગવાન મહાવીર. ગર્ભહરણ કરાવ્યા પહેલાં એની સૂચના શક્તિએ દેવકીને યોગનિદ્રાવશ કરી ઇન્દ્રને તેના આસનકમ્પથી મળી. સાતમે મહિને તેની કુક્ષિમાંથી શેષ ગર્ભનું રોહિણીની કુક્ષિમાં સંરહણ કર્યું. આ આસનકમ્પના કારણનો ઇન્દ્ર વિચાર કર્યો ગર્ભસંહરણ કરાવવાનો વિષ્ણુનો હેતુ એ ત્યારે તેને જણાયું કે તીર્થકર માત્ર શુદ્ધ હતો કે કંસ, જે દેવકીથી જન્મ પામતાં અને ઉચ્ચ ક્ષત્રિયકુળમાં જ જન્મ લઈ બાળકોની ગણતરી કરતો હતો અને શકે, તેથી તુચ્છ, ભિક્ષુ અને નીચ એવા આઠમા બાળકને પોતાનો પૂર્ણ વૈરી માની બ્રાહ્મણકુળમાં મહાવીરના જીવનું તેના નાશ માટે તત્પર હતો, તેને એ અવતરવું યોગ્ય નથી. એમ વિચારી તેણે ગણતરીમાં થાપ ખવડાવી. જ્યારે કૃષ્ણનો પોતાના કલ્પ પ્રમાણે પોતાના અનુચર જન્મ થયો ત્યારે દેવ વગેરે બધોએ પુષ્પ દેવ દ્વારા યોગ્ય ગર્ભપરિવર્તન આદિની વૃષ્ટિ કરી ઉત્સવ ઊજવ્યો. જન્મ કર્તવ્યપાલન કર્યું. મહાવીરના જીવે થયા પછી વસુદેવ તત્કાળ જન્મેલ બાળક પૂર્વભવમાં બહુ લાંબાકાળ પહેલાં કુળમદ કૃષ્ણને ઉપાડી યશોદાને ત્યાં પહોંચાડવા Page #42 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ • ૩૩ કરી જે નીચગોત્રકમ ઉપાર્જન કર્યું હતું લઈ ગયા ત્યારે દ્વારપાળો અને બીજા તેના અનિવાર્ય વિપાકરૂપે નીચ કે તુચ્છ રક્ષક લોકો યોગમાયાની શક્તિથી લેખાતા બ્રાહ્મણકુળમાં થોડા વખત માટે નિદ્રાવશ થઈ અચેત થઈ ગયા. પણ તેમને અવતરવું પડ્યું. ભગવાનના – ભાગવત, દશમ સ્કન્ધ, અ ૦ ૨, શ્લો. જન્મ વખતે વિવિધ દેવદેવીઓએ અમૃત, ૧-૧૩ તથા ૪૦ ૩, શ્લો. ૪૬-૫૦. ગબ્ધ, પુષ્પ, સોનારૂપાદિની વૃષ્ટિ કરી. જન્મ પછી ભગવાનને સ્નાત્ર માટે જ્યારે ઈન્દ્ર મેરુ ઉપર લઈ ગયો ત્યારે તેણે ત્રિશલામાતાને અવસ્થાપિની નિદ્રા મૂકી બેભાન કર્યાં. - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૨ જો, પૃ. ૧૬-૧૯. (૨) પર્વતકમન જ્યારે દેવદેવીઓ મહાવીરને ઈન્ટે કરેલા ઉપદ્રવોથી જન્માભિષેક કરવા સુમેરુપર્વત ઉપર લઈ વ્રજવાસીઓને રક્ષણ આપવા તરુણ કૃષ્ણ ગયાં ત્યારે દેવદેવીઓને પોતાની યોજનપ્રમાણ ગોવર્ધન પર્વતને સાત શક્તિનો પરિચય આપવા અને તેમની દિવસ લગી ઊંચકી તોળ્યો. શંકા નિવારવા એ તત્કાળ પ્રસ્ત બાળકે – ભાગવત, દશમ સ્કન્ધ, માત્ર પગના અંગૂઠાથી દબાવી લાખ અo ૪૩, ગ્લો ૦ ૨૬-૨૭. યોજનના સુમેરુપર્વતને કંપાવ્યો. – ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૨ જો, પૃ.૧૯ (૩) બાળક્રીડા (૧) લગભગ આઠેક વર્ષની ઉંમરે વીર (૧) કૃષ્ણ જ્યારે બીજા ગોવાળ બાળકો જ્યારે બાળ રાજપુત્રો સાથે રમતા હતા સાથે રમતા ત્યારે તેમના શત્રુ કંસે મારવા ત્યારે તેમના પરાક્રમની સ્વર્ગમાં ઇન્દ્ર મોકલેલ અઘ નામનો અસુર એક યોજના કરેલી પ્રશંસા સાંભળી ત્યાંનો એક જેટલું સર્પરૂપ ધારણ કરી માર્ગ વચ્ચે મત્સરી દેવ ભગવાનના પરાક્રમની પડ્યો અને કૃષ્ણ સુધ્ધાં બધાં બાળકોને પરીક્ષા કરવા આવ્યો. એણે પહેલાં એક ગળી ગયો. આ જોઈ કૃષ્ણ એ સર્પના વિકરાળ સર્પનું રૂપ ધારણ કર્યું. એ જોઈ ગળાને એવી રીતે રૂંધી નાખ્યું કે જેથી તે બીજા રાજપુત્રો તો ડરી ભાગી ગયા, પણ સર્પ અઘાસુરનું મસ્તક ફાટી શ્વાસ નીકળી Page #43 -------------------------------------------------------------------------- ________________ જ • જૈન ધર્મ અને દર્શન કુમાર મહાવીરે જરાય ન ડરતાં એ સાપને દોરડીની પેઠે ઉઠાવી માત્ર ફેંકી દીધો. - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ રજો, ૫.૨૧ ગયો અને મરી ગયો. તેના મુખમાંથી બધા બાળકો સકુશળ બહાર આવ્યા. આ જાણી કંસ નિરાશ થયો અને દેવો તથા ગોવાળો પ્રસન્ન થયા. – ભાગવત, દશમ સ્કન્ધ, અO ૧૨, શ્લો. ૧૨-૩૫, પૃ. ૮૩૮. (૨) ફરી એ જ દેવે મહાવીરને ચલિત (૨) એકબીજાને અરસપરસ ઘોડા બનાવી કરવા બીજો માર્ગ લીધો : જ્યારે બધા ચડવાની રમત જ્યારે ગોવાળ બાળકો બાળકો અરસપરસ ઘોડો થઈ સાથે કષ્ણ અને બળભદ્ર રમતા હતા ત્યારે એકબીજાને વહન કરવાની રમત રમતા કંસે મોકલેલ પ્રલમ્બ નામનો અસુર તે હતા ત્યારે એ દેવ બાળકરૂપ ધરી રમતમાં દાખલ થયો. તે કૃષ્ણ અને મહાવીરનો ઘોડો થયો અને પછી તેણે બળભદ્રને ઉપાડી જવા ઈચ્છતો હતો. દેવી શક્તિથી પહાડ જેવું વિકરાળ રૂપ એણે બળભદ્રના ઘોડા બની તેમને દૂર સર્યું. છતાં મહાવીર એથી જરાય ન લઈ જઈ એક પ્રચંડ અને ભયાનક રૂપ ડર્યા અને તે ઘોડારૂપે થઈ રમવા આવેલ પ્રગટ કર્યું. બળભદ્ર છેવટે ન ડરતાં સખત દેવને માત્ર મુઠ્ઠી મારી નમાવી દીધો. મુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લોહી છેવટે એ પરીક્ષક મત્સરી દેવ ભગવાનના વમતો કરી ઠાર કર્યો અને અંતે બધા પરાક્રમથી પ્રસન્ન થઈ તેમને નમી પોતાને સકુશળ પાછા ફર્યા. રસ્તે ચાલતો થયો. - ભાગવત, દશમ સ્કન્ધ, અo - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૨૦ શ્લો. ૧૮-૩૦, પૃ. ૮૬૮. ૧૦, સર્ગ ૨ જો, પૃ. ૨૧-૨૨. ( સાધક અવસ્થા (૧) એક વાર દીર્ઘતપસ્વી વર્ધમાન (૧) એક કાલિય નામનો નાગ યમુનાના ધ્યાનમાં સ્થિર હતા. તે વખતે શૂલપાણિ જળને ઝેરી કરી મૂકતો. એ ઉપદ્રવ નામના યક્ષે પ્રથમ એ તપસ્વીને હાથીરૂપ શમાવવા કૃષ્ણ જ્યાં કાલિય નાગ વસતો ધરી વાસ આપ્યો, પણ જ્યારે એમાં એ ત્યાં ભૂસકો માર્યો. કાલિય નાગે આ નિષ્ફળ ગયો ત્યારે એક અજબ સર્પનું સાહસી ને પરાક્રમી બાળકનો સામનો રૂપ ધરી એણે એ તપસ્વીવે ભરડો દીધો કર્યો, એને ભરડો દીધો. મર્મસ્થાનોમાં ડંખ અને મર્મસ્થાનોમાં અસહ્ય વેદના ઉત્પન્ન માર્યા અને પોતાની અનેક જ્ઞાઓથી કરા. આ બધુ છતાં એ અચળ તપસ્વી કૃષ્ણને સતાવવા પ્રયત્ન કર્યો, પણ એ જરા પણ ક્ષોભ ન પામ્યા ત્યારે એ યક્ષનો દુદત્ત ચપળ બાળકે એ નાગને ત્રાહિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ - ૩૫ રોષ શમી ગયો, અને એણે પોતાનાં ત્રાહિ પોકારાવી અને છેવટે તેની ફણાઓ અપકૃત્યનો પસ્તાવો કરી છેવટે ઉપર નૃત્ય કર્યું. તેથી એ નાગ પોતાનો ભગવાનની માફી માગી અને તેમનો રોષ શમાવી ત્યાંથી તેજસ્વી કૃષ્ણની ભક્ત થયો. આજ્ઞા પ્રમાણે ચાલતો થયો, અને સમુદ્રમાં – ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર, પર્વ ૧૦ જઈને વસ્યો. સર્ગ ૩ જો, પૃ. ૩૨-૩૩. – ભાગવત, દશમ સ્કન્ધ, અO ૧૬, શ્લો. ૩-૩૦, પૃ. ૮૫૮-૯, (૨) દીર્ઘતપસ્વી એક વાર વિચરતા (૨) એક વાર વનમાં નદીકિનારે નન્દ વિચરતા રસ્તામાં ગોવાળ બાળકોની ના વગેરે બધા ગોપો સૂતા હતા. તે વખતે છતાં જાણી જોઈ એક એવા સ્થાનમાં એક પ્રચડ અજગર આવ્યો કે જે ધ્યાન ધરી ઊભા રહ્યા હતા કે જ્યાં વિદ્યાધરના પૂર્વજન્મમાં પોતાના રૂપના પૂર્વજન્મના મનિપદ વખતે ક્રોધ કરી મરી અભિમાનથી મુનિનો શાપ મળતાં જવાથી સર્પરૂપે જન્મી એક દૃષ્ટિવિષ અભિમાનના પરિણામરૂપે સર્પની આ ચડકૌશિક સાપ રહેતો અને પોતાના નીચ યોનિમાં જન્મ્યો હતો. તેણે નન્દનો ઝેરથી સૌને ભસ્મસાત કરતો. એ સાપે પગ ગ્રસ્યો. બીજા બધા ગોવાળ એ તપસ્વીને પણ પોતાના દક્ટિવિષથી બાળકોનો સર્પના મુખમાંથી એ પગ દાહવા પ્રયત્ન કર્યો. એમાં નિષ્ફળ જતાં છોડાવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો ત્યારે એણે અનેક ડંખો માર્યા. એમાં પણ જ્યારે છેવટે કૃષ્ણ આવી પોતાના ચરણથી એ નિષ્ફળ ગયો ત્યારે ચડકૌશિક* સર્પનો સર્પને સ્પર્શ કર્યો. સ્પર્શ થતાં વેંત એ સર્પ રોષ કાંઈક શમ્યો અને એ તપસ્વીને પોતાનું રૂપ છોડી મૂળ વિદ્યાધરના સુંદર સૌમ્ય રૂપ નિહાળી ચિત્તવૃત્તિ ઠરતાં રૂપમાં ફેરવાઈ ગયો. ભક્તવત્સલ કૃષ્ણના જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. અંતે ધર્મ ચરણસ્પર્શથી ઉદ્ધાર પામેલ સુદર્શન આરાધી દેવલોકમાં ગયો * નામનો વિદ્યાધર કૃષ્ણની સ્તુતિ કરી - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, વિદ્યાધરલોકમાં સ્વસ્થાને ગયો. પર્વ ૧૦, સર્ગ ૩ જો, પૃ. ૩૮-૪૦. – ભાગવત, દશમ સ્કન્ધ, અO ૩૪, ગ્લો. ૫–૧૫, પૃ. ૯૧૭-૧૮. આવી જ એક વાત બુદ્ધ વિશે જાતકનિદાનમાં છે. ઉળવેલામાં બુદ્ધ એક વાર ઉળવેલકાય નામના પાંચસો શિષ્યવાળા જટિલની અગ્નિશાળામાં રાતવાસો રહ્યા. જ્યાં એક ઉગ્ર આશીવિષ પ્રચંડ સર્પ રહેતો. બુદ્ધે તે સપને જરા પણ ઈજા પહોંચાડ્યા સિવાય નિસ્તેજ કરી નાખવા બાનસમાધિ આદરી. સર્ષે પણ પોતાનું તેજ પ્રગટાવ્યું. છેવટે બુદ્ધના તેજે સર્પતજનો પરાભવ કર્યો. સવારે બુદ્ધ એ જટિલને પોતે નિસ્તેજ કરેલ સર્પ બતાવ્યો. એ જોઈ એ જટિલ શિષ્યો સાથે બુદ્ધનો ભક્ત થયો. આમ શ્રદ્ધપાદ કે બુદ્ધનું પ્રાતિહાર્ય-અતિશય વર્ણવેલ છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ • જૈન ધર્મ અને દર્શન (૩) દીર્ઘતપસ્વી એક વાર ગંગા પાર (૩) એક વાર કૃષ્ણના નાશ માટે કંસે કરતાં હોડકામાં બેસી સામે કિનારે જતા તૃણાસુર નામના અસુરને વ્રજમાં મોકલ્યો. હતા. તે વખતે હોડકામાં બેઠેલ એ એ પ્રચંડ આંધી અને પવનને રૂપે આવ્યો. તપસ્વીને જાણી પૂર્વજન્મના વૈરી સુદ કણને ઉડાડી ઊંચે લઈ ગયો, પણ એ નામના દેવે એ હોડકાને ઉલટાવી નાખવા પરાક્રમી બાળકે તે અસુરનું ગળું એવું પ્રબળ પવન સર્યો અને ગંગા તેમજ દબાવ્યું કે જેને લીધે તેની આંખો નીકળી હોડકાંને હાકલોલ કરી મૂક્યાં. એ ગઈ અને અંતે પ્રાણહીન થઈ મરી ગયો તપસ્વી તો માત્ર શાન્ત અને ધ્યાનસ્થ હતા, પરંતુ બીજા બે સેવક દેવોએ, આ અને કુમાર કૃષ્ણ સકુશળ વ્રજમાં ઊતરી બનાવની જાણ થતાં જ, આવી પેલા ઉપસર્ગકારક દેવને હરાવી નસાડી મૂક્યો ભાગવત, દશમ સ્કન્ધ અને એ રીતે પ્રચંડ પવનનો ઉપસર્ગ અ૦ ૧૧, શ્લો. ૨૪-૩૦. શમી જતાં એ હોડકામાં ભગવાન સાથે બેઠેલા બીજા યાત્રીઓ પણ સકુશળ પોતપોતાને સ્થાને ગયા. - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૩ જો, પૃ.૪૧–૨. આવ્યા. (૪) એક વાર દીર્ઘતપસ્વી એક વૃક્ષ નીચે હજી એક વાર યમુનાના કિનારે વ્રજમાં ધ્યાનસ્થ હતા. ત્યાં પાસે વનમાં કોઈએ અચાનક આગ લાગી. તે ભયાનક સળગાવેલ અગ્નિ ધીરે ધીરે ફેલાતાં એ આગથી બધા વ્રજવાસીઓ ગભરાયા, તપસ્વીના પગને આવી અડક્યો. સાથે જે પણ કમાર કૃષ્ણ એથી ન ગભરાતાં સહચર તરીકે ગોશાળક હતો તે તો એ અગ્નિપાન કરી એ આગને શમાવી દીધી. અગ્નિનો ઉપદ્રવ જોઈ નાસી ગયો, પણ - ભાગવત, દશમ સ્કન્ધ, અ૦૧૭, એ દીર્ઘતપસ્વી તો ધ્યાનમાં તેમજ સ્થિર શ્લો. ૨૧-૨૫, પૃ. ૮૬૬-૬૭. જ રહ્યા અને અગ્નિનો ઉપદ્રવ સ્વયં શમી ગયો. - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૩ જો, પૃ. ૫૩. (૫) એક વાર દીર્ઘતપસ્વી ધ્યાનમાં હતા (૫) કંસે કૃષ્ણના નાશ માટે મોકલેલી તે વખતે તેમની એક વારની પૂર્વજન્મની પૂતના રાક્ષસી વ્રજમાં આવી. એણે એ અવમાનિત પત્ની અને હમણાં બાળ કૃષ્ણને વિષમય સ્તન્યપાન કરાવ્યું. Page #46 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ ૦ ૩૭ બન્નરીરૂપે વર્તમાન કટપૂતના દિગંબર પણ કૃષ્ણ એ કોયડો કળી લીધો અને તેનું જિનસેનકૃત 'હરિવંશપુરાણ પ્રમાણે સ્તન્યપાન એવી ઉગ્રતાથી કર્યું કે જેને કુપુતના. સર્ગ ૩૫, શ્લો. ૪૨, પૃ. ૩૬ ૭) લીધે તે પૂતના પીડિત થઈ ફાટી પડી અને આવી. અત્યંત યઢ હોવા છતાં એ વૈરિણી મરી ગઈ. વન્તરીએ દીર્ઘતપસ્વી ઉપર ખૂબ ભાગવત, દશમ સ્કન્ધ, જળબિન્દુઓ ખંખેર્યા અને પજવવા અO ૬, શ્લો. ૧૯, પૃ. ૮૧૪. પ્રયત્ન કર્યો. કટપૂતનાના ઉગ્ર પરીષહથી એ તપસ્વી જ્યારે ધ્યાનચલિત ન થયા ત્યારે છેવટે તે વ્યત્તરી શાન્ત થઈ અને પગમાં પડી, એ તપસ્વીને પૂજી ચાલી ગઈ. - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૩ જો, પૃ.૫૮. (૬) દીર્ઘતપસ્વીના ઉગ્ર તપની ઈન્ડે (૬) એક વાર મથુરામાં મત્સકીડાનો કરેલી પ્રશંસા સાંભળી, તે ન સહાતાં, પ્રસંગ યોજી કંસે તરુણ કૃષ્ણને આમંત્રણ એક સંગમ નામનો દેવ પરીક્ષા કરવા આપ્યું અને કુવલયાપીઠ હાથી દ્વારા એનું આવ્યો. તેણે અનેક પરીષહો એ કાસળ કાઢી નાખવાની યોજના કરી, પરંતુ તપસ્વીને આપ્યાં. તેમાં એક વાર તેણે ચકોર કૃષ્ણ એ કંસયોજિત કુવલયાપીડને ઉન્મત્ત હાથી અને હાથણીનું રૂપ ધરી એ મર્દી મારી નાખ્યો. તપસ્વીને દન્તુશળવતી ઊંચે ઉછાળી ભાગવત, દશમ સ્કન્ધ, અ૦૪૩, નીચે પટક્યા. એમાં નિષ્ફળ જતાં તેણે શ્લો. ૧-૨૫, પૃ. ૯૪૭–૯૪૮. ભયાનક વંટોળિયો સર્જી એ તપસ્વીને જ્યાં કોઈ પ્રસંગ આવે છે ત્યાં ઉડાડ્યા. એ પ્રતિકૂળ પરીષહોથી એ આજુબાજુ રહેતી અને વસતી ગોપી તપસ્વી જ્યારે ધ્યાનચલિત ન થયા ત્યારે એકઠી થઈ જાય છે, રાસ રમે છે અને તે સંગમે અનેક સુંદર સ્ત્રીઓ સર્જી. તેમણે હાવભાવ, ગીત, નૃત્ય, વાદન દ્વારા રસિક કૃષ્ણ સાથે ક્રીડા કરે છે. એ રસિયો તપસ્વીને ચળાવવા યત્ન કર્યો, પરંતુ પણ એમાં તન્મય થઈ પૂરો ભાગ લે છે જ્યારે એમાં પણ તે ન ફાવ્યો ત્યારે તે અને ભક્ત ગોપીજનોની રસવૃત્તિ વિશેષ છેવટે તપસ્વીને નમ્યો અને ભક્ત થઈ ઉદ્દીપ્ત કરે છે. પૂજન કરી પાછો ચાલતો થયો. ભાગવત, દશમ સ્કન્ધ, અ૦ ૩૦, - ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ શ્લો. ૧૪૦, પૃ. ૯૦૪-૭. ૧૦, સર્ગ ૪ જો, પૃ. ૬ ૭–૭૨. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ • જૈન ધર્મ અને દર્શન દૃષ્ટિબિન્દુઓ ૧. સંસ્કૃતિભેદ ઉપર જે થોડીક ઘટનાઓ નમૂનારૂપે આપી છે તે આર્યાવર્તની સંસ્કૃતિના બે પ્રસિદ્ધ અવતારી પુરુષોનાં જીવનમાંની છે. તેમાંથી એક તો જૈન સંપ્રદાયના પ્રાણરૂપ દીર્ઘતપસ્વી મહાવીર અને બીજા વૈદિક સંપ્રદાયના તેજોરૂપ યોગીશ્વર કૃષ્ણ છે. એ ઘટનાઓ વાસ્તવિક બની હોય કે અર્ધકલ્પિત હોય કે તદ્દન કલ્પિત હોય એ વિચાર થોડી વાર બાજુએ મૂકી અહીં એ વિચારવું પ્રાપ્ત થાય છે કે ઉક્ત બંને પુરુષોનાં જીવનની ઘટનાઓનું ખોખું એક જેવું હોવા છતાં તેના આત્મામાં જે અત્યંત ભેદ દેખાય છે તે કયા તત્ત્વ, કયા સિદ્ધાંત અને કયા દષ્ટિબિન્દુને આભારી છે ? ઉક્ત ઘટનાઓને સહેજ પણ ધ્યાનપૂર્વક તપાસનાર વાચકના મનમાં એ છાપ તો તરત પડશે કે એક પ્રકારની ઘટનાઓમાં તપ, સહિષ્ણુતા અને અહિંસા ધર્મ તરવરે છે; જ્યારે બીજા પ્રકારની ઘટનાઓમાં શત્રુશાસન, યુદ્ધકૌશલ અને દુષ્ટદમનકર્મનું કૌશલ તરવરે છે. આ ભેદ જૈન અને વૈદિક સંસ્કૃતિના મૌલિક તત્ત્વભેદને આભારી છે. જૈન સંસ્કૃતિનું મૂળ તત્ત્વ કે મૂળ સિદ્ધાંત અહિંસા છે. અહિંસાને સંપૂર્ણપણે સાધનાર અથવા તો તેની પરકાષ્ઠાએ પહોંચનાર જે હોય તે જ તે સંસ્કૃતિમાં અવતાર બને છે અને અવતારરૂપે પૂજાય છે, જ્યારે વૈદિક સંસ્કૃતિમાં એમ નથી. તેમાં જે લોકસંગ્રહ પૂર્ણપણે કરે, સામાજિક નિયમન રાખવા માટે સ્વમાન્ય સામાજિક નિયમોને અનુસરે, શિષ્ટનું પાલન અને દુષ્ટનું દમન ગમે તે ભોગે કરે તે જ અવતાર બને છે અને અવતારરૂપે પૂજાય છે. તત્ત્વનો આ ભેદ નાનોસૂનો નથી, કારણ કે એકમાં ગમે તેવા ઉશ્કેરણીના અને હિંસાના પ્રસંગો પ્રાપ્ત થવા છતાં પૂર્ણ અહિંસક રહેવાનું હોય છે, જ્યારે બીજીમાં અંતઃકરણવૃત્તિ તટસ્થ અને સમ હોવા છતાં વિકટ પ્રસંગે ઉપસ્થિત થતાં જાન ઉપર ખેલી અન્યાયકર્તાને પ્રાણદડ સુધ્ધાં આપી હિંસા દ્વારા પણ અન્યાયનો પ્રતિકાર કરવાનો હોય છે. જ્યારે આ બંને સંસ્કૃતિના પ્રતિનિધિ મનાતા અવતારી પુરુષોનાં જીવનની ઘટના એ તત્ત્વભેદ પ્રમાણે યોજાય તે જેમ સ્વાભાવિક છે તેમ માનસશાસ્ત્રની દૃષ્ટિએ પણ યોગ્ય છે. આમ હોવાથી આપણે એક જ જાતની ઘટનાઓ ઉક્ત બંને પુરુષોનાં જીવનમાં ભિન્નભિન્ન સ્વરૂપમાં યોજાયેલી વાંચીએ છીએ. અધર્મ કે અન્યાયનો પ્રતિકાર અને ધર્મ કે ન્યાયની પ્રતિષ્ઠા એ તો કોઈપણ મહાન પુરુષનું લક્ષણ હોય જ છે; એના સિવાય કોઈ મહાન તરીકે પૂજા પણ પામી શકે નહિ, છતાં એની રીતમાં ફેર હોય છે. એક પુરુષ ગમે તે અને ગમે તેવા અધર્મ કે અન્યાયને પૂર્ણ બળથી બુદ્ધિપૂર્વક તેમજ ઉદારતાપૂર્વક સહન કરી તે અધર્મ કે અન્યાય કરનાર વ્યક્તિનું અંતઃકરણ પોતાના તપ દ્વારા બદલી તેના અંતઃકરણમાં ધર્મ અને વાયનું રાજ્ય સ્થાપવા પ્રયત્ન કરે છે; જ્યારે બીજો પુરુષ, વ્યક્તિગત રીતે ધર્મસ્થાપનની Page #48 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ - ૩૯ એ પદ્ધતિ ઈષ્ટ હોય તોપણ લોકસમૂહની દૃષ્ટિએ એ પદ્ધતિને વિશેષ ફળદાયક ન સમજતાં, બીજી જ પદ્ધતિ સ્વીકારે છે. તે અધર્મ કે અન્યાય કરનારનું ચિત્ત, માત્ર સહન કરીને કે ખમી ખાઈને નથી બદલતો, પણ તે તો ઝેરની દવા ઝેર' એ નીતિ સ્વીકારી અથવા તો “શઠ પ્રત્યે શેઠ” થવાની નીતિ સ્વીકારી તે અધર્મ અને અન્યાય કરનારનું કાસળ જ કાઢી નાખી લોકોમાં ધર્મ અને ન્યાયની સ્થાપના કરવામાં માને છે. આ યુગમાં પણ આ વિચારસરણીનો ભેદ સ્પષ્ટ રીતે ગાંધીજી અને લોકમાન્યની વિચાર તથા કાર્યશૈલીમાં જોઈ શકીએ છીએ. અહીં કાંઈ પણ ગેરસમજૂતી ન થાય તે માટે ઉક્ત બંને સંસ્કૃતિ પરત્વે થોડું વિશેષ જણાવી દેવું યોગ્ય છે. કોઈ એમ ન ધારે કે મૂળમાં આ બંને સંસ્કૃતિઓ પ્રથમથી જ જુદી હતી અને તદ્દન જુદી રીતે પોષાયેલ છે. ખરી વાત એ છે કે એક અખંડ આર્યસંસ્કૃતિના આ બંને અંશો જૂના છે. અહિંસા કે આધ્યાત્મિક સંસ્કૃતિનો વિકાસ થતાં થતાં એક સમય એવો આવ્યો કે તેને અમુક પુરુષોએ પરાકાષ્ઠા સુધી પોતાના જીવનમાં ઉતારી. આને લીધે આ પુરુષોના સિદ્ધાંત અને જીવનમહિમા તરફ અમુક લોકસમૂહ ઢળ્યો, જે ધીરે ધીરે એક સમાજરૂપે ગોઠવાઈ ગયો અને સંપ્રદાયની ભાવનાને લીધે તથા બીજાં કારણોને લીધે જાણે એ અહિંસક સમાજ જુદો જ હોય એમ તેને પોતાને અને બીજાઓને જણાવા લાગ્યું. બીજી બાજુ સામાન્ય પ્રજામાં જે સમાજનિયામક અથવા તો લોકસંગ્રહવાળી સંસ્કૃતિ પ્રથમથી જ ચાલુ હતી તે ચાલી આવતી અને પોતાનું કામ કર્યે જતી. જ્યારે જ્યારે કોઈએ અહિંસાના સિદ્ધાંત ઉપર અત્યંત ભાર આપ્યો ત્યારે આ બીજી લોકસંગ્રહ–સંસ્કૃતિએ ઘણી વાર તેને અપનાવ્યો, છતાં તેની આત્યંતિકતાને કારણે તેનો વિરોધ ચાલુ રાખ્યો અને એ રીતે એ સંસ્કૃતિનો અનુયાયીવર્ગ, જાણે પ્રથમથી જ જુદો હોય તેમ – એ પોતાને માનવા અને બીજાઓને મનાવવા લાગ્યો. જૈન સંસ્કૃતિમાં અહિંસાનું જે સ્થાન છે તે જ સ્થાન વૈદિક સંસ્કૃતિમાં પણ છે. ફેર એટલો છે કે વૈદિક સંસ્કૃતિ અહિંસાના તત્ત્વને વ્યક્તિગત રીતે પૂર્ણ આધ્યાત્મિકતાનું સાધન માની તેનો ઉપયોગ વ્યક્તિ પરત્વે જ બતાવે છે અને સમષ્ટિની દૃષ્ટિએ અહિંસાના તત્ત્વને પરિમિત કરી દઈ એ તત્ત્વ માન્ય છતાં સમષ્ટિમાં જીવનવ્યવહાર તથા આપત્તિના પ્રસંગોમાં હિંસાને અપવાદ તરીકે નહિ પણ અનિવાર્ય ઉત્સર્ગ તરીકે માને છે અને વર્ણવે છે. તેથી આપણે વૈદિક સાહિત્યમાં જોઈએ છીએ કે એમાં ઉપનિષદ અને યોગદર્શન જેવાં અત્યંત તપ અને અહિંસાના સમર્થક ગ્રંથો છે અને સાથેસાથે ‘યં સુર્યાત્ દંપ્રતિ એ ભાવનાના સમર્થક તથા જીવનવ્યવહારને કેમ ચલાવવો એ બતાવનાર પૌરાણિક અને સ્મૃતિગ્રંથો પણ સરખી જ રીતે પ્રતિષ્ઠા પામેલ છે. અહિંસા–સંસ્કૃતિનો ઉપાસક જ્યારે એક આખો વર્ગ જ સ્થપાઈ ગયો અને તે સમાજરૂપે ગોઠવાઈ ગયો ત્યારે તેને પણ અમુક અંશે હિંસાત્મક પ્રવૃત્તિ સિવાય Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦. જૈન ધર્મ અને દર્શન જીવવું અને પોતાનું તંત્ર ચલાવવું તો શક્ય ન જ હતું; કારણ કે કોઈપણ નાના કે મોટા સમગ્ર સમાજમાં પૂર્ણ અહિંસાનું પાલન શક્ય જ નથી. તેથી જૈન સમાજના ઇતિહાસમાં પણ આપણે પ્રવૃત્તિનાં વિધાનો તથા પ્રસંગવિશેષમાં ત્યાગી ભિક્ષુના હાથે પણ થયેલ હિંસાપ્રધાન યુદ્ધો જોઈએ છીએ. આ બધું છતાં જૈન સંસ્કૃતિનું વૈદિક સંસ્કૃતિથી તદ્દન ભિન્ન લક્ષણ કાયમ રહ્યું છે, અને તે એ કે તે સંસ્કૃતિ કોઈપણ જાતની વ્યક્તિગત કે સમષ્ટિગત હિંસામાત્રને નિર્બલતાનું ચિહ્ન માને છે અને તેથી તેવી પ્રવૃત્તિને તે છેવટે પ્રાયશ્ચિત્તને યોગ્ય માને છે; જ્યારે વૈદિક સંસ્કૃતિ વ્યક્તિગત રીતે અહિંસા તત્ત્વની બાબતમાં જૈન સંસ્કૃતિ પ્રમાણે માન્યતા ધરાવતી હોવા છતાં સમષ્ટિની દૃષ્ટિએ સ્પષ્ટ ઘોષણા કરે છે કે હિંસા એ માત્ર નિર્બળતાનું ચિહ્ન છે એમ નથી, પણ વિશેષ અવસ્થામાં તો એ ઊલટું બળવાનનું ચિહ્ન છે, તે આવશ્યક અને વિધેય છે અને તેથી જ તે પ્રસંગવિશેષમાં પ્રાયશ્ચિત્તને પાત્ર નથી. આ જ લોકસંગ્રહની વૈદિક ભાવના સર્વત્ર પુરાણોના અવતારોમાં અને સ્મૃતિગ્રંથોના લોકશાસનમાં આપણે જોઈએ છીએ. એ જ ભેદને લીધે ઉપર વર્ણવેલ બંને પુરુષોનાં જીવનની ઘટનાઓનું ખોખું એક છતાં તેનું સ્વરૂપ અને તેનો ઢાળ જુદો છે. જૈન સમાજમાં ગૃહસ્થ કરતાં ત્યાગીવર્ગ ઘણો નાનો હોવા છતાં આખા સમાજ ઉ૫૨ (પછી ભલે યોગ્ય કે અયોગ્ય, વિકૃત કે અવિકૃત પણ) અહિંસાની ભાવનાની જે છાપ છે અને વૈદિક સમાજમાં સંન્યાસી પવ્રિાજક વર્ગ પ્રમાણમાં ઠીક ઠીક મોટો હોવા છતાં તે સમાજ ઉપર પુરોહિત ગૃહસ્થવર્ગની અને ચાતુર્વર્ણિક લોકસંગ્રહવૃત્તિની જે પ્રબળ અને વધારે અસર છે તેનો ખુલાસો આપણે ઉપર કહેલ સંસ્કૃતિભેદમાંથી બહુ સરળતાથી મેળવી શકીએ છીએ. ૨. ઘટનાવર્ણનોની પરીક્ષા હવે બીજા દૃષ્ટિબિન્દુ વિશે વિચારવાનું પ્રાપ્ત થાય છે. તે દૃષ્ટિબિન્દુ ઉપર કહ્યા મુજબ ‘એ ઘટનાઓના વર્ણનનો પરસ્પર એકબીજા ઉ૫૨ કાંઈ પ્રભાવ પડ્યો છે કે નહિ, અને એમાં કેટકેટલો ફેરફાર કે વિકાસ સધાયો છે એની પરીક્ષા કરવી' – એ છે. આ બાબતમાં સામાન્ય રીતે ચાર પક્ષો સંભવે છે : - (૧) વૈદિક અને જૈન બંને સંપ્રદાયના ગ્રંથોનું ઉપર્યુક્ત ઘટનાવાળું વર્ણન એકબીજાથી તદ્દન સ્વતંત્ર હોઈ અરસપરસ એકબીજા કોઈની અસર વિનાનું છે. (૨) ઉક્ત વર્ણન અતિ સમાન અને બિંબ–પ્રતિબિંબ જેવું હોવાથી તદ્દન સ્વતંત્ર નહિ, છતાં કોઈ સામાન્ય ભૂમિકામાંથી ઉત્પન્ન થયેલું છે. (૩) કોઈપણ એક સંપ્રદાયની ઘટનાઓનું વર્ણન બીજા સંપ્રદાયના તેવા વર્ણનને આભારી છે અથવા તેની અસરવાળું છે. (૪) જો એકની અસર બીજા ઉ૫૨ હોય જ તો કયા સંપ્રદાયનું વર્ણન બીજા સંપ્રદાયને આભારી છે અને તેમાં તેણે મૂળ વર્ણન અને મૂળ કલ્પના કરતાં કેટલો ફેરફાર કર્યો છે અથવા પોતાની દૃષ્ટિએ કેટલો વિકાસ સાધ્યો છે ? Page #50 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ - ૪૧ આમાંથી પહેલા પક્ષનો સંભવ જ નથી; કારણ કે, એક જ દેશ, એક જ પ્રાંત, એક જ ગામ, એક જ સમાજ અને એક જ કુટુંબમાં જ્યારે બંને સંપ્રદાયો સાથોસાથ પ્રવર્તમાન હોય અને બંને સંપ્રદાયના વિદ્વાનો તેમજ ધર્મગુરુઓમાં શાસ્ત્ર, આચાર અને ભાષાનું જ્ઞાન તેમજ રીતરિવાજ એક જ હોય ત્યાં ભાષા અને ભાવની આટલી બધી સમાનતાવાળું, ઘટનાઓનું વર્ણન એકબીજાથી તદ્દન સ્વતંત્ર છે અને પરસ્પરની અસર વિનાનું છે એમ માનવું એ લોકસ્વભાવના અજ્ઞાનને કબૂલવા જેવું થાય. બીજા પક્ષ પ્રમાણે બંને સંપ્રદાયોનું ઉક્ત વર્ણન, પૂર્ણ નહિ તો આલ્પાંશે પણ, કોઈ મૂળ સામાન્ય ભૂમિકામાંથી આવ્યું હોય એવો સંભવ કલ્પી શકાય; કારણ કે, આ દેશમાં જુદે જુદે વખતે અનેક જાતિઓ આવી છે અને તે અહીંની પ્રજા તરીકે આબાદ થઈ છે. તેથી ગોપ કે આહીર જેવી કોઈ બહારથી આવેલી કે આ દેશની ખાસ જાતિમાં જ્યારે વૈદિક કે જૈન સંસ્કૃતિનાં મૂળો ન હોય ત્યારે પણ કૃષ્ણ અને કંસનાં સંઘર્ષણોના જેવી અગર તો મહાવીર અને દેવના પ્રસંગો જેવી આછી આછી વાતો પ્રચલિત હોય અને પછી એ જાતિઓમાં ઉક્ત બંને સંસ્કૃતિઓ દાખલ થતાં અગર વૈદિક અને જૈન સંસ્કૃતિવાળી પ્રજાઓમાં એ જાતિઓનું મિશ્રણ થઈ જતાં તે તે જાતિમાં તે વખતે પ્રચલિત અને લોકપ્રિય થઈ પડેલી વાર્તાઓને વૈદિક અને જૈન સંસ્કૃતિના ગ્રંથકારોએ પોતપોતાની ઢબે, પોતપોતાના સાહિત્યમાં સ્થાન આપ્યું હોય એમ બનવા જેવું છે. અને જ્યારે વૈદિક તેમજ જૈન સંસ્કૃતિનાં બંને વર્ણનોમાં કષ્ણનો સંબંધ એકસરખો ગોપો અને આહીરો સાથે દેખાય છે તેમજ મહાવીરના જીવનપ્રસંગમાં પણ ગોવાળિયાઓનો વારંવાર સંબંધ નજરે પડે છે ત્યારે તો બીજા પક્ષના સંભવને કાંઈક ટેકો મળે છે. પરંતુ અત્યારે આપણી પાસે બંને સંસ્કૃતિનું જે સાહિત્ય છે અને જે સાહિત્યમાં મહાવીર અને કૃષ્ણની ઉપર વર્ણવેલી ઘટનાઓ સંક્ષેપ કે વિસ્તારથી સમાનરૂપે કે અસમાનરૂપે આલેખાયેલી નજરે પડે છે, તે જોતાં બીજા પક્ષની સંભવકોટિ છોડી ત્રીજા પક્ષની નિશ્ચિતતા તરફ મન જાય છે અને એમ ચોક્સ લાગે છે કે મૂળમાં ગમે તેમ હો, પણ અત્યારે ઉપલબ્ધ સાહિત્યમાં જે બંને વર્ણનો છે. તેમાંથી એક વર્ણન પૂર્ણ નહિ તો મોટા ભાગે બીજાને આભારી છે અને એક ઉપર બીજાની અસર છે. ત્યારે હવે ચોથા જ પક્ષ વિશે વિચાર કરવો બાકી રહે છે. વૈદિક વિદ્વાનોએ જૈન વર્ણન અપનાવી પોતાના ગ્રંથોમાં પોતાની ઢબે સ્થાન આપ્યું કે જૈન લેખકોએ વૈદિક-પૌરાણિક વર્ણનને અપનાવી પોતાની ઢબે પોતાના ગ્રંથમાં સ્થાન આપ્યું એ જ પ્રશ્ન વિચારવાનો છે. જૈન સંસ્કૃતિનો આત્મા અને મૂળ જૈન ગ્રંથકારોનું હોવું જોઈતું માનસ એ બે દૃષ્ટિઓથી જો વિચાર કરવામાં આવે તો એમ કહ્યા વિના ન જ ચાલે કે જૈન સાહિત્યમાંનું ઉપર્યુક્ત વર્ણન એ પૌરાણિક વર્ણનને આભારી છે. જૈન સંસ્કૃતિનો આત્મા પૂર્ણત્યાગ, Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ • જૈન ધર્મ અને દર્શન અહિંસા અને વીતરાગત્વનો આદર્શ, એ છે. તેથી મૂળ જૈન ગ્રંથકારોનું માનસ પણ એ જ આદર્શ પ્રમાણે ઘડાયેલું હોય તો જૈન સંસ્કૃતિ સાથે પૂરો મેળ ખાય જૈન સંસ્કૃતિમાં વહેમો, ચમત્કારો, કલ્પિત આડંબરો અને કાલ્પનિક આકર્ષણોને જરાય સ્થાન નથી. જેટલે અંશે આવી કૃત્રિમ અને બાહ્ય વસ્તુઓ દાખલ થાય તેટલે અંશે જૈન સંસ્કૃતિનો આદર્શ વિકૃત થાય અને હણાય છે. આ વસ્તુ સાચી હોય તો આચાર્ય સમન્તભદ્રની વાણીમાં, અંધશ્રદ્ધાળુ ભક્તોની અપ્રીતિ વહોરીને અને તેની પરવા કર્યા સિવાય, સ્પષ્ટ કહી દેવું જોઈએ. ભગવાન મહાવીરની પ્રતિષ્ઠા કાંઈ એવી ઘટનાઓમાં અને બાળકલ્પના જેવા દેખાતાં વર્ણનોમાં નથી; કારણ કે, એવી દેવી ઘટનાઓ અને અદૂભૂત ચમત્કારી પ્રસંગો તો ગમે તેના જીવનમાં વર્ણવાયેલા સાંપડી શકે છે. તેથી જ્યારે ધર્મવીર દીર્ઘતપસ્વીના જીવનમાં ડગલે ને પગલે દેવોને આવતા જોઈએ છીએ, દેવી ઉપદ્રવોને વાંચીએ છીએ અને અસંભવ જેવી દેખાતી કલ્પનાઓના રંગ નિહાળીએ છીએ ત્યારે એમ લાગે છે કે ભગવાન મહાવીરના જીવનમાં સ્થાન પામેલી આ ઘટનાઓ અસલમાં વાસ્તવિક નથી, પણ તે પાડોશી વૈદિક-પૌરાણિક વર્ણનો ઉપરથી પાછળથી લેવામાં આવી છે. - આ વિધાનને સ્પષ્ટ કરવા ખાતર અહીં બે જાતના પુરાવાઓ ઉપસ્થિત કરવામાં આવે છે : (૧) પહેલો તો એ કે ખુદ જૈન ગ્રંથોમાં મહાવીરના જીવન સંબંધી ઉક્ત ઘટનાઓ કયે ક્રમે મળે છે તે, અને (૨) બીજો એ કે જૈન ગ્રંથોમાં વર્ણવાયેલ કૃષ્ણના જીવનપ્રસંગની પૌરાણિક કૃષ્ણજીવન સાથે સરખામણી કરવી અને એ વિશેના જેન તથા પૌરાણિક ગ્રંથોનો કાળક્રમ તપાસવો. જૈન સંપ્રદાયના મુખ્ય બે ફિરકામાંથી દિગંબર ફિરકાના સાહિત્યમાં મહાવીરનું જીવન જેમ તદન ખંડિત છે તેમ તે જ ફિરકાના જુદા જુદા ગ્રંથોમાં ચિત્ પરસ્પર વિસંવાદી પણ છે. તેથી અત્રે શ્વેતાંબર ફિરકાના ગ્રંથોને જ સામે રાખી વિચાર કરવો પ્રાપ્ત થાય છે. સૌથી જૂના મનાતા અંગસાહિત્યમાં બે અંગો એવાં છે કે જેમાં ઉપર વર્ણવેલી મહાવીરના જીવનની ઘટનાઓમાંથી કોઈકની જ ઝાંખી થાય છે. આચારાંગ १. देवागमनभोयानचामरादिविभूतयः । । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥ – ગ્રામીમાંસા અર્થ: – દેવોનું આગમન, વિમાન અને ચામરાદિના આડંબરો જે ઐન્દ્રજાલિક ચમત્કારીઓ હોય તેમાં પણ દેખાય છે. માટે હે પ્રભુ! એ વિભૂતિને કારણે તું અમારી દષ્ટિમાં મહાન નથી, અર્થાત્ તારી મહત્તાનું ચિત્ર બીજું જ હોવું જોઈએ. Page #52 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ • ૪૩ નામના પહેલા અને સૌથી નિર્વિવાદ પ્રાચીન મનાતા અંગના પહેલા શ્રુતસ્કંધ (ઉપધાનસૂત્ર અ ૯)માં ભગવાન મહાવીરની સાધક અવસ્થાનું વર્ણન છે; પણ એમાં તો કઠોર સાધકને સુલભ એવા તદ્દન સ્વાભાવિક મનુષ્યકત અને પશુ-પંખીકૃત ઉપસર્ગોનું વર્ણન છે, જે અક્ષરશઃ સત્ય લાગે છે અને એક વીતરાગ સંસ્કૃતિના નિર્દેશક શાસ્ત્રને બંધબેસે તેવું લાગે છે. એ જ આચારાંગના પાછળથી ઉમેરાયેલા મનાતા બીજા શ્રુતસ્કંધમાં ભગવાનની તદ્દન સંક્ષેપમાં આખી જીવનકથા આવે છે. એમાં ગર્ભસંહરણની ઘટનાનો, તેમજ કોઈપણ જાતની વિગત કે વિશેષ ઘટનાના નિરૂપણ સિવાય માત્ર ભયંકર ઉપસર્ગો સહ્યાનો નિર્દેશ છે. ભગવતી નામના પાંચમા અંગમાં મહાવીરના ગર્ભહરણનું વર્ણન વિશેષ પલ્લવિત રીતે મળે છે. તેમાં એ બનાવ ઇન્દ્ર દ્વારા દેવ મારફત સધાયાની ઉપપત્તિ છે, અને એ જ અંગમાં બીજે સ્થળે (ભગવતી શતક ૯, ઉદ્દેશ ૩૩, પૃ. ૪પ૬) મહાવીર દેવાનન્દાના પુત્ર તરીકે પોતાને ઓળખાવતાં ગૌતમને કહે છે કે આ દેવાનન્દા મારી માતા છે. જ્યારે એમનો જન્મ ત્રિશલાની કુક્ષિથી થયેલો હોઈ સૌ એમને ત્રિશલાપુત્ર તરીકે ત્યાં સુધી ઓળખાવતા હોય એવી કલ્પના દેખાય છે.) જોકે આ અંગો વિક્રમના પાંચમા સૈકાની આસપાસ સંકલિત થયાં છે, છતાં એ જ રૂપમાં કે ક્વચિત્ ક્વચિત્ થોડા ભિન્ન રૂપમાં એ અંગોનું અસ્તિત્વ તેથી વધારે પ્રાચીન છે અને તેમાંય આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું રૂપ તો સવિશેષ પ્રાચીન છે, એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. અંગ પછીના સાહિત્યમાં આવશ્યકનિર્યુક્તિ અને તેનું ભાષ્ય આવે છે, જેમાં મહાવીરના જીવનને લગતી ઉપર્યુક્ત ઘટનાઓ આવે છે. અહીં એટલું યાદ રાખવું જોઈએ કે જોકે એ નિર્યુકિત અને ભાષ્યમાં એ ઘટનાઓનો નિર્દેશ છે, પણ તે બહુ ટૂંકમાં અને પ્રમાણમાં ઓછો છે. ત્યાર બાદ એ જ નિર્યુક્તિ અને ભાષ્યની ચૂર્ણિનું સ્થાન આવે છે, જેમાં એ ઘટનાઓ વિસ્તારથી અને પ્રમાણમાં વધારે વર્ણવાયેલી છે. આ ચૂર્ણિ સાતમા અને આઠમા સૈકા વચ્ચે બનેલી હોય એમ મનાય છે. મૂળ નિર્યુક્તિ ઈ. સ. પહેલાંની હોવા છતાં એનો અંતિમ સમય ઈ. સ. પાંચમા સૈકાથી અને ભાષ્યનો સમય સાતમા સૈકાથી અર્વાચીન નથી. ચૂર્ણિકાર પછી મહાવીરના જીવનનો વધારેમાં વધારે અને પૂરો હેવાલ પૂરો પાડનાર આચાર્ય હેમચંદ્ર છે. એમણે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના દશમ પર્વમાં મહાવીરજીવન સંબંધી પૂર્વવર્તી બધા જ ગ્રંથોનું દોહન કરી પોતાના કવિત્વની કલ્પનાઓના રંગો સાથે આખું જીવનવર્ણન આપ્યું છે. એ વર્ણનમાંથી અમે ઉપર લીધેલી બધી જ ઘટનાઓ જોકે ચૂર્ણિમાં છે, પણ જો હેમચંદ્રના વર્ણન અને ભાગવતમાંના કૃષ્ણવર્ણનને એકસાથે સામે રાખી વાંચવામાં આવે તો એમ જરૂર લાગે કે હેમચંદ્ર ભાગવતકારની કવિત્વશક્તિના સંસ્કારોને અપનાવ્યા છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ • જૈન ધર્મ અને દર્શન જેમ જેમ અંગસાહિત્યથી હેમચંદ્રના કવિત્વમય ચરિત્ર સુધી આપણે ઉત્તરોત્તર વાંચતા જઈએ છીએ તેમ તેમ મહાવીરના જીવનની સહજ ઘટનાઓ કાયમ રહેવા છતાં તેના ઉપર દેવી અને ચમત્કારી ઘટનાઓના રંગો વધારે ને વધારે પુરાતા જાય છે. ત્યારે એમ માનવાને કારણ મળે છે કે જે બધી અસહજ દેખાતી અને જેના વિના પણ મૂળ જૈન ભાવના અબાધિત રહી શકે છે એવી ઘટનાઓ, એક અથવા બીજે કારણે, જૈન સાહિત્યમાંના મહાવીરજીવનમાં બહારથી પ્રવેશ પામતી ગઈ છે. આ વસ્તુની સાબિતી માટે અહીં એક ઘટના ઉપર ખાસ વિચાર કરીએ તો તે પ્રાસંગિક જ ગણાશે. આવશ્યકનિર્યુક્તિ, તેનું ભાષ્ય અને ચૂર્ણિ – એમાં મહાવીરના જીવનની બધી ઘટનાઓ સંક્ષિપ્ત કે વિસ્તારથી વર્ણવાયેલી છે. નાનીમોટી બધી ઘટનાઓને સંગ્રહી સાચવી રાખનાર નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિના લેખકોએ મહાવીરે કરેલા મેરકમ્પન જેવા આકર્ષક મહાબનાવની નોંધ લીધી નથી, જ્યારે ઉક્ત ગ્રંથોને આધારે મહાવીરજીવન લખનાર હેમચંદ્ર મેરુકમ્પનની નોંધ લીધી છે. હેમચંદ્ર નોંધેલ મેરુકમ્પનનો બનાવ જોકે તેના મૂળ આધારભૂત નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિમાં નથી, છતાં આઠમા સૈકાના દિગંબર કવિ રવિણકૃત પવાપુરાણમાં (દ્વિતીય પર્વ, શ્લો. ૭૫-૭૬, પૃ. ૧૫) છે. રવિષેણે આ બનાવ પ્રાકૃત “પઉમરિયમાંથી લીધેલો છે; કારણ કે, એનું પદ્મચરિત એ પ્રાકૃત પઉમચરિયનું માત્ર અનુકરણ છે. અને પઉમરિયમાં (દ્વિતીય પર્વ શ્લોક ૨૫-૨૬, પૃ.૫) એ બનાવ નોંધેલો છે. પાચરિત નિર્વિવાદરૂપે દિગંબરીય છે, જ્યારે પઉમચરિયની બાબતમાં હજુ મતભેદ છે. પઉમરિય દિગંબરીય હો, શ્વેતાંબરીય હો કે એ બંને રૂઢ ફિરકાથી તટસ્થ એવા ત્રીજા જ કોઈ ગચ્છના આચાર્યની કૃતિ હો, ગમે તેમ હો, પણ અત્રે એ વિચારવું પ્રાપ્ત થાય છે કે પઉમરિયમાં નિર્દેશાવેલ મેરુકમ્પના બનાવનું મૂળ શું છે ? અંગગ્રંથોમાં કે નિર્યુક્તિમાં એ બનાવ નથી નોંધાયેલો, એટલે તે ઉપરથી પઉમચરિયના કર્તાએ એ બનાવ લીધો છે એમ તો કહી શકાય જ નહિ. ત્યારે એ બનાવ નોંધાયો કેવી રીતે ? – એ પ્રશ્ન છે. જોકે પહેમચરિયની રચનાનો સમય પહેલી શતાબ્દી નિર્દેશાયેલો છે, છતાં કેટલાંક કારણસર એ સમય વિશે ભ્રાંતિ લાગે છે. પઉમરચરિય બ્રાહ્મણ પવપુરાણ પછીની કૃતિ હોય એમ લાગે છે અને પાંચમા સૈકા પહેલાંનું હોવાનો બહુ જ ઓછો સંભવ છે. ગમે તેમ હો, છતાં અંગ અને નિર્યુક્તિ આદિમાં નહિ સૂચવાયેલ મેરુકમ્પનનો બનાવ પઉમચરિયમાં ક્યાંથી આવ્યો ? – એ સવાલ તો રહે જ છે. - જો પઉમચરિયના કર્તા પાસે કોઈ એ બનાવના વર્ણનવાળો વધારે જૂનો ગ્રંથ હોય અને તેમાંથી તેણે એ બનાવ નોંધ્યો હોય તો નિર્યુક્તિ કે ભાષ્ય આદિમાં એ બનાવ નોંધાયા સિવાય ભાગ્યે જ રહે. તેથી કહેવું જોઈએ કે પઉમરિયમાં આ બનાવ Page #54 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ ૦ ૪૫ ક્યાંક બહારથી આવી દાખલ થયો છે. બીજી બાજુ હરિવંશ આદિ બ્રાહ્મણપુરાણોમાં ફળદ્રુપ પૌરાણિક કલ્પનામાંથી જન્મેલી ગોવર્ધન તોળવાની ઘટના નોંધાયેલી પ્રાચીન કાળથી મળે છે. પૌરાણિક અવતાર કૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વતનું તોલન અને જૈન તીર્થંકર મહાવીર દ્વારા સુમેરુ પર્વતનું કમ્પન એ બે વચ્ચે એટલું બધું સામ્ય છે કે કોઈ એક કલ્પના બીજાને આભારી લાગે છે. આપણે જોઈ ગયા કે આગમ-નિર્યુક્તિ ગ્રંથો જેમાં ગર્ભસંક્રમણ જેવા અસંભવિત દેખાતા બનાવોની નોંધ છે, તેમાંય સુમેરુકમ્પનનો ઇશારો નથી. કોઈ પ્રાચીન જૈન પરમ્પરામાંથી એ બનાવ પઉમરિયમાં લેવાયાનો ઓછો સંભવ છે, અને બ્રાહ્મણપુરાણોમાં પર્વત ઉઠાવ્યાની વાત છે ત્યારે આપણને માનવાને કા૨ણ મળે છે કે કવિત્વમય કલ્પનામાં અને અદ્ભુત વર્ણનોમાં બ્રાહ્મણ-મસ્તિષ્કનું અનુકરણ કરનાર જૈન-મસ્તિકે આ કલ્પના બ્રાહ્મણપુરાણમાંની ગોવર્ધન પર્વતની તોલનની કલ્પના ઉપરથી ઉપજાવી કાઢી છે. પાડોશી અને વિરોધી સંપ્રદાયવાળા પોતાના પ્રભુનું મહત્ત્વ ગાતાં કહે કે પુરુષોત્તમ કૃષ્ણે તો પોતાની આંગળીથી ગોવર્ધન જેવા પહાડને તોળ્યો, ત્યારે સાંપ્રદાયિક માનસને સંતોષવા જૈન પુરાણકારો જો એમ કહે કે કૃષ્ણે તો જુવાનીમાં માત્ર યોજનપ્રમાણ ગોવર્ધન પર્વતને ઊંચક્યો, પણ અમારા પ્રભુ વીરે તો જન્મતાવેંત માત્ર પગના અંગૂઠાથી એક લાખ યોજનના સુમેરુ પર્વતને ડગાવ્યો, તો એ સાંપ્રદાયિક પ્રતિસ્પર્ધાને તદ્દન બંધબેસતું લાગે છે. પછી એ કલ્પના વધારે પ્રચારમાં આવતાં સંપ્રદાયમાં એટલે સુધી રૂઢ થઈ ગઈ કે છેવટે હેમચંદ્રે પોતાના ગ્રંથમાં એને સ્થાન આપ્યું અને અત્યારે તો સામાન્ય જૈન જનતા એમ જ માનતી થઈ ગઈ છે કે મહાવીરના જીવનમાં આવતો મેરુકમ્પનનો બનાવ આગમિક અને પ્રાચીન ગ્રંથગત છે. અહીં ઊલટો તર્ક કરી એક પ્રશ્ન કરી શકાય કે પ્રાચીન જૈન ગ્રંથમાંના મેરુકમ્પના બનાવની બ્રાહ્મણ પુરાણકારોએ ગોવર્ધન પર્વતના તોલન રૂપે નકલ કેમ ન કરી હોય ? પરંતુ આનો ઉત્તર પ્રથમ એક સ્થળે દેવાઈ ગયો છે તે પ્રમાણે સ્પષ્ટ છે. જૈન ગ્રંથોનું મૂળ સ્વરૂપ કાવ્યકલ્પનાનું નથી, મુખ્યપણે કાવ્યકલ્પનાના સંસ્કારથી જ ઘડાયેલું આપણે જોઈએ છીએ. તેથી એ કલ્પના પુરાણ દ્વારા જ જૈન કાવ્યોમાં રૂપાંતર પામી દાખલ થઈ હોય એમ માની લેવામાં વધારે ઔચિત્ય દેખાય છે. કૃષ્ણના ગર્ભાવત૨ણથી માંડી જન્મ, બાળલીલા અને આગળના જીવનપ્રસંગોવાળાં મુખ્યપણે હરિવંશ, વિષ્ણુ, પદ્મ, બ્રહ્મવૈવર્ત અને ભાગવત એટલાં વૈદિક પુરાણો છે. ભાગવત લગભગ ૮-૯ મા સૈકાનું મનાય છે. બાકીનાં પુરાણો પણ કોઈ એક જ હાથે અને એક જ વખતે લખાયેલાં હોય એમ નથી; છતાં હરિવંશ, વિષ્ણુ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ • જૈન ધર્મ અને દર્શન અને પદ્મ એ પુરાણો પાંચમા સૈકા પહેલાં પણ કોઈ ને કોઈ રૂપમાં નિશ્ચિત અસ્તિત્વ ધરાવતાં. વળી એ પુરાણોનાં પહેલાં પણ મૂળ પુરાણ હોવાની સાબિતીઓ મળે છે. હરિવંશથી માંડી ભાગવત સુધીનાં ઉક્ત પુરાણોમાં આવતા કૃષ્ણના જન્મ અને જીવનની ઘટનાઓ જોતાં પણ એમ લાગે છે કે આ ઘટનામાં માત્ર કવિત્વની દૃષ્ટિએ જ નહિ. પણ વસ્તુની દૃષ્ટિએ સુધ્ધાં ઘણો વિકાસ થયો છે. હરિવંશ પુરાણ અને ભાગવત પુરાણ એ બંનેમાંની કષ્ણજીવનની કથા સામે રાખી વાંચતાં એ વિકાસ સ્પષ્ટ જણાઈ આવે છે. બીજી બાજુ જૈન વાડ્મયમાં કૃષ્ણજીવનની કથાવાળા મુખ્ય ગ્રંથો શ્વેતાંબર અને દિગંબર બંને સાહિત્યમાં છે. શ્વેતાંબરીય અંગ ગ્રંથોમાંથી છઠ્ઠા જ્ઞાતા અને આઠમા અંતગડ એ અંગોમાં સુધ્ધાં કૃષ્ણનો પ્રસંગ આવે છે. વસુદેવહિન્ડી (લગભગ સાતમો સેકો. જુઓ પૃ૦ ૩૬૮-૯) જેવા પ્રાકૃત ગ્રંથો અને હેમચન્દ્રકૃત (બારમી સદી) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર જેવા સંસ્કૃત ગ્રંથોમાં કૃષ્ણજીવનની વિસ્તૃત કથા મળે છે. દિગંબરીય સાહિત્યમાં કૃષ્ણજીવનનો વિસ્તૃત અને મનોરંજક હેવાલ પૂરો પાડનાર ગ્રંથ જિનસેનકૃત (વિક્રમીય ૯ મી શતાબ્દી) હરિવંશપુરાણ છે, તેમજ ગુણભદ્રકૃત (વિક્રમીય ૯મી શતાબ્દી) ઉત્તરપુરાણમાં પણ કૃષ્ણની જીવનકથા છે. દિગંબરીય હરિવંશપુરાણ અને ઉત્તરપુરાણ એ વિક્રમીય નવમા સૈકાના ગ્રંથો છે. - હવે આપણે કૃષ્ણજીવનમાંના કેટલાક પ્રસંગો લઈને જોઈએ કે તે બ્રાહ્મણપુરાણોમાં કઈ રીતે વર્ણવાયેલાં છે અને જૈન ગ્રંથોમાં કઈ રીતે વર્ણવાયેલાં મળે છે ? બ્રાહ્મણપુરાણ જૈન ગ્રંથો (૧) વિષ્ણુના આદેશથી યોગમાયા- | (૧) એમાં સંહરણ (સંકર્ષણ)ની વાત નથી, શક્તિના હાથે બળભદ્રનું દેવકીના ! પણ રોહિણીના ગર્ભમાં સહજ જન્મની ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં સંહરણ વાત છે. (સંકર્ષણ) થાય છે. -હરિવંશ સર્ગ ૩૨, શ્લો. –ભાગવત, સ્કન્ધ ૧૦, અ.૦ ૨, ૧-૧૦, પૃ. ૩૨૧. શ્લો. ૬-૧૩, પૃ. ૭૯૯. (૨) દેવકીને જન્મેલા બળભદ્ર પહેલાંના છ સજીવ બાળકોને કંસ પટકી મારી નાખે (૨) વસુદેવહિન્ડીપૃ. ૩૬ ૮-૯)માં દેવકીના છ પુત્રોને કંસે હણી નાખ્યા એવો સ્પષ્ટ નિર્દેશ છે, પણ જિનસેન અને હેમચંદ્રના વર્ણન પ્રમાણે દેવકીના ગર્ભજાત છ સજીવ બાળકોને એક દેવ બીજા શહેરમાં જૈન કુટુંબમાં સુરક્ષિત પહોંચાડે છે અને તે જેને બાઈના મૃતક - ભાગવત, સ્કન્ધ ૧૦, અ.૦૨, શ્લો. ૫. Page #56 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ • ૪૭ જન્મેલા છ બાળકોને ક્રમે દેવકી પાસે લાવી મૂકે છે, જે જન્મથી જ મૃતક છતાં કંસ તેને રોષથી પછાડે છે અને પેલા જૈનગૃહસ્થને ઘેર ઊછરેલા છ સજીવ દેવકીબાળકો આગળ જતાં નેમિનાથ તીર્થંકર પાસે જૈનદીક્ષા લે છે અને મોક્ષ પામે છે. -હરિવંશ, સર્ગ ૩૫, શ્લો. ૧–૧૫, પૃ. ૩૬૩–૪. (૩) વિષ્ણુની યોગમાયા યશોદાને ત્યાં | (૩) યશોદાની તરત જન્મેલી પુત્રીને પુત્રીરૂપે જન્મ લઈ વસુદેવને હાથે | કૃષ્ણને બદલે દેવકી પાસે લાવવામાં આવે દેવકીની પાસે પહોંચે છે અને તે જ સમયે | છે. કંસ તે જીવતી બાલિકાને મારતો નથી. દેવકીના ગર્ભથી જન્મેલ કૃષ્ણ વસુદેવને | વસુદેવહિન્દી પ્રમાણે નાક કાપીને અને હાથે યશોદાને ત્યાં સુરક્ષિત પહોંચે છે. | જિનસેનના કથન પ્રમાણે માત્ર નાક ચપટું આવેલ પુત્રીને કંસ મારી નાખવા પટકે કરીને, જતી કરે છે. એ બાલિકા આગળ છે, પણ તે યોગમાયા હોઈ છટકી જઈ તરુણ અવસ્થામાં એક સાધ્વી પાસે છેવટે કાળી, દુર્ગા, આદિશક્તિ તરીકે જેનદીક્ષા લે છે અને જિનસેનના હરિવંશ પૂજાય છે. પ્રમાણે તો એ સાધ્વી ધ્યાન અવસ્થામાં – ભાગવત, સ્કન્ધ ૧૦, મરી સદ્ગતિ પામ્યા છતાં તેની આંગળીના લોહીભરેલા ત્રણ કટકા અ.૦ ૨, શ્લો. ૨-૧૦, પૃ. ૮૦૯. ઉપરથી પાછળથી ત્રિશૂળધારિણી કાળી તરીકે વિંધ્યાચલમાં પ્રતિષ્ઠિત થાય છે. એ કાળી દેવી સામે થતાં પાડાઓના વધની જિનસેને ભારે ઝાટકણી કાઢી છે, જે વધ વિંધ્યાચલમાં અદ્યાપિ પ્રવર્તે છે. ' -હરિવંશ, સર્ગ ૩૯, શ્લો. ૧–૫૧, પૃ. ૪૫૮-૬ ૧. (જી કૃષ્ણની બાળલીલા અને ! (૪) બ્રાહ્મણપુરાણોમાં કંસે મોકલેલા જે કુમારલીલામાં કંસે મોકલેલા જે બધા | અસુરો આવે છે તે અસુરો જિનસેનના અસુરો આવ્યા છે અને જેમણે કૃષ્ણને, | હરિવંશપુરાણ પ્રમાણે કંસની પૂર્વજન્મમાં બળભદ્રને તેમજ ગોપ-ગોપીઓને | સાધેલી દેવીઓ છે અને એ દેવીઓ જ્યારે Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ • જૈન ધર્મ અને દર્શન પજવ્યાં છે, લગભગ તે બધા અસુરોને | કૃષ્ણ, બળભદ્ર કે વ્રજવાસીઓને સતાવે છે કૃષ્ણ અને કોઈ વાર બળભદ્ર પ્રાણમુક્ત ત્યારે એ દેવીઓનો વધ કૃષ્ણને હાથે નથી કરી મારી નાખે છે. થતો, પણ કૃષ્ણ એ દેવીઓને હરાવી માત્ર – ભાગવત, દશમ સ્કંધ, અ. જીવતી નસાડી મૂકે છે. હેમચંદ્રના ગ્લો. ૫-૮, પૃ.૮૧૪. ત્રિષષ્ટિ. સર્ગ ૫, શ્લોક ૧૨૩–વર્ણન પ્રમાણે કૃષ્ણ, બળભદ્ર અને વ્રજવાસીઓને ઉપદ્રવ કરનાર કોઈ દેવીઓ નહિ પણ કંસનાં પાળેલાં ઉન્મત્ત પ્રાણીઓ છે, જેનો પણ વધ કૃષ્ણ નથી કરતા. માત્ર દયાળુ જૈનના હાથની પેઠે એ પોતાના પરાક્રમી છતાં કોમળ હાથથી કંસપ્રેરિત ઉપદ્રવી પ્રાણીઓને હરાવી દૂર નસાડી મૂકી છે. - હરિવંશ, સર્ગ ૩૫, શ્લો. ૩૫-૫૦, પૃ. ૩૬ ૬-૭. (૫) નૃસિંહ એ વિષ્ણુનો એક અવતાર છે. (૫) કૃષ્ણ જોકે ભવિષ્યમાં તીર્થકર થઈ કૃષ્ણ તથા બળભદ્ર બંને વિષ્ણુના અંશ મોક્ષે જનાર છે, પણ અત્યારે તે યુદ્ધને હોઈ સદામુક્ત છે અને વિષ્ણધામ | પરિણામે નરકમાં વસે છે અને બળભદ્ર સ્વર્ગમાં વર્તમાન છે. જૈનદીક્ષા લેવાથી સ્વર્ગમાં ગયેલ છે. -ભાગવત, પ્રથમ સ્કન્ધ અ૦ ૩, જિનસેને બળભદ્રને જ નૃસિંહ તરીકે શ્લો. ૧-૨૪, પૃ. ૧૦-૧૧. ઘટાવવા મનોરંજક કલ્પના આપી છે. અને લોકોમાં કૃષ્ણ તથા બળભદ્રની સાર્વત્રિક પૂજા કેમ થઈ એના કારણ તરીકે કૃષ્ણ નરકમાં રહ્યા રહ્યા બળભદ્રને તેમ કરવાની યુક્તિ બતાવ્યાનું અતિ સામ્પ્રદાયિક અને કાલ્પનિક વર્ણન કર્યું છે. - હરિવંશ, સર્ગ ૩૫, ગ્લો. ૧-૫૫, પૃ. ૬૧૮-૨૫. (૬) દ્રૌપદી પાંચ પાંડવની પત્ની છે અને | (૬) શ્વેતાંબર ગ્રંથો પ્રમાણે તો દ્રૌપદીને કૃષ્ણ પાંડવોના પરમ સખા છે. દ્રૌપદી | પાંચ પતિ છે (જ્ઞાતા) ૧૬મું અધ્યયન), Page #58 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ - ૪૯ કૃષ્ણભક્ત છે અને કૃષ્ણ સ્વયં પૂર્ણાવતાર | પણ જિનસેન માત્ર અર્જુનને જ દ્રૌપદીના પતિ તરીકે વર્ણવે છે અને તેને એક -મહાભારત. પતિવાળી આલેખે છે. (હરિવંશ, સર્ગ પ૪, શ્લો. ૧૨-૨૫). દ્રૌપદી અને પાંડવો. બધાય જૈનદીક્ષા લે છે અને કોઈ મોક્ષ કે કોઈ સ્વર્ગે જાય છે. ફક્ત કૃષ્ણ કર્મોદયને કારણે જૈનદીક્ષા લઈ શકતા નથી. તેમ છતાં બાવીસમાં તીર્થકર અરિષ્ટનેમિના અનન્ય ઉપાસક બની ભાવી તીર્થંકર પદની લાયકાત મેળવે છે. - હરિવંશ, સર્ગ ૬૫, શ્લો. ૧૬, પૃ. ૬૧૯-૨૦. (૭) કૃષ્ણની રાસલીલા અને ગોપીક્રીડા | (૭) કૃષ્ણ રાસ અને ગોપીક્રીડા કરે છે, ઉત્તરોત્તર વધારે શૃંગારી બનતી જાય છે. | પણ તે ગોપીઓના હાવભાવથી ન અને તે એટલે સુધી કે છેવટે તે ! લોભાતાં તદ્દન અલિપ્ત બ્રહ્મચારી તરીકે પદ્મપુરાણમાં ભોગનું રૂપ ધારણ કરી રહે છે. વલ્લભસંપ્રદાયની ભાવના પ્રમાણે - હરિવંશ, સર્ગ ૩૫, મહાદેવના મુખથી સમર્થન પામે છે. શ્લો. ૬૫-૬, પૃ. ૩૬૯. - પદ્મપુરાણ અ.૦ ૨૪૫ શ્લો. ૧૭૫-૬, પૃ. ૮૮૯-૯૦. (૮) કૃષ્ણ ઇન્દ્ર વ્રજવાસીઓને કરેલા ! (૮) જિનસેનના કથન પ્રમાણે ઈન્ટે કરેલા ઉપદ્રવો શમાવવા ગોવર્ધન પર્વતને સાત | ઉપદ્રવો નહિ, પણ કંસે મોકલેલ એક દિવસ હાથમાં તોળે છે. દેવીએ કરેલા ઉપદ્રવો શમાવવા કૃષ્ણ -ભાગવત, દશમ સ્કન્ધ, અ.૦૨૫. | ગોવર્ધન પર્વતને તોળે છે. શ્લો. ૧૮-૩૦, પૃ. ૮૯. - હરિવંશ, સર્ગ ૩૫, ો. ૪૮–૫૦, પૃ. ૩૬૭. પુરાણોમાં અને જૈન ગ્રંથોમાં વર્ણવાયેલી કૃષ્ણજીવનકથામાંથી ઉપર જે થોડા નમૂનાઓ આપ્યા છે તે જોતાં કૃષ્ણ એ વસ્તુતઃ વૈદિક અગર પૌરાણિક પાત્ર છે અને પાછળથી જૈન ગ્રંથમાં સ્થાન પામેલ છે – આ બાબતમાં ભાગ્યે જ શંકા રહી શકે. પૌરાણિક કણજીવનની કથામાં મારફાડ, અસુરસંહાર અને શૃંગારી લીલાઓ છે, તેને જૈન ગ્રંથકારોએ પોતાની અહિંસા અને ત્યાગની ભાવના પ્રમાણે બદલી પોતાના Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ • જૈન ધર્મ અને દર્શન સાહિત્યમાં તદ્દન જુદું જ સ્થાન આપ્યું છે. તેથી આપણે જૈન ગ્રંથોમાં પુરાણની પેઠે નથી જોતાં કંસને હાથે કોઈ બાળકનો પ્રાણનાશ કે નથી જોતાં કષ્ણને હાથે કંસે મોકલેલ ઉપદ્રવીઓનો પ્રાણનાશ, આપણે માત્ર જૈન ગ્રંથોમાં કૃષ્ણને હાથે કંસે મોકલેલ ઉપદ્રવીઓને, પૃથ્વીરાજે શાહબુદ્દીનને જતો કર્યો તેમ, જીવતાં છોડી મૂકવાની વાત વાંચીએ છીએ; એટલું જ નહિ, પણ કૃષ્ણ સિવાયનાં લગભગ બધાં પાત્રોએ જેનદીક્ષા સ્વીકાર્યાનું વર્ણન વાંચીએ છીએ. અલબત્ત, અહીં એક પ્રશ્ન થઈ શકે અને તે એ કે મૂળમાં જ વસુદેવ, કૃષ્ણ આદિની કથા જૈન ગ્રંથોમાં હોય અને પછી તે બ્રાહ્મણપુરાણોમાં જુદા રૂપમાં કેમ ઢળાઈ ન હોય ? પરંતુ જૈન આગમો અને બીજા કથાગ્રંથોમાં જે કૃષ્ણ, પાંડવ આદિનું વર્ણન છે તેનું સ્વરૂપ, શૈલી આદિ જોતાં એ તર્કને અવકાશ રહેતો નથી. તેથી વિચારતાં ચોખ્ખું લાગે છે કે જ્યારે પ્રજામાં કૃષ્ણની પૂજા–પ્રતિષ્ઠા થઈ અને તેને લગતું સાહિત્ય ખૂબ રચાયું તેમજ લોકપ્રિય થતું ગયું ત્યારે સમયસૂચક જૈન લેખકોએ પણ રામચંદ્રની પેઠે કૃષ્ણને પણ અપનાવ્યા અને પુરાણગત કૃષ્ણવર્ણનના જૈન દૃષ્ટિએ દેખાતા હિંસાના વિષને ઉતારી તેનો જૈન સંસ્કૃતિ પ્રમાણે મેળ બેસાડ્યો અને તેમાં અહિંસાની દૃષ્ટિએ લખાતા કથાસાહિત્યનો વિકાસ સાધ્યો. - જ્યારે કૃષ્ણજીવનના તોફાની અને શૃંગારી પ્રસંગો પ્રજામાં લોકપ્રિય થતા ગયા ત્યારે એ જ પ્રસંગો એક બાજુએ જૈન સાહિત્યમાં પરિવર્તન સાથે સ્થાન પામતા ગયા અને બીજી બાજુ તે પરાક્રમપ્રધાન અદ્ભુત પ્રસંગોની મહાવીરજીવનવર્ણન ઉપર અસર થતી ગઈ હોય એવો વિશેષ સંભવ છે. અને તેથી જ, આપણે જોઈએ છીએ કે, પુરાણોમાં કૃષ્ણના જન્મ, બાળક્રીડા અને યૌવનવિહાર આદિ પ્રસંગે માનુષી કે અમાનુષી અસુરોએ કરેલા ઉપદ્રવો અને ઉત્પાતોનું જે અસ્વાભાવિક છતાં માત્ર મનોરંજક, જે વર્ણન છે તે જ અસ્વાભાવિક છતાં લોકમાનસમાં ઊંડે સુધી ઊતરી ગયેલ વર્ણન, અહિંસા અને ત્યાગની ભાવનાવાળા જૈન ગ્રંથકારોને હાથે યોગ્ય સંસ્કાર પામી મહાવીરના જન્મ, બાળક્રીડા અને જુવાનીની સાધનાવસ્થાને પ્રસંગે દેવકૃત વિવિધ ઘટના તરીકે સ્થાન પામે છે, અને પૌરાણિક વર્ણનની વિશેષ અસ્વાભાવિકતા તથા અસંગતિ દૂર કરવાનો જૈન ગ્રંથકારોનો પ્રયત્ન હોવા છતાં તત્કાલીન લોકમાનસ પ્રમાણે મહાવીરના જીવનમાં સ્થાન પામેલ પૌરાણિક ઘટનાઓના વર્ણનમાં એક જાતની અમુક અંશે અસ્વાભાવિકતા. અને અસંગતિ રહી જ જાય છે. ૩. કથાગ્રંથોનાં સાધનોનું પૃથક્કરણ અને તેનું ઔચિત્ય હવે આપણે લોકોમાં ધર્મભાવના જાગ્રત રાખવા તેમજ સંપ્રદાયના પાયા મજબૂત કરવા તે વખતે મુખ્યપણે કઈ જાતના સાધનનો ઉપયોગ કથાગ્રંથોમાં કે જીવનવૃત્તાંતોમાં થતો, તેનું પૃથક્કકરણ કરવું અને તેનું ઔચિત્ય વિચારવું.” – આ ત્રીજા દૃષ્ટિબિન્દુ ઉપર આવીએ છીએ. Page #60 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ - ૫૧ ઉપર જે કાંઈ વિવેચના કરવામાં આવી છે તે શરૂઆતમાં કોઈપણ અતિશ્રદ્ધાળુ સામ્પ્રદાયિક ભક્તને આઘાત પહોંચાડે એ દેખીતું છે. કારણ એ છે કે સાધારણ ઉપાસક અને ભક્ત જનતાની પોતાના પૂજ્ય પુરુષ તરફની શ્રદ્ધા બુદ્ધિશોધિત કે તર્કપરિમાર્જિત નથી હોતી. એવી જનતાને મન શાસ્ત્રમાં લખાયેલ દરેક અક્ષર સૈકાલિક સત્યરૂપ હોય છે અને વધારામાં જ્યારે એ શાસ્ત્રને ત્યાગી ગુરુ કે વિદ્વાન પંડિત વાંચે કે સમજાવે છે ત્યારે તો એ ભોળી જનતાના મન ઉપર શાસ્ત્રના અક્ષરાર્થના યથાર્થપણાની છાપ વજલેપ જેવી થઈ જાય છે. આવી સ્થિતિમાં શાસ્ત્રીય વર્ણનોની પરીક્ષા કરવાનું કામ અને પરીક્ષાપૂર્વક તેને સમજાવવાનું કામ ઘણું જ અઘરું થઈ જાય છે. તે વિશિષ્ટ વર્ગના લોકોના ગળે ઊતરતાં પણ લાંબો વખત લે છે અને ઘણા ભોગો માગે છે. આવી સ્થિતિ માત્ર જૈન સંપ્રદાયની જ નથી, પણ દુનિયા ઉપરના દરેક સંપ્રદાયની લગભગ એક જ સ્થિતિનો ઇતિહાસ આપણી સામે છે. આ યુગ વિજ્ઞાનનો છે. એમાં દેવી ચમત્કારો અને અસંગત કલ્પનાઓ પ્રતિષ્ઠા પામી શકે નહિ એટલે અત્યારની દૃષ્ટિએ પ્રાચીન મહાપુરુષોનાં ચમત્કાપ્રધાન જીવન વાંચીએ ત્યારે તેમાં ઘણું અસંબદ્ધ અને કાલ્પનિક દેખાય એ તદ્દન સ્વાભાવિક છે. પરંતુ જે યુગમાં એ વૃત્તાંતો લખાયાં, જે લોકોએ લખ્યાં, જે લોકો વાસ્તે લખ્યાં અને જે ઉદ્દેશથી લખ્યાં તે યુગમાં આપણે દાખલ થઈ તે લખનાર અને સાંભળનારનું માનસ તપાસી, તેમના લખવાના ઉદ્દેશનો વિચાર કરી, ગંભીરપણે જોઈએ તો આપણને ચોખ્ખું દેખાશે કે એ પ્રાચીન અને મધ્યયુગમાં મહાન પુરુષોનાં જીવનવૃત્તાંતો જે રીતે આલેખાયેલાં છે તે જ રીતે તે વખતે કારગત હતી. આદર્શ ગમે તેવો ઉચ્ચ હોય અને તેને કોઈ અસાધારણ વ્યક્તિએ બુદ્ધિશુદ્ધ કરી જીવનગણ્ય કર્યો હોય, છતાં સાધારણ લોકો એ અતિ સૂક્ષ્મ અને અતિ ઉચ્ચ આદર્શને બુદ્ધિગમ્ય કરી શકતા નથી અને છતાં સૌની એ આદર્શ તરફ ભક્તિ હોય છે : સૌ એને ઈચ્છે છે અને પૂજે છે. આવી સ્થિતિ હોવાથી સાધારણ લોકોની એ આદર્શ પ્રત્યેની ભક્તિ અથવા તો ધર્મભાવના જાગ્રત રાખવાને ધૂળ માર્ગ સ્વીકારવો પડે છે, જેવું લોકમાનસ તેવી કલ્પના કરી તેમના સામે એ આદર્શ મૂકવો પડે છે. લોકોનું મન સ્થળ હોઈ ચમત્કારપ્રિય હોય અને દેવદાનવોના પ્રતાપની વાસનાવાળું હોય ત્યારે તેમની સામે સૂક્ષ્મ અને શુદ્ધતર આદર્શને પણ ચમત્કાર અને દેવી પાસના વાઘા પહેરાવીને મૂકવામાં આવે તો જ સાધારણ લોકોને સાંભળવો ગમે અને તેમને ગળે ઊતરે. આ કારણથી તે યુગમાં ધર્મભાવના જાગ્રત રાખવા તે વખતના શાસ્ત્રકારોએ મુખ્યપણે ચમત્કારો અને અદ્દભુતતાઓનાં વર્ણનનો આશ્રય લીધેલો છે. વળી, પોતાની જ પડોશમાં ચાલતા અન્ય સંપ્રદાયોમાં જ્યારે દેવતાઈ વાતો અને ચમત્કારી પ્રસંગોની ભરમાર હોય ત્યારે પોતાના સંપ્રદાયના લોકોને તે તરફ જતા અટકાવી પોતાના સંપ્રદાય તરફ આકર્ષી રાખવાનો Page #61 -------------------------------------------------------------------------- ________________ પર • જૈન ધર્મ અને દર્શન માર્ગ એક જ હોય છે અને તે એ કે તેણે પણ પોતાના સંપ્રદાયના પાયા ટકાવી રાખવા માટે બીજા વિરોધી અને પાડોશી સંપ્રદાયમાં ચાલતી આકર્ષક વાતો જેવી વાતો અથવા તેથી વધારે સારી વાતો યોજી, લખી લોકો સામે રજૂ કરવી. આ રીતે પ્રાચીન અને મધ્યયુગમાં જેમ ધર્મભાવના જાગ્રત રાખવાની દૃષ્ટિએ તેમ સંપ્રદાયના પાયા મજબૂત કરવાની દૃષ્ટિએ પણ મુખ્યપણે મન્ત્ર-તંત્ર, જડી-બુટ્ટી, દેવી ચમત્કાર ઇત્યાદિ ધર્મતત્ત્વની સાથે અસંગત એવાં સાધનોનો ઉપયોગ થતો. ગાંધીજી ઉપવાસ કે અનશન આદરે છે. દુનિયાની મોટામાં મોટી શહેનશાહતના સૂત્રધારો વિચારમાં પડે છે. ગાંધીજીને જેલમાંથી મુક્ત કરે છે. ફરી પકડે છે. વળી ફરી ઉપવાસ શરૂ થતાં છોડી દે છે. આખા દેશમાં જ્યાં જ્યાં ગાંધીજી જાય છે, ત્યાં ત્યાં જનસમુદ્રમાં ભરતીનું મોજું આવે છે. કોઈ તેમનો અતિ વિરોધી પણ જ્યારે તેમની સામે જાય છે ત્યારે એક વાર તો તે મનોમુગ્ધ થઈ ગર્વગલિત થઈ જાય છે – આ બધી વાસ્તવિક વસ્તુ છે, સ્વાભાવિક છે અને મનુષ્યબુદ્ધિગમ્ય છે. પરંતુ આ યુગમાં આ બધી વસ્તુને જો કોઈ દેવી બનાવ તરીકે વર્ણવે તો તે વસ્તુને જેમ કોઈ બુદ્ધિમાન સાંભળે કે સ્વીકારે પણ નહિ તેમ આ યુગમાં તેની જે ખરી કિંમત અંકાય છે તે પણ ઊડી જાય. આ યુગબળનો એટલે વૈજ્ઞાનિક યુગનો પ્રભાવ છે. આ બળ પ્રાચીન કે મધ્યયુગમાં ન હતું. તેથી તેમાં આવી જ કોઈ સ્વાભાવિક વસ્તુને જ્યાં સુધી દેવી પાસ કે ચમત્કારોનો પાસ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે લોકોમાં પ્રચાર પામી શકે નહિ. બે યુગ વચ્ચેનું આ ચોખ્ખું અંતર છે, એ સમજીને જ આપણે પ્રાચીન અને મધ્યકાલીન યુગની વાર્તાઓ અને જીવનવૃત્તાંતોનો વિચાર કરવો ઘટે છે. ત્યારે હવે છેવટે સવાલ એ થાય છે કે એ શાસ્ત્રમાંની ચમત્કારી અને દેવી ઘટનાઓને અત્યારે કેવા અર્થમાં સમજવી કે વાંચવી ? જવાબ સ્પષ્ટ છે અને તે એ કે કોઈપણ મહાન પુરુષના જીવનમાં સાચું અને માનવા જેવું તત્ત્વ તો “શુદ્ધબુદ્ધિવાળો પુરુષાર્થ એ હોય છે. આ તત્ત્વને લોકો સામે મૂકવા માટે શાસ્ત્રલેખકો વિવિધ કલ્પનાઓ પણ યોજે છે. ધર્મવીર મહાવીર હો કે કર્મવીર કૃષ્ણ, પણ એ બંનેના જીવનમાંથી લોકોને શીખવવાનું તત્ત્વ તો એ જ હોય છે. ધર્મવીર મહાવીરના જીવનમાં એ પુરુષાર્થ અંતર્મુખ થઈ આત્મશોધનનો માર્ગ લે છે અને પછી આત્મશોધન વખતે આવતા અંદર કે બહારના પ્રાકૃતિક ગમે તેવા ઉપસર્ગોને એ મહાન પુરુષ પોતાના આત્મબળ અને દઢ નિશ્ચયથી જીતી લે છે, તેમજ પોતાના ધ્યેયમાં આગળ વધે છે. આ વિજય કોઈપણ સાધરણ માણસ માટે શક્ય નથી હોતો, તેથી તે વિજયને દેવી વિજય તરીકે ઓળખાવવામાં કશી જ અતિશયોક્તિ નથી. કર્મવીર કૃષ્ણના જીવનમાં એ પુરુષાર્થ બહિર્મુખ થઈ લોકસંગ્રહ અને સામાજિક નિયમનને માર્ગે વળે છે. એ ધ્યેય સાધતાં જે દુશ્મનો કે વિરોધી વર્ગ તરફથી અડચણો ઊભી થાય છે તે બધી અડચણોને કર્મવીર Page #62 -------------------------------------------------------------------------- ________________ ધર્મવી૨ મહાવીર અને કર્મવીર કૃષ્ણ - ૫૩ જ્યારે પોતાનાં ધૈર્ય, બળ અને ચાતુરીથી દૂર કરી પોતાનું કાર્ય પાર પાડે છે, ત્યારે આ લૌકિક સિદ્ધિ સાધારણ લોકોને દેવી અને અલૌકિક બની જાય એ સ્વાભાવિક છે. આ રીતે આપણે એ બંને મહાન પુરુષોનાં જીવનને, ઓપ દૂર કરી, વાંચીએ તો ઊલટી વધારે સહજતા અને સંગતતા દેખાય છે અને તેમનું વ્યક્તિત્ત્વ વધારે માનનીય ખાસ કરી આ યુગમાં બને છે. ઉપસંહાર - કર્મવી૨ કૃષ્ણના સંપ્રદાયના ભક્તોને ધર્મવીર મહાવીરના આદર્શની ખૂબીઓ ગમે તેટલી દલીલોથી સમજાવવામાં આવે તોપણ તેઓને તે પૂરેપૂરી ભાગ્યે જ સમજાય. એ જ રીતે ધર્મવી૨ મહાવીરના સંપ્રદાયના અનુયાયીઓ કર્મવી૨ કૃષ્ણના જીવનના આદર્શની ખૂબીઓ બરાબર સમજે એવો પણ ભાગ્યે જ સંભવ છે. આ પ્રમાણે સામ્પ્રદાયિક માનસ અત્યારે ઘડાયેલું જોઈએ છીએ ત્યારે અહીં જોવું એ પ્રાપ્ત થાય છે કે શું વસ્તુતઃ ધર્મ અને કર્મના આદર્શ વચ્ચે એવો કોઈ વિરોધ છે જેથી એક આદર્શના અનુયાયીઓને બીજો આદર્શ તદ્દન અગ્રાહ્ય લાગે ? વિચાર કરતાં દેખાય છે કે શુદ્ધ ધર્મ અને શુદ્ધ કર્મ એ બંને એક જ આચરણગત સત્યની જુદી જુદી બાજુઓ છે. એમાં ભેદ છે, પણ વિરોધ નથી. દુન્યવી પ્રવૃત્તિ છોડવા સાથે ભોગવાસનામાંથી ચિત્તની નિવૃત્તિ સિદ્ધ કરી પછી એ નિવૃત્તિ દ્વારા જ લોકકલ્યાણ માટે પ્રયત્ન કરવો, એટલે કે જીવનધારણ માટે જરૂરી પણ લૌકિક એવી પ્રવૃત્તિઓની વ્યવસ્થાનો ભાર લોકો ઉપર જ છોડી દઈ માત્ર એ પ્રવૃત્તિમાંના ક્લેશકંકાસકારી અસંયમરૂપ વિષને જ નિવારવા લોકો સામે પોતાના સમગ્ર જીવન દ્વારા પદાર્થપાઠ રજૂ કરવો તે શુદ્ધ ધર્મ. અને દુન્યવી બધી પ્રવૃત્તિમાં રહ્યા છતાં તેમાં નિષ્કામપણું કે નિર્લેપપણું કેળવી, તેવી પ્રવૃત્તિના સામંજસ્ય દ્વારા લોકોને યોગ્ય રસ્તે દોરવા પ્રયત્ન કરવો, એટલે કે જીવન માટે અતિ આવશ્યક પ્રવૃત્તિઓમાં ડગલે ને પગલે આવતી અથડામણીઓ નિવારવા લોકો સામે પોતાના સમગ્ર જીવન દ્વારા લૌકિક પ્રવૃત્તિઓનો પણ નિર્વિષપણે પદાર્થપાઠ ૨જૂ ક૨વો તે શુદ્ધ કર્મ. અહીં એક સત્ય તે લોકકલ્યાણની વૃત્તિ છે. તેને સિદ્ધ કરવાના બે માર્ગો તે ઉક્ત એક જ સત્યની ધર્મ અને કર્મરૂપ બે બાજુઓ છે. સાચા ધર્મમાં માત્ર નિવૃત્તિ નથી હોતી, પરંતુ એમાં પ્રવૃત્તિ પણ હોય છે. બંનેમાં બંને તત્ત્વો છતાં ગૌણમુખ્યપણાનું તેમજ પ્રકૃતિભેદનું અંતર છે. તેથી એ બંને રીતે સ્વ તથા પરકલ્યાણરૂપ અખંડ સત્ય સાધવું શક્ય છે. આમ હોવા છતાં ધર્મ અને કર્મના નામે જુદા જુદા વિરોધી સંપ્રદાયો કેમ સ્થપાયા એ એક કોયડો છે; પણ આ સામ્પ્રદાયિક માનસનું જો આપણે વિશ્લેષણ કરીએ તો એ કેવળ દેખાતો કોયડો આપોઆપ ઉકેલાઈ જાય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪. જૈન ધર્મ અને દર્શન સ્થૂળ અને સાધારણ લોકો કોઈપણ આદર્શની ઉપાસના કરતા હોય છે ત્યારે સામાન્ય રીતે તેઓ એ આદર્શના એકાદ અંશને અથવા ઉપરના ખોળિયાને વળગી તેને જ પૂરો આદર્શ માની બેસે છે. આવી મનોદશા હોવાને લીધે ધર્મવીરના ઉપાસકો ધર્મનો અર્થ માત્ર નિવૃત્તિ સમજી તેની ઉપાસનામાં પડી ગયા અને પોતાના ચિત્તમાં પ્રવૃત્તિના સંસ્કારો પોષવા છતાં પ્રવૃત્તિ-અંશને વિરોધી સમજી પોતાના ધર્મરૂપ આદર્શમાંથી તેને અલગ રાખવાની ભાવના સેવવા લાગ્યા. બીજી બાજુ કર્મવીરના ભક્તો કર્મનો અર્થ માત્ર પ્રવૃત્તિ કરી તેને જ પોતાનો પૂરો આદર્શ માની બેઠા અને એ પ્રવૃત્તિ સાથે સાંકળવા જોઈતા નિવૃત્તિત્વને બાજુએ મૂકી માત્ર પ્રવૃત્તિને જ કર્મ માની બેઠા. આ રીતે ધર્મ અને કર્મ બંને આદર્શોના ઉપાસકો તદ્દન વિરોધી એવા સામસામેના છેડે જઈ ને બેઠા, અને પછી એકબીજાના આદર્શને અધૂરો કે અવ્યવાર્ય કે હાનિકારક બતાવવા લાગ્યા. આ રીતે સાંપ્રદાયિક માનસ એવું તો વિરુદ્ધ સંસ્કારોથી ઘડાઈ ગયું કે તેઓને માટે ધર્મ અને કર્મ એ એક જ સત્યની બે અવિરોધી બાજુઓ છે એ વસ્તુ સમજમાં આવવાનું અશક્ય બની ગયું અને પરિણામે આપણે ધર્મવીર મહાવી૨ અને કર્મવી૨ કૃષ્ણના પંથમાં પરસ્પર વિરોધ, અણગમો અને ઉદાસીનતા જોઈએ છીએ. જો વિશ્વમાં સત્ય એક જ હોય અને તે સત્ય સિદ્ધ કરવાનો માર્ગ એક જ ન હોય તો ભિન્ન ભિન્ન માર્ગે એ સત્ય સુધી કેવી રીતે પહોંચી શકાય એ સમજવા માટે વિરોધી અને ભિન્ન ભિન્ન દેખાતા માર્ગોને ઉદાર અને વ્યાપક દૃષ્ટિએ સમન્વય કરવો એ કોઈપણ ધાર્મિક પ્રતિભાશાળી પુરુષ માટે આવશ્યક કર્તવ્ય છે. અનેકાંતવાદની ઉત્પત્તિ ખરી રીતે આવી જ વિશ્વવ્યાપી ભાવના અને દૃષ્ટિમાંથી થયેલી છે અને તેને એવી રીતે જ ઘટાવી શકાય. આ સ્થળે એક ધર્મવી૨ અને એક કર્મવીરના જીવનની કેટલીક ઘટનાઓની સરખામણીના સાધારણ વિચારમાંથી જો આપણે ધર્મ અને કર્મ એ બંનેના વ્યાપક અર્થનો વિચા૨ કરી શકીએ તો આ ચર્ચા પંડિતોનો માત્ર વિનોદ ન બનતાં રાષ્ટ્ર અને વિશ્વની એકતામાં ઉપયોગી થશે. - જૈનપ્રકાશ, ચૈત્ર ૧૯૯૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫. ભગવાન મહાવીર એમના જીવનને સ્પર્શતી વિવિધ ભૂમિકાઓ લગભગ બધા જ જૈનો ભગવાન મહાવીરની જીવનકથાથી ઓછેવત્તે અંશે પરિચિત હોય જ છે. પજુસણના દિવસોમાં આપણે એ કથા વાંચતા સાંભળતા આવ્યા છીએ, અને ધારીએ ત્યારે એ વિષયને લગતું સાહિત્ય મેળવી તે જીવનકથાને વાંચી પણ શકીએ છીએ. તેથી હું આજના સાંવત્સરિક ધર્મપર્વને દિવસે ભગવાનના જીવનની સળંગ કથા અગર તેમની અમુક ઘટનાઓ સંભળાવવાની પુનરુક્તિ નથી કરતો. તેમ છતાં હું એવું કાંઈક કહેવા માગું છું કે જેનાથી ભગવાનના વાસ્તવિક જીવનનો પરિચય લાધવાની દિશામાં જ આપણે આગળ વધી શકીએ; અને એકસરખી રીતે મહાવીરના જ અનુયાયી ગણાતા વર્ગમાં તેમના જીવન વિશે જે જે પરસ્પર વિરુદ્ધ એવી અનેક કલ્પનાઓ પ્રવર્તે છે તેમજ ઘણી વાર એ કલ્પનાઓ અથડામણનું રૂપ ધારણ કરી સંપ્રદાયભેદમાં પરિણામ પામે છે, તેનું અસલી કારણ સમજી શકીએ ને ગેરસમજ દૂર થવાથી ભગવાનના જીવનનું ઊંડું રહસ્ય પણ પામી શકીએ. હું જે કહેવા માગું છું તે સ્વાનુભવને આધારે જ. બીજા ભાઈઓ અને બહેનો એમાં પોતાનો અનુભવ મેળવી મારા કથન ઉપર વિચાર કરશે તો એકંદરે ભગવાનના જીવન વિશેની સમજણમાં વધારો જ થશે. કોઈ એક વ્યક્તિ દૂરથી અમુક ચિત્રને જુએ ત્યારે તેને તે ચિત્રનો ભાસ અમુક પ્રકારે થાય છે. તે જ જોનાર વ્યક્તિ વધારે નજીક જઈ તે ચિત્રને જુએ ત્યારે તેની દૃષ્ટિમર્યાદામાં ચિત્રનો ભાસ વધારે સ્પષ્ટતાથી ઊઠે છે, પણ જો તે જ વ્યક્તિ વધારે એકાગ્ર બની તે ચિત્રને હાથમાં લઈ વિશેષ બારીકાઈથી નિહાળે તો તેને એની ખૂબીઓનું ઓર વધારે પ્રમાણમાં ભાન થાય છે. જેમ ચિત્ર વિશે તેમ મૂર્તિ વિશે પણ છે. કોઈ ભવ્ય મંદિરમાં ભગવાન મહાવીર જેવા ધર્મપુરુષની સુખ અને શાન્ત મૂર્તિ હોય. તેને જનાર એક વ્યક્તિ મંદિરના ચોગાનનાં ઊભી હોય, બીજી રંગમંડપમાં ઊભી રહી મૂર્તિ નિહાળતી હોય અને ત્રીજી વ્યક્તિ ગર્ભગૃહમાં જઈ મૂર્તિને નિહાળતી હોય, તો બધાંની એકાગ્રતા અને શ્રદ્ધા સમાન હોવા છતાં તેમની દૃષ્ટિમર્યાદામાં મૂર્તિની પ્રતિભાસ ઓછેવત્તે અંશે ભિન્નભિન્ન પ્રકારનો જ હોવાનો. Page #65 -------------------------------------------------------------------------- ________________ પ૬ • જૈન ધર્મ અને દર્શન ચિત્ર અને મૂર્તિના દાખલાને આપણે જીવનકથામાં લાગુ પાડી વિશ્લેષણ કરીએ તો મારો મૂળ મુદ્દો સ્પષ્ટ થશે. જેમાં ભગવાન મહાવીર જેવા ધર્મપુરુષનું જીવન વર્ણવાયેલું હોય તેવા કોઈપણ એક કે વધારે પુસ્તકોને વાંચી-સાંભળીને આપણે તેમના જીવનનો પરિચય સાધીએ ત્યારે મન ઉપર જીવનની છાપ એક પ્રકારની ઊઠે છે. બીજી વાર એ જ વાંચેલ જીવનના વિવિધ પ્રસંગો વિશે વધારે મનન કરીએ અને તે વિશે ઊઠતા. એકેએક પ્રશ્નને તર્કબુદ્ધિથી તપાસીએ ત્યારે પ્રથમ માત્ર વાચન અને શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલ જીવનપરિચય ઘણી બાબતમાં નવું રૂપ ધારણ કરે છે. તે પરિચય પ્રથમના પરિચય કરતાં વધારે ઊંડો અને સચોટ બને છે. મનનની આ બીજી ભૂમિકા શ્રવણની પ્રથમ ભૂમિકામાં પડેલ અને પોષાયેલ શ્રદ્ધાસંસ્કારો સામે કેટલીક બાબતોમાં બંડ કરવાની પ્રેરણા પણ અર્પે છે. શ્રદ્ધા અને બુદ્ધિની અથડામણોના આવા કંઠને પરિણામે જિજ્ઞાસુ, એ કંઠમાંથી મુક્ત થવા વધારે પ્રયત્ન કરે છે. તેને પરિણામે જિજ્ઞાસુ હવે તથ્યની શોધમાં ઊંડો ઊતરે છે. પ્રથમ તેણે એકાદ જે સર્વમાન્ય કે બહુમાન્ય જીવનકથા વાંચી–સાંભળીને શ્રદ્ધા પોષી હોય કે તેવા એકાદ જીવનકથાના પુસ્તક ઉપરથી અનેકવિધ તર્કવિતર્ક કર્યા હોય, તે પુસ્તકને આધારે હું જીવન વિશે વિચારું છું તે પુસ્તકમાં વર્ણવેલ પ્રસંગો અને બીનાઓના મૂળ આધારો શા શા છે? કયા અસલી આધારો ઉપરથી એ જીવનકથા આલેખાઈ છે? આવી જિજ્ઞાસા તેને જીવનકથાની અસલી સામગ્રી શોધવા અને પ્રાપ્ત થતી સામગ્રીનું પરીક્ષણ કરવા પ્રેરે છે. આવા પરીક્ષણને પરિણામે જે જીવનકથા લાધે છે, જે ઈષ્ટ પુરુષના જીવનનો પરિચય પ્રાપ્ત થાય છે તે પહેલી શ્રવણ અને બીજી મનન કે તર્કની ભૂમિકા વખતે પ્રાપ્ત થયેલ પરિચય કરતાં અનેકગણો વધારે વિશદ, સચોટ અને સપ્રમાણ હોય છે. સંશોધન કે નિદિધ્યાસનની આ ત્રીજી ભૂમિકા એ કાંઈ જીવનનું પૂરેપૂરું રહસ્ય પામવાની છેલ્લી ભૂમિકા નથી. એવી ભૂમિકા તો જુદી જ છે, જેને વિશે આપણે આગળ વિચારીશું. મેં ભગવાન મહાવીરના જીવન વિશે કલ્પસૂત્ર જેવાં પુસ્તકો વાંચી તેમજ સાંભળીને જન્મપ્રાપ્ત શ્રદ્ધા-સંસ્કારી પોષેલાં. મારી એ શ્રદ્ધામાં ભગવાન સિવાય બીજા કોઈ પણ ધર્મપુરુષનું સ્થાન ન હતું. શ્રદ્ધાનો એ કાળ જેટલો નાનો અને સાંકડો તેટલો જ તેમાં વિચારનો પ્રકાશ પણ થોડો હતો, પણ ધીરે ધીરે શ્રદ્ધાની એ ભૂમિકામાં પ્રશ્નો અને તર્કવિતર્કો રૂપે બુદ્ધિના ફણગા ફૂટ્યા. પ્રશ્ન થયો કે શું એક માતાના ગર્ભમાંથી બીજી માતાના ગર્ભમાં ભગવાનનું સંક્રમણ થયાની વાત સંભવિત હોઈ શકે? આવી પ્રશ્નાવલિ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ સામે શ્રદ્ધાએ પણ બંડ ઉઠાવ્યું, પરંતુ વિચાર અને તર્કના પ્રકાશે તેને લેશ પણ નમતું ન આપ્યું. આ ઉત્થાનપતનના તુમુલ દ્વન્દ્રનું પરિણામ શુભ જ આવ્યું. હું હવે બુદ્ધ, રામ, કૃષ્ણ, ક્રાઈસ્ટ અને જસ્થત જેવા ધર્મપુરુષો અને અન્ય સંતોનાં જીવનો પણ વાંચવા-સમજવા લાગ્યો. જોઉં છું તો એ Page #66 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર • ૫૭ બધાં જીવનોમાં ચમત્કારોના અલંકારોની કોઈ મર્યાદા ન જ હતી. દરેકના જીવનમાં એકબીજાને આંટે એવા અને ઘણે અંશે મળતા ચમત્કારો દેખાયા. હવે મનમાં થયું કે જીવનકથાનાં મૂળ જ તપાસવાં. ભગવાનના સાક્ષાત્ જીવન ઉપર અઢી હજાર વર્ષનો દુર્ભેદ્ય પડદો પડેલો જ છે. તો શું જે જીવન વર્ણવાયેલું મળે છે, તે પ્રમાણે પોતે કોઈને કહેલું કે બીજા નિકટવર્તી અંતેવાસીઓએ તેને નોંધી કે લખી રાખેલું અગર યથાવત્ સ્મૃતિમાં રાખેલું? આવા આવા પ્રશ્નોએ ભગવાનના જીવનની યથાર્થ ઝાંખી કરાવે એવા અનેક જૂના કહી શકાય તેવા ગ્રંથોના અધ્યયન તરફ મને વાળ્યો. એ જ રીતે બુદ્ધ અને રામ, કૃષ્ણ આદિ ધર્મપુરુષોનાં જીવનમૂળ જાણવા તરફ પણ વાળ્યો. પ્રાથમિક શ્રદ્ધા અને પોતાની પકડમાંથી છોડતી નહિ અને વિચાપ્રકાશ તેમજ તટસ્થ નવું નવું અવલોકન એ પણ પોતાનો પંજો ચલાવ્યે જ જતાં હતાં. આ ખેંચાખેંચે છેવટે તટસ્થતા અર્પે. જેને જૈન લોકો સામાયિક કહે છે તેવું સામાયિક – સમત્વ મંથનકાળ દરમિયાન ઉદયમાં આવતું ગયું. અને એ સમત્વે એકાંગી શ્રદ્ધા અને એકાંગી બુદ્ધિને ન્યાય આપ્યો – કાબૂમાં આણ્યા. એ સમત્વે મને સુઝાડ્યું કે ધર્મપુરુષના જીવનમાં જે જીવતોજાગતો ધર્મદેહ હોય છે તેને ચમત્કાર, અલંકારોનાં આવરણો સાથે લેવાદેવા શી ? એ ધર્મદેહ તો ચમત્કારનાં આવરણો વિનાનો જ સ્વયંપ્રકાશ દિગંબર દેહ છે. પછી જોઉં છું તો બધા જ મહાપુરુષોનાં જીવનમાં દેખાતી અસંગતિઓ આપમેળે સરી જતી ભાસી. જોકે આ નિદિધ્યાસનની ત્રીજી ભૂમિકા હજી પૂરી થઈ નથી, તેમ છતાં એ ભૂમિકાએ અત્યાર લગીમાં અનેક પ્રકારનું સાહિત્યમંથન કરાવ્યું, અનેક જીવતા ધર્મપુરુષોનો સમાગમ કરાવ્યો અને ભારપૂર્વક કાંઈક કહી શકાય એવી મન:સ્થિતિ પણ તૈયાર કરી. શ્રદ્ધા અને તર્કનાં એકાંગી વલણો બંધ પડ્યાં. સત્ય જાણવા અને પામવાની વૃત્તિ વધારે તીવ્ર બની. આ ભૂમિકામાં હવે મને સમજાઈ ગયું કે એક જ મહાપુરુષના જીવનના અમુક પ્રસંગો અને અમુક ઘટનાઓ પરત્વે શા કારણથી જિજ્ઞાસુઓમાં મંતવ્યભેદ જન્મે છે અને શાને લીધે તેઓ એકમત થઈ શકતા નથી. જે જિજ્ઞાસુવર્ગ શ્રવણવાચનની પ્રાથમિક શ્રદ્ધા-ભૂમિકામાં હોય છે તે દૂરથી ચિત્ર કે મૂર્તિ જોનાર જેવો શબ્દસ્પર્શી શ્રદ્ધાળુ હોય છે. તેને મન પ્રત્યેક શબ્દ યથાર્થ હકીકતનો બોધક હોય છે. તે શબ્દના વાર્થની આગળ જઈ તેની સંગતિ-અસંગતિ વિશે વિચાર કરતો નથી, અને એ શાસ્ત્ર મિથ્યા ઠરે એવા મિથ્યા ભ્રમથી શ્રદ્ધાને બળે વિચાપ્રકાશનો વિરોધ કરે છે, તેનું દ્વાર જ બંધ કરવા મથે છે. બીજો તર્કવાદી જિજ્ઞાસુવર્ગ મુખ્યપણે શબ્દના વાચ્યાર્થોની અસંગતિ ઉપર જ ધ્યાન આપે છે, અને એ દેખાતી અસંગતિઓની પાછળ રહેલ સંગતિઓની સાવ અવગણના કરી જીવનકથાને જ કલ્પિત માની બેસે છે. આમ અપરિમાર્જિત શ્રદ્ધા અને Page #67 -------------------------------------------------------------------------- ________________ પ૮ • જૈન ધર્મ અને દર્શન ઉપરછલ્લો તર્ક એ બે જ અથડામણોનાં કારણો છે. સંશોધન અને નિદિધ્યાસનની ભૂમિકામાં આ કારણો નથી રહેતાં, તેથી મન સ્વસ્થપણે શ્રદ્ધા અને બુદ્ધિ બંને પાંખોનો આશ્રય લઈ સત્ય ભણી આગળ વધે છે. - ત્રીજી ભૂમિકામાં અત્યાર સુધી જે પ્રગતિ મારા મને સાધી છે, તે જોતાં તેમાં પહેલી અને બીજી ભૂમિકા અવિરોધપણે સમાઈ જાય છે. અત્યારે મારી સામે ભગવાન મહાવીરનું ચિત્ર કે જે મૂર્તિ ઉપસ્થિત છે તેમાં તેમની જીવનકથામાં જન્મથી નિર્વાણ પર્યન્ત ડગલે ને પગલે ઉપસ્થિત થતા કરોડો દેવોની દેખીતી અસંગતિ તેમજ ગર્ભાપહરણ જેવી અસંગતિ ગળી જાય છે. મારી સંશોધન નિર્મિત કલ્પનાના મહાવીર કેવળ માનવકોટિના અને તે માનવતાની સામાન્ય ભૂમિકાને પુરુષાર્થબળે વટાવી ગયા હોઈ મહામાનવરૂપ છે. જેમ દરેક સંપ્રદાયના પ્રચારકો પોતપોતાના ઇષ્ટદેવને સાધારણ લોકોના ચિત્તમાં પ્રતિષ્ઠિત કરવા માટે તેઓને સરળતાથી સમજાય એવો દેવી ચમત્કાર તેના જીવનમાં ગૂંથી કાઢે છે, તેમ જૈન સંપ્રદાયના આચાર્યો પણ કરે, તો એ માત્ર ચાલુ પ્રથાનું પ્રતિબિંબ ગણાવું જોઈએ. લલિતવિસ્તર વગેરે ગ્રંથો બુદ્ધના જીવનમાં આવા જ ચમત્કારો વર્ણવે છે. હરિવંશ અને ભાગવત પણ કૃષ્ણના જીવનને આ જ રીતે આલેખે છે. બાઇબલ પણ દિવ્ય ચમત્કારોથી મુક્ત નથી. પણ મહાવીરના જીવનમાં દેવોની ઉપસ્થિતિનો અર્થ ઘટાવાતો હોય તો તે એક જ રીતે ઘટી શકે કે મહાવીર સપુરુષાર્થ વડે પોતાના જીવનમાં માનવતાના આધ્યાત્મિક અનેક દિવ્ય સદ્ગુણોની વિભૂતિ પ્રાપ્ત કરી હતી. આવી સૂક્ષ્મ મનોરમ્ય વિભૂતિ સાધારણ લોકોના મનમાં ઠસાવવી હોય તો તે સ્થૂળ રૂપકો દ્વારા જ ઠસાવી શકાય. જ્યાં સ્વર્ગીય દેવોનું ઉચ્ચ સ્થાન જામેલું હોય, ત્યાં તેવા દેવોના રૂપક વડે જ દિવ્ય વિભૂતિ વર્ણવવાનો સંતોષ કેળવી શકાય. ગભપહરણના કિસ્સામાં પણ આવું જ કાંઈક રૂપક હોવાની કલ્પના થાય છે. કર્મકાંડની જટિલ અને સ્થિતિચુસ્ત સનાતન પ્રથાના બ્રાહ્મણસુલભ સંસ્કારગર્ભમાંથી મહાવીરનું કર્મકાંડભેદી ક્રાંતિકારક જ્ઞાન તપોમાર્ગના ક્ષત્રિયસુલભ સંસ્કારગર્ભમાં અવતરણ થયું એમ જ અર્થ ઘટાવવો રહ્યો. તે કાળે ગર્ભાપહરણની વાતને લોકો સહેલાઈથી સમજી લેતા ને ભક્તો શંકા ન ઉઠાવતા, એટલે ગર્ભાહરણ રૂપકના વ્યાજથી સંસ્કારના ગર્ભનું સંક્રમણ વર્ણવ્યું છે એમ માનવું રહ્યું. જન્મ લેતાં વેંત અંગુષ્ઠમાત્રથી મહાવીર સુમેરૂ જેવા પર્વતને કંપાવે એ વાત કૃષ્ણના ગોવર્ધનતોલનની વાતની પેઠે બિલકુલ હસી કાઢવા જેવી ખરી, પણ જો એને રૂપક માની અર્થ ઘટાવવામાં આવે તો એની પાછળનું રહસ્ય જરાય અસંગત નથી લાગતું. આધ્યાત્મિક સાધનાના જન્મમાં પ્રવેશ કરતાં જ પોતાની સામે ઉપસ્થિત એવા અને ભવિષ્યમાં ઉપસ્થિત થનાર એવા આંતરબાહ્ય પ્રત્યવાયો અને પરીષહોના સુમેરુને દઢ નિશ્ચયબળના અંગુષ્ઠમાત્રથી કંપાવ્યા, જીત્યા અને જીતવાનો નિરધાર કર્યો, એ જ એનું તાત્પર્ય લેવું જોઈએ. આવી બધી અસંગતિઓથી Page #68 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૦ ૫૯ મુક્ત એવું જે ચિત્ર રજૂ થાય છે તેમાં તો મહાવીર માત્ર કરુણા અને સત્પુરુષાર્થની મૂર્તિરૂપે જ દેખાય છે. પ્રાચીનમાં પ્રાચીન કહી શકાય એવા જે આચારાંગમાં તેમના ઉદ્ગારો સચવાયા છે અને ભગવતી આદિ ગ્રંથોમાં તેમના જે વિશ્વસનીય સંવાદો મળી આવે તે બધા ઉપરથી મહાવીરનું ટૂંકું જીવન આ પ્રમાણે આલેખી શકાય : તેમને વારસામાં જ ધર્મસંસ્કાર મળ્યા હતા અને છેક નાની ઉંમરથી જ નિર્પ્રન્થ પરંપરાની અહિંસાવૃત્તિ તેમનામાં વિશેષ રૂપે આર્વિભાવ પામી હતી. આ વૃત્તિને તેમણે એટલે સુધી વિકસાવી હતી કે તેઓ પોતાને નિમિત્તે કોઈના – સૂક્ષ્મ જંતુ સુધ્ધાંના દુઃખમાં ઉમેરો ન થાય એ રીતે જીવન જીવવા મથ્યા. એ મંથને તેમને એવું અપરિગ્રહ વ્રત કરાવ્યું કે તેમાં કપડાં અગર ઘરનો આશ્રય સુધ્ધાં વર્જ્ય ગણાયો. મહાવીર જ્યારે દેખો ત્યારે એક જ વાત સંભળાવતા દેખાય છે કે દુનિયામાત્ર દુ:ખી છે. પોતાની સુખસગવડ માટે દુઃખ ન વધારો. બીજાના સુખમાં ભાગીદાર ન બનો, પણ બીજાનું દુઃખ હળવું કરવા કે નિવારવા સતત પ્રયત્નશીલ રહો.’ મહાવી૨ એકની એક એક જ વાત અનેક રૂપે કહે છે. તેઓ પોતાના સંપર્કમાં આવનાર હરકોઈને કહે છે કે મન, વાણી અને દેહની એકતા સાધો. ત્રણેનું સંવાદી સંગીત પેદા કરો. જે વિચારો તે જ બોલો અને તે પ્રમાણે જ વર્તો અને જે વિચારો તે પણ એવું કે તેમાં ક્ષુદ્રતા કે પામરતા ન હોય. પોતાના અંતરના શત્રુઓને જ શત્રુ લેખો અને તેને જીતવાની જ વીરતા બતાવો.’ મહાવીર કહે છે કે જો એ બાબતમાં એક નિમેષમાત્રનો પ્રમાદ થશે તો જીવનનો મહામૂલો સદંશ દિવ્ય અંશ એળે જ જશે અને કદી નહિ લાધે.’ - મહાવીરે જે તત્ત્વજ્ઞાન વારસામાં મેળવેલું અને જે આચર્યું તે ટૂંકમાં એટલું જ છે કે જડ અને ચેતન બે તત્ત્વો મૂળથી જ જુદાં છે. દરેક બીજા ઉપર પ્રભાવ પાડવા મથે છે. તેને લીધે જ કર્મવાસનાની આસુરી વૃત્તિઓ અને ચેતના તેમજ સત્પુરુષાર્થની દેવી વૃત્તિઓ વચ્ચે દેવાસુરસંગ્રામ સતત ચાલે છે. પણ છેવટે ચેતનાનું દેખતું મક્કમ બળ જ જડ વાસનાના આંધળા બળને જીતી શકે. આ તત્ત્વજ્ઞાનની ઊંડામાં ઊંડી સમજણે તેમનામાં આધ્યાત્મિક સ્પંદન પેદા કર્યું હતું અને તેથી જ તેઓ માત્ર વીર ન રહેતાં મહાવીર બન્યા. એમના સમગ્ર ઉપદેશમાં આ મહાવીરતાની એક જ છાપ દેખાય છે. એમની જાત કઈ હતી ? એમનું જન્મસ્થાન ક્યાં હતું ? માતાપિતા અને બીજા સ્નેહીઓ કોણ અને કેવાં હતાં ? ગરીબ કે સમૃદ્ધ ? આવા સ્થૂળ જીવનને લગતા પ્રશ્નો ઊઠવા સ્વાભાવિક છે. એમાં અનેક અતિશયોક્તિઓ હોવાની, રૂપકો આવવાનાં, પણ જીવનશુદ્ધિમાં અને માનવતાના ઉત્કર્ષમાં ઉપકારક થઈ શકે એવી તેમની જીવનરેખા તો ઉપર મેં જે આછીઆછી આલેખી તે જ છે, અને આજે હું મહાવીરના એ જ જીવનભાગ ઉપર ભાર આપવા ઇચ્છું છું, જેમાં આપણા જેવા અનુયાયી ગણાતા ભક્તો Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ • જૈન ધર્મ અને દર્શન અને જિજ્ઞાસુઓની શ્રદ્ધા તેમજ બુદ્ધિ બંનેની કસોટી રહેલી છે. તેમનું આ જીવનદર્શન ત્રણે કાળમાં કદી જૂનું કે વાસી થનાર નથી. જેમ જેમ એનો ઉપયોગ કરતા જઈએ તેમ તેમ એ જીવનના દરેક ક્ષેત્રમાં નિત્યનૂતન અરુણોદયની પેઠે પ્રકાશતું રહેવાનું અને સાચા સાથીનું કામ આપતું રહેવાનું એ બ્રાહ્મણ ક્ષત્રિયનો આચાર અહિંસાની પારમાર્થિક ભૂમિ ઉપર કેવી રીતે ઘડાયો હતો અને તેમનો વિચાર અને કાંતની સત્યદષ્ટિને કેવી રીતે સ્પર્શ કરતો હતો એનું હૂબહૂ ચિત્ર પ્રાચીન આગમોમાં જોઈએ છીએ ત્યારે નતમસ્તક થઈ જવાય છે. મારમાર કરતો કોઈ પણ આવે તો તેની સામે મનથી પણ રોષ ન સેવવો, તેનું લેશ પણ અહિત ન ચિંતવવું – એ તેમની અહિંસાની ખાસિયત છે. ગમે તેવાં વિરોધી દષ્ટિબિંદુઓ અને અભિપ્રાયોનો પ્રતિવાદ કરવા છતાં પણ તેમાં રહેલા અતિ અા સત્યની માત્રાની જરા પણ ઉપેક્ષા કર્યા વિના જ મહાસત્યની સાધના પૂરી કરવી એ એમના અનેકાંતની ખાસિયત છે. મારા મન ઉપર નિદિધ્યાસનની ત્રીજી ભૂમિકાને પરિણામે મહાવીરનું જે ચિત્ર અંકિત થયું છે કે જે મૂર્તિ ઘડાઈ છે તેની ભિત્તિ શ્રદ્ધા અને બુદ્ધિનો સમન્વય માત્ર છે. આ શ્રદ્ધાના ચોકાની સંકીર્ણતા સંશોધનને પરિણામે ભૂંસાઈ ગઈ. એનું વર્તુળ એટલું બધું વિસ્તર્યું છે કે હવે તેમાં જન્મગત સંસ્કાર પ્રમાણે માત્ર મહાવીરને જ સ્થાન નથી રહ્યું, પણ તેમાં મહાવીર ઉપરાંત તેમના પ્રતિસ્પર્ધી ગણાવેલ કે નહિ ગણાયેલ એવા દરેક ધર્મપુરુષ સ્થાન પામ્યા છે. આજે મારી શ્રદ્ધા કોઈપણ ધર્મપુરુષનો બહિષ્કાર કરવા જેવી સંકીર્ણ નથી રહી, અને બુદ્ધિ પણ કોઈ એક જ ધર્મપુરુષના જીવનની જિજ્ઞાસાથી કૃતાર્થતા નથી અનુભવતી. જે કારણે શ્રદ્ધા અને બુદ્ધિ મહાવીરની આસપાસ ગતિશીલ હતાં, તે જ કારણે તે બંને બુદ્ધ, કૃષ્ણ, ક્રાઈસ્ટ વગેરે અનેક અતીત સંતોની આસપાસ ગતિશીલ રહે છે. સંશોધન અને નિદિધ્યાસનની ભૂમિકાએ જ મારા મન ઉપર ગાંધીજીની વ્યાપક અહિંસા અને અનેકાંતદષ્ટિની પ્રતિષ્ઠાને પૂરો અવકાશ આપ્યો છે. મને ગમે ત્યાંથી સદ્દગુણ જાણવા અને પામવાની પ્રેરણા મૂળે તો મહાવીરના જીવને જ અર્પી છે. આ ઉપરથી હું કહેવા એ ઇચ્છું છું કે કોઈ પણ મહાપુરુષના જીવનને માત્ર ઉપર ઉપરથી સાંભળી, તે ઉપર શ્રદ્ધા પોષવી અગર માત્ર તર્કબળથી તેની સમીક્ષા કરવી એ જીવનવિકાસ માટે પૂરતું નથી. એ દિશામાં પ્રગતિ કરવા ઇચ્છનારે શ્રવણમનન ઉપરાંત નિદિધ્યાસન પણ કરવું આવશ્યક છે. મારે કબૂલ કરવું જોઈએ કે સંશોધનકાર્યમાં ગમે તેટલો શ્રમ કર્યા છતાં હજી મારી એ ભૂમિકા સાવ અધૂરી જ છે. એનો પ્રદેશ વિસ્તૃત છે. એ અતિશ્રમ, અતિસમય. અતિએકાગ્રતા અને અતિતટસ્થતાની અપેક્ષા રાખે છે. મારા મન ઉપર ઊઠેલી મહાવીરની છબી ગમે તેવી હોય, તોપણ તે છેવટે પરોક્ષ જ છે. જ્યાં લગી મહાવીરનું જીવન જિવાય નહિ, એમની આધ્યાત્મિક સાધના સધાય નહિ ત્યાં લગી એમના Page #70 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર • ૬૧ આધ્યાત્મિક જીવનનો સાક્ષાત્કાર, હજાર પ્રયત્ન કર્યા છતાં પણ, સંશોધનની ભૂમિકા કદી કરાવી શકે નહિ. આ સત્ય હું જાણું છું અને તેથી જ નમ્ર બનું છું. પ્રથમ આપેલ ચિત્ર કે મૂર્તિના દાખલાનો આશ્રય લઈ સ્પષ્ટતા કરવી હોય તો એમ કહી શકાય કે ગમે તેટલો નજીક જઈ ચિત્ર કે મૂર્તિ જોનાર પણ છેવટે તો ચિત્રની રેખાકૃતિ અને રંગની ખૂબીઓ કે મૂર્તિગત શિલ્પવિધાનની ખૂબીઓ જ વધારે સારી રીતે સમજી શકે અને બહુ તો એ ખૂબીઓ દ્વારા વ્યક્ત થતા ભાવોનું સંવેદન કરી શકે, પણ તે દ્રણ જેનું મૂર્તિ કે ચિત્ર હોય તેના જીવનનો સાક્ષાત્ અનુભવ તો ત્યારે જ કરી શકે જ્યારે તે એવું જીવન જીવે. સારામાં સારા કવિના મહાકાવ્યનું ગમે તેટલું આકલન કર્યા છતાં પણ કાવ્યવણિત જીવન જીવ્યા સિવાય તેનો પરિચય પરોક્ષ કોટિનો જ રહે છે. એ જ રીતે ભગવાન મહાવીરે સિદ્ધ કરેલ આધ્યાત્મિક સાધનાની દિશામાં ગતિ કર્યા વિનાનો મારા જેવો માણસ મહાવીર વિશે જે કાંઈ કહે કે વિચારે તે પરોક્ષકોટિનું જ હોઈ શકે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. મારા આ વક્તવ્યથી આપ બધા સમજી શકશો કે એક જ મહાપુરુષના જીવનને પૂરી પાડનાર સમાન સામગ્રીનો ઉપયોગ કરનાર તત્ત્વો અને અનુયાયીઓ સુધ્ધાંમાં શા શા કારણે વિરોધી અભિપ્રાયો બંધાય છે અને એ જ સામગ્રીનો અમુક દૃષ્ટિથી ઉપયોગ કરવા જતાં અભિપ્રાયવિરોધ કેમ શમી જાય છે, તેમજ જીવનના મૂળભૂત અને સર્વોત્તમ શ્રદ્ધા–બુદ્ધિના દિવ્ય અંશો કેવી રીતે પોતાની કલાપાંખ વિસ્તારે છે. - અખંડ આનંદ, જૂન ૧૯૪૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬. ભગવાન મહાવીરનો મંગળ વારસો આજનો દિવસ સાંવત્સરિક પર્વનો છે. તે જૈનોની દૃષ્ટિએ વધારેમાં વધારે પવિત્ર છે. આખા દિવસ કરતાં આજનું પ્રભાત વધારે મંગળ છે અને તે કરતાં પણ જે ક્ષણે આપણે મળીએ છીએ તે ક્ષણ વધારે માંગલિક છે; કારણ કે, અન્ય પ્રસંગોએ સગાંસંબંધી, મિત્રો વગેરે મળે છે, પણ આજે તો આપણે એવા લોકો મળ્યા છીએ, જેઓ મોટે ભાગે એકબીજાને પિછાનતા પણ ન હોય. આની પાછળ ભાવના એ છે કે આપણે બધા ભેદ અને તડ ભૂલી કોઈ માંગલિક વસ્તુ – જીવનસ્પર્શી વસ્તુ સાંભળીએ અને તે ઉપર વિચાર કરીએ. સામાન્ય રીતે આપણને જે વા૨સાઓ મળે છે તે ત્રણ પ્રકારના છે. માબાપ અને વડીલોથી શરીરને લગતા રૂપ, આકાર આદિ ગુણધર્મનો વારસો તે પહેલો પ્રકાર અને માબાપ કે અન્ય તરફ્થી જન્મ પહેલાં અગર જન્મ બાદ સંપત્તિ વારસામાં મળે છે તે બીજો પ્રકાર. પહેલા અને બીજા પ્રકાર વચ્ચે મોટો ભેદ છે, કેમકે શારીરિક વારસો સંતતિને અવયંભાવી છે, જ્યારે સંપત્તિ વિશે એમ નથી. ઘણી વાર માતાપિતાએ સંતતિને કશી જ સંપત્તિ વારસામાં ન આપી હોય છતાં સંતતિ નવેસર એનું ઉપાર્જન કરે છે અને કેટલીક વાર વડીલો તરફથી મળેલી સંપત્તિ તે સાવ વેડફી પણ નાખે છે, તે તેના હાથમાં રહેતી નથી. સંસ્કાર એ માતાપિતા પાસેથી પણ મળે, શિક્ષકો અને મિત્રો પાસેથી પણ મળે, તેમજ જે સમાજમાં ઉછેર થાય તેમાંથી પણ મળે. ત્રીજો સંસ્કારનો વારસો કંઈ એક જ જાતનો નથી હોતો. ભાષાને લગતા અને બીજી અનેકવિધ કથાને લગતા એમ ઘણી જાતના સંસ્કારો પ્રાપ્ત થાય છે. જીવન જીવવા, એને વિકસિત તેમજ સમૃદ્ધ કરવા ઉપરના ત્રણેય વા૨સાઓ ઉપયોગી છે એ ખરું, પણ એ ત્રણે પ્રકારના વારસાઓમાં જીવંતપણું પ્રેરનાર, એમાં સંજીવની દાખલ કરનાર વારસો એ કોઈ જુદો જ છે; અને તેથી જ તે વારસો મંગળરૂપ છે. આ માંગલિક વારસો ન હોય તો ઉપરના ત્રણેય વા૨સાઓ સાધારણ જીવન જીવવામાં સાધક થાય, ઉપયોગી બને, પણ તેથી જીવન કોઈ ઉચ્ચ પ્રકારનું – ધન્ય ન બને. એ જ આ ચોથા વા૨સાની વિશિષ્ટતા છે. જે માંગલિક વારસો મહાવીરે આપ્યો કે સોંપ્યો એમ હું કહું છું તેવો વારસો આપણને માબાપથી કે અન્ય વડીલોથી કે સામાન્ય સમાજમાંથી મળે જ એવો નિયમ નથી અને છતાંય તે કોઈ જુદા પ્રવાહમાંથી મળે તો છે જ. • Page #72 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનો મંગળ વારસો • ૬૩ શારીરિક, સાંપત્તિક અને સાંસ્કારિક એ ત્રણેય વારસા સ્થૂળ ઇંદ્રિયોથી ગમ્ય છે, જ્યારે ચોથા પ્રકારના વારસા વિશે એમ નથી. જે માણસને પ્રજ્ઞા-ઇંદ્રિયપ્રાપ્ત હોય, જેનું સંવેદન સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય તે જ આ વારસાને સમજી કે ગ્રહણ કરી શકે છે. બીજા વારસાઓ જીવન દરમિયાન કે મૃત્યુ સમયે નાશ પામે છે, જ્યારે આ માંગલિક વારસો કદી નાશ પામતો નથી. એક વાર તે ચેતનમાં પ્રવેશો એટલે તે જન્મજન્માંતર થાલવાનો, એનો ઉત્તરોત્તર વિકાસ થવાનો અને તે અનેક જણને સંપ્લાવિત-તરબોળ પણ કરવાનો. આપણે એવી કોઈ આર્યપરંપરામાં જન્મ્યા છીએ કે જન્મતાંવેંત આવા માંગલિક વારસાનાં આંદોલનો આપણને જાણે-અજાણે સ્પર્શે છે. આપણે તેને ગ્રહણ કરી ન શકીએ, યથાર્થ રૂપમાં સમજી પણ ન શકીએ એમ બને, પણ આ માંગલિક વારસાનાં આંદોલનો આર્યભૂમિમાં બહુ સહજ છે. શ્રી અરવિંદ, શ્રી રાધાકૃષ્ણન વગેરે ભારતભૂમિને અધ્યાત્મભૂમિ તરીકે ઓળખાવે છે તે એ જ અર્થમાં. - ભગવાન મહાવીરે જે માંગલિક વારસો આપણને આપ્યો કે સોંપ્યો છે તે કયો છે એ આજે આપણે વિચારવાનું છે. એક બાબત સ્પષ્ટ સમજી લઈએ કે આ સ્થળે સિદ્ધાર્થનંદન કે ત્રિશલાપત્ર સ્થળ દેહધારી મહાવીર વિશે આપણે મુખ્યપણે વિચાર નથી કરતા. એમનું ઐતિહાસિક કે ગ્રંથબદ્ધ સ્થૂળ જીવન તો હંમેશાં આપણે વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. આજે જે મહાવીરનો હું નિર્દેશ કરું છું તે શુદ્ધબુદ્ધ અને વાસનામુક્ત ચેતનસ્વરૂપ મહાન વીરને ધ્યાનમાં રાખી નિર્દેશ કરું છું. આવા મહાવીરમાં સિદ્ધાર્થનંદનનો તો સમાવેશ થઈ જ જાય છે, પણ વધારામાં તેમના જેવા બધા જ શુદ્ધબુદ્ધ ચેતનનો પણ સમાવેશ થઈ જાય છે. આ મહાવીરમાં કોઈ નાતજાત કે દેશકાળનો ભેદ નથી. તે વીતરાગાતરૂપે એક જ છે. આ મુદ્દા ધ્યાનમાં રાખીને જ અનેક સ્તુતિકારોએ સ્તુતિ કરી છે. જ્યારે માનતુંગ આચાર્ય સ્તુત્ય તત્ત્વને બુદ્ધ કહે છે, શંકર કહે છે, વિધાતા કહે છે અને પુરુષોત્તમ કહે છે ત્યારે તે સગુણાતની ભૂમિકાને જ સ્પર્શે છે. આનંદઘન રામ રહિમાન કાન' વગેરે સંપ્રદાય પ્રચલિત શબ્દો વાપરી એવા જ કોઈ પરમતત્ત્વને સ્તવે છે. તે જ રીતે આજે આપણે મહાન વીરને સમજીએ. ભગવાન મહાવીરે જે મંગળ વારસો આપણને સોંપ્યો છે, ઉપદેશ્યો છે તે માત્ર તેમણે વિચાપ્રદેશમાં જ સંઘરી મૂક્યો ન હતો. એમણે એને જીવનમાં ઉતારી, પરિપક્વ કરી, પછી જ આપણી સમક્ષ રજૂ કર્યો છે, એટલે તે વારસો માત્ર ઉપદેશ પૂરતો નથી, પણ આચરણનો વિષય છે. ભગવાન મહાવીરે ઉપદેશેલ વારસાને સંક્ષેપમાં કહેવો હોય તો તેને ચાર ભાગમાં વહેંચી શકાય: (૧) જીવનદષ્ટિ, (૨) જીવનશુદ્ધિ, (૩) રહેણીકરણીનું પરિવર્તન, અને (૪) પુરુષાર્થ. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ • જૈન ધર્મ અને દર્શન ભગવાનની જીવન વિશેની દૃષ્ટિ શી હતી તે પ્રથમ સમજીએ. જીવનની દૃષ્ટિ એટલે તેનું મૂલ્ય આંકવાની દૃષ્ટિ. આપણે સહુ પોતપોતાના જીવનનું મૂલ્ય આંકીએ છીએ. બહુ તો જે કુટુંબ, જે ગામ, જે સમાજ કે જે રાષ્ટ્ર સાથે આપણો સંબંધ હોય તેના જીવનનું મૂલ્ય આંકીએ છીએ. આથી આગળ વધીએ તો આખા માનવસમાજ અને તેથી આગળ વધીએ તો આપણી સાથે સંબંધ ધરાવતાં પશુપક્ષીના જીવનનું પણ મૂલ્ય આંકીએ છીએ. પણ મહાવીરની સ્વસંવેદનદૃષ્ટિ તેથી પણ આગળ વધી હતી. ગયા એપ્રિલની ચોવીસમી તારીખે અમદાવાદમાં કાકાસાહેબે ભગવાન મહાવીરની જીવનદષ્ટિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેઓ એક એવા ધૈર્યસંપન્ન અને સૂક્ષ્મ-પ્રજ્ઞ હતા કે તેમણે કીટ-પતંગ તો શું પણ પાણી અને વનસ્પતિ જેવી જીવનશૂન્ય ગણાતી ભૌતિક વસ્તુઓમાં પણ જીવનતત્ત્વ જોયું હતું. મહાવીરે પોતાની જીવનદષ્ટિ લોકો સમક્ષ રજૂ કરી ત્યારે કોણ તેને ગ્રહણ કરી શકશે એ ન વિચારતાં એટલું જ વિચાર્યું કે કાળ નિરવધિ છે અને પૃથ્વી વિશાળ છે. ગમે ત્યારે કોઈ તો એને સમાજવાનું જ. જેને ઊંડામાં ઊંડી સ્પષ્ટ પ્રતીતિ થઈ હોય તે અધીરો થઈ એમ નથી માની લેતો કે મારી પ્રતીતિને તત્કાળ લોકો કેમ નથી સમજતા? મહાવીરે આચારાંગ નામના પોતાના પ્રાચીન ઉપદેશગ્રંથમાં બહુ સાદી રીતે એ વાત રજૂ કરી છે અને કહ્યું છે કે દરેકને જીવન પ્રિય છે, જેવું આપણને પોતાને. ભગવાનની સરળ સર્વગ્રાહ્ય દલીલ એટલી જ છે કે “હું આનંદ અને સુખ ચાહું છું તેથી જ હું પોતે છું. તો પછી એ જ ન્યાયે આનંદ અને સુખને ચાહનાર બીજાં નાનાંમોટાં પ્રાણીઓ હોય; એવી સ્થિતિમાં એમ કેમ કહી શકાય કે માણસમાં જ આત્મા છે, પશુપક્ષમાં જ આત્મા છે અને બીજામાં નથી? કીટો અને પતંગો તો સુખની શોધ પોતપોતાની ઢબે કરતા દેખાય જ છે, પણ સૂક્ષ્મતમ વાનસ્પતિક જીવસૃષ્ટિમાં પણ સંતતિ, જનન અને પોષણની પ્રક્રિયા અગમ્ય રીતે ચાલ્યા જ કરે છે. ભગવાનની આ દલીલ હતી, અને એ જ દલીલને આધારે તેમણે આખા વિશ્વમાં પોતાના જેવું જ ચેતનતત્ત્વ ઊભરાતું. ઉલ્લસતું જોયું. એને ધારણ કરનાર, નભાવનાર શરીરો અને ઇંદ્રિયોના આકાર-પ્રકારમાં ગમે તેટલું અંતર હોય, કાર્યશક્તિમાં પણ અંતર હોય, છતાં તાત્ત્વિકરૂપે સર્વમાં વ્યાપેલ ચેતનતત્ત્વ એક જ પ્રકારનું વિલસી રહ્યું છે. ભગવાનની આ જીવનદષ્ટિને આપણે આત્મૌપગ્યની દૃષ્ટિ કહીએ જેવા આપણે તાત્ત્વિકરૂપે તેવાં જ નાનાંમોટાં સઘળાં પ્રાણીઓ. જે અન્ય પ્રાણીરૂપે છે તે પણ ક્યારેક વિકાસક્રમમાં માનવભૂમિ સ્પર્શે છે અને માનવભૂમિપ્રાપ્ત જીવ પણ અવક્રાંતિ ક્રમમાં ક્યારેક અન્ય પ્રાણીનું સ્વરૂપ લે છે. આવી ઉત્ક્રાંતિ અને અવક્રાંતિનું ચક્ર ચાલ્યા કરે, પણ તેથી મૂળ ચેતનતત્ત્વના સ્વરૂપમાં કશો જ ફેર પડતો નથી. જે ફેર પડે છે તે વ્યાવહારિક છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનો મંગળ વારસો • ૬૫ ભગવાનની આત્મૌપમ્યની દષ્ટિમાં જીવનશુદ્ધિનો પ્રશ્ન આવી જ જાય છે. અજ્ઞાત કાળથી ચેતનનો પ્રકાશ ગમે તેટલો આવૃત્ત થયો હોય-ઢંકાયેલો હોય, તેનો આર્વિભાવ ઓછો કે વત્તો હોય, છતાં શક્તિ તો એની પૂર્ણ વિકાસની–પૂર્ણ શુદ્ધિની છે જ. જો જીવતત્ત્વમાં પૂર્ણ શુદ્ધિની શક્યતા ન હોય તો આધ્યાત્મિક સાધનાનો કોઈ અર્થ રહેતો જ નથી. જે જે દેશમાં સાચા આધ્યાત્મિક અનુભવીઓ થયા છે, તેમની પ્રતીતિ એક જ પ્રકારની છે કે ચેતનતત્ત્વ મૂળે શુદ્ધ છે, વાસના અને લેપથી પૃથક છે. શુદ્ધ ચેતનતત્ત્વ ઉપર જે વાસના કે કર્મોની છાયા પડે છે તે તેનું મૂળ સ્વરૂપ નથી. મૂળ સ્વરૂપ તો એથી જુદું જ છે. આ જીવનશુદ્ધિનો સિદ્ધાંત થયો. જેને આપણે આત્મૌપગ્યની દૃષ્ટિ કહી અને જેને જીવનશુદ્ધિની દષ્ટિ કહી તેમાં વેદાંતીઓનો બ્રહ્માદ્વૈતવાદ કે બીજા તેવા કેવળાદ્વૈત અને શુદ્ધાદ્વૈત જેવા વાદો સમાઈ જાય છે, ભલે તેનો સાંપ્રદાયિક પરિભાષામાં જુદો જુદો અર્થ હોય. જો તાત્ત્વિકરૂપે જીવનું સ્વરૂપ શુદ્ધ જ છે તો પછી આપણે એ સ્વરૂપ કેળવવા અને મેળવવા શું કરવું એ સાધના વિષયક પ્રશ્ન ઊભો થાય છે. ભગવાન મહાવીરે એ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું છે, કે જ્યાં લગી રહેણીકરણીનું પરિવર્તન ન થાય, આત્મૌપમ્પની દષ્ટિ અને આત્મશુદ્ધિ સધાય એવો જીવનમાં ફેરફાર ન થાય, ત્યાં લગી પહેલી બે બાબતો અનુભવમાં ન આવે. રહેણીકરણીના પરિવર્તનને જૈનશૈલીમાં ચરણકરણ કહે છે. વ્યવહાર ભાષામાં એનો અર્થ એટલો જ છે કે તદન સરળ, સાદું અને નિષ્કપટ જીવન જીવવું. વ્યવહારુ જીવન એ આત્મૌપમ્યની દૃષ્ટિ કેળવવા અને આત્માની શુદ્ધિ સાધવાનું એક સાધન છે, નહિ કે એવી દ્રષ્ટિ અને શુદ્ધિના ઉપર આવરણના-માયાના પડદા વધાર્થે જવાનું. રહેણીકરણીના પરિવર્તનમાં એક જ મુખ્ય બાબત સમજવાની છે અને તે એ કે મળેલાં ધૂળ સાધનોનો ઉપયોગ એવો ન કરવો કે જેથી એમાં આપણી જાત જ ખોવાઈ જાય. પણ ઉપરની બધી વાત સાચી હોય છતાં એ તો વિચારવાનું રહે જ છે કે આ બધું કેવી રીતે બને ? જે સમાજ, જે લોકપ્રવાહમાં આપણે રહીએ છીએ તેમાં તો આવું કશું બનતું જોવાતું નથી. શું ઈશ્વર કે દેવી એવી કોઈ શક્તિ નથી કે જે આપણો હાથ પકડે અને લોકપ્રવાહના વહેણની ઊલટી દિશામાં આપણને લઈ જાય, ઊંચે ચડાવે ? આનો ઉત્તર મહાવીર સ્વાનુભવથી આપ્યો છે. તે એ કે આ માટે પુરુષાર્થ જ આવશ્યક છે. જ્યાં લગી કોઈપણ સાધક સ્વયં પુરુષાર્થ ન કરે, વાસનાઓના દબાણ સામે ન થાય, એના આઘાત-પ્રત્યાઘાતથી ક્ષોભ ન પામતાં અડગપણે એની સામે ઝૂઝવાનું પરાક્રમ ન દાખવે ત્યાં લગી ઉપર કહેલી એક બાબત કદી સિદ્ધ ન થાય. તેથી જ તો તેમણે કહ્યું છે કે “સંગમમ વરિયમ્ અર્થાત્ સંયમ, ચરિત્ર, સાદી રહેણીકરણી એ બધા માટે પરાક્રમ કરવું. ખરી રીતે મહાવીર એ નામ નથી, વિશેષણ છે. જે આવું Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬. • જૈન ધર્મ અને દર્શન મહાન વીર્ય-પરાક્રમ દાખવે તે સહુ મહાવીર. આમાં સિદ્ધાર્થનંદન તો આવી જ જાય છે અને વધારામાં બીજા બધા એવા આધ્યાત્મપરાક્રમીઓ પણ આવી જાય છે. * જે વાત ભગવાન મહાવીરે પ્રાકૃત ભાષામાં કહી છે તે જ વાત અન્ય પરિભાષામાં જરાક બીજી રીતે ઉપનિષદોમાં પણ છે. જ્યારે ઈશાવાસ્ય મંત્રનો પ્રણેતા ઋષિ એમ કહે છે કે આખા વિશ્વમાં જે કંઈ દશ્ય જગત છે તે બધું ઈશથી ભરેલું છે, ત્યારે તે એ જ વાત બીજી રીતે કહે છે. લોકો ઈશ શબ્દથી ઈશ્વર સમજે તેમાં કંઈ ખોટું નથી; કારણ કે, જે ચેતનતત્ત્વ આખા વિશ્વમાં લહેરાઈ રહ્યું છે તે શુદ્ધ હોવાથી ઈશ જ છે, સમર્થ જ છે. અહીં ઈશ્વરવાદ-અનીશ્વરવાદ અગર દ્વૈતાદ્વૈતની તાર્કિક મીમાંસા નથી. અહીં તો ચેતનતત્ત્વની વ્યાપ્તિની વાત છે. એ ઋષિ કહે છે કે જો આખા વિશ્વમાં ચેતનતત્ત્વ હોય તો સાધકનો ધર્મ એ છે કે તે ત્યાગ કરીને જ કંઈપણ ભોગવે. હું તો એમ કહું છું કે તેવો સાધક ત્યાગ કર્યા પછી ભોગનું સુખ માણે છે, એટલું જ નહિ, પણ તે તો ત્યાગમાં જ ભોગનું સુખ માણે છે. એવા સાધકને ત્યાગથી જુદા કોઈ ભોગ નથી. દુન્વયી વ્યવહારમાં માતા સંતતિ માટે ત્યાગ કરે છે ત્યારે તે તેમાં જ ઉપભોગનું પરમ સુખ અનુભવે છે. જ્યારે અહીં તો અધ્યાત્મસાધકની વાત છે. એ ઋષિ છેવટે એક બાબત વિશે સહુ સાધકોને ચેતવે છે કે કશી વસ્તુમાં વૃદ્ધિ અર્થાત્ લાભ કે મમતા ન સેવે, પણ માત્ર તે જીવનવ્યવહાર પૂરતો જ વિચાર કરે. આપણે નિ:શંકપણે જોઈ શકીએ છીએ કે જે માંગલિક વારસો મહાવીરના ઉપદેશમાંથી લાધે છે તે જ ઉપનિષદોમાંથી પણ લાધે છે, અને બુદ્ધ કે તેના બીજા મહાન વીરોએ એ સિવાય બીજું શું કહ્યું છે? આ જ અર્થમાં હું ઉપનિષદકારે વાપરેલો ભૂમા શબ્દ વાપરીને એમ કહ્યું કે મહાવીર એટલે ભૂમા અને એ જ બ્રહ્મ, તો એમાં કશી અસંગતિ નથી. મહાવીર ભૂમા હતા, મહાન હતા, માટે જ તે સુખરૂપ હતા, માટે જ તે અમૃત હતા. કદી એને દુઃખ સ્પર્શી શકે નહિ, કદી એનું મૃત્યુ સંભવે નહિ દુઃખ કે મૃત્યુ એ તો અલ્પને છે, ટૂંકી દૃષ્ટિને છે, પામરને છે, વાસનાબદ્ધને છે, જેનો સંબંધ કેવળ સ્થૂલ અને સૂક્ષ્મ શરીર સાથે જ સંભવે છે. જે મહાવીર વિશે હું કહું છું તે તો એ ઉભય શરીરથી પર હોઈ ભૂમા છે, અલ્પ નથી. અલબત્ત, ઇતિહાસકારો જે રીતે વિચાર કરે છે તે રીતે વિચાર કરતાં એ પ્રશ્ન સહેજે થશે કે મહાવીરે જે મંગળ વારસો બીજાને આપ્યો તે વારસો તેમણે કોની પાસેથી, કેવી રીતે મેળવ્યો ? આનો ઉત્તર સરળ છે. શાસ્ત્રોમાં અને વ્યવહારમાં કહેવાય છે કે બિંદુમાં સિંધુ સમાય છે. સાંભળતાં તો આ અવળવાણી લાગે. ક્યાં બિંદુ અને ક્યાં સિંધુ! સિંધુમાં તો બિંદુ હોય, પણ બિંદુમાં સિંધુ કેવી રીતે? પણ એ તદ્દન સાચી વાત છે. મહાવીરના સ્થૂળ જીવનનો પરિમિત કાળ એ તો ભૂતકાળના મહાન સમુદ્રનું Page #76 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનો મંગળ વારસો • ૬૭ એક બિંદુ માત્ર છે. ભૂતકાળ એ તો ભૂત છે, સત્ રૂપે રહેતો નથી. આપણે કલ્પી ન શકીએ તેવી ત્વરાથી તે આવે અને જાય છે. પણ તેમાં સંચિત થયેલા સંસ્કારો નવાનવા વર્તમાનના બિંદુમાં સમાતા જાય છે. ભગવાન મહાવીરે જીવનમાં જે આધ્યાત્મિક વારસો મેળવ્યો અને સિદ્ધ કર્યો તે તેમના પુરુષાર્થનું ફળ છે એ ખરું છે, પણ એની પાછળ અજ્ઞાત ભૂતકાળના તેવા વારસાની સતત પરંપરા રહેલી છે. કોઈ એને ઋષભ કે નેમિનાથ કે પાર્શ્વનાથ વગેરેથી ઊતરી આવેલ કહે, પણ હું એને એક અર્ધસત્ય તરીકે સ્વીકારું છું. ભગવાન મહાવીરના પહેલાં માનવજાતિએ જે જે આવા આધ્યાત્મિક મહાપુરુષો સર્જાવેલા તે ગમે તે નામથી પ્રસિદ્ધ થયા હોય અથવા અજ્ઞાત રહ્યા હોય, પણ એ સમગ્ર આધ્યાત્મિક પુરુષોની સાધનાની સંપત્તિ માનવજાતિમાં એવી રીતે ઉત્તરોત્તર સંક્રાંત થતી જતી હતી કે તે માટે એમ કહેવું કે આ બધી સંપત્તિ કોઈ એક જ સાધી છે તો એ એક ભક્તિમાત્ર છે. ભગવાન મહાવીરે એવા જ આધ્યાત્મિક કાળસોતમાંથી ઉપર સૂચવેલ માંગલિક વારસો મેળવ્યો અને સ્વપુરુષાર્થથી એને જીવતો કરી વિશેષ વિકસાવી દેશ અને કાળને અનુકૂળ થાય એવી રીતે સમૃદ્ધ કરી વિશેષ વિકસાવી દેશ અને કાળને અનુકૂળ થાય એવી રીતે સમૃદ્ધ કરી આપણી સામે રજૂ કર્યો. હું નથી જાણતો કે તેમના પછી થયેલા ઉત્તરકાલીન કેટલા ભેખધારી સંતોએ એ માંગલિક વારસામાંથી કેટકેટલું મેળવ્યું અને કેળવ્યું, પણ એમ કહી શકાય કે એ બિંદુમાં જેમ ભૂતકાળનો મહાન સમુદ્ર સમાયેલો છે તેમ ભવિષ્યનો અનંત સમુદ્ર પણ એ બિંદુમાં સમાયેલો છે; એટલે ભવિષ્યની ધારા એ બિંદુ વાટે ચાલવાની અને ચાલવાની જ. જ્યારે ઉપનિષદોમાં “તત્ત્વમસિ” એમ કહેવામાં આવ્યું ત્યારે એનો અર્થ બીજી રીતે એ છે કે તું અર્થાત્ જીવદશા પ્રાપ્ત પોતે તે જ અર્થાત્ શુદ્ધ પરમાત્મસ્વરૂપ જ છે. આ પણ શક્તિની અને યોગ્યતાની દૃષ્ટિએ બિંદુમાં સિંધુ સમાયાનો એક દાખલો જ છે. ઉપર સૂચવેલ ચોથા પ્રકારના વારસાને ધ્યાનમાં રાખીને જ બૌદ્ધમંગળસૂત્રમાં કહેવાયું છે કે તે મંત્રમુત્તમમ્ - આ એક ઉત્તમ મંગળ છે. આને જ આદિ, મધ્ય અને અંતિમ મંગળ કહેવામાં આવ્યું છે. જૈન સૂત્રમાંના ચત્તારિ મંગલ પાઠમાં જે ચોથું મંગળ કહેવામાં આવ્યું છે તે આ જ વસ્તુ છે. આપણા જીવનકાળ દરમિયાન આપણે જોયું છે કે ગાંધીજીએ આ માંગલિક વારસામાંથી કેટકેટલું મેળવ્યું અને કઈ કઈ રીતે વિકસાવ્યું. આજની પવિત્ર ક્ષણે આપણે એવી જ કોઈ માંગલિક ભાવના સાથે જુદા પડીએ કે આપણે પણ આવા માંગલિક વારસાને પાત્ર ક્યારે બનીએ ? – અખંડ આનંદ, નવેમ્બર ૧૯૪૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭. ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય જેમ બુદ્ધ ભગવાનના અનેક હરીફોમાં એક હરીફ તેમનો શિષ્ય દેવદત્ત હતો તેમ ભગવાન મહાવીરના પણ અનેક હરીફોમાં એક હરીફ તેમનો શિષ્ય જમાલિ હતો. આ દેવદત્ત અને જમાલિ વચ્ચે કેટલુંક સામ્ય હતું. આ સામ્ય જાણવાથી ભગવાન મહાવીર અને જમાલિ વચ્ચેના મતભેદનાં આંતરિક કે બાહ્ય કારણો ઉપર કેટલોક પ્રકાશ પડવાનો સંભવ છે. તેથી પહેલાં જ તે જણાવી દઈએ. દેવદત્ત ક્ષત્રિય અને માલિ પણ ક્ષત્રિય જ. દેવદત્ત ભિક્ષુક સ્થિતિમાં બુદ્ધ ભગવાનનો શિષ્ય હતો અને સાંસારિક સ્થિતિમાં પણ તેમનો સગો જ હતો, અને જમાલિ પણ મહાવીરનો ભાણેજ તથા જમાઈ હતો. સર્ગો અને શિષ્ય છતાં દેવદત્તને બુદ્ધ ભગવાનના શિષ્યવર્ગમાં પ્રધાનપદ મળ્યું ન હતું. જમાલિના સંબંધમાં પણ તેમજ હતું. સગપણને લીધે મહત્તા પારખવાની સામાન્ય ઊણપ, જન્મસિદ્ધ ક્ષત્રિય સ્વભાવની ઉગ્રતા અને પોતાના ગુરુ સમક્ષ પોતા સિવાય બીજાઓનું પ્રધાનપણું આ ત્રણે કારણો, જેનાથી સામાન્ય રીતે મતભેદનો વધારે સંભવ છે, તે ઉ૫૨થી એ વાત જાણી શકાય તેવી છે. જેવી રીતે દેવદત્તે અનેક પ્રપંચો રચી બુદ્ધને મારવા કોશિશ કરી હતી તેવું જમાલિએ કાંઈ પણ કર્યું હોય તે માટે એક પણ પ્રમાણ નથી, છતાં એટલું ખરું કે દેવદત્તે અને જમાલિએ પોતપોતાના ગુરુવિરુદ્ધ પોતાનો ખાસ અનુયાયીવર્ગ સ્થાપ્યો હતો. દેવદત્ત અને માલિ પછી તેઓનો અનુયાયીવર્ગ કે તેઓના પંથનું સાહિત્ય કાંઈ પણ રહ્યું હશે તેમ માનવાને પ્રમાણ નથી. દેવદત્તનો ઉલ્લેખ જૈન કે વૈદિક સાહિત્યમાં ક્યાંય નથી; માત્ર બૌદ્ધ સાહિત્યમાં છે. જમાલિનો ઉલલેખ પણ માત્ર જૈન સાહિત્યમાં છે. બૌદ્ધ સાહિત્યમાં દેવદત્તને સૌથી પહેલો ‘સંઘભેદક' કહ્યો છે. જૈન સાહિત્યમાં પણ જમાલિને પ્રથમ ‘નિલવ' કહ્યો છે. સંઘભેદક અને નિર્ભવ બંને શબ્દનું તાત્પર્ય એક જ છે. દેવદત્ત અને જમાલિ એ બંને પોતપોતાના ગુરુની હયાતીમાં જ કાળધર્મ પામ્યા હતા. વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં તો જમાલિનો ઉલ્લેખ નથી જ, પણ જૈન સાહિત્યમાં સુધ્ધાં તેનો ઉલ્લેખ એકપાક્ષિક જ છે. દિગંબરીય સાહિત્યમાં જમાલિનું મહાવીરના Page #78 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય - ૬૯ જામતારૂપે વર્ણન ન હોય તે સ્વાભાવિક છે; કારણ કે, દિગંબરો મહાવીરને અવિવાહિત જ માને છે, પણ મહાવીરના ભાણેજ અને શિષ્યરૂપે પણ જમાલિનું વર્ણન દિગંબરીય સાહિત્યમાં નથી, એ વાત શ્વેતાંબર અને દિગંબર સાહિત્યના મૌલિક અભ્યાસ માટે ખાસ અર્થસૂચક છે. જીવનસંબંધી સાહિત્ય શ્વેતાંબર સાહિત્યમાં અંગ અને ઉપાંગ એ બંને પ્રકારનાં શાસ્ત્રો પ્રાચીન ગણાય છે. તે બંનેમાં જમાલિનો ઉલ્લેખ છે. સ્થાનાંગ નામના ત્રીજા અંગના સાતમા સ્થાનકમાં પૃ. ૪૧૧, સૂત્ર ૫૮૭) નિલવો (એટલે મહાવીરની આજ્ઞાના ઉત્થાપકો)ના ઉલ્લેખમાં જાતિનું નામ પ્રથમ આવે છે. ઔપપાતિક નામના ઉપાંગમાં પણ જમાલિનો નિર્તવ તરીકે ઉલ્લેખ છે. આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય વગેરે પાછળના ગ્રંથોમાં તેનું વર્ણન નિલવ તરીકે જ આવે છે, પણ વધારે વિસ્તૃત અને વધારે માહિતી આપનારું વર્ણન તો ભગવતી' નામના પાંચમા અંગના નવમા શતકમાં ને ત્રીસમા ઉદ્દેશકમાં છે. તે સમગ્ર વર્ણન આપવાનું આ સ્થળ નથી. માત્ર પ્રસ્તુત લેખના મૂળ વિષયમાં ઉપયોગી થાય તેવી દૃષ્ટિથી અને તે વખતની સામાજિક મર્યાદા, ધાર્મિક જીવન અને તત્ત્વજ્ઞાનની માન્યતા જાણવામાં ઉપયોગી થાય તે દૃષ્ટિથી જમાલિના જીવનવૃત્તનો કેટલોક ભાગ અહીં આપવો આવશ્યક છે. જીવનવૃત્ત ક્ષત્રિયકુમાર જમાલિ એ મહાવીરના જન્મસ્થાન ક્ષત્રિયકુંડનો નિવાસી હતો. તે મહાવીરની બહેન પ્રિયદર્શનાનો પુત્ર અને મહાવીરની પુત્રી સુદર્શનાનો પતિ હોઈ મહાવીરનો બેવડો સગો હતો. એ મોટો રાજા ન હતો, છતાં વૈભવશાળી તો હતો જ. એક વખતે શ્રમણ ભગવાન મહાવીર ક્ષત્રિયકુંડની બહાર ચૈત્યમાં ઉદ્યાનમાં) પધાર્યા. તેઓને વંદન કરવા અનેક લોકોની જેમ મોટા ઠાઠમાઠ સાથે તે ઉદ્યાનમાં આવ્યો. ભગવાન પાસે ધર્મોપદેશ સાંભળ્યો અને તેથી આકર્ષાયો. પહેલાં તો તેણે ભગવાનને કહ્યું કે હું નિર્ઝન્ય પ્રવચન એટલે આપનું શાસન સ્વીકારું છું; કારણ કે, તે મને રુચે છે. પછી તેણે ભિક્ષ થવાની ઇચ્છા પણ પ્રગટ કરી. શ્રમણ ભગવાને તે માટે જરાયે ઢીલ ન કરવા કહ્યું કે તરત જ ભિક્ષપદ માટે અનુમતિ મેળવવા જમલિ ઢીલ ન કરવા કહ્યું કે તરત જ ભિક્ષપદ માટે અનુમતિ મેળવવા જમાલિ ઘેર આવ્યો, અને માતાપિતાને તે માટે બહુ વીનવ્યા. પુત્રના તીવ્ર વૈરાગ્યની ખાતરી છતાં છેવટે માતાપિતાને તે માટે પોતાની ન છૂટકે અનુમતિ આપી. મોટી ધામધૂમપૂર્વક જમાલિએ બીજા પાંચસો પુરુષો સાથે શ્રમણ ભગવાન પાસે દીક્ષા લીધી અને અધ્યયન શરૂ કર્યું. ટૂંક વખતમાં ૧. આ માટે જુઓ પં. બેચરદાસના અનુવાદવાળું “ભગવતીસૂત્ર', પૃ. ૪૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ • જૈન ધર્મ અને દર્શન સામાયિકાદિ અગિયાર અંગો શીખી ગયો અને પછી અનેક પ્રકારે ઉપવાસોના તીવ્ર તપોમાર્ગથી આત્માને ઉન્નત કરતો વિચરવા લાગ્યો. ક્યારેક જુદા વિચરવાની ઇચ્છાથી જમાલિએ શ્રમણ ભગવાન પાસે આવીને વંદનપૂર્વક કહ્યું કે – ‘ભગવન્ ! હું પાંચસો ભિક્ષુઓ સાથે આપની અનુજ્ઞાપૂર્વક જુદો વિચરવા ઇચ્છું છું.’ શ્રમણ ભગવાને મૌન સ્વીકાર્યું ને તેની માગણીનો સ્વીકાર ન કર્યો. ત્રણ વાર પૂછ્યા છતાં પણ જ્યારે શ્રમણ ભગવાને મૌન ન તોડ્યું ત્યારે છેવટે જમાલિ પોતાના પાંચસો સહચારી ભિક્ષુકો સાથે છૂટો પડી સ્વતંત્ર વિચરવા લાગ્યો અને વિચરતાં વિચરતાં શ્રાવસ્તીમાં આવી પહોંચ્યો. એ નીરસ, રુક્ષ, તુચ્છ અને અનિયમિત ખાનપાનથી તેને જ્વર આવ્યો. પિત્તજ્વરથી બહુ વેદના થતાં તેણે આરામ માટે સહચારી ભિક્ષુકોને શય્યા પાથરવા કહ્યું. ભિક્ષુકોએ વિનયપૂર્વક તેની આજ્ઞા સ્વીકારી. જ્વરની તીવ્ર વેદનાથી વ્યાકુળ થયેલ તેણે તુરત જ ફરીથી ભિક્ષુકોને પૂછ્યું કે શું, શય્યા કરી કે કરો છો ? ભિક્ષુકોએ ઉત્તર આપ્યો કે શય્યા હજી થઈ નથી, પણ થાય છે. આ ઉત્તર સાંભળી જમાલિને વિચાર થયો કે શ્રમણ ભગવાન એમ કહે છે કે ‘જે કર્મ ચલિત થતું હોય, ક્ષીણ થતું હોય અથવા આત્માથી છૂટું પડતું હોય તે ચલિત થયું, ક્ષીણ થયું, આત્માથી મુક્ત થયું કહી શકાય.' કથન મિથ્યા છે; કારણ કે, એ કથન અનુભવથી વિરુદ્ધ છે. આવો વિચાર આવતાં જ તુરત તેણે સહચારી ભિક્ષુઓને બોલાવ્યા ને કહ્યું કે – જુઓ, શ્રમણ ભગવાન કહે છે કે જે કર્મ ચલિત થવા, ક્ષીણ થવા અને વિપાક આપી આત્માથી છૂટું થવા લાગે તેને ચલિત થયું, ક્ષીણ થયું, છૂટું થયું એમ કહી શકાય. આ કથન કેટલું અનુભવ વિરુદ્ધ છે ? તમે સંથારો કરો છો ત્યારે તેને કર્યો એમ નથી કહેતા, પણ કરીએ છીએ એમ કહો છો; અર્થાત્ ચાલુ ક્રિયાને ચાલુ જ માનો છો, પૂર્ણ નથી માનતા અને શ્રવણ ભગવાન તો ચાલુ ક્રિયાને પણ પૂર્ણ કહે છે. આ કથન ખરેખર અનુભવ વિરુદ્ધ છે.’ – આ વિચાર જમાલિ પાસેથી સાંભળતાં જ તે કેટલાક ભિક્ષુઓને પસંદ આવ્યો, પણ કેટલાકને પસંદ ન આવ્યો. જેઓને પસંદ આવ્યો તેઓ જમાલિ સાથે રહ્યા અને બીજા તેનાથી છૂટા પડી શ્રમણ ભગવાનને જઈ મળ્યા. આ વખતે શ્રમણ ભગવાન ચંપાનગરીમાં હતા. જ્વરમુક્ત થઈ શક્તિ મેળવ્યા પછી જમાલિ પણ શ્રમણ ભગવાન પાસે આવ્યો અને વંદન-નમસ્કાર કર્યા સિવાય એમ જ ઊભો રહી કહેવા લાગ્યો કે જેમ તમારા શિષ્યો અપૂર્ણ અવસ્થામાં તમારાથી છૂટા પડ્યા અને પાછા અપૂર્ણ સ્થિતિમાં જ તમારી પાસે આવ્યા છે તેમ હું નથી આવ્યો. હું અર્હમ્, જિન, સર્વજ્ઞ અને પૂર્ણ થઈ અહીં આવ્યો છું. આ સાંભળી શ્રમણ ભગવાનની પાસે બેઠેલ તેઓના પ્રધાનશિષ્ય ગૌતમે જમાલિને કહ્યું કે જો તું સર્વજ્ઞ હોય તો લોક શાશ્વત છે કે અશાશ્વત અને જીવ શાશ્વત છે કે અશાશ્વત' એ બે પ્રશ્નોનો ઉત્તર આપ. જમાલિ વિચારમાં પડી Page #80 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય • ૭૧ ગયો અને ઉત્તર ન આપી શક્યો. એ જોઈ શ્રમણ ભગવાને કહ્યું કે જમાલિ મારા ઘણા છદ્મસ્થા (અસર્વજ્ઞ) શિષ્યો છે જેઓ આ પ્રશ્નોનો ઉત્તર મારી પેઠે આપી શકે છે, છતાં તેઓ તારી પેઠે પોતાને સર્વજ્ઞ નથી કહેતા.” એમ કહી શ્રમણ ભગવાને તે પ્રશ્નોનો ઉત્તર આ પ્રમાણે આપ્યો : “લોક અને જીવ શાશ્વત પણ છે; કારણ કે, તે ઉત્પન્ન કે નષ્ટ થતા નથી. તેમજ અશાશ્વત પણ છે; કારણ કે, તે બંને અનેક પરિવર્તનો પણ અનુભવે છે. શ્રમણ ભગવાનનો આ ઉત્તર માલિએ ન માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. છૂટો પડી તેણે અનેક વર્ષ સુધી ભિક્ષુપદ પર કાયમ રહી શ્રમણ ભગવાન વિરુદ્ધ હિલચાલ કરી અને પોતાને તથા બીજા અનેકને આડે રસ્તે દોર્યા. છેવટે પંદર દિવસની સંખના (અનશન) કરી, મરી નીચ દેવલોકમાં પેદા થયો. મતભેદની બાબત જમાલિ અને શ્રમણ ભગવાન વચ્ચે બીજી કોઈપણ બાબતમાં મતભેદ હતો કે નહિ તેનું વર્ણન મળતું નથી. માત્ર એક બાબત વિશેના મતભેદનું વર્ણન મળે છે, અને તે આ. જમાલિનું કહેવું હતું કે ધારેલું ફળ ન આવે ત્યાં સુધી તે માટે ચાલતા પ્રયત્નને સફળ ન જ કહી શકાય. શ્રી મહાવીરનું કહેવું હતું કે ધારેલું છેવટનું ફળ મળ્યા પહેલાં પણ તે માટેના ચાલુ પ્રયત્નને સફળ પણ કહી શકાય. આ મતભેદ જે શબ્દોમાં અહીં મૂકવામાં આવ્યો છે તે શબ્દો જોકે શાસ્ત્રોમાં નથી, છતાં શાસ્ત્રોમાં વર્ણન કરેલ મતભેદનું સ્વરૂપ વ્યાવહારિક ભાષામાં આ રીતે મૂકવું સરળ ને યોગ્ય છે એમ કોઈને જણાયા વિના નહિ રહે. મંખલિપુત્ર ગોશાલક મહાવીરની સાધક અવસ્થામાં જ તેઓ સાથે રહેલો અને છૂટો પડેલો; આવું વર્ણન જૈન ગ્રંથોમાં છે, પણ મહાવીરના ઉપદેશક જીવનમાં તેઓની આજ્ઞા અવગણી તેઓથી છૂટો પડનાર અને જુદો સંપ્રદાય ચલાવનાર તેઓના શિષ્યોમાં જમાલ જ પ્રથમ ગણાય છે. તેથી જેમ બૌદ્ધ શાસ્ત્રોમાં દેવદત્ત પ્રથમ સંઘભેદક તરીકે વર્ણવાયેલ છે તેમ જૈન શાસ્ત્રોમાં જમાલિ પ્રથમ નિલવ મનાયેલ છે. અહીં વિચારક વાચકને સહેજે પ્રશ્ન થશે કે અહિંસામાં કે ક્ષમામાં જગદ્ગુરુ ગણાવા યોગ્ય દીર્ઘતપસ્વી મહાવીરે પોતાના ભાણેજ અને જમાઈ શિષ્યના નજીવા મતભેદની ઉપેક્ષા ન કરી; તે કરતાં જો તેઓએ આટલા નાના મતભેદને ખમી ખાધો હોત તો શું તે વધારે સારું અને ગંભીર ન ગણાય? અથવા શું તેટલા માત્ર મતભેદ ઉપરાંત સીધી રીતે વિરોધનાં અન્ય કારણો હશે? આવું માની લેવાને અત્યારે કાંઈ સાધન નથી. એટલે મહાવીરના વ્યક્તિત્વના વિચારની દૃષ્ટિએ પણ એ વિચારવું પ્રાપ્ત થાય છે કે એ મતભેદનો વિરોધ કરવામાં મહાવીરનું તાત્પર્ય શું હશે ? જો ઘણાં કારણસર આપણે એમ માની લઈએ કે મહાવીર એ ખરે જ મહાવીર, દીર્ઘતપસ્વી સહિષ્ણુ અને ક્ષમા તથા અહિંસાની પ્રત્યક્ષ મૂર્તિ હતા તો એ પણ સ્વીકારવું જોઈએ . Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ જૈન ધર્મ અને દર્શન 1 કે જમાલિના મતભેદની ઉપેક્ષા કરવામાં તેઓએ સંઘનું કાંઈ વધારે અહિત ધાર્યું હશે. એ અહિત તે શું ? – એ અત્યારે આપણે આપણી જ દૃષ્ટિએ વિચારી શકીએ. તે વિચાર કરવો એ જ પ્રસ્તુત લેખનું ધ્યેય હોવાથી નીચે તેનો વિચાર કરીએ. વાંધો લેવાનું રહસ્ય ભગવાન મહાવીરનો સિદ્ધાંત અનેકાંતનો હતો. અનેકાંત એટલે કોઈપણ એક વસ્તુને પ્રામાણિકપણે અનેક દૃષ્ટિએ તપાસવી. અનેકાંત એ માત્ર વિચારનો જ વિષય નથી, પણ આચરણ સુધ્ધાંમાં તેનું સ્થાન છે. જોકે અનેકાંત પ્રામાણિક અનેક દૃષ્ટિઓનો (અપેક્ષાઓનો) સમુચ્ચય છે, છતાં સંક્ષેપમાં તે બધી દૃષ્ટિઓને બે ભાગમાં વહેંચી નાખવામાં આવી છે ઃ પહેલી વ્યવહારદૃષ્ટિ અને બીજી નિશ્ચયદૃષ્ટિ યા પારમાર્થિક દૃષ્ટિ. વ્યવહારદૃષ્ટિ એટલે સ્થૂળ અનુભવ ઉપર ઘડાયેલી માન્યતા અને નિશ્ચયદૃષ્ટિ એટલે સૂક્ષ્મ અનુભવ ઉપર ઘડાયેલી માન્યતા. પહેલી દૃષ્ટિમાં સ્થૂળતાને લીધે અનુભવોની વિવિધતા હોય છે, જ્યારે બીજી બાજુમાં સૂક્ષ્મતાને લીધે અનુભવોની એકતા હોય છે. તેથી જ પહેલીમાં સાધ્ય અને સાધનનો ભેદ અને બીજીમાં સાધ્ય અને સાધનનો અભેદ મનાય છે. પહેલી દૃષ્ટિના અધિકારી સાધારણ અને ઘણા લોકો હોય છે; બીજીના અધિકારી બહુ થોડા હોય છે. જ મહાવીરનું કથન હતું કે વ્યવહાર અને નિશ્ચય એ બંને દૃષ્ટિને આધારે જ કોઈપણ માન્યતા સ્થિર કરવામાં આવે અગર કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે તો જ સર્વત્ર સમાધાન અને વ્યવસ્થા રહી શકે. જો નિશ્ચય વિનાની કેવળ વ્યવહારસૃષ્ટિનું અનુસરણ કરવામાં આવે તો ભેદ તથા વિરુદ્ધબુદ્ધિ વધારે કેળવાય અને ટૂંકી દૃષ્ટિને લીધે ધૈર્ય જલદી ખૂટી જવાથી લક્ષ્ય સુધી ન જ પહોંચી શકાય. તેવી રીતે વ્યવહાર વિનાની કેવળ નિશ્ચયદૃષ્ટિને ખરા અર્થમાં અનુસરવામાં આવે તો, જોકે કાંઈ નુકસાન ન જ થાય, પણ તેવી નિશ્ચયદૃષ્ટિને અનુસરનાર મળે કોણ ? એકાદ વ્યક્તિ ભલે તેવી હોય, પણ તેથી સામુદાયિક હિતની સંભાવના ઘણી જ ઓછી રહે છે. મોટે ભાગે તેવી સૃષ્ટિના નામ નીચે દંભ જ ચાલવા માંડે છે. તેથી નિશ્ચયદૃષ્ટિને ધ્યાનમાં રાખી વ્યવહા૨દૃષ્ટિને અનુસરવામાં જ ક્રમિક વિકાસનો વધારે સંભવ છે. મહાવીરના અનેકાંતવાદનું ઉપર્યુક્ત ધ્યેય સમજી લીધા પછી જમાલિના મતનો તેઓએ શા સારુ વિરોધ કર્યો એ વાત ધ્યાનમાં આવી શકશે. ભગવાને અનુભવથી જોયું કે સાધારણ જનસ્વભાવ ધીરજ વિનાનો અગર ઓછી ધીરજવાળો હોય છે. તેથી દરેક માણસ કોઈપણ પ્રયત્ન શરૂ કરી તેનું ફળ તરત ઇચ્છે છે. તે માટે આપવો જોઈતો ભોગ આપવા તે તૈયાર નથી હોતો. ઘણી વાર તો ફલપ્રાપ્તિ નજીક આવ્યા છતાં અધીરજને લીધે એકાદ નાનીમોટી મુશ્કેલી આવતાં તે મોટે ભાગે સિદ્ધ થયેલ પ્રયત્નને પણ નિરાશ થઈ છોડી દે છે, અને નિષ્ફળતા મળતાં પોતાની Page #82 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય - ૭૩ ધીરજની ઊણપને ન જોતાં તે બહારની મુશ્કેલીઓને તરછોડે છે, તેના ઉપર કંટાળો લાવે છે, કેટલાક લોકોને પોતાના પ્રયત્નોમાં વિક્ષેપ નાખનાર ગણી તેની સાથે દુશ્મનાવટ બાંધે છે અને આ રીતે માનસિક ભૂમિકા મલિન કરી મૂકે છે. જેમ દુન્યવી કામોમાં તેમ પારમાર્થિક માર્ગમાં પણ અધીરજથી ઘણાયે પાછા હઠે છે. કોઈ સાધક અમુક વખત સાધના કર્યા બાદ ઇષ્ટ પ્રમાણમાં ફળ ન મળતાં નિરાશ થઈ તરત જ તે સાધના છોડી બેસે છે અને નિરાશ થઈ આડે રસ્તે દોરાય છે. ઘણા ભિક્ષુઓ, ઘણા તપસ્વીઓ એ જ કારણથી અડધે માર્ગે જઈ નીચે પડ્યાના દાખલા આપણે ક્યાં નથી જાણતા? સામાજિક અને રાજકીય પ્રયત્નો પણ ઘણી વાર અધૂરા રહી જાય છે. તેનું એ જ કારણ છે ! એ વાત લક્ષમાં રાખી ભગવાને કહ્યું કે કામ ચાલુ હોય, જેનો પ્રયત્ન હજી ચાલતો જ હોય તે કામ પણ કરાયું એમ કહી શકાય. ભગવાનના આ કથનનો સાર એ છે કે દરેક માણસ આરંભેલ પ્રયત્નને વચ્ચેથી ન છોડે; કારણ કે, દેખી શકાય તેવું ધારેલ સ્થૂળ ફળ તો લાંબા પ્રયત્નને અંતે જ પ્રાપ્ત થાય છે. પણ પ્રયત્ન ચાલતો હોય ત્યારેય એટલે જેટલે અંશે પ્રયત્ન સિદ્ધ થયો હોય તેટલે તેટલે અંશે ફળની પ્રાપ્તિ પણ થયેલી છે. આ માત્ર આશાવાદ નથી, પણ ઊંડું અને ખરું સત્ય છે. આ સત્ય ધ્યાનમાં ન હોય તો પરમાર્થ કે વ્યવહારમાં ક્યાંય પ્રયત્ન સ્થિર ચાલી ન શકે. તેથી ભગવાને નિશ્ચય અને અને વ્યવહાર બંને દૃષ્ટિએ ધ્યાનમાં રાખવાનો અનેકાંત ઉપદેશ આપ્યો, અને જમાલિના મતનો વિરોધ કર્યો. દૃષ્યત અને તે દ્વારા સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ ભગવાનનો સિદ્ધાંત “ડેમણે રે નો છે. જે કામ કરવામાં આવતું હોય, જે હજી ચાલુ હોય, જેનું છેવટનું ફળ ન આવ્યું હોય, અર્થાતુ જે પૂર્ણ ન થયું હોય તેને પણ થયું કહી શકાય, તેને પણ સફળ લેખી શકાય. આ -કડેમાણે કડેનો ભાવે છે. એ સિદ્ધાન્ત પ્રયત્ન અને ફળ વચ્ચે ભેદ નથી સ્વીકારતો, તેથી એ સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ પ્રયત્નના આરંભના પ્રથમ ક્ષણથી તે પ્રયત્નના સમાપ્તિની છેલ્લા ક્ષણ સુધીની અખિલ પ્રયત્નધારા એ જ ફળ છે; અને નહિ કે પ્રયત્નને અંતે તેનાથી નિષ્પન્ન થતું માત્ર જુદું જ ફળ. પણ જમાલિનો વાદ એથી જુદો હતો. તે કહેતો કે ડેમાળ ડે નહિ, પણ ડે છે. એટલે કે જે કામ ચાલુ હોય તેને કરાયું કે સફળ ન જ કહી શકાય, પણ જ્યારે તે કામ સમાપ્ત થાય, તેનું છેવટનું ફળ આવે ત્યારે જ અને તો જ તે કામ કરાયું અર્થાત્ સફળ થયું કહી શકાય. આ વાદ પ્રયત્ન અને ફળનો ભેદ સ્વીકારે છે. તેથી એ મુજબ કોઈપણ કામના પ્રારંભથી તેની સમાપ્તિ સુધીનો જે પ્રયત્ન એ સાધન છે, અને તેને અંતે નિષ્પન્ન થનારું તેનું છેવટનું ફળ એ તે સાધનથી તદ્દન Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈન ધર્મ અને દર્શન ભગવાનને જમાલિનો વાદ કબૂલ છે, પણ તે એક જ દૃષ્ટિએ. તે દૃષ્ટિ એટલે વ્યવહાર. જ્યારે જમાલિને માત્ર વ્યવહારદૃષ્ટિ જ કબૂલ છે, અને ભગવાનની બીજી નિશ્ચયદૃષ્ટિ કબૂલ નથી. એટલે બંને વચ્ચે એકાંત–અનેકાંતનું અંતર છે. આ અંતર જીવનમાં ઊતરે તો પરિણામ શું આવે તે એક દૃષ્ટાંતથી તપાસીએ. કોઈ બે જણે ફ્ળ પેદા કરવાની ઇચ્છાથી જુદા જુદા આંબાનાં વૃક્ષ રોપ્યાં. બંનેએ સરખી રીતે ઉછેર આરંભ્યો. ઘણો વખત વીત્યો. મૂળો બાઝ્યાં, થડો જામ્યાં, ડાળો ફૂટી, પલ્લવ અને પત્રો વિસ્તર્યાં. અચાનક એકથી વધારે વાર આંધી અને બીજાં પ્રાકૃતિક તોફાનો આવ્યાં, જેથી બંને વૃક્ષો ઉ૫૨ મૉર આવવાની ક્રિયા ધાર્યા કરતાં વધારે વખત માટે લંબાઈ. નિરાશાનો અને આશાનો પ્રસંગ બંને જણ માટે એક જ સરખો ઉપસ્થિત થયો. જ્યારે એક જણ અત્યાર સુધીના પોતાના દીર્ઘ પ્રયાસને સર્વથા નિષ્ફળ માની કંટાળ્યો અને અધીરજથી વૃક્ષના પોષણનું અને સંવર્ધનનું કામ છોડી દે છે, ત્યારે બીજો જણ પોતાના તેટલા જ દીર્ઘ પ્રયાસને સફળ માની ધૈર્યબળથી વૃક્ષના સંવર્ધનનું કામ વિધિવત્ ચાલુ રાખે છે. પરિણામે પહેલો જણ આંબાનું ફળ પેદા નથી કરી શકતો અને બીજો કરી શકે છે. અહીં આમ્રવૃક્ષ રોપનાર ભલે કાલ્પનિક પાત્રો હોય, પણ વિશ્વના મનુષ્યસમાજની બે માનસિક પ્રકૃતિઓ એ કાલ્પનિક પાત્રોમાં આબેહૂબ ચિત્રિત થાય છે અને તે ઊંડી કે છીછરી સમજ ઉ૫૨ રચાયેલી છે. પ્રથમ પ્રકૃતિનો (છીછરી સમવાળો) માણસ મૂળને બાઝેલું, થડને લાગેલું, ડાળોને ફૂટેલી અને પલ્લવ-પત્રોને વિસ્તરેલાં જુએ, પણ તેની નજરે હજી આમ્રનું મધુર અને પક્વ ફળ નથી ચડતું. તે તો પૂર્વના મૂળ અને સ્કંધથી લઈ મંજરી (મૉર) સુધીનાં બધાં પરિણામોને અને તે માટેના પ્રયત્નને પક્વ અને મધુ૨ ફળથી તદ્દન જુદાં જ માની બેઠો છે. તેથી તે પદે પદે ને ક્ષણે ક્ષણે પૂર્વવર્તી અવહંભાવી પરિણામો જોવા છતાં જ્યાં સુધી આમ્રફળને નથી જોતો ત્યાં સુધી પોતાના પ્રયત્નને નિષ્ફળ જ માનતો જાય છે, અને તેથી ભયાનક આફત આવતાં તે સામે તે ટકી શકતો નથી, વચ્ચે જ નિરાશ થઈ યત્ન છોડી બેસે છે. ત્યારે બીજી પ્રકૃતિનો (ઊંડી સમજવાળો) માણસ મૂળમાં, સ્કંધમાં, ડાળોમાં, પત્રોમાં અને મંજરી આદિમાં આમ્રફળના ક્રમિક અંશો જુએ છે. એવી સૂક્ષમદૃષ્ટિમાં આમ્રફળ એ બીજું કાંઈ જ નહિ, પણ પૂર્વવર્તી સમગ્ર પરિણામોનો સરવાળો. એમાંના જે પરિણામ આણવા સુધી પ્રયત્ન થયો હોય તેટલું આમ્રફળ તેની દૃષ્ટિએ થયેલું જ છે. આ કારણથી તેની સૂક્ષ્મદૃષ્ટિ તેને ભયાનક આફતો સામે ઊભો રાખે છે, અને તેને કોઈ કારણસર વચ્ચેથી વૃક્ષસંવર્ધનનું કામ છોડવું પડે તો, મારો પ્રયત્ન નિષ્ફળ ગયો એવી ઊલટી સમજથી, તેને તે દૃષ્ટિ બચાવી લે છે. તે માણસ તેવી સૂક્ષ્મદૃષ્ટિને લીધે એમ દૃઢપણે માનતો હોય છે કે યથાવિધિ પ્રયત્ન એ જ ફ્ળ છે અને જેટલા પ્રમાણમાં પ્રયત્ન સેવ્યો તેટલા પ્રમાણમાં ફ્ળ આવેલું જ Page #84 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય • ૭૫ છે. પક્વ અને મધુરરસયુક્ત ફળનો સરવાળો પૂર્ણ કરવા જેટલા અંકો બાકી રહ્યા છે તેટલું જ તે ફળ બાકી છે, બીજું સિદ્ધ થઈ ગયું છે. આ માન્યતાને લીધે તે માણસ ફરી પ્રયત્નની તક શોધે છે અને પરિણામે તક મળે છે, તેમજ ભાવના પ્રમાણે સંપૂર્ણ ફળનો અધિકારી તે થાય છે. આવો અધિકારી જ ભગવાનના સિદ્ધાંતનું તત્ત્વ જીવનમાં ઉતારનાર હોય છે. - કડેમાણે કડેના – સિદ્ધાંતમાં જે વસ્તુ સચવાઈ છે તે જ વસ્તુ બીજા રૂપમાં અને બીજા શબ્દોમાં ગીતામાં ગવાઈ છે. એનો બીજો અધ્યાય વાંચો. તેમાં કહ્યું છે કે કર્મયોગમાં પ્રારંભેલ પ્રયત્નનો નાશ નથી, તેમાં પ્રત્યવાય (અંતરાય પણ નથી. કર્મયોગધર્મનું થોડું પણ આચરણ તેના આચરનારને મહાન ભયથી બચાવી લે છે. કર્મ પર જ પ્રયત્ન પર જ તારો અધિકાર છે. ફળ ઉપર કદીયે નથી; માટે પ્રયત્નફળ તૃષ્ણાનું તું નિમિત્ત ન થા, તેમજ અકર્મ (કર્મત્યાગ) પણ ન સેવ. नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥ ४० ॥ कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । ઝર્મનંદેતુર્ખ તે સં ર્વMfM | 8 | ગીતાના કેટલાક સૂક્ષ્મ ભાવોનું જૈનદષ્ટિ સાથે સમીકરણ અથવા જૈન દૃષ્ટિએ ઉદ્ઘાટન કરવું એ માર્ગ અત્યારના એકદેશીય સાંપ્રદાયિક અભ્યાસીઓને નવો ન લાગે તે માટે ઉ. યશોવિજયજીની સાંપ્રદાયિક છતાં ગીતા આદિના સમન્વયવાળી અધ્યાત્મસાર, જ્ઞાનસાર આદિ કૃતિઓ તરફ વાચકોનું લક્ષ્ય ખેંચી વિરમીશ. – જૈનયુગ, ચૈત્ર ૧૯૮૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮. ભગવાન મહાવીરનો ત્રિવિધ સંદેશ અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત સાધ્વી શ્રી ઉજ્જવલકુમારીજીએ ત્રણ મુદ્દાઓ ઉપર જે સરલ અને સ્પષ્ટ વિવેચન કર્યું છે તેને હરકોઈ સરળતાથી સમજી શકે તેમ છે. તે બદલ હું મારા તરફથી અને સંઘ તરફથી તેમનો આભાર માનું છું. ગયે વર્ષે સાધ્વીજી ગાંધીજીને રોજ બિરલા હાઉસમાં મળતાં, તેમની સાથે અહિંસા અને તેને લગતા મુદ્દાઓ વિશે ચર્ચા કરતાં. મારો પણ સાધ્વીજી સાથે પરિચય તે વખતે તાજો જ હતો. હું તેમની અને ગાંધીજી વચ્ચે થયેલી ચર્ચાઓ વિશે તેમની જ પાસેથી કાંઈક જાણી લેતો. તેના સંસ્કારો મારા મન ઉપર પડેલા જ છે. તેને ધ્યાનમાં રાખી અત્યારે તેમના પ્રવચન-શ્રવણ ઉપરથી જે વિચારો ફુર્યા છે તેને જ ટૂંકમાં દર્શાવવા ધારું છું. જે અનેકાંત, અહિંસા અને અપરિગ્રહની પૃષ્ઠભૂમિકા છે તે અનેકાંત કેવળ શાસ્ત્રીય વાદોના સમન્વયમાં જ સમાતો નથી. તે તો જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શી છે. વ્યવહારુ જીવનની દરેક બાજુને અવિવેકી આત્યંતિકતા તરફ ઢળતાં રોકવી એ જ સાચી અનેકાંતદષ્ટિ છે. એવી દૃષ્ટિ ન હોય તો અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતો વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વિકૃત થયા વિના રહે જ નહિ. સામાજિક જીવનને સંવાદી અને સુરીલું બનાવવા માટે આ ત્રણ સિદ્ધાંતો અગત્યના હોઈ સમગ્ર જીવનમાં તે ધ્રુવસ્થાને છે. આમ છતાં અને તે ઉપર વારંવાર થતાં વિવેચનો સાંભળવા છતાં આપણે જ્યાંના ત્યાં છીએ, તેનું શું કારણ ? એ પ્રશ્ન મારી પેઠે સૌને થતો હશે. એના ઉત્તરનો ઊંડો વિચાર કરતાં એમ લાગે છે કે આપણે સિદ્ધાંત અને તેના બાહ્ય ખોખા વચ્ચેનું અંતર જાણી શક્યા નથી. એટલે એક કાળે તેવા સિદ્ધાંતોને જીવનમાં સિદ્ધ કરવા અમલમાં મુકાયેલા અને અત્યારે નિરર્થક બની ગયેલા આચારોના ચીલાને જ અનુસરી આપણે તેવા સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવ્યાનો ખોટો સંતોષ માની લઈએ છીએ અને પ્રસંગ આવે ત્યારે તે સિદ્ધાંતોનું ગૌરવ ગાઈ પાછા એ જ નિરર્થક સિદ્ધ થયેલ બાહ્ય આચારના ખોખાનો બચાવ કરીએ છીએ.' ભગવાન મહાવીરે અહિંસા અને અપરિગ્રહનાં જીવનગત બીજોને વિકસાવવા તેમજ સિદ્ધ કરવા ઘરબાર છેડ્યાં, જંગલનો ચહ લીધો અને બીજાના શ્રમ ઉપર · Page #86 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરનો ત્રિવિધ સંદેશ અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત • ૭૭ જીવવાનું બાજુએ મૂકી માત્ર સ્વાવલંબી અને સહિષ્ણુ ત્યાગી જીવન સ્વીકાર્યું. તેમણે એ જીવન દ્વારા તે કાળે અનેકાંતદૃષ્ટિ અને અહિંસા-અપરિગ્રહ સિદ્ધ કરી તેનો વારસો બીજાને આપ્યો. પણ અનુયાયીઓ બદલાતી પરિસ્થિતિમાં પણ ભગવાનના તે વખતના બાહ્ય જીવનના ખોખાને જ વળગી રહ્યા અને ઊંડાણથી એ જોવું ભૂલી ગયા કે વસ્તુત મૂળ સિદ્ધાંતો પ્રમાણે જીવન જિવાય છે કે નહિ. પરિણામ એ આવ્યું કે ભગવાનના સીધા વારસદાર ગણાતા ત્યાગીઓ જ એ ધ્રુવ સિદ્ધાંતથી સાવ વેગળા જઈ પડ્યા, અને હજારો વર્ષ પહેલાંના ત્યાગીના આચાર–ખોખાને મજબૂતપણે વળગી રહ્યા. ગૃહસ્થો, કે જે મુખ્યપણે ત્યાગીઓના જીવનને આદર્શ માની ચાલે છે અને તેમનું અનુકરણ કરે છે તેઓ, પણ એવા જ શુષ્ક આચારના ખોખાને મજબૂતપણે વળગી રહ્યા અને અનેકાંત તેમજ અહિંસા-અપરિગ્રહની જાગતી દૃષ્ટિ જ લગભગ ગુમાવી બેઠા. બીજાના શ્રમ ઉપર ન જીવવાની દૃષ્ટિએ ક્યારેક યોજાયેલો અનગાર-માર્ગ આજે એટલો બધો વિકૃત થઈ ગયો છે કે તેનું પાલન એકમાત્ર બીજાના શ્રમને જ આભારી થઈ ગયું છે. ઉઘાડે પગે ચાલવું, હાથે વાળ ખેંચી લઈ લોચ કરવો વગેરે કઠણ આચારો અને મિલમાં તૈયાર થયેલ ઝીણાં તેમજ રેશમી – ભોગી જનને શોભે તેવાં – કપડાં એ બેનો ત્યાગીજીવનમાં મેળ શો, એ વિચારવું ઘટે છે. અહિંસા અને અપરિગ્રહ માટે જ નગ્નત્વ કે અર્ધનગ્નત્વ સ્વીકારનાર ત્યાગી વર્ગ જમાનો બદલાતાં વસ્ત્ર ધારણ કરે અને શહેરમાં પણ રહે તો તે એ જ સિદ્ધાંતને અનુસરી પોતાનાં કપડાં પોતે તૈયાર કેમ ન કરે? આ પ્રશ્ન અઘરો અને ધર્મઘાતક લાગતો હોય તો તેનું કારણ એ છે કે આપણામાં એ ધ્રુવ સિદ્ધાંતો વિશેની સાચી અને ઊંડી સમજણ જ નથી. નિર્દોષ ગણાય એવા નિરક્ષરતાનિવારણ અને સામાજિક જ્ઞાનદાનનું કાર્ય કોઈ ત્યાગી જવાબદારીપૂર્વક કરે તો તેને સમાજ ત્યાગટ્યુત થયેલ માને છે. આનું કારણ એ છે કે આપણે નિવૃત્તિને જ પૂર્ણ ધર્મ માની લીધો અને એ ભૂલી ગયા કે દોષનિવૃત્તિ એ તો ધર્મમાત્રની એક બાજુ જ છે, અને તે પણ સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ કરવાની માત્ર પ્રાથમિક શરત છે. પરિણામે સપ્રવૃત્તિનો આગ્રહ જતાં જ નિવૃત્તિ પણ બનાવટી બની ગઈ. ગૃહસ્થો કાળા બજાર અને શોષણ કરે તે તેમનો દોષ છે જ, પણ એ જાણવા છતાં એવી આવકમાંથી ત્યાગીજીવન પોષવું, એ શું કાળાં બજાર અને શોષણથી ઊતરતું છે? ત્યાગીઓ ગૃહસ્થોના ધંધાને દૂષિત કહે છે જ્યારે ગૃહસ્થો ઊંડે ઊંડે સમજતા હોય છે કે ધંધો દૂષિત છે, પણ એની શુદ્ધિ ત્યાગીઓના પોષણ દ્વારા થઈ જાય છે. એટલે સામાજિક અશુદ્ધિનું ચક્ર ચાલુ જ રહે છે. પરિસ્થિતિ બદલાતાં સિદ્ધાંતની વ્યાખ્યા બદલવી જરૂરી બને છે. એનો એક દાખલો વિચારીએ. સ્વદારાસંતોષ એ ગૃહસ્થોનું બ્રહ્મચર્ય વ્રત છે. હવે આજે આવા વ્રતને ધારણ કરનાર કોઈ ગૃહસ્થ પરસ્ત્રી તરફ કદી પણ નજર ન કરતાં માત્ર સ્વસ્ત્રીમાં Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ • જૈન ધર્મ અને દર્શન સંતુષ્ટ રહે અને તે પોતે પોષણ અને સંસ્કાર-દાનનો પ્રબંધ કરી ન શકે એટલી સંતતિ પેદા કર્યા કરે તો દેખીતી રીતે તે સ્વદારાસંતોષનું વ્રત પાળવા છતાં તાત્ત્વિક રીતે તેનો ભંગ જ કરે છે, એમ આજની પરિસ્થિતિમાં કહેવું જોઈએ; કારણ કે, સ્વસ્ત્રીમાં સંતુષ્ટ રહેવું એ તો સ્વદારાસંતોષનો અર્થ છે જ, પણ તેથી આગળ વધી એમાં એ પણ ગર્ભિત અર્થ સમાયેલો છે કે પોતાનું, સંતતિનું અને સમાજનું જીવન ન વણસે એટલી જ હદે દામ્પત્યજીવનમાં જાતીયસંબંધને અવકાશ આપવો. સાધ્વીજીએ કહ્યું કે કુમારિક ભટ્ટ અને મહાવીર જેવા ક્ષત્રિયોના મુખેથી ઉપદેશાયેલી અહિંસાને ચર્મપાત્રમાં ભરેલ દૂધ જેવી કહી છે. તેમનું આ કથન સાચું છે, પણ આ ઉપરથી શ્રોતાઓ રખે એમ માની લે કે બ્રાહ્મણો કુમારિલે મહાવીર જેવા અહિંસક ક્ષત્રિયોની નિંદા કરી છે અને તેથી બ્રાહ્મણ માત્ર નિંદક જ છે. વાત એમ છે કે કુમારિક તો સાતમા સૈકામાં થયા, જ્યારે તેથી કેટલીય શતાબ્દીઓ પહેલાં જૈનોએ બ્રાહ્મણકુળને હીન અને તુચ્છ કુળ કહેલું છે. કુમારિલે જૈનોએ બ્રાહ્મણકુળ ઉપર કરેલ આક્ષેપનો ઉત્તર જ આપ્યો છે અને આગળ જતાં બારમા સૈકામાં આચાર્ય હેમચંદ્ર કુમારિલને તેથીયે વધારે સખત જવાબ આપ્યો છે. તેથી આપણે અહિંસક દૃષ્ટિએ તો એ વિચારવું ઘટે કે ગમે તે પક્ષ તરફથી આક્ષેપ શરૂ થાય પણ એમાં તટસ્થ જ રહેવું જોઈએ અને બીજા કરતાં પોતાના જ દોષોને જોવાની વૃત્તિ કેળવવી જોઈએ.' – પ્રબુદ્ધ જૈન, ૧૫-૧-૧૯૪૫ ૧. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન તા. ૯-૯-૪૫ના રોજ મહાસતી શ્રી. ઉજ્વલકુમારીજીએ આપેલ વ્યાખ્યાન પછી અધ્યક્ષપદેથી પૂ. પંડિતજીએ આપેલ વ્યાખ્યાન Page #88 -------------------------------------------------------------------------- ________________ ૯. મહાવીરનો સંદેશ આપણે ભગવાન મહાવીરના જીવનને વાંચીએ છીએ, પણ આપણે તેમના જીવનચેતનને સ્પર્શતા નથી. જો તેમના જીવનચેતનને સ્પર્શીએ તો સહુ માનવી વિશાળ દૃષ્ટિએ મહાવીર બની શકે, મહાવીર થઈ શકે. તેન ત્યજીને મુંગીથા – એ આદેશ સ્પષ્ટ કહે છે કે ત્યાગ કરીને ભોગવ. કાઈ વસ્તુ પર નજર ન રાખીશ. મંદિર ઊંચું રાખવામાં આવે છે. એનો અર્થ ઊંચા આદર્શનો. છે. દષ્ટિ શિખર તરફ રહે, ઉચ્ચ રહે એ હેતુ છે. “તન ધનકી કૌન બડાઈ” એમ કબીર કહે છે ત્યારે તન, મન, ધન નકામું છે એમ નહિ પણ એની બડાઈ નકામી છે. ભગવાનને ઓળખવા હોય તો આધ્યાત્મિક દૃષ્ટિ કેળવવી જોઈએ. કોઈ વાડામાં કે ચોકામાં કે લઢણમાં ભગવાનને ન પૂરવા જોઈએ અને તો જ એને ગમે ત્યાં જોઈ શકીએ. પછી એનું નામ મહાવીર હોય, કૃષ્ણ હોય કે ગમે તે હોય. મહાવીરનો સંદેશ છે કે સત્ય અને સદ્દગુણમાં એક થવું. મહાવીરનો સંદેશ એટલે જીવનદૃષ્ટિ અને જીવનકળા. હિંદના કોઈપણ સંતને લો. તેનો સંદેશ એક જ હોય છે. તમારા અવગુણો તરફ જુઓ, સામાના અવગુણો તરફ જુઓ નહિ. ભગવાન મહાવીર પણ દરેક માનવીને સૌ પહેલાં પોતાની ખામી જોવાનું કહે છે. મિચ્છામિ દુક્કડમ્ બોલીએ અને ભૂલો કર્યો જઈએ એનો કાંઈ અર્થ નથી, પણ ભૂલ તરફ પાછા ન જઈએ એ એનો ખરો અર્થ છે. સમ્યક્ષ્યારિત્ર એટલે જ જીવનકળા – જે જીવનકળા ભગવાન મહાવીરે જીવી બતાવી છે, આચરી બતાવી છે. આપણે એને સમજી વ્યવહારમાં આચરી બતાવીએ. ભગવાન મહાવીરે કહ્યું છે કે જેઓના વિચારોમાં મેળ ન હોય તેઓ પોતાને બીજાની સ્થિતિમાં મૂકે અને વિચાર કરી જુએ તો અથડામણોનો અંત આવશે. મનની મોટાઈ કેળવાય તો કુટુંબની અથડામણનો અંત આવે. મહાવીર, કૃષ્ણ વગેરેનાં આધ્યાત્મિક જીવન તપાસો. બાહ્યજીવન અલગ હશે, પણ સહુનાં આધ્યાત્મિક જીવન એક જ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ૦ જૈન ધર્મ અને દર્શન આપણે એકબીજા તરફ પૂર્ણ આદર રાખીએ, નબળા હોય તે તરફ વધુ આદર રાખીએ તો કામ સરળ બને. ધર્મસ્થાનોમાં જૈન હોય તે જ જાય એમ કહેવાય છે, પણ જૈન કોણ ? તમારામાં જૈનત્વ છે ? જૈનત્વ હોય તો આપણે શૂદ્રને આ રીતે જીવન ગાળવા દઈ શકીએ ? આ ધર્મદૃષ્ટિ નથી. ઘણા કહે છે કે જૈનધર્મ જૂનો છે, એમાં અહિંસા છે, પણ આજે આ અહિંસા એના વાસ્તવિક અર્થમાં નજરે ચડતી નથી. – પ્રબુદ્ધ જૈન, ૧૫–૧૦-૧૯૫૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૦. વી૨પરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરે સ્થાનકવાસીસંમત મુહપત્તિબંધન અને મૂર્તિઉત્થાપન એ બંનેનો ત્યાગ કર્યો. હું પોતે પણ એમ માનું છું કે મુહપત્તિનું ઐકાન્તિક બંધન એ વસ્તુતઃ શાસ્ત્રસંમત તેમજ વ્યવહાર્ય નથી. એ જ રીતે એમ પણ માનું છું કે આધ્યાત્મિક વિકાસક્રમમાં અધિકારી-વિશેષ વાસ્તે મૂર્તિ-ઉપાસનાનું સમુચિત અને શાસ્ત્રીય સ્થાન છે. તેમ છતાં એ પ્રસિદ્ધ સૂરીશ્વરના સ્મારક અંકમાં એમના એ અંશની સ્મૃતિ નિમિત્તે આ લેખ લખી રહ્યો નથી, કારણ કે એક તો એ ચર્ચા હવે બહુ રસપ્રદ રહી નથી; તેમજ જૈનેતર અને ઐતિહાસિક વાચકોને એમાંથી કાંઈ વધારે જાણવા જેવું મળે એમ પણ આજે દેખાતું નથી. તેથી ઉપરના મથાળા નીચે હું એક એવા મુદ્દાની સંક્ષેપમાં ચર્ચા કરવા ધારું છું કે જેની સાથે ઉક્ત સૂરીશ્વરનો સંબંધ પણ હતો અને જે મુદ્દો ઐતિહાસિક દૃષ્ટિએ ખાસ અગત્યનો હોઈ સર્વસાધારણ વાચકો વાસ્તે એકસરખો ઉપયોગી છે. કે ધાર્મિક ભાવના જ્યારે સાંપ્રદાયિક રૂપ ધારણ કરી લે છે ત્યારે તે બહુ આળી બની જાય છે. એમાં સત્યદર્શન અને નિર્ભયતાનો અંશ દબાઈ જાય છે. તેથી સાંપ્રદાયિક વસ્તુતઃ ધાર્મિક કોઈ એક મુદ્દાની ચર્ચા, ઐતિહાસિક દૃષ્ટિએ કરવા જતાં પણ, કેટલાક વાચકોના મનમાં સાંપ્રદાયિક ભાવની ગંધ આવવાનો સંભવ છે, એ મારા ધ્યાન બહાર નથી. વળી આજકાલ પ્રતિષ્ઠિત થયેલી ઐતિહાસિક દૃષ્ટિને નામે અગર તેની આડમાં સાંપ્રદાયિક ભાવનું પોષણ કરવાની પ્રવૃત્તિ વિદ્વાન કે વિચારક ગણાતા લેખકોમાં પણ જ્યાં ત્યાં દેખાય છે. એ બધાં ભયસ્થાનો છતાં હું પ્રસ્તુત ચર્ચામાં ઊતરું છું તે એક જ ખાતરીથી, અને તે એ કે જેઓ અસાંપ્રદાયિક અગર સાંપ્રદાયિક ખરેખર વિચારકો હશે, જેઓ સાહિત્ય અને ઇતિહાસના અભ્યાસી હશે તેમને મારી આ ચર્ચા કદી સાંપ્રદાયિક ભાવથી રંગાયેલી નહિ જ ભાસે. જૈન પરંપરા, જેને આ સ્થળે હું વીરપરંપરા કહું છું, તેના અત્યારલગીમાં નાનામોટા ફાંટા-ઉપાંટા ગમે તેટલા હોય, પણ એ બધા સંક્ષેપમાં શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી – એ ત્રણ જ ફિરકામાં આવી જાય છે. ભગવાન મહાવીર પહેલાં પણ જૈન પરંપરાનું અસ્તિત્વ ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ છે. તે પરંપરાને વીરપૂર્વપરંપરાના Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ • જૈન ધર્મ અને દર્શન નામથી ઓળખીએ. ભગવાન મહાવીરે એ પૂર્વપરંપરાને જીવનમાં પચાવી, તેનું યોગ્ય અને સમુચિત સંશોધન, પરિવર્તન, પરિવર્તન કરી પોતાની જીવનસાધનાને પરિણામે એને જે રૂપ આપ્યું તે વીરપરંપરા. આ પરંપરાની ભવ્ય ઇમારત અનેક સંદેશો ઉપર ઊભી થયેલી છે અને તેને જ બળે તે અત્યારલગી એક યા બીજા રૂપમાં જીવિત છે. અહીં વિચારણીય મુદ્દો એ છે કે વીરપરંપરાના પ્રથમથી અત્યાર લગીમાં જેટલા ફાંટા ઇતિહાસમાં આપણી નજરે પડે છે અને અત્યારે જે કે જેટલા ફાંટા આપણી સામે છે તે બધામાં વીરપરંપરાનું પ્રતિનિધિત્વ ઓછું કે વજું એક યા બીજા રૂપમાં હોવા છતાં તે બધા ફાંટામાંથી કયા ફાંટામાં કે કયા ફિરકામાં એનું પ્રતિનિધિત્વ વધારે અખંડપણે સચવાઈ રહ્યું છે? વીરપરંપરાના ત્રણે ફિરકાઓનાં શાસ્ત્રોનું તુલનાત્મક તેમજ ઐતિહાસિક મારું વાચન-ચિંતન અને એ ત્રણેય ફિરકાઓના ઉપલબ્ધ આચાર-વિચારોનું મારું યથામતિ અવલોકન મને એમ કહે છે કે વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ શ્વેતાંબર પરંપરામાં બાકીની બે પરંપરાઓ કરતાં વિશેષ પૂર્ણપણે અને વિશેષ યથાર્થપણે સચવાઈ રહ્યું છે. મારા આ મંતવ્યની પુષ્ટિમાં હું અત્રે ટૂંકમાં આચાર, ઉપાસના અને શાસ્ત્ર એ ત્રણે અંશો ઉપર વિચારકોનું ધ્યાન ખેંચીશ. દિગંબર, શ્વેતાંબર કે સ્થાનકવાસી કોઈપણ ફિરકાની ધાર્મિક પ્રવૃત્તિ અને પ્રચારનો ઇતિહાસ તપાસીશું તો આપણે એમ નહિ કહી શકીએ કે અમુક ફિરકાએ વિરપરંપરાના પ્રાણસ્વરૂપ અહિંસાના સિદ્ધાંતને મોળો કર્યો છે કે તે સિદ્ધાંતના સમર્થન અને પ્રચારમાં પોતાથી બનતું કરવામાં જરાય મચક આપી છે. આપણે એ સગૌરવ કબૂલ કરવું જોઈએ કે અહિંસાના સમર્થન અને તેના વ્યાવહારિક પ્રચારમાં ત્રણે ફિરકાના અનુયાયીઓએ પોતપોતાની ઢબે એક જ સરખો ફાળો આપ્યો છે. તેથી અહિંસા સિદ્ધાંતની દૃષ્ટિએ મારા ઉપર્યુક્ત મંતવ્યનું સમર્થન હું નથી કરતો, પણ એ જ અહિંસા તત્ત્વના પ્રાણ અને કલેવરસ્વરૂપ અનેકાંત સિદ્ધાંતની દૃષ્ટિએ મેં પ્રસ્તુત પ્રશ્નની છણાવટ કરી છે. એ તો હરકોઈ અભ્યાસી જાણે છે કે ત્રણે ફિરકાનો દરેક અનુગામી અનેકાંત કે સ્યાદ્વાદ વાસ્તે એક જ સરખું અભિમાન, મમત્વ અને આદર ધરાવે છે. તેમ છતાં પ્રસ્તુત પ્રશ્ન પરત્વે જોવાનું પ્રાપ્ત એ થાય છે કે એ અનેકાંતદષ્ટિ કયા ફિરકાના આચારોમાં, ઉપાસનામાં અગર શાસ્ત્રોમાં વધારે પૂર્ણપણે સચવાયેલી છે અગર સચવાય છે. જ્યાં લગી વાદવિવાદ, દાર્શનિક ચર્ચાઓ, દાર્શનિક ખડન-મંડન અને કલ્પનાજાળનો સંબંધ છે ત્યાં લગી તો અનેકાંતની ચર્ચા અને તેની પ્રતિષ્ઠા ત્રણે ફિરકાઓમાં એક જ સરખી ઇષ્ટ અને માન્ય છે. દા. ત., જડ કે ચેતન, સ્થૂલ કે સૂક્ષ્મ કોઈપણ વસ્તુના સ્વરૂપનો પ્રશ્ન આવે તો ત્રણે ફિરકાના અભિજ્ઞ અનુયાયીઓ બીજા દાર્શનિકો સામે પોતાનું મંતવ્ય નિત્યાનિત્ય, ભેદભેદ, એકાનેક આદિ રૂપે એક જ સરખી રીતે અનેકાંતદષ્ટિએ સ્થાપવાના; અથવા જગત્કર્તાનો પ્રશ્ન આવે કે કર્મ-પુનર્જન્મનો પ્રશ્ન Page #92 -------------------------------------------------------------------------- ________________ વિરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ • ૮૩ આવે તોપણ ત્રણે ફિરકાના અભિજ્ઞ અનુગામીઓ એક જ સરખી રીતે પોતાની અનેકાંતદષ્ટિ મૂકે. આ રીતે જૈનેતર દર્શનો સાથેના વિચાપ્રદેશમાં વીરપરંપરાના દરેક અનુગામીનું કાર્ય અનેકાંતદષ્ટિની સ્થાપના પૂરતું ભિન્ન નથી, અધૂરું નથી કે ઓછુંવતું પણ નથી. તેમ છતાં વીરપરંપરાના એ ત્રણે ફિરકાઓમાં આચાર – ખાસ કરીને મુનિ આચાર અને તેમાંય મુનિ સંબંધી માત્ર વસ્ત્રાચારની બાબતમાં અનેકાંતદષ્ટિનો ઉપયોગ કરી તપાસીશું તો આપણને સ્પષ્ટ જણાશે કે કઈ પરંપરામાં વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ સચવાઈ રહ્યું છે. ઉપાસના – ખાસ કરી મૂર્તિ-ઉપાસનાને લઈ અનેકાંતદષ્ટિએ તપાસીશું તોપણ આપણને સમજાશે કે કઈ પરંપરામાં અનેકાંતદષ્ટિનો વારસો જાણે કે અજાણે વધારે અખંડપણે સચવાઈ રહ્યો છે. છેવટે આપણે શાસ્ત્રોના ત્રણેય ફિરકાગત વારસાની દૃષ્ટિએ પણ પ્રસ્તુત પ્રશ્ન વિશે વિચારીશું. (૧) આધ્યાત્મિક વિકાસની વિવિધ ભૂમિકાઓને સ્પર્શ કરતા જૈનત્વની સાધનાના સ્વતંત્ર વિચારથી તપાસતાં અગર ત્રણે ફિરકાના ઉપલબ્ધ સમગ્ર સાહિત્યનું એકંદર તોલન કરતાં એ તો સ્પષ્ટ દીવા જેવું દેખાય છે કે મુનિ-વસ્ત્રાચાર સંબંધી સચેલ અને અચેલ બંને ધમમાંથી ભગવાન મહાવીર કે તેમના જેવા ઈતર મુનિઓના સમગ્ર જીવનમાં અગર તો તેમના જીવનના મહત્ત્વના ભાગમાં અચેલ-ધર્મનું સ્થાન હતું. આ દૃષ્ટિએ નગ્નત્વ કે અચેલ-ધર્મ, જે દિગંબર પરંપરાનો મુખ્ય અંશ છે તે, સાચે જ ભગવાન વીરના જીવનનો અને તેમની પરંપરાનો પણ એક ઉપાદેય અંશ છે; પરંતુ પોતાના આધ્યાત્મિક સાધના-ક્ષેત્રમાં દરેક ઓછુંવતું બળ ધરાવતા યથાર્થ સાધકને સમાવેશવાની વીરની ઉદાર દૃષ્ટિ અગર વ્યવહારુ અનેકાંતદૃષ્ટિનો વિચાર કરીએ, તો આપણને એ સ્પષ્ટ સમજાશે કે એ મહાવીર સર્વ સાધક અધિકારી વાસ્તે ઐકાન્તિક નગ્નત્વનો આગ્રહ રાખી ધર્મશાસનનો લોકગ્રાહ્ય પ્રચાર ઇચ્છી કે કરી ન જ શકે. તેમનાં પોતાનાં આધ્યાત્મિક બળ ને આદર્શ ગમે તેટલી પરાકાષ્ઠાએ પહોંચ્યાં હોય, છતાં તેમને જો પોતાનું ધર્મશાસન પ્રચારવું કે ચિરજીવિત રાખવું ઇષ્ટ હોય તો તેમણે પોતાની જાત પરત્વે ઉચ્ચતમ આદર્શ ને વ્યવહાર રાખીને પણ સહગામી કે અનુગામી બીજા સાધકો વાસ્તે (જો મૂળગુણમાં કે મૂલાચારમાં ઐકમય હોય તો) વસ્ત્ર, પાત્ર આદિ પૂલ વસ્તુઓ વિશે મર્યાદિત છૂટ મૂકે જ છૂટકો; અગર મધ્યમમાર્ગી નિયમન રાખે જ છૂટકો. મનુષ્ય સ્વભાવના, અનેકાંતદષ્ટિના અને ધર્મપંથ-સમન્વયના અભ્યાસી વાસ્તે એ તત્ત્વ સમજવું સહેલું છે. જો આ દષ્ટિ ઠીક હોય તો આપણે એમ કહી શકીએ કે ભગવાન વીરે પોતાના ધર્મશાસનમાં અચેલ-ધર્મને પ્રથમ સ્થાન આપીને પણ સાથોસાથ સચેલ-ધર્મને મર્યાદિત સ્થાન આપેલું. દિગંબર પરંપરા જ્યારે ખરા મુનિની શરત તરીકે નગ્નત્વનો ઐકાનિક દાવો કરે છે ત્યારે તે વીરના શાસનના એક અંશનો અતિ આદર કરવા જતાં બીજા સચેલ-ધર્મના અંશને અવગણી અનેકાંતદષ્ટિનો વ્યાઘાત કરે છે. તેથી ઊલટું, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ - જૈન ધર્મ અને દર્શન શ્વેતાંબર કે સ્થાનકવાસી પરંપરા સચેલ-ધર્મમાં માનવા છતાં, તેનું સમર્થન અને અનુસરણ કરવા છતાં, અચેલ-ધર્મની અવગણના, અનાદર કે ઉપેક્ષા કરતી નથી; બલ્કે તે બંને પરંપરાઓ દિગંબરત્વના પ્રાણરૂપ, અચેલ-ધર્મનું પ્રધાનપણું સ્વીકારીને જ અધિકારી વિશેષ પરત્વે સચેલ-ધર્મની પણ અગત્યતા જુએ અને સ્થાપે છે. આ ઉપરથી આપણે ત્રણે ફિરકાઓની દૃષ્ટિ તપાસીશું તો સ્પષ્ટ જણાશે કે વસ્ત્રાચારની બાબતમાં દિગંબર પરંપરા અનેકાંતદૃષ્ટિ સાચવી શકી નથી, જ્યારે બાકીની બે પરંપરાઓએ વિચારણામાં પણ વસ્ત્રાચાર પરત્વે અનેકાંતષ્ટિ સાચવી છે અને અત્યારે પણ તેઓ તે દૃષ્ટિને જ પોષે છે. ત્રણે ફિરકાના ઉપલબ્ધ સાહિત્યમાં ઐતિહાસિક દૃષ્ટિએ નિર્વિવાદપણે સૌથી વધારે પ્રાચીન મનાતા શ્વેતાંબરીય અંગ સાહિત્યમાં અને તેમાંય સૌથી વધારે પ્રાચીનતાના અંશો ધરાવનાર આચારાંગ સૂત્રમાં આપણે અોલ અને સચેલ બંને ધર્મોનું વિધાન જોઈએ છીએ. આ બંને વિધાનોમાં એક પ્રથમનું અને બીજું પછીનું છે એમ માનવાને કશો જ પુરાવો નથી; તેથી ઊલટું અચેલ અને સચેલ ધર્મનાં બંને વિધાનો મહાવીરકાલીન છે એમ માનવાને અનેક પુરાવાઓ છે. આચારાંગમાંના ઉપરથી વિરોધી દેખાતાં એ બંને વિધાનો એકબીજાની એટલાં નજીક છે તેમજ એકબીજાનાં એવાં પૂરક છે અને તે બંને વિધાનો એક જ ઊંડી આધ્યાત્મિક ધૂનમાંથી એવી રીતે ફલિત થયેલાં છે કે તેમાંથી એકનો લોપ કરવા જતાં બીજાનો છેદ ઊડી જાય અને પરિણામે બંને વિધાનો મિથ્યા ઠરે. તેથી એ આચારાંગના પ્રાચીન ભાગો ઐતિહાસિક દૃષ્ટિએ તપાસતાં પણ હું નિર્વિવાદપણે એવા નિશ્ચય ઉપર આવ્યો છું કે અચેલ-ધર્મની બાબતમાં વી૨૫રં૫રાનું પ્રતિનિધિત્વ જો પ્રમાણમાં વિશેષ યથાર્થપણે અને વિશેષ અખંડપણે સચવાયું હોય તો તે દિગંબર ફિકામાં નહિ, પણ શ્વેતાંબર અને સ્થાનકવાસી ફિરકામાં છે. (૨) હવે આપણે ઉપાસનાની બાબત લઈ વીરપરંપરાના પ્રતિનિધિત્વનો પ્રસ્તુત પ્રશ્ન ચર્ચીએ. એ કહેવાની ભાગ્યે જ જરૂ૨ છે કે વીરપરંપરાના અનેક મહત્ત્વના અંશોમાં મૂર્તિ-ઉપાસનાને પણ સ્થાન છે. આ ઉપાસનાની દૃષ્ટિએ સ્થાનકવાસી ફિકો તો વીરપરંપરા-બહિષ્કૃત જ છે, કારણ કે તે આગમિક પરંપરા, યુક્તિવાદ, આધ્યાત્મિક યોગ્યતા અને અનેકાંતદૃષ્ટિ એ બધાનો ઇન્કાર કરી એક યા બીજા કોઈપણ પ્રકારની મૂર્તિ-ઉપાસનામાં માનતો નથી. તેથી ઉપાસનાની બાબતમાં શ્વેતાંબર અને દિગંબર બે ફિકા વચ્ચે જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. એમાં સંદેહ નથી કે દિગંબર-૫રં૫રાસંમત નગ્ન મૂર્તિની ઉપાસના વીતરાગત્વની સગુણ ઉપાસના વાસ્તે વધારે બંધબેસતી અને નિરાડંબર હોઈ વધારે ઉપાદેય પણ થઈ શકે, પરંતુ આ બાબતમાં પણ દિગંબર પરંપરાનું માનસ, વિચારણા અને વ્યવહારની દૃષ્ટિએ, ઐકાન્તિક જ છે. શ્વેતાંબર પરંપરાના આચાર-વિચાર અને ચાલુ પુરાતન વ્યવહારને તપાસીશું તો આપણને જણાશે કે એણે Page #94 -------------------------------------------------------------------------- ________________ વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ ૦ ૮૫ વિચારમાં કે, વ્યવહારમાં નગ્ન મૂર્તિનો ઉપાસનામાંથી બહિષ્કાર કર્યો જ નથી. તેથી ઘણા જૂના વખતથી અત્યાર લગીના શ્વેતાંબરીય પંથની માલિકીનાં મંદિરો કે તીર્થોમાં નગ્ન મૂર્તિનું અસ્તિત્વ, તેનું પૂજન-અર્ચન નિર્વિરોધપણે ચાલતું આપણે જોઈએ છીએ. અલબત્ત, શ્વેતાંબર પરંપરામાં સવસ્ત્ર અને સાલંકાર મૂર્તિનું સ્થાન છે, અને જેમ જેમ બંને ફિરકાઓ વચ્ચે અથડામણ વધતી ગઈ તેમ તેમ શ્વેતાંબર પરંપરામાં ઉત્તરોત્તર સવસ્ત્ર અને સાલંકાર મૂર્તિની જ પ્રતિષ્ઠા વધતી ચાલી છે; પણ મથુરામાંથી નીકળેલી શ્વેતાંબરીય આચાર્યના નામોથી અંકિત નગ્ન મૂર્તિઓ અને ત્યાર પછીના અનેક સૈકાઓ દરમિયાન પણ ચાલુ રહેલી નગ્ન મૂર્તિની શ્વેતાંબરીય પ્રતિષ્ઠાનો વિચાર કરતાં એ ચોખ્ખું લાગે છે કે શ્વેતાંબર પરંપરા આધ્યાત્મિક ઉપાસનામાં નગ્ન મૂર્તિનું મૂલ્ય યથાવત્ આંકતી આવી છે. આથી ઊલટું, દિગંબર પંથની માલિકીનું કોઈપણ મંદિર કે તીર્થ લો, તો તેમાં નગ્ન મૂર્તિ સિવાય સાદાં અને દિગંબરત્વની વધારે નજીક હોય એવાં નિરાડંબર વસ્ત્રાંશ ધા૨ણની મૂર્તિનો પણ સૈકાન્તિક બહિષ્કાર જ હશે. એ પરંપરાનાં શાસ્ત્રો પણ ઐકાન્તિકપણે નગ્ન મૂર્તિના જ સમર્થક હોઈ આખી દિગંબર પરંપરાનું માનસ પ્રથમથી અત્યાર લગી એક જ રીતે ઘડાયેલું છે કે જે મૂર્તિ નગ્ન ન હોય તે માનવી કે પૂજવી યોગ્ય નથી, જ્યારે પ્રથમથી જ શ્વેતાંબર ૫રં૫રાનો આ વિશેનો વારસો ઉદાર રહેલો હોય એમ લાગે છે. તેથી એ જિનમૂર્તિની ઉપાસનાનો અનૈકાન્તિક આગ્રહ દિગંબર પરંપરા જેટલો જ રાખવા છતાં મૂર્તિના સ્વરૂપ વિશે દિગંબર પરંપરાની પેઠે ઐકાન્તિક બની નથી. (અલબત્ત, છેલ્લી શતાબ્દી કે શતાબ્દીઓમાં શ્વેતાંબર માનસ અને વ્યવહાર પણ પ્રત્યાઘાતી વૃત્તિ ધરાવતાં, છેક જ દિગંબર મંતવ્ય કરતાં સામી બાજુએ જતાં અને પોતાની પૂર્વપરંપરા ભૂલી જતાં દેખાય છે, એ કબૂલ કરવું જોઈએ.) બુદ્ધિ અને તર્કથી કસતાં પણ એમ લાગે છે કે તદ્દન નગ્ન અને નગ્નપ્રાય બંને પ્રકા૨ની મૂર્તિઓ ઉપાસનાને અનુકૂળ છે, નહિ કે કોઈ એક જ પ્રકારની. તેથી મૂર્તિસ્વરૂપ વિશેની પરાપૂર્વથી ચાલી આવતી કલ્પનાનો વિચાર કરતાં અને તેનો ઉપાસનાગત અનેકાંતદૃષ્ટિ સાથે મેળ બેસાડતાં એમ સ્પષ્ટ લાગે છે કે એકાન્ત નગ્ન મૂર્તિનો આગ્રહ રાખવામાં વી૨૫રં૫રાનું પ્રતિનિધિત્વ ખંડિત થઈ જાય છે; કારણ કે, તે આગ્રહમાં શ્વેતાંબરીય કલ્પનાનો સમુચિત પણ સમાવેશ થતો નથી; તેથી ઊલટું, શ્વેતાંબરીય નગ્ન અને નગ્નપ્રાય મૂર્તિની કલ્પનામાં દિગંબર પરંપરાની એકપક્ષીય માન્યતાનો પણ રુચિ અને અધિકારભેદે પૂર્ણ સમાવેશ થઈ જાય છે. (૩) પ્રસ્તુત પ્રશ્ન પરત્વે છેલ્લી બાબત શાસ્ત્રની છે અને તે જ સૌથી વધારે અગત્યની છે. ત્રણે ફિકાઓ પાસે પોતપોતાનું શાસ્ત્ર-સાહિત્ય છે. સ્થાનકવાસી અને શ્વેતાંબર – એ બે ફિરકાઓને કેટલુંક આગમિક સાહિત્ય તો સાધારણ છે, જ્યારે એ ઉભય ફિકામાન્ય સાધારણ આગમિક સાહિત્યને દિગંબર ફિકો માનતો જ નથી. તે 1 Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ • જૈન ધર્મ અને દર્શન એમ કહે છે કે અસલી આગમિક સાહિત્ય ક્રમે ક્રમે લખબદ્ધ થયા પહેલાં જ અનેક કારણોથી નાશ પામ્યું. આમ કહી તે સ્થાનકવાસી-શ્વેતાંબર ઉભયમાન્ય આગમિક સાહિત્યનો બહિષ્કાર કરે છે, અને તેના સ્થાનમાં તેની પોતાની પરંપરા પ્રમાણે ઈસ્વીસનના બીજા સૈકાથી રચાયેલા મનાતા અમુક સાહિત્યને આગમિક માની તેને અવલંબે છે. અહીં પ્રશ્ન એ છે કે જો ઈસ્વીસનના પહેલા બીજા સૈકાથી માંડી રચાયેલા ખાસ દિગંબર સાહિત્યને તે ફિરકાના આચાર્ય અને અનુયાયીઓએ જીવિત રાખ્યું તો તેમણે પોતે જ અસલી આગમ સાહિત્યને સાચવી કેમ ન રાખ્યું? અસલી આશ્રમ સાહિત્યના સર્વથા વિનાશક કારણોએ તે ફિરકાના નવીન અને વિવિધ વિસ્તૃત સાહિત્યનો સર્વથા વિનાશ કેમ ન કર્યો ? એમ તો કહી જ નહિ શકાય કે દિગંબર ફિરકાએ જુદાં ખાસ રચેલ શાસ્ત્રોના સમય પહેલાં જ એ વિનાશક કારણો હતાં અને પછી એવાં ન રહ્યાં; કારણ કે, એમ માનવા જતાં એવી કલ્પના કરવી પડે કે વીરપરંપરાના અસલી આગમિક સાહિત્યનો સર્વથા વિનાશ કરનારાં બળોએ સમાન ક્ષેત્ર અને સમાન કાળમાં હયાત બ્રાહ્મણ અને બૌદ્ધ અસલી સાહિત્ય કે તે વખતે રચાતા સાહિત્ય ઉપર વિનાશક અસર ન કરી અને કરી હોય તો તે નામમાત્રની. આ કલ્પના માત્ર અસંગત જ નથી, પણ અનૈતિહાસિક સુધ્ધાં છે. ભારતવર્ષના કોઈપણ ભાગમાં વર્તમાન કે રચાતા સાહિત્ય વિશે એવાં પક્ષપાતી વિનાશક બળો ક્યારેય ઉપસ્થિત થયાનો ઇતિહાસ પ્રાપ્ત નથી થતો કે એ બળોએ માત્ર જૈન સાહિત્યનો સર્વથા વિચ્છેદ કર્યો હોય અને બ્રાહ્મણ તેમજ બૌદ્ધ સાહિત્ય ઉપર દયા દાખવી હોય. આ અને આના જેવી બીજી કેટલીયે અસંગતિઓ આપણને એમ માનવા પ્રેરે છે કે વીરપરંપરાનું અસલી સાહિત્ય (ભલે તેના બંધારણમાં, ભાષાસ્વરૂપમાં અને વિષયચર્ચામાં કાંઈક ફેરફાર કે ઘટાડો-વધારો થયો તોય) વસ્તુતઃ નાશ ન પામતાં અખંડ રીતે હયાત જ રહ્યું છે. આ દૃષ્ટિએ જોતાં એ અસલી સાહિત્યનો વારસો દિગંબર ફિરકા પાસે નથી, પણ શ્વેતાંબર અને સ્થાનકવાસી એ બે ફિરકા પાસે છે. સ્થાનકવાસી ફિરકો કેટલુંક અસલી આગમિક સાહિત્ય ધરાવે છે, પણ તે ડાળ, શાખા, પાંદડાં અને ફૂલ કે ફળ વિનાના એક મૂળ કે થડ જેવું છે અને તે મૂળ કે થડ પણ તેની પાસે અખંડિત નથી. એ પણ ખરું છે કે શ્વેતાંબર પરંપરા જે આગમિક સાહિત્યનો વારસો ધરાવે છે તે પ્રમાણમાં દિગંબર પરંપરાના સાહિત્ય કરતાં વધારે અને ખાસ અસલી છે તેમજ સ્થાનકવાસી આગમિક સાહિત્ય કરતાં એ વિશેષ વિપુલ અને સમૃદ્ધ છે, છતાં તે અત્યારે જેટલું છે તેમાં જ બધું અસલી સાહિત્ય મૂળ રૂપમાં જ સમાઈ જાય છે એમ કહેવાનો આશય નથી. સ્થાનકવાસી ફિરકાએ અમુક જ આગમો માન્ય રાખી તે સિવાયનાંને માન્ય ન રાખવાની પહેલી ભૂલ કરી. બીજી ભૂલ આગમિક સાહિત્યના અખંડિત વિકાસને અને વીરપરંપરાને Page #96 -------------------------------------------------------------------------- ________________ વિરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ • ૮૭ પોષતી નિર્યુક્તિ આદિ ચતુરંગીના અસ્વીકારમાં એણે કરી અને છેવટની અક્ષમ્ય ભૂલ એ ફિરકાના મુખ્યપણે ક્રિયાકાંડના સમર્થનમાંથી ફલિત થયેલ ચિંતન-મનનના નાશમાં આવી જાય છે. જે સૈકાઓ દરમિયાન ભારતવર્ષમાં આશ્ચર્યજનક દાર્શનિક ચિંતન, મનન અને તાર્કિક રચનાઓ ધોધબંધ થતી હતી એ જમાનામાં શ્વેતાંબર અને દિગંબર વિદ્વાનો પણ એ અસરથી મુક્ત રહી ન શક્યા અને તેમણે થોડો પણ સમર્થ ફાળો જૈન સાહિત્યને અર્પે તે જ જમાનામાં શરૂ થયેલ અને ચોમેર વિસ્તરેલ સ્થાનકવાસી ફિરકાએ દાર્શનિક ચિંતન-મનનની દિશામાં અને તાર્કિક કે બીજા કોઈ પણ યોગ્ય સાહિત્યની રચનામાં પોતાનું નામ નથી નોંધાવ્યું – એ વિચાર ખરેખર સ્થાનકવાસી ફિરકા માટે નીચું જોવડાવનાર છે. આ બધી દૃષ્ટિએ સ્થાનકવાસી ફિરકાને વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ અગર તો અપેક્ષાકૃત વિશિષ્ટ પ્રતિનિધિત્વ ધરાવનાર કહી ન શકાય. તેથી હવે બાકીના બે ફિરકાઓ વિશે જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. આપણે ઉપર જોઈ ગયા કે દિગંબર ફિરકાએ અસલી આમિક સાહિત્યને અવગણવામાં, તેનો બહિષ્કાર કરવામાં માત્ર વિદ્યાના કેટલાક અંશો ગુમાવવા પૂરતી જ ભૂલ નથી કરી, પણ એ સાથે એણે વીરપરંપરાના ઘણા આચાર અને વિચારોનો વારસો પણ ગુમાવ્યો છે. આગમિક સાહિત્ય છોડવા સાથે એના હાથમાંથી પંચાંગીના પ્રવાહને સાચવવા, રચવા અને પોષવાનો સોનેરી અવસર જ ચાલ્યો ગયો. એ તો એક અબાધ્ય સત્ય છે કે મધ્યકાળમાં કેટલીક શતાબ્દીઓ દરમિયાન માનનીય દિગંબર ગંભીર વિદ્વાનોના હાથથી રચાયેલ દાર્શનિક, તાર્કિક અને અન્ય પ્રકારનું વિવિધ સાહિત્ય એવું છે કે તે માત્ર હરકોઈ જૈનને જ નહિ પણ હરકોઈ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસીને માન ઉત્પન્ન કરે તેવું છે, તેમ છતાં ઐતિહાસિક દૃષ્ટિએ એ કબૂલ કરવું જોઈએ કે જો દિગંબર પરંપરાએ આગમિક અને પંચાંગી સાહિત્ય સાચવી, તેનું સંવર્ધન અને વ્યાખ્યાન કે વિવરણ પોતાની જ ઢબે કર્યું હોત તો એ પરંપરાના ગંભીર વિદ્વાનોએ ભારતીય સાહિત્ય અને જૈન સાહિત્યને એક સંમાનવર્ધક ભેટ આપી હોત. ખેર, આ ઉપરથી એકંદરે મારો અભિપ્રાય કેવળ ઐતિહાસિક દષ્ટિએ પણ એ બંધાયો છે કે શાસ્ત્રોની બાબતમાં વીરપરંપરાનું જો કાંઈ પણ અખંડ પ્રતિનિધિત્વ આજે જોવા મળતું હોય તો તે શ્વેતાંબર પરંપરાને જ આભારી છે. હું જ્યારે દિગંબર પરંપરાની પુષ્ટિ અને તેના સમન્વયની દૃષ્ટિએ પણ શ્વેતાંબરીય પંચાંગી સાહિત્ય જોઉં છું ત્યારે મને ચોખું લાગે છે કે એ સાહિત્યમાં દિગંબર પરંપરાની પોષક થાય એવી અખૂટ સામગ્રી છે. અમુક મુદ્દા પરત્વે મતભેદ થતાં તેને એકાન્તિક આગ્રહનું રૂપ અપાતાં જે હાનિ દિગંબર પરંપરાને ઉઠાવવી પડી છે તેનો ખ્યાલ એ પંચાંગી સાહિત્યને તટસ્થભાવે વાંચ્યા સિવાય આવી ન શકે. જો એ સાહિત્યમાંનાં અમુક વિધાનો દિગંબર પરંપરાને બંધબેસતાં આવે તેમ ન હતું, તો તે પરંપરાના વિદ્વાનો, એ વિધાનો વિશે – એ સાહિત્યને છોડ્યા સિવાય Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ • જૈન ધર્મ અને દર્શન પણ, જેમ બ્રાહ્મણ અને બૌદ્ધપરંપરામાં બન્યું છે અને જેમ એક જ તત્ત્વાર્થ ગ્રંથને સ્વીકારી તેની જુદી વ્યાખ્યાઓમાં બન્યું છે તેમ – વિવિધ ઊહાપોહ કરી શકતા હતા અથવા તે ભાગને, સ્વામી દયાનંદે સ્મૃતિ પુરાણ આદિમાંના અનિષ્ટ ભાગને પ્રક્ષિપ્ત કહ્યો છે તેમ પ્રક્ષિપ્ત કહી, બાકીના સમગ્ર પંચાંગી ભાગને સત્કારી, પરંપરાનું પ્રતિનિધિત્વ મૂળ રૂપમાં કાંઈક વિશેષ સાચવી શક્યા હોત. દિગંબર પરંપરાનું સમગ્ર માનસ એવું એક તરફી ઘડાયેલું દેખાય છે કે તેને જિજ્ઞાસા અને વિદ્યોપાસનાની દૃષ્ટિએ પણ પંચાંગી સાહિત્ય જોવા કે વિચારવાની વૃત્તિ થતી જ નથી; જ્યારે શ્વેતાંબરીય માનસ પ્રથમથી જ ઉદાર રહ્યું છે. આના પુરાવાઓ આપણે સાહિત્યરચનામાં જોઈએ છીએ. એક પણ , દિગંબર વિદ્વાન એવો નથી જાણ્યો કે જેણે બ્રાહ્મણ-બૌદ્ધ ગ્રંન્થો ઉપર લખવાની વાત તો બાજુએ રહી, પણ શ્વેતાંબરીય આગમિક સાહિત્ય કે બીજા કોઈ દાર્શનિક કે તાર્કિક શ્વેતાંબરીય સાહિત્ય ઉપર કાંઈ લખ્યું હોય. તેથી ઊલટું, દિગંબર- પરંપરાનું પ્રબળ ખંડન કરનાર અનેક સાંપ્રદાયિક શ્વેતાંબરીય આચાર્યો અને ગંભીર વિદ્વાનો એવા થયા છે કે જેમણે દિગંબરીય ગ્રંથો ઉપર આદર સાથે મહત્ત્વપૂર્ણ ટીકાઓ લખી છે. એટલું જ નહિ, પણ પુસ્તકસંગ્રહની દૃષ્ટિએ પણ દિગંબર પરંપરાનું માનસ શ્વેતાંબર પરંપરાના માનસ કરતાં પ્રથમથી જ ભારે સંકીર્ણ રહ્યું છે. એના પુરાવાઓ જૂના વખતથી અત્યાર લગીના બંને ફિરકાઓના પુસ્તકભંડારોની યાદીમાં પદે પદે નજરે પડે છે. આ બધું હું કોઈ એક પરંપરાના અપકર્ષ કે બીજી પરંપરાના ઉત્કર્ષની દષ્ટિએ નથી લખતો; કારણ કે, મારા આ લખાણમાંથી જે પરંપરા પોતાનો ઉત્કર્ષ ફલિત કરી બીજાના અપકર્ષ બતાવી શકાય. મારું પ્રસ્તુત લેખન માત્ર સમત્વની દષ્ટિએ છે. એમાં ઊણપને ઊણપ માનવા જેટલું સ્થાન છે, પણ કોઈ પ્રત્યે અવગણના કે લઘુત્વષ્ટિ પોષવા સ્થાન નથી. ચિરકાળથી પોષાયેલ ફિરકાવાસિત માનસને બદલાનું કામ નદીના પ્રવાહને બદલવા જેવું એક રીતે અઘરું છે, તેમ છતાં એ અશક્ય નથી. વર્તમાન સમયના વિદ્યા અને જિજ્ઞાસાનાં બળો ઇષ્ટ દિશામાં પુરજોશથી પ્રેરી રહ્યાં છે. જે કાર્ય ભારે ભોગ આપ્યા પછી અગર બદલો વાળી ન શકાય એવી હાનિ ઉઠાવ્યા પછી કરવું જ પડે તે કામ પ્રથમથી ચેતી વખતસર કરવામાં આવે તો એમાં મનુષ્યત્વની શોભા છે. હું એમ માનું છું કે એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય સ્થાનકવાસી ફિરકાએ પોતાની ગત ભૂલો સુધારી આગળ વધવું જોઈએ, અને હું એમ પણ માનું છું કે સમર્થ તેમજ નિર્ભય શુદ્ધ વિદ્યોપાસક દિગંબર વિદ્વાનોએ વારસાગત માનસ બદલી, દિગંબર જ કાયમ રહ્યા છતાં, વીરપરંપરાને પ્રમાણમાં વિશેષ અને અખંડપણે વ્યક્ત કરનાર આગમિક તેમજ પંચાંગી સાહિત્યનું અવલોકન કરી તેનો પોતાની પરંપરાના સાહિત્ય સાથે મેળ બેસાડવો અગર તે દ્વારા પોતાના સાહિત્યની પૂર્તિ કરવી. એમ ન કરતાં જેમ તેઓ અત્યાર લગી એકદેશીય રહ્યા છે તેમ રહેશે તો તેમને વાસ્તે કોઈ વ્યાપક કે સાર્વજનિક Page #98 -------------------------------------------------------------------------- ________________ વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ • ૮૯ ક્ષેત્રમાં વીરપરંપરાના પ્રતિનિધિ તરીકે ભાગ્યે જ સ્થાન રહેશે. એ દષ્ટિએ વિદ્વાનો અને ઐતિહાસિકોમાં તેમની પ્રતિષ્ઠા ભાગ્યે જ બંધાશે. શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરને કોઈ અન્તઃસ્ફરણા એવી થઈ કે તેમનું જિજ્ઞાસુ માનસ સ્થાનકવાસી ફિરકાના અલ્પમાત્ર આગમિક સાહિત્યમાં સંતુષ્ટ ન રહી શકહ્યું. તેઓ ઇચ્છતા તો સ્થાનકવાસી ફિરકો છોડી દિગંબર ફિરકાને અપનાવી, તેમાં પણ પ્રતિષ્ઠા મેળવી, કાંઈક વધારે પ્રમાણમાં જિજ્ઞાસા સંતોષી, વિદ્યોપાસના દ્વારા વીરપરંપરાનું સમર્થન કરી શકત; પણ મને એમ લાગે છે કે એ સૂરિના ભવ્ય અને નિર્ભય આત્મામાં કોઈ એવો ધ્વનિ ઊઠ્યો કે તેણે તેમને વીરપરંપરાનું અપેક્ષાકત અખંડ પ્રતિનિધિત્વ ધરાવનાર ફિરકા તરફ જ ધકેલ્યા. અને આપણે જોઈએ છીએ કે એમણે જિંદગીનાં થોડાં વર્ષોમાં, ખાસ કરી. છેલ્લા ભાગનાં અમુક વર્ષોમાં, આખું જૈન સાહિત્ય મથી નાખ્યું, તેમાંથી નવનીત તારવ્યું જે તેમના જ શબ્દોમાં વિદ્યમાન છે. - શ્વેતાંબર ફિરકો, આચાર, ઉપાસના અને શાસ્ત્રોની દષ્ટિએ બીજા બે ફિરકાઓ કરતાં રપરંપરાની વધારે નજીક છે એ વાતની અગર વિજયાનંદસૂરીશ્વરે સ્વીકારેલ શ્વેતાંબરીય પરંપરાના ચડિયાતાપણાના ખ્યાલથી જો કોઈ સાંપ્રદાયિક શ્વેતાંબર ગૃહસ્થ કે સાધુ ફુલાઈ સહેજ પણ બીજા ફિરકાઓ તરફ તુચ્છત્વ કે અવગણના પોષતી અભિમાનવૃત્તિ સેવશે તો તે સત્ય ચૂકશે; કારણ કે, શ્વેતાંબર માનસ અપેક્ષાકૃત ગમે તેટલું ઉદાર રહ્યું હોય, છતાં એની વિદ્યોપાસના પણ આજકાલની દૃષ્ટિએ બહુ જ એકદેશીય અને અલ્પસંતુષ્ટ છે, એ નથી સમગ્ર બૌદ્ધ પરંપરા અવગાહતું. શ્વેતાંબર પરંપરાની ભૂતકાલીન ઇતિહાસ અને વર્તમાન જવાબદારીનો વિચાર કરું છું ત્યારે તેના દે નિર્દી અને અલ્પસંતુષ્ટ માનસને કંઈક કહેવાનું મન થઈ જાય છે. હું અત્યારના ધુરીણ ગણાતા સમગ્ર શ્વેતાંબર આચાર્યો અને વિદ્વાનોને નમ્રભાવે એટલું જ અંતમાં કહેવા ઈચ્છું છું કે શ્રીમાન આત્માનામજીએ પ્રારંભેલી અને અધૂરી મૂકેલી વિદ્યોપાસનાને વર્તમાન વિશેષ કીમતી સાધનો અને સુલભ સગવડો દ્વારા લંબાવી અત્યારના ઉન્નતતર. ધોરણને બંધબેસે એવી રીતે વિકસાવે. - શ્રી આત્મારામજી શતાબ્દી ગ્રંથ, ૧૯૩૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળનો વિચાર સ્થાનકવાસી, મૂર્તિપૂજક શ્વેતાંબર અને દિગંબર એવા ત્રણ જૈન ફિરકાઓ અત્યારે છે અને એ ત્રણે ભગવાન મહાવીરના શાસનના અનુગામી છે. તેથી એ શાસનથી જ આપણે આરંભ કરીએ. ભગવાન મહાવીર પહેલાં પણ જૈન પરંપરા હોવાનાં ઐતિહાસિક પ્રમાણો છે. એ પાર્શ્વનાથની પરંપરા શિથિલ અને છિન્નભિન્ન જેવી થઈ ગઈ હતી. ભગવાન મહાવીરે સુધારાનો પ્રાણ ફૂંક્યો. પાર્શ્વનાથની પરંપરાના ઘણા નબળા અને સબળા અંશો એ સુધારાને શરણે આવ્યા. જેઓ એને વશ ન થયા તે લાંબો વખત ન નભ્યા અને અંતે નામશેષ થઈ ગયા. જૂની પરંપરા અને નવો સુધારો એ બેમાંથી ભગવાનનું એક શાસન શરૂ થયું. અત્યારના જૈન ધર્મનું મૂળ એ શાસનમાં છે. એક બીજમાંથી અંકુર એક ફૂટે પણ તરત જ તેમાંથી અનેક ફણગા ફૂટે છે અને આગળ જતાં ડાળો, ડાંખળીઓ વગેરે વિસ્તાર થાય છે. જો એક બીજમાંથી ભેદ અને પ્રભેદ સાથે વિસ્તાર ન થાય તો વડ જેવું મોટું ઝાડ કદી સંભવે જ નહિ; એ માત્ર બીજ જ રહી જાય. આખી કુદરતમાં જે સુંદરતા અને અલૌકિકતા છે તે વિસ્તારને લીધે જ છે, અને વિસ્તાર એ ભેદ-પ્રભેદ વિના સંભવિત નથી. વીરશાસનનો વિસ્તાર થવાનું નિર્માયું હતું, એટલે ભેદો પડવા સ્વાભાવિક હતા. એ પ્રમાણે મહાવીરના શાસનની પરંપરામાં પણ ભેદો પડ્યા; એ વધ્યા. જૈન પરંપરાનો ઈતિહાસ આપણને કહે છે કે એ ભેદો પાર વિનાના હતા. એમાંના કેટલાકનાં તો આજે નામ પણ નથી રહ્યાં, અને જેમનાં નામ વગેરે રહ્યાં છે તેનો પણ પૂરો ઇતિહાસ આપણી પાસે નથી. આજે જૈન શાસનના ત્રણ ફિરકા મુખ્ય મનાય છે, પણ ખરી રીતે જોતાં એક એક ફિરકામાં આજે પણ પુષ્કળ ગચ્છ, સંઘાડા આદિ ભેદો છે. એ પેટા ભેદો વચ્ચે પણ ઘણી વાર તો મુખ્ય ફિરકાઓ વચ્ચે દેખાય છે તેટલું જ અંતર હોય છે. દિગંબર તેરાપંથી કે દિગંબર વીસપંથી લો, સ્થાનકવાસી તેરાપંથી કે બીજા સ્થાનકવાસી લો, શ્વેતાંબર અંચળગચ્છી, પાયચંદગચ્છી કે તપાગચ્છી લો, એ બધા વચ્ચે પણ આજે તો મોટું અંતર થઈ પડ્યું છે. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક એ બે વચ્ચે જે ભેદ અને Page #100 -------------------------------------------------------------------------- ________________ ત્રણે જૈન ફિરકાઓના ૫રસ્પર સંબંધ અને મેળનો વિચાર ૦ ૯૧ વિરોધની ખાઈ દેખાય છે તેથી જરા પણ ઓછી ખાઈ સ્થાનકવાસી તેરાપંથી અને બીજા સ્થાનકવાસીઓ વચ્ચે નથી. દિગંબર અને શ્વેતાંબર વચ્ચે દેખાય છે તેટલું જ અંતર લગભગ પાયચંદ અને તપા એ બંને શ્વેતાંબર ગચ્છો વચ્ચે છે. આ બધું હોવા છતાં પ્રસ્તુત લેખનો આશય તો મુખ્યતઃ ઉક્ત ત્રણ ફિકાઓના સંબંધ વિશે જ વિચાર કરવાનો છે. પહેલાં તો ભેદનું મૂળ તપાસીએ. આચારવિચાર અને પરંપરાની ઘણી બાબતોમાં શ્વેતાંબર–દિગંબર વચ્ચે ભેદ છે, છતાં એમનો મુખ્ય ભેદ નગ્નત્વ અને વસ્ત્રધારણ ઉ૫૨ અવલંબિત છે. બંનેને માન્ય મૂર્તિના સ્વરૂપનો ભેદ લો કે સ્ત્રી દીક્ષા લઈ શકે કે નહિ એ ભેદ લો; પણ એની પાછળ તત્ત્વ તો એક જ છે અને તે નગ્નત્વમાં જ ધર્મ માનવાનું કે વસ્ત્રધારણમાં પણ ધર્મ માનવાનું. દિગંબરોએ નગ્નત્વને ધર્મનું મુખ્ય અંગ માન્યું, એટલે સાધુઓ અને મૂર્તિ બંને ઉપર નગ્નત્વ આરોપાયું. શ્વેતાંબરોએ વસધારણામાં પણ જૈનતત્ત્વનો નાશ ન જોયો, એટલે સાધુઓ અને મૂર્તિ બંને ઉપર વસ્ત્રો લદાયાં. નગ્નત્વનો જ આગ્રહ રખાયો, એટલે સ્ત્રી આપોઆપ શ્રમણદીક્ષાથી મુક્ત થઈ. વસ્ત્રો સ્વીકારાયાં એટલે શ્વેતાંબરોમાં શ્રમણી કાયમ રહી. આમ નગ્નત્વ અને વસ્ત્રધારણના ભેદની આજુબાજુ બીજા ઘણા જ ભેદોનું જંગલ ઊભું થયું. નગ્નત્વ અને વસ્ત્રધારણનો વિરોધ જોકે પાછળથી જન્મ્યો, છતાં એ બેનો ભેદ તો ભગવાન મહાવીર જેટલો જ જૂનો છે, પરંતુ સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વચ્ચેના ભેદ વિશે તેમ નથી. હિંદુસ્તાનમાં મૂર્તિવિરોધની વિચારણા મહમદ પેગંબર પછી જ, તેમના અનુગામી આરબો ને બીજાઓ દ્વારા, ધીરે ધીરે દાખલ થઈ, પણ જૈન પરંપરામાં મૂર્તિવિરોધ દાખલ થયાને પૂરી પાંચ સદીઓ પણ નથી થઈ. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વચ્ચે ગમે તેટલા ભેદો હોય, છતાં એ ભેદોનો મુખ્ય આધાર મૂર્તિની માન્યતા અને તેના વિરોધમાં છે. અમુક શાસ્ત્ર માનવું કે નહિ, અમુક તીર્થં હયાત છે કે વિચ્છેદ પામ્યું છે, એ બધા વિચારભેદોની પાછળ મુખ્ય ભેદ તો મૂર્તિની માન્યતા અને અમાન્યતાનો છે. આમ એક બાજુ નગ્નત્વ અને વસ્ત્રધારણનો અને બીજી બાજુ મૂર્તિ માનવી કે નહિ તેનો ભેદ હોવા છતાં, અને તેને લીધે બીજા ઘણા નાનામોટા ભેદો દાખલ થયેલા હોવા છતાં, ત્રણે ફિકાઓમાં અભેદનું તત્ત્વ પણ છે. ડાળો પૂર્વ અને પશ્ચિમમાં કે દક્ષિણ અને ઉત્તરમાં ફેલાય અને એમની વચ્ચે મોટું અંતર પણ દેખાય, છતાં એનાં થડ અને મૂળ તો એક જ હોય છે. એક જ મૂળમાંથી રસ બધે પહોંચે છે, તેનાથી બધી ડાળો કે પાંદડાં પોષાય છે અને જીવિત રહે છે, તેમ એ ત્રણે ફિરકાઓનું પણ છે. એ ત્રણે જુદા અને તદ્દન વિરોધી જેવા આજે થઈ પડ્યા છે કે તેવા દેખાય છે, છતાં એ ત્રણેના અસ્તિત્વ કે જીવનનું તત્ત્વ એક જ છે. તે તત્ત્વ એટલે વીતરાગપણાની ભાવના અને ઉપાસના. એ ભાવના અને ઉપાસના વાટે જ ત્રણે ફિરકાઓમાં જીવે છે, Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨૦ જૈન ધર્મ અને દર્શન પોષણ પામે છે અને વિસ્તરે છે. આ રીતે જોતાં આ ત્રણે ફિરકાઓમાં અગમ્ય અને સંખ્યાબંધ ભેદો હોવા છતાં એમાં જે એક અભેદનું તત્ત્વ છે તે જ મુખ્ય છે અને તે જ અસલી છે. આ તત્ત્વને ત્રણે ફિરકાઓ એકસરખી રીતે માને છે અને તેની ઉપાસના માટે એકસ૨ખો ભાર આપે છે. જ્યારે આમ છે ત્યારે વિરોધ શાનો ? પૂર્વ દિશામાં ફેલાતી શાખા એમ કહે કે બધી જ શાખાઓએ મારી દિશામાં, મારી ઢબે, મારી સાથે જ ચાલવું જોઈએ અને બીજી શાખાઓ એ રીતે કરે તો એનું પરિણામ એ જ આવે કે અંતે ઝાડ જ ન વધે; અને તે ન વધે એટલે પૂર્વની શાખા પણ ન રહે. એક બાજુ ભાર વધતાં સમતોલપણું જવાથી વૃક્ષ વધી જ ન શકે અને અંતે પૂર્વની શાખાનો પણ સંભવ ન રહે. એ જ ન્યાય ધર્મની શાખાઓને લાગુ પડે છે. એક ફિકો માને તે જ રહેણીકરણી દરેકે સ્વીકારવી અને બીજી નહિ એવો ભાર આપવા જતાં મનુષ્યસ્વભાવમાં રહેલા જે સમતોલપણાને લીધે ધર્મનો વિસ્તાર થાય છે તે સમતોલપણું જ ન રહે. અંતે બીજા ફિરકાઓની સાથે તે એક ફિરકો પણ ન ટકે. તેથી વિકાસ અને વિસ્તાર માટે ભેદ અનિવાર્ય છે, અને ભેદથી જ સમતોલપણું સચવાય છે. ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે જો વીતરાગપણાની ભાવના ઉપર રચાયેલા બધા જ ફિરકા–ભેદો અનિવાર્ય અને ઇષ્ટ હોય તો આજની જૈન ધર્મની જે સ્થિતિ છે તે સ્વાભાવિક હોઈ તેમાં કહેવાપણું શું રહે છે ? અત્યારે જે કહેવાપણું છે તે ભેદ કે જુદાઈની બાબતમાં નહિ, પણ વિરોધની બાબતમાં છે. વિરોધ અને ભેદ એ બંને એક નથી. કડવાશ હોય ત્યારે વિરોધ કહેવાય છે; અને ત્રણે ફિકાના પરસ્પર સંબંધમાં કડવાશ છે. કડવાશ એટલે પોતાને વિશે મિથ્યાભિમાન અને બીજા ત૨ફ અણગમો. આ કડવાશ ત્રણે ફિરકાઓમાં અંદરોઅંદર કેવી અને કેટલી છે એ સૂક્ષ્મ દૃષ્ટિએ જોનારથી ભાગ્યે જ અજાણ્યું છે. દરેક ફિરકાનો આધાર તે તે ફિરકાના સાધુ, પંડિત અને ઉપદેશકો છે. એક ફિકાનો ગુરુવર્ગ બીજા ફિરકાને હૃદયથી મિથ્યા જૈન માને છે અને એ જ રીતે પોતાના અનુયાયીઓને સમજાવે છે. બીજા ફિરકાનો ગુરુ અને ઉપદેશવર્ગ પણ તેમજ કરે છે. આનાં બે પરિણામ આવ્યાં છે : પહેલું તો એ કે કોઈપણ એક ફિકાની આચારવિષયક કે જ્ઞાનવિષયક સુંદર વસ્તુ બીજા ફિરકાના ધ્યાનમાં જ નથી આવતી. ઊલટો, તે તેનાથી દૂર ભાગે છે, અને તે તરફ અણગમો કેળવવામાં જ ધર્મનું પોષણ સમજે છે. બીજું પરિણામ એ આવ્યું છે કે ભિન્ન ભિન્ન ફિરકાના ગુરુ અને ઉપદેશકવર્ગ વચ્ચે પ્રેમ કે આદરનો સંબંધ જ નથી રહ્યો અને તેઓનું પારસ્પરિક સંમેલન (હવે તેઓ અને બીજાઓ ઇચ્છે તોપણ) લગભગ અશક્ય જેવું થઈ પડ્યું છે. જાણે એક ફિકો બીજાના બગાડ કે બીજાની આપત્તિ વખતે રાજી થતો હોય એવો વ્યવહાર શરૂ થયો છે. કચાંય મંદિર ઉપર અન્યાય ગુર્યો, આફત આવી અને દિગંબરો કે શ્વેતાંબરો મુશ્કેલીમાં હોય ત્યારે, ગમે તેટલો મોટો અને Page #102 -------------------------------------------------------------------------- ________________ ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળનો વિચાર • ૯૩ શક્તિશાળી હોવા છતાં પણ ત્યાંનો સ્થાનકવાસી સમાજ વહારે નહિ ધાય; એટલું જ નહિ, પણ ઘણા દાખલાઓમાં તો ઊંડે ઊંડે રાજી પણ થશે. આ વસ્તુનો ચેપ સામેના ફિરકાઓમાં પણ નથી એમ તો ન જ કહી શકાય; ક્યાંય સ્થાનક ઉપર આફત આવી. અગર સ્થાનવાસી સાધુઓને મુશ્કેલી આવી કે તેમની હેલના–નિંદા થતી હોય ત્યારે મૂર્તિપૂજક બંને ફિરકાઓ એમાં રસ લેવાના અને કદાચ રસ ન લે તોપણ પોતાનાથી બની શકે તેવી પણ મદદ નહિ આપવાના. ઘણે સ્થળે તો આ ફિરકાઓ સ્થાનક, મંદિર અને ગુરુવર્ગને કારણે કોર્ટે પણ ચડેલા છે અને હજીયે ચડે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાના અનેક વિષયોમાં ઊંડાણવાળા સાહિત્યનો લાભ નથી લેતો સ્થાનકવાસી ફિરકી કે નથી લેતો દિગંબર ફિરકો. સેંકડો વિદ્વાનોએ હજારો વર્ષ સુધી ભગીરથ પ્રયત્ન કરીને ઉપજાવેલું અને બીજે ક્યાંય પણ ન મળે તેવું મૂર્તિપૂજક શ્વેતાંબર અને દિગંબરનું સાહિત્ય સ્થાનકવાસીને માટે અસ્પૃશ્ય થઈ પડ્યું છે, અને મોટે ભાગે તો તે એ સાહિત્યને જાણતો જ નથી, કારણ કે પહેલેથી જ એને એ સાહિત્ય વિશે બેપરવા અને આદરહીન બનાવવામાં આવ્યો છે. દિગંબર ફિરકાનું પણ ગંભીર અને બીજે ન મળી શકે તેવું કેટલુંક સાહિત્ય છે. એને વિશે સામાન્ય રીતે શ્વેતાંબરો બેપરવા છે. આને પરિણામે પાઠશાળાઓ, છાત્રાલયો અને વિદ્યાલયોમાં કે ગુરુવર્ગના અભ્યાસક્રમમાં, જ્યાં પુસ્તકોની પસંદગીનો સવાલ આવે છે ત્યાં, કેટલીક વખતે એ જ વિષય ઉપર અન્ય ફિરકાનું સર્વોત્તમ પુસ્તક છોડી તેની જગ્યાએ કચરા જેવું પુસ્તક પસંદ કરવામાં આવે છે; અને પરિણામે ભણનાર જ્ઞાન કે વિદ્યા કરતાં અજ્ઞાન અને અવિદ્યા જ વધારે સેવે છે. એટલે એકંદરે અત્યારનો જે ફિરકાઓનો કડવાશવાળો સંબંધ છે તે આપણામાં જ્ઞાનશત્રુતા જ પોષે છે. જે ધર્મ સહિષ્ણુતા અને જ્ઞાનના પ્રચાર માટે જન્મ્યો હતો અને એ પ્રચાર સિવાય જે ધર્મનું જીવન નકામું જ ગણાવું જોઈએ તે ધર્મ ફિરકાઓની કડવાશમાં પરિણમતાં અસહિષ્ણુતા અને અજ્ઞાન જ પોષી રહ્યો છે. આ સ્થળે એક રૂપક યાદ આવે છે. કિનારે પહોંચવાના ધ્યેયથી વહાણો અમુક ટાપુથી ઊપડ્યાં. બધાં વહાણોએ ઉતારુઓને લીધા. શરત બધાંની એક જ હતી અને તે કિનારે પહોંચાડવાની. રસ્તામાં એક વહાણના કપ્તાન અને મુસાફરોએ બીજા વહાણમાં કાંઈક ખોડ બતાવી અને ટીકા કરી. એ ટીકાને તેના કપ્તાન અને મુસાફરોએ અંગત ટીકા માની સામસામી ખોટી ટીકા શરૂ કરી. મુસાફરી વખતે બધા હતા તો નવરા જ. ટીકા અને ખોડ કાઢવાનું મળી આવતાં સૌનું મન ત્યાં રોકાયું. મુસાફરીનો આનંદ, સમુદ્રની ગંભીરતા અને આકાશની અપારતા તરફ તેમજ સહીસલામતી અને ઝડપ વધારવા તરફ લક્ષ જવાને બદલે એકબીજાની ટીકામાં સામુદાયિક માનસ રોકાયું. કોઈ વિવાદમાં ઊતર્યા અને બીજાઓ શ્રોતા બન્યા. પરિણામે તકરાર વધી. એક બાજુ બધું રક્ષકબળ પરસ્પરના નાશમાં ખરચાવા લાગ્યું, અને બીજી બાજુ વહાણો અકસ્માત એક ખરાબાથી Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ • જૈન ધર્મ અને દર્શન બચવાની સાવધાની રાખી ન શક્યા. એક વહાણ અથડાયું અને બીજા તેના નાશ તરફ બેપરવા રહ્યાં. એ અભિમાનમાં બીજાઓની પણ એ જ દશા થઈ. એક જ સાધ્ય માટે નીકળેલા મુસાફરો સાધનની ટીકામાં ઊતરતાં પરિણામે સાધ્યભ્રષ્ટ થઈ ગયા. એ સ્થિતિ આજે ત્રણે ફિરકાઓની છે. ત્રણે ફિરકાઓનું લક્ષ અહિંસા અને જ્ઞાનની ઉપાસના તથા તેનો પ્રચાર છે; જ્યારે તેઓ તેથી ઊલટું જ કરી રહ્યા છે. બીજી તરફ કડવાશ રાખવી એટલે કે પોતાને મોટો અથવા શુદ્ધ ધાર્મિક માની બીજા તરફ અણગમો રાખવો, એ જો હિંસા કહેવાતી હોય તો એમ કહેવું જોઈએ કે અહિંસાની સાધના માટે નીકળેલા અને ચાલતા ફિરકાઓ હિંસા જ કરી રહ્યા છે, અને જ્ઞાનને બદલે અજ્ઞાનનો જ પ્રચાર કરી રહ્યા છે. આનું વ્યાવહારિક પરિણામ સામાજિક અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ કડવું આવ્યું છે. જૈન સમાજ સામાજિક દૃષ્ટિએ નબળો ગણાય છે. રાષ્ટ્રીય અને રાજકીય બાબતોમાં પણ એ પછાત છે. કારણ શું? એવો પ્રશ્ન જો કરીએ અને તેના ઉત્તર માટે ઊંડા ઊતરીએ તો જણાશે કે તેનું મુખ્ય કારણ સંગઠનનો અભાવ છે. જ્યાં ધાર્મિક દ્વેષ હોય ત્યાં સંગઠન સંભવે જ નહિ. જો ધાર્મિક દ્વેષનું પરિણામ માત્ર સ્થાનક, મંદિર, ગુરુવર્ગ અને પંડિત ઉપદેશકવર્ગ સુધી જ રહ્યું હોત તો કદાચ ચલાવી પણ લેવાત, પણ એ વિષ બીજાં વિષોની પેઠે ચેપ ફેલાવે તે સ્વાભાવિક જ હતું, એટલે બધાં જ ક્ષેત્રોમાં એ વિષ ફેલાયું. આજે તો નછૂટકે ને લાચારીથી જ ત્રણે ફિરકાવાળા મળે છે, અને એ લાચારી એટલે ક્યાંક વ્યાપારી સંબંધ, ક્યાંક લગ્નસંબંધ અને ક્યાંક રાજકીય સંબંધ. પરંતુ એ સંમેલન નથી તો વ્યાપક અને નથી તો બુદ્ધિપૂર્વકનું, તેમજ નથી હાર્દિક. આ દેખાતું વિરલ સંમેલન પણ ગૃહસ્થોમાં જ છે, કારણ કે પેલી લાચારી ગૃહસ્થોને જ મળવાની ફરજ પાડે છે; પરંતુ ગુરુવર્ગ અને પંડિત ઉપદેશવર્ગમાં તો એ લાચારીજન્ય વિરલ સંમેલન પણ નથી. ગુરુઓને કે પંડિત ઉપદેશકોને નથી જરૂર વ્યાપાર ખેડવાની કે નથી પ્રસંગ લગ્નાદિનો. એ વર્ગને રાષ્ટ્ર અને રાજકીય બાબતોનું તો સ્વપ્ન પણ નથી, એટલે તેમનામાં પારસ્પરિક સંમેલન કે સંગઠનના સંભવનું વ્યાવહારિક કારણ એકેય નથી; અને જે ધર્મ તેમને અરસપરસ મેળવવામાં સૌથી વધારે અને સૌથી પહેલો કારણભૂત થવો જોઈએ અને થઈ શકે તે જ ધમેં તેમને ઊલટા હમેશને માટે દૂર કર્યા છે. એક બાજુ વ્યાવહારિક જરૂરિયાતોને લીધે ત્રણે ફિરકાના ગૃહસ્થો અરસપરસ વધારે મળવા અને સંગઠિત થવાનો વિચાર કરે, ત્યાં તો બીજી બાજુ પેલો ગુરુ અને ઉપદેશકવર્ગ એમાં ધર્મનાશ જોઈ એમને મળતા અટકાવવા અને અરસપરસ ગાઢ સંબંધ બાંધતા રોકવા કમર કસે છે. પરિણામે એ ફિરકાઓ નથી પડી શકતા તદ્દન છૂટા કે નથી થઈ શકતા એકરસ અને સંગઠિત. આ સ્થિતિ લગભગ ગામેગામ છે. ત્યારે હવે શું કરવું જોઈએ? Page #104 -------------------------------------------------------------------------- ________________ ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળનો વિચાર ૦ ૯૫ ઉત્તર ટૂંકો અને સીધો છે. તકરાર અને વિરોધ મટાડવાની આશા ધર્મ પાસેથી હતી, પણ આજના ધર્મમાંથી એ સફ્ળ થવાનો સંભવ જ નથી. એટલે ત્રણે ફિરકાઓને પોતાનો મેળ સાધવા–વધારવા અને સંગઠન કરવા માટે બે જ રસ્તા બાકી રહે છે. પહેલો એ કે નિર્ભય અને સ્વતંત્રબુદ્ધિવાળી વ્યક્તિઓએ (તે ગૃહસ્થ હોય કે ત્યાગી) ધર્મનાં સૂત્રો હાથમાં લેવાં અને તેના ઉપર જે કડવાશનો મેલ ચડ્યો છે તે દૂર કરી ધર્મની મારફત જ બધી કોમોમાં વધારેમાં વધારે મેળ સાધવો. અને બીજો માર્ગ, પરંતુ છેવટનો માર્ગ (ભલે ને તે ક્રાન્તિકારી લેખાય), એ છે કે ગૃહસ્થોએ આ નવા ધર્મને જ એટલે કે વિકૃત અને સાંકડા ધર્મને શરણે જવું છોડી અને જાણે કે ધર્મનો વા૨સો ન જ મળ્યો હોય એવી રીતનું મનને ઘડી વ્યાવહારિક ભૂમિકા ઉપર એકત્ર થવું, અને બુદ્ધિપૂર્વક તથા અગત્યનું સંગઠન કરવું, જેમાં ઇચ્છા પ્રમાણે એક ફિકાના ગૃહસ્થો બીજા ફિરકાના ગૃહસ્થો સાથે હૃદયથી દરેક ક્ષેત્રમાં ભેટી શકે અને અરસપરસ સહકાર કરી શકે. જ્યારે ગૃહસ્થો પેલા ધર્મધ્વજોને બાજુએ મૂકી એકરસ થવા લાગશે અને દિગંબર શ્રીમાન શ્વેતાંબર વિદ્યાર્થીઓને અને શ્વેતાંબર ગૃહસ્થ દિગંબર સંસ્થાઓને મદદગાર થતા દેખાશે, બધા સંયુક્ત કે સહકારના ધોરણ ઉપર સંસ્થા ચલાવશે, ત્યારે ધર્મદૂતો આપોઆપ ખેંચાઈ તેમાં જોડાશે. તેમને એમ જ થવાનું કે હવે આપણો ભેદકમંત્ર નકામો છે. સેંકડો અને હજારો વર્ષથી માંડીને તે ઠેઠ અત્યાર સુધીનો ધર્મદૂતોનો ઇતિહાસ એક જ વસ્તુ દર્શાવે છે અને તે એ કે તેમણે વિરોધ અને કડવાશ જ ફેલાવી છે. આપણે અજ્ઞાનથી તેને વશ થયા. હવે જુગ બદલાયો છે. આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ આ વસ્તુ ચલાવી શકે તેમ રહ્યું નથી. તેથી હવે દરેક જુવાન કે વૃદ્ધ, જેનામાં બુદ્ધિ અને સ્વતંત્રતાનો છાંટો પણ હોય તે, પોતાથી બને ત્યાં અને બનતી રીતે, સાચા દિલથી અને બુદ્ધિપૂર્વક, બીજા ફિરકાનો સહકાર સાધે. આજે એ જ વસ્તુ ધર્ય થઈ પડી છે. – પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૨. આત્મદૃષ્ટિનું આંતર નિરીક્ષણ શ્રી વજ્રધર જિન સ્તવન (‘નદી યમુના કે તીર’ એ દેશી) વિહ૨માન ભગવાન, સુણો મુજ વિનતિ, જગતારક જગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસક લોકાલોક, તિષે જાણો છતિ, તો પણ વીતક વાત, કહું છું તુજ પ્રતિ. હું સ્વરૂપ નિજ છોડિ, રમ્યો પ૨ પુદ્ગલે, ઝીલ્યો ઉલટ આણી, વિષયતૃષ્ણા જલે; આસવ બંધ વિભાવ, કરું રુચિ આપણી, ભૂલ્યો મિથ્યાવાસ, દોષ દઉં ૫૨ભણી. અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા, ન તજું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દૃષ્ટિરાગનો પોષ, તેહ સમકિત ગણું, સ્યાદ્વાદની રીત, ન દેખું નિજપણું. મન તેનું ચપલ સ્વભાવ, વચન એકાંતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે જે છતાં; જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી, દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી. મહાવિદેહ મઝાર કે, તારક જિનવરુ, શ્રી વજ્રધર અરિહંત, અનંત ગુણાકરુ; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે, મહાવૈદ્ય ગુણયોગ, ભવરોગ, વા૨શે. પ્રભુમુખ ભવ્ય સ્વભાવ, સુણું જો માહો, તો પામે પ્રમોદ એહ ચેતન ખરો; ૧ ર ૪ ૫ Page #106 -------------------------------------------------------------------------- ________________ આત્મષ્ટિનું આંતર નિરીક્ષણ • ૯૭ થાયે શિવ પદ આશ, રાશિ સુખવંદની, સહજ સ્વતંત્ર સ્વરૂપ ખાણ આણંદની. ૬ વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણા, ધારો ચેતનરામ, એહ થિરવાસના; દેવચંદ્ર જિનચંદ્ર, હૃદય સ્થિર સ્થાપજો ! જિન આણાયુક્ત ભક્તિ, શક્તિ મુજ આપજો ! ૭ શ્રીમાન દેવચંદ્રજી પ્રસ્તુત સ્તવનના કર્તા જૈન સમાજમાં – ખાસ કરી શ્વેતાંબર સમાજમાં જાણીતા એવા શ્રીમાન દેવચંદ્રજી મહારાજ છે. તેમનું વિસ્તૃત જીવનચરિત્ર શ્રીયુત મણિલાલ પાદરાકરે લખ્યું છે અને તે શ્રી અધ્યાત્મ-જ્ઞાન–પ્રચારક મંડળ તરફથી પ્રસિદ્ધ થયું છે. જેઓ વિશેષ વિગત જાણવા ઈચ્છતા હોય તેઓ એ પુસ્તક જોઈ લે. અહીં તો હું દેવચંદ્રજી મહારાજ વિશે બહુ ટૂંકમાં જ પતાવીશ. તેઓનો જન્મ વિ. સં. ૧૭૪૬માં અર્થાત્ ઉપાધ્યાય યશોવિજયજીના સ્વર્ગવાસ પછી તરત જ થયેલો અને તેમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૮૧૨માં થયેલો. એટલે તેમનો જીવનકાળ લગભગ ૬ ૬ વર્ષનો હતો. દશ વર્ષ જેટલી નાની ઉંમરમાં દીક્ષા લીધેલી અને આખું જીવન શાસ્ત્રાધ્યયન, ચિંતન અને સાધુસુલભ એવા ભિન્ન ભિન્ન પ્રદેશોના પરિભ્રમણમાં વ્યતીત કર્યું. તેમજ તેમણે આખી જિંદગી સુધી નવી નવી રચનાઓ કરવામાં ધ્યાન આપ્યું. તેઓ જન્મ મારવાડી ઓસવાળ હતા, પણ એમણે ગુજરાત, કાઠિયાવાડ આદિ અનેક પ્રદેશોમાં વિહાર કર્યો. સંસ્કૃત અને પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષાઓ ઉપરાંત ગુજરાતી, મરાઠી અને હિન્દી ભાષામાં તેમણે જુદી જુદી કૃતિઓ રચી છે. એ બધી કૃતિઓનો વિષય મુખ્યપણે એકમાત્ર જૈન પરંપરાના કહેવાય એવા જ મુદ્દા રહ્યા છે. તત્ત્વજ્ઞાન અને આચાર સાથે સંબંધ ધરાવતી અનેક બાબતો એમણે ચર્ચા છે. એ ચર્ચામાં અનેક સ્થળે કથાનુયોગનો ઉપયોગ કર્યો છે, અને આજે પૌરાણિક કહી શકાય એવી બાબતોને તેમણે વાસ્તવિક માની, એટલે કે જેમ પ્રાચીન કાળમાં સામાન્ય રીતે બધા જ લેખકો માનતા રહ્યા છે તેમ સર્વજ્ઞપ્રણીત લેખી, તેની ભૂમિકા ઉપર જૈન તત્ત્વજ્ઞાનને લગતા પોતાના નિરૂપણની માંગણી કરી છે. પ્રસ્તુત સ્તવન એમની એ યોજનાનો એક નમૂનો પૂરો પાડે છે. કર્તા આ સ્તવનમાં મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે વર્તમાન મનાતા વીસ તીર્થંકર પૈકી અગિયારમાં શ્રી વજેશ્વર સ્વામીને ઉદ્દેશી પોતાની આરજૂ-વિનંતી ગુજારે છે. મહાવિદેહ ક્ષેત્ર અને વિહરમાન જિન છેલ્લાં ૭૫ કે ૧૦૦ વર્ષના નવયુગ પહેલાંના જમાનામાં, આજે જોવામાં આવે છે તેવી, વિચારની ચાળણી અગર સંશોધનવૃત્તિ કોઈપણ ધર્મપંથમાં ભાગ્યે જ ઉદય Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ • જૈન ધર્મ અને દર્શન પામેલી. હરેક સંપ્રદાય પોતપોતાની પરંપરાગત માન્યતાને મોટે ભાગે શંકા ઉઠાવ્યા સિવાય જ માની લેતો. અને એની ઐતિહાસિક શોધમાં ન પડતો. શ્રીમાન દેવચંદ્રજી જન્મ અને કાર્યો જેન હતા, તેથી દરેક સાંપ્રદાયિક માન્યતા તેમને હાડોહાડ વ્યાપી હોય તો તે સ્વાભાવિક છે. જૈન પરંપરાની ભૂગોળમાં મહાવિદેહ નામના ક્ષેત્રનું ખાસું સ્થાન છે. જંબુદ્વીપ ઉપરાંત બીજા ખંડોમાં પણ મહાવિદેહ નામનાં ક્ષેત્રો છે, અને તે બધાં મળી પાંચ છે. મહાવિદેહ નામનાં ક્ષેત્રમાં અત્યારે વિચારતા હોય એવા વીશ જિનોનું અસ્તિત્વ જૈન પરંપરા સ્વીકારે છે. એ વિદ્યમાન તીર્થકરો વિહરમાન જિન કહેવાય છે. જેને ઉદ્દેશી પ્રસ્તુત સ્તવન રચાયું છે તે વીશ પૈકી અગિયારમા છે અને તેમનું નામ વજંધર સ્વામી છે. વીશ વિહરમાનમાં પહેલા જિન તરીકે સીમંધર સ્વામીનું નામ આવે છે. આ નામ બાકીના વિહરમાનો કરતાં એટલું બધું પ્રસિદ્ધ છે કે એવો ભાગ્યે જ કોઈ જૈન હશે જેણે સીમંધર સ્વામીનું નામ સાંભળ્યું ન હોય. એમનું પદ્યવિજયજીકૃત “સુણો ચંદાજીથી શરૂ થતું સ્તવન જેટલું ભાવવાહી છે તેટલું જ જાણીતું છે. સીમંધર સ્વામીનું નામ લેતાં જ મહાવિદેહ ક્ષેત્ર અને તેમાં વિચરતા બીજા જિનોનું કલ્પનાચિત્ર મન સમક્ષ ખડું થાય છે. સીમંધર સ્વામી અત્યંત પ્રસિદ્ધ હોઈ તેમના નામની આસપાસ અનેક ચમત્કારી વાતો તેમજ માત્ર શ્રદ્ધાથી જ માની શકાય એવી ગૂંથણીઓ ગૂંથાયેલી છે. અને તે જૈન પરંપરાના કોઈ આ કે તે એક ફિરકામાં જ નહિ, પણ તેના દરેકેદરેક ફિરકામાં અસ્તિત્વ ધરાવે છે, અને તેવી ગૂંથણીઓના પુરાવા લગભગ પંદરસો વર્ષ જેટલા જૂના છે જ. જેવી રીતે દિંગબર પરંપરામાં આચાર્ય શ્રી કુંદકુંદના શ્રતની પ્રતિષ્ઠાનો આધાર તેમના પોતાના મહાવિદેહ ક્ષેત્રમાં જવા ઉપર તેમજ ત્યાંથી સીમંધર સ્વામી પાસેથી તે શ્રત લાવવા ઉપર છે, તેવી જ રીતે આચારાંગ અને દશવૈકાલિકની બબ્બે ચૂલિકાઓની પ્રતિષ્ઠાનો આધાર પણ સ્થૂલિભદ્રની બહેનોએ જાતે જઈને સીમંધર સ્વામી પાસેથી તે ચૂલિકાઓ લાવવા ઉપર છે. આગમકૃતથી આગળ વધી તર્કકૃતના સમયમાં પણ આવી જ એક ઘટના નોંધાયેલી છે. જેને ન્યાયમાં પ્રસિદ્ધ એવો એક શ્લોક મહાવિદેહ ક્ષેત્રમાંથી લાવ્યાની નોંધ પણ જૂની છે. આટલી હકીકત જૈન પરંપરાનું શ્રદ્ધાળુ માનસ સમજવા માટે પૂરતી છે. આવું શ્રદ્ધાળુ માનસ જો અત્યારના વૈજ્ઞાનિક અને પરીક્ષપ્રધાન યુગમાં પણ પોતાનું કાર્ય કર્યું જતું હોય અને શ્રી કાનજી મુનિ જેવાની મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીને જઈ મળી આવ્યાની વાતો વિશે કશી જ શંકા ઉઠાવતું ન હોય તો આજથી અઢીસો વર્ષ જેટલા જૂના સમયમાં વર્તમાન શ્રી દેવચંદ્રજી મહારાજ પોતાની કૃતિઓમાં એ મહાવિદેહની જૂની પરંપરાને લઈને કાંઈ વર્ણન કરે તો તેમાં અચરજ કે શંકાને સ્થાન જ કેવી રીતે હોઈ શકે? જળ, સ્થળ અને આકાશના માઈલે માઈલની નોંધ રાખવા મથતા અને ચંદ્રલોક તેમજ મંગળગ્રહના પ્રદેશ સુધી પહોંચવા પ્રયત્ન કરતા એવા વર્તમાન યુગની ભૌગોલિક Page #108 -------------------------------------------------------------------------- ________________ આત્મદૃષ્ટિનું આંતર નિરીક્ષણ. ૯૯ તેમજ ઐતિહાસિક દૃષ્ટિને આપણે સંતોષી ન શકીએ તો આપણા માટે એટલું પૂરતું છે કે મહાવિદેહ અને તેમાં વિચરતા વિહરમાન તીર્થંકરોનું કવિનું એક રૂપક માની તેના કલ્પનાચિત્રમાંથી ફલિત થતા ભાવોને જ સમજીએ અને પ્રસ્તુત સ્તવનનો અર્થ એ દૃષ્ટિએ તારવીએ. મહાવિદેહ એ બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન શાસ્ત્રોમાં આવતો વિદેહ દેશ જ છે કે બીજો કોઈ જૈનમાન્યતા મુજબનો દૂરવર્તી સ્વતંત્ર પ્રદેશ છે અને તેમાં વિચરતા કહેવાતા કોઈ તીર્થંકર છે કે નહિ એ તપાસી તે વિશે નિર્ણય આપવાનું કામ અત્યારે અપ્રસ્તુત છે. તેમ છતાં પ્રસ્તુત વિવેચન તો એટલા આધારે પણ કરી શકાય તેમ છે કે આધ્યાત્મિક દૃષ્ટિએ દેહ ઉપરની મમતાથી મુક્ત હોવું એ મહાવિદેહ ક્ષેત્ર . અને એવી સ્થિતિમાં જીવન જીવનાર હોય તે હોઈ વિહરમાન જિન. દેવચંદ્રજી મહારાજની દૃષ્ટિમાં આવા મહાવિદેહ અને આવા વિહરમાનની કલ્પના ભલે ન હોય, પણ એમના સ્તવનનો ભાવ પૂરેપૂરો સમજવા માટે રૂઢશ્રદ્ધાળુ અને પરીક્ષક-શ્રદ્ધાળુ બંને માટે ઉ૫૨ સૂચવેલ મહાવિદેહ તેમજ વિહરમાન જિનની આધ્યાત્મિક કલ્પના એકસરખી ઉપયોગી છે, તેમજ નિશ્ચયદૃષ્ટિએ વિચાર કરતાં એ જ કલ્પના છેવટે ધાર્મિક પુરુષને આધ્યાત્મિક જીવન જીવવામાં સહાયક બની શકે તેમ છે. એ પણ સંભવ છે કે પ્રાચીન કાળના ચિંતકોએ મૂળમાં એવી જ કોઈ આધ્યાત્મિક કલ્પના સાધારણ જનતાને ગ્રાહ્ય બને એ દૃષ્ટિએ રૂપકનું સ્થૂલ રૂપ આપ્યું હોય અને સાધારણ જનતા તે જ રૂપને વાસ્તવિક માનતી થઈ ગઈ હોય, અને જતે દિવસે તે રૂપકે કથાસાહિત્યમાં અને બીજા પ્રસંગોમાં વાસ્તવિકતાનાં ઊંડાં મૂળ નાખ્યાં હોય. શ્રદ્ધાળુ કે પરીક્ષક બંને પ્રકારના ધાર્મિક તત્ત્વજ્ઞોને એકસરખી રીતે સમજાય એવો ભાવ પ્રસ્તુત સ્તવનમાંથી તારવવો એ અહીં મુખ્ય ઉદ્દેશ છે. સ્તવનનું સામાન્ય સ્વરૂપ પ્રસ્તુત સ્તવનમાં ચાર પાદની એક એવી સાત કડીઓ છે. સ્તવન પ્રધાનપણે વિનંતિરૂપ હોવાથી એ વાટે મુખ્યપણે કવિનો ભક્તિયોગ યા શ્રદ્ધાતત્ત્વ જ વહેતું દેખાય છે. તેમ છતાં એ ભક્તિ જ્ઞાનયોગથી યા વિવેકજ્ઞાનથી શૂન્ય નથી. એકંદર રીતે આખું સ્તવન જ્ઞાનયોગ અને ભક્તિયોગનો સુમેળ પૂરો પાડે છે, જેને જૈન પરિભાષામાં સમ્યગ્દર્શન કહેવાય. ભક્તિતત્ત્વ પ્રધાન હોવાથી કવિના ભક્તિપ્રવણ ઉદ્ગારો ભક્તિને જ અનુરૂપ એવા લહેકાદાર ને કોમળવર્ણી છંદમાં પ્રગટ થયા છે. ભક્તિતત્ત્વમાં ભક્ત તેમજ ભક્તિપાત્રનું દ્વૈત હોય તે અનિવાર્ય છે. એટલું જ નહિ, પણ તેમાં ભક્તિપાત્ર પ્રત્યે ભક્ત અતિ નમ્રભાવે – અતિ દીનભાવે, જાણે પોતાની જાતને તદ્દન ગાળી ન દેતો હોય તેવા લાઘવથી ઊભો રહી, પોતાની વીતક કથા અનુતાપયુક્ત વાણીમાં કથે છે. તેથી એ કથનમાં શૌર્ય કે પરાક્રમને વ્યક્ત કરે એવા ઉદ્દીપક શબ્દો અગર છંદને સ્થાન નથી હોતું, પણ એવા આંતરિક અનુતાપવાળા ઉદ્ગારોમાં નમ્રપણું અને દીનપણું Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦ • જૈન ધર્મ અને દર્શન વ્યક્ત કરે એવો જ છંદ સાહજિક બને છે. કવિએ જૈન અને વૈષ્ણવ પૂર્વાચાર્યોએ વાપરેલ એવા જ છંદની પસંદગી કરી છે. એની હલક એવી છે કે જો ગાનાર યોગ્ય રીતે ગાય તો એમાંથી કવિના હૃદયમાં પ્રગટ થયેલ અનુતાપયુક્ત ભક્તિભાવ અને વિવેક એ બંને, અર્થના ઊંડા વિચાર સિવાય પણ, શ્રોતાના મન ઉપર અંકિત થાય છે. દરેક પાદને અંતે આવતો અનુપ્રાસ ગેય તત્ત્વની મધુરતામાં ઉમેરો કરે છે અને શ્રોતાના મન ઉપર એવો રણકારો પાડે છે કે તે ફરી ફરીને સાંભળવાની કે ગાવાની લાલચ સેવ્યા જ કરે અને એ સેવનના પુનરાવર્તનમાંથી અર્થના ઊંડાણમાં આપોઆપ સરતો જાય. પહેલી કડી વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ, જગતારક ગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસક લોકાલોક, તિણે જાણો છતી, તો પણ વિતક વાત, કહું છું તુજ પ્રતિ. કવિ જાણે છે કે સ્તુત્યદેવ સર્વજ્ઞ હોવાથી પોતાનું વક્તવ્ય જાણે છે, અને તેથી તેમના પ્રત્યે કાંઈ પણ કહેવું એ તો માત્ર પુનરુક્તિ છે – પિષ્ટપેષણ છે. આમ જાણવા છતાં કવિ પુનરુક્તિ અને પિષ્ટપેષણનો દોષ વહોરી લે છે, તે એના હૃદયગત સાચા અનુતાપનું સૂચન છે. જ્યારે હૃદયમાં ખરેખરો અનુતાપ એટલે કે ભૂલનો હૂબહૂ ચિતાર ખડો થાય છે, ત્યારે માણસ પુનરુક્તિ કે પિષ્ટપેષણનો દોષ વહોરીને પણ પોતાનું દિલ પોતાના ભક્તિપાત્ર પ્રત્યે ખાલી કર્યા વિના રહી શકતો નથી. એ જ વસ્તુ પહેલી કડીમાં સૂચિત થાય છે. બીજી કડી હું સરૂપ નિજ છોડી, રમ્યો પર પુદ્ગલે, ઝીલ્યો ઉલટ આણી, વિષયતૃષ્ણા જળ; આસવબંધ વિભાવ, કરું રુચિ આપણી; ભૂલ્યો મિથ્યા વાસ, દોષ દઉં પરભણી. જીવનતત્ત્વના આધ્યાત્મિક વિકાસક્રમમાં જે તત્ત્વ પર-છાયાનો મેલ છોડી છેવટે તદ્દન નિર્મળરૂપે બાકી રહે છે તે જ તત્ત્વ પારમાર્થિક સત્ય લેખાય છે અને તે જ સાધ્ય મનાયેલું છે. જે તત્ત્વ આધ્યત્મિક સાધના દ્વારા જીવનમાંથી હંમેશને માટે સરી પડે છે તે જ પર-છાયા અથવા વૈભાવિક કહેવાય છે. કવિ આધ્યાત્મિક માર્ગનો પથિક છે, અને તેથી તે પોતાના જૈન પરંપરાનુસારી સંસ્કાર પ્રમાણે વિવેકથી પારમાર્થિક અને વૈભાવિક એ બે તત્ત્વોનો ભેદ જાણી પોતાની સ્વરૂપમ્યુતિનું વર્ણન બીજી કડીમાં કરે છે. કવિ એમ જાણે છે અને માને છે કે તે મૂળે તદ્દન શુદ્ધસ્વરૂપ છે, પણ અકળ કળાથી અને અકળ કાળથી તે પોતાના એ સચ્ચિદાનંદ સાહજિક સ્વરૂપથી શ્રુત થઈ પરતત્ત્વમાં Page #110 -------------------------------------------------------------------------- ________________ આત્મદૃષ્ટિનું આંતર નિરીક્ષણ • ૧૦૧ રત થયો છે અને પરને જ સ્વ માની પોતાનું સહજ ભાન ભૂલી ગયો છે. કવિ આટલા કથનથી જૈન પરંપરાના જીવ, અજીવ, આસવ અને બંધ એ ચાર તત્ત્વોનું સૂચન કરે છે. ભારતનાં બધાં જ આત્મવાદી દર્શનો આ ચાર તત્ત્વો ઉપર જ પોતપોતાનાં દર્શનોની માંગણી કરે છે. સાંખ્યદર્શનમાં જે પ્રકૃતિ-પુરુષનો વિવેક છે, તેમજ વેદાંતમાં જે નિત્યાનિત્ય બ્રહ્મ અને માયાનો વિવેક છે તે જ જૈન દર્શનમાં જીવ-અજીવનો વિવેક છે. આવા વિવેકનો ઉદય તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. આવા દર્શનથી જ આધ્યાત્મિક વિકાસક્રમમાં ચોથા ગુણસ્થાન કે ચોથી ભૂમિકામાં પ્રવેશ થાય છે. કવિ કઈ ભૂમિકાએથી કથન કરે છે એ સમજીએ તો જ એના કથનનો ભાવ સમજાય. અત્રે કવિની ભૂમિકા આનંદઘન કે શ્રીમદ્ રાજચંદ્રની પેઠે સમ્યગ્દર્શનની જ છે એમ માની લેવું જોઈએ. સમ્યગ્દર્શન એટલે આધ્યાત્મિક વિવેક. આ વિવેકમાં સાધક મુખ્યપણે શ્રદ્ધાની ભૂમિકા ઉપર ઊભો હોય છે, છતાં એમાં એને પોતાના સંપ્રદાયમાં થઈ ગયેલા અનુભવી ઋષિઓના જ્ઞાનનો વારસો પ્રતીતિકર રૂપે હોય જ છે. સંપ્રદાયભેદને લઈને આધ્યાત્મિક સાધકની ભાષા બદલાય, પણ ભાવ બદલાતો નથી. આની સાબિતી આપણને દરેક સંપ્રદાયના સંતોની વાણીમાંથી મળી રહે છે. દેવચંદ્રજીએ બીજી કડીમાં સૂચિત કરે છે કે ઉપર્યુક્ત ચાર તત્ત્વો પૈકી જીવ અને અજીવ એ બે તત્ત્વો સત્ તત્ત્વના અર્થાત્ વિશ્વસ્વરૂપના નિદર્શક છે, જ્યારે આસવ અને બંધ એ બે તત્ત્વ જીવનલક્ષી છે. અનુભવાતું જીવન નથી એકલું ચૈતન્યરૂપ કે નથી એકલું જડરૂપ; એ તો બંનેનું અકળ મિશ્રણ છે. તેના પ્રવાહની કોઈ આદિ લક્ષમાં આવે તેવી નથી. તેમ છતાં આધ્યામિક દ્રષ્ટાઓએ વિવેકથી જીવનનાં એ બે તત્ત્વો એકમેકથી જુદાં અને સાવ સ્વતંત્ર તારવ્યાં છે. એક તત્ત્વમાં છે જ્ઞાનશક્તિ અગર ચેતના, તો બીજામાં છે જડતા. ચેતનસ્વભાવ જેમાં છે તે જીવ અને જેમાં એ સ્વભાવ નથી તે કર્મ અજીવ. એ જ બે તત્ત્વોને અનુક્રમે સાંખ્ય પુરુષ અને પ્રકૃતિ કહે છે, જ્યારે વેદાંત બ્રહ્મ અને માયા અગર આત્મા અને અવિદ્યા કહે છે. દેવચંદ્રજી જીવ અને જડનો જેવી રીતે વિવેક દર્શાવે છે તેવી જ રીતે સાંખ્ય અને વેદાંત આદિ દર્શનોમાં પણ છે. એ દર્શનોમાં પણ આધ્યાત્મિક પ્રગતિ માટે એવા વિવેકનો ઉદય અનિવાર્ય રીતે સ્વીકારાયેલો છે, અને તે જ સમ્યગ્દર્શન તરીકે પણ લેખાયો છે. હું સ્વરૂપ નિજ છોડી, રમ્યો પર પુદ્ગલે. ઝાલ્યો ઉલટ આણી, વિષયતૃષ્ણા જળે. કવિનું આ કથન મેથ્ય આર્નોલ્ડના સુવિખ્યાત કાવ્ય "Lead Kindly light, amid the encircling gloom ! Lead thou me on!' - 2140 guilla da દાખવી, મુજ જીવનપંથ ઉજાળ' (અનુવાદક, સ્વ. કવિ નરસિંહરાવ)માં આવતી "The night is dark and I am far from home' – “દૂર પડ્યો નિજ ધામથી હું Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ • જૈન ધર્મ અને દર્શન ને ઘેરે ઘન અંધાર' એ પંક્તિની યાદ આપે છે. એ પ્રકારનાં કથનો જરા ઊંડાણથી સમજવાં જોઈએ. કવિ જ્યારે એમ કહે છે કે મેં મારું સ્વરૂપ છોડ્યું છે અને પરરૂપમાં રત થયો છું, ત્યારે શું એમ સમજવું કે કોઈ કાળે આત્મા સાવ શુદ્ધ હતો અને પછી તે જડ પાશમાં બંધાયો? જો આમ માનીએ તો મોક્ષ પુરુષાર્થની માન્યતા જ નકામી ઠરે, કેમકે પ્રયત્ન દ્વારા ક્યારેક મોક્ષ સિદ્ધ થાય અને શુદ્ધ સ્વરૂપ આવિર્ભાવ પામે, તોપણ ત્યાર બાદ કોઈ વખતે ફરી કર્મપાશ કેમ ન વળગે ? જે ન્યાયથી ભૂતકાળમાં શુદ્ધ સ્વરૂપ વિકૃત થયું તે જ ન્યાયથી મોક્ષપ્રાપ્તિ પછીના ભવિષ્યન્ કાળમાં પણ તે વિકૃત થવાનું જ. અને જો એમ બને તો મોક્ષ પ્રાપ્ત કર્યો તોય શું અને ન કર્યો તોય શું? બીજી રીતે એમ કહી શકાય કે મોક્ષપ્રાપ્તિ એટલે દેવપદની પ્રાપ્તિ. દેવો ગમે તેટલો વખત સુખસમૃદ્ધિ ભોગવે છતાં તેઓ તેથી અત થવાના. એ જ રીતે મોક્ષસ્થિતિ પણ ગમે તેટલું લાંબે ગાળે પણ છેવટે ગ્રુત થવાની. ત્યારે હું સ્વરૂપ નિજ છોડી રમ્યો પર પુદ્ગલે એનો શો અર્થ, એ સમજવું રહ્યું. એ માટે નિશ્ચય અને વ્યવહારદષ્ટિ બંનેનો ઉપયોગ છે. આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં મોક્ષ નામના પુરુષાર્થને જે સ્થાન મળ્યું છે તે વિચાર-વિકાસના ઇતિહાસમાં અમુક કાળે જ મળ્યું છે, નહિ કે પહેલેથી તે સનાતન જ રહ્યું હોય. જ્યારે મોક્ષની કલ્પના આવી અગર એવો કોઈને અનુભવ થયો ત્યારે મુક્ત આત્માનું અમુક સ્વરૂપ કલ્પાયું અગર અનુભવાયું અને એ જ સ્વરૂપ એનું અસલી છે અને એ સિવાયનું જે કાંઈ તેમાં ભાસે તે બધું જ આગંતુક અને પર છે, એમ મનાયું. કોઈપણ અનુભવીએ આત્માના કલ્પાયેલ શુદ્ધ સ્વરૂપમાં વિજાતીય તત્ત્વ ક્યારે ઉમેરાયું અને શા માટે ઉમેરાયું એ જાણ્યું નથી, જાણવું શક્ય પણ નથી. છતાં મોક્ષ પુરુષાર્થની કલ્પના ઉપરથી કલ્પાયેલ આત્માના શુદ્ધ સ્વરૂપને દરેક અનુભવીએ મૌલિક, વાસ્તવિક અને સ્વાભાવિક માનીને જ પોતાનું આધ્યાત્મિક પ્રસ્થાન શરૂ કર્યું છે અને જીવનમાં અનુભવાતા વિકાર-વાસનાના તત્ત્વને વિજાતીય કે વૈભાવિક માની તેને ફેંકી દેવા પુરુષાર્થ સેવ્યો છે. મોક્ષ એ જીવનનું સાધ્ય લેખાયું અને તે સ્થિતિ આદર્શ લેખાઈ. એ જ આદર્શ સ્થિતિનું સ્વરૂપ નિહાળતી દૃષ્ટિ તે નિશ્ચય અને સાધકદશામાં પર-ભાવ કે વિજાતીય સ્વરૂપથી મિશ્રિત એવી ચેતનસ્થિતિને નિરૂપતી દૃષ્ટિ તે વ્યવહાર. દેવચંદ્રજી આ બંને દૃષ્ટિઓનો આશ્રય લઈને કહે છે કે “હું સ્વરૂપ નિજ છોડી રમ્યો પર પુદ્ગલે.... ખરી રીતે પહેલાં ક્યારે પણ આત્મા સંપૂર્ણપણે શુદ્ધ સ્વરૂપની વ્યક્ત દશામાં હતો જ નહિ, તેથી એમાંથી શ્રુત થવાપણું પણ હતું જ નહિ; ખરી રીતે તો તે અનાદિ કાળથી અશુદ્ધ રૂપમાં જ રમી રહ્યો હતો, પણ એ અશુદ્ધ રૂપમાંથી જે શુદ્ધ રૂપ ક્યારેક નિખરવાનું છે તેને જ નિશ્ચયદૃષ્ટિએ ભૂતકાળમાં પણ તેવું જ હતું એમ માની કવિ લૌકિક ભાષામાં વ્યવહાર દૃષ્ટિનો આશ્રય લઈ હું સ્વરૂપ નિજ છોડી રમ્યો પર પગલે એમ કહે છે. સાંખ્ય અને વેદાંત આદિ દર્શનોમાં પણ ચેતન-અચેતનના સંબંધને અનાદિ માન્યો છે Page #112 -------------------------------------------------------------------------- ________________ આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ - ૧૦૩ અને છતાં નિશ્ચયર્દષ્ટિએ ચેતન કે બ્રહ્મનું સ્વરૂપ અનાદિ કાળથી એવું જ મનાયું છે જેવું કે ભવિષ્યમાં મોક્ષપ્રાપ્તિ પછી આવિર્ભત થવાનું હોય. ખરી રીતે એક કોયડો અત્યાર લગી અણઉકેલાયેલો જ રહ્યો છે કે જો બંને તત્ત્વો મૂળે એકબીજાથી સાવ વિરુદ્ધ સ્વભાવનાં હોય અને બંનેનો એકબીજા ઉપર પ્રભાવ પડ્યો હોય તો તે શા કારણે અને ક્યારે? વળી જો ભવિષ્યમાં કદી પણ એકનો પ્રભાવ બીજા ઉપરથી નાબૂદ થવાનો હોય તો ફરી એવો પ્રભાવ એના ઉપર નહિ પડે એની શી ખાતરી ? તેમ છતાં એ અણઉકેલાયેલ કોયડા ઉપર જ આધ્યાત્મિક માર્ગનું મંડાણ છે અને તે દ્વારા જ અનેક ચારિત્રમાર્ગના ગુણો મનુષ્યજાતિમાં વિકાસ પામ્યા છે. જેને પરંપરાની નિશ્ચયદૃષ્ટિ તે બૌદ્ધો અને વેદાંતીઓની પરમાર્થદષ્ટિ અને જૈન પરંપરાની વ્યવહારદષ્ટિ તે બૌદ્ધોની સંસ્કૃતિ અને વેદાંતીઓની માયા અગર અવિદ્યા. દેવચંદ્રજીએ જે તત્ત્વ આ બીજી કડીમાં અનગાર પરંપરાની લૂખી વાણીમાં ગાયું છે તે જ તત્ત્વ સાંખ્ય અને વેદાન્ત પરંપરાના ગૃહસ્થાશ્રમાનુભવી ઋષિઓએ સ્નિગ્ધ ને રસિક વાણીમાં ગાયું છે. કપિલ એ વસ્તુને એક રીતે વર્ણવે છે તો ઉપનિષદના ત્રષિઓ એ જ વસ્તુને જરાક બીજી રીતે વર્ણવે છે. દાંપત્યજીવનની પેઠે સંસારજીવન એક નાટક છે. ગૃહસ્થાશ્રમનાં બે જ પાત્રો કપિલે કચ્યાં છે. એ બંનેને સ્ત્રી-પુરુષના અગર પત્ની-પતિના રૂપકનો આશ્રય લઈ કપિલે અનુક્રમે પ્રકૃતિ અને પુરુષ નામે ઓળખાવ્યાં છે. કપિલના રૂપક પ્રમાણે પ્રકૃતિ કુળવધૂ જેવી છે અને તે પુરુષ સમક્ષ આપમેળે જ બધું નાટક ભજવે છે. તેને ખાતરી થાય છે કે પુરુષે મારું રૂપ જોઈ લીધું. ત્યારે કતાર્થતાની સાથે શરમાઈ પોતાનો ખેલ સમેટે છે. પ્રકૃતિની લીલાની શરૂઆતથી એની સમાપ્તિ સુધીમાં પુરુષ કશું પણ નથી કરતો કે કરાવતો; એ તો લીલાના પ્રેક્ષક તરીકે તદ્દન તટસ્થ રહે છે. પ્રકૃતિ પોતે જ લીલાની કર્તાધર્તા છે અને પોતે જ એ લીલાને સમેટનાર છે. તેમ છતાં પુરુષ બદ્ધ કે મુક્ત મનાય છે. વાસ્તવમાં તે નથી બદ્ધ કે નથી મુક્ત. કપિલની આ કલ્પનાને બીજા એક ઋષિએ એક નવા જ રૂપકમાં વ્યક્ત કરી છે. તે કહે છે કે અજા એટલે કે બકરી એક છે અને તે લાલ, સફેદ, કાળા વર્ણની અથૉત્ કાબરચીતરી છે અને પોતાના જેવી જ સંતતિ સરજી રહી છે. આ સર્જનક્રિયામાં અજ એટલે બકરી અજાને સેવવા છતાં પણ સદા અવિકારી રહે છે અને ભક્તભોગ અજાને તટસ્થપણે જ નિહાળે છે. સાંખ્યના આ મતમાં બધું કર્તૃત્વ, લેપની બધી જ જવાબદારી માત્ર પ્રકૃતિતત્ત્વ ઉપર છે; પુરુષ કોઈપણ જાતના કર્તુત્વ વિનાનો માત્ર તટસ્થ પ્રેક્ષક છે. ઉપનિષદના અનેક ઋષિઓએ જે વર્ણવ્યું છે તેમાં સ્પષ્ટપણે પુરુષનું જ કર્તુત્વ ભાસે છે. એ ઋષિઓ કહે છે કે આત્મા (બ્રહ્મ કે સત્ તત્ત્વ) પહેલાં એકલો હતો. એને એકલપણામાં રસ ન પડ્યો અને અનેકરૂપ થવાની ઈચ્છા થઈ. એ ઈચ્છામાંથી અજ્ઞાત માયાશક્તિ દ્વારા જ તે અનેકરૂપ થયો. આ અનેકરૂપતા એ જ સંસાર. આ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૨ જૈન ધર્મ અને દર્શન વર્ણનમાં બધું જ કર્તૃત્વ આત્માનું છે – પુરુષનું છે. માયા કે શક્તિએ સર્જનમાં મદદ આપી હોય તો તે પણ આત્માની કામના અને તપસ્યાને લીધે. ઉપનિષદની માયામાં સ્વતંત્રપણે છે. ઉપનિષદના મતમાં રામના પૌરુષ અને સીતાના અનુગમન માત્રના સંબંધનું પ્રતિબિંબ દેખાય છે, જ્યારે કપિલના મતમાં કૃષ્ણ અને ગોપીકૃત રાસલીલા અને કૃષ્ણના માત્ર પ્રેક્ષકપણાનું પ્રતિબિંબ નજરે પડે છે. સંસારનાટકના ખેલની પૂરી જવાબદારી એકને મતે પ્રકૃતિમાં છે, તો બીજાને મતે પુરુષમાં છે. આ બંને દેખીતા પરસ્પરવિરુદ્ધ મતો છે, અને તેથી તે એકાંત જેવા લાગે છે. દેવચંદ્રજી બીજી કડીમાં જૈન દૃષ્ટિ રજૂ કરે છે, પણ તેમનો હું સ્વરૂપ નિજ છોડી રમ્યો ૫૨ પુદ્ગલે' એ શબ્દથી વ્યક્ત થતો ઝોક ઉપનિષદના ઝોક જેવો છે. દેવચંદ્રજીનો ‘હું' પોતે જ વિમાસણમાં પડે છે કે મેં મારું સ્વરૂપ આપમેળે જ છોડ્યું અને હું પૌદ્ગલિક લીલામાં રસ લેતો થયો. દેવચંદ્રજીનો ‘હું’ પુદ્દગલ કે કર્મને દોષ ન દેતાં બધો જ દોષ પોતાને માથે વહોરી લે છે. આટલી ચર્ચા ઉપરથી વાચકો એ વિચારી શકશે કે જુદા જુદા આધ્યાત્મિક ચિંતકોએ એક જ વસ્તુ અનેકરૂપે વર્ણવી છે. કોઈ પ્રકૃતિ, પુદ્ગલ યા માયા ઉપર દોષનો ટોપલો ઠાલવે છે તો બીજો કોઈ પુરુષ, આત્મા કે જીવ ઉપર. કહેવાની ભંગી કે શૈલી ગમે તેવી હોય, તેને અંતિમ સિદ્ધાંત માની એ વાદમાં પડી જવું એ આધ્યાત્મિકતા નથી. મૂળ વસ્તુ એટલી જ છે કે વાસના કે અજ્ઞાનને ઘટાડવાં કે નિર્મૂળ કરવાં. જૈન દૃષ્ટિ માને છે કે જે નાટક, જે પરિણામ કે જે ખેલ કોઈ એક પાત્રથી ભજવાતો નથી એનું કર્તૃત્વ બંનેને ફાળે જાય છે. અલબત્ત, એમાં એકનો હિસ્સો અમુક રીતે હોય ને બીજાનો બીજી રીતે, પણ અજા સંતતિ પેદા કર્યા કરે અને એમાં અજને કશો રસ નથી એમ કહેવાનો કશો અર્થ નથી. એ જ રીતે આત્મા એકલો મટી બેકલો થાય છે, ત્યારે પણ એને બીજા કોઈ અજ્ઞાત તત્ત્વની મદદ હોય છે. માત્ર તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં જ આવા સામસામે ટકરાતા વાદો નથી, પણ એ વાદોનું મૂળ માનવસ્વભાવની સામાન્ય ભૂમિકામાં છે. અત્યારે પણ કેટલાય દુન્યવી દૃષ્ટિએ એમ જ માને છે અને કહે છે કે સ્ત્રીએ જ પુરુષને પાશમાં બાંધ્યો--ફસાવ્યો. એનું આકર્ષણ એ જ પુરુષનું બંધન. બીજા ઘણાય એમ કહે છે કે પુરુષ જ એવો ધૂર્ત છે કે તે ભોળી અને ગભરુ નિર્દોષ સ્ત્રીજાતિને પોતાની જાળમાં ફસાવે છે. આપણે આ બંને કથનમાં જોઈ શકીએ છીએ કે કહેવાની રીતમાં જ ફેર છે. એકનું આકર્ષણ ગમે તેટલું હોય, છતાં બીજામાં અમુક પ્રકારનું આકર્ષણ ક૨વાની અને આકર્ષિત થવાની શક્તિ ન હોય તો બંનેનો યોગ સિદ્ધ જ ન થાય. તેથી જૈન દૃષ્ટિ સંસારમાં જીવઅજીવ બંને તત્ત્વનું અપેક્ષાભેદથી કર્તૃત્વ સ્વીકારે છે. બાઇબલનો ઈશ્વરચિત આદમ એડનના બાગમાં એકલો હતો અને પછી તે પોતાની જ પાંસળીમાંથી બેકલો થયો. જ્યારે ઈવ સામે આવી ત્યારે જ વાસનાના સર્પે Page #114 -------------------------------------------------------------------------- ________________ આત્મદૃષ્ટિનું આંતર નિરીક્ષણ - ૧૦૫ તેનામાં સળવળાટ પેદા કર્યો, અને ઈવે જ આદમને છેવટે લલચાવ્યો. આ રૂપક ઉપનિષદના એક આત્મામાંથી બહુ થવાના રૂપકને મળતું છે; જ્યારે બર્નાર્ડ શોના ‘Man and Superman' નાટકમાંનો પુરુષ સ્ત્રી દ્વારા જ સ્ત્રીની પોતાની રતિ અને સગવડ ખાત૨ સર્જાયેલો છે – ભલે પછી તે આગળ જતાં પોતાની સર્જનહારીનો સ્વામી બની ગયો હોય. શોના આ કથનની પાછળ કપિલનું રૂપક ભૂમિકારૂપે હોય તો ના નહિ. તત્ત્વજ્ઞ આવાં રૂપકો વાંચે, સાંભળે અને વિચારે; પણ તેમાંથી એકે રૂપકને અંતિમ માની તેના ઉપરથી સિદ્ધાંત ન તારવે એટલું જ અહીં વક્તવ્ય છે. રાગ-દ્વેષ અને અજ્ઞાનનો દોષ એ જ કડીના ઉત્તરાર્ધમાંનો આસવ છે અને એ દોષથી થનાર લેપ તે બંધ છે. આ જૈન પરિભાષાના આસવ અને બંધ બધાં જ આસ્તિક દર્શનોએ જુદે જુદે નામે વર્ણવ્યાં છે. દેવચંદ્રજીનો ‘હું' આત્મનિરીક્ષણપૂર્વક પશ્ચાત્તાપની ઊંડી વેદના સાથે પોકારી ઊઠે છે કે હું' પોતે જ દૂષિત છું, હું પોતે જ લેપ માટે જવાબદાર છું અને છતાં બીજા ઉપર દોષ મૂકું છું. ખરી રીતે પુદ્ગલ કે જગતના બીજા જીવજંતુઓ મારા પતન માટે જવાબદાર નથી; મારા પોતાના પતનની પૂરી જવાબદારી મારી જ છે. દેવચંદ્રજીના ‘હું” ના આ ઉદ્ગારો પુરુષાર્થ ભણી પ્રેરનારા છે. જો બીજા કોઈનો દોષ ન હોય, પોતાના પતનમાં બીજા કોઈની જવાબદારી કે નિયતિ અથવા યદચ્છા કામ કરી રહી ન હોય તો એ દોષથી બચવાનો આધાર પણ બીજા ઉપર રાખી ન શકાય. આ ભાવના મૂળે આત્મોદ્ધાર માટે મહાવીરે ઉપદેશેલ પરાક્રમ કે વીર્ય – પ્રયોગવાદને જ આભારી છે. જૈનદર્શન સ્પષ્ટપણે પોતાનો ઉદ્ધાર પોતે જ . કરવામાં માને છે, ભલે તે ઈશ્વર કે ગુરુના આલંબનની દ્વૈતવાણી ઉચ્ચારે. ત્રીજી કડી. અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા, ન તનું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા દૃષ્ટિરાગનો પોષ, તેહ સમકિત ગણું; સ્યાદ્વાદની રીત, ન દેખું નિપણું. આ ત્રીજી કડીમાં દેવચંદ્રજીએ માત્ર પોતાના જીવનનો જ નહિ, પણ પોતાની આસપાસના જૈન સમાજનો હૂબહૂ ચિતાર, કોઈપણ જાતના સંકોચ વિના કે કોઈની શરમ રાખ્યા વિના એક સાચા આધ્યાત્મિકને છાજે એ રીતે, ચીતર્યો છે. દેવચંદ્રજીએ ‘રત્નાકર–પચ્ચીશી'નો અનુવાદ કરેલો છે. રત્નાકર-પચ્ચીશીનો કર્તા પણ પોતાના અવગુણનું નગ્ન સત્ય સ્પષ્ટપણે વર્ણવે છે. દેવચંદ્રજી જાણે કે એને જ અનુસરતા હોય તેમ પોતાની રહેણીકરણીનો વિવેક કરી કહે છે કે હું સાધુ તરીકે જે જીવન જીવું છું તે માત્ર દેખાવનું જ છું. હું પોતે જે સંપ્રદાયમાન્ય ક્રિયાકાંડની ઘાણીની આસપાસ ફરું છું તે લોકોને દેખાડવા કાજે. સ્કૂલદર્શી લોકો સામાન્ય રીતે ઉપર ઉપરના જ ધાર્મિક Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ • જૈન ધર્મ અને દર્શન ગણાતા વ્યવહારોને ધર્મનું રૂપ માની એ વ્યવહારોને આચરતા પુરુષને સાચો ધાર્મિક માની લે છે. દેવચંદ્રજી કોઈની આંખમાં ધૂળ નાખવા નથી માગતા, કેમકે તે પોતાની જાતને નીરખી રહ્યા છે. બીજાઓ ન જુએ કે ન જાણી શકે એવું અવગુણનું પોતામાં રહેલું તત્ત્વ પોતે નિહાળતો હોય અને તે નિહાળનાર ખરેખર નિર્ભય અને સત્યવાદી હોય તો, બીજાઓ તેને ગુણી માને તોય, તે પોતાની જાતને નીરખવાની અને પોતાના દોષ–અવગુણને નિર્ભેળપણે કહી દેવાની શક્તિમાં જ આધ્યાત્મિક વિકાસનું પહેલું પગથિયું આવી જાય છે. જોકે દેવચંદ્રજીએ માત્ર પોતાની જાત પૂરતું જ કથન ત્રીજી કડીમાં કર્યું છે, પણ લગભગ આખા સમાજમાં એ જ વસ્તુ પ્રવર્તી રહી છે એ સૂક્ષ્મ નિરીક્ષક તેમજ વિચારકને સમજાયા સિવાય રહે તેમ નથી. દેવચંદ્રજી પોતે આધ્યાત્મિક વિકાસના પ્રથમ સોપાન-સમ્યગ્દર્શન સુધી પણ પહોંચેલા હોવાની સાફ સાફ ના પાડે છે. સમાજમાં તેઓ સાધુ તરીકે છઠ્ઠા ગુણસ્થાનના અધિકારી લેખાતા હોય તે વખતે સૌની સમક્ષ ખુલ્લે દિલે એકરાર કરવો કે હું તો ચોથા ગુણસ્થાનમાં પણ નથી, એ કાંઈ જેવું તેવું પ્રતિક્રમણ છે? હૃદયમાં આ ભાવ ખરેખર જાગ્યો હોય તો ત્યાંથી જ પ્રતિક્રમણ શરૂ થાય છે. માત્ર પ્રતિક્રમણનાં સૂત્રોની કે તેની વિધિઓની માળા ફેરવવા માત્રથી પ્રતિક્રમણનો કોઈ અર્થ સરતો નથી, એમ દેવચંદ્રજી સૂચવે છે. દેવચંદ્રજીએ દષ્ટિરાગના પોષણમાં સમ્યગ્દર્શન માની લેવાની ભ્રાન્તિનો જે ઘટસ્ફોટ કર્યો છે તે જૈન સમાજમાં પ્રવર્તતી અને લાંબા કાળથી ઊંડાં મૂળ નાખી પડેલી સમકિત ધરાવવાની અને તે દ્વારા પોતાના વાડામાં ચેલા-ચેલીઓનાં ઘેટાં પૂરવાની પ્રથાના જાતઅનુભવનું સૂચનમાત્ર છે. હું તારો ગુરુ ને તું મારો ચેલો કે ચેલી, એ જ રીતે “અમે તમારા ચેલા–ચેલી અને તમે જ અમારા ભારવાહી ગુરુ ઉદ્ધારક' – આવી દષ્ટિરાગની પુષ્ટિમાંથી જ અખંડ જૈનત્વ ખંડિત થયું છે અને તેના ટુકડેટુકડા થઈ તે નિર્જીવ બન્યું છે. સમાજ અને ચતુર્વિધ સંઘની દૃષ્ટિએ જે તત્ત્વ સર્વપ્રથમ હોય છે તેનો સખ્ત વિરોધ દાખવવા સાથે દેવચંદ્રજીએ પોતાની જાત જેવી હોય તેવી વર્ણવીને ખરેખર નિર્ભયપણે દાખવ્યું છે. આધ્યાત્મિક દૃષ્ટિએ વ્યક્તિનો તેમજ સામાજિક દૃષ્ટિએ સમષ્ટિનો ઉદ્ધાર કરવો હોય અને વ્યવહારદૃષ્ટિએ જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો તેનો દેવચંદ્રજીએ સ્વીકારેલો એ એક જ માર્ગ છે અને તે એ કે પોતાની જાતને હોય તેવી દેખાડવી; ખોટો કે સાચો કોઈપણ જાતનો દંભ-ડોળ ન કરવો. ચોથી કડી મન તનુ ચપલ સ્વભાવ, વચન એકતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે તા; જે લોકેત્તર દેવ નમું લૌકિકથી: દુર્લભ દ્ધિ સ્વભાવ, પ્રભો તહકીકથી. Page #116 -------------------------------------------------------------------------- ________________ આત્મદૃષ્ટિનું આંતર નિરીક્ષણ • ૧૦૭ આ ચોથી કડીના પૂર્વાર્ધમાં દેવચંદ્રજી સ્થિરતાનું મૂલ્ય આંકે છે. માત્ર આધ્યાત્મિક જીવનના વિકાસમાં જ નહિ, પણ વ્યાવહારિક જીવનના એકેએક પ્રદેશ સુધ્ધાંમાં સ્થિરતાનું મહત્ત્વ છે. અસ્થિર મને કરેલું કોઈ કાર્ય સફળ થતું નથી કે સંતોષ આપી શકતું નથી. વચનની અસ્થિરતા એટલે ક્ષણમાં એક બોલવું અને ક્ષણમાં બીજું બોલવું આગળપાછળના બોલ્યામાં કશો મેળ કે ઢંગધડો ન હોય તો એનાથી દુન્યવી લાભ અને પ્રતિષ્ઠા સુધ્ધાં મળતાં નથી, એટલે પછી આધ્યાત્મિક વિકાસની તો વાત જ શી કરવી? જે કામ કરીએ તેમાં એના સાધ્યની સિદ્ધિની દૃષ્ટિએ શરીરની પણ સ્થિરતા આવશ્યક બને છે. આ રીતે ગમે તે ક્ષેત્રમાં બુદ્ધિ સાથેની સ્થિરતા જ સિદ્ધિનો પાયો છે. તેથી જ તો યોગશાસ્ત્રમાં સ્થિરતા કેળવવા ઉપર ભાર આપવામાં આવ્યો છે. ઉપાધ્યાય યશોવિજયજી જ્યારે સ્થિરતા–અષ્ટકમાં એનું મહત્ત્વ ગાય છે ત્યારે ચારિત્રની વ્યાખ્યામાં સ્થિરતાનો જ મુખ્યપણે સમાવેશ કરે છે. દેવચંદ્રજીએ ઉપાધ્યાયજીનાં અષ્ટકો ઉપર ટીકા લખી છે, તેથી સ્થિરતાનું મહત્ત્વ તેમના ધ્યાન બહાર રહી શકે નહિ. એટલે જ તો તેમણે પૂર્વાર્ધમાં બીજી રીતે કહી દીધું કે મારા જીવનમાં જે મન, વચન અને શરીરની અસ્થિરતા છે, અને તેના પરિણામે જે એકાંતદષ્ટિ તરફ ઢળી જવાય છે તે સતત વિદ્યમાન એવા વસ્તુસ્વભાવનું દર્શન થવા દેતી નથી. દેવચંદ્રજીને અસલી વેદના એ બાબતની છે કે વસ્તુસ્થિતિનું સાચું જ્ઞાન થવામાં અસ્થિરતા આડી આવે છે. તેમાં અને ચૌદમા ગુણસ્થાનની આપણને અગોચર એવી ભૂમિકાની વાત બાજુએ રાખીએ તોય દેવચંદ્રજીના કથનનું રહસ્ય આપણે સમજવા જેવું છે, અને તે એટલું જ કે જો જેનપણું કે ધાર્મિકપણું કેળવવું હોય તો મન, વચન અને કાયાની એકરૂપતા સાચવવી. વિચારવું એક, બોલવું બીજું, કરવું ત્રીજું એ સ્થિતિ કદી સત્ય તરફ લઈ જઈ શકે નહિ. આ જ કડીના ઉત્તરાર્ધમાં દેવચંદ્રજી બીજું એક સામાજિક નબળાઈનું તત્ત્વ પ્રગટ કરી પોતાના અંતરની વેદના ઠાલવે છે. સામાન્ય રીતે જૈન સમાજ જ્યારે દેવ વિશે વાતો કરે છે ત્યારે હંમેશાં એમ જ કહ્યા કરે છે કે જેનો તો વીતરાગના પૂજક છે, સરાગના નહિ. જેનોની દેવ વિશેની માન્યતા ગુણમૂલક છે; વૈભવ, લાલચ કે ભયમૂલક નથી. પણ આજે આપણે સમાજમાં જે જોઈ રહ્યા છીએ તે જ દેવચંદ્રજીએ પોતાની આસપાસ સમાજમાં પ્રવર્તતું જોયું, અને તેમાં પોતાની જાતને પણ વિલિપ્ત થયેલી જોઈ. પણ એમણે એ ખામીનો આરોપ સમાજ ઉપર ન કરતાં પોતાની જાત ઉપર કર્યો છે. તેમણે કહ્યું કે હું વાતો તો લોકોત્તર દેવની – વીતરાગની કરું છું, જેને રાગદ્વેષની વૃત્તિઓનો લેશ પણ લેપ નથી એવી જ વ્યક્તિ જીવનનો આદર્શ છે એમ સૌની સમક્ષ કહ્યા કરું છું અને છતાંય નબળાઈ એવી કે તેવા આદર્શગત દેવને જ્યારે નમું છું કે જ્યારે તેની પ્રાર્થના, સ્તુતિ કે સેવા કરું છું ત્યારે તે પણ ઐહિક લાલચો અને ભયથી જ પ્રેરાઈને. મોઢેથી વીતરાગ-સેવાની વાત અને અંતરમાં ભય કે લાલચથી કામના Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ • જૈન ધર્મ અને દર્શન સિદ્ધિની અગર ધાર્મિક ગણાવાની ઝંખના. ખરી રીતે વીતરાગ-સેવામાં આવી કોઈ દુન્યવી વાસનાને સ્થાન જ હોઈ ન શકે, અને હોય તો તે લોકોત્તર દેવની ભક્તિ ન કહેવાય. અન્ય પરંપરાનાં દેવ-દેવીઓને લૌકિક કહી તેમની સેવા-પૂજાને તુચ્છકારવી અને સ્વપરંપરામાં જ માત્ર લોકોત્તર દેવનો આદર્શ છે એમ કહ્યા છતાં એ લોકોત્તર દેવની આસપાસ પરપરંપરાનાં દેવ-દેવીઓની પૂજા સેવા પાછળ હોય છે તેવું જ માનસ પોષ્યા કરવું એ ન સાંપ્રદાયિક દંભ છે. એ જ સાંપ્રદાયિક દંભને દેવચંદ્રજીએ પોતાની જાત દ્વારા ખુલ્લો કર્યો છે, જે સૌને માટે પદાર્થપાઠ બને તેમ છે. પાંચમી કડી મહાવિદેહ મઝાર કે તારક જિનવરુ, શ્રી વજંધર અરિહંત, અનંત ગુણાક તે નિયામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે. મહાવૈદ્ય ગુણયોગ, ભવ રોગ વારશે. આ પાંચમી કડીમાં દેવચંદ્રજી પોતાના સ્તુત્ય દેવ વજંધર પ્રત્યે પૂર્ણ વિશ્વાસ પ્રગટ કરે છે અને એ વિશ્વાસને બળે એમ માનતા દેખાય છે કે આ ભગવાન મને અવશ્ય તારશે અને મારો સંસારરોગ નિવારશે. - છઠ્ઠી કડી પ્રભુમુખ ભવ્ય સ્વભાવ, સુણે જો માહો, તો પામે પ્રમોદ, એહ ચેતન ખ; થાયે શિવપદ આશ, રાશિ સુખવંદની, સહજ સ્વતંત્ર સ્વરૂપ, ખાણ આણંદની. આ છઠ્ઠી કડીમાં જૈન પરંપરામાં પ્રચલિત એવી એક માન્યતાનો ઉલ્લેખ છે. માન્યતા એવી છે કે જો સાધકને હું ભવ્ય છું એવી ખાતરી થાય તો તેનો પુરુષાર્થ ગતિ પામે છે, અને તે સિદ્ધિ માટે પૂર્ણ આશાવંત બને છે. આ કડી વાટે પ્રથમ દૃષ્ટિએ એમ પ્રગટ થાય છે કે જાણે દેવચંદ્રજીને પોતાની ભવ્યતા વિશે સંદેહ હોય અને તેથી સિદ્ધિની આશા જ બંધાતી ન હોય. આ સંદેહની ભૂમિકા ઉપર દેવચંદ્રજી ભગવાન પાસે માગણી કરે છે કે તમારા મુખથી હું મારા ભવ્ય સ્વભાવની ખાતરી મેળવું તો મારો સંદેહ દૂર થાય અને પછી તો મારી સિદ્ધિ વિશેની આશા પાકી થાય, પણ કવિ ભગવાનના મુખથી ભવસ્વભાવ સાંભળવાની વાત કરે છે ત્યારે શું એ ભક્તિની ઘેલછામાં કે કાવ્યની ઊર્મિમાં સાવ ઘેલો થઈ ગયો છે કે જે એટલુંય ન જાણતો હોય કે કાંઈ ભગવાન મોઢામોઢ આવીને મને કહેવાના નથી. કવિતાની શબ્દગૂંથણી એક ' પ્રકારની હોય છે, જ્યારે તેનું તાત્પર્ય તક્ક જુદું હોય છે. એટલે અહીં એમ સમજવું જોઈએ કે દેવચંદ્રજી ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે એવી માગણી દ્વારા ખરી રીતે Page #118 -------------------------------------------------------------------------- ________________ આત્મદૃષ્ટિનું આંતર નિરીક્ષણ - ૧૦૯ એમ વાંછે છે કે મારા અંતરપટ ઉપર જે સંદેહનું આવરણ છે તે અંતસ્તમ આત્મપ્રદેશના ઊંડાણમાંથી પ્રગટેલ નિશ્વય દ્વારા દૂર થાઓ ! દેવચંદ્રજી પોતાના જ આધ્યાત્મિક નિર્ણયની ઝંખના ચાલુ જૈન પરંપરાની શૈલીનો ઉપયોગ કરી વ્યક્ત કરે છે. સાતમી કડી વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણાં, ધારો. ચેતનામ, એહ થિરવાસના; દેવચંદ્ર' જિનચંદ્ર, હૃદય સ્થિર થાય જો, જિન આણાયુત ભક્તિ, શક્તિ મુજ આપજો. આ સાતમી કડીમાં ઉપસંહાર કરતાં દેવચંદ્રજી માત્ર બે બાબતો કહે છે : એક તો એ કે પ્રભુનાં જે જે નામ છે તે બધાં જ ગુણનાં ધામ છે. પ્રભુ પોતે તો નિશ્ચયદૃષ્ટિએ વચનાગોચર છે, પણ એમને માટે વપરાતાં વિશેષણો કે નામો તે તેમના એક એક ગુણને પ્રગટ કરે છે. તેથી દેવચંદ્રજી એવાં નામો ચિત્તમાં ધારણ કરવાની સ્થિર વાસના સેવે છે. બીજા અને છેવટની બાબત એક માગણીમાં જ સમાઈ જાય છે. દેવચંદ્રજીની પ્રાર્થના કે વિનંતિ એ છે કે પ્રભુ મને ભક્તિની શક્તિ આપે, પણ તેઓ એ ભક્તિત્વમાં વેવલાપણું કે ગાંડપણ દાખલ ન થાય તેટલા માટે જિનઆજ્ઞાયુક્ત ભક્તિત્વની માગણી કરે છે. જિનઆજ્ઞાનો આપણે સ્થૂળ દૃષ્ટિએ ધારતા હોઈએ તેવો અર્થ અહીં લેવાનો નથી – એમાં તો વેવલાપણું આવી પણ જાય પણ જિનઆજ્ઞા એટલે નિશ્ચયદૃષ્ટિએ જીવનશુદ્ધિના માર્ગમાં આગળ વધતા સાધકના અંતરમાંથી ઊઠેલો શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગનો અથવા તાત્ત્વિક ધર્મસંન્યાસના કે ક્ષપક–શ્રેણીના આરોહરણનો નાદ. શ્રીમદ્ રાજચંદ્ર જ્યારે એમ કહે છે ત્યારે તેમને પણ અંતરનો એ જ નાદ પ્રેરી રહ્યો છે, એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરનો હાલ મનોરથ રૂપ જો; તોપણ નિશ્ચય રાજ્યન્ત મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. - એમ ચોક્કસપણે દેખાય છે અને આનંદઘનના એક પદની છેલ્લી કડીમાંનો તેમનો અંતરનાદ તેમની જ વાણીમાં સાંભળીએ – --- મર્યા અનંત બાર બિન સમજ્યો, અબ સુખ દુઃખ બિસરેંગે ! આનંદઘન’નિપટ નિકટ અક્ષર છે, નહીં સુમરે સો મરેંગે! અબ હમ અમર ભયે, ન મરેંગે ! પ્રબુદ્ધ જૈન, ૧૫-૧૧-૧૯૪૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૩. પર્યુષણ પર્વ અને તેનો ઉપયોગ પર્વની ઉત્પત્તિ તહેવારો અનેક કારણોથી ઊભા થાય છે. ઘણી વાર એવું પણ બને છે કે અમુક એક ખાસ કારણથી તહેવાર શરૂ થયેલો હોય છે અને પછી તેની પુષ્ટિ અને પ્રચાર વખતે બીજાં કારણો પણ તેની સાથે આવી મળે છે. જુદા જુદા તહેવારનાં જુદાં જુદાં કારણો ગમે તે હો, છતાં તે બધાંનાં સામાન્ય બે કારણો તો હોય જ છે : એક ભક્તિ અને બીજું આનંદ. કોઈ પણ તહેવારની પાછળ અથવા તેની સાથે અંધ અગર દેખતી ભક્તિ હોય જ છે; ભક્તિ વિના તહેવાર નભી શકતો જ નથી, કારણ કે તેના નભાવ અને પ્રચારનો આધાર જનસમુદાય હોય છે; એટલે જ્યાં સુધી તે તહેવાર પરત્વે તેની ભક્તિ હોય ત્યાં સુધી જ તે ચાલે. આનંદ વિના તો લોકો કોઈ પણ તહેવારમાં રસ લઈ જ ન શકે. ખાવું-પીવું, હળવુંમળવું, ગાવું-બજાવવું, લેવું દેવું, નાચવું કૂદવું, પહેરવું ઓઢવું, ઠાઠમાઠ અને ભપકા કરવા વગેરેની ઓછીવત્તી ગોઠવણ વિનાનો કોઈપણ સાત્ત્વિક કે તામસિક તહેવાર દુનિયાના પડ ઉપર નહિ જ મળે. તહેવારોનાં સ્વરૂપ અને તેની પાછળની ભાવના જોતાં આપણે ઉત્પત્તિના કારણ પરત્વે તહેવારોને મુખ્યપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ: (૧) લૌકિક, (૨) લોકોત્તર અથવા આસુરી અને દેવી. જે તહેવારો ભય, લાલચ અને વિસ્મય જેવા ક્ષુદ્ર ભાવોમાંથી જન્મેલા હોય છે તે સાધારણ ભૂમિકાના લોકોને લાયક હોવાથી લૌકિક અગર આસુરી કહી શકાય. તેમાં જીવનશુદ્ધિનો કે જીવનની મહત્તાનો ભાવ નથી હોતો, પણ પામર વૃત્તિઓ અને શૂદ્ર ભાવનાઓ તેની પાછળ હોય છે. જે તહેવારો જીવનશુદ્ધિની ભાવનામાંથી જન્મેલા હોય અને જીવનશુદ્ધિ માટે જ પ્રચારમાં આવ્યા હોય તે તહેવારો ઉચ્ચ ભૂમિકાના લોકોને લાયક હોવાથી લોકોત્તર અગર દેવી કહી શકાય. પહાડો અને જંગલોમાં વસતી ભીલ, સંથાલ, કોળી જેવી જાતોમાં અગર તો શહેર અને ગામડામાં વસતી છારા, વાઘરી જેવી જાતોમાં અને ઘણી વાર તો ઉચ્ચ વર્ણની મનાતી બીજી બધી જ જાતોમાં આપણે જઈને તેમના તહેવાર જોઈએ તો તરત જ જણાશે કે એમના તહેવારો ભય, લાલચ અને અદ્દભુતતાની ભાવનામાંથી જન્મેલા છે. તે તહેવારો અર્થ અને કામ પુરુષાર્થની જ પુષ્ટિ માટે ચાલતા હોય છે. નાગપંચમી, Page #120 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેનો ઉપયોગ ૦ ૧૧૧ શીતળાસાતમ, ગણેશચતુર્થી, દુર્ગા અને કાળીપૂજા – એ મેલડી અને માતાની પૂજાની પેઠે ભયમુક્તિની ભાવનામાંથી જન્મેલા છે. મોળાકત, મંગલાગૌરી, જ્યેષ્ઠાગૌરી, લક્ષ્મીપૂજા વગેરે તહેવારો લાલચ અને કામની ભાવનામાંથી જન્મેલા છે અને એના ઉપર જ એ ચાલે છે. સૂર્યપૂજા, સમુદ્રપૂજા અને ચંદ્રપૂજા વગેરે સાથે સંબંધ ધરાવનારા તહેવારો વિસ્મયની ભાવનામાંથી જન્મેલા છે. સૂર્યનું અપાર ઝળહળતું તેજ અને સમુદ્રનાં અપાર ઊછળતાં મોજાં જોઈ માણસ પહેલવહેલો તો આભો જ બની ગયો હશે અને એ વિસ્મયમાંથી એની પૂજાના ઉત્સવો શરૂ થયા હશે. આવા અર્થ અને કામના પોષક તહેવારો સર્વત્ર પ્રચલિત હોવા છતાં વેધક દૃષ્ટિવાળા ગણ્યાંગાંઠ્યાં થોડાંક માણસો દ્વારા બીજી જાતના પણ તહેવારો પ્રચલિત થયેલા આપણે જોઈ શકીએ છીએ. યહૂદી, ખ્રિસ્તી અને જરથોસ્તી ધર્મની અંદર જીવનશુદ્ધિની ભાવનામાંથી યોજાયેલા કેટલાક તહેવારો ચાલે છે. ઇસ્લામ ધર્મમાં ખાસ કરી રમઝાનનો મહિનો આખો જીવનશુદ્ધિની દૃષ્ટિએ જ તહેવારૂપે ગોઠવાયેલો છે. એમાં મુસલમાનો માત્ર ઉપવાસ કરીને જ સંતોષ પકડે એટલું બસ નથી ગણાતું, પણ તે ઉપરાંત સંયમ કેળવવા માટે બીજાં ઘણાં પવિત્ર ફરમાનો ક૨વામાં આવ્યાં છે. બ્રહ્મચર્ય પાળવું, સાચું બોલવું, ઊંચનીચ કે નાનામોટાનો ભેદ છોડી દેવો, આવકના ૨ ટકા સેવા ક૨ના૨ નીચલા વર્ગના અને ૧૦ ટકા સંસ્થાઓ તેમજ ફકીરોના નભાવમાં ખરચવા, વગેરે જે વિધાનો ઇસ્લામ ધર્મમાં છે તે રમઝાન મહિનાની પવિત્રતા સૂચવવા માટે બસ છે. બ્રાહ્મણ ધર્મના તહેવારો એમની વર્ણવ્યવસ્થા પ્રમાણે બહુવર્ણી છે; એટલે તેમાં બધી જ ભાવનાઓવાળા બધી જ જાતના તહેવારોનું લક્ષણ મિશ્રિત થયેલું નજરે પડે છે. બૌદ્ધ તહેવારો લોકકલ્યાણની અને ત્યાગની ભાવનામાંથી જન્મેલા છે ખરા, પણ જૈન તહેવારો સૌથી જુદા પડે છે અને તે જુદાઈ એ છે કે જૈનોનો એક પણ નાનો કે મોટો તહેવા૨ એવો નથી કે જે અર્થ અને કામની ભાવનામાંથી અથવા તો ભય, લાલચ અને વિસ્મયની ભાવનામાંથી ઉત્પન્ન થયો હોય. અગર તો તેમાં પાછળથી ભેળસેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમર્થન કરવામાં આવતું હોય. નિમિત્ત તીર્થંકરોના કોઈપણ કલ્યાણનું હોય અગર બીજું કાંઈ હોય, પણ એ નિમિત્તે ચાલતા પર્વ કે તહેવારનો ઉદ્દેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમજ પુષ્ટિ કરવાનો જ રાખવામાં આવેલો છે. એક દિવસના કે એકથી વધારે દિવસના લાંબા એ બંને તહેવારો પાછળ જૈન પરંપરામાં માત્ર એ એક જ ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. લાંબા તહેવારોમાં ખાસ છ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે; તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. સાંવત્સરિક એ જૈનોનું વધારેમાં વધારે આદરણીય પર્વ છે. એનું કારણ એ છે કે જૈન ધર્મની મૂળ ભાવના જ એ પર્વમાં ઓતપ્રોત થયેલી છે. જૈન એટલે જીવનશુદ્ધિનો Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ • જૈન ધર્મ અને દર્શન ઉમેદવાર. સાંવત્સરિક પર્વને દિવસે જીવનમાં એકત્ર થયેલ મેલ બહાર કાઢવાનો નિર્ધાર કરવામાં આવે છે. એ પર્વને દિવસે બધા નાનામોટા સાથે તાદાત્મ સાધવાનું અને જેના જેનાથી અંતર વિખૂટું પડ્યું હોય તેની તેની સાથે અંતર સાંધવાનું અર્થાત્ દિલ ચોખું કરવાનું ફરમાન છે. જીવનમાંથી મેલ કાઢવાની ઘડી એ જ તેની સર્વોત્તમ ધન્ય ઘડી છે અને એવી ઘડી મેળવવા જે દિવસ યોજાયો હોય તે દિવસ સૌથી વધારે શ્રદ્ધેય લેખાય તેમાં નવાઈ નથી. સાંવત્સરિક પર્વને કેંદ્રભૂત માની તેની સાથે બીજા સાત દિવસો ગોઠવવામાં આવ્યા છે, અને એ આઠે દિવસ આજે પજુસણ કહેવાય છે. શ્વેતાંબરના બંને ફિરકાઓમાં એ અઠવાડિયું એકસાથે જ શરૂ થાય છે અને પૂરું પણ થાય છે. પણ દિગંબર સંપ્રદાયમાં આઠને બદલે દશ દિવસો માનવામાં આવે છે અને પજુસણને બદલે એને દશલક્ષણી કહેવામાં આવે છે, તથા એનો સમય પણ શ્વેતાંબર પરંપરા કરતાં જુદો છે. શ્વેતાંબરોનાં પજુસણ પૂર્ણ થયાં કે બીજા દિવસથી જ દિગંબરોની દશલક્ષણી શરૂ થાય છે. જૈન ધર્મના પાયામાં ત્યાગ અને તપની ભાવના મુખ્ય હોવાથી એમાં ત્યાગી સાધુઓનું પદ મુખ્ય છે, અને તેથી જ જૈન ધર્મનાં તમામ પર્વોમાં સાધુપદનો સંબંધ મુખ્ય ભાગ ભજવે છે. સાંવત્સરિક પર્વ એટલે ત્યાગી સાધુઓને વર્ષાવાસ નક્કી કરવાનો દિવસ, અને અંતર્મુખ થઈ જીવનમાં ડોકિયું કરી તેમાંથી મેલ ફેંકી દેવાનો અને તેની શુદ્ધિ સાચવવાના નિર્ધારનો દિવસ. આ દિવસનું મહત્ત્વ જોઈ ઋતુની અનુકૂળતા પ્રમાણે તેની સાથે ગોઠવાયેલા બીજા દિવસો પણ તેટલું જ મહત્ત્વ ભોગવે છે. આ આઠે દિવસ લોકો જેમ બને તેમ ધંધોધાપો ઓછો કરવાનો, ત્યાગ-તપ વધારવાનો, જ્ઞાન, ઉદારતા આદિ સદ્ગુણો પોષવાનો અને ઐહિક, પારલૌકિક કલ્યાણ થાય એવાં જ કામો કરવાનો પ્રયત્ન કરે છે. દરેક જૈનને વારસામાંથી જ પર્યુષણના એવા સંસ્કાર મળે છે કે તે દિવસોમાં પ્રપંચથી નિવૃત્તિ મેળવી બને તેટલું વધારે સારું કામ કરવું. આ સંસ્કારોના બળથી નાના કે મોટા, ભાઈ કે બહેન દરેક પજુસણ આવતાં જ પોતપોતાની ત્યાગ, તપ-આદિની શક્તિ અજમાવે છે અને ચોમેર જ્યાં દેખો ત્યાં જૈન પરંપરામાં એક ધાર્મિક વાતાવરણ, અષાડ મહિનાનાં વાદળોની પેઠે, ઘેરાઈ આવે છે. આવા વાતાવરણને લીધે અત્યારે પણ આ પર્વના દિવસોમાં નીચેની બાબતો સર્વત્ર નજરે પડે છે : (૧) ધમાલ ઓછી કરીને બને તેટલી નિવૃત્તિ અને ફુરસદ મેળવવાનો પ્રયત્ન. (૨) ખાનપાન અને બીજા કેટલાક ભોગો ઉપર ઓછોવત્તો અંકુશ. (૩) શાસ્ત્રશ્રવણ અને આત્મચિંતનનું વલણ. ૪) તપસ્વી અને ત્યાગીઓની તેમજ સાધર્મિકોની યોગ્ય પ્રતિપત્તિ-ભક્તિ. (૫) જીવોને અભયદાન આપવાનો પ્રયત્ન. (૬) વેર-ઝેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના. Page #122 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેનો ઉપયોગ • ૧૧૩ એક બાજુ વારસામાં મળતા ઉપરની છ બાબતોના સંસ્કારો અને બીજી બાજુ દુન્યવી ખટપટની પડેલી કુટેવો એ બે વચ્ચે અથડામણ ઊભી થાય છે અને પરિણામે આપણે પજુસણના કલ્યાણસાધક દિવસોમાં પણ ઇચ્છીએ તેવો અને કરી શકીએ તેટલો ઉપરના સુસંસ્કારોનો ઉપયોગ કરી નથી શકતા; અને ધાર્મિક બાબતો સાથે આપણા હંમેશના સંકુચિત અને તકરારી કુસંસ્કારોને સેળભેળ કરી દઈ દરેક બાબતમાં ખટપટ, પક્ષાપક્ષી, તાણખેંચ, હુંસાતુંસી, અને વાંધાવચકાના પ્રસંગો ઊભા કરીએ છીએ અને એકંદરે પજુસણ પછી કાંઈક ઉન્નત જીવન બનાવવાને બદલે પાછા જ્યાં હતા ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ; અને ઘણી વાર તો હતા તે સ્થિતિ કરતાં પણ નીચે પડી કે ઊતરી જઈએ છીએ. એટલે પજુસણ જેવા ધાર્મિક દિવસોનો ઉપયોગ આપણા આધ્યાત્મિક જીવનના વિકાસમાં તો થતો જ નથી, પણ સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં પણ આપણે તેનો કશો જ ઉપયોગ કરી શકતા નથી. આપણી સર્વસાધારણની ભૂમિકા વ્યાવહારિક છે. આપણે ગૃહસ્થ હોઈ બધું જ જીવન બહિર્મુખ ગાળીએ છીએ, એટલે આધ્યાત્મિક જીવનનો તો સ્પર્શ કરવા લગભગ અશક્ત નીવડીએ છીએ. પણ જે જાતના જીવનનો વિકાસ આપણે ઇચ્છીએ છીએ અને આપણાથી સાધવો શક્ય છે તે જાતના એટલે સામાજિક અને રાષ્ટ્રીય જીવનને આપણે તુચ્છ અને ઓછી કિંમતનું માની લીધું છે અને આપણે એમ લાયકાત વિના જ મોઢે કહ્યા કરીએ છીએ કે જીવન તો આધ્યાત્મિક જ ખરું છે. આવી લાયકાત વિનાની સમજથી આપણામાં નથી થતો આધ્યાત્મિક જીવનનો વિકાસ અને નથી સુધરતું સામાજિક કે રાષ્ટ્રીય જીવન. તેથી આપણે આપણા ધાર્મિક સુંદર વારસાનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે જેથી આપણું સામાજિક અને રાષ્ટ્રીય જીવન સુધરે અને, આંતરિક લાયકાત હોય તો, આધ્યાત્મિક જીવન ઉપર પણ તેની સારી અસર થાય. આ જાતનો પજુસણના દિવસોનો ઉપયોગ કરવા માટે બે વસ્તુની મુખ્ય જરૂર છે : (૧) એક તો એ કે જૈન ધર્મે પોતાના વિશિષ્ટ વારસા તરીકે કયાં ક્યાં તત્ત્વો આપણને આપ્યાં છે અને તેનો સામાજિક તેમજ રાષ્ટ્રીય કલ્યાણની દૃષ્ટિએ ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જ્ઞાન મેળવવું; અને (૨) બીજું એ કે આપણે પજુસણની નિવૃત્તિનો ઉપયોગ એવી દિશામાં કરવો કે જેથી આપણા ઉપરાંત આપણા પડોશી ભાઈઓને અને દેશવાસીઓને ફાયદો થાય અને આપણા સામાજિક જીવનની લોકોમાં તથા રાજ્યમાં પ્રતિષ્ઠા બંધાય; આપણે હસતે મોઢે સૌની મોખરે ઊભા રહી શકીએ અને આપણા ધર્મની સરસાઈ માટે અભિમાન લઈ શકીએ. આ કારણથી અમે પજુસણનો ઉપયોગ કરવાની રીત બદલી છે. આપણામાં મુખ્ય બે વર્ગો છે : એક વર્ગ એવો છે કે તેને નવું શું, જૂનું શું, મૂળ તત્ત્વ શું વગેરેનો કશો જ વિચાર નથી. તેને જે ચીલો મળ્યો છે તે જ તેનું સર્વસ્વ છે. એ ચીલા બહાર નજર કરવા અને પોતાની રીત કરતાં બીજી રીતે જોવામાં પણ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ • જૈન ધર્મ અને દર્શન તેને બહુ દુઃખ થાય છે. જગત તરફ આંખ ઉઘાડવામાં પણ તેને ગુનો થતો હોય તેમ લાગે છે. તેને પોતાના સિવાયની બીજી કોઈ પણ ઢબ, બીજી કોઈ પણ ભાષા અને બીજો કોઈ પણ વિચાર અસહ્ય લાગે છે અને બીજો વર્ગ એવો છે કે તેને જે સામે આવે તે જ સારું લાગે છે. પોતાનું નવું સર્જન કાંઈ હોતું નથી, પોતાનો વિચાર હોતો નથી, તેને પોતાનાં સ્થિર ધ્યેયો પણ કાંઈ હોતાં નથી. માત્ર જે તરફ લોકો ઝૂકતા હોય તે તરફ તે વર્ગ ઝૂકે છે. પરિણામે સમાજના બંને વર્ગોથી આપણા ધર્મનાં વિશિષ્ટ તત્ત્વોનો વ્યાપક અને સારો ઉપયોગ થઈ શકતો જ નથી. તેથી જરૂરનું એ છે કે લોકોમાં જ્ઞાન અને ઉદારતા ઊતરે એવી કેળવણી આપવી. આ કારણથી પરંપરામાં ચાલ્યું આવતું કલ્પસૂત્રનું વાચન ન રાખતાં અમે કેટલાક ખાસ વિષયો ઉપર ચર્ચા કરવાનું યોગ્ય ધાર્યું છે. એ વિષયો એવા છે કે જે જૈનધર્મના (કહો કે સર્વ ધર્મના) પ્રાણભૂત છે, અને એની ચર્ચા એવી દૃષ્ટિએ કરવા ધારી છે કે જેથી એ તત્ત્વોનો ઉપયોગ બધી દિશામાં બધા અધિકારીઓ કરી શકે; જેને જેમાં રસ હોય તે, તેમાંથી ફાયદો ઉઠાવી શકે; આધ્યાત્મિકપણે કાયમ રાખી સામાજિક અને રાષ્ટ્રીય કલ્યાણ સાધી શકાય. નવી પરંપરાથી ડરવાને કશું જ કારણ નથી. અત્યારની ચાલુ પરંપરાઓ પણ કાંઈ શાશ્વત નથી. જે રીતે અને જે જાતનું કલ્પસૂત્ર અત્યારે વંચાય છે તે પણ અમુક વખતે અને અમુક સંયોગોમાં જ શરૂ થયેલું. લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં તો આવી જાહેરસભામાં અને જાહેર રીતે કલ્પસૂત્ર વંચાતું જ ન હતું. એ ફક્ત સાધુસભામાં જ અને તે પણ ફક્ત અમુક કોટિના સાધુને મોઢેથી જ વંચાતું. પહેલાં તો તે રાતે જ વંચાતું અને દિવસે વંચાય ત્યારે અમુક સંયોગોમાં સાધુ-સાધ્વીઓ ભાગ લઈ શકતાં. વળી આનંદપુર નગરમાં ધ્રુવસેન રાજાના સમયમાં કલ્પસૂત્રને ચતુર્વિધ સંઘ સમક્ષ વાંચવાની તક ઊભી થઈ. એમ થવાનું પ્રાસંગિક કારણ એ રાજાના પુત્રશોકના નિવારણનું હતું, પણ ખરું કારણ તો એ હતું કે તે વખતે જ્યાં ત્યાં ચોમાસામાં બ્રાહ્મણ સંપ્રદાયમાં મહાભારત, રામાયણ અને ભાગવત જેવાં શાસ્ત્રો વાંચવાની ભારે પ્રથા હતી. લોકો એ તરફ ખૂબ ઝૂકતા. બૌદ્ધ સંપ્રદાયમાં પણ જિનચરિત અને વિનયના ગ્રંથો વંચાતા, જેમાં બુદ્ધ ભગવાનનું જીવન અને ભિખુઓનો આચાર આવતો. આ કારણથી લોકવર્ગમાં મહાન પુરુષોનાં જીવનચરિત્ર સાંભળવાની અને ત્યાગીઓના આચાર જાણવાની ઉત્કટ રુચિ જાગતી હતી. એ રૂચિને તૃપ્ત કરવા ખાતર બુદ્ધિશાળી જૈન આચાર્યોએ ધ્રુવસેન જેવા રાજાની તક લઈ કલ્પસૂત્રને જાહેરવાચન તરીકે પસંદ કર્યું. એમાં જે પહેલું જીવનચરિત્ર ન હતું તે ઉમેર્યું અને માત્ર સામાચારીનો ભાગ, જે સાધુ સમક્ષ જ વંચાતો હતો તે, ભાગને ગૌણ કરી શરૂઆતમાં ભગવાન મહાવીરનું ચરિત દાખલ કર્યું, અને સર્વસાધારણને તે વખતની રૂચિ પ્રમાણે પસંદ આવે એ ઢબે અને એવી ભાષામાં તે ગોઠવ્યું. વળી જ્યારે લોકોમાં વધારે વિસ્તારપૂર્વક સાંભળવાની રુચિ Page #124 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેનો ઉપયોગ • ૧૧૫ જન્મી, કલ્પસૂત્રની લોકોમાં ભારે પ્રતિષ્ઠા જામી, અને પજુસણમાં તેનું જાહેરવાચન નિયમિત થઈ ગયું ત્યારે, વખતના વહેણ સાથે, સંયોગો પ્રમાણે, આચાર્યોએ ટીકાઓ રચી. એ પ્રાકૃત અને સંસ્કૃત ટીકાઓ પણ વંચાવા લાગી. ૧૭મા સૈકા સુધીમાં રચાયેલી અને એ વખતના વિચારોનો પડઘો પાડતી ટીકાઓ પણ એક અતિ જૂના ગ્રંથ તરીકે વંચાવા અને સંભળાવા લાગી. છેવટે ગુજરાતી અને હિંદી ભાષામાં પણ એ બધું ઊતર્યું અને આજે જ્યાંત્યાં વંચાય છે. આ બધું જ સારું છે અને તે એટલા કારણસર કે તે લોકોની ભાવના પ્રમાણે બદલાતું રહ્યું છે. કલ્પસૂત્ર અક્ષરશઃ ભગવાન મહાવીરથી જ ચાલ્યું આવે છે અને એમના વખતની જ રીતે આજે પણ વંચાય છે, એમ માની લેવાની કોઈ ભૂલ ન કરે. લોકશ્રદ્ધા, લોકરુચિ અને ઉપયોગિતાની દૃષ્ટિએ જે ફેરફાર થાય છે તે જો બુદ્ધિપૂર્વક કરવામાં આવે તો લાભદાયક જ નીવડે છે. કલ્પસૂત્ર અને તેના વાચનની જે રીત અત્યારે ચાલે છે તેમાં બધા જ લોકો રસ લઈ શકે તેમ નથી. તેનાં કારણો આ પ્રમાણે છે : (૧) વાચન અને શ્રવણમાં એટલો બધો વખત આપવો પડે છે કે માણસ કંટાળી જાય અને શ્રદ્ધાને લીધે બેસી રહે તોપણ વિચાર માટે તો લગભગ અશક્ત બની જાય. (૨) નક્કી થયેલ ઢબ પ્રમાણે શબ્દો અને અર્થો ઉચ્ચારાતા અને કરાતા હોવાથી, તેમજ ઠરાવેલ વખતમાં ઠરાવેલ ભાગ પૂરો કરવાનો હોવાથી બોલનાર કે સાંભળનાર માટે બીજી ચર્ચા અને બીજી દષ્ટિના અવકાશનો અભાવ. (૩) એ વાચન વખતે વર્તમાન સમાજની અને દેશની દશા તરફ ઉદાર દૃષ્ટિએ જોવાના વલણનો અભાવ અને તેથી સમાજ અને રાષ્ટ્રમાં ઉપયોગી થઈ શકે એવી કલ્પસૂત્રમાંથી હકીકત તારવી લેવાની ખોટ. (૪) શ્રદ્ધા, ભક્તિ અને ચાલુ રૂઢિ ઉપર એટલું બધું દબાણ થાય છે કે જેને લીધે બુદ્ધિ, તર્ક અને સ્વતંત્ર જિજ્ઞાસા તદ્દન બુઠ્ઠાં જ થઈ જાય. (૫) ચાલ પરિસ્થિતિ વિશેનું છેક જ અજ્ઞાન અથવા તેની ગેરસમજ અગર તે તરફ આંખમીંચામણાં અને ભૂતકાળની એકમાત્ર મૃત હકીકતને સજીવન કરવાનો એકતરફી પ્રયત્ન. આ અને આના જેવા બીજા કારણોને લીધે આપણું પજુસણનું કલ્પસૂત્રવાચન નીરસ જેવું થઈ ગયું છે; તેનો ઉદ્ધાર કરવાની જરૂર છે. તે બહુ સારી રીતે થઈ શકે એવાં તત્ત્વો આપણી પાસે છે, એ જ વસ્તુ ધ્યાનમાં રાખી આ વખતે અમે અમારી દષ્ટિ પ્રમાણે ફેરફાર જાહેર રીતે શરૂ કર્યો છે. – પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૦ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૪. કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ કલ્પસૂત્રમાં અન્ય તીર્થકરોની જીવનકથાના અંશો છે, તેમજ એમાં ભગવાન મહાવીરના સાધુસંઘમાંના પ્રમુખ સ્થવિરોની યાદી પણ છે, છતાં કલ્પસૂત્રની પ્રતિષ્ઠા અને એના વાચન અને શ્રવણનો મહિમા મુખ્યપણે એમાંના ભગવાન મહાવીરના જીવનભાગને લીધે છે. ભગવાન દિગંબર, સ્થાનકવાસી અને શ્વેતાંબર એ ત્રણે ફિરકાને એકસરખી રીતે પૂજ્ય અને શ્રદ્ધેય છે, તેમ છતાં જ્યારે પજુસણ કે દશલક્ષણીનો પ્રસંગ આવે છે ત્યારે કલ્પસૂત્રનું નામ શ્વેતાંબર પરંપરામાં જેવું ઘેર ઘેર અને અબાલવૃદ્ધ દરેકને મુખે સંભળાય છે તેવું સ્થાનકવાસી કે દિગંબર ફિરકામાં સંભળાતું નથી. કલ્પસૂત્રમાંની ઘણી હકીકતો અને સ્થવિરપરંપરાને દિગંબરો ન માને તેથી તેઓ કલ્પસૂત્રને ન વાંચે કે ન સાંભળે એ સમજી શકાય તેવી બાબત છે, પણ સ્થાનકવાસીઓ, જેમને કલ્પસૂત્રમાંની એક પણ બાબત અમાન્ય નથી કે તેની સાથે વિરોધ નથી, તેઓ સુધ્ધાં કલ્પસૂત્ર પ્રત્યે એટલો આદર નથી ધરાવતા જેટલો શ્વેતાંબરો. પજુસણના દિવસોમાં એ જ કારણથી શ્વેતાંબર પરંપરામાં કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ અનિવાર્ય લેખાય છે અને તે ભારે આદર, આડંબર તેમજ નિયમપૂર્વક ચાલતું જોવાય છે, જ્યારે સ્થાનકવાસીઓમાં કલ્પસૂત્રનું વાચન-શ્રવણ પજુસણના દિવસોમાં પણ અનિવાર્ય નથી અને દેખાદેખીથી કોઈ ક્યારેક ક્યાંય વાંચે તો એની પાછળ એટલો દેખાવ, આડંબર કે ખર્ચ નથી થતો. આ રીતે આપણે જોવા જઈએ તો કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ એ વિશે જે કાંઈ વિચારવું ઘટે છે તે સામાન્ય રીતે સકલ જૈન પરંપરાને ઉદ્દેશીને વિચારવાનું પ્રાપ્ત હોવા છતાં ખરી રીતે અથવા મુખ્ય રીતે શ્વેતાંબર પરંપરાને ઉદ્દેશીને જ વિચારવાનું અત્યારે પ્રાપ્ત થાય છે. કલ્પસૂત્રના વાચન અને શ્રવણનો ઉદ્દભવ ક્યારે, કયા સ્થાનમાં, કેવા સંજોગોમાં અને કેવી રીતે થયો એ વિશે અહીં આજે કાંઈ ચર્ચવા ઇચ્છતો નથી. આજે તો એ વાચન શ્રવણની ધારાગંગા કયા મૂળમાંથી શરૂ થઈ, કોને આધારે આજ સુધી ચાલી આવે છે તે વિશે જ સમીક્ષક દૃષ્ટિએ કાંઈક વિચારવા ધારું છું. કલ્પસૂત્રના વાચનશ્રવણના પ્રવાહનું મૂળ આધ્યાત્મિક ભક્તિ છે. અધ્યાત્મિક ભક્તિ એટલે જેણે પોતાના જીવનમાં સદ્દગુણો વિકસાવી જીવન તન્મય કર્યું હોય એવા મહાપુરુષનો આદર્શ નજર Page #126 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ • ૧૧૭ સામે રાખી, તેવા ગુણો જીવનમાં પ્રગટાવવાની તાલાવેલી અથવા આડે રસ્તે દોરાઈ જવાય એવા પ્રસંગોથી ઓછામાં ઓછું તેવા ગુણો દ્વારા પ્રતિક્ષણ સચેત જાગૃત રહેવાની તમન્ના. કલ્પસૂત્રમાં મુખ્ય પાત્ર ભગવાન મહાવીર છે. તેમણે એ પ્રકારનું જીવન સાધ્યાની દરેક જૈનની શ્રદ્ધા છે. તેથી ભગવાનના જીવનનો આદર્શ સામે રાખી, તે દિશામાં આગળ ન વધાય તોય તેથી ઊલટી દિશામાં તણાઈ ન જવાની જૈન કહેવડાવનારની. ખાસ કરી ઉંમરે પહોંચેલ દરેક જૈનની, નેમ છે. આ ગેમને કાયમ રાખવા તેમજ પોષવા માટે જ ભગવાનની જીવનગાથા પૂરી પાડનાર કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ શરૂ થયું, બીજા કોઈ હેતુથી નહિ; તેથી આપણે હવે વિચારવાનું પ્રાપ્ત થાય છે કે એ વાચન અને શ્રવણ દ્વારા આપણી નેમ ક્યાં લગી સધાતી આવી છે અને અત્યારે કેટલી હદે સધાય છે? જો એ નેમ સધાતી ન હોય તો એનાં શાં કારણો છે અને તે દૂર કરવાં શક્ય છે કે નહિ? જો શક્ય હોય તો તે કઈ રીતે ? આટલું તો આપણે પરાપૂર્વથી જોતા જ આવ્યા છીએ કે ભગવાનના જીવનની પ્રતિષ્ઠાનું સ્થાન ધીરે ધીરે બીજી વસ્તુઓએ લીધું. જીવનની પૂજા જીવનવર્ણન કરનાર કલ્પસૂત્ર પુસ્તક તરફ વળી. કાગળ અને શાહી જ સોનારૂપાથી ન રંગાયાં પણ પૂઠાં, વેષ્ટનો અને દોરીઓ સુધ્ધાંએ કીમતી અલંકારો પહેર્યા, અને તે પણ કલાપૂર્વક પુસ્તકની પૂજા, પુસ્તકના વાચનાર ગુરુવર્ગ તરફ પણ વળી. વાચનાર ગુરુ અનેક રીતે પૂજાવા લાગ્યા. અમુક જાતનો વેશ પહેર્યો એટલે ગુરુ અને જે ગુરુ તેને તો બીજી કોઈપણ કસોટી વિના વાંચવાનો અધિકાર. જે વાંચવાનો અધિકારી, તે પાટે બેસે અને પૂજાય. આ રીતે મૂળમાં આધ્યાત્મિક ભક્તિ પોષવા યોજાયેલ સાધનની પૂજા ને પ્રતિષ્ઠા ધીરે ધીરે એટલે સુધી વિસ્તરી અને તેની આજુબાજુ એટલાં બધાં સસ્તાં અને ખર્ચાળ સમારંભો તેમજ વિધિ-વિધાનો યોજાયાં છે કે તેને ભેદી, મૂળ નેમ તરફ જવાની વાત તો બાજુએ રહી પણ એનો વિચાર સુધ્ધાં કરવાનું કામ ભારે અઘરું થઈ પડ્યું છે અને અત્યારે તો કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ એ વર્ષાકાળની પેઠે એક વાર્ષિક અનિવાર્ય નિયમ થઈ ગયો છે. ભક્તિ એ જીવનના દરેક ક્ષેત્રને રસમય બનાવનાર તત્ત્વ છે, પણ જ્યાં લગી એ તત્ત્વ સજીવન અને શુદ્ધ હોય ત્યાં લગી જ કાર્યસાધક થાય છે અને સગુણ બને છે. ભક્તિનું જીવંતપણે વિચાર અને બુદ્ધિને લીધે છે. તેની શુદ્ધિ નિઃસ્વાર્થતાને લીધે હોય છે. જ્યારે બુદ્ધિનો પ્રદેશ ખેડાતો અટકે છે અને સ્વાર્થ તેમજ ભોગવૃત્તિનો કચરો આજુબાજુ એકઠો થાય છે ત્યારે ભક્તિ નિર્જીવ અને અશુદ્ધ બની જઈ સગુણરૂપ નથી રહેતી; તે ઊલટી દોષ બની જાય છે. ભક્તિ પોષનાર અને તે માર્ગે ચાલનાર આખા સમાજનું જીવન એ દોષને કારણે જડ, સંકુચિત અને ક્લેશપ્રધાન બની જાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ • જૈન ધર્મ અને દર્શન સામાન્ય રીતે જેની જનતાની કલ્પસૂત્ર પ્રત્યે ભક્તિ છે, પણ એમાં બુદ્ધિનું જીવન કે નિઃસ્વાર્થતાની શુદ્ધિ ભાગ્યે જ રહી છે. એનાં બીજાં અનેક કારણો હોય, પણ એનું પ્રધાન કારણ ગુરુમુખથી શાસ્ત્ર શ્રવણ કરવાની પોષાયેલી શ્રદ્ધા એ છે. ગુરુ વાસ્તવિક અર્થમાં ગુરુ સમજાયા હોત અને તેમનો અધિકાર યોગ્યતાને લીધે મનાતો આવ્યો હોત તો આવી સ્કૂલના ન થાત. જે જૈનોએ માત્ર જન્મને કારણે બ્રાહ્મણત્વ અને તેના ગુરુપદ સામે લડત ચલાવી તે જ જૈન ગુણની પ્રધાનતા ગાતાં ગાતાં છેવટે વેશમાત્રમાં ગુરુપદ માની સંતુષ્ટ થઈ ગયા! કલ્પસૂત્ર સાંભળવું છે, વાંચનાર જોઈએ અને તે કોઈ ગુરુ સાધુ જ હોવા જોઈએ. બીજી યોગ્યતા હોય કે નહિ પણ ભેખ હોય તોય બસ છે, એ વૃત્તિ શ્રોતાગણમાં પોષાઈ. પરિણામ અનેક રીતે અનિષ્ટ જ આવ્યાં. લાયકાતની કોઈપણ કસોટીની જરૂર ન જ રહી. વેશધારી એટલા ગુરુઓ અને ગુરુઓ એટલા વ્યાખ્યાતાઓ – છેવટે કલ્પસૂત્ર પૂરતા. માત્ર કલ્પસૂત્રના અક્ષરો વાંચી જાણે એટલે વડેરાઓનો આશ્રય છોડી સ્વતંત્ર વિચારવાનું સર્ટિફિકેટ મળી જાય ! ભક્તો તો સૌને જોઈએ જ. તે હોય ગણ્યાગાંઠ્યા, એટલે તેમના ભાગલા નાના નાના પડે. જેના ભક્તો વધારે અગર ઓછા છતાં જેના ભક્તો પૈસાદાર તે ગુરુ મોટા. આ માન્યતામાંથી વાંચવાની દુકાનદારી હરીફાઈ ઉપાશ્રયે પોષાઈ. કલ્પસૂત્રના વાચનમાંથી ઊભાં થતાં નાણાં જ્ઞાનખાતાનાં એ ખરું, પણ તેના ઉપભોક્તા છેવટે કોણ ? ગુરુ જ, અને ગુરુઓને કાંઈ ખર્ચ ઓછો નહિ. આકાશમાંથી એ આવે નહિ. બીજી રીતે એમને પરસેવો ઉતારવાનો જ નહિ, એટલે ખર્ચને પહોંચી વળવા ખાતર પણ સામાન્ય આવકનું કામ કલ્પસૂત્રના વાચને કરવા માંડ્યું. દેખીતી રીતે નિઃસ્વાર્થ જણાતા સાધુજીવનનાં પ્રમાદમય ઝીણા છિદ્રોમાં અનેક રીતે સ્વાર્થપરંપરાએ પ્રવેશ કર્યો. વાડા બંધાયા. પોતાના ઉપાશ્રયના શ્રાવકોએ હમેશાં નહિ તો પજુસણના દિવસોમાં કલ્પસૂત્ર સાંભળવા પૂરતું ત્યાં જ આવવું શોભે એવી મક્કમ માન્યતા બંધાઈ. કોણ વાંચનાર યોગ્ય અને કોણ અયોગ્ય એ વિવેક જ વિસારે પડ્યો. કલ્પસત્ર તો વર્ષમાં એક વાર કાને પડવું જ જોઈએ અને તે ગુરમુખથી. વળી તે પણ ચાલી આવતી પરંપરા પ્રમાણે અમુક ગુરના જ મુખમાંથી. એ માન્યતામાં તણાતાં વિચાર અને બુદ્ધિનું ખૂન થયું, પક્ષાપક્ષી બંધાઈ અને તે એટલે સુધી કે કાશી, મથુરા કે ગયામાં શ્રાદ્ધ કે સ્નાન કરાવવા પંડ્યાઓ જેમ એક યાત્રી પાછળ પડે છે તેમ ઘણી વાર મો તો સવ્વસાહૂ એ પદથી વંદાતા, સ્તવાતા જૈન ગુરુઓ શ્રોતાવર્ગ મેળવવાની ખેંચતાણમાં પડ્યા. મેં અનેક સ્થળે એ જોયું છે કે એક ઉપાશ્રયમાં ચોમાસું રહેલા અનેક સાધુઓ કલ્પસૂત્ર વાંચવાની તક જતી હોય તો તેને મેળવવા અકળ ખટપટો કરતા. આવી ખેંચતાણ નિઃસ્વાર્થભાવ હોય ત્યાં કદી ન જ સંભવે. પણ કલ્પસૂત્રના વાચનના અવિચારી અધિકાર ઉપર ઐકાંન્તિક ભાર આપવાનું માત્ર આટલું જ પરિણામ નથી આવ્યું. એ અનિષ્ટ બહુ દૂર સુધી પ્રસર્યું છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ • ૧૧૯ એક વાર શ્રાવકોએ માન્યું કે કલ્પસૂત્ર ન સાંભળીએ તો જીવન અલેખ જાય. જાતે તે ન વંચાય ત્યારે શોધો જતિને. જ્યાં સાધુઓ પહોંચે નહિ ત્યાં ગમે તેટલે દૂર જતિ પહોંચે. જતિઓને બીજી આવક કશી ન હોય તોય તેમને વાસ્તે કલ્પસૂત્ર એ કામધેનુ. સાધુ વિનાનાં સેંકડો ક્ષેત્ર ખાલી, ત્યાં જતિઓ પહોંચે. એમને પાકી આવક થાય. શ્રાવકોને ક્યાં જોવું છે કે આધ્યાત્મિક જીવન સંભળાવનાર આ છેલછબીલા જતિ મહારાજ પૈસા ક્યાં વાપરે છે ? જીવન કેમ ગાળે છે ? એ તો માને છે કે કલ્પસૂત્ર સાંભળ્યું એટલે જન્મારો લેખે. પૈસા આપણે તો સદ્દબુદ્ધિથી આપ્યા છે. લેનાર પોતાનું કરમ પોતે જાણે! આ મરજાદી લોકોના જેવી ગાંડી શ્રાવકભક્તિ આજે અનેક કુપથગામી જાતિવાડાઓને ગોસાંઈઓની પેઠે નભાવી રહી છે. આ તો નિઃસ્વાર્થતાની શુદ્ધ ભક્તિમાંથી ચાલી જવાનું પરિણામ થયું, જે આજે આપણી સામે એક મહાન અનિષ્ટ તરીકે ઊભું છે, પણ એથીયે વધારે ઘાતક પરિણામ તો ભક્તિમાંથી બુદ્ધિજીવીપણું જવાને લીધે આવ્યું છે. ક્યાં ભગવાનના સર્વક્ષેત્રસ્પર્શી આધ્યાત્મિક જીવનની વિશાળતા અને ક્યાં તેને સ્પર્શી અનેક દષ્ટિબિંદુઓથી સમાજ સામે વિવિધ પ્રશ્નો છણી એ જીવનને સદાકાળ માટે આકર્ષક બનાવવાની કળાની ઊણપ ! આખો સમાજ કાંઈ આધ્યાત્મિક અધિકાર ધરાવી શકે જ નહિ. તેને તો પોતાના વ્યવહારક્ષેત્રમાં, સામાજિક જીવનમાં એ આદર્શ જીવનમાંથી સમુચિત પ્રેરણા મળવી જોઈએ. એક બાજુ સામાજિક જીવનમાં પ્રેરણા આપવાનું કામ વિચારની ખામીને લીધે બંધ પડ્યું અને બીજી બાજુ સ્વાભાવિક આધ્યાત્મિક જીવનનો અધિકાર ન હતો, એટલે સેંકડો ગુરુઓએ દર વર્ષે કલ્પસૂત્રનું શ્રવણ કરાવવા છતાં સમાજ તો સમસ્યાઓના અંધારામાં જ વધારે ને વધારે ગબડતો ગયો. જે ભગવાનના જીવનમાંથી માણસને અનેક દિશાઓમાં વિચાર કરતો બનાવી શકાય તે જ જીવનના યંત્રવત્ બનેલા વાચનના ચીલા ઉપર ચાલતાં ચાલતાં વાંચનાર પોતે અને શ્રોતાવર્ગ બંને એક એવા સંકુચિત દૃષ્ટિબિંદુના જાળામાં અને કાલ્પનિક તત્ત્વજ્ઞાનમાં સપડાઈ ગયા કે હવે એની ગાંઠમાંથી છૂટવાનું કામ તેમને માટે ભારે થઈ ગયું છે, અને વળી બુદ્ધિદ્રોહ એટલે સુધી વધ્યો છે કે જો કોઈ એ પકડમાંથી છૂટવા પ્રયત્ન કરે તો એને ધર્મબંશ કે નાસ્તિકતા કહેવામાં આવે છે! કલ્પસૂત્રની ચોમેર માત્ર વાંચનારાઓના જ સ્વાર્થનું આવરણ નથી પથરાયું, પણ શ્રોતાઓએ સુધ્ધાં એની પાછળ લક્ષ્મી, સંતતિ, અધિકાર અને આરોગ્યના આશામોદકો સેવ્યા છે અને અત્યારે પણ એ મોદકો વાતે હજારો રૂપિયા ખર્ચાય છે. આ રીતે ઉપરથી ઠેઠ નીચે સુધી, જ્યાં નજર નાખો ત્યાં કલ્પસૂત્રના વાચન-શ્રવણનો મૂળ આત્મા જ હણાયેલો છે. પ્રશ્ન થાય છે કે ત્યારે કાંઈ રસ્તો છે? જવાબ સ્પષ્ટ છે. બુદ્ધિ અને હિંમત વાસ્તે રસ્તા અનેક છે. વળી તેમાંથી નવા રસ્તા પણ નીકળી શકે. હું અત્યારના Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ • જૈન ધર્મ અને દર્શન વિચારક વર્ગ વાસ્તે જે માર્ગ જોઉં છું તે નમ્રપણે જણાવી દેવા પણ ઇચ્છું છું. એનાથી વધારે સારો માર્ગ શોધી તેને અનુસરવાની સૌને સ્વતંત્રતા છે જ. - (૧) સાધુ, જાતિ કે પંડિત સામે વ્યક્તિ દ્વેષ કે તિરસ્કાર જરા પણ સેવ્યા સિવાય, જ્યાં બુદ્ધિશૂન્ય અને શુદ્ધિવિહીન વાચન-શ્રવણની નિર્જીવ પ્રણાલી ચાલુ હોય ત્યાં નિર્ભય વિચારકોએ તેમાં રાય ભાગ ન લેવો. (૨) બુદ્ધિના વિવિધ પ્રદેશોને સ્પર્શ કરે અગર ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ જીવનકથા ચર્ચે અને તે પણ સીધી કે આડકતરી રીતે કોઈપણ જાતની દાન, દક્ષિણા કે ચડાવો સ્વીકારવાની વૃત્તિ વિના જ, તે સ્થળે પછી વાંચનાર સાધુ હોય, યતિ હોય કે ગૃહસ્થ હોય, આદરપૂર્વક ભાગ લેવો. (૩) આધ્યાત્મિકતાની શુષ્ક ચર્ચામાં સામૂહિક દૃષ્ટિએ ન પડવું અને સામાન્ય રીતે જેવો સમાજનો અધિકાર દેખાય છે તે જ અધિકારને ધ્યાનમાં રાખી દંભ ન પોષાય એવી રીતે પ્રામાણિકપણે વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય અગર વિશ્વીય પ્રશ્નો વિશે અભ્યાસ તેમજ તટસ્થતા ભરેલી ચર્ચાઓ વાસ્તે બધી શક્ય ગોઠવણ કરવી એ પજુસણના દિવસોનો ઉપયોગ એક જ્ઞાન અને શાંતિના સાપ્તાહિક સત્ર તરીકે કરવો. (૪) જ્યાં યોગ્ય અને નિઃસ્વાર્થ વિચારકો મેળવવાની મુશ્કેલી હોય અને છતાંય બુદ્ધિની જાગૃતિ કરવી હોય ત્યાં એ દિવસોમાં અમુક જાતનાં પુસ્તકો મેળવી તેનું જાતે અગર સામૂહિક વાચન કરવું. એવાં પુસ્તકોમાં મુખ્યપણે ધાર્મિક પર્વને અનુરૂપ જીવનકથાઓનો સમાવેશ થાય. બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, અને તેમને પંથે ચાલેલા અનેક સંતોની સાચી જીવનકથાઓ વાંચવી. ભગવાન મહાવીરના વ્યાપક અને વિશુદ્ધ જીવનના ઉપાસકે જ્યાં જ્યાં વિશુદ્ધિ અને સગુણની વૃદ્ધિ દેખાય ત્યાંથી ગુણદૃષ્ટિએ તેનો અભ્યાસ કરી, ભગવાનના જીવનને અનેકાંતદષ્ટિએ જોવાની શક્તિ કેળવવી. કોઈપણ વિચારકને કલ્પસૂત્ર કે તેના વાચન-શ્રવણ પ્રત્યે વિદ્વેષ કે અણગમો હોઈ જ ન શકે. નિર્જીવતા અને અનુપયોગિતા પ્રત્યેનો અણગમો ગમે તેટલો ખાળવા યત્ન કરીએ તોય તે પ્રગટ્યા વિના રહે જ નહિ. ખરું જીવન જૈનત્વમાં છે, તેથી જૈનત્વનો જીવન સાથે મેળ જ હોવો જોઈએ, વિરોધ નહિ. આ કારણથી ભગવાનની જીવનકથાનાં વાચન-શ્રવણ નિમિત્તે બુદ્ધિની બધી શાખાઓનો વિકાસ બનતે પ્રયત્ન કરવાનો યુવકોનો ધર્મ છે. અરવિંદ કે યગોર, ગાંધીજી કે મશરૂવાળા જેવાના જીવનસ્પર્શી વિચારો વાંચનાર અને વિશાળ તેમજ ભવ્ય જીવંત આદર્શોમાં વિચારનાર યુવકને, એકડો ઘૂંટાવે તેવી ધૂળી નિશાળ જેવી પોષાળમાં ગોંધાઈ રહેવાનું કહેવું એ કેવળ જ્ઞાન અને અનેકાંતની ભક્તિનો પરિહાસ માત્ર છે. એક વાર વિચારકોએ નિર્ભયપણે પણ વિવેકથી પોતાનું Page #130 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ • ૧૨૧ કામ શરૂ કર્યું કે પછી એ જ પોષાળોમાં આપોઆપ વાતાવરણ બદલાવા લાગશે. કન્યા નાલાયકને વરવા ના પાડે તો શ્રીમંતના છોકરાઓને પણ લાયકાત કેળવવી જ પડે છે એ ન્યાયે. છોકરીઓને પણ સૌંદર્ય ઉપરાંત લાયકાત કેળવવી પડે છે. એટલે જે જુવાનો ચોમેર પ્રકાશ પ્રસારવા ઈચ્છતા હોય તેમણે આ કલ્પસૂત્ર પ્રત્યેની પરંપરાગત ભક્તિનો સુંદર ઉપયોગ કરી લેવો જોઈએ. - જૈન, ૧૩-૯-૧૯૩૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ધર્મપર્વ કે જ્ઞાનપર્વ પર્યુષણ એ જૈનોનો જાણીતો અને જૂનો ધર્મ-તહેવાર છે. એ અઠવાડિયું આવ્યા પહેલાં ઘણા દિવસ અગાઉથી જ તેની અનેક જાતની વ્યાવહારિક અને ધાર્મિક તૈયારીઓ જૈનસમાજમાં થવા માંડે છે. જ્ઞાન અને ધર્મ મેળવવા તેમજ સેવવા ગામોગામના શ્રાવકો પોતપોતાના ગામમાં ચોમાસા માટે ત્યાગીવર્ગને આમંત્રે છે અને વિનવે છે. કેટલાક પહેલેથી જ તપ કરવા માંડે છે. કેટલાક વળી તપ પાછળ અને તપની પહેલાં પારણાં તેમજ અતરવારણ માટેની પહેલેથી ખૂબ તૈયારીઓ અને ગોઠવણો કરે છે. એ પર્વમાં સ્વાદ અને તેના ત્યાગ બંનેનું આરાધન એકસરખું અત્યારે જણાય છે, પણ મૂળે એ પર્વ ધર્મ અને જ્ઞાનનું છે. જીવનમાં ધર્મ ઊતરે અને અનેક પ્રકારનું જ્ઞાન મળે તે માટે અત્યારે આ પર્વમાં ભગવાન મહાવીરનું જીવન વાંચવાની પ્રથા છે અને બાકીના વખતમાં આવશ્યક ક્રિયા વગેરે અનેક જાતની ક્રિયાઓ ગોઠવાયેલી છે. ભગવાનના જીવન માટે કલ્પસૂત્ર વાંચવાસાંભળવાની પ્રથા છે. એ સૂત્ર બહુ મોટું નથી, પણ એની સાથે એની ટીકાઓ વંચાતી હોવાથી તે જેમ લાંબુંલચર થઈ જાય છે તેમ તેમાં પુનરુક્તિ પણ થઈ જાય છે. અતિશ્રદ્ધાળુ સિવાયના અને અતિ ધીરજવાળા સિવાયના ઘણા લોકો તેના વાચન વખતે કંટાળે છે અને ઘણા તો ઊંઘે છે. બીજી બાજુ નવીન સંસ્કાર પામેલો અને પામતો તરુણવર્ગ ફરિયાદ કરે છે કે એમાં ભવવાનના જીવનની મૂળ વસ્તુ બહુ ઓછી આવે છે અને વર્ણનો તેમજ અલંકારોના થરો એટલા બધા આવે છે કે એ શ્રવણ માત્ર નીરસ જ નહિ, પણ અનુપયોગી જેવું થઈ જાય છે. નક્કી કરેલો ભાગ વાંચવાનો હોવાથી તે વખતે વાંચનારને ઘણી વાર એટલી ત્વરા કરવી પડે છે કે વિચારણા અને મનન માટે શ્રોતાને વખત રહેતો જ નથી. વળી માત્ર શ્રવણનું માહાસ્ય વધી ગયેલું હોવાથી અને એકસાથે મનન ન કરી શકાય એટલો ઘણો ભાગ સાંભળવા માટે લાંબો વખત બેસવું પડતું હોવાથી કોઈ શ્રોતા ભાગ્યે જ સાંભળ્યા ઉપર મનન કરે છે, અને પરિણામે સમાજમાં જેટલે અંશે શ્રવણપટુતા કેળવાઈ છે તેટલે અંશે વિચારપટુતા નથી કેળવાઈ; તેથી ઊલટું મોટે ભાગે વિચારજડતા જ દૃઢ થઈ છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ધર્મપર્વ કે જ્ઞાનપર્વ • ૧૨૩ એક વાર એક વિદ્વાન મિત્રે મને કહેલું કે જ્યારે બારસા વાંચવા લાગ્યા ત્યારે જરાય રસ ન આવવાથી મેં ધાર્મિક પુસ્તક લઈ ત્યાં જ બેસી વાંચી કાઢ્યું અને તેમાં ઘણું જાણવાનું મળ્યું. દરેક ભાઈબહેન, જે નિયમિત કલ્પસૂત્ર સાંભળતાં આવે છે તે, ભગવાનના જીવનનો કોઈપણ પ્રસંગ પૂછ્યાથી તરત વર્ણવી શકે. જો તમે તે બાબત તેમને કાંઈ ઊંડાણથી પૂછો તો કાં તો એ ચિડાઈ જઈ એમ કહેશે કે એમાં પ્રશ્ન શો અને શંકા શી? અને કોઈ ધીરજવાન હશે તો ન ચિડાતાં એટલું જ કહેશે કે ત્યારે તમે જ કહો. આ વસ્તુસ્થિતિ છે. ભગવાનના અસાધારણ તપસ્વી અને જ્ઞાની તરીકેના જીવનના કોયડા એ અસાધારણ જ હોય. આપણે એને સમજવા ધાર્મિક થવું ઘટે અને વિચારક તો થવું ઘટે જ. પર્યુષણની ચાલુ પ્રથાનો ૩૦ વર્ષનો અનુભવ મને કહે છે કે હવે વિચારવૃદ્ધિ થાય અને ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુએ ઉદારતાપૂર્વક ધર્મ અને સમાજના એક એક અંગ ઉપર વિચાર કરવામાં આવે તો જ તરુણ સમાજ અને ભાવી પેઢીને સંતોષ આપી શકાય અને બહારની દુનિયામાં જાગતિક દૃષ્ટિએ ઊભી શકાય. આ કલ્પના તો કેટલાંયે વર્ષ અગાઉ આવેલી. એક વાર ભાવનગરમાં સન્મિત્ર કપૂરવિજયજી સમક્ષ વ્યાખ્યાન વખતે આ કલ્પના મૂકવામાં પણ આવેલી, પણ કેટલાંક કારણસર તે વખતે તેનો અમલ થઈ શક્યો નહિ. બે વર્ષ અગાઉ એક મિત્રને ત્યાં આ કલ્પનાને મૂર્તરૂપ આપવામાં આવ્યું હતું. આ વખતે અનેક મિત્રો સાથે વિચાર કરતાં બધાને એ કલ્પના પસંદ આવી. તે કલ્પના આ હતી: (૧) પ્રતિક્રમણ, પૂજન આદિ ચાલુ ક્રિયાકાંડમાં રસ લેનાર તેમાં ભાગ લેવા ઉપરાંત પ્રવચનનો લાભ લઈ શકે એવી રીતે સમય ગોઠવવો. (૨) પ્રવચનો એક વાર તો ભગવાનના જીવનને અંગે જ થાય અને બીજી વાર ભિન્ન ભિન્ન વિષયો ઉપર થાય. એ વિષયો જીવનસ્પર્શી અને તાત્ત્વિક હોય. (૩) પ્રવચન માટે જાહેર વિચારકો અને વક્તાઓને આમંત્રણ આપવું અને તેમને વિચારો છૂટથી મૂકવાની તક આપવી. (જે બની શકે ત્યાં સુધી એ પ્રવચનો લખેલાં હોય અને પ્રવચનને અંતે પ્રશ્નોત્તરી રાખવી. અનુકૂળ કે પ્રતિકૂળ પક્ષકારે છૂટથી શાંતિ અને વિચારપૂર્વક ચર્ચા કરવી. આ કલ્પના પ્રમાણે આ વર્ષે પ્રવચનનો ક્રમ ગોઠવી ધર્મ સાથે જ્ઞાનનું પર્વ ઊજવવાની મિત્રોએ વ્યવસ્થા કરી. તે પ્રમાણે સવારે પ્રવચનો નવ વાગે હમેશાં થતાં અને બીજી વાર બપોરે કે રાતે વક્તાની અનુકૂળતા પ્રમાણે થતાં. આ વર્ષે ખાસ જાહેરાત કરવામાં આવી ન હતી. ગ્યા પણ શહેરથી દૂર અને ખાનગી જ હતી, છતાં શ્રોતવર્ગ પ્રમાણમાં સારો એકત્ર થતો. બધા લગભગ જિજ્ઞાસુ આવતા વિદ્વાનો ખાસ ભાગ લેતા. જૈનેતરો પણ, જેને માલુમ પડે તે, આવતા. વિષયો પણ વ્યાપક રખાયા હતા. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ • જૈન ધર્મ અને દર્શન બોલનારાઓ પણ જાણીતા જ હતા. દષ્ટિ જરા પણ સંકુચિત ન રાખતાં તદ્દન ઉદાર રખાઈ હતી. તેથી ગમે તે માણસ પોતાના વિચાર છૂટથી દર્શાવે એવી તક મળી હતી. આ તો માત્ર પ્રથમ પ્રયોગ ગણાય. અનેક વિષયો ઉપર જુદા જુદા વિચારકોએ ઉદાર ચિત્તે જે જે વિચારો જણાવ્યા તે બધાનો અહીં સંગ્રહ આપવામાં આવે છે. આમાંનાં ઘણાં પ્રવચનો તે તે વક્તાઓએ લખીને જ વાંચેલાં અગર પાછળથી તેમણે પોતે જ લખીને આપેલાં છે. કેટલાકની તે વખતે નોંધ લેવાયેલી; તે ખાસ તપાસ્યા પછી અહીં. આપવામાં આવે છે. આ પ્રવચનસંગ્રહ દરેક વાચકને સુલભ થાય તે માટે “સુઘોષા'ના સંપાદકે એક ખાસ અંક કાઢવા ધાર્યો છે, તે યોગ્ય જ થયું છે. આથી નીચેનાં પરિણામો આવવાનો સંભવ છે : (ક) જે ચાલુ પ્રથામાં રસ ન લેતા હોય કે ઓછો લેતા હોય અને છતાં ધર્મપર્વ ઊજવવાનો આગ્રહ રાખતા હોય તો તેમને માટે એક જાતનું માર્ગ સૂચન. (ખ) અનેક વિચારકો પાસેથી તેમના વિચારનું દોહન કરી વિચારશીલતા કેળવવી અને અનેક બાજુથી વસ્તનો વિચાર કરવાની દૃષ્ટિ ખીલવવી; તેમજ આવે નિમિત્તે જૈનેતર વિદ્વાનો અને શ્રદ્ધાળુઓને જૈનો સાથે મળતા કરવા અને વિચારમાં ઉદારતા આણવી. ગ) લિખિત પ્રવચનોને લીધે કોઈ એક સ્થળે અપાયેલ પ્રવચનોનો અનેક સ્થળે ઉપયોગ થવો અને તે રીતે વિચાર તેમજ ઉત્સાહમાં જાગૃતિ થવી. - સુઘોષા, આશ્વિન ૧૯૮૪ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૬. મહત્પર્વ વગરકો પણ દરેક જૈન સમજે છે કે સાંવત્સરિક પર્વ એ મહત્પર્વ છે. બીજાં કોઈપણ પર્વો કરતાં એ મહત્ છે. એની મહત્તા શેમાં છે એ જ સમજવાનું રહે છે. બધા જૈનો એને એકસરખી રીતે સ્વીકારે છે તે એની મહત્તાનું મુખ્ય સૂચક નથી. એવાં તો દિવાળી આદિ અનેક પર્વો છે, જેને જૈનો ઉપરાંત બીજો પણ મોટો વર્ગ માને છે. તે દિવસે ઉપવાસ અને તપની પ્રથા છે એ પણ એની મહત્તાની મુખ્ય પ્રતીક નથી. જ્ઞાનપંચમી અને બીજી તિથિઓમાં પણ તપનો આદર ઓછો નથી. ત્યારે એની મહત્તા શેમાં ખરી રીતે સમાયેલી છે, એ સાંવત્સરિક પર્વ આવ્યા પહેલાં વિચારકોએ વિચારી રાખવું ઘટે. અત્રે જે મુદ્દો સૂચવવાનો છે તે પણ કાંઈ તદ્દન અજ્ઞાત નથી, પણ જો એ મુદ્દો સાચો હોય, અને ખરેખર સાચો છે જ, તો તેની સમજણ જેટલા પ્રમાણમાં વિકસે, વિસ્તરે અને ઊંડી ઊતરે એટલું સારું, એ જ પ્રસ્તુત લેખનો ઉદ્દેશ છે. કોઈપણ વ્યક્તિએ ખરી શાન્તિ અનુભવવી હોય, અગવડ કે સગવડ, આપદા કે સંપદામાં સ્વસ્થતા કેળવવી હોય અને વ્યક્તિત્વને ખંડિત ન થવા દેતાં તેનું આંતરિક અખંડપણું સાચવી રાખવું હોય તો એનો એકમાત્ર અને મુખ્ય ઉપાય એ છે કે તે વ્યક્તિ પોતાની જીવનપ્રવૃત્તિના દરેક ક્ષેત્રનું બારીકીથી અવલોકન કરે. એ આંતરિક અવલોકનનો હેતુ એ જ રહે કે તેણે ક્યાં ક્યાં, કેવી કેવી રીતે, કોની કોની સાથે નાની કે મોટી પોતાની ભૂલ જોઈ લે છે ત્યારે તેને તે ભૂલ, ગમે તેટલી નાનામાં નાની હોય તોય, પહાડ જેવી મોટી લાગે છે અને તેને તે સહી શકતો નથી. પોતાની ભૂલ અને ખામીનું ભાન એ માણસને જાગતો અને વિવેકી બનાવે છે. જાગૃતિ અને વિવેક માણસને બીજા સાથે સંબંધો કેમ રાખવા, કેમ કેળવવા એની સૂઝ પાડે છે. એ રીતે આંતરિક અવલોકન માણસની ચેતનાને ખંડિત થતાં રોકે છે. આવું અવલોકન માત્ર ત્યાગી કે ફકીર માટે જ જરૂરી છે એમ નથી, પણ તે નાની કે મોટી ઉંમરના અને કોઈપણ ધંધા અને સંસ્થાના માનવી માટે સફળતાની દૃષ્ટિએ આવશ્યક છે, કેમકે તે દ્વારા એ મનુષ્ય પોતાની ખામીઓ નિવારતાં નિવારતાં ઊંચે ચડે છે અને સૌનાં દિલ જીતી લે છે. આ એક સાંવત્સરિક પર્વના મહત્ત્વની મુખ્ય વ્યક્તિગત બાજુ થઈ, પરંતુ એ મહત્ત્વ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬૦ જૈન ધર્મ અને દર્શન સામુદાયિક દૃષ્ટિએ પણ વિચારવાનું છે, અને હું જાણું છું ત્યાં લગી, સામુદાયિક દૃષ્ટિએ આંતરિક અવલોકનનું મહત્ત્વ જેટલું આ પર્વને અપાયું છે તેટલું બીજા કોઈ પર્વને બીજા કોઈ વર્ગે આપ્યું નથી. બૌદ્ધ ભિક્ષુકો અમુક અમુક અંતરે મળે ત્યારે તેઓમાં સામુદાયિક રીતે પોતપોતાની ભૂલ કબૂલવાની પ્રથા છે. જૈનોમાં પણ દૈનિક અને પાક્ષિક પ્રતિક્રમણ પ્રસંગે કાંઈક આવી જ પ્રથા છે. ખ્રિસ્તીઓ પણ સમુદાયરૂપે ભૂલ-માફીની પ્રાર્થના કરે છે ત્યારે તેમાં પોતાની ભૂલ જોવા અને કબૂલવાનો ભાવ છે જ. દરેક પંથમાં એક યા બીજી રીતે પોતાની નમ્રતા કેળવવા અહંત્વનો ત્યાગ કરવાની સૂચના એના અનુયાયીને અપાય જ છે. તેથી સમજાય છે કે સામુદાયિક દૃષ્ટિએ આંતિરક અવલોકનપૂર્વક પોતપોતાની ભૂલ કબૂલવી અને જેના પ્રત્યે ભૂલ સેવાઈ હોય તેની સાચા દિલથી માફી માગવી અને સામાને માફી આપવી એ સામાજિક સ્વાસ્થ્ય માટે પણ કેટલું અગત્યનું છે. આને લીધે જ જૈન પરંપરામાં પ્રથા પડી છે કે દરેક ગામ, નગર અને શહેરનો સંઘ અંદરોઅંદર ખમે-ખમાવે; એટલું જ નહિ, પણ બીજા સ્થાનના સંઘો સાથે પણ તે આવો જ વ્યવહાર કરે. સંઘોમાં માત્ર ગૃહસ્થો નથી આવતા, ત્યાગીઓ પણ આવે છે; પુરુષો જ નહિ, સ્ત્રીઓ પણ આવે છે. સંઘ એટલે માત્ર એક ફિરકા, એક ગચ્છ, એક આચાર્ય કે એક ઉપાશ્રયના જ અનુગામીઓ નહિ, પણ જૈન પરંપરાને અનુસરનાર દરેક. જૈનોને જૈન પરંપરાવાળા સાથે જ જીવવું પડે છે એવું કાંઈ નથી; તેઓને બીજાઓ સાથે પણ એટલું જ કામ પડે છે, અને ભૂલ થાય તો તે જેમ અંદરોઅંદર થાય તેમ બીજાઓના સંબંધમાં પણ થાય છે જ. એટલે ખરી રીતે ભૂલ-સ્વીકાર અને ખમવાખમાવવાની પ્રથાનું રહસ્ય એ કાંઈ માત્ર જૈન પરંપરામાં જ પૂરું થતું નથી, પણ ખરી રીતે એ રહસ્ય સમાજવ્યાપી ક્ષમણામાં છે. પરંતુ આજે આ વાત ભુલાઈ ગયા જેવી છે, અને છતાં ખમણાની પ્રથા તો ચાલે જ છે. તે એટલે સુધી કે આવી પ્રથાને અનુસરનાર જૈન સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ અને અગમ્ય જેવા જીવવર્ગને પણ ખમાવે છે, તેના પ્રત્યે પોતે કાંઈ સજ્ઞાન-અજ્ઞાનપણે ભૂલ કરી હોય તો માફી માગે છે. ખરી રીતે આ પ્રથા પાછળની દૃષ્ટિ તો બીજી છે, અને તે એ કે જો માણસ સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ જીવ પ્રત્યે પણ કોમળ થવા જેટલો તૈયાર હોય તો તેણે સૌથી પહેલાં જેની સાથે પોતાનું અંતર હોય, જેની સાથે કડવાશ ઊભી થઈ હોય, પરસ્પર લાગણી દુભાઈ હોય તેની સાથે ક્ષમા લઈ–દઈ દિલ ચોખ્ખાં કરવાં. બાઇબલના ગિરિપ્રવચનમાં પણ આ જ મતલબનું કથન છે કે તું તારા પાડોશીઓ અર્થાત્ સ્નેહીઓ અને મળતિયાઓ ઉપર તો પ્રીતિ કરે જ છે; પણ જે તારા વિરોધીઓ કે દુશ્મનો હોય એમના ઉપર પણ પ્રીતિ કર, પ્રેમ વધાર ! પરંતુ સાંવત્સરિક પર્વ નિમિત્તે એક બાજુ ચોરાસી લાખ જીવયોનિને ખમાવવાની પ્રથા ચાલુ છે, બીજી બાજુએ જેની Page #136 -------------------------------------------------------------------------- ________________ મહત્પર્વ • ૧૨૭ સાથે સારાસારી સાચવી રાખવામાં જ દુન્યવી લાભ હોય તેની સાથે જ મુખ્યપણે ક્ષમણા લેવાય-દેવાય છે, જ્યારે ક્ષમણાનો ખરો પ્રાણ તો ગૂંગળાઈ જ જાય છે. એ ખરો પ્રાણ એટલે જેને પોતા પ્રત્યે કાંઈક નારાજી હોય, અથવા પોતામાં જેના પ્રત્યે કાંઈક કડવી લાગણી ઊભી થઈ હોય, તેની સાથેનું અંતર મિટાવવું તે. આવું અંતર હમેશાં દિલમાં કાયમ રહે, કદાચ વધારે પોષાયા પણ કરે, અને છતાં સર્વ જીવો પ્રત્યે મૈત્રી કેળવવાનો મૌખિક ઉપચાર ચાલુ પણ રહે એ સાંવત્સરિક પર્વની મહત્તાની હાનિ છે. જે આ પર્વની મહત્તા સમજે અને સ્વીકારે તેને માટે પહેલી જરૂર તો એ છે કે તેણે પોતાના સંબંધો જેની જેની સાથે બગડ્યા હોય તેને તેને મળી દિલ ચોખ્ખું અને હળવું કરવું જોઈએ. પરંતુ આવી પહેલ કરે કોણ? જે કરે તે ખરો પ્રાણવાન અને સાચો જેન. પણ સામાન્ય રીતે આવી અપેક્ષા ગુરુવર્ગ પ્રત્યે જ સેવાય છે. એક રીતે તે રહ્યા ધર્મક્ષેત્રે દોરવણી આપનાર, એટલે તેમનાં વચન અને વર્તનની છાપ અનાયાસે બીજા ઉપર પડે. પણ આપણે જોઈએ છીએ કે ગુરવર્ગમાંય માત્ર પ્રથાભક્તિ છે. ભાગ્યે જ એવો કોઈ ગુરુ હશે જે આ પર્વના મહત્ત્વને સજીવ કરતો હોય. જો આ બાબતમાં ગુરુવર્ય નવેસરથી ચેતે તો સાંવત્સરિક પર્વના મહત્ત્વની સુવાસ બીજા સમાજો ને દેશમાં પણ પ્રસરે. દિગંબરત્ન ધારણ કરનાર ભિક્ષને હવે શું બાકી રહ્યું છે કે જેને કારણે તે દિગંબર રહ્યા છતાં શ્વેતાંબર આદિ બીજા સંઘો સાથે એકરસ થઈ ન શકે? ઘરબાર છોડી અનગાર થયેલ સ્થાનકવાસી, તેરાપંથી કે શ્વેતાંબર મૂર્તિપૂજકને હવે શું સાચવવાનું છે કે જેને કારણે તે બીજા ફિરકાઓના ગુરુવર્ગ સાથે મોકળા મનથી હળીમળી ન શકે? આટલે દૂર ન જઈએ અને એક નાના વર્તુલને જ લઈ વિચારીએ તોય દીવા જેવું દેખાશે કે સાંવત્સરિક પર્વની આપણે ઠેકડી કરી રહ્યા છીએ ! એક જ ગચ્છ કે એક જ ગુરુના બે મુનિવર્ગો પણ ભાગ્યે જ અંતરથી હળેમળે છે અને ખમે-ખમાવે છે. આ કૃત્રિમતાની અસર પછી આખા સમાજ પર થાય છે અને પરિણામે પરસ્પરનું દોષદર્શન કરવાનો જ રસ પોષાય છે, જેને લીધે ગુણદષ્ટિ અને ગુણનું મૂલ્યાંકન એ લગભગ લોપાઈ જાય છે, જે એકમાત્ર સાંવત્સરિક પર્વની મહત્તાનો પ્રાણ છે. મને લાગે છે કે સમાજમાં પર્વની પ્રથા ચાલુ છે તે દ્રવ્યરૂપે તો છે જ, પણ એમાં ભાવ-જીવ આવે તે વાંછનીય છે. એ માટેનો પ્રયત્ન એ જ પ્રભાવના છે. વરઘોડા, સરઘસ, વાજાંગાજાં ઇત્યાદિનું કોઈ સ્વતંત્ર મૂલ્ય છે જ નહિ. આ સમજણ જેટલી જલદી જાગે તેટલું વ્યક્તિ, સમાજ અને માનવતાનું હિત વધારે. - જૈન પર્યુષણાંકી, શ્રાવણ ૨૦૧૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૭. વહેમમુક્તિ પજુસણ એ ધર્મપર્વ છે. ધર્મપર્વનો સીધો અને સરળ અર્થ તો એટલો જ છે કે જે પર્વમાં ધર્મની સમજણ દ્વારા, હોઈએ તે કરતાં કાંઈક સારી અને ચઢિયાતી ભૂમિકા પ્રાપ્ત કરવી. આ દૃષ્ટિએ વિચાર કરીએ અને પૂર્વગ્રહોથી મુક્ત થવા જેટલી હિંમત કેળવીએ તો આપણને સમજાયા સિવાય નહિ રહે કે આપણે મોટે ભાગે ધર્મપર્વને વહેમપષ્ટિનું જ પર્વ બનાવી મૂકહ્યું છે. જેનધર્મ કે બીજો કોઈપણ સાચો ધર્મ હોય તો તેને વહેમો સાથે કશી જ લેવા-દેવા હોઈ શકે નહિ. જેટલે અંશે વહેમની પુષ્ટિ કે વહેમોનું રાજ્ય તેટલે અંશે સાચા ધર્મનો અભાવ – આ વસ્તુ વિવેકી વાચકને સમજાવવાની ભાગ્યે જ જરૂર છે. | નાનામોટા બધા જ વહેમોનું મૂળ અજ્ઞાન કે અવિદ્યામાં જ રહેલું છે, પણ અજ્ઞાન અને અવિદ્યાની ગુફા એટલી બધી મોટી તેમજ અંધકારમય છે કે સરળતાથી તેનું સ્વરૂપ સર્વસાધારણને ગમ્ય થઈ શકતું નથી. તેમ છતાં એ અજ્ઞાન જ્યારે વહેમોની સૃષ્ટિ ખડી કરે છે ત્યારે તે સીધી રીતે તેવી સૃષ્ટિ ન સરજતાં બીજી ગમ્ય થઈ શકે એવી વૃત્તિઓ દ્વારા જ સર્જે છે. એવી વૃત્તિઓમાં બે વૃત્તિઓ મુખ્ય છે : એક લોભ અને બીજો ભય. લાલચ અને ડર બને અજ્ઞાનનાં જ પરિણામો છે. ઘણાં વહેમો લાલચમૂલક છે તો બીજાં ભયમૂલક છે. અજ્ઞાનનું આવરણ ગયું ન હોય કે નબળું પડ્યું ન હોય તો તે, ન કળાય એવી રીતે ધર્મના ક્ષેત્રમાં પણ લાલચ અને ભયનાં તત્ત્વોને જન્મ આપે જ છે તેમજ તેની પુષ્ટિ પણ કરે છે. એટલું જ નહિ, પણ વધારામાં તે માણસનાં વિચારનેત્રો ઉપર એવો ગાઢ પડદો નાખે છે કે માણસ પોતે વહેમોનો ભોગ બનવા છતાં તેનાં કારણ લાલચ અને ભયને જોઈ શકતો નથી અને ઊલટું વહેમોને જ ધર્મ માની તેનાં કારણ લોભ અને ભયને પોષે જાય છે. અજ્ઞાનની ખૂબી જ એ છે કે પોતાના વિરોધી સમ્યજ્ઞાનનું સાચું સ્વરૂપ તો સમજવા ન જ દે, પણ પોતાનું સાચું સ્વરૂપ સમજતાં માણસને રોકે છે. આવી સ્થિતિ હોવાથી પજુસણ જેવું ધર્મપર્વ, કે જે ખરી રીતે વહેમમુક્તિનું જ પર્વ બનવું જોઈએ, તે વહેમોની પુષ્ટિનું પર્વ બની રહ્યું છે અને પજુસણ પર્વની આરાધનાની આડમાં લોકો વધારે ને વધારે વહેમીલા અને વેવલા બનતા જાય છે; Page #138 -------------------------------------------------------------------------- ________________ વહેમમુક્તિ • ૧૨૯ સમાજની ભૂમિકા ધર્મપર્વને નિમિત્તે શુદ્ધ તેમજ દૃઢ થવાને બદલે અશુદ્ધ અને નિર્બળ પડતી જાય છે. તેથી આ વિશે અહીં થોડો ઊહાપોહ કરવો યોગ્ય ધારું છું. પજુસણમાં બીજી ગમે તે ધર્મપ્રવૃત્તિ ચાલતી હોય, છતાં એમાં ભગવાન મહાવીરના જીવનનું વાચન-શ્રવણ મુખ્ય ભાગ ભજવે છે. હજારો વર્ષ થયાં આ પ્રથા પ્રચલિત છે. સારા સારા વિદ્વાન કહી શકાય એવા સાધુઓ, યતિઓ અને પંડિતો પણ એ વાંચતા અને સંભળાવતા આવ્યા છે. સમજદાર કહી શકાય એવા શ્રાવકો એને સાંભળતા આવ્યા છે. ભગવાનના જીવનનું વાચન-શ્રવણ એટલે ધર્મપર્વની આરાધના અને ધર્મપર્વની આરાધના એટલે વહેમોથી મુક્તિ મેળવવી તે. હવે આપણે જોઈએ કે ભગવાનની જીવનકથાના વાચન-શ્રવણના ધર્મદિવસોમાં આપણે વહેમોથી છૂટીએ છીએ કે વધારે અને વધારે વહેમોથી જકડાતા જઈએ છીએ. જો છૂટતા હોઈએ તો તો પ્રશ્ન જ નથી, પણ જો જકડાતા જતા હોઈએ તો નિઃસ્વાર્થ અને નિર્ભય એવા વિચારકવર્ગે લોકો સામે લાલબત્તી ધરવી જરૂરી થઈ પડે છે. જન્મ-પ્રસંગ લો. ભગવાનનો જન્મ થયો ને લાખો દેવ-દેવીઓ આવ્યાં. દિકકુમારીઓ શિશુને મેરુ ઉપર લઈ ગઈ અને મેરુનું કંપન પણ થયું. આ વર્ણનમાં કેટલું સ્વાભાવિક છે અને કેટલું હજાર પ્રયત્ન પણ સમજી શકાય તેવું નથી એનો વિચાર કોઈ વાચક કે શ્રોતા કરતો જ નથી. ઊલટું કહેવામાં એમ આવે છે કે એ તો મહાપુરુષોનાં જીવન છે, આપણાં સાધારણ જીવન નથી. જે સાંભળતા હોઈએ તેમાં માત્ર શ્રદ્ધા જ કરવી જોઈએ. શ્રદ્ધાના આ તત્ત્વ સાચી સમજની ઇચ્છા અને સાચી સમજના પ્રયત્ન ઉપર પડદો નાખ્યો, એટલે શ્રદ્ધા મજબૂત બની. તે એવી મજબૂત બની કે એને માટે હવે આગળ આવતા બધા પ્રસંગો વિશે એને કાંઈ પૂછવા, શોધવા કે સત્યાસત્યનો વિવેક કરવા જેવું રહ્યું જ નથી. આમલકી ક્રીડા જેવી મનુષ્યજીવન સુલભ બાળક્રીડાઓ આવી. ભગવાન સાથે માત્ર માનવબાળકો રમે તો ભગવાન શાના? રમતમાં દેવની વિકુર્વિત ગગનચુંબી કાયાને ભગવાન દબાવી ન શકે તો રામ અને કૃષ્ણ કરતાં ચડે કેવી રીતે ? એટલે લોકો પોતાના ભગવાનને બીજા ભગવાનો કરતાં વધારે ચડિયાતા માનવા-મનાવવાની ધૂનમાં એ વિચારવું જ ભૂલી ગયા કે મૂળે રમતમાં દેવ આવ્યાની વાત માનવા જેવી છે કે નહિ ? ભગવાન પોતે તો દેવોની મદદ વિના જ આગળ વધ્યા, પણ એમનું જીવન એવું લખાતું ગયું કે તે દેવોની મદદ વિના આગળ ચાલી શકે જ નહિ. એટલે સંગમ આવ્યો. કોઈ એ વિચાર નથી કરતું કે પહેલાં તો દેવને મહાવીરની સાધના વચ્ચે આવવાનું કોઈ કારણ જ નથી. પુરાણોમાં વિશ્વામિત્ર જેવા ઋષિઓની તપસ્યામાં ઈન્દ્ર મેનકાને મોકલી વિધ્ધ કરી શકે, પણ સ્વાભાવિક મનુષ્ય જીવનનો વિચાર કરનાર આગમ-ધર્મમાં એવી કલ્પનાને સ્થાન હોઈ શકે નહિ. સંગમ કોઈ હશે તોય તે સ્વેચ્છ પ્રકૃતિનો માણસ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ • જૈન ધર્મ અને દર્શન હશે, અને તેણે ભગવાનને પરીષહો આપ્યા હોય તોય તે અમુક મર્યાદામાં જ આપ્યા હોવા જોઈએ, પણ જાણી જોઈને આપણે વિચારશક્તિ એટલી બધી કુંઠિત કરી નાખી છે કે એ વિશે વિચાર કરતાં પણ ધૂજીએ છીએ. દેવોની દરમ્યાનગીરી દ્વારા અસંભવ ઘટનાઓ પણ સંભવિત બનાવવાનો સહેલો કીમિયો હાથમાં આવ્યો. પછી તો પૂછવું જ શું? ભગવાને જન્મ તો લીધો દેવાનંદાની કુક્ષિમાં, પણ અવતય ત્રિશલાને પેટે. આ બનાવને જૈનેતરો જ નહિ પણ જેનો સુધ્ધાં હસી કાઢે એવી સ્થિતિ દેખાતાં દેવની દરમિયાનગીરી મદદે આવી અને સમાધાન થઈ ગયું કે ગર્ભપહરણ તો દેવે કર્યું. દેવની શક્તિ કાંઈ જેવી તેવી છે ? એ તો ધારે તે કરે. આપણું ગજું નહિ કે એને આપણે સમજી શકીએ ! શ્રદ્ધા બંધાઈ, મજબૂત બની અને એ વિશે નવું જાણવાનું દ્વાર એણે બંધ કર્યું. આ પ્રસંગને જૈનેતરો તો બનાવટી લેખતા જ, પણ આ વિષમ કળિયુગમાં જેનો પણ એવા પાકવા લાગ્યા કે તેઓ એ ઘટનાનું રહસ્ય પૂછવા લાગ્યા. જો તેઓ દેવનું અસ્તિત્વ અને દરમિયાનગીરી ન સ્વીકારે તો તેમણે જૈન સમાજ જ છોડી દેવો ત્યાં લગી શ્રદ્ધાળુ વિચારણા આગળ વધી. પણ આકાશ ફાટ્યું ત્યાં થીગડાં કેમ દેવાય ? ધર્મપર્વમાં તો ખુલ્લે દિલે અને મુક્ત મને વિચારણા કરવાનો માર્ગ ખૂલવો જઈતો હતો; નહિ સમજાયેલાં અને નહિ સમજાતાં રહસ્યોના ખુલાસાઓ શોધવા જોઈતા હતા; પરંપરાગત પૌરાણિક કલ્પનાઓની પાછળનું ઐતિહાસિક તથ્ય શોધાવું જોઈતું હતું. તેને બદલે જ્યાં દેખો ત્યાં આઠે દિવસ હજારો લોકોની માનસિક એરણ ઉપર વહેમો અને અંધશ્રદ્ધાનાં એવા ઘાટ વ્યાખ્યાનોના હથોડાથી ઘડાયે જ જાય છે કે ત્યાગીઓ તેમજ ગૃહસ્થો એ વિચાર સુધ્ધાં નથી કરતા કે સાંભળનારી આ નવી પેઢી તેમની કેટલીક સાચી વાતને પણ ખોટી સાથે આગળ જતાં ફેંકી દેશે ! ભગવાન દેવાનંદાને જ પેટે અવતર્યા હોત તો શું બગડી જાત? ગર્ભમાં આવવાથી જો ભગવાનનું જીવન વિકૃત ન થયું તો અવતરવાથી શી રીતે વિકૃતિ થાય? યશોદાને પરણ્યા છતાં તેનો રાગ સર્વથા છોડી શકનાર મહાવીર દેવાનંદાને પેટે અવતરવાથી કેવી રીતે વીતરાગ થતા અટકત? શુદ્ધ બ્રાહ્મણીને પેટે અવતરનાર ઈન્દ્રભૂતિ આદિ ગણધરોને કેવળજ્ઞાન અને વીતરાગત્વ પ્રગટતાં તેમની માતાનું જે બ્રાહ્મણીત્વ આડે ન આવ્યું તે ભગવાનના વીતરાગત્વમાં આડે શા માટે આવત? ક્ષત્રિયાણીમાં એવો શો ગુણ હોય છે કે તે વીતરાગત્વ પ્રગટવામાં આડે ન આવે ? ક્ષત્રિયત્ન અને બ્રાહ્મણત્વ તાત્ત્વિક રીતે શેમાં સમાયેલ છે અને તેમાં કોણ ઊંચુંનીચું છે અને તે શા કારણે આ અને આના જેવા સેંકડો પ્રશ્નો ઊભા થાય છે, પણ એ પ્રશનો કરે કોણ ? કરે તો સાંભળે કોણ ? અને સાંભળે તો એનો બુદ્ધિગમ્ય ખુલાસો કરે કોણ? આ સ્થિતિ ખરેખર Page #140 -------------------------------------------------------------------------- ________________ વહેમમુક્તિ • ૧૩૧ જૈન સમાજના ગૌરવને હીણપત લગાડે તેવી છે. તે વહેમોથી મુક્તિ આપવાને બદલે એમાં જ સંડોવે છે. ઈતિહાસની પ્રતિષ્ઠાનો પવન ફૂંકાયો છે. આગળ પડતા જૈનો કહે છે કે ભગવાનનું જીવન ઐતિહાસિક દૃષ્ટિએ લખાવું જોઈએ, જેથી સૌ બુદ્ધિગમ્ય કરી શકે. પ્રશ્ન એ છે કે ઇતિહાસમાં દેવોને સ્થાન છે ? અને સ્થાન ન હોય તો દેવકૃત ઘટનાઓ વિશે કાંઈ માનવીય ખુલાસો આવશ્યક છે કે નહિ? જો આવશ્યક હોય તો જૂના વહેમમાંથી મુક્તિ મેળવ્યે જ છૂટકો છે અને આવશ્યક ન હોય તો ઐતિહાસિક જીવન લખવા-લખાવવાના મનોરથોથી મુક્તિ મેળવ્યે જ છૂટકો છે; ત્રીજો રસ્તો નથી. કેટલાક લેખકો ઐતિહાસિક હોવા છતાં આવા વહેમો વિશે ઘટતો ખુલાસો કે મુક્ત વિચારણા કરી નથી શકતા. તેનું એક કારણ એ છે કે તેમના દિલમાં ઊંડે ઊંડે વહેમોની લોકશ્રદ્ધા સામે થવાનું બળ નથી. જો ધર્મપર્વ સાચી રીતે ઊજવવું હોય તો વહેમોથી મુક્ત થવાની વૃત્તિ કેળવવી જ પડશે. આ તો વિચારગત વહેમો થયા. કેટલાક આચારગત વહેમો પણ છે, અને તે વધારે ઊંડાં મૂળ ઘાલી લોકમાનસમાં પડ્યા છે. પજુસણ આવ્યાં, સ્વપ્નાં ઊતર્યા, ભગવાનનું પારણું બંધાયું. લોકો પારણું ઘરે લઈ જાય. શા માટે ? અસંતતિયાને સંતતિ થાય તે માટે બોલીમાં વધારે રૂપિયા આવ્યા તે, બજારમાં ભાવ ચડાવી માલ ખરીદી લેવાની પેઠે, શાસનના અધિષ્ઠાયક કોઈ દેવ પાસેથી કે ભગવાન પાસેથી કે કર્મવાદ પાસેથી છોકરું મેળવવા. આ કેવો વહેમ ? અને આ વહેમને પોષનાર કોઈ સાધારણ માણસ નહિ, પણ એ તો સૂરિઓ અને સૂરિસમ્રાટો જેવા ! હવે જ્યાં કુમળી વયની છોકરીઓના માનસ ઉપર એવો સંસ્કાર પડતો હોય કે છેવટે સંતતિ મેળવવાનું સાધન વધારે બોલી બોલી પારણું બંધાવવામાં છે, ત્યાં એ છોકરી સંયમ દ્વારા આરોગ્ય અને ગર્ભાશયની સુરક્ષા કેવી રીતે કરી શકશે? પારણું ઘેર બાંધ્યા છતાં બાળક ન થયું તો અધિષ્ઠાયકનો દોષ, ભગવાનનો દોષ, પૂર્વકૃત કર્મનો દોષ કે ગુરુઓએ પોષેલ વહેમોને કારણે બંધાયેલ ખોટી આશાઓનો દોષ? આ બધું જો વિચારણીય ન હોય તો પજુસણ પર્વનો કાંઈ અર્થ નથી. એ ધર્મપર્વ મટી વહેમપર્વ બને છે અને પોતાનો વહેમમુક્તિનો પ્રાણ ગુમાવી બેસે છે. - જૈન પર્યુષણાંક, શ્રાવણ ૨૦૦૨ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૮. આપણે ક્યાં છીએ ? પજુસણ પર્વ આવે છે ત્યારે આવતી જાનની પેઠે એની રાહ જોવાય છે અને એ પર્વ પૂરું થઈ જાય છે ત્યારે તેનો રસ વાસી થઈ જાય છે, એ આપણા રોજના અનુભવની વાત છે. છાપાંની, તેમાં લખનારની અને તેને વાંચનારની પણ લગભગ આ જ સ્થિતિ છે. આનું કારણ વિચારતાં મને એમ લાગે છે કે આપણે જે કાંઈ વિચારીએ છીએ અને તેમાં જે સર્વસંમતિએ માન્ય કરવા જેવું હોય છે તેને પણ અમલમાં મૂકતા નથી, માત્ર નિષ્ક્રિયતાને જ સેવતા રહીએ છીએ, અને તેમાં જ પજુસણપર્વની ઇતિશ્રી અને પારણા બંને માની લઈએ છીએ, એ છે. મથાળામાં સૂચિત પ્રશ્રનો ટૂંકમાં ઉત્તર તો એ જ છે કે આપણે જ્યાં હતા ત્યાં જ છીએ. પણ ઉત્તર ગમે તે હોય, છતાં આ સ્થિતિ નભાવવા જેવી તો નથી જ. એમાં પરિવર્તન કરવું હોય તો આપણે પજુસણપર્વ નિમિત્તે એ વિશે વિચાર પણ કરવો ઘટે છે. પ્રત્યેક સમજદાર જેન પજુસણ પર્વમાં એક અથવા બીજી રીતે કાંઈ ને કાંઈ આત્મનિરીક્ષણ તો કરે જ છે, પણ તે નિરીક્ષણ મોટેભાગે વ્યક્તિગત જ હોય છે. તેના આઘાત-પ્રત્યાઘાતો પણ વ્યક્તિગત જ રહે છે, અને આત્મનિરીક્ષણને પરિણામે જીવનમાં જોઈતું પરિવર્તન કરી શકે એવા તો ગણ્યાગાંઠ્યા વિરલા જ હોય છે. એટલે આવું વ્યક્તિગત આત્મનિરીક્ષણ નિંદામિ ગરિરામિથી આગળ વધતું નથી. જે વાતની ભારોભાર નિંદા કે ગહ કરી હોય તેનો જ પ્રવાહ તેટલા વેગથી, અને ઘણી વાર તો બમણા વેગથી, પાછો શરૂ થાય છે. નિંદેલી કે ગહેલી બાબત “વોસિરામિ સુધી પહોંચતી જ નથી. પરિણામે ટાળવાના દોષો અને નિવારવાની ત્રુટિઓ જેમની તેમ કાયમ રહેવાથી જીવનમાં સગુણોનું વિધાયક બળ પ્રતિષ્ઠા પામતું જ નથી; અને સુપર્વનું ધર્મચક્ર ઘાણીની પેઠે સદા ગતિશીલ રહેવા છતાં તેમાંથી કોઈ પ્રગતિ સિદ્ધ થતી નથી. એટલે એવા આત્મનિરીક્ષણ વિશે આ સ્થળે જ લખતાં હું સામાજિક દૃષ્ટિએ એ વિશે લખવા ઇચ્છું છું. સામાજિક બળ એ જ મુખ્ય બળ છે. જેવું સમાજનું વાતાવરણ તેવો જ તેની વ્યક્તિ ઉપર પ્રતિભાવ પડે છે. સામાજિક દૃષ્ટિએ વિચાર કરીએ એટલે પ્રત્યેક વ્યક્તિનો વિચાર એમાં આવી જ જાય છે. જૈન સમાજનું ધર્મની દૃષ્ટિએ પ્રથમ અંગ છે સાધુસંસ્થા. Page #142 -------------------------------------------------------------------------- ________________ આપણે કયાં છીએ? • ૧૩૩ આ વિશે વિચાર કરનાર અને ચાલુ સ્થિતિ નિહાળનાર કોઈપણ એમ નહિ માનતો હોય કે આજની સાધુસંસ્થા જે કરે છે તેમાં કાંઈ જવાબદારીનું તત્ત્વ રહેલું છે. જેટલા સાધુ એટલા જ ગુરુ અને તેટલા જ વાડા. એમની વચ્ચે કોઈ કાર્યસાધક જીવનદાયી સુમેળ નથી. એટલું જ નહિ, પણ ઘણી વાર તો બે આચાર્યો કે બે ગુરુ-શિષ્યોના નિષ્માણ ઝઘડા પાછળ વધારેમાં વધારે સામાજિક બળ ખર્ચાઈ જાય છે અને માત્ર નવા યુગનો જ જૈન નહિ પણ શ્રદ્ધાળુ ગણાતો જુનવાણી જૈન પણ ઊંડે ઊંડે મૂંગે મોઢે પ્રથમ પોતાના માનીતા રહ્યા હોય એવા સાધુ કે ગુરુ પ્રત્યે અશ્રદ્ધા સેવતો હોય છે. પર્વતિથિનો વિવાદ જાણીતો છે. હજી તો એના પૂર્વયુદ્ધનો વિરામ આવ્યો નથી - એ વિરામ કોર્ટ આણે કે અધિષ્ઠાયક દેવ આણે એ અજ્ઞાત છે – ત્યાં તો આવતા વર્ષમાં આવનાર પર્વતિથિના પ્રશ્નને અત્યારથી જ ચોળવામાં આવ્યો છે. ખરી રીતે પર્વતિથિની તાણખેંચ એ શ્વેતાંબર સમાજમાં દાખલ થયેલ પાકિસ્તાન – હિંદુસ્તાનની તાણખેંચ છે. ફેર એટલો જ છે કે પર્વતિથિના વિવાદના બંને પક્ષકારો કાયદે આઝમની મનોદશા સેવે છે. જો આ સ્થિતિ હોય તો એક નહિ હજાર પજુસણ પર્વો આવે કે જાય છતાંય સમાજમાં બુદ્ધિપૂર્વક શો ફેર પડવાનો? એટલે જ્યાં હતા ત્યાં જ રહેવાના. પર્વતિથિના વિવાદનું તો મેં એક જાણીતું ઉદાહરણ માત્ર આપ્યું છે. બીજી એવી ઘણી બાબતો ગણાવી શકાય. સસ્તા અને સોંઘારતના યુગમાં સાધુઓ વાસ્તે ગમે તેટલો ખર્ચ થતો તે સમાજને પાલવતો; ચોમાસામાં એવો ખર્ચ લોકો હોંશથી કરતા. આજે સ્થિતિ સાવ બદલાઈ છે. સમાજનો મોટો ભાગ પોતાનાં બાળબચ્ચાં અને કુટુંબને જોઈતું પોષણ આપી નથી શકતો. આમ છતાં મોટા મોટા પ્રતિષ્ઠિત ગણાતા સાધુઓનો ખર્ચ ચોમાસામાં અને શેષ કાળમાં એકસરખો જ ચાલુ છે. ઘણી વાર વર્તમાન ફુગાવા સાથે એમના ખર્ચનો ફુગાવો દેખાય છે. શું આમાં સમાજ પ્રત્યેની કોઈ જવાબદારીનું તત્ત્વ છે? શું આને લીધે લોકોમાં સાધુસંસ્થા પ્રત્યે અણગમાનાં બીજો નથી વવાતાં? જો આમ છે તો ગમે તેટલાં સુપ આવે કે જાય, તેથી સમાજની ભૂમિકામાં શો ફેર પડવાનો? તીર્થ અને મંદિરનો પ્રશ્ન સામૂહિક છે. જેનો ચોક્કસપણે એમ માને છે કે તેમનાં મંદિરોમાં હોય છે તેવી ચોખ્ખાઈ અન્યત્ર નથી હોતી. પણ શું કોઈ જૈન એમ કહી શકશે કે મંદિરની આસપાસ અને તીર્થભૂમિમાં અગર ત્યાં આવેલ વાસસ્થાનોમાં એ ચોખ્ખાઈનો એક પણ અંશ છે ? મંદિરો અને ઉપાશ્રયમાં જે ચોખ્ખાઈ હોય છે તે કરતાં અનેકગણી ગંદકી તેની આસપાસ હોય છે, એ હકીકત દીવા જેવી છે. અશુચિત્વની ભાવના મૂળે શૌચાભિમાન દૂર કરવા અગર ચોખ્ખાઈનો રાગ નિવારવા માટે યોજાયેલી, પણ તેના સ્થાનમાં જૈનોએ અશુચિનું પોષણ એટલું બધું કર્યું છે કે તે જોઈ કોઈને પણ તેના પ્રત્યે અણગમો કે દ્વેષ આવ્યા વિના રહે નહિ. રાગ નિવારવા જતાં દ્વેષનું તત્ત્વ પોષાયું અને સમાજે આરોગ્ય તેમજ પ્રતિષ્ઠા ગુમાવ્યાં. શું આ પ્રશ્ન . Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ • જૈન ધર્મ અને દર્શન સાંવત્સરિક આત્મનિરીક્ષણમાં સ્થાન નથી પામતો ? જો હા, તો આ વાતે કોણ વિચાર કરશે ? સાધુઓ કે વહીવટકર્તાઓ કે બંને ? જો એકે પૂર્ણ જવાબદાર ન હોય તો સુપર્વો આવે કે જાય તેથી સમાજનું શું વળવાનું? દેવદ્રવ્યનો ઉદ્દેશ સુંદર છે, એ વિશે તો મતભેદ છે જ નહિ; પણ એ ઉદ્દેશ સાધી શકાય તે કરતાં વધુ પ્રમાણમાં એકઠું થયેલું દેવદ્રવ્ય જ્યાં ત્યાં એક અથવા બીજે રૂપે પડ્યું રહે, તેનો કોઈ સામાજિક હિતમાં ઉપયોગ થઈ જ ન શકે અને છેવટે કાં તો એ સ્થાવર મિલકતરૂપે રહે અને કાં તો જ્યારે ત્યારે જેના તેના હાથે ભરખાઈ જાય – આ સ્થિતિ શું પુનર્વિચારણા નથી માગતી? શું વિદ્વાન ગણાતા અને વિદ્વાન છે એવા ત્યાગીઓનું તેમજ ડાહ્યા ગણાતા વ્યાપારી શ્રાવકોનું માનસ આમાંથી કોઈ ઉકેલ શોધવાની શક્તિ જ નથી ધરાવતું ? જો એમ હોય તો પજુસણ કે સંવત્સરીપર્વ આવે ને જાય એ બધું પથ્થર ઉપર પાણી ઢોળ્યા બરાબર છે. સમાજ તો જ્યાં હતો ત્યાં જ છે, અગર સમયની દૃષ્ટિએ તુલનાત્મક વિચાર કરીએ તો પ્રથમથીયે પાછો પડ્યો છે એમ માનવું જોઈએ. તત્ત્વજ્ઞાન અને ધર્મનું શિક્ષણ આપતી નાનીમોટી અનેક પાઠશાળાઓ છે, કેટલાંક ગુરુકુળો ને બ્રહ્મચર્યાશ્રમો પણ છે, અનેક છાત્રાલયો પણ છે. એમાં ત્યાગીઓ, પંડિત અને અત્યારના સુશિક્ષિત ગણાતા મહાશયોનો પૂરેપૂરી હાથ છે; અને તેમ છતાં તેમાં ધાર્મિક અને તાત્ત્વિક શિક્ષણ લેનારની દશા જોઈએ છીએ ત્યારે એમ માનવાનું મન થઈ જાય છે કે જેટલા પ્રમાણમાં જેણે વધારે ધર્મશિક્ષણ લીધું તે તેટલા પ્રમાણમાં વધારે પાકો મૌલવી કે મુલ્લા. અત્યારે અપાતું ધર્મનું તેમજ તત્ત્વનું જ્ઞાન એને લેનારમાં કોઈ નવો વિચાર પ્રેરdય નથી અને “નમો તિમિલે અંધારામાંથી અજવાળામાં લઈ જા એવી મનોદશાને બદલે “જ્યોતિષો મા તમો સમય એવી મનોદશા સર્જે છે! કોઈપણ સાચો સમજનાર અને નિર્ભય ધર્મતત્ત્વજ્ઞ ઉપર કહેલ એવી સંસ્થાઓનું અને તેમાં શીખતા વિદ્યાર્થીઓનું માનસ જોશે તો તેને જણાયા વિના નહિ રહે કે એમાં વિચારનું નૂર જ નથી. જો આ સ્થિતિ સમાજની હોય તો હજાર-હજાર આત્મનિંદા કે આત્મગહનું મૂલ્ય અજાગલસ્તન કરતાં વધારે લેખાશે ખરું? છેલ્લાં પંચોતેર વર્ષમાં સમાજે યુગના ધક્કાથી મોડે મોડે પણ આનાકાની સાથે શાસ્ત્ર પ્રકાશન શરૂ કર્યું. એમાં ઘણી બાબતોમાં પ્રગતિ પણ થઈ, છતાં આજે એ પ્રકાશન પાછળ સમાજનું જેટલું ધન અને બળ ખર્ચાય છે તે પ્રમાણમાં કાંઈ સુધારો કે નવીનતા થઈ છે કે નહિ એ શું વિચારવા જેવું નથી ? છે તેવાં જ પુસ્તકો ક્ષ સ્થાને મીક્ષા રાખી માત્ર સારા કાગળ ને સારા ટાઈપો અગર સારું બાઇન્ડિંગ કરી છાપવામાં આવે તો શું આ યુગમાં એ પ્રતિષ્ઠા પામશે? શું એના સંપાદક તરીકેના નામ સાથે પંડિતો, , પંન્યાસ, સૂરિ અને સૂરિસમ્રાટોની ઉપાધિઓ માત્રથી એનું મૂલ્ય કે ઉપયોગિતા વધી Page #144 -------------------------------------------------------------------------- ________________ આપણે ક્યાં છીએ ? • ૧૩૫ શકશે? આગમમંદિર જેવી સંસ્થા અને કૃતિઓ પાછળ વર્ષો લગી સમય ગાળનાર, અપાર શક્તિ ખર્ચનાર અને પુષ્કળ ધન ખર્ચનાર વિદ્વાન ધુરંધરો શું એ વિચારે છે કે તેમણે આટલાં લાંબા શાસ્ત્ર–આગમના પરિશીલનને પરિણામે સમાજને વારસામાં કોઈ નવ વિચાર કે નવ દોહન આપ્યું છે કે નહિ ? જો આટલું મોટું શાસ્ત્રીય સમુદ્રમંથન નવ વિચારનું અમૃત પૂરું પાડી ન શકે તો એ મંથન માત્ર દ્રવ્યમંથન છે, એમ કોઈ તટસ્થ કહે તો એને શો જવાબ આપી શકાય ? શું આ સ્થિતિ નભાવવા જેવી છે ? જો હા, તો પજુસણ પર્વના રથને આવવા દો અને જવા દો; આપણે તો જ્યાં ત્યાં રહી એના ધર્મચક્રની ઘૂઘરીઓના મધુર ઝણકાર જ સાંભળવાના. જૈન સમાજના એકેએક ફિરકાના દરેક છાપાને લઈએ. શું કોઈ એવું જૈન સામયિક છે કે જેને નવીન જ્ઞાનપૂર્તિ, નવીન જ્ઞાનવૃદ્ધિ કે નિર્ભય માર્ગદર્શનની દૃષ્ટિએ ખરીદવાનું મન થાય ? સામયિક ચલાવનાર જો નિર્ભય હોય અને બીજાં ક્ષેત્રોમાં કામ કરવાની શક્તિ ધરાવતો હોય તો શું તે જૈન સામયિક ચલાવશે? અને હા, તો તેને શું જૈન સમાજ વધાવી લેશે? પ્રોત્સાહન આપશે ? જો ના, તો જૈન સામયિકો માટે કેવા સંચાલક અને સંપાદક મળવાના? આ રીતે આખું જૈન-સામયિક-તંત્ર લઈ એના ઉપર વિચાર કરીએ છીએ, એની પાછળ ખર્ચાતાં નાણાં, ખર્ચાતી શક્તિ – એ બધાંનો વિચાર કરીએ છીએ તો એમ લાગે છે કે જૈન સામયિકો માત્ર અન્ય સામયિકોની નિપ્રાણ છાયા છે અને ધનિકો તેમજ ત્યાગીઓની કૃપાપ્રસાદી ઉપર જ જીવી રહ્યાં છે. આવી કૃપાપ્રસાદી મેળવવાની અને સાચવી રાખવાની વૃત્તિ હોય ત્યાં ખુશામત અને સાચું કહેવાને સ્થાને ચુપકીદી સિવાય બીજું સંભવતું જ નથી. જે જૈન સામયિક જૈનેતરોમાં પ્રતિષ્ઠા મેળવી ન શકે, એવાં પુનરુક્તિ, ખુશામત અને માત્ર પરલોકપ્રશંસા કરનાર સામયિકો ચાલુ રહેવાનાં હોય અને સમાજને કશી સાચી દોરવણી સ્પષ્ટપણે આપી શકતાં ન હોય તો સાંવત્સરિક ધર્મપર્વ તરીકે અનેક વાર ગાવા છતાં આપણી સ્થિતિમાં શો ફેર પડવાનો? - ઉપરના પ્રશ્નો માત્ર દિગ્દર્શનરૂપ છે. પાંજરાપોળ, અસ્પૃશ્યતાનિવારણ, સાધુઓની કાર્યદિશાનું પરિવર્તન, ઐહિક આવશ્યક પ્રવૃત્તિઓમાં રસ લેવાની ભાવના, સ્વયંસેવક દળ, અખાડાપ્રવૃત્તિ, સ્વબળે સાચવી અને નભાવી શકાય તેટલાં જ મંદિરો અને તીર્થોની વ્યવસ્થાનો પ્રશ્ન વગેરે અનેક મુદ્દાઓ તત્કાળ યોગ્ય વિચારણા અને ઉકેલ માગી રહ્યા છે, પણ એ વિશે વાચક પોતે જ વિચાર કરી લે અને વિચાર કરતો થાય એ ઈષ્ટ છે. આ સ્થળે જે સામાજિક નિરીક્ષણ કર્યું છે તે ક્રિયાપર્યવસાયી બને એ ભાવનાથી જ કરાયેલું છે; પણ એવી ભૂમિકા તૈયાર કઈ રીતે થાય અને એવી તૈયારી કરવાની જવાબદારી કોને શિરે છે, અગર એવી જવાબદારી ઉઠાવવાની જુવાની કોનામાં છે એ પણ પ્રશ્ન છે. આનો ઉત્તર શાણા અને સ્કૂર્તિવાળા યુવકો જ આપે. – જૈન પર્યુષણાંકી, શ્રાવણ ૨૦૦૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૯. વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ દિક્ષા એટલે માત્ર ધર્મદીક્ષા એટલો જ અર્થ નથી. તેના અનેક પ્રકારો છે. શાસ્ત્રદીક્ષા એટલે શાસ્ત્ર ભણવા માટે દીક્ષા લેવી. શત્રદિક્ષા એટલે જૂના વખતમાં ધનુર્વેદની અને વળી બીજે બીજે સમયે બીજાં શસ્ત્રોની તાલીમ મેળવવા દીક્ષા લેવી તે. યજ્ઞદીક્ષા પણ છે અને તેને યજ્ઞ કરનાર યજમાન અને તેની પત્ની સ્વીકારે છે. રાજ્યદીક્ષા પણ છે. ગાદીએ આવનાર ગાદીએ આવ્યાથી માંડી, જ્યાં સુધી રાજ્યસૂત્રો હાથમાં રાખે ત્યાં સુધી તે એ દીક્ષામાં બંધાયેલો છે. વિશેષ શું? વિવાહની પણ દીક્ષા છે. વિવાહનાં ઉમેદવાર વધૂવરને પણ એ દીક્ષા લેવી પડે છે. આ બધી દીક્ષાઓ કાંઈ કલ્પિત કે આધુનિક નથી; એનો બહુ જ જૂનો ઈતિહાસ છે. ભગવાન મહાવીર પહેલાં હજારો વર્ષોથી એ બધી દક્ષાઓ ચાલતી આવી છે, અને હજી પણ એક અથવા બીજા રૂપે ચાલે જ છે. ધર્મદીક્ષા એ બધી દીક્ષાઓથી જુદી છે. દીક્ષા એટલે ભેખ લેવો, સંન્યાસ કે ફકીરી ધારણ કરવી. ભેખ એટલે અમુક ખાસ ઉદ્દેશ માટે કુટુંબ અને સમાજનાં, અને ઘણી વાર તો દેશ સુધ્ધાંનાં, બંધનો પણ ઢીલાં કરવાં પડે છે, અને કોઈ કોઈ વાર છોડવાં પણ પડે છે. સ્વીકારેલ ઉદ્દેશને સાધવામાં જે બંધનો આડે આવતાં હોય તે બંધનોને છોડવાં એ જ ભેખનો અર્થ છે. આજે પણ કેળવણી મેળવવા છોકરાઓને પોતાના કુટુંબકબીલાનાં બંધનો છોડી બોર્ડિંગ, કૉલેજ અને ઘણી વાર પરદેશનાં વિદ્યાલયોનાં બંધનો સ્વીકારવાં પડે છે. ઉદેશની જેટલી મર્યાદા તેટલો જ દીક્ષાનો કાળ. તેથી વિદ્યાદીક્ષા બાર કે પંદર વર્ષ લગી પણ ચાલે અને પછી વિદ્યા સિદ્ધ થયે પાછા ઘેર અવાય, જૂની ઢબે રહેવાય. બીજી દીક્ષાઓના સમયો પણ મુકરર છે. એ રીતે વિવાહદીક્ષાનો અવશેષ એટલો રહ્યો છે કે ફક્ત લગ્નને દિવસે વધૂવર અમુક વ્રત આચરે અને એટલું બંધન સ્વીકારે. આ બધી દીક્ષાઓને સમયની મર્યાદા એટલા માટે છે કે તે દીક્ષાઓનો ઉદ્દેશ અમુક વખતમાં સાધી લેવાની ધારણા પહેલેથી જ રાખવામાં આવેલી હોય છે, પણ ધર્મદીક્ષાની બાબતમાં વસ્તુસ્થિતિ જુદી છે.' Page #146 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ • ૧૩૭ ધર્મદીક્ષાનો ઉદ્દેશ જીવનની શુદ્ધિ છે, અને જીવનની શુદ્ધિ ક્યારે સિદ્ધ થાય અને પૂર્ણ શુદ્ધિ ક્યારે પ્રાપ્ત થાય એ કાંઈ નક્કી નથી. તેથી ધર્મદીક્ષા પરત્વે સમયની મર્યાદા મુકરર નથી. કાળમર્યાદાની બાબતમાં બે વાત જોવાની રહે છે : એક તો ધર્મદીક્ષા ક્યારે એટલે કઈ ઉંમરે લેવી અને બીજી વાત એ છે કે એની પૂર્ણાહુતિ કેટલે વર્ષે થાય? શરૂઆત કરવાની બાબતમાં એક મત નથી. ક્રિશ્ચિયન ધર્મમાં રોમન કેથોલિક સંપ્રદાય નાની ઉંમરનાં – છેક નાની ઉંમરનાં બાળકોને દીક્ષા આપી દેવામાં માનતો અને હજી પણ એમ ક્વચિત્ ક્વચિત્ મનાય છે. ઇસ્લામ ધર્મમાં એટલું જ બંધન છે કે ફકીરીના ઉમેદવાર ઉપર કોઈના નિર્વાહની જવાબદારી ન હોય તો તે ગમે તે ઉંમરે પણ ફકીરી ધારણ કરી શકે છે અને કોઈ વડીલોની કે બીજા તેવાની સેવા કરવાની જવાબદારી હોય તો ગમે તેટલી મોટી ઉંમરે પણ એ જવાબદારીમાંથી છટકી ફકીરી લેવાની છૂટ નથી. આર્યદેશના જીવિત ત્રણ જૂના સંપ્રદાયોમાંથી પહેલાં બ્રાહ્મણ સંપ્રદાયને લઈ આગળ ચાલીએ. એમાં આશ્રમવ્યવસ્થા હોવાથી અહીં ચર્ચાતી ધર્મદીક્ષા, જેને સંન્યાસાશ્રમ કહી શકાય તે, ઢળતી ઉંમરે જ લેવાની પરવાનગી છે. પહેલાં પચીસ વર્ષ બ્રહ્મચર્યાશ્રમમાં જાય, પછીનાં તેટલાં વર્ષ ગૃહસ્થાશ્રમમાં જાય, લગભગ પચાસ વર્ષે વાનપ્રસ્થ થવાનો વખત આવે અને છેક છેલ્લી જિદગીમાં જ તદ્દન પૂર્ણ) સંન્યાસ અથવા તો પરમહંસ પદ લેવાનું વિધાન છે. ચતુરાશ્રમધર્મી બ્રાહ્મણ સંપ્રદાયમાં બાલ્યાવસ્થામાં કે જુવાનીમાં સંન્યાસ નથી લેવાતો કે કોઈએ નથી લીધો અથવા તેવું વિધાન નથી એવું કોઈ ન સમજે; પણ એ સ્થિતિ એ સંપ્રદાયમાં માત્ર અપવાદરૂપ હોઈ સર્વસામાન્ય નથી. સામાન્ય વિધાન તો ઉંમરના છેલ્લા ભાગમાં જ પૂર્ણ સંન્યાસનું છે, જ્યારે અનાશ્રમધર્મી અથવા તો એકાશ્રમધર્મી બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં તેથી ઊલટું છે. એમાં પૂર્ણસંન્યાસ કહો, અથવા બ્રહ્મચર્ય કહો, એ એક જ આશ્રમનો આદર્શ છે અને ગૃહસ્થાશ્રમ કે ત્યાર પછીની વચલી સ્થિતિ એ અપવાદરૂપ છે. તેથી બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં મુખ્ય ભાર સંન્યાસ ઉપર આપવામાં આવે છે, અને બ્રાહ્મણ સંપ્રદાયમાં એ ભાર પહેલાં તો ગૃહસ્થાશ્રમ ઉપર આપવામાં આવે છે, બ્રહ્મચર્યાશ્રમ વિશે ચતુરાશ્રમધર્મી અને એકાશ્રમધર્મી સંપ્રદાયો વચ્ચે કશો ભેદ જ નથી, કારણ કે એ બંને ફાંટાઓ બ્રહ્મચર્ય ઉપર એકસરખો ભાર આપે છે; પણ બંનેનો મતભેદ ગૃહસ્થાશ્રમમાંથી શરૂ થાય છે. એક કહે છે કે બ્રહ્મચર્યાશ્રમમાં ગમે તેટલી તૈયારી કરવામાં આવે છતાં ગૃહસ્થાશ્રમના આઘાત-પ્રત્યાઘાતોમાંથી અને વિવિધ વાસનાઓનાં ભરતીઓટમાંથી પસાર થઈ, ત્યાગની તીવ્ર અભિલાષા આવ્યા બાદ જ સંન્યાસાશ્રમમાં જવું એ સલામતી ભરેલું છે. બીજો કહે છે કે ગૃહસ્થાશ્રમના જાળામાં ફસ્યા એટલે નિચોવાઈ જવાના. તેથી બધી શક્તિઓ તાજી અને જાગતી હોય ત્યારે જ સંન્યાસ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ • જૈન ધર્મ અને દર્શન ફળદ્રુપ નીવડે. માટે બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સીધો સંન્યાસાશ્રમ સ્વીકારવામાં, અથવા તો બ્રહ્મચર્ય અને સંન્યાસ બંને આશ્રમોનું એકીકરણ કરવામાં જ જીવનનો મુખ્ય આદર્શ આવી જાય છે. આ મતભેદ જમાનાજૂનો છે અને એની રસભરી તેમજ તીખી ચર્ચાઓ. પણ શાસ્ત્રોમાં મળે છે. આવી સ્થિતિ છતાં એટલું તો જાણવું જ જોઈએ કે બૌદ્ધ અને જૈન સંપ્રદાયની સામાન્ય જનતા ચતુરાશ્રમધર્મનું નામ આપ્યા સિવાય પણ તે ધર્મને જીવનમાં તો પાળે જ છે. એ જ રીતે બ્રાહ્મણ સંપ્રદાયમાં એકાશ્રમધર્મનો સ્વીકાર ન હોવા છતાં પણ એ ધર્મને સ્વીકારનાર વ્યક્તિઓના દાખલા મળી જ આવે છે. આટલી તો સંન્યાસના પ્રારંભની ઉંમર પરત્વે વાત થઈ. હવે એની પૂર્ણાહુતિ તરફ વળીએ. બ્રાહ્મણસંન્યાસ સ્વીકાર્યા પછી તે જીવનપર્યત ધારણ કરવો જ પડે છે; જીવનના અંત પહેલાં તેનો અંત આવતો નથી. બૌદ્ધ અને જૈન સંન્યાસ નાની ઉંમરમાં પણ સ્વીકારવામાં તો આવે છે, પણ બંને વચ્ચે તફાવત છે. તે તફાવત એ છે કે, બૌદ્ધ વ્યક્તિ સંન્યાસ લેતી વખતે જીવનપર્યંતનો સંન્યાસ લેવા બંધાયેલ નથી. તે અમુક માસનો સંન્યાસ લે, અને તેમાં રસ પડે તો તેની મુદત વધારતો જાય અને કદાચ આજીવન સંન્યાસ પાળવાની પ્રતિજ્ઞા પણ લે. અને જો રસ ન પડે તો સ્વીકારેલી ટૂંક મુદત પૂર્ણ થતાં જ તે પાછો ઘેર ગૃહસ્થાશ્રમમાં આવે. એટલે કે બૌદ્ધસંન્યાસ એ માનસિક સ્થિતિ ઉપર અવલંબિત છે. સંન્યાસ લેનારને એ મારફત સંતોષ લાધે તો તેમાં આજીવન રહે અને એ જીવનના નિયમો સામે ઊભવાની શક્તિ ન હોય તો પાછો ઘેર પણ ફરે; જ્યારે જનસંન્યાસમાં એમ નથી. એમાં તો એકવાર – પછી ભલે પાંચ કે આઠ વર્ષની ઉમરે અથવા તો એંશી વર્ષની ઉંમરે – સંન્યાસ લીધો એટલે તે મરણની છેલ્લી ક્ષણ સુધી નભાવવો જ પડે. ટૂંકમાં જૈનદીક્ષા એ આજીવન દીક્ષા છે. એમાંથી પ્રતિજ્ઞા પ્રમાણે તો જીવતાં સુધીમાં છટકી શકાય જ નહિ. બ્રાહ્મણ સંપ્રદાયમાં બાળ અને તરુણ ઉંમરે પરમહંસનું વિધાન ખાસ ન હોવાથી એમાં સંન્યાસ છોડી પાછા ઘેર ભાગવાના દાખલાઓ વિરલ બને છે; અને જ્યારે એવા દાખલાઓ બને પણ છે ત્યારે એ સંન્યાસ છોડી પાછા ફરનારની પ્રતિષ્ઠા એ સમાજમાં ખાસ નથી હોતી. જૈન સમાજમાં બાલ્ય અને જુવાનીની અવસ્થામાં સુધ્ધાં – વળી ખાસ કરી આ જ અવસ્થાઓમાં – સંન્યાસ આપવાનું કાર્ય પ્રશસ્ત મનાવાથી અને એ કામને વધારે ટેકો અપાવાથી, એકંદર રીતે સંન્યાસ છોડી ઘેર પાછા ફરનારા પ્રમાણમાં વધારે મળી આવે છે. જે દીક્ષા છોડી પાછા ફરેલા હોય છે તેઓનું પાછું સમાજમાં માનપૂર્વક રહેવું અને જીવવું લગભગ મુશ્કેલ થઈ જાય છે. ફરી તે વ્યક્તિ દીક્ષા લે તોપણ એક વાર દીક્ષા છોડ્યાનું શરમિંદું કલંક તેના કપાળે અને ભક્તોની ખાનગી ચર્ચામાં રહી જ જાય છે. સંયમ પાળવાની પોતાની અશક્તિને લીધે અથવા તો બીજા કોઈપણ કારણસર જે માણસ ઘેર પાછો ફરે, અને જે વૈવાહિક જીવન ગાળવા માગે તેને તો Page #148 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ • ૧૩૯ તેમ કરવા માટે દેવની મદદ મેળવવા જેટલી મુશ્કેલી પડે છે. તે ગમે તેટલો નીરોગ અને કમાઉ પણ હોય, છતાં તેને કોઈ કન્યા ન આપે, આપતાં સંકોચાય. વળી એને ધંધોધાપો કરવામાં પણ ખાસ કરીને પ્રતિષ્ઠિત અને તેમાં પણ ખાસ કરીને ધાર્મિક જૈનોમાં જવું અને રહેવું મુશ્કેલ જેવું થઈ જાય છે. દીક્ષા છોડી ગૃહસ્થાશ્રમમાં પ્રામાણિકપણે આવવા ઈચ્છનાર માટે રસ્તો કાંટાવાળો હોવાથી આવા લોકોમાં જેઓ અસાધારણ તેજ અને પ્રતિભાવાળા નથી હોતા તેઓ પોતાની વાસનાઓની તુષ્ટિ માટે અનેક આડા રસ્તા લે છે. કોઈ સાધુવેશમાં જ રહી અનેક જાતની ભૂતાઓ ચલાવે છે અને માનપાન તેમજ ભોજન મેળવે જાય છે; કોઈ વળી એ વેશ છોડી પોતાના ઈષ્ટ પાત્રને લઈ ગમે ત્યાં ગુપચુપ છટકી જાય છે. કોઈ ખુલ્લી રીતે વિધવાલ કરે છે અથવા તો બીજી જ રીતે ક્યાંક લગ્નગાંઠ બાંધે છે. એકંદર રીતે જોતાં દીક્ષા છોડનારની સમાજમાં પ્રતિષ્ઠા ન હોવાથી એવી વ્યક્તિઓની શક્તિ સમાજના કોઈ પણ કામ માટે યોગ્ય રીતે નથી ખર્ચાતી. જો તેવી વ્યક્તિઓ બીજા સમાજમાં દાખલ ન થઈ હોય અને ખૂબ શક્તિસંપન્ન હોય તોય સમાજ તેમનો બુદ્ધિપૂર્વક ફાયદો ઉઠાવી શકતો નથી. બૌદ્ધ સંપ્રદાયમાં એમ છે જ નહિ. એમાં તો માત્ર મોટા રાજાઓ, વૈભવશાળીઓ અને બધા ગૃહસ્થો મોટે ભાગે એક વાર ભિખુ જીવન ગાળીને પણ પાછા દુનિયાદારીમાં પડેલા હોય છે અને તેમનું માનપાન ઊલટું વધેલું હોય છે. તેથી જ તો એ સંપ્રદાયમાં ભિખ્ખપદ છોડી ઘેર આવનાર પોતાના જીવનને માટે અગર તો સમાજને માટે શાપરૂપ નથી નીવડતો; ઊલટું તેની બધી જ શક્તિઓ સમાજના કામમાં આવે છે. દીક્ષાત્યાગ પછીની આ સ્થિતિ આજના વિષય પરત્વે ખાસ ધ્યાનમાં રખાવી જોઈએ. જોકે વિષય જાણીને જ “વિશ્વમાં દીક્ષાનું સ્થાન એ રાખેલો છે, છતાં આજના પ્રસંગ પ્રમાણે તો એની ચર્ચા પરિમિત જ છે. એટલે જૈન ધર્મમાં દીક્ષાનું સ્થાન એ જ આજની ચર્ચાની મુખ્ય નેમ છે. જૈનદીક્ષાનો મુખ્ય ઉદ્દેશ અથવા તો એની અનિવાર્ય શરત એક જ છે અને તે જીવનશુદ્ધિની. જીવન શુદ્ધ કરવું એટલે જીવન શું છે, તેનો સમાજ અને વિશ્વ સાથે શો સંબંધ છે તે વિચારવું, અને એ વિચાર કર્યા પછી જે જે વાસનાઓ અને મળો તેમજ સંકુચિતતાઓ પોતાને જણાઈ હોય તે બધાંને જીવનમાંથી કાઢી નાખવી અથવા તો એ કાઢી નાખવાનો પ્રયત્ન સેવવો. જૈનદીક્ષા લેનાર સમાજ, લોક કે દેશના કોઈપણ કામને કાં ન કરે? વ્યાવહારિક કે પારમાર્થિક મનાતા કોઈપણ કામને કાં ન કરે ? છતાં એટલી એની શરત અનિવાર્ય રીતે રહેલી જ છે કે તેણે જીવનશુદ્ધિનું જ મુખ્ય લક્ષ રાખવું અને જીવનશુદ્ધિને હાથમાં રાખીને જ પ્રવૃત્તિ કરવી. દિક્ષાનો વિચાર કરતી વખતે જો એના આ મૂળ ઉદ્દેશને ધ્યાનમાં રાખીએ તો આગળની ચર્ચામાં બહુ જ સરળતા થશે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ • જૈન ધર્મ અને દર્શન એક જમાનો એવો હતો કે જ્યારે જાતિપરત્વે જૈનોમાં દીક્ષાની તકરાર હતી, અને તે તકરાર કાંઈ જેવીતેવી નહિ પણ ભારેમાં ભારે હતી. એના બંને પક્ષકારો સામસામા મહાભારતના કૌરવ-પાંડવ સૈનિકોની પેઠે ભૂતબદ્ધ ગોઠવાયા હતા. એની પાછળ સેંકડો પંડિતો અને ત્યાગી વિદ્વાનો રોકાતા, શક્તિ ખર્ચતા અને પોતપોતાના પક્ષની સત્યતા સ્થાપવા ખાતર રાજસભામાં જતા અને રાજ્યાશ્રય તેમજ તેવો બીજો આશ્રય, બીજી કોઈ રીતે નહિ તો, છેવટે મંત્ર, યંત્ર, તંત્ર, વશીકરણ, જ્યોતિષ અને વૈદકની ભ્રમણા દ્વારા પણ, મેળવતા. વળી સ્ત્રી દીક્ષા ન જ લઈ શકે અને એ પુરુષની પેઠે જ સંપૂર્ણપણે લઈ શકે એટલો જ દીક્ષાપરત્વે આ ઝઘડો ન હતો, પણ બીજા અનેક ઝઘડા હતા. દીક્ષિત વ્યક્તિ મોરપીંછ રાખે, ગૃધ્રપીંછ રાખે, બલાકપીંછ રાખે કે ઊનનું તેવું કાંઈ સાધન રાખે; વળી દીક્ષિત વ્યક્તિ કપડાં ન પહેરે અગર પહેરે, અને પહેરે તો ધોળાં પહેરે કે પીળાં; વળી એ કપડાં કદી ધૂવે જ નહિ કે ધૂવે પણ ખરાં, વળી એ કપડાં કેટલાં અને કેવડાં રાખે – આ વિશે પણ મતભેદો હતા, તકરારો હતી, પક્ષાપક્ષી હતી અને વિદ્વાનો પોતપોતાનો પક્ષ સ્થાપવા શાસ્ત્રાર્થો કરતા અને ગ્રંથો લખતા. ત્યારે છાપાં તો ન હતાં, પણ તાડપત્રો અને કાગળો ઉપર લખાતું ખૂબ. ફક્ત એ તકરારોનાં શાસ્ત્રો જુદાં તારવીએ તો એક મોટો ઢગલો થાય. આજે કૉલેજોમાં અને ખાનગી વિદ્યાલયોમાં એ ગ્રંથો શીખવવામાં આવે છે, પણ એ શીખનારને એમાં ભૂતકાળમાં તર્કો અને દલીલોનાં મડદાં ચીરવામાં વિશેષ રસ નથી આવતો, તેઓ જો તર્કરસિક અને ભાષાલાલિત્યના રસિક હોય તો પોતપોતાના વડવાઓની પ્રશંસા કરી ફુલાઈ જાય છે, અને જો ઇતિહાસરસિક હોય તો ભૂતકાળના પોતાના પૂર્વજોએ આવી આવી મુદ્ર બાબતોમાં ખર્ચેલ અસાધારણ બુદ્ધિ અને કીમતી જીવનનું સ્મરણ કરી ભૂતકાળની પામરતા ઉપર માત્ર હસે છે. પણ પોથા ઉપર ચડેલા અને સંસ્કૃત–પ્રાકૃત ભાષાનો વેશ પહેરેલા તેમજ શાસ્ત્રનું સુંદર નામ ધારણ કરેલા આ ક્ષુદ્ર કલહોને નિઃસાર જોનાર આજનો તરુણવર્ગ અથવા તો કેટલોક બૂઢો વર્ગ વળી દીક્ષાની એક બીજી મોહનીમાં પડ્યો છે. એ મોહની એટલે ઉંમરની અને સંમતિપૂર્વક દીક્ષા લેવા ન લેવાની. અત્યારનાં છાપાંઓને અને તેના વાંચનારાઓને ભૂતકાળના દીક્ષાપરત્વે સ્ત્રીનો અધિકાર હોવા ન હોવાના, અમુક ચિલ રાખવા ન રાખવાના જૂના ઝઘડાઓ નીરસ લાગે છે ખરા, પણ એમની પરાપૂર્વથી ઝઘડા માટે ટેવાયેલી ધૂળ વૃત્તિ પાછી નવો ઝઘડો માગી જ લે છે. તેથી જ તો આ ઉંમર પરત્વેનો અને સંમતિ પરત્વેનો મઝેદાર ઝઘડો ઊભો થયો છે અને તે વિકસે જ જાય છે. માત્ર છાપાંઓમાં આ ઝઘડો મર્યાદિત ન રહેતાં રાજદરબારે સુધ્ધાં પહોંચ્યો છે. જૂના વખતમાં રાજદરબાર માત્ર બંને પક્ષોને ચર્ચા કરવાનું સ્થાન હતું, અને હારજીતનો નિકાલ વાદીની કુશળતા ઉપરથી આવી જતો; પણ આજનો રાજદરબાર Page #150 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દિક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ ૦ ૧૪૧ જુદો છે. એમાં તમે ચડો એટલે બંને પક્ષકારોની બુદ્ધિની વાત જ નથી રહેતી. પક્ષની સત્યતા અથવા પક્ષકાર વાદીની બુદ્ધિમત્તા પૈસાની કોથળી આડે દબાઈ જાય છે. એટલે જે વધારે નાણાં ખર્ચે તે જીત ખરીદી શકે. રાજતંત્રનો આ વ્યક્તિ સ્વતંત્રતા વિષયક ગુણ ભલે બુદ્ધિમાનો અને રાજ્યકર્તાઓ માટે લાભદાયક હો, પણ જૈન સમાજ જેવા બુદ્ધ અને ગુલામ સમાજ માટે તો એ ગુણ નાશકારક જ નીવડતો જાય છે. અત્યારે બે પક્ષી છે. બંને દીક્ષામાં તો માને જ છે. દીક્ષાનું સ્વરૂપ અને દીક્ષાના નિયમો વિશે બંનેમાં કોઈ ખાસ મતભેદ નથી. બંનેનો મતભેદ દીક્ષાની શરૂઆત પરત્વે છે. એક કહે છે કે ભલેને આઠ કે નવ વર્ષનું બાળક હોય તે પણ જીવનપર્વતની જેમ દિક્ષા લઈ શકે, અને એવાં બાળકો ઉમેદવાર મળી આવે તો ગમે તે રીતે તેઓને દીક્ષા આપવી એ યોગ્ય છે. તેમજ તે કહે છે કે સોળ કે અઢાર વર્ષે પહોંચેલો તરણ કોઈની પરવાનગી લીધા સિવાય, માબાપ કે પતિપત્નીને પૂછ્યા સિવાય, તેમની હા સિવાય પણ દીક્ષા લઈ શકે અને તેવા તરુણો મળી આવે તો દીક્ષા આપવી જ જોઈએ. ઘણીવાર તો આ પક્ષ બાળ ઉમેદવારો ન હોય તો તેવા ઉમેદવારોને કૃત્રિમ રીતે ઊભા કરી તેમને શિરે ધર્મમુકુટ પહેરાવવાનો પ્રયત્ન કરે છે. બીજો પક્ષ કહે છે કે બાળકને તો દીક્ષા ન જ આપવી જોઈએ. અને તરુણને દીક્ષા આપવી હોય તો એના વાલી-વારસદારો અને ખાસ લાગતા વળગતા તેમજ સ્થાનિક સંઘની પરવાનગી સિવાય તે આપવી યોગ્ય નથી. બંને પક્ષકારોની પોતપોતાની દલીલો છે, અને ઘણીવાર એ મોહક પણ કેટલાકને લાગે છે. પહેલો પક્ષ, બાળ અને તરુણવયમાં દીક્ષિત થઈ સમાજમાં પ્રતિષ્ઠિત થઈ ગયેલ, અને કાંઈક સારું કામ કરી નામના કાઢી ગયેલ હોય એવી કેટલીક જૂની સાધુવ્યક્તિઓનાં નામો પોતાના પક્ષની પુષ્ટિમાં ટાંકે છે. બીજો પક્ષ કાચી ઉંમરે અથવા અસંમતિથી અપાયેલ દીક્ષાનાં માઠાં પરિણામો પોતાના પક્ષની પુષ્ટિમાં ટાંકે છે, અને તદ્દન ભ્રષ્ટ થયેલ કે શિથિલ થયેલ વ્યક્તિઓનાં નામો પણ કોઈક વાર સૂચવે છે. પણ એ બંનેમાંથી એકે પક્ષ જોઈએ તેવી સાચી અને પૂરી યાદી તૈયાર કરી લોકો સામે નથી મૂકતો. બંને પક્ષકારો ભલે પોતપોતાના પક્ષની પુષ્ટિ થાય એટલું જ આગળ ધરે છતાં, જો એ બંને સાચા અને ધૈર્યશાળી હોય તો વસ્તુસ્થિતિ તો તેમણે જાણવી જ અને રજૂ કરવી જ જોઈએ. વસ્તુસ્થિતિ આ પ્રમાણે જાણી અને રજૂ કરી શકાય: એક યાદી દરેક સાધુએ રાખવી જોઈએ, જેમાં તેમની પાસે દીક્ષા લેનારની ઉંમર, નામઠામ અને દિક્ષા લેવાની તારીખ વગેરે બધું નોંધાય, અને બીજી તરફ પોતાની પાસે દીક્ષા લેનારમાંથી કોઈ છટકી જાય તો તે પણ પ્રામાણિકપણે કારણપૂર્વક નોંધવામાં આવે. બધા જ સાધુઓ પોતાની આવી યાદીઓ આણંદજી કલ્યાણજી જેવી પેઢીને એક પત્રમાં મોકલી આપે. આ યાદીઓ ઉપરથી દર વર્ષે, દર પાંચ વર્ષે અને દર દશ વર્ષે એક પરિણામ તારવી શકાશે કે એકંદર દીક્ષા લેનાર કેટલા અને છોડનાર કેટલા. વળી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ • જૈન ધર્મ અને દર્શન લેનાર-છોડનારનું પરિમાણ ઉમર પરત્વે કેટલું. તેમજ લેવાનાં અને છોડવાનાં. ખાસ કરીને છોડવાનાં કારણોની સરખામણી. આ યાદીમાંની દર સો વ્યક્તિઓમાંથી સારી પાંચ જ વ્યક્તિઓ લઈ ભલે બાળદીક્ષાના પક્ષપાતી પોતાના પક્ષની પુષ્ટિ કરે, અને એ યાદીમાંથી પતિત કે શિથિલ એંશી વ્યક્તિઓને લઈ ભલે બીજા પક્ષના અનુગામીઓ પોતાના પક્ષની પુષ્ટિ કરે; તેમ છતાં બંને પક્ષો એકંદર રીતે દીક્ષાના અને તેનાં શુભ પરિણામના સરખી રીતે હિમાયતી હોવાથી તેઓને દીક્ષા છોડવાનાં કારણો પરત્વે ખાસું જાણવાનું મળશે. અને ઉંમર તેમજ વડીલોની સંમતિ પરત્વેની તકરારનું મૂળ અસલમાં ક્યાં છે તે તેઓ પ્રામાણિકપણે જાણી શકશે. ભલે બંને પક્ષો ચાલુ રહે, છતાં તેઓ એકસરખી રીતે જે સાધુજીવનમાં પવિત્રતા જોવા ઇંતેજાર છે તે પવિત્રતા લાવવા માટે તેઓને આ યાદીમાં નોંધાયેલાં દીક્ષા છોડવાનાં કારણો ઉપરથી ઘણું જ અગત્યનું જાણવાનું મળશે અને કરવાનું સૂઝશે. બાળ અને અસંમત દીક્ષાના પક્ષપાતીઓ કાંઈ કોઈ દીક્ષા છોડી જાય અથવા વંઠી જાય એમ તો ઇચ્છતા જ નથી, એટલે તેઓને માટે તો આવી યાદી સાચી રીતે ન કરવી એ તેમના પક્ષની હાર જેવું, અથવા તેમના પક્ષ માટે મૂલોચ્છેદ કરનાર છે. બીજા વિરોધી પક્ષે પણ છેવટે આ તકરારમાં ન ઊતરતાં અમુક વર્ષોની દીક્ષા લેનાર અને છોડનારની વિગતવાર તેમજ પ્રમાણિક યાદી તૈયાર કરવી જોઈએ. એ યાદી નામોની સંખ્યામાં ભલે અધૂરી હો, પણ હકીકતમાં જરાય ખોટી ન હોવી જોઈએ. કદાચ આ યાદી એમના પક્ષની પુષ્ટિમાં ઉપકારક ન પણ થાય, છતાં બાળદીક્ષાના પક્ષપાતીઓ માટે તો તે યાદી ભારે જ ઉપકારક નીવડશે, અને તેઓ આખરે બાળ તેમજ અસંમત દીક્ષાના વિરોધનું મૂળ સમજી કાંઈ અને કાંઈ વિચારણા કરશે જ. વળી, કદાચ તેઓ આ યાદીને નહિ અટકે તોપણ લોકમત તેમને એનો વિચાર કરવાની ફરજ પાડશે. એટલે એક પક્ષ બે-ચાર સારી નીવડેલ વ્યક્તિઓનાં નામો આગળ મૂકીને બાળ અને અસંમત દીક્ષાનું જે સમર્થન કરે છે, અને બીજો પક્ષ જે તેની ગોળગોળ અને વિગત વિનાની ખામીઓ ગાઈ તેનો વિરોધ કરે છે, તેને બદલે બંનેનું લક્ષબિંદુ મૂળ કારણો તરફ જશે, અને એકંદર રીતે કાંઈક સાચી જ સુધારણા થશે. દીક્ષા દેવા ન દેવાના મતભેદ પરત્વે જરા ઊંડા ન ઊતરીએ તો ચર્ચાને અન્યાય થવા સંભવ છે. દીક્ષા દેવાની તરફેણનો વર્ગ ગમે તેમ કરી, ગમે તે સ્થિતિમાં દીક્ષા. આપી દેવાની હિમાયત કરતી વખતે ભગવાન મહાવીરે બાળકોને જે દીક્ષા આપી હતી, તેમજ ત્યાર પછીના વજ, હેમચંદ્ર અને યશોવિજયજી જેવાઓએ બાળદીક્ષાને પરિણામે જે મહાનુભાવતા મેળવી હતી. તેના સાચા અને મનોરંજક દાખલાઓ ટાંકે છે. વળી બીજો સામેનો પક્ષ તેવા દાખલાઓ સ્વીકાર્યા છતાં, દીક્ષાની જરૂરિયાત અને મહત્તા માન્યા છતાં, અત્યારે દીક્ષા ન આપવાની જોસભેર હિમાયત કરે છે. તો પછી આપણને Page #152 -------------------------------------------------------------------------- ________________ ? વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ ૦ ૧૪૩ જોવાનું પ્રાપ્ત થાય છે કે આ વિવાદનો મૂળ મુદ્દો તે શો છે ? જ્યારે સહેજ આજની સ્થિતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એ વિવાદનો મૂળ મુદ્દો આપણી નજરે આવ્યા વિના નથી રહેતો. તે મુદ્દો એ છે કે ભગવાનના સમયના બાળદીક્ષાના દાખલાઓ આજે મુકાય છે ખરા, પણ એ બાળદીક્ષા જે વાતાવરણમાં અમોઘ ફળ આપતી તે વાતાવરણ આજે છે કે નહિ, અને નથી તો લાવવાનો પ્રયત્ન થાય છે કે નહિ, એની વાત બાળદીક્ષાના હિમાયતીઓ કરતા જ નથી. ભગવાન બાળકોને, તરુણોને, કન્યાઓને, તરુણીઓને, નવવિવાહિત દંપતીઓને દીક્ષા આપતા, નિઃસંકોચ આપતા; પણ જેમ તેઓ આવી દીક્ષા આપતા તેમ તેઓ પોતાની જ્વાબદારી વધારે સમજતા. એટલે તેમની પાસે અને તેમની આજુબાજુ ચોમેર માત્ર તપનું જ વાતાવરણ રહેતું. એ વાતાવરણમાં માત્ર દેહદમન નહિ, પણ સૂક્ષ્મ ચિંતનો ચાલતાં, અલૌકિક ધ્યાનો ધરાતાં. રાતદિવસના આઠ પહોરમાંથી એક પહોર બાદ કરી, બાકીના સાતે પહોરનો સાધુચર્યાનો કાર્યક્રમ વિચારણા, ધ્યાન અને મનોનિગ્રહી તપમાં જ ગોઠવાયેલો રહેતો. એ વાતાવરણ એટલું બધું સાત્ત્વિકતામાં ઊંડું, જિજ્ઞાસામાં વિશાળ અને તપમાં ગંભીર રહેતું કે તેમાં માર(આસુરી વૃત્તિ)ને પેસતાં ભારે મુશ્કેલી પડતી. ક્ષુદ્ર બાબતોની તકરારો, કશું નવું જાણવાની બેદરકારી, અને પુરુષાર્થ ન કરવાની આત્મહત્યા, તેમજ બીક અને પામરતાની છાયા, જે આજે ત્યાગીજીવનના વાતાવરણમાં છે, તે જો તે વખતે હોત તો તે વખતે પણ એવી દીક્ષાનો વિરોધ જરૂ૨ થાત, અથવા તે વખતે પણ આજની પેઠે દીક્ષાઓ વગોવાત અને નિષ્ફળ જાત. દીક્ષાના પક્ષપાતીઓની મુખ્ય નેમ ગમે ત્યાંથી ગમે તેને પકડી કે મેળવીને દીક્ષા આપી દેવાની હોય, તે કરતાં પહેલી અને મુખ્ય ફરજ તો ભગવાનના એ સમયનું વાતાવરણ લાવવાની છે. જો દીક્ષાના પક્ષપાતીઓ એ તપોમય વાતાવરણ લાવવા લેશ પણ મથતા ન હોય, અથવા ત્યાર પછીના જમાનાનું પણ કાંઈક સાત્ત્વિક અભ્યાસમય અને કર્તવ્યશીલ વાતાવરણ અત્યારે ઊભું કરવા મથતા ન હોય, અને માત્ર દીક્ષા આપવાની પાછળ જ ગાંડા થઈ જાય તો સમજવું જોઈએ કે તેઓ પોતે જ દીક્ષા આપ્યા છતાં દીક્ષાનો પાયો હચમચાવી રહ્યા છે, અને પોતાના પક્ષ ઉપર મૂળમાંથી જ કુઠારાઘાત કરી રહ્યા છે. જો તેઓ પોતાની આજુબાજુના વાતાવરણ તરફ અને પોતે જે વાતાવરણમાં રહે છે અને ઊછરે છે તે તરફ સહેજ પણ આંખ ઉઘાડીને જોશે તો તેમને જણાયા વિના નહિ રહે કે અત્યારે દીક્ષા લેનારાઓ હજારો કાં ન આવે, પણ તેમને દીક્ષા આપવામાં ભારે જોખમદારી છે. ખાસ કરીને બાળકો, તરુણો અને યુવકદંપતીઓને દીક્ષા આપવામાં તો ભારે જોખમ છે જ. એક જ વસ્તુ જે એક વાતાવરણમાં સહેલી બને છે તે જ બીજા અને વિરોધી વાતાવરણમાં અસાધ્ય અને મુશ્કેલ થાય છે. આપણે જાણીએ છીએ કે આજે કન્યાઓ અને કુમારોને સાથે શિક્ષણ આપવાનો કોયડો કેટલો મુશ્કેલ છે. આ મુશ્કેલીનું કારણ શું છે ? શિક્ષકો, શિક્ષણસ્થાનો અને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ • જૈન ધર્મ અને દર્શન શિક્ષણના વિષયો એ જ એ ગૂંચનું કારણ છે. જો શિક્ષકો સાચા ઋષિ હોય, શિક્ષકના વિષયો જીવનસ્પર્શી હોય અને તેના સ્થાનો પણ મોહક ન હોય તો સહશિક્ષણનો કઠણ દેખાતો કોયડો જૂના આશ્રમોના જમાનાની પેઠે આજે પણ સહેલો લાગે. એ જ ન્યાયે એક વાતાવરણમાં જે દીક્ષા સહેલાઈથી સફળ થઈ શકતી તે જ દીક્ષા આજના તદ્દન વિરોધી વાતાવરણમાં, ભારે પ્રયત્ન છતાં, સફળ બનાવવી લગભગ અશક્ય થઈ ગઈ છે. મનુષ્યનું શરીર, તેનું મન અને એનો વિચાર એ બધું વાતાવરણનું સ્થળ અને સૂક્ષ્મ રૂપ જ છે. આજના ત્યાગીઓના વાતાવરણમાં જઈ આપણે જોઈએ તો આપણને જોવા શું મળે? ફક્ત એક વાર અને તે પણ ત્રીજે પહોરે આહાર લેવાને બદલે, આજે સૂર્યના ઉદયથી અસ્ત સુધીમાં રસનેંદ્રિયને કંટાળો આવે એટલી વાર અને એવી વાનીઓ લેવાતી જોવાય છે. જાણે કેમે કરી વખત જતો જ ન હોય તેમ દિવસે કલાકોના કલાકો સુધી નિદ્રાદેવી સત્કારાતી જોવાય છે. અમુકે તે કર્યું અને અમુકે પેલું કર્યું, મેં આ કર્યું અને પેલું કર્યું. અમુક આવો છે અને પેલો તેવો છે – એ જ આજનો મુખ્ય સ્વાધ્યાય છે. બાર અંગનું સ્થાન અગિયારે લીધું અને અગિયારનું સ્થાન આજના વાતાવરણમાં છાપાંઓએ – ખાસ કરીને ખંડનમંડનનાં અને એકબીજાને ઉતારી પાડનારાં છાપાંઓએ લીધેલું છે. પોસ્ટ, પાર્સલ અને બીજી તેની જરૂરિયાતની ચીજોના ઢગલાઓ તળે બુદ્ધિ, સમય અને ત્યાગ એવાં દબાઈ ગયેલાં દેખાય છે કે તે માથું જ ઊંચકી શકતાં નથી. જિજ્ઞાસાનું વહેણ એકબીજાના વિરોધી વર્ગના દોષોની શોધમાં વહે છે. જગતમાં શું નવું બને છે, શું તેમાંથી આપણે મેળવવા જેવું છે, કયાં બળો આપણે ફેંકી દેવા જેવાં છે, અને કયાં બળો પચાવ્યા સિવાય આજે ત્યાગને જીવવું કઠણ છે, આપણે કયાંથી કયાં આવ્યા છીએ, અને કયાં બેસીને શું કરી રહ્યા છીએ, આજના મહાન પુરુષો અને સંતો કોણ છે, તેમની મહત્તા અને સંતપણાનાં શાં કારણો છે, આજે જે મહાન વિદ્વાનો અને વિચારકો ગણાય છે અને જેને આપણે પોતે પણ તેવા માનીએ છીએ તે શા કારણે – એ બધું જોવા, જાણવાની અને વિચારવાની દિશા તો આજના ત્યાગી વાતાવરણમાં લગભગ બંધ થઈ ગયા જેવી છે. આજનો કોઈ સાધુ દુનિયામાં સૌથી મહાન ગણાતા અને હજારો માઈલથી જેને જોવા, જેની સાથે વાતચીત કરવા, હજારો માણસો લાખો રૂપિયા ખર્ચ કરી આવે છે એવા સાબરમતીના સંત પાસે જઈ શકે એવું વાતાવરણ છે ખરું? મળવાની, ચર્ચા કરવાની અને કાંઈક મેળવવાની અથવા આપવાની વૃત્તિવાળો આજનો કોઈ સાધુ ગાંધીજી, નહેરુ કે પટેલના તંબૂમાં જવાની હિંમત કરે એવું વાતાવરણ છે ખરું? ઊંચામાં ઊંચા ગણાતા પ્રોફેસરોને ત્યાં ઇચ્છા છતાં શીખવા માટે આજનો કોઈ આચાર્ય કે પંન્યાસ જઈ શકશે ખરો ? જીવનની સાધનામાં પુષ્કળ ઊંડાણ કેળવેલ શ્રી અરવિંદ સાથે પોતાની જ ચર્ચામાં રહી બે દિવસ ગાળવા ઈચ્છનાર જૈન સાધુ પાછો આજના જૈન વાતાવરણમાં નિર્ભય રહી શકશે ખરો ? દારૂને પીઠે, વિલાસનાં ભવનોમાં Page #154 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ • ૧૪૫ અને મૂર્ખામીના બજારોમાં જવાને આજનું વાતાવરણ જેટલા પ્રમાણમાં સાધુઓને રોકે છે તેટલા જ – ખરેખર તેટલા જ પ્રમાણમાં – આજનું વાતાવરણ જૈન સાધુઓને છૂટથી જગતનાં ખુલ્લાં વિદ્યાલયોમાં અભ્યાસ કરવા જતાં, જગતના મહાન પુરુષો સાથે મળવાહળવા અને ખાસ કરી તેમનો સહવાસ કરવા જતાં અને પોતાના ઇષ્ટ વિષયમાં અસાધારણ વિદ્વત્તા ધરાવનાર પ્રોફેસરના પાસમાં બેસી તેમને ઘેર શીખવા જતાં રોકે છે, એ વાત જૈનોથી ભાગ્યે જ અજાણી છે. કેવળ હકીકત રજૂ કરવા ખાતર માત્ર મધ્યસ્થ દૃષ્ટિથી લંબાણ અને નિંદાનો જો કોઈ આક્ષેપ કરે તો તેની પરવા ન કરીને પણ) થોડાક અનુભવો ટાંકું. એવા અનુભવો બીજાને પણ હશે જ. ‘યંગ ઇંડિયા' વાંચવાની તો યોગ્યતા ન હોવાથી તેની વાત જતી કરીએ, પણ “નવજીવનને લો. જે નવજીવનને વાંચવા હજારો માણસો તલસે અને જેનો વિષય જાણવા મોટામોટા ધાર્મિકો અને વિદ્વાનો પણ ઉત્સુક રહે તે નવજીવનને અડતાં અને પોતાના મંડળમાં લાવતાં ઘણા આચાર્યો અને સામાન્ય સાધુઓ ડરે છે. કોઈ ઉતાવળિયા સાધુએ નવજીવન હાથમાં લીધું હોય તો એને જોઈ એની પાસેના બીજા લાલચોળ થઈ જાય છે. એક વિદ્વાન ગણાતા સાધુના શિષ્ય મને કહ્યું કે મને વાંચવાની તો ખૂબ જ ઇચ્છા થાય છે, પણ ઇષ્ટ માસિકો અને બીજાં પત્રો મંગાવું તો મારા ગુર બહુ જ નારાજ થઈ જાય છે. એક પ્રસિદ્ધ આચાર્યે એકવાર મને કહ્યું કે ગાંધીજીને મળવું કેમ શક્ય બને ? મેં કહ્યું ચાલો અત્યારે જ. તેમણે નમ્ર છતાં ભીર ધ્વનિથી કહ્યું કે અલબત્ત, તેમની પાસે જવામાં તો અડચણ નથી, મને અંગત વાંધો જ નથી, પણ લોકો શું ધારે ? એક બીજા જાણીતા આચાર્યને તેવી જ ઈચ્છા થઈ ત્યારે આડકતરી રીતે ગાંધીજીને પોતાની પાસે આણવા ગોઠવણ કરી. બીજા કેટલાય સાધુઓ પ્રામાણિકપણે એમ જ માને છે કે હા, એ સારા માણસ છે, પણ કાંઈ સાચા ત્યાગી જૈન સાધુ જેવા કહેવાય ? સેંકડો સાધુઓ અને સાધ્વીઓ અમદાવાદ અને મુંબઈમાં રહે છે. ગાંધીજી પણ ત્યાં નજીકમાં હોય છે, છતાં જાણે ત્યાગીવેશ લેવો એ કોઈ એવો ગુનો છે કે પછી તેઓ ગાંધીજી કે બીજા તેવા પુરુષની પાસે અથવા તેઓની સભામાં જઈને કશો જ સાત્ત્વિક ફાળો પણ લઈ કે આપી ન શકે? જે ત્યાગીઓ ધર્મસ્થાનરૂપ મનાતા પોતાના ઉપાશ્રયોમાં મુકદમાઓની પેરવી કરે, સંસારીને પણ શરમાવે એવી ખટપટોમાં વખત ગાળે, તદ્દન નિવૃત્તિ અને ત્યાગનો ઉપદેશ દઈ પાછા પાટથી નીચે ઊતરી પોતે જ કથાકૂથલીમાં પડી જાય, તે ત્યાગીઓના ચરણમાં બેસનાર પેલા બાળદીક્ષિતો જાણેઅજાણે એ વાતાવરણમાંથી શું શીખે એનો કોઈ વિચાર કરે છે ખરું? તેમની સામે શબ્દગત આદર્શ ગમે તે હો, પણ દૃશ્ય અને જાગતો આદર્શ અત્યારે શો હોય છે એ કોઈ જુએ છે ખરું? જેને પોતે વિદ્વાન માનતા હોય એવા આચાર્ય કે સાધુ પાસે તેમનાથી જુદા ગચ્છના આચાર્ય કે સાધુ ઇચ્છા છતાં ભણવા જઈ શકે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ • જૈન ધર્મ અને દર્શન એટલી ઉદારતા આજના વાતાવરણમાં છે ખરી? પોતાની વાત બાજુએ મૂકો તોય પોતાના શિષ્યો સુધ્ધાંને બીજા જુદા ગચ્છ કે સંઘાડાના વિદ્વાન સાધુ પાસે શીખવા મોકલે એવું આજે વાતાવરણ છે ખરું ? સાધુની વાત જવા દો, પણ એક સાધુના રાખેલ પંડિત પાસે બીજા સાધુના શિષ્યો છૂટથી ભણવા જઈ શકે છે ખરા ? એક મહાન મનાતા સૂરિના તાર્કિક પંડિતે સાંજને વખતે પુરાતત્ત્વ મંદિરમાં આવીને કહ્યું હતું કે ઘણા દિવસ થયાં આવવાની ઇચ્છા તો હતી, પણ જરા મહારાજજીનો ભય હતો. એ જ સૂરીશ્વરના બીજા સાહિત્યશાસ્ત્રી પંડિતે મારા મિત્રને મળ્યા પછી કહ્યું કે હું તમારી પાસે આવ્યો છું એ વાત મહારાજજી જાણવા ન પામે.” કબૂલું છું કે આ મારું વર્ણન સર્વને એકસરખું લાગુ નથી પડતું, પણ આ ઉપરથી હું એટલું જ કહેવા માગું છું કે આજનું આપણું ત્યાગી-વાતાવરણ કેટલું સંકુચિત, કેટલું બીકણ અને કેટલું જિજ્ઞાસાશૂન્ય જેવું થઈ ગયું છે. એક બાજુ ભગવાન મહાવીરના સમયનું તપોમય વાતાવરણ નથી, અને બીજી બાજુ આજે દુનિયામાં તથા આપણા જ દેશમાં બીજી જગ્યાએ મળી શકે છે તેવું ઉચ્ચ વાતાવરણ પણ આપણા દીક્ષિતો સામે નથી. એવી સ્થિતિમાં ગમે તેટલી મહેનત કર્યા છતાં પણ બાળ અને તરુણદીક્ષા જ નહિ પણ આધેડ અને વૃદ્ધદીક્ષા સુધ્ધાં ઈષ્ટ ફળ કેવી રીતે આપી શકે એનો વિચાર કોઈ કરે છે ખરું? હું ધારું છું કે જો આજના વાતાવરણ અને પૂર્વકાલીન વાતાવરણને સરખાવી દીક્ષા આપવા ન આપવાનો વિચાર કરવામાં આવે તો ઝઘડો રહે નહિ. કાં તો દીક્ષા પક્ષપાતીઓને પોતાનું સંકુચિત વાતાવરણ વિશાળ કરવાની ફરજ પડે અને કાં તો દીક્ષાનો આગ્રહ જ છોડવો પડે. જે માતાએ સિકંદર, નેપોલિયન, પ્રતાપ કે શિવાજી જેવા પરાક્રમીઓ જગતને આપવા હોય તે માતાએ સંયમ કેળવ્યે જ છૂટકો છે, અથવા એવી ભેટ ધરવાની મહત્ત્વાકાંક્ષા છોડ્યું જ છૂટકો છે. આપણો ગુરુવર્ગ બાળદીક્ષા મારફત જો સમાજ, રાષ્ટ્ર કે જગતને કાંઈ અને કાંઈ આપવા જ માગતો હોય તો તેણે પોતાના જીવનમાં અસાધારણ ત્યાગ, વિશાળ જ્ઞાન અને ચિત્તની વ્યાપક ઉદારતા કેળવ્યે જ છૂટકો છે; અને તે માટે તેમને આજનું વાતાવરણ બદલ્યા વિના ચાલી શકે તેમ નથી. એટલે ઝઘડો દીક્ષા આપવા ન આપવાનો નથી, પણ અત્યારના શુદ્ર વાતાવરણને બદલવા ન બદલવાનો છે. મોઢેથી એમ તો કહેવાય જ નહિ કે અમારી પરિસ્થિતિ અને અમારું વાતાવરણ કેટલું ક્ષુલ્લક છે (જોકે સહુ મનમાં તો જાણે જ છે, એટલે બહારથી દીક્ષા આપવાની વાતો થાય છે. વિશ્વમાં દીક્ષાનું સ્થાન શું છે એ પ્રશ્નનો ઉત્તર વાતાવરણમાં છે. જો ત્યાગીઓને રહેવા, વિચારવાનું શીખવાનું કામ કરવા અને આખી દિનચર્યા ગોઠવવાનું વાતાવરણ ઉદાત્ત હોય તો વીસ વર્ષના, દશ વર્ષના અને પાંચ વર્ષના સુધ્ધાંને દીક્ષામાં સ્થાન છે; અને જો વાતાવરણ એદી તથા બીકણ હોય તો તેમાં સાઠ કે એંશી વર્ષનો બુઢ઼ઢો Page #156 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ • ૧૪૭ દીક્ષા લઈને કાંઈ ઉકાળવાનો નથી, એ વાત ત્યાગીઓની સફળતા-નિષ્ફળતાનો ઇતિહાસ આપણને જણાવે છે. જગત આખામાં, અને ખાસ કરી આપણા દેશમાં અને સમાજમાં, તો ત્યાગીઓની ભારે જરૂર છે. સેવા માટે ઝંખનાર આપદ્રગ્રસ્ત લોકો અને પ્રાણીઓનો પાર નથી. સેવકો શોધ્યા જડતા નથી. ત્યારે પછી દીક્ષાનો વિરોધ કેવી રીતે હોઈ શકે? વિરોધ તો દીક્ષા લેનારમાં જ્યારે સેવકપણું મટી સેવા લેવાપણું વધી જાય છે ત્યારે જ ઊભો થાય છે. એટલે દીક્ષાના પક્ષપાતીઓ જો પોતાના વિરોધીઓનું મોટું પ્રામાણિકપણે અને હંમેશને માટે બંધ જ કરવા માગતા હોય, અને પોતાના પક્ષનો ખરીદેલો નહિ પણ સાચો જ વિજય માગતા હોય તો, તેમની ફરજ એ છે કે તેઓ દિક્ષાને સેવાનું સાધન બનાવે. કોઈ એમ ન કહે અને ન સમજે કે સેવા સાથે દીક્ષાનો શો સંબંધ? જો દીક્ષાનો મૂળ ઉદ્દેશ શુદ્ધજીવનમાં હશે અને તે માટેનો સતત પ્રયત્ન હશે તો દીક્ષાને સેવા સાથે કશો વિરોધ જ નથી; અને જો એ મૂળ ઉદ્દેશ જીવનમાં નહિ હોય, અથવા તે માટેની તાલાવેલી પણ નહિ હોય તો તેવી દીક્ષા જેમ બીજાની સેવા નહિ સાધે, તેમ દીક્ષા લેનારની પણ સેવા નહિ સાધે એ નિઃશંક છે. એટલે જેમ હંમેશાં બનતું આવ્યું છે તેમ આજે પણ સેવા લેવા યોગ્ય વર્ગ મોટો હોવાથી સાચી દીક્ષાની સૌથી વધારેમાં વધારે ઉપયોગિતા છે. દીક્ષાના પક્ષપાતીઓ જો આ વસ્તુ સમજવામાં એકરસ થઈ જાય તો હજારો માબાપો પોતાનાં બે બાળકોમાંથી ઓછામાં ઓછું એક તો સાધુને ચરણે ભાવપૂર્વક ધર્યા વિના નહિ રહે. આજે છાત્રાલયોમાં અને વિદ્યાલયોમાં બાળકો ઊભરાય છે, તેમને માટે પૂરતી જગ્યાઓ નથી. માબાપો પોતાના બાળકને તે સ્થળે મૂકવા તલસે છે અને પોતાના બાળકને નીતિમાન તથા વિદ્વાન જોવા ભારે તનમના ધરાવે છે. એવી સ્થિતિમાં દીક્ષા આપનાર ગુરુવર્ગ જો પોતાની પાસે અપાર જ્ઞાનનું, ઉદાત્ત નીતિનું અને જીવતા ચારિત્રનું વાતાવરણ ઊભું કરે તો જેમ ગૃહસ્થોને વગર પૈસે અને વગર મહેનતે પોતાનાં બાળકોને તાલીમ આપવાની તક મળે, તેમ ગુરુવર્ગની પણ ચેલાઓની ભૂખ ભાંગે. પરંતુ આજનો દીક્ષાની તરફેણ કરનારો અને તેના ઝઘડા પાછળ બુદ્ધિ અને ધન ખર્ચનારો ગૃહસ્થવર્ગ પણ એમ ચોખું માને છે કે આપણાં બાળકો માટે સાધુ પાસે રહેવું સલામતીવાળું કે લાભદાયક નથી. જો તેઓને ગુરુવર્ગના વાતાવરણમાં વિશાળ અને સાચાં જ્ઞાન દેખાતાં હોય, અકૃત્રિમ નીતિ દેખાતી હોય તો તેઓ બીજાના નહિ તો પોતાના અને વધારે નહિ તો એક એક બાળકને ખાસ કરીને પોતાના માનીતા ગુરુને ચરણે કાં ન ધરે ? આનો ઉત્તર શો છે એ વિચારવામાં આવે તો આજે દીક્ષાની. ઉપાયોગિતા શી છે એનું ભાન થાય. જે વસ્તુ વધારે પ્રમાણમાં અને વધારે વખત સુધી અથવા તો વધારે ઊંડાણથી જગતને ઉપયોગી હોય તે જ ટકી અને જીવિત રહી શકે છે. એટલે આપણે દીક્ષાને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૦ જૈન ધર્મ અને દર્શન ટકાવી તેમજ સજીવ રાખવી હોય તો આપણો ધર્મ એને ઉપયોગી બનાવવાનો છે. એની ઉપયોગિતાની ચાવી જનસમાજ અને લોકની સેવામાં, તેમને માટે ખપી જવામાં અને સતત અંતર્મુખ રહેવામાં છે. જો અંતર્જીવન વિકસિત થાય અને સેવામાર્ગ વિસ્તરે તો કોઈપણ વખતે ન હોય તે કરતાં પણ વધારે આજે દીક્ષાની ઉપયોગિતા છે. આખું વિશ્વ જ સાચી દીક્ષા ઉપર ટકી અને સુખી રહી શકે. આ ચર્ચા માત્ર દોષદર્શન માટે નથી, પણ વસ્તુસ્થિતિ રજૂ કરી આજનું ત્યાગી વાતાવરણ પુનર્વિધાન માગી રહ્યું છે એ દર્શાવવા પૂરતી છે. હવે પુનર્વિધાનનો પ્રશ્ન આવે છે. પણ જો દીક્ષાની સામાન્ય હિમાયત ક૨ના૨ બંને પક્ષકારો, ખાસ કરી ગુરુઓ, આ વસ્તુ સમજી લે તો તેમની વિચારણામાંથી પુનર્વિધાનનું ખોખું ઊભું થશે અને કદાચ તેઓ માગશે તો પુનર્વિધાન પરત્વે બહારથી પણ તેઓને પ્રેરણા મળી આવશે. આપણે જાણીએ છીએ કે જે વસ્તુ મેળવવાની ઉત્કટ ઝંખના હોય છે તે વસ્તુ મળ્યા વિના કદી રહેતી નથી. તેથી પુનર્વિધાન કેવું હોવું જોઈએ એ ભાગ જાણીને જ છોડી દઉં છું. એ એક સ્વતંત્ર ભાષણનો વિષય છે. - - પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૨૦. આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી દરેક ધર્મ પરંપરાની પેઠે જૈન પરંપરાના અસ્તિત્વના આધાર મુખ્યપણે ત્રણ છે: (૧) શ્રુત-શાસ્ત્ર, (૨) એના ધારક ત્યાગી અને વિદ્વાન, અને (૩) તીર્થસ્થાન – પૂજ્ય પુરુષોનાં સ્મારક સ્થાનો. આ ત્રણ વસ્તુઓમાંથી અહીં શ્રુત પ્રસ્તુત છે. દોષ અને ગુણનાં મૂળ તપાસવાં જોઈએ શ્રુતના સંબંધમાં વર્તમાન કાળમાં આપણું શું શું કર્તવ્ય છે, એ સંબંધમાં આપણે કેટલે અંશે જાગરૂક છીએ, કેટલે અંશે પ્રમાદી કે આડે રસ્તે છીએ, અગર કેટલે અંશે આપણી શક્તિ નિરર્થક વેડફાય છે, વગેરે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. સામાન્ય રીતે દરેક જૈન વર્તમાન સ્થિતિને અસંતોષજનક બતાવી તેના ગુણ-દોષોનું વર્તમાનકાળ પૂરતું કથન કરે છે અને એમ કહેવા ઇચ્છે છે કે આપણી અમુક ખામી દૂર કરવી અને અમુક રીતે કામ કરવું, પણ આ આપણી વર્તમાન ખામી કે વર્તમાન ગુણસંપત્તિ એ માત્ર આકસ્મિક છે કે એનાં મૂળ ઊંડાં છે એનો વિચાર ભાગ્યે જ થાય છે. જ્યારે પણ એ ગુણદોષનાં મૂળ વિશે વિચાર થાય છે ત્યારે પણ એનું ચિત્ર વિવેકપૂર્વક અને તદ્દન મધ્યસ્થતાથી ભાગ્યે જ રજૂ થાય છે. આને લીધે સાધારણ વાચક અને ઊગતો વિચારક મનમાં એવા સંસ્કાર પોષતો થઈ જાય છે કે ભૂતકાળ તો સુર્વણમય હતો. એમાં કશી જ ખામી ન હતી અને હોઈ શકે નહિ. પછી તેવા વાચક અને વિચારકને એમ લાગે છે કે વર્તમાન સ્થિતિ એ નવી અને અણધારી ઊપજ છે, વારસામાં તો બહુ જ ગુણસંપત્તિ પ્રાપ્ત થઈ, પણ આપણે એવા નબળા પાક્યા કે એ સતુ-વારસાને વણસાડી નાખ્યો. આવી ધારણાથી સુધારક અને વિચારક વર્તમાન કાળને બહુ જ ભાંડે છે, સુધારો કરવા માગે છે, પણ તેનાં મૂળનું શોધન કરી શકતો નથી જે મૂળ વારસાગત છે અને જેનું નવેસર સંશોધન થવું જરૂરી છે તેને ઉપર ઉપરથી મલમપટ્ટી કર્યું તેનો અસલી દોષ દૂર થઈ શકતો નથી. સત્યની શોધમાં શ્રદ્ધા અને તર્કની જરૂર આપણે ભૂતકાળમાં પ્રવેશ કરીએ તો એની ખરી સ્થિતિ જાણવાનાં સંપૂર્ણ અને શુદ્ધ સાધન આપણી પાસે નથી. જે કાંઈ છે તે ત્રુટક ત્રુટક અને ક્વચિત વિકૃત પણ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ • જૈન ધર્મ અને દર્શન છે. તેમ છતાં એવાં સાધનો ઉપરથી આપણે જૈન શ્રત વિશેની આપણી પરંપરાનો ઠીક ઠીક ક્યાસ બાંધી શકીએ છીએ, પણ શરત એટલી કે આપણે માત્ર એકાંગી ભક્તિ કે શ્રદ્ધાથી એ સાધનોને જેમ ન તપાસવાં તેમ માત્ર આવેશી કલ્પનાઓ અને નિરાધાર તર્કોથી પણ ન તપાસવાં. માત્ર શ્રદ્ધાથી વિચાર કરતાં જે હતું તે બધું ઠીક જ હતું, જે બન્યું તે પણ ઠીક જ બન્યું – એવો સંસ્કાર મનમાં પડવાને અને તેથી કરીને એમાં રહી ગયેલી જે ખામી અને તેનો અત્યાર સુધીનો એક અથવા બીજા રૂપમાં મળતો આવતો વારસો, એને આપણે જોઈ શકવાના નહીં. બીજી બાજુ માત્ર ઉતાવળિયા તર્કો અને તાત્કાલિક સુધારાના આવેશોથી પ્રેરાઈને ભૂતકાળને જોતાં એમ બનવાનું કે ભૂતકાળને ભૂલીને જ નવેસર પાટી માંડવી. આ બંને તદ્દન વિરોધી અને સામસામેના છેડા છે. એ સત્યશોધમાં તો આડે આવે જ છે, પણ કર્તવ્યનો નિશ્ચય કરવામાં પણ તે આડખીલીરૂપ બને છે. જો ભૂતકાળમાં બન્યું તે બધું સારું જ અને સંતોષપ્રદ હતું તો એનો વારસો ધરાવનાર આપણે એકાએક કેમ વણસ્યા? શું આપણી આ ખામી કોઈ બહારના વાતાવરણમાંથી અકારણ જ આપણને વળગી કે આપણા ઉપર કોઈએ લાદી? એવી જ રીતે જો ભૂતકાળમાં બન્યું તે બધું નકામું હતું તો પ્રશ્ન એ છે કે એવા સાવ નિ:સત્ત્વ અને નિર્માલ્ય ભૂતકાળે આજ સુધી શ્રુતની છે તેવી પણ પરંપરા ગૌરવપૂર્વક કેવી રીતે સાચવી ? આનો ઉત્તર ઈતિહાસ એ આપે છે કે સત્યની શોધમાં માત્ર એકાંગી શ્રદ્ધા કે એકાંગી તર્ક કામ આવી શકે નહિ. એ શોધમાં જેમ શ્રદ્ધા જરૂરી છે તેમ તર્ક પણ જરૂરી છે. તર્ક, દલીલ કે યુક્તિની મદદથી શ્રદ્ધા (ધીરજ, નિષ્ઠા અને આદર) સાથે પ્રાપ્ત સાધનોનો ઉપયોગ કરી સત્યની શોધ કરીએ તો દૂર અને પરોક્ષ એવા ભૂતકાળ ઉપર પણ ઠીક ઠીક ને સત્યની નજીક હોય એવો પ્રકાશ પડી શકે. આપણી ઋતુ-સંપત્તિ શ્રુત પ્રત્યેની વર્તમાન જવાબદારી એ જૈન સંઘ માટે એક વિચારણીય વસ્તુ છે. આવી જવાબદારી વિશે આજે આપણે જ વિચાર કરીએ છીએ તેમ નથી. આપણા નજીક અને દૂરના પૂર્વજોએ પણ તે વિશે બહુ વિચાર કરેલો અને તે તે સમયની પરિસ્થિતિમાં તેમને જે અને જેટલું સૂઝયું તેને અમલમાં મૂકવા પણ તેમણે નાનામોટા અનેક પ્રયત્નો કર્યા છે. એને જ લીધે કૃતનો અનન્ય વારસો આપણને મળ્યો છે. જે કાળે પ્રેસ ન હતા, કાગળો ન હતા, વિશેષ શું? – તાડપત્રો પણ ન હતા, અગર તો તે ઉપર લખી સંગ્રહ કરવાની સર્વમાન્ય ધર્મપ્રથા ન હતી, તે કાળમાં જે પૂર્વજોએ શ્રુત સાચવ્યું અને જે રીતે સાચવ્યું તે સામાન્ય વસ્તુ નથી. વધારામાં દેશ અને પરદેશનાં વિનાશક બળ તેમજ કુદરતી વિનાશક બળોથી પણ એમણે શ્રુત-સંપત્તિ સાચવવામાં અને વધારવામાં કશી મણા નથી રાખી એમ પણ ઇતિહાસ કહે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી ૭ ૧૫૧ આ આપણી શ્રુતપરંપરા પ્રત્યેની જવાબદારીનો ઉત્તમમાં ઉત્તમ અંશ છે; અને તે, હું સમજું છું ત્યાં લગી, દરેક જૈનના લોહીમાં ઊતરી આવ્યો છે. એમ ન હોત તો આજે જૈન પરંપરાના જુદા જુદા, નાનામોટા બધા ફિરકાઓ પોતપોતાની સમજ અને સાધન પ્રમાણે શ્રુતરક્ષા, શ્રુતપ્રચાર આદિ માટે જે કાળજી સેવે છે ને પ્રયત્ન કરે છે તે કદી સંભવત નહિ. એ ખરું છે કે પાડોશી સંપ્રદાયો અને પરંપરાઓની શાસ્ત્રરક્ષા શાસ્ત્રપ્રચાર આદિની હિલચાલનો પ્રભાવ જૈન ફિરકાઓ ઉપર પડે તે અનિવાર્ય છે. પણ જો એ ફિરકાઓને વારસામાં શ્રુતનિષ્ઠાનો સંસ્કાર લાધ્યો ન હોત તો, માત્ર બાહ્ય સંયોગો એમનામાં ગરમી પેદા કરી શકત નહિ અને કરત તોયે તે ટકી શકત નહિ અગર પ્રયત્નાભિમુખ થઈ શકત નહિ. એટલે આપણામાં શ્રુત પ્રત્યેની નિષ્ઠા કે આદરનો સંસ્કા૨ વારસાગત છે એમાં શક જ નથી અને એ એક આપણી વા૨સાગત ગુણસંપત્તિ છે. આપણી કેટલીક ખામીઓ આ બધું છતાં એ ગુણસંપત્તિની સાથે સાથે આપણા વારસામાં કેટલીક ખામીઓ કે ત્રુટિઓ પણ ઊતરી આવી છે. આપણે ભલે એ ભૂતકાળથી ઊતરી આવેલ ખામીઓ આડે આંખ મીંચીએ, પણ તેથી લોહીમાં ઊતરેલી એ ખામીઓનો કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી અને ઇન્કારમાત્રથી રસ્તો પણ સરળ થતો નથી. જે ગુણસંપત્તિ વિશે ઉપર સૂચન કર્યું છે તેનો વિસ્તાર રોચક રીતે કરી શકાય તેમ છે, પણ જ્યારે જવબાદારીનો પ્રશ્ન વિચારવાનો હોય અને તે અર્થે ટૂંકમાં લેવા જોઈતા માર્ગનો નિર્દેશ કરવો હોય ત્યારે તો વા૨સામાં કઈ ખામીઓ ઊતરી છે અને તે કેવી રીતે અત્યારે આપણને બાધક બની રહી છે એનું જ સાધાર સૂચન કરવું જોઈએ. આપણે જાણીએ છીએ કે ભગવાન પાર્શ્વનાથનું પોતાનું પણ શ્રુત હતું. તે તેમના પટ્ટધરોએ તે સમયની શક્યતા પ્રમાણે સાચવ્યું. ભગવાન મહાવીરે એ શ્રુતમાં કાંઈક પણ વધારો કર્યો અગર સંસ્કાર કર્યો. એ જે કાંઈ બન્યું તેની અક્ષરશઃ કે તાદશ નોંધ નથી, પણ એટલું તો હકીકતથી સિદ્ધ છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જૈન અનગારોને શ્રુતસંગ્રહ અને શ્રુતવ્યવસ્થા માટે ભારે ચિંતા ઊભી થઈ. અત્યાર અગાઉ બૌદ્ધ ભિક્ષુકોએ પોતાના શ્રુતની રક્ષા અને વ્યવસ્થા માટે બે મોટી પરિષદો કે સંગીતિઓ ભરી તેમાં નોંધવાલાયક કામ કર્યું હતું. આવી કોઈ પરિષદ વૈદિકોએ ક્યાંય ભરી હતી એવું ચોક્કસ પ્રમાણ પ્રાપ્ત નથી. તેમ છતાં એમ માનવાને કારણ છે કે શાસ્ત્રનિષ્ઠ અને શાસ્ત્રજીવી બ્રાહ્મણોએ આ વિષયમાં નાનામોટા પ્રયત્નો અવશ્ય કર્યા હોવા જોઈએ. પોતાની આસપાસ જે વાતાવરણ ઉગ્રપણે પ્રવર્તતું હોય તેની અસરથી મોટે ભાગે વનવાસી એવા જૈન અનગારો પણ અલિપ્ત રહી શકે નહિ. તેમને પણ લાગ્યું કે આમ ને આમ મુખ-શ્રુતથી કામ નહિ ચાલે અને વનવાસ કે લેખન તેમજ શ્રુત-સંગ્રહના અપરિગ્રહને પણ એકાંત વળગી રહ્યું કામ નહિ ચાલે. સ્થૂલભદ્ર આગળ આવ્યા. મદદ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ - જૈન ધર્મ અને દર્શન માટે અનેક અનગારોને એકત્ર કર્યા. ત્યાગી અને યોગી એવા પોતાના મોટા ગુરુભાઈ ભદ્રબાહુને નિમંત્ર્યા. તેઓ સીધી રીતે શ્રુત-સંગ્રહ ને શ્રુત-વ્યવસ્થાના કામ માટે પાટલિપુત્રમાં મળેલ પરિષદમાં ભાગ લેવા ન આવ્યા. અલબત્ત, આપણે શ્રદ્ધાથી એમ કહી શકીએ કે તેઓ યોગાભિમુખ હોવાથી કે બીજા કારણથી ન આવ્યા. પણ તેમણે પોતાની પાસે આવેલ અનગારોને કાંઈક તો શ્રુત આપ્યું જ. પણ આ પ્રશ્નની બીજી બાજુ છે, જે ન વિચારીએ તો આજની આપણી મનોદશા સમજવામાં આપણે ન ફાવીએ. ભદ્રબાહુ સૌથી મોટા હતા તેમના પ્રત્યે સ્થૂલભદ્રે પણ મીટ માંડી હતી. પાટલિપુત્રનો સંઘ પણ તેના પ્રત્યે અસાધારણ આદર ધરાવતો. સ્થૂલભદ્ર કરતાં ભદ્રબાહુ વધારે શ્રુતસંપન્ન હતા. તે વખત સુધીમાં શ્રુતની શી સ્થિતિ થઈ છે અને હવે શું થવા બેઠું છે અને શું કરવું જોઈએ એની સમજ તેમનામાં વધારે હોવી જોઈએ એમ આપણે કલ્પીએ તો અસ્થાને નથી. એવી સ્થિતિમાં તેમણે જ શ્રુતની રક્ષા અને વ્યવસ્થા માટે પહેલ કરવી જોઈતી હતી. એ પહેલ કરવાને બદલે તેમણે પહેલ કરનાર અને તે સમયની દૃષ્ટિએ નવો ચીલો પાડનાર સ્થૂલભદ્રની પરિષદને પૂરો અને સાક્ષાત્ સહયોગ ન આપ્યો એ ખામી વિચારકના ધ્યાનમાં આવ્યા વિના નથી રહેતી. તે સમયના સંયોગો એ ખામીને ભારે માનવા ના પાડતા હશે, પણ એ ખામી હતી એમ અત્યારના તટસ્થ વિચારકને લાગ્યા વિના નથી રહેતું. ખામી કહીએ છીએ એટલા માત્રથી શ્રુતધર ભદ્રબાહુ પ્રત્યે આદરહીન બની જઈએ છીએ એમ માની લેવું એ પણ બરાબર નથી. તે વખતે જે બન્યું તેની પુનરાવૃત્તિ ઉત્તરોઉત્તર થતી આવી છે. ચોકાવૃત્તિનું દુષ્પરિણામ સંપ્રતિ અને ખારવેલના સમયનું પૂરું ચિત્ર આપણી સામે નથી, પણ એટલું તો આપણે જાણીએ છીએ કે સંપ્રતિના ધર્મપ્રચાર વિશેના પોતાના પિતામહ અશોક જેવા અસાધારણ પુરુષાર્થની નોંધ દિગંબર વાડ્મયમાં નથી. એ જ રીતે ખારવેલનો શિલાલેખ અત્યારે કહે છે તે પ્રમાણે તેણે ‘અંગસુત’નો ઉદ્ધાર કાંઈ ને કાંઈ કરાવ્યો હોય તો તેની પણ નોંધ દિગંબર કે શ્વેતાંબર એકેના શ્રુતમાં નથી. ભૂતબલિ કે પુષ્પદંત જેવા દિગંબર અનગારોએ શ્રુતરક્ષા માટે જે કાંઈ કર્યું તે વિશે શ્વેતાંબર પરંપરા જાણે સાવ અજ્ઞાત હોય એમ લાગે છે. મથુરામાં આર્ય સ્કંદિલે પરિષદ ભરી જે કામ કર્યું તેની નોંધ શ્વેતાંબર સાહિત્ય સિવાય બીજા એકે જૈન પરંપરાના સાહિત્યમાં નથી. સ્થાનકવાસી કે તેરાપંથીને કે દિગંબર પરંપરાને જાણે તે સાથે કશી જ લેવાદેવા નથી. આ બધું સૂચવે છે કે જ્યારે પણ જૈન શ્રુતની રક્ષા ને વ્યવસ્થાનો પ્રશ્ન આવ્યો ત્યારે મોટે ભાગે અને ખાસ કરીને ત્યાગી ગણાતા અનગારો જ પોતપોતાનો ચોકો બાંધીને એવી રીતે જુદા પડતા યા તટસ્થ રહેતા કે જેને લીધે તેઓ સર્વસાધારણ જૈન શ્રુતની જવાબદારી વીસરી જતા હોય તેવો ભાસ થઈ આવે છે. અલબત્ત, તેઓ પોતપોતાના ચોકામાં પોતાને Page #162 -------------------------------------------------------------------------- ________________ આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી • ૧૫૩ ફાવે અને રુચે એટલું અને એવું શ્રુત સાચવવા કાંઈ ને કાંઈ કરતા જ રહ્યા છે, પણ એવી ચોકાવૃતિને લીધે સર્વને એકસરખું માન્ય થાય, એકસરખું ઉપયોગી થાય અને જૈન પરંપરાના મોભાને પૂર્ણ રીતે ટકવી રાખે એવું મહત્ત્વનું શ્રુત તો લુપ્ત થઈ ગયું છે તેની કબૂલાત દરેક ફિરકો બહુ ઉત્સાહથી આજ સુધી કરતો રહ્યો છે. ! જે જે આચાર્યું કે જે જે સંઘે કે જે જે ફિરકાએ જેટલું અને જે રીતે સાચવ્યું તેની યશોગાથા ગાવામાં તેના વારસદારોએ કચાશ નથી રાખી અને જે નાશ પામ્યું, જે ન સંગૃહીત થઈ શક્યું તે ત્રુટિનો ટોપલો દરેક ફિરકાએ કાળ ઉપર નાખ્યો છે. સૌએ એક જ વાત કહી છે કે કાળ ઊતરતો આવ્યો, દુર્મિક્ષ બહુ પડ્યા, સ્મૃતિ અને આયુષ્ય ઘટ્યાં, એટલે સારામાં સારું અને જૂનામાં જુનું પણ મૃત આપણે ગુમાવ્યું. પણ આમ કહેતી વખતે કે અને સાંભળતી વખતે આપણે એટલો વિચાર નથી કરતા કે કાનહાનિ, દુભિક્ષ અને બીજી અગવડો એ માત્ર જૈન સંઘને જ સ્પર્શ કરતી હતી કે તે જ સ્થાનોમાં વસતા બ્રાહ્મણ અને બૌદ્ધોને પણ સ્પર્શ કરતી? જો કાળહાનિ વગેરે તત્ત્વો સૌને એકસરખાં સ્પર્શ કરતાં તો એવું કયું તત્ત્વ હતું કે જેને લીધે બુદ્ધના ઉપદેશો અવિકલપણે સંગ્રહાયા, લખાયા અને પથ્થરોમાં કોતરાયા, તેમજ વૈદિક અને ઔપનિષદ જેવાં શાસ્ત્રો તેનાં છ અંગો અને અર્થશાસ્ત્ર કે મહાભાષ્ય જેવા ગ્રંથો અક્ષરશઃ સચવાઈ રહ્યાં અને મુખ્ય તેમજ મહત્ત્વનું જૈન શ્રત માત્ર ન સચવાયું! નજીવા મતભેદોને મોટું રૂપ આપવાની ટેવ ખરી વસ્તુસ્થિતિ એવી લાગે છે કે જેને અનગારો શ્રુતભક્તિથી શ્રુતરક્ષા માટે ખરેખર પ્રયત્ન કરતા, પણ તેમનામાં અંદરોઅંદર નજીવી બાબત ઉપર જે મતભેદ પડતા તે મતભેદોને તેઓ એટલું મોટું અને ભયાનક રૂપ આપતા કે જેને લીધે તેમના અનુયાયીઓ દિવસે દિવસે એકબીજાથી સાવ અલગ પડતા જતા હતા, અને શ્રુત જેવી સામાન્ય બાબતમાં પણ એક થઈ શકતા નહિ. આજે આપણે જાણીએ છીએ કે એક વ્યક્તિ પોતાનો મત-વિચાર સાચવી રાખીને પણ બીજા સાથે સર્વસાધારણ હિતકારી બાબતમાં મળી જાય છે, તેની સાથે કામ કરે છે. તો આ જ કરતાં જેને આપણે મોટા ગુણધર સમજતા હોઈએ કે જ્ઞાની સમજતા હોઈએ તેમને પોતપોતાના મતભેદો કાયમ રાખીને પણ સર્વસાધારણ જૈન શ્રુતની રક્ષાના કાર્યમાં ભાગ લેતા કોણ અટકાવે ? જવાબ એ નથી કે કાળહાનિ અવયંભાવી હતી કાળહાનિનો અર્થ પણ છેવટે તો એ જ કે જવબાદાર આગેવાનોની માનસિક નબળાઈ. આ નબળાઈનું તત્ત્વ જૈન સંઘને એવી રીતે વારસામાં મળતું રહ્યું છે કે આજ સુધી તે જૈન સંઘની શ્રુત પ્રત્યેની જવાબદારીને અને તેને અમલમાં મૂકવાની વૃત્તિને સંગીન બનવા દેતું નથી, પંડ્રવર્ધન, મથુરા અને વલભીમાં જે કાંઈ શ્રત વિશે કાર્ય થયું તેમાં પણ તે વખતે મળી શકવાને સંભવ હોય એવા ભિન્ન આચાર્યો મળ્યા નથી. દિવસે ને દિવસે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ • જૈન ધર્મ અને દર્શન અભેદગામી, સમન્વયલક્ષી કે સહકારી તત્ત્વ વિકાસ પામવાને બદલે વિરોધલક્ષી અગર ભેદગામી તત્ત્વ વધારે ને વધારે વિકસતું આપણે ઉત્તર કાળના ઇતિહાસમાં જોઈએ છીએ. તેથી જ્યારે એક વિદ્વાન આગળ આવે ત્યારે મોટે ભાગે બીજા વિદ્વાનો કે આચાર્યો તેને શ્રુતકાર્યમાં સંપૂર્ણ સાથ આપવાને બદલે કાં તો તટસ્થ રહેતા, કાં તો જુદો ચોકો જમાવતા. આનું પરિણામ છેવટે એ જ આવતું જે આજે દેખાય છે. બહુમૂલું જૈન શ્રત આવી સ્થિતિ છતાં સદ્ભાગ્યે આપણને વારસામાં જે કાંઈ શ્રુત મળ્યું છે તે પણ નથી ઓછું કે નથી ઓછા મહત્ત્વનું. ભગવાન મહાવીરના સમયની જ નહિ, પણ તે પહેલાંના કેટલાક સમયની પણ ઘણી હકીકતો આજે જૈન શ્રત દ્વારા પ્રાપ્ત છે. તત્ત્વજ્ઞાનના તત્કાલીન સમાજના, ધાર્મિક આચારો અને સંઘના અને ભાષા આદિ અનેક મુદ્દાના ઈતિહાસની દૃષ્ટિએ એ પ્રાચીન ગ્રુતમાં ઘણું ઘણું ઉપયોગી સચવાયું છે. શ્રુતપરંપરાની સમય સમયની નવી ગોઠવણ, નવા વિચારોનો સમાવેશ, આવશ્યક સંક્ષેપ વિસ્તાર વગેરે બધું થયા છતાં એમાં અતિજૂના અને જૂના અવશેષો જેમના તેમ સુરક્ષિત છે. વસ્તુ એની એ જ કાયમ હોય તો એને પ્રકાશિત કરનારી ભાષામાં કે એની રચનામાં થયેલો ફેરફાર કોઈ ખાસ અસર કરતો નથી. પ્રાકૃત કે અર્ધમાગધીના સંસ્કૃતમાં કે બીજી અંગ્રેજી આદિ ભાષાઓમાં થયેલાં અને થતાં રૂપાંતરો જો કે યથાવતુ હોય છે, પણ તેથી મૂળ ગ્રંથનું મહત્ત્વ જરા પણ ઓછું ન થતાં ઘણી વાર વધે પણ છે. પ્રાચીન જેને શ્રુતની બાબતમાં પણ આમ બન્યું છે. આ એક ભારતીય સંસ્કૃતિના ઇતિહાસની દૃષ્ટિએ સાધારણ સામગ્રી ન ગણાવી જોઈએ. જૈન શ્રતને વેબર, યાકોબી જેવા વિદેશી વિદ્વાનો તેમજ જૈનેતર ભારતીય વિદ્વાનો અનેક દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન આપે છે અને જેના પરિશીલન વાસ્તે તેમણે જિંદગીનો મોટામાં મોટો અને સારામાં સારો ભાગ ખ છે, એટલું જ નહિ, પણ જે જૈન શ્રત આજકાલના વિસ્તરતા જતા વિશ્વમાં અનેક ભાષાઓ દ્વારા વધારે ને વધારે પરિચિત થવા સાથે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે તે જૈન શ્રત પ્રત્યે જેને લોકોની વારસાગત ભક્તિ હોવા છતાં, તે પ્રત્યેનું આધુનિક કર્તવ્ય તેઓ બરાબર ન સમજતા હોય એમ લાગ્યા કરે છે. એકબીજા પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિ પહેલાં તો આપણે જોઈએ છીએ કે દિગંબર પરંપરા પોતાના જ ચોકામાં પુરાયેલી છે, તો શ્વેતાંબર પરંપરા પોતાના ચોકામાં. સ્થાનકવાસી અને તેમાંથી ઉદ્ભવેલ તેરાપંથી એ પણ પોતાના ચોકામાં જ પુરાયેલ છે. ચોકામાં રહેવું એ એક વાત છે અને તેમાં પુરાવું એ બીજી વાત છે. ચોકામાં રહેનાર અનેક આંખોથી બહારનું બધું જુએ-જાણે, તેની સાથે મળેહળે, સહયોગ લે-દે તો એ ચોકો બાધક નથી બનતો, પણ ચોકામાં પુરાનાર તો આંખ-કાન બંધ કરીને જ પુરાય છે; એટલે તો બજાર વિશે કશું જાણવાની Page #164 -------------------------------------------------------------------------- ________________ આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી ... ૧૫૫ દરકાર નથી કરતો, બીજા સાથે મળતો-હળતો નથી, સહાકર લેતો-દેતો નથી અને છેવટે એ પોતાની જાતને નબળી પાડે છે તેમજ બીજાને નબળા બનાવવામાં નિમિત્ત બને છે. લગભગ આવી દશા જૈન ફિરકાના શ્રતની થઈ છે. દિગંબર પરંપરાએ પોતાના અનુયાયીઓમાં જન્મથી જ સંસ્કાર પોષવા માંડ્યો કે અંગકૃત નાશ પામ્યું અને જે અંગ કે આગમઢુત છે તે તો શ્વેતાંબર સાંપ્રદાયિક માણસ ઉપલબ્ધ જૈન શ્રતને આદરથી કે જિજ્ઞાસાથી જોઈ જ ન શકે. જે શ્રુતમાંથી અનેક પુરાતન અને મહત્ત્વની વિગતો યુરોપિયન વિદ્વાનો શોધી રજૂ કરે તે જ શ્રુત દિગંબર પરંપરાને તુચ્છ લાગે ! એ જ રીતે શ્વેતાંબર પરંપરાના સાંપ્રદાયિક લોકો દિગંબર પરંપરાના શ્રુત વિશે પોતાના અનુયાયીઓમાં સંકુચિત સંસ્કાર પોષે તો તેઓ કુંદકુંદ, પૂજ્યપાદ ને સમન્તભદ્ર જેવા સમર્થ વિદ્વાનોના મૃતનું મહત્ત્વ કેવી રીતે આંકી શકે? આ ભેદક રેખા બહુ મોટી છે. એનો ચેપ વારસામાં ઊતરતો સ્થાનકવાસી ફિરકામાં પણ આવ્યો છે. એણે પોતાનો અમુક ચોકો બાંધી માનવા-મનાવવા માંડ્યું કે બત્રીસ આગમ એ જ મુખ્ય છે અને બીજું તો બધું ઠીક જ છે ! આ ચોકાવૃત્તિએ સ્થાનકવાસી ફિરકાને જે શ્રુત અને જ્ઞાનની દરિદ્રતા આપી છે તે વિશે અહીં કાંઈ પણ કહેવું અપ્રસ્તુત છે. અહીં તો એટલું જ પ્રસ્તુત છે કે તે ચોકાવૃત્તિનો વારસો પાછો તેરાપંથને મળ્યો અને તેણે શ્રુતપરંપરાનો વિસ્તાર કરવાને બદલે એક રીતે પોતાની દૃષ્ટિએ તેનું ક્ષેત્ર સંકુચિત કર્યું. આ રીતે આપણે ઇતિહાસક્રમમાં જોઈએ છીએ કે શ્રુત પ્રત્યેની જૈનોની જન્મસિદ્ધ ભક્તિ પણ એટલી બધી આંધળી અને સામયિક કર્તવ્યથી વિમુખ બનતી આવી છે કે અત્યારે માગણી સંતોષે એવો પ્રસ્તાવ તેમની સમક્ષ રજૂ કરતાં પણ માણસ ખમચાય છે. શ્રી સાગરાનંદસૂરિનો ભગીરથ પુરુષાર્થ હવે આપણે નવા યુગ તરફ વળીએ. એક તરફથી યુરોપમાં જૈન શ્રત દાખલ થતાં તેનો અભ્યાસ શરૂ થયો, વધ્યો અને વિસ્તર્યો. તે ઉપર અનેક ભાષામાં અનેક રીતે કામ થયું અને હજી થાય છે. બીજી બાજુ દેશમાં જ પાશ્ચાત્ય વિચારોના પડઘા પડ્યા અને જૈન શ્રતને પ્રકાશિત કરવાનો વિચાર ફેલાતો ગયો. બાબુ ધનપતસિંહજીના પુરાણા પ્રકાશનની વાત જતી કરીએ તોય આપણે આગમવાચનાને જતી કરી શકીએ તેમ નથી. આગમ અને બીજાં શાસ્ત્રોને છપાવવાનો વિરોધ શ્વેતાંબર દિગંબર બંને પરંપરામાં એક સરખો હતો. શ્રીમાન સાગરાનંદસૂરિ પહેલાં વિરોધ પક્ષમાં હતા, પણ તેમની ચકોર દૃષ્ટિએ કાળબળ પારખ્યું અને પોતે જ આગમપ્રકાશનનાં કાર્ય માટે આગળ આવ્યા. મેં એમના સહવાસમાં જોયું છે કે જ્યારે તેઓએ આ ભગીરથ કાર્ય હાથમાં લીધું અને પાટણમાં વાચના સાથે મુદ્રણકાર્ય પણ શરૂ કર્યું ત્યારે તેમાં સાથ આપનારા સાધુઓ એવા ન હતા કે જે ખાસ લાગવગવાળા હોય, જે કાર્યસાધક વિદ્વત્તા પણ ધરાવતા હોય અને જે સાગરજીને તેમના કાર્યમાં સીધા સહાયક પણ થતા હોય. જે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ • જૈન ધર્મ અને દર્શન સાધુઓ તે વખતે આવેલા તે મોટે ભાગે ચાલતી વાચનાના શ્રાવક માત્ર હતા. કામ તો એકલે હાથે એ બાહોશ સાગરજી કરતા. તે વખતે બીજા વિદ્વાન, લાગવગવાળા અને સામગ્રીસંપન્ન આચાર્યો કે સાધુઓએ સાગરજીને, કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા સિવાય, સાથ આપ્યો હોત તો એ આગમપ્રકાશનનું કાર્ય જુદી જ રીતે સંપન્ન થયું હોત. આ બધું છતાં બહુશ્રુત અને પુરુષાર્થી શ્રી સાગરાનંદ સૂચિએ ખરેખર એકલે હાથે અને કલ્પી ન શકાય એટલા થોડા સમયમાં લગભગ બધું આગમથ્થત લોકોને સુલભ કરી દીધું. એને પરિણામે શ્વેતાંબર પરંપરા ઉપરાંત દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી પરંપરામાં પણ નવચેતના પ્રગટી. સૌએ પોતપોતાની દૃષ્ટિએ શ્રુતપ્રકાશનનો માર્ગ અંગીકાર્યો, જે આજે પણ કામ કરી રહ્યો છે. સમયની માગણી પરંતુ સમયની માગણી જુદી હતી અને હજીયે જુદી છે. જેમ જેમ પાશ્ચાત્ય વિચારો અને તેની કાર્યપદ્ધિતિઓ આપણી જાણમાં વધારે ને વધારે આવતી ગઈ, તેમ તેમ આપણને માત્ર પ્રથમ થયેલ કામમાં સંતોષ રહેતો તે ઘટવા લાગ્યો. અને એક જ વસ્તુને નવનવી રીતે લોકો સમક્ષ મૂકવાની વૃત્તિ પ્રબળ અને પ્રબળ થતી ગઈ. યુરોપીયા વિદ્વાનોના હાથે થયેલ સંસ્કરણોની જેવી પ્રતિષ્ઠા છે, તેમનાં લખાણોમાં જે તટસ્થતા અને વિશાળ દૃષ્ટિ છે તેવું આપણે કેમ ન કરીએ? આવી મહત્ત્વાકાંક્ષા આપણી ચેતનામાં જન્મી. હવે “અભિધાનરાજેન્દ્ર અને બીજા તેવા ગ્રંથો માત્રથી સંતુષ્ટ ન રહેતાં કાંઈક તેથી વધારે પદ્ધતિસર, વધારે અગત્યનું અને વધારે ગ્રાહ્ય બને તેવું કામ કરીએ – આવી ભાવના શું ત્યાગી કે શું ગૃહસ્થ બને સમજદાર વર્ગમાં એકસરખી જાગી. એને લીધે છૂટાછવાયા અનેક પ્રયત્નો પણ શરૂ થયા. જૈન પરંપરાના બધા ફિરકામાં, અને એક એક ફિરકાની જુદી જુદી સંસ્થાઓમાં, એ પ્રયત્નો ચાલી રહ્યા છે એ એક પ્રમોદદાયક છે. આ બધું છતાં હવે એવો સમય આવી ગયો છે, અને તે પાક્યો પણ છે, કે જ્યારે આપણે હવે કાંઈક જુદી જ દૃષ્ટિએ અને કાંઈક જુદી જ ભૂમિકા ઉપર જૈન શ્રુતના પ્રકાશનનું કે નવનિર્માણનું કામ હાથ ધરવું જોઈએ. આજની જૈન શ્રુત પ્રત્યેની આપણી મુખ્ય જવાબદારી આ જ છે. એ જુદી દૃષ્ટિ અને જુદી ભૂમિકા શી છે કે જેને લીધે આપણી વારસાગત સંકુચિતતાની ખામી દૂર થાય અને આપણે જાગેલી નવચેતનાને સંતોષી પણ શકીએ. એ હવે સંક્ષેપમાં વિચારીએ. તૈયાર ભૂમિકાનો ઉપયોગ કરી લઈએ આપણે પ્રથમ ભૂમિકાને જોઈએ. જૈન શ્રતને લગતું જે કામ જે દૃષ્ટિએ કરવું પ્રાપ્ત છે તેની સાધનસામગ્રી એ જ આપણી ભૂમિકા છે. પહેલાં પણ આવી સામગ્રી ન હતી કે સર્વથા અજ્ઞાત હતી એમ નથી, પણ આજે તેની સામગ્રી જેટલા પ્રમાણમાં પ્રાપ્ત છે, જેટલા પ્રમાણમાં જ્ઞાત છે અને જેટલા પ્રમાણમાં સુલભ છે, તેટલા પ્રમાણમાં Page #166 -------------------------------------------------------------------------- ________________ આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી ૧૫૭ પ્રથમ ન હતી પ્રાપ્ત કે ન હતી સુલભ. જે જૈન ભંડારો પૂર્ણપણે અવગાહવામાં આવ્યા ન હતા અને જેમાં આ હશે, તે હશે એવી ધારણા સેવાતી હતી, લગભગ તે બધા ભંડારો હવે અથેતિ જોવાઈ ગયા છે અને તેમાંથી બધી સામગ્રી એકત્ર કરવામાં આવી છે. સંભવ હોય તેટલા જૂના સમયની જૂનામાં જૂની હસ્તલિખિત તાડપત્ર અને કાગળની પ્રતિઓ આજે આપણી સામે છે. જૈન શ્રુતિઓ સાથે અનિવાર્ય સંબંધ ધરાવતી અને તેના સંપાદન-પ્રકાશનમાં કીમતી ફાળો આપે તેવી બૌદ્ધ અને બ્રાહ્મણ મૃતની સામગ્રી પણ અનેક રૂપે આજે સર્વથા સુલભ છે. પાલિ પિટકો, મહાયાની સાહિત્ય, એનાં યુરોપીય ભાષાઓમાં અને દેશી ભાષાઓમાં થયેલાં ભાષાંતરો, એના ઉપર થયેલ બીજાં અનેક કોષાદિ કામો અને એમાંથી નીપજેલું તેમજ વિકસેલું ચીની, જાપાની, બર્મી અને સિલોની સાહિત્ય – એ બધું જાણે આંગણામાં હોય એવી સ્થિતિ છે. વેદથી માંડી પુરાણ અને દર્શન આદિ વિષયને લગતા વર્તમાન કાળ સુધીના વૈદિક તેમજ બ્રાહ્મણ પરંપરાના મૂળ ગ્રંથો, તેનાં ભાષાંતરો, તે ઉપરનાં વિવેચનો વગેરે બધું જ આપણામાં છે. બૌદ્ધ અને વૈદિક વાડુમય તેમજ જૈન શ્રતનો એટલો બધો નિકટ સંબંધ છે કે તે એકમેકનાં પૂરક બને છે. આ બધું તો છે જ, પણ તે ઉપરાંત જરથુસ્ટ્રિયન ધર્મના અવેસ્તા આદિ પ્રાચીન ગ્રંથોને લગતી પણ બધી સામગ્રી આજે પ્રાપ્ત છે, જેની સાથે જૈન આચારવિચારનો બહુ જૂનો સંબંધ છે. સાહિત્ય સામગ્રી ઉપરાંત આજે કાર્ય કરી શકે અને કામ લઈ શકાય એવા વિદ્વાનો અને વિશારદોની પણ આપણી પાસે ઠીક ઠીક સંપત્તિ છે. આવી કોટિના જૈન ગૃહસ્થ વિદ્વાનોને લક્ષમાં ન લઈએ તો પણ એકલી જૈન સાધુસંસ્થામાં ગણ્યાગાંઠ્યા પણ ઉચ્ચ કોટિની યોગ્યતા ધરાવનારા ત્યાગીઓ છે જે નવસંસ્કરણ માટે અગત્યની ભૂમિકા છે. એમની જૈન શ્રુત પ્રત્યેની ભક્તિ, એમને પરંપરાગત મળેલો આચાર-વિચારનો વારસો અને એમની સંઘ ઉપરની લાગવગ એ બધું બહુ કીમતી છે. આ સિવાય આ દેશ અને પરદેશમાં એવા અનેક વિદ્વાનો, અધ્યાપકો અને સંશોધકો કૉલેજ, યુનિવર્સિટી તેમજ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આદિમાં કામ કરી રહ્યા છે, જેમને જ્ઞાનની દૃષ્ટિએ જૈન શ્રુતના સંપાદનમાં, તેના પ્રકાશનમાં અને તેને લગતા વિવેચન આદિમાં ઊંડામાં ઊંડો રસ છે: એટલું જ નહિ, પણ આપણે ઇચ્છીએ અને લઈ શકીએ તો તેઓ પ્રસ્તુત કાર્યમાં બહુ કીમતી મદદ કરી શકે તેમ છે. સંપાદનમ્રકાશનને લગતી આ ભૂમિકા જાણે પહેલાં કદી ન હતી તેવી કાળક્રમે નિર્માઈ છે. એનો ઉપયોગ જૈન શ્રુતના નવસંસ્કરણમાં કરવો એ આપણું દૃષ્ટિબિંદુ હોઈ શકે. જિજ્ઞાસાને સંતોષવાની દૃષ્ટિ રાખીએ આપણે જે સંપાદન, પ્રકાશન, વિવેચન અને નિર્માણ કરવા ઈચ્છીએ છીએ, તેની પાછળ કઈ દૃષ્ટિ હોવી જોઈએ તે વિચારવું યોગ્ય ગણાશે. પહેલાં જે જૈન શ્રુત માત્ર Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮૦ જૈન ધર્મ અને દર્શન જૈન પરંપરામાં અભ્યાસનો વિષય હતું, અને તે પણ ધર્મ કે શ્રદ્ધાની દૃષ્ટિએ, તે જૈન શ્રુત આજે જૈન પરંપરા ઉપરાંત અન્ય પરંપરાઓમાં પણ જિજ્ઞાસાનો વિષય બન્યું છે. સ્કૂલથી માંડી કૉલેજ, યુનિવર્સિટી અને રીસર્ચને લગતી સંસ્થાઓમાં એનું ક્ષેત્ર વિસ્તર્યું છે. ભારત અને ભારતની બહાર, જ્યાં દેખો ત્યાં અન્ય પ્રાચીન સાહિત્યની પેઠે જૈન પ્રાચીન વાડ્મય ત૨ફ વિદ્વાનોનું ધ્યાન ગયું છે, ને આપણે ન જાણીએ તેવી રીતે અનેક સ્થાનોમાં જૈનેતરો અને વિદેશીઓ પણ એ વાડ્મયને લગતું ઘણું કામ કરી રહ્યા છે. એ જ રીતે પોતાની ઢબે પણ જૈન પરંપરાના જુદાજુદા ફિરકાઓ એ વિશે કાંઈ ને કાંઈ કરી રહ્યા છે. આમ હોવા છતાં આજની વિસ્તરતી જિજ્ઞાસાને દરેક રીતે સંતોષે એવી દૃષ્ટિથી જૈન શ્રુતનું નવસંસ્કરણ કરવું આવશ્યક છે. તે માટે ફિરકાઓએ પોતાના જૂના પૂર્વગ્રહો શિથિલ ક૨વા જોઈએ. શ્રુતકાર્યમાં મોખરે ઊભા રહી શકે એવા ત્યાગીવર્ગે આ કાર્યમાં પોતાનો પૂરો સાથ આપવો ઘટે. દરેક યોગ્ય વિદ્વાન કે ત્યાગી પોતાને ભાગે આવતું અને પોતે કરી શકે તેવું કામ પોતાને ઇષ્ટ સ્થાને રહીને પણ કરી શકે એવી દૃષ્ટિથી કામની વહેંચણી થવી ઘટે. આ કામ કોઈ અમુક ફિરકાનું જ છે કે અમુક ગચ્છની અમુક વ્યક્તિ જ કામ કરે છે કે અમુક સંઘ જ તેમાં રસ લે છે, તેથી તેની સાથે આપણે શી લેવા-દેવા ? – એવી કાળજૂની સંકુચિતતાને ખંખેરી છેવટે આ બધું કાર્ય કોઈ એકનું નથી પણ સહુનું છે, છેવટે અમુક ગણીગાંઠી વ્યક્તિઓ તો મુખ્ય ભાગ લે જ, તો આપણે પણ શા માટે ન લઈએ ? વગેરે ઉદાત્ત ભાવના દ્વારા હાર્દિક સહકાર આપવા પૂરતી દૃષ્ટિ શું ગૃહસ્થોમાં કે શું ત્યાગીઓમાં આવશ્યક છે; અને એ દૃષ્ટિથી કામ કરીએ તો મને લાગે છે કે જૈન શ્રુતનું ધારેલું નવસંસ્કરણ કોઈ અનેરો જ રંગ લે ! પછી તો એવું અવશ્ય બનવાનું કે જ્યાં જ્યાં શાસ્ત્રીય વિદ્યાઓનું અધ્યયન-સંશોધન થતું હશે ત્યાં સર્વત્ર જૈન વાડ્મયનું સ્થાન અનિવાર્યપણે હશે. તેથી આપણી દૃષ્ટિ એવી હોવી જોઈએ કે સાધારણ અને ઉચ્ચ કોટીના વિદ્વાનોને સંતોષી શકે, એમની માગણીઓને પૂરી કરી શકે તે રીતે અને તે દૃષ્ટિથી જૈન શ્રુતનું નવસંસ્કરણ થાય. જવાબદારી અદા કરવાનો સમય ― જૈન શ્રુત પ્રત્યે આજની આપણી જવાબદારી આ છે, અને તે પૂરી કરવાનો સમય પાક્યો છે. કાળબળ આપણી સાથે છે. સાધનો અપરિમિત છે. આ બધું જોતાં મને એમ લાગે છે કે હવે આપણે માત્ર ચોકાબદ્ધ ન રહેતાં વિશાળ દૃષ્ટિ કેળવી આપણી જવાબદારી અદા કરીએ. - · જૈન પર્યુષણાંક', શ્રાવણ ૨૦૦૮ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૨૧. જ્ઞાનસંસ્થા અને સંઘસંસ્થા તથા તેનો ઉપયોગ જ્યાં માનવજાત છે ત્યાં જ્ઞાનનો આદર સહજ હોય જ છે, અને જરા ઓછો હોય તો એને જમાવવો પણ સહેલ છે. હિંદુસ્તાનમાં તો જ્ઞાનની પ્રતિષ્ઠા હજારો વર્ષથી ચાલી આવે છે. બ્રાહ્મણ અને શ્રમણ સંપ્રદાયની ગંગા-યમુનાની ધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના ૫ટ ઉ૫૨ જ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનું તપ એટલે બીજું કાંઈ જ નહિ, પણ જ્ઞાનની ઊંડી શોધ. જે શોધ માટે એમણે તન તોડ્યું, રાતદિવસ ન ગણ્યાં અને તેમની જે ઊંડી શોધ જાણવા-સાંભળવા હજારો માણસોની મેદની તેમની સામે ઊભરાતી, તે શોધ એ જ જ્ઞાન, અને એના ઉપર જ ભગવાનના પંથનું મંડાણ છે. ભગવાનના નિર્વાણ પછી એમના અનુભવજ્ઞાનનો આસ્વાદ લેવા એકત્ર થયેલ અથવા એકત્ર થનાર હજારો માણસો એ જ્ઞાન પાછળ પ્રાણ પાથરતા. એ જ્ઞાને શ્રુત અને આગમ નામ ધારણ કર્યું. એમાં ઉમેરો પણ થયો અને સ્પષ્ટતાઓ પણ થતી ચાલી. જેમ જેમ એ શ્રુત અને આગમના માનસરોવરને કિનારે જિજ્ઞાસુ હંસો વધારે અને વધારે આવતા ગયા તેમ તેમ એ જ્ઞાનનો મહિમા વધતો ચાલ્યો. એ મહિમાની સાથે જ એ જ્ઞાનને મૂર્ત કરનાર એનાં સ્થૂળ સાધનોનો પણ મહિમા વધતો ચાલ્યો. સીધી રીતે જ્ઞાન સાચવવામાં મદદ કરનાર પુસ્તક-પાનાં જ નહિ, પણ તેના કામમાં આવનાર તાડપત્ર, લેખણ, શાહીનો પણ જ્ઞાનના જેટલો જ આદર થવા લાગ્યો. એટલું જ નહિ, પણ એ પોથી–પાનાનાં બંધનો, તેને રાખવા મૂકવા અને બાંધવાનાં ઉપકરણો પણ બહુ જ સત્કારાવા લાગ્યાં. જ્ઞાન આપવા અને મેળવવામાં જેટલું પુણ્યકાર્ય, તેટલું જ જ્ઞાનનાં સ્થૂળ ઉપકરણોને આપવા અને લેવામાં પુણ્યકાર્ય મનાવા લાગ્યું. જ્ઞાનપ્રાપ્તિ માટે અનેક તપો યોજાયાં હતાં. એવાં તપો જાહેરમાં વધારે આવે અને ચોમેર જ્ઞાનનું આકર્ષણ વધે એટલા માટે મોટાં મોટાં જ્ઞાનતપનાં ઉત્સવો અને ઉષ્મણાંઓ યોજાયાં, તેની અનેક જાતની પૂજાઓ રચાઈ, ગવાઈ અને તેને લીધે એવું વાતાવરણ બની ગયું કે જૈનનો એકેએક બચ્ચો વગર ભણે એમ સમજવા મંડી ગયો કે કરોડો ભવનાં પાપ એક જ પદના કે એક જ અક્ષરના જ્ઞાનથી બળી શકે છે.’ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ • જૈન ધર્મ અને દર્શન આ જ્ઞાનની ભક્તિ અને મહિનામાંથી, જે એક વારના વ્યક્તિગત અને જાતે ઉપાડી શકાય એટલા જ સાધુઓના ખંભે અને પીઠે ભંડારો લટકતા, તે બીજાં કારણો ઉપસ્થિત થતાં મોટા બન્યા અને ગામ તથા શહેરમાં દશ્યમાન થયા. એક બાજુ શાસ્ત્રસંગ્રહ અને લખાણનો વધતો જતો મહિમા અને બીજી બાજુ સંપ્રદાયોની જ્ઞાન વિશેની હરીફાઈઓ – આ બે કારણોને લીધે પહેલાંની એક વારની મોઢે ચાલી આવતી જ્ઞાનસંસ્થા આખી જ ફેરવાઈ ગઈ અને મોટા મોટા ભંડારરૂપમાં દેખા દેવા લાગી. દરેક ગામ અને શહેરના સંઘને એમ લાગે જ કે અમારે ત્યાં જ્ઞાનભંડાર હોવો જ જોઈએ. દરેક ત્યાગી સાધુ પણ જ્ઞાનભંડારની રક્ષા અને વૃદ્ધિમાં જ ધર્મની રક્ષા માનતો થઈ ગયો. પરિણામે આખા દેશમાં, એક છેડેથી બીજા છેડા સુધી, જેન જ્ઞાનસંસ્થા ભંડારરૂપે વ્યવસ્થિત થઈ ગઈ. ભંડારો પુસ્તકોથી ઊભરાતા ચાલ્યા. પુસ્તકોમાં પણ વિવિધ વિષયોનું અને વિવિધ સંપ્રદાયોનું જ્ઞાન સંઘરાતું ગયું. સંઘના ભંડારો, સાધુના ભંડારો અને વ્યક્તિગત માલિકીના પણ ભંડારો – એમ ભગવાનના શાસનમાં ભંડાર, ભંડાર અને ભંડાર જ થઈ ગયા! એની સાથે જ મોટો લેખકવર્ગ ઊભો થયો, લેખનકળા વિકાસ પામી અને અભ્યાસીવર્ગ પણ ભારે વધ્યો. છાપવાની કળા અહીં આવી ન હતી. ત્યારે પણ કોઈ એક નવો ગ્રંથ રચાયો કે તરત જ તેની સેંકડો નકલો થઈ જતી અને દેશના બધે ખૂણે વિદ્વાનોમાં વહેંચાઈ જતી. આ રીતે જૈન સંપ્રદાયમાં જ્ઞાન સંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. વંદા, ઊધઈ અને ઉંદરો તેમજ ભેજ, શરદી અને બીજાં કુદરતી વિબો જ નહિ, પણ ધમધ યવનો સુધ્ધાંએ આ ભંડારો ઉપર પોતાનો નાશકારક પંજો ફેરવ્યો, હજારો ગ્રંથો તદ્દન નાશ પામ્યા, હજારો ખવાઈ ગયા, હજારો રક્ષકોની અને બીજાઓની બેપરવાઈથી નષ્ટભ્રષ્ટ થઈ ગયા, છતાં જ્ઞાન તરફની જીવતી જૈનભક્તિને પરિણામે આજે પણ એ ભંડારો એટલા બધા છે અને એમાં એટલું બધું વિવિધ તેમજ જૂનું સાહિત્ય છે કે તેનો અભ્યાસ કરવા માટે સેંકડો વિદ્વાનો પણ ઓછા જ છે. પરદેશના અને આ દેશના કોડીબંધ શોધકો અને વિદ્વાનોએ આ ભંડારોની પાછળ વષ ગાળ્યાં છે અને એમાંની વસ્તુ તથા એનો પ્રાચીન રક્ષાપ્રબંધ જોઈ તેઓ ચકિત થયા છે. વર્ષો થયાં કોડીબંધ છાપખાનાંઓને જૈન ભંડારો પૂરતો ખોરાક આપી રહ્યા છે, અને હજી પણ વર્ષો સુધી તેથી વધારે ખોરાક પૂરો પાડશે. ભંડારો જેમ નામમાં તેમ સ્વરૂપમાં પણ હવે બદલાયા છે. હવે પુસ્તકાલયો, લાઇબ્રેરીઓ, જ્ઞાનમંદિરો અને સરસ્વતીમંદિરોનાં નામ તેઓએ ધારણ કર્યા છે, અને કલમને બદલે બીબાંમાંથી લખાઈ નવે આકારે પુસ્તકો બહાર પડતાં જાય છે. ભંડારોની જૂની સંગ્રાહક શક્તિ હજી પુસ્તકાલયોમાં કાયમ છે; એટલું જ નહિ, પણ જમાનાના જ્ઞાનપ્રચાર સાથે તે વધી છે. તેથી જ આજનાં જૈન પુસ્તકાલયો જૂના જૈન ગ્રંથો ઉપરાંત આધુનિક, દેશી, પરદેશી અને બધા સંપ્રદાયોના સાહિત્યથી ઊભરાતાં ચાલ્યાં છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા તથા તેનો ઉપયોગ • ૧૬૧ બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સંપ્રદાયના ભંડારો વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડારો વ્યક્તિની માલિકીના હોય છે, જ્યારે જૈન ભંડારો બહુધા સંઘની માલિકીના જ હોય છે; અને ક્વચિત વ્યક્તિની માલિકીના હોય ત્યાં પણ તેનો સદુપયોગ કરવા માટે તે વ્યક્તિ માલિક છે, અને દુરુપયોગ થતો હોય ત્યાં મોટે ભાગે સંઘની જ સત્તા આવીને ઊભી રહે છે. બ્રાહ્મણો આસો મહિનામાં જ પુસ્તકોમાંથી ચોમાસાનો ભેજ ઉડાડવા અને પુસ્તકોની સારસંભાળ લેવા ત્રણ દિવસનું એક સરસ્વતીશયન નામનું પર્વ ઊજવે છે, જ્યારે જૈનો કાર્તિક સુદિ પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તકો અને ભંડારોને પૂજે છે, અને એ નિમિત્તે ચોમાસાથી સંભવતો બગાડ ભંડારોમાંથી દૂર કરે છે. આ રીતે જૈન જ્ઞાનસંસ્થા, જે એક વાર માત્ર મૌખિક હતી તે, અનેક ફેરફાર પામતાં પામતાં, અનેક ઘટાડા-વધારા અને અનેક વિવિધતા અનુભવતાં અનુભવતાં આજે મૂર્તરૂપે આપણી સામે છે. પરંતુ આ બધું વારસાગત હોવા છતાં અત્યારે જમાનાને પહોંચી વળે તેવો કોઈ અભ્યાસીવર્ગ એ ભંડારોની મદદથી ઊભો થતો નથી. પ્રાચીન અને મધ્યકાળમાં જે ભંડારોએ સિદ્ધસેન અને સમંતભદ્ર, હરિભદ્ર અને અકલંક, હેમચંદ્ર અને યશોવિજયને જન્માવ્યા. તે જ ભંડારો અને તેથીયે મોટા ભંડારો વધારે સગવડ સાથે આજે હોવા છતાં અત્યારે વિશિષ્ટ અભ્યાસીને નામે મીંડું છે. કોઈને જાણે સંગ્રહ સિવાય બીજી ખાસ પડી જ ન હોય તેમ અત્યારની આપણી સ્થિતિ છે. બેએક અપવાદને બાદ કરીએ તો આ જ્ઞાનસંસ્થાનો વારસો સંભાળી રાખનાર અને ધરાવનાર ત્યાગીવર્ગ જાણે તુષ્ટિમાં પડી ગયો છે, અને અત્યારના યુગની સામે તેના ઉપર જ્ઞાનની દૃષ્ટિએ કેટલી મોટી જવાબદારી છે એ વાત જ છેક ભૂલી ગયો છે અથવા સમજી શક્યો નથી, એમ કોઈપણ આખા સાધુવર્ગના પરિચય પછી કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. આ ભંડારોનો ઉપયોગ અભ્યાસ નો સર્જવામાં જ ખરો હોઈ શકે. અત્યાર સુધી જે એની ધૂળ પૂજા થઈ તેણે હવે અભ્યાસનું રૂપ ધારણ કરવું જોઈએ. સાધવર્ગ એ વસ્તુ સમજે તો ગૃહસ્થો પણ એ દિશામાં પ્રેરાય અને આપણો વારસો બધે સુવાસ ફેલાવે. અત્યારે જે કેટલાક ખંડ ભંડારી છે, એક જ ગામ કે શહેરમાં અનેક ભંડારો છે, એક જ સ્થળે એક જ વિષયનાં અનેક પુસ્તકો છતાં પાછાં વળી તેનાં અનેક પુસ્તકો લખાયે જ જવાય છે અથવા સંઘરે જ જવાય છે, તે બધાંનો ઉપયોગની દષ્ટિએ વિચાર કરી એક કેંદ્રસ્થ ભંડાર તે તે સ્થાને બનવો જોઈએ, અને દરેક ગામ કે શહેરના કેંદ્રસ્થ ભંડાર ઉપરથી એક મહાન સરસ્વતીમંદિર ઊભું થવું જોઈએ. જ્યાં કોઈપણ દેશપરદેશનો વિદ્વાન આવી અભ્યાસ કરી શકે અને તે તરફ આવવા લલચાય. લંડન કે બર્લિનની લાઈબ્રેરીનું ગૌરવ એ મુખ્ય સરસ્વતીમંદિરને મળે અને તેની અંદર અનેક Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ • જૈન ધર્મ અને દર્શન જાતની ઉપયોગી કાર્યશાખાઓ ચાલે, જેના દ્વારા ભણેલા કે અભણ સમગ્ર જનતામાં એ જ્ઞાનગંગાના છાંટા અને પ્રવાહો પહોંચે. આટલું આપણા ત્યાગી ગુરુઓ ન કરે તો તેઓ ઇચ્છશે છતાં તેમનામાંથી આલસ્ય, ક્લેશ અને બિનજવાબદારીનું જીવન કદી જ જવાનાં નથી. તેથી સાધુતાને જીવતી કરવા આ ભંડારોના જીવંત ઉપયોગમાં જ વ્યવસ્થિત રીતે સાધુવર્ગે નિયંત્રણપૂર્વક અને ઇચ્છાપૂર્વક, એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય, ગોઠવાઈ જવું જોઈએ. જેમના પૂર્વજોએ ખંભે જ્ઞાનની કાવડનો ભારેમાં ભારે બોજો લાકડીને ટેકે ઉપાડી, પગપાળા ચાલી, કેડ વળી જાય ત્યાં સુધી અને ધોળાં આવે ત્યાં સુધી જહેમત ઉઠાવી છે અને એકેએક જણને તાજું જ્ઞાનામૃત પાવાની કોશિશ કરી છે તે સાધુવર્ગને મારા જેવા ક્ષુદ્ર જ્ઞાનપિપાસુ સેવકે એમને વારસાગત કાર્ય જમાનાની રીતે બનાવવા માટે વિનવણી કરવી, એમાં તો વિનવણી કરનાર અને વિનવાતા વર્ગ બંનેનું અપમાન છે. હું મારું પોતાનું અપમાન ગળી જાઉં તોપણ એ જ્ઞાનગંગાવાહીઓનું અપમાન સહી શકાય નહિ. તેથી તેઓ આપોઆપ સમજી જઈ વિનવણીને નિરર્થક સાબિત કરે. સંઘસંસ્થા હવે આપણે વિષયના બીજા ભાગ તરફ વળીએ. બૌદ્ધો અને બીજા આજીવક જેવા શ્રમણ પંથોની પેઠે જૈનો વર્ણવ્યવસ્થામાં નથી માનતા, એટલે એમને વર્ણોનાં નામ સામે કે વિભાગ સામે વાંધો નથી, પણ એ વર્ણવિભાગને તેઓ વ્યાવહારિક કે આધ્યાત્મિક વિકાસમાં બંધનરૂપ માનવાની ના પાડે છે. બ્રાહ્મણ સંપ્રદાય વર્ણવિભાગમાં વહેંચાયેલો અને બંધાયેલો છે. એમાં જ્યારે વર્ણવિભાગે વ્યાવહારિક અને આધ્યાત્મિક વિકાસ સાધવામાં બંધન ઊભું કર્યું અને આર્ય માનવોના માનસિક વિકાસમાં આડ ઊભી કરી ત્યારે ભગવાન મહાવીરે એ આડ ફેંકી દેવા અને સામ્યવાદ સ્થાપવા બુદ્ધના જેટલો જ પ્રયત્ન કર્યો. જેઓ જેઓ ભગવાન મહાવીરના અનુગામી થતા ગયા તેઓ વર્ણનું બંધન ફેંકતા કે ઢીલું તો કરતા જ ગયા, છતાં પોતાના પૂર્વજોના અને પોતાના જમાનાના બ્રાહ્મણપંથી પડોશીઓના કડક વર્ણબંધનોના સંસ્કારોથી છેક જ અલિપ્ત રહી ન શક્યા. એટલે વળી બ્રાહ્મણપંથે જ્યારે જ્યારે જોર પકડયું, ત્યારે ત્યારે જૈનો એ પંથના વર્ણબંધનના સંસ્કારોથી કાંઈક અને કાંઈક રીતે લેપાયા. એક તરફ વર્ણબંધન સામેના જૈનવિરોધ બ્રાહ્મણપંથ ઉપર સીધી અસર કરી અને તે પંથના વર્ણબંધન સંસ્કારો કાંઈક મોળા પડ્યા, તો બીજી તરફ બ્રાહ્મણપંથના વર્ણબંધન વિશેના દઢ આગ્રહે જૈનપંથ ઉપર અસર પાડી. જેને લીધે ઇચ્છાએ કે અનિચ્છાએ, એક અથવા બીજે રૂપે, જેને લોકોમાં વર્ણસંસ્કારોનું કાંઈક વાતાવરણ આવ્યું. આ રીતે વર્ણબંધનના વિરોધી અને અવિરોધી Page #172 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા તથા તેનો ઉપયોગ - ૧૬૩ બંને પક્ષો એકબીજા સાથે લડતા અફળાતા છેવટે એકબીજાની થોડીઘણી અસર લઈ, સમાધાનીપૂર્વક આ દેશમાં વસે છે. - આ તો ટૂંકમાં ઐતિહાસિક અવલોકન થયું, પણ ભગવાન મહાવીરે જ્યારે વર્ણબંધનનો છેદ ઉડાડી મૂક્યો ત્યારે ત્યાગના દૃષ્ટિબિંદુ ઉપર પોતાની સંસ્થાના વર્ગો પાડ્યા. મુખ્ય બે વર્ગઃ એક ઘરબાર અને કુટુંબકબીલા વિનાનો ફરતો અનગાર વર્ગ, અને બીજો કુટુંબકબીલામાં રાચનાર સ્થાનબદ્ધ અગારી વર્ગ. પહેલો વર્ગ પૂર્ણ ત્યાગી. એમાં સ્ત્રી અને પુરુષો બંને આવે, અને તે સાધુ-સાધ્વી કહેવાય. બીજો વર્ગ પૂર્ણ ત્યાગનો ઉમેદવાર. એમાં પણ સ્ત્રી અને પુરુષો બંને આવે અને તે શ્રાવક-શ્રાવિકા કહેવાયા. આ રીતે ચતુર્વિધ સંઘવ્યવસ્થા, અથવા બ્રાહ્મણપંથના પ્રાચીન શબ્દનો નવેસર ઉપયોગ કરીએ તો ચતુર્વિધ વર્ણવ્યવસ્થા, શરૂ થઈ. સાધુસંઘની વ્યવસ્થા સાધુઓ કરે. એના નિયમો એ સંઘમાં અત્યારે પણ છે, અને શાસ્ત્રમાં પણ બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે મુકાયેલા છે. સાધુસંઘ ઉપર શ્રાવકસંઘનો અંકુશ નથી એમ કોઈ ન સમજે. પ્રત્યેક નિવિર્વાદ સારું કાર્ય કરવા સાધુસંઘ સ્વતંત્ર જ છે, પણ ક્યાંય ભૂલ દેખાય અથવા તો મતભેદ હોય અથવા તો સારા કાર્યમાં પણ ખાસ મદદની અપેક્ષા હોય ત્યાં સાધુસંઘે પોતે જાતે જ શ્રાવકસંઘનો અંકુશ પોતાની ઇચ્છાથી જ સ્વીકાર્યો છે. એ જ રીતે શ્રાવકસંઘનું બંધારણ ઘણી રીતે જુદું હોવા છતાં તે સાધુસંઘનો અંકુશ સ્વીકારતો જ આવ્યો છે. આ રીતે પરસ્પરના સહકારથી એ બંને સંઘો એકંદર હિતકાર્ય જ કરતા આવ્યા છે. મૂળમાં તો સંઘના બે જ ભાગ અને ધર્મની દષ્ટિએ મહાવીરનો એક જ સંઘ, છતાં ગામ અને શહેર તેમજ પ્રદેશોના ભેદ પ્રમાણે એ સંઘ લાખો નાના નાના ભાગોમાં વહેંચાઈ ગયો; અને વળી દુર્દેવથી પડેલા શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી જેવા ત્રણ ફાંટાઓને એ લાખો નાનકડા સંઘો સાથે ગુણીએ તો એ અનેક લાખો નાનકડા ટુકડા થઈ જાય. દુર્દેવ ત્યાંથી જ ન અટક્યું, પણ ગચ્છ વગેરેના ભેદો પાડી તેણે એ નાના ટુકડાઓના, આજના હિંદુસ્તાનના ખેડૂતોની ખેડવાની જમીનના નાના ટુકડાની પેઠે, વધારે અને વધારે ભાગલા પાડી દીધા. આ બધું છતાં જન સમાજમાં કેટલાંક એવાં સામાન્ય તત્ત્વો સુરક્ષિત છે અને ચાલ્યાં આવે છે કે જેને લીધે આખો જૈન સંઘ એકત્ર થઈ શકે અને એક સાંકળમાં બંધાઈ પ્રગતિ કર્યે જાય. એ સામાન્ય તત્ત્વોમાં ભગવાન મહાવીરે વારસામાં આપેલી અનેક વસ્તુઓમાંની શ્રેષ્ઠ, શાશ્વત અને સદા ઉપયોગી બ વસ્તુઓ આવે છે : એક, અહિંસાનો આચાર અને બીજી, અનેકાંતનો વિચાર. ભગવાન મહાવીરનો સંઘ એટલે પ્રચારક સંઘ. પ્રચાર શેનો ? તો ઉપલી બે વસ્તુઓનો, અને એ બે વસ્તુઓની સાથે અથવા એ બે વસ્તુઓના વાહનરૂપે નાનીમોટી WWW.jainelibrary.org Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ • જૈન ધર્મ અને દર્શન બીજી અનેક વસ્તુઓનો. હવે નાના નાના કટકાઓમાં વહેંચાયેલો અને વળી વધારે ને વધારે આજે વહેંચાતો જતો જૈનસંઘ પોતાના પ્રચારધર્મના ઉદ્દેશને અને પ્રચારની વસ્તુને સમજી લે, તેમજ આ સમયમાં આ દેશમાં તેમજ સર્વત્ર લોકોની શી અપેક્ષા છે, તેઓ શું માગે છે, એ વિચારી લે, અને લોકોની એ માગણી અહિંસા તેમજ અનેકાંત દ્વારા કેવી રીતે પૂરી પાડી શકાય એનો અભ્યાસ કરી લે તો હજુયે એ સંઘ એ તત્ત્વો ઉપર અખંડ રહી શકે અને એનું બળ ટકી શકે. ફરજનું ભાન જ સમય, શક્તિ અને બુદ્ધિનો દુરુપયોગ અટકાવે છે. તેથી જૈનસંઘે પહેલાં પોતાની ફરજનું ભાન જીવનમાં જીવતું કરવું જોઈએ. દેશના સદૂભાગ્યે તેમાં જૈન જેવો પ્રચારક સંઘ પડ્યો છે. તેનું બંધારણ વિશાળ છે. તેનું કાર્ય સૌને જોઈએ અને સૌ માગે તેવું જ છે. એટલે અત્યારે, બીજે કોઈપણ વખતે હતી તે કરતાં, સંઘ સંસ્થાને વ્યવસ્થિત કરવાની વધારે જરૂર છે. જો સંઘના આગેવાનો પોતાની સંઘસંસ્થાને નિદ્માણ જોવા ન માગતા હોય અને પોતાના વારસદારોનો શાપ તેમજ દેશવાસીઓનો તિરસ્કાર વહોરવા ન માગતા હોય તો અત્યારે સંઘસંસ્થાને વ્યવસ્થિત કરવાની અને તેનો ઉપયોગ રાષ્ટ્ર પરત્વે કરવાની ખાસ જરૂર છે. આ દેશમાં જે એક વાર ભારે વગસગ ધરાવતો તે બૌદ્ધ સંઘ હયાત નથી, છતાં જૈનસંઘ તો છે જ. એટલે આ સંસ્થાનો ઉપયોગ દેશ પરત્વે પહેલાં જ થવો ઘટે; અને માત્ર તબલાં કે ખડતાલ, ઝાંઝર કે ડાંડિયારા વગાડવા-વગડાવવામાં તેમજ નિર્જીવ જમણવારોની મીઠાઈઓ ખાવા-ખવરાવવામાં અને બહુ તો ભપકાબંધ વરઘોડા ચડાવવામાં જ એ સંઘસંસ્થા પોતાની ઇતિશ્રી ન સમજે. જો કોઈ શાસનદેવી હોય અને તેના સુધી સાચી પ્રાર્થના પહોંચતી હોય, અને પ્રાર્થના પહોંચ્યા પછી તે કાંઈ કરી શકતી હોય, તો આપણે બધા તેને પ્રાર્થીશું કે આજે જ તેને પોતાનું શાસનદેવતા નામ સફળ કરવાનો વખત આવ્યો છે. જો આજે તે ઉદાસીન રહે તો ફરી તેને પોતાનો અધિકાર ઓજસ્વી બનાવવાની તક આવશે કે નહિ એ કહેવું કઠણ છે. ખરી વાત તો એ છે કે આપણે બધા જ શાસનદેવતા છીએ, અને આપણામાં જ બધું સારું કે નરસું કરવાની શક્તિ છે અને પ્રાર્થના કરનાર પણ આપણે જ છીએ, એટલે આપણી પ્રાર્થના આપણે જ પૂરી કરવાની છે. જો એ કામ આપણે ન કરીએ તો શાસનદેવતાને ઠપકો આપવો એનો અર્થ આપણી જાતને મૂર્ખ બનાવ્યા બરાબર છે. પુરુષાર્થ ન હોય તો કશું જ થતું નથી અને હોય તો કશું જ અસાધ્ય નથી. તેથી આપણે આપણો પુરુષાર્થ સંઘસંસ્થાને દેશોપયોગી કરવામાં પ્રેરીએ એટલે આપણું કામ કેટલેક અંશે પૂરું થયું. - પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૨૨. વિજયધર્મસૂરિ અને શિક્ષણસંસ્થાઓ શ્રી વિજયધર્મસૂરીશ્વરના જયંતી-ઉત્સવમાં મેં ૨૫ વર્ષ સુધી ભાગ નથી લીધો અને આજે હું એમાં ભાગ લઈ રહ્યો છું એ શું સુવર્ણચંદ્રકની લાલચે ? એમ કોઈને સહજ પ્રશ્ન થાય; પણ હું એટલું જ કહ્યું કે શ્રી વિજયધર્મસૂરીશ્વરને – તેમનાં શક્તિ અને સામર્થ્યને – હું પિછાનું છું, પણ એનો હું એ રીતે ઉપયોગ કરવા નથી માગતો કે જેથી એ કોઈને માટે કેવળ પ્રચારના સાધનરૂપ બની રહે. બાકી એમના પ્રત્યે મને હંમેશાં આદર રહ્યો છે અને તેથી જ તો મેં મારી એક સારામાં સારી ગ્રંથકૃતિ તેમને સમર્પ છે. આવી જંયતીનો અર્થ હું તો એવો જ સમજું છું કે તે વ્યક્તિને ખરા રૂપમાં આપણે સમજીએ અને તેમાંથી જે જીવનમાં ઉતારવા યોગ્ય હોય તેને જીવનમાં ઉતારીએ. બાકી તો ઘણીય જયંતીઓ ઊજવાય છે અને ભૂલી જવાય છે. એ જાણે રોજના અનુભવની વાત બની ગઈ છે. આવી ઉજવણીઓ મારા મન સાથે સંગત થતી નથી. મારા ખ્યાલ મુજબ વિજ્યધર્મસૂરીશ્વરનો એક વિશિષ્ટ ગુણ એ હતો કે જે ગુણની આજે પણ જૈન સમાજને જરૂર છે. તે ગુણ એટલે ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાની કલ્પના અને એ કલ્પનાને મૂર્ત રૂપ આપવાનાં સૂઝ અને સાહસ વિજયધર્મસૂરિજીના સાહસને ગુજરાતનું ક્ષેત્ર અનુકૂળ ન હતું. તેથી તેમણે કાશીનો માર્ગ ગ્રહણ કર્યો એ જાણીતી બીના છે. આપણે ત્યાં શ્વેતાંબર સમાજમાં હજુ સુધી પણ ગૃહસ્થો માત્ર શ્રાવકો (સાંભળનારાઓ) જ રહ્યા છે અને તેથી જ શ્વેતાંબર પરંપરાના ઇતિહાસમાં તત્ત્વજ્ઞા જૈન ગૃહસ્થ વિદ્વાન હોવાનો એક દાખલો નોંધાયો નથી. દિગંબર સમાજમાં જરૂર ગૃહસ્થ વિદ્વાનો થયા છે. વિજયધર્મસૂરીશ્વરને યુગપ્રવર્તક કહેવામાં આવે છે, તેનો અર્થ એટલો કે શ્વેતાંબર જૈન સમાજમાં ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાનો યુગ તેમણે પ્રવર્તાવવાનો પ્રયત્ન કર્યો અને એ યુગની શરૂઆત ત્યારથી થઈ. બનારસની અત્યારની યાદૂવાદ મહાવિદ્યાલય જેવી દિગંબર પાઠશાળાઓ એ શ્રી વિજયધર્મસૂરિજીના પુરુષાર્થનો પ્રતિધ્વનિ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ • જૈન ધર્મ અને દર્શન પણ હવે સવાલ એ થાય છે કે એ પુરુષાર્થ આગળ શી રીતે વધારી શકાય? પ્રારંભમાં જે રીતે એ પુરુષાર્થ અમલમાં મૂકવામાં આવ્યો એ રીત તો હવે પુરાણી થઈ ગઈ છે અને તેથી આ યુગમાં એ કારગત થઈ શકે એમ નથી. હવે તો મૂળમાં એ ભાવના – ગૃહસ્થવિદ્વાનો તૈયાર કરવાની ભાવના – કાયમ રાખવા છતાં એને મૂર્ત કરવાની રીતોમાં ફેરફાર કરવો જ રહ્યો. જે રીત એક કાળે કાર્યકરી હતી તે સદાય કાર્યકારી બની રહે એ શી રીતે બને? એટલે હવે નવી રીત જ શોધવી રહી અને તે રીત તે સમન્વયગામી તુલનાત્મક અભ્યાસની પદ્ધતિ દ્વારા વિદ્વાનોને તૈયાર કરવા તે. જૈન સંપ્રદાયના ત્રણે ફિરકાઓમાં ગુરુકુળોની ફુરણા થઈ છે એ સાચું છે, પણ તેથી તત્ત્વચિંતક ગૃહસ્થ વિદ્વાનોની ઊણપ દૂર થઈ શકી નથી, એ પણ હકીકત છે. આમ થવાનું કારણ એ છે કે પંડિત બનેલા ગૃહસ્થને કામ શું આપવું? એ પ્રશ્નનો નિકાલ આપણે ન કરી શક્યા અને પરિણામે આપણી કેળવણીની સંસ્થાઓ છેવટે કેવળ વ્યાવહારિક ક્ષેત્રના અધ્યયન-અધ્યાપનનાં ધામો બની ગઈ. બનારસની પાઠશાળા ભલે ગમે તે કારણે અસ્ત બની, પણ બનારસમાં નહિ તો બીજે ગમે તે સ્થળે એ ક્રમ ચાલુ રહેવો જોઈતો હતો, પરંતુ એ ચાલુ રહ્યો નથી. મારી નજર સામે જ અનેક સંસ્થાઓ અસ્ત થઈ, પણ આમ થવાનું એક અને મુખ્ય કારણ તે સંસ્થાના સંચાલનમાં સાધુઓનું વર્ચસ્વ છે એમ મને સ્પષ્ટ લાગ્યું છે. સંસ્થાના કલ્યાણની દૃષ્ટિએ આપણે સાધુઓને નમ્ર ભાવે એમ કહી દેવું જોઈએ કે આપ સંસ્થાને દરેક રીતે જરૂર મદદ અને માર્ગદર્શન કરાવતા રહો, પણ સંસ્થાના સંચાલનમાં આપ માથું ન મારો. તેથી નથી સચવાતો તમારો ત્યાગધર્મ અને નથી સધાતું સંસ્થાનું વિદ્યાવિષયક લક્ષ્ય. મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થા નભી શકી છે અને પુષ્ટ બની શકી છે એનું કારણ આ જ છે. બીજી સંસ્થાઓનું અસ્તગમન પણ આ જ હકીકતની સાખ પૂરે છે. હું માનું છું કે જેને સાધુઓને જવાબદારીનું ભાન ભાગ્યે જ હોય છે, તેથી તેઓ ન ઈચ્છે છતાં તેમના હસ્તક્ષેપની સંસ્થા વિકસવાને બદલે વિનાશમાં પરિણમે છે. શું આપણને રાધાકૃષ્ણન જેવા વિદ્વાનો નથી જોઈતા? જો હા, તો એવા વિદ્વાનો આજની જૈન સંસ્થાઓમાં તૈયાર થઈ શકશે ખરા ? એ વાતનો તમે બધા વિચાર કરજો. રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિ આપણને સૌને પ્રેરણા આપે એવી છે. ત્યાં કેવા મોટા મોટા વિદ્વાનો પડ્યા છે અને તે પણ ત્યાગ અને વૈરાગ્યની ભૂમિકા ઉપર અને જનકલ્યાણની સાધનાના માર્ગ ઉપર. મને લાગે છે કે જે સંસ્થાઓ બિનજવાબદારપણે ચાલતી હોય તે સંસ્થાઓ આપણે બંધ કરવી જોઈએ. એ બંધ કરવામાં જ સમાજનું શ્રેય રહેલું છે અને સાથે સાથે Page #176 -------------------------------------------------------------------------- ________________ વિજયધર્મસૂરિ અને શિક્ષણ સંસ્થાઓ • ૧૬૭ અયોગ્ય સંચાલકો હોય તેમનું પણ નિયંત્રણ કરવું જોઈએ અને જરૂર જણાય તો તેમને રૂખસદ આપતાં પણ અચકાવું ન જોઈએ, કારણ કે અયોગ્ય સંસ્થા કે અયોગ્ય સંચાલક પાસેથી સારા માણસો તૈયાર થવાની આશા તો ન રહે; ઊલટું એમાંથી અયોગ્ય માણસોની પરંપરા જ ઊભી થવાની. આ સ્થિતિ અટકવી જ જોઈએ. આપણા ફિરકાઓ ઘોલકાં જેવા બની ગયા છે, જેમાં કદી ન બુદ્ધિને અવકાશ રહે છે ન મુક્ત વિકાસને. એમાં તો કેવળ જડતા અને અંધશ્રદ્ધાનું જ સામ્રાજ્ય જામે છે. જ્યારે ધર્મનું શિક્ષણ તો કોઈના પણ અંધ અનુયાયી થયા સિવાય જ લેવું ઘટે. એટલે આપણી શિક્ષણ-સંસ્થાઓમાં કોઈ એક પંથનું દૃષ્ટિબિંદુ ન કેળવાય એ જોવું ઘણું જરૂરી છે; નહિ તો માત્ર શુષ્ક ક્રિયાકાંડની જાળોને ધર્મ માની લેવાની ભૂલમાં આપણે ફસાઈ પડીશું અને પરિણામે ધર્મના નામે કેવળ ભ્રમની પરંપરા જ આપણા નસીબમાં રહેશે. અત્યારે તો આવી દુ:ખદ પરિસ્થિતિ પ્રવર્તે છે. એને દૂર કરવી અતિ જરૂરી છે અને એ દૂર કરવાનું કામ આપણી જ્ઞાનની કેળવણીની સંસ્થાઓનું છે. એ કામ માટે વ્યાપક દષ્ટિ અને ઉદાર ચિત્તની જરૂર છે. આપણે સૌ એ સમજીએ અને એ માટે પ્રયત્નશીલ બનીએ ! - સમયધર્મ, વર્ષ ૧૬, અંક ૨૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૨૩. ધાર્મિક શિક્ષણ* જેમ ભૂગોળ, ખગોળાદિ વિદ્યાઓ છે તેમ ધાર્મિક શિક્ષણ પણ એક વિદ્યા છે કે નહિ? અને તે વિદ્યા નથી એમ જો નથી કહી શકાતું તો એ જોવું રહે છે કે ધાર્મિક શિક્ષણમાં જાણવા જેવી, રસ પેદા કરે એવી અને માનવબુદ્ધિની ભૂખ જગાડી તેને સંતુષ્ટ કરે એવી મહત્ત્વની બાબતો કોઈ છે કે નહિ? જો અનુભવીઓનો ઉત્તર એ હો (અને છે એમ મારો વિશ્વાસ છે) કે એવી બાબતો ધાર્મિક કહેવાતી વિદ્યામાં પુષ્કળ છે, તો પછી આજે એ પ્રશ્ન કેમ ઊભો થાય કે છાત્રાલય વગેરે સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ હોવું જોઈએ કે નહિ? આ પ્રશ્ન થવાનાં ચાર મુખ્ય કારણો છે : (૧) દૃષ્ટિનું સંકુચિતપણું, (૨) બુદ્ધિસ્વાતંત્ર અને તર્ક ઉપર અંકુશ, (૩) જ્ઞાન ઉપર અંકુશ અર્થાતુ નવી વિચારધારાઓ અને શોધ તરફ દુર્લક્ષ, જી શૈલીદોષ. ધાર્મિક શિક્ષણ આપવામાં દૃષ્ટિ ભારે સંકુચિત અને ટૂંકી રાખવામાં આવે છે. દા. ત., જૈન સમાજ, અને તેમાં પણ દિગંબર, ધાર્મિક શિક્ષણ આપે ત્યારે તેઓ એવી જ દૃષ્ટિ ધરાવતા હોય છે કે અમુક બાબત ઉપર દિગંબર શાસ્ત્રોમાં જે લખાયેલું છે તે છેલ્લામાં છેલ્લું એટલે કે સર્વજ્ઞકથિત છે, હવે તેમાં વધારે જાણવા જેવું કે ઉમેરવા જેવું કશું નથી. તે બાબત પરત્વે અન્ય શાસ્ત્રો જો ભિન્ન મત દર્શાવતાં હોય તો તે તદ્દન અગ્રાહ્ય અને અપૂર્ણ છે. અને જો જૈન શાસ્ત્ર પ્રમાણે જ બીજાં શાસ્ત્રો પણ તે બાબત પરત્વે મત ધરાવતાં હોય તો તે વિચાર તેમણે જૈન શાસ્ત્રમાંથી લીધેલો છે. વળી તેઓ એવી પણ માન્યતા ધરાવતા હોય છે કે તે બાબત પરત્વે દિગંબર આચાર્યોએ લખ્યું છે તે જ યથાર્થ છે અને બીજા આચાર્યો યથાર્થ દૃષ્ટિ વિનાના હોવાથી અભ્રાંત વિચાર કરી શકે જ નહિ. ભણાવનારમાં આ દૃષ્ટિસંકુચિતતા હોય છે અને ભણનારમાં પછીથી એ દાખલ થાય છે, એટલે જ્યારે ભણનારાઓમાંથી કેટલાક આગળ વધે છે અને વિચારશીલ થાય છે ત્યારે તેમને શરૂઆતમાં મળેલો દૃષ્ટિસંકોચનો વારસો યાદ આવે છે, અને તે વખતની વિચારસરણી સાથે તે જ અભ્યાસ સાથે એ ટૂંકી દૃષ્ટિનો * આ ચર્ચા જૈન સમાજને લક્ષીને લખેલી છે પણ તે બધા ધાર્મિક સમાજોની શિક્ષણ પદ્ધતિને લાગુ પડે એ દષ્ટિએ જ વિચારાયેલી છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણ - ૧૬૯ મેળ ખાતો ન જોતાં એ શિક્ષિતગણ પોકારી ઊઠે છે કે ધાર્મિક શિક્ષણ નકામું છે. અત્યારની સાંપ્રદાયિક બધી જ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપનારાઓ અને સંસ્થાના સંચાલકો મોટે ભાગે બુદ્ધિસ્વાતંત્ર્ય અને તર્કશક્તિ, કે જે બંને મનુષ્યત્વના પ્રાણ અને ખરું જીવન છે, તેના ઉપર અંકુશ મૂકે છે. દા. ત., કોઈ જૈન વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ લેતી વખતે દૂધ-ઘીના જ સમુદ્રોનું વર્ણન સાંભળી તેમજ સોનારૂપાના પહાડોનું વર્ણન સાંભળી એ વિશે પુરાવા માગે અગર તો વિશેષ જિજ્ઞાસા પ્રગટ કરે તો શિક્ષકો એના ઉપર લાલ આંખ ન કરે એમ માની લઈએ, તોપણ એટલું તો જરૂ૨ જ કહેવાના કે આપણી બુદ્ધિ પરિમિત છે અને પરતંત્ર છે તેથી તેને આવી બાબતો વિશે માત્ર શ્રદ્ધા રાખવાનું હોય છે; એમાં શંકા કરવી એ પણ ધર્મહત્યા છે. વળી કોઈ રડ્યોખડ્યો શિષ્ય તર્ક કરે કે ભગવાન મહાવીરની તહેનાતમાં કરોડો દેવો રહેતા એમ કહેવાય છે, ત્યારે ભગવાનના સમયના રાજાઓ અને બીજી વ્યક્તિઓના ઉલ્લેખો જેમ બૌદ્ધ આદિ શાસ્ત્રોમાં મળી આવે છે તેમ આવી અજબ વસ્તુઓનો ઉલ્લેખ કેમ નથી મળતો ? વળી, કોઈ વિદ્યાર્થી એમ તર્ક કરે કે પૂજામાં ફૂલોના ઢગલા કરો છો તે, અથવા તીર્થરક્ષાને નામે કોઈ કોઈ વાર મનુષ્યહત્યા સુધીનાં અજાણતાં પણ પગલાં ભરાય છે તે, ત્યાગ અને અહિંસાની સાથે બંધ કેવી રીતે બેસે ? એક તો આવા તર્કો ઊઠવા જેવી બુદ્ધિ જ ઘટી ગઈ છે, અને કદાચ દુર્ભાગ્યે કે સદ્ભાગ્યે ઊઠ્યા તો તેવા તર્ક કરનારને મોટે ભાગે નાસ્તિક અથવા દોઢડાહ્યો કહીને ઉતારી પાડવામાં આવે છે. જ્યારે એમાંના કોઈ વિદ્યાર્થી આગળ જતાં સ્વતંત્ર વિચારક અને તાર્કિક થાય છે ત્યારે તેઓ પેલા વિદ્યાર્થીજીવનના ધાર્મિક શિક્ષણ સામે તોબા પોકારે છે, અને બળવો ગાવે છે. ધાર્મિક શિક્ષણમાં જે વિષય શિખવાતો હોય અને તેના ઉપર જે આચાર્યનું પુસ્તક ચાલતું હોય તે વિષય પરત્વે તે આચાર્યના પછી ભલે તે સેંકડો અને હજારો વર્ષ પહેલાં થઈ ગયા હોય) વિચારો સિવાય બહારની દુનિયામાં તે જમાના સુધીમાં બીજાઓએ શું વિચાર્યું છે અને તે જમાનાથી માંડી અત્યાર સુધીમાં તે વિષય પરત્વે આખી દુનિયામાં શું શું વિચારવામાં આવ્યું છે, શી શી શોધો થઈ છે, કાં જૂનાં સત્યો વધારે સ્પષ્ટ થયાં છે અને કઈ બાબતો ખોટી સાબિત થતી જાય છે અગર થઈ છે, તે બધાં તરફ માત્ર દુર્લક્ષ કરવામાં આવે છે. તેથી જ્યારે કોઈ ધાર્મિક શિક્ષણ લીધેલ વિદ્યાર્થી મોટી ઉંમરે પોતે શીખેલ વિષયની બાબતમાં ચોમેરથી નવું જાણે છે અથવા તેને એ જાણવા-સાંભળવાનો પ્રસંગ આવે છે ત્યારે તેને પેલો ધાર્મિક અભ્યાસ દરમિયાનનો જ્ઞાનઅંકુશ ખઙે છે અને વગર સંકોચે તે કહી દે છે કે ધાર્મિક શિક્ષણને સલામ ! એને લીધે તો ઊલટા મૂર્ખ રહ્યા ! Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ • જૈન ધર્મ અને દર્શન ઉપરના ત્રણ દોષો ઉપરાંત એક મોટો દોષ શિક્ષણની શૈલીનો છે. આજે મોટે ભાગે અર્થહીન પાઠો ગોખાવવામાં આવે છે. એમાં શીખનારને કદાચ ટીખળ અને મજા પડે છે, કારણ કે તે ગોખતાં રમતા જાય છે; પણ તેની વિચાર અને કલ્પનાશક્તિ માત્ર ગોખણપટ્ટીના ભારને લીધે બુઠ્ઠી થઈ જાય છે. અર્થ ન સમજાવાથી જ્ઞાનનો રસ આવતો નથી અને ગોખેલા શબ્દો કાળ જ્યાં ભુલાઈ જાય છે. મોટી ઉંમરે જ્યારે એવા વિદ્યાર્થીઓ વિચાર અને કલ્પનાની કિંમત આંકતા થાય છે અને વ્યવહારમાં તેની અગત્યતા જુએ છે ત્યારે ઔરંગઝેબની પેઠે તેઓ પોતાના ધર્મશિક્ષકોને ફાંસી માફ કરી શાપ તો આપે જ છે. આ ઉપરાંત કેટલીક, મહેસાણામાં છે તેવી, ધર્મજીવી પાઠશાળાઓમાં તો વિદ્યાર્થીઓને, જેમનું જ્ઞાન અને વિચાર જાણવા માટે આખું ભારત તલસે છે તે ગાંધીજીનાં પત્રો અને પુસ્તકો વાંચતાં પણ રોકવામાં આવે છે; એટલા કારણે કે એ જેન ધાર્મિક પુસ્તક નથી. હું કેટલાંય ધર્મપુત્ર મનાતાં અને વિદ્વાન ગણાતાં જૈન સાધુ તેમજ સાધ્વીઓને જાણું છું કે જેઓને મન અમુક આચાર્યોએ અમુક ભાષામાં લખ્યું હોય તે સિવાયનું કશું પણ વાંચવા અને સાંભળવા તરફ માત્ર ઉદાસીનતા જ નહિ, પણ દ્વેષ હોય છે. આ જોઈ ઘણા બોલી ઊઠે છે કે ધાર્મિક શિક્ષણે સત્યાનાશ વાળ્યું, એની શી જરૂર છે? અલબત્ત, ધાર્મિક શિક્ષણ સામે વાંધો લેનારનો ઉપરનો અનુભવ ખોટો છે એમ તો ન જ કહી શકાય, છતાં જો વિચાર અને અનુભવે એમ લાગે કે ધાર્મિક શિક્ષણમાં સમાતી જૂની માન્યતાઓ, જૂની પરંપરાઓ અને એ પ્રાચીન અનુભવો અમુક હદ સુધી અને અમુક દૃષ્ટિએ જાણવા જેવાં છે અને ઉપયોગી પણ છે, તો પછી બીજા આગંતુક દોષો, જે સમજ અને પ્રયત્નથી ટાળી શકાય તેમ છે, તેને કારણે એ બધું ફેંકી તો ન દેવાય. ઓછા કે વત્તા કાંકરા હોય અગર ધૂળ હોય તેટલા માત્રથી જ પુષ્ટિકારક અને અગત્યનું અન્ન-ધાન્ય ફેંકી તો ન જ દેવાય. જેમ સૂપડું અને આંખ અનાજ સાફ કરવા માટે છે તેમ, બુદ્ધિ અને ધીરજ ગુણ-દોષ પારખવા અને દોષો નિવારવા માટે છે. ધાર્મિક શિક્ષણના વિરોધી પક્ષની દલીલો તો એટલું જ સાબિત કરે છે કે જે ખામીઓને કારણે આગળ જતાં ભણેલાઓને ધાર્મિક શિક્ષણ તરફ અરચિ થાય છે તે ખામીઓ દૂર કરવી અને એ શિક્ષણમાં પ્રાણ લાવવો. ત્યારે અત્યારે ધાર્મિક શિક્ષણ કયા પ્રકારનું હોવું જોઈએ કે જેથી તે રસપ્રદ થાય, આગળ જતાં તે લેનારને પસ્તાવો ન થાય એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ધાર્મિક શિક્ષણ કઈ રીતે અને કઈ દૃષ્ટિએ આપવું તેનું ટૂંક સૂચન અહીં કરવામાં આવે છે. વિશેષ સુધારાને અને પરિવર્તનને પૂર્ણ અવકાશ છે. શિક્ષણમાં પહેલી વાત દષ્ટિની ઉધરતાની છે. એટલે જે વિષય પરત્વે જે વિચાર ધાર્મિક શિક્ષણમાં શીખવવામાં આવે તે વિષય પરત્વે તે વિચાર છેવટનો જ છે એમ Page #180 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક શિક્ષણ - ૧૭૧ આગ્રહ ન રાખતાં તે પણ એક વિચાર છે, જાણવા જેવો છે, અને અમુક જમાનાના, અમુક સંપ્રદાયના વિદ્વાનો અમુક વખત સુધી આ રીતે માનતા આવ્યા છે એમ ધારીને જ એ વિચાર શીખવવો જોઈએ. આ પ્રમાણે દૃષ્ટિ વિશાળ બની એટલે એ વિષય પરત્વે બીજા આચાર્યોના વિચાર ઉપર પણ ઉદાર ભાવે લક્ષ આપી શકાશે, અને એક વિષય પરત્વે ધાર્મિક કોષમાં સમાતી બધી જ માન્યતાઓ સમતોલપણે જાણવાની તક રહેશે. પરિણામે સર્વશપણું હોઈ શકે કે નહિ એવી અને બીજી બાબતોમાં માત્ર એક વિચારનો પૂર્વગ્રહ ન બાંધતાં તે મુદ્દા ઉપર ભિન્ન ભિન્ન દર્શનોમાં મળતાં બધાં જ મંતવ્યો સમતોલપણે જાણી અને વિચારી શકાશે. દષ્ટિ ઉદાર થઈ એટલે તેનો જ્ઞાનનો દરવાજો પહોળો થયો, તેનું સાહિત્ય અપાર બન્યું અને તેને માત્ર દુરાગ્રહને લીધે જ અમુક સાહિત્યમાં ગોંધાઈ રહેવાની સ્થિતિ પ્રાપ્ત થઈ હતી તે પણ ગઈ. પછી ધાર્મિક શિક્ષણ લેનાર જો દશવૈકાલિક શીખતો હશે તો તે સ્થાનકવાસી કે શ્વેતાંબર દેરાવાસી હોવા છતાંય ધમ્મપદ, ગીતા અને બાઈબલ આદિ વાંચવાનો; અને જો તે વિદ્યાર્થી બ્રાહ્મણ હોઈ વેદ કે ઉપનિષદ શીખતો હશે તો તેની દષ્ટિ અવેસ્તા, કુરાન અને જૈન કે બૌદ્ધ આગમ તરફ પણ જશે. ધાર્મિક શિક્ષણમાં બુદ્ધિસ્વાતંત્ર્ય અને તર્કશક્તિને સંપૂર્ણ છૂટ હોવી જોઈએ. ધર્મ એ નાનીસૂની કે સાંકડી વસ્તુ નથી. મનુષ્ય મહાન બનવા જ ધર્મનું શરણ લે છે, એટલે ધર્મના પ્રદેશમાં તો બુદ્ધિની સ્વતંત્રતા અને તર્કને વધારેમાં વધારે છૂટ હોવી જોઈએ. જેમ ઊગતા બાળકના શરીરને રૂંધવામાં આવે તો તે તેના જીવનને ગૂંગળાવે છે અને શરીરના વિકાસને તદ્દન પુષ્ટિ આપવામાં આવે તો તેથી શરીર વધે છે અને મજબૂત બને છે, એ જ રીતે બુદ્ધિની સ્વતંત્રતા અને તર્કશક્તિની છૂટથી ધર્મ વિકસે છે, તેના તરફની રુચિ વધે છે. શરૂઆતમાં અમુક તત્ત્વો ડગમગવા લાગે, તેથી કાંઈ ધર્મનો નાશ થતો નથી; ઊલટું તેમાં સુધારો અને ઉમેરો જ થાય છે. ધર્મ એ માત્ર મર્યાદિત કે જડ વસ્તુ નથી; એ તો અમર્યાદિત અને જીવંત વસ્તુ છે. એટલે જેમ જેમ બુદ્ધિને છૂટ તેમ તેમ ધાર્મિક ગણાતી માન્યતાઓ અને વિષયો વધારે ચર્ચાવાનાં, વધારે સ્પષ્ટ થવાનાં અને કસાવાનાં. આ તત્ત્વ શિક્ષણમાં આવવાથી ઘણા જૂના વિષયો ચાળણીમાં ચળાશે એ વાત ખરી, પણ તેથી તો ઊલટું તેનું સ્વરૂપ વધારે ચોખ્ખું બનશે. સત્યને શંકાનો ભય શાનો? એને લીધે ધાર્મિક શિક્ષણ પામેલ મોટી ઉમરે એના તરફ આદર બતાવવાના. ધાર્મિક શિક્ષણમાં જિજ્ઞાસા નિરંકુશ રહેવી જોઈએ, એટલે કે કોઈપણ વિષય પરત્વે શક્ય હોય એટલું બધું જ્ઞાન મેળવવાની વિદ્યાર્થીમાં ઇચ્છા ઉત્પન્ન કરવી જોઈએ અને એ ઈચ્છાને શિક્ષકોએ પૂર્ણ પ્રયત્નથી સંતોષવી જોઈએ. આમ કરવા માટે કોઈપણ વિષયનું ધાર્મિક શિક્ષણ આપતાં માત્ર મર્યાદા તરીકે ભલે અમુક પુસ્તક પસંદ કરવામાં Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ • જૈન ધર્મ અને દર્શન આવે, પણ તે વિષય પરત્વેનાં વિચારો અને શોધો જાણવા માટે દેશકાળનું બંધન નહિ જ રાખી શકાય. આને પરિણામે તુલનાત્મક અભ્યાસ દાખલ થશે, ભણનારને કદી અરુચિ નહિ થાય, તેમજ તેનું વિચારક્ષેત્ર પણ વધશે. આ ઉપરાંત શૈલીનું પરિવર્તન જરૂરી છે. ગોખણપટ્ટીનું સ્થાન સમજશક્તિ અને કલ્પનાશક્તિ લે એટલે સમય અને શક્તિ લેખે લાગવાનાં. પછી ધાર્મિક શિક્ષણ તરફ આકર્ષવા માટે નહિ જરૂર પડે પતાસાં વહેંચવાની કે નહિ જરૂર પડે બીજાં પ્રલોભનોની. ટૂંકમાં, ઉપરના સ્વરૂપનું તારણ એટલું જ કાઢી શકાય કે ધાર્મિક શિક્ષણ ઉદાર દૃષ્ટિથી, તુલનાત્મક પદ્ધતિથી અને સમજશક્તિ તેમજ કલ્પનાશક્તિના વિકાસને પ્રધાન રાખીને જ અપાવું જોઈએ. આ બધું છતાં ધાર્મિક શિક્ષણ મરજિયાત રહેવું જોઈએ. એનાં કારણો ટૂંકમાં આ છે: (૧) વર્ગ ખાલી ન રહે તે માટે શિક્ષકને શિક્ષણ ખૂબ આકર્ષક બનાવવાની ફરજ પડશે, કારણ કે વર્ગના ચાલવા ઉપર જ તેની પ્રતિષ્ઠાનો આધાર મનાવો જોઈએ. (૨) તેથી શિક્ષકને ખૂબ વાંચવું વિચારવું પડશે, અને શિષ્યોનાં માનસ તપાસી તેને અનુકૂળ થવાં શિક્ષણમાં રસ રેડવો પડશે. આને લીધે એ શિક્ષક ગંભીર બનશે અને પરિણામે ફરજિયાત પદ્ધતિમાં જે શિષ્ય અને શિક્ષક બને છીછરા રહી જાય છે તેને બદલે શિક્ષક પ્રૌઢ બનશે અને અંતે એ ચેપ બીજે પણ ફેલાશે. . (૩) ફરજિયાત પદ્ધતિથી આગળ જતાં જે કંટાળો અને હંમેશને માટે અણગમો જન્મે છે તેને સ્થાન જ નહિ રહે. ફરજિયાત શિક્ષણના ફાયદાઓ કાંઈ ધ્યાન બહાર નથી, પણ મરજિયાત શિક્ષણના પરિણામ સામે તેની કશી જ કિંમત નથી.. ધાર્મિક શિક્ષણમાં જ્યાં જ્યાં આચાર વિશેના શિક્ષણની વાત આવે ત્યાં પણ ઉપરનાં ઉદારતા, તુલના આદિ તત્ત્વો દાખલ કરીને જ આચાર શીખવવાથી વિદ્યાર્થીઓને તેમાં રસ પડશે. - પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો Page #182 -------------------------------------------------------------------------- ________________ ૨૪. આજના સાધુઓ નવીન માનસને દોરી શકે ? યુરોપમાં ગેલિલિયો વગેરે વૈજ્ઞાનિકોએ જ્યારે વિચારની નવીન દિશા ખુલ્લી મૂકી અને બૂનો જેવા ખુદ પાદરીના પુત્રોએ ધર્મચિંતનમાં સ્વતંત્રતા દાખવી ત્યારે તેમની સામે કોણ હતા? એ પ્રશ્નના ઉત્તરમાંના ત્યાંના પોપ અને ધર્મગુરુઓ જ આપણી સામે આવે છે. બાઈબલની જૂની ઘરેડ, વિચારની નવીનતા અને સ્વતંત્રતા જ્યારે સાંખી ન શકી ત્યારે જડતા અને વિચાર વચ્ચે હૃદ્ધ શરૂ થયું. અંતે જડતાએ પોતાનું અસ્તિત્વ સલામત રાખવા એક જ માર્ગ અવલંવ્યો અને તે એ કે ધર્મગુરુઓએ કે પોપોએ પોતાના ધર્મની મર્યાદા માત્ર બાઈબલના ગિરિવચન પૂરતી અને બની શકે ત્યાં સેવાક્ષેત્ર પૂરતી આંકી વિજ્ઞાન અને શિક્ષણનાં નવીન બળોને દોરવાનું અસામર્થ્ય તેઓએ પોતામાં જોયું; અને તરત જ તેમણે પોતાનું કાર્યક્ષેત્ર સંકુચિત કરી નવા જમાનાને બાધક થવાની આત્મઘાતક પ્રવૃત્તિમાંથી મુક્તિ મેળવી પોતાનું અને નવીન વિકાસનું અસ્તિત્વ બચાવી લીધું. યુરોપમાં જે જમાનાઓ પૂર્વે શરૂ થયું અને છેવટે થાળે પડ્યું તેની શરૂઆત આજે આપણે હિન્દમાં જોઈએ છીએ; અને એ શરૂઆત પણ ખાસ કરી જૈન સમાજમાં જોઈએ છીએ. હિન્દુસ્તાનમાં બીજા સમાજોની વાત કરે રાખી માત્ર વૈદિક કે બ્રાહ્મણ સમાજની વાત લઈ જરા વિચારીએ. વૈદિક સમાજ કરોડોની સંખ્યા ધરાવનાર એક વિશાળ હિન્દુ સમાજ છે. એમાં ગુરુપદે ગૃહસ્થ બ્રાહ્મણો ઉપરાંત ત્યાગી સંન્યાસીઓ પણ હોય છે. એ ગુરુઓની સંખ્યા લાખોમાં જાય છે. જ્યારે હિન્દુ સમાજમાં નવશિક્ષણ દાખલ થયું ત્યારે એમાં પણ ત્યાગી અને ગૃહસ્થ ગુરુઓ ખળભળ્યા. એ ખળભળાટ કરતાંય વધારે વેગે નવશિક્ષણ પ્રસરવા લાગ્યું. એણે પોતાનો માર્ગ નવી રીતે શરૂ કર્યો. જે ગૃહસ્થ બ્રાહ્મણ પંડિતો શાસ્ત્રજ્ઞાનને બળે અને પરંપરાને પ્રભાવે ચારે વર્ણના એકસરખા માન્ય ગુરુપદે હતા અને જેમની વાણી ન્યાયનું કામ આપતી તેમજ વર્ણ અને આશ્રમોના કાળજૂના ચીલાઓની બહાર પગ મૂકવામાં પાપનો ભય બતાવતી તેમજ પ્રાયશ્ચિત્તનું રક્ષણ આપતી, તે જ ધુરંધર પંડિતોનાં સંતાનોએ નવીન શિક્ષણ લઈ અને પોતાના For. Private & Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ • જૈન ધર્મ અને દર્શન વડીલો સામે થઈ જ્યાં રસ્તો ન મળ્યો ત્યાં બ્રહ્મસમાજ, આર્યસમાજ આદિ નવનવ રૂપે પોતાને બંધબેસતા નવા ધમની સ્થાપના કરી. એક તરફથી શિક્ષિત ગૃહસ્થવર્ગમાંથી જ પ્રજાના નવીન માનસને દોરે એવો સમર્થ વર્ગ તૈયાર થતો ગયો ને બીજી બાજુ ત્યાગી ગણાતા સંન્યાસી વર્ગમાંથી પણ એવો વર્ગ નીકળવા મંડ્યો કે જે પશ્ચિમનાં નવશિક્ષણનાં બળોને સમજતો અને તેને પચાવવામાં જ પોતાની પ્રજાનું સુંદર ભાવિ જોતો. સ્વામી વિવેકાનંદ અને રામતીર્થે નવશિક્ષણ પામેલા અને પામતા હિન્દુઓના માનસને પારખ્યું અને તેને યોગ્ય દિશામાં સહાનુભૂતિપૂર્વક દોરવા પ્રામાણિક પણ બુદ્ધિસિદ્ધ પ્રયત્ન કર્યો. પરિણામે આપણે જોઈએ છીએ કે આજે જૂની ઘરેડના કટ્ટરમાં કટ્ટર લાખો સનાતન પંડિતો મોજુદ હોવા છતાં એ વિશાળ વૈદિક સમાજની નવી પેઢીને શિક્ષણમાં કે વિચારસ્વાતંત્ર્યમાં કોઈ બંધન આડે આવતું નથી. તેથી જ જ્યાં એક બાજુએ દશ હજાર જેટલા જૂના વૈદિક જમાનાની તરફેણ કરનાર ધરખમ સનાતની પંડિતો અસ્તિત્વ ધરાવે છે ત્યાં જ વિદ્યાની દરેક શાખામાં તદ્દન નવીન ઢબે પારગામી થયેલા અને ખુલ્લંખુલ્લા જૂના જમાનાઓનાં બંધનોનો વિરોધ કરતા હજારો નહિ પણ લાખો વિદ્વાનો નજરે પડે છે. કોઈ સનાતની પંડિત કે કોઈ શંકરાચાર્ય, જગદીશચંદ્ર બોઝ કે સી. વી. રામનને એટલા માટે નથી વગોવતા કે તેમણે તેમના પૂર્વજોએ ન કરેલું કર્યું છે. કાલિદાસ અને માઘના વંશજ મહાન સંસ્કૃત કવિઓએ ટાગોરના કવિત્વ સામે એટલા કારણસર રોષ નથી દાખવ્યો કે તેમણે વાલ્મીકિ અને વ્યાસના ચીલાથી જુદા પડી નવી રીતે પ્રસ્થાન કર્યું છે. ગીતાના ભાષ્ય રચનાર આચાર્યોના પટ્ટધરોએ ગાંધીજીને એટલા કારણસર ત્યાજ્ય નથી ગયા કે તેમણે પૂર્વાચાર્યોએ ગીતામાંથી ફલિત નહિ કરેલ અહિંસાને ગીતામાંથી જ રાજમાર્ગ તરીકે ફલિત કરી છે. દલપત કવિના કટ્ટર ભક્તોએ કવિના જ પુત્ર ન્હાનાલાલને તેમના પોતાના પિતા કરતાં નવે રસ્તે વિચારવાને કારણે અવગણયા હોત કે ગૂંગળાવ્યા હોત તો ગુજરાતને અગર હિન્દુસ્તાનને ન્હાનાલાલ ધરાવવાનું જે આજે ગૌરવ પ્રાપ્ત છે તે હોત ખરું? કોઈ ભાર્ગવ, પછી તે ગમે તેટલો ધાર્મિક કે ઝનૂની હોય તોપણ, મુનશીની પ્રતિભા સામે થાય છે ખરો ? આ ટૂંક અવલોકન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વિશાળ હિન્દુ સમાજમાં અતિ સંકુચિત અને વહેમી બીકણ માનસ ધરાવનાર કરોડોની સંખ્યામાં હોવા છતાં એ જ સમાજમાંથી આખી દુનિયાનું ધ્યાન ખેંચે એવા અને માન પામે એવા અસાધારણ પુરુષો અને સ્ત્રીઓ પાકતાં આવ્યાં છે. તેનું એકમાત્ર કારણ એ જ છે કે એ સમાજમાં નવીન માનસને પારખનાર, તેને દોરનાર અને તેની સાથે તન્મય થનાર કોઈ ને કોઈ સતત નીકળતા જ આવ્યા છે. હવે આપણે જેને સમાજ તરફ વળીએ. છેલ્લાં પચાસેક વર્ષ થયાં જૈન સમાજમાં નવ શિક્ષણનો સંચાર ધીરે ધીરે શરૂ થયો. આ સંચાર જેમ જેમ વધતો ગયો તેમ તેમ Page #184 -------------------------------------------------------------------------- ________________ આજના સાધુઓ નવીન માનસને ઘેરી શકે ? • ૧૭૫ પ્રત્યાઘાતી બળો આગળ આવવાં લાગ્યાં. જૈન સમાજના નવા માનસ સાથે જૂના માનસની અથડામણી થવા લાગી. એ ઘટના તો આખી દુનિયાના સાધારણ નિયમ પ્રમાણે જ હતી, તેથી તેમાં કાંઈ નવાઈ પામવા જેવું ન જ હોય. પણ અહીં જૈન સમાજની એક ખાસ પ્રકૃતિ વિચારવા જેવી છે. તે એ કે જ્યારે આપણે જૈન સમાજનું જૂનું માનસ' એમ કહીએ છીએ ત્યારે સાધુઓનું માનસ એટલું જ ખરી રીતે સમજવું જોઈએ. બેશક કટ્ટર સ્વભાવના અને દુરાગ્રહી જૈન ગૃહસ્થ સ્ત્રીપુરુષો હતાં અને આજે પણ છે, છતાં જૈન સમાજનું સૂક્ષ્મ નિરીક્ષણ કરનાર વાસ્તે એ વાત ભાગ્યે જ અજાણી હશે કે જૈન ગૃહસ્થ સ્ત્રીપુરુષોની દોરવણીનાં સૂત્રો ખરી રીતે સાધુઓના જ હાથમાં રહેલાં છે. આનો અર્થ એ નહિ કે તમામ ગૃહસ્થવર્ગે કોઈ એક ક્ષણે પોતાનું નેતૃત્વ સાધુવર્ગને આપી દીધું છે, પણ આનો અર્થ એટલો જ છે કે જૂની પરંપરા પ્રમાણે એમ મનાતું આવેલું છે કે ભણતર અને ત્યાગમાં તો સાધુઓ જ વધે. ગૃહસ્થો ભણે તોય ધંધા પૂરતું. બધા વિષયોનું અને બધી બાજુથી જ્ઞાન તો સાધુઓમાં જ સંભવે. ત્યાગ તો સાધુઓનું જીવન જ રહ્યું. આવી પરંપરાગત શ્રદ્ધાને લીધે જાણે કે અજાણે ગૃહસ્થવર્ગ સાધુઓના કથનથી દોરવાતો આવ્યો છે અને વ્યાપારધંધા સિવાયના કોઈપણ વિચારણીય પ્રદેશમાં સાધુઓ જ માત્ર વધારે સારી સલાહ આપી શકે એમ પરાપૂર્વથી મનાતું આવ્યું છે. એટલે જ્યારે કોઈ નવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જૂનો ઘરેડપંથી વર્ગ ક્ષોભ પામે કે અકાળાય તે વખતે પણ સીધી કે આડકતરી રીતે સાધુઓનું માનસ જ એ ક્ષોભનું પ્રેરક નહિ તો પોષક હોય જ છે. જો એવા ક્ષોભને યણે કોઈ સમર્થ વિચારક સાધુઓ ઘરેડપંથી શ્રાવકોને યોગ્ય સલાહ આપે તો તો ખાતરીથી એ ક્ષોભ જલદી શમે. અજ્ઞાન, સંકુચિતતા, પ્રતિષ્ઠાભય કે બીજા ગમે તે કારણે સાધુઓ નવીન શિક્ષણ, નવીન પરિસ્થિતિ અને તેના બળનું મૂલ્ય આંકી નથી શકતા. તેને પરિણામે તેઓ નવીન પરિસ્થિતિનો વિરોધ ન કરે તોય જ્યારે ઉદાસીન રહે છે ત્યારે ઘરેડપંથી શ્રદ્ધાળુ શ્રાવકો એમ માની લે છે કે મહારાજ સાહેબ આવી બાબતમાં ચૂપ રહે છે, વાસ્તે આ નવીન પ્રકાશ કે નવીન પરિસ્થિતિ સમાજ વાસ્તે ઈષ્ટ ન જ હોવી જોઈએ. તેથી તેઓ વગર વિચાર્યું પણ પોતાની નવી પેઢી સામે થાય છે. એમાંય કોઈ પ્રભાવશાળી સાધુઓ હાથ નાખે છે ત્યારે બળતામાં ઘી હોમાઈ એક હોળી પ્રગટી પ્રચંડ કડાકો થતો સંભળાય છે. સાધુ સમાજમાં જણાતી જડતા જૈન સમાજમાં પણ આવા કડાકા મુખ્યપણે શ્વેતાંબર મૂર્તિપૂજકમાં જ સંભળાય છે. દિગંબર સમાજમાં તેમના સદ્દભાગ્યે સાધુઓ રહ્યા જ ન હતા. અલબત્ત, તે સમાજમાં હમણાં હમણાં થોડા નગ્ન સાધુઓ નવા થયા છે, જે જૂની ઘરેડના જ છે; તેમજ એ સમાજમાં અતિ સાંકડા મનનો પંડિત, બ્રહ્મચારી અને વર્ગીવર્ગ પણ છે. એ બધા દિગંબર Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ • જૈન ધર્મ અને દર્શન નવપ્રજાને નવશિક્ષણ, નવવિચાર અને વિચારસ્વતંત્રતામાં ભારે આડા આવે છે. એક રીતે તેઓ પણ પોતાના સમાજમાં મંદ ગતિએ પ્રવેશ પામતા પ્રકાશને રોકવા પોતાથી બનતું બધું કરે છે. તેને લઈને એ સમાજમાં પણ જડતા અને વિચાર વચ્ચે મહાભારત ચાલે છે. છતાં શ્વેતાંબર મૂર્તિપૂજકમાં સાધુઓનો જેટલો પ્રભાવ છે અગર જેટલો અનધિકાર હસ્તક્ષેપ છે તેમજ જેટલું ગૃહસ્થ–સાધુઓ વચ્ચે તાદાસ્ય છે તેટલું દિગંબર સમાજમાં પંડિત વર્ગ અને સાધુઓ વચ્ચે ન હોવાથી શ્વેતાંબર સમાજનો ક્ષોભ એ દિગંબર સમાજના ક્ષોભ કરતાં ઘણી રીતે વધારે ધ્યાન ખેંચે તેવો છે. સ્થાનકવાસી સમાજમાં તો સામાન્ય રીતે આવા ક્ષોભના પ્રસંગો જ ઊભા નથી થતા. તેનું કારણ સ્પષ્ટ છે. તે એ કે એ સમાજમાં શ્રાવકો ઉપર સાધુઓનો પ્રભાવ વ્યવહારક્ષેત્રમાં હાથ નાખવા પૂરતો છે જ નહિ. ગૃહસ્થો સાધુઓને માને, વંદે, પોષે એટલું જ; પણ સાધુઓ ગૃહસ્થની પ્રવૃત્તિમાં સીધી કે આડકતરી રીતે ભાગ લેતા માલૂમ પડે તો તેઓને સાધુ તરીકે જીવવું જ ભારે પડી જાય. અલબત્ત, શ્વેતાંબર સાધુઓએ ગૃહસ્થજીવનના વિકાસ વાસ્તે જે કંઈ કર્યું છે તેનો શતાંશ પણ સ્થાનકવાસી સાધુઓએ નથી કર્યો, છતાં એ પણ ખરું કે તેઓએ શ્વેતાંબર સાધુઓની પેઠે ગૃહસ્થના જીવનવિકાસમાં અંતરાયના પહાડો નથી ઊભા કર્યા કે નથી એમાં રોડાં નાખ્યાં. ખરી રીતે સ્થાનકવાસી સમાજમાં પણ જૂના અને નવા માનસ વચ્ચે અથડામણી છે, પણ તે અથડામણીનાં મૂળ સૂત્રો સાધુઓના હાથમાં નથી. તેથી જ એમની એ અથડામણી લાંબો વખત નથી ચાલતી કે ઉગ્ર રૂપ ધારણ નથી કરતી. એનો નિકાલ આપોઆપ, બાપબેટા વચ્ચે. મા-દીકરી વચ્ચે અને ભાઈ ભાઈ વચ્ચે આવે છે તેમ, આવી જાય છે; જ્યારે શ્વેતાંબર સમાજમાં આવો નિકાલ સાધુઓ અશકય કરી મૂકે છે. સાધુઓ અને ધાર્મિક તકરારો હવે આપણે સહજ પાછલી શતાબ્દીઓ તરફ વળીએ અને જોઈએ કે અત્યારે જે અથડામણી સાધુઓ અને નવીન પ્રજા વચ્ચે દેખાય છે તેવી કોઈપણ જાતની અથડામણી અત્યાર અગાઉ સાધુ અને ગૃહસ્થો વચ્ચે, ખાસ કરી કેળવણી અને સંસ્કારની બાબતમાં, ઊભી થયેલી ખરી ? ઇતિહાસ કહે છે કે નહિ. શ્વેતાંબર સમાજમાં ભગવાન મહાવીર પછી અત્યાર લગીના ઇતિહાસમાં અનેક તકરારો, કલહો અને અથડામણીઓ થયાનાં પ્રમાણો મળે છે, પણ એ અથડામણીઓ જ્યારે ધાર્મિક હતી ત્યારે તેની બંને બાજુના વિરોધી સૂત્રધારો માત્ર સાધુઓ જ રહેતા. સાધુઓ પૂર્ણ અહિંસક હોઈ હિંસાયુદ્ધ સીધી રીતે ખેલી ન શકે, એટલે દોરવણીનાં સૂત્રો હાથમાં રાખી પોતપોતાની ગચ્છની છાવણીઓમાં દાખલ થયેલ શ્રાવક સિપાઈઓ વાટે જ લડતા; અને એટલું બધું કૌશલપૂર્વક લડતા કે લડવાની ભૂખ પણ સૌની શમે અને અહિંસા પણ સચવાઈ કહેવાય. એ રીતે જૂના ઇતિહાસમાં શ્રાવકો શ્રાવકો વચ્ચેની ધાર્મિક લડાઈ Page #186 -------------------------------------------------------------------------- ________________ આજના સાધુઓ નવીન માનસને દોરી શકે ? - ૧૭૭ પણ ખરી રીતે સાધુઓ સાધુઓ વચ્ચેની જ લડાઈ હતી. પણ આપણે જૂના ઇતિહાસમાં આજના જેવો એક પણ દાખલો નહિ જોઈ શકીએ કે જેમાં સીધી રીતે સાધુઓ અને શ્રાવકો વચ્ચે જ લડાઈ લડાયેલી હોય. આનાં કારણોમાં ઊતરવું એ બહુ રસપ્રદ છે અને તે ઉપરથી વર્તમાન પરિસ્થિતિ સમજવામાં ભારે મદદ પણ મળે તેમ છે. સાધુઓનું દૃષ્ટિબિંદુ જૂના વખતમાં કેળવણીનું ધોરણ સાધુઓ અને શ્રાવકો વચ્ચે આજના જેવું ભિન્ન ન હતું. ગૃહસ્થો વ્યાપારધંધા કે વ્યવહારની બાબતમાં ગમે તેટલું પાવરધાપણું મેળવે તોય ધાર્મિક શિક્ષણની બાબતમાં તેઓ સાધુઓને જ અનુસરતા. સાધુઓનું દૃષ્ટિબિંદુ એ જ ગૃહસ્થોનું દૃષ્ટિબિંદુ; સાધુઓનાં શાસ્ત્રો એ જ ગૃહસ્થોનાં અંતિમ પ્રમાણો અને સાધુઓ દ્વારા દર્શાવાતા શીખવવાના વિષયો એ જ ગૃહસ્થોની વાચનમાળા અને લાઇબ્રેરીઓ. એટલે કેળવણી અને સંસ્કારની દરેક બાબતમાં ગૃહસ્થોને સાધુઓનું જ અનુકરણ કરવાનું હોવાથી તેમનો ધર્મ હિન્દુસ્તાનની પવિત્રતા નારીની પેઠે સાધુઓના પગલે પગલે જવા-આવવાનો હતો. પતિનું તેજ એ જ પોતાનું તેજ એવી પતિવ્રતા સ્ત્રીની વ્યાખ્યા છે. તેથી એને સ્વતંત્ર પુરુષાર્થ કરવાપણું ભાગ્યે જ રહે છે. જૈન ગૃહસ્થોની પણ શિક્ષણ અને સંસ્કારિતાની બાબતમાં એ જ સ્થિતિ રહી છે. સિદ્ધસેન અને સમંતભદ્ર તાર્કિક ખરા, પણ તે સાધુપદે પહોંચ્યા પછી જ. હરિભદ્રે ને હેમચંદ્રે નવનવ સાહિત્યથી ભંડાર ભર્યા ખરા, પણ સાધુઓની નિશાળમાં દાખલ થયા પછી. યશોવિજયજીએ જૈન સાહિત્યને નવું જીવન આપ્યું ખરું, પણ તે સાધુ અભ્યાસી તરીકે. આપણે એ જૂના જમાનામાં કોઈ ગૃહસ્થને પ્રસિદ્ધ વિદ્વાન જૈન સાધુ જેટલો સમર્થ વિદ્વાન નથી જોતા. તેનું શું કારણ ? અસાધારણ પાંડિત્ય અને વિદ્વત્તા ધરાવનાર શંકરાચાર્ય અને બીજા સંન્યાસીઓના સમયમાં જ અને તેમની જ સામે તેમનાથી પણ ચડે એવા ગૃહસ્થ બ્રાહ્મણ પંડિતો વૈદિક સમાજમાં પાક્યાનો ઇતિહાસ જાણીતો છે, જ્યારે પ્રસિદ્ધ જૈન વિદ્વાન સાધુ કે આચાર્યની તોલે વિદ્વત્તાની દૃષ્ટિએ આવી શકે એવો એક પણ ગૃહસ્થ બ્રાહ્મણમાં હોય તેવી બુદ્ધિ શ્રાવકમાં ન જ સંભવે ? અથવા શું એ કારણ છે કે જ્યાં લગી શ્રાવક ગૃહસ્થ હોય ત્યાં લગી એનામાં એ જાતની બુદ્ધિ સંભવિત જ નથી, પણ જ્યારે તે સાધુવેશ ધારણ કરે છે ત્યારે જ એનામાં એકાએક એવી બુદ્ધિ ફાટી નીકળે છે ? ના, એવું કાંઈ નથી. ખરું કારણ એ છે કે ગૃહસ્થ શ્રાવક કેળવણી અને સંસ્કારના ક્ષેત્રમાં સાધુઓના ક્લાસમાં સમાન દરજ્જે શીખવા દાખલ જ નથી થયો. એણે પૂરેપૂરો એ વખત પતિવ્રતાધર્મ પાળી ભક્તિની લાજ રાખી છે, અને સાધુઓની પ્રતિષ્ઠા એકધારી પોષી છે ! તેથી એક અને સમાન ક્લાસમાં ભણતા સાધુ સાધુઓ ગચ્છભેદ કે ક્રિયાકાંડભેદ કે પદવીમોહને લીધે જ્યારે લડતા ત્યારે ગૃહસ્થો એક અગર બીજા પક્ષને વફાદારીથી અનુસરતા, પણ સીધી રીતે કોઈ ગૃહસ્થને કોઈ સાધુ સામે લડવાપણું, Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ • જૈન ધર્મ અને દર્શન મતભેદ કે વિરોધ જેવું રહેતું જ નહિ. આ જ સબબને લીધે આપણો જૂનો ઇતિહાસ, ગૃહસ્થ અને ત્યાગીના કેળવણી કે સંસ્કાર વિષયક આંતરવિગ્રહથી નથી રંગાયો. એ કોરું પાનું ચીતરવાનું કામ યુરોપના શિક્ષણે હવે શરૂ કર્યું છે. આંતરવિગ્રહ સાધુઓ અને નવશિક્ષણ પામેલા તેમજ પામતા વર્ગના માનસ વચ્ચે આટલો બધો આંતરવિગ્રહકારી ભેદ કેમ છે, એ ભેદ શેમાંથી જન્મ્યો છે, એ બીના સર્વવિદિત છતાં જાણવી બહુ જ જરૂરી તેમજ મનોરંજક પણ છે. માનસ એ શિક્ષણથી જ અને શિક્ષણ પ્રમાણે ઘડાય છે. અન્ન તેવું મન એ સિદ્ધાન્ત કરતાં વધારે વ્યાપક અને સૂક્ષ્મ સિદ્ધાંત તો એ છે કે શિક્ષણ તેવું મન. વીસમી શતાબ્દીમાં શિક્ષણ વડે, માત્ર ઘટતા શિક્ષણ વડે, હજારો વર્ષ પહેલાંનું માનસ ઘડી શકાય. હજારો વર્ષ થયાં ચાલ્યા આવતા જંગલી માનસને માત્ર શિક્ષણ વડે જ થોડા વખતમાં આધુનિક જેવું ઘડી શકાય. સાધુવર્ગ શિક્ષણ મેળવે છે તે એક પ્રકારનું છે અને અત્યારનો તેમના જ પટ્ટધર ભક્ત શ્રાવકોનો સંતતિવર્ગ જે શિક્ષણ મેળવે છે તે તદ્દન જુદા પ્રકારનું છે. આ એકબીજાથી તદ્દન સામે જતા શિક્ષણના બે પ્રકારોએ જ જૈન સમાજમાં પ્રથમ નહિ એવાં બે માનસો ઘડ્યાં છે, અને તે જ એકબીજા ઉપર સરસાઈ મેળવવા - સમાજના અખાડામાં કુસ્તી કરવા - આકર્ષક રીતે ઊતરી પડ્યા છે. આપણે એ પરસ્પર વિરોધી બંને માનસોને ઘડનાર, શિક્ષણ, તેના વિષયો અને તેની પ્રણાલિકા વિશે કાંઈક જાણીએ તો આપણને ખાતરી થઈ જવાની કે અત્યારે જે માનસિક ભૂકંપ આવ્યો છે તે સ્વાભાવિક અને અનિવાર્ય છે. સાધુઓ શીખે છે, આખી જિંદગી ભણનાર પણ સાધુઓ પડ્યા છે. તેમના શિક્ષકો કાં તો તેમના જેવું જ માનસ ધરાવનારા સાધુઓ હોય છે અને કાં તો મોટે ભાગે પંડિતો હોય છે કે જે પંડિતો વીસમી સદીમાં જન્મવા અને જીવવા છતાં બારમી કે સોળમી સદીથી ભાગ્યે જ આગળ વધેલા હોય છે. શિક્ષણના વિષયો ને તેની પ્રણાલિકા સાધુઓના શિક્ષણનો મુખ્ય વિષય – જે સૌથી પહેલાં તેમને શીખવવામાં આવે છે તે – ક્રિયાકાંડને લગતાં સૂત્રોનો છે. આ સૂત્રો શીખતી અને શીખવતી વખતે એક જ દષ્ટિ હોય છે કે તે ભગવાન મહાવીરનાં રચેલાં છે, અગર તો પાછળનાં છતાં એવાં ધ્રુવ છે કે જેમાં ઉત્પાદન અને વ્યયનો જૈન સિદ્ધાંત પણ ગૌણ થઈ જાય છે. વળી એ ક્રિયાકાંડી શિક્ષણ ઉપર એવી સર્વશ્રેષ્ઠતાની છાપ શ્રદ્ધાના હથોડા મારીમારી પાડવામાં આવે છે કે શીખનાર, જૈન સિવાયનાં બીજાં કોઈપણ ક્રિયાકાંડોને તુચ્છ અને ભ્રામક માનતા થઈ જાય છે, એટલું જ નહિ, પણ તે પોતાના નાનકડાશા ગચ્છ સિવાયના બીજા સહોદર પડોશી અને સદાસાથી ગચ્છોનાં વિધિવિધાનોને પણ અશાસ્ત્રીય લેખતો થઈ જાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ આજના સાધુઓ નવીન માનસને દોરી શકે ? • ૧૭૯ સાધુઓના શિક્ષણનો બીજો વિષય ધર્મ અને તત્ત્વજ્ઞાન છે. તેઓ ધર્મના મથાળા નીચે જે જે શીખે છે તે બધામાં તેમની એક દષ્ટિ આદિથી અંત સુધી મક્કમ રીતે એવી પોષાય છે કે તે શીખવાતો ધર્મ પૂર્ણ છે, તેમાં કાંઈ વધારવા-ઘટાડવા જેવું છે જ નહિ અને એ ધર્મની શ્રેષ્ઠતા વિશે તેમના મનમાં એવા સંસ્કારો પાડવામાં આવે છે કે જ્યાં લગી તેઓ બીજા ધર્મની ત્રુટિઓ ન જુએ અને ઇતર ધર્મોની ખામીઓ ન બતાવે ત્યાં લગી તેમને પોતાના ધર્મની શ્રેષ્ઠતાની ખાતરી કરાવવાનો બીજો માર્ગ દેખાતો જ નથી. તેમનો ઈતિહાસ એટલે જૈન સાહિત્યમાં દાખલ થયેલ કોઈ પણ ઘટના - પછી તે કાલ્પનિક વાત હોય, રૂપક હોય, અગર પરાપૂર્વથી ચાલ્યાં આવતાં કથાનકો હોય – એ બધું તેમને મન ઇતિહાસ અને સાચો ઇતિહાસ છે. તેમને શીખવાતી ભૂગોળ દશ્ય વિશ્વની પેલી પારથી શરૂ થાય છે. એમાં પ્રત્યક્ષ જોઈ શકાય, સ્વયં જઈ શકાય એવાં સ્થાનો કરતાં મોટો ભાગ ક્યારેય પણ આ જિંદગીમાં જઈ ને જોઈ ન શકાય એવાં સ્થાનોનો આવે છે. એમની ભૂગોળમાં દેવાંગનાઓ છે, ઈન્દ્રાણીઓ છે અને પરમધાર્મિક નરકપાળો પણ છે. જે નદીઓ, જે સમુદ્રો અને જે પર્વતોના પાઠ તેઓને શીખવાના હોય છે તે વિશે તેમની પાકી ખાતરી હોય છે કે જોકે અત્યારે તે અગમ્ય છે, છતાં એ છે તો વર્ણવ્યાં તેવાં જ. તત્ત્વજ્ઞાન બે હજાર વર્ષ પહેલાં જે ઘડાયું તે જ અવિચ્છિન્ન રીતે અને પરિવર્તન સિવાય ચાલ્યું આવે છે એવા વિશ્વાસ સાથે જ તે શીખવવામાં આવે છે. છેલ્લાં બે હજાર વર્ષમાં આજુબાજુનાં બળોએ જૈન તત્ત્વજ્ઞાનના પોષણ વાસ્તે જે દલીલો, જે શાસ્ત્રાર્થો જેન સાહિત્યમાં દાખલ કર્યો છે તેનું ઋણ. સ્વીકારવાની વાત તો બાજુએ રહી, પણ ઊલટું એ અભ્યાસી સાધુઓ એવા સંસ્કારથી પોષાય છે કે અન્યત્ર જે કહ્યું છે તે તો માત્ર જૈન સાહિત્યસમુદ્રનાં બિંદુઓ છે. નવમા અને દશમા સૈકા સુધીમાં બૌદ્ધ વિદ્વાનોએ જે તાત્ત્વિક ચર્ચાઓ કરી છે અને લગભગ તે જ સૈકાઓ સુધીમાં બ્રાહ્મણ વિદ્વાનોએ જે તાત્ત્વિક ચર્ચાઓ કરી છે તે જ શ્વેતાંબર કે દિગંબરના તત્ત્વસાહિત્યમાં અક્ષરશઃ છે, પણ તે પછીની શતાબ્દીઓમાં બ્રાહ્મણ વિદ્વાનોએ જે તત્ત્વજ્ઞાન ખેડ્યું છે અને જેનો અભ્યાસ સનાતન બ્રાહ્મણ પંડિતો આજ સુધી કરતા આવ્યા છે અને જૈન સાધુઓને પણ ભણાવતા આવ્યા છે, તે તત્ત્વજ્ઞાનના વિકાસથી, એક યશોવિજયજીના અપવાદ સિવાય, બધા જ જૈન આચાર્યોનું સાહિત્ય વંચિત હોવા છતાં જેને તત્ત્વજ્ઞાનના અભ્યાસી સાધુઓ એમ માનતા હોય છે કે તેઓ જે તત્ત્વજ્ઞાન શીખે છે તેમાં ભારતીય વિકસિત તત્ત્વજ્ઞાનનો કોઈપણ અંશ બાકી રહી જતો નથી! ભારતીય દાર્શનિક સંસ્કૃતિના પ્રાણભૂત પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા - બંને દર્શનોના પ્રામાણિક થોડા પણ અભ્યાસ સિવાય જૈન સાધુ પોતાના તત્ત્વજ્ઞાનને પૂરેપૂરું માનતો હોય છે. ભાષા, વ્યાકરણ, કાવ્ય, કોષ એ પણ એમના શીખવાના વિષયો છે, પણ તેમાં કોઈ નવા યુગનું તત્ત્વ દાખલ જ નથી થયું. ટૂંકમાં, જૈન સાધુઓની Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭ • જૈન ધર્મ અને દર્શન શિક્ષણપ્રણાલીમાં જોકે અનેકાંતવાદનું વિષય તરીકે સ્થાન હોય છે, છતાં એ પ્રણાલીમાં અનેકાંતની દૃષ્ટિ જીવંત હોતી જ નથી. તેથી તેઓ વિજ્ઞાનનો ટેકો ત્યારે જ લે છે જ્યારે તેમને પોતાના મતસમર્થનમાં વિજ્ઞાનમાંથી કાંઈ અનુકૂળ મળી આવે. ખરા ઈતિહાસને તેઓ ત્યારે જ પ્રશંસે છે, જ્યારે તેમની માન્યતાને અનુકૂળ કાંઈ તેમાંથી મળી આવે. તાર્કિક સ્વતંત્રતાની વાત તેઓ ત્યારે જ કરે છે જ્યારે તે તર્કનો ઉપયોગ અન્ય મતોના ખંડનમાં કરવાનો હોય. આ રીતે વિજ્ઞાન, ઇતિહાસ, તર્ક અને તુલના એ ચારે શિક્ષણવિષયક દૃષ્ટિઓનું તેમના શિક્ષણમાં નિષ્પક્ષ સ્થાન છે જ નહિ. . આધુનિક નવીન શિક્ષણ આથી ઊલટું, આ દેશમાં કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાતાં જ આદિથી અંત સુધી શિક્ષણના વિષયો, તેની પ્રણાલી અને શિક્ષકો એ બધામાં પરિવર્તન થઈ ગયું છે. માત્ર કૉલેજમાં જ નહિ, પણ વર્નાક્યુલર નિશાળથી માંડી હાઈસ્કૂલ સુધીમાં પણ શિક્ષણની પ્રત્યક્ષ પદ્ધતિ દાખલ થઈ છે. વિજ્ઞાન કોઈપણ જાતના પક્ષ કે ભેદભાવ સિવાય સત્યના પાયા ઉપર શિક્ષણમાં દાખલ થયું છે. ઈતિહાસ અને ભૂગોળના વિષયો પૂરી ચોકસાઈથી એવી રીતે શીખવાય છે કે કાંઈ પણ ભૂલ કે ભ્રમણા સાબિત થતાં એનું સંશોધન થઈ જાય છે. ભાષા, કાવ્ય આદિ પણ વિશાળ તુલનાત્મક દૃષ્ટિએ શીખવાય છે. ટૂંકમાં કહીએ તો, નવીન શિક્ષણમાં પ્રત્યક્ષસિદ્ધ વૈજ્ઞાનિક કસોટી દાખલ થઈ છે, નિષ્પક્ષ ઐતિહાસિક દૃષ્ટિને સ્થાન મળ્યું છે અને ઉદાર તુલનાત્મક પદ્ધતિએ સાંકડી મર્યાદાઓ વટાવી છે. આ ઉપરાંત નવીન શિક્ષણ આપનાર માસ્તરો કે પ્રોફેસરો કાંઈ શીખનાર વિદ્યાર્થીઓનો પંથ પોષવા કે તેમના પૈતૃક ઘરેડી માનસને સંતોષવા બંધાયેલા નથી – જેવી રીતે પશુની પેઠે દાસ થયેલા પેલા પંડિતો કમરજીએ પણ બંધાયેલા હોય છે. વાતાવરણ ને વાચનાલયો માત્ર આટલો જ ભેદ નથી, પણ વાતાવરણ અને વાચનાલયોનો પણ ભારે તફાવત છે. સાધુઓનું ઉન્નતમાં ઉન્નત વાતાવરણ એટલે અમદાવાદ કે મુંબઈ જેવા શહેરની સાંકડી શેરીમાં આવેલ એકાદ વિશાળ ઉપાશ્રયમાં પાંચ-પંદર ગોખણિયા સાધુઓનું ઉદાસીન સાહચર્ય. એમને કોઈ વિશાળ અભ્યાસી પ્રોફેસરના ચિંતન-મનનનો લાભ નથી કે સહવાસનું સૌરભ નથી. એમનાં પુસ્તકાલયોમાં નાનાવિધ છતાં એક જ જાતનું સાહિત્ય હોય છે. નવીન શિક્ષણનો પ્રદેશ આખો નિરાલો છે. એમાં તરેહતરેહના વિષયો ઉપર ગંભીર અને વ્યાપકપણે અભ્યાસ કરેલ પ્રોફેસરોની વિચારધારાનો પ્રવાહ ચાલતો હોય છે. એમાં ઘણા ને વિવિધ વિષયોને છેક નવી ઢબે ચર્ચતાં પુસ્તકોથી ઊભરાતી લાઇબ્રેરીઓ વિદ્યમાન હોય છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ આજના સાધુઓ નવીન માનસને દોરી શકે ? • ૧૮૧ આ ઉપરાંત બે મુદ્દા એવા છે કે જે સાધુશિક્ષણ અને નવશિક્ષણ વચ્ચે ભારે દીવાલ હોવાની સાબિતી પૂરી પાડે છે. એક તો એ કે પંથ ને વાડામાં ઊછરેલું તેમ જ પોષાયેલું સાધુ-માનસ સ્વાભાવિક રીતે જ એવું બીકણ હોય છે કે તે, ભાગ્યજોગે કોઈ કાણા કે બાકોરાથી પ્રકાશ મેળવે તોય ખુલ્લંખુલ્લા પોતાની પરંપરા વિરુદ્ધ કશું જ ઉચ્ચારતાં મરણનું દુઃખ અનુભવે છે – જેવી રીતે જન્મથી પરદામાં પોષાયેલ સ્ત્રીમાનસ પ્રથમ ખુલ્લામાં પગ મૂકતાં; જ્યારે નવશિક્ષણ પામતો વિદ્યાર્થી એ ભયથી તદ્દન મુક્ત હોય છે તે જે જાણે અગર માને છે તે બેધડક કહી શકે છે. તેને સાધુની પેઠે નથી ગૂંગળાવું પડતું કે નથી દંભ સેવવો પડતો. બીજો મુદ્દો પણ ભારે અગત્યનો છે. તે એ કે નવશિક્ષણ પામતી આજની પ્રજાનાં - તરુણ-તરુણીઓને માત્ર આ દેશનાં જ વિવિધ સ્થળો અને વિવિધ જાતિઓ વચ્ચે જવાની તક નથી, પણ તેઓને પરદેશના વિશાળ પ્રદેશને સ્પર્શવાની પણ તક સુલભ થઈ છે. સેંકડો યુવકો જ નહિ, પણ યુવતીઓ અને કુમારીઓ સુધ્ધાં યુરોપ અને અમેરિકા ખંડમાં જાય છે. જેવાં તેઓ જહાજ ઉપર ચડી અનંત આકાશ અને અપાર સમુદ્ર તરફ નજર નાખે છે, તેવાં જ તેમનાં જન્મસિદ્ધ બંધનો છેક નાબૂદ ન થાય તોય તદ્દન ઢીલાં થઈ જાય છે. પરદેશભ્રમણ અને પરજાતિઓના સહવાસથી તેમજ વિદેશી શિક્ષણસંસ્થાઓ અને અદૂભૂત પ્રયોગશાળાઓ તથા પુસ્તકાલયોના પરિચયથી તેમનું માનસ હજારો વર્ષની તીવ્રતમ ગ્રંથિઓને પણ ભેદવા મથે છે અને એમને બધું જ નવી દૃષ્ટિએ જોવાવિચારવાની વૃત્તિ થઈ આવે છે. આ રીતે આપણે જોયું કે જેઓને જૈન પ્રજા પોતાના ગુરુ તરીકે, પોતાના નાયક તરીકે અને પોતાને દોરનાર તરીકે માનતી આવી છે, તેમનું માનસ કઈ જાતનું સંભવિત છે; અને હવે છેલ્લા કેટલાક દશકાઓ થયાં જે નવીન પેઢી નવશિક્ષણ પ્રહણ કરી રહી છે અને જેને વાસ્તે એ શિક્ષણ મેળવવું અનિવાર્ય છે, તેનું માનસ કઈ રીતે ઘડાય છે? જો આ બે પ્રકારનાં માનસના ઘડતર પાછળનો ભૂંસી કે સાંધી ન શકાય એટલો મોટો ભેદ હોય તો અત્યારે જે ભૂકંપ સમાજમાં અનુભવાય છે તેને અસ્વાભાવિક કે માત્ર આગંતુક કયો બુદ્ધિમાન કહેશે ? ત્યારે હવે આપણી સામે પ્રશ્ન ઊભો થાય છે કે જૈન સમાજના વર્તમાન ભૂકંપને શમવાનો કોઈ માર્ગ છે? જવાબ હકાર અને નકાર બેય છે. વર્તમાન ભૂકંપ શમવાના માર્ગ આજની અને હવે પછીની પેઢી નવીન શિક્ષણના દરવાજે તાળાં લગાડી પોતાનામાં આવેલા નવશિક્ષણના સંસ્કારોને છેક ભૂંસી નાખે તો એ ભૂકંપ શમે ખરો. એ જ રીતે કાં તો સાધુવર્ગ પોતાની સંકીર્ણ દૃષ્ટિમર્યાદા મોકળી કરી નવશિક્ષણનાં દ્વારોમાં પ્રવેશ કરે તોય એ ભૂકંપ શમવાની સંભાવના ખરી. નવશિક્ષણનાં દ્વારોમાં પ્રવેશ કર્યા વિના Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ • જૈન ધર્મ અને દર્શન અને બારમી કે અઢારમી સદીની જૂની પ્રણાલીનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું કામ ચાલુ રાખ્યા છતાં પણ જો શ્વેતાંબર સાધુઓ સ્થાનકવાસી સાધુઓની પેઠે ધર્મને નામે નવપેઢીની વિચારણા કે પ્રવૃત્તિમાં અનધિકાર માથું મારવાનું છોડી દે તોય એ ભૂકંપ શમે ખરો. ભૂકંપ શમવાને કાં તો સાધુવર્ગ વાસ્તે પોપ અને પાદરીઓની પેઠે પોતાની વિચાર અને કાર્યમર્યાદા બદલવાની અનિવાર્ય આવશ્યકતા છે અને કાં તો નવીન પેઢીએ હંમેશને વાસ્તુ મુક્ત જ્ઞાનદ્વારો બંધ કરવાની આવશ્યકતા છે. પણ ઉપર દર્શાવ્યા પ્રમાણે બેમાંથી એકે વર્ગ કાંઈ નમતું આપે તેમ છે? જવાબ સ્પષ્ટ છે કે કોઈ પામર પણ અત્યારની અને હવે પછીની શિક્ષણની મુક્ત તકો ગુમાવે જ નહિ. હવેનું જીવન જ નવશિક્ષણ વિના શક્ય રહ્યું નથી, એટલે નવી પેઢી તો પાછળ પગલાં ભરે એવું છે જ નહિ. સાધુવર્ગે જે અત્યાર લગી પૈતૃક તપસંપત્તિને બળે ગૃહસ્થો ઉપર રાજ્ય કર્યું છે, જે અનધિકાર સત્તાના ઘૂંટડા પીધા છે, તે બુદ્ધિપૂર્વક છોડી જૂના જમાનાથી આગળ વધી નવા જમાનાને અનુકૂળ આપમેળે માનસ કેળવે એવો ભાગ્યે જ સંભવ છે. તેથી જ અહીં પ્રશ્ન ઉદ્ભવે છે કે નવીન માનસને કોણ દોરી શકે ? નવીન માનસને કોણ દોરી શકે? આનો ઉત્તર બે રીતે આપી શકાય : કાં તો આજ લગી ગુરુપદે રહી શ્રાવકના માનસને દોરતો આવેલ સાધુવર્ગ નવમાનસને દોરી શકે; અગર નવમાનસ પોતે જ પોતાની દોરવણી કરે. પહેલો પ્રકાર તદ્દન અસંભવિત છે. આપણે જોયું કે અત્યારના સાધુની શિક્ષણમર્યાદા છેક જ સાંકડી છે. એ પણ જોયું કે દૃષ્ટિમર્યાદા તો એથીયે વધારે સાંકડી છે. જ્યારે નવમાનસ છેક જુદા પ્રકારનું છે. એવી સ્થિતિમાં આજના સાધુવર્ગમાંથી જૂની શાસ્ત્રસંપત્તિને નવી દૃષ્ટિથી વાંચનાર વિવેકાનંદ, રામકૃષ્ણ જેવા સાધુઓ નીકળવાનો સંભવ નથી; એટલે કોઈપણ સાધુ નવમાનસને દોરી શકે એવી નજીકના ભવિષ્યમાં તો શું પણ દૂરના ભવિષ્ય સુધ્ધાંમાં સંભાવના નથી, એટલે બીજો પ્રકાર બાકી રહે છે. તે પ્રમાણે નવશિક્ષણમાંથી ઘડાયેલ અને ઘડાતા નવીન પેઢીના માનસે પોતે જ પોતાની દોરવણી કરવાની રહે છે, અને તે યોગ્ય પણ છે. પતિત, દલિત અને કચરાયેલ જાતિઓ સુધ્ધાં આપમેળે ઊઠવા મથી રહી છે, તો સંસ્કારી જૈન પ્રજાના માનસને માટે એ કાર્ય જરાય મુશ્કેલ નથી. પોતાની દોરવણીનાં સૂત્રો પોતે હાથમાં લે તે પહેલાં નવીન પેઢી કેટલાક મહત્ત્વના સિદ્ધાંતો નક્કી કરી કાઢે, તે પ્રમાણે કાર્યક્રમ ઘડે અને ભાવિ સ્વરાજ્યની લાયકાત કેળવવાની તૈયારી માટે સામાજિક જવાબદારીઓ હાથમાં લઈ સામૂહિક પ્રશ્નોને વૈયક્તિક લાભની દૃષ્ટિએ નિહાળી સ્વશાસન અને સ્વનિયંત્રણનું બળ કેળવે એ જરૂરનું છે. - પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૭૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૨૫. શિષ્યચોરીની મીમાંસા આખા દેશનું ધ્યાન અત્યારે સરકાર સામે ચાલતા જંગમાં રોકાઈ રહ્યું છે, એટલે જૈન સમાજ પણ એની અસરથી સ્વાભાવિક રીતે જ છૂટો રહી ન શકે. બીજી બાજુ આખોય જૈન સમાજ એ એક વ્યાપારી સમાજ છે અને વ્યાપારી દુનિયામાં જે ભારે આર્થિક ઊથલપાથલ થઈ રહી છે તેની અસર પણ જૈન સમાજ ઉપર નાનીસૂની નથી. આ સિવાય બીજા કેટલાક સામાજિક અને કેળવણી સંબંધી જે અગત્યના ફેરફારો ઝપાટાબંધ ચોમેર થઈ રહ્યા છે, એની અસરથી પણ જૈન સમાજ મુક્ત નથી. આવી સ્થિતિમાં એ બધા અગત્યના સવાલો ઉપર વિચાર કરવો છોડી શિષ્યચોરી જેવા મુદ્ર દેખાતા વિષય ઉપર કેમ વિચાર કરવામાં આવે છે, અથવા તો એવા ક્ષુદ્ર વિષય આજે કેમ ચર્ચવામાં આવે છે, એ પ્રશ્ન થવો સહજ છે. ઉત્તર એ છે કે આજે શિષ્યચોરીના વિષયે જૈન સમાજનું ભારે ધ્યાન રોકડ્યું છે, અને એ વિષય ઊંટડીનું દૂધ પીવું તે શાસ્ત્રવિહિત છેકે નહિ?” – એના જેવો માત્ર કાલ્પનિક ચર્ચાનો વિષય નથી રહ્યો; કારણ કે, શિષ્યચોરીમાં માનનારા એને શાસ્ત્રસંમત માની અને બીજાને તેમ મનાવી એ કૃત્ય કરે છે, એટલે શિષ્યચોરીના હિમાયતીઓ સમાજમાં ગમે તેટલા ઓછા હોય છતાં લોકો લગભગ આખા સાધુવર્ગને ખોજા અને પઠાણની જેમ બાળકચોર માને છે અને સીધી કે આડકતરી રીતે લોકો તેમની સાથે મનુષ્યચોર તરીકે જ વ્યવહાર કરે છે. શિષ્યચોરીના હિમાયતી ગૃહસ્થો પણ પોતાનાં બાળક-બાળિકાઓને સાધુ પાસે ખુલ્લા દિલથી ભાગ્યે જ જવા દે છે. શિષ્યચોરીમાં ન માનનારાઓ તો આ બાબતનો ભારે વિરોધ કરે છે, અને તેથી જ્યાં ત્યાં તકરારની આગ સળગી ઊઠે છે, અને આ બધું શાસ્ત્રને નામે થાય છે. લોકો, ખાસ કરી સાધારણ લોકો, એમ જ માને છે કે શાસ્ત્ર કહે છે તે જ કરવું જોઈએ અને શાસ્ત્ર ખોટું ન કહે” આ જાતની શાસ્ત્રની પ્રતિષ્ઠા લોકોના મનમાં છે, તેથી જ એ પ્રતિષ્ઠાનો લાભ લઈ, દરેક જમાનામાં જેમ બનતું આવ્યું છે તેમ, આજે પણ કેટલાક મહાશયો શિષ્યચોરી જેવા વિષયને શાસ્ત્રસંમતિનું નામ આપી તેનું સમર્થન કરી રહ્યા છે, અને બીજી બાજુ તેમનો વિરોધ કરનાર પક્ષ આ વસ્તુ શાસ્ત્રસંમત નથી એમ કહી તેનો ભારે વિરોધ કરી રહી છે. આ વિરોધ માત્ર શાબ્દિક ન રહેતાં ઘણી વાર મારામારી અને કોર્ટે ચઢવા સુધીના Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ - જૈન ધર્મ અને દર્શન પગલામાં પરિણમ્યો છે. એ ઝેરે તેથીયે વારે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. આ જ કારણથી આ વિષય આજે ચર્ચવાનું દુરસ્ત ધાર્યું છે. આ ચર્ચામાં કોઈપણ એક પક્ષનું અનુસરણ કરવાનો ઇરાદો નથી. જે પ્રમાણો બંને પક્ષકારો શાસ્ત્રમાંથી રજૂ કરે છે અને જે અમારી જાણમાં છે તેનો તદ્દન મધ્યસ્થ દૃષ્ટિએ વિચાર કરવો એ જ આ ચર્ચાનો ઉદ્દેશ છે. અત્યારે પ્રસ્તુત બાબત પરત્વે જૈન સાધુસમાજમાં મુખ્ય ત્રણ વર્ગ છે : એક, સ્પષ્ટપણે શિષ્યહરણની હિમાયત કરનારો; બીજો, તેનો તદ્દન વિરોધ કરનારો; અને ત્રીજો, દેખીતી રીતે તટસ્થ છતાં શિષ્યહરણના પક્ષનો લાભ લેનારો. કોઈપણ વિષ» ઉપ૨ વિચા૨ ક૨વામાં અને નિર્ણય બાંધવામાં સાધુવર્ગ ઉપર આધાર ન રાખતાં, પોતાની જ બુદ્ધિ ઉપર આધાર રાખનાર ગૃહસ્થવર્ગ જૈન સમાજમાં બહુ જ નાનો છે, અને તે જેવડો છે તે આખોય વર્ગ શિષ્યહરણના વિરોધી પક્ષનું વલણ ધરાવે છે. તેથી ગૃહસ્થવર્ગ પણ ઉપર કહેલા સાધુવર્ગના ત્રણ ભાગમાં જ વહેંચાઈ જાય છે. અત્યારે ઉ૫૨ ઉ૫૨થી જોતાં શિષ્યહરણના હિમાયતી અને વિરોધી એ બે પક્ષ વચ્ચે જ અથડામણી દેખાય છે, છતાં વાસ્તવિક રીતે આખોય જૈનસમાજ આ ઝેરીલી અથડામણીનો ભોગ થઈ પડ્યો છે. શિષ્યહરણ યોગ્ય છે કે નહિ ?” એનો ખુલાસો સ્વતંત્ર બુદ્ધિથી અને શાસ્ત્રના આધારોથી એમ બંને રીતે મેળવી શકાય તેમ છે. જેઓને વિચારવાની અને સાચુંખોટું તપાસવાની સ્વતંત્ર બુદ્ધિ મળી છે તેમને તો આ વિષય પરત્વે કોઈપણ નિર્ણય બાંધવા માટે કોઈનો આધાર લેવાની જરૂર નથી; અને બહુ ઊંડા પાણીમાં ઊતરવું પડે તેમ નથી. તેઓ તો તદ્દન સહેલાઈથી કોઈપણ નિર્ણય બાંધી શકે એટલી આ બાબત સહેલી, બુદ્ધિગમ્ય, અને દીવા જેવી ખુલ્લી છે. છતાં આ સ્થળે તો આ પ્રશ્નનો ખુલાસો શાસ્ત્રીય દૃષ્ટિએ જ કરવાનો હોઈ બુદ્ધિનો ઉપયોગ મુખ્યતઃ શાસ્ત્રનાં પ્રમાણોને આધારે જ કરવાનો છે. જૈન સાધુની આખી જીવનચર્યાં અહિંસા આદિ પાંચ મહાવ્રતોને આધારે જ હોવાનું શાસ્ત્રમાં કથન છે અને તે દરેક પક્ષ સ્વીકારે છે. એ પાંચ મહવતો જૈનપણાના પાયા ઉપર યોજાયેલાં છે. જૈનપણું એટલે લોભ, લાલચ, ભય આદિ વિકારો પરનો વિજ્ય અથવા એ વિજય માટેનો પ્રયત્ન, હિંસા હોય કે અસત્ય, ચોરી હોય કે પરિગ્રહ, એ બધા દોષો જૈનત્વના વિરોધી છે; તેથી જૈનત્વને ધારણ કરનાર કે તેની સાચી ઉમેદવારી કરનાર સાધુ એ દોષોનો હંમેશને માટે ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લે છે, જે પ્રતિજ્ઞા પાંચ મહાવ્રતના નામથી ઓળખાય છે. એમાં ત્રીજું મહાવત અદત્તાદાનવિરમણ આવે છે. એનો સ્થૂલ શબ્દાર્થ એ છે કે ‘કોઈપણ વસ્તુ તેના માલિકની રજા સિવાય લેવાનો સદંતર ત્યાગ.’ જેમ દરેક વ્રત કે નિયમની પાછળ એના શબ્દાર્થ ઉપરાંત એનો વિશિષ્ટ ભાવ હોય છે તેમ આ ત્રીજા મહાવ્રતની બાબતમાં પણ છે. માલિકની પરવાનગી સિવાય Page #194 -------------------------------------------------------------------------- ________________ શિષ્યચોરીની મીમાંસા • ૧૮૫ તેની ચીજ લેવાનો ત્યાગ એ ત્રીજું મહાવ્રત એટલો માત્ર શાબ્દિક અર્થ લઈને કોઈ તેને વળગી રહે તો તો તે ઘણો અનર્થ પણ કરી બેસે. દાખલા તરીકે કોઈ એમ કહે કે ઉપરના અર્થ પ્રમાણે તો એ મહાવ્રતનો અર્થ કોઈની માલિકીની ચીજ જ પરવાનગી સિવાય લેવાનો ત્યાગ થાય છે, તેથી કાંઈ માલિકી વિનાની ચીજ લેવાનો ત્યાગ થતો નથી. જેમ હવા પ્રકાશ આદિ ભૌતિક તત્વોનો જીવનમાં ઉપયોગ દર ક્ષણે કોઈ મનુષ્યની પરવાનગી સિવાય જ કરીએ છીએ તેમ બીજી પણ કોઈ વસ્તુ, જેની માલિકીનો સ્પષ્ટ દાવો કરનાર કોઈ ન હોય તે, લેવામાં શી અડચણ છે? કારણ કે, જ્યારે તેનો કોઈ વાંધો લે એવો માલિક જ નથી તો પછી તેનો ઉપયોગ કરવો એ અદત્તાદાન શી રીતે હોઈ શકે? એવી દલીલ કરી તે અદત્તાદાન ત્યાગની પ્રતિજ્ઞા લેનાર કોઈ એકાંત ખૂણેથી મળી આવનાર ધનનો અગર તો જંગલમાં માલિક વિનાનાં રખડતાં તદ્દન અનાથ બાળક–બાળિકાઓનો સંગ્રહ કરે, અથવા તો જેમાં લવલેશ પણ કોઈની માલિકીનો દાવો નથી એવી જાતપ્રતિષ્ઠા સાચવવાની અને મેળવવાની પાછળ ગાંડોતૂર થઈ જાય તો શું એ અદત્તાદાનત્યાગની પ્રતિજ્ઞા પાળે છે એમ કોઈ કહી શકશે ? જો એણે કોઈની માલિકીની ચીજ લીધી નથી અને લેવાનો વિચાર સુધ્ધાં કર્યો નથી તો એને શા માટે પ્રતિજ્ઞાપાળક કહેવો ન જોઈએ? અને આવા ત્રીજા મહાવ્રતના ધારણ કરનારને જૈનશાસ્ત્રની દૃષ્ટિએ કોઈ માણસની માલિકી વિનાની ધનસંપત્તિ કે બીજી ચીજ લેવાની, અડવાની, અને વાપરવાની શા માટે છૂટ ન હોવી જોઈએ ? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા જ્યારે આપણે ઊંડા ઊતરીએ છીએ ત્યારે આપણને તરત જ જણાઈ આવે છે કે નહિ નહિ, શબ્દના સ્થૂળ અર્થ ઉપરાંત પ્રતિજ્ઞાની પાછળ એનો ખાસ પ્રાણ કે ભાવ પણ હોય છે. પ્રતિજ્ઞાનો સમગ્ર ભાવ ધૂળ અને પરિચિત શબ્દોમાં સમાઈ નથી શકતો, એને બુદ્ધિ અને વિચારથી ગ્રહણ કરવાનો હોય છે. ત્યારે એ જોવું રહે છે કે અદત્તાદાનત્યાગ મહાવ્રતનો ભાવ શો છે ? જૈનત્વના પાયા ઉપર લેવામાં આવતી ત્રીજા મહાવ્રતની પ્રતિજ્ઞાનો સાચો અને પૂરો ભાવ તો લોભ અને ભયના ત્યાગમાં છે. સામાન્ય રીતે કોઈ એક માણસ બીજાની માલિકીની ચીજ તેની પરવાનગી સિવાય લે છે ત્યારે કાં તો તેનામાં અમુક લાલચ હોય છે અને કાં તો અમુક ભય હોય છે. લોભ અને ભય જેવી મોહજન્ય વૃત્તિઓ જ અદત્તાદાનની પ્રેરક હોય છે, તેથી અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞા પાછળ ખરો હેતુ એવી વૃત્તિઓનો જ ત્યાગ કરવાનો હોય છે. જેનામાં લોભા અને ભય જેવી વૃત્તિઓ જ નથી હોતી તેનું જીવન સ્વાભાવિક રીતે જ અદત્તાદાનથી મુક્ત હોય છે – પછી ભલે તે હવા આદિ ભૌતિક તત્ત્વનો ઉપયોગ કરતો હોય અથવા તો અકસ્માત સાંપડેલ સોનાના સિંહાસન ઉપર તે જઈ પડ્યો હોય. જેણે લોભ ભય આદિ વૃત્તિઓ જીતી નથી, પણ એમને જીતવાનો જેનો પ્રયત્ન ચાલુ છે તે માલિકીવાળી કે બિનમાલિકીની કોઈપણ નાની કે મોટી, જડ કે ચેતન વસ્તુને લોભ કે ભયથી પ્રેરાઈ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ • જૈન ધર્મ અને દર્શન નહિ અડે, નહિ સંઘરે અથવા આપોઆપ આવી પડેલ વસ્તુ પાછળ પણ ક્લેશ નહિ પોષે. સારાંશ એ છે કે ત્રીજા મહાવ્રત દ્વારા નિર્લોભપણું, નિર્ભયપણું પોષવાનું હોય છે, અગર તો પ્રગટાવવાનું હોય છે. જ્યાં નિર્લોભાણા અને નિર્ભયપણામાં ખલેલ પહોંચે ત્યાં દેખીતી રીતે ત્રીજા મહાવ્રતનો સ્થૂલ અર્થ ખંડિત થયેલો ન જણાવા છતાં જૈન દૃષ્ટિએ ત્રીજા મહાવ્રતનો તેટલે અંશે ભંગ જ છે; અને જ્યાં નિર્લોભત્વ આદિ મૂળ વસ્તુ અબાધિત હોય ત્યાં દેખીતી રીતે કોઈ વાર ત્રીજા મહાવ્રતનો ભંગ પણ લાગે છતાં વાસ્તવિક રીતે તેવા દાખલાઓમાં ત્રીજું મહાવ્રત અખંડિત જ હોય છે. ત્રીજા મહાવ્રતની પ્રતિજ્ઞાના અર્થ વિશે અહીં જે સહજ લંબાણ ચર્ચા કરી છે તે પ્રસ્તુત વિષયની સાથે ખાસ સંબંધ હોવાને લીધે જ કરેલી છે. માબાપ કે બીજા ખાસ લાગતાવળગતાની સંમતિ લઈ દીક્ષા લેવી અગર એવી સંમતિ મેળવનારને જ દીક્ષા આપવી એ “સંમત-દીક્ષા' કહેવાય અને સંમતિ સિવાય ફોસલાવીને, નસાડી– ભગાડીને કે બીજી કોઈ પણ રીતે દીક્ષા આપવી તે “અસંમત દીક્ષા' કહેવાય; જરા કડક શબ્દોમાં છતાં સાચા અર્થમાં તેને શિષ્યહરણ પણ કહેવાય. મૂળ આગમોમાં, ખાસ કરી પ્રાચીન અને વિશિષ્ટ આગમોમાં, એવું સ્પષ્ટ અને ખુલાસાવાર વિધાન નથી કે દીક્ષા લેનારે અમુક અમુક લાગતાવળગતાઓની પરવાનગી લઈને જ દીક્ષા લેવી અને તે સિવાય ન લેવી’ તેમજ દીક્ષા આપનાર માટે પણ તેમાં એવું વિધાન ક્યાંય નથી કે જે અમુક લાગતાવળગતાઓની પરવાનગી મેળવે તેને જ તેણે દીક્ષા આપવી અને બીજાને ન આપવી.” આવું સ્પષ્ટ વિધાન દીક્ષા લેનાર કે આપનાર માટે ન હોવા છતાં ભગવાન મહાવીરના દાખલામાં અને તેમના સંઘબંધારણના ઇતિહાસમાં જે દાખલાઓ અંગ-ઉપાંગમાં નોંધાયેલા મળે છે તે બધા જ દાખલાઓમાં એક જ બીના છે, અને તે એ કે દીક્ષા લેનાર માબાપ અને સ્ત્રી આદિની પરવાનગી લઈને જ દીક્ષા લે છે અને દીક્ષા આપનાર તેવી સંમતિ લેનારને જ દીક્ષા આપે છે. એટલે કે જ્યાં સુધી મૂળ અંગ-ઉપાંગોને લાગે છે ત્યાં સુધી સંમત દીક્ષાના જ સ્પષ્ટ દાખલાઓ મળે છે. આ પરંપરા ભગવાન મહાવીરથી લગભગ છસો વર્ષ લગી નિરપવાદ રીતે એકસરખી ચાલુ રહે છે. નથી તો ખુદ ભગવાને એમાં અપવાદ સેવ્યો કે નથી તેમના તેટલા વખત સુધીના શિષ્ય પરિવારે અપવાદ સેવ્યો. સંમતદીક્ષાનું સ્પષ્ટ વિધાન આગમોમાં ન હોવા છતાં સંમતદીક્ષાના નિયમનું આટલું કડક અને ચોક્કસ પાલન કેમ કરવામાં આવ્યું અને કેમ ચાલુ રહ્યું? એનો વિચાર કરતાં કોઈપણ બુદ્ધિમાન સહેજે સમજી શકશે કે અસંમતદીક્ષામાં ત્રીજા મહાવ્રતનો ભાવ, શાબ્દિક કે આર્થિક દૃષ્ટિએ, ભંગ થવાનો સંભવ ઊભો થાય છે, અને જૈન શાસ્ત્રો જેમાં મહાવ્રતના ભંગનો સંભવ હોય એવી કોઈપણ બાબતને આચરવામાં સંમત થઈ શકે નહિ. જે શાસ્ત્ર અને જે શાસ્ત્રના પ્રણેતાનો એકમાત્ર ઉદ્દેશ શાંતિ અને ચિત્તશુદ્ધિનો હોય તે શાંતિની વિરોધી અને ચિત્તશુદ્ધિમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ શિષ્યચોરીની મીમાંસા • ૧૮૭ ખલેલ પહોંચાડનારી કોઈપણ બાબતને માન્ય રાખી શકે નહિ દલીલ ખાતર થોડી વાર એમ માની લેવામાં આવે કે અસંમતદીક્ષામાં દીક્ષા આપનારનો હેતુ સ્વપરકલ્યાણનો હોય છે, તોપણ એ કહેવું જોઈએ કે જૈન આગમોએ અને ખુદ ભગવાન મહાવીરે તેવી અસંમતદીક્ષાની હિમાયત નથી કરી, એક પણ દાખલામાં તેમણે એને સ્થાન નથી આપ્યું, તેનું શું કારણ? તેનું કારણ એ જ સંભવે છે કે જો સ્વપરકલ્યાણનો હેતુ હોય તો પછી અધિરાઈ અને ઉતાવળ કરવાથી શું ફાયદો ? એક બાજુ અસંમતદીક્ષાને પરિણામે લાગતાવળગતામાં ક્લેશ કંકાસ વધે, દીક્ષા આપનાર ઉપર તહોમત મુકાય, તે કદાચ જોખમમાં પણ પડે, તેને લીધે આખો ધર્મસંઘ નિંદાપાત્ર બને અને જૈન જેવા શુદ્ધ ધર્મની હિમાયત કરનારાઓ ઉપર જાતજાતનાં કલંકો મુકાય, તે કરતાં દીક્ષા લેનારની બુદ્ધિ જાગ્રત કરી તેને વિચાર કરવાની અને સંયમ કેળવવાની ઘેર બેઠાં તક આપવી, એ શું ખોટી છે? કલ્યાણની ખરી ઇચ્છા જેનામાં જાગી હોય તે જો ન છૂટકે જ ઘરમાં રહેતો હશે તોપણ ધીરજ અને સંયમની વૃત્તિ કેળવશે જ, અને વખત જતાં એ વૃત્તિને પ્રભાવે દીક્ષાના વિરોધીઓ પણ આપોઆપ સંમત થશે. જૈન ધર્મમાં શૈર્ય અને સહનશીલતાને મુખ્ય સ્થાન છે. સાચી કલ્યાણની ઈચ્છા જન્મ અને દીક્ષાની સંમતિ ન મળે ત્યારે જ એક રીતે એ દિશામાં પૈર્ય અને સહનશીલતા કેળવવાની તક ઊભી થાય છે અને તે જ વખતે બુદ્ધિ, વિનય, પ્રેમ અને સાચા ત્યાગથી સામા પક્ષને જીતવાની તક મળે છે. ભગવાને એ વસ્તુ જેમ જાણી હતી તેમ જીવનમાં પણ ઉતારી હતી, અને વિવેકી તથા સાચા ઉમેદવારોએ ભગવાનના જીવનનું એ તત્ત્વ જાણી લઈને અમલમાં મૂક્યું હતું. તેથી જ આપણે ભગવાન પછીના લગભગ છ સૈકાઓમાં એક પણ દાખલો અસંમત દીક્ષાનો નથી જોતા. આ રીતે સંમતદીક્ષાની પરંપરા મૂળમાં તો ત્રીજા મહાવ્રતમાંથી નીકળી અને વ્યવહારમાં એ એટલી બધી સ્થિર તેમજ પ્રતિષ્ઠિત થઈ ગઈ કે અસંમતદીક્ષા આપવાનો વિચાર કરવો કે તેવી દીક્ષા લેવાનો વિચાર કરવો એ ત્રીજા મહાવ્રતના ભંગ જેવું જ થઈ પડ્યું. જેન શ્રમણ સંઘની કહો કે જૈનધર્મની કહો, પ્રતિષ્ઠાનો આધાર માત્ર મહાવ્રતો છે. અસંમત દીક્ષાથી મહાવ્રતનો ભંગ ન થતો હોય તેવા દાખલાઓમાં પણ મહાવ્રતના ભંગ વિશે કે મહાવ્રત દૂષિત થવા વિશે શંકા લેવાને કારણ મળે એ વસ્તુ જ જૈન શ્રમણસંઘ ચલાવી ન શકે. તેથી તે ધીર અને ગંભીર સંઘે સંમતદીક્ષાની પરંપરાને કાયમ રાખી અને વધાવી લીધી અને દીક્ષા લેવામાં સંમતિ મેળવવી એ એક મહત્ત્વનું ધાર્મિક વિધાન જ બની ગયું. ભગવાનના સંઘને લગભગ છસો વર્ષ થયાં હતાં. નાનીમોટી તેની અનેક શાખાઓ વડવાઈની પેઠે ફેલાઈ હતી. હિંદુસ્તાનના લગભગ બધા ભાગમાં એ સંઘ ફેલાયો હતો. ભિન્નભિન્ન પ્રકૃતિવાળા અને ભિન્નભિન્ન દરજ્જાના લોકો એમાં દાખલ થઈ ચૂક્યા હતા, અને દાખલ થતા જતા હતા. સંઘની આટલી બધી વિશાળતા વખતે અને આટલે લાંબે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ • જૈન ધર્મ અને દર્શન ગાળે કોઈ અપવાદ કે ભિન્નતા દાખલ થાય એ મનુષ્યસ્વભાવના અભ્યાસીને માટે નવાઈ જેવું નથી. એક પ્રસંગ ઊભો થાય છે. તે આર્ય રક્ષિતનો છે. આ પ્રસંગ વીરનિના છઠ્ઠાસૈકાનો છે. આર્ય રક્ષિતે આર્ય તોસલિપુત્ર પાસે દીક્ષા લીધી ત્યારે બાપની પરવાનગી નહિ લીધેલી, માત્ર માતાની સંમતિ લીધેલી. વિવાહિત ન હોવાથી સ્ત્રીસંમતિનો તો સવાલ જ નહોતો. આ પ્રસંગથી દીક્ષાના બંધારણનું પ્રકરણ નવું શરૂ થયું. માત્ર પિતાની જ અસંમતિ અને તે પણ વિરોધ વિનાની અસંમતિ છતાં આર્ય રક્ષિતે દીક્ષા લીધી. એ દીક્ષાને જૈન શાસ્ત્રોમાં પ્રથમશિષ્યનિષ્કટિક્કા કહેવામાં આવી છે. (આ કથનની પાછળ ભારે મહત્ત્વના મુદ્દાઓ સમાયેલા છે.) આ કિસ્સો બહુ અગત્યનો હોવાથી ટૂંકમાં તેનું વર્ણન આપી તેનું પૃથક્કરણ કરવું જરૂરી છે. આર્ય રક્ષિત જ્યારે બાવીસ વર્ષ જેટલી તરુણ ઉંમરના હતા ત્યારે પુષ્કળ વિદ્યાઓનો અભ્યાસ કરી સ્નાતકની પેઠે ઘેર પાછા ફર્યા. માતાને પૂર્ણ સંતોષ થવો હજી બાકી જ હતો. તેથી તેણે પુત્રને એ શાસ્ત્રવિધાન કહ્યું કે જ્યાં લગી દષ્ટિવાદ નામક જૈન શાસ્ત્ર તું નથી ભણ્યો ત્યાં લગી તારો અભ્યાસ અધૂરો કહેવાય. પુત્ર તો વિદ્યાભૂખ્યો હતો અને તેમાં વળી ખુદ માતાની પ્રેરણા, એટલે તે જરા પણ થોભ્યા વિના બોલ્યો કે એ શાસ્ત્ર મારે ક્યાં શીખવું ? માતાએ પોતાના ભાઈ, જે એક વિદ્વાન અને પ્રધાન જૈન આચાર્ય હતા અને જેમનું નામ આર્ય તોસલિપુત્ર હતું, તેમની પાસે જવા સૂચના કરી. આર્ય રક્ષિત ત્યાં પહોંચ્યો. આચાર્યે ભાણેજને કહ્યું કે જૈનદીક્ષા લીધા સિવાય એ શાસ્ત્ર શીખી શકાય નહિ, તેમજ અદીક્ષિતને અમારાથી શીખવી પણ ન શકાય. વિદ્યાભૂખ્યા આર્ય રક્ષિતે દીક્ષા લીધી અને એ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. અંતે દીક્ષામાં તેમનું મન ઠર્યું અને તે એક અસાધારણ વિદ્વાન તથા વિશિષ્ટ આચાર્ય થયા. આ દાખલામાં નીચેની બાબતો ખાસ ધ્યાન દેવા જેવી છે : (૧) આર્ય રક્ષિત બાવીસ વર્ષ જેટલી પાકી ઉંમરના હોવા ઉપરાંત વિશિષ્ટ વિદ્યાભ્યાસી હોઈ સ્વયંનિર્ણય કરવાની શક્તિવાળા હતા. (૨) તે વિવાહિત ન જ હતા. (૩) આચાર્યે તેમને ફોસલાવવાનો, નસાડવાનો કે બીજો કોઈ તેવો અયોગ્ય માર્ગ અવલંબ્યો જ ન હતો. એટલું જ નહિ, પણ આચાર્યે આર્ય રક્ષિતની માતાને એટલે પોતાની બહેનને સુધ્ધાં આ વિશે કાંઈ કહ્યું ન હતું કે તું છોકરાને વિદ્યાભ્યાસ નિમિત્તે મારી પાસે મોકલ અથવા તું એને દીક્ષા લેવા દે અથવા બીજી કોઈપણ લાલચ તેને આપી ન હતી. ઊલટું, તેમણે તો સીધી અને ચોખ્ખી રીતે આર્ય રક્ષિતને એટલું જ કહ્યું કે અમારો ધર્મ દીક્ષિતને જ શાસ્ત્ર શીખવવાનો છે. ' (૪) દીક્ષા લીધા પછી કે દીક્ષા લેતી વખતે નથી માતાએ વિરોધ કર્યો કે નથી પિતાના વિરોધનો ઉલ્લેખ – એટલું જ નહિ, પણ આર્ય રક્ષિતના પિતાએ પોતાની પત્ની Page #198 -------------------------------------------------------------------------- ________________ શિષ્યચોરીની મીમાંસા • ૧૮૯ સાથે પણ કોઈ જાતનો ક્લેશ કર્યાનો ઉલ્લેખ – નથી. એ જ રીતે દીક્ષા આપનાર આચાર્ય સાથે પાછળથી ક્લેશ થયાનો અગર તો બીજી કોઈપણ ખેંચતાણ થયાનો કશો જ ઉલ્લેખ નથી. આ કિસ્સામાં પરંપરાથી ચાલી આવતી દીક્ષાવિધિમાં જો કાંઈ ઊણપ હોય તો તે એટલી જ હતી કે આચાર્યે દીક્ષાના ઉમેદવાર રક્ષિતને તેના પિતાની સંમતિ મેળવવા વાસ્તે પાછો મોકલવા ઉપર ભાર ન આપ્યો અને તેની માતાની સંમતિથી જ સંતોષ માની લીધો. એક બાજુ દીક્ષા લેનાર આગળ જતાં વિશિષ્ટ કૃતધર તરીકે પ્રસિદ્ધ થયેલ આર્ય રક્ષિત અને બીજી બાજુ નિઃસ્પૃહ નિર્ભય અને નિષ્કપટ તેમજ અસાધારણ વિદ્વાન તરીકે પ્રસિદ્ધ દીક્ષા આપનાર આચાર્ય તોસલિપુત્ર, ત્રીજી બાજુ શિષ્ય અને ગુરુ વચ્ચે મામા ભાણેજનો સંબંધ અને ચોથી બાજુ બહેને પોતે જ વગર માગ્યે ભાઈ આચાર્ય પાસે પુત્રને મોકલ્યો – આટલી સુસ્પષ્ટ અને સંતોષપ્રદ બીના હોવા છતાં ફક્ત પિતાની અસંમતિને કારણે આ કિસ્સાને પ્રથમશિષ્યનિષ્ફટિકા' કહેવામાં આવેલ છે. આ કથન અનેક મહત્ત્વની બાબતો ઉપર પ્રકાશ પાડે છે. તેમાં પહેલી બાબત તો એ છે કે જ્યારે ફક્ત પિતાની જ અસંમતિવાળી દીક્ષા શિષ્યનિષ્ફટિકા ગણાઈ ત્યારે ભગવાનથી માંડી તે જમાના સુધીના છસો વર્ષ જેટલા ગાળામાં દીક્ષા લેનાર અને આપનાર માટે ઉમેદવારે પોતાના લાગતાવળગતા બધા જ પાસેથી સંમતિ મેળવવાનું ધોરણ કેટલું મજબૂત અને અનિવાર્ય હતું એ સૂચિત થાય છે. એ સૂચનાની પોષક આગમવર્ણિત કથાઓ ઉપલબ્ધ છે. બીજી બાબત એ છે કે આ શિષ્યનિષ્ફટિકા પ્રથમ ગણાઈ છે, એટલે આ કિસ્સાની નોંધ કરનારાઓ બધા જ એમ જાણતા હોવા જોઈએ કે આર્ય રક્ષિત પહેલાં એકે કિસ્સામાં અસંમત દીક્ષાનો પ્રસંગ બન્યો જ નથી અને માત્ર આર્ય રક્ષિતનો જ પ્રસંગ પહેલો છે, અને એ પ્રસંગ પહેલો હોવાથી જ તેમજ સંમતિપૂર્વક દીક્ષા લેવા અને દેવાની પરંપરા અતિ સખત અને અતિ માન્ય હોવાથી જ ફક્ત પિતાની અસંમતિવાળા નજીવા કિસ્સાને પાછળથી અને તે વખતે શિષ્યનિષ્ફટિકા જેવું મોટું રૂપ આપવામાં આવ્યું. આર્ય રક્ષિતનો દાખલો બની ગયો, પણ પાછળથી એનો ઉપયોગ બહુ અઘટિત રીતે થવા લાગ્યો. અત્યાર લગી એકસરખી ચાલી આવેલી સંમતદીક્ષાની પરંપરામાં એક નજીવી ચિરાડ પડી. તેને કેટલાક અલ્પજ્ઞ અને અવિચારી ગુરુઓએ મોટો દરવાજો બનાવવાનું શરૂ કર્યું. આર્ય રક્ષિતના દાખલાનો ઉપયોગ કરી ઘણા વગર સંમતિએ દિક્ષા આપવા લાગ્યા અને પછી તો એ શિથિલતા એટલે સુધી વધી કે ન જોવાતો ઉંમરનો ભેદ કે ન જોવામાં આવતું દીક્ષા લેનારનું વિવાહિતપણું કે અવિવાહિતપણું; અને દીક્ષા લેનારને ભોળવવાની, નસાડવાની અને છુપાવવા આદિની બધી પ્રપંચક્રિયામાં એ શિથિલતા પરિણમવા લાગી. આ ભયંકર સ્થિતિ જોઈ આચાર્યોને અપવાદ દાખલા કરવામાં બે તરફ ધ્યાન રાખવાનું હતું: એક તો એ કે આર્ય રક્ષિતની જે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧© • જૈન ધર્મ અને દર્શન શુભપરિણામકારક ઘટના બની ગઈ હતી તેનો બચાવ કરવો અને બીજું એ કે તે ઘટનાનો અઘટિત રીતે થતો ઉપયોગ અટકાવવો. આ કારણથી જે અપવાદવિધાન આગમો અને નિર્યુક્તિમાં ન હતું તે ભાષ્યકાળમાં ભાષ્યમાં દાખલ થયું. તેમાં આચાર્યોએ શિષ્યનિષ્ફટિકાના સંબંધમાં ખુલાસો કર્યો કે સોળ વર્ષ સુધીની ઉંમર સુધીમાં અસંમત દીક્ષા શિષ્યનિષ્ફટિકામાં આવે છે અને તેથી ઉપરની ઉંમરમાં શિષ્યનિષ્ફટિકાનો આરોપ લાગુ નથી પડતો. આ રીતે આર્ય રક્ષિતની ઘટનાનો બચાવ કરવા અને તેનો દુરુપયોગ થતો અટકાવવા આચાર્યોએ અમુક અપવાદવિધાન કર્યું તો ખરું, પણ જેમ સર્વત્ર અને સદાકાળ બનતું આવ્યું છે તેમ એ અપવાદવિધાનનો પણ દુરુપયોગ થવા લાગ્યો, અને તે એ રીતે કે સોળથી વધારે વર્ષની ઉંમરનાને દીક્ષા આપવામાં સંમતિનું ધોરણ સચવાવા ન લાગ્યું; અને ઘણીવાર તો તેની ઉંમરનાને સંમતિ વિના જ ઉત્સર્ગમાર્ગ તરીકે દીક્ષા આપવાના કિસ્સાઓ બનવા લાગ્યા. તેને પરિણામે ઘણી વાર દીક્ષા આપનારને દીક્ષિત ઉમેદવારના લાગતાવળગતા પકડવા લાગ્યા, અને ક્યારેક ક્યારેક અદાલતોમાં ઘસડવા પણ લાગ્યા. ઘણી વાર ન્યાયાલયોમાં આવા કિસ્સાઓના મુકદ્દમાઓ પણ ચાલવા લાગ્યા. કોઈ વાર દીક્ષા આપનાર પોતાના અન્યાયને લીધે હારી પણ જતા અને ઘણી વાર જાહેર રીતે તેવી દીક્ષા આપનારને શિષ્યચોર કે મનુષ્યહારક કહી નિંદવાના પ્રસંગો પણ ઊભા થવા લાગ્યા. અવિચારી, અવિવેકી અને શિષ્યલાલચી ગુરુઓ અપવાદનો મર્મ ભૂલી જવાથી અને તેને ઉત્સર્ગ રૂપ આપવાથી જ્યારે શાસનને વગોવવામાં કારણભૂત થવા લાગ્યા ત્યારે વળી પેલા અપવાદમાં સુધારો કરવાની આચાર્યોને ફરજ પડી; અને તેથી જ આપણે ભાષ્ય અને ચૂર્ણિમાં સ્પષ્ટ વાંચીએ છીએ કે જ્યાં દીક્ષા લેનારના લાગતાવળગતાઓ બળવાન હોય રાજ્યાશ્રય પણ તેમના પક્ષમાં હોય, અને જૈન ધર્મ વગોવવાનો સંભવ હોય, તેમજ કોર્ટે કે ન્યાયાલયોમાં ઘસડાવાનો પ્રસંગ ઊભો થતો હોય ત્યાં ગમે તેટલી ઉંમર મોટી હોવા છતાં પણ અસંમત દીક્ષા ન આપવી, અને દેશકાળ તેમજ પરિસ્થિતિનો વિચાર કરવો. આટલા સુધારાથી પણ જેઓ પેલા અપવાદનો દુરુપયોગ કરતા ન અટક્યા તેઓને લક્ષીને વળી તે જ ગ્રંથોમાં આગળ જતાં આચાર્યોને સ્પષ્ટ કહેવાની ફરજ પડી કે જેઓ આર્ય રક્ષિતના આપવાદિક દાખલાને સામાન્ય નિયમ તરીકે ગણી અસંમત દીક્ષા આપ્ટે જાય છે તેઓ મંદધર્મ અર્થાતુ ધર્મભ્રષ્ટ છે અને તેઓ મૂળને – ઉત્સર્ગ નિયમને – છોડી અપવાદને વળગેલા છે. તેમનું આ વર્તન મૂળમાંથી ઊખડી ગયેલા અને માત્ર થડ કે શાખાઓ ઉપર રહેલા વટવૃક્ષ જેવું છે, એટલે કે, જેમ મૂળમાંથી ઊખડી ગયેલ વટવૃક્ષ ગમે તેવાં થડ અને ડાળો હોવા છતાં પણ જીવિત કે રક્ષિત ન રહી શકે તેમ જેઓ સંમત દીક્ષાના ઉત્સર્ગ Page #200 -------------------------------------------------------------------------- ________________ શિષ્યોરીની મીમાંસા ૭ ૧૯૧ નિયમને બાજુએ મૂકી અસંમત દીક્ષાના અપવાદવિધાનને જ મુખ્યતઃ આગળ ધરે છે અથવા તેને અવલંબે છે. તેઓ તીર્થંકરની આજ્ઞાને છોડી આડે રસ્તે ચાલતા હોવાથી અનુક્રમે ચારિત્રભ્રષ્ટ જ થાય છે. ભાષ્ય અને ચૂર્ણિના આ છેલ્લા અને સખત કથન ઉપરથી તે વખતની ગુરુઓની દિક્ષા આપવાની પ્રવૃત્તિ ઉપર બહુ સ્પષ્ટ પ્રકાશ પડે છે; અને આર્ય રક્ષિતનો દાખલો કેટલે અંશે સ્વીકા૨વા યોગ્ય છે એ બાબત ઉ૫૨ જરા પણ શંકા ન રહે તેવો પ્રકાશ પડે છે. અહીં સુધી તો ઉત્સર્ગ અને અપવાદને લગતી જે ટૂંક હકીકત મળે છે તેની વિચારણા થઈ. પરંતુ ઉત્સર્ગ અને અપવાદ એ શી વસ્તુ છે ? એ બંનેનો શો સંબંધ છે ? અને કઈ હદ સુધી એ સંબંધ સચવાઈ રહે છે ? એ વસ્તુ જાણ્યા વિના પ્રસ્તુત ચર્ચા અસ્પષ્ટ અને અધૂરી રહે. તેથી ટૂંકમાં એ વિશે પણ કંઈક લખી દેવું જોઈએ. ! ઉત્સર્ગ એટલે સામાન્ય નિયમ. એ નિયમ કોઈ એક તત્ત્વ ઉપર ઘડાયેલો હોય છે. અપવાદ એટલે વિશેષ નિયમ. એ પણ ઉત્સર્ગના જ તત્ત્વ ઉપર ઘડાયેલો હોય છે. ઉત્સર્ગનો પ્રદેશ વિસ્તૃત હોય છે, અને અપવાદનો પ્રદેશ ઉત્સર્ગના પ્રદેશમાંથી જ કપાતો હોવાથી તે સ્વાભાવિક રીતે જ તેના કરતાં ટૂંકો હોય છે. ઉત્સર્ગ અને અપવાદનો સંબંધ પોષ્યપોષકપણાનો છે; એટલે કે, અપવાદ એ ઉત્સર્ગનો પોષક હોય છે, અને તે જ્યાં લગી ઉત્સર્ગનો પોષક રહી શકે ત્યાં લગી જ તે અપવાદ ગ્રાહ્ય છે, અને પછી તો તે ત્યાજ્ય બને છે. અપવાદ એ પ્રાસંગિક એટલે કોઈક જ સ્થળમાં અને કોઈક જ કાળમાં સ્થાન લે છે, જ્યારે ઉત્સર્ગ સર્વ દેશ અને સર્વ કાળમાં ચાલુ રહે છે. પ્રસ્તુત બાબતમાં ઉત્સર્ગ–અપવાદ આ રીતે સમજી શકાય. સંમત દીક્ષાનો ફલિત નિયમ એ ઉત્સર્ગ છે અને તે નિર્લોભત્વ તેમજ શાસન–પ્રતિષ્ઠાના તત્ત્વ ઉપર સ્થિર છે. અસંમત દીક્ષાનો અપવાદ જો અને જ્યાં લગી એ તત્ત્વોનો પોષક હોય તો અને ત્યાં લગી જ તે અપવાદકોટિ તરીકે ગ્રાહ્ય રહે છે. એટલે ઉત્સર્ગને મર્યાદા નથી હોતી, પણ અપવાદને દેશની, કાળની અને સંયોગોની મર્યાદા હોય છે. એ મર્યાદાનો સૂક્ષ્મ વિચા૨ સાધારણ લોકો ન કરી શકે એટલા જ માટે ભાષ્ય અને ચૂર્ણિમાં છેવટે કહેવું પડ્યું કે અપવાદને આગળ કરી જેઓ વર્તે છે તેઓ મંદધર્મી અને મૂલવ્યુત છે. અપવાદ એ અપવાદની મર્યાદામાં છે કે નહિ એને જાણવાનું સામાન્ય સાધન એટલું જ છે કે અસંમત દીક્ષા લેનાર અને આપના૨માં લોભ, ભય, અને શાસનઉપેક્ષા જેવા દોષો હોવા ન જોઈએ. આ દોષો મારા પોતામાં નથી અથવા તો તદ્દન ઓછા છે એમ તો સૌ કોઈ કહી શકે, પણ તેની ખરી પ્રતીતિ આજુબાજુના લોકોની એકમતી અથવા બહુમતીથી અથવા તો સમગ્ર સંઘની સંમતિથી જ થઈ શકે. જેનામાં લોભ ન હોય, ભય ન હોય અને શાસન માટે યથાર્થ આદર હોય તે શિષ્યો માટે લાંચ કેમ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ • જૈન ધર્મ અને દર્શન આપે ? તેમને નસાડે કેમ? બીજાને ત્યાં છુપાવે તેમ? સીધી કે આડકતરી રીતે ખોટું બોલે કે બોલાવે કેમ? દાવપેચ અને જૂઠાણાં સેવે કેમ? મારપીટ, લડાલડી અને કોર્ટબાજીમાં રસ લે કેમ ? જેઓને શાસનનો સાચો આદર હોય તેઓ પોતે જાણી જોઈને કોર્ટે ઘસડાય એવા પ્રસંગો ઊભા કરે જ કેમ? રાજસત્તાને દીક્ષા ઉપર અંકુશ મૂકવો પડે અગર તો જાહેર સ્થાનોમાં અને જાહેર છાપાંઓમાં ફક્ત શિષ્યહરણને કારણે થતી ધર્મહલનામાં ભાગીદાર થવાની સ્થિતિ એ લોકો પસંદ કરે જ કેમ? જ્યારે આવી સ્થિતિ દેખાય ત્યારે જાણી લેવું જોઈએ કે હવે અપવાદે મર્યાદા મૂકી છે, અને તે ઉત્સર્ગનો પોષક મટી ઘાતક થવા લાગ્યો છે. આ સ્થિતિ આજે છે કે નહિ, એ વિચારવાનું કામ દરેકનું છે. મને તો ચોખ્ખું લાગે છે કે અસંમત દીક્ષાના અપવાદે મર્યાદા મૂકી છે અને ભાષ્ય-ચૂર્ણિકારના કથન પ્રમાણે તે મંદધર્મીની પ્રવૃત્તિ થઈ પડેલ છે. તેના પુરાવા તરીકે ચોમેર ચાલતી ઝગડાબાજી, કોર્ટબાજી અને ફ્લેશપ્રવૃત્તિ ઉપરાંત સ્થળે સ્થળે સંઘભેદ છે. સૌથી વધારે અને પ્રબળ પુરાવો તો એ છે કે નામદાર શ્રીમંત ગાયકવાડ સરકારને પોતાને જ દીક્ષા ઉપર અંકુશ મૂકનારો ઠરાવ ધારાસભામાં લાવવો પડ્યો છે. શાસ્ત્રને આધારે વર્તવાની વાત કરનારાએ અને જ્યાં ત્યાં શાસ્ત્રના પુરાવાના નામે મરજી મુજબ વિધાન કરનારાએ જાણવું જોઈએ કે શાસ્ત્ર એટલે શું ? અને શાસ્ત્રની મર્યાદામાં શું સમાય છે અને શું નહિ? સાધારણ લોકો તો નથી હોતા ભણેલા કે નથી હોતા વિચારશીલ કે જેથી તેઓ કાંઈ શાસ્ત્રનો વિવેક કરી શકે. હજારો વર્ષ જેટલા લાંબા સમયમાં ઘણા લોકોએ ઘણું લખેલું હોય છે અને તે બધું શાસ્ત્ર પણ કહેવાય છે. તેમાં ઘણી વાર તો એક બીજાથી તદ્દન વિરોધી અને અસંગત વિધાનો પણ મળી આવે છે. દરેક જણ પોતાને ફાવતું વાક્ય લઈ તેને આધારે પોતાની પ્રવૃત્તિને શાસ્ત્રીય ઠરાવવાનો પ્રયત્ન કરે તો હિંસા, મૃષાવાદ, ચોરી અને વ્યભિચારાદિ દોષોનું પોષણ થઈ શકે એવા પ્રસંગો પણ તેમાંથી મળી આવવાનો અથવા તો ઉપજાવી શકાવાનો ચોક્કસ સંભવ છે. તેથી ટૂંકમાં અને છતાં અવિરોધીને સર્વગ્રાહ્ય શાસ્ત્રવ્યાખ્યા એટલી છે કે જે સુધારે અથવા જેનાથી કશું બગડે નહિ પણ સર્વ સુધરે તે શાસ્ત્ર; અથવા એમ કહો કે જેનાથી લેશોનું પોષણ ન થાય તે શાસ્ત્ર. જૈનશાસ્ત્રને નામે ચઢેલાં શાસ્ત્રોમાં કોઈપણ કારણને લીધે એમ લખાયેલું સુધ્ધાં મળે છે કે સીધી રીતે વડીલો કે લાગતાવળગતાઓ સંમતિ ન આપે તો દીક્ષા લેનાર અમુક અમુક રીતે પ્રપંચબાજી પણ રમે અને એ છળપ્રવૃત્તિ દ્વારા પણ છેવટે પરવાનગી મેળવે. આ કથન ગમે તેણે કોઈપણ સંયોગોમાં, કોઈપણ આશયથી કર્યું હશે એમ આપણે માની લેવું જોઈએ. એ કથનને શાસ્ત્રીય માની પણ લઈએ. હવે ધારો કે આવા કથનનો ઉપયોગ સાર્વત્રિક થવા લાગે તો એનું પરિણામ છેવટે શું આવે? એનું પરિણામ એક જ આવે, અને તે Page #202 -------------------------------------------------------------------------- ________________ શિષ્યચોરીની મીમાંસા - ૧૯૩ એ કે સત્ય તેમજ સરળતા ખાતર અસત્ય અને કૂડકપટનું સેવન, અથવા એમ કહો કે અહિંસા ખાતર હિંસાનો પ્રચાર અને પુષ્ટિ થવા પામે. તેથી જ્યાં આંટીઘૂંટીની બાબત આવે ત્યાં ધોરી માર્ગ પ્રમાણે જ વર્તવાનો સુવર્ણ નિયમ શાસ્ત્રસંમત છે. જૈનશાસ્ત્રનો મુખ્ય પાયો તો અનેકાંતદષ્ટિ છે. ઉપર જે અસંમત દીક્ષાના અપવાદો ગ્રન્થોમાં દાખલ થયા છે તેમાં પણ આચાર્યોએ અનેકાંતદષ્ટિ રાખેલી છે. સોળ વર્ષની ઉંમર સુધીનાને અસંમત દીક્ષા આપવામાં શિષ્યનિષ્ફટિકા કહેલ છે, એટલે કે, તે કૃત્યને ત્રીજા મહાવ્રતના ભંગ તરીકે ગણી એ દોષ માટે મૂળ આદિ પ્રાયશ્ચિતોનું વિધાન કરેલ છે. તેમાં પણ એકાંત નથી. જો કોઈ સાતિશય જ્ઞાની અતિ ઉજ્વળ ભાવિ જુએ, અને દીક્ષા લેનાર દ્વારા તેનું અને શાસનનું પરમ હિત જુએ, વળી તે એવો અમોઘહસ્ત હોય કે તેના હાથથી દીક્ષિત દીક્ષાભ્રષ્ટ થવાનો જ ન હોય તો તેવો જ્ઞાની સગીર ઉંમરના બાળક સુધ્ધાંને એ સંમત દીક્ષા આપે – આવું પણ કથન કરે છે. અત્યારે આ આપવાદિક કથનનો ઉપયોગ કરી, જેના દ્વારા ધર્મનો ચોક્કસ જ પ્રભાવ વધે અને જે કદી દીક્ષાથી ચલિત થવાના જ નથી એવા નાનાં નાનાં બાળક-બાળિકાઓને ખૂણેખાંચરેથી જ્ઞાન દ્વારા શોધી કાઢી તેમને સંમત દીક્ષા આપી શાસનપ્રભાવના કરવા જેવા જ્ઞાનીઓ જો આજે હોય તો તેમણે શા માટે ચૂપ બેસી રહેવું જોઈએ ? તેમને તો બાળકોને નસાડવાનો, ભગાડવાનો અને ગમે તેવો દાવપેચ ખેલવાનો શાસ્ત્રમાં પરવાનો છે. જો એમ કહેવામાં આવે કે ભલે શાસ્ત્રમાં સગીર ઉમરનાને સંમત દીક્ષા આપવાની છૂટ હોય, ભલે પ્રપંચબાજી ખેલવાની બારીઓ હોય, છતાં આજે એ છૂટો અને એ બારીઓનો ઉપયોગ કરનાર વિશિષ્ટ જ્ઞાનીઓ ક્યાં છે, તો એ પ્રશ્ન પણ થયા વિના નથી રહેતો કે સોળ વર્ષથી મોટી ઉંમરનાને અસંમત દીક્ષા આપનારના અપવાદકથનને સમજનાર વિશિષ્ટ જ્ઞાની પણ ક્યાં છે? જેઓની સત્યવાદિતા વિશે લોકોને વિશ્વાસ ન હોય, જેઓમાં શાન્તિ અને સરળતાનો છાંટો ભાગ્યે જ હોય, જેઓ બ્રહ્મચર્યભંગના સેવાયેલ દોષો જાહેરપણે કે ખાનગી રીતે કબૂલી પોતાની નિખાલસતા પુરવાર કરવા જેટલા નિર્ભય ન હોય અને જેઓ એક અથવા બીજી રીતે પૈસાનો વહીવટ તેમજ સંગ્રહ કરવા-કરાવવામાં મશગૂલ હોય તેવાઓ પુસ્તકોના ગમે તેટલા ઢગલા ચૂંથ્યા છતાં તેનો મર્મ અનેકાંત દષ્ટિએ સમજી શકે અથવા તો સમજ્યા પ્રમાણે અમલમાં મૂકી શકે એવો કદી સંભવ છે ખરો ? જો એવો સંભવ હોત તો દીક્ષા જેવી પવિત્ર વસ્તુ માટે શાસ્ત્રને નામે જે કિન્નાખોરી ચાલી રહી છે તે ન જ હોત. બધાં શાસ્ત્રીય પ્રમાણો અને અત્યારની પરિસ્થિતિનો વિચાર કરતાં દીક્ષા પરત્વે એક જ વસ્તુ ફલિત થાય છે અને તે એ કે જો બધી બાજુનો વિચાર કરતાં દીક્ષા લેવી અને આપવી યોગ્ય હોય તો તે સંમતિ સિવાય ન જ લેવી કે દેવી જોઈએ, અને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ૭ જૈન ધર્મ અને દર્શન સોળ વર્ષથી મોટી ઉંમરનાને અસંમત દીક્ષા સુધ્ધાં આપવાની ઘોષણા કરનારે જાણી લેવું જોઈએ કે એ સીધું વિધાન નથી; એ તો એક અચાનક બની ગયેલ અને પરિણામે શુભ નીવડેલ વિધાન છે. દાખલાના બચાવ માટે સ્વીકારેલ અપવાદમાંથી નીકળતો ફલિતાર્થ એવું વિધાન છે કે, નથી ઉત્સર્ગ તરીકે એ વિધેય અને નથી અપવાદ તરીકે એકાંત ગ્રાહ્ય. એટલે આવી છટકબારીઓના આધારે કોઈ શાસ્ત્રાર્થ કરવાનો ઉત્સાહ ધરાવતો હોય તો તે ઇચ્છે ત્યારે અને તે કહે ત્યારે દલીલપૂર્વક અને સમભાવપૂર્વક લેખિત અથવા તો વાચિક શાસ્ત્રાર્થમાં એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઊભો રહેવા આ લેખક તૈયાર છે. – પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૬. સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ જ્યાં ધાર્મિક આત્માઓનો કાંઈપણ સંબંધ રહ્યો હોય, અગર જ્યાં કુદરતી સુંદરતા હોય અથવા એ બેમાંથી એકે ન હોય છતાં જ્યાં કોઈ પૈસાદારે પુષ્કળ નાણું ખરચી ઇમારતની, સ્થાપત્યની, મૂર્તિની કે એવી કાંઈ વિશેષતા આણી હોય ત્યાં ઘણે ભાગે તીર્થ ઊભાં થઈ જાય છે. ગામ અને શહેરો ઉપરાંત સમુદ્રતટ, નદીકાંઠો, બીજાં જળાશયો અને નાનામોટા પહાડો એ જ મોટે ભાગે તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. જૈન તીર્થો જળાશય પાસે નથી આવ્યાં એમ તો નથી જ. કેટલાંક સુંદર તીર્થો ગંગા જેવી મહતી નદીને કિનારે અને બીજાં જળાશયો પાસે આવેલાં છે. તેમ છતાં સ્થાન પરત્વે જૈન તીર્થોની ખાસ વિશેષતા પહાડોની પસંદગીમાં છે. પૂર્વ હિંદુસ્તાન કે પશ્ચિમ હિંદુસ્તાન, દક્ષિણ હિંદુસ્તાન કે ઉત્તર હિંદુસ્તાન – જ્યાં જાઓ ત્યાં જૈનોનાં પ્રધાન તીર્થો ટેકરીઓ અને પહાડોની ઉપર જ આવેલાં છે. માત્ર શ્વેતાંબર સંપ્રદાય જ નહિ પણ દિગંભર સંપ્રદાય સુધ્ધાંની સ્થાન પરત્વે ખાસ પસંદગી પહાડોની જ છે. જ્યાં શ્વેતાંબરોને જરા પણ સંબંધ નથી, અવરજવર નથી એવાં કેટલાંક ખાસ દિગંબરોનાં તીર્થો દક્ષિણ હિંદુસ્તાનમાં છે, અને તે પણ પાડી ભાગમાં આવેલાં છે. આ ઉપ૨થી એટલું જ ફલિત થાય છે કે તીર્થના પ્રાણભૂત સંતપુરુષોનું મન કેવાં કેવાં સ્થાનોમાં વધારે લાગતું, અને તેઓ કઈ જાતનાં સ્થાનો પસંદ કરતા. વળી ભક્તવર્ગ હો કે મનુષ્યમાત્ર હો, તેમને એકાંત અને કુદરતી સુંદરતા કેવી ગમે છે એ પણ એ તીર્થસ્થાનોના વિકાસ ઉપરથી જાણી શકાય છે. ગમે તેટલું ભોગમય અને ધમાલિયું જીવન ગાળ્યા પછી પણ છેવટે, અથવા વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક, માણસ આરામ અને આનંદ માટે ક્યાં અને કેવાં સ્થાન તરફ દૃષ્ટિ દોડાવે છે એ આપણે તીર્થસ્થાનોની પસંદગી ઉપરથી જાણી શકીએ છીએ. તીર્થોનું બધું તેજ અને મહત્ત્વ એ આજે મૂર્તિપૂજા ઉપર અવલંબિત છે. કોઈ જમાનામાં અને તે પણ ક્યાંક ક્યાંક તીર્થસ્થાનમાં વિદ્યાની પ્રતિષ્ઠા, પ્રચાર અને વિદ્વાનોની કાયમી ગોષ્ઠી ભલે રહી હોય, પણ આજે તો કાશી જેવા એકાદ સ્થળને Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ - જૈન ધર્મ અને દર્શન બાદ કરીએ તો તીર્થસ્થાનોમાં વિદ્યા અને વિચારને નામે લગભગ મીડું જ છે. ખાસ કરીને આખા હિંદુસ્તાનમાં જૈન તીર્થ તો એવું એકે નથી કે જ્યાં વિદ્યાધામ હોય, વિદ્વાનોની પરિષદ હોય, વિચારકોની ગોષ્ઠી હોય અને એમની ગંભીર પ્રાણપૂરક વિદ્યાના આકર્ષણથી જ ભક્તો અને વિદ્યારસિકો આકર્ષાઈ આવતા હોય. વધારેની આશા તો બાજુએ રહી, પણ કોઈ એક તીર્થમાં એક પણ એવું જૈન વિદ્યાલય નથી, જૈન વિદ્યામઠ નથી કે એકાદ પણ એવો સમર્થ વિદ્યાજીવી વિદ્વાન નથી કે જેને લીધે ત્યાં યાત્રીઓ અને જિજ્ઞાસુઓ આકર્ષાઈ આવતા હોય અને પોતાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય. તીર્થોની પ્રાકૃતિક જડતા અને નૈસર્ગિક રમણીયતામાં કાં તો તપ અને કાં તો વિદ્યા અને કાં તો બંને ચેતના પૂરે છે; જ્યારે આજનાં આપણાં તીર્થોમાં તપ અને વિદ્યાને નામે શું છે તે તમે બધાં જ જાણો છો. મૂર્તિની માન્યતા અને પ્રાણીઓની પૂજા પછી મનુષ્યપૂજાએ ક્યારે સ્થાન લીધું એ ચોક્કસપણે કહેવું આજે કઠણ છે, છતાં ભગવાન મહાવીર અને બુદ્ધના તપસ્વીજીવન સાથે જ મનુષ્યપૂજા વિશેષ પ્રતિષ્ઠા પામી અને એ બે મહાન પુરુષોના સંઘોના પ્રચારકાર્યના વિકાસની સાથે અને સાથે જ મનુષ્યપૂજા અને મૂર્તિપ્રચાર વિકાસ પામતાં ગયાં એ સાબિત કરવાને પૂરતાં સાધનો છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પુરુષોત્તમ રામ અને કૃષ્ણની મૂર્તિપૂજા હતી કે નહિ અને હતી તો કેટલા પ્રમાણમાં અને કેવી, તે આપણે નથી જાણતા; પણ જૈન અને બૌદ્ધ સંઘની વ્યવસ્થિત સ્થાપના અને તેમના વ્યવસ્થિત પ્રચાર પછી રામ અને કૃષ્ણની પૂજા વધારે અને વધારે જ પ્રચારમાં આવતી ગઈ એ વિશે કશી જ શંકા નથી. જેમ જેમ મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણ એ વિશિષ્ટ પુરુષો તરીકે પૂજાવા લાગ્યા તેમ તેમ પક્ષીઓ, દેવ-દાનવો અને કોમળ તેમજ ભયંકર પ્રકૃતિનાં પ્રાણીઓની પૂજા ઓછી અને ઓછી થતી ગઈ. તેમ છતાં હજી પણ એનાં અવશેષો તો છે જ. તીર્થોના વિકાસમાં મૂર્તિપ્રચારનો વિકાસ છે અને મૂર્તિપ્રચારની સાથે જ મૂર્તિનિર્માણકળા તેમજ સ્થાપત્યકળા સંકળાયેલાં છે. આપણા દેશના સ્થાપત્યમાં જે વિશેષતાઓ અને જે મોહકતાઓ છે તે તીર્થસ્થાનો અને મૂર્તિપૂજાને જ મુખ્યપણે આભારી છે. ભોગસ્થાનોમાં સ્થાપત્ય આવ્યું છે ખરું, પણ તેનું મૂળ ધર્મસ્થાનો અને તીર્થસ્થાનોમાં જ છે. જૈનોનાં તીર્થો એ કાંઈ બે-પાંચ કે દશ નથી પણ સેંકડોની સંખ્યામાં, અને તે પણ દેશના કોઈ એક જ ભાગમાં નહિ, પરંતુ જ્યાં જાઓ ત્યાં ચારેતરફ મળી આવે છે. એ જ એક વખતના જૈન સમાજના વિસ્તારનો પુરાવો છે. જૈન તીર્થોની ખાસ એક સંસ્થા જ છે, જોકે આજે દિગંબર અને શ્વેતાંબર એ બે ભાગમાં તે વહેંચાઈ ગઈ છે. એ સંસ્થાની પાછળ કેટલા માણસો કાયમને માટે રોકાયલા રહે છે, કેટલી બુદ્ધિ એની સારસંભાળમાં અને બીજી બાબતોમાં ખરચાય છે, અને એ તીર્થોની પાછળ કેટલું ધન Page #206 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ • ૧૯૭ વપરાય છે એનો પૂરો અને સાચો ખ્યાલ આપવા જેટલા આંકડા અત્યારે પાસે નથી, છતાં અટકળથી ઓછામાં ઓછું કહેવું હોય તો એમ કહી શકાય કે એ સંસ્થાની પાછળ પાંચ હજારથી ઓછા કાયમી માણસો નહિ હોય, અને જુદી જુદી અનેક બાબતોમાં પચાસ લાખથી ઓછો ખર્ચ થતો નહિ હોય. એ સંસ્થાની પાછળ કેટલીક ગ્યાએ જમીનદારી છે, બીજી પણ સ્થાવર-જંગમ મિલકત છે અને રોકડ નાણું, સોનું, ચાંદી તેમજ ઝવેરાત પણ છે. ઘરમંદિરો અને તદ્દન ખાનગી માલિકીનાં મંદિરોને બાજુએ મૂકીએ તોપણ જેના ઉપર નાનામોટા સંઘની માલિકી હોય, દેખરેખ હોય એવાં સંઘમાલિકીનાં મંદિરોના નાનામોટા ભંડારો હોય છે. એ ભંડારોમાં નાણાનું ખારું ભંડોળ હોય છે, જે દેવદ્રવ્ય કહેવાય છે. ફક્ત શ્વેતાંબરસંઘની માલિકીનું દેવદ્રવ્ય અત્યારે ઓછામાં ઓછું, એક કરોડ જેટલું તો આખા હિંદુસ્તાનમાં ધારવામાં આવે છે. એમાં શંકા નથી કે આ દેવદ્રવ્ય એકઠું કરવામાં, તેની સારસંભાળ રાખવામાં અને તે ભરપાઈ ન જાય તે માટે ચાંપતા ઇલાજો લેવામાં જૈન સંઘે ખૂબ ચાતુરી અને ઈમાનદારી વાપરી છે. હિંદુસ્તાનમાંના બીજા ક્યાંય ખર્ચાય નહિ, વેડફાય નહિ અને કોઈ એને પચાવી ન જાય એ માટે પણ જૈન સંઘે એક નૈતિક અને વ્યાવહારિક સુંદર વાતાવરણ ઊભું કર્યું છે. જેન બચ્ચો દેવદ્રવ્યની એક પણ કોડી, પોતાનાથી બને ત્યાં સુધી, પોતાના અંગત ભોગમાં વાપરવા કદી રાજી કે તૈયાર હોતો નથી, એમ કરતાં એ, સંસ્કારથી જ, બહુ ડરે છે; અને કાંઈક સામાજિક બંધારણ પણ એવું છે કે કોઈએ દેવદ્રવ્ય પચાવ્યું એમ જાણ. ' થતાં જ એની પાછળ સંઘ અથવા સાધુઓ પડે છે અને એ વ્યક્તિને જવાબ દેવો ભારે થઈ પડે છે. દેવદ્રવ્ય હડપાઈ જવાના કિસ્સા મળી આવે ખરા, પણ તે ન છૂટકે ‘જ, અથવા જ્યારે હાથમાં બીજી કોઈપણ બાજી ન રહી હોય ત્યારે જ. તીર્થસંસ્થા સાથે મૂર્તિનો, મંદિરનો, ભંડારનો અને સંઘ નીકળવાનો એમ ચાર ભારે મનોરંજક અને મહત્ત્વના ઇતિહાસો છે. લાકડા, ધાતુ અને પથ્થર મૂર્તિ અને મંદિરોમાં કેવી કેવી રીતે, કયા કયા જમાનામાં, કેવો કેવો ભાગ ભજવ્યો, એક પછી બીજી અવસ્થા કેવી કેવી રીતે આવતી ગઈ, ભંડારોમાં અવ્યવસ્થા અને ગરબડ કેવી રીતે આવ્યાં અને તેની જગ્યાએ પાછી વ્યવસ્થા અને નિયંત્રણ કેવી રીતે શરૂ થયાં, નજીકનાં અને દૂરનાં તીર્થોમાં હજારો અને લાખો માણસોના સંઘો યાત્રાએ કેવી રીતે જતા અને એની સાથે એ શું શું કામો કરતા – એ બધો ઇતિહાસ ભારે જાણવા જેવો હોવા છતાં આપણી આજની મર્યાદાની બહાર છે. ત્યારે, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણે તીર્થો ઊભાં કર્યાં છે અને ત્યાં જવાનો તથા તેની પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાનો આપણો ઉદેશ પણ એ જ છે. તેમ છતાં આજ આપણે તીર્થસંસ્થા દ્વારા એ ઉદેશ કેટલો સિદ્ધ કરીએ છીએ એ તમે જ વિચારો. શ્વેતાંબર, દિગંબર બંને ફિરકાઓને આજે પોતાનું • Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ • જૈન ધર્મ અને દર્શન પરાક્રમ બતાવવાનું અને કુસ્તી ખેલવાનું એકમાત્ર ધામ તીર્થો જ રહ્યાં છે. એમનો મઝિયારો બીજી કોઈ બાબતમાં હવે રહ્યો નથી અને જે કાંઈ રહ્યો હોય અથવા મઝિયારો ન હોવા છતાં મઝિયારાપણાનો ફાંસો ઊભો કરતા હોય તો તે માત્ર તીર્થોમાં જ છે. પ્રસિદ્ધ એવું એકે તીર્થ નથી કે જ્યાં બંને પક્ષનો ઝઘડો ન હોય અને જેને માટે તેઓ કોર્ટે ન ચઢતા હોય. મારે જરાપણ તરફદારી કર્યા સિવાય અને કોઈ પક્ષપાતનો આરોપ મૂકે તો તેનું જોખમ ખેડીને પણ સ્પષ્ટ અને છતાં નમ્રપણે કહેવું જોઈએ કે જ્યાં જ્યાં માત્ર દિગંબરોનું આધિપત્ય પહેલાં હતું અથવા હજી છે ત્યાં એક સ્થળે શ્વેતાંબરો મઝિયારો કરવા ગયા નથી, જ્યારે દુઃખની વાત એ છે કે દિગંબરો એટલી તટસ્થતા સાચવી શકતા નથી. માત્ર શ્વેતાંબરોનું આધિપત્ય પહેલાં હતું અને હજી પણ છે એવાં તીર્થો સુધ્ધાંમાં તેઓ, જાણે ધર્મની ભારે પ્રભાવના કરતા હોય તેમ, દખલગીરી કરવા જાય છે અને પરિણામે ઝઘડા થાય છે. ક્યારેક એક તો ક્યારેક બીજો પક્ષ જીતે છે. જીતનો આધાર પૈસા અને લડાનારાઓની કુશળતા ઉપર જ છે, સત્ય ઉપર નથી. વળી એક જ મુદ્દા પરત્વે એક પક્ષ આજે તો બીજો પક્ષ કાલે જીત મેળવે છે, અને પોતાની જીતમાં થાય તે કરતાં સામાની હારમાં તેમને વધારે ખુશાલી ઊપજે છે. બંને સંપ્રદાયના અનુયાયીઓના મનમાં એવા સંસ્કારો પડ્યા છે અને પોષાય છે કે જ્યારે કોઈપણ એક તીર્થની તકરારનો ફેંસલો પોતાની વિરુદ્ધ થયો છે એમ સાંભળતાવેંત જ પોતાની અંગત મિલકત જવાના દુઃખ કરતાં પણ વધારે દુઃખ અને આઘાત લોકો અનુભવે છે, અને એ દુઃખ અને આઘાતમાંથી પાછા ફરી લડવા લોકો લલચાય છે, નાણાં ભરે છે અને બુદ્ધિ ખર્ચે છે. આ રીતે એકબીજાની વારાફરતી હારજીતનાં ચક્રો સતત ચાલ્યા કરે છે અને એમાં બુદ્ધિ, ધન અને સમય ત્રણે નિરર્થક દળાઈ જાય છે. એ દળણઆટાનો ફાયદો બેમાંથી એકેને ભાગે નથી આવતો. એનો પૂરો ફાયદો તો એ ચક્કી ચલાવનાર આજનું રાજતંત્ર ઉઠાવે છે. શકો અને હૂણોના પછી મુસલમાનો આવ્યા. તેમણે જૈન મૂર્તિ અને મંદિરો ઉપર હથોડા ચલાવ્યા. એમાંથી બચવા આપણે ફરમાનો પણ મેળવ્યાં અને ક્યાંક ક્યાંક પરાક્રમો પણ કર્યા. આજે આપણે માનીએ છીએ કે આપણાં તીર્થો અને મંદિરો સુરક્ષિત છે. સાચે જ ઉપર ઉપરથી જોનારને એમ લાગે પણ ખરું, કારણ કે અત્યારે કોઈ આપણાં મંદિરો કે મૂર્તિઓ સામે આંગળી ઉઠાવતાં પણ વિચાર કરે છે. તેમ છતાં જરાક ઊંડા ઊતરીને જોઈએ તો આપણને લાગશે કે આપણાં તીર્થો આજે જેવા ભયમાં છે તેવા ભયમાં પહેલાં કદી નહોતાં. કોઈ ગિઝની, કોઈ અલાઉદ્દીન કે કોઈ ઔરંગઝેબ આવતો તો તે કાંઈ ચારે ખૂણે ફરી નહોતો વળતો અને જ્યાં પહોંચતો ત્યાં પણ કાંઈ ત્રણસો સાઠ દિવસ કુહાડાઓ નહોતો ચલાવતો. વળી જે કુહાડા અને હથોડાઓ ચાલતા તેનું દેખીતું પરિણામ એવું આવતું કે આપણે પાછા એ મૂર્તિ અને મંદિરોને જલદી સમરાવી Page #208 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ • ૧૯૯ લેતા અને ફરી એવા આઘાતોથી બચવા કળ અને બળ વાપરતા; જ્યારે આ રાજતંત્ર આવ્યા પછી અને આપણી ધાર્મિક સ્વતંત્રતા સચવાવાનાં વચનોની વારંવાર રાજ્યકર્તાઓ તરફથી ઘોષણા થયા પછી, આપણે એમ માનતા થઈ ગયા છીએ કે હવે તો કોઈ મૂર્તિ કે મંદિર તરફ હાથ ઉગામતું નથી. એક રીતે એ શાંતિ રાજ્યકર્તાઓએ અર્પે એ બદલ થોડો તેમનો આભાર માનીએ, પણ બીજી રીતે એમણે રાજ્યતંત્રની ગોઠવણ જ એવી કરી છે કે તમે પોતાની મેળે જ પોતાનાં મૂર્તિ અને મંદિરો પર હથોડાઓ ઠોકો, કુહાડાઓ મારો અને માથાં પણ ફોડો. બહારનો કોઈ તીર્થભંજક ન આવે એવી વ્યવસ્થા તો સરકાર તમારી ધાર્મિક સ્વતંત્રતા સાચવવા ખાતર કરે જ છે, પણ તમે પોતે જ પોતાના તીર્થભંજક થાઓ અને ઘરબારથી પણ બરબાદ થાઓ ત્યારે તમારી વચ્ચે પડી તમારી થતી બરબાદી અટકાવવામાં સરકાર ધાર્મિક સ્વતંત્રતામાં દખલગીરી માને છે. એણે એવું તંત્ર ઊભું કર્યું છે કે તમે પોતે જ રાત અને દિવસ એકબીજાનાં મૂર્તિ અને મંદિરો તોડ્યા કરો અને કહ્યા કરો કે આ રાજ્યતંત્રમાં અમારી ધાર્મિક સ્વતંત્રતા સલામત છે! સીધી રીતે કોઈ અમલદાર કે કાયદો તમને નથી કહેતો કે તમે તમારાં જ મંદિરો ઉપર હથોડા મારો, પણ એ ધાર્મિક સ્વતંત્રતાનાં રાજકીય વચનોની મોહની જ એવી છે કે તમે હંમેશાં એકબીજાનાં મૂર્તિ અને મંદિરો તોડ્યા કરો અને અંદરોઅંદર લડ્યા કરો. ક્યારેક જીતથી હરખાઈ અને ક્યારેક હારથી નાખુશ થઈ હંમેશાં તમે લડવાને તૈયાર રહો એ આજની રાજનીતિ છે. આ રાજનીતિને ન સમજવાથી જ આપણે પ્રીવીકાઉન્સિલ સુધી દોડીએ છીએ અને જાણે કેળવાયેલા ગણાતા સાંપ્રદાયિક વકીલોને એ સિવાય બીજું કામ જ ન હોય અથવા એ સિવાય એક કાર્યમાં તેમને આસ્તિકતાની છાપ જ ન મળવાની હોય, તેમ તેઓ આ દેશમાં અને વિલાયતમાં તીર્થોની લડાઈમાં પોતાની બધી જ શક્તિ ખર્ચી રહ્યા છે. આપણા દેશમાં સૌથી મોટો સત્યનો ઉપાસક પેદા થયો છે એમ તે વકીલો અને આગેવાન પૈસાદારો માને છે, છતાં તકરારનો ચુકાદો એમને મન એમને હાથે કરતાં બીજા કોઈને હાથે વધારે સારો થવાનો સંભવ દેખાય છે. આપણી અપાર મૂર્ખતાએ હજી આજના રાજતંત્રનું સ્વરૂપ સામે આવવા નથી દીધું. પણ છેલ્લાં ત્રીસ વર્ષનો તીર્થોની હારજીતનો ઇતિહાસ જો આપણે વાંચીએ અને અત્યારે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે આવા ઝઘડાઓ ચાલે છે, તે કોણ ચલાવે છે, કેમ પોષાય છે અને એના મૂળ વાંધાઓ શા છે એ જો જાણીએ તો આપણને આપણી મૂર્ખતાના ભાન ઉપરાંત એ મૂર્ખતાનું પોષણ કરનાર, અને છતાં ધાર્મિક સ્વતંત્રતાનો પટ્ટો આપનાર, રાજતંત્રની નીતિનું ભાન પણ થાય. પરંતુ આપણામાંના કોઈ આ દૃષ્ટિએ આ વસ્તુ વિચારતા જ નથી. ખરી વાત તો એ છે કે ઝનૂની મુસલમાનોના રાજ્યકાળ દરમિયાન તેમને હાથે થયેલા નુકસાન કરતાં આ રાજ્યકાળ દરમિયાન આપણે આપણા હાથે જ તીર્થરક્ષા નિમિત્તે તીર્થનો અને તેના ઉદેશનો વધારે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦ - જૈન ધર્મ અને દર્શન ધ્વંસ કર્યો છે, અને હજુ આ રાજતંત્રને ધાર્મિક સલામતીવાળું માની વધારે અને વધારે એ નાશ કર્યે જ જઈએ છીએ. આ બધા ઉપરથી જે ફલિત થાય છે તે એ છે કે અત્યારે જ આપણાં તીર્થો વધારે જોખમમાં છે. આ તો બરબાદીની વાત થઈ, પણ આ તીર્થસંસ્થા મારફત આપણે કેટલું વધારે ઉપયોગી કામ કરી શકીએ તેમ છે એ પણ જાણવું જોઈએ. ભક્તિ અને આર્થિક ઉદારતા ઉપર જ તીર્થસંસ્થા નભે છે. સમાજને વિદ્યા, હુન્નર, ઉદ્યોગ અને બીજાં તેવાં જ્ઞાનોની અનિવાર્ય જરૂર છે. કોઈપણ જમાનામાં જૈન તીર્થે નાલંદાના કે વિક્રમશિલાના વિદ્યાલયની સુગંધ નથી અનુભવી. અત્યારે તો બીજે કોઈપણ સ્થળે નભી શકે તે કરતાં વધારે સહેલાઈથી કેટલાંક તીર્થસ્થાનોમાં વિદ્યાલયો સારી રીતે નભી શકે. કેટલાંય આબુ જેવાં પ્રકૃતિરમણીય જૈન તીર્થો છે કે જ્યાં અંગ્રેજો અને બીજા લોકો વિદ્યા મેળવવા સાથે ત્યાંના સુંદર વાતાવરણનો ફાયદો ઉઠાવી રહ્યા છે; ત્યારે જૈનોને એ વાત સૂઝતી જ નથી. તેઓ ત્યાં જાય છે ત્યારે ખુશ થાય છે, જગ્યાની, એકાંતની, હવાપાણીની વાહવાહ કરે છે, બીજાનાં વિદ્યાધામો જોઈ રાજી થાય છે, પણ પોતાને માટે કાંઈ કરવાનું એમને સૂઝતું જ નથી. જૈનો કાશીમાં યાત્રાર્થે જાય છે, પણ કોઈને ત્યાંની વિદ્યાગોષ્ઠીની ખબર નથી, વિદ્વાનોની જાણ નથી, એ જાણવાની તેમને ઇચ્છા જ થતી નથી. ત્યાંનાં વિદ્યાધામો કેવાં અને કેટલાં છે એ જાણવાનું એમને મન જ નથી, કારણ કે એમણે પોતાનાં કોઈપણ તીર્થસ્થાનમાં વિદ્યા અને વિદ્વાનો હોવાની સુગંધ લીધી જ નથી. એમને કલ્પના એક જ છે અને તે એ કે તીર્થસ્થાનમાં મંદિરો અને મૂર્તિઓ સિવાય બીજું શું હોય ? બીજું હોવાની શી જરૂર છે ? પરંતુ સમાજની વિદ્યાની જરૂરિયાત આ તીર્થસંસ્થારક્ષક ભક્તિ અને ઉદારતા જેવાં બળો દ્વારા સધાવી જ જોઈએ. જો વિશિષ્ટ વિશિષ્ટ તીર્થોમાં ખાસાં વિદ્યાલયો ચાલતાં હોય, તેમાં બંને સંપ્રદાયના હજારો બાળકો ભણતાં હોય, વિદ્યા અને દેશની સ્વતંત્રતાનો બ્રહ્મ-આદર્શ તેમની સામે હોય તો સમાજને આ તકરાર પાછળ બળ ખર્ચવાની બહુ જ થોડી ફુરસદ રહે. જ્યાં સુધી સુંદર અને ઉપયોગી આદર્શ સામે નથી હોતો ત્યાં સુધી માણસ પોતાનું બળ આડે રસ્તે વેડફે છે. આજનો દેશધર્મ આપણને બે વાત શીખવે છે : એક તો આ રાજતંત્રના માયાવી રૂપના ભોગ બની પોતાને જ હાથે પોતાનાં મૂર્તિ અને મંદિરોનો નાશ ન કરો; અને બીજી વાત એ છે કે તમારામાં ભક્તિ અને ઉદારતા હોય તો તીર્થોને સાચવી તે મારફત તમે વિદ્યા અને કળાથી સમૃદ્ધ બનો, વધારે શીખો. તીર્થની લડાઈમાં જીતનાર પક્ષ માની લે છે કે અમે તીર્થ સાચવ્યું, ધર્મ બજાવ્યો. બીજી વાર બીજો પક્ષ તેમ માને છે. પણ બંને પક્ષ એ ભૂલી જાય છે કે તેઓ શરીરનાં હાથપગ જેવાં અંગોને જ સાચવવા પ્રાણ પાથરે છે અને તેમાંથી ઊડી જતા આત્માને બચાવવા કોઈ જરા પણ જહેમત નથી ઉઠાવતું. એટલું જ નહિ, પણ તેમનો આ હાથપગને Page #210 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ • ૨૦૧ બચાવવાનો પ્રયત્ન જ ઊલટો શરીરમાંથી આત્માને ઉડાડી રહ્યો છે. જૈન તીર્થનો આત્મા અહિંસા અને શાંતિ છે. લડાઈ મારફત આપણે એક પક્ષે જીત મેળવી એટલે તેણે હાથ બચાવ્યો, બીજાએ જીત મેળવી એટલે તેણે પગ બચાવ્યો, પણ બંનેએ હાથપગ બચાવવા જતાં તીર્થમાંથી આત્મા ઉડાડી દીધો; કારણ કે, હમણાં હમણાંની તીર્થની તાજી લડાઈઓ તમને કહે છે કે તે નિમિત્તે મનુષ્યહત્યા સુધ્ધાં કરી ચૂક્યા છો અથવા તે હત્યા થવામાં નિમિત્ત થયા છો. જો આ આત્મા જ ન હોય અને છિન્નભિન્ન અંગવાળું માત્ર કલેવર જ હોય તો હવે એ માટે શું કરવું અને શું ન કરવું એ કહેવાની જુદી જરૂર રહેતી નથી. સાધુસંસ્થા જાણીને જ સાધુસંસ્થાની ચર્ચા પાછળથી કરું છું. આજની સાધુસંસ્થા ભગવાન મહાવીરને તો આભારી છે, પણ એ સંસ્થા તો એથીયે જૂની છે. ભગવતી જેવા આગમોમાં અને બીજા જૂના ગ્રંથોમાં પાશ્ચત્ય એટલે પાર્શ્વનાથના શિષ્યોની વાતો આવે છે. તેમાંના કેટલાક ભગવાન મહાવીર પાસે જતાં ખચકાય છે, કેટલાક તેમને ધર્મવિરોધી સમજી પજવે છે, કેટલાક ભગવાનને હરાવવા કે તેમની પરીક્ષા કરવા ખાતર તરેહતરેહના પ્રશ્નો કરે છે, પણ છેવટે એ પાશ્વત્યની પરંપરા ભગવાન મહાવીરની શિષ્ય પરંપરામાં કાં તો સમાઈ જાય છે અને કાં તો તેમાંનો કેટલોક સડેલો ભાગ આપોઆપ ખરી જાય છે અને એકંદર પાછો ભગવાનનો સાધુસંઘ નવે રૂપે જ ઊભો થાય છે, તે એક સંસ્થાના રૂપમાં ગોઠવાઈ જાય છે. તેના રહેણીકરણીના, અરસપરસના વહેવારના અને કર્તવ્યોના નિયમો ઘડાય છે. એ નિયમના પાલન માટે અને એમાં કોઈ ભંગ કરે તો એને શાસન કરવા માટે સુવ્યવસ્થિત રાજતંત્રની પેઠે એ સાધુસંસ્થાના તંત્રમાં પણ નિયમો ઘડાય છે; નાનામોટા અધિકારીઓ નિમાય છે. એ બધાનાં કામોની મર્યાદા અંકાય છે. સંઘસ્થવિર, ગચ્છસ્થવિર, આચાર્ય, ઉપાચાર્ય, પ્રવર્તક, ગણિ વગેરેની મર્યાદાઓ, અરસપરસના વ્યવહારો, કામના વિભાગો, એકબીજાની તકરારના ફેંસલાઓ, એકબીજા ગચ્છની અંદર કે એકબીજા ગુરુની પાસે જવા-આવવાના, શીખવાના, આહાર વગેરેના નિયમોનું જે વર્ણ છેદસૂત્રોમાં મળે છે, તે જોઈ સાધુસંસ્થાના બંધારણ પરત્વેના આચાર્યોના ડહાપણ વિશે માન ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એટલું જ નહિ, પણ આજ કોઈપણ મહતી સંસ્થાને પોતાનું બંધારણ બાંધવા અથવા વિશાળ કરવા માટે એ સાધુસંસ્થાના બંધારણનો અભ્યાસ બહુ જ મદદગાર થઈ પડે તેમ મને સ્પષ્ટ લાગ્યું છે. આ દેશના ચારે ખૂણામાં સાધુસંસ્થા ફેલાઈ ગઈ હતી. ભગવાનના અસ્તિત્વ દરમિયાન ચૌદ હજાર ભિક્ષુ અને છત્રીસ હજાર ભિક્ષુણીઓ હોવાનું કથન છે. તેમના નિર્વાણ પછી એ સાધુસંસ્થામાં કેટલો ઉમેરો થયો કે કેટલો ઘટાડો થયો તેની ચોક્કસ વિગત આપણી પાસે નથી, છતાં એમ લાગે છે કે ભગવાન પછીની અમુક સદીમાં Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૦ જૈન ધર્મ અને દર્શન સુધી તો એ સંસ્થામાં ઘટાડો નહોતો જ થયો, કદાચ વધારો થયો હશે. સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન કાંઈ ભગવાન મહાવીર જ પહેલાં નથી આપ્યું. તેમના પહેલાંય ભિક્ષુણીઓ જૈન સાધુસંઘમાં હતી અને બીજા પરિવ્રાજક પંથોમાં પણ હતી, છતાં એટલું તો ખરું જ કે ભગવાન મહાવીરે પોતાના સાધુસંઘમાં સ્ત્રીઓને ખૂબ અવકાશ આપ્યો અને એની વ્યવસ્થા વધારે મજબૂત કરી. એનું પરિણામ બૌદ્ધ સાધુસંઘ ઉપર પણ થયું. બુદ્ધ ભગવાન સાધુસંઘમાં સ્ત્રીઓને સ્થાન આપવા ઇચ્છતા ન હતા, પણ તેમને છેવટે સાધુસંસ્થામાં એમણે સ્થાન આપવું પડ્યું. આ તેમના પરિવર્તનમાં જૈન સાધુસંસ્થાની કાંઈક અસર અવશ્ય છે એમ વિચાર કરતાં લાગે છે. સાધુસંસ્થા મૂળમાં હતી તો એક, પણ પછી અનેક કારણે તે વહેંચાતી ગઈ. શરૂઆતમાં દિગંબર અને શ્વેતાંબર એવા બે મુખ્ય ભેદ પડ્યા. પછી દરેક ભેદની અંદર બીજા અનેક નાનામોટા ફાંટા પડતા જ ચાલ્યા. જેમ જેમ જૈન સમાજ વધતો ગયો, ચોમેર દેશમાં તેનો વિસ્તાર થતો ગયો અને નવનવી જાતો તથા લોકો તેમાં દાખલ થતા ગયા, તેમ તેમ સાધુસંસ્થા પણ વિસ્તરતી ગઈ અને ચોમેર ફેલાતી ગઈ. એ સંસ્થામાં જેમ અસાધારણ ત્યાગી અને અભ્યાસી થયા છે, તેમ હંમેશાં ઓછોવત્તો શિથિલાચારીનો વર્ગ પણ થતો આવ્યો છે. પાસસ્થા, કુસીલ, જહાછંદ વગેરેનાં જે અતિ જૂનાં વર્ણનો છે તે સાધુસંસ્થામાં શિથિલાચારી વર્ગ હોવાને પુરાવો છે. કયારેક એક રૂપમાં તો ક્યારેક બીજા રૂપમાં, પણ હમેશાં આચારવિચારમાં મોળો અને ધ્યેયશૂન્ય શિથિલ વર્ગ પણ સાધુસંસ્થામાં થતો જ આવ્યો છે. જ્યારે જ્યારે શિથિલતા વધી ત્યારે વળી કોઈ તેજસ્વી આત્માએ પોતાના જીવન દ્વારા એમાં સુધારો પણ કર્યો છે. ચૈત્યવાસીઓ થયા અને તેમનું સ્થાન ગયું પણ ખરું. વળી જતીઓ જોરમાં આવ્યા અને આજે તેઓ નામશેષ જેવા છે. જે એક વા૨ના સુધારકો અને શાન, ત્યાગ તેમજ કર્તવ્ય દ્વારા સાધુસંસ્થાને જીવિત રાખનારા હતા તેમના જ વંશજો બેચાર પેઢીમાં પાછા સ્ખલનાઓ કરનારા થાય અને વળી કોઈ એ સ્ખલનાઓ સામે માથું ઊંચકનાર આવી ઊભો રહે. આ બગાડાસુધારાનું ધ્રુવચક્ર જેમ બીજી સંસ્થાઓમાં તેમ સાધુસંસ્થામાં પણ પહેલેથી આજ સુધી ચાલ્યું આવ્યું છે. એનો જુદો ઇતિહાસ તારવવો હોય તો તે જૈન સાહિત્યમાંથી પ્રમાણપૂર્વક તારવી શકાય તેમ છે. સાધુ એટલે સાધક. સાધક એટલે અમુક ધ્યેયની સિદ્ધિ માટે સાધના કરનાર, તે ધ્યેયનો ઉમેદવાર. જૈન સાધુઓનું ધ્યેય મુખ્યપણે તો જીવનશુદ્ધ જ નક્કી કરવામાં આવેલું છે. જીવનને શુદ્ધ કરવું એટલે તેનાં બંધનો, તેનાં મળો, તેના વિક્ષેપો અને તેની સંકુચિતતાઓ ટાળવી. ભગવાને પોતાના જીવન મારફત સમજદા૨ને એવો પદાર્થપાઠ શીખવ્યો છે કે જ્યાં સુધી પોતે પોતાનું જીવન અંતર્મુખ થઈ તપાસી ન લે, શોધી ન લે, પોતે વિચાર અને વર્તનમાં સ્થિર ન થાય, પોતે પોતાના ધ્યેય પરત્વે સ્પષ્ટ ભાન **** Page #212 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ • ૨૦૩ ન કરે ત્યાં સુધી તે બીજાને શી રીતે દોરી શકે? ખાસ કરી આધ્યાત્મિક જીવન જેવી મહત્ત્વની બાબતમાં જો કોઈની દોરવણી કરવાની હોય તો પહેલાં, એટલે કે બીજાના ઉપદેશક અથવા ગુરુ થયા પહેલાં, પોતાની જાતને એ બાબતમાં ખૂબ તૈયાર કરી લેવી જોઈએ. એ તૈયારીનો સમય એ જ સાધનાનો સમય. આવી સાધના માટે એકાંત જગ્યા, સ્નેહીઓ અને બીજા લોકોથી અલગપણું, કોઈપણ સામાજિક કે બીજી ખટપટમાં માથું ન મારવાપણું, અમુક પ્રકારના ખાનપાનના અને રહેણીકરણીના નિયમો – એ બધું યોજાયેલું હતું. જેમ કોઈ ખરા વિદ્યાર્થીને પોતાના ઊંડા અભ્યાસની સિદ્ધિ માટે ખાસ સ્થાનની, એકાંતની, કુટુંબ અને સગાંસંબંધીઓના ત્યાગની અને બીજી કેટલીક સગવડોની જરૂર રહે છે, તેમ આધ્યાત્મિક જીવનની સાધનાના વિદ્યાર્થી જૈન સાધુને માટે પણ છે. પરંતુ જેમ આજે ઉંમર થયા પહેલાં અને બાપ કે મા બનવાની જવાબદારી સમજ્યા પહેલાં છોકરાઓ અને કન્યાઓ બાપ કે મા બની જાય છે, તેમ સાધુસંસ્થામાં પણ બનવા લાગ્યું. પોતાના જીવનની ઊંડી વિચારણા કર્યા વિના કે પાકી સ્થિરતા આયા વિના જ મોટે ભાગે સાધુવર્ગ ઉપદેશકના કામમાં પડી ગયો. એનું પરિણામ સમાજની દૃષ્ટિએ ગમે તે આવ્યું હોય, પણ એકંદર રીતે એથી સાધુસંસ્થાને તો નુકસાન જ થયું છે. જે સગવડો અને જે નિવૃત્તિનાં વિધાનો જીવનની સાધના માટે કરવામાં આવ્યાં હતાં એ સાધના ઊડી જતાં કે ખસી જતાં અથવા તો અકાળે ગુરુપદ લેવામાં આવતાં એ સગવડો અને એ નિવૃત્તિનાં સાધનો તો જેમ ને તેમ સાધુસંસ્થા માટે ઊભાં રહ્યાં; ઊલટું ઘણી વાર તો એ સગવડો અને એ નિવૃત્તિનાં વિધાનોમાં વધારો પણ થયો, અને બીજી બાજુથી મૂળ લક્ષ જે જીવનની સાધના તે કાં તો તદ્દન બાજુએ જ રહી ગયું અથવા તો તદ્દન ગૌણ થઈ ગયું. એ જ સબબ છે કે આપણે જૈન જેવા ત્યાગપ્રધાન સાધુસંઘના ઇતિહાસમાં ગૃહસ્થો કે રાજાઓને શોભે તેવાં સાધનો, સગવડો અને ભપકાઓ સાધુઓની આસપાસ વીંટળાયેલા જોઈએ છીએ. મૂળમાં તો રાજાઓને ખજાનો એટલા માટે સોંપાયેલો કે તેઓ પોતાના ક્ષત્રિયોચિત પરાક્રમથી બીજા બધા કરતાં તેને વધારે સારી રીતે સાચવે. લશ્કર એટલા માટે સોંપાયેલું કે તેઓ તેને પોતાના તેજથી કાબૂમાં રાખે અને જરૂર પડે ત્યારે એ ખજાના અને લશ્કરનો ઉપયોગ માત્ર પ્રજાકલ્યાણમાં કરે. જો રાજા શાંતિના વખતમાં વધારે સુરક્ષિત અને બળસંપન્ન રહે તો આફત વખતે વધારે કામ આપે, એટલા માટે યઢતડકાથી બચાવવા છત્રચામરની યોજના થયેલી. પણ જ્યારે વારસામાં વગર મહેનતે રાજ્ય મળવા લાગ્યાં અને કોઈ પૂછનાર ન રહ્યું ત્યારે એ રાજાઓ લશ્કર, ખજાનો, છત્રચામર વગેરેને પોતાનું જ માનવા લાગ્યા અને પોતાના અંગત સાધન તરીકે એનો ઉપયોગ કરવા માંડ્યા. એટલું જ નહિ, પણ પોતાની આડે કોઈ આવે તો એ સાધનનો ઉપયોગ તેઓ પ્રજા સામે પણ કરવા લાગ્યા. પોતાનું પ્રજાપાલનનું ધ્યેય તો બાજુએ રહી ગયું, અને તેના પાલન માટે સોંપવામાં આવેલ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૪ • જૈન ધર્મ અને દર્શન . સગવડોના ભોગમાં જ તેઓ પડી ગયા. જે વસ્તુ રાજાઓ માટે સાચી છે, મનુષ્યસ્વભાવના ઇતિહાસ પ્રમાણે, એ જ વસ્તુ સાધુસંસ્થા માટે પણ સાચી જ છે. જીવનની સાધનાનું ધ્યેય સરી પડતાં તે માટે યોજાયેલી સગવડો અને ઘડેલાં વિધાનો જ તેમના હાથમાં રહ્યાં, અને એ સગવડોના ભોગમાં અને એ વિધાનોના આચરણમાં જ તેમને સાધુપણું સમજાયું. બીજાઓ પણ તેમ સમજવા લાગ્યા અને સાધુઓ પણ લોકોને એમ જ જાણે-અજાણે સમજાવતા ગયા. પરંતુ એ ઉપરથી કોઈ એમ ન ધારે કે સાધુસંસ્થા આખી જ સગવડભોગી અને તદ્દન જડ બની ગઈ હતી. એ સંસ્થામાં એવા અસાધારણ પુરુષો પણ પાક્યા છે કે જેમની અંતર્દષ્ટિ અને સૂક્ષ્મ વિચારણા કાયમ હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમની બહિદષ્ટિ તો હતી છતાં અંતદષ્ટિ પણ ચુકાઈ ન હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમનામાં અંતષ્ટિ નહિવત્ અથવા તદ્દન ગૌણ થઈ હતી અને બદિષ્ટિ જ મુખ્ય થઈ ગઈ હતી. ગમે તેમ હો, છતાં એક બાજુ સમાજ અને કુળધર્મ તરીકે જૈનપણાનો વિસ્તાર થતો ગયો અને એ સમાજમાંથી જ સાધુઓ થઈ સંસ્થામાં દાખલ થતા ગયા, અને બીજી બાજુ સાધુઓનું વસતિસ્થાન પણ ધીરે ધીરે બદલાતું ચાલ્યું. જંગલો, ટેકરીઓ અને શહેરની બહારના ભાગમાંથી સાધુગણ લોકવસતિમાં આવતો ગયો. સાધુસંસ્થાએ જનસમુદાયમાં સ્થાન લઈ અનિચ્છાએ લોકસંસર્ગજનિત કેટલાક દોષો સ્વીકાર્યા હોય, તો તેની સાથે જ તે સંસ્થાએ લોકોમાં કેટલાક પોતાના ખાસ ગુણો પણ દાખલ કર્યા છે, અને તેમ કરવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે. જે કેટલાક ત્યાગીઓ માત્ર અંતદષ્ટિવાળા હતા અને જેમણે પોતાના જીવનમાં આધ્યાત્મિક શાંતિ સાધી હતી એવાઓના શુભ અને શુદ્ધ કૃત્યની નોંધ તો એમની સાથે જ ગઈ, કારણ કે એમને પોતાના જીવનની યાદી બીજાઓને સોંપવાની કશી પડી જ ન હતી; પણ જેઓએ અંતષ્ટિ હોવા છતાં કે ન હોવા છતાં અગર ઓછીવત્તી હોવા છતાં લોકકાર્યમાં પોતાના પ્રયત્નનો ફાળો આપેલો હતો તેની નોંધ તો આપણી સામે વજલિપિમાં લખાયેલી છે. એક વારના માંસભોજી અને મદ્યપાની જનસમાજમાં જે માંસ અને મદ્ય તરફની અરુચિ અથવા તેના સેવનમાં અધર્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેનું શ્રેય કાંઈ સાધુસંસ્થાને ભાગે ઓછું નથી. લોકમાન્ય તિલકે કહેલું કે ગૂજરાતની જનપ્રકૃતિની અહિંસા એ જૈન ધર્મની આભારી છે, અને આપણે જાણવું જોઈએ કે જેન ધર્મ એ સાધુસંસ્થાને આભારી છે. સાધુસંસ્થાનું રાતદિવસ એક કામ તો ચાલ્યા જ કરતું કે તેઓ જ્યાં જાય ત્યાં સાત વ્યસનના ત્યાગનો શબ્દથી અને જીવનથી પદાર્થપાઠ શીખવે. માંસનો તિરસ્કાર, દારૂની ધૃણા અને વ્યભિચારની અપ્રતિષ્ઠા તેમજ બ્રહ્મચર્યનું બહુમાન – આટલું વાતાવરણ લોકમાનસમાં ઉતારવામાં જૈન સાધુસંસ્થાનો અસાધારણ ફાળો છે એની કોઈ ના પાડી શકે નહિ. જૈન પરંપરાએ અને બૌદ્ધ પરંપરાએ પેદા કરેલ અહિંસાનું Page #214 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ • ૨૦૫ વાતાવરણ મહાત્માજીને પ્રાપ્ત થયું ન હોત તો તેમનો અહિંસાનો આ પ્રયોગ શરૂ થાત કે નહિ, અને શરૂ થાત તો કેટલી હદ સુધી સફળ નીવડત એ એક વિચારણીય પ્રશ્ન છે. સાત વ્યસન છોડાવવાનું કામ અવિચ્છિન્નપણે સાધુસંસ્થા ચલાવ્યે જતી. એની અસર ઝનૂની અને હિંસાપ્રકૃત્તિના આગંતુક મુસલમાનો પર પણ થયેલી છે, અને તે એટલી હદ સુધી કે ઘણાં અહિંસાનાં કાર્યોમાં હિંદુઓ અને જૈનો સાથે મુસલમાનો પણ ઊભા રહે છે. કેટલાંક મુસલમાની રાજ્યો અત્યારે પણ એવાં છે કે જ્યાં દયાની – ભૂતદયાની - લાગણી બહુ જ સુંદર છે. એટલે અત્યારની વર્તમાન સાધુસંસ્થાને તેમના પૂર્વજોએ બહુ જ કીમતી ઉપજાઉ ભૂમિ સોંપી છે, અને શક્તિ હોય તો જેમાંથી ભારે પરિણામ નિપજાવી શકાય એવો મહત્ત્વનો અલભ્ય વારસો સોંપ્યો છે. પણ આજ સુધી જેમ મળેલ વારસા ઉપર નભાતું અને સંતોષ માની લેવાતો તેમ હવે રહ્યું નથી. દેશવ્યાપી આંદોલન અને દેશવ્યાપી ફેરફારો શરૂ થાય, બંધિયાર મકાનોને બદલે નદીના અને સમુદ્રના તટો જ સભાનું સ્થાન લે એટલું લોકમાનસ વિશાળ બને, ત્યારે એ વારસાને વિકસાવ્યા સિવાય અથવા એનો નવી રીતે ઉપયોગ કર્યા સિવાય રહી શકાય જ નહિ. આજે સાધુસંસ્થા બાંધેલાં મકાનોમાં છે. તેમની પાસે જનાર કુળધર્મી જૈનો જ હોય છે, જેમને જન્મથી જ માંસ, દારૂ તરફ તિરસ્કાર હોય છે. જે લોકો માંસ ખાય છે અને દારૂ છોડી શકતા નથી, તેવાઓ તો સાધુ પાસે આવતા નથી. દેશમાં પશુરક્ષાની આર્થિક દૃષ્ટિએ પણ માંસનો ત્યાગ કરાવવાની અને કતલ થયેલ ઢોરનાં ચામડાં કે હાડકાંની ચીજોના વાપરનો ત્યાગ કરાવવાની ભારે જરૂર ઊભી થઈ છે. આર્થિક અને નૈતિક બંને દૃષ્ટિએ દારૂના ત્યાગની જરૂર તો માંસના ત્યાગની પહેલાં પણ આવીને ઊભી થઈ છે. દેશની મહાસભા જેવી સંસ્થાઓ જેમ બીજા સંપ્રદાયના તેમ જૈન સંપ્રદાયના ધર્મગુરુઓને પણ આહ્વાન કરે છે અને કહે છે કે તમે તમારું કામ સંભાળો. દારૂત્યાગ કરાવવા જેવી બાબતમાં તો અમારે વિચાર કરવાપણું હોય જ નહિ, એ તો તમારો જીવનવ્યવસાય હતો અને તમારા પૂર્વજોએ એ વિશે ઘણું કર્યું હતું. તમે સંખ્યામાં ઘણા છો. વખત, લાગવગ અને ભાવના ઉપરાંત તમારું ત્યાગી જીવન એ કામ માટે પૂરતાં સાધનો છે, એટલે તમે બીજું વધારે નહિ તો ફક્ત દારૂનિષેધનું કામ તો સંભાળી લો.” આ મહાસભાની આજ્ઞા કહો કે, આમંત્રણ કહો) ઘોષણા છે. આ ઘોષણાનો ઉત્તર જેન સાધુસંસ્થા શો આપે છે એના ઉપર જ એના તેજનો અને એના જીવનનો આધાર છે. - ઘણાં જૈન ભાઈબહેનો અને ઘણી વાર સાધુઓ પણ એમ કહે છે કે “આજનું રાજ્ય જૈન ધર્મની સલામતી માટે રામરાજ્ય છે. બીજા પરદેશી આવનારાઓએ અને મુસલમાનોએ જૈન ધર્મને આઘાત પહોંચાડ્યો છે, પણ આ અંગેનું રાજ્યથી તો જૈન ધર્મને આઘાત પહોંચ્યો નથી; ઊલટું તેને રક્ષણ મળ્યું છે. લોકોની આ માન્યતા કેટલી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ - જન ધર્મ અને દર્શન ખરી છે એ જરા જોઈએ. જૈન સાધુઓની ખરી મિલકત, ખરી સંપત્તિ અને ખરો વારસો તો એમના પૂર્વજોએ ભારે જહેમતથી તૈયાર કરેલું દારૂત્યાગનું વાતાવરણ એ જ હતો, અને એ જ હોઈ શકે. અત્યારે માંસ અને અફીણ જેવી બીજી ત્યાજ્ય વસ્તુઓની બાબત ન લઈ માત્ર દારૂની જ બાબતમાં જોઈએ કે એના ત્યાગના હજારો વર્ષના વારસા ઉપર, આ રાજ્ય આવ્યા પછી શી અસર થઈ છે. જો વિચાર કરતાં અને પુરાવાઓથી જૈન સાધુઓને એમ લાગે કે તેમનો જનતાગત દારૂત્યાગનો વારસો આ રાજ્ય આવ્યા પછી નષ્ટ અને નાબૂદ થવા લાગ્યો છે, તો પછી એમણે વિચારવું જોઈશે કે આપણે જે જૈન ધર્મની સલામતી આ રાજ્યમાં માની રહ્યા છીએ તે સલામતી કયા અર્થમાં છે ? મંદિર અને મૂર્તિઓ ઉપર કુહાડાઓ ન પડે, ભંડારો ન લૂંટાય, પણ જો હજારો વર્ષથી જનતામાં પેદા કરેલું નૈતિક ધન જ જેને માટે જ મંદિરો, મૂર્તિઓ અને ભંડારો હતા) નાશ પામે, તો આપણે શી રીતે કહી શકીએ કે આપણો ધર્મ – આપણો ધાર્મિક વારસો – સલામત છે? કોઈ દુષ્ટ પુરુષ કોઈ બાઈનાં ઘરેણાં, કીમતી કપડાં અને તેનાં કોમળ અંગોને જરા પણ નુકસાન પહોંચાડ્યા સિવાય જો તેની પવિત્રતાનો નાશ કરે તો તે માણસના હાથમાં તે બાઈ સલામત રહી ગણાય કે જોખમાઈ ગણાય? બીજી રીતે પણ આ વસ્તુ આપણે સ્પષ્ટ સમજીએ. ધારો કે કોઈ પરાક્રમી અને ધૂર્ત માણસ તમને તમારું ધન લૂંટી લેતી વખતે એટલું પૂછે કે કાં તો તમે તમારા નૈતિક ગુણોમાં બરબાદ થાઓ, એટલે મારી ઈચ્છા પ્રમાણે વર્તી તમે તમારું નૈતિક જીવન ભ્રષ્ટ કરો, અને કાં તો મંદિર, મૂર્તિ અને ખજાનો મને સોંપી દો અને નૈતિક જીવન તમારી ઈચ્છા પ્રમાણે ગાળો. જો આ બેમાંથી એક જ માગણી પસંદ કરવા જેવી છેક જ લાચાર સ્થિતિ હોય તો તમે બધા જૈન ભાઈઓને પૂછી શકાય કે તમે મંદિર, મૂર્તિ અને ખજાનો સોંપી દઈ નૈતિક જીવનની પવિત્રતા હાથમાં રાખો કે એ જીવન એને સોંપી દઈ મંદિર મૂર્તિ અને ખજાનો બચાવી રાખો ? ખાસ કરીને આ પ્રશ્ન સાધુસંસ્થા સામે હોય તો તે શો ઉત્તર વાળશે ? હું નથી ધારતો કે આજની છેક નિસ્તેજ સ્થિતિમાં પણ એક પણ જૈન સાધુ નૈતિક જીવનની પવિત્રતાને સર્વશ્રેષ્ઠ ન માનતો હોય. આપણા દેશના ઇતિહાસમાં એવા સેંકડો દાખલાઓ છે કે જેમાં બ્રાહ્મણોએ અને બીજાઓએ પોતાના પવિત્ર સંસ્કારો સાચવવા ખાતર બધી જ માલમિલકત, ધર્મસ્થાન અને ખજાનાઓ પણ દુશ્મનોને સોંપ્યા છે. એમણે દીર્ઘ દૃષ્ટિથી જોયું કે જો શુદ્ધ સંસ્કારો કાયમ હશે તો બહારની વિભૂતિઓ કાલે આવીને ઊભી રહેશે; અને એ નહિ હોય તોપણ પવિત્ર જીવનની વિભૂતિથી કતાર્થ થઈશું. કાલકાચાર્ય કોઈ સ્કૂલ માલમિલકત માટે નહોતા લડ્યા, પણ એમની લડાઈ જીવનની પવિત્રતા માટે હતી. આજે જૈન સાધુઓનો ભારેમાં ભારે કીમતી સપ્ત વ્યસનના ત્યાગનો વારસો જોખમમાં છે; એટલું જ નહિ, પણ નાશના મુખમાં છે, અને ખાસ Page #216 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ • ૨૦૭ કરીને રાજતંત્રને લીધે જ એ વારસો જોખમાયેલો છે. એવી સ્થિતિમાં કોઈપણ જૈન, ખાસ કરી સાધુગણ, આ રાજ્યને ધાર્મિક સલામતીવાળું રાજ્ય કેમ માની શકે? જો અત્યારના ધીમાન સાધુઓને એમ લાગે કે ધાર્મિક સ્વતંત્રતાના મોહક બંધારણ નીચે ચાલતી એક દિવસના એક લાખ પશુઓની કતલ, ઘેરઘેર સરલતાથી પહોંચી શકે એવી દારૂની પરબો અને એની સાથે સાથે વધેલા વેશ્યાવાડાઓ દ્વારા સુંદર જૈન ધર્મના વારસાનો ચોમેર નાશ થઈ રહ્યો છે, તો પછી આજની સાધુસંસ્થાનો શો ઉપયોગ કરવો એ પ્રશ્નનો નિકાલ તેઓ કરી શકશે. જૈન સાધુઓને સપ્ત વ્યસનનો ત્યાગ કરાવવા જેટલું બીજું પ્રિય કામ નથી હોતું. એમની સામે આવનાર નાનકડાશા વર્ગમાં આ પરત્વે કરવાપણું કશું જ નથી, એટલે તેમનું કર્તવ્ય ક્ષેત્ર કાં તો પીઠા પાસે અને કાં તો પીનારાઓના લત્તાઓમાં ઊભું થાય છે. આજે દારૂનિષેધની પ્રવૃત્તિમાં જે લોકો કામ કરે છે તે બધા કરતાં એ બાબતમાં સિદ્ધહસ્ત થયેલા જૈન સાધુઓ વધારે સારી રીતે કામ કરી શકે એ દેખીતું છે. અલબત્ત, હવે માત્ર નરકનાં ચિત્રો બતાવીને કે શ્લોકો સંભળાવીને એ કામમાં વધારે સફળતા મેળવી નહિ શકાય; એમાં સફળતા મેળવવાની સામગ્રી ઘણી નવી ઊભી થઈ છે. એ બધીનો અભ્યાસ કરવાથી જૈન સાધુઓમાં જીવતું લોહી વહેશે અને તેમના ચહેરા તેજસ્વી બનશે. કેટલાક કહેશે કે – “સાધુઓ પાસે કોઈ આવે તો તેઓ સમજાવે, અથવા એવા સમજાવવા લાયક માણસોને તમે સાધુ પાસે પડી લાવો તો સાધુઓ ખુશીથી અને છૂટથી સમજાવે, પણ સાધુઓ, જે પોતાના શાંત ભવનમાં જ કામ કરતા આવ્યા છે તેઓ, પીઠે કે પીનારાઓની વસ્તીઓમાં કે બીજે બહાર ક્યાં જાય ? એ એમને ન શોભે અને ધર્મની હેલના પણ થાય.” આ કહેનારે જૈન સાધુસંસ્થાનો ઈતિહાસ જાણ્યો જ નથી. ખરા પરાક્રમી અને શક્તિશાળી જૈન સાધુઓ તો રાજસભાઓમાં પહોંચ્યા છે, રાજમહેલોમાં ગયા છે, મોટા મોટા સેનાધિપતિ અને બીજા અમલદારોને ઘરે તથા લશ્કરોની છાવણીઓમાં ગયા છે. સેંકડો સાધુઓ વ્યસનગ્રસ્ત લોકોની વચ્ચે પહોંચ્યા છે, અને એમણે એમ કરીને જ પોતાનો ધર્મ વિસ્તાર્યો છે. શક્તિ ન હોવાનું, હિંમત ન હોવાનું કબૂલવું એ એક વાત છે, અને એ નબળાઈને ધર્મનું અંગ માનવું એ બીજી વાત છે. એટલે અત્યારની હિલચાલમાં ઊભા થયેલાં બીજા કેટલાંય સાધુ-મર્યાદાયોગ્ય કર્તવ્યોને બાજુએ મૂકીએ, તોપણ દારૂનિષેધની હિલચાલ એવી છે કે જે માટે પોતાના નૈતિક વારસાની દૃષ્ટિએ, સામાજિક ધર્મની દૃષ્ટિએ, દેશમાં જીવવા અને દેશનું લૂણ ખાવાની દૃષ્ટિએ અને છેવટે શુદ્ધ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ જૈન સાધુ-સંસ્થાએ જાહેરમાં આવી દેશકાર્યમાં જ્ઞળો આપવો જ જોઈએ. કોઈ કહે છે કે – “આવાં લૌકિક કાર્યમાં જૈન સાધુઓ પડે તો એમનો આધ્યાત્મિક ઉદ્દેશ ન રહે.” આમ કહેનાર આધ્યાત્મિકતા શું છે એ સમજતો જ નથી. આધ્યાત્મિકતા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ • જૈન ધર્મ અને દર્શન એ કાંઈ એક મકાનમાં અથવા એક રૂઢિમાં અથવા એક ચોક્કસ બંધનમાં નથી હોતી, નથી રહી શકતી; ઊલટું ઘણી વાર તો તે ત્યાં ગૂંગળાઈ જાય છે. જો આધ્યાત્મિકતા જીવનમાં હોય અથવા સાચે જ લાવવી હોય તો તેનો કોઈપણ સાથે વિરોધ નથી. કુટુંબમાં રહીને, સમાજમાં રહીને અને રાજ્યવ્યવસ્થામાં ભાગ લઈને પણ આધ્યાત્મિકતા સાધી શકાય, પોષી શકાય અને એ બધાંથી છૂટીને પણ ઘણીવાર ન જ સાધી શકાય. મૂળ વાત એ છે કે આધ્યાત્મિકતા એ અંદરની વસ્તુ છે, વિચાર અને ચારિત્રમાંથી તે આવે છે, એનો કોઈ બાહ્ય વસ્તુ સાથે વિરોધ નથી. અલબત્ત, આધ્યાત્મિક જીવનની કળા. જાણવી જોઈએ અને એની કૂંચી લાધવી જોઈએ. આપણે ઘણી વાર આધ્યાત્મિકતાને નામે પુરુષાર્થનો અને સપુરુષાર્થનો ઘાત કરીએ છીએ. સત્પરુષાર્થ કરો એટલે આધ્યાત્મિકતા પાસે જ છે, વગર નોતરે ઊભી જ છે. લોકોને દારૂ પીતા છોડાવવામાં, દારૂ વેચનારને તેમ કરતાં છોડાવવામાં અને તે પણ અહિંસા ને સત્ય દ્વારા) સપુરુષાર્થ નહિ તો બીજું શું છે? – એનો જવાબ કોઈ આગમધર આપશે? વળી અત્યારે છેલ્લાં ત્રીસ-ચાલીસ વર્ષનો સાધુસંસ્થાનો ઇતિહાસ આપણને શું કહે છે? તેમની આધ્યાત્મિકતાનો પુરાવો તેમાંથી કેટલો મળે છે ? છેલ્લાં દશ વર્ષને જ લો. જો પક્ષાપક્ષી, કોર્ટબાજી, ગાળગલોચ અને બીજી સંકુચિતતાઓને આધ્યાત્મિકતાનું પરિણામ માનીએ તો તો અનિચ્છાએ પણ કબૂલવું પડશે કે સાધુસંસ્થામાં આધ્યાત્મિકતા છે અથવા વધતી જાય છે. એક બાજુ દેશહિતના કાર્યમાં કશો જ ફાળો નહિ અને બીજી બાજુ આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ નહિ, એમ બંને રીતે દેવાળું કાઢીને કોઈપણ ત્યાગી સંસ્થા માનભેર ટકી શકે નહિ. એટલે આવી હજારો વર્ષની મહત્ત્વની અને શક્તિસંપન્ન સાધુસંસ્થાને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર, અને લોકોમાં માનભેર રહેવા ખાતર પણ, આજની ચાલુ પ્રવૃત્તિમાં પોતાનો વિશેષ ઉપયોગ વિચાર્યે જ છૂટકો છે. ' કેટલાંક એવાં બીજાં પણ દેશની દૃષ્ટિએ મહત્ત્વનાં અને સાધુઓ માટે સહેલાં કામો છે કે જેને ત્યાગીગણ અનાયાસે કરી શકે. દા. ત., (૧) વકીલો અને બીજા અમલદારો, જે સરકારી તંત્રના અન્યાયનું પોષણ કરી રહ્યા હોય, તેમને એ બાબતમાં સમજાવી એમાંથી ભાગ લેતા અટકાવવા. (૨) પોલીસો અને સિપાઈઓ, જેઓ આ દેશનું ધન છે, આ દેશના છે અને આ દેશમાં જ રહેવાના છે, તેઓ ફક્ત નજીવી નોકરી માટે અન્યાય ન કરે, જૂઠું ન બોલે, ખુશામત ન કરે, ડરે નહિ અને દેશની સામાન્ય જનતાથી પોતાને અળગા ન માને એવી નિર્દોષ વસ્તુ પ્રેમ અને સત્યથી તેમને સમજાવવી. (૩) કેળવણીનો સાર્વત્રિક પ્રચાર કરવામાં જે ત્યાગી સ્વયંસેવકોની અપેક્ષા રહે છે તે પૂરી પાડવી. આ સિવાય બીજાં પણ હિતકારી કામો છે, પરંતુ જો સાધુસંસ્થા એક બાબતમાં સક્રિય થશે તો બીજાં કાર્યો અને ક્ષેત્રો એમને આપોઆપ સૂઝી આવશે અને મળી આવશે. Page #218 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ - ૨૦૯ જો અત્યારની વ્યાપક હિલચાલમાં જૈન સાધુઓ સ્થિરતા અને બુદ્ધિપૂર્વક પોતાનું સ્થાન વિચારી લે, પોતાનો કાર્યપ્રદેશ આંકી લે, તો સહેજે મળેલ આ તકનો લાભ ઉઠાવવા સાથે તેમના જીવનમાંથી ક્ષુદ્રતાઓ ચાલી જાય, કલહો વિરમે અને નજીવી બાબત પાછળ ખર્ચાતી અપાર શક્તિ તથા ફૂકાતો લાખોનો ધુમાડો અટકે અને એટલું તો દેશનું કલ્યાણ થાય, જેમાં જૈન સમાજનું કલ્યાણ તો પહેલું જ રહેલું છે. ઉપરનાં કર્તવ્યો કેવળ જૈન સમાજની દૃષ્ટિથી પણ વિચારવા અને કરવા લાયક છે. એટલે થોડી શક્તિવાળા ત્યાગીઓ એ જ કાર્યોને નાના ક્ષેત્રમાં પણ કરી શકે. જોકે ખાસ પજુસણનો પ્રસંગ હોઈ, અને તેમાં પણ હાજર થયેલ જનતા મોટે ભાગે શ્વેતાંબર હોઈ, મેં સાધુ શબ્દ વાપરેલો છે કે જે જૈન સમાજ સાથે જ મુખ્ય સંબંધ ધરાવતો હોય તેમ સ્થૂળ રીતે લાગશે, પણ આ મારું કથન મર્યાદિત ક્ષેત્ર પરત્વે હોવા છતાં બધા જ સંપ્રદાયના અને બધી જ જાતના ત્યાગીઓ માટે છે. ખાસ કરીને દિગંબર સમાજ, કે જે જે સમાજનો એક વગદાર ભાગ છે તે, તો મારા લક્ષ બહાર નથી જ. એ સમાજમાં આજે સાધુસંસ્થા શ્વેતાંબર સમાજ જેવી નથી. હમણાં હમણાં પાંચ-પચીસ દિગંબર સાધુઓ થયા છે, તેને બાદ કરીએ તો તે સમાજમાં સાધુસંસ્થાનો ઘણી સદીઓ થયાં અંત જ આવેલો છે. તેમ છતાં એ સમાજમાં સાધુસંસ્થાની જગ્યા ભટ્ટારકો, એલકો અને બ્રહ્મચારી તેમજ પંડિતોએ લીધેલી છે. એટલે એ બધાને લક્ષીને પણ આ કથન છે, કારણ કે શ્વેતાંબર સમાજના થંભ મનાતા સાધુઓની પેઠે જ દિગંબર સમાજમાં ભટ્ટારક, પંડિત વગેરેનો વર્ગ થંભરૂપ મનાય છે અને એ પણ લગભગ સમાજ તેમજ રાષ્ટ્રની દૃષ્ટિએ પક્ષઘાતગ્રસ્ત થઈ ગયેલો છે. શ્વેતાંબર હો કે દિગંબર, જેઓ પોતાને ધાર્મિક નહિ તો ઓછામાં ઓછું ધર્મપંથગામી ગુરુ અથવા ગુરુ જેવા માને છે અને બીજા પાસે મનાવે છે, તે જો વર્તમાન આંદોલનમાં પોતાનું સ્થાન વિચારી અંદરોઅંદરના ઝઘડાઓ નહિ છોડે, નજીવી બાબતને મહત્ત્વ આપતાં નહિ એટકે અને સ્થૂળ ચિહ્નોમાં તેમજ બહારની વસ્તુઓમાં ધર્મ સમાયાની નાશકારક ભ્રમણામાંથી નહિ છૂટે તો બુદ્ધની ભાષામાં સમજવું જોઈએ કે તેઓ ભગવાન મહાવીરના ધમ્મદાયાદ' એટલે ધર્મવારસાના ભાગીદાર નથી, પણ “આમિષદાયાદ એટલે ધર્મનિમિત્તે મળી શકે એટલા ભોગના ભોગવનારાઓ છે. છેવટે દેશની મહેનત-મજૂરી અને ભક્તિ ઉપર જીવતા પચાસ લાખ જેટલા બાવા, ફકીરો અને સંતોને પણ જરા કહી દઈએ. મહાસભા લાખો ગમે સ્વયંસેવકો માગે છે. સ્વયંસેવક વધારે સહનશીલ, ત્યાગી અને બિનવ્યસની તેમજ કુટુંબકબીલાની ફિકર વિનાનો હોવો જોઈએ. આ ગુણો ત્યાગીવર્ગમાં વધારે હોવાની ઉમેદ રહે છે. જનતા એટલે તેમનો ભક્તગણ દુઃખી છે અને દરિદ્ર છે. તે ગુરુઓ પાસે આ ભીડના વખતમાં Page #219 -------------------------------------------------------------------------- ________________ ર૧૦ • જન ધર્મ અને દર્શન મદદ માગે છે. અત્યારે એ ગુરુવર્ગ જો શાંત અને સુખી ગાદીઓ છોડી દે તો જ તેમની ગાદીઓની સલામતી છે. તેમનાં તપ અને ત્યાગ હવે તેમના મઠોમાં કચરાઈ ગયાં છે, નાશ પામ્યાં છે. હવે તો એ તપ, એ ત્યાગ જેલમાં જ અને મહાસભાના નિયંત્રિત રાજ્યમાં જ જીવી શકે છે, એ વાત આ વિશાળકાય યુગધર્મમાંથી તેમણે શીખી લેવી ઘટે. પોતાના ધર્મનું વામન રૂપ બદલી, તેમણે વ્યાપક રૂપે કરવું જ જોઈએ; નહિ તો, એ વામનપણું પણ મરણને શરણ છે. – પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૦ Page #220 -------------------------------------------------------------------------- ________________ ર૭. તીર્થોની પ્રતિષ્ઠા કેમ સચવાય? ન તીર્થોની ઇમારત તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતનના પાયા ઉપર ઊભી થયેલી છે, તેથી એનો પ્રાણ કે આત્મા પણ એ જ છે. જૈન તીથમાં છે તેના જેવાં અને તેનાથી પણ કદાચ ચડિયાતાં, કારીગરીવાળાં અને કળાપૂર્ણ ભવનો અને મહેલો હિંદુસ્તાનમાં અને દુનિયાના બીજા ભાગોમાં કાંઈ ઓછાં નથી, તેમજ જૈન મંદિરોમાં અને જૈન ભંડારોમાં હોય તે કરતાં લાખો અને કરોડો ગણું ધન કોઈ એકાદ જગ્યાએ જ આજે મોજૂદ છે; છતાં કોઈ પણ જૈન એ ખજાનાઓ અને એ મહેલોમાં તીર્થબુદ્ધિ નથી ધરાવતો, ધર્મબુદ્ધિથી તેની યાત્રા કરવા નથી જતો. એનું કારણ શું છે? આ પ્રશ્નનો ઉત્તર દરેકને માટે સહેલો છે, અને તે એ કે એ મહેલો અને ભંડારોની વિભૂતિ કાંઈ તીર્થ નથી. તીર્થનો આત્મા તો તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતનમાં છે. જે જગ્યામાં કે જે ભૂમિમાં એ ગુણો ખીલ્યા હોય તે ભૂમિ તીર્થોનું કલેવર છે, અને વિશાળ મંદિરો કે તેની કારીગરી એ તો માત્ર શરીરના અને શરીર દ્વારા કદાચ આત્માના અલંકારો છે. શરીરમાં ચૈતન્ય કે તેજ આત્માને લીધે જ હોય છે અને ઘરેણાંઓ પણ, ચૈતન્ય અને તેજ હોય ત્યાં લગી જ, શરીરને શોભાવે છે. પ્રાણ વિનાનું શરીર, પછી તે ગમે તેવું હોય છતાં, નથી શોભતું કે નથી પ્રતિષ્ઠા પામતું, અને નિષ્માણ શરીર ઉપર અલંકારો લાદવા એ તો એ શરીરની તેમજ એને લાગનારની માત્ર મશ્કરી છે. જૈન તીર્થોમાં આત્મા, શરીર અને આભૂષણ એ ત્રણે મોજૂદ છે કે કશાની ઊણપ છે એ જ્યારે જોવા જઈએ છીએ ત્યારે સ્પષ્ટ લાગે છે કે એમાં ઊણપ છે; અને તે ઊણપ શરીર કે અલંકારની નહિ, પણ આત્માની. શરીર અને અલંકારની ઊણપ હોય અને આત્મા સબળ હોય તો એ ઊણપ જરા પણ સાલતી નથી; ઊલટું તેનું મહત્ત્વ વધારે ખીલે છે, પણ જ્યારે આત્માની ઊણપ હોય ત્યારે ગમે તેવું શરીર અને ગમે તેવાં આભૂષણો છતાં એ બધું ફીકું લાગે છે. તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતનનો આત્મા તીર્થોમાં કેમ નથી રહ્યો ? અથવા તો કેમ દબાઈ અને કચરાઈ ગયો છે ? એ પ્રશ્ન વિચારવા જેવો છે. જેમ જેમ ઊંડો વિચાર કરીએ છીએ તેમ તેમ તેનાં કારણો સ્પષ્ટ તરી આવે છે. એ આત્માને દબાવાનાં અને કચરાઈ જવાનાં મુખ્ય બે કારણો છે: (૧) અતિરેક, (૨) મમત્વ અને ક્લેશ. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ • જૈન ધર્મ અને દર્શન જ્યારે વૃત્તિ અંતર્મુખ હોય છે ત્યારે જ તપ, ત્યાગાદિ તત્ત્વો જન્મે છે અને વિકસે છે. વૃત્તિ બહિર્મુખ થતાં એ તત્ત્વો ઓસરવા માંડે છે. એ તત્ત્વોનો વારસો તો જૈન સમાજને વિચારમાં મળ્યો, પણ વખત જતાં એ સમાજ એની પૂજા-પ્રતિષ્ઠામાં પડી ગયો અને તે પણ સ્થૂળ પૂજા–પ્રતિષ્ઠામાં. આ સ્થળ પૂજા-પ્રતિષ્ઠાએ સમાજની વૃત્તિ વધારે બહિર્મુખ કરી અને એમ મનાવા લાગ્યું તથા જાણે-અજાણે એવું વાતાવરણ ઊભું થઈ ગયું કે જ્યાં વધારે કીંમતી, વધારે કળામય અને સમૃદ્ધ મંદિરો તે તીર્થ બીજાં તીર્થો કરતાં વધારે મોટું. આ રીતે બહિર્મુખ વૃત્તિ વધતી ચાલી અને તેને પરિણામે સ્વાભાવિક રીતે જ જે અંતર્મુખ વૃત્તિનો થોડોઘણો સંભવ હતો તે દબાઈ ગયો. પછી તો બાહ્ય દેખાવ તેમજ બાહ્ય શણગારનો એટલો બધો અતિરેક થઈ ગયો કે ત્યાગી, તપસ્વી, આધ્યાત્મિક ગણાતા કે મનાતા પુરુષો પણ એ બાહ્ય વિભૂતિ અને આડંબરની વાહવાહમાં ઓછેવત્તે અંશે ઘસડાવા લાગ્યા. પરિણામે બાહ્ય શોભાના અતિરેકથી તીર્થોની સાદગી અને સરળતા હણાઈ; તેમજ તપ, ત્યાગ અને અધ્યાત્મચિંતન માત્ર શબ્દમાં રહી ગયાં. એક બાજુ જેનાથી શાંતિ, સમાધિ, સહિષ્ણુતા અને વિવેકનો સંભવ હતો એ અંતર્મુખ વૃત્તિ ઓસરી અને બીજી બાજુ જેનાથી ક્લેશ, કંકાસ અને મમત્વ સિવાય બીજું થવાનો સંભવ જ નથી એવી બહિર્મુખ વૃત્તિ જન્મી. પરિણામ એ આવ્યું કે તીર્થોના કલેવરના હક્ક વિશે અને એવી બીજી ક્ષદ્ર બાબતો વિશે ભક્તોમાં ભાગલા પડ્યા અને તાણાતાણી શરૂ થઈ. બે કજિયાળી શકો વચ્ચે જેમ ધણી કચરાય તેમ બે પક્ષોની તાણાતાણી વચ્ચે તીર્થપણું જવા લાગ્યું. હવે જે તીર્થપણું ભાવનામાં, વર્તનમાં હતું તે તીર્થપણું ચડસા-ચડસીમાં, હારજીતમાં અને કબજો મેળવવામાં મનાવા લાગ્યું. આત્મામાં અને તેથી પોતાની પાસે જ રહેલા તેમજ કોઈથી છીનવી ન શકાય એવા તીર્થપણા તરફ દુર્લક્ષ થતાં અને તીર્થપણાની છાયા પાછળ અગર તો કૃત્રિમ તીર્થ પાછળ દોડવા જતાં સહજ વસ્તુ ચાલી ગઈ અને અસહજ વસ્તુ જોખમમાં આવી પડી. તેથી દિગંબરોને હંમેશાં શ્વેતાંબરો દુશમન થઈ પડ્યા અને તેઓ તેમને સ્વાર્થી 'તેમજ નીચ જણાવા લાગ્યા. શ્વેતાંબરોને પણ દિગંબરો વિશે એમ જ થયું. બંને પક્ષો તીર્થોને સાચવવા કુરબાની આપવા લાગ્યા, પ્રાણ પાથરવા મંડ્યા; છતાં બેમાંથી એકેય તીર્થપણું સાચવી શક્યા નહિ અને સૂતાં કે બેસતાં, પ્રત્યેક ક્રિયામાં બંને તીર્થરક્ષા વિશે શંકાશીલ અને ભીરુ બની ગયા – તીર્થોની રક્ષા કરવાના પ્રયત્નમાં તીર્થત્વની પ્રતિષ્ઠા જ લગભગ ગુમાવી બેઠા. હવે બંને વચ્ચે એટલે સુધી અંતર વધી ગયું છે કે કોઈને એ બંનેની એકતાનો માર્ગ સૂઝતો જ નથી. જેઓ કાંઈ માર્ગ સૂચવે તેઓ તો એક જ વસ્તુ સૂચવી શકે, અને તે હક્ક જતો કરવાની અથવા તો ઓછામાં સંતોષ માનવાની સૂચના. પરંતુ આ સૂચના સામે વ્યવહારુ લોકો એક જ દલીલ કરે છે અને તે સાવ નિરર્થક પણ નથી. તે દલીલ એ છે કે જો આપણે આ રીતે હક્કો જતા જ કરીએ Page #222 -------------------------------------------------------------------------- ________________ તીર્થોની પ્રતિષ્ઠા કેમ સચવાય ? • ૨૧૩ અને ઢીલું મૂકીએ તો આપણે નબળા ગણાઈએ અને નબળો કશુંય સાચવી ન શકે. ત્યારે શું નબળા બની સર્વસ્વ ગુમાવવું? આજે એક તો કાલે બીજો, પરમદિવસે ત્રીજો એમ સ્વાર્થીઓ અને દુશ્મનો આવવાના અને નબળાઈનો લાભ લઈ બધું ઓઇયાં કરવાના ! શું આ રીતે બધું ગુમાવવું ? આ દલીલ બંને પક્ષોના ડાહ્યા ડાહ્યા માણસોની છે, અને તેમાં વજૂદ પણ છે; પરંતુ જ્યાં એક જ વસ્તુ ઉપર બંને વિરોધી પક્ષોના સંબંધનો સંભવ છે ત્યાં તકરાર બંધ કરવાનો ઉપાય શો છે એ પણ વિચારવું તો ઘટે જ. ઓછામાં ઓછું કાં તો એકપક્ષ તદ્દન પાયમાલ થઈ જાય અને બીજો આબાદ રહે અને કાં તો એક અથવા બંને પક્ષ ઉદારતા કેળવે. આ સિવાય ત્રીજો રસ્તો કોઈ પણ છે ખરો? પહેલો રસ્તો શક્ય નથી અને શક્ય હોય તોપણ તે પસંદ કરવા જેવો છે ખરો ? જમણી આંખ ડાબીનો નાશ કરી ટકવા માગે એના જેવો એ ઉપાય નથી શું? શ્વેતાંબરો છેક જ પાયમાલ થાય તેથી શું દિગંબરોનું મહત્ત્વ રહેવાનું ? અથવા દિગંબરો બરબાદ થાય એમાં શું લેતાંબરોની મહત્તા ગણાવાની? જો બંને પક્ષ સરખા બળવાળા હશે તો તો જ્યાં લગી મમતાસમતી હશે ત્યાં લગી લડાઈનો અંત આવવાનો જ નથી. એટલે સમાન બળમાં લડાઈનો અંત નથી; અને એકની પાયમાલી પણ પસંદ કરવા જેવી વસ્તુ નથી. ત્યારે પછી માર્ગ શો રહે છે? એ પ્રશ્ન થાય અને તેનો ઉત્તર જૈન ધર્મ સહેલાઈથી એ જ આપે છે કે સહિષ્ણુતા કેળવવી. એક પક્ષ ઉદાર બનશે ત્યારે તે દેખીતી રીતે ઘણું ગુમાવશે, પણ જો સમાજની અને રાષ્ટ્રની એકતા માટે એ ઉદારતા દાખવવામાં આવી હશે તો તે પક્ષ જ જીત્યો ગણાશે. આમ કરવાથી સામા પક્ષને ઉદારતાનો ચેપ લાગ્યા વિના કદી નહિ રહે. તેથી જેમ જેમ વિચાર કરીએ છીએ તેમ તેમ વ્યવહારુ દૃષ્ટિએ પણ તીર્થોની સમાધાની માટે ઉદારતાનો જ માર્ગ સામે આવે છે. એક બાજુ તીર્થોને શોભે એવી સાદગી અને સરળતા દાખલ થઈ અને બીજી બાજુ મમતામતી ઓછી થઈ, એટલે તીર્થોની પ્રતિષ્ઠા આપોઆપ સચવવાની અને તેનું તેજ પણ આપોઆપ વધવાનું. કાંટો ભોંકાય છે ત્યારે પણ દુઃખ થાય છે અને તેને ખેંચીને તાણી કાઢવવામાં પણ દુખ તો થાય છે; છતાં તેને તાણી કાઢતાં જે દુઃખ થવાનું તે ન થાય એટલા માટે શું તેને અંદર રહેવા દેવામાં ડહાપણ ગણાશે ? એ જ રીતે જેનપણાની ભાવનામાં જે અભિમાનનો કે મમતામતીનો કાંટો ભોંકાયો છે અને એને લીધે બંને પક્ષો જે રીતે દુભાય છે તે દુઃખ સહી લેવું? આનો જે ઉત્તર તે જ તીર્થની પ્રતિષ્ઠાનો માર્ગ છે. આ તો એક રીતે પ્રતિષ્ઠા સાચવવાનો વિચાર થયો. આ વિચાર આધ્યાત્મિક છે. જૈન સમાજની ભાવના આધ્યાત્મિક ભૂમિકા ઉપર ઘડાયેલી હોવાથી તેને માટે પ્રથમ રસ્તો આધ્યાત્મિક હોય તે જ સૂચવવો યોગ્ય છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ • જૈન ધર્મ અને દર્શન પરંતુ તીર્થોની પ્રતિષ્ઠા સાચવવાનો અને વધારવાનો સમયાનુકૂળ માર્ગ વ્યવહાર દષ્ટિએ બીજો પણ છે, અને તે એ કે જ્યાં જ્યાં સંભવ હોય ત્યાં બધાં જ તીર્થસ્થાનોમાં વિદ્યાધામો ઊભાં કરવાં. મકાન તો ત્યાં હોય જ છેવટે મંદિરો તો હોય જ, અને મંદિરોનો અમુક ભાગ વિદ્યા જેવા પવિત્ર તત્ત્વના સેવનમાં વપરાય તેથી વધારે રૂડું શું હોઈ શકે? ક્રાંતિનાં પરદેશી બળો ફરજ પાડે અગર તલવાર કે કાયદાની કલમ દબાણ કરે તે પહેલાં સમયને સમજનાર પોતાનાં જ તીર્થોને કે મંદિરોને સમાજનાં વિદ્યાધામો બનાવી દે તો કેટલું સુંદર ! કોઈ એમ કહે કે ધર્મસ્થાનોમાં અર્થકરી વિદ્યા કેમ શિખવાડાય? એનો એક સીધો અને ટૂંકો ઉત્તર એ છે કે ભલે અર્થ કરી વિદ્યા ન શીખવો, તોપણ તમે જેને ધર્મકરી અને શાસ્ત્રીય વિદ્યા માનતા હો તે તો શીખવો? જો એમ કહેવામાં આવે કે આજે શાસ્ત્રીય વિદ્યા લેનાર ક્યાં છે? તો એનો અર્થ એ થયો કે શાસ્ત્રીય વિદ્યા લોકમાન્ય નથી અને જે લોકગ્રાહ્ય છે તે શીખવી શકાય તેમ નથી, એટલે સમાજ વિદ્યાહીન રહે તો કાંઈ અડચણ નથી. ખરી વાત તો એ છે કે આજે જે આપણી બહિર્મુખ વૃત્તિ મકાનો, શણગારો અને દેખાવો પાછળ જ માત્ર વળેલી છે તે તરફથી લક્ષ ખસેડવું જોઈએ; અને તે બે રીતે ખસેડી શકાય : આધ્યાત્મિક પ્રદેશમાં જઈને અને વિદ્યાના પ્રદેશમાં જઈને. બીજો માર્ગ સર્વગ્રાહ્ય અને જરૂરી છે, અને તેમાંથી ક્યારેક પહેલા માર્ગનો સંભવ પણ છે. જે પુષ્કળ ધન, સમય અને અપાર બુદ્ધિશક્તિ તીર્થોની પ્રતિષ્ઠા સાચવવા ખાતર ખરચાય છે (અને છતાં નથી સચવાતી પ્રતિષ્ઠા કે નથી વધતું સામાજિક બળ) તે જ ધન, સમય અને શક્તિ જો તીર્થો દ્વારા વિદ્યાની વૃદ્ધિ કરવામાં ખરચવામાં આવે તો પરિણામે સમાજ સબળ બને અને તીર્થોની પ્રતિષ્ઠા એક અથવા બીજી રીતે સચવાય. - પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૮. તપ અને પરીષહ અહિંસાના પંથો જેટલા જૂના છે, તેટલું જ તપ પણ જૂનું છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં આપણા દેશમાં તપનો કેટલો મહિમા હતો, તપ કેટલું આચરવામાં આવતું અને તાપૂજા કેટલી હતી એના પુરાવાઓ આપણને માત્ર જૈન આગમો અને બૌદ્ધ પિટકોમાંથી જ નહિ, પણ વૈદિક મંત્રો, બ્રાહ્મણો અને ઉપનિષદો સુધ્ધાંમાંથી મળે છે. કોઈપણ કાર્યની સિદ્ધિ માટે તપનું અનુષ્ઠાન આવશ્યક મનાતું. તપથી ઈન્દ્રનું આસન કાંપતું. તેને ભય લાગતો કે તપસ્વી મારું પદ લઈ લેશે, એટલે તે મેનકા કે તિલોત્તમાં જેવી અપ્સરાઓને, તપસ્વીને ચલિત કરવા, મોકલતો. માત્ર મોક્ષ કે સ્વર્ગના રાજ્ય માટે જ નહિ, પણ ઐહિક વિભૂતિ માટે પણ તપ આચરતું. વિશ્વામિત્રનું ઉગ્ર તપ પુરાણોમાં પ્રસિદ્ધ છે. મહાભારત અને રામાયણ ફેંદો તો પાને પાને તાપસીના મઠો, તપસ્વી ઋષિઓ તેમજ તપસ્વિની માતાઓ નજરે પડશે. સ્મૃતિઓમાં જેમ રાજદંડના નિયમો છે તેમ અનેક પ્રકારના તપના પણ નિયમો છે. સૂત્રગ્રંથોમાં વર્ણાશ્રમની વ્યવસ્થા વાંચો, એટલે જણાશે કે ચારે આશ્રમો માટે અધિકાર પ્રમાણે તપ બતાવવામાં આવ્યું છે; અને ત્રીજો તથા ચોથો આશ્રમ તો ઉત્તરોત્તર વધારે અને વધારે તપનાં વિધાનોથી જ વ્યાપેલો છે. આ ઉપરાંત એકાદશીવ્રત, શિવરાત્રિનું વ્રત, જન્માષ્ટમી અને રામનવમીનું વ્રત વગેરે અનેક વ્રતોના મહિમાના ખાસ જુદા ગ્રંથો લખાયા છે. સ્ત્રીઓનાં કેટલાંક તપો જુદાં છે, કેટલાંક સ્ત્રીપુરુષ બંનેનાં સાધારણ છે; જ્યારે કેટલાંક તપો તો માત્ર કન્યાઓનાં છે. આ તો બ્રાહ્મણ સંપ્રદાયની વાત થઈ. પણ બૌદ્ધ અને જૈન સંપ્રદાયનાં શાસ્ત્રોમાં પણ એની એ જ વાત છે. મજિઝમનિકાય જેવા જૂના બૌદ્ધ ગ્રંથમાં અને ભગવતી જેવા પ્રસિદ્ધ જૈન આગમમાં અનેક પ્રકારના તાપસોના, તેમના મઠોના અને તેમના તપની વિવિધ પ્રણાલીઓનાં આકર્ષક વર્ણનો છે, જે એટલું જાણવા માટે બસ છે કે આપણા દેશમાં અઢી હજારે વર્ષ પહેલાં પણ તપ-અનુષ્ઠાન ઉપર નભતી ખાસ સંસ્થાઓ હતી અને લોકો ઉપર તે સંસ્થાઓનો ભારે પ્રભાવ હતો. બ્રાહ્મણ, ભુક્ષુ અને શ્રમણ એ ત્રણે નામોનું મૂળ તપમાં જ છે. બ્રહ્મ તરફ ઝૂકનાર અને તે માટે બધું ત્યાગનાર તે બ્રાહ્મણ. માત્ર ભિક્ષા ઉપર નભનાર અને કશો જ સંચય ન કરનાર તે ભિક્ષુ. કલ્યાણ માટે બધો જે શ્રમ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬૦ જૈન ધર્મ અને દર્શન ઇચ્છાપૂર્વક સહનાર તે શ્રમણ. ભગવાન બુદ્ધે ભિક્ષુકો માટે તપ બતાવ્યું છે, પણ તે સખત નથી. એમણે જીવનના નિયમોમાં સખતાઈ કરી છે, પણ તે બાહ્ય નિયમોમાં નહિ; મુખ્યપણે તેમની સખતાઈ ચિત્ત શુદ્ધ રાખવાના આંતરિક નિયમોમાં છે. પરંતુ ભગવાન મહાવીરની સખતાઈ તો બાહ્ય અને આંતરિક બંને પ્રકારના નિયમોમાં છે. બૌદ્ધ ગ્રંથોમાં જે કાયક્લેશ અને દેહદમનનો પરિહાસ કરવામાં આવ્યો છે તે કાયકલેશ અને દેહદમનની જૈન આગમો પૂરી હિમાયત કરે છે, પરંતુ આ હિમાયતની પાછળ ભગવાન મહાવીરની જે મુખ્ય શરત છે તે શરત ત૨ફ જાણે કે અજાણે ધ્યાન ન અપાયાથી જ બૌદ્ધ ગ્રંથોમાં જૈન તપનો પરિહાસ થયેલો દેખાય છે. જે તપનો બુદ્ધે પરિહાસ કર્યો છે અને જે તપને તેમણે નિરર્થક બતાવ્યું છે, તે તપને તો મહાવીરે પણ માત્ર કાયક્લેશ, મિથ્યા તપ કે અકામ નિર્જરા કહી તેની નિરર્થકતા બતાવી છે. તામલી તાપસ અને પૂરણ જેવા તાપસોનાં અતિ ઉગ્ર અને અતિ લાંબા વખતનાં તપોને ભગવાને મિથ્યા તપ કહેલ છે. આનું શું કારણ ? જે ઉગ્ર તપ, જે ઉગ્ર કાયક્લેશ અને જે ઉગ્ર દેહદમન ભગવાન આચરે તે જ તપ, તે જ કાયક્લેશ અને તે જ દેહદમન જો બીજો આચરે તો એનો વિરોધ ભગવાન શા માટે કરે? શું એમને બીજાની અદેખાઈ હતી ? કે બીજાના તપને સમજવાનું અજ્ઞાન હતું ? આ બેમાંથી એકે ભગવાન મહાવીરમાં હોય એમ કલ્પવું એ એમને ન સમજ્વા બરાબર છે. ભગવાનનો વિરોધ એ તાપસોના દેહદમન પરત્વે ન હતો, કારણ કે એવાં દેહદમનો તો તેમણે પોતે આચરેલાં છે, અને તેમની સામે વર્તમાન ધના અણગાર જેવા તેમના અનેક શિષ્યોએ એવાં જ દેહદમનો સેવેલાં છે; જેના પુરાવાઓ જૈન આગમોમાં મોજૂદ છે. ત્યારે જૂની ચાલી આવતી તાપસ સંસ્થાઓ અને તેનાં વિવિધ તપો સામે ભગવાનનો વિરોધ કઈ બાબતમાં હતો ? એમને એમાં શી ઊણપ લાગેલી એ સવાલ છે. એનો ? ઉત્તર ભગવાનના પોતાના જીવનમાંથી અને જૈન પરંપરામાં ચાલ્યા આવતા એ જીવનની ભાવનાના વારસામાંથી મળી આવે છે. ભગવાને તપની શોધ કાંઈ નવી કરી ન હતી; તપ તો એમને કુળ અને સમાજના વારસામાંથી જ સાંપડ્યું હતું. એમની શોધ જો હોય તો તે એટલી જ કે એમણે તપને – કઠોરમાં કઠોર તપને દેહદમનને અને કાયક્લેશને આચરતા રહી તેમાં આંતરદૃષ્ટિ ઉમેરી, એટલે કે બાહ્ય તપને અંતર્મુખ બનાવ્યું. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમંતભદ્રની ભાષામાં કહીએ તો ભગવાન મહાવીરે કઠોરતમ તપ પણ આચર્યું; પરંતુ તે એવા ઉદ્દેશથી કે તે દ્વારા જીવનમાં વધારે ડોકિયું કરી શકાય, વધારે ઊંડા ઊતરાય અને જીવનનો અંતર્મળ ફેંકી દઈ શકાય. આ જ કારણથી જૈન તપ બે ભાગમાં વહેંચાઈ જાય છે ઃ એક બાહ્ય અને બીજું આત્યંતર. બાહ્ય તપમાં દેહને લગતાં બધાં જ દેખી શકાય તેવાં નિયમનો આવી જાય છે, જ્યારે આત્યંત૨ તપમાં જીવનશુદ્ધિનાં બધા જ આવશ્યક નિયમો આવી જાય છે. ભગવાન — Page #226 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરીષહ - ૨૦૧૭ દીર્ઘતપસ્વી કહેવાયા તે માત્ર બાહ્ય તપને કારણે નહિ, પણ એ તપનો અંતર્જીવનમાં પૂર્ણ ઉપયોગ કરવાને કારણે – એ વાત ભુલાવી ન જોઈએ.. ભગવાન મહાવીરના જીવનક્રમમાંથી જે અનેક પરિપક્વ ફળરૂપે આપણને વારસો મળ્યો છે તેમાં તપ પણ એક વસ્તુ છે. ભગવાન પછીનાં આજ સુધીનાં ૨૫૦૦ વર્ષમાં જૈન સંઘે જેટલો તપનો અને તેના પ્રકારોનો જીવતો વિકાસ કર્યો છે તેટલો બીજા કોઈ સંપ્રદાયે ભાગ્યે જ કર્યો હશે. એ ૨૫૦૦ વર્ષના સાહિત્યમાંથી કેવળ તપ અને તેનાં વિધાનોને લગતું સાહિત્ય જુદું તારવવામાં આવે તો એક ખાસો અભ્યાસયોગ્ય ભાગ જ થાય. જૈન તપ માત્ર ગ્રંથોમાં જ નથી રહ્યું, એ તો ચતુર્વિધ સંઘમાં જીવતા અને વહેતા વિવિધ તપના પ્રકારોનો એક પડઘો માત્ર છે. આજે પણ તપ આચરવામાં જેનો એક્કા ગણાય છે. બીજી કોઈપણ બાબતમાં જૈનો કદાચ બીજા કરતાં પાછળ રહે, પણ જો તપની પરીક્ષા, ખાસ કરી ઉપવાસ-આયંબિલની પરીક્ષા, લેવામાં આવે તો આખા દેશમાં અને કદાચ આખી દુનિયામાં પહેલે નંબર આવનાર જૈન પુરુષો નહિ તો છેવટે સ્ત્રીઓ નીકળવાની જ, એવી મારી ખાતરી છે. આજે જેમ જ્યાં દેખો ત્યાં લાઠી ખાવાની હરીફાઈ બાળકો સુધ્ધાંમાં નજરે પડે છે, તેમ ઉપવાસ કરવાની હરીફાઈ જૈન બાળકોમાં રૂઢ થઈ ગઈ છે. ઉપવાસ કરતાં કચવાતાં જૈન બાળકોને એની મા પોચો અને નબળો એવી જ રીતે કહે છે, કે જેવી રીતે લડાઈમાં જવાને નાઉમેદ થતા રજપૂત બાળને તેની ક્ષત્રિયાણી મા નમાલો કહેતી. તપને લગતા ઉત્સવો, ઉજમણાઓ અને તેવા જ બીજા ઉત્તેજક પ્રકારો આજે પણ એટલા બધા વ્યાપેલા છે કે જે કુટુંબે, ખાસ કરી જે બહેને, તપ કરી તેનું નાનુંમોટું ઉજમણું ન કર્યું હોય, તેને એક રીતે પોતાની ઊણપ લાગે છે. મુગલ સમ્રાટ અકબરનું આકર્ષણ કરનાર એક કઠોર તપસ્વિની જૈન બહેન જ હતી. તપને તો જેન ન હોય તે પણ જાણે છે, પરંતુ પરીષહોની બાબતમાં તેમ નથી. અજૈન માટે પરીષહ શબ્દ જરા નવા જેવો છે, પરંતુ એનો અર્થ નવો નથી. ઘર છોડી ભિક્ષ બનેલાને પોતાના ધ્યેયની સિદ્ધિ માટે જે જે સહવું પડે તે પરીષહ. જૈન આગમોમાં આવા પરીષહો ગણાવવામાં આવ્યા છે, તે ફક્ત ભિક્ષુજીવનને ઉદ્દેશીને જ. બાર પ્રકારનું તપ દર્શાવવામાં આવ્યું છે તે તો ગૃહસ્થ કે ત્યાગી બધાને જ ઉદ્દેશીને, જ્યારે બાવીસ પરીષહો ગણાવવામાં આવ્યા છે, તે ત્યાગી જીવનને ઉદ્દેશીને જ. તપ અને પરીષહ એ બે જુદા દેખાય છે, એના ભેદો પણ જુદા છે, છતાં એકબીજાથી છૂટા ન પાડી શકાય એવા એ ફણગા છે. વ્રતનિયમ અને ચારિત્ર એ બંને એક જ વસ્તુ નથી. એ જ રીતે જ્ઞાન એ પણ એ બંનેથી જુદી વસ્તુ છે. સાસુ, નણંદ અને ધણી સાથે હંમેશા ઝઘડનાર વહુ, તેમજ જૂઠું બોલનાર અને દેવાળું કાઢનાર અપ્રામાણિક વ્યાપારી પણ ઘણી વાર કઠણ વ્રતનિયમ આચરે છે. નેકનીતિથી સાદું અને તદ્દન પ્રામાણિક જીવન ગાળનાર કોઈ કોઈ એવા Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ • જૈન ધર્મ અને દર્શન મળી આવે છે કે જેને ખાસ વ્રતનિયમોનું બંધન નથી હોતું. વ્રતનિયમ આચરનાર અને સરલ ઈમાનદાર જીવન ગાળનાર કોઈ કોઈ ઘણી વાર એવા તમને મળશે કે જેમનામાં વધારે વિચાર અને જ્ઞાનની જાગૃતિ ન હોય. આમ છતાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણનો યોગ એક વ્યક્તિના જીવનમાં શક્ય છે, અને જો એ યોગ હોય તો જીવનનો વધારે અને વધારે વિકાસ સંભવે છે; એટલું જ નહિ, પણ એવા યોગવાળા આત્માનો જ વધારે વ્યાપક પ્રભાવ બીજા ઉપર પડે છે, અથવા તો એમ કહો કે એવો જ માણસ બીજાઓને દોરી શકે છે; જેમ મહાત્માજી. આ જ કારણથી ભગવાને તપ અને પરીષહોમાં એ ત્રણ તત્ત્વો સમાવ્યાં છે. તેમણે જોયું કે મનુષ્યનો જીવનપંથ લાંબો છે, તેનું ધ્યેય અતિ દૂર છે, તે ધ્યેય જેટલું દૂર છે તેટલું જ સૂક્ષ્મ છે અને તે ધ્યેયે પહોંચતાં વચ્ચે મોટી મુસીબતો ઊભી થાય છે, એ માર્ગમાં અંદરના અને બહારના બંને દુશ્મનો હુમલો કરે છે, એનો પૂર્ણ વિજય એકલા વ્રતનિયમથી, એકલા ચારિત્રથી, કે એકલા જ્ઞાનથી શક્ય નથી. આ તત્ત્વ ભગવાને પોતાના જીવનમાં અનુભવ્યા બાદ જ એમણે તપ અને પરીષહોની એવી ગોઠવણ કરી કે તેમાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણેનો સમાવેશ થઈ જાય. એ સમાવેશ એમણે પોતાના જીવનમાં શક્ય કરી બતાવ્યો. મૂળમાં તો તપ અને પરીષહ એ ત્યાગી તેમજ ભિક્ષુજીવનમાંથી જ ઉત્પન્ન થયેલાં છે – જોકે એનો પ્રચાર અને પ્રભાવ તો એક અદના ગૃહસ્થ સુધી પણ પહોંચેલો છે. આર્યાવર્તના ત્યાગી જીવનનો ઉદ્દેશ આધ્યાત્મિક શાંતિ જ હતો. આધ્યાત્મિક શાંતિ એટલે ક્લેશોની અને વિકારોની શાંતિ. આર્ય ઋષિઓને મન ક્લેશોનો વિજય એ જ મહાન વિજય હતો. તેથી જ તો મહર્ષિ પતંજલિ તપનું પ્રયોજન બતાવતાં કહે છે કે ‘તપ જોશોને નબળાં પાડવા અને સમાધિના સંસ્કારો પુષ્ટ કરવા માટે છે. તપને પતંજલિ ક્રિયાયોગ કહે છે, કારણ કે એ તપમાં વ્રતનિયમોને જ ગણે છે, તેથી પતંજલિને ક્રિયાયોગથી જુદો જ્ઞાનયોગ સ્વીકારવો પડ્યો છે. પરંતુ જેન તપમાં તો ક્રિયાયોગ અને જ્ઞાનયોગ બંને આવી જાય છે, અને એ પણ સ્મરણમાં રાખવું જોઈએ કે બાહ્ય તપ, જે ક્રિયાયોગ જ છે, તે અત્યંતર તપ એટલે જ્ઞાનયોગની પુષ્ટિ માટે જ છે. ને એ જ્ઞાનયોગની પુષ્ટિ દ્વારા જ જીવનના અંતિમ સાધ્યમાં ઉપયોગી છે, સ્વતંત્રપણે નહિ. આ તો તપ અને પરીષહોના મૂળ ઉદ્દેશની વાત થઈ, પણ આપણે જોવું જોઈએ કે આટઆટલા તપ તપનાર અને પરીષહો સહનાર સમાજમાં હોવા છતાં આજ સુધીમાં સમાજે ક્લેશ-કંકાસ અને ઝઘડા-વિખવાદની શાંતિ કેટલી સાધી છે? તમે સમાજનો છેલ્લાં ફક્ત પચીસ જ વર્ષનો ઇતિહાસ લેશો તો તમને જણાશે કે એક બાજુ તપ કરવાની વિવિધ સગવડો સમાજમાં ઊભી થાય છે અને વધતી જાય છે અને બીજી બાજુ ક્લેશ, કંકાસ અને વિખવાદના કાંટા વધારે ને વધારે ફેલાતા જાય છે. આનું કારણ એ નથી કે આપણે ત્યાં તપ અને ઉદ્યાપનો વધ્યાં એટલે જ ક્લેશ કંકાસ વધ્યો, પણ Page #228 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરીષહ ૦ ૨૧૯ એનું કારણ એ છે કે આપણે તપનો ઉપયોગ કરવાની ચાવી જ ફેંકી દીધી અથવા હાથ ન કરી. તેથી તપની હજારો પૂજાઓ સતત ભણાવવા છતાં, તપનાં ઉદ્યાપનો ભપકાબંધ ચાલુ હોવા છતાં, તેના વરઘોડાનો દમામ હોવા છતાં, આપણે જ્યાં અને ત્યાં જ ઊભા છીએ; નથી એકે પગલું બીજા કોઈ સમાજ કે પડોશીથી આગળ વધ્યા, ઊલટું ઘણી બાબતમાં તો આપણે ચાવી વિનાના તપમાં શક્તિ નકામી ખર્ચી બીજા કરતાં પાછા પડતા જઈએ છીએ. જે વસ્તુ ચોથા મોક્ષપુરુષાર્થની સાધક હોય તે વ્યવહારમાં અનુપયોગી હોય તેમ બનતું જ નથી. જે નિયમો આધ્યાત્મિક જીવનના પોષક હોય છે, તે જ નિયમો વ્યાવહારિક જીવનને પણ પોષે છે. તપ અને પરીષહો જો ક્લેશની શાંતિ માટે હોય તો તેની એ પણ શરત હોવી જોઈએ કે તેના દ્વારા સમાજ અને રાષ્ટ્રનું હિત સધાય અને તેનું પોષણ થાય. કોઈપણ આધિભૌતિક કે દુન્યવી એવી મહાન વસ્તુ કે શોધ નથી કે જેની સિદ્ધિમાં તપ અને પરીષહોની જરૂરિયાત ન હોય. સિકંદર, સીઝર અને નેપોલિયનનો વિજય લો, અથવા વૈજ્ઞાનિકોની શોધ લો, અથવા બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખનાર અંગ્રેજોને લો, તો તમને દેખાશે કે એની પાછળેય એમની ઢબે તપ હતું અને પરીષહો પણ હતા. આપણે બધા તપ આચરીએ કે પરીષહો સહીએ તો તેનો કાંઈક તો ઉદ્દેશ હોવો જ જોઈએ. કાં તો તેનાથી આધ્યાત્મિક શાંતિ સધાય અને કાં તો આધિભૌતિક વિભૂતિ સધાય. આ બેમાંથી એકે ન સધાય તો આપણને મળેલ તપ અને પરીષહોનો વારસો વિકસિત થવા છતાં તે કેટલો વધારે કીમતી થાય છે એનો વિચાર તમે જ કરો ! પરિણામ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે તપ અને પરીષહો મારફત આપણા સમાજે પ્રમાણમાં બીજા કરતાં આધ્યાત્મિક શાંતિ એટલે ક્લેશોની શાંતિ કેટલી વધારે સાધી છે, અથવા એ વારસા દ્વારા એણે આધિભૌતિક મહત્તા કેટલી વધારે પ્રાપ્ત કરી છે. જો આપણને એવું અભિમાન હોય કે જૈનો જેવું તપ કોઈ કરતા નથી, કરી શકતા નથી અને જૈન ભિક્ષુ જેટલા ઉગ્ર પરીષહો બીજા કોઈ સહી શકતા નથી તો આપણે એનું વધારેમાં વધારે પરિણામ બતાવવા તૈયાર રહેવું જોઈએ. દુનિયામાંથી કોઈ આવી આપણને પૂછે કે ભલા ! તમે તપ અને પરીષહોની બાબતમાં બીજા કરતાં પોતાને વધારે માનો છો, તો પછી તમારો સમાજ પણ એનું પરિણામ મેળવવામાં વધારે ચડિયાતો હોવો જોઈએ. તેથી તમે બતાવો કે તમારા સમાજે તપ અને પરીષહ દ્વારા કયું પરિણામ મેળવી બીજા સમાજો કરતાં ચડિયાતાપણું મેળવ્યું છે ? શું તમે ક્લેશશાંતિમાં બીજા કરતાં ચડો છો ? કે શું જ્ઞાનની બાબતમાં બીજા કરતાં ચડો છો ? કે શું શોધખોળ કે ચિંતનમાં બીજા કરતાં ચડો છો ? શું તમે પરાક્રમી શીખ સૈનિકો જેવી સહનશીલતામાં બીજા કરતાં ચડો છો ? આ પ્રશ્નોનો ઉત્તર આપણે હકારમાં પ્રામાણિકપણે ન આપી શકીએ (અને અત્યારનું સામાજિક પરિણામ એવો ઉત્તર આપવા ના પાડે છે), તો પછી ? Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ૨૦ જૈન ધર્મ અને દર્શન આપણે એક વાર ગમે તેવા કીમતી નીવડેલા અને વસ્તુતઃ કીમતી નીવડી શકે તેવા તપ અને પરીષહોના વારસાનું મિથ્યાભિમાન કરવું છોડી દેવું જોઈએ. તપ અને પરીષહના ખાસ પ્રતિનિધિ મનાતા ગુરુઓ જ આજે મોટે- ભાગે આપણા કરતાં વધારે ગૂંચમાં છે, મોટા ક્લેશમાં છે, ભારે અથડામણીના જોખમમાં છે. સાથે સાથે સમાજનો મોટોભાગ પણ એ વાવાઝોડામાં સપડાયેલો છે. ક્યાં એ સુંદર વારસાનાં સુંદરતમ આધ્યાત્મિક પરિણામો અને ક્યાં એ કીમતી વારસાનો વ્યર્થ અને નાશકારક રીતે વ્યય ! જો જૈન સમાજના એ મુખ્ય પ્રતિનિધિઓએ આધ્યાત્મિક વિજય સાધી આપણા સમાજને જીવિત શાંતિ અર્પી હોત, અથવા હજી પણ અર્પતા હોત તો, વ્યાવહારિક ભૂમિકામાં ગમે તેટલું પછાતપણું હોવા છતાં, આપણે ઊંચું માથું કરી એમ કહી શકત કે અમે આટલું તો કર્યું છે. પણ એક બાજુ આધ્યાત્મિક શાંતિમાં જગત આપણું દેવાળું જુએ છે અને બીજી બાજુ આપણી સામાજિક અને રાષ્ટ્રીય નબળાઈઓ તો આપણે પોતાને મોઢે જ કબૂલ કરીએ છીએ; એટલે એકંદર રીતે એમ બન્યું છે કે આપણે તપ અને પરીષહોમાંથી પરિણામ મેળવવાની કૂંચી જ હાથ નથી કરી. તેથી આજે વિચાર ઉપસ્થિત થાય છે કે હવે શું એ વારસો, જે હજારો વર્ષો થયાં મળ્યો છે અને જે કીમતી લેખાય છે તે, ફેંકી દેવો ? અગર તો તે મારફત શું કરવું ? તેનાથી પરિણામ સાધવાની શી કૂંચી છે ? આ પ્રશ્નોના જવાબમાં જ પ્રસ્તુત ચર્ચા પૂરી થઈ જાય છે. સમયે સમયે નવાં નવાં બળો પ્રગટે છે અને ક્ષેત્રો ખુલ્લાં થાય છે. એક જ વસ્તુનો ભિન્ન ભિન્ન સમયમાં અને ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં જુદો ઉપયોગ થઈ શકે છે. આજે ભારતવર્ષને સાચા તપ અને પરીષહની જરૂર ઊભી થઈ છે. આપણો સમાજ તપ અને પરીષહોથી ટેવાયેલો છે. જો એમની આધ્યાત્મિક આંખ એનાથી ન ઊઘડતી હોય તો પછી એનાથી વ્યાવહારિક આંખ તો ઊઘડવી જ જોઈએ ! અને તપ કે પરીષહો દ્વારા કોઈપણ વ્યાવહારિક પરિણામ લાવવું હોય ત્યારે, જો દૃષ્ટિ હોય તો, તેનાથી આધ્યાત્મિક પરિણામ તો આવે જ છે. ભગવાનનું તપ દ્વિમુખી છે. જો એને આચરનારમાં જીવનની કળા હોય તો તે મોટામાં મોટું વ્યાવહારિક પરિણામ આણવા ઉપરાંત આધ્યાત્મિક પરિણામ પણ આણે જ છે. આની સાબિતી માટે ગાંધીજી બસ છે. એમના તપે અને પરીષહોએ રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં કેવાં કેવાં પરિણામ આણ્યાં છે ! કેવી કેવી ચિરસ્થાયી ક્રાંતિઓ જન્માવી છે અને લોકમાનસમાં કેટલો પલટો આણ્યો છે ! તેમ છતાં તેમણે પોતાના આધ્યાત્મિક જીવનમાંથી કશું જ ગુમાવ્યું નથી; ઊલટું એમણે એ તપ અને પરીષહોની મદદથી જ પોતાનું આધ્યાત્મિક જીવન પણ ઉન્નત બનાવ્યું છે. એક જણ તપ અને પરીષહોથી આધ્યાત્મિક તેમજ આધિભૌતિક બંને પ્રકારનાં પરિણામો Page #230 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરીષહ : ૨૨૧ સાધ અને બીજાઓ એ વડે બેમાંથી કશું જ ન સાધે ત્યારે એમાં ખામી તપ-પરીષહની કે એના આચરનારની ? ઉત્તર એ જ છે કે ખામી એના આચરનારની. આપણે આપણા એ વારસાનો ઉપયોગ રાષ્ટ્રના અભ્યદય અર્થે કાં ન કરીએ? રાષ્ટ્રના અભ્યદય સાથે આપણે આધ્યાત્મિક શાંતિ મેળવવી હોય તો વચ્ચે કોણ આડું આવે છે? પણ ન નાચનારીને આંગણું વાંકું – એ ન્યાયે આપણાં આળસી અંગો આપણી પાસે એમ કહેવરાવે છે કે અમે દેશકાર્યમાં શી રીતે પડીએ? રાષ્ટ્રપ્રવૃત્તિ એ તો ભોગભૂમિકા છે અને અમે તો આધ્યાત્મિક કલ્યાણ સાધવા માગીએ છીએ. ભોગભૂમિકામાં પડીએ તો એ શી રીતે સધાય? ખરેખર, આ કથનની પાછળ પુષ્કળ અજ્ઞાન રહેલું છે. જેનું મન સ્થિર હોય, જેને કરી છૂટવું હોય એને માટે રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને આધ્યાત્મિક કલ્યાણ વચ્ચે કશો જ વિરોધ નથી. જેમ શરીર ધારણ કરવા છતાં એનાથી આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે તેમ ઇચ્છા અને આવડત હોય તો રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરવા છતાં આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે, અને જો ઇચ્છા અને આવડત ન હોય તો આધ્યાત્મિક કલ્યાણને નામે તપ તપવા છતાં તેનું પરિણામ ઊલટું જ આવે - જેવું આજે દેખાય છે. બાવીસ પરીષહોમાં ભૂખ-તૃષા, ટાઢ-તડકો, જીવ-જંતુ, માન-અપમાન વગેરેનાં સંકટો મુખ્ય છે. એ સંકટોથી પોતાને વધારેમાં વધારે ટેવાયેલ માનનાર એક મોટો શ્રમણવર્ગ દેશને સદૂભાગ્યે મોજૂદ છે. સરકાર અને સમાજના અન્યાય સામે થનાર અહિંસક અને સત્યપ્રિય યોદ્ધાઓમાં એ જ ગુણોની વધારે અપેક્ષા રહે છે. આ ગુણો જૈનવર્ગને વારસાગત જેવા છે. એટલે જ્યારે દેશને અન્યાયના વિજય માટે સૈનિકોની જરૂર હોય ત્યારે તે ધર્મયુદ્ધમાં એ પરીષહસહિષ્ણુઓ જ મોખરે હોવા જોઈએ. એમ તો કોઈ નહિ કહે કે દેશની સ્વતંત્રતા તેમને નથી જોઈતી કે નથી ગમતી, અગર તો એ સ્વતંત્રતા મળ્યા પછી તેઓ પરદેશમાં ચાલ્યા જશે. વળી એમ પણ કોઈ નહિ કહી શકે કે આવી શાંત સ્વતંત્રતા વધારેમાં વધારે સહન કર્યા વિના મળી શકે. જો આમ છે તો આપણી ફરજ સ્પષ્ટ છે કે આપણે – ખાસ કરી તપ અને પરીષહ સહવાની શક્તિ ધરાવનારા – દેશકાર્યમાં વધારે ભોગ આપીએ. લડાઈ મારવાની નહિ પણ જાતે ખમવાની છે. જેલો હોય કે બીજું સ્થળ હોય, આજનું યુદ્ધ બધે જ સહન કરવા માટે છે. જે સહન કરવામાં એક્કો અને તપ તપવામાં મજબૂત તે જ આજનો ખરો સેવક. બહેન હો કે ભાઈ હો, જે ખમી ન જાણે તે આજ ફાળો આપી ન શકે. જૈન ત્યાગીવર્ગ અને ગૃહસ્થવર્ગ બીજાને મારવામાં નહિ, પણ જાતે સહન કરવામાં પોતાને ચડિયાતો માને છે અને બીજા પાસે મનાવે છે. એટલે તેની આજના યુદ્ધ પરત્વે તેમાં ઝુકાવવાની બેવડી ફરજ ઊભી થાય છે. કોઈ સાચો આચાર્ય કે સામાન્ય મુનિ કલાલને અને પીનારને સમજાવતાં – શાંતિ અને પ્રેમથી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨૦ જૈન ધર્મ અને દર્શન સમજાવતાં – જેલમાં જશે તો ત્યાં તે જેલ મટી એને માટે અને બીજાને માટે તપોભૂમિ બનશે. લૂખુંપાખું ખાવા મળશે, જાડાંપાતળાં કપડાં મળશે તો એ એને અઘરું નહિ પડે, કારણ કે જે ટેવ વલ્લભભાઈ જેવાને કે નેહરુ જેવાને પાડવી પડે છે તે ટેવ જૈન ગુરુને તો સ્વતઃસિદ્ધ છે. વળી જ્યારે ઘરથી નીકળ્યો ત્યારે જ કપડાંનો પરીષહ તેણે સ્વીકાર્યો છે. હવે જો ખાદી પહેરવી પડે તો એમાં એણે ધારેલું જ થયું છે, વધારે કશું જ નહિ. વધારે તો ત્યારે થયું કહેવાય કે જો એ ખાદીની અછતને લીધે તદ્દન નગ્ન રહે અથવા લંગોટભેર રહી ટાઢ, તડકો અને જીવજંતુનો ઉપદ્રવ સહન કરે. પણ આ ધાર્મિક દેશની એટલી અપાર ભક્તિ છે કે તે જાતે નગ્ન રહીને પણ પોતાના ગુરુઓનાં અંગ ઢાંગશે ! ખરી વાત એ છે કે આધ્યાત્મિક અને આધિભૌતિક બંને પ્રકારનો અભ્યુદય સાધી શકાય એવી આ અલૌકિક લડાઈ છે અને એમાં તપ તપતાં જૈન ભાઈ અને બહેનોને અને ગુરુવર્ગને જેટલો અવકાશ છે, જેટલી સફળતાની વકી છે, તેટલી બીજા કોઈને નથી. માત્ર રાજ્ય મેળવવામાં નહિ, પણ તેને ચલાવવા સુધ્ધાંમાં પરીષહો સહન કરવા પડે છે. સાચું હોય કે ખોટું એ તેઓ જાણે કે ઈશ્વર જાણે, પણ અંગ્રેજો દલીલ કરે છે કે હિન્દુસ્તાન જેવા ગરમ દેશમાં જઈ રહેવામાં અને ત્યાં જીવન ગાળવામાં અમારે જે મુશ્કેલી છે, જે ખમવું પડે છે, તે હિંદુસ્તાનીઓ ન જાણી શકે. આમ છતાં અમે હિંદુસ્તાનના ભલા ખાતર એ બધું સહન કરીએ છીએ !' એમની આ ફરિયાદને સાચી માની એમનાં બધાં જ સંકટો આપણા દેશના બધા સંપ્રદાયના તપસ્વીઓએ માથે લઈ લેવાં જોઈએ. જે બાવાઓ પંચાગ્નિ તપના ભારે અભ્યાસી છે એમને હિંદુસ્તાનની રક્ષા માટે ઉઘાડે પગે સિંધના રણમાં કે મારવાડના વેરાન પ્રદેશમાં ઊભું રહેવું અને કૂચ કરતાં ચાલવું ભારે નહિ પડે. જે નાગડા બાવાઓ ભભૂતિ લપેટી ભર શિયાળામાં સ્મશાનમાં પડ્યા રહે છે તેમને દેશરક્ષા માટે અફઘાનિસ્તાનની સરહદ ઉપર કડકડતી ટાઢમાં રહેવું ભારે નહિ પડે. જેઓ અણીદાર ખીલાવાળા પાટિયા ઉપર સૂવાના અભ્યાસી છે, તેમને દુશ્મનની બંદૂકોની સંગીનો નહિ ખૂંચે. પગપાળા ચાલવાના અને લૂખુંસૂકું ખાવાના તેમજ એક વાર જેવુંતેવું ખાઈ ચલાવી લેવાના અને દિવસોના દિવસો સુધી ઉપવાસ અને આયંબિલ કરવાના અભ્યાસી છે, તેમને કાંઈ પણ મુશ્કેલી આવવાની નથી. એટલે અંગ્રેજ સોલ્જરોને કે વાઇસરૉય સાહેબ સુધીના અમલદારોને આપણે આપણા માટે શા સારુ આપણા દેશમાં મુસીબત સહન કરવા દેવી જોઈએ ? ભલે તેઓ ઇંગ્લેંડમાં જઈ શાન્તિ ભોગવે. ખાસ કરી આપણા બધા જ સમાજોમાં સ્ત્રી અને પુરુષોમાં તપ કરવાનું અને ખમી ખાવાનું અસાધારણ બળ પડ્યું હોય ત્યારે આપણે આપણા માટે પરદેશના લોકોને શા માટે હેરાન કરવા જોઈએ ? Page #232 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરીષહ • ૨૨૩ એટલે આજે સ્વરાજ મેળવવામાં કહો કે તેને સાચવવામાં કહો, જેટલા બળની દરકાર છે તે બધું જ આપણી પાસે છે. ફક્ત ખામી હોય તો એટલી જ છે કે તેનો ઉપયોગ કોઈ નિશ્ચિત ઉદ્દેશમાં વ્યવસ્થિત રીતે થતો નથી. ફક્ત આપણા દેશની સ્ત્રીઓમાં જ જે તપ કરવાનું અને આફતો સહન કરવાનું બળ છે અને જેટલું બળ આજકાલ તેઓ તેમાં વાપરે છે, તે બહેનો ધારે તો એટલા જ બળના વ્યવસ્થિત અને વિચારપૂર્વકના ઉપયોગથી; પુરુષોની જરા પણ મદદ સિવાય, સ્વરાજ મેળવી શકે, કારણ કે આજની રાષ્ટ્રીય પ્રવૃત્તિની સફળતા માત્ર તપસ્યા અને સહનશીલતા ઉપર જ અવલંબેલી છે – જે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં છે. એટલે આજે આપણા હજારો વર્ષના વારસાનો સુંદરતમ ઉપયોગ કરવાની તક પ્રાપ્ત થઈ છે; એનો ઉપયોગ કરવો અને એ દિશામાં વિચાર કરવો એમાં જ આપણા આ પર્યુષણની આંશિક સફળતા છે. કોઈ એમ ન ધારે કે અત્યારે આ જે મોજું ચાલી રહ્યું છે, તેનો લાભ લઈ બોલનારાઓ તપ અને પરીષહ જેવી આધ્યાત્મિક કીમતી વસ્તુઓને વેડફી નાખવા માગે છે. ખાતરીથી માનજો કે અહીં એ વાત જ નથી. અહીં તો ઉદ્દેશ એટલો છે કે જે બળ આપણામાં છે, અસ્તવ્યસ્ત થયેલું છે અને જેનો અત્યારે આધ્યાત્મિક કે આધિભૌતિક ક્ષેત્રમાં કશો જ ઉપયોગ નથી થતો, તે બળને ચાલુ પ્રવૃત્તિમાં લગાડી તેની વધારે કિંમત સિદ્ધ કરવી જો એમ થાય તો દુનિયાની દૃષ્ટિમાં જૈન તપ અને પરીષહોનું કેટલું મહત્ત્વ વધે ! ફક્ત મહાત્માજીએ પોતાના આચરણ દ્વારા ઉપવાસનું કેટલું મહત્ત્વ વધારે મૂક્યું છે ! આજે એમના ઉપવાસની અનેક દૃષ્ટિએ કિંમત છે, કારણ કે એમના ઉપવાસની પાછળ ચારિત્ર અને જ્ઞાન એ બંને આત્યંતર તપ રહેલાં છે. તો પછી આપણા સમાજમાં ઉપવાસ અને બીજાં તેવાં અનેક તપો ચાલે છે તે બધાની સાથે ચારિત્ર અને જ્ઞાનનો સંયોગ કરી એનો લોકગમ્ય ઉપયોગ કરીએ તો શું એ તપની કિંમત ઘટવાની કે વધવાની ? એટલે તપનું ખરું ઉજમણું દેખાવ અને ભપકાઓમાં નથી. ગાંધીજીએ પોતાના સાત, ચૌદ કે એકવીસ ઉપવાસનું એક પાઈ ખરચીને પણ ઉજમણું નથી કર્યું અને છતાં એમના ઉપવાસોએ મોટામોટા દૂતોને આકર્ષ્યા કારણ છે? કારણ એ કે એ ઉપવાસની પાછળ લોકકલ્યાણની અને ચિત્તશાંતિની શુદ્ધ દૃષ્ટિ હતી. આજે આપણે આશા રાખી કે આપણા તપસ્વીવર્ગમાં અને પરીષહો ખમનાર, માથામાંથી વાળ ખેંચી કાઢવા જેવી સખત મુશ્કેલી સહનાર, ઉઘાડે પગે ચાલનાર અને ઉઘાડે માથે ફરનાર ત્યાગી વર્ગમાં એ શક્તિ તેમજ ભાવના ઊતરો ! - પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૦ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૯. અહિંસા અને અમારિ માનવપ્રકૃતિમાં હિંસા અને અહિંસાનાં બંને તત્ત્વો સમાયેલાં છે. હિંદુસ્તાનમાં તેના મૂળ વતનીઓની અને પાછળથી તેમના વિજેતા તરીકે જાણીતા આર્યોની જાહોજલાલી વખતે અનેક જાતનાં બલિદાનો તેમજ યજ્ઞયાગની ભારે પ્રથા હતી અને એમાં માત્ર પશુઓ કે પંખીઓ જ નહિ, પણ મનુષ્ય સુધ્ધાંની બલિ અપાતી. ધાર્મિક ગણાતો હિંસાનો આ પ્રકાર એટલી હદ સુધી વ્યાપેલો હતો કે તેના પ્રત્યાઘાતથી બીજી બાજુએ હિંસાનો વિરોધ શરૂ થયો હતો અને અહિંસાની ભાવનાવાળા પંથો ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પણ સ્થપાઈ ગયા હતા. એમ છતાં અહિંસા તત્ત્વના અનન્ય પોષક તરીકે અને અહિંસાની આજની ચાલ ગંગોત્રી તરીકે તો જે બે મહાન ઐતિહાસિક પુરુષો આપણી સામે છે તે ભગવાન મહાવીર અને બુદ્ધ જ છે. એમના સમયમાં અને એમના પછી હિંદુસ્તાનમાં અહિંસાને જે પોષણ મળ્યું છે, તેનો જેટજેટલી રીતે અને જેટજેટલી દિશામાં પ્રચાર થયો છે તેમજ અહિંસાતત્વ પરત્વે જે શાસ્ત્રીય અને સૂક્ષ્મ વિચારો થયા છે એની જોડ હિંદુસ્તાનની બહારના કોઈપણ દેશના ઇતિહાસમાં મળી શકે તેમ નથી. દુનિયાના બીજા દેશો અને બીજી જાતિઓ ઉપર અસાધારણ પ્રભાવ પાડનાર, તેમને જીતનાર અને કાયમને માટે તેમનાં મન હરી લેનાર કોઈ તત્ત્વ હિંદુસ્તાનમાં ઉદ્દભવ્યું હોય તો તે હજારો વર્ષથી આજ સુધી સળંગ ઓછેવત્તે અંશે ચાલ્યું આવેલું અને વિકાસ પામેલું અહિંસાતત્ત્વ જ છે. આજ પણ ગુલામીપ્રસ્ત હિંદુસ્તાનનું તેજ જો કોઈ હોય તો તે માત્ર અહિંસા જ છે. અહિંસાના પ્રચારક જૈન અને બૌદ્ધ સંઘો વ્યવસ્થિત સ્થપાયા પછી તેનું પ્રચારકાર્ય ચોમેર ખૂબ જોસભેર ચાલવા લાગ્યું. એના પુરાવાઓ આજે પણ જીવતા છે. મહાન સમ્રાટ અશોકની ધર્મલિપિઓમાં જે ફરમાનો છે તે આપણને સ્પષ્ટ જણાવે છે કે અશોકે ઉત્સવો અને સમારંભોમાં હિંસા ન કરવાની આજ્ઞા કરી હતી અથવા એક રીતે લોકો પાસે એમ ન કરવાની પોતાની ઇચ્છા તેણે દર્શાવી હતી. જાતે હિંસામુક્ત થઈ, ફકીરી ધારણ કરી રાજદંડ ધારણ કરનાર અશોકની ધર્મ–આજ્ઞાઓનો પ્રભાવ દરેક પંથના લોકો ઉપર કેટલો પડ્યો હશે એની કલ્પના કરવી કઠણ નથી. રાજકીય ફરમાનો દ્વારા અહિંસાના પ્રચારનો આ માર્ગ અશોકથી અટક્યો નથી. તેના પૌત્ર જાણીતા જૈન સંપ્રતિ Page #234 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ ૦ ૨૨૫ રાજાએ એ માર્ગનું ભારે અનુસરણ કર્યું હતું અને પોતાના પિતામહની અહિંસાની ભાવનાને એણે પોતાની ઢબે અને પોતાની રીતે બહુ જ પોષી હતી. રાજાઓ, રાજકુટુંબો અને મોટા મોટા અધિકારીઓ અહિંસાના પ્રચાર ત૨ફ ઝૂકેલા હોય તે ઉપરથી બે વાત જાણવી સહેલ છે : એક તો એ કે અહિંસાપ્રચારક સંઘોએ પોતાના કાર્યમાં કેટલી હદ સુધી પ્રગતિ કરી હતી કે જેની અસર મહાન સમ્રાટો સુધી થઈ હતી; અને બીજી વાત એ કે લોકોને અહિંસાતત્ત્વ કેટલું રુચ્યું હતું અથવા તેમનામાં દાખલ થયું હતું કે જેને લીધે તેઓ આવા અહિંસાની ઘોષણા કરનારા રાજાઓને માન આપતા. કલિંગરાજ આર્હત સમ્રાટ ખારવેલે પણ એ માટે ખૂબ કર્યું હોય તેમ તેની કારકિર્દી ઉ૫૨થી લાગે છે. વચ્ચે વચ્ચે બલિદાનવાળા યજ્ઞના યુગો માનવપ્રકૃતિમાંથી ઉદયમાં આવતા ગયા એમ ઇતિહાસ સ્પષ્ટ કહે છે, છતાં એકંદર રીતે જોતાં હિંદુસ્તાન અને તેની બહાર એ બંને અહિંસાપ્રચારક સંઘોના કાર્યે જ વધારે સફળતા મેળવી છે. દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનના મધ્યકાલીન જૈન અને બૌદ્ધ રાજાઓ તેમજ રાજકુટુંબો અને અમલદારોનું પહેલું કાર્ય અહિંસાના પ્રચારનું જ રહ્યું હોય તેમ માનવાને ઘણાં કારણો છે. પશ્ચિમ હિંદુસ્તાનના પ્રભાવશાળી રાજ્યકર્તા પરમ આર્હત કુમારપાળની અહિંસા તો એટલી બધી જાણીતી છે કે ઘણાને આજે તે અતિશયતાવાળી લાગે છે. મોગલસમ્રાટ અકબરનું મન હરણ કરનાર ત્યાગી જૈન ભિક્ષુ હીરવિજયસૂરિના અને ત્યાર પછીના તેમના અનુગામી શિષ્યોના બાદશાહો પાસેથી અહિંસા પરત્વે મેળવેલાં ફરમાનો હમેશને માટે ઇતિહાસમાં અમર રહે તેવાં છે. આ ઉપરાંત ઠાકરડાઓ, જમીનદારો, લાગવગવાળા અમલદારો અને ગામના આગેવાન પટેલો તરફથી પણ હિંસા ન કરવાનાં મળેલાં વચનો જો આપણે મેળવી શકીએ અને મળી આવે તો આ દેશમાં અહિંસાપ્રચારક સંઘે અહિંસાનું વાતાવરણ ઊભું કરવા કેટલો પુરુષાર્થ કર્યો છે એની કાંઈક કલ્પના આવે. અહિંસાપ્રચારના એક સચોટ પુરાવા તરીકે આપણે ત્યાં પાંજરાપોળની સંસ્થા ચાલી આવે છે. આ પરંપરા કયારથી અને કોની દ્વારા અસ્તિત્વમાં આવી એ ચોક્કસ કહેવું કઠણ છે, છતાં ગુજરાતમાં એનો પ્રચાર અને એની પ્રતિષ્ઠા જોતાં એમ માનવાનું મન થઈ જાય છે કે પાંજરાપોળની સંસ્થાને વ્યાપક કરવામાં કદાચ કુમારપાળનો અને તેના ધર્મગુરુ આચાર્ય હેમચંદ્રનો મુખ્ય હાથ હોય. આખાયે કચ્છ, કાઠિયાવાડ અને ગૂજરાતનું તેમજ રજપુતાનાના અમુક ભાગનું કોઈ એવું જાણીતું શહેર કે સારી આબાદીવાળો કસબો નહિ મળે કે જ્યાં પાંજરાપોળ ન હોય. ઘણે સ્થળે તો નાનાં ગામડાંઓમાં પણ પ્રાથમિક નિશાળોપ્રાઇમરી સ્કૂલ)ની પેઠે પાંજરાપોળની શાખાઓ છે. આ બધી પાંજરાપોળો મુખ્યપણે પશુઓને અને અંશતઃ પંખીઓને પણ બચાવવાનું અને તેમની સારસંભાળ રાખવાનું કામ કરે છે. આપણી પાસે અત્યારે ચોક્કસ આંકડા નથી, પણ મારી સ્થૂળ અટકળ એવી છે કે દર વર્ષે એ પાંજરાપોળો પાછળ જૈનો પચાસ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬૦ જૈન ધર્મ અને દર્શન લાખથી ઓછો ખર્ચ નથી કરતા, અને એ પાંજરાપોળોના આશ્રયમાં કાંઈ નહિ તો નાનામોટા લાખેક જીવો સારસંભાળ પામતા હશે. ગુજરાત બહારના ભાગમાં જ્યાં જ્યાં ગોશાળાઓ ચાલે છે ત્યાં બધે મુખ્ય ભાગે ફક્ત ગાયોની જ રક્ષા કરવામાં આવે છે. ગોશાળાઓ પણ દેશમાં પુષ્કળ છે અને તેમાં હજારો ગાયો રક્ષણ પામે છે. પાંજરાપોળની સંસ્થા હો કે ગોશાળાની સંસ્થા હો, પણ એ બધી પશુરક્ષણની પ્રવૃત્તિ અહિંસાપ્રચારક સંઘના પુરુષાર્થને જ આભારી છે એમ કોઈપણ વિચારક કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. આ ઉપરાંત કીડિયારાની પ્રથા, જળચરોને આટાની ગોળીઓ ખવડાવવાની પ્રથા, શિકારો અને દેવીના ભોગો બંધ કરાવવાની પ્રથા એ બધું અહિંસાની ભાવનાનું જ પરિણામ છે. અત્યાર સુધી આપણે પશુ, પંખી અને બીજાં જીવજંતુઓ વિશે જ વિચાર કર્યો છે. હવે આપણે મનુષ્યજાતિ તરફ પણ વળીએ. દેશમાં દાનપ્રથા એટલી ધોધબંધ ચાલતી કે તેમાં કોઈ માણસ ભૂખે રહેવા ભાગ્યે જ પામતું. પ્રચંડ અને વ્યાપક લાંબા દુષ્કાળોમાં જગડુશા જેવા સખી ગૃહસ્થોએ પોતાના અન્નભંડારો અને ખજાનાઓ ખુલ્લા મૂક્યાના વિશ્વસ્ત પુરાવાઓ છે. જે દેશમાં પશુપંખી અને બીજી ક્ષુદ્ર જીવો માટે કરોડો રૂપિયા ખર્ચાતા હોય તે દેશમાં માણસજાત માટે લાગણી ઓછી હોય અગર તો તે માટે કાંઈ ન થયું હોય એમ કલ્પવું એ વિચારશક્તિની બહારની વાત છે. આપણા દેશનું આતિથ્ય જાણીતું છે અને આતિથ્ય એ માનવજાતને લક્ષીને જ છે. દેશમાં લાખો ત્યાગી અને ફકીરો થઈ ગયા અને આજેય છે. તે એક આતિથ્ય કે મનુષ્ય તરફની લોકોની વૃત્તિનો પુરાવો છે. અપંગો, અનાથો અને બીમારો માટે બને તેટલું વધારેમાં વધારે કરી ફીટવાનું બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેનાં શાસ્ત્રોમાં ફરમાન છે, જે તત્કાલીન લોકરુચિનો પડઘો છે. મનુષ્યજાતિની સેવાની દિવસે દિવસે વધતી જતી જરૂરિયાતને લીધે, અને પડોશીધર્મની અગત્ય સર્વથી પ્રથમ હોવાને લીધે, ઘણીવાર ઘણા ભાઈઓ આવેશ અને ઉતાવળમાં અહિંસાના પ્રેમી લોકોને એમ કહી દે છે કે એમની અહિંસા કીડીમકોડી અને બહુ તો પશુપંખી સુધી વ્યાપેલી છે, માનવજાતને અને દેશભાઈઓને તે બહુ ઓછી સ્પર્શે છે; પણ આ વિધાન બરાબર નથી એની સાબિતી માટે નીચેની હકીકત બસ ગણાવી જોઈએ ઃ (૧) જૂના અને મધ્યકાળને બાજુએ મૂકી માત્ર છેલ્લાં સો વર્ષના નાનામોટા અને ભયંકર દુષ્કાળો તેમજ બીજી કુદરતી આફતો લઈ તે વખતનો ઇતિહાસ તપાસીએ કે તેમાં અત્રકષ્ટથી પીડાતા માનવો માટે કેટકેટલું અહિંસાપોષક સંઘ તરફથી ક૨વામાં આવ્યું છે ! કેટલા પૈસા ખરચવામાં આવ્યાં છે ! કેટલું અન્ન વહેંચવામાં આવ્યું છે ! દવાદારૂ અને કપડાં માટે પણ કેટલું કરવામાં આવ્યું છે ! દા. ત., છપ્પનિયો દુષ્કાળ લો કે જેની વિગતો મળવી શક્ય છે. (૨) દુષ્કાળો અને બીજી કુદરતી આફતો ન હોય તેવે વખતે પણ નાના ગામડા સુધ્ધાંમાં જો કોઈ ભૂખે મરતું જાણમાં આવે તો તેને Page #236 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ - ૨૨૭ માટે મહાજન કે કોઈ એકાદ ગૃહસ્થ કઈ અને કેવી રીતે મદદ પહોંચાડે છે એની વિગત જાણવી. (૩) અર્ધા કરોડ જેટલો ફકીર, બાવા અને સાધુસંતોનો વર્ગ મોટેભાગે જાતમહેનત વિના જ બીજા સાધારણ મહેનતુ વર્ગ જેટલા જ સુખ અને આરામથી હંમેશાં નભતો આવ્યો છે અને નભે જાય છે તે. આટલો સાચો બનાવ છતાં ઉ૫૨ દર્શાવેલ આક્ષેપની પાછળ બે સત્યો સમાયેલાં છે જે બહુ કીમતી છે અને જેના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર ઊભી થઈ છે : (૧) પહેલું તો એ કે આપણી માનવજાતિ તરફની અહિંસા કે દયા વ્યવસ્થિત કે સંગઠિત નથી; એટલે મોટે ભાગે જ્યાં, જેવી રીતે અને જેટલા પ્રમાણમાં માનવભાઈઓ માટે ખર્ચ કરવાની જરૂ૨ હોય ત્યાં, તેવી રીતે અને તેટલા પ્રમાણમાં સંગીન ખર્ચ કરવામાં સાવધાની કે ચોકસાઈ રખાતી નથી; તેમજ ઘણી વાર માનવભાઈઓ પાછળ એવો અને એટલો બધો ખર્ચ થાય છે કે ઊલટો એ ખર્ચ તેમની સેવાને બદલે તેમની હિંસામાં જ ઉમે૨ાનું કા૨ણ થઈ જાય છે. (૨) અને બીજું સત્ય એ છે કે પ્રાચીન અને મધ્યકાળમાં કદી ઊભી નહિ થયેલી એવી જીવનનિર્વાહની અને ઉદ્યોગની મુશ્કેલ પરિસ્થિતિ આજે ઊભી થઈ છે કે જેમાં સૌથી પહેલાં અને વધારેમાં વધારે મનુષ્યજાતિ તરફ જ લક્ષ અપાવું જોઈએ. ખાસ કરીને જ્યારે પરધર્મી અને પરદેશના ભાઈઓ આપણા દેશમાં આપણા ભાઈઓ માટે શુદ્ધ અહિંસાની નિષ્ઠાથી કે રાજકીય દૃષ્ટિથી સેવા ક૨ના૨ી વિવિધ સંસ્થાઓ ચલાવી રહ્યા હોય અને આપણા દેશવાસીઓ જીવનનિર્વાહ તેમજ બીજી સગવડસર આપણા દેશ તરફથી ઉદાસીન થઈ પરદેશી લોકો ત૨ફ ઢળી જતા હોય, ત્યારે તો દેશની અખંડતા ખાતર અને મુકાબલામાં ટકી રહેવા ખાતર પણ માનવસેવા તરફ સૌથી પહેલું અને સૌથી વધારે વ્યવસ્થિત ધ્યાન આપવાની જરૂર ઊભી થાય એ સ્વાભાવિક છે. આ બે સત્યો ઉપર જ આજની આપણી અહિંસા અને અમારનું વ્યાવહારિક સ્વરૂપ નક્કી કરી શકાય તેમ છે. જીવનની તૃષ્ણા હોવી એટલે કે ચલાવી શકાય તે કરતાં વધારે જરૂરિયાતો ઊભી કરી તે પૂરી પાડવા ખાતર, બિલકુલ બદલો આપવાની વૃત્તિ રાખ્યા સિવાય અગર તો ઓછામાં ઓછો બદલો આપીને, બીજાઓની સેવા લેવી તે હિંસા. આ વ્યાખ્યા સામાજિક હિસાની છે. તાત્ત્વિક હિંસા તો એથી પણ વધારે સૂક્ષ્મ છે. એમાં કોઈપણ જાતના થોડામાં થોડા વિકારનો પણ સમાસ થઈ જાય છે. તાત્ત્વિક અહિંસામાં માત્ર સહન અને સહન જ અગર તો ત્યાગ અને ત્યાગ જ કરવાપણું છે, પરંતુ અહીં સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ અહિંસાનો વિચાર કરવાનો હોવાથી અને તેવી જ અહિંસાની વધારે શક્યતા તેમજ વધારે ઉપયોગિતા હોવાથી આ સ્થળે તે જ અહિંસાનો વિચાર પ્રસ્તુત છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ • જૈન ધર્મ અને દર્શન અહિંસા કે અમારિનાં બે રૂપો છે: (૧) નિષેધાત્મક (નકાર); (૨) તેમાંથી જ ફલિત થતું ભાવાત્મક (હકાર). કોઈને ઈજા ન કરવી કે કોઈને પોતાના દુઃખના તેની અનિચ્છાએ ભાગીદાર ન કરવા એ નિષેધાત્મક અહિંસા છે. બીજાના દુઃખમાં ભાગીદાર થવું અગર તો પોતાની સુખસગવડનો લાભ બીજાને આપવો એ ભાવાત્મક અહિંસા છે. એ જ ભાવાત્મક અહિંસા દયા અગર તો સેવા તરીકે જાણીતી છે. સગવડ ખાતર આપણે અહીં ઉક્ત બંને પ્રકારની અહિંસાને અનુક્રમે અહિંસા અને દયાના નામથી ઓળખાવીશું. અહિંસા એ એવી વસ્તુ છે કે જેની દયા કરતાં વધારેમાં વધારે કિંમત હોવા છતાં તે દયાની પેઠે એકદમ સૌની નજરે નથી ચડતી. દયાને લોકગમ્ય કહીએ તો અહિંસાને સ્વગમ્ય કહી શકાય. જે માણસ અહિંસાને અનુસરતો હોય તે તેની સુવાસ અનુભવે છે. તેનો ફાયદો તો અનિવાર્ય રીતે બીજાઓને મળે જ છે, છતાં ઘણી વાર એ ફાયદો ઉઠાવનાર સુધ્ધાંને એ ફાયદાના કારણરૂપ અહિંસાતત્ત્વનો ખ્યાલ સુધ્ધાં નથી હોતો અને એ અહિંસાની સુંદર અસર બીજાઓના મન ઉપર પડવામાં ઘણી વાર ઘણો લાંબો વખત પસાર થઈ જાય છે. જ્યારે દયાની બાબતમાં એથી ઊલટું છે. દયા એ એવી વસ્તુ છે કે તેને પાળનાર કરતાં ઘણીવાર તેનો લાભ ઉઠાવનારને જ તે વધારે સુવાસ આવે છે. દયાની સુંદર અસર બીજાઓનાં મન ઉપર પડતાં વખત જતો જ નથી. તેથી દયા એ ઉઘાડી તરવાર જેવી સૌની નજરે આવે એવી વસ્તુ છે. તેથી તેને આચરવામાં જ ધર્મની પ્રભાવના દેખાય છે. સમાજના વ્યવસ્થિત ધારણ અને પોષણ માટે અહિંસા તેમજ દયા બંનેની અનિવાર્ય જરૂર છે. જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં જેટલે અંશે બીજા ઉપર ત્રાસ વધારે ગુજરતો હોય, નબળાના હક્કો વધારે કચરાતા હોય, તે સમાજ કે તે રાષ્ટ્ર તેટલો જ વધારે દુ:ખી અને ગુલામ. તેથી ઊલટું, જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં એક વર્ગનો બીજા વર્ગ ઉપર કે એક વ્યક્તિનો બીજી વ્યક્તિ ઉપર જેટલો ત્રાસ ઓછો અથવા બીજા નબળાના હક્કોની જેટલી વધારે રક્ષા તેટલો જ તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સુખી અને વધારે સ્વતંત્ર. એ જ રીતે જે સમાજ અને જે રાષ્ટ્રમાં સબળ વ્યક્તિઓ તરફથી નબળાઓ માટે જેટજેટલો વધારે સુખસગવડનો ભોગ અપાતો હોય, જેટજેટલી તેમની વધારે સેવા કરાતી હોય, તેટલો તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સ્વસ્થ અને વધારે આબાદ. એથી ઊલટું જેટજટલું વધારે સ્વાર્થીપણું તેટતેટલો તે સમાજ વધારે પામર અને વધારે છિન્નભિન્ન. આ રીતે આપણે સમાજ અને રાષ્ટ્રોના ઇતિહાસ ઉપરથી જે એક નિશ્ચિત પરિણામ તારવી શકીએ છીએ તે એ છે કે અહિંસા અને દયા એ બંને જેટલાં આધ્યાત્મિક હિત કરનારાં તત્ત્વો છે તેટલાં જ તે સમાજ અને રાષ્ટ્રનાં ધારક અને પોષક તત્ત્વો પણ છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ • ૨૨૯ એ બંને તત્ત્વોની જગતના કલ્યાણાર્થે એકસરખી જરૂરિયાત હોવા છતાં અહિંસા કરતાં દયા જીવનમાં લાવવી કાંઈક સહેલ છે. અંતર્દર્શન વિના અહિંસા જીવનમાં ઉતારી શકાતી નથી, પણ દયા તો અંતર્દર્શન વિનાના આપણા જેવા સાધારણ લોકોના જીવનમાં પણ ઊતરી શકે છે. અહિંસા નકારાત્મક હોવાથી બીજા કોઈને ત્રાસ આપવાના કાર્યથી મુક્ત થવામાં જ એ આવી જાય છે અને એમાં બહુ જ બારીકીથી વિચાર ન પણ કર્યો હોય, છતાં એનું અનુસરણ વિધિપૂર્વક શક્ય છે; જ્યારે દયાની બાબતમાં એમ નથી. એ ભાવાત્મક હોવાથી અને એના આચરણનો આધાર સંયોગો તેમજ પરિસ્થિતિ ઉપર રહેલો હોવાથી એને પાળવામાં વિચાર કરવો પડે છે, બહુ જ સાવધાન રહેવું પડે છે અને દેશકાળની સ્થિતિનું બહુ જ ભાન રાખવું પડે છે. અહિંસા અને દયા બંનેની પાછળ સિદ્ધાંત તો આત્મૌપમ્યનો છે, એટલે તત્ત્વની દૃષ્ટિએ કોઈપણ મુદ્રમાં ક્ષુદ્ર કે મોટામાં મોટા જીવના પ્રત્યે આચરવામાં આવતી અહિંસા કે દયાનું પરિણામ સમાન જ છે. તેમ છતાં આપણે સામાજિક અને સ્થૂળ ભૂમિકાના લોકો છીએ. આપણે આપણા કર્તવ્ય અને આચરણનો પડઘો સાંભળવા હંમેશાં આપણા પોતાના કાન ઉઘાડા રાખીએ છીએ અને જે કર્યું તેની લોકો ઉપર શી છાપ પડી અથવા લોકો ઇચ્છે તેમ આપાગે આચર્યું કે નહિ એમ જાણવા હમેશાં ઇંતેજાર હોઈએ છીએ; એટલે કે આપણે વ્યાવહારિક ધર્મનું અનુસરણ પહેલાં કરીએ છીએ. વળી આપણે આપણા સમાજ અને કુલધર્મની બીજાઓ પાસે વધારે કિંમત અંકાવવા ઇચ્છીએ છીએ. આ કારણથી બીજી કોઈપણ જીવજાતિ કરતાં મનુષ્યજાતિ તરફ અહિંસા ને દયાનો હાથ લંબાવવાની આપણને જાણે-અજાણે કે ઈચ્છાએ-અનિચ્છાએ પહેલી ફરજ પડે છે. તમારી સામે ત્રણ માણસો છે એવી કલ્પના કરો : એક જણ ગરોળીના શિકારી પંજામાંથી સેંકડો માખોને બચાવે છે અગર તો કાબરની કઠોર ચાંચમાંથી હજારો કિડામકોડાને બચાવે છે. બીજો બગલાની ચાંચમાંથી માછલાંઓને અગર તો શિકારીની જાળમાંથી હરણોને છોડાવે છે. ત્રીજો કોઈ લૂંટારા કે ખૂનીના પંજામાં સપડાયેલ એક માનવભાઈને બચાવે છે. આ ત્રણે દૃશ્યો તમારી સામે હોય. તેમાં છેલ્લા કરતાં પાછલાઓમાં જ ઉત્તરોત્તર વધારે અને વધારે જીવોનો બચાવ થાય છે એ દેખીતું છે. છતાં તમારા ઉપર એ ત્રણમાંથી કોની વધારે સારી અસર થશે? એટલે કે તમે એ ત્રણે દયાળુ વ્યક્તિઓમાં કોને શ્રેષ્ઠ કહેશો? અથવા તો કોની દયાની વધારે કિંમત આંકશો? હું ધારું છું, દરેક જણ વગર સંકોચે મનુષ્યને બચાવનાર વ્યક્તિને જ વિશેષ દયાળુ કહેવાનો. આ દલીલ ઉપરાંત બીજી પણ કેટલીક એવી દલીલો છે કે જે મનુષ્યજાતિ તરફ સૌથી પહેલું લક્ષ ખેંચવાની તરફેણ કરે છે : (૧) મનુષ્ય પોતે સ્વસ્થ અને સાધનસંપન્ન હોય તો તે પોતાની જાતિ ઉપરાંત બીજી જીવજાતિઓની પણ ખૂબ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦ • જૈન ધર્મ અને દર્શન સેવા કરી શકે છે; જ્યારે મનુષ્ય સિવાયનું કોઈ પ્રાણી તેમ કરવા અસમર્થ છે. (૨) મનુષ્ય એ બીજા કોઈપણ જીવધારી કરતાં વધારે વિચાર અને વર્તનવાળો હોવાથી, તેમજ પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા એનામાં સૌ કરતાં વધારે હોવાથી તે જેમ વધારેમાં વધારે બીજાઓને હેરાનકર્તા થઈ શકે છે તેમ બીજા કોઈ પણ જીવધારી કરતાં બીજાઓને માટે તે વધારે કલ્યાણકારક પણ નીવડે છે. એટલો વિકાસશીલ હોવાથી જ મનુષ્ય સૌથી પહેલાં દયા અને સેવા મેળવવાનો અધિકારી છે. મનુષ્યના જેટલો પોતાના જીવનનો વ્યાપક અને સરસ ઉપયોગ બીજું કોઈપણ પ્રાણી કરી શકતું નથી. (૩) મનુષ્યની સંખ્યા બીજા કોઈપણ જીવધારીઓ ક૨તાં ઓછી જ હોય છે, કારણ કે હંમેશાં વિકાસશીલ વર્ગ નાનો જ હોય છે. આટલો નાનકડો વર્ગ જો સુખી અને સમાધાનવાળો ન હોય તો ગમે તેટલી રાહત અને મદદ આપ્યા છતાં પણ બીજા જીવધારીઓ કદી સ્વસ્થ અને સુખી રહી ન શકે; એટલે કે મનુષ્યજાતિની સુખશાંતિ ઉપર જ બીજા જીવોની સુખશાંતિનો આધાર છે. આ કારણોથી આપણે આપણી દયાનો ઝરો દરેક જંતુ ઉપર ભલે ચાલુ રાખીએ, તેમ છતાં વધારેમાં વધારે અને સૌથી પહેલાં માનવભાઈઓ ત૨ફ જ એ વહેતો રાખવો જોઈએ અને માનવભાઈઓમાં પણ જે આપણી પડોશમાં હોય, જે આપણા જાતભાઈઓ કે દેશવાસીઓ હોય તેમના તરફ આપણો દયાસ્ત્રોત પહેલો વહેવડાવવો જોઈએ. જો આ વિચારસરણી સ્વીકારવામાં અડચણ ન હોય તો, કહેવું જોઈએ કે, આપણી અહિંસા ને દયા એ બંનેનો ઉપયોગ અત્યારે આપણા દેશવાસીઓ માટે જ થવો ઘટે. આનું એક ખાસ કારણ એ છે કે આપણે રાજકીય પરતંત્રતામાં છીએ, અને પરતંત્ર પ્રજામાં સ્વતંત્ર ધર્મ કદી પોષાઈ શકતો જ નથી. જ્યારે મન, વચન અને શરીર એ ત્રણે ગુલામીમાં રંગામાં હોય, નિર્ભયપણે મન વિચા૨ ક૨વા ના પાડતું હોય, કરેલ નિર્ભય વિચાર ઉચ્ચારવામાં અર્થાત્ બીજાઓને કહેવામાં વચન ઉપર અંકુશ મુકાતો હોય અને અપવિત્રમાં અપવિત્ર તેમજ એકાંત અહિતકારક કેફી પીણાંનો ત્યાગ કરાવવા જેવી વાચિક અને શારીરિક પ્રવૃત્તિ ઉપર રાજદંડ પોતાનું બિહામણું મોઢું ફાડી ઊભો હોય, સ્વતંત્ર આત્માનાં બધાં જ વહેણો રાજભયથી અને શંકાના વાતાવરણથી થંભી ગયાં હોય, ત્યાં શુદ્ધ ધર્મ જેવી વસ્તુનો સંભવ જ રહેતો નથી. તેથી શુદ્ધ ધર્મની દૃષ્ટિએ પણ રાજકીય ગુલામી દૂર કરવા ખાતર સૌથી પહેલાં આપણા દેશવાસી ભાઈઓને જોઈતી મદદ આપવા તરફ જ સર્વપ્રથમ લક્ષ અપાવું જોઈએ અને આપણ બધાની મદદ આપવાની સર્વશક્તિ દેશની ગુલામી દૂર કરવામાં વપરાવી જોઈએ. એ જ અત્યારની આપણી અમારિ (અહિંસા) છે. જો આપણે રાજકીય ગુલામીમાં ન હોઈએ તો આપણા દેશમાં દિન ઊગે લાખો દુધાળ અને ખેતી ઉપયોગી પ્રાણીઓનો નાશ થાય છે તે થાય જ નહિ. આપણે આપણી ઇચ્છા પ્રમાણે દેશની વ્યવસ્થા કરી શકીએ Page #240 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમાર ૦ ૨૩૧ અને કોઈપણ વર્ગને ગુલામીમાં રાખ્યા સિવાય જેટલી વ્યવહારમાં શક્ય હોય તેટલી સૌને સ્વતંત્રતા આપી શકીએ. હવે છેલ્લે જોવાનું એ રહે છે કે ત્યારે કઈ રીતે અને કયા કયા ક્ષેત્રમાં આપણી દયા દેશવાસીઓમાં વહેંચાવી જોઈએ. આ બાબતનો નિર્ણય કરવાનો આધાર આજની આપણી દેશદશા ઉપર રહેલો છે. કયું કયું અંગ પોષણ માગે છે તેમજ કયા અંગમાં વધારે પડતો ભરાવો થવાથી સડાણ ઊભું થયું છે, એ તપાસીને જ આપણી સખાવતોનો અને બુદ્ધિ તેમજ શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. (૧) ખેડૂતો, મજૂરો, આશ્રિત નોકરો અને દલિતવર્ગ એ બધા પોતાના પરસેવાનાં ટીપાંના પ્રમાણમાં કશું જ નથી પામતા; ઊલટું, તેમના લોહીનું છેલ્લું ટીપું તેમના ઉ૫૨ કાબૂ ધરાવનાર જ ચૂસી લે એવી દશા વર્તે છે. (૨) ઉદ્યોગધંધા અને કળાહુન્નર ભાંગી પડવાથી તેમજ નિરાધાર થઈ જવાથી તેના ઉપર નભતા કારીગરવર્ગ અને બીજા વર્ગોની પોતાના જ દેશમાં જુવાની છતાં ઘડપણ જેવી પાંગળી સ્થિતિ થઈ ગઈ છે. (૩) ભણેલગણેલ અને વકીલાત, નોકરિયાત જેવાં કામ કરનાર બુદ્ધિજીવી લોકોની એકતરફી બેઠમલિયા તાલીમથી તેમનામાં આવેલી અસાધારણ માનસિક નબળાઈ અને અસંતોષની વૃત્તિ. (૪) ફકીર, બાવા તથા પંડિત-પુરોહિતો અને રાજા-મહારાજાઓનાં જઠરમાં જોઈએ તે કરતાં વધારેમાં વધારે પડતા હિવને લીધે તેમની આળસી, કેફી અને બીજાને ભોગે જીવવાની વૃત્તિ. આ રીતે આર્થિક વહેંચણીની વિષમતાને લીધે રાષ્ટ્રનાં અંગોમાં નબળાઈ અને સડો આવી ગયેલો છે. એ નબળાઈ અને સડો દૂર કરવામાં જ, એટલે જે અંગમાં લોહીની જરૂર હોય ત્યાં તે પૂરવામાં અને જ્યાં વધારે જામીને સ્થિર થઈ ગયું હોય ત્યાંથી તેને ગતિમાન કરી બીજી ગાએ વહેવડાવામાં જ, આજની આપણી દયા કે અદિરની સાર્થક્તા છે. પજુસણ જેવા ધર્મદિવસોમાં તેમજ બીજા સાથેનરસે પ્રસંગે આપણો દાનપ્રવાહ કસાઈખાને જતાં ઢોરાંઓના બચાવમાં અને એ ઢોરાંઓના નભાવમાં વહે છે. એ જ રીતે ગરીબગરબાંને પોષવામાં તેમજ અનાથ અને અપંગોને નભાવવામાં અને સાધર્મિક ભાઈઓની ભક્તિ પ્રતિપત્તિ કરવામાં તેમજ એવી બીજી બાબતોમાં આપણે છૂટુંછવાયું અને વ્યવસ્થિત રીતે પુષ્કળ ધન ખરચીએ છીએ. આ દાનપ્રવાહ અને સખાવતની પાછળ રહેલ ઉદારતા અને બીજાનું ભલું કરવાની સવૃત્તિ એ બે તત્ત્વ બહુ કીમતી છે. તેથી એ બે તત્ત્વો કાયમ રાખીને, બલ્કે વધારે વિકસાવીને, આપણે દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે દાન અને સખાવતનું સ્વરૂપ બદલવું જોઈએ. આ ફેરફારની શરત એટલી જ હોવી જોઈએ કે તે ફેરફાર દ્વારા જૂની રીત કરતાં વધારે પ્રમાણમાં અને વધારે વ્યાપક રીતે રાષ્ટ્રનું પોષણ થવું જોઈએ. આ દૃષ્ટિથી વિચારતાં આપણી સામે અત્યારે પહેલો સ્વદેશી ધર્મ આવે છે, જે પ્રથમ બતાવેલ ચાર મુદ્દા પૈકી બીજા મુદ્દા સાથે ખાસ સંબંધ ધરાવે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ર૩ર • જૈન ધર્મ અને દર્શન આપણા દેશમાં બધું પાકવા છતાં પાકો માલ પરદેશથી જ આવે છે. અહીંના પડી ભાંગેલા ઉદ્યોગધંધા અને કળાહનરને આપણા વિના બીજા કોઈ દેશનો માણસ સજીવન નહિ કરે. આપણા દેશની વસ્તુઓ બીજા દેશના લોકો નહિ વાપરે. યુરોપ અને અમેરિકાના લોકો એટલું જીવનતત્ત્વ સમજી ગયા છે કે તેઓ પોતાના દેશવાસીઓને નુકસાન થાય એવું કશું જ નહિ કરે, એટલે તમારો પાકો માલ તેઓ નહિ જ લે. ત્યારે આપણો માલ આપણે ન ખરીદીએ તો આપણા દેશમાં માલ પેદા જ કેવી રીતે થઈ શકે? અને થતો હોય તો એ નથી કેવી રીતે શકે? એક બાજુ સ્વદેશી માલ ખરીદવાની આપણી ઉદાસીનતા અને બીજી બાજુ રાજ્યકર્તાઓ તેમજ બીજા પરદેશી વ્યાપારીઓ તરફથી આપણો ધંધો કચરાઈ જાય તેવી થતી બધી જ હિલચારો – આ બે કારણથી આપણો ધંધો જાગે જ કેવી રીતે ? અને જો દેશમાં ઉદ્યોગ કે ધંધો ન જાગે તો આપણે દાન અને સખાવતથી હંમેશાં આપણા દેશના કરોડો માણસોને કેવી રીતે અને કેટલા વખત સુધી નભાવી શકવાના? દાન અને સખાવત એ તો માત્ર મલમપટા જેવું છે. મલમપટાની જરૂર હોય છે, પણ જ્યારે શરીરમાંથી લોહી જ ચુસાતું અને નિચોવાતું હોય ત્યારે પહેલાં તો એ લોહી ભરેલું કાયમ રહે એવી વ્યવસ્થા કરવી જ આવશ્યક છે. માતભૂમિ હિંદના શરીરની એકેએક નસમાંથી આજે લોહી વહી જાય છે અને શરીર ખાલી પડી નિસ્તેજ થઈ ગયું છે. એ વહી જતું લોહી અટકાવી તાજું લોહી ભરવું આપણા હાથમાં છે. એક માણસ લાખો રૂપિયાની મોટામાં મોટી સખાવત કરે અને બીજી બાજુ તે જ માણસ ફર્નિચરમાં, લૂગડાંલત્તામાં, વાસણ કૂસણમાં અને બીજી એવી નાની-મોટી હજારો ચીજોમાં લાખો રૂપિયા હમેશને માટે પરદેશમાં મોકલ્યા કરે તો એની એ સખાવત આજે બહુ કીમતી નથી; અથવા એમ કહો કે એને સખાવત અને પરદેશીત્યાગ એ બેમાંથી માતૃભૂમિની સેવા માટે એકની જ પસંદગી કરવાની હોય તો આજે પરદેશીત્યાગ અને સ્વદેશીનો સ્વીકાર એની જ પસંદગી લાભદાયક લેખાશે, કારણ કે તે માણસ મોટામાં મોટું દાન આપે તોપણ તે અમુક વખતે જ અને અમુક કામ પૂરતું જ આપી શકે, બધાં ક્ષેત્રમાં એની વહેંચણી થઈ ન શકે; જ્યારે એ માણસ સ્વદેશીની ખરીદ અને પરદેશીના ત્યાગ મારફત બધાં જ ક્ષેત્રોમાં અને હમેશને માટે દેશને મદદ કરી શકે. પરદેશીના ત્યાગમાં અને સ્વદેશીના સ્વીકારમાં જેમ શોખ ઉપર અંકુશ મુકાય છે તેમ નકામા ખર્ચ ઉપર પણ અંકુશ મુકાય છે. શરૂઆતમાં અમુક ચીજો વિના ચલાવવું પડશે, રફ ચીજો પણ લેવી પડશે, કિંમત પણ વધારે બેસશે, ઘણી વાર ચીજ મેળવવામાં મુશ્કેલી પણ પડશે; પરંતુ આ બધું છતાં દેશવાસી કરોડો ભાઈઓના પેટમાં હંમેશાં અન્ન પહોંચાડવા ખાતર આપણે સ્વદેશી ખરીદ્ય જ છૂટકો છે, અને પરદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં જ આપણા દેશવાસીઓની અમારિ આવી જાય છે. પરદેશી માલના વેપારમાંથી આપણા દેશના લોકો નફો મેળવે છે અને એ નફામાંથી કેટલાક જણ સારાં Page #242 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ ૦ ૨૩૩ કામોમાં સખાવતો કરે છે એ વાત સાચી, પણ એવા વ્યાપારમાં દેશના એક ટકા જેટલા માણસો પણ ભાગ્યે જ કમાનાર હોય છે. એથી ઊલટું સ્વદેશી વ્યાપાર ખીલે તો ઘરોઘર ધંધો ચાલે, પ્રમાણ ઓછું છતાં બધા જ વ્યાપારીઓ ઘેર બેઠાં કમાય, કરોડો ધંધાર્થીઓ ધંધે લાગી જાય અને ઉદ્યોગીવર્ગ તેમજ તે ઉપર નભતા વ્યાપારીવર્ગની નસમાં તાજું લોહી ભરાઈ જાય. તેથી આજનો અમારિ ધર્મ આપણને સ્વદેશી ધર્મ શિખવાડે છે. જ્યારે દેશની અંદર ધંધાની ખોટ ન હતી, સામાન્ય રીતે કોઈને અન્નવસ્ત્ર મેળવવાની ફરિયાદ ન હતી, ત્યારે આપણી અમારએ કતલખાનાં અને કસાઈખાનાંમાં કામ કર્યું, તે વ્યાજબી જ થયું છે. તે વખતે ગરીબગરબાંને પ્રાસંગિક મદદ અપાતી, તે પણ વ્યાજબી જ હતું. પરંતુ આજે તો આખો કારીગરવર્ગ અને તે ઉ૫૨ નભતો બીજા મધ્યમવર્ગ જ ગરીબ અને કંગાલ થઈ ગયો છે, એને જુવાનીમાં ધોળાં આવ્યાં છે, તે વખતે આપણે અમારિની સખાવતો ગમે તેટલી કરીએ, તોપણ કેટલી કરીશું અને કેટલા માણસોને કેટલા વખત સુધી નભાવી શકીશું ? એટલે જ એ સખાવતોનો પ્રવાહ ઉદ્યોગધંધા સ્થાપવામાં, તેમજ ચાલુ હોય તેને નભાવવામાં વહેવરાવવો જોઈએ. વળી કાંઈ અમરિ એવી વસ્તુ નથી કે તેને મોટામોટા ધનવાનો જ કરી શકે. આજે તો અમિરનું સ્વરૂપ એવું છે કે દરેક માણસ એ ધર્મ બજાવી શકે, જેણે હંમેશના વાપરની ચીજો દેશની જ ખરીદી અને દર વર્ષે દેશમાં દશ રૂપિયા રાખ્યા, તેણે નફાના દશબાર આના જ નહિ પણ એ ચીજના ઉત્પાદક કારીગરવર્ગને મહેનત પૂરી પાડી મહેનતાણામાં બે રૂપિયા તો આપ્યા જ. આ રીતે એક એક માણસની અમારિનું કેવડું મોટું પ્રમાણ થાય ? અને એ પ્રમાણ એક માણસની એકાદ વખતની લાખોની સખાવત કરતાં કેટલું વધી જાય એ વિચારવાની જરૂ૨ છે. તેમ છતાં કાંઈ આપણે મોટી સખાવતો જતી કરવાના નથી, અપંગ, તદ્દન અનાથ અને બીજા એવા કેટલાક લોકો માટે હંમેશાં એવી સખાવતોની જરૂર રહેશે; પણ આજે જ્યારે આખો દેશ અપંગ અને અનાથ નહિ છતાં ઉદ્યોગધંધાને અભાવે અપંગ અને અનાથ જેવો થઈ ગયો હોય, અને ઉદ્યોગધંધો મળતાં જ પાછો પગભર થઈ શકે એવો સંભવ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ, એ જ પ્રશ્ન છે અને એનો ઉત્તર સ્વદેશીની ખરીદમાં અમારિધર્મ આવી જવાની સમજમાં સમાયેલો છે. હવે આપણે ખેડૂતવર્ગ વગેરેના પહેલા મુદ્દાને લઈ તે ઉપર અમારિધર્મનો વિચાર કરીએ. ચાર માણસ કલ્પનામાં રાખો. એક કદી અમારિધર્મ માટે કોઈ મોટી રકમ અલાયદી કાઢી જાહેર કે ખાનગી સખાવત નથી કરતો, પણ પોતાની જમીન ખેડતા ખેડૂતોને જ પોતાના હાથપગ સમજી એમને એમની મહેનતનો પૂરો બદલો આપે છે; પોતાને માલિક અને ખેડૂતને માત્ર કામગરો માની પોતાની કિંમત, સત્તા અને જરૂરિયાત ખેડૂત કરતાં વધારે આંકી તેને ચૂસતો નથી. બીજો માણસ પણ તેવો જ સમભાવી છે, જે પોતાના તાબેના મજૂરોને પોતાનાં ફેફસાં જેવાં ગણી તેના કરતાં પોતાને ચડિયાતો Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ - જૈન ધર્મ અને દર્શન કે જુદો નથી ગણતો; તેમને તેમની મજૂરી આપતાં જરા પણ અન્યાય કે શોષણ નથી કરતો. ત્રીજો માણસ પોતાના આશ્રિત નોકરોને જ પોતાનું જીવન લેખી તેમનાથી અતડો કે જુદો નથી પડતો; પોતાને માટે એક અને આશ્રિતોને માટે બીજું એવો ભેદ નથી રાખતો. એક ચણાની સરખી બે ફાડ કરીને જ આશ્રિતો સાથે વહેંચણીનું તત્ત્વ રાખે છે. ચોથો માણસ ગમે તેટલો ઊંચ વર્ણનો મનાતો હોય છતાં એનો બધો જ વ્યવહાર દલિતવર્ગ સાથે સમાન છે. એ દલિતવર્ગને દબાવી કામ નથી કાઢી લેતો, પણ તેને તેના કામના બદલામાં પૂરતું આપે છે. આ ચારે માણસો કોઈ નાનીમોટી રકમ, જાહેર કે ખાનગી, અલાયદી કાઢી સખાવત નથી કરતા. તેથી ઊલટું બીજા ચાર માણસો આવી સખાવતો કરનાર છે, દુનિયામાં દાની તરીકે જાણીતા છે, પણ એમનો પોતાના ખેડૂતો, મજૂરો, આશ્રિતો અને દલિતો સાથે એવો વ્યવહાર છે કે જેમાં તેઓ તેમની લેવડદેવડમાં બને તેટલું સામાનું ચૂસે છે. આ બંને ચિત્રો તમારી સામે હોય તો તમે સખાવત નહિ કરનાર પેલા ચાર માણસોને ખરો અમારિધર્મ પાળનાર કહેશો કે પાછલા ચાર જણને ? દુનિયાના શબ્દો ઉ૫૨ ન્યાયનું ધોરણ ઘણી વાર નથી હોતું. દુનિયા સ્થૂળદર્શી હોય છે. તાત્કાલિક મોટા કૃત્યથી તે અંજાઈ જાય છે અને ઝટપટ અભિપ્રાય ઉચ્ચારી દે છે. એક સાથે જાહેરમાં અમુક સખાવત કરનાર માણસના દાનની રકમથી અંજાઈ માણસો કહી દે કે એ તો ભારે ધાર્મિક છે. પણ ધાર્મિકતાનું ખરું અને છેલ્લું ધોરણ તો એના જીવનવ્યવહારમાં હોય છે, એટલે જોવું જોઈએ કે એવી મોટી સખાવત કરનાર પૈસા કઈ રીતે એકઠા કરે છે, અને એ પોતાના સાથીઓ તેમજ પોતાના તાબેદાર સાથે આર્થિક વહેંચણીમાં કેવો વ્યવહાર રાખે છે ? એ વ્યવહારમાં જો એ માણસ મારવાડીવ્યાજ લેતો હોય અને આખાં કેળાં હડપતો હોય તો એની સખાવતો અમારિધર્મ નહિ કહેવાય. તેથી આજનો અમારિધર્મ આપણને જીવનવ્યવહારમાં આપણા સંબંધમાં આવનાર સાથે આર્થિક વહેંચણી કરવામાં સમાનતા અને આત્મીયતાનો પાઠ શીખવે છે. એ વિનાનો અમારિધર્મ કલ્યાણ સાધી નહિ શકે. જૈન ધર્મ તો એ જ સમાનતાની શિક્ષા આપે છે. આ રીતે પહેલા અને બીજા મુદ્દા પરત્વે અમારિધર્મનો વિચાર કર્યા પછી ત્રીજા મુદ્દા પરત્વે જુદો વિચાર કરવાનું ભાગ્યે જ રહે છે. સ્વદેશીને ઉત્તેજન આપવાથી દેશનો ઉદ્યોગધંધો સ્થિર થયો અને વ્યાપારી તેમજ માલિકો દ્વારા આર્થિક વહેંચણીમાં સમાનતાનું તત્ત્વ દાખલ થયું એટલે પ્રજાનો મોટો ભાગ શક્ત થયો, અને એમ થાય એટલે બુદ્ધિજીવી વર્ગની માનસિક નબળાઈ અને અસંતોષ નહિ રહેવાનાં. આજે એ વર્ગ સરકાર-દરબારની નોકરીચાકરીની હૂંફ માટે તલસે છે; એ વિના એને બીજો ત્રાણોપાય દેખાતો નથી. પણ દેશની સામાન્ય આબાદી વધતાં અને ધંધોધાપો સ્થિર થતાં જ સ્વતંત્રતાની ભાવના જાગવાથી એ વર્ગને પોતાની બુદ્ધિ ગુલામી પોષવામાં Page #244 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ • ૨૩૫ ખર્ચાય એ ભારે વસમું લાગશે અને એ આપમેળે જ દેશદ્રોહી કામમાં સાથ આપવો છોડી દઈ દેશકાર્યમાં જ સાથ આપશે. એટલે એક બાજુ અમારિધર્મ અત્યારના ગરીબોને સશક્ત બનાવશે અને બીજી બાજુ એ બુદ્ધિજીવી મધ્યમવર્ગને દેશઘાતક રાજતંત્રમાંથી ભાગ લેતાં રોકી સ્વતંત્ર બનાવશે. છેલ્લો અને ચોથો મુદ્દો ખાસ વિચારણીય છે. એના પરત્વે અમારિધર્મનો વિચાર લાગુ પાડતાં જ જ્વાળામુખી ફાટવાનો કે ધરતીકંપ થવાનો ભય છે. જે રાજાઓ પોતાને વારસામાં મળેલ રાજ્યને પોતાની અંગત આવકનું સાધન માનતા હશે અને જેમના જીવનમાં મોજશોખ સિવાય બીજું તત્ત્વ જ નહિ હોય, પ્રજામાત્રનું પૂરું પેટ ભરાયા સિવાય પોતાને ખાવાનો હક્ક નથી, પોતાની પ્રજાનો એક પણ માણસ દુઃખી કે નિરાધાર હોય ત્યાં સુધી સુખ કે ચેનમાં રહેવાનો તેનો ધર્મ નથી, એવું જે રાજાઓને ભાન ન હોય તેઓને એવું ભાન કરાવવા માટે અમારિ ધર્મની કડવી ગોળી આપતાં જ તેઓની આંખ લાલચોળ થવાની અને તેઓનાં હથિયારો આપણી વિરુદ્ધ ખણખણવાનાં. અમારિધર્મ એ કાંઈ દાન કે સખાવતનું નામ નથી, પણ એ તો મરતા અને કચરાતાને બચાવનાર ધર્મનું નામ છે. જેમ ઘણી વાર કોઈને કાંઈ આપીને બચાવી શકાય છે, તેમ ઘણીવાર કોઈને કાંઈ અપાતું હોય તે બંધ કરીને પણ તેને અને બીજા ઘણાને બચાવી શકાય છે. રાજા બળજબરીથી પોતાની પ્રજાને પીડતો હોય, પ્રજાનાં સુખદુ:ખથી છૂટો પડી ગયો હોય, ત્યારે તેજસ્વી અને બુદ્ધિમાન માણસોનું કામ તે રાજાની સત્તા બૂઠી કરી નાખવાનું હોય છે. તેની સત્તા બૂઠી કરવી એટલે તેને કરવેરો ન ભરવો, તેના ખજાનામાં ભરણું ન ભરવું એ છે. એમ કરીને એ રાજની સુધબુધ ઠેકાણે આણી એટલે તેનું પોતાનું કલ્યાણ થવાનું. એક જગ્યાએ બધું ધન એકઠું થઈ એક માણસના તરંગ પ્રમાણે ખર્ચાતું અટકે અને બધાના જ લાભમાં સરખી રીતે ખર્ચાય એવી સ્થિતિ લાવવામાં દેખીતી રીતે કાંઈ આપવાપણું ન હોવા છતાં, ખરી રીતે એમાં પણ તેજસ્વી અમારિધર્મ આવી જાય છે. એટલે અમારિધર્મનું તાત્ત્વિક સ્વરૂપ એવું છે કે તેમાંથી જેમ ગરીબો અને અશક્તોને સખાવતો દ્વારા પોષણ મળે, જેમ મજૂરો અને આશ્રિતોને સમાન વહેંચણી દ્વારા પોષણ મળે, તેમજ રાજા પાસે અર્થસૂચકનીતિ બંધ કરાવવા દ્વારા તેની બધી જ પ્રજાનું પોષણ પણ થાય અને સાથે સાથે એ રાજાને પોતાની ફરજનું ભાન થઈ તેનું જીવન એશઆરામમાં એળે જતું અટકે. જેમ અન્યાયી રાજા પ્રત્યે તેમજ પંડિત-પુરોહિતો, બાવા-ફકીરો અને ધર્મગુરુઓ પ્રત્યે પણ આપણો અમારિધર્મ એ જ વસ્તુ શીખવે છે. તે કહે છે કે જો પંડિત-પુરોહિત અને બાવા-ફકીરોનો વર્ગ પ્રજા સામાન્ય ઉપર નભતો હોય તો તેની ફરજ પ્રજાની સેવામાં પોતાનું લોહી નિચોવી નાખવાની છે. એ વર્ગ એક ટંક ભૂખે ન રહી શકે અને તેના પોષક અનુગામી વર્ગમાં કરોડો માણસોને એક વાર પૂરું ખાવાનું પણ ન મળે Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ • જૈન ધર્મ અને દર્શન એ સ્થિતિ અસહ્ય હોવી જોઈએ. પંડિત અને ગુરુવર્ગને જોઈએ તે કરતાં દશગણાં કપડાં મળી શકે અને તેમના પગમાં પડતા અને તેમના પગની ધૂળ ચાટતા કરોડો માણસોનાં ગુહ્ય અંગ ઢાંકવા પણ પૂરતાં કપડાં ન હોય, તેઓ શિયાળામાં કપડાં વિના ઠરી અને મરી પણ જાય. પંડિત, પુરોહિતો અને ત્યાગીવર્ગને માટે મહેલો હોય અને તેમનું પોષણ કરનાર, તેમને પોતાને ખભે બેસાડનાર કરોડો માણસોને રહેવા માટે સામાન્ય આરોગ્યકારી ઝૂંપડાં પણ ન હોય એ સ્થિતિ અસહ્ય છે. પહેલો વર્ગ તાગડધિન્ના કરે અને બીજો અનુગામીવર્ગ એના આશીર્વાદ-મંત્રો મેળવવામાં જ સુખ માને, એ સ્થિતિ હંમેશાં નભી ન શકે. એટલે જો આપણે ખરો અમારિધર્મ સમજીએ અને તેનો ઉપયોગ જુદે જુદે પ્રસંગે કેમ કરી શકાય એ જાણી લઈએ તો જેમ અન્યાયી રાજા પ્રત્યે, તેમ સેવાશૂન્ય પંડિત-પુરોહિતો અને બાવા-ફકીરો પ્રત્યે પણ આપણી ફરજ તેમનું પોષણ અટકાવવાની ઊભી થાય છે. એમ કરી તેમને સેવાનું અને પોતાની જવાબદારીનું ભાન કરાવવું એ જ આ કડવી ગોળીનો ઉદ્દેશ હોવો જોઈએ. જ્યારે તેઓ પોતાને મળતા પોષણના બદલામાં પ્રાણ પાથરવાની જવાબદારી સમજી લે, તેમની બધી જ શક્તિઓ દેશ માટે ખરચાય, દેશનું ઉત્થાન–સામાન્ય જનતાની જાગૃતિ તેમને શાપરૂપ ન લાગે, તેઓ પોતે જ આપણા આગેવાન થઈ દેશને સાથ આપે, ત્યારે તેઓ આપણા માનપાન, દાન અને ભેટના અધિકારી થાય. એમ ન થાય ત્યાં સુધી એવા એદી વર્ગને પોષવામાં તેમની અને આપણી બંનેની હિંસા છે. હિંસાથી બચવું તે આજનો અમારિધર્મ શીખવે છે. ધર્મમાત્રની બે બાજુ છે : એક સહકારની અને બીજી અસહકારની. અમારિધર્મની પણ બે જ બાજુ છે. જ્યાં જ્યાં પરિણામ સારું આવતું હોય ત્યાં ત્યાં બધી જાતની મદદ આપવી એ અમારિ ધર્મની સહકાર બાજુ છે, અને જ્યાં મદદ આપવાથી ઊલટું મદદ લેનારને નુકસાન થતું હોય અને મદદનો દુરુપયોગ થતો હોય ત્યાં મદદ ન આપવામાં જ અમારિધર્મની બીજી બાજુ આવે છે. મેં જે સેવા નહિ કરનાર, બદલો નહિ આપનાર અને સમાજ તેમજ રાષ્ટ્રની પ્રગતિમાં ઓ આવનાર વર્ગને મદદ ન આપવાની વાત કહી છે તે અમારિધર્મની બીજી બાજુ છે. એનો ઉદ્દેશ એવા વર્ગમાં ચૈતન્ય આણવાનો છે, એ વસ્તુ ભુલાવી ન જોઈએ, કારણ કે એ વર્ગ પણ રાષ્ટ્રનું અંગ છે. તેને જતું કરી શકાય નહિ. તેને ઉપયોગી બનાવવાની જ વાત છે. હેમચંદ્ર અને હીરવિજય કેમ થવાય? - આજના જેની સામે અમારિધર્મના ખરા ઉદ્યોતકર તરીકે બે મહાન આચાર્યો છે : એક હેમચંદ્ર અને બીજા હીરવિજય. આ બે આચાર્યોના આદર્શ એટલા બધા આકર્ષક છે કે તેનું અનુકરણ કરવા ઘણા ગુરુઓ અને ગૃહસ્થો મળે છે. એ દિશામાં તેઓ ઘણો પ્રયત્ન કરે છે. જગાએ જગાએ ફંડો થાય છે, પશુઓ અને પંખીઓ છોડાવાય છે, હિંસા અટકાવવાનાં ફરમાનો કઢાવાય છે. લોકોમાં પણ હિંસાની ધૃણાના સંસ્કારો Page #246 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ • ૨૩૭ પુષ્કળ છે. આ બધું છતાં આજના હેમચંદ્ર અને આજના હીરવિજય થવા માટે જે દિશા લેવાવી જોઈએ તે દિશાનો વિચાર સુધ્ધાં કોઈ જૈન ગૃહસ્થ કે ત્યાગીએ કર્યો હોય તેમ દેખાતું નથી. તેથી જ લાખો રૂપિયાના ફડો ખર્ચાવા છતાં અને બીજાં અનેક પ્રયત્નો જારી હોવા છતાં હિંસાના મૂળ ઉપર કુઠાર પડ્યો નથી. જેમ શ્રી. વાલજી ગોવિંદજી દેસાઈએ અત્યારે ચોમેર ચાલતી કતલનો ઊંડો અભ્યાસ કર્યો, તેનાં કારણો શોધ્યાં અને તેના નિવારણના ઉપાયો સૂચવ્યા તેમ કોઈ અમારિધર્મના જૈન ઉપાસકે કર્યું છે ખરું? અથવા એવો અભ્યાસ કરી ખરી બીના કોઈ મેળવે છે ખરો? સેંકડો સાધુઓ છે, બધા વિદ્વાન લેખાય છે અને તેઓ અહિંસાની એટલી બધી સૂક્ષ્મ વ્યાખ્યા કરે છે કે તે બુદ્ધિમાં પણ ભાગ્યે જ ઊતરે. છતાં એમાંના કોઈ દેશમાં ચાલતી પશુપંખીઓની કતલ વિશે બધી જાતની સકારણ માહિતી શાસ્ત્રીય વિવેચન સાથે કેમ પૂરી નથી પાડતા? જો કોઈપણ હેમચંદ્ર કે કુમારપાળ, હીરવિજય કે અકબરનો આદર્શ સેવવા માગે તો તે જુદી જ રીતે સેવી શકાશે. અત્યારે આ યુગમાં જૂ મારનારના દંડની રકમમાંથી મંદિર બંધાવનાર કદી અમારિ ધર્મ બજાવનાર તરીકે પ્રતિષ્ઠા નહિ પામે. આ યુગમાં માત્ર પશુપંખીઓની અમુક વખત સુધી કતલ બંધ કરાવનાર પણ જૂના વખત જેટલી પ્રતિષ્ઠા નહિ પામે. આજના અમારિધર્મની જવાબદારી ખૂબ જ વધી ગઈ છે; એટલે એ ઢબે જ કામ થવું જોઈએ. એક બાજુ સાધુવર્ગ સંગઠનપૂર્વક ગામોગામ નીકળી જાય અને એક પણ ગામ એમના પગ તળે હૂંદાયા વિના ન રહે. દરેક માણસને પશુપાલનનું મહત્ત્વ સમજાવે અને પશુરક્ષામાં મનુષ્યબળ તેમજ મનુષ્યજીવન કેવું સમાયેલું છે તે આંકડા, વિગતો અને શાસ્ત્રીય વિવેચન સાથે રજૂ કરે. કતલ થયેલા પશુ અને પંખીઓનાં ચામડાં તેમજ રૂવાં વાપરવાથી કતલ કેવી વધે છે, તે ઉદ્યોગને કેવું ઉત્તેજન મળે છે, સાંચાકામમાં ચરબી વાપરવાથી અને ખેતરોમાં લોહીની ભૂકીનું ખાતર આપવાથી તેમજ શીંગડાં, હાડકાં, ખરી, વાળ વગેરેની ચીજો વાપરવાથી તેની કિંમત વધવાને લીધે, તે ઉદ્યોગ ખીલવાને લીધે, દિવસે દિવસે કતલ કેવી રીતે વધતી જાય છે એ બધું એ લોકો સમક્ષ આબેહૂબ રજૂ કરે અને કતલનો ધંધો મૂળમાંથી જ ભાંગી પડે તે માટે કતલ થયેલ પશુપંખીના એકેએક અવયવની ખરીદ અને વાપર તરફ લોકોની અરુચિ પેદા કરે, મરેલા ઢોરનાં ચામડાં સિવાય કતલ કરેલ ઢોરનું કાંઈ જ કામ ન આવે એવી વૃત્તિ લોકોમાં પેદા કરે. બીજી બાજુ ઊંચી કેળવણી માટે તલસતો અને જુદી જુદી કાર્ય દિશાઓને અભાવે વલખાં મારતો. તરુણ વિદ્યાર્થીવર્ગ ગોરક્ષા અને પાંજરાપોળના અભ્યાસ પાછળ રોકાઈ જાય અને એ સંસ્થાઓની ઉપયોગિતા તેમજ વ્યાપકતા ખિલવવા ખાતર તેની પાછળ બુદ્ધિ ખર્ચે. એ કામમાં પણ અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, ઈતિહાસ અને તત્ત્વજ્ઞાનને અવકાશ છે. જેને અભ્યાસ જ કરવો હોય અને બેઠમલિયા થયા સિવાય સાચું કામ કરવું હોય, તેમજ દેશોપયોગી નવું સર્જન કરવું હોય, તેને Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ • જૈન ધર્મ અને દર્શન માટે ગોરક્ષા અને પાંજરાપોળને લગતી સેંકડો બાબતો અભ્યાસ માટે પડી છે. એમાંથી દુગ્ધાલયનું કામ, લોકોને નિર્દોષ ચામડાં પૂરા પાડવાનું કામ, નિર્દોષ ખાતર વગેરેથી ખેતીવાડીને મદદ કરવાનું કામ અને એ સંસ્થાઓની પશુપાલન તેમજ પશુવર્ધનની શક્તિ વધારવાનું કામ એ બધું કરી શકાય તેમ છે; અને જીવનનિર્વાહ માટે સમાજને કે બીજાને બોજરૂપ થયા સિવાય તેમજ ગુલામી કર્યા સિવાય એક નવી દિશા ઉઘાડી શકાય તેમ છે. ઝવેરાતના, અનાજના, કાપડના, સટ્ટાના કે દલાલીના કોઈપણ ધંધા કરતાં આજકાલની શાસ્ત્રીય દૃષ્ટિએ ગોરક્ષા અને પાંજરાપોળની સંતોષવૃત્તિથી સેવા કરવાનો ધંધો જરાય ઊતરતો નથી. આ દિશામાં સેંકડો ગ્રેજ્યુએટો કે પંડિતોને અવકાશ છે. શિક્ષણકાર્ય, સાહિત્યનિર્માણનું કાર્ય, અને બીજાં તેવાં ઉચ્ચ ગણાતાં બૌદ્ધિક કાર્યો કરતાં આ કામ ઊલટું ચડે તેવું છે, કારણ કે એમાં બુદ્ધિ ઉપરાંત પ્રત્યક્ષ કાર્ય કરવાનું છે. યુરોપ અને અમેરિકામાં આ વિષયના ખાસ અભ્યાસીઓનો મોટો વર્ગ છે. તે લોકોને અનેક રીતે જ્ઞાન આપે છે અને પશુપાલનના નવા નવા માર્ગ શોધી તેની આબાદી અને સર્જનની શક્તિ વધાર્યું જ જાય છે. આપણે જે ફંડો કરી પશુપંખીઓને બચાવીએ છીએ તે માર્ગ બંધ કરવાની જરૂર તો નથી જ, પણ હંમેશને માટે સ્થાયી કતલ બંધ કરવાનો કે તેને તદ્દન ઘટાડી દેવરાવવાનો ઉપાય આજે આજકાલની પરિસ્થિતિ પ્રમાણે જ અજમાવી શકાય. એમ કરવામાં આવે તો કોઈપણ રાજાની મદદ ન છતાં અને કોઈની પાસેથી ફરમાનો ન મેળવ્યા છતાં આજના વિદ્વાન સાધુઓ હેમચંદ્ર અને હીરવિજયના આદર્શને આ યુગમાં નજીક આણી શકે. મહાન પયગંબર ૨૫૦૦ વર્ષ પછી માત્ર હિંદુસ્તાનમાં જ નહિ, પણ પૃથ્વીના પાંચે ખંડમાં જ્યાં જ્યાં માનવ બચ્યો છે, ત્યાં ત્યાં બધે જ પોતાની જિંદગીમાં એક જ સાથે અહિંસાનો સંદેશો પહોંચાડનાર અને પોતાની અહિંસાવૃત્તિથી સૌને ચકિત કરનાર આજે મહાન પયગંબર કોણ છે? એ પ્રશ્નનો ઉત્તર પાંચ વર્ષનું બાળક પણ જાણતું ન હોય એમ તમે કહેશો ખરા? આનું કારણ શું? એ મહાન મનાતા પયગંબરની પાસે નથી મયૂરપિચ્છ કે નથી ઓઘો, નથી એની પાસે કમંડળ કે નથી ભામંડળ, નથી એની પાસે ભગવાં કે નથી એની પાસે ક્રૂસ. તેમ છતાં તે અહિંસાનો મંત્રદૃષ્ટા કેમ કહેવાય છે? એનાં કારણો તરફ અમારિધર્મના પ્રેમીઓએ નજર દોડાવવી જોઈએ; કારણ એ છે કે એ પોતે અહિંસાની ઝીણામાં ઝીણી વ્યાખ્યાઓ કરી શાંત નથી બેસતો, પણ એનો પ્રયત્ન અહિંસાને જીવનમાં મૂર્તિમાન કરી તેની વ્યાખ્યા સિદ્ધ કરવાનો છે. એ વિશ્વદયા કે છકાયની સંપૂર્ણ દયામાં માનવા છતાં તેને પાળવાનો કૃત્રિમ દાવો નથી કરતો. એણે તો અહિંસાપાલનની મર્યાદા આંકી છે. એણે વ્યાપક શરૂઆત માનવજાતથી કરી છે Page #248 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ • ૨૩૯ અને તેમાં પણ પોતાના દેશવાસીઓથી પહેલી કરી છે, કારણ કે એ જાણે છે કે દૂર તે તો દૂર જ છે, અને નજીકનાનો ખ્યાલ ન કરાય તો બંને દૂર જ પડી જવાના. એણે કોઈ રાજા મહારાજા કે સત્તાધીશ પાસેથી દયાનાં ફરમાન મેળવવાનો યત્ન નથી કર્યો, પણ એનું વાક્ય જ દયાનું ફરમાન બની ગયું છે; કારણ એ છે કે તે માનવજાતને અકારી થઈ પડેલ અને માનવજાતનો ભોગ લેતી એવી લડાઈમાં જ મૂળ ઉખેડવા માગે છે. એને અહિંસા અને સત્યની રક્ષા અને પ્રચાર માટે નથી કોર્ટે જવાની જરૂર પડી, નથી પક્ષાપક્ષી કરી મારામારી કરાવવાની જરૂર પડી. એને એની રક્ષા પોતાના હાથમાં જ દેખાય છે. એ પયગંબર કોઈપણ સત્તાધારીની શેમાં નથી તણાતો. એને તો મહાપ્રતાપી ગણાતા રાજ્યકર્તાઓની સામે પણ થવું પડે છે. જેના ઉપર અન્યાય ગુજરતો હોય અને જેનો કોઈ બેલી ન હોય એની વહારે વગર હથિયારે માત્ર મૈત્રીનું શરણ લઈ દોડી જવું એ એક જ આ પયગંબરનો જીવનવ્યવસાય છે. મનુષ્યદયા પછી એની દયા પશુઓમાં ઊતરે છે અને તે પણ મર્યાદિત રીતે, કારણ કે એ જાણે છે કે પશુઓની જેટલી અહિંસા કે દયા પાળી શકાય તેટલી લોકોને ઓછી લાગે, તેથી તેના તરફ તેઓ ધ્યાન ન આપે અને તેને સિદ્ધ ન કરે, અને જેની વાત અને ચર્ચા કરવામાં આવે તે પાળવી શક્ય ન હોય, વધારે તો ન પળાય પણ જે શક્ય હોય તે ઓછી પણ ન પળાય, એટલે એકંદર અહિંસાધર્મ ચર્ચામાં જ રહી જાય. માટે જ એણે અહિંસાપાલનની પશુજાતિમાં પણ મર્યાદા આંકી છે. એ પયગંબરની ભાવના છે અને તે શોધે છે કે એવો કોઈ માર્ગ છે કે જે દ્વારા અત્યારે બચાવવાનું શક્ય દેખાય છે તે કરતાં વધારે બીજાં જીવોને અને પશુઓને બચાવી શકાય. એવી શોધ અને તાલાવેલી તેમજ પગ વાળીને ન બેસવાની જુવાની એ જ એ વૃદ્ધ પયગંબરની સફળતાનું કારણ છે. એના જીવનમાંથી આપણે શું શીખીએ ? વધારે નહિ તો આટલું તો શીખીએ જ: (૧) સ્વદેશીધર્મ અને ખાસ કરી ખાદી સિવાય બીજાં કપડાં માત્રનો ત્યાગ. (૨) જીવિત ચામડાંની વસ્તુના વાપરનો ત્યાગ. (૩) કોઈપણ જાતના કેફી પીણાંનો ત્યાગ. આપણા જૈનો માટે તો બીડી, હોકા, સિગારેટ વગેરેનો ત્યાગ. (૪) સૌથી મહત્ત્વનું અને છેલ્લું આપણું કર્તવ્ય એ છે કે આપણે શાસનરક્ષા માટે ફંડો જમા ન કરીએ – એ ફંડોને કોર્ટે જઈ ન ખર્ચીએ. છાપાંઓ ને પુસ્તકો દ્વારા મનુષ્યત્વને લજવે એવો વિષપ્રચાર ન કરીએ. પક્ષાપક્ષી અને દળબંદીમાં ન રાચીએ. - પર્યુષણપર્વમાં વ્યાખ્યાનો, ૧૯૭૦ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૩૦. અસ્પૃશ્યો અને જૈન સંસ્કૃતિ હજારો વર્ષ પહેલાં પણ ચંડાળો અને અંત્યજો તરફ અત્યાર જેટલી જ, કદાય તેથીયે વધારે અને ઘણી વધારે ધૃણા તેમજ તુચ્છ દૃષ્ટિ હતી. તે વખતના જૂના બ્રાહ્મણસૂત્રો વાંચવાથી અંત્યજો તરફની લાગણીનો ખ્યાલ આવે. ભગવાન મહાવીરે પોતાના જીવનથી એ વસ્તનો વિરોધ કર્યો, અંત્યજો અને અસ્પૃશ્યોને સાધુસંઘમાં દાખલ કર્યા. તેથી બ્રાહ્મણ અને બીજા વૈદિક ઉચ્ચવર્ણમાં ક્ષોભ પ્રગટ્યો, પણ ભગવાને જરાય પરવા ન કરી. ' અસ્પૃશ્યોને ગુરુપદ આપવું એનો અર્થ એ છે કે તેને બધી જ જાતની શક્તિ કેળવવા માટે સ્વતંત્રતા આપવી. તે વખતના જૈન રાજાઓ અને બીજા ગૃહસ્થો પણ એ અસ્પૃશ્ય જૈન ગુરુઓને અડકવામાં બહુમાન સમજતા, તેમને પગે પડતા અને બ્રાહ્મણ જૈન ગુરુ જેટલો જ તેમનો આદર કરતાં. ઉત્તરાધ્યયનમાં ચિત્ત, સંભૂતિ અને હરિકેશબળના બે પ્રસંગો ભગવાનની એ હિલચાલના દાખલા છે. આ બે ઘટનાઓ કયે કાળે બની તે નક્કી નથી, પણ તે ભગવાનના સમયમાં અથવા પછી તરત જ બની હોવી જોઈએ. ચિત્ત અને સંભૂતિ બંને ચંડાળ બાળકો છે. જ્યારે બ્રાહ્મણોના અને બીજા વૈદિક લોકોના તિરસ્કારથી દુઃખી થઈ આત્માઘાત કરવા તેઓ તૈયાર થાય છે ત્યારે ભગવાનની સાચી દિશા જ તેમને બચાવી લે છે. આ વર્ણતિરસ્કાર સામેનો પહેલો દાખલો હરિકેશી ચંડાળ છે. તેને બધા વૈદિક લોકો તરછોડે છે અને ધિક્કાર વરસાવે છે, ત્યારે જૈન દીક્ષા એ ચંડાળપુત્રમાં માત્ર તેજ નહિ, પણ અસાધારણ તેજ દાખલ કરે છે. આ સિવાય બીજા પણ કોઈ કોઈ વિરલ દાખલા છે. મુખ્ય મુદ્દો એ છે કે જૈનસંસ્કૃતિ એટલે જન્મથી નહિ પણ ગુણકર્મથી વર્ણભેદમાં માનનારી સંસ્કૃતિ. અલબત્ત, બૌદ્ધ સંસ્કૃતિ પણ તેવી જ છે, પણ દુઃખની વાત તો એ છે કે ભગવાન મહાવીરનો ઝંડો લઈ ફરનાર જૈન સાધુઓ એ સંસ્કૃતિ સાચવી ન શક્યા. નવમા સૈકા સુધીના દિગંબર વિદ્વાનોએ બ્રાહ્મણોની જન્મસિદ્ધ ઉચ્ચતા અને અંત્યજોની જન્મસિદ્ધ નીચતા સામે જે તુમુલ યુદ્ધ શાસ્ત્રોમાં કર્યું હતું અને પશ્ચિમ તેમજ ઉત્તર હિન્દુસ્તાનના શ્વેતાંબર આચાર્યોએ જે વસ્તુ છેવટે સુધી શાસ્ત્રોમાં તત્ત્વદષ્ટિ સ્થાપી Page #250 -------------------------------------------------------------------------- ________________ અસ્પૃશ્યો અને જૈન સંસ્કૃતિ • ૨૪૧ છે તે જ બાબતમાં બધા જ જૈનો – ત્રણે ફિરકાના જૈનો – બ્રાહ્મણોથી હારી ગયા છે. બ્રાહ્મણોએ જે કહ્યું, જે કર્યું અને જે લખ્યું તેમાં જેનો પાછા ગુલામ થયા. એક વાર જૈન દીક્ષાથી અંત્યજો પવિત્ર થતા અને એમની આભડછેટ બળી જતી. આજે એ અંત્યજો અને એમની આભડછેટ બળી જતી આજે એ અત્યંજો અને એમની આભડછેટ જૈન દીક્ષાને અપવિત્ર બનાવે છે. શું આ જૈનોની હાર નથી સૂચવતી કે પહેલાં જૈન દીક્ષામાં પવિત્રતાનો અગ્નિ હતો જેથી આત્મછેદ બળી જતી અને આજે કહેવાતી આભડછેટમાં એવો મેલ છે કે તેની સામે આજની જૈન દિક્ષા કાંઈપણ કરવાને અસમર્થ છે ? સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આજની દીક્ષામાં જો ખરે જ કાંઈ સત્ત્વ હોય તો તે આભડછેટથી ભ્રષ્ટ ન થાય, પણ ઊલટી આભડછેટને ધોઈ નાખે. હસવા જેવી વાત તો એ છે કે ખુદ ભગવાન પાસે અસ્પૃશ્યો જાય અને પવિત્ર થાય, પણ તેમની મૂર્તિ પાસે જઈ ન શકે અથવા તેમના ધર્મ- સ્થાનોમાં જઈ ન શકે ! જો જિનમૂર્તિ, કહેવાય છે તેમ, જિન સમાન જ હોય તો જેમ જિન-તીર્થંકર પાસે અંત્યજો જતા તેમ તેમની મૂર્તિ પાસે પણ જવા જોઈએ અને જઈને પવિત્ર થઈ શકે. એટલે કાં તો “જિનમૂર્તિ જિન સરખી’ એ વાત ખોટી અને માત્ર કહેવા પૂરતી જ છે એમ ગણવું જોઈએ અને કાં તો એ વાત સાચી ઠરાવવા ખાતર તેમજ જૈન સાધુઓ બ્રાહ્મણોથી નથી હાર્યા એ બતાવવા ખતાર અંત્યજોને જૈન સંઘમાં લેવા જોઈએ અને ઓછામાં ઓછું જો તેઓ ઈચ્છે તો જૈન મંદિરમાં અને બીજા કોઈ ધર્મસ્થાનમાં તેમને જવા આવવાની છૂટ મળવી જોઈએ. આ તો ધર્મદષ્ટિએ વાત થઈ, પણ સમાજ અને રાજકીય દૃષ્ટિએ પણ જેનો આ વસ્તુ ન વિચારે તો તેઓની આ નિર્માલ્યતા અને વિચારહીનતા છે એમ ભવિષ્યની તેમની પ્રજા સમજશે. અને જ્યારે બ્રાહ્મણધર્મી લોકો અસ્પૃશ્યતા દૂર કરશે ત્યારે જ જૈનો તેમનું અનુકરણ કરશે તો તેમાં તેમની પોતાની સાંસ્કૃતિક વિશેષતા નહિ હોય. અત્યારે આ પ્રશ્ન માત્ર સહાનુભૂતિ પૂરતો નથી. દરેક ગૃહસ્થ કે સંસ્થાના સંચાલકે ઓછામાં ઓછું એક અંત્યજ બાળક કે એક બાળકને પોતાને ત્યાં સમભાવપૂર્વક રાખી જૈન સંસ્કૃતિનો નિર્ભય પરિચય આપવો જોઈએ. – પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૨ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૩૧. અસ્પૃશ્યતા અને હારજીત અસ્પૃશ્યતાનું ઝેરી ઝાડ ઓછામાં ઓછું ત્રણ હજાર વર્ષ જેટલું તો જૂનું છે જ. સૌથી પહેલાં તેનો ઉઝ સામનો કરનાર બે મહાન ઐતિહાસિક પુરુષો જાણીતા છે? એક ભગવાન મહાવીર અને બીજા ભગવાન બુદ્ધ. એમનું જીવન અંતઃશુદ્ધિ ઉપર ઘડાયેલું હોવાથી એમનો અસ્પૃશ્યતા સામેનો વિરોધ ધર્મપ્રદેશમાં દેખાયો. પરિણામે ચિત્ત અને સંભૂતિ નામના બે અસ્પૃશ્ય બાળકો જેઓ સામાજિક તિરસ્કારથી આત્માહત્યા કરવા તૈયાર થયેલા તેઓ, અને હરિકેશી વગેરે ચંડાળો (અંત્યજો) પણ જૈન મુનિસંઘમાં દાખલ થયા. બૌદ્ધ ભિક્ષુસંઘમાં પણ અસ્પૃશ્યો દાખલ થયા. આ અસ્પૃશ્ય ત્યાગીઓના પગમાં રાજાઓ અને મોટા શ્રીમાનો જ નહિ, પણ જૈન અને બૌદ્ધ બ્રાહ્મણો પણ પડવા લાગ્યા, એટલે ધર્મની જાગૃતિ સમાજમાં દાખલ થઈ. એક બાજ વૈદિક બ્રાહ્મણોનો પ્રચંડ રોષ અને બીજી બાજુ જૈન બૌદ્ધ ભિક્ષુઓનો ત્યાગ, એ બે વચ્ચે જાદવાસ્થળી શરૂ થઈ. પરિણામે આગળ જતાં બ્રાહ્મણ ધર્મની ગીતામાં અસ્પૃશ્યોને પણ અપનાવવામાં આવ્યા. એટલા પૂરતી જૈન અને બૌદ્ધ ત્યાગ તેમજ વિચારની જીત. પણ જૈન અને બૌદ્ધ સંઘમાં સંખ્યાબંધ બ્રાહ્મણો દાખલ થયા હતા. તેઓ પોતાનું જન્મસિદ્ધ જાતિ-અભિમાન છોડી ન શક્યા. તેઓ વિચાર અને પ્રભાવમાં મહાન હોવાથી બીજા લોકો તેમને વશ થયા, એટલે શાસ્ત્રીય વિચારમાં જૈન પરંપરા હંમેશાં અસ્પૃશ્યતાનો એક સરખો વિરોધ કરતી આવી હોવા છતાં સંઘ બહારના અને અંદરના બ્રાહ્મણઓના મિથ્યા જાતિ- અભિમાનને ગૃહસ્થ અને ત્યાગી બધા જ જૈનો વશ થયા અને પરિણામે ધર્મ તેમજ સમાજ બંને પ્રદેશમાં અસ્પૃશ્યતા પરત્વે જૈનો વ્યવહારમાં હાર્યા. રામાનુજે, કબીરે, નાનક, ચૈતન્ય, તુકારામે અને બીજા સંતોએ ધર્મની દૃષ્ટિએ અસ્પૃશ્યોને અપનાવવા પોતાનાથી બનતું કર્યું, પણ પાછા તેમના જ શિષ્યો આજુબાજુ ફેલાઈ રહેલા જન્મસિદ્ધ ઉચ્ચનીચના ખ્યાલથી હાર્યા. છેવટે સ્વામી દયાનંદ (જન્મથી બ્રાહ્મણ) આવ્યા. તેમણે ધર્મ, સમાજ અને રાષ્ટ્ર એ બધી દષ્ટિએ અસ્પૃશ્યતાને પાપરૂપ કહી અને તેને ધોઈ કાઢવા સંગીન પ્રયત્નો શરૂ કરાવ્યા. એ પ્રયત્નો તે પહેલાંના કોઈપણ Page #252 -------------------------------------------------------------------------- ________________ અસ્પૃશ્યતા અને હારજીત • ૨૪૩ પ્રયત્ન કરતાં વધારેમાં વધારે સફળ થયા, છતાં અત્યાર સુધીમાં એ પ્રયત્ન માત્ર એક સમાજ તરફથી ચાલતો અને બીજા સમાજો કાં તો એનો વિરોધ કરતા અને કાં તો તટસ્થ રહેતા. છેવટે મહાત્માજીનું તપ આવ્યું એને લીધે બધા જ સમાજોમાં અસ્પૃશ્યતા પરત્વે જાગૃતિ આવી. આ જાગૃતિ વિશ્વવ્યાપી છે અને તે મોટામાં મોટી જીત છે. આ જીતમાં ફુલાવાને અવકાશ નથી, પણ કર્તવ્યનો સવાલ છે. જેઓ અસ્પૃશ્યતા નિવારવાના કામમાં પાછા પડશે તેઓ ધર્મ ચૂકશે અને સ્વમાન પણ કદી સાચવી નહિ શકે. ત્યારે હવે આજે શું કર્તવ્ય છે એ ટૂંકમાં જોઈ લઈએ : (૧) અંત્યજોને પોતાને ત્યાં બીજા ઉચ્ચ ભાઈઓની પેઠે રાખવા. (૨) જાતે અગર બીજા મારફત કે સ્કોલરશિપ આપીને તેમને ભણાવવા. (૩) તેમની વચ્ચે જઈને દવા, સ્વચ્છતા, સભ્યતા આદિ માટે કામ કરવું અને તેઓની ખાનપાનની શુદ્ધિ માટે પ્રયત્ન કરવો. () તેઓને કથાવાર્તા દ્વારા અને બીજી રીતે હિંદુ ધર્મનો સ્પષ્ટ ખ્યાલ આપવો તેમજ તેમના વહેમો દૂર કરવા. - પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૨ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૩૨. જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર આજનો છેલ્લો દિવસ એટલે શું? લોકો એને સાંવત્સરિક દિવસ કે પર્વ કહે છે. પણ વળી સાંવત્સરિક એટલે શું એ પ્રશ્ન થાય છે. એનો ઉત્તર ઉપરના મથાળામાં આવે છે. ભગવાન મહાવીર અને જીવનશુદ્ધિ એ બે વસ્તુ નોખી નથી જ. એ તો એક જ તત્ત્વનાં બે નામો અને રૂપો છે. કલ્પના અને બુદ્ધિ જ કાંઈક વિચારી શકે તેવી સૂક્ષ્મ વસ્તુ એ જીવનશુદ્ધિ, અને હાલતી ચાલતી તથા જીવતી જાગતી, તેમજ સ્થૂળ દષ્ટિને પણ ગ્રાહ્ય થઈ શકે તેવી જીવનશુદ્ધિ એ ભગવાન મહાવીર. આજનો દિવસ જીવનશુદ્ધિનો; એટલે જીવનશુદ્ધિને આદર્શ માનનાર હરકોઈને માટે પોતાના ભૂતજીવનમાં ડોકિયું કરવાનો અને એ જીવનમાં ક્યાં ક્યાં કચરો એકઠો થયો છે એની સૂક્ષ્મ તપાસ કરવાનો. આટલું જ કરવા માટે આપણે ભગવાનનું જીવન સાંભળીએ છીએ. જો એ જીવન સાંભળી પોતાના જીવનમાં એક વાર પણ ડોકિયું કરાય અને પોતાની નબળાઈઓ નજરે પડે તો સમજી લેવું કે તે બધાં જ તપો તપ્યો અને બધાં જ તીર્થોની યાત્રા કરી ! પછી દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણની જુદાઈ નહિ રહે, એને માટે એને રણરોઝની પેઠે રખડવું નહિ પડે. આપણે સાંવત્સરિક દિવસો કેટલા પસાર કર્યા? તેનો ધૂળ ઉત્તર તો સૌ કોઈ પોતાની જન્મપત્રિકામાંથી મેળવી શકે, પણ યથાર્થ સાંવત્સરિક દિવસ પસાર કર્યો છે કે નહિ એનો સત્ય ઉત્તર તો અંતરાત્મા જ આપી શકે. પચાસ વર્ષ જેટલી લાંબી ઉંમરમાં એક વાર પણ આવું સાંવત્સરિક પર્વ જીવનમાં આવી જાય તો એના બાકીનાં ઓગણપચાસે સફળ જ છે. ભગવાન મહાવીરનું જીવન સાંભળીએ છીએ ત્યારે તેમના ઉપર પડેલા ઉપસર્ગો સાંભળી અને તેમની પાસે હાજર થતી દેવોની સંખ્યા સાંભળી કાં તો અચરજ પામી વાહ વાહ કરીએ છીએ અને કાં તો કાંઈક હશે' એમ કહી અશ્રદ્ધાથી ફેંકી દઈએ છીએ. જ્યારે એ ભયાનક પરીષહો અને પ્રભાવશાળી દેવોની વાતો સામે આવે ત્યારે શ્રદ્ધાથી અચંબો પામીએ કે અશ્રદ્ધાથી એ વાત ન માનીએ એ બંનેનું પરિણામ એક જ આવે છે અને તે એ કે આપણે ક્ષુદ્ર રહ્યા, આવું તો આપણા જીવનમાં ક્યાંથી આવે ? એ તો મહાપુરુષમાં જ હોય અથવા કોઈમાં ન હોય એમ : Page #254 -------------------------------------------------------------------------- ________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર • ૨૪પ ધારી, આપણે શ્રદ્ધાળુ હોઈએ કે અશ્રદ્ધાળુ હોઈએ, પણ મહાવીરના જીવનમાંથી આપણા જીવન પરત્વે કશું જ ઘટાવી કે ફલિત કરી શકતા નથી. એટલે આપણે તો જીવનશુદ્ધિની દષ્ટિએ ભગવાન મહાવીરના જીવનમાંથી કશો જ ફાયદો ઉઠાવી શકતા નથી, એમ સામાન્ય રીતે કહી શકાય. મહાવીરની મહત્તા દેવોના આગમન કે બીજી દિવ્ય વિભતિઓમાં નથી, શરીરસૌષ્ઠવ કે બીજા ચમત્કારોમાં પણ નથી, કારણ કે જો દેવો આવી જ શકતા હોય તો બીજાઓ પાસે પણ આવે અને શરીરનું સૌષ્ઠવ તથા બીજી વિભૂતિઓ તો મહાન ભોગી ચક્રવર્તીઓને કે જાદુગરોને પણ સાંપડે. પછી આપણે આવી અતિશયતાઓથી કાં લોભાવું જોઈએ? ત્યારે પ્રશ્ન થશે કે ભગવાનના જીવનના આકર્ષક અથવા ઉપયોગી અને અસાધારણ મોહક તત્ત્વ શું છે એ જેનો સંબંધ આપણી સાથે પણ સંભવી શકે અને જેને લીધે ભગવાનની આટલી મહત્તા છે? એનો ઉત્તર રાતદિવસ ચાલતા આપણા જીવનમાંના તોફાનોમાંથી મળી રહે છે. જે તોફાનો આપણને હેરાન કરે છે, કચરી નાખે છે અને નિરાશ કરી મૂકે છે, તે જ મનનાં તોફાનો ભગવાનને પણ હતાં. ભયનું ભારે વાવાઝોડું, બીકનું ભારે દબાણ, સ્થિર રહેવાની લીધેલ પ્રતિજ્ઞામાંથી ચલિત થઈ હંમેશની પડેલી ભોગની ટેવોમાં તણાઈ જવાની નબળાઈ સંગમનું રૂપ ધારણ કરીને આવી અને ભગવાનની કસોટી થવા લાગી. પ્રતિજ્ઞાના અડગ ડગ ડગાવવા પૂર્વ ભોગોના સ્મરણ અને લાલચે આગનું રૂપ ધારણ કર્યું અને ખીર પાકવા લાગી. મહાવ્રતની ભીખ પ્રતિજ્ઞા લેતી વખતે અંતરાત્માના દિવ્ય નાદને સાંભળવા ભગવાને મનમાં જે શ્રવણ-બારીઓ ઉઘાડી મૂકી હતી, તેમાં દુન્વયી વાવાઝોડાના નાદો ખીલારૂપે દાખલ થયા. આ બધું છતાં એ ભીષ્મપ્રતિજ્ઞાવીર કેવી કેવી રીતે આગળ વધ્યે જ ગયા, અને સંગમથી કે પગ ઉપરના ખીરપાકથી કે ખીલા ભોંકાવાથી જરા પણ પાછા ન હઠતાં છેવટે વિજયવાન થયા, એ જ જાણવામાં મહાવીરના જીવનની મહત્તા છે. એવા સંગમ દેવો, એ રંધાતી ખીરો, એ કાનમાં ઠોકાતા ખીલાઓ આપણે રોજેરોજ આપણા જીવનમાં, ધર્મસ્થાનોમાં કે બજારમાં અનુભવીએ છીએ. કપડાં યોગીનાં હોય કે ભોગીનાં, પણ આપણા જીવનમાં એ બધા જ ઉપસર્ગો આપણે અનુભવીએ છીએ. પછી શંકા શી કે ભલા, આવા દેવો હોઈ શકે? કે વળી આવા ઉપસર્ગો હોઈ શકે? તેમજ અચંબો પણ શો, કે અહો! આ તો બધું ભગવાન જેવા મોટા પુરુષને જ હોય, એમને જ આવા ઉપસર્ગો પડે અને એ જ તેને જીતી શકે ! આપણે પોતે ભગવાન છીએ. આપણા જીવનમાં તેમને પડ્યા અને તેમણે સહ્યા તે બધા જ ઉપસર્ગો રાત-દિવસ આવ્યે જાય છે, પણ આપણે આપણા પોતાના જીવનમાં ડોકિયું નથી કરતાં અને ભગવાનના જીવન તરફ પણ નજર કરીએ છીએ તો અંદર Page #255 -------------------------------------------------------------------------- ________________ ર૪૬ - જૈન ધર્મ અને દર્શન ઊતરવા ખાતર નહિ, પણ ઉપર ઉપરથી જ. આપણે ભગવાનના જીવન અને આપણા જીવન વચ્ચે ભારે ફેર અનુભવીએ છીએ, અને એ ફેર એક એવો દેવતાઈ માની લઈએ છીએ કે આપણે ભગવાન ઉપર શ્રદ્ધા રાખવા છતાં તેમનાથી વેગળા જ રહીએ છીએ. આપણે પોતે જ ભગવાન છીએ, એનો અર્થ એટલો જ કે ભગવાનની માનસિક વિટંબણાઓ, એમના જીવનમાં તોફાનો, અને એમનું દિવ્ય-આસુરીવૃત્તિનું યુદ્ધ, એ જ આપણા જીવનમાં છે. ફેર હોય તો તે એટલો જ કે આપણે આપણા જીવનગત એ ઉપસર્ગોને જોતા નથી, જોવા ઇચ્છતા નથી, તે માટે પ્રયત્ન કરતા નથી, જ્યારે ભગવાને એ બધું કર્યું. જે જાણે, ઈચ્છે અને પ્રયત્ન કરે તે વસ્તુને મેળવે, તેથી જ ભગવાને જીવન મેળવ્યું અને આપણે ગુમાવ્યું અને હજી ગુમાવતા જઈએ છીએ. મહાવીર કોના પુત્ર હતા, કઈ નાતના હતા, ઉમર શી હતી, તેમનો પરિવાર કેટલો હતો, સમૃદ્ધિ શી હતી, ઘર ક્યારે છોડવું, ક્યાં ક્યાં ફર્યા, કોણ તેમના પરિચયમાં આવ્યું, કેટલા અને ક્યાં ક્યાં દેવી બનાવો બન્યા કે કેટલા રાજાઓ ચરણોમાં પડ્યા, કેટલાં ચેલા અને ચેલીઓ થયાં, કેટલા ગૃહસ્થોએ તેમના પગ પૂજ્યા, તેમણે શાં શાં કામો કર્યા, કયાં નિર્વાણ પામ્યા વગેરે બધું જાણવું હોય તો જાણવું ખરું, પણ સ્મરણમાં રહે કે એ બધી બાબત તો વધારે ચમત્કારપૂર્વક અને વધારે આકર્ષક રીતે બીજાના જીવનમાંથી પણ સાંભળી અને મેળવી શકીએ છીએ. તો પછી આજકાલ વંચાતા મહાવીરજીવનમાંથી શું કાંઈ સાંભળવા જેવું નથી એવો પ્રશ્ન થાય. ઉત્તર ઉપર દેવાઈ તો ગયો જ છે, છતાં સ્પષ્ટતા ખાતર કહેવું જોઈએ કે મહાવીરનું જીવન સાંભળતી કે વિચારતી વખતે અંતમુર્ખ થઈ એમના જીવનની ઘટનાઓ, ખાસ કરીને ગૃહસ્થ અને સાધક જીવનની ઘટનાઓ, આપણા જીવનમાં કઈ કઈ રીતે બની રહી છે તે ઊંડાણથી જોયા કરવું. ચમત્કારો, દેવી ઘટનાઓ અને અતિશયોની વાતો પાછળનું યથાર્થ રહસ્ય. આપણા જીવનને સામે રાખી ભગવાનના જીવનમાં ડોકિયું કરવાથી, તરત ધ્યાનમાં આવશે અને ધ્યાનમાં આવતાં જ ભગવાનની સ્વતઃ સિદ્ધ મહત્તા નજરે ચડશે. પછી એ મહત્તા માટે કોઈ ઠાઠમાઠ, દિવ્ય ઘટના કે ચમત્કારોનું શરણ લેવાની જરૂર નહિ રહે. જેમ જેમ એ જરૂર નહિ રહે તેમ તેમ આપણે ભગવાનના જીવનની એટલે સાંવત્સરિક પર્વની નજીક જઈશું. આજે તો આપણે બધાય સાંવત્સરિક પર્વમાં હોવા છતાં તેમાં નથી, કારણ કે આપણે જીવનશુદ્ધિમાં જ નથી. એટલે સાંવત્સરિક પર્વનું કલેવર તો આપણી પાસે છે જ. એમાં પ્રાણ પુરાય અને એ પ્રાણ પુરાવાના સ્થળ ચિતરૂપે આપણે સમાજ અને રાષ્ટ્ર માટે ભોગનો ત્યાગ કરીએ અને એમ સાબિત કરી બતાવીએ કે સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થવાની જીવનશુદ્ધિ અમારામાં આ રીતે છે, તો આજનું આપણું આંશિક કર્તવ્ય સિદ્ધ થયું લેખાય. Page #256 -------------------------------------------------------------------------- ________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવી૨ ૦ ૨૪૭ ભગવાનની જીવનશુદ્ધિનો એટલે તેનો પડધો પાડતો સાંવત્સરિક પર્વનો પંથ એવો વિશાળ છે કે તેમાંથી આપણે આધ્યાત્મિક અને લૌકિક બંને કલ્યાણ સાધી શકીએ. હવે જોવાનું છે કે જીવનશુદ્ધિનો દાવો કરતા આપણે સમાજ અને રાષ્ટ્રસેવા દ્વારા એનો કેટલો વિકાસ કરી શકીએ છીએ. રસ્તો તો આજે ખુલ્લો થઈ ગયો છે. રાષ્ટ્રધર્મ એટલે પ્રવૃત્તિ અને જીવનશુદ્ધિ એટલે નિવૃત્તિ, એ બે વચ્ચેના માની લીધેલા વિરોધનો ભ્રમ પણ હવે ભાંગી ગયો છે. એટલે ફક્ત પુરષાર્થ કરવો છે કે નહિ, એનો જ ઉત્તર આપવો બાકી રહે છે. આના ઉત્તરમાં જ જૈન સમાજનું જીવન અને મરણ સમાયેલું છે. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૦ - ' Page #257 -------------------------------------------------------------------------- ________________ ૩૩. ગૃહસ્થીધર્મીને નિર્વાણ સંભવી શકે ખરો ? અધ્યાત્મસાધના દ્વારા નિર્વાણના અંતિમ ધ્યેયને પહોંચવા માટે સંન્યાસી દશા આવશ્યક મનાઈ છે. બીજી બાજુ ગૃહસ્થાશ્રમ પાળવા માટે પણ એ દશા પ્રાપ્ત થઈ શકે છે એવું પણ સ્વીકારાયું છે. ત્યાગપૂર્ણ ગૃહસ્થાશ્રમ હું સમજી શકું છું, પણ અંતકાળ સુધી પણ જેઓ સ્ત્રીસંગ- રૂ૫ ગૃહસ્થ ધર્મ આચરતા હોય છે, દાખલા તરીકે સંત તુકારામ, તેવા સંતો શું નિર્વાણદશાને પહોંચી શકે ખરા ? જેઓ પોતાની સંતતિ દ્વારા નવસર્જનની વૃત્તિમાંથી છૂટ્યા નથી તેઓ પોતાના સર્જનતંતુરૂપ પુનર્જન્મોમાંથી કેવી રીતે છૂટી શકે? ઉત્તરઃ પ્રશ્ન આંતરિક અને બાહ્ય ધર્મો તેમજ તેવા આશ્રમોની કઢંગી સમજણમાંથી ઊભો થયો છે. ખરી રીતે અધ્યાત્મસાધના, નિર્વાણ, સંન્યાસ આશ્રમ, ત્યાગ અને ગૃહસ્થાશ્રમ જેવા શબ્દોના દેખીતા વ્યાવહારિક અર્થ વચ્ચેનું અંતર વિવેકથી તપાસીએ તો તુકારામના દાખલામાં અસંગતિ જણાવાને કોઈ કારણ નથી. પ્રશ્રકારે એમ માની લીધું છે કે તુકારામ મોટા સંત હતા તો તે ગૃહસ્થાશ્રમમાં પૂરા સંન્યસ્ત પણ હોવા જોઈએ અને તેઓ તેવા સંન્યસ્ત હોય તો સંતતિજનનયોગ્ય વાસના કેવી રીતે સંભવે ? પરંતુ તુકારામ ગમે તેટલા વિચારક, વિશ્લેષણકાર, ભક્ત અને ત્યાગી હોય, તો પણ તેઓ સંન્યાસની પૂર્ણ દશાએ પહોંચ્યા હોય એમ કહી શકાય ? અને જ્યારે તેમનામાં સંતતિજનનયોગ્ય વાસનાનો સદૂભાવ માનવામાં આવ્યો હોય ત્યારે તેઓ સંન્યાસની કે ત્યાગની આંતરિક પૂર્ણ દશાએ પહોંચ્યા હોય એવી માન્યતાને તો અવકાશ જ રહેતો નથી. ગૃહસ્થાશ્રમમાં ત્યાગ અને સંન્યાસ ખરા અર્થમાં સંભવે છે અવશ્ય, પણ જેટલા પ્રમાણમાં ભોગવાસના શમી કે ક્ષીણ થઈ હોય તેટલા જ પ્રમાણમાં ત્યાગ અને સંન્યાસનો વાસ્તવિક વિકાસ થાય છે. જો ગૃહસ્થાશ્રમમાં કોઈ પોતાની વાસનાઓને તદ્દન નિર્મળ કરે તો જ એનામાં પૂર્ણ ત્યાગ પૂર્ણ સંન્યાસ હોઈ શકે. એ જ રીતે બાહ્ય દષ્ટિએ ત્યાગી, સંન્યાસી કે સાધુનો આશ્રમ સ્વીકાર્યા છતાં તેનામાં વાસનાનું Page #258 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થીધર્મીને નિવણ સંભવી શકે ખરો ? • ૨૪૯ પ્રમાણ ઓછું કે વતું હોય તો તેવો દેખીતો ત્યાગી, સંન્યાસી કે સાધુ પણ બાહ્ય રૂપે ગૃહસ્થાશ્રમમાં વસતી એવી પણ તાત્ત્વિક રીતે વાસનાઓના શમન કે દમનનાં આગળ વધેલ વ્યક્તિ કરતાં ઊતરતો જ છે, એવું આધ્યાત્મિક સાધનાનું દૃષ્ટિબિંદુ કહે છે. - પ્રબુદ્ધ જીવન, ૧-૨-૧૯૫૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૩૪. સાચો જૈન ખરા જૈન અગર ખરા જૈન બનવા ઇચ્છનારે શું કરવું? આપણી આજુબાજુની પરિસ્થિતિ મનમાં બે વૃત્તિઓ ઉત્પન્ન કરે છે. ધાર્મિક લાગણી, રાજકીય સ્વાર્થ અથવા તો લાંબો લૌકિક સ્વાર્થ આપણને એમ માનવા લલચાવે છે કે, કોઈથી વિખૂટો ન પડતો, ના લડતો અને ગમે તેવા સ્વાર્થને માર્ગે પણ એકતા સાચવવાનું ન ચૂકતો. બીજી બાજુ કુળવારસો, પૂર્વસંસ્કારો, કૌટુંબિક ક્ષોભો અને સામાજિક પ્રેરણાઓ ઘણી વાર આપણને એવી માન્યતા તરફ ધકેલે છે કે સ્વાર્થ ન ત્યજાય, જરાયે જતું ન કરાય. એમ જતું કરીએ તો ચાલે કેમ? કુટુંબનુ કેમ નભે? નાત, ધર્મ ને સમાજની પ્રતિષ્ઠા કાંઈ જતી કરાય ? શું આપણે ત્યાગી છીએ ? આવા બે દેવી અને આસુરી વૃત્તિના પ્રવાહો માત્ર વ્યાપાર-વ્યવસાય, સત્તા, અધિકાર કે સારે નરસે પ્રસંગે જ નથી જન્મતા, પણ ધર્મ જેવી વિશુદ્ધ અને સ્વાર્પણ સૂચક વસ્તુને પ્રસગે પણ આવું અથડામણીવાળું ભયંકર તોફાન મનમાં ઊઠે જ છે. જે વિદ્વાનો અને ત્યાગીઓ ગમે તેટલું સહીને પણ ઉદારતા કેળવવાની શિક્ષા આપે છે તે જ અગ્રગણ્ય ગણાતા સંતપુરુષો જ્યારે ખરેખર સ્વાર્પણ કરવાનો અને ઉદારતા કેળવવાનો કટોકટીનો પ્રસંગ ઊભો થાય છે ત્યારે મજબૂત અને મક્કમપણે એમ કહે છે કે ધર્મનું તે અપમાન સહાય ? ધર્મની કોઈપણ વસ્તુ, પછી તે સ્થાવર જ કેમ ન હોય, જતી કરાય ? ધર્મની સંસ્થા અને તેનાં સાધનો જો નહિ સાચવીએ તો અને ધર્મના હક્કોની પરવા નહિ કરીએ તો ધર્મ કેવી રીતે રહેશે? આ રીતની અસ્મિતા માત્ર ધર્મગુરુઓ કે પંડિતો જ નથી જગાડતા, પણ જે માતાપિતા કે બીજા આપ્તજનો નાની ઉંમરમાં બાળકને ઉદાર થવાની, સહનશીલ થવાની અને નમ્રતા કેળવવાની તાલીમ આપવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરતા, ધર્મગુરુઓ પાસે બાળકોને સમાગમ માટે મોકલતા અને આદર્શ શિક્ષકને હાથે બાળક સુધરે એમ ઇચ્છતા હોય છે, તે જ માતાપિતા કે બીજા આવા જૈન હવે યુવક થયેલ બાળકને વ્યાવહારિક જીવનમાં નીતિ કે અનીતિનો માર્ગ પસંદ કરવાની તક આવતાં, પાછા જાણે અજાણે એમ કહેતા હોય છે કે – ભાઈ, એ તો ખરું, પણ આપણે એણે કેટલું અપમાન કર્યું? બીજું તો બધું જતું કરાય, પણ આપણા હકની અને ભોગવટાની વસ્તુ ભલે તે નાનકડી જ કેમ ન Page #260 -------------------------------------------------------------------------- ________________ સાચો જૈન • ૨૫૧ હોય) એમ કાંઈ અન્યાયની જતી કરાય? તું એમ નમાલો થઈશ અને મૂંગે મોઢે સહ્ય જઈશ તો તને કોઈ પૂછવાનું નથી, તારો ધડો થવાનો નથી અને ખરેખર તું ભીખ માગીશ! આ અને આવી બીજી અનેક રીતે આપણી સામે પરસ્પર વિરોધી પ્રસંગો આવે છે – જેનો પ્રત્યેક વ્યક્તિને ઓછોવત્તો અનુભવ થાય છે – તે વખતે ધાર્મિક દૃષ્ટિએ, રાજકીય દષ્ટિએ કે બીજા વધારે લૌકિક હિતની દૃષ્ટિએ આપણે ઉદારતા કેળવવી અને બધું જતું કરી ખરું મનુષ્યત્વ વિકસાવવું કે મનોગત ઊંડા કુસંસ્કારો અને સ્વાર્થી સંકુચિત પ્રેરણાઓને વશ થઈ અન્યાયી અને અલ્પ પણ તત્કાળ લલચાવનાર સ્વાર્થ તરફ ઘસડાવું? ઉદારતા વગેરે ધર્મના ઉદેશોને માત્ર સાંભળવાના જ વિષય બનાવી આપણે હંમેશનો ખેલ ખેલ્યા કરવો એ એક ભારે વિચિત્ર વસ્તુ છે. હિંદુ અને મુસલમાનો જ નહિ, બ્રાહ્મણ અને બ્રાહ્મણેતરો જ નહિ, અસ્પૃશ્ય અને પૃશ્ય ગણાતી કોમો જ નહિ, પણ એક જ સંસ્કૃતિ, એક જ તત્ત્વજ્ઞાન અને એક જ ધ્યેયનો વારસો ભોગવનાર એવા શ્વેતાંબર, દિગંબર કે સ્થાનકવાસી ફિરકાઓ વચ્ચે જ્યારે હક કે માનાપામાન માટે મરી ફીટવાનો કે તેનાં સાધનો માટે મતભેદ કે તકરારનો પ્રસંગ ન હોય ત્યારે ઉદારતા કેળવવાની અને નમ્ર બનવાની તક અપાતી જ નથી; પણ જ્યારે રસાકસીનો પ્રસંગ ઊભો થાય ને જીવનમાં ધર્મ કે નીતિ દાખવવાની તક આવે ત્યારે ચોમેરથી દબાણ થાય છે કે તમે બાયેલા થઈ ગયા; તમને ધર્મનું કશું લાગતું જ નથી; આવી રીતે બેદરકાર રહેશો તો તમારું કે તમારા ધર્મનું નામ કે નિશાન નહિ રહે – એકતા અને ઉદારતા દાખવાના ખરેખરા કટોકટીના પ્રસંગે ધર્મની રક્ષાને બહાને આ રીતે આપણી અસ્મિતાને ઉશકેરવામાં આવે ત્યારે ધર્મને જ નામે અપાયેલા અને પુષ્ટ થયેલા ઉદારતા સંસ્કારો અગર એકાએક નાશ ન પામે તોપણ વ્યાવહારિક જીવનમાં ઊતરી ન શકે એવા બળવાન તો ન જ રહે એ દેખીતું છે. પણ આ દેવી અને આસુરી – આંતરિક અને બાહ્ય હચમચાવી મૂકે એવી, અને ઘણાને ઘણીવાર તદ્દન મૂંઝવી નાખે તેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે જે ખરો જૈન હોય અગર તો ખરો ધર્મનિષ્ઠ હોય તેમજ જે તેવો બનવા ઇચ્છતો હોય તેણે શું કરવું એ આજનો અતિ ગહન પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર આપોઆપ મેળવી લે એટલી બુદ્ધિપટુતા કે સાંસ્કારિક્તા આજે કેટલામાં જણાય છે? અને જો લોકસમાજ એ પ્રશ્નનો ઉત્તર આપોઆપ મેળવી લેવા સમર્થ ન હોય તો લોકોએ એનો ખરો ઉત્તર કોની પાસેથી મેળવવો ? જો વિદ્વાન ગણાતો એક આગેવાન અમુક ઉત્તર આપે, બીજો તેવો આગેવાન વળી બીજો ઉત્તર આપે અને ત્રીજો વિદ્વાન ત્રીજો જ ઉત્તર આપે તો પ્રશ્ન કરતાં ઉત્તરની ગૂંચવણ કરોળિયાના જાળાની પેઠે એવી મૂંઝવણકારક થઈ જવાની કે તેમાં સપડાયેલ Page #261 -------------------------------------------------------------------------- ________________ ર૫ર • જૈન ધર્મ અને દર્શન દરેક પંગુ જ બની જવાનો. ત્યારે એવો કયો માર્ગ છે કે જેને આધારે દરેક માણસ એક જ સરખો અને સાચો ઉત્તર મેળવી શકે? જો આવો કોઈ એક માર્ગ ન હોય અને હોય તો કદી સૂઝી શકે તેવો ન હોય અથવા માર્ગ સૂક્યા પછી પણ અમલમાં મૂકી શકાય કે જીવનમાં કામ લાવી શકાય તેવો ન જ હોય તો પછી આજ સુધીમાં આપણી શાસ્ત્રો, ધર્મો અને ગુરુની ઉપાસના વંધ્ય છે. અને વંધ્ય ન જ હોઈ શકે એવું જો આપણું અભિમાન સાચું હોય અગર સાચું સાબિત કરવું હોય તો પ્રસ્તુત વિકટ પ્રશ્નનો એકસરખો, મતભેદ વિનાનો અને ત્રિકાલાબાધિત ઉત્તર આપી શકે તેવો માર્ગ અને તેવી કસોટી આપણે શોધવી જ રહી. આ માર્ગ અને આ કસોટી ઘણાં સાત્વિક હૃદયમાં ફરતી હશે તેમજ રામાત્ર મહેનતથી ફરવાનો સંભવ પણ છે. માટે એનું સ્પષ્ટીકરણ કરી દરેક વાચકની બુદ્ધિસ્વતંત્રતા અને નિર્ણયશક્તિ કે વિચારસામર્થ્યને ગૂંગળાવી નાખવા ન ઇચ્છતાં દરેક સહદય વાચકને એ માર્ગ અને એ કસોટી વિચારી લેવા પ્રાર્થના છે. તેથી મા લેખ વાંચનાર દરેક એટલું જરૂર વિચારે કે ખરા જૈન અને ખરા જૈન બનવા માટે જ્યારે વિરોધી પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે શું કરવું અને તે કર્તવ્યના નિર્ણય માટે સર્વમાન્ય એક કઈ કસોટી નજરમાં રાખવી ? - જૈનયુગ, ભાદ્રઆશ્વિન ૧૯૮૩ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૩૫. શુદ્ધિપર્વ માત્ર મનુષ્યોનો જ નહિ, પણ પશુપંખી વગેરે કોઈપણ પ્રાણીનો જીવનવ્યવહાર અને જીવન ધર્મ નિહાળીએ તો વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે શો અને કેવો સંબંધ છે તે ધ્યાનમાં આવ્યા વિના નહિ જ રહે. સ્થૂળ દૃષ્ટિએ જોતાં દરેક વ્યક્તિ સ્વપર્યાપ્ત કે પોતાનામાં જ પૂર્ણ ભાસે છે. ઉપર ઉપરથી જોતાં આપણને એમ લાગે છે કે દરેક પ્રાણી કે વ્યક્તિની આત્મકથા એ માત્ર તેના જ જીવનની કથા છે, કેમકે તે તેના જીવનના પ્રારંભથી શરૂ થાય છે અને તેના જીવના અંત સાથે જ તે અંત પામે છે. પરંતુ જો આપણે સૂક્ષ્મ અને તાત્ત્વિક દષ્ટિએ નિરીક્ષણ કરીએ તો આપણને તરત જ જણાશે કે કોઈપણ વ્યક્તિનો જીવનપ્રવાહ માત્ર વ્યક્તિ-મર્યાદિત છે જ નહિ, કેમકે તે તેના પૂર્વકાલીન અને સમકાલીન સમાજનાં અનેક જીવનવહેણોથી રચાય છે અને સમૃદ્ધ થાય છે. કોઈ પણ મનુષ્ય પોતાના પૂર્વકાલીન અને સમકાલીન માનવસમાજ તેમજ ઇતર પ્રાણીજગતના સંબંધો અને તેથી ઉત્પન્ન થતાં સંસ્કારોને પોતાનામાંથી બાદ કરે તો તે માત્ર શૂન્ય બની રહે અને તેનામાં કશી જ જીવનશક્તિ શેષ ન રહે. પૂર્વ કાળનો પેઢીઉતાર અને સંસ્કાર-વારસો એ જ પ્રત્યેક વ્યક્તિના જીવનધારણ અને જીવનવિકાસની નક્કર ભૂમિકા છે; અને એ જ ભૂમિકા સમકાલીન સમાજ સાથેના વ્યક્તિના સારા કે નરસા સંબંધોથી વિશેષતા પામે છે અને તે ભાવિ સમાજના ઘડતરમાં સારો કે નરસો ફાળો આપવાની શક્તિ અનિવાર્યપણે કેળવે છે. આટલા ઉપરથી સ્પષ્ટ થશે કે વ્યક્તિ અને સમાજનો સંબંધ એ પુષ્પ અને તેની સુવાસના સંબંધ જેવો અવિભાજ્ય છે. ગુણદોષ વિચાર પ્રાણીવર્ગમાં માત્ર માનવજાતિ જ એવી છે કે જે અતિ લાંબા કાળના સંસ્કારવારસાની રક્ષા કરવા ઉપરાંત તેમાં તે ધાર્યા પ્રમાણે ફેરફાર અને સુધારાવધારો કરી શકે. વળી તે ભાવિ પેઢીને આશીર્વાદ કે શાપરૂપ નીવડે એવી સામગ્રી પણ યોજી શકે. જે સગુણો કે દોષો વ્યક્તિમાં દેખાય છે કે વ્યક્તિગત મનાય છે તે ખરી રીતે સમાજસાપેક્ષ હોઈ તે તે સમાજના ગુણદોષનું પ્રતિબિંબ માત્ર છે. કોઈપણ વ્યક્તિ રુચિપૂર્વક પોતામાં સદ્ગુણ કેળવવા અને વિકસાવવા માગે તો તે જીવનની દિશાને Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ • જૈન ધર્મ અને દર્શન સમાજથી સાવ વિમુખ બનાવી કદી સગણ સાધી શકે જ નહિ. સદ્દગુણનો અર્થ જ એ છે કે ગમે તેવી અથડામણો અને ગમે તેવા સંઘર્ષ વચ્ચે પણ બીજા પ્રત્યેનું વલણ મધુર જ બનાવી રાખવું, તેમાં કડવાશ આવવા ન દેવી. માણસ સાવ એકલો હોય તો તેની વૃત્તિની મધુરતા કે કટુતાની કસોટી થઈ ન શકે અને તે પોતે પણ એમ નક્કી ન કરી શકે કે જેને તે સદ્ગણ માની રહ્યો છે તે વખત આવતાં સદ્ગણ જ સિદ્ધ થશે. એ જ નિયમ દોષને પણ લાગુ પડે છે. કોઈ વ્યક્તિ ક્રૂરતા, લોભ કે ભોગવૃત્તિમાં રસ ધરાવતી હોય અને તે સમાજથી સાવ છૂટી પડે તો તે કદી પોતાની નવી રસવૃત્તિને તૃપ્ત કરી શકશે નહિ. સત્ય બોલવું અને આચરવું એ સદ્દગુણ છે અને અસત્યાચરણમાં દોષ છે, પણ જો મનુષ્ય એકલો હોય તો તે સત્ય કે અસત્યનું આચરણ કેવી રીતે અને કોના પ્રત્યે કરે ? તેથી એ નિઃશંકપણે ફલિત થાય છે કે ઈતર ગત સાથેના માણસના સંબંધમાં જ ગુણદોષની વૃદ્ધિ કે હાનિની શક્યાશક્યતા સમાયેલી છે. મહાન પુરુષો પૃથ્વીના પટના કોઈપણ ભાગ ઉપર ક્યારેય પણ થઈ ગયેલ અને અત્યારે વર્તમાન એવા મહાન પુરુષોની જીવનકથા એટલે સંક્ષેપમાં કહીએ તો તેમનો તેમની આસપાસના જગત પ્રત્યેનો દૃષ્ટિકોણ અને જીવનવ્યવહાર જે રીતે ભગવાન મહાવીરે વારસામાં મળેલ સંસ્કારોને ઈતર જગત પ્રત્યેના પોતાના બંધુત્વમય અને વિશાળ દૃષ્ટિકોણ વડે તેમજ કોમળ અને મધુર આચરણથી ઉદાત્ત બનાવ્યા અને તેના પરિણામે માનવજાતિના અભ્યદય અને નિઃશ્રેયસની દૃષ્ટિએ કાલાબાધિત મૂળભૂત સિદ્ધાંતો ઈતર પયગંબરોની પેઠે પ્રરૂપ્યા, તે જ સૂચવે છે કે તેમનો જીવનહેતુ વ્યક્તિ અને સમાજના સંબંધને કલ્યાણમય બનાવવાનો હતો. તેમણે જેમ સમાજના આશ્રયથી સ્વપુરુષાર્થ દ્વારા સગુણ વિકસાવવાની કળા સિદ્ધ કરી હતી, તેમ તેમણે પોતાના એ સદ્ગણ ઉપાર્જનની કૃતાર્થતા સમાજના ક્ષેમમાં જ માની હતી. પવિત્ર અગલિકા દીર્ઘદૃષ્ટિ મહર્ષિઓએ યુગ યુગના નવ સમાજને દીવાદાંડીરૂપ બને એવા ઉદ્દેશથી વર્ષાવાસનું એક અઠવાડિયું એવી રીતે યોર્યું છે કે તેમાં આપણે ભગવાન મહાવીરની પુણ્યકથા સાંભળવા અને તેના મર્મ ઉપર વિચાર કરવા પૂરો અવકાશ મેળવી શકીએ. ભગવાને પોતાની કઠોર સાધના દ્વારા જે સત્યો અનુભવ્યા હતા અને તેમણે પોતે જ જે સત્યોને સમકાલીન સામાજિક પરિસ્થિતિ સુધારવા અમલમાં મૂક્યાં હતાં અને લોકો એ પ્રમાણે જીવન ઘડે એ હેતુથી જે સત્યોનો સમર્થ પ્રચાર કર્યો હતો, તે સત્યો સંક્ષેપમાં ત્રણ છે : (૧) બીજાના દુઃખને પોતાનું દુઃખ લેખી જીવનવ્યવહાર ઘડવો, જેથી જીવનમાં સુખશીલતા અને વિષમતા હિંસક તત્ત્વો પ્રવેશ ન પામે. (૨) પોતાની સુખસગવડનો, Page #264 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપર્વ • ૨૫૫ સમાજના હિત અર્થે, પૂર્ણ ભોગ આપવો, જેથી પરિગ્રહ બંધન મટી લોકોપકારમાં પરિણમે. (૩) સતત જાગૃતિ અને જીવનનું અંતરનિરીક્ષણ કરતા રહેવું જેથી અજ્ઞાન કે નબળાઈને કારણે પ્રવેશ પામતા દોષોની ચોકી કરી શકાય અને આત્મપુરુષાર્થમાં ઓટ ન આવે. આત્મવંચના ભગવાનની જીવનકથા સાંભળવી અને તેનું સ્થળ અને બાહ્ય અનુકરણ કરવું એ એક વાત છે, અને તેના હાર્દને સમજી યથાશક્તિ તેનો પોતાના સમયની પરિસ્થિતિ સુધારવા ઉપયોગ કરવો એ જુદી વાત છે. એ ખરું છે કે નાનામોટા બધા જ ભાવુક જૈને ઓછામાં ઓછું પજુસણના દિવસોમાં તો મહાવીરને પગલે ચાલી નાનુમોટું તપ આચરે છે અને અન્યના દુઃખને પોતાનું લેખવાના પ્રતીકરૂપે નાનુંમોટું પગલું ભરે છે. એ પણ સાચું છે કે દરેક ધાર્મિક જૈન પોતાની ઉદારતાનો બીજાના હિત અર્થે કાંઈને કાંઈ ઉપયોગ કરે છે. તેમજ એ પણ સત્ય છે કે વધારે નહિ તો પજુસણના દિવસોમાં નિત્ય અને તેમ નહિ તો છેવટે સંવત્સરીને દિવસે અવશ્યમેવ બધા જ નાનામોટા ગૃહસ્થ અને ત્યાગી પ્રતિક્રમણ કરી સૌની સાથે મૈત્રીભાવ દર્શાવતા કહે છે કે અમારે કોઈની સાથે વૈરવિરોધ નથી. આ બધું છતાં આપણે જૈન સમાજની આંતરિક સ્થિતિનો તટસ્થપણે અભ્યાસ કરીએ, રાષ્ટ્રનાં અને સમગ્ર માનવસમાજમાં તેનું શું સ્થાન છે એનો વિચાર કરીએતો આપણને જણાયા વિના નહિ રહે કે આપણે મહાવીરના સિદ્ધાંતના બાહ્ય ખોખાના જ આચરણમાં ધર્મનું વાસ્તવિક પાલન માની આત્મવંચના કરીએ છીએ. તપ, વ્રત, નિયમ, દાન અને પ્રભાવના આદિ દ્વારા ચોથો આરો વર્યાની કે તેના ઉદ્યોતની જે કુંકુમપત્રિકાઓ અરસપરસ સંઘોને લખવામાં આવે છે, તેનું પોકળપણું આપણે તે જ ગૃહસ્થ અને સાધુસંઘોના જીવનના માપદંડ દ્વારા સરળતાથી જાણી શકીએ છીએ. ઉકેલ માગતી સમસ્યાઓ પજુસણ જેવું ધર્મપર્વ, જે ખરી રીતે આત્મશુદ્ધિનું પર્વ છે, તેમાં સમાજ પ્રવેશ કરી રહ્યો છે. જૈન સમાજ એ શિષ્ટ સમાજોમાંનો એક છે. રાષ્ટ્રીય અને માનવસંસ્કૃતિમાં અહિંસાના કટ્ટર અનુગામી તરીકે તેનો મોભો છે. તેને કેટલાયે સુસંસ્કારો પેઢીઉતાર અનાયાસે પ્રાપ્ત થયા છે. તેથી આત્મશુદ્ધિનું પર્વ ઊજવવા ઉત્સુક એ જૈન સમાજ પાસે થોડી પણ તાત્કાલિક સમસ્યાના ઉકેલની કોઈ આશા રાખે તો તે જરાયે અસ્થાને નથી. ખરી રીતે સમાજના જીવિત ધર્માત્માઓની તો તેના ઉકેલની દિશામાં વધારેમાં વધારે પ્રયત્ન કરવો એ સ્વયંસિદ્ધ ફરજ બની રહે છે, કેમકે સમાજગત મુખ્ય લાલચો અને દોષોનું નિવારણ કર્યા સિવાય યુગાનુરૂપ સામાજિક પ્રતિક્રમણ અગર આત્મશુદ્ધિ કદી શક્ય જ નથી. આવી સમસ્યાઓ મુખ્યપણે આપણી સામે ત્રણ છેઃ (૧) તંગી અને ગરીબી, (૨) કાળાબજાર, અને (૩) અસ્પૃશ્યતા. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ • જૈન ધર્મ અને દર્શન તંગી અને ગરીબી આ સમસ્યાના ઉકેલની એક ચાવી ગુરુવર્ગના જીવનપરિવર્તનમાં રહેલી છે. આખા દેશમાં વ્યાપકરૂપે વર્તતી તંગી અને ગરીબીનો અનુભવ એક પણ જૈન ત્યાગીને થયો હોય એવો દાખલો અદ્યાપિ જાણમાં નથી. તેથી ઊલટું શ્રાવકોમાં એવા કોઈ વિરલ મળી આવવાના કે જેમણે એ તંગી અને ગરીબીનો ઐચ્છિક અનુભવ કરેલો છે અને જેઓ મૂંગી સેવા આપી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે દરેક ફિરકાના ત્યાગી ગુરુઓ ત્યાં જ રહેવું અને જીવન ગાળવું પસંદ કરે છે કે જ્યાં પૂરેપૂરી સુખસગવડ પ્રાપ્ત થતી હોય. પરદુઃખે દુઃખી થવાના સિદ્ધાંત ઉપર જે જીવનચર્યા સ્વીકારેલી તે જ જીવનચર્યાને આદર્શ માની ઘરબાર છોડી ભેખ લેનાર ભિક્ષુગણ જો સાદગી, સહિષ્ણુતા અને ઐચ્છિક વાસ્તવિક ગરીબીમાં કૃતાર્થતા માનવાને બદલે સુખસગવડમાં જ ત્યાગ માનવાની ભૂલ કરે તો તે કદી બીજા પર નૈતિક વજન પાડી શકે નહિ. ગમે તેટલી હામાં હા ભણવા છતાં અનુયાયી ભક્તો મનમાં તો જાણતા જ હોય છે કે આ ગુરુવર્ગને કશી તંગી અને ગરીબીનો સાચો અનુભવ છે જ નહિ. એમ જાણવા છતાં ભક્તો પણ એક અથવા બીજા કારણે ગુરુવર્ગની બધી જ અસ્વાભાવિક ખર્ચાળ અને વધારે પડતી જરૂરિયાતો પૂરી પાડતા રહે છે અને ત્યાગને પોષણ આપ્યાનો ખોટો સંતોષ મેળવે છે. આ એક ગુરુ અને ભક્તોની ત્યાગ વિશેની માન્યતાનું દુક્ર છે. એ દુક્રના દોષનું નિવારણ કર્યા સિવાયનું પ્રતિક્રમણ તે નથી જીવનશુદ્ધિ કે નથી શુદ્ધિપર્વની સાચી ઉજવણીનું મુખ્ય અંગ. ક્યાં તે ઐચ્છિક અગવડ વહોરી લેનાર ભગવાનની જીવનકથા અને ક્યાં ઐચ્છિક સુખસગવડની શોધમાં પડેલ ગુરુવર્ગનું એ કથાવાચન અને ભક્તોનું એ કથાશ્રવણ! આ અંતર બનતા પ્રયત્ન નિવારવું એમાં જ પજુસણ પર્વની શુદ્ધિ છે. કાળાબજાર જૈન પરંપરામાં ધર્મપ્રાપ્તિની પ્રાથમિક શરત પ્રમાણે જે છત્રીસ માર્ગાનુસારી ગુણો બતાવ્યા છે તેમાં ન્યાયપૂર્વક ધનોપાર્જન કરવું એ પ્રથમ અને મુખ્ય ગુણ મનાયેલ છે. યુદ્ધ દરમ્યાન સર્વત્ર ચાલતાં કાળાબજારોમાં જૈન વ્યાપારીઓનો હાથ નાનોસૂનો નથી. કેટલાક નિખાલસ જેને ભાઈઓએ આ વાતનો જાહેરપણે સ્વીકાર પણ કરેલો છે. જેલમાં પડ્યા પડ્યા પણ રાષ્ટ્રપુરુષોને કાળાબજારની જાણ થયેલી અને મુક્ત થતાં જ તેઓ બધાએ એકી અવાજે કાળાંબજારનાં કૃત્યને ધુતકાર્યું છે. તેમ છતાં અત્યાર લગીમાં કોઈ પણ ફિરકાના એક પણ જૈન ગુરુએ કાળાબજારની ચોરી વિરુદ્ધ સામાન્યપણે પણ અવાજ ઉઠાવ્યો હોય એવું જાણવામાં આવ્યું નથી. શું એ ગુરુઓ કાળાબજારની કમાણીને અન્યાયોપાર્જિત છે એમ નથી માનતા? અને જો માનતા હોય તો તે વિદ્ધ આવાજ ઉઠાવતાં કેમ ડરે છે? આ પ્રશ્નનો ઉત્તર આપણને તેમની સુખસગવડની વૃત્તિ અને તે સગવડ પૂરી પાડનાર ભક્તોને રાજી રાખવાની મનોવૃત્તિમાંથી મળે છે. જેની પાસેથી Page #266 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપર્વ • ૨૫૭ ન્યાય-અન્યાયના વિવેકની દોરવણીની આશા રાખી શકાય તે જ ગુરુવર્ગ જો અંતર્મુખ થઈ જીવનવિચાર ન કરે તો તેઓ ભાવ-પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિપર્વને સાચી રીતે ઊજવે છે એમ કોણ કહી શકશે ? આ માટેનો અહિંસક સરળ ઉપાય ભગવાન મહાવીરે પોતાના જીવનથી જ દર્શાવ્યો છે અને તે એ કે ગમે તેવી અગવડમાં જીવનનો આનંદ માણવો પણ લૂંટ અને ચોરીના ધનથી મળતી કોઈપણ જાતની સગવડ લેવાનો સદંતર વિચાર ત્યજવો. જો એક પણ ગુરુ આ દિશામાં યોગ્ય પગલું ભરશે તો સાચે જ તે પજુસણ પર્વને અજવાળશે; એટલું જ નહિ, પણ તે જૈન સમાજના મોભા અને વારસાને દીપાવશે. પોતાને મળતી દોષમૂલક સગવડ સ્વીકારવામાં અસહયોગ એ ગમે તેવા લોભી અને લાલચુ વ્યાપારીઓની ન્યાયવૃત્તિ જાગૃત કરવાનો રામબાણ ઉપાય છે. પેઢીઓ થયાં ચોરીનો ધંધો કરતી અને ચોરી તેમજ પરાક્રમ વિનાના જીવનને નમાલું સમજતી ધારાળા જેવી મોટી કોમની એ વૃત્તિમાં એકલા રવિશંકર મહારાજની તપસ્યાએ પલટો આણ્યો તો દીર્ઘતપસ્વીના વારસદારની યથાર્થ તપસ્યા કાળાબજારની વૃત્તિ પર થોડો પણ કાબૂ ન મેળવે એ કદી માની શકાય નહિ. જરૂર હોય તો તે એટલી જ છે કે કોઈ એકાદ સૂરિ આર્ય મહાગિરિનું અનુકરણ કરી આર્ય સુહસ્તિને પગલે ચાલતા આજના સુખશીલ અને રાંક મનના મુનિગણને યોગ્ય રસ્તે વાળે. તેથી આપણે આશા રાખીએ કે ગુરુવર્ગ વરઘોડા, અચપ્રભાવના અને શાસ્ત્રોની પૂજા ઉપર ભાર આપે છે તે કરતાં વધારે ભાર કાળાબજારની ચોરીના મૂળગત દોષ નિવારવા તરફ આપે. આથી તેઓ એવી ચોરીનો ભોગ બનતા લોકોના મૌન આશીર્વાદ પણ મેળવશે અને પોતાના અનુયાયીઓને કમાણીની હરીક્ષઈની અવિચારી પાપજાળમાં પડતાં અંશતઃ પણ બચાવી શકશે. યુદ્ધજન્ય પરિસ્થિતિનો વધારેમાં વધારે લાભ લેવાની હરીફાઈના વાતાવરણમાં અર્થવૃત્તિથી ટેવાયેલો જૈન વ્યાપારી કાળાબજારમાં લોભનું સંવરણ કરી ન શકે એવી દલીલ કરનારે પણ વિચારવાનું રહ્યું કે ખરે ટાંકણે જ અન્યાય લાલચોનો સામનો કરવો એમાં જ ધર્મવૃત્તિ-સપુરુષાર્થ છે. સંતતિને અન્યાયોપાર્જિત ધનનો વારસો સોંપનાર પિતા વારસામાં માત્ર ધન જ નથી આપતો, પણ તે ધન કરતાંયે અતિ સૂક્ષ્મ એવી અન્યાયવૃત્તિ પણ વારસામાં આપે છે. ધનનો વારસો નાશ પામશે, ત્યારે પણ એ અન્યાય - દુબુદ્ધિના સંસ્કારો પેઢીઉતાર સંતતિમાં ચાલુ રહેશે. એટલે કાળાબજાર કરનાર એકંદરે કુટુંબ અને સંતતિનું તો એકાંત અહિત જ કરે છે. અન્યાય ધનમાં ઊછરેલી અને તાલીમ પામેલી સંતતિ કદી લાંબો વખત તેજસ્વી રહી શકે નહિ. ચોરીના ધનની ગાદી ઉપર બેસનાર કદી ધર્મારાધન કરી શકે નહિ. તેથી પજુસણની આરાધના કરવા ઇચ્છનાર વ્યાપારીવર્ગે પણ કાળાબજારના કૃત્યનું પ્રતિક્રમણ પ્રથમ કરી તે પછી જ પરંપરાગત પ્રતિક્રમણની સાર્થકતા લેખવી જોઈએ. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮૦ જૈન ધર્મ અને દર્શન અસ્પૃશ્યતા અસ્પૃશ્યતાની બાબતમાં બુદ્ધ અને મહાવીરે વૈદિક પરંપરા વિરુદ્ધ ભારે સાહસપૂર્વક આંદોલન શરૂ કરેલું. એ આંદોલનનાં મૂળો એટલે સુધી ઊંડા ગયાં કે તે બંને મહાત્માઓની પછી પણ એ દિશામાં અનેક સંતોએ અનેકવિધ પ્રયત્ન કર્યા. મહાવીરે પછી લગભગ ૧૫૦૦ વર્ષે દક્ષિણ હિંદુસ્તાનના વૈષ્ણવ સંત આવનારોએ અસ્પૃશ્યતાનું કલંક રાખવા પુરુષાર્થ કર્યો. ત્યારબાદ રામનંદ, કબીર અને નાનક વગેરેએ પણ પ્રયત્ન કર્યા, પરંતુ સૌથી છેલ્લો અને સર્વદેશીય પ્રયત્ન મહાત્માજીનો અને તેને લીધે કૉંગ્રેસનો છે. અહિંસા જૈન પરંપરાનો મુખ્ય સિદ્ધાંત છે. ગાંધીજીએ નાનાંમોટાં તમામ ક્ષેત્રોમાં અહિંસાનો પ્રયોગ સૌથી પહેલાં જ શરૂ કર્યો છે. અહિંસાતત્ત્વ માત્ર ધાર્મિક ક્ષેત્ર પૂરતું જ ન રહેતાં તે સમાજ, અર્થકારણ અને રાજકારણના પ્રદેશ સુધી વિસ્તર્યું છે. એની સમજ, વ્યાખ્યા અને પ્રયોગના પ્રકારો ભૂતકાળના સંસ્કારોમાંથી વિકાસ પામ્યા હોવા છતાં સાવ અપૂર્વ છે. જૈન પરંપરાને તો અનાયાસે પોતાના પ્રાણભૂત સિદ્ધાંતને વિસ્તારનાર, વિશદ કરનાર અને તેની વિશ્વભરમાં પ્રતિષ્ઠા કરનાર એવા સંત મળી આવ્યા છે, તે કાંઈ જેવો તેવો લાભ ન કહેવાય. આપણે પોતે અહિંસાને બહલાવી લોકપ્રિય કરી ન શકીએ અને કોઈ બીજો જીવને જોખમે તે કામ કરે તો તેનો પોતાનો ન કરતાં પાછા પડીએ તો તેનાથી વધારે વિનિપાત બીજો કયો હોઈ શકે ? મહાવીરે તે અહિંસાના વિચારમાંથી જ અસ્પૃશ્યતાનો ધર્મપ્રદેશ પૂરતો વિરોધ કરેલો. ગાંધીજીએ તે જ અહિંસાના આધારે અસ્પૃશ્યતાનો સર્વ ક્ષેત્રમાં વિરોધ કર્યો છે અને તે ખૂબ સફળ પણ થઈ રહ્યો છે. સનાતન ધર્મના બહુમત અને બીજાં બળો સામે જૈનો અસ્પૃશ્યતાના વિરોધની બાબતમાં ટક્કર ઝીલી શક્યા ન હતા. તેમને એ સાચા સિદ્ધાંતની બાબતમાં પણ વ્યવહારદૃષ્ટિએ વૈદિક પરંપરા સામે હાર ખાવી પડી હતી. પરંતુ સત્ય લાંબો વખત દબાવ્યું દબાતું નથી, એટલે અસ્પૃશ્યાતાના પાપનિવારણનું પરમ સત્ય આજે પૂરી પ્રતિષ્ઠા પામી રહ્યું છે. ગાંધીજી અને કૉંગ્રેસ જ નહિ, પણ પ્રાચીન કાળના કટ્ટર વૈદિકોના અનેક બ્રાહ્મણ વંશજો પણ આ સત્યની પડખે છે. એટલે બીજી રીતે વિચારીએ તો બુદ્ધ અને મહાવીરનાં વાવેલાં બીજ આજે ફાલ્યાંફૂલ્યાં છે. તેવી દૃષ્ટિ પામેલા સંખ્યાબંધ જૈનો અસ્પૃશ્યતાનિવારણમાં સીધો સાથ આપી પ્રતિક્રમણને સફળ કરી રહ્યાં છે. પાછી પાની કરતા હોય તો તે માત્ર અહિંસાધ્વજધારી ગુરુઓ અને એમને પગલે ચાલતા રૂઢિચુસ્તો. હવે તેમણે વખત ઓળખવો જોઈએ. એક બાજુ તેમને કયારેકના પોતાના વિરોધી કટ્ટર વૈદિકોનો સાથ છે અને બીજી બાજુ તેમની પોતાની નવી પેઢી તેમની પડખે છે. એટલે અત્યારે અસ્પૃશ્યતાનું કલંક ધોઈ નાખવાની જે સોનેરી તક જૈનોને સાંપડી છે તેનો રૂઢ દૃષ્ટિવાળા નિર્ભયપણે સત્કાર નહિ કરે તો પુનઃ પુનઃ પ્રાયશ્ચિત્તનું Page #268 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપર્વ - ૨૫૯ સ્મરણ કરાવતાં પ્રતિક્રમણનાં બધાં સૂત્રો એ માત્ર બકરાના ગળાના આંચળ જેવા અર્થ વિનાનાં થઈ પડશે અને તેઓ યુગ તેમજ પોતાની જ પેઢી દ્વારા ઉપહાસ પામશે. આપણે આ વર્ષના શુદ્ધિપર્વ પ્રસંગે ઉપરની સમસ્યાઓના ઉકેલ તરફ કદમ ઉઠાવીએ એટલું જ વાંછનીય છે. - પ્રબુદ્ધ જૈન, ૧-૯-૧૯૪૫ WWW.jainelibrary.org Page #269 -------------------------------------------------------------------------- ________________ ૩૬. જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર જૈન દૃષ્ટિનું સ્પષ્ટકરણ બ્રહ્મચર્યને લગતી કેટલીક બાબતો ઉપર જૈન દૃષ્ટિએ વિચાર કરીએ તે પહેલાં જેને દૃષ્ટિ એટલે શું તે જાણી લેવું જરૂરનું છે. એથી જૈન ધર્મના વહેણની મૂળ દિશા સમજવાની સરળતા થશે. માત્ર તત્ત્વજ્ઞાન કે માત્ર આચારમાં જૈન દૃષ્ટિ પૂર્ણ થતી નથી. એ તત્ત્વજ્ઞાન અને આચાર ઉભયની મર્યાદા સ્વીકારે છે. કોઈ પણ વસ્તુને પછી તે જડ હોય કે ચેતન) તેની બધી બાજુઓનો વાસ્તવિક સમન્વય કરવો એ અનેકાંતવાદ જેન તત્ત્વજ્ઞાનનો મૂળ પાયો છે; અને રાગદ્વેષના નાનામોટા દરેક પ્રસંગોથી અલિપ્ત રહેવારૂપ નિવૃત્તિ એ સમગ્ર જેન આચારનો મૂળ પાયો છે. અનેકાંતવાદનું કેન્દ્ર મધ્યસ્થતામાં છે અને નિવૃત્તિ પણ મધ્યસ્થમાંથી જ જન્મે છે. તેથી અનેકાંતવાદ અને નિવૃત્તિ એ બંને એકબીજાના પૂરક અને પોષક છે. એ બંને તત્ત્વ જેટલે અંશે સમજાય અને જીવનમાં ઊતરે તેટલે અંશે જૈન ધર્મનું જ્ઞાન અને પાલન થયું કહેવાય. જૈન ધર્મનું વહેણ નિવૃત્તિ તરફ છે. નિવૃત્તિ એટલે પ્રવૃત્તિની વિરોધી બીજી બાજુ. પ્રવૃત્તિનો અર્થ રાગદ્વેષના પ્રસંગોમાં ઝંપલાવવું. જીવનમાં ગૃહસ્થાશ્રમ એ રાગદ્વેષના પ્રસંગોનાં વિધાનોનું કેન્દ્ર છે. તેથી જે ધર્મમાં ગૃહસ્થાશ્રમનું વિધાન કરવામાં આવ્યું છે તે પ્રવૃત્તિધર્મ અને જે ધર્મમાં ગૃહસ્થાશ્રમનું નહિ પણ માત્ર ત્યાગનું વિધાન છે તે નિવૃતિધર્મ, જૈનધર્મ એ નિવૃતિધર્મ હોવા છતાં તેના પાલન કરનારાઓમાં જે ગૃહસ્થાશ્રમનો વિભાગ દેખાય છે. તે નિવૃતિની અપૂર્ણતાને લીધે. સર્વાશે નિવૃત્તિ મેળવવા અસમર્થ વ્યક્તિઓ જેટજેટલા અંશોમાં નિવૃત્તિ સેવે તેટકેટલા અંશોમાં તેઓ જૈન છે. જે અંશોમાં નિવૃત્તિ સેવી શકે તે અંશોમાં પોતાની પરિસ્થિતિ પ્રમાણે વિવેકદૃષ્ટિથી તેઓ પ્રવૃત્તિ ગોઠવી લે; પણ એ પ્રવૃત્તિનું વિધાન જૈન શાસ્ત્ર નથી કરતું, તેનું વિધાન તો માત્ર નિવૃત્તિનું છે. તેથી જૈન ધર્મને વિધાનની દષ્ટિએ એકાશ્રમી કહી શકાય. તે એકાશ્રમ એટલે બ્રહ્મચર્ય અને સંન્યાસ આશ્રમના એકીકરણરૂપ ત્યાગનો આશ્રમ. આ જ કારણથી જૈનાચારના પ્રાણભૂત ગણાતાં અહિંસાદિ પાંચ મહાવ્રતો પણ વિરમણ (નિવૃત્તિ) રૂપ છે. ગૃહસ્થનાં અણુવ્રતો પણ વિરમણરૂપ છે. ફેર એટલો કે એકમાં Page #270 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૬૧ સર્વાશે નિવૃત્તિ છે અને બીજામાં અલ્પાંશે નિવૃત્તિ છે. તે નિવૃત્તિનું મુખ્ય કેન્દ્ર અહિંસા છે. હિંસાથી સર્વાશે નિવૃત્ત થવામાં બીજા બધાં મહાવ્રતો આવી જાય છે. હિંસાના પ્રાણઘાતરૂપ અર્થ કરતાં જૈન શાસ્ત્રમાં તેનો અર્થ બહુ જ સૂક્ષ્મ અને વ્યાપક છે. બીજો કોઈ જીવ દુભાય કે નહિ, પણ મલિન વૃત્તિમાત્રથી પોતાના આત્માની શુદ્ધતા હણાય તો તે પણ હિંસા. આવી હિંસામાં દરેક જાતની સૂક્ષ્મ કે સ્થૂલ પાપવૃત્તિ આવી જાય છે. અસત્ય ભાષણ, અદત્તાદાન (ચૌર્ય), અબ્રહ્મ (મૈથુન અથવા કામાચાર) કે પરિગ્રહ એ બધાંની પાછળ કાં તો અજ્ઞાન અને કાં તો લોભ, ક્રોધ, કાહલ કે ભયાદિ મલિન વૃત્તિઓ પ્રેરક હોય છે જ. તેથી અસત્યાદિ બધી પ્રવૃત્તિઓ હિંસાત્મક જ છે. એવી હિંસાથી નિવૃત્ત થવું એ જ અહિંસાનું પાલન; અને તેવા પાલનમાં સહેજે બીજા બધા નિવૃત્તગામી ધર્મો આવી જાય છે. જૈન ધર્મ પ્રમાણે બાકીના બધાં વિધિનિષેધો એ ઉક્ત અહિંસાના માત્ર પોષક અંગો જ છે. ચેતના અને પુરુષાર્થ એ આત્માનાં મુખ્ય બળો છે. તે બળોનો દુરુપયોગ અટકાવવામાં આવે તો જ તેમને સદુપયોગની દિશામાં વાળી શકાય. આ કારણથી જૈન ધર્મ પ્રથમ તો દોષવિરમણ નિષિદ્ધત્યાગ) રૂપ શીલનું વિધાન કરે છે, પણ ચેતના અને પુરુષાર્થ એવો નથી કે તે માત્ર અમુક દિશામાં ન જવારૂપ નિવૃત્તિમાત્રથી નિષ્ક્રિય થઈ પડ્યાં રહે. તે તો પોતાના વિકાસની ભૂખ ભાંગવા ગતિની દિશા શોધ્યા જ કરે છે. આ કારણથી જૈન ધર્મે નિવૃત્તિની સાથે જ શુદ્ધ પ્રવૃત્તિવિહિતઆચરણરૂપ ચારિત્ર)નાં વિધાનો પણ ગોઠવ્યાં છે. તેણે કહ્યું છે કે મલિન વૃત્તિથી આત્માનો ઘાત ન થવા દેવો અને તેના રક્ષણમાં જ (સ્વદયામાં જી બુદ્ધિ અને પુરુષાર્થનો ઉપયોગ કરવો. પ્રવૃત્તિના એ વિધાનમાંથી જ સત્ય ભાષણ, બ્રહ્મચર્ય, સંતોષ આદિ વિધિમાર્ગો જન્મે છે. આટલા વિવેચન ઉપરથી એ જણાશે કે જૈનદષ્ટિ પ્રમાણે કામાચારથી નિવૃત્તિ મેળવવી એ અહિંસાનો માત્ર એક અંશ છે અને તે અંશનું પાલન થતાં જ તેમાંથી બ્રહ્મચર્યનો વિધિમાર્ગ નીકળી આવે છે. કામાચારથી નિવૃત્તિ એ બીજ છે અને બ્રહ્મચર્ય એ તેનું પરિણામ છે. ભગવાન મહાવીરનો ઉદ્દેશ ઉપર કહેલા નિવૃત્તિધર્મનો પ્રચાર છે. તેથી તેમના ઉદેશમાં જાતિનિમણ, સમાજસંગઠન, આશ્રમવ્યવસ્થા આદિને સ્થાન નથી. લોકવ્યવહારની ચાલુ ભૂમિકામાંથી ગમે તે અધિકારી પોતાની શક્તિ પ્રમાણે નિવૃત્તિ લે અને કેળવે, તેમજ તે દ્વારા મોક્ષ સાધે એ એક જ ઉદ્દેશથી ભગવાન મહાવીરના વિધિનિષેધો છે. તેથી તેમાં ગૃહસ્થાશ્રમનો કે લગ્નસંસ્થાનો વિધિ ન જ હોય એ સ્વાભાવિક છે. લગ્નસંસ્થાનું વિધાન ન હોવાથી તેને લગતી બાબતોનાં વિધાનો પણ જૈનાગમોમાં નથી; જેમકે વિવાહ કરવો, તે અમુક ઉંમરે કરવો અને અમુક ઉંમરે ન કરવો. સ્વયંવર પદ્ધતિએ કરવો કે બીજી પદ્ધત્તિએ કરવો, એક પુરુષ એક જ સ્ત્રી કરે Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૬ર • જૈન ધર્મ અને દર્શન કે વધારે પણ કરે, એક સ્ત્રીને પતિ એક જ હોય કે વધારે હોય, વિધવા પુર્નવિવાહ કરે કે નહિ અને કરે તો કઈ મર્યાદામાં, અમુક ઉંમર સુધી જ કુંવારા રહેવું યોગ્ય છે અને પછી નહિ, તેમજ વિવાહિત સ્થિતિમાં પણ વિષયસેવનની અમુક મર્યાદા હોવી જોઈએ. “ઋત માર્યમુખેચાત્' એ વિધાન કે તેના ઉલ્લંઘનમાં પાપ – વગેરે. દરેકનો સરખો અધિકાર નહિ હોવાથી લોકપ્રવૃત્તિના નિયમો સિવાય લોકસંગ્રહ અને લોકવ્યવસ્થા ન ચાલે અને ન નભે, એ વાત દીવા જેવી છતાં તેમાં ભગવાન મહાવીર ન પડડ્યા. એનું કારણ એ છે કે તેમને મન તદ્દન અપૂર્વ, લોકોત્તર અને આપવા જેવી વસ્તુ ત્યાગ જ હતી. ભોગ તો દરેક લોકો પોતે જ સાધી લે છે અને તેની વ્યવસ્થા ઘડી કાઢે છે. આવી વ્યવસ્થાનાં શાસ્ત્રો તે કાળે પણ હતાં અને પાછળથી પણ બન્યાં. તેવાં શાસ્ત્રોને જૈન પરંપરા લૌકિક શાસ્ત્રો કહે છે, અને નિવૃત્તિપ્રધાન જૈન શાસ્ત્રોને લોકોત્તર (આધ્યાત્મિક શાસ્ત્રો તરીકે વર્ણવે છે. જૈન ધર્મ અને જૈન શાસ્ત્રોની લોકોત્તર પ્રવૃત્તિ અલગ રહેવામાં છે. આ કારણથી પ્રાચીન જૈનાગમાં આપણને ગૃહસ્થની ભોગમર્યાદાના કશા જ નિયમો પૂરા પાડતાં નથી. તેથી ઊલટું, જૈન સંસ્થા એ મુખ્યપણે ત્યાગીઓની સંસ્થા હોવાથી અને તેમાં ઓછાવત્તા પ્રમાણમાં ત્યાગ લેનાર વ્યક્તિઓનું મુખ્ય સ્થાન હોવાથી બ્રહ્મચર્યને લગતી પુષ્કળ માહિતી મળી આવે છે. આ સ્થળે બ્રહ્મચર્યને લગતા કેટલાક મુદ્દાઓ તારવી તે ઉપર જૈન શાસ્ત્રોના આધારે કાંઈક લખવા ધાર્યું છે, તે મુદ્દાઓ આ પ્રમાણે : (૧) બ્રહ્મચર્યની વ્યાખ્યા. (૨) બ્રહ્મચર્યનાં અધિકારી સ્ત્રીપુરુષો. (૩) બ્રહ્મચર્યના જુદાપણાનો ઇતિહાસ. (૪) બ્રહ્મચર્યનું ધ્યેય અને તેના ઉપાયો. (૫) બ્રહ્મચર્યના સ્વરૂપની વિવિધતા અને તેની વ્યાપ્તિ. (૬) બ્રહ્મચર્યના અતિચારો. (૭) બ્રહ્મચર્યની નિરપવાદતા. (૮) બ્રહ્મચર્યમાં એક ખાસ દૃષ્ટિ. (૯) બ્રહ્મચર્યમાં સાવધ રાખવા માટેની ઉપદેશૌલી. (૧૦) જૈન સૂત્રો અને વિવાહપદ્ધતિ. (૧૧) બ્રહ્મચર્યજન્ય સિદ્ધિ અને ચમત્કારો. (૧૨) કાકાસાહેબના પ્રશ્નો અને ઉપસંહાર. ૧. બ્રહ્મચર્યની વ્યાખ્યા જૈન શાસ્ત્રમાં બ્રહ્મચર્ય શબ્દની બે વ્યાખ્યાઓ મળે છે. પહેલી વ્યાખ્યા બહુ વિશાળ અને સંપૂર્ણ છે. એ વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે જીવન-સ્પર્શી સંપૂર્ણ સંયમ. આ સંયમમાં માત્ર પાપવૃત્તિઓ ઉપર અંકુશ મૂકવાનો જ – જૈન પરિભાષામાં કહીએ १. 'ब्रह्मचर्यं सत्यतपोभूतदयेन्द्रियनिरोधलक्षणम् ।' - सूत्रकृतांग सूत्र, श्रुतस्कंध २, अध्य. ५, गाथा १ 'व्रतपरिपालनाय ज्ञानाभिवृद्धये कषायपरिपाकाय च गुरुकुलवासो ब्रह्मचर्यम् अस्वातन्त्र्यं गुर्वधीनत्वं गुरुनिर्देशस्थायित्वमित्यर्थं च ।' – તત્ત્વાર્થrષ્ય, અધ્યાય ૧, સૂત્ર ૬ Page #272 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૬૩ તો આસવનિરોધનો જ – સમાવેશ નથી થતો, પણ તેવા સંપૂર્ણ સંયમમાં શ્રદ્ધા, જ્ઞાન, ક્ષમાદિ સ્વાભાવિક વૃત્તિઓના વિકાસનો સુધ્ધાં સમાવેશ થઈ જાય છે. તેથી પહેલી વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે કામક્રોધાદિ દરેક અસદુવૃત્તિને જીવનમાં ઉદ્દભવતી અટકાવી શ્રદ્ધા, ચેતના, નિર્ભયતા આદિ સદ્દવૃત્તિઓ-ઊર્ધ્વગામી ધર્મો–ને જીવનમાં પ્રગટાવી તેમાં તન્મય થવું તે. - સાધારણ લોકોમાં બ્રહ્મચર્ય શબ્દનો જે અર્થ જાણીતો છે અને જે ઉપર વર્ણવેલા સંપૂર્ણ સંયમનો માત્ર એક અંશ જ છે તે અર્થ બ્રહ્મચર્ય શબ્દની બીજી વ્યાખ્યામાં જૈન શાસ્ત્રોએ પણ સ્વીકારેલ છે. તે વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે મૈથુનવિરમણ અર્થાત્ કામસંગનો-કામાચારનો–અબ્રહ્મનો ત્યાગ. આ બીજા અર્થમાં બ્રહ્મચર્ય શબ્દ એટલો બધો પ્રસિદ્ધ થઈ ગયો છે કે બ્રહ્મચર્ય અને બ્રહ્મચારી કહેવાથી દરેક જૈન તેનો અર્થ સામાન્ય રીતે એટલો જ સમજે છે કે મૈથુનસેવનથી દૂર રહેવું તે બ્રહ્મચર્ય અને જીવનના બીજા અંશોમાં ગમે તેવો અસંયમ હોવા છતાં માત્ર કામસંગથી છૂટો રહેનાર હોય તે બ્રહ્મચારી. આ બીજો અર્થ જ વ્રત-નિયમો સ્વીકારવામાં ખાસ લેવાય છે અને તેથી જ્યારે કોઈ ગૃહત્યાગ કરી ભિક્ષુ થાય અગર ઘરમાં રહી મર્યાદિત ત્યાગ સ્વીકારે ત્યારે બ્રહ્મચર્યનો નિયમ અહિંસાના નિયમથી જુદો પાડીને જ લેવામાં આવે છે. ૨. અધિકારી સ્ત્રીપુરુષો અ) સ્ત્રી કે પુરુષ જાતિનો જરાયે ભેદ રાખ્યા સિવાય બંનેને એક સરખી રીતે બ્રહ્મચર્ય માટે અધિકારી માનવામાં આવ્યાં છે. તે માટે ઉંમર, દેશ, કાલ વગેરેનો કશો અહિંસા પાળવાની પ્રતિજ્ઞા २. 'तथ्य खलु पढमे भन्ते महव्वए पाणाइवायाओ वेरमणं, सव्वं भन्ते पाणाइवायं पच्चक्खामि, से सुहुमं वा बायरं वा तसं वा थावरं वा नेव सयं पाणे अइवाएज्जा, नेवन्नेहि पाणे अइवायाविज्जा, पाणे अइवायंते वि अन्ने न समणुजाणामि तिविहं तिविहेणं मणेणं वायाए कायेणं न करेमि न कारवेभि करंत पि अन्नं न समणुजाणामि, तस्स भंते पडिक्कमामि निन्दामि गरिहामि अप्पाणं वोसिरामि ।' બ્રહ્મચર્યના પાલનની પ્રતિજ્ઞા 'अहावरे चउत्थे भन्ते महव्वए मेहुणाओ वेरमणं, सव्वं भंते मेहुण पच्चक्खामि, से दिव्यं वा माणुसं वा तिरिक्खजोणियं वा नेव सयं मेहुणं सेविज्जा, नेवोहि मेहुणं सेवावेज्जा, मेहुणं सेवंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविह तिविहेणं मणेणं वायाए कायेणं न करेमि न कारवेभि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते पडिक्कमामि निन्दामि, गरिहामि अप्पाणं वोसिरामि । से मेहुणे चउव्विहे पन्नत्ते तं जहा - दव्वओ, खित्तओ, कालओ, भावओ । दव्वओ णं मेहुणे रूवसहगएसु वा । खित्तओ णं मेहुणे उड्ढलाए वा अहोलोए वा तिरियलोए वा । कालओ एंमेहुणे दिवा वा राओ वा । भावओ ण मेहुणे रागेण वा दोसेण वा -' – પક્ષસૂત્ર પૃ. ૮ તથા ૨૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ૦ જૈન ધર્મ અને દર્શન જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. આ માટે સ્મૃતિઓમાં જુદો જ મત બતાવેલો છે. તેમાં આ જાતના સમાન અધિકારોનો અસ્વીકાર કરેલો છે. બ્રહ્મચર્ય માટે જોઈતું આત્મબલ સ્ત્રી અને પુરુષ બંને એકસરખી રીતે પ્રગટ કરી શકે છે એ બાબતમાં જૈન શાસ્ત્ર અને બૌદ્ધ શાસ્ત્રનો મત એક છે. આ જ કારણથી વિશુદ્ધ બ્રહ્મચર્યને પાલન કરનારી અનેક સ્ત્રીઓમાંથી સોળ સ્ત્રીઓ મહાસતી તરીકે એકેએક જૈન ઘરમાં જાણીતી છે અને પ્રાતઃકાળમાં આબાલવૃદ્ધ દરેક જૈન કેટલાક વિશિષ્ટ સત્પુરુષોનાં નામોની સાથે એ મહાસતીઓનાં નામોનો પણ પાઠ કરે છે, અને તેઓનાં સ્મરણને પરમમંગળ માને છે. (આ) કેટલાંક બ્રહ્મચારીઓ અને બ્રહ્મચારિણીઓ બ્રહ્મચર્યજીવનમાં શિથિલ થયાના દાખલા છે. તેમ તેથીયે વધારે આકર્ષક દાખલાઓ બ્રહ્મચર્યમાં અદ્દભુત સ્થિરતા બતાવનાર સ્ત્રીપુરુષોના છે. એવાઓમાં માત્ર ત્યાગી વ્યક્તિઓ જ નહિ, પણ ગૃહસ્થાશ્રમમાં રહેલી વ્યક્તિઓ પણ આવે છે. બિંબિસાર શ્રેણિક રાજનો પુત્ર ભિક્ષુ નંદિષણ માત્ર કામરાગને વશ થઈ બ્રહ્મચર્યથી વ્યુત થઈ બાર વર્ષ ફરી ભોગજીવન સ્વીકારે છે. આષાઢભૂતિ નામક મુનિએ પણ તેમજ કરેલું. આર્દ્રકુમાર નામનો રાજપુત્ર બ્રહ્મચર્યજીવનથી શિથિલ થઈ ચોવીસ વર્ષ સુધી ફરી ગૃહસ્થાશ્રમ તરફ વળે છે; અને છેવટે એક વાર ચલિત થયેલા આ ત્રણે મુનિઓ પાછા બેવડા બળથી બ્રહ્મચર્યમાં સ્થિર થાય છે. આથી ઊલટું, ભગવાન મહાવીરના પટ્ટધર શિષ્ય શ્રીસુધર્મા ગુરુ પાસેથી વર્તમાન જૈનાગમોને ઝીલનાર તરીકે પ્રસિદ્ધ થયેલ શ્રી જંબૂ નામક વૈશ્યકુમાર પરણવાને દિવસે જ પોતાની આઠ સ્ત્રીઓને, તેઓનું અત્યંત આકર્ષણ છતાં, છોડીને તારુણ્યમાં સર્વથા બ્રહ્મચર્ય સ્વીકારે છે, અને એ અદ્ભુત અને અખંડ પ્રતિજ્ઞા વડે આઠે નવપરિણીત બાળાઓને પોતાને માર્ગે આવવા પ્રેરે છે. કોશા નામક વૈશ્યાના પ્રલોભક હાવભાવો અને રસપૂર્ણ ભોજન છતાં, તેમજ તેને જ ઘેર એકાંતવાસ છતાં, નમંત્રી સકડાળના પુત્ર સ્થૂલભદ્રે પોતાના બ્રહ્મચર્યને જરાયે આંચ આવવા દીધી નહિ અને તેને પ્રભાવે એ કોશાને પાકી બ્રહ્મચારિણી બનાવી. જૈનોના પરમપૂજ્ય તીર્થંકરોમાં સ્થાન પામેલ ૩. મુખ્ય મુખ્ય મહાસતીઓનાં નામો આ છે સુલસા, ચંદનબાળા, મનોરમા, મદનરેખા, દમયંતી, નર્મદાસુંદરી, સીતા નંદા, ભદ્રા, સુભદ્રા, રાજીમતી, ઋષિદત્તા, પદ્માવતી, અંજના, શ્રીદેવી, જ્યેષ્ઠા, સુજ્યેષ્ઠા, મૃગાવતી, પ્રભાવતી, ચેલ્લાણા, બ્રાહ્મી, સુંદરી, રુક્મિણી, રેવતી, કુંતી, શિવા, જયંતી, દેવકી, દ્રૌપદી, ધારિણી, કલાવતી, પુષ્પચૂલા, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુસીમા, જંબૂમતી, સત્યભામા, રુક્મિણી, યક્ષ, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેના, તેના અને રેના. આ સતીઓના વિશેષ પરિચય માટે જુઓ ભરતબાહુબલિની વૃત્તિ. મૂળપાઠ માટે જુઓ પંચપ્રતિક્રમણ : ભરહેસ૨ની સજ્ઝાય. ૪. નંદિષેણ અને આર્દ્રકુમારના વૃત્તાંત માટે જુઓ ત્રિષષ્ટિ. મહાવીરચરિત સર્ગ ૬-૭, જંબૂકુમારના અને સ્થૂલભદ્ર તથા કોશાના વૃત્તાંત માટે જુઓ પરિશિષ્ટ પર્વ, સર્ગ ૨-૩-૮. Page #274 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૬૫ મલ્લિનાથ એ જાતે સ્ત્રી હતાં. તેઓએ કૌમાર અવસ્થામાં પોતાની ઉપર આસક્ત થઈ પરણવા આવેલા છ રાજકુમારોને માર્મિક ઉપદેશ આપી વિરક્ત બનાવ્યા અને છેવટે બ્રહ્મચર્ય લેવરાવી પોતાના અનુયાયી બનાવી ગુરુપદ માટે સ્ત્રી જાતિની યોગ્યતા સાબિત કર્યાની વાત જૈનોમાં ખૂબ જાણીતી છે. બાવીસમા તીર્થંકર નેમિનાથે ચોરીમાં ફેરા ફર્યા પહેલાં જ ત્યાગેલી અને પછી સાધ્વી થયેલી રાજકુમારી રાજીમતીએ ગિરનારની ગુફાના એકાંતમાં પોતાના સૌન્દર્યને જોઈ બ્રહ્મચર્યથી ચલિત થતા સાધુ અને પૂર્વાશ્રમના દિયર રથનેમિને બ્રહ્મચર્યમાં સ્થિર થવા જે માર્મિક ઉપદેશ આપ્યો છે અને તે વડે રથનેમિને પાછા સ્થિર કરી હમેશને માટે સ્ત્રી જાતિ ઉપર મુકાતા ચંચળતા અને અબલાત્વના આરોપને દૂર કરી ધીર સાધકોમાં જે વિશિષ્ટ નામના મેળવી છે તે સાંભળતાં અને વાંચતાં આજે પણ બ્રહ્મચર્યના ઉમેદવારોને અદૂભુત વૈર્ય અર્પે છે. બ્રહ્મચારિણી શ્રાવિકા થયા પછી કોશા વેશ્યાએ પોતાને ત્યાં આવેલા અને ચંચળ મનના થયેલા શ્રી સ્થૂલભદ્રના એ ગુરુભાઈને જે શિખામણ આપી સ્થિર કર્યાની વાત નોંધાઈ છે, તે પડતા પુરુષને એક ભારે કામ આપે તેવી અને સ્ત્રી જાતિનું ગૌરવ વધારે તેવી છે. પણ આ બધાઓમાં સૌથી ચડે તેવો દાખલો વિજય શેઠ અને વિજયા શેઠાણીનો છે. એ બંને દંપતી પરણ્યાં ત્યારથી એકશયનશાયી છતાં પોતપોતાની શુક્લ અને કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાની પ્રથમ લીધેલ જુદીજુદી પ્રતિજ્ઞા પ્રમાણે એમાં પ્રસન્નતાપૂર્વક આખી જિંદગી અડગ રહ્યાં ૫ જુઓ ત્રિષષ્ટિ૦ ચરિત્ર પર્વ ૬, સર્ગ ૬, જ્ઞાતાસૂત્ર: મલ્લિઅધ્યયન પૃ. ૧૪૬થી તથા ભગવાન મહાવીરની ધર્મકથાઓ મલ્લિ. પૃ. ૭૦ ૬. રાજીમતી અને રથનેમિના વૃત્તાંત માટે જુઓ ત્રિષષ્ટિ ચરિત્ર પર્વ ૮, સર્ગ ૯; ઉત્તરાધ્યયનસૂત્ર: રથનેમીય અધ્યયન ૨૨ તથા દશવૈકાલિકસૂત્ર અધ્યયન ૨. રાજીમતી ઉપર મુગ્ધ થયેલા રથનેમિને તેણે જે જે માર્મિક વચનો કહ્યાં છે તેનો સાર આ પ્રમાણે છે: તું રૂપમાં ભલે વૈશ્રમણ-કુબેર હો, લાલિત્યમાં ભલે નળ હો, અરે, ભલે ને સાક્ષાત્ ઈન્દ્ર હો, તોપણ તને હું ઇચ્છું જ નહિ. હા કામી પુરુષ ! તારી ખાનદાની ક્યાં ગઈ? તું યાદવકુળનો હોઈને પણ સંયમથી ભ્રષ્ટ થાય છે અને મારી વાંછા કરે છે! આ કરતાં તો તું મર એ વધારે સારું છે. તું જરા વિચાર તો કર કે તું અંધકવૃષ્ણિનો ખાનદાન છે અને હું ભોગરાજની ખાનદાન છું. માટે કુલાંગાર ન થઈએ એની તું સરત રાખ અને સંયમમાં સ્થિર થા. વળી, જ્યાં ત્યાં સ્ત્રીઓને જોતાં જ તું આવી રીતે ચલિત થયા કરીશ તો તે તારો સંયમ જ નહિ રહે, અને તું વાયુથી કંપતા ઝાડની પેઠે હંમેશાં અસ્થિર જ રહ્યા કરીશ. જે ભોગોને તે તાજેલા છે તે તો વમેલા અન્ન સમા છે. તો શું કોઈ પુરુષ વમેલું અન્ન કદી પણ ખાશે ખરો ?' આ વચનો સાંભળીને રથનેમિ સંયમમાં સ્થિર થયા. જુઓ દશવૈકાલિકસૂત્ર, અધ્યયન ૨. ૭. જુઓ ઉપર ટિપ્પણ ૪. ૮. જુઓ વિજય શેઠ અને વિજયા શેઠાણીની કથા. Page #275 -------------------------------------------------------------------------- ________________ ર૬૬ • જૈન ધર્મ અને દર્શન અને હંમેશને માટે સ્મરણીય બની ગયાં. એ દંપતીની દઢતા, પ્રથમ દંપતી અને પાછળથી ભિક્ષુકજીવનમાં આવેલ બૌદ્ધ ભિક્ષુ મહાકાશ્યપ અને ભિક્ષુણી ભદ્રાકપિલાની અલૌકિક દઢતાને યાદ કરાવે છે. આવાં અનેક આખ્યાનો જૈન સાહિત્યમાં નોંધાયેલાં છે. એમાં બ્રહ્મચર્યથી ચલિત થતા પુરુષને સ્ત્રી દ્વારા સ્થિર કરાયાના જેવા ઓજસ્વી દાખલાઓ છે તેવા ઓજસ્વી દાખલાઓ ચલિત થતી સ્ત્રીને પુરુષ દ્વારા કરાયાના નથી, અથવા તદ્દન વિરલ છે. ૩. બ્રહ્મચર્યના જુદાપણાનો ઇતિહાસ જૈન પરંપરામાં ચાર અને પાંચ વામોના મહાવ્રતોના) અનેક ઉલ્લેખો મળે છે. સૂત્રોમાં આવેલાં વર્ણનો° ઉપરથી સમજાય છે કે ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં ચાર યામો(મહાવ્રતોનો પ્રચાર હતો, અને શ્રી મહાવીર ભગવાને તેમાં એક યામ (મહાવ્રત) વધારી પંચયામિક ધર્મનો ઉપદેશ કર્યો. અચારાંગસૂત્રમાં ધર્મના ત્રણ યામો પણ કહેલા છે. એની વ્યાખ્યા જોતાં એમ લાગે છે કે ત્રણ વામની પરંપરા પણ જેમસંમત હોય. આનો અર્થ એમ થયો કે કોઈ જમાનામાં જૈન પરંપરામાં (૧) હિંસાનો ત્યાગ, (૨) અસત્યનો ત્યાગ, અને (૩) પરિગ્રહનો ત્યાગ – એમ ત્રણ જ યામો હતા. પછી એમાં ચૌર્યનો ત્યાગ ઉમેરાઈ ત્રણના ચાર ધામ થયા, અને છેલ્લે કામાચારના ત્યાગનો યામ વધારી ભગવાન મહાવીરે ચારના પાંચ કામ કર્યા. આ રીતે ભગવાન મહાવીરના સમયથી અને એમના જ શ્રીમુખે ઉપદેશાવેલું બ્રહ્મચર્યનું જુદાપણું જૈન પરંપરામાં જાણીતું છે. જે સમયે ત્રણ કે ચાર ધામો હતા તે સમયે પણ પાલન તો પાંચનું થતું હતું. ફક્ત એ સમયના વિચક્ષણ અને સરળ મુમુક્ષુઓ ચૌર્ય અને કામાચારને પરિગ્રહરૂપ સમજી લેતા. અને પરિગહનો ત્યાગ કરતા જ તે બંનેનો પણ ત્યાગ આપોઆપ થઈ જતો. પાર્શ્વનાથની પરંપરા સુધી તો કામાચારનો ત્યાગ પરિગ્રહના ત્યાગમાં જ આવી જતો ૯. મહાકાશ્યપ અને ભદ્રાકપિલાની હકીકત માટે જુઓ બૌદ્ધ સંઘનો પરિચય, પૃ. ૧૯૦ તથા પૃ. ૨૭૪. ૧૦. “મવા, મમિ વીવીલ ઢિન્તા માવંતા વાસનામ ધH पण्णवेंति । तं जहा (१) सव्वतो पाणातिवायाओ वेरमणं, (२) एवं मुसावायाओ वेरमणं, (૩) સન્નતિો વિન્ના પાકો વેરમi, (૪) સત્રો વહિવાળા વેરમi I (આમાં ચાર યામનો ઉલ્લેખ છે) - સ્થાનાંગસૂત્ર, પૃ. ૨૦૧ ૧૧. “નામ નિત્રિ ૩ દિયા !' (प्राणातिपात भृषावाद, परिग्रहश्च । अदत्तादानमैथुनयो परिग्रह एवान्तर्भावात् ત્રયમ્ – ટીશા) - આચારંગ પ્રથમ શ્રુતસ્કંધ અધ્યયન ૮, ઉદ્દેશક ૧ આ ઉલ્લેખમાં ત્રણ વામોનો (વતોનો નિર્દેશ છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચા૨ ૦ ૨૬૭ અને એથી એનું જુદું વિધાન નહિ થયેલું, પણ આમ કામાચારના ત્યાગના જુદા વિધાનને અભાવે શ્રમણસંપ્રદાયમાં બ્રહ્મચર્યનું શૈથિલ્ય આવ્યું અને કેટલાક તો એવા અનિષ્ટ વાતાવરણમાં પડવા લાગ્યા. એથી જ ભગવાન મહાવીરે પરિગ્રહત્યાગમાં સમાસ પામતા કામાચાર ત્યાગને પણ એક ખાસ મહાવ્રત તરીકે જુદો ઉપદેશ્યો. જ્યારે ભગવાન મહાવીરે પંચયામિક ધર્મનો ઉપદેશ કર્યો ત્યારે પાર્શ્વનાથની પરંપરાના શ્રમણોમાં આ વિષય ખૂબ ચર્ચાયો પણ ખરો. આ હકીકતનું વર્ણન ઉત્તરાધ્યયનસૂત્રના કેશિગોતમીય નામના તેવીસમાં અધ્યયનમાં સવિસ્તર આપેલું છે. તે આ પ્રમાણે છેઃ - પાર્શ્વનાથના શિષ્ય કેશિકુમાર કુમારશ્રમણ (બાળબ્રહ્મચારી), મહાયશસ્વી, વિદ્યા અને ચારિત્રના પારગામી, અવધિજ્ઞાની અને શિષ્યસંઘના આચાર્ય હતા. તે ફરતા ફરતા સાવથી નગરીમાં પધાર્યા અને ત્યાં એવા જ પ્રતાપી, દ્વાદશાંગના જાણનારા, વિદ્યા અને ચારિત્રસંપન્ન તથા અનેક શિષ્યોના આચાર્ય શ્રમણ ગૌતમ જે ભગવાન મહાવીરના મુખ્ય પટ્ટધર હતા તે પણ આવ્યા. પાર્શ્વનાથના શ્રમણોએ વિચાર્યું કે પાર્શ્વનાથ અને મહાવી૨નો ઉદ્દેશ એક છતાં એમના મહાવ્રતવિધાનમાં ભેદ કેમ દેખાય છે ? શું એ બંને ધર્મો જુદા જુદા છે ? એ વિશે શ્રમણ ગૌતમ સાથે વિચાર કરી લેવો જોઈએ. એમ ધારીને કેશિકુમાર અને શ્રમણ ભગવાન ગૌતમ એ બંને ઉદાર આચાર્યો પોતપોતાના પરિવાર શિષ્યપરિવાર–સાથે એક ઉદ્યાનમાં આવી મળ્યા. પાર્શ્વનાથના શ્રમણોની વતી કેશિકુમારે ગૌતમને પૂછ્યું કે અમારો આચાર ચાતુર્યામિક છે અને તમારો એ પંચયામિક છે. વર્ધમાન અને પાર્શ્વ એ બંનેનો ઉદ્દેશ તો સમાન જ હતો, છતાં આ ફેરફારનું કારણ શું છે ? ભલા તમને એમાં વિરોધ નથી લાગતો ” ગૌતમે આનો ઉત્તર આપતાં જણાવ્યું કે ‘હે મહાનુભાવ, આચારના પાલનના ઉપદેશનું બંધારણ તે તે સમયના જનસમાજની પરિસ્થતિને અવલંબીને બાંધવામાં આવે છે. પાર્શ્વનાથની પરંપરાના શ્રમણો ઋજુ (સરળ) અને પ્રાશ (વિચક્ષણ) છે અને અમારી તથા શ્રી ઋષભદેવની પરંપરાના શ્રમણો વક્ર (આડા) અને જડ તથા ઋજુ અને જડ છે. આ પ્રકારે તે તે શ્રમણોની મનોભૂમિકાના ભેદને લીધે એકને ચાર યામનો ઉપદેશ કરવામાં આવ્યો છે અને બીજાને પાંચ યામનો.' ગૌતમનો આ ઉત્તર સાંભળી કેશિનો વિરોધ શમી ગયો અને પરિસ્થિતિ પ્રમાણે એમણે અને એમની પરંપરાએ ચારને બદલે પાંચ યામનો સ્વીકાર કર્યો. કેશી અને ગૌતમના સંવાદ ઉપરથી આપણે એમ તારવી શકીએ છીએ કે મનુષ્યોની ત્રણ કોટી હોય છે : (૧) ઋજુ અને પ્રાણ, (૨) ઋજુ અને જડ, અને (૩) વક્ર અને જડ. એક જ હકીકતને આ ત્રણે કોટીના મનુષ્યો કેવી જુદીજુદી રીતે સમજે છે તે માટે નીચેનું નટનટીનું ઉદાહરણ આપવામાં આવે છે ૧૨. જુઓ ઉત્તરાધ્યયનસૂત્રનું તેવીસમું કેશિગૌતમીય અધ્યયન તથા કલ્પસૂત્ર સુધિકા ટીકા પૂ. ૪ થી. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ૦ જૈન ધર્મ અને દર્શન કેટલાક ઋજુ-પ્રાજ્ઞ શ્રમણો બહાર ગયેલા. ત્યાં એમણે રસ્તા વચ્ચે નટને રમતો જોયો. તેનો ખેલ જોઈને તેઓ વિલંબથી પોતાને સ્થાનકે આવ્યા. ગુરુએ વિલંબનું કારણ પૂછ્યું તો તેઓએ જે હકીકત હતી તે જણાવી દીધી. ગુરુએ કહ્યું કે નટ જોવાનો આપણો આચાર નથી. ફરી વાર તે જ શ્રમણો બહાર ગયા. તેમણે રસ્તા વચ્ચે નટીનો નાચ થતો જોયો, પરંતુ તેઓ ત્યાં ખોટી ન થતાં પોતાને સ્થાનકે ચાલ્યા ગયા, કારણ કે તેઓ પ્રાજ્ઞ હતા એટલે નટના નિષેધમાં નટીનો નિષેધ સમજી ગયા હતા. આવે જ પ્રસંગે ઋજુ અને જડ પ્રકૃતિના શ્રમણો એ વસ્તુને નહિ સમજી શકવાથી અને નનિષેધની ગુરુની આજ્ઞાના શબ્દોને જ વળગી રહેવાને કારણે તેઓને નટીનો નાચ જોવામાં બાધ ન સમજાયો. પણ તેઓ સરળ હતા, માટે જ રસ્તામાં બનેલો પ્રસંગ એમણે ગુરુને નિવેદિત કર્યો. એટલે ગુરુએ એમને માટે બે જુદી આજ્ઞાઓ કરી કે સાધુઓથી નટ ન જોવાય અને નટી પણ ન જોવાય. વક્ર અને જડ ભૂમિકાના સાધુઓ નટ વિશેની આજ્ઞાના શબ્દને વળગી નટી જોવામાં બાધ ન સમજ્યા. ઉપરાંત ગુરુએ પૂછતાં વક્રતાને લીધે બનેલો બનાવ છુપાવી યદ્વાતદ્વા કહેવા લાગ્યા. જ્યારે ગુરુએ ખૂબ ધમકાવ્યા ત્યારે તેઓએ કહ્યું કે તમે તો અમને નટ જોવાનો નિષેધ કરેલો; તે પ્રમાણે અમે વર્ત્યા છીએ. જો તમે પહેલેથી જ નટની સાથે નટીનો પણ નિષેધ કર્યો હોત તો અમે એ પ્રમાણે વર્તત. અમે તો તમારા કહ્યા પ્રમાણે જરૂર કરીએ, પણ તમારા ઉપદેશમાં ધડો ક્યાં છે ? આ પ્રમાણે વક્ર અને જડ સાધુઓ ગુરુ કે શાસ્ત્રની આજ્ઞાને બરાબર સમજતા નથી; કદાચ સમજે છે તો પાળતા નથી અને નહિ પાળવા માટે પોતાનો વાંક નહિ ગણતાં ગુરુને દોષી ઠરાવે છે અને ખોટું બોલતાં પણ અચકાતા નથી. ઋજુ અને પ્રાશ અધિકારીઓ ચાતુયામથી પણ સંયમનો પૂરો મર્મ સમજી શકે છે, પરંતુ ઋજુ-જડ અને વક્ર-જડની કલ્પનામાં ચાર યામથી પાંચ યામનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. એથી જ એમની વિશેષ સમજને માટે ચારના પાંચ યામ કરવામાં આવ્યા છે. અને એ ઉપરાંત રાત્રિભોજનના ત્યાગને પણ એક જુદા વ્રત તરીકે જણાવ્યું છે; અર્થાત્ અધિકારીની મનોદશાના કારણથી ભગવાન મહાવીરે ચારના પાંચ યામ કર્યા, અને બ્રહ્મચર્યવ્રતને જુદું સ્થાન આપ્યું. વર્તમાનમાં પણ ત્યાગપ્રધાન અને સેવાપ્રધાન સંસ્થાઓમાં પાંચ યામ ઉપરાંત જે કેટલાક નિયમો અને ઉપનિયમો રાખવનું ધોરણ ચાલે છે તે પણ અધિકારીઓની વિચિત્ર મનોદશાને લીધે હોય એમ લાગે છે. ૪. બ્રહ્મચર્યનું ધ્યેય અને તેના ઉપાયો જૈન ધર્મમાં અન્ય તમામ વ્રતનિયોમોની પેઠે બ્રહ્મચર્યનું સાધ્ય પણ માત્ર મોક્ષ છે. જગતની દૃષ્ટિએ મહત્ત્વની ગણાતી ગમે તે બાબત બ્રહ્મચર્યથી સિદ્ધ થઈ શકતી હોય, પણ જો તેનાથી મોક્ષ સાધવામાં ન આવે તો જૈન દૃષ્ટિ પ્રમાણે એ બ્રહ્મચર્ય લોકોત્ત૨ Page #278 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર ૦૨૬૯ (આધ્યાત્મિક) નથી. જૈન દૃષ્ટિ પ્રમાણે મોક્ષમાં ઉપયોગી થતી વસ્તુ જ સાચું મહત્ત્વ ધરાવે છે. શરીરસ્વાસ્થ્ય સમાજબળ આદિ ઉદ્દેશો ખરા મોક્ષસાધક આદર્શ બ્રહ્મચર્યમાંથી સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. : બ્રહ્મચર્યને સંપૂર્ણપણે સિદ્ધ કરવા બે માર્ગો નક્કી ક૨વામાં આવ્યા છે : પહેલો ક્રિયામાર્ગ અને બીજો જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ વિરોધી કામસંસ્કારને ઉત્તેજિત થતો અટકાવી તેના સ્થૂલ વિકારવિષને બ્રહ્મચર્યજીવનમાં પ્રવેશવા નથી દેતો; અર્થાત્ તેની નિષેધબાજુ સિદ્ધ કરે છે, પણ તેનાથી કામસંસ્કાર નિર્મૂળ થતો નથી. જ્ઞાનમાર્ગ એ કામસંસ્કા૨ને નિર્મૂળ કરી બ્રહ્મચર્યને સર્વથા અને સર્વદા સ્વાભાવિક જેવું કરી મૂકે છે; અર્થાત્ તેની વિધિબાજુ સિદ્ધ કરે છે. જૈન પિરભાષામાં કહીએ તો ક્રિયામાર્ગથી બ્રહ્મચર્ય ઔપશમિકભાવે સિદ્ધ થાય છે, અને જ્ઞાનમાર્ગથી ક્ષાયિકભાવે સિદ્ધ થાય છે. ક્રિયામાર્ગનું કાર્ય જ્ઞાનમાર્ગની મહત્ત્વની ભૂમિકા તૈયાર કરવાનું હોવાથી તે માર્ગ વસ્તુતઃ અપૂર્ણ છતાં પણ બહુ ઉપયોગી મનાયો છે, અને દરેક સાધક માટે પ્રથમ આવશ્યક હોવાથી તેના ઉપર જૈન શાસ્ત્રમાં બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. એ ક્રિયામાર્ગમાં બાહ્ય નિયમોનો સમાવેશ થાય છે. એ નિયમોનું નામ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે રક્ષાનું સાધન અર્થાત્ વાડ. એવી ગુપ્તિઓ નવ ગણવામાં આવી છે. એક વધુ નિયમ એ ગુપ્તિઓમાં ઉમેરી એમને જ બ્રહ્મચર્યનાં દશ સમાધિસ્થાનક તરીકે વર્ણવવામાં આવ્યાં છે. એ નિષેધાત્મક સમાધિસ્થાનોને બ્રહ્મચારી પાસે પળાવવા જે રીતે જૈન શાસ્ત્રમાં અખત્યાર કરવામાં આવી છે તે ભારત વર્ષમાં બીજા દર્શનોમાં પણ પ્રસિદ્ધ અને જૂની છે. બ્રહ્મચર્યના ઉમેદવાર પુરુષને સ્ત્રીજાતિના આકર્ષણથી મુક્ત રાખવા અને સ્ત્રી કલેવર તરફ પ્રબળ ઘૃણા થાય, સ્ત્રી-સ્વભાવમાં દોષ દેખાય અને સ્ત્રીજાતિ મૂળથી જ દોષની ખાણરૂપ છે એવી પ્રતિતી થાય તે માટે ક૨વું જોઈતું બધું વર્ણન શાસ્ત્રમાં છે. તે ઉપરાંત સમાજભય, રાજભય અને પરલોકભય દ્વારા તેમજ કીર્તિ, પ્રતિષ્ઠાની સિદ્ધિ અને દેવી સુખના પ્રલોભન દ્વારા પણ એ ઉમેદવાર બ્રહ્મચર્યને વળગી રહે તે માટે અદ્ભુત વર્ણનો અને કલ્પનાઓ છે. ક્રિયામાર્ગ દ્વારા બ્રહ્મચર્યને સ્થૂલ રક્ષણ ગમે તેટલું મળતું હોય, છતાં તેમાં કામસંસ્કાર કાયમ રહેતો હોવાથી અને એમાં ઘૃણા ભય, લોભ આદિ બીજી અનિષ્ટ વૃત્તિઓ પોષાતી હોવાથી એ માર્ગની અપૂર્ણતા દૂર કરવા જ્ઞાનમાર્ગ યોજવામાં આવ્યો છે. જ્ઞાનમાર્ગમાં ધ્યાનનું સ્થાન મુખ્ય છે. ધ્યાન દ્વારા વિચારવિકાસ અને સ્વરૂપચિંતન સધાતાં કામાદિ બધી અનિષ્ટ વૃત્તિઓનાં બીજો બળી જાય છે. ધ્યાનના પ્રકારોમાં શુક્લ નામક ધ્યાન ઊંચ કોટિનું છે. તે યોગદર્શનપ્રસિદ્ધ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિને સ્થાને છે. જેમ ફક્ત બ્રહ્મચર્યવ્રત માટે ક્રિયામાર્ગનાં બાહ્ય વિધાનો તદ્દન જુદાં જ ક૨વામાં આવે છે તેમ જ્ઞાનમાર્ગનાં આંતરિક વિધાનો ફક્ત એ વ્રતને ઉદ્દેશી જુદાં પાડી ક્યાંય કહેવામાં આવ્યાં નથી; પણ ક્રોધ, મોહ, લોભાદિ બધા સંસ્કારોને Page #279 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ • જૈન ધર્મ અને દર્શન નાબૂદ કરવા જે જ્ઞાનમાર્ગ યોજાયો છે તે જ કામસંસ્કારના નાશમાં પણ લાગુ પડે છે. માત્ર ક્રિયામાર્ગથી મળતું રક્ષણ ઐકાંતિક પૂરેપુરું) કે આત્યંતિક (હંમેશનું) ન હોઈ શકે, કારણ કે તે દોષદર્શનથી થયેલું હોવાથી દોષદષ્ટિ બદલાતાં ભાગ્યે જ રહી શકે. જ્યારે જ્ઞાનમાર્ગથી મળતું રક્ષણ ઐકાંતિક અને આત્યંતિક હોય છે, કારણ કે તે રક્ષણ સ્વરૂપચિંતન અથવા આત્મવિવેકમાંથી ઉત્પન્ન થયેલું હોવાને લીધે કદી નાશ પામતું નથી અને સાહજિક ભાવે સિદ્ધ થાય છે. ક્રિયામાર્ગમાં આવતાં દશ સમાધિસ્થાનોનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રના સોળમાં અધ્યયનમાં બહુ માર્મિક રીતે કરવામાં આવ્યું છે. તેનો સાર આ પ્રમાણે છે : ૧. દિવ્ય કે માનુષી સ્ત્રીના, બકરી, ઘેટી વગેરે પશુના અને નપુસંકના સંસર્ગવાળાં શયન, આસન અને રહેઠાણ વગેરેનો ઉપયોગ ન કરવો. ૨. એકલા એકલી સ્ત્રીઓની સાથે સંભાષણ ન કરવું. માત્ર સ્ત્રીઓને કથાવાર્તા વગેરે ન કહેવાં અને સ્ત્રીકથા ન કરવી, એટલે કે સ્ત્રીનાં જાતિ, કુળ, રૂપ અને વેશ વગેરેનું વર્ણન કે વિવેચન ન કરવું. ૩. સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જે આસને સ્ત્રી બેઠેલી હોય ત્યાં તેના ઊડ્યા પછી પણ બે ઘડી સુધી ન બેસવું. ૪. સ્ત્રીઓનાં મનોહર નયન, નાસિકા વગેરે ઇન્દ્રિયોનું વા તેઓનાં અંગોપાંગનું અવલોકન ન કરવું અને તે વિશેનું ચિંતન-સ્મરણ પણ વર્જવું. ૫. સ્ત્રીઓના રતિપ્રસંગના અવ્યક્ત શબ્દો રતિકલહના શબ્દો, ગીતના ધ્વનિઓ, હાસ્યના કિલકિલાટો, કીડાના શબ્દો અને વિરહ સમયે રુદનના શબ્દો પડદા પાછળ રહીને કે ભીંતની આડમાં રહીને પણ ન સાંભળવા. ૬. પૂર્વે અનુભવેલી, આચરેલી, કે સાંભળેલી રતિક્રીડા, કામક્રીડા વગેરે ન સંભારવાં. ૭. ધાતુને વધારનારાં પૌષ્ટિક ખાનપાન ન લેવાં. ૮. સાદું ખાનપાન પણ પ્રમાણથી અધિક ન લેવું. ૯. શણગાર ન જવો; એટલે કે કામરાગને ઉદ્દેશીને સ્નાન વિલેપન, ધૂપ, માલ્ય વિભૂષણ કે વેશ વગેરેની રચના ન કરવી. ૧૦. જે શબ્દો, રૂપો, રસો, ગંધો અને સ્પર્શી કામગુણને જ પોષનારાં હોય તેઓને વર્જવાં. આ ઉપરાંત કામોદ્દીપક હાસ્ય ન કરવું. સ્ત્રીનાં ચિત્રો ન રાખવાં, ન જોવા, અબ્રહ્મચારીનો સંગ ન કરવો વગેરે બ્રહ્મચારીઓ ન કરવા જેવી બીજી અનેક જાતની ક્રિયાઓ આ દશ સ્થાનોમાં સમાઈ જાય છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૭૧ સૂત્રકાર કહે છે કે પૂર્વોક્ત નિષિદ્ધ પ્રવૃત્તિમાંની કોઈપણ પ્રવૃત્તિ કરનાર બ્રહ્મચારી પોતાનું બ્રહ્મચર્ય તો ખોશે જ, તદુપરાંત એને કામજન્ય માનસિક કે શારીરિક રોગો પણ થવાનો સંભવ છે. બ્રહ્મચારી પણ રહે છે તો જનસમાજમાં જ, એટલે એની આંખે રૂપો અને કાને શબ્દો વગેરે ન આવે એ તો ન જ બને; તો હવે શું એણે જનસમાજમાં ન રહેવું ? રૂપો, શબ્દો વગેરેને ન આવવા દેવા? કે આંખ અને કાને પડદા રાખવા ? સૂત્રકારે આનો ઉત્તર ટૂંકો પણ સચોટ રીતે આપેલો છે, જે આ રીતે છે : આંખે આવતાં રૂપોનો અને કાને પડતા ધ્વનિ વગેરેનો પરિહાર શક્ય જ નથી, પણ તેને પ્રસંગે એ રૂપો કે શબ્દો વગેરેને લીધે પોતાની પ્રવૃત્તિમાં રાગને કે દ્વેષને ન થવા દેવો, અર્થાતુ એવે વખતે બ્રહ્મચારીએ વસ્તુસ્વભાવનું ચિંતન કરવું યા તો સર્વથા ઉદાસીન રહેવું સ્પ, ગંધો અને રસો માટે એ ન્યાય ઘટાવી લેવો. ઉપર્યુક્ત સમાધિસ્થાનો ઉપરાંત બ્રહ્મચારી ભિક્ષુભિક્ષુણીઓ માટે બીજાં પણ કેટલાંક વિધાનો કરવામાં આવ્યાં છે, જેમકે પથારી કઠણ રાખવી, પથારી ઉપરનો ઓછાડ સુંવાળા કપડાંનો ન રાખવો. સુંવાળાં વસ્ત્રો ન પહેરવાં, ભિક્ષુણીએ હાથાવાળાં આસનો પર ન બેસવું અને આખું કેળું ન લેવું, ભિક્ષુએ સાંકડા મોંનાં પાત્રો ન રાખવાં, વગેરે વગેરે. ૫ બ્રહ્મચર્યના સ્વરૂપની વિવિધતા અને તેની વ્યાપ્તિ ઉપર આપેલી બીજી વ્યાખ્યા પ્રમાણે કામસંગના ત્યાગરૂપ બ્રહ્મચર્યનો જે ભાવ સાધારણ લોકો સમજે છે તે કરતાં ઘણો સૂક્ષ્મ અને વ્યાપક ભાવ જૈન શાસ્ત્રોમાં લેવાયો છે. જ્યારે કોઈ વ્યક્તિ જૈન ધર્મની મુનિદીક્ષા લે છે ત્યારે તે વ્યક્તિ વડે લેવાતી પાંચ પ્રતિજ્ઞાઓમાં ચોથી પ્રતિજ્ઞા રૂપે એવા ભાવના બ્રહ્મચર્યનો સ્વીકાર કરવામાં આવે છે. એ પ્રતિજ્ઞા આ પ્રમાણે છે: હે પૂજ્ય ગુરો ! હું સર્વ મૈથુનનો પરિત્યાગ કરું છું; અર્થાત્ દૈવી, માનુષી કે તૈર્યચી પશુપક્ષી સંબંધી) કોઈપણ જાતના મૈથુનને હું મનથી, વાણીથી અને શરીરથી, જીવનપર્યત નહિ એવું, તેમજ મનથી, વચનથી અને શરીરથી ત્રણ પ્રકારે બીજા પાસે જીવનપર્યત સેવરાવીશ નહિ અને બીજો કોઈ મૈથુન સેવતો હશે તો તેમાં હું એ જ ત્રણ પ્રકારે જીવનપર્યત અનુમતિ પણ નહિ આપું. ૧૩. “ન સર્વી, સોરું સદ્દા (2) સોવિયHITયા | रागदोषा उ ले तत्थं तं भिक्ख परिवज्जए । ण सक्का ख्मद्दट्टुं चक्खुविसयमागयं । रागदोषा उ जे तत्थ तं भिक्खू परिवज्जए ।' ઈત્યાદિ, આચારાંગસૂત્ર વિમુક્તિ-અધ્યયન છેલ્લું. ૧૪. જુઓ કલ્પસૂત્ર પંચમ ઉદ્દેશ, સૂ. ૧૫-૪૭. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ • જૈન ધર્મ અને દર્શન જોકે મુનિદીક્ષામાં સ્થાન પામેલ ઉપર વર્ણવેલું નવ પ્રકારનું બ્રહ્મચર્ય જ બીજી વ્યાખ્યા પ્રમાણેના બ્રહ્મચર્યનું અંતિમ અને સંપૂર્ણ સ્વરૂપ છે, છતાં તેવા એક જ પ્રકારના બ્રહ્મચર્યને દરેક પાસે પળાવવાનો દુરાગ્રહ કે મિથ્યા આશા જૈન આચાર્યોએ નથી રાખ્યાં. પૂર્ણ શક્તિ ધરાવનારા વ્યક્તિ હોય તો બ્રહ્મચર્યનો સંપૂર્ણ આદર્શ સચવાય અને અલ્પશક્તિ અને અશક્તિવાળી હોય તો પૂર્ણ આદર્શને નામે દંભ ચાલવા ન પામે એવા સ્પષ્ટ ઉદેશથી શક્તિ અને ભાવનાની ઓછીવત્તી યોગ્યતા ધ્યાનમાં રાખી જૈન આચાર્યોએ અસંપૂર્ણ બ્રહ્મચર્ય પણ ઉપદેશ્ય છે. જેમ સંપૂર્ણતામાં ભેદને અવકાશ નથી તેમ અસંપૂર્ણતામાં અભેદનો સંભવ જ નથી. તેથી અપૂર્ણ બ્રહ્મચર્યના અનેક પ્રકારો થઈ જાય અને તેને લીધે તેના વ્રતનિયમોની પ્રતિજ્ઞાઓ પણ જુદી- જુદી હોય તે સ્વાભાવિક છે. આવા અસંપૂર્ણ બ્રહ્મચર્યના ઓગણપચાસ પ્રકારો જૈન શાસ્ત્રોમાં કલ્પાયેલા છે, અને અધિકારી તેમાંથી પોતાની શક્તિ પ્રમાણે નિયમ સ્વીકારે છે. મુનિદીક્ષાના સંપૂર્ણ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવા અસમર્થ અને છતાં તેવી પ્રતિજ્ઞાના આદર્શને પસંદ કરી તે દિશામાં પ્રગતિ કરવા ઇચ્છનાર ઉમેદવાર ગૃહસ્થો પોતપોતાની શક્તિ અને રુચિ પ્રમાણે એ ઓગણપચાસ પ્રકારોમાંથી કોઈ ને કોઈ જાતના બ્રહ્મચર્યનો નિયમ લઈ શકે તેવી વિવિધ પ્રતિજ્ઞાઓ જૈન શાસ્ત્રો પૂરી પાડે છે. આ રીતે વાસ્તવિક અને આદર્શ બ્રહ્મચર્યમાં ભેદ ન હોવા છતાં વ્યાવહારિક જીવનની દૃષ્ટિએ તેના સ્વરૂપની વિવિધતા જૈન શાસ્ત્રોમાં બહુ વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવી છે. જેમ ખાદીનું વ્રત ઢીલું કરવા જતાં કે તેમાં બારીઓ શોધાતાં તે વ્રતમાં દાખલ થતી દાંભિકતા દૂર કરવા ખાતર શુદ્ધ, મિશ્ર અને મિલની ખાદી એવા ભેદો એ વ્રત સાથે સંકળાયાનો ઇતિહાસ જાણીતો છે, તેમ અપૂર્ણ બ્રહ્મચર્યમાં અનેક છૂટો અને બારીઓને અવકાશ હોવાથી જેમજેમ તેમાં બારીઓ શોધાતી ગઈ તેમ તેમ તે વ્રતની ઝીણવટ વધતી ગયાનો ઇતિહાસ પણ બહુ મનોરંજક અને મહત્ત્વનો છે. પ્રાચીન કાળના સીધા, સરળ અને છતાં ગંભીર વર્ણન ઉપરથી એમ ચોખ્ખું લાગે છે કે અપૂર્ણ બ્રહ્મચર્યનાં ઉમેદવાર સ્ત્રી અગર પુરષ સંતોષ કેળવવા કામવૃત્તિની મર્યાદા બાંધતાં. આર્યાવર્તમાં પુરુષને ગમે તેટલી સ્ત્રીઓ કરવામાં ન હતો કોઈ બાહ્ય અંકુશ કે ન હતો કોઈ સામાજિક પ્રતિષ્ઠા જવાનો ભય. જ્યારે સામાન્ય રીતે સ્ત્રીને એકથી બીજો પતિ કરવામાં એક તરફ સામાજિક પ્રતિષ્ઠા ઓછી થવાનો ભય હતો અને બીજી તરફ બાહ્ય અંકુશો પણ હતા. આ કારણથી અપૂર્ણ બ્રહ્મચર્ય સ્વીકારનાર વ્યક્તિ જો પુરુષ હોય તો પોતાની ઈચ્છા પ્રમાણે અમુક સ્ત્રીઓના ભોગની મર્યાદા બાંધી તેથી અન્ય સ્ત્રીના ભોગનો ત્યાગ કરતો. ખાનદાની અને ધર્મનિષ્ઠા, એવા પુરુષને સંખ્યામાં ગમે તેટલી છતાં સ્વવિવાહિત સ્ત્રીઓના ભોગની મર્યાદા બાંધવા પ્રેરતાં. પુરુષની એ મર્યાદા જૈન શાસ્ત્રોમાં Page #282 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૭૩ સ્વદારસંતોષ વ્રતને નામે પ્રસિદ્ધ છે. પરંતુ અપૂર્ણ બ્રહ્મચર્ય વ્રતની ઉમેદવાર સ્ત્રી હોય તો તે પોતાના વિવાહિત એક પતિ સિવાય અન્ય પુરુષના ભોગનો ત્યાગ કરતી. એનો એ ત્યાગ “સ્વપતિસંતોષ' નામે જૈન સમાજમાં જાણીતો છે. પુરુષનું સ્વદારસંતોષવ્રત અને સ્ત્રીનું સ્વપતિસંતોષવ્રત એવા બે ભેદો સામાન્ય રીતે અપૂર્ણ બ્રહ્મચર્યવ્રતના પડે છે. અંતઃકરણમાં રહેલી સારી ધર્મનિષ્ઠા જો માણસને સંયમની દિશામાં પ્રેરે છે તો તેની સાથે રહેવા પામેલી ઓછીવત્તી વાસનાઓ તેને કાં તો અસંયમની દિશામાં અગર સ્વીકારેલ નિયમમાં બારીઓ અને છૂટ શોધવા પ્રેરે છે. સાહસવૃત્તિ, તર્કવૃત્તિ અને નિરંકુશતાનો જોગ જો ધર્મનિષ્ઠા સાથે થાય તો તેમાંથી સંયમનાં ફળો જન્મે છે. અને જો તેમનો જોગ વાસના અને ખાસ કરી કામવાસના સાથે થાય તો તેમાંથી અસંયમ જ નહિ પણ સ્વીકારેલ સંયમમર્યાદા સુધ્ધાંમાં અનેક છૂટોની શોધને પરિણામે ભયંકર અધ:પાત પણ જન્મે છે. જોકે પુરુષના સ્વાદારસંતોષ વ્રતમાં બે, પાંચ કે દશ જ નહિ પણ સેંકડો અને હજારો સ્વવિવાહિત સ્ત્રીઓના ભોગનો સમાવેશ થવા જેટલો અવકાશ આર્યાવર્તની લગ્નપ્રથાને લીધે હતો જ, છતાં સાહસ, તર્ક અને નિરંકુશતાએ પુરુષને પ્રશ્ન કરાવ્યો કે વેશ્યા જેવી સર્વસાધારણ સ્ત્રી, જે અન્ય દ્વારા વિવાહિત નથી, તેને પૈસા કે બીજી લાલચથી થોડા વખત સુધી પોતાની સ્ત્રી જ માની ભોગવવામાં સ્વદારસંતોષવ્રતનો ભંગ શા માટે ગણવો જોઈએ? કારણ કે સ્વદારસંતોષવ્રતનો ધ્વનિ પરસ્ત્રીત્યાગ તરફ છે, અને વેશ્યા એ કાંઈ પરસ્ત્રી તો નથી જ. એ તો સાધારણ સ્ત્રી હોવાથી જો બીજાની હોય તો પોતાની પણ છે જ. માટે સ્વદારસંતોષવ્રતની મર્યાદામાં વેશ્યાસેવન બાધક શાને ગણવું જોઈએ ? પુરુષના આ એક કટિલ પ્રશ્નને લીધે સ્વદારસંતોષવ્રતમાંથી પરદારત્યાગનો જન્મ થયો અને સ્વદારસંતોષવ્રત તેમજ પરદારત્યાગવ્રત એ બેના અર્થમાં આપોઆપ ભેદ નિશ્ચિત થયો. - જ્યારે અપૂર્ણ બ્રહ્મચર્ય લેનાર પુરુષ માટે સ્વદારસંતોષ અને પરદારત્યાગ એ બે વ્રતો જુદાં કલ્પાયાં ત્યારે અર્થભેદની કલ્પના આ રીતે કરી ઃ જે પોતાની વિવાહિત સ્ત્રીમાં જ સંતુષ્ટ રહેવા ઈચ્છે તે સ્વદારસંતોષવ્રત લે. એ વ્રત લેનાર જેમ પરસ્ત્રી ન સેવી શકે તેમ વેશ્યાસેવન પણ ન કરી શકે, પરંતુ જે વિવાહિત સ્ત્રી ઉપરાંત વેશ્યાસેવન તજવા ન ઇચ્છે, માત્ર અન્ય પુરષોએ પરણેલી એવી સ્ત્રીઓનો જ ત્યાગ કરવા ઇચ્છે તે પરદારત્યાગવત લે. એ વ્રત લેનારને સ્વવિવાહિત સ્ત્રી અને સાધારણ વેશ્યા એ બંનેનો ભોગ બાધક નથી ગણાયો. તેને ફક્ત પરવિવાહિત સ્ત્રીનો ભોગ જ બાધક ગણાયેલો છે. આ રીતે એક જ કાયદામાંથી અનેક અર્થો નીકળે છે તેમ પુરુષના એક જ ગંભીર સ્વરદારસંતોષવ્રતમાંથી બે અર્થવાળા બે વ્રતો જમ્યાં. પણ પુરુષનું પૌરુષ કાંઈ એટલેથી જ અટકે? તેથી વળી તેને શંકા થઈ કે પરસ્ત્રી એટલે જેનો વિવાહિત પતિ હોય અને જે પર–પતિનું રક્ષણ મેળવતી હોય તે. પરસ્ત્રીની આ Page #283 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ • જૈન ધર્મ અને દર્શન વ્યાખ્યામાં કુમારી સ્ત્રીનો, વિધવાનો કે જેનો પતિ ક્યાંય ચાલ્યો ગયો હોય પ્રોષિતભર્તકા) તેવી સ્ત્રીનો સમાવેશ થઈ ન શકે અને તેથી પરદારત્યાગનું વ્રત લેનારને તેવી કુમારી કન્યા, વિધવા કે પ્રોષિતભર્તૃકા સ્ત્રીનો ભોગ બાધક શા માટે ગણાવો જોઈએ ? પુરુષની આ શંકા પરંપરાએ પરદાવ્રતમાંથી બીજાં અનેક વ્રતો જન્મવવાની પરિસ્થિતિ ઉત્પન્ન કરી, પણ દીર્ઘદૃષ્ટિ આચાર્યોએ અનવસ્થાદોષના ભયથી બીજાં નવાં વતોની કલ્પના અટકાવી અને એ શંકાનું નિવારણ બીજી જ રીતે કર્યું. પરંતુ આર્યાવર્તની સ્ત્રીને શંકાજનક તત્ત્વોનો પુરુષ જેટલો વારસો નથી મળ્યો, એટલે તેના સ્વપતિસંતોષવ્રતનો અર્થ ચોક્કસ અને એકસરખો રહ્યો છે. તેને લીધે ભારતવર્ષની સાધ્વી સ્ત્રીઓને પુરુષની પૂર્વોક્ત કલ્પનાની પેઠે એવી કલ્પના ન જ ઊગી કે પરપતિત્યાગ એટલે જે કોઈ પુરુષ કોઈ સ્ત્રીનો પંચસાક્ષિક પતિ છે તેનો જ માત્ર ત્યાગ અને જે કુમાર છે, વિધુર છે અથવા કોઈ સ્ત્રીનો નિયત પતિ નથી પણ ગણિકા જેવો અનિયત છે એ બધા પુરુષોનો ત્યાગ નહિ. એથી એ વ્રત લેનાર સ્ત્રીને પોતાના વિવાહિત પતિ સિવાય કોઈપણ પુરુષનું સેવન બાધક જ લેખાયું છે, પછી ભલે તે અન્ય પુરુષ કોઈ બીજી સ્ત્રીનો વિવાહિત પતિ હોય કે વિધુર કે અવિવાહીત કુમાર હોય. સંયમશીલ સ્ત્રીના સભાગ્યે તેના પરપતિત્યાગવ્રતના અર્થમાં જરાયે છૂટ થવાને બદલે ઊલટી તેમાં વધારે નિયમિતતા નક્કી કરવામાં આવી છે. તે જેમ જાણવા જેવી છે તેમ સરખામણીમાં આશ્ચર્યજનક પણ છે. સ્વપતિસંતોષવ્રત લેનાર સ્ત્રીને જો સપત્ની (શોક) હોય તો સપત્નીના વારાને દિવસે પોતાના વિવાહિત પતિ સુધ્ધાંનો ત્યાગ સૂચવવામાં આવ્યો છે અને તેનો ભોગ વ્રતને બાધક માનવામાં આવ્યો છે. જ્યારે સ્વદારસંતોષવ્રત લેનાર પુરુષ જો અનેક પત્નીઓનો સ્વામી હોય અને એક સ્ત્રીના વારાને દિવસે બીજી સ્ત્રીનો ભોગ પસંદ કરે તો તેને માટે કાંઈ વિધિનિષેધ સૂચવાયો નથી. આ રીતે પુરુષના અપૂર્ણ બ્રહ્મચર્યવ્રતમાંથી અનેક ફાંટાઓ પડ્યાનો ટૂંકો ઈતિહાસ છે. સર્વબ્રહ્મચર્ય તે નવ પ્રકારનું બ્રહ્મચર્ય અને દેશબ્રહ્મચર્ય તે આંશિક બ્રહ્મચર્ય. તેનું વધારે સ્વરૂપ આ પ્રમાણે છે : મન, વચન અને શરીર એ પ્રત્યેક દ્વારા સેવવું, સેવરાવવું અને સેવનની અનુમતિ આપવી એ નવે કોટીથી સર્વબ્રહ્મચારીને કામાચારનો ત્યાગ હોય છે. સાધુ કે સાધ્વી તો સંસારનો ત્યાગ કરતાં જ એ નવે કોટીના પૂર્ણ બ્રહ્મચર્યનો નિયમ લે છે અને ગૃહસ્થ પણ તેનો અધિકારી થઈ શકે છે. પૂર્ણ બ્રહ્મચર્યની એ નવે કોટી ઉપરાંત એ પ્રત્યેક કોટીને દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા પણ છે. એ દરેક મર્યાદા ક્રમશઃ આ પ્રમાણે છે : કોઈપણ સજીવ કે નિર્જીવ આકૃતિઓ સાથે નવે કોટીથી કામાચારનો નિષેધ એ દ્રવ્યમર્યાદા. ઉપરનો લોક, નીચેનો લોક અને તિરછો લોક એ ત્રણેમાં નવે કોટીએ કામાચારનો ત્યાગ એ ક્ષેત્રમર્યાદા. દિવસે, રાત્રિએ કે એ સમયના કોઈ ભાગમાં એ જ નવે કોટીથી કામાચારનો નિષેધ એ કાળમર્યાદ Page #284 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૭૫ અને રાગ કે દ્વેષથી એટલે માયા, લોભ, દ્વેષ કે અહંકારના ભાવથી કામાચારનો નવે કોટિથી ત્યાગ એ ભાવમર્યાદા. આંશિક બ્રહ્મચર્યનો અધિકારી ગૃહસ્થ જ હોય છે. એને પોતાના કુટુંબ ઉપરાંત સામાજિક જવાબદારી હોય છે, અને પશુપક્ષીના પાલનની પણ ચિંતા હોય છે. એટલે એને વિવાહ કરવા-કરાવવાના પ્રસંગો અને પશુપક્ષીને ગર્ભાધાન કરાવવાના પ્રસંગો આવ્યા જ કરે છે. આ કારણથી ગૃહસ્થ એ નવે કોટિનું બ્રહ્મચર્ય બહુ વિરલ રીતે પાળી શકે છે. આગળ જે નવ કોટીઓ બતાવી છે તેમાંથી મન, વચન અને શરીરથી અનુમતિ આપવાની ત્રણ કોટીઓ એને નથી હોતીઃ અર્થાત એનું ઉત્તમ બ્રહ્મચર્ય બાકીની છયે કોટીએ લીધેલું હોય છે. આંશિક બ્રહ્મચર્ય લેવાને આ છે પદ્ધતિઓ છે : (૧) દ્વિવિધ ત્રિવિધે, (૨) દ્વિવિધ દ્વિવિધ (૩) દ્વિવિધ એકવિધે, તથા (૪) એક વિધ ત્રિવિધે, (૫એકવિધ દ્વિવિધ, (૬) એકવિધ એકવિધે. આમાંના કોઈ એક પ્રકારને ગૃહસ્થ પોતાની શક્તિ પ્રમાણે બ્રહ્મચર્ય માટે સ્વીકારે છે. દ્વિવિધ એટલે કરવું અને કરાવવું એ અપેક્ષાએ અને ત્રિવિધ એટલે મન, વચન અને શરીરથી અર્થાત્ મનથી કરવાકરાવવાનો ત્યાગ, વચનથી કરવા કરાવવાનો ત્યાગ અને શરીરથી કરવા કરાવવાનો ત્યાગ. એ પ્રથમ પદ્ધતિ છે. આ જ રીતે બીજી બધી પદ્ધતિઓ લેવાની છે. ૬. બ્રહ્મચર્યના અતિચારો કોઈપણ પ્રતિજ્ઞાને લગતાં ચાર દૂષણો હોય છે. તેમાં લૌકિક દૃષ્ટિથી દૂષિતપણાનું તારતમ્ય માનવામાં આવે છે. એ ચારે પ્રતિજ્ઞાના ઘાતક તો છે જ, પણ વ્યવહાર તો પ્રતિજ્ઞાના દશય ઘાતને જ ઘાત માને છે. એ ચારનાં નામ અને સ્વરૂપ આ પ્રમાણે છે : ૧. પ્રતિજ્ઞાનો અતિક્રમ કરવો એટલે પ્રતિજ્ઞાના ભંગનો માનસિક સંકલ્પ કરવો. ૨. પ્રતિજ્ઞાનો વ્યતિક્રમ કરવો એટલે એ સંકલ્પની સહાયક સામગ્રીના સંયોગની યોજના કરવી. આ બંને દૂષણરૂપ હોવા છતાં વ્યવહાર એ બંનેને ક્ષમ્ય ગણે છે, અર્થાત્ મનુષ્યની અપૂર્ણ ભૂમિકા એ તેની આસપાસનું વાતાવરણ જોતાં એ બંને દોષો ચલાવી લેવાય ખરા. ૩. પણ જે પ્રવૃત્તિને લીધે વ્યવહારમાં પણ લીધેલી પ્રતિજ્ઞાનો આંશિક ભંગ મનાય, અર્થાત્ જે પ્રવૃત્તિ વડે મનુષ્યનું વર્તન વ્યવહારમાં દૂષિત મનાય તે પ્રવૃત્તિને ત્યજવા માનવામાં આવી છે. એવી પ્રવૃત્તિનું જ નામ અતિચાર વા દોષ છે, અને એ ત્રીજો દોષ ગણાય છે. ૪. અનાચાર એટલે પ્રતિજ્ઞાનો સર્વથા નાશ. એ મહાદોષ છે. અહીં સર્વથા બ્રહ્મચર્ય કે આંશિક બ્રહ્મચર્ય સાથે જે અતિચાર રૂપ દોષો સંબંધ ધરાવે છે તેમનું વિવેચન કરવાનું છે અને તે નીચે પ્રમાણે છે : Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ • જૈન ધર્મ અને દર્શન સર્વથા બ્રહ્મચારીને હસ્તકર્મ અને બીજી એવી કુચેષ્ટાઓ દોષરૂપ છે તથા આગળ પાંચમા પ્રકરણમાં જે દશ સમાધિસ્થાનો બતાવ્યાં છે તેમના પાલનમાં જેટલી જેટલી ખામી રહે તે પણ દોષરૂપ છે. એ દોષોના સેવન દ્વારા બ્રહ્મચર્યનો ચોખ્ખો ભંગ છે એ વાત સર્વથા બ્રહ્મચારી પોતાની પ્રતિજ્ઞાનો પૂરો મર્મ સમજે તો તો સમજી જ જાય અને એ દોષોને પાસે ફરકવા પણ ન દે. પણ કોઈ વક્ર અને જડ એમ સમજે કે આપણી પ્રતિજ્ઞામાં તો માત્ર સ્ત્રીપ્રસંગનો ત્યાગ છે, એમાં હસ્તકર્મ વગેરેનાં નિષેધની વાત ક્યાં આવે છે? શાસ્ત્રકારે તેવાને બરાબર સમજાવવા ઉપર કહેલા દોષોને અતિચારરૂપે બતાવેલા છે. આંશિક બ્રહ્મચારી એટલે ગૃહસ્થ. તેનું શીલ મોટે ભાગે સ્વદારસંતોષ સુધીનું છે. સ્વદારસંતોષનો અર્થ પુરુષ કે સ્ત્રી સમાજસંમત વિવાહપદ્ધતિએ પોતાના વૈષયિક પ્રેમનું સ્થાન અમુક સ્ત્રી કે અમુક પુરુષને જ બનાવે, પણ એ પ્રેમનો વિષય જે તે કોઈ, જ્યારે ત્યારે તો ન જ બને એ છે. આ અર્થમાં પરદાર કે પરપુરુષનો ત્યાગ આપોઆપ આવી જાય છે. ઉપરાંત લોકો જેન પરદાર તરીકે નથી સમજતા એવી વેશ્યા, કન્યા કે કુંવારી સ્ત્રી તથા રક્ષિતા સ્ત્રી વગેરેનો અને સમાજને અમાન્ય એવી વિવાહપદ્ધતિએ થતા લગ્નનો પણ ત્યાગ આ જ અર્થમાં સમાઈ જાય છે. આમ છતાં સ્વદારસંતોષી હોઈને પણ વિષયવૃત્તિને આધીન થયેલો વર્ગ જાણતાં કે અજાણતાં એવી છૂટો શોધે છે કે જે દ્વારા પ્રતિજ્ઞાનો ભંગ ન કહેવાય અને પોતાની વૃત્તિને પોષણ પણ મળે. એવી છૂટો એ ગૃહસ્થના શીલને અતિચારરૂપ છે, માટે જ એ અનાચરણીય છે. એવી જે છૂટો છે તેનું પાંચ સંખ્યામાં વર્ગીકરણ કરીને શાસ્ત્રકારે દોષોનું જ સ્વરૂપ બતાવ્યું છે તે નીચે પ્રમાણે છે : શાસ્ત્રકારે કહે છે કે ગૃહસ્થના શીલના એવા પાંચ અતિચાર છે : (૧) ઈત્રપરિગૃહીતાગમન, (૨) અપરિગૃહીતાગમન, (૩) અનંગક્રીડા, () પરવિવાહકરણ, અને (૫) કામભોગમાં તીવ્ર અભિલાષ. એ પ્રત્યેકનું સ્પષ્ટ સ્વરૂપ આ પ્રમાણે છે : ૧. જે સ્ત્રીઓ પરદારકોટીની નથી તેમને પૈસા વગેરેની લાલચ આપી અમુક સમય સુધી પોતાની કરવી એટલે સ્વદારકોટીની કરવી અને તેઓની સાથે કામાચરાનો પ્રત્યક્ષ બહાર રાખવો. એનું નામ ઇત્રપરિગ્રહીતાગમન. ૨. જે સ્ત્રી પોતાને માટે અપરિગૃહીતા-અસ્વીકૃતા છે, જેના લગનની પદ્ધતિ સમાજસંમત નથી, જે વેશ્યા વગેરે નિયત રીતે અન્યસ્વીકૃત છે એટલે પોતાને માટે અપરિગૃહીત છે, જે એક સમયે પરિગ્રહીતા હોવા છતાં વર્તમાનમ અપરિગૃહીતા અર્થાતુ જે કોઈ કારણથી પતિથી છૂટી થયેલી છેવા પ્રોષિતપતિકા છે, છે, વિધવા છે, વા ગહિલપતિકા ગાંડા પતિવાળી) છે; વળી જે પરિગૃહીતા હોવા છતાં આશ્રિતરૂપે Page #286 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૭૭ પોતાની છે વા પોતાની દાસી વગેરે છે – એવી તમામ પ્રકારની સ્ત્રીઓ સાથે ભૂલથાપને લીધે વા સ્વદારસંતોષની પૂરી સમજણના અભાવને લીધે જ કામપ્રસંગ બની જાય તે અપરિગૃહીતાગમન ૩. ગમે તે સ્ત્રીનાં કામાંગોને આશરીને ક્રીડા કરવી, અનુરાગપૂર્વક ગમે તે સ્ત્રીને આલિંગવી, પુરુષે પુરુષ સ્ત્રી કે નપુંસક સાથે, સ્ત્રીએ સ્ત્રી પુરુષ કે નપુસંક સાથે અને નપુસંકે પણ કે ત્રણે સાથે કામાચારને લગતો વિચાર કરવો, હસ્તકર્મ વગેરે કુચેષ્ટાઓ કિરવી, લાકડાંના કે ચામડાં વગેરેના કૃત્રિમ સાધનો દ્વારા કામાચારનું સેવન કરવું; મતલબ કે, જે દ્વારા કામરાગનો પ્રબળ વેગ વધે એવી કોઈપણ પ્રવૃત્તિ કરવી તે અનંગક્રીડા. ૪. કન્યાદાનમાં ધર્મ છે એમ સમજીને વા સ્નેહાદિકને કારણે બીજાઓને માટે કન્યાઓ કે વરો શોધી આપવાં, વેવાઈ અને વેવાણોને મળવું વા એ જ પ્રવૃત્તિ માત્ર કામગરાને લઈને કરવી તે પરવિવાહકરણ. ૫. શબ્દ અને રૂપ એ બે કામરૂપ છે. ગંધ, રસ અને સ્પર્શ એ ત્રણે ભોગરૂપ છે. એ પાંચમાં અત્યંત આસક્તિ રાખવી, તથા વાજીકરણ આદિના સેવન દ્વારા વા કામશાસ્ત્રોક્ત પ્રયોગો દ્વારા કામાભિલાષને અધિકાધિક ઉદ્દીપ્ત કરવો તે કામભોગતીવાભિલાષ. આ પાંચ પ્રકારની પ્રવૃત્તિ સ્વદારસંતોષી ગૃહસ્થના શીલને દૂષણરૂપ છે. ' કોઈપણ ગૃહસ્થ સ્વદારસંતોષને પૂરેપૂરો વફાદાર રહે તો એ પાંચમાંની એક પણ પ્રવૃત્તિને કદી પણ નહિ આચરે. એવી વફાદારી તો કોઈ વિશિષ્ટ વ્યક્તિમાં જ સંભવી શકે છે, પણ જ્યાં સમુદાયના આચારબંધારણનો પ્રસંગ આવે છે ત્યાં એ વિચાર સમુદાયની દષ્ટિએ અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિને લક્ષમાં રાખીને જ કરવાનો હોય છે. આ અતિચારો ઊભા થવામાં પણ એ દૃષ્ટિ એક નિમિત્તરૂપ છે. સમુદાયમાં એવી પણ અનેક વ્યક્તિઓ હોય છે જે સ્વદારસંતોષના વ્રતને જાળવવા પ્રયત્ન તો જરૂર કરે છે, પણ એમનામાં એ વ્રતનો મૂળ ઉદ્દેશ સમજવા જેટલી સૂક્ષ્મ વિવેકશક્તિ ઘણી ઓછી હોય છે. એથી લોકો જે સ્ત્રીઓને પરદારકોટીની નથી ગણતા તેઓને પૈસા વગેરે આપી પોતાની કરી લઈ તેમની સાથે પ્રસંગ રાખતાં એઓને પોતાના વ્રતનો અંશે પણ ભંગ ન જણાય એ સ્વાભાવિક છે. વળી સમાજ આવી પ્રવૃત્તિનો પ્રબળ વિરોધી ન હોય ત્યાં એ પ્રવૃત્તિને આનાચરણીય માને પણ કોણ? આવી સ્થિતિમાં વ્રતધારીના વ્રતનું બરાબર પાલન થાય, વતનો પૂરો મર્મ તેની સમજમાં આવી જાય અને વક્ર-જડ પ્રકૃતિનો મનુષ્ય પણ પોતાના લીધેલ વ્રતના અંકુશમાં બરાબર રહે એ હેતુથી શાસ્ત્રકારે ઈત્રપરિગૃહીતાગમનની પ્રવૃત્તિને પૃથક બતાવી અતિચારરૂપે ઠરાવી અને ભલે તે સામાજિક કોટીની ગણાતી હોય તો પણ તેને સાફ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮૦ જૈન ધર્મ અને દર્શન સાફ શબ્દોમાં તદ્દન અનાચરણીય કોટીની સમજાવી. કોઈ પુરુષ સ્વદારસંતોષી રહેવાની ગણતરીએ જેને જેને મોહે તેને તેને પરણીને સ્વદારા બનાવે; અર્થાત્ બીજી-બીજી અનેક કન્યાઓને, કુંવારી સ્ત્રીઓને કે દાસી વગેરેને પરણે, છતાંય તે પરણનાર પોતાના વ્રતનો થોડો પણ ભંગ ન સમજે અને બહુવિવાહની પ્રથાને ટેકો આપનાર સમાજ તો એ રીતને અનુમોદન જ આપે, પણ પરમાર્થ રીતે વિચારતાં જણાશે કે આ પ્રવૃત્તિ સ્વદારસંતોષીને દૂષણરૂપ છે. વળી જૂના જમાનામાં આઠ જાતના વિવાહ થતા : બ્રાહ્મ, પ્રજાપત્ય, આર્ષ, દૈવ, ગાંધર્વ, આસુર, રાક્ષસ અને પૈશાચ. આમાંના આગલા ચાર આચારકોટીના છે, પાછલા ચાર અનાચારકોટીના છે. કોઈ એક જૂના બનાવને આધારે પાછલા ચારમાંના ગમે તે વિવાહને અવલંબી કોઈનું પાણિગ્રહણ કરે અને માને કે મેં તો અમુકને અમુક વિવાહપદ્ધતિએ સ્વદાર તરીકે સ્વીકારેલી છે, તેમાં મારા સ્વદારસંતોષને શો બાધ આવે ? આ ઉપરાંત જે જે સ્ત્રીઓનો વિવાહ સામાજિક રીતે વર્જ્ય છે તેઓનો પણ સ્વદારરૂપે સ્વીકાર કરવાનો નિષેધ આમાં આવી જાય છે. આ બધી બાબતો તરફ સ્વદારસંતોષીનું ધ્યાન ખેંચાય, તે સ્વદારસંતોષના ગાંભીર્યને બરાબર સમજે અને ક્યારે પણ આવા ભ્રામક પ્રસંગોમાં લપસી પડી પોતાના વ્રતને મલિન ન બનાવે એવા અનેક શુભ ઉદ્દેશોથી શાસ્ત્રકારે આ બીજા અતિચારને વર્ણવેલો છે અને તેનો સ્પર્શ સરખો પણ નિષેધેલો છે. અચૌર્યવ્રતનો નિયમ લેનારાએ પોતાના મોજશોખો જરૂ૨ ઓછા કરવા જોઈએ. આવી વ્યાપ્તિ સાંભળનારો કોઈ ભદ્રક જરૂ૨ પૂછશે કે અચૌર્યવ્રતનો નિયમ એ એક જુદી બાબત છે અને મોજશોખનો ત્યાગ એ પણ એક જુદી બાબત છે. એ બેમાં કાર્યકારણની સંકલના જેવી વાત કેમ કરો છો ? જેની દૃષ્ટિ ઊંડી. વિવેકી અને મર્મગ્રાહી, ગંભીર વિચાર કરનારી હશે તે તો ઉપરના નિયમને બરાબર સમજી શકે તેમ છે. તે જ ન્યાય આ ત્રીજા અને પાંચમા અતિચારો વિશે ઘટાવવાનો છે. જે એ અતિચારોને સેવે તે કદી પણ સ્વદારસંતોષ ન જ રાખી શકે. એ અતિચારોના વર્જનમાં જ સ્વદારસંતોષનું પાલન છે અને સ્વદારસંતોષના પાલનમાં જ એ અતિચારોનો નિષેધ છે. આમ એ બંને એકબીજા સાથે ઘટ અને માટીની પેઠે સંકળાયેલાં છે. આ તો કોઈ ભદ્રક કે વક્ર મનુષ્ય એમ સમજી બેસે કે મોહક સંગીત સાંભળવું, વેધક રૂપો જોવાં એમાં વળી સ્વદારસંતોષનો થોડો પણ ભંગ શેનો ? એવા ભદ્રક-વક્રનું વલણ એ અતિચારો તરફ જરા પણ ન થાય અને એના ખ્યાલમાં સ્વદારસંતોષની વિશાળતા આવે એ માટે જ ત્રીજો અને પાંચમો અતિચાર શાસ્ત્રકારે સમજાવ્યો અને નિષેધ્યો છે. સ્વદારસંતોષી ગૃહસ્થ પોતાનાં પુત્રપુત્રીઓને યોગ્ય સ્થળે પરણાવે વા એ કામ કોઈ યોગ્ય સમજનાર અને જવાબદાર સ્વજનને ભળાવે, પણ એ તરફ એની લેશ પણ બેદરકારી ન જ ચાલે. જો એવા આવશ્યક કાર્ય તરફ તે બેદરકાર રહે તો એ જૈન Page #288 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૭૯ ધર્મનો ઉપઘાત (વિનાશ) કરે છે એ હકીકતને શાસ્ત્રકારે સ્પષ્ટ શબ્દોમાં મૂકેલી છે. કષ્ણ" અને ચેટક વગેરે ગૃહસ્થોને પોતાનાં સંતાનોના વિવાહ ન કરવાનો નિયમ હતો, પણ એમના એ ખાસ કામની જવાબદારી સમજદાર સ્વજનોએ માથે લીધેલી હતી, એ વાત ભૂલવાની નથી. હવે કોઈ સ્વદારસંતોષી સ્નેહાદિકને કારણે, દાક્ષિણ્યને લીધે કે કન્યાદાનમાં ધર્મ સમજી બીજાનાં સંતાનોનાં સગપણ કે વિવાહ વગેરેની પ્રવૃત્તિ એના બ્રહ્મચર્યને આડખીલીરૂપ છે. આ વસ્તુને ઉપર ઉપરથી જ જોવામાં આવે તો એને લીધે બ્રહ્મચર્યને કશી હાનિ થતી નહિ ભાસે, પણ જરા ઊંડા વિચાપ્રદેશમાં ઊતરીશું તો ઝટ સમજી શકાશે કે સ્નેહાદિકને કારણે કે પુણ્ય સમજીને સગપણ વગેરેની પ્રવૃત્તિ કરનારાઓની દશા છેવટે એવી થઈ જાય છે કે જેવી આજકાલના વરકન્યાના દલાલોની છે. આ દિશામાં સ્વદારસંતોષી પોતાના વ્રતને બરાબર વળગી રહે એ બહુ કપરું કામ છે. તદુપરાંત એમાં બીજા પણ અનેક દોષો છે. વર કન્યાના પક્ષપાતને લીધે ગમે તેવાં કજોડાં કરી દેવામાં આવે છે, જેને પરિણામે સમાજમાં બીજા અનેક સડાઓ પેસે છે. આવાં અનેક બાધક કારણોને લીધે સ્વદારસંતોષીને સારુ એ પ્રવૃત્તિ વજ્ય માનવામાં આવી છે. સાગારધર્મામૃતનો કર્તા પંડિત આશાધર (તેરમો સૈકો) અહીં એક અગત્યની વાતનો સ્ફોટ આ પ્રમાણે કરે છે. તે કહે છે કે પોતાના સમાનધર્મીને સારી કન્યા આપવી એ એના ત્રણ વર્ગોને સુધારી આપવા જેવું મહાપુણ્યનું કામ છે. કારણ કે ખરું ઘર તો સ્ત્રી જ છે, પણ ભીંત કે છાપરું વગેરે નથી પૃ. ૨૪). પંડિત આશાધર પરવિવાહકરણને અતિચાર રૂપે બતાવે છે અને એની વ્યાખ્યા પણ જેવી આગળ કહી છે તેવી કરે છે તેવી કરે છે. આમ છતાં એ સધર્મીને સત્કન્યા આપવાની પ્રવૃત્તિને પુણ્યકોટીની ગણે છે. એનું કારણ એક જ હોઈ શકે કે તે સમયે લોકોએ આ અતિચારની આડમાં રહીને સ્વસંતાનોના વિવાહ જેવા ગંભીર પ્રસંગો તરફ તદ્દન બેદરકારી બતાવી હશે અને એને લીધે અનેક અનાચારો કે કુછંદો વધ્યા હશે, જેને પરિણામે “અરે જૈનો પરણે તો છે, પણ પોતાનાં છોકરાં પરણાવવામાં પાપ સમજે છે' આવા ઉપાલંભોથી જૈન ધર્મ વગોવાયો પણ હશે. આવી કોઈ સ્થિતિ ઊભી થઈ હશે, તેથી જ એ પંડિતે સાધર્મીને સત્કન્યા આપવા ખાસ ભલામણ કરી હશે અને ૧૫ જુઓ પંચાશકવૃત્તિ, પૃ. ૧૫; ધર્મબિન્દુવૃત્તિ, પૃ. ૧૨૪; યોગશાસ્ત્ર, પૃ. ૧૯૩, તૃતીય પ્રકાશ; સાગરધર્મામૃત, પૃ ૧૧૮. ૧૬. કૃષ્ણ અને ચેટકના વૃતાંત માટે જુઓ ત્રિષષ્ટિ. ચરિત પર્વ ૮, સર્ગ પાંચમાથી; તથા પર્વ ૧૦, સર્ગ ૬, પૃ. ૧૨૯. ૧૭. સંન્યાં હતા7: સત્રિવ મૃદાશ્રમ: | गृहं हि गृहिणीमाहुर्न कुडयकटसंहतिम् ॥ - સાગારધમમૃત, પૃ. ૫૪ શ્લો. ૫૯ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૦ • જૈન ધર્મ અને દર્શન એ દેશકાળ પ્રમાણે ઉચિત પણ હશે. બારમા તેરમા સૈકાના આચાર્ય હેમચંદ્ર પોતાનાં છોકરાંઓના સગપણ કે વિવાહ વગેરેનો વ્યવસ્થિત પ્રબંધ ન કરનાર ગૃહસ્થને જૈન ધર્મનો ઉપઘાતક (વિનાશક) હ્યો છે. એનું કારણ પણ એવી જ કોઈ સામાજિક બેદરકારી હોય એમ લાગે છે. પરવિવાહકરણનો એક બીજો પણ અર્થ છે અને તે એ કે એક સ્ત્રી હોય છતાં બીજો વિવાહ કરવો. આ પ્રવૃત્તિ સ્વદારસંતોષીના શીલને વિધ્વરૂપ છે. ધારો કે હયાત સ્ત્રીથી સંતોષ ન હોય પણ સ્વદારસંતોષીનું એ કર્તવ્ય છે કે તેણે સહનશીલતા કેળવીને વા સ્ત્રીને અત્યંત અનુકૂળ કરીને પોતાનો વ્યવહાર ચલાવવો, પણ બીજી સ્ત્રી કરવાનો સંકલ્પ સરખો પણ ન કરવો. એમ કરવામાં જ સ્વદારસંતોષનું યથાર્થ પાલન છે. આ બીજો અર્થ આચાર્ય હરિભદ્રના પંચાશકની વૃત્તિમાં અન્ય મત તરીકે અને સાગારધર્મામૃતની ટીકામાં બીજા અર્થ તરીકે પણ આપેલો છે. આ બીજા અર્થનો ઉદ્દભાવક ગમે તે હોય, પણ તે આજની પરિસ્થિતિમાં તો ખાસ ગ્રાહ્ય છે અને એ અર્થની દૃષ્ટિએ આ અતિચારનું વર્જન સર્વથા આવશ્યક છે, ઉપર કહેલા પાંચ અતિચારો દ્વારા ગૃહસ્થોના શીલનો વ્યવહારથી સ્થૂળદૃષ્ટિથી - આંશિક ભંગ થાય છે, પણ જે શીલને પ્રાણસમું સમજે છે તેનાથી તો તેનો આંશિક ભંગ પણ કેમ સહી શકાય? ખરી રીતે તો તે દરેક અતિચારને શીલનો ધ્વંસક જ સમજવો જોઈએ. અતિચારોનું જ સ્વરૂપ બતાવ્યું છે તે સ્વાદારસંતોષી પુરુષને અંગે જ છે. પતિવ્રતા સ્ત્રી માટે પણ અતિચારો તો તે જ છે, માત્ર તેને લગતા પહેલા અને બીજા અતિચારની વ્યાખ્યામાં ખાસ ફેર છે, જે આ પ્રમાણે છે : પતિવ્રતા સ્ત્રી પોતાના સ્વીકૃત પતિ સિવાય બીજા કોઈને પતિ સમજવાની કલ્પના સરખી પણ ન કરી શકે... એણે જેવો પતિ મળે તેવો દેવરૂપ સમજવો.” એવા ઐકાંતિક નિયંત્રણને લીધે એને માટેના ઈતરપરગૃહીતાગમનની વ્યાખ્યા જુદી કરવામાં આવી છે; જેમકે કોઈ ગૃહસ્થને બે સ્ત્રીઓ હોય અને એમને પોતાના પતિનો પ્રસંગ વારાફરતી કરવાનો હોય, છતાં તે વધુ સમય સુધી પતિનો પ્રસંગ કરવાનો પ્રયત્ન કરે છે તેને માટે ઇતરપરિગૃહીતાગમનનો અતિચાર છે. કોઈપણ સ્ત્રીને ભૂલથાપથી ગમે તે પ્રકારના પરપુરુષનો પ્રસંગ થઈ જાય એ તેને સારુ અપરિગૃહતાગમનનો અતિચાર છે. પછીના ત્રણે અતિચારો સ્ત્રી અને પરુષે એકસરખી રીતે સમજવાના છે. આ બે અતિચારોની જુદી વ્યાખ્યાને લીધે આ વિષયમાં પુરુષને જેટલો નિરંકુશ રહેવા દેવામાં આવ્યો છે તેટલી જ સ્ત્રીને અંકુશમાં રાખવામાં આવી છે, એ હકીકત તરત સમજાઈ જાય છે. સ્વદારસંતોષી પુરુષ વેશ્યાગમન કરે યા કોઈ એવો બીજી જાતનો પ્રસંગ રાખે તો તેના સ્વદારસંતોષવ્રતનો સર્વથા ભંગ ૧૮. જુઓ અગાઉ ટિપ્પણ ૧૫. Page #290 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બહ્મચર્ય-વિચાર • ૨૮૧ નથી મનાતો, માત્ર તેને અતિચાર જ લાગે છે એમ ધર્મશાસ્ત્ર કહે છે અને સમાજ તો દેશાચાર કે રૂઢિને નામે એનો બચાવ પણ કરી લે છે, ત્યારે પતિવ્રતા સ્ત્રીને પરપુરુષ સાથે બીજું તો કાંઈ નહિ પણ માત્ર હાસ્યનો – નિર્દોષ હાસ્યનો પ્રસંગ આવી જાય તો તેમાં તેના પાતિવત્યને શકિત માનવામાં આવે છે. એટલું જ નહિ, પણ એવી નિર્દોષ સ્ત્રી કુલટાકોટીની મનાઈ હોય એવા અનેક દાખલા ધર્મશાસ્ત્રોમાં આજ પણ ઉપલબ્ધ છે. આપણા દેશમાં સ્ત્રીપુરુષના અધિકારનું વૈષમ્ય આચાર અને વિચારમાં ઘણા કાળથી ચાલ્યું આવે છે; એનો પડઘો ધર્મવિધાનના ક્ષેત્રમાં પણ પડે તે સ્વાભાવિક છે. - આ જાતના પુરુષપ્રધાન્યવાદની અસર સ્વાદરસંતોષવ્રત ઉપર એક બીજી પણ થયેલી છે, જેનો વૃત્તાંત આ પ્રમાણે છે. ઉપાસકદશાંગસૂત્રમાં શ્રાવકોનાં-ગૃહસ્થોનાં વ્રતો અને તેમના અતિચારોનો ઉલ્લેખ છે. તેમાં ચોથા અણુવ્રત તરીકે સ્વદારસંતોષને અને તેના પાંચ અતિચારોને જણાવેલા છે. પણ પછીના વ્યખ્યાકારો શરૂઆતના પહેલા બે અતિચારોનો વિભાગ બીજી રીતે બતાવે છે. તેઓ કહે છે કે જે પુરુષ સ્વદારસંતોષી છે તેને જ પહેલા બે અતિચાર સંભવી શકે છે અને જે પુરુષ માત્ર પરદારવર્જક છે તેને માટે તો એ બે અતિચાર રૂપ જ નથી. સ્વદારસંતોષનો આગળ જણાવેલો પંચસાક્ષીએ પરણેલી સ્ત્રી સિવાયની બધી સ્ત્રીઓને ત્યાગવાનો વિશાળ અર્થ જ ચાલુ રહ્યો હોત તો અતિચારોના આ વિભાગને જરા પણ સ્થાન ન મળત. ટીકાકારો કહે છે કે સ્વાદારસંતોષને પાળનારા પુરુષો સમાજમાં બે પ્રકારના મળે છે : એક તો એવા કે જેઓ માત્ર પરદારવર્જક છે અને બીજા માત્ર સ્વરસંતોષી છે. પરદારવર્જક એટલે જેઓ માત્ર પારકી સ્ત્રીઓને – બીજાએ પંચસાક્ષીએ સ્વીકારેલી સ્ત્રીઓને – જ વર્જે છે, નહિ કે વેશ્યાને તથા જેમને લોકો પરસ્ત્રી તરીકે નથી માનતા એવી સ્ત્રીઓને આવા પરદારત્યાગીની મર્યાદામાં વેશ્યા વગેરેનો નિષેધ નથી જ આવતો. એવો પુરુષ વેશ્યાદિગમન કરે તો પણ તેનું વ્રત અખંડિત રહે છે, અંશે પણ દૂષિત થતું નથી. એનું કારણ એ છે કે લોકો વેશ્યા વગેરેને પરદારા નથી જ માનતા. આમ છે માટે પરદારત્યાગીને પહેલા બે અતિચાર રૂપે નથી જ ઘટતા. હવે જે પુરુષ સ્વાદરસંતોષી છે, જેના વ્રતની મર્યાદા પોતાની સ્ત્રીથી આગળ જતી જ નથી, જેને પોતાની સ્ત્રીમાં જ સંતોષ માનવાનું વ્રત છે તેને કદાય વેશ્યાદિકને પોતાની સ્ત્રી તરીકે બનાવી પ્રસંગ કરવાની છૂટ ઊભી થાય તેથી જ એને સારું તે છૂટ તદ્દન નિષિદ્ધ છે. છતાંય કદાચ તે એવી છૂટ લે તોપણ તેના વ્રતનો સર્વથા ભંગ તો મનાતો નથી, માત્ર આંશિક દૂષણ મનાય છે. ઉપર્યુક્ત અતિચારવિભાગની કલ્પનાની આપણે કળી શકીએ છીએ કે સ્વદારસંતોષનો અર્થ એ વ્યાખ્યાકારોના જમાનામાં કાંઈક સંકીર્ણ થયેલો જણાય છે. ૧૯. કલાવતી અને સુભદ્રાના વૃત્તાંત માટે જુઓ ભરતબાહુબલિની વૃત્તિ. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨૦ જૈન ધર્મ અને દર્શન એથી જ વ્યાખ્યાકારોએ પુરુષની પ્રચલિત સ્થિતિને લક્ષ્યમાં રાખીને સ્વદારસંતોષના પરદારત્યાગ અને સ્વાદરસંતોષ એવા બે વિભાગ કર્યા છે, અને તે તે અતિચારોનો વિભાગ ઉપર્યુક્ત રીતે ઘટાવેલો છે. જ્યારે સમાજમાં એવા પુરુષોનું બાહુલ્ય હોય કે જેઓ માત્ર ૫૨દા૨નો ત્યાગ કરી શકે છે નહિ કે વેશ્યાદિનો, વળી દેશાચાર કે સામજિક રૂઢિ પણ એવા બંધારણને ટેકો આપતાં હોય, ત્યારે માત્ર તેઓને લક્ષ્યમાં રાખીને ધર્મશાસ્ત્ર પણ પોતાનાં વિધાનોની પુનર્ભવસ્થા પુરુષાનુકૂલ કરે છે. એ રીતે સ્ત્રીસમાજને લક્ષ્યમાં રાખીને ભારતમાં એક પણ શાસ્ત્રમાં એક પણ પુનર્ઘટના થઈ હોય એનું હજુ સુધી તો કોઈ ઇતિહાસકારે નોંધેલું વાંચ્યું કે સાંભળ્યું નથી. ૭. બ્રહ્મચર્યની નિરપવાદતા અહિંસા, સત્ય, અસ્તેય વગેરે મહાવ્રતો સાપવાદ છે. પરંતુ માત્ર એક બ્રહ્મચર્ય જ નિરપવાદ છે. અહિંસા વ્રત સાપવાદ છે એટલે સર્વપ્રકારે અહિંસાનો પાલક કોઈ ખાસ વિશિષ્ટ લાભના ઉદ્દેશથી હિંસાની પ્રવૃત્તિમાં ઊતરે છતાં તેના વ્રતનો ભંગ નથી મનાતો. કેટલાક તો પ્રસંગો જ એવા છે કે જેને લઈને એ અહિંસક હિંસા ન જ કરે યા હિંસામાં પ્રવૃત્ત ન જ થાય તો તેને વિરાધક પણ માનેલો છે. વિરાધક એટેલ જૈન આજ્ઞાનો લોપક. આવી જ સ્થિતિ સત્યવ્રત અને અસ્તેયાદિ વ્રતમાં પણ ઘટાવવાની છે, પણ બ્રહ્મચર્યમાં તો આવો એક પણ અપવાદ નથી. જેણે જે જાતનું બ્રહ્મચર્ય સ્વીકાર્યું હોય તેણે વિના અપવાદે તેવું તે તેવું જ આચરવાનું છે. ૭ બીજાના આધ્યાત્મિક હિતની દૃષ્ટિ લક્ષ્યમાં રાખીને અહિંસાદિનો અપવાદ કરનારો તટસ્થ યા વીતરાગ રહી શકે છે. બ્રહ્મચર્યના અપવાદમાં એવો સંભવ જ નથી; એનો પ્રસંગ તો રાગ, મોહ કે દ્વેષને જ અધીન છે. વળી એવો કામાચારનો પ્રસંગ કોઈના આધ્યાત્મિક હિતને માટે પણ સંભવી નથી શકતો આવા જ કારણથી બ્રહ્મચર્યના પાલનનું નિરપવાદ વિધાન કરવામાં આવ્યું છે અને એ માટે દરેક જાતના ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. બ્રહ્મચર્યનો ભંગ કરનારાને પ્રાયશ્ચિત તો આકરાં છે, તેમાં પણ જે જેટલે ઊંચે દરજ્જેથી બ્રહ્મચર્યની વિરાધના કરે છે તેને તેના દરજ્જા પ્રમાણે તીવ્ર ૨૦. ‘આયરિયલ્સ વિળામે પછે ગહવા જુતાળે સંધે पचिदियवोरमणं पि काऊं नित्थारणं कुज्जा ॥ एवं तु करेंतेगं अव्वुच्छित्तो कया उ तित्थम्मि । जइवि सरीरवाओ तह विय आराहओ सो उ ॥ यस्तु समर्थोऽपिः प्रयोजने न प्रगल्भते स विराधकः । जीतकल्पवृत्ति: तिलकाचार्य:, पृ. ३५-३६ આ ઉતારામાં અમુક અમુક પ્રસંગે હિંસાદે નહિ કરનારાઓને તિધક કહેલા છે. - www Page #292 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બહાચર્યવિચાર • ૨૮૩ તીવ્રત, તીવ્રતમ પ્રાયશ્ચિત્ત કહેલાં છે. જેમકે, કોઈ સાધારણ ક્ષુલ્લક સાધુ અજ્ઞાન અને મોહને વશ થઈ બ્રહ્મચર્યની વિરાધના કરે તો તેનું પ્રાયશ્ચિત્ત એના ક્ષુલ્લક અધિકાર પ્રમાણે યોજેલું છે અને કોઈ ગીતાર્થ (સિદ્ધાંતનો પારગામી અને સર્વમાન્ય આચાર્ય આવી ભૂલ કરે તો તેનું પ્રાયશ્ચિત્ત પહેલા ક્ષુલ્લક સાધુ કરતાં અનેકગણું વધારે કહેલું છે. લોકોમાં પણ આ જ ન્યાય પ્રચલિત છે. કોઈ તદ્દન સામાન્ય માણસ આવી ભૂલ કરે તો સમાજ એ વિશે લગભગ બેદરકાર જેવો રહે છે, પણ કોઈ કુલીન અને આદર્શકોટીનો માણસ આ પ્રસંગને અંગે સાધારણ પણ ભૂલ કરે તો કદાપિ સમાજ તેને સાંખી લેતો નથી. બ્રહ્મચર્યભંગ વિશેના પ્રાયશ્ચિત્તનું વર્ણન આપીએ તે પહેલાં કામસંસ્કારોને અંકુશમાં લાવવાને લગતી વિશેષ હકીકત ટૂંકમાં જણાવી દઈએ. - કોઈ બ્રહ્મચર્ય પાળતો હોય, તે માટે ઉદ્યમશીલ પણ હોય, છતાં એણે ઊભા થતા પ્રબળતમ કામસંસ્કારને અંકુશમાં કેમ લાવવો? એ પ્રશ્રનો નિકાલ લાવવા તે ગ્રંથકારો આ પ્રમાણે કહે છે : એવા પરવશ બનેલા બ્રહ્મચારી બે પ્રકારના હોય છે. એક તો ગુરુ કે વડીલોના આજ્ઞાધારી અને બીજા સર્વથા સ્વચ્છંદી. જેઓ આજ્ઞાધારી છે તેઓને માટે જ આ નીચેની યોજના છે. આજ્ઞાધારી બ્રહ્મચારી ગુરુની કે વડીલની સમક્ષ પોતાની વિહ્વળ સ્થિતિને પ્રકાશિત કરે. પછી ગુરુ એને ઘણા લાંબા સમય સુધી નિર્વિકાર ભોજન ઉપર રાખે. નિર્વિકાર ભોજન એટલે જેમાં ઘી, દૂધ, માખણ, દહીં, ગોળ, મધ, તેલ, ખટાશ, મરચાં વગેરે મસાલાદાર ઉદ્દીપક પદાર્થો લેશ પણ ન આવતા હોય. વળી તળેલો એક પણ પદાર્થ તેમાં ન હોય, માંસ અને મધ તો એને વર્ય જ હોય. લાંબા સમય સુધી આવી ચર્યા રાખ્યા પછી એની વિહવળતા ન મટે તો એવું જ ભોજન તેને પ્રમાણમાં ઓછું ઓછુ આપવું, અર્થાત્ શરીરના નિર્વાહને બાધ ન આવે એવી રીતે એને રોજ થોડો થોડો ભૂખ્યો રાખવો. આ પછી પણ કાંઈ ફેરફાર ન જણાય તો તેને લાંબા ઉપવાસો કરાવવા. ઉપવાસોથી પણ એ ઠેકાણે ન પડે તો એની પાસેથી સેવા વગેરેનું ખૂબ મહેનતી કામ લેવું. પછી તેને મહિનાના મહિના સુધી ઊભો જ રહેવાની ભલામણ કરવી. પછી કોઈ સુશીલ સાથી આપીને તેને લાંબા લાંબા વિહારો પન્થો) કરાવવા. પન્થના થાકથી પણ એ ન શમે તો જ એ શાસ્ત્રાભ્યાસનો રસિક હોય તો તેને શાસ્ત્રો કંઠસ્થ કરાવવા તથા તેના અર્થો પણ યાદ રખાવવાં. આ સ્વાધ્યાયની પ્રવૃત્તિ રાતદિવસ ચલાવવી અને તે પણ લાંબા સમય સુધી. આ બધા ત્યાગપ્રધાન ઉપાયો અનવરત ચાલુ રાખવાના છે એ યાદ રાખવું જોઈએ. મનુષ્ય, આશ્રમોની વ્યવસ્થામાં યથાક્રમ પસાર થઈ પછી સંન્યાસમાં આવતો - હોય તો આવી યોજનાનો ઉદ્દગમ ભાગ્યે જ થાત, અથવા સંન્યાસની પ્રતિજ્ઞા અમુક Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ - જૈન ધર્મ અને દર્શન મુદ્દત સુધીની હોત તોપણ આવા બંધારણની જરૂર ભાગ્યે જ રહેત. આ ઉપરાંત બ્રહ્મચારિણીઓના આ પ્રસંગને લગતા પ્રાયશ્ચિત્તના પ્રકારો, તેને પ્રાયશ્ચિત્ત આપનારાઓની યોગ્યતા અને આ જાતના ગંભીર પ્રસંગો તરફ ગુરુ ઉપેક્ષા રાખે તો તે પણ કેવા મહાપ્રાયશ્ચિત્તનો ભાગી થાય છે, વગેરે વગેરે અનેક વિચારણાઓ તે ગ્રંથોમાં નોંધાયેલી છે.૨૧ બ્રહ્મચર્યભંગ કરનારા ભિક્ષુઓ માટે પ્રાયશ્ચિત્તનું વિધાન આ પ્રમાણે છેઃ ૧. બ્રહ્મચર્યના ભંગને લગતું દુઃસ્વપ્ન આવે તો ૧૦૮ શ્વાસપ્રશ્વાસ સુધી મૌન રહી ધ્યાન કરવું. ૨. જાહેર રીતે કોઈ સાધ્વી સ્ત્રીના શીલને તોડવાના ઇરાદાથી બ્રહ્મચર્યનું ખંડન કરે તો એના દીક્ષાપર્યાયને સર્વથા છેદ કરવો. (દીક્ષાપર્યાયનો છેદ કરવો એટલે કોઈને દીક્ષા લીધે ૨૦ વર્ષ થયાં હોય અને તે જો આવો ગુનો કરે તો તેનાં ૨૦ વર્ષમાંથી ૧૫ વર્ષ કાપી નાખવાં અને તેને પાંચ વર્ષથી જ દીક્ષિત થયેલો જાહેર કરવો, એટલે કે તેને સંઘમાં વડીલ કે વૃદ્ધ ગણાતો અટકાવવો.) ૩. ગર્ભપાત કે ગર્ભાધાનાદિ કરે તોપણ દીક્ષાપર્યાયને સર્વથા છેદ કરવો. ૪. સૃષ્ટિવિરુદ્ધ અને મુખ દ્વારા મૈથુન કરનારના પણ દીક્ષાપર્યાયનો સર્વથા છેદ કરવો. જો ઉપર જણાવેલો અપરાધી આચાર્યો, ઉપાધ્યાય વગેરેની પદવી ધરાવતો હોય અને તેણે ઉપર્યુક્ત ૨-૩-૪ કલમમાં લખેલા અપરાધ કર્યા હોય તો તેને યથાયોગ્ય અનવસ્થાપ્ય અને પાાંચિત પ્રાયશ્ચિત્ત આપવાં. [અનવસ્થાપ્ય એટલે દીક્ષાપર્યાયનો છેદ કરીને પાછો દીક્ષાનો આરોપ ત્યારે જ ક૨વામાં આવે કે જ્યારે તેણે અમુક આપેલ પ્રાયશ્ચિત્ત પૂરું કરેલું હોય. સામાન્ય સાધુઓને તો દીક્ષા પર્યાયનો છેદ કરીને તરત જ દીક્ષા આપવામાં આવે છે. જ્યારે આ જોખમદાર વ્યક્તિઓ માટે વિશિષ્ટ પ્રાયશ્ચિત્ત છે. પાાંચિત એ અનવસ્થાપ્યના જેવું છે. માત્ર ફેર એ છે કે દીક્ષાપર્યાયનો છેદ કર્યા પછી જે પ્રાયશ્ચિત્ત પૂરું કરવાનું હોય છે તે જે દેશમાં પોતાની અપકીર્તિ આદિ થયેલ હોય તે દેશાદિને છોડીને અને સાધુવેશ મૂકીને કરવાનું હોય છે.] સામાન્ય ભિક્ષુ, આચાર્યો, ઉપાધ્યાયાદિ પોતાના ભિક્ષુત્વનો કે પદનો ત્યાગ કર્યા સિવાય બ્રહ્મચર્યનો ભંગ કરે તો તેમને જીવતાં સુધી આચાર્યાદિની પદવી ફરી આપી શકાય નહિ તેમ તેઓ લઈ શકે પણ નહિ. જો એ આચાર્ય વગેરે પોતાની પદવીનો ભાર અન્યને સોંપી દે અને ગચ્છથી છૂટા થઈને ભંગ કરે તે પછી તેઓ સુધરી જાય ૨૧. સટીક વ્યવહારસૂત્ર ભાષ્ય, તૃતીય ઉદ્દેશક, પૃ. પર થી. Page #294 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચા૨ ૦ ૨૮૫ એમ ચોક્કસ લાગે તો પણ ત્રણ વર્ષ સુધી તો તેઓને તે પદવી આપી શકાય નહિ જ. ચોથે વર્ષે આપી શકાય અને તેઓ તે વખતે લઈ પણ શકે. તલ્પ અને તેની ચૂર્ણિને આધારે. -------- ૮. બ્રહ્મચર્યમાં એક ખાસ દૃષ્ટિ બ્રહ્મચર્ય પાળવામાં અહિંસાની પણ એક ખાસ દૃષ્ટિ છે. કામાચારને સેવતાં બીજા અનર્થો તો છે જ, ઉપરાંત અનેક જીવોનો ઘાત પણ થાય છે. ‘કામાચારને સેવતા મનુષ્યને કેવા પ્રકારનો અસંયમ લાગે ?' એવો પ્રશ્ન શ્રી ગૌતમે ભગવાન મહાવી૨ને કર્યો. એના ઉત્તરમાં ભગવાન મહાવીરે ભગવતીસૂત્ર( શતક ૨, ઉદ્દેશક ૫, પ્રશ્નોત્તર અંક ૩૩ )માં જણાવ્યું કે ‘કોઈ મનુષ્ય રૂથી ભરેલી નળીમાં તપેલો સળિયો નાખે તો રૂનો નાશ થઈ જાય છે તેમ કામાચા૨સેવી મનુષ્ય સ્ત્રીયોનિગત જંતુઓનો નાશ કરે છે. તે જંતુઓ પણ આપણી પેઠે પંચેન્દ્રિય છે અને તેમની સંખ્યા નવ લાખ છે. એ ઉપરાંત એ જીવોની સાથે રહેલા સમૂર્છિત જીવોની તો કાંઈ સંખ્યા જ નથી.’ વાત્સ્યાયન કામસૂત્રનો ટીકાકા૨ જયમંગળ પણ નીચેના શ્લોક દ્વારા એ જીવોત્પત્તિનો ઉલ્લેખ કરે છે रक्तजा कृमयः सूक्ष्मा मृदुमध्याग्रशक्तय । स्मरसद्मनि कण्डूतिं जनयन्ति तथाऽबलाम् ॥ અધ્યાય ૧, અધિકા૨ ૨, પૃ. ૭૭-૭૮ અર્થાત્ સ્મરસન્ન-યોનિ–માં જે કંડૂતિ–ચળ આવે છે તે તેમાં રહેલા રક્તજન્ય સૂક્ષ્મ કૃમિઓને લીધે. - કવિ કોક્કોક પોતાના રતિરહસ્યમાં પરિ. ૩, શ્લો. ૮, પૃ. ૨૩) પણ આ જ વાતને આ જ શબ્દોમાં મૂકે છે : योनियन्त्रसमुत्पन्नाः सुसूक्ष्मा जन्तुराशयः । पीडयमाना विपद्यन्ते यत्र तन्मैथुने त्यजेत् ॥ – યોગશાસ્ત્ર પ્રકાશ ૨, શ્લો. (૭૯, પૃ. ૧૨૧) એમ કહી આચાર્ય હેમચંદ્ર કામાચારમાં થતા જીવવધનો ત્યાગ કરવા કામાચારના વર્જનનો ઉપદેશ કરે છે અને સાથે વાત્સ્યાયનનો ઉપર્યુક્ત પુરાવો પણ ટાંકે છે. વર્તમાન વિજ્ઞાને કરેલું આ જીવોત્પત્તિનું સમર્થન તો જાણીતું છે. એમ બ્રહ્મચર્ય પાળવામાં જેમ બીજી અનેક દૃષ્ટિઓ છે તેમ આ અહિંસાની પણ એક દૃષ્ટિ છે અને ખાસ કરીને જૈનોપદેશકો બ્રહ્મચર્યનો ઉપદેશ દેતાં તેનો પણ ઉપયોગ કરે છે. ૯. બ્રહ્મચર્યમાં સાવધ રાખવા માટે ઉપદેશશૈલી આમ ઉપદેશોમાં મોટે ભાગે સ્ત્રીજાતિની નિંદા દ્વારા તે પ્રતિ ઘૃણા ઉપજાવી વિષય તરફનો વૈરાગ્ય ટકાવવાની હકીકતો આવે છે. આ જાતની શૈલી† સૂત્રકાળથી તે આજ ૨૨. આ જાતની શૈલી વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં પણ ઉપલબ્ધ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ • જૈન ધર્મ અને દર્શન સુધીના સાહિત્યમાં એકસરખી ચાલી આવે છે. સૂત્રોમાં કહેવું છે કે સ્ત્રીજાતિ બહુ માયાવાળી છે. એનું મન ક્યાંય હોય છે, વચન બીજે હોય છે અને પ્રવૃત્તિ વળી ત્રીજે હોય છે. જેમ વૈતરણી નદી દુસ્તર છે એમ સ્ત્રીઓ પણ દુસ્તર છે. સ્ત્રીઓ ખૂબ હાવભાવ કરીને પુરુષોને લલચાવે છે. માટે બ્રહ્મચારી પુરુષ ચેતતો હોય, છતાં કદાચ તેનું મન બહાર ચાલ્યું જાય તો તેણે તેમ વિચારવું કે જેની તરફ મારું મન જાય છે તે મારી નથી, હું પણ તેનો નથી. એમ સંસારનો અસ્થિર સંબંધ વિચારી તેણી તરફના રાગને દૂર કરવા પ્રયત્નશીલ રહેવું, આતાપના લેવી (સૂર્યના તડકામાં ધ્યાન કરવું), સુકુમારતાનો ત્યાગ કરવો, શબ્દાદિ વિષયોને ત્યજી દેવા અને કામનાં પરિણામો વિચારી રાગ અને દ્વેષનો છેદ કરવા તત્પર રહેવું. યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્ર કહે છે કે સ્ત્રીઓ સ્વભાવે જ ઠગ, ક્રૂર, ચંચળ અને કુશીલ હોય છે. તેઓ તો એવી દુષ્ટ હોય છે કે સ્વાર્થ માટે પોતાના પતિને, પુત્રને, પિતાને કે ભાઈને પણ ખાડામાં નાખતાં પાછું વળી ન જુએ. ટૂંકમાં સ્ત્રીઓ સંસારનું બીજ છે, નરકમાર્ગની દીવીઓ છે, શોકોનું મૂળ છે અને દુઃખોની ખાણ છે. માટે બ્રહ્મચારી પુરુષે તેમનાથી સદા ચેતતા રહેવું. આવી શૈલી ઉપરાંત એક બીજી શૈલી પણ છે. તેમાં ભય અને લાલચો દ્વારા બ્રહ્મચારીને સાવધ થવાની સૂચના છે. જેમકે, બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રી પોતાના વ્રતમાં સાવધ ન રહે તો તેને જન્મે જન્મે નપુસંક થવું પડશે કે રડાવું પડશે, નરકમાં તપેલા લોઢાની પૂતળીને ભેટવું પડશે, આ લોકમાં એની પ્રતિષ્ઠા જશે, નિર્ધનતા આવશે, ભગંદર વગેરે રોગો થશે વગેરે વગેરે. જે પોતાના વ્રતને બરાબર પાળે છે તેને અગ્નિ પાણી સમાન છે. સાપ ફૂલની માળા સમાન છે, વાઘ તો તેની પાસે હરણિયું બની જાય છે. વિબો ઉત્સવરૂપે થઈ જાય છે. તેના સાધેલા મંત્રો ફળે છે, જગતમાં જશ વધે છે. તેને દેવો સહાય કરે છે, નવે નિધાન સાંપડે છે, ચક્રવર્તીપણું મળે છે અને યથેષ્ટ કામભોગો પણ પ્રાપ્ત થાય છે, માટે બ્રહ્મચારીએ પોતાના વ્રતને બરાબર સાચવવું. આ રીતે બ્રહ્મચર્યમાં સાવધ રહેવા માટે એક તો સ્ત્રી જાતિના અત્યંત અપકર્ષની વાતો કરી તેના તરફ ધૃણા પેદા કરવાની અને બીજી ભય અને લાલચ બતાવવાની ઉપદેશ શૈલી પહેલેથી ચાલી આવે છે. આ સિવાય બીજી કોઈ શૈલી શાસ્ત્રમાં કે વ્યવહારમાં ચાલુ હોય એમ જણાતું નથી. ૧૦. જૈન સૂત્રો અને વૈવાહિકમર્યાદા જૈન ધર્મ વિધા કરે તો બ્રહ્મચર્યનું જ કરે. એથી વિવાહ કેમ કરવો, કેવા પાત્રની સાથે કરવો, કેટલી વયે કરવો વગેરે પ્રશ્નોનો નિકાલ જૈનોના પ્રાચીન સાહિત્યમાં નથી દેખાતો. તેમજ સંતાનોત્પત્તિની આવશ્યકતા વિશે પણ એ શાસ્ત્ર તદ્દન ઉદાસીન છે. ત્યારે વૈદિક સ્મૃતિઓ, કે જેમાં ગૃહસ્થાશ્રમની પદ્ધતિને ખાસ આવશ્યક માનવામાં આવી Page #296 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચા૨ ૦ ૨૮૭ છે, તેઓમાં વિવાહને લગતા અનેક જાતના પ્રશ્નોનો નિકાલ અને સંતાનોત્પત્તિની આવશ્યકતા વિશોનો ખાસ મત નોંધાયેલો છે. સ્મૃતિઓની પેઠે જૈન શાસ્ત્રોમાં કોઈ જાતનાં વૈવાહિક વિધાનો નથી, પરંતુ તેઓમાં સ્ત્રી-પુરુષોનાં જે જે વર્ણનો આવેલાં છે તે દ્વારા તે સમયની વિવાહવિષયક મર્યાદા વિશે જરૂર પ્રકાશ પડે છે. ભગવાન ઋષભદેવના સમયમાં દરેક સ્ત્રીને પેટે પુત્રપુત્રીનું યુગલ જ જન્મતું અને વય પ્રાપ્ત થતાં તે જ યુગલ પરસ્પર સ્નેહગ્રંથિથી જોડાતું. આજની ભાષામાં કહીએ તો તે જમાનામાં સહોદર ભાઈબહેનનું લગ્ન થતું. શારીરિક, પ્રજાકીય કે બીજા કોઈ કારણને લીધે ઋષભદેવજીએ પોતે એ પદ્ધતિ બદલી અને તે જાતના યુગલવિવાહનો નિષેધ કર્યો. ત્યાર પછી આજ સુધી સહોદર ભાઈબહેનનું સામાજિક રીતે લગ્ન થયેલું જણાતું નથી, પણ ક્ષત્રિયાદિમાં મામા ફઈ વગેરેમાં ભાઈબહેનો સામાજિક રીતે આજ પણ વરે છે. એ પ્રાચીન સહોદરવિવાહનો અવશેષ હોય એમ કદાચ માની શકાય. વૈદિક સ્મૃતિઓમાં ‘અષ્ટવર્ષા ભવેત્ ગૌરી' જેવાં અનેક વચનો મળે છે અને એ વચનો ઉપર જ બાળવિવાહના સમર્થનનું મંડાણ છે, ત્યારે સ્મૃતિઓથી પણ પુરાણા જૈન કથાસાહિત્યમાં એક પણ પાત્રનું લગ્ન એ રીતે વર્ણવેલું નથી મળતું. એમાં તો જે જે પાત્રોના વિવાહની હકીકત મળે છે તેમાં યૌવનપ્રાપ્ત અને લાવણ્ય, રૂપ તથા ગુણોમાં સરખેસરખી જોડીઓની જ નોંધ મળે છે. જ્યારે કોઈ કન્યા કે વરના વિવાહનો પ્રસંગ વર્ણવવાનો હોય છે ત્યારે એ વિશે આગમમાં આ રીતે લખેલું હોય છે : કન્યાનાં માતાપિતા પોતાની કન્યાને યુવતિ થયેલી જાણે, બાલભાવથી સર્વથા મુક્ત થયેલી સમજે, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થયેલી જુએ તથા ભોગમાં સમર્થ થયેલી માને ત્યારે એનો એને બરાબર યોગ્ય એવા ભર્તા સાથે ઉચિત શુલ્ક અને ઉચિત વિનયપૂર્વક વિવાહ કરવાનું ઠરાવે છે. પુત્રનાં માતાપિતા પોતાના પુત્રને યુવાન થયેલો જાણે, બાલભાવથી સર્વથા મુક્ત થયેલો સમજે, ભોગસમર્થ થયોલો જુએ, બોતેર કળામાં નિપુણ અને પરિપક્વ જ્ઞાનવાળો થયેલો માને ત્યારે તેનો તેને બરાબર યોગ્ય એવી કન્યા સાથે વિવાહ કરવાનો વિચાર કરે છે. આવાં અનેક વર્ણનો ભગવતી, શાતા, વિપાક વગેરે અનેક સૂત્રોમાં ઉપલબ્ધ છે.૨૩ આ ઉપરથી એમ ચોક્કસ માની શકાય કે એ જમાનામાં બાળવિવાહ કે વૃદ્ધવિવાહનું તો નામ જ ન હતું. હવે સૂત્રસાહિત્યના ટીકાકારોએ પણ આ વિશે જે જે નોંધો કરેલી છે તે પણ જોઈએ. આગમોના ટીકાકાર અભયદેવસૂરિ (અગિયારમો ૨૩. શાતાસૂત્ર અધ્યયન ૧, ૫, ૮, ૧૪, ૧૬; ભગવતીસૂત્ર શતક ૧૧, ઉદ્દેશક ૧૧; શતક ૧૫; વિપાકસૂત્ર થ્રુ ૨, અ. ૧ તથા ઉવવાઇઅસૂત્રઃ દૃઢ પ્રતિજ્ઞાનો અધિકાર. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ • જૈન ધર્મ અને દર્શન સૈકો) સ્થાનાંગસૂત્રની ટીકામાં લખે છે કે વિશ વર્ષનો વર અને સોળ વર્ષની કન્યાનો વિવાહ થાય તો જ પ્રજા પરાક્રમી, નીરોગી, દીર્ધાયુ અને બુદ્ધિશાળી થઈ શકે છે. એથી ઓછે વર્ષે વિવાહિત થનારી જોડીઓની પ્રજા નિર્બળ, રોગી. જડ અને અલ્પજીવી થાય છે. પ્રવચનસારોદ્ધારના કર્તા શ્રી નેમિચંદ્ર" કહેલું કે વિવાહિત થનાર વરનું વય પચીસ વર્ષનું અને કન્યાનું વય સોળ વર્ષનું હોવું જોઈએ. જો એમ હોય તો જ પ્રજા બળવાન, વીર્યવાન, આરોગ્યવાન અને બુદ્ધિમાન થઈ શકે છે. મૂળ આગમોમાં વિવાહમર્યાદા વિશે સ્વતંત્ર વિચાર કશો જ નથી, છતાં બ્રાહ્મણધર્મની પ્રબળ અસરથી પ્રેરાયેલા દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનના બંને સંપ્રદાયના આચાર્યોએ જૈન દષ્ટિને લક્ષ્યમાં રાખીને વિવાહમર્યાદા વિશે ઘણું ઘણું લખી નાખ્યું છે. વરકન્યાની પરીક્ષા, વિવાહનો વિધિ, એને અંગે નારી પરીક્ષા, પુરુષપરીક્ષા વગેરે કામસૂત્રોનાં જેવા પ્રકરણો પણ લખી નાખ્યાં છે. તેમાં કેટલીક બીભત્સ વાતો પણ આવેલી છે. હવે વિધવાવિવાહવિશેની આ લોકની દૃષ્ટિને આપણે જાણી લઈએ. વિધવાવિવાહ નિંદનીય છે કે પ્રશંસનીય છે એવું તો ક્યાંય આવતું જ નથી; પણ બે ત્રણ પ્રામાણિક કથાઓમાં વિધવાવિવાહનો પ્રસંગ આવેલો છે, છતાં તે તરફ ધૃણા તો નથી બતાવવામાં આવી. પહેલો પ્રસંગ ભગવાન ઋષભ- દેવજીનો છે. તેઓ એવી સ્ત્રીને પરણેલા કે જેનો પતિ મરી ગયેલો. આ વિવાહને પ્રાચીન વ્યખ્યાકારોએ બહુ રોચક શબ્દોમાં, પ્રસન્નભાવે વર્ણવેલો છે. ૨૭ બીજો પ્રસંગ ભગવાન મહાવીરના એક ગણધરનો છે. તેમાં એમ આવે છે કે છઠ્ઠા ગણધર મંડિતપુત્ર અને સાતમા ગણધર મૌર્યપુત્ર એ બંનેની ૨૪-૨૫ દૂofપડશdષ સ્ત્રી પૂર્ણવિશેન સંતા I. शुद्धे गर्भाशये मार्गे रक्ते शुक्रे ऽनिले हृदि ।। वीर्यवन्तं सुतं सूते ततो न्यूनाब्दयोः पुनः । रोग्यल्यायुरधन्यो वा गर्भो भवति नेव वा ॥ - સ્થાનાંગસૂત્ર, ટીકા ૫ મું સ્થાન, ઉ. ૨. પૃ. ૩૧૩. ર૬. જુઓ વિવેકવિલાસ તથા વૈવર્ણિકાચાર. નૈવર્ણિકાચારમાં સ્ત્રીસમાગમ માટે અને સ્ત્રીયોનિના પૂજન માટે પણ વિધિ બતાવ્યો છે અને તે આ છેઃ 'भुक्तवानुपविष्टस्तु शय्यायामभिसम्मुखः । संस्मृत्य परमात्मानं पल्या जंधे प्रसारयेत् ॥ अलोमशां च सद्रुचामनार्दो सुमनोहराम् । योनि स्पृष्टा जपेन्मंत्रं पवित्रं पुत्रदायकम् ॥ ॐ ह्रीं क्लीं ब्लूं योनिस्थे देवते मम सत्पुत्रं जनयस्व अ. सि. आ. उ. सा. स्वाहा इति मन्त्रेण गोमयगोमूत्रक्षीरदधिसर्पिः कुशोदकै योनि संप्रक्षाल्य श्रीगन्धङ्कमकस्तूरिकाद्यनुलेपनं कुर्यात् ।" વૈદિક આચારમયુખમાં સ્ત્રીત્વને નામે આવી જ વાત લખેલી છે. પૃ. ૮૬. ૨૭. જુઓ કલ્પસૂત્રની સુબોધિકા ટીકા પૃ. ૧૪૭. Page #298 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૮૯ માતા એક હોવા છતાં તેમનાં ગોત્રો જુદાં જુદાં છે. તેનું કારણ એમ બતાવવામાં આવ્યું છે કે તે બંનેનો પિતા જુદો જુદો છે. આમ તો ત્યારે જ બની શકે કે એક બાઈ એક વાર પરણી હોય અને એને પુત્ર થયો હોય પછી તે જ બાઈ રાંડ્યા પછી ફરી પરણે અને પુત્ર પણ થાય. આ પદ્ધતિ જ વિધવાવિવાહની પદ્ધતિ છે. આ પદ્ધતિ વિશે સત્તરમાં સૈકાના ટીકાકાર શ્રી વિનયવિજયજી એમ લખે છે કે – “કોઈ દેશમાં એવી પણ પ્રથા છે કે એક પતિ મર્યા પછી બીજો પતિ કરી શકાય, એમ વૃદ્ધ પુરુષો કહે છે.” વાચકોએ યાદ રાખવું જોઈએ કે એ બંને ગણધરો વૈદિક બ્રાહ્મણો હતા. ત્રીજી બાબત ગુજરાતના પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાળ તેજપાળને લગતી છે. તેમના રાસના કર્તા શ્રી લક્ષ્મીસાગરસૂરિ અને પાસચંદ્ર સૂરી એ બંને આ વિશે આ પ્રમાણે જણાવે છે – “પોરવાડ આસરાજ ગર્ભશ્રીમંત હતો, પણ હવે તો નિર્ધન છે. તેથી તેણે પોતાના વતન પાટણને છોડી માલાસણમાં આવીને નિવાસ કર્યો છે. માલાસણમાં પોરવાડની જાતનો આભૂશાહ નામનો શેઠ છે. તેને કુંવરી કરીને એક પુત્રી છે, પણ તે દુર્દેવે બાળપણમાં જ રંડાપો પામેલી છે. એ બાળવિધવા ધર્મનિયમમાં પોતાનો સમય વિતાવે છે. એક વાર હરિભદ્રસૂરિનું વ્યાખ્યાન સાંભળવા તે ઉપાશ્રયે ગઈ. તેને જોઈને સામુદ્રિક શાસ્ત્રના પારગામી તે આચાર્ય વિસ્મય પામ્યા. તે વખતે ત્યાં આસરાજે ગુરને વિસ્મયનું કારણ પૂછ્યું. ગુરુએ કહ્યું કે આ બાળાની કૂખથી સૂર્યચંદ્ર જેવાં બે પુત્રરત્ન નીપજવાનાં છે. આ સાંભળીને એનો કુંવરી સાથે પરણવાનો વિચાર થયો. એ જાણતો હતો કે કુંવરી તો બાળવિધવા છે, એથી જ તેનું મન સંકોચાયું, પણ ઋષભદેવના દાખલાથી પોતાના મનનું સમાધાન કરી તેણે કુંવરી સાથે ઘરવાસ કર્યો અને પૂર્વપ્રથાનું પાલન કર્યું.૨૯ જૈનોમાં સુપ્રસિદ્ધ દાનવીર જગડું વિશે નીચેની વાત એના ચરિત્રમાં નોંધાયેલી છે : શ્રીમાન જગડુને પોતાની સ્ત્રી યશોમતીથી પ્રીતિમતી કન્યાનો જન્મ થયો. તે કન્યાને તેણે લગ્નનો સમય આવ્યો જાણી) એક સારે દિવસે યશોદેવ નામના પુરુષને પરણાવી, પણ તેનું પાણિગ્રહણ કર્યા પછી તત્ક્ષણ તે મૃત્યુ પામ્યો. ત્યાર પછી સ્વજ્ઞાતિના ૨૮. જુઓ કલ્પસૂત્રની સુબોધિકા ટીકા પૃ. ૧૫૯. ____ अनिषिद्धं च तत्र देशे एकस्मिन् पत्यौ मृते द्वितीयपतिवरणमिति वृद्धाः ।' ૨૯. હરિભદ્રસૂરિજી ઈમ કહિઉં એ એહની કુંખે રણ; બે અ પુત્ર અચ્છઈ ભલા એ સશિસૂર સમાણ. કુઅરિ લેવા કરઈ ઉપાય મંત્રિ ગુરૂનઈ વયણિ; પઢમ જિણેસર આદિનાથઈ જે કીધઉ મિણઈ. પૂરવ રીતિ ન લોપીઈ એ સંગહણું કીજઈ; પૂરવલા ભવ તણી પુષ્યિ એ વાત જ સૂઈ. રાસકાર પાસચંદે પણ આજ પ્રમાણે ગાયેલું છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૦ • જૈન ધર્મ અને દર્શન બુદ્ધિમાન અને વૃદ્ધપુરુષોની અનુમતિથી પોતાની દીકરી એક બીજા વરને તે આપવા તૈયાર થયો, ત્યારે બે કુળવાન વૃદ્ધ અને ચતુર વિધવાઓ પુષ્કળ શૃંગાર સજીને તેને આ પ્રમાણે સ્પષ્ટ કહેવા લાગી – જો તું તારી વિધવા પુત્રીને માટે વર ખોળતો હોય તો હે શ્રીમાન્ ! અમારે વાસ્તે પણ વરની શોધ કરજે' એ શ્રીમાળ વંશના ભૂષણરૂપ જગડુ તે બે સ્ત્રીઓનાં એવાં બોધક વચનો સાંભળીને મનમાં લજ્જા પામ્યો અને પછી પુત્રીના શ્રેય માટે કૂવા, વાવ આદિ પુણ્યનાં કાર્યો કરાવવા લાગ્યો.” - ખમ્બરનું જગડુચરિત્ર, પૃ. ૪૦-૪૧ આ ઉપરથી જૈન સાહિત્યની વિધવાવિવાહ પ્રત્યેની દૃષ્ટિ આપણે સમજી શકીએ છીએ. જૈન કથાઓ વાંચતાં એમ પણ જણાય છે કે જૈનોમાં અને જૈનેતરોમાં બહુવિવાહ ખૂબ પ્રચાર પામેલો હતો. સ્ત્રીઓ સંપત્તિ જ મનાતી. એટલે જેને અધિક સ્ત્રીઓ તે અધિક પુણ્યશાળી, અધિક ભાગ્યવાન. ચક્રવર્તીને ચોસઠ હજાર સ્ત્રીઓના પતિ તરીકે વર્ણવેલા છે અને સાથે કહેવું છે કે ચક્રવર્તીને એટલી સ્ત્રીઓ હોવી જ જોઈએ. તેથી વધારે ભલે હોય, પણ ઓછી તો ચક્રવર્તીની મર્યાદાને અણછાજતું લાગે છે. એ પ્રમાણે વાસુદેવને બત્રીસ હજાર સ્ત્રીઓના પતિ તરીકે વર્ણવેલ છે. ત્રણ તીર્થકરો ચક્રવર્તી હતા, તેમને પણ પ્રત્યેકને ચોસઠ હજાર સ્ત્રીઓ હતી. એ જ હકીકત આજ પણ એમની સ્તુતિ કરતાં ગાવામાં આવે છે. સ્ત્રીઓ વિશે વિચાર કરતાં સમજાય છે કે એ સમયનો સ્ત્રીસમાજ ખૂબ પરતંત્ર હતો. તે એટલે સુધી કે વિષયોની નિંદા કરવી હોય ત્યારે પણ પુરુષની વાસનાની નિદા ન કરતાં જ્યાંત્યાં માત્ર સ્ત્રીઓની જ નિંદા કરવામાં આવેલી છે. તે સમયે બીજા સમાજની અસરથી જૈન સમાજે પણ કેટલાક એવા નિયમો ઘડ્યા છે જેથી સ્ત્રી પુરુષના અધિકારનું સામ્ય તૂટી ગયું છે. જૈન ધર્મમાં સ્ત્રીને સર્વજ્ઞ થવાનો અધિકાર છે, મુક્તિ મેળવવાનો અધિકાર છે, એક સ્ત્રી તો તીર્થકર પણ થયાં છે, ત્યારે જૈન સંપ્રદાય સ્ત્રીને દૃષ્ટિવાદ નામનું શાસ્ત્ર, જે બધાં આગમોમાં મુખ્ય હોઈ વેદ જેવું માન્ય છે, તે શીખવાનો અધિકાર નથી સ્વીકારતો. આમ છતાં પછીના જમાનામાં થયેલા આચાર્ય હેમચંદ્ર સ્ત્રી જાતિની નિંદા કરવામાં મણા ન રાખવા છતાં એમ પણ કહેવું છે કે કાંઈ એકલી સ્ત્રીઓ જ દુષ્ટ નથી. પુરુષો પણ દુષ્ટ, કૂર, કપટી, વિષયી અને જુલમી છે. સ્ત્રીઓ તો પવિત્ર અને સંતપુરુષોની માતા છે. તીર્થકરો પણ એની જ કૂખે આવેલા છે. સ્ત્રીસમાજ તરફની આ એમની એ તરફદારી છે તે પણ એક જમાનાની અસર છે. જૈન સાહિત્યની વિવાહ અને સ્ત્રીઓ તરફની દૃષ્ટિ સમજવાને આટલી હકીકત પૂરતી છે. ૧૧. બ્રહ્મચર્યજન્ય સિદ્ધિ અને ચમત્કારો બ્રહ્મચારી પાસે અનેક વિશિષ્ટ સિદ્ધિઓ હોય છે, એ અનેક જાતના ચમત્કારો કરી બતાવી શકે છે એવી માન્યતા આજ કેટલાયે સમયથી સમાજમાં રૂઢ થયેલી છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર • ૨૯૧ આ માન્યાતાઓનું મૂળ કેટલીક કથાઓમાં દેખાય છે. બ્રહ્મચારીનું બોલેલું થાય જ, બ્રહ્મચારીના આશીર્વાદથી નિર્ધન ધનવાન થાય, વાંઝણી પુત્રવતી થાય, જેને માથે એનો હાથ હોય તેને કદી ક્યાંય પણ નિષ્ફળતા ન જ હોય, બહેરાઓ સાંભળતા થાય, મૂંગાઓ બોલતા થાય, જ્યાં એનાં પગલાં થાય ત્યાં લીલાલહેર જ હોય ! આ જાતની અનેક માન્યતાઓને એ કથાઓ પોષે છે, અને સાથે કોઈ સતીના કપાયેલા હાથ સાજા થયા, કોઈ સતીએ કાચે તાંતણે ચાલણી બાંધી કૂવામાંથી પાણી કાઢ્યું, કોઈ સતીને શૂળીનું સિંહાસન થયું, એ જાતના અનેક ચમત્કારોથી ભરેલાં વૃતાંતોને પણ રજૂ કરે છે. આથી જ સમાજમાં બ્રહ્મચર્યના પાલન કરતાં પૂજનનો અતિરેક થયેલો છે. લોકોનો મોટો ભાગ કોઈ જાતની ઐહિક કે પારલૌકિક આશા વિના શુદ્ધ બ્રહ્મચર્ય પાળવા માટે તૈયાર નથી. નામના બ્રહ્મચારીઓ હોંશેહોંશે પૂજાય છે. લોકો ઘરે તેમનાં પગલાં કરાવે છે, અને રોગીઓ રોગ મટાડવા, નિર્ધનો ધનવંત થવા, વાંઝિયા પુત્રવાન થવા બ્રહ્મચારી કહે તે કરવા તૈયાર હોય છે. આ સ્થિતિ તો આજકાલ આખા દેશમાં વ્યાપેલી છે. એનો લાભ લઈ કેટલાક ધૂર્તો બ્રહ્મચારીઓના સ્વાંગમાં રહીને ભોળા સમાજને લૂંટે છે અને મનમાન્યું ભોગવે છે. ટૂંકમાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ કહેવત ચરિતાર્થ થઈ જ રહી છે. ૧૨. કાકાસાહેબના પ્રશ્નો અને ઉપસંહાર પૂજ્ય કાકાસાહેબે બ્રહ્મચર્ય વિશે જૈન દૃષ્ટિએ વિચાર કરવા જે જે મુદ્દાઓ જણાવ્યા હતા તે નીચે આપીએ છીએ? ૧. બ્રહ્મચર્યનો ઉપદેશ નિરપવાદ છે કે સાપવાદ? ૨. પૂર્ણ બ્રહ્મચર્ય વગર મોક્ષ અસંભવિત છે એવી માન્યતા છે કે નહિ ? ૩. મોક્ષપ્રાપ્તિ ઉપરાંત બ્રહ્મચર્યનો અન્ય કોઈ હેતુ બતાવ્યો છે? ૪. મોક્ષસાધન તરીકે બ્રહ્મચર્યનો સ્વીકાર પરંપરાને લીધે થયો છે કે તકસિદ્ધ છે કે ખોજને પરિણામે જડ્યો છે? ૫. બ્રહ્મચર્યની વ્યાખ્યા શી? એમાં પણ તારતમ્યરૂપ ભેદ છે? ૬. માણસ પરણે નહિ, અન્ય રીતે વિષયસેવન કરે નહિ. સમાજમાં રૂઢ થયેલો સદાચાર પાળે અને સાધારણ રીતે યુક્તાહારવિહારી હોય તો એટલાથી એ આદર્શ બ્રહ્મચારી થઈ શકે, કે આદર્શ બ્રહ્મચારી થવા માટે વિશિષ્ટ સાધનવાળું જીવન ગાળવું જોઈએ ? ૭. બ્રહ્મચર્યની સાધના માટે આહારવિહારાદિના કયા કયા, કેવા કેવા નિયમો સૂચવ્યા છે ? એમાંના કેટલા પ્રત્યક્ષ અમલમાં મુકાતા હતા? અને કેટલા અતિશયોક્તિરૂપે છે? Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ - જૈન ધર્મ અને દર્શન ૮. બ્રહ્મચર્યની સાધના માટે અત્યાર સુધી કોણે કોણે ખાસ પ્રયત્ન કરેલા જણાયા છે? તેમની સાધના કેવી હતી? તેમને કેવી મુશ્કેલીઓ નડી ? તે દૂર કરવાના કયા કયા ઉપાયો લેવાયા? ૯. પૂર્વાચાર્યોએ રજૂ કરેલા આદર્શમાં અને સાધનામાં પાછળના લોકોએ અનુભવને પરિણામે કાંઈ ફેરફાર સૂચવ્યો છે? અથવા મર્યાદાઓ મૂકી છે ? ૧૦. બ્રહ્મચર્યના પાલનમાં કોણ કોણ નિષ્ફળ અને શા કારણે ? ૧૧. બ્રહ્મચર્ય સિદ્ધ થવાથી કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત થયાનો ઉલ્લેખ છે એમાંથી પ્રત્યક્ષ અનુભવ કેટલો નોંધાયો છે? ૧૨. બ્રહ્મચર્યના પાલનથી અથવા પ્રયત્નમાં કોઈને નુકસાન થયાના દાખલા છે? અને તે કઈ રીતે ? ૧૩. વિવાહિત સ્થિતિમાં બ્રહ્મચર્યનું પાલન કેટલે દરજ્જ ઈષ્ટ ગણાયું છે? વિષયસેવન માટે કઈ કઈ મર્યાદાઓ મૂકી છે ? ૧૪. પ્રજોત્પત્તિની ઇચ્છા ન હોય તોયે માણસ વિષયસેવન કરી શકે છે એવી છૂટ ક્યાંય રાખેલી છે ? અથવા છૂટ રાખી છે એવું અનુમાન નીકળી શકે છે? ૧૫. વિષયત્યાગ માટે સ્ત્રીની સંમતિ આવશ્યક છે ? ૧૬. સ્ત્રીનો વિરોધ હોવા છતાં જેમણે વિષયત્યાગ કર્યો હોય એવા દાખલાઓ છે? ૧૭ “ઋતી મામુવાતું' એ નિયમનું ઉલ્લંઘન પાપરૂપ મનાયું છે? કે અન્ય સમયે નહિ એટલી જ એની મતલબ છે ? ૧૭. ગૃહસ્થાશ્રમી વિષયનો ત્યાગ કર્યા વગર જ્ઞાની થઈ શકે છે એવી માન્યતા ક્યાંય મળી આવે છે? ૧૯. આ જ વિષયમાં જૈન સાહિત્યમાંથી અને અન્ય પંથો, સંપ્રદાયો, અથવા ધર્મોમાંથી શી માહિતી મળે છે? ૨૦. વિષયસેવનનો કાળ ક્યાંથી ક્યાં સુધી વિહિત મનાયો છે? ૨૧. બાળલગ્ન સામે અથવા અપક્વ દશાના વિષય સામે કાંઈ વચનો જડે છે? ૨૨. સામાજિક વ્યવહારમાં સ્ત્રીપુરુષો એકબીજાના પ્રસંગમાં કેટલે દરજે આવે તો તે યોગ્ય ગણાય ? ક્યાં અતિપ્રસંગ ગણાય? ૨૩, કન્યાઓ સ્વયંવર કરે એ બરાબર છે કે નહિ ? એ વિશેના અભિપ્રાયો ક્યાંય મળી આવે છે ? ૨૪. પરાણે બ્રહ્મચર્યપાલન કરવું પડવાથી સાધુઓના સંઘમાં વિશેષ વ્યાધિઓ અને આધિઓ દાખલ થવાના કાંઈ દાખલા છે ? Page #302 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્યવિચાર • ૨૯૩ ૨૫. સંઘમાં પરાણે બ્રહ્મચર્ય પાલન કરાવતાં છડેચોક અનાચાર ચાલ્યાના દાખલા છે ? અનાચારી સાધુઓને સંઘે, સમાજે કે રાજાએ સજા કર્યાના દાખલાઓ મળી આવે છે ? ૨૬. વિષયત્યાગ કરી સાધુ થયા પછી ફરી ગૃહસ્થાશ્રમમાં છૂટ સાથે કે છૂટ વગર દાખલા થયાનાં દૃષ્ટાંતો મળી આવે છે ? ૨૭. સાધુઓની અત્યંત વિરક્તિ સામે સમાજનાં અત્યંત વિષયાશક્તિ વધી છે એવું અનુમાન કાઢવાને અવકાશ છે ? બ્રહ્મચર્યના આદર્શની ટોળ, મશ્કરી કે હાંસી કરનારા પુરુષો અથવા ઉલ્લેખો મળી આવે છે ? ૨૮. જૈન ધર્મના શ્વેતાંબર, દિગંબર વગેરે વિભાગોમાં બ્રહ્મચર્યના આદર્શની બાબતમાં કાંઈ સૂક્ષ્મ અથવા સ્થૂલ મતભેદ છે ? ૨૯. લોકોત્ત૨ વિભૂતિઓને બાદ કરતાં અને કેવળ સામાન્ય દાખલો જોતાં સ્વચ્છ ગૃહસ્થાશ્રમી માણસ કરતાં ચુસ્ત બ્રહ્મચારી માનસિક અથવા આધ્યાત્મિક શક્તિમાં ચડિયાતો હોય છે એવો અનુભવ થયો છે ? ૩૦. બ્રહ્મચર્યની શક્તિ વિશે જેટલા દાવા કરેલા છે તેમાંના કેટલા સાચા નીવડ્યા છે ? ૩૧. કુટુંબક્લેશથી કાય૨ થઈ અથવા જીવનસંગ્રામમાં હારી જઈ સાધુ થયેલા લોકોનું પ્રમાણ કેટલું હશે ? ૩૨. કોઈપણ વિશ્વસનીય ડૉક્ટર પાસેથી સાધુઓને થતા રોગો વિશે સામાન્ય માહિતી મળી શકે એવું છે ? ૩૩. કામવિકાર દુઃસહ થાય ત્યારે તે શાંત પાડવા ખાતર સાધુઓ કયા ઉપાયો શોધે છે ? ૩૪. સાધ્વી બ્રહ્મચારિણી માટે કેવા કેવા નિયમો કરેલા છે ? ૩૫. ઉપરના સવાલોમાંથી તેમને લાગુ પડતા સવાલોની કાંઈ માહિતી મળે છે ? ૩૬. સાધ્વી બ્રહ્મચારિણીઓની સંખ્યા દરેક જમાનામાં કેટલી હતી ? ક્યારે તે સંખ્યા વધેલી અને ક્યારે ઘટેલી ? એ વિશે કાંઈ માહિતી મળે એમ છે ? આ નિબંધમાં જૈન દૃષ્ટિને મુખ્ય રાખીને બ્રહ્મચર્ય વિશે લખવામાં આવ્યું છે. ક્યાંક સ્મૃતિશાસ્ત્ર સાથે તુલના પણ કરેલી છે અને ક્યાંક અમારો સ્વતંત્ર મત પણ મૂકેલો છે. એકદંરે જૈન શાસ્ત્રમાં બ્રહ્મચર્ય વિશે આજ સુધીમાં જે કાંઈ નોંધાયેલું છે તે બધું લગભગ આમાં આવી ગયેલું છે. આ નિબંધ લખવામાં નીચે જણાવેલા જૈન ગ્રંથોનો ઉપયોગ કરવામાં આવેલો છે: (૧) પ્રશ્નવ્યાકરણ, (૨) સ્થાનોંગસૂત્ર, (૩) ઉપાસકદશાંગ, (૪) ભગવતીસૂત્ર, (૫) દશવૈકાલિકસૂત્ર, (૬) સૂત્રકૃતાંગસૂત્ર, (૭) ઉત્તરાધ્યયનસૂત્ર, (૮) યોગશાસ્ત્ર, Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ • જૈન ધર્મ અને દર્શન (૯) પંચાશક, (૧૦) પ્રવચનસારોદ્ધાર, (૧૧) જ્ઞાનાર્ણવ, (૧૨) ઉપદેશમાળા, (૧૩) ઋષિમંડળવૃત્તિ, (૧૪) ભરતબાહુબલિવૃત્તિ, (૧૫) પરિશિષ્ટપર્વ, (૧૬) નિશીથચૂર્ણિ, (૧૭) વ્યવહારભાષ્ય, (૧૮) જીતકલ્પસૂત્ર, (૧૯) પગારધર્મામૃત, (૨૦) આચારાંગસૂત્ર (૨૧) વૈવર્ણિકાચાર, (૨૨) જ્ઞાતાધર્મકથાસૂત્ર, તથા (૨૩) વિપાસકસૂત્ર, વગેરે. છેવટે બ્રહ્મચર્યના પ્રેમીઓ આમાંથી સારસારને લેશે અને નિસારને છોડશે અને અમારાં અલનો દરગુજર કરશે એ અંતિમ આશા સાથે વિરમીએ છીએ.' ૧. આ લેખક પડિત શ્રી બેચરદાસ દોશી પણ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૩૭. પુનઃ પંચાવન વર્ષે - પ્રસ્તુત વાર્તાસંગ્રહ સાંભળતો ગયો અને પંચાવન વર્ષ પહેલાંની સ્થિતિ તાદશ થવા લાગી. દર્શનશક્તિની સાથે દશ્ય જગત લોપ પામતાં જે નિરાલંબતા આવેલી તેમાં પહેલું અવલંબન મુખ્યપણે શાસ્ત્રોનું મળ્યું. એ શાસ્ત્રો એટલે સંસ્કૃત, પાલિ કે પ્રાકૃત નહિ, પણ મુખ્યપણે કાંઈક જૂની અને કાંઈક નવી એવી મિશ્રિત ગુજરાતી ભાષામાં લખાયેલ જૈન પરંપરાને લગતા કેટલાક વિષયોનાં શાસ્ત્રો. પહેલવહેલાં એ અવલંબન પ્રાપ્ત થયાનું વર્ષ વિ. સં. ૧૯૫૪ હતું, એમ યાદ આવે છે. આજથી ૫૫ વર્ષ પહેલાં જે શાસ્ત્રીય વિષયોએ મનને એક નવી દિશા પૂરી પાડવાનું કામ કર્યું હતું તે વિષયોમાં એક ગેય વિષય હતો કે કથા કે ઉપદેશને લગતો. આવાં પરંપરાગત કથાઓ કે ઉપદેશો સજ્ઝાયને નામે જૈન પરંપરામાં પ્રસિદ્ધ છે. સાયનો સંસ્કૃત પર્યાય છે. સ્વાધ્યાય. આપણે જાણીએ છીએ કે સમગ્ર આર્ય પરંપરાઓમાં સ્વાધ્યાયનું કેટલું મહત્ત્વ છે. તૈત્તિરીય ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાય અને પ્રવચન જ તપ છે, તે વસ્તુ એકેએક પરંપરામાં જીવતી રહી છે. જૈન પરંપરા, જે મુખ્યપણે તપસ્વી અગર તપઃપ્રધાન સંસ્થા હોઈ બાહ્યત્યાગલક્ષી મનાય છે, તેમાં પણ ખરેખરો ભાર તો સ્વાધ્યાય અને ધ્યાન જેવા અન્તસ્તપ ઉપર જ આપવામાં આવ્યો છે. એટલે સાધુ અગર ગૃહસ્થ, જેઓ વ્રત નિયમ આદિ તપના વિવિધ પ્રકારોમાં રસ લેતા હોય છે, તેઓ પણ સજ્ઝાયના પાઠ અને શ્રવણ પ્રત્યે ઊંડી શ્રદ્ધા સેવતા હોય છે ને તેમાં સીધો રસ અનુભવે છે. એટલે જ્યાં ગંભીર શાસ્ત્રાભ્યાસનું વાતાવરણ ન હોય કે તેવી સામગ્રી ન હોય ત્યાં પણ સજ્ઝાય નામે જાણીતા ગેય સાહિત્ય દ્વારા લોકો વિદ્યારસ અનુભવે છે અને પરંપરાગત ઉચ્ચ પ્રકારની સાત્ત્વિક ભાવનાઓના સંસ્કાર ઝીલતા રહે છે. આ સજ્ઝાય નામક સાહિત્યવિભાગ એટલો બધો સર્વપ્રિય છે કે ભાગ્યે જ એવો કોઈ જૈન હશે કે જેને કોઈ ને કોઈ સજ્ઝાય કંઠસ્થ ન હોય, અગર બીજા કોઈ સજ્ઝાય ગાય ત્યારે તેને તેમાં આકર્ષણ ન થાય. સજ્ઝાય કે ચસાઓનું પંથભેદ ભુલાવવાનું સામર્થ્ય સાયો વિવિધ ઢાળોમાં હોય છે અને એ ઢાળો પણ સુગેય હોઈ ગમે તેને ગાવામાં રસ પડે છે. જેઓ સામાન્ય રીતે પણ ગાઈ ન શકતા હોય તેઓ બીજાઓનું Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ • જૈન ધર્મ અને દર્શન સક્ઝાયગાન સાંભળી તલ્લીન થતા હોય છે. ચોરે અને ઠાકુરદ્વારે શ્રાવણ-ભાદરવામાં રામાયણ કે મહાભારતની કથાઓ વંચાતી. ગામના લોકો બપોરે કથા સાંભળવા મળે. કથાકાર મહારાજ કોઈ અનેરી છટાથી કથા કરે અને અર્થ સમજાવે. રસ એટલો બધો જામે કે તેને સાંભળવા જનાર પંથભેદ ભૂલી જાય. જેમ રામાયણ, મહાભારત અને ભાગવતની કથાઓમાં પંથભેદ ભુલાવવાનું સામર્થ્ય અનુભવ્યું છે, તેમજ સઝાય કે રાસ નામના જૈન ગેય સાહિત્યના લલકાર અને સમજાવટ વખતે પણ પંથભેદ ભૂલી શ્રોતાઓ એકત્ર થયાનું ચિત્ર આજે પણ મન સામે ઉપસ્થિત થાય છે. કોઈ સુકંઠ સાધુ કે સાધ્વી અગર ગૃહસ્થ-શ્રાવક જુદી જુદી સઝાયો ગાય, રાસની ઢાળો ગાય ત્યારે મોટી મેદની જામતી, અને આ જ ધાર્મિક કે સાંસ્કૃતિક જીવનનું તે વખતે ગામડાંઓમાં અને શહેરોમાં પણ એક મહાન પર્વ બની રહેતું. આ પર્વરસે મને અલંબન પૂરું પાડ્યું ત્યારે કેટલાંક સુપાત્ર સાધ્વીઓની દ્વારા મોઢેથી અને લખેલ તેમજ છાપેલ પુસ્તક ઉપરથી પણ મેં કેટલીક સઝાયો કંઠસ્થ કરી. છંદ, સ્તવન આદિ અન્ય ગેય પ્રકારોની સાથે સાથે સઝાયોની ઢાળો યાદ કરવાનો. એનો ભંડોળ વધારવાનો અને એને ગાઈ પુનરાવૃત્તિ કરવાનો એક નિત્યક્રમ બની ગયો. જેને હું મારા વિદ્યાવ્યવસાયનું પ્રથમ પગથિયું અને નવી દિશા ઉઘાડવાનું એક દ્વાર કહું છું. સક્ઝાયોના બે પ્રકાર તે વખતે મેં જે સઝાયો કંઠસ્થ કરેલી તેનો મોટો ભાગ તે વખતે મુદ્રિત અને ઉપલબ્ધ “સઝાયમાળા ભાગ પહેલા બીજામાંનો હતો. સઝાયો બે પ્રકારની હોય છે: એક અસવૃત્તિઓના દોષો વર્ણવી સદ્વ્રત્તિઓના ગુણો ગાનારી અને બીજી કોઈ જાણીતી સુચરિતવ્યક્તિનો ટૂંકમાં જીવનપ્રસંગ પૂરો પાડી તે દ્વારા ત્યાગ કે સંયમનું વાતવરણ સર્જનારી. જેમાં ક્રોધ અને લોભ જેવી વૃત્તિઓના અવગુણોના દૃષ્ટાંત દ્વારા બતાવવામાં આવ્યા હોય ને ક્ષમા તેમજ સંતોષના લાભો વર્ણવવામાં આવ્યા હોય તે પહેલો પ્રકાર. જેમાં ભગવાન મહાવીર કે ગૌતમ જેવા માન્ય પુરુષોના જીવનનો કોઈ ને કોઈ પ્રસંગ ગવાયો હોય તે બીજો પ્રકાર. રાસાઓની પ્રાચીનતા ઉપર જે રાસનો નિર્દેશ કર્યો છે તેનો થોડો ખુલાસો અને આવશ્યક છે. આચાર્ય હેમચંદ્ર સાહિત્યના વિવિધ પ્રકારોમાં “રાસક પણ એક પ્રકાર ગણાવ્યો છે. ભાગવતમાં રાસપંચાધ્યાયી જાણીતી છે. એ જ રાસકપ્રકાર મધ્યકાળથી અપભ્રંશ, જૂની ગુજરાતી અને છેક નવા યુગની ગુજરાતીમાં ખેડાતો આવ્યો છે, અને તે રાસુ, કે “રાસ તરીકે જાણીતો છે. કથાપ્રધાન સઝાય એ આ યુગની વાર્તા કે નવલસાહિત્યનું સ્થાન લેતો. એક ગેયપ્રકાર છે, જ્યારે રાસ એ આ યુગના નવલસાહિત્યનું સ્થાન લેતો તત્કાલીન Page #306 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પચાવન વર્ષે - • ૨૭ કાવ્ય કે મહાકાવ્યનો પ્રકાર છે. રાસમાં મુખ્ય પાત્રની સળંગસૂત્ર જીવનકથા ગ્રથિત હોઈને તેની આસપાસ અનેક નાનીમોટી ઉપકથાઓ વર્ણવામાં આવે છે. જેને લીધે તે એક સુશ્રવ ગેયકાવ્ય બની રહે છે. મેં જે સુઝાયોનો એક સારો સરખો સંગ્રહ યાદ કરેલો તેમાં કેટલીયે સઝાયો એવી હતી, જેમાં પ્રસ્તુત સંગ્રહમાંની કેટલીક વાર્તાઓ વણાયેલી છે. દા. ત., નંદિષેણ, સંયતિરાજ, ધન્નાશાલિભદ્ર, મૃગાવતી, કપિલકુમાર, કોણિક-ચેટક આદિ. તેથી જ્યારે પ્રસ્તુત વાર્તાસંગ્રહ સાંભળવા લાગ્યો ત્યારે એ લગભગ પંચાવન વર્ષ પહેલાંની માનસિક ભૂતાવળના સંસ્કારો જાગ્રત થયા, અને જાણે એ પંચાવન વર્ષના પડદાને સાવ સેરવી તેણે મને એ ભૂતકાળમાં બેસાડી દીધો ! એ જ ભૂતકાળના સંસ્કારવશ હું આજે કાંઈક લખવા પ્રેરાયો છું અને તેથી જ મેં પુનઃ પંચાવન વર્ષે –' એવું મથાળું પસંદ કર્યું છે. સઝાયસાહિત્યની વ્યાપકતા ભરદરિયે વહાણ ભાંગે અને ડૂબતો મુસાફરી કોઈ નાનકડાશા ખોખરા પાટિયાને મેળવી તેને ટેકે ટેકે કિનારા સુધી પહોંચે અગર તેને આધારે દરિયા વચ્ચે જ બીજા કોઈ સાબૂત વહાણને મેળવી લે તેના જેવી જ, સઝાય નામના સાહિત્યપ્રકારથી મળેલ ટેકાને લીધે મારી સ્થિતિ થઈ છે, એમ કહી શકાય. તે કાળે એ “સઝાય” સાહિત્યનું ગૌરવ મારે માટે નિરાશામાં એકમાત્ર ટેકા પૂરતું અને બહુ તો વખત વિતાડવા પૂરતું હતું, પણ એ ટેકાઓ ત્યારબાદનાં પંચાવન વર્ષોમાં જે જે વિદ્યાનાં ક્ષેત્રો ખેડવાની વૃત્તિ જગવી અને જે જે અનેકવિધ સંસ્કારો મેળવવાની તક પૂરી પાડી તે બધાંનો સળંગ વિચાર કરતાં એમ લાગે છે કે તે વખતે જે સર્જાય” સાહિત્યને હું સામાન્ય લેખતો તેવું એ સામાન્ય નથી. જેમ એનો ભૂતકાળ ઘણો છે તેમ એની વ્યાપકતા પણ વધી છે. આ બાબત અહીં પ્રસ્તુત સંગ્રહમાંની કેટલીક વાર્તાઓના દાખલાથી જ સ્પષ્ટ કરવી ઠીક લેખાશે. જૈન કથાસાહિત્યમાં કેન્દ્ર પરિવર્તનનો પડઘો પ્રસ્તુત સંગ્રહમાં કુલ બાર વાર્તાઓ છે. તેમાંની છેલ્લી ત્રણ વાર્તાઓ મધ્યયુગની છે, જ્યારે બાકીની બધી વાર્તાઓ ભગવાન મહાવીરના સમયથી માંડી વિક્રમની બીજી . સદી સુધીનાં લગભગ સાતસો વર્ષને સ્પર્શે છે. બધી જ વાર્તાઓનું મૂળ જૈન સાહિત્ય જ છે. જૈન સાહિત્ય – ખાસ કરી કથાસાહિત્ય – કોઈ એક કાળમાં અને એક જ પ્રદેશમાં કે એક જ હાથે નથી રચાયું. જેમજેમ જૈન પરંપરાના પ્રાધાન્ય અને પ્રભાવનું ક્ષેત્ર બદલાતું ગયું તેમ તેમ તેના કથાસાહિત્યમાં પણ એ કેન્દ્રપરિવર્તનનું પ્રતિબિંબ પડ્યું છે. જ્યારે વૈશાલી, રાજગૃહ, ચંપા અને પાટલિપુત્ર જેવી નગરીઓ જૈન પ્રભાવનાં કેન્દ્રો હતાં ત્યારે રચાયેલા કે તે સ્મૃતિ ઉપરથી રચાયેલ સાહિત્યમાં તે કેન્દ્રોનો પડઘો છે; વળી જ્યારે અવંતી (ઉજ્જયિની) અને મધ્યભારત જૈન પ્રભાવનાં કેન્દ્રો બન્યાં ત્યારે Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ • જૈન ધર્મ અને દર્શન રચાયેલ કેટલીક કથાઓમાં તે કેન્દ્રના પડઘા છે. જ્યારે જેને પ્રભાવ પશ્ચિમ હિન્દુસ્તાનખાસ કરીને ગુજરાત–માં આગળ વધ્યો ત્યારે લખાયેલ સાહિત્યમાં એ કેન્દ્રના પડઘા છે. આ રીતે પરંપરાના પ્રભાવના કેન્દ્રના પરિવર્તન સાથે જ કથાઓએ જૈન સાહિત્યમાં નવા નવા પોશાક ધારણ કર્યા છે. આ વસ્તુ પ્રસ્તુત સંગ્રહના લેખકે દરેક વાતની માંડણીમાં એનો જે પરિચય આપ્યો છે તે ઉપરથી જ વાચક સમજી શકે તેમ છે. પ્રસ્તુત વાર્તાઓનાં પાત્રો અને તેનો આધાર પ્રસ્તુત સંગ્રહમાંની બાર વાર્તાઓ પૈકી એક વાર્તાઓનાં મુખ્ય પાત્ર ઐતિહાસિક છે; જેવાં કે કોણિક, ચેક, હલ્લ, વિહલ, મૃગાવતી, શકટાળ, આર્ય રક્ષિત, ઉદયન મંત્રી, આમ્રભટ જેવાં, અને તેની સાથે સંકળાયેલી હકીકતો કેટલેક અંશે ઐતિહાસિક છે, જ્યારે બીજી વાર્તાઓને ઐતિહાસિક કહેવા જેટલો આધાર નથી. તેમ છતાં એ વાર્તાઓનું મૂળ વસ્તુ પ્રાચીન જૈન સાહિત્યમાં અત્યારે પણ ઉપલબ્ધ છે. કેટલીક વાર્તાઓનાં મૂળ તો જૈન આગમમાં પણ છે; જેમકે, નંદિષેણ, સંયતિરાજ, કપિલકુમાર, ધના-શાલિભદ્ર, શાલ-મહાશાલ; જ્યારે કેટલીકનાં મૂળ નિર્યુક્તિ અને શૂર્ણિ આદિમાં છે, તો બીજી કેટલીકનાં મૂળ ગુજરાતમાં લખાયેલ પ્રબન્ધસાહિત્યમાં છે, જેમકે ઉદયન મંત્રી, આમ્રભટ અને ભૂયરાજ* જૈન પરંપરા બૌદ્ધ જેવી અન્ય શ્રમણ પરંપરાઓની પેઠે જ બ્રાહ્મણ- વર્ગ પ્રધાન નથી. એમાં ક્ષત્રિય અને ગૃહપતિ વૈશ્યનું પ્રાધાન્ય રહેતું આવ્યું છે. તેથી જ આપણે * આ સંગ્રહમાંની વાર્તાઓનાં પ્રાચીન મૂળ નીચે મુજબ મળે છે: પહેલી વાતના મુખ્ય પાત્ર મંદિરેણનો ઉલ્લેખ આવશ્યકચૂર્ણિના ચોથા અધ્યયનમાં તથા નંદીસૂત્રમાં ઔત્પત્તિકી બુદ્ધિના વર્ણન પ્રસંગે મળે છે. બીજી વાર્તાના નાયક સંયતિરાજનો અને છઠ્ઠી વાતના કપિલકુમારનો ઉલ્લેખ ઉત્તરાધ્યયનસૂત્રમાં છે. ત્રીજી વાતમાંના રુદ્રોમા અને આર્યરક્ષિતનો ઉલ્લેખ આવશ્યકનિર્યુક્તિ ચૂર્ણિ અને દશવૈશાલિકની અગત્યસિંહની ચૂર્ણિમાં છે. આ ચૂર્ણિ મુ. શ્રી. પુણ્યવિજયજીને સર્વથા નવી જ મળી છે, ને તે બીજી બધી ચૂર્ણિઓ કરતાં ઘણી જૂની છે. ચોથી વાર્તામાંના શકાળ મંત્રીનો ઉલ્લેખ આવશ્યકનિર્યુક્તિમાં તેમજ બૃહત્કલ્પમાં છે. પાંચમી વાતમાંના ધના-શાલિભદ્રનો ઉલ્લેખ ઠાણાંગસૂત્રના દશમા સ્થાનકની ટીકામાં સાતમી શાલ-મહાશાલની વાતનું મૂળ ઉત્તરાધ્યયનના દશમા અધ્યયનની ચકામાં છે. આઠમી મૃગાવતીની તથા નવમી કોણિકચેટકની વાર્તાનું મૂળ મહાવીરચરિત્રમાં છે. એમાંના હલ્લવિહલ્લનો ઉલ્લેખ ભગવતીસૂત્રના સાતમાં શતકના નવમા ઉદ્દેશકમાં છે. - દસમી ઉદયન મંત્રી, અગિયારની આમ્રભટ અને બારમી ભૂયરાજની વાર્તાનો આધાર પ્રબંધચિતામણિ છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે ૭ ૨૯૯ પ્રસ્તુત વાર્તાઓનાં મુખ્ય પાત્રોમાં મોટે ભાગે ક્ષત્રિય અવે વૈશ્ય વર્ણ નિહાળીએ છીએ. બ્રાહ્મણોએ જૈન પરંપરા સ્વીકાર્યાના દાખલા વિરલ છે, એ હકીકત જૈન ઇતિહાસમાં જાણીતી છે. આર્ય રક્ષિત બ્રાહ્મણ હતા અને જૈન ભિક્ષુ બન્યા તે એ વિરલતા જ સૂચવે છે. પ્રાચીન આગમમાં કે તે ઉપરનાં ભાષ્ય, નિર્યુક્ત કે ચૂર્ણિ જેવા ટીકા ગ્રંથોમાં જે નાનીમોટી કથાઓ આવે છે તેમાંથી કેટલાંક પાત્રોનાં નામ, પ્રાતઃસ્મરણીય સ્મૃતિસંગ્રહરૂપે રચાયેલ ‘ભરહેસરબાહુબલી’ નામની એક પ્રદ્યબંધ પ્રાકૃત સજ્ઝાયમાં મળી આવે છે. એ સજ્ઝાયની સંસ્કૃત ટીકામાં ટીકાકારે તે તે સૂચિત પાત્રોની વિસ્તૃત જીવનરેખા આપેલી છે. પ્રસ્તુત વાર્તાના લેખકે એ ટીકાગત જીવનરેખાોનો આધાર કેટલીક વાર્તાઓમાં લીધો છે, તો કેટલીક વાર્તાઓના આધાર તરીકે એમણે પ્રબંધચિંતામણિ જેવા મધ્યકાલીન પ્રબંધસાહિત્યનો ઉપયોગ કર્યો છે. વાર્તાઓનો સામાન્ય સૂર લેખકે પ્રત્યેક વાર્તા દ્વારા જે રહસ્ય સૂચિત કરવા ધાર્યું છે તેવો સ્ફોટ કરતાં પહેલાં, સમગ્ર વાર્તાસંગ્રહનો એકંદર અને સમાન્ય સૂર શો છે તે જાણવું યોગ્ય લેખાશે. બધી વાર્તાઓનો એકંદરે અને સામાન્ય સૂર છે વીરવૃત્તિ દર્શાવવાનો. ભલે એ વૃત્તિ જુદી જુદી રીતે, અને જુદે જુદે માર્ગે તેમજ જુદે જુદે પ્રસંગે તીવ્ર કે તીવ્રતમ રૂપે આવિર્ભાવ પામતી હોય, પણ સંગ્રહમાંની એવી એક વાર્તા નથી કે જેમાં વીવૃતિનો ઉદ્રેક સૂચવાતો ન હોય. વીરતાનું મૂળ ઉત્સાહમાં છે. ઉત્સાહ એ એક ચાલુ જીવનક્રમના સામાન્ય વહેણમાંથી છલાંગ મારી છૂટવાનો અને કેટલીક વાર તો આ છેડેથી તદ્દન સામે છેડે જઈ ઊભા રહેવાનો વીર્યપ્રધાન ઉલ્લાસ છે. પરલક્ષી અને સ્વલક્ષી વીરવૃત્તિ આવો ઉલ્લાસ એ જ મનુષ્યને ઇતર પ્રાણીઓથી જુદો પાડે છે. વાઘ, સિંહ જેવા ક્રૂર અને તોફાની પ્રાણીઓમાં શક્તિનો ઊભરો દેખાય છે. કેટલીક વાર તે વીરવૃત્તિનું રૂપ પણ ધારણ કરે છે, પણ એ વૃત્તિ મનુષ્યની વીરવૃત્તિ કરતાં નોખી છે. પ્રચંડ બળશાળી અને આવેગી ઇતર પ્રાણીઓનો જુસ્સો છેવટે પરલક્ષી હોય છે; એનો કોઈ વિરોધી હોય તેની સામે જ તે ઠલવાય છે. ઇતર પ્રાણીઓનો જુસ્સો કદી સ્વલક્ષી બની જ નથી શકતો; પોતાના વિરોધી કે દુશ્મનને મારી કે ફાડી ખાવામાં જ એ પિરણમે છે. જ્યારે મનુષ્યનો વિર્યોલ્લાસ અગર જુસ્સો એ પરલક્ષી હોય છતાં તે સ્વલક્ષી પણ બને છે. મનુષ્ય વધારેમાં વધારે જ્યારે આવેગમાં તણાતો હોય અને પોતાના વિરોધીની સામે સમગ્ર શક્તિ અજમાવતો હોય ત્યારે પણ એનામાં એવી એક શક્યતા રહેલી છે કે તેનો એ પરલક્ષી જુસ્સો સાવ દિશા બદલી સ્વલક્ષી બની જાય છે અને તે જ વખતે તેને પોતાની જાત ઉપર પોતાનો ગુસ્સો કે આવેગ ઠાલવવાનો પ્રસંગ ઊભો થાય છે. એ જ સ્વલક્ષી વીરવૃત્તિ છે અને એ જ માનવતાની માંગલિક ભૂમિકા છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩• જૈન ધર્મ અને દર્શન મનોવૃતિના અભ્યાસ ઉપરથી એમ લાગે છે કે મનુષ્ય જાતિમાં શક્યતા ગમે તેટલી હોય છતાં, સામાન્ય ધોરણ તો એવું જ દેખાય છે કે, માણસ જે પ્રવાહમાં જગ્યા હોય કે જે વહેણમાં તણાતો હોય તેમાં જ જીવન ગાળવા પૂરતી માંડવાળ કરી લે છે, અને અનુકૂળ સંયોગોની વાત તો બાજુએ રહી, પણ પ્રતિકૂળ સંયોગો સુધ્ધાંમાં તે મોટી ફાળ ભરી શકતો નથી, છતાં એવા પણ અસંખ્ય દાખલાઓ દરેક દેશ અને દરેક કાલમાં મળી આવે છે કે જેમાં માણસ ઊર્મિ અને વૃત્તિના વેગને વશ થઈ એક છેડેથી સાવ સામે અને બીજે છેડે જઈ બેસે. વળી ત્યાં ચેન ન વળે કે ઠરીઠામ ન થાય તો માણસ પાછો પ્રથમ છેડે આવી ઊભો રહે છે. આવું સામસામેના છેડા ઉપર પહોંચી જવાનું લોલક જેવું મનોવૃત્તિચક્ર માણસ જાતમાં છે. તેમ છતાં તે લોલક જેવું યાંત્રિક નથી કે જે એક બિંદુએ પહોંચ્યા પછી ત્યાંથી અચૂકપણે પાછું જ ફરે. જ્યાં લગી માણસનો જુસ્સો ઉત્સાહ કે ઊર્મિ પરલક્ષી હોય ત્યાં લગી તો તે લોલકની જેમ યાંત્રિક રહે, પણ સ્વલક્ષી થતાં જ તે યાંત્રિક મટી જાય છે અને વિવેકપૂર્વક કોઈ એક જ છેડે ઠરીઠામ થઈ માનવતાની મંગળમૂર્તિ સર્જે છે. તેમાંથી જ આત્મશોધનના અને તે દ્વારા સદ્દગુણોના સોતના ફુવારા ફુટે છે. અસાધારણ વેગની જરૂરઃ વીરવૃત્તિનાં વિવિધ પાસાં જે વ્યક્તિમાં આવો અસાધારણ વેગ નથી જનમતો તે કોઈ ક્ષેત્રમાં બહુ લીલું કે નવું નથી કરી શકતો. ઇતિહાસમાં જે જે પાત્રો અમર થયાં છે તે આવા કોઈ સ્વલક્ષી જુસ્સાને લીધે જ. એને આપણે એક વરવૃત્તિ જેવા શબ્દથી ઓળખાવીએ તો એ યોગ્ય લેખાશે. વિરવૃત્તિનાં પાસાં તો અનેક છે. ક્યારેક એ વૃત્તિ રણાંગણમાં કે વિરોધી સામે પ્રજ્વળી ઊઠે છે, તો ક્યારેક દાન અને ત્યાગને માર્ગે વળી ક્યારેક પ્રેમ અને પરત્રાણને રસ્ત તો ક્યારેક બીજા સદ્ગુણો દ્વારા. આમ એનો આર્વિભાવ ભલે, ભિન્ન રીતે અને ભિન્ન ભિન્ન પ્રસંગે થતો હોવાથી જુદો દેખાય, છતાં મૂળમાં તો એ આર્વિભાવ સ્વલક્ષી જ બનેલો હોઈ એને સાત્ત્વિક ઉત્સાહ કે સાત્વિક વીરરસ કહી શકાય. સંગ્રહમાંથી દરેક વાર્તાનું મુખ્ય પાત્ર એ આવા કોઈને કોઈ પ્રકારના સાત્ત્વિક વીરરસનું પ્રતીક છે એ વસ્તુ વાચક ધ્યાનપૂર્વક જોશે તો સમજી શકાશે. આ છે આ વાર્તાઓનો સામાન્ય સૂર. હવે આપણે એક વાત લઈ એ વિશે કાંઈક વિચાર કરીએ : પ્રત્યેક વાતનો સૂર પ્રથમ વાત ઉપર જે વીરવૃત્તિનો નિર્દેશ કર્યો છે તે વીરવૃત્તિ ક્ષત્રિય- પ્રકૃતિના પાત્રમાં જે રીતે આર્વિભાવ પામતી દેખાય છે તે કરતાં બાહ્મણપ્રકૃતિના પાત્રમાં કાંઈક જુદી જ રીતે અર્વિભાવ પામતી દેખાય છે. ક્ષત્રિય પ્રકૃતિ એટલે પરંપરાગત રજોગુણપ્રધાન પ્રકૃતિ. એમાં ચંચળતાની અને જુસ્સાની વૃત્તિનું મિશ્રણ દેખાય છે. આ વસ્તુ પ્રથમ Page #310 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે – • ૩૦૧ વાર્તાના મુખ્ય પાત્ર મંદિરમાં લેખકે વ્યક્ત કરી છે. નંદિષણ એ રાગૃહીના ક્ષત્રિય નરેશ બિંબિસાર અપર નામ શ્રેણિકનો પુત્ર છે. લઘુ વયે ભગવાન મહાવીરના ત્યાગતપસ્યામય સાત્ત્વિક વાતાવરણથી આકર્ષાઈ ત્યાગીજીવન સ્વીકારવા તે તૈયાર થાય છે. ભગવાન એવી ક્ષત્રિય પ્રકૃતિ અને કુમારવૃત્તિનો દિર્ઘદ્રષ્ટિથી વિચાર કરી તેને સંપૂર્ણ ત્યાગનું સાહસ ખેડતાં રોકે છે, પણ નંદિષેણ છેવટ તો રહ્યો રાજપુત્ર અને ક્ષત્રિય પ્રકૃતિનો, એટલે એ પોતાના ત્યાગલક્ષી આવેગને રોકી શકતો નથી. તે ત્યાગી તો બને છે, પણ તેનું મન જેમજેમ વધારે અને વધારે તારણ્યમાં પ્રવેશ કરે છે તેમ તેમ તેની ભોગવાસનાઓ વધારે અને વધારે ઉત્પાદક બનતી જાય છે. મંદિષેણ એને શમાવવા અને કાબૂમાં લેવા અનેકવિધ દેહદમન કરે છે, પણ એ દમન છેવટે તો દેહશોષણમાં જ પરિણમે છે. નંદિપેણ રહ્યો સ્વમાની, એટલે તેને પોતાની સાધના ભોગવૃત્તિનું ઉપશયન કરતી ન જણાઈ કે તરત જ તે આવેગને સામે છેડે જઈ નિર્ણય કરે છે કે જો દેહદમન ભોગવાસનાનું શમન નથી કરતું તો એવા દેહદમનથી શો લાભ? અને ભોગમાં પડી અપજશ મેળવવાથી પણ શો લાભ? – આ વિચાર તને આત્મઘાત કરવા પ્રેરે છે, પણ આત્મઘાતની છેલ્લી ક્ષણે વળી તેનું મન લોલક સામે છેડે જઈ થોભે છે અને વિચાર કરે છે કે દેહપાત એ કાંઈ કાયમી ઉકેલ નથી. જાણે કે તેના મનમાં ભગવાન મહાવીરે ભાખેલ ભાવીનો પડઘો ન પડી રહ્યો હોય તેમ એ પાછો ઉત્કટ તપ અને ધ્યાનમાં જ લીન થયો. એને તપોયોગથી લબ્ધિ કે વિભૂતિ લાધી. તે ભિક્ષાપર્યટનમાં અચાનક એક ગણિકાને ત્યાં પહોંચે છે; ધર્મલાભ આપી ઊભો રહે ત્યાં તો ગણિકા એને એમ કહીને મોહપાશમાં પાડે છે કે અહીં તો ધર્મલાભ નહિ પણ અર્થલાભ જોઈએ !મંદિણ યોગ પ્રાપ્ત વિભૂતિબળથી ધનવર્ષા કરાવે છે ને છેવટે એ જ ધન ને એ જ વેશ્યાના ભોગોપભોગમાં પડી આવેગની બીજી જ દિશામાં તણાય છે. આમ ભગવાનની આગાહી સાચી પડે છે, પણ નદિષેણ એ કાંઈ માત્ર ચંચળતાની જ મૂર્તિ નથી. કાંચન અને કામિનીના વશીકરણમાં પડ્યા છતાં તેના મનના ઊંડા પ્રદેશમાં ધર્મભાવનાનાં અને સંયમનાં બીજ તો નવાઈ ચૂક્યાં છે. તે ત્યાગી મટી પૂરો ભોગી બન્યો, પણ એની ત્યાગરુચિ કાયમ છે. તે રોજ કોઈ ને કોઈ વ્યક્તિને ત્યાગ તરફ વાળે છે અને અનેક જણને ત્યાગી બનાવવાનું જાણે વ્રત લીધું હોય તેમ તે વેશયાના ઘરમાં રહ્યા છતાં, નિયમિતપણે પોતાનો ઉદ્યોગ ચાલુ રાખે છે. વળી નંદિષેણ એ કોઈ સામાન્ય માટીનો માનવ નથી. એની ભોગવાસનાનો પરિપાક થયો છે ને યોગ્ય નિમિત્ત પણ મળી જાય છે. એણે કરેલ સંકલ્પ પ્રમાણે જે દિવસે તેને અગ સ્વીકારનાર નવી વ્યક્તિ નથી મળતી અને ભોજન વગેરેના દૈનિક ક્રમમાં મોડું થાય છે ત્યારે પેલી ગણિકા મીઠું મેણું મારે છે કે કોઈ બીજો ત્યાગ લેનાર ન મળે તો તમે જ કાં નથી તૈયાર થતા ? ગણિકાએ મેણું તો માર્યું મશ્કરીમાં, પણ એ જાણતી હતી કે આ મંદિષણ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ - જૈન ધર્મ અને દર્શન કોઈનો વાર્યો રહે તેમ નથી ? મંદિરેણની સિંહવૃત્તિને એટલું જ જોઈતું હતું. અને તે પાછો ચાલી નીકળ્યો. દેહદમનથી ઉપશાંત નહિ થયેલ ભોગવાસના ભોગથી ઉપશાંત બની અને સાથે જ ધર્મ-આરાધને જે બીજો વાવ્યાં હતાં તેના પણ સાત્ત્વિક અંકુરો સ્વાભાવિક રીતે ઊગ્યા. આમ ભોગવાસનાનો ઉપશમ અને ત્યાગસંયમના વિવેક સંસ્કારો એ બંનેનો સુમેળ થતાં જ પોતાના ધર્મગુરુ ભગવાન મહાવીર પાસે જઈ સ્થિર મનથી જીવનશોધનના કામમાં લાગી જાય છે. નંદિષણની જીવનરેખા તો લેખકે આકર્ષક રીતે આલેખી છે. તેમાં ઘણે સ્થળે આવતું માનસિક વૃત્તિઓનું વિશ્લેષણ અનુભવસિદ્ધ અને ધ્યાન ખેંચે એવું છે. પણ ઉપર જે ટૂંક સાર આપ્યો છે તે ઉપરથી એટલું જાણી શકાશે કે ક્ષત્રિયવૃત્તિ કેવી ચંચળ અને છલાંગ મારનારી હોય છે. એ વૃત્તિ જ્યારે કાબૂમાં આવે છે ત્યારે તે કેટલી કાર્યસાધક બને છે, અને કાબૂમાં ન આવે ત્યાં લગી તે માણસને કેવી રીતે દડાની પેઠે આમથી તેમ ફંગોળે છે! આખી વાતનો ધ્વનિ તો છેવટે એ જ છે કે અંતરવાસના બળવતી હોય તો દેહદમન કારગત થતું નથી. જ્યારે એ વાસનાનું બળ એક કે બીજી રીતે ઉપશાંત થાય ત્યારે જ સાધના ધર્મસાધના નીવડે છે. આ સત્ય ભલે નંદિષણની વાર્તામાં નિરૂપાયું હોય, પણ તે આખી માનવજાત માટે સારું છે. એટલે લેખકે નંદિષણની વાર્તા દ્વારા વાચકનું ધ્યાન એ મુખ્ય સત્ય તરફ જ આકર્ષવા સુંદર રીતે પ્રયત્ન કર્યો છે. છ8 વાત: કપિલકુમાર, જે છઠ્ઠી વાર્તાનો નાયક છે, તે વિશે અહીં જ થોડું કહી દઈએ. નંદિષેણ એ ક્ષત્રિય પ્રકૃતિનો છે, જ્યારે કપિલકુમાર બ્રાહ્મણ પ્રકૃતિનો. નંદિષેણ ક્ષણમાત્રમાં રાજવૈભવ ત્યજી તપ-ત્યાગ તરફ ઢળે છે અને વળી તેમાંથી ચુત થઈ પાછો ભોગ ભણી ભાગે છે. કપિલકુમાર સરસ્વતીની સાધના કરતાં કરતાં વચ્ચે જ એક તરુણી તરફ આકર્ષાય છે. અને એ સાધનાને ત્યાં જ જતી કરી ગુરુવાસ છોડી તરણી સાથે ચાલી નીકળે છે. મંદિર વિશે ભગવાન મહાવીરે ભાખેલું સત્ય સાચું ઠરે છે, તો કપિલકુમાર વિશે વિદ્યાગુરુએ કલ્પેલું ભાવી સાચું પડે છે. મંદિષેણ ગણિકાના પાશમાંથી એકાએક છૂટી મૂળ માર્ગે પાછો ફરે છે, તેમજ કપિલકુમારનું પણ બને છે. પત્નીના આગ્રહથી ગરીબી નિવારવા રાજકારે દાન મેળવવા જતાં જ્યારે તેને રાજા તરફથી જોઈએ તે માગી લેવાનું કહેવામાં આવે છે. ત્યારે કપિલકુમાર - આ માર્ગ, તે માગું, આટલું માગું તેટલું માગું? – એવી અનેક પ્રકારની વિકલ્પજાળોમાં સપડાય છે. પણ તરત જ તેની સ્વલક્ષી વીરવૃત્તિ-કહો કે ધર્મવૃત્તિ–પ્રગટે છે અને તે કાંઈ પણ મેળવવાના લોભથી તદ્દન ઊંચો ઊઠી પરમ સંતોષની ભૂમિકા ઉપર જઈ બેસે છે. હવે એને કોઈ વસ્તુ લલચાવી શકતી નથી. આમ જે થોડી ક્ષણો પહેલાં દીનવૃત્તિથી કંગાળ દેખાતો તે જ થોડી પળોમાં સાવ બદલાઈ મનસ પરિંતુષ્ટ છોડર્થવાન કો રદ્રિઃ એવી સામ્ય અવસ્થામાં આવે છે. આમ ક્ષત્રિયપુત્ર નંદિષણનું કેવું પતનોત્થાન જોવામાં Page #312 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે - • ૩૦૩ આવે છે તેવું જ પતનોત્થાન બ્રાહ્મણપુત્ર કપિલકુમારમાં પણ દેખાય છે. આવાં પતનોત્થાન દ્વારા લેખકે મનુષ્યસ્વભાવનું વાસ્તવ ચિત્ર જ ખેંચ્યું છે. બીજી વાતઃ સંયતિરાજની છે. સંયતિરાજ પણ ક્ષત્રિયપ્રકૃતિનો છે. એનો મુખ્ય નાદ છે શિકારનો. તે શિકાર પાછળ એટલો બધો ઘેલો છે કે જાણે તેના જીવનનું તે ધ્યેય જ ન હોય ! એની આ હિંસાપરાયણ ચંચળ વૃત્તિ જ એક દીવસ એને સાવ સામે છેડે લઈ જઈ મૂકે છે. તે શિકાર પાછળ પડી એક ભાગતા મૃગલાને તીરથી વીંધે છે. મૃગલું તીર વાગતાં જ ઢળી પડે છે. લક્ષ્યવેધની સફળતા જોઈ સંયતિરાજ મલકાય તેટલામાં તો તેની નજર સામે નવું જ જગત ખડું થાય છે. જ્યાં એ શિકાર પડ્યો છે ત્યાં જ નજીકમાં એક પ્રશાંત અહિંસક વૃત્તિની સાક્ષાતુ મૂર્તિ ન હોય એવા યોગીમુનિને ધ્યાનમુદ્રામાંથી ઊઠતા તે નિહાળે છે. મુનિ મૃગલાના પ્રાણત્યાગથી દુઃખી છે તો બીજી બાજુ તે શિકારને વીંધનાર શિકારીના અજ્ઞાન અને મિથ્યા કૃત્યથી પણ દુઃખી છે. મુનિનું સાત્ત્વિક દુઃખ કલ્યાણગામી . પેલો સંયતિરાજ મુનિના મુખ તરફ જોઈ રહે છે કે એ તપસ્વી શાપ કે ઠપકો તો નહિ આપે ? પણ મુનિ તે તો મુનિ ! એમનું મૌન જેટલો વધારે વખત ચાલે છે તેટલું જ ઊંડેથી રાજાનું મન વધારે વલોવાય છે. એ વિચારવમળમાં ગોથાં ખાય છે. તેને જે શાપ અને ઠપકાનો ભય હતો તેને બદલે તો તે મુનિના મૌનમાં કરુણા વરસતી જુએ છે. મુનિ સંયતિરાજની હિતકામનાનો જેમજેમ ઊંડો વિચાર કરે છે તેમતેમ એ વિચારના પડઘા, મૌન દ્વારા જ, સંયતિરાજ ઉપર એટલા સખત રીતે પડે છે કે છેવટે તેનું મન પ્રથમની શિકારવૃત્તિના એક છેડેથી સાવ બીજે છેડે જઈ ઊભું રહે છે, અને હિંસાવૃત્તિ એ અહિંસા તેમજ કરુણાવૃત્તિમાં પલટો ખાય છે. સંયતિરાજ ત્યાં ને ત્યાં મુનિના ચરણમાં હંમેશ માટે અહિંસા અને કરુણાનો સાક્ષાત્ કરવા સંકલ્પ કરી લે છે ને રાજવૈભવ ત્યજે છે. સંયતિરાજની વીરવૃત્તિ પરલક્ષી મટી જ્યારે સ્વલક્ષી થઈ ત્યારે જ તેનામાં મંગળમૂર્તિ પ્રગટી. લેખકે આ વાર્તા જૂના ગ્રંથમાંથી લીધી છે. પણ તેની રજૂઆત એટલી સારી રીતે થયેલી છે કે વાચક તે વાંચતા વાંચતાં પોતાનામાં ઉભવતી પરસ્પર વિરોધી એવી સામસામેની વૃત્તિઓને પ્રતિતીકાર રીતે નિહાળી શકે. ભારતમાં ધર્મસાધના અનેક રીતે થયેલી છે, પણ તેમાં મુખ્ય સાધના તો અહિંસાની જ છે. બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન બધા જ કથાસાહિત્યમાં અહિંસાનો ભાવ વિકસાવતી કથાઓ મળી આવે છે, તે જ એ બાબતમાં પ્રમાણ છે. આમ તો આવી કથા કાલ્પનિક લાગે, પણ જ્યારે તે કોઈ દાખલામાં વર્તમાન કાળમાં અનુભવાય ત્યારે તે કાલ્પનિક કથાઓ પણ એક વાસ્તવિક સત્ય નિરૂપતી હોય તેવી પ્રતીતિ થાય છે. હમણાં જ હિન્દુસ્તાન થઈમ્સ (તા. ૧૪૧–૫૩)માં આવી એક ઘટના છપાઈ છે : Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩જ • જૈન ધર્મ અને દર્શન | નિવૃત્તિ સરસેનાપતિ જનરલ કરિઅપ્પા એક વાર સંયતિરાજની પેઠે શિકારના શોખે સાબર પાછળ પડ્યા. તેમણે તેને વીંધ્યું અને તે ચીસ પાડીને ઢળી પડ્યું. તેની ચીસ સાંભળતાં જનરલ કરિઅપ્પાનો આત્મા પણ સંયતિરાજની પેઠે અંદરથી ચીસ પાડી ઊઠ્યો. પેલી શિકારી પરલક્ષી વૃત્તિ તે જ વખતે સ્વલક્ષી બની અને તેમણે તે જ વખતે શિકાર ત્યાગવાનો સંકલ્પ કર્યો,* એટલું જ નહિ, પણ પોતાના અધિકાર તળેના અમલદારોને સૂચવ્યું કે જો શિકાર કરવો જ હોય તો પોતાના જાનનું જોખમ હોય તેવો શિકાર કરજો. એનો અર્થ એ છે કે નિર્દોષ અને ગરીબડાં પ્રાણીઓનો શિકાર કરી તેમાં પુરુષાર્થ ચરિતાર્થ થયાનો ગર્વ ન લેશો. આ પણ એક હિંસામાંથી અહિંસા ભણી પગલાં માંડવાની શરૂઆત છે. લેખકે વાર્તામાં કહ્યું છે તેમજ કર્મમાં એટલે કોઈ ને પજવવાના કર્મમાં શૂરા હોય તે જ વૃત્તિચક્ર બદલાતાં ધર્મમાં એટલે સહનું હિત સાધવાના કાર્યમાં શૌર્ય લેખતા થઈ જાય છે. સંયતિરાજની કથામાં હિંસાવૃત્તિમાંથી અહિંસાને સાવ બીજે છેડે જઈ બેસવાનો જે ધ્વનિ છે તે પ્રત્યેક સમજદાર માણસના મનમાં ઓછેવત્તે અંશે ક્યારેક રણકાર કરે છે. આ વાર્તામાં સંયતિરાજ અને મુનિ એ બંનેના મૌન મિલનપ્રસંગનું જે ચિત્ર લેખકે આલેખ્યું છે તે વાંચતા એમ થઈ આવે છે કે જાણે બંનેની મનોવૃત્તિની છબી જ ન પડી હોય! ત્રીજી વાર્તા : છે રુસોમાની. એ દશપુરવર્તમાન મંદસોર)ના એક રાજપુરોહિતની પત્ની છે. જનમે અને સ્વભાવે પણ એ બ્રાહ્મણી છે. તેના વંશ અને કુટુંબમાં બ્રાહ્મણ પરંપરાનો વિદ્યાસંસ્કાર જ ઉત્તરોત્તર વિકસતો ચાલ્યો આવે છે. તે વારસો પોતાના જ્યેષ્ઠ પુત્રને મળે અને તેને તે વિકસાવે એ દષ્ટિ એ પુરોહિત અને પુરોહિતપત્નીની રહી છે. જ્યેષ્ઠ પુત્ર રક્ષિત તે સમયમાં વિદ્યાધામ તરીકે જાણીતા પાટલિપુત્રમાં બાર વર્ષ લગી વિદ્યાભ્યાસ કરી જ્યારે વતનમાં પાછો ફરે છે ત્યારે તેનો રાજ્ય તરફથી ભારે આદર થાય છે. રક્ષિત શાસ્ત્રીય વિદ્યાઓ ભણીને આવ્યો છે, પણ તે માતૃભક્ત હોઈ માતાનું દર્શન કરવા ને તેનું વાત્સલ્ય ઝીલવા તલસી રહ્યો છે. માતાનું પુત્ર પ્રત્યે વાત્સલ્ય પણ જેવું તેવું નથી. તે પુત્રની વિદ્યાસમૃદ્ધિથી પ્રસન્ન છે ખરી, પણ તેના મનમાં ઊંડો અને વાસ્તવિક સંતોષ નથી. સામાન્ય માતાઓ સંતતિની જે વિદ્યા અને જે સમૃદ્ધિથી સંતોષાય તે કરતાં રુદ્રસોમાનું ઘડતર મૂળે જ જુદું છું. તેથી જ્યારે રક્ષિત માતાના પગમાં જઈ પડે છે ત્યારે તેને માતા જોઈએ તેટલી પ્રસન્ન નથી જણાતી. છેવટે ઘટસ્ફોટ થાય છે અને રક્ષિત જાણવા પામે છે કે હું જે અને જેટલી શાસ્ત્રીય વિદ્યાઓ શીખ્યો છું તેમજ જે સરસ્વતી-ઉપાસના કરી છે, તેટલા માત્રથી મારી માતાને * આવો જ પ્રસંગ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જીવનમાં આવે છે. જુઓ તેમની આત્મકથાનો ગુજરાતી અનુવાદ, ત્રીજી આવૃત્તિ, પૃ. ૩૨. Page #314 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે – • ૩૦૫ પૂર્ણ સંતોષ નથી. હું અપરા વિદ્યા લૌકિક વિદ્યાઓ) ઉપરાંત પરા વિદ્યા (આધ્યાત્મિક વિદ્યાઓ) પણ મેળવું ને સાચો બ્રાહ્મણ થાઉં એવી માતાની તીવ્ર ઝંખના છે. અપરા વિદ્યા અને પર વિદ્યાઃ શ્વેતકેતુની વાત રુદ્ર સોમાની કેવળ અપરા વિદ્યામાં પૂર્ણતા ન માનવાની અને પરા વિદ્યા સુધી આગળ વધવાની તાલાવેલી આપણને પ્રાચીન યુગના વાતાવરણની યાદ આપે છે. છાંદોગ્યોપનિષદમાં શ્વેતકેતુની વાત આવે છે. એનો પિતા ઉદ્દાલક આરુણિ એ પણ સોમાની પ્રકૃતિને યાદ આપતો બ્રાહ્મણ છે. જ્યારે શ્વેતકેતુ બાર વર્ષ લગી ગુરુકુળમાં રહી અનેક શાસ્ત્રીય વિદ્યાઓ – અપરા વિદ્યાઓ – ભણી પાછો ર્યો ત્યારે પિતા આરુણિએ તેને એક પ્રશ્ન પૂછ્યો કે “તું બધું શીખ્યો ખરો, પણ એ શીખ્યો છે કે જે એક જાણવાથી બધું જણાઈ જાય ? આ પ્રશ્ન પરા વિદ્યા–આત્મવિદ્યા-બ્રહ્મવિદ્યાનો હતો. તે કાળે શાસ્ત્રીય વિદ્યાઓ શીખનાર અને શીખવનાર પુષ્કળ હતા, પણ બ્રહ્મવિદ્યા વિરલ હતી. તેથી જ ઉચ્ચ કોટિના વિદ્વાનો અને આધ્યાત્મિકો પોતાનાં શિષ્ય કે સંતતિને આધ્યાત્મવિદ્યા મેળવવા ખાસ પ્રેરતા. છેવટે પિતા આરુણિ શ્વેતકેતુને પોતે જ પૂછેલા પ્રશ્નના ઉત્તરરૂપે બ્રહ્મવિદ્યાનું વિસ્તૃત અને તલસ્પર્શી જ્ઞાન આપે છે. રુદ્રસીમા પોતે તો પોતાના પુત્ર રક્ષિતને પરા વિદ્યા આપવા નથી બેસતી, પણ તેની અભિરુચિ અને ઝંખના પરા વિદ્યા પ્રત્યે અસાધારણ છે. એટલે જ બાર વર્ષ પછી પાછા ફરેલ વત્સલ પુત્રને એવી પરા વિદ્યા શીખવા રજા આપતાં તે દુઃખ નથી અનુભવતી. રુસોમા રક્ષિતને પોતાના ગુરુ તોસલિપુત્ર પાસે પૂર્વવિદ્યા મેળવવા મોકલે છે. પૂર્વવિદ્યા એ જૈન પરંપરાનો શબ્દ છે, પણ તે ઉપનિષદોની પરા વિદ્યાને સ્થાને છે. પૂર્વવિદ્યામાં અપરા વિદ્યાઓ સમાય છે ખરી, પણ તેનું મહત્ત્વ આત્મવિદ્યાને લીધે છે. માતાની વૃત્તિ સંતોષવા અને બ્રાહ્મણસુલભ જ્ઞાનવૃત્તિ વિકસાવવા રક્ષિત બીજો કશો પણ વિચાર કર્યા સિવાય પૂરા ઉત્સાહથી જૈન ગુરુ તોસલિપુત્ર પાસે જાય છે; પૂર્વવિદ્યા મેળવવા છેવટે વજસ્વામીનું પાસું પણ સેવે છે. તેમની પાસેથી પ્રાપ્ય સઘળું જ્ઞાન મેળવી તે માતાને ફરી મળવા આવવાનો વિચાર કરે છે, પણ તે આવે-ન આવે તેટલામાં તો માતાનું વત્સલ હૃદય ધીરજની સીમા ઓળંગે છે અને નાના પુત્ર ફલ્ગને મોટા ભાઈ રક્ષિતને તેડી લાવવા રવાના કરે છે. ફલ્ગ પણ છેવટે તો સરસ્વતીનો પુત્ર જ હતો, એટલે રક્ષિતના વિદ્યાપાશમાં એ સપડાય છે. છેવટે બંને ભાઈઓ જૈન સાધુરૂપમાં માતાને મળે છે. એને બંને પુત્રોની અંતર્મુખ સાધનાથી એવો પરિતોષ થાય છે કે હવે તેનું મન સ્થળ જીવનવ્યવહારોમાં સંતોષાતું નથી, અને તે પણ ત્યાગને માર્ગે વળે છે. પિતા સોમદેવ પુરોહિત મૂળે તો વૈદિક સંસ્કાર ધરાવતો બ્રાહ્મણ છે, પણ તેને કોઈ વારસાગત સંપ્રદાયબંધન નથી, એટલે તે પણ પત્નીને સાથ આપે છે તે દંપતી જીવનશુદ્ધિ સાધવા પુત્રોની સાથે ચાલી નીકળે છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૬. જૈન ધર્મ અને દર્શન ધ્યાન ખેંચતી બાબતો આ કથા મૂળ તો ઐતિહાસિક છે અને તે વિક્રમના બીજા સૈકાની ઘટના છે. આ વાર્તામાં ખાસ ધ્યાન ખેંચે એવી બેચાર બાબતો છે : પહેલી તો એ કે બ્રાહ્મણ પ્રકૃતિમાં શાસ્ત્રીય વિદ્યાઓને મેળવવાનું સહજ બીજ રહેલું છે. બીજી બાબત એ છે કે રુદ્રસોમા એ કોઈ સાધારણ માતા જેવી માતા નથી, તેનું દર્શન પારદર્શી હોઈ તે પરા વિદ્યા ન મેળવાય ત્યાં લગી અપરા-શાસ્ત્રીય વિદ્યાઓને અપૂરતી કે અસાધક લેખે છે. ત્રીજી બાબત એ છે કે પુત્ર પણ એવો જ વિદ્યાકામ અને માતૃભક્ત છે કે માતાની ઇચ્છાને માન આપવા અને લભ્ય ગમે તે વિદ્યા મેળવવા માટે બધું જ કરી છૂટે છે; એટલે સુધી કે, તે છેવટે ગાર્હસ્થ્યધર્મ ન સ્વીકારતા માતાનું મન સંતોષવા અને પોતાની આધ્યાત્મિક અભિલાષા તૃપ્ત કરવા આજીવન ત્યાગમાર્ગે વળે છે. ચોથી બાબત તે કાળના સંસ્કારજીવન અને રાજકીય જીવનને લગતી છે. તે કાળે માળવાની ઉજ્જયિનિ અને મંદસોર એ જૈન પરંપરાનાં અને સામાન્ય રીતે વિદ્યામાત્રનાં કેન્દ્રો હતાં. ઉજ્જયિની સાથે તો પાટલિપુત્રનો રાજકીય સંબંધ અશોકના સમયથી જ બહુ વધી ગયેલો. તે ઉત્તરોઉત્તર વધ્યે જ જતો હતો, અને વિક્રમ સંવતના પ્રારંભ સુધીમાં તો પાટલિપુત્રની મહત્તાનું સ્થાન ઉજ્જયિનીએ લીધું હતું. અશોકનો પૌત્ર સંપ્રતિ ઉજ્જયિનીનો સૂબો હતો ત્યારથી જૈન ધર્મનો સંબંધ વધારે ને વધારે ઉજ્જયિનીની આસપાસ વિકસ્યો હતો. સુવસોમા બ્રાહ્મણ કુટુંબની હતી અને છતાં તેનામાં જૈન પરંપરા વધારે પ્રભાવ ધરાવતી હોવી જોઈએ. પતિ વૈદિક પરંપરાના સંસ્કાર ધરાવે અને પત્ની જૈન પરંપરાના, છતાં દાંપત્યજીવનમાં કોઈ અથડામણ ન આવે એ પણ તે કાળના સંસ્કારી જીવનનું એક સૂચક લક્ષણ ગણાય. આ બધી ધ્યાન ખેંચે એવી બાબતો રુદ્રસોમાની સ્વલક્ષી વીરવૃત્તિની આસપાસ ગૂંથાયેલી છે. લેખકે રુદ્રસોમાની એ વીરવૃત્તિના ચિત્રને એવો ઉઠાવ આપ્યો છે કે તે વાંચતા જ ઉપરની બધી બાબતો એક પછી એક મન ઉપર તરવરવા લાગે છે. ચોથી, દશમી અને અગિયારમી : એ ત્રણ વાર્તાઓ રાજ્યભક્ત મંત્રીની ક્ષાત્રવટવાળી વીરવૃત્તિ દાખવે છે. ત્રીજીનું મુખ્ય પાત્ર શકટાળ છે. તે છેલ્લા ધનનંદનો બ્રાહ્મણ મંત્રી છે. રાજ્યલક્ષ્મીને વેડફાતી અટકાવવા અને પ્રજાહિતનાં કાર્યો સુયોગ્ય રીતે ચાલુ રાખવા ખાતર જ રાજકારણી દાવપેચ રમવા જતાં છેવટે તે પોતાને હાથે પોતાનું બલિદાન આપે છે, અને રાજ્યતંત્રને નબળું પડતું બચાવી લે છે. ઉદયન મંત્રી એ ગુજરાતના ચૌલુકયરાજ જયસિંહ સિદ્ધરાજનો સુવિખ્યાત ઉદ્દો મંત્રી છે. તે પણ ગુર્જરરાષ્ટ્રની તેજોરક્ષા કરવા અને તેના વિરોધીઓને નાથવા ઘરેડઘડપણ પણ રણાંગણમાં શૌર્ય દાખવી વીરમૃત્યુને વરે છે અને પોતાનું ધારેલ લક્ષ્ય સિદ્ધ કરે છે. પ્રજાજીવનને ક્ષેમમાં પોષે એવા ગુર્જર રાજ્યને ટકાવવા ને તેને પાકે પાયે મૂકવા એ મંત્રીએ પ્રાણની પણ પરવા ન કરી, એ જ તેની ક્ષાત્રવાટ છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે – • ૩૦૦ અગિયારમી વાર્તાનો નાયક છે રાજપિતામહ આમભટ. તે ચૌલુક્યરાજ કુમારપાળનો એક મુખ્ય મંત્રી અને આચાર્ય હેમચંદ્રનો અનન્ય ગુણજ્ઞ હતો. જ્યારે એણે જોયું કે કુમારપાળના ઉત્તરાધિકાર અજયપાળે ગુર્જરરાજ્યલક્ષ્મીને હીણપત લાગે એવી પ્રવૃત્તિ માંડી છે, ને પાટણના અભ્યદયને વણસાડવા માંડ્યો છે, ત્યારે તેણે પ્રાણની પણ પરવા કર્યા સિવાય સામી છાતીએ જઈ તુમાખી અજયપાળને લલકાર્યો અને એની સાન ઠેકાણે લાવવા પ્રાણાર્પણનું જોખમ ખડ્યું. એ એક અસાધારણ બહાદુરી અને ક્ષાત્રવટની ઐતિહાસિક વાર્તા છે. ઉપરની ત્રણે વાર્તાઓને લેખકે અત્યારની ઢબે એવી રીતે વિકસાવી છે કે વાંચનારની સુષુપ્ત વીરવૃત્તિ જાગે અને સાથેસાથે પ્રાચીન કાળનું તાદશ ચિત્ર તેની સમક્ષ રજૂ થાય. આ વાર્તાઓ આપણને કહી જાય છે કે ક્ષાત્રવટ એ કોઈ એક જાતિનો જ વારસો નથી; તે વિદ્યાજીવી લેખાતા બ્રાહ્મણમાં પણ પ્રગટે અને ગણતરીબાજ લેખાતા વૈશયમાં પણ પ્રગટે. પાંચમી વાત: ભીક્ષા નામની વાર્તાનું મુખ્ય પાત્ર શાલિભદ્ર છે. જૈન કથાઓમાં શાલિભદ્ર સાથે ધન્નાનું નામ સંકળાયેલ હોઈ ધન્નાશાલિભદ્ર એમ જોડકું સાથે જ ખવાય–ગવાય છે. ધaો એ શાલિભદ્રનો બનેવી થાય છે. બંને શ્રેષ્ઠીપુત્રો છે ને સાથે ત્યાગી બને છે. ધર્માચાર કે કર્માચારને નિરૂપતી કોઈપણ ભારતીય કથા એવી ભાગ્યે જ હશે, જેમાં પુનર્જન્મનો સિદ્ધાંત સ્વીકાર્યા સિવાય કથની થતી હોય. ખરી રીતે ભારતીય બધી જીવિત પરંપરાઓનો આચાર-વિચાર પુનર્જન્મની ભૂમિકા ઉપર ઘડાય છે. જ્યાં બીજી કોઈ રીતે ઘટનાને ખુલાસો ન થાય ત્યાં પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતથી ખુલાસાઓ મેળવાય છે. પ્રસ્તુત વાર્તામાં એ ભાવનું પ્રતિપાદન છે. ભગવાન મહાવીર શાલિભદ્ર મુનિને કહે છે કે આજે તું માતાને હાથે ભિક્ષા પામીશ. શાલિભદ્ર વર્તમાન જન્મની માતા સમીપ જાય છે તો ખાલી હાથે પાછા ફરે છે. અચાનક વનમાં એક મહિયારી મળે છે. તે મુનિને જોઈ કોઈ અંદરની અકળ સ્નેહલાગણીથી પુલકિત બને છે ને પોતાની પાસેનું દહીં એ મુનિને ભિક્ષામાં આપે છે. મુનિ ગુરુ મહાવીરના વચન વિશે સંદેહશીલ બને છે, પણ જ્યારે તે ખુલાસો મેળવે છે કે મહિયારણ એના પૂર્વજન્મની માતા છે ત્યારે તેનું સમાધાન થાય છે. આ વાર્તામાં જન્માંતરની સ્નેહશૃંખલા કેવી અકળ રીતે કામ કરે છે તે દર્શાવાયું છે. અને લેખકે વાર્તા દ્વારા માધ કવિની “સતીવ યોજિત્ કૃતિ: સુનિશના પુમાંસમગ્રેતિ ભવન્તવૃપિ' એ ઉક્તિમાંની કર્મપ્રકૃતિને જન્માંતરમાં પણ કામ કરતી દર્શાવી છે. સાતમી વાતઃ શાલ – મહાશાલની છે. મહાવીરે અને બુદ્ધના સમયમાં અંગ, વિદેહ અને મગધમાં ત્યાગવૃત્તિનું મોજું કેટલું જોરથી આવ્યું હતું તેનું પ્રતિબિંબ આ વાર્તામાં પડે છે. ભાઈભાઈ વચ્ચે અને બાપ-દીકરા જેવા નિકટના સંબંધીઓ વચ્ચે રાજ્ય Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ • જૈન ધર્મ અને દર્શન માટે લડાઈ લડવાની અને એકબીજાનાં માથાં કાપવાની કથા દેશના કથાસાહિત્યમાં અને ઇતિહાસમાં સુવિદિત છે, છતાં એવા પણ અનેક દાખલાઓ છે કે જેમાં રાજ્યલોભ ભાઈભાઈ વચ્ચે અંતર ઊભું કરી શકતો નથી. શાલ રાજ્ય ત્યજી મહાશાલને ગાદી લેવા કહે છે, તો મહાશાલ એથી ન લલચાતાં મોટા ભાઈને પગલે જ જાય છે. જેમ લક્ષ્મણ અને ભરત રામને પગલે ગયા તેમ મહાશાલ શાલને પગલે ગયો, અને જન્મગત સહોદરપણું ધર્મગત સિદ્ધ કર્યું. પણ શાલ–મહાશાલને એટલા માત્રથી સંતોષ ન થયો. તેમને થયું કે ભાણેજને ગાદી સોંપી છે, તો તે રાજ્યપ્રપંચના કીચડમાં ખેંચી જન્મારો ન બગાડે એ પણ જોવું જોઈએ. છેવટે શાલ-મહાશાલના અંતસ્વાગે ભાણેજ ગાંગીલને આકર્મો અને આખું કુટુંબ ત્યાગને માર્ગે ગયું. જે ઘટના આજે જરા નવાઈ ઉપજાવે તે જ ઘટના બીજે કાળે ન બને એમ તો ન કહી શકાય. તે કાળમાં ત્યાગનાં એવા મોજાં આવેલા કે જેને લીધે અનેક તરુણતરણીઓ, કુટુંબીજનો ત્યાગ લેવા લલચાતા. બૌદ્ધ, જૈન અને વૈદિક ત્રણે પરંપરાના સંન્યાસ કે પરિવ્રાજક જીવનમાં જે પ્રાચીન વર્ગનો છે તે અત્યારે કલ્પિત જેવાં લાગે, પણ તેમાં ઘણું સત્ય સમાયેલું છે. એ વસ્તુની પ્રતીતિ આવી પ્રાચીન કથાઓ કરાવે છે. વળી, મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય ઉદ્ધારની અહિંસક કાર્યપદ્ધતિ લોક સમક્ષ રજૂ કરી, ને પોતે એના પથિક બન્યા ત્યારે શરૂઆતમાં જે ત્યાગ અને અર્પણનું ચિત્ર અસંભવિત જેવું દેખાતું તે જ ૧૯૨૧, ૧૯૩૦ અને ૧૯૪રમાં વાસ્તવિક બનેલું આપણે સહુએ જોયું છે. સૌને તે કાળે એક જ લગની હતી કે અમે કુટુંબસહ પણ ગાંધીજીની હાકલને ઝીલીએ. પચીસસો વર્ષ પહેલાં સ્વલક્ષી વીરવૃત્તિ જુદા રૂપમાં આવિર્ભાવ પામેલી. આ ભાવ લેખકે શાલ-મહાશાલની વાર્તા દ્વારા સૂચવ્યો છે ને વાચકને પ્રાચીનકાળના વાતાવરણનો સુરેખ પરિચય કરાવ્યો છે. આઠમીઃ “રાજમાતા' નામની વાર્તામાં મુખ્ય પાત્ર છે મૃગાવતી. એ સાહિત્યમાં પ્રસિદ્ધ ઉદયન-વત્સરાજની માતા અને ભગવાન મહાવીરના મામા ચેટકરાજની પુત્રી થાય. જ્યારે એના રૂપથી લોભાઈ એનો બનેવી ઉજ્જયિનીરાજ ચંડપ્રદ્યોત કૌશાંબી ઉપર ચડી આવે છે ત્યારે, એ લડાઈ દરમ્યાન જ પતિ સ્વર્ગવાસી થતાં, વિધવા મૃગાવતી ઉપર રાજ્યની અને પોતાનું પાવિત્ર્ય સાચવવાની એમ બેવડી જવાબદારી આવી પડે છે. મૃગાવતી કુનેહથી બને જવાબદારીઓ સરસ રીતે પાર પાડે છે અને છેવટે તો પુત્ર ઉદયનને ગાદીએ બેસાડી અંતિમ જીવન ત્યાગમાર્ગે વિતાવે છે. આ વાર્તા દ્વારા લેખકેને દર્શાવવું એ છે કે સ્ત્રી માત્ર ભીરુ, લાચાર કે પાંગળી નથી; એનામાં એવું ખમીર રહેલું છે કે તે ધારે તો ઐતિહાસિક વિરમૂર્તિ લક્ષ્મીબાઈ અને ધર્મમૂર્તિ અહલ્યાબાઈની પેઠે ભારેમાં ભારે સંકટો વચ્ચે પણ રસ્તો કાઢી શકે. આ તથ્ય તો Page #318 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે – ૦ ૩૦૯ મહાત્મા ગાંધીજી પછી આવેલી આપણા દેશની સ્ત્રી જાગૃતિમાં આપણે નજરે નિહાળ્યું છે. રાજમાતા મૃગાવતી એ જ સત્યની પ્રતીતિ કરાવે છે. નવમી વાર્તા: ‘જીત કે હાર' નામની આ વાર્તા શાલ-મહાશાલની કથા કરતાં સાવ નોખી પડે છે. એમાં કૌરવો-પાંડવોની જાદવાસ્થળી જોવા મળે છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું તે ઐતિહાસિક છે કે નહિ એ એક પ્રશ્ન છે, પણ આ વાર્તાનાં બે મુખ્ય પાત્રો ચેટક અને કોણિક વચ્ચેનું યુદ્ધ તો નિર્વિવાદ રીતે ઐતિહાસિક છે. ચેટક એ માતામહ છે તો કોણિક – જે અજાતશત્રુ નામથી જાણીતો છે તે – તેનો દૌહિત્ર છે. આમ દાદા-ભાણેજ વચ્ચે મહાન યુદ્ધ જામે છે અને તે પણ માત્ર એક હાર અને હાથીને જ કારણે ! કોણિકના બે સગા ભાઈઓ નામે હલ્લ, વહલ્લ હતા. તેમને ભાગમાં મળેલ હાર અને હાથી લઈ લેવાની કોણિકની જીદ હતી. પેલા બંને ભાઈઓ માતામહ ચેટકને શરણે ગયા. શરણાગતની રક્ષાને ક્ષત્રિયધર્મ માની ચેટકે કોણિકને નમતું ન આપ્યું, અને છેવટે યુદ્ધમાં તે મૃત્યુને પણ ભેટ્યો. આમ એક જ લોહીના સગાઓ વચ્ચેના યુદ્ધની આ કથામાં માત્ર એટલું જ નથી; તે ઉપરાંત પણ કાંઈક છે, અને તે એકે કોણિક ઔરંગઝેબની પેઠે પોતાના પિતા બિંબિસારને કેદ કરે છે અને છેવટે તેને જ નિમિત્તે તેનું મૃત્યુ પણ થાય છે. જે કાળે ચોમેર ત્યાગ અને અર્પણનું દેવી મોજુ આવેલું તે જ કાળે નજીવી ગણાતી ચીજ માટે ખૂનખાર લડાઈ લડવાનું આસુરી મોજું પણ વિદ્યમાન હતું. મનુષ્યસ્વભાવ ઘણાં પાસાંથી ઘડાયો છે. એમાના આસુરી પાસાનું જે દર્શન વ્યાસે મહાભારતમાં કૌરવ-પાંડવના યુદ્ધ દ્વારા કરાવ્યું છે તે જ પાસાનું દર્શન આ વાર્તામાં પણ થાય છે. જેમ કલિંગના મહાહત્યાકારી વિજય બાદ અશોકને ભાન પ્રગટયું કે એ વિજય ખરો વિજય નથી, એ તો ઉલટો પરાજય છે, તેમજ હાથી મેળવવા કોણિક મહાન યુદ્ધ શરૂ કરેલું તે યુદ્ધ જીતવા તેને પોતાને જ તે હાથી મેળવવા કોણિક મહાન યુદ્ધ શરૂ કરેલું તે યુદ્ધ જીતવા તેને પોતાને જ તે મારવાનો અકલ્પિત પ્રસંગ આવ્યો ! જોકે કોણિક યુદ્ધ જીત્યો ખરો, પણ એને એ વસવસો જ રહ્યો કે તે પોતે આટલા સંહારને અંતે ખરી રીતે જીત્યો કે હાર્યો? વ્યાસે મહાભારતના યુદ્ધને વર્ણવી છેવટે તો એ જ દર્શાવ્યું છે કે જીતનાર પાંડવો પણ અંતે હાર્યા જ છે; યુદ્ધના દેખીતા વિજયમાં પણ મોટી હાર જ સમાયેલી છે. કોઈને એ હાર તત્કાળ સૂઝે તો કોઈને કાળ જતાં! અને આ વસ્તુ આપણે આજકાલ લડાયેલી છેલ્લી બે મહાન લડાઈઓમાં પણ જોઈ છે. અશોક યુદ્ધવિજયને વિજય ન ગણી ધર્મવિજયને વિજય તરીકે પોતાના શાશ્વત શાસન લેખોમાં દર્શાવે છે, તે યુદ્ધની તૈકાલિક નિરર્થકતાને દર્શાવતું એક સત્ય છે. માનવજાત આ સમજણ નહિ પામે ત્યાં લગી સત્તા અને શક્તિ દ્વારા સંહાર થતો અટકવાનો નથી. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ૨ જૈન ધર્મ અને દર્શન છેલ્લી વાર્તા : ભૂયરાજની છે. તેમાં પણ લાગણીની ઉત્કટતા પૂરૈપરી દેખાય છે. જ્યારે તે કામાંધ બને છે ત્યારે વિવેક સર્વથા છોડી દે છે, અને જ્યારે તેનો વેગ વિવેકભણી વળે છે ત્યારે તે ક્ષણમાત્રમાં કામાંધતાથી મુક્ત થઈ કર્તવ્યમાં સ્થિર થાય છે; તામસિક વૃત્તિનું ઉગ્ર મોજું સાત્ત્વિકવૃત્તિમાં બદલાઈ જાય છે. ભૂયરાજના હાથ કપાયા ને પાછા મહાકાળની ઉપાસના બાદ સાજા થયા એ વસ્તુ ચમત્કારી દેખાય છે, પણ એ ચમત્કારની પાછળ ખરી હકીકત કંઈક એવી હોવી જોઈએ કે જ્યારે ભૂયરાજ કર્તવ્યભ્રષ્ટ થયો ત્યારે તેને રાજ્ય છોડવાની ફરજ પડી, એટલે કે એના હાથ હેઠા પડ્યા અગર તેણે આપમેળે રાજ્યનો ત્યાગ કર્યો. પણ જ્યારે એણે ઇષ્ટદેવ મહાકાળની ઉપાસના દ્વારા સાચી ધાર્મિક વૃત્તિ અને ન્યાય વૃત્તિ કેળવી પોતાની સુવાસ ફેલાવી ત્યારે તેને પ્રજાએ પુન ગાદી ઉપર સ્થાપવા ઇચ્છયું. પણ ભૂયરાજ તો એકનો બે ન થતાં તેણે પ્રાપ્ત રાજ્ય મહાકાળને જ અર્યું. આ વાર્તા એમ સૂચવે છે કે દુરાચારી રાજા પ્રજાના હૃદયમાં સ્થાન નથી પામતો; અને જ્યારે દુરાચારી પણ સદાચારી બને છે ત્યારે એક વખતે વીફરેલી પ્રજા ફરી તેને સત્કારતા ખમચાતી પણ નથી. સાથે સાથે એ પણ સૂચવાય છે કે ઉજ્જયિનીના પ્રખ્યાત મહાકાળનો મહિમા લોકોના હૃદયમાં કેટલો હતો ! અને ગુજરાતમાં રુદ્રમહાલયની આસપાસ કે સોમનાથની આસપાસ જેમ રાજભક્તિ ઊભરાતી તેમ માળવામાંના મહાકાળ પ્રત્યે પણ રાજભક્તિ ઊભરાતી. ગુણગ્રાહી સૃષ્ટિબિંદુની જરૂર અહીં એક બાબત નોંધવી યોગ્ય લેખાશે. તે એ કે પ્રાચીન કાળ અને મદ્યકાળના કથાલેખકો માત્ર પોતપોતાની પરંપરા સાથે સંબંધ ધરાવતા હોય એવાં જ પાત્રોની કથા ન આલેખતા. ઘણીવાર તેઓ ગુણગ્રાહક દૃષ્ટિએ શીલ અને સદાચારનું મૂલ્ય આંકતા, અને તેવાં શીલ કે સદાચાર જ્યાં પણ તેમને દેખાય તે ભણી પૂર્ણ આદરથી અને ઉદાર વૃત્તિથી જોતા. મેરુત્તુંગે પ્રબંધચિંતામણીમાં ભૂયરાજનો પ્રબંધ લખ્યો છે તે કોઈ એવા જ ઉદાર ગુણગ્રાહી દષ્ટિબિંદુથી. આ વસ્તુ સાંપ્રદાયિક દૃષ્ટિથી લખતા લેખકોએ અપનાવવા જેવી છે. ઉપસંહાર તાર્કિક વંત અને આચાર્ય હેમચંદ્ર કહે છે : તા વ વિદ્યા નવનવીમવન્તિ, અર્થાત્ પ્રથમની કેટલીક વિદ્યાઓ ફરી ફરી નવા રૂપ અને નવા પોષક ધારણ કરે છે. નવીન અવતારનો ઉદ્દેશ લોકરુચીને સંસ્કારવાનો અને વધારે ને વધારે પોષવાનો હોય છે. વળી એનો એ પણ એક ઉદ્દેશ છે કે જે વસ્તુ પ્રથમ માત્ર સંપ્રદાયના વર્તુલમાં જ જાણીતી હોય તેને યોગ્ય રૂપમાં સર્વગમ્ય કરવી અને તેમાં સમાયેલા માનવીય તત્ત્વોને સર્વોપયોગી દૃષ્ટિથી રજૂ કરવાં. હું સમજું છું કે લેખકનો પ્રાચીન વાર્તાઓને નવું રૂપ આપવાનો પ્રસ્તુત પ્રયત્ન એ દૃષ્ટિથી સફળ થયો છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પંચાવન વર્ષે – ૦ ૩૧૧ આમ તો લેખક મારા કેટલાંક વર્ષો થયાં પરિચિત છે, છતાં અત્યાર સુધી હું એ ન જાણતો કે તેમણે વાર્તાઓ પણ લખી છે. ૧૯૩૭થી ૧૯૫૧ સુધીમાં લખાયેલી આ વાર્તાઓની જાણ મને થઈ અને તે સાંભળી ત્યારે હું મારા અજાણપણાથી અને લેખકની આત્મગોપનવૃત્તિથી નવાઈ પામ્યો. જેમ જેમ એ વાર્તાઓ સાંભળતો ગયો તેમ તેમ મને જણાતું ગયું કે લેખકની શક્તિ વ્યાપારી ક્ષેત્રના સંકુલ વલમાં કેદ થઈ ન હોત અથવા તેને સ્વસ્થ લેખન માટે જોઈતી સગવડ અને છૂટ મળે તો એ શક્તિ એના પૂર્ણ રૂપમાં જુદું જ દર્શન કરાવે. લેખકની ભાષા કેટલી પ્રવાહબદ્ધ છે, કેટલી સરલ અને રુચિકર છે, તેમજ લખાણમાં કેટલું માનસિક, સામાજિક અને સાંપ્રદાયિક ભાવોનું - ક્વચિત્ ક્વચિત્ કાવ્યમય અને છટાબંધ – વિશ્લેષણ છે તે તો પરીક્ષક વાચકોના ધ્યાનમાં આવ્યા સિવાય રહેવાનું નથી. ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી અને મારા ચિરપરિચિત શ્રીયુત જેઠાલાલ ગાંધીએ જ મને પ્રસ્તુત સંગ્રહથી પરિચિત કર્યો, ને તેથી જ હું એ સાંભળી જવા અને તે વિશે મારા છૂટાછવાયા વિચારો લખવા પ્રેરાયો છું. એ બધા મિત્રો સુપરિચિત છે કે તેમને વિશે કંઈ પણ કહું તો તે આત્મપ્રશંસા જ લેખાય. અહીં તો એટલું જ કહેવું બસ થશે કે આ વાર્તાસંગ્રહ સાંભળતાં જ પંચાવન વર્ષ પહેલાંની સ્થિતિનાં સંસ્મરણોથી જેમ મારું મન ઊભરાઈ ગયું તેમ, એણે સીંચેલા રસથી એ મન વધારે તરબોળ બન્યું.* * શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના વાર્તાસંગ્રહ ‘અભિષેકની પ્રસ્તાવના. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૮. ગાંધીજી અને જૈનત્વ દુનિયામાં આજે જેટલા જાણીતા ધર્મપંથો છે લગભગ તે બધા ગાંધીજીને હૃદયથી અપનાવવા અગર પોતાના પંથના અનુગામી બનાવવા કે મનાવવા થોડોઘણો પ્રયત્ન કરે છે. મુસલમાનો કેટલાંક વર્ષ અગાઉ ગાંધીજીને જ ખલીફા બનાવવાની વાતો કરતા. ખ્રિસ્તીઓ તો બહુ જ ઉમળકા સાથે ગાંધીજીને ખ્રિસ્તી બનાવવા પ્રયત્ન કરી પણ ચૂકેલા અને અત્યારે પણ ઘણાયે મનથી એમ ઇચ્છતા હશે. આર્યસમાજીઓ તો આવી બાબતમાં પાછા પડે એવા છે એમ માનવા કોઈ ભાગ્યે જ તૈયાર હશે. ઘણા સમજદાર બૌદ્ધો ગાંધીજીમાં બૌદ્ધ ધર્મની નવી આવૃત્તિનું દર્શન કરી રહ્યા છે. જૈનોનો તો એ ઘવો જ છે અને તેને ગાંધીજીના પોતાના જ કથનનો ટેકો છે કે તેમનામાં જૈન ધર્મનાં કેટલાંક વિશિષ્ટ તત્ત્વો અમુક કારણોથી આવેલાં છે. જે બધાં ધર્મપંથવાળા ગાંધીજીમાં પોતપોતાના પંથનાં વિશિષ્ટ તત્ત્વો જોઈ રહ્યા છે અને તેને લીધે તેઓ ગાંધીજી પાસે પોતાનો પંથ સ્વીકારવા અગર તેમની પાસે પોતાના પંથનું મહત્ત્વ ગવરાવવા ઇચ્છે છે તે ધર્મપંથોમાં ફક્ત સુધારક અગર ક્યારેક ક્રાંતિકારક તરીકે પ્રસિદ્ધ થયેલા (ભલે આજે તે તદ્દન સ્થિતિચુસ્ત અને નિષ્ક્રિય થયા હોય) પંથોના જ નામ આવે છે. ગાંધીજી જન્મથી જે ધર્મપંથના છે તે ધર્મપંથના એટલે સનાતન ધર્મના લોકો ગાંધીજીને પોતાના પંથના સમજી બહુ હરખાતા કે મલકાતા નથી અને સનાતન પંથનો મોટો રૂઢિબદ્ધ ભાગ તો ગાંધીજીને પોતાના પંથના કહેતાં ને મનાવતાં કદાય સંકોચાય પણ છે. જ્યારે બીજા પંથવાળા કોઈપણ રીતે તેમના પંથ વિશે ગાંધીજી પાસે સહાનુભૂતિવાળા બે શબ્દો બોલાવવામાં અને કદાચ કડવી ટીકા સાથે સુદ્ધાં તેમના શ્રીમુખથી પોતાના ધર્મપંથ વિશે કઈક મહત્ત્વપૂર્ણ સાંભળવામાં ગૌરવ માને છે અને તે માટે ખૂબ પ્રયત્નશીલ રહે છે. ત્યારે ગાંધીજી ડાંડી પીટીને જે ધર્મને પોતાનો ધર્મ અને પોતાનો પંથ કહે છે તેમજ જેને સંપૂર્ણ ધર્મ તરીકે ઓળખાવે છે તે જ ધર્મ અને પંથના લોકો ગાંધીજીનો પોતાના ધર્મપંથના કહેતાં અને મનાવતાં શા માટે સંકોચાતા હશે એ સવાલ થાય છે. આ સવાલ વિષમ છે, પણ તેનો ઉત્તર તેવો વિષમ નથી.. Page #322 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી અને જૈનત્વ ૩૧૩ ગાંધીજીનો આત્મા જેવો પ્રાચીનપણાનો પક્ષપાતી દેખાય છે તેવો તે ખરી રીતે નથી. તેમને કોઈપણ વસ્તુ માત્ર જૂની હોવાને કારણે જ નથી ગમતી અને માત્ર નવી હોવાને કારણે તેઓ તેને ફેંકી નથી દેતાં. તેમની કસોટી સખત છે અને ઉદારતા તો તેથીયે વધારે છે. એટલે દરેક વસ્તુ કે તેઓ જીવનસુધારણાની તેમજ પ્રજાજીવનમાં ઉપયોગીપણાની દૃષ્ટિએ કસે છે. એ કસોટીમાં તેમને જન્મસિદ્ધ ધર્મપંથના ઘણાં તત્ત્વો ફેંકી દેવાં અગર બદલી દેવા પડ્યાં છે અને બીજા ધર્મપંથોનાં કેટલાંક તત્ત્વો એમ ને એમ આગર થોડાઘણા ફેરફાર સાથે તેમણે સ્વીકાર્યો છે, જીવનમાં ઉતાર્યા છે અને કેટલીક બાબતોમાં તો તેમણે એ તત્ત્વોને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ આપ્યું છે. સનાતન પંથ એટલે અચલ પંથ. તે બુદ્ધિપૂર્વક ફેરફાર અને પરિવર્તન કરવાની પહેલ નહિ કરનારો પંથ. જે એવું પરિવર્તન કરે તે તેની નજરે નાસ્તિક અગર સનાતન પંથ બહારનો; એટલે ગાંધીજીને પોતાનો જન્મસિદ્ધ ધર્મપંથ તો પચાવે એવી તેની આંતરશક્તિ જ નથી. સનાતનપંથી હોય અને ગાંધીજીને પોતાના પંથના માને તો તેને જૂની સ્મૃતિઓ, પુરાણો વગેરે ફેંકી દેવું પડે અગર તેમાનાં કેટલાક ભાગ ઉપર હરતાલ દેવી પડે. એમ કરવા જતાં તો તે અચલપંથી મટી જ જાય. એટલે કોઈપણ સનાતનપંથી એમ જ કહેવાનો કે ગાંધીજી યુરોપમાં જઈને અગર બાઈબલ વગેરે વિધર્મી શાસ્ત્રોનો સાદર અભ્યાસ કરીને, તેમજ કદાચ સનાતનપંથના પ્રૌઢ આચાર્યો પાસેથી વેદ, ઉપનિષદનું ખરું મર્મ નહિ સમજવાને કારણે, સનાતન ધર્મનાં તત્ત્વો બરાબર સમજી શક્યા નથી, અને એ તત્ત્વોનું મહત્ત્વ તેમના ધ્યાનમાં ખરેખર ઊતર્યું નથી. જોકે બીજા સુધારક પંથો પણ અનેક બાબતોમાં રૂઢિચુસ્ત અને અચલ જેવા હોય છે, છતાં તેમની મૂળ પ્રકૃતિમાં સુધારકપણાનું તત્ત્વ હોવાથી તેઓ ગાંધીજીની પ્રકૃતિને પોતાની બહુ દૂર નથી લખતાં. ગાંધીજીના આત્મામાં જે શોધનું અને ઉપયોગી વસ્તુને પચાવવાનું અસાધારણ બળ છે તેનો મેળ બધા જ સુધારક ગણાતા પંથોની મૂળ પ્રકૃતિ સાથે વધારે બેસે છે. આ જ કારણને લીધે સનાતન સિવાયના બધા જ ધર્મપંથવાળાઓ ગાંધીજીને પોતાની નજીક આણવા અગર પોતે ગાંધીજીની નજીક જવા ઓછુંવતું ઇચ્છે છે. આ રીતે જૈન સમાજના બધા જ સારા વિચારકો ગાંધીજીને જૈન માને છે અગર તેમનામાં જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો ઓતપ્રોત થયેલા છે. બીજા ધર્મપંથો વિશે ન કહેતાં આ લેખમાં જૈન પંથ વિશે જ મુખ્યપણે કહું છું તેના બે કારણો છે. એક તો લેખની મર્યાદા અને બીજું કારણ બધી વસ્તુઓને એકસાથે ન્યાય એક જ જણ આપે તેમાં અન્યાય થવાનો સંભવ. ત્યારે આપણે હવે જોઈએ કે ગાંધીજીમાં કયાં એવાં જૈનધર્મમાન્ય ખાસ તત્ત્વો ઓતપ્રોત થયાં છે કે જેને લીધે જૈનો અગર કેટલાક જૈનેતરો એમને જૈન કહેવા અને માનવા પ્રેરાય છે. • Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ • જૈન ધર્મ અને દર્શન જૈન ધર્મના આચાર અને વિચાર સંબંધી બે તત્ત્વો એવાં વિશિષ્ટ છે કે જેને લીધે એ ધર્મ બીજા પંથોથી જુદો પડે છે. એ બે તત્ત્વો એટલે અહિંસા અને અનેકાંતવાદ. આ બંને તત્ત્વો માત્ર મધ્યસ્થપણાની પ્રકૃતિમાંથી જન્મ્યા છે અને વિકસ્યા છે. ગાંધીજીની પ્રકૃતિમાં મધ્યસ્થપણું જો સહજ રીતે જ ન હોત તો આ બે તત્ત્વો તેમના જીવનમાં ન આવત એમ મને ચોખ્ખું લાગે છે, તેમની પ્રકૃતિના બંધારણમાં મધ્યસ્થપણાના સંસ્કારો બીજરૂપે હતા એ એમની આત્મકથા' કહે છે. સ્વાભાવિક મધ્યસ્થપણું હોવા છતાં તેમને જૈનધર્મના વિશિષ્ટ અભ્યાસી શ્રીમદ્ રાજચંદ્ર જેવાનો ગાઢ પરિચય થયો ન હોત તોપણ એ તત્ત્વો જે રીતે તેમના જીવનમાં દેખા દે છે તે રીતે આજે હોત કે નહિ એ શંકાસ્પદ છે. ગાંધીજીના જીવનમાં બધા ધર્મોને માન્ય અને છતાં જૈન ધર્મની ખાસ ગણાતી અહિંસા ઊતરી છે, પણ તે જૈન બીબામાં ઢળાયેલી નહિ. જૈનોનો અનેકાંતવાદ ગાંધીજીના પ્રત્યેક કાર્યમાં અને પ્રત્યેક શબ્દમાં દેખાય છે, પણ તે સુધ્ધાં જૈન ભાષા અને જૈન રૂઢિના બીબામાં ઢળેલો નહિ. પોતાની પ્રકૃતિમાંથી જ જન્મેલાં અને શ્રીમદ રાયચંદ્ર આદિ જેવાના પરિચયથી કાંઈક વિશિષ્ટ રીતે પોષણ પામેલાં એ બે તત્ત્વો જો સાંપ્રદાયિક બીબામાં ઢળેલા જ, ગાંધીજીના જીવનમાં આવ્યા હોત તો ગાંધીજીના જીવન વિશે આજે વિચારવાનું રહેત જ નહિ. તેઓ આપણા જેવા પ્રાકૃત હોત અને તેમના જીવનમાંથી મેળવવાપણું ન જ હોત, અથવા ઓછામાં ઓછું હોત. ગાંધીજીએ અહિંસાને અપનાવી, પણ તે એવી રીતે અપનાવી કે અત્યાર સુધીમાં કોઈપણ સાધારણ કે અસાધારણ માણસે એ રીતે અંગીકાર જ કરી નહોતી, અથવા કોઈને બહુ સ્પષ્ટપણે અને વ્યાપકપણે એ રીત સૂઝી જ નહોતી. હથિયાર ન પકડવાં, કોઈ સામે હાથ ન ઉગામવો, ઘરમાં, ગુફામાં, કે જંગલમાં મૌન લઈ નિષ્ક્રીય થઈ બેસી ન રહેવું, બધાં જ ક્ષેત્રોમાં ઝઝૂમવું, છતાં કોઈપણ સ્થળે ન હારવાનો તેમજ બધા ઉપર વિજય મેળવવાનો ઉત્સાહ અને નિશ્ચય એ ગાંધીજીની અહિંસાનું નવું અને સ્પષ્ટ રૂપ છે. પોતાના વિચારો અને સિદ્ધાંતોમાં અતિ આગ્રહી રહ્યા છતાં કોઈપણ કટ્ટરમાં કટ્ટર બીજા પક્ષકારની દલીલને સમજવાનો ઉદર પ્રયત્ન અને સામાની દૃષ્ટિમાંથી કાંઈ પણ લેવા જેવું ન જણાય તો પણ તેને તેના રસ્તે જવા દેવાની ઉદારતા, એ ગાંધીજીના અનેકાંતવાદનું જીવતું દિવ્ય સ્વરૂપ છે. વિરોધી પક્ષકારો ગાંધીજીને અનુસરવા છતાં કેમ ચાહે છે તેની કુંચી એમના અનેકાંતવાદદષ્ટિએ ઘડાયેલ જીવનમાં દેખાય છે. અનેકાંતદષ્ટિ એટલે એક જ બાબત પરત્વે અનેક વિરોધી દેખાતી દષ્ટિઓનો મેળ સાધવો તે, જેને સમન્વય કહી શકાય. આ દૃષ્ટિ ગાંધીજીના વ્યાવહારિક જીવનમાં સંપૂર્ણપણે તરવરે છે. અહિંસાનું અને અનેકાંતદષ્ટિનું બીજ ક્યાંથી આવ્યું, કેમ વિકસ્યું એ જોવા કરતાં એ ગાંધીજીના જીવનમાં કઈ રીતે કામ કરી રહ્યું છે, એ જોવું બહુ જ જીવનપ્રદ અને અગત્યનું છે. ખરી રીતે તો હવે ગાંધીજીની અહિંસા અને ગાંધીજીનો Page #324 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી અને જૈનત્વ ૩૧૫ અનેકાંત એ એમના જીવનની તદ્દન વિશિષ્ટ જ બાબત થઈ પડી છે અને તેથી જ તે જૈન પંથના બીબાબદ્ધ એ બે તત્ત્વો કરતાં જુદી પણ પડે છે. આમ હોવા છતાં જ્યારે અહિંસા તત્ત્વની અપારતા અને અનેકાંત- તત્ત્વની વિશાળતાનો વિચાર આવે છે ત્યારે ચોખ્ખું લાગે છે કે ગમે તેટલો વિકાસ કર્યા છતાં અને ગમે તેટલું ઉપયોગી પરિવર્તન કર્યા છતાં એ તત્ત્વોની બાબતમાં ગાંધીજી બીજા ધર્મ પંથો કરતાં વધારેમાં વધારે જૈન ધર્મની જ નજીક છે. ગાંધીજી જૈન કહેવાય તેથી જૈન પંથે મોટો વિજય સાધ્યો અગર જૈન પંથ બહુ કર્મઠ છે એમ અહીં કહેવાનું નથી. એ જ રીતે ગાંધીજી જૈન ન કહેવાય તોયે જૈન પંથના વિશિષ્ટ તત્ત્વો જો સાચે જ ઉપયોગી હોય તો તેથી જૈન પંથનું ગૌરવ ઘટવાનું નથી. અહીં તો ફક્ત વિચારવાનું એટલું જ છે કે ગાંધીજીની પ્રકૃતિમાં જે જે વિશિષ્ટ તત્ત્વો ભાગ ભજવી રહ્યાં છે તે તત્ત્વોમાંનાં ક્યાં તત્ત્વો જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોમાં આવે છે. આ દૃષ્ટિએ હું ગાંધીજીને ઉ૫૨ કહેલ બે તત્ત્વોની બાબતમાં જૈન સમજું છું. હજારો જ નહિ પણ લાખો જૈનોને પૂછો તો એમ જ કહેવાના કે જે વાછરડો મારે અને કૂતરાં મારવાની સંમતિ આપે તે જૈન ધર્મની અહિંસાવાળા શી રીતે હોઈ શકે ?” પરંતુ મેં ઉપ૨ સૂચન કર્યું છે કે ગાંધીજીની અહિંસા એ તેમની વિચાર અને જીવનસરણીમાંથી સિદ્ધ થયેલી અને નવું રૂપ પામેલી અહિંસા છે. ગાંધીજીને કેવળ શબ્દોમાં જ અહિંસાની ચર્ચા કરવી પડી હોત અને નાનાંમોટાં અનેક ક્ષેત્રમાં વ્યવહારુ જીવનને લગતા કઠણ કોયડાનો ઉકેલ કરવાનો પ્રસંગ તેમને આવતો ન હોત તો તેમની અહિંસા જુદા જ પ્રકારની હોત અને તેમના અનેકાંતવાદમાં જૈન શાસ્ત્રના ‘અસ્તિનાસ્તિ’, ‘ધ્રુવ-અધ્વ’, વગેરે વિરોધી શબ્દોના ચમકારા સિવાય બીજું આકર્ષક તત્ત્વ ભાગ્યે જ આવ્યું હોત. અહિંસા અને અનેકાંતવાદનો આશ્રય લઈ તેમને બધાં જ વ્યવહારુ કામો કરવાનાં હોય છે અને બધા જ કોયડાઓ ઉકેલવાના હોય છે, એટલે તેઓ પોતાને જ્ઞાતો માર્ગ નિર્ભયપણે અને નમ્રપણે અમલમાં મૂકે છે. આ તેમની વિશિષ્ટ પ્રકૃતિ છે. એ પ્રકૃતિને કારણે તેમને પોતાના પંથના માનવા લલચાઈ જનાર સારા સારા વિચારકો પણ પાછા પડે છે અને તેમને પોતાના પંથના કહેતાં ખચકાય છે. ગાંધીજીના જીવનમાં જેટલી મૃદુતા છે તેથીયે વધારે કઠોરતા છે, એટલે તેમનું તાદામ્ય સાધવાની વૃત્તિ જતી પણ નથી. અને છોડાતી પણ નથી, એમના જીવનમાં કાંઈ મોહક તત્ત્વ છે કે જેને લીધે જાણે-અજાણે જનતાનો મોટો ભાગ તેમની આજુબાજુ વીંટવાય છે અને છતાંયે તત્ત્વ પચાવવા તૈયાર નથી. આજ ન્યાય જૈન લોકોને લાગુ પડે તે સ્વાભાવિક છે. તેઓ જ્યારે જ્યારે ગાંધીજીના લેખમાં અગર ભાષણમાં સૂક્ષ્મ જંતુને બચાવવાની વાત વાંચે અને સાંભળે છે, રાતે ન ખાવાપીવાની અને બની શકે તો રાતે દીવો સુધ્ધાં ન કરવાની અગર દીવામાં Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ • જૈન ધર્મ અને દર્શન મરતાં પતંગિયાં બચાવી લેવાની ઝીણવટ તેમજ ફૂલની પાંખડીઓને પણ દુભાવવાની બારીકી તેમના કથનમાં સાંભળે છે ત્યારે તેઓ એકાએક જાણે-અજાણે કહી દે છે કે ગાંધીજી તો ખરેખર જૈન દેખાય છે. વળી બીજે પ્રસંગે ગાંધીજી વાછરડાં, કૂતરાં આદિની ચર્ચા ઊભી કરે છે ત્યારે તે જ જૈનો પાછા ઝપાટાબંધ પોતાનું આપેલું પ્રમાણપત્ર વીસરી જઈ, એકાએક કહી દે છે કે ગાંધીજી તો હિંસક છે અને નાસ્તિક છે. આ રીતે સત્વર અપાતા અને પાછા ખેંચી લેવાતા પ્રમાણપત્ર વિશે હું તટસ્થ છું. હું તો ફક્ત એટલું જ જોઉં છું કે ગાંધીજીના જીવનમાં અહિંસા અને અનેકાંતનાં બે તત્ત્વો કઈ કઈ રીતે કામ કરી રહ્યાં છે. અને જ્યારે એ જોઉં છું તેમજ વિચારું છું ત્યારે મને ચોખ્ખું લાગે છે કે એ તત્ત્વોની બાબતમાં ગાંધીજીના જીવન ઉપર જૈનત્વની મોટી અને સ્પષ્ટ અસર છે, પછી ભલે તે ગમે તે રૂપમાં હોય. ખરી રીતે મહાન પુરુષ કોઈ ખાસ ધર્મનો કે પંથનો હોતો જ નથી. તે પ્રચલિત બધા પંથોની બહાર જ હોય છે, અને કાં તો તે બધા જ પંથોનો હોય છે. જો મહાન પુરુષ વિશેનું આ સૈકાલિક સત્ય માનવામાં વાંધો ન હોય તો ગાંધીજી વિશે પણ છેવટે એટલું જ કહેવું બસ છે કે તેઓ જૈન નથી જ અને છતાં છે જ. આ “અસ્તિ-નાસ્તિવાદમાં જ જૈનપણું આવી જાય છે. - પ્રસ્થાન ગાંધીમણિમહોત્સવાંકા, સં. ૧૯૮૫ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૯. જન જન ઘણા જૂના કાળથી બે જાતની ભાવના આપણે ત્યાં ચાલી આવે છે. એક તો, આ શરીર અશુચિ છે, અનિત્ય છે, નકામું છે, દુનિયા દુઃખમય છે, એમાં ક્યાંય સુખ કે સૌન્દર્ય નથી એ ભાવના; અને બીજી ભાવના તે આ સંસાર દુઃખમય નહિ પણ સુખમય છે, જીવવાલાયક છે, સૌંદર્યથી ભરેલો છે, આનંદમય છે તે ભાવના. આમાં પહેલી ભાવનાનો વિકાસ થવાથી જીવન ક્લેશમય જ નહિ, પણ કૃત્રિમ પણ બનતું ગયું છે. સુત્રધાતાત્ – એ સૂત્ર મુજબ દેશમાં દુનિયાને અને જીવનને દુઃખમય, અશુચિ, અનિત્ય વર્ણવતું સાહિત્ય ખૂબ વધ્યું છે, પણ હું આ ભાવનાને અપનાવવામાં અને બિનજરૂરી રીતે જીવનને નિરાશા અને ક્લેશમય બનાવવામાં નથી માનતો. બીજી ભાવના તો એમ કહે છે કે દુનિયામાં સઘળે સુખ જ છે. જેને એક જણ દુઃખ કહે છે તે જ બીજાને મન સુખ છે. દુઃખને છોડવું, એનો ત્યાગ કરવો એ એક વાત છે, અને પહેલાંથી જ સર્વત્ર દુઃખ માની લેવું એ બીજી વાત છે. દુઃખ છે ક્યાં? એ પણ એક સવાલ છે. એક વ્યક્તિ શરીરને ખરાબ ગણીને એની ઉપેક્ષા કરે છે અને છતાં પાંચ માળના મહેલમાં રહે છે; એ શું સમજવું ? જન્મે તો હું પહેલી ભાવનામાં જ ઊછર્યો છું, પણ તત્ત્વચિંતન પછી મારી એ ભાવના બદલાઈ ગઈ છે, અને તેથી જગતમાં ક્યાંય દુઃખ નથી એ મારો અનુભવ છે. જરાક રમૂજમાં કહેવું હોય તો કહી શકાય કે આ સભા સુંદર છે, આ સ્વાગત સુંદર છે, કાકાસાહેબ વિદ્યામૂર્તિ છે અને આ સત્કાર સમારંભમાં હું મારી જાતને અધન્ય નથી માનતો, તમો પણ ધન્ય છો ! દેહ દેવળમાં અખંડ દીવડો, તેજેથી મારું મનડું ડોલે' – એ કાવ્યપંક્તિ આવા અવસરે સાચી પડતી લાગે છે. જૈનો અને અસ્પૃશ્યતા. નાની ઉંમરમાં મહાવીર અને પછી બુદ્ધ વિશે વાંચ્યું હતું, મહંમદ અને જિસસ વિશે વાંચ્યું હતું, પણ એ કોઈ મારી સામેના ન હતા, એ બધા પરોક્ષ હતા. કાશીમાં ભણતો હતો ત્યારે બંગભંગના દેશવ્યાપી ઉગ્ર આંદોલન વખતે, એક પુરુષે આફ્રિકામાં કરી બતાવેલ સફળ સત્યાગ્રહના કાળની વાતો વાંચી. પછી આ દેશમાં એ મહાપુરુષે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ • જૈન ધર્મ અને દર્શન કરેલું કામ જોયું. એમની વિચારસરણી, આશ્રમપદ્ધતિ, તટસ્થવૃત્તિ એ બધું જાતે પ્રત્યક્ષ રીતે જોયું અને મને બધું સમજાયું. રામ-રાવણ, કૃષ્ણ-અર્જુન એ પરોક્ષ છે. એ કવિની કલ્પના હો કે ગમે તે હો, પણ ગાંધીજીને જોઈને મને એ બધું સાચું લાગ્યું. બુદ્ધ-મહાવીર, રામ-રાવણ, કૃષ્ણઅર્જુન, મહંમદનજિસસ વિશે જેમને શંકા હોય તે પોતાની શંકા ગાંધીજીને જોઈને દૂર કરી શકે. न त्वहं कामये राज्यं, न स्वर्गं नापुनर्भवम् । कामये दुःखतप्तानां, प्राणिनामातिनाशनम् ॥ આ શ્લોકમાંની ભાવનાને અનુરૂપ ગાંધીજીએ એક વાત કરી – જીવન હોય તો તે માનવતા માટે. અને આ વાત તેમણે ઉપદેશથી નહિ, પણ પોતાના આચરણથી સમજાવી. આ બધું જોતાં લાગે છે કે જીવન દુઃખમય નહિ, પણ સુખમય અને સૌન્દર્યમય છે. આ સૌન્દર્યની દૃષ્ટિએ હું જરા પણ આનાકાની વગર, આ સત્કારનો સ્વીકાર કરું છું, અને આ માટે સંઘનો અને આપ સૌનો આભાર માનું છું. જૈનો મહાવીર માટે કહેશે કે તેમણે તો આમ કહ્યું હતું અને તેમ કહ્યું હતું. જૈન ધર્મ વિશ્વધર્મ હોવાનું કહેવા છતાં પણ તેઓ અસ્પૃશ્યતાનો પથ્થર છોડવાને તૈયાર નથી ! પ્રશ્નોને હલ કરવાને બદલે તેઓ એને ટાળવાનો જ પ્રયત્ન કરવાના. પણ આમ કરવાથી કંઈ કામ ચાલે નહિ. હરિજનોના મંદિપ્રવેશ પ્રત્યે એમની કેવી વૃત્તિ છે? જેઓ સમાજને ચૂસતા હોય તેને માટે મંદિરનાં દ્વાર સદા ખુલ્લાં અને જે હરિજનો વગર તંદુરસ્ત જીવન અશક્ય બની જાય અને અસ્પૃશ્ય માનવો, એથી મોટી બેવકૂફી કઈ સમજવી? પણ હવે વખત બદલાયો છે. યુવકનું માનસ નાં ગાણા ગાવા પૂરતું નહિ, પણ હરિજનોને અપનાવીને તેમને નોકર તરીકે, રસોઇયા તરીકે કે બીજી ગમે તે રીતે પોતાની પાસે રાખવામાં દેખાઈ આવવું જોઈએ. યુવકો પાસેથી હું ઓછામાં ઓછી આટલી અપેક્ષા રાખું છું. હવે બે શબ્દો યુવક અને જૈન શબ્દ વિશે કહું. મેં નાની ઉંમરથી મહાવીરનું જીવન સાંભળેલું, અને પછી તો છેલ્લાં સાઠ વર્ષમાં એનું અનેક રીતે પરિશીલન કર્યું. બુદ્ધની જાણ થયા પછી તેમની જીવનકથા પણ અનેક દૃષ્ટિએ વાંચી-વિચારી. બીજાબીજા સંતોનાં જીવન વિશે પણ બને તેટલું વાંચ્યું- વિચાર્યું. છેલ્લે છેલ્લે ગાંધીજીનું જીવન તો પ્રત્યક્ષ જ જોયું. આ બધા ઉપરથી મને લાગ્યું છે કે યુવકનો સંબંધ ઉંમર કે શારીરિક તાકાત સાથે નહિ, પણ માનસિક અને હાર્દિક પરિવર્તન કરવાની શક્તિ સાથે છે. જેઓ કેવળ પ્રાચીન પુરુષોના ગુણગાન કરવાની મૂડી ઉપર જ મદાર બાંધે છે તે યુવકો ન મુંબઈ જૈન યુવક સંઘના રજત મહોત્સવ પ્રસંગે કરવામાં આવેલ સત્કારના પ્રત્યુત્તરરૂપે આપેલ ભાષણ. Page #328 -------------------------------------------------------------------------- ________________ જૈન જન ૦ ૩૧૯ કહેવાય. જેને આવા ગુણો મેળવવાની પ્રત્યક્ષ તાલાવેલી લાગેલી હોય, જે એ માટે સતત પ્રયત્નશીલ હોય તે જ યુવક, જે પારકાના શ્રમનો ઉપયોગ કરવાની વૃત્તિથી મુક્ત હોય, જે શ્રમનું મૂલ્ય પિછાણતો હોય અને જે લોભ-લાલચની વૃત્તિ ઉપર વિજય મેળવી શકે તે જૈન. હું ઇચ્છું કે તમે બધા આ અર્થમાં જૈન યુવક હો, અને ન હો તો એવા બનો ! બનવાનો પ્રયત્ન કરો! એક વખતે વૈષ્ણવ જનનું ભજન ગવાતું હતું ત્યારે કોઈએ કહ્યું કે ત્યાં જૈન જન’ કરીએ તો ? એ ભજનમાંના બધા ગુણો જૈનમાં પણ હોવા જ ઘટે. એટલે એ ભજનમાં વર્ણવેલા વૈષ્ણવ જન' ને જેન જન કહીએ તો જરૂર કહી શકાય. પણ આજે સ્થિતિ જુદી બની ગઈ છે. ગુણનો વિચાર જ જાણે ભુલાઈ ગયો છે. કોઈ પણ વ્યક્તિ, સમાજ કે દેશ ગૌરવ ત્યારે જ લઈ શકે કે જ્યારે એની શાખ હોય. જેની બજારમાં શાખ હોય તે જ વેપારી. આપણી ઉંમરલાયક કન્યા આપણે કોને સોંપીએ ? જેની શાખ હોય તેને. પણ જૈનોની શાખ હવે રહી નથી. પહેલાં પૈસા વ્યાજે મૂકવા હોય તો જૈનની પેઢીને પહેલી પસંદગી મળતી. સાક્ષી આપવામાં પણ જૈન જૂઠું બોલે નહિ. એવી એની આબરૂ, પણ આજે બધું અવળું થઈ ગયું છે. કાળાબજારનું ભૂત પણ જૈનોને વળગી ગયું છે, એટલે જૈનોએ પોતાની શાખ ગુમાવી દીધી છે. અને શાખ જો ગુમાવી દીધી તો પછી મંદિરમાં જાવ કે ન જાવ, સ્થાનકમાં જાવ કે ન જાવ એ બધું નકામું છે. મૂળ વાત તો શાખ હોવી તે જ છે, બાકી કોઈને વગર શાખે જેને કહેવાવું હોય તો તેમને મારે કંઈ કહેવું નથી. એ જ રીતે વાળ ખેંચવા માત્રમાં કે ઉઘાડે પગે ચાલવા માત્રમાં પણ ગૌરવ નથી. એટલામાત્રથી સાધુજીવન ચરિતાર્થ બની જતું નથી. બીજાની સેવાશુશ્રુષા અને શ્રમનો લાભ મળે એ પણ ગૌરસ્વાપદ વાત નથી. એથી તો ઊલટું માણસનું પતન થાય છે, અને એનો વિકાસ રૂંધાઈ જાય છે. શાખ સમજવી, એ જ સાચું ગૌરવ છે. એ ગૌરવને માટે તમે સહુ પ્રયત્નશીલ બનો, એટલું જ ઇચ્છું છું. - પ્રબુદ્ધ જીવન, ૧-૧૧-૧૯૫૪ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૪૦. કાલિકાલસર્વજ્ઞને અંજલિ. આજે જે મહાપુરુષની જન્મજયંતી ઊજવવા આપણે સૌ એકઠાં થયાં છીએ એમની જન્મતિથિ – કાર્તિક શુક્લા પૂર્ણિમા – એક વિશિષ્ટ તિથિ છે. તેની સાથે અનેક મહાન વ્યક્તિઓની સ્મૃતિ સંકળાયેલી છે. ભગવાન બુદ્ધનો જન્મ આ જ તિથિએ થયો. છે, અને એની ઊજવણી માટે બનારસ પાસે સારનાથના બૌદ્ધવિહારમાં દૂર દૂરથી તિબેટ, સિલોન, ચીન અને બરમામાંથી તેમજ કોઈ કોઈ પશ્ચિમના દેશોમાંથી પણ અનેક યાત્રિકો આવે છે અને મોટા ઉત્સવ સાથે બુદ્ધજન્મની ઉજવણી કરે છે. શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક અને તપસ્વી શ્રીમદ્ રાજચંદ્ર પણ આ જ તિથિએ જન્મ્યા હતા. જેને આપણે કલિકાલસર્વજ્ઞ કહી સન્માનીએ છીએ તેમને આપણે પૂરા પિછાનતા નથી, એ આપણું કમભાગ્ય છે. આવા પ્રખર પાંડિત્યવાળા મહાપુરુષનો જન્મદિવસ આપણે કેવા ગૌરવપૂર્વક ઊજવવો જોઈએ! હું માનું છું કે શ્રી હેમચંદ્રાચાર્ય અને તેમના જેવા જ અન્ય અન્ય ધર્મો તેમજ ક્ષેત્રોમાં જે જે અસાધારણ પ્રતિભાવાળા પુરુષો આપણે ત્યાં થઈ ગયા હોય તેમને સમયે સમયે યાદ કરવા માટે આવા અનેક જયંતી-ઉત્સવો યોજાય તો આપણી નવીન પ્રજાને, આજના શુષ્ક અને નિષ્ઠાણ બની ગયેલા શિક્ષણ વચ્ચે, કંઈક પ્રેરણાદાયક સંદેશો આપણે આપી શકીએ. હેમચંદ્રાચાર્યનો મહિમા મારે મન એ એક જૈન આચાર્ય હતા એ રીતે છે જ નહિ. એ તો ન કેવળ આખા ગુજરાતની, પણ સમસ્ત ભારતવર્ષની સંપત્તિરૂપ હતા, અને એ રીતે જ એમનું જીવન આપણે સમજવું જોઈએ. હેમચંદ્રાચાર્યના પાંડિત્યનો અને રાજકારણ સહિત અનેક પ્રવૃત્તિઓમાં નિમગ્ન રહેવા છતાં એમણે કરેલ વિશાળ સાહિત્યસર્જનનો વિચાર કરીએ તો આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ. જિંદગીના છેડા સુધી આટલી બધી પ્રવૃત્તિઓ આદરનાર એ મહાપુરુષમાં શક્તિનો કેટલો સંચય થયેલો હશે એની આપણને કલ્પના પણ નથી આવી શકતી. દક્ષિણના પાંડિત્યરૂપ પૂર્વ-ઉત્તરમીમાંસાનો પહેલવહેલો ગંભીર આભાસ ગુજરાતને હેમચંદ્રાચાર્યે જ કરાવ્યો. દૂરદૂરના દેશો તક્ષશિલા અને કાશ્મીરની વિદ્યાઓને Page #330 -------------------------------------------------------------------------- ________________ કાલિકાલસર્વજ્ઞને અંજલિ • ૩૨૧ ગુજરાતમાં લાવનાર કોણ હતું ? આજે કારમીરની સ્થિતિ ભલે ગમે તેવી હોય, પણ તે કાળે તો એ પંડિતોનો દેશ હતો અને તેથી “શારદા દેશ' તરીકે પ્રસિદ્ધિ હતી. વળી અત્યારે કાશમીર સાવ નજીકનો પ્રદેશ બની ગયો લાગે છે. પણ તે સમયે તો ત્યાં પહોંચવું કે ત્યાંથી કંઈ મેળવવું બહુ દુષ્કર હતું, પણ હેમચંદ્રાચાર્યના વિદ્યા-પ્રેમ કાશમીરની સરસ્વતીને ગુજરાતમાં લાવી મૂકી હતી. ગુજરાતમાં સમૃદ્ધ ગ્રંથભંડારો તે કાળે હેમચંદ્રાચાર્ય ન હોત તો કોણે સરજાવ્યા હોત ? આજે ગુજરાતમાં ઠેર ઠેર જે હસ્તલિખિત ગ્રંથોના ભંડારો જોવા મળે છે તે મુખ્યપણે હેમચંદ્રની વિદ્યા-ઉપાસનાને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે વિદ્યા અને પાંડિત્યની દૃષ્ટિએ ગુજરાતને જે અપરિચિત હતું તેનો પરિચય ગુજરાતને હેમચંદ્ર કરાવ્યો છે. એમ કહેવાય છે કે પાટણની જ્ઞાનશાળામાં હેમચંદ્ર પાસે ૭00 લહિયાઓ કામ * કરતા હતા. આજે આ યંત્રના જમાનામાં પણ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા કે એવા મોટા એકાદ મુદ્રણાલયને બાદ કરતાં આપણા દરિદ્ર જેવા પ્રેસોમાં આટલા કંપોઝિટરો ક્યાંય જોવા નથી મળતા, અને એ બધા પાસેથી કામ લેવામાં બીજી કેટકેટલી તૈયારીઓ જોઈએ છે ? આજની આ સ્થિતિનો વિચાર કરીએ છીએ અને આ ૭00 લહિયાઓ પાસેથી કેવળ ગ્રંથોની નકલો કરાવવાનું જ નહિ, પણ નવા નવા ગ્રંથોની રચના કરવાનું પણ કામ લેવાની હેમચંદ્રની શક્તિનો વિચાર કરીએ છીએ, ત્યારે એમના વિશદ પાંડિત્યનો કંઈક ખ્યાલ આવે છે. અલબત્ત, આમાં તેમના વિદ્વાન શિષ્યોનો સાથ અને સહકાર હશે જ, પણ આજની દૃષ્ટિએ લેખનસાધનો-કાગળો વગેરેની જબરી અછતવાળા એ સમયમાં ૭00 લહિયાઓ પાસેથી જે કામ લીધું તે અદ્ભુત છે. આપણે તો આજે કંઈ લખવું હોય તો ચાર વખત લખીએ અને ભૂંસીએ ત્યારે તૈયાર કરી શકીએ છીએ. હેમચંદ્રાચાર્યનો ગ્રંથ સૌ પહેલો મારા હાથમાં આવ્યો અને મેં એનું અધ્યયન કર્યું ત્યારથી જ હું તો એમના ઉપર આફરીન બની ગયો છું. હેમચંદ્રાચાર્યના ગ્રંથોની તે વિષયના પ્રાચીન ગ્રંથો સાથે સરખામણી કરતાં આજના કેટલાંક વિદ્વાનો તેમણે બીજા ગ્રંથોમાંથી ઉતારાઓ લીધાની વાતો કરે છે. આવા વિદ્વાનો કાં તો વસ્તુને યથાર્થપણે સમજતા નથી હોતા, અથવા સાંપ્રદાયિક કે એવા કોઈ કારણે આમ માની લે છે; પણ એ સાવ ખોટું છે. ગીતા વાંચીને ઉપનિષદ વાંચીએ તો એમાં કેટલોય વિષય અને શબ્દરચના સમાન જણાયા વગર નથી રહેતાં. જેનો એક એક શબ્દ અકાટ્ય જેવો ગણવામાં આવે છે તે શંકરાચાર્યના શાંકરભાષ્યને વાંચી બૌદ્ધતાર્કિક વસુબંધુને વાંચીએ તો વસુબંધુના કેટલાય વિચારો શાંકરભાષ્યમાં નોંધાયેલા મળે છે. તો શું આ બધા ઉપર ચોરીનો આરોપ મૂકી શકાય ? માતા અને પુત્રીને સરખાં રૂપ-રંગવાળા જોઈને શું પુત્રીનું વ્યક્તિત્વ જ વિસરી જવું? ખરી વાત એ છે કે વિદ્યા WWW.jainelibrary.org Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨૦ જૈન ધર્મ અને દર્શન અને વિચારની પરંપરાઓ તો ચાલી જ આવે છે, તો પછી એની છાયા પોતાના અધ્યયન અને ગ્રંથસર્જનમાં આવ્યા વગર કેમ રહે ? પૂર્વની વિદ્યાઓ ઉત્તરની વિદ્યાઓમાં આવે જ, પણ સાચી વિશેષતા તો એ વિદ્યાઓને પચાવવામાં છે. અને આ વિશેષતા હેમચંદ્રમાં બરાબર હતી. એટલે બીજા ગ્રંથોના ઉતારાની વાત કરીને એમના પાંડિત્યનું મૂલ્ય ઓછું ન કરી શકાય. મારો કહેવાનો એ આશય નથી કે હેમચંદ્ર કરતાં વધારે પ્રતિભાસંપન્ન બીજા કોઈ ન થાય. વાત એટલી જ કે હેમચંદ્રને તેમના યથાર્થ રૂપમાં આપણે પિછાણીએ. હેમચંદ્ર જેવી એક જ વ્યક્તિમાં રહેલ જુદાજુદા વિષયના પાંડિત્યનો સમગ્રપણે વિચાર કરીએ તો આપણને એ એન્સાઇક્લોપીડિયા જ લાગે. તેથી હું તેમને સરસ્વતીપુત્ર કહું છું. આજે એમ લાગે છે કે જાણે સરસ્વતી નિરાધાર બની ગઈ છે, પણ સરસ્વતી કદી નિરાધાર નથી. આજના ગુજરાતમાં પુરુષો જો વેપારમાં જ રહેવા માગતા હોય તો, તેમને એમ કરવા દઈ, સ્ત્રીઓએ વિદ્યાનું આ કામ ઉપાડી લેવું જોઈએ. હું તો માનું છું કે સહજ કોમળ પ્રકૃતિવાળી આપણી સ્ત્રીઓને આ કામ જરૂર વધારે ભાવી જાય. આજે સ્ત્રીઓ ઘરેણાં, કપડાં કે શણગારની પાછળ જે વખત કાઢે છે તે સરસ્વતીની પાછળ કાઢે તો જરૂર એમનું ભલું થાય અને નિરાધાર લાગતી સરસ્વતીને આધાર મળી રહે. આજે કેટલીય એવી બહેનો છે, જેમાં વિધવાઓ, ત્યક્તાઓ અને ઉંમરલાયક કુમારિકાઓ છે, જેઓ દિશાશૂન્ય જેવી દશા ભોગવે છે. પણ જો એ બધી બહેનો અને બીજી બહેનો પણ સરસ્વતીની ઉપાસનાનું આવું કાર્ય ઉપાડી લે તો જરૂર એમનો ઉદ્ધાર થઈ જાય. આવી સરસ્વતી ઉપાસના માટે હેમચંદ્રનું વિપુલ સાહિત્ય ખૂબ ખૂબ ઉપયોગી થઈ પડે એ નિઃશંક છે. હેમચંદ્રે ગુજરાતમાં રેડેલા સંસ્કારનો હું વિચાર કરું છું ત્યારે અહિંસા નજરે આઠસો વર્ષના ગાળામાં એક જ મોઢ જાતિમાં થયેલા હેમચંદ્ર અને ગાંધીજીમાં કોઈ કુદરતી સંકેત જેવું લાગે છે, આજે જેમ ગાંધીજીએ આખા દેશમાં અને વિશ્વમાં અહિંસાની પ્રતિષ્ઠા વધારી છે તેમ તે કાળે હેમચંદ્રે ગુજરાતની સમગ્ર પ્રજા ઉપર દયાની છાપ પાડી હતી અને અહિંસાની પ્રતિષ્ઠા કરી હતી. હેમચંદ્રનો આ મોટો ગુણ અને મોટો ઉપકાર ! હેમચંદ્રની અહિંસા એ વેવલી અહિંસા ન હતી. અહિંસા પોતે તો એવી કોઈ વેવલી વસ્તુ છે જ નહિ. અગર એ નિંદાને પાત્ર ઠરતી હોય તો તે દોષ તેના પાળનારનો છે. હેમચંદ્રે કુમારપાળને અહિંસાની દીક્ષા આપી હતી અને કુમારપાળે રાજ્યકર્તાની બધીય ફરજો પૂરેપૂરી પાળી હતી, યુદ્ધો જીતવામાં પણ કદી પાછી પાની કરી ન હતી. અહિંસાની મર્યાદા કે એની સમજણ અમુક અમુક કાળમાં જુદી જુદી હોય. ગાંધીજીએ રાજકારણમાં પણ તેને અજમાવી અને તેની મર્યાદા વધારી એ જુદી વાત Page #332 -------------------------------------------------------------------------- ________________ કાલિકાલસર્વજ્ઞને અંજલિ - ૩૨૩ છે, પણ હેમચંદ્રની અહિંસા વેવલી અહિંસા હતી જ નહિ. ખરી વાત તો એ છે કે અહિંસા એ હિંદુસ્તાનનું સંસ્કારધન છે અને તેથી અહિંસાની વાત એના હૈયામાં સહેલાઈથી ઉતારી શકાય છે. આજે જે કેવળ પૈસાની મોટાઈ થઈ પડી છે તે દૂર કરીએ અને વિદ્યાના ક્ષેત્રમાં પણ ચોકા રચાઈ જાય છે તેપણ દૂર કરીએ, તો આવા સમર્થ પુરુષને આપણે બરાબર પિછાની શકીએ. તેમને પિછાનવાનો આ જ્યંતી-ઉત્સવ કે એવો દરેક પ્રયત્ન આદરણીય ગણાય. એમને કે એમના જેવા મહાપુરુષને સ્મરીને અને ઓળખીને આપણે આપણું સંસ્કારધન વધારીએ ! - જૈન, ૨૮-૧૧-૧૯૪૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ‘દર્શન અને ચિંતન’ ભા-૧-૨માં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન, પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્ધ્ય નામના વિભાગોમાં પ્રકાશિત થયેલ તમામ લેખો છ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ૧૩ લેખો જે ‘દર્શન અને ચિંતનમાં છપાયા નથી તેવા લેખોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. ‘દર્શન અને ચિંતન' ભાગ - ૨માં અંતે પ્રવાસકથા અને આત્મનિવેદન વિભાગમાં છપાયેલ લેખો અનુભવકથા સ્વરૂપ હોવાથી અને ‘મારું જીવનવૃત્ત’ નામનું તેમનું આત્મકથાનું પુસ્તક અલગ પ્રગટ થઈ રહ્યું હોવાથી અહીં તેનો સમાવેશ કર્યો નથી. સમાજ, ધર્મ અને સંસ્કૃતિ (‘દર્શન અને ચિંતન’ ભાગ-૧માં ‘સમાજ અને ધર્મ' વિભાગમાં છપાયેલ લેખો) ૧. મંગળ પ્રવચન ૨. મંગળ પ્રવચન ૩. જીવનશિલ્પનું મુખ્ય સાધન ૪. જીવનપથ ૫. ધર્મ કર્યાં છે ? ૬. ધર્મ પ્રવાહો અને આનુષંગિક સમસ્યાઓ [ ધર્મોનું મિલન’ની પ્રસ્તાવના ] ૭. ધર્મ અને પંથ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૨૧-૮-૧૯૩૦] ૮. નીતિ, ધર્મ અને સમાજ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] ૯. ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૭ ] ૧૦. ધાર્મિક શિક્ષણ [ ‘અખંડ આનંદ’ : ૧૯૫૧] [ ‘પ્રબુદ્ધ જીવન’ : ઑક્ટોબર, ૧૯૫૫ ] ૧૧. ધર્મદૃષ્ટિનું ઊર્વીક૨ણ ૧૨. પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ ૧૩. યુવકોને [ પ્રબુદ્ધ જૈન' : ૮ – ૧૯૪૫ ] [ બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર, ૧૯૫૨ ] [ ‘જીવનશિલ્પ’ : ૮, ૧૯૫૩] [ અપ્રકાશિત ] - [શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, સુવર્ણ – મહોત્સવ એક ] ૧૪, પાંચ પ્રશ્નો ૧૫. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ ૧૬. જૈન સમાજ : હિંદુ સમાજ [ પ્રબુદ્ધ જીવન' : સપ્ટેમ્બર, ૧૯૫૪ ] [ જૈન યુવક સંમેલન, અમદાવાદ, સ્વાગત પ્રમુખ તરીકેના ભાષણમાંથી : ૧૯૩૫ ] [ ‘ગૃહમાધુરી’ : ૧૨, ૧૯૫૪ ] [ પ્રબુદ્ધ જીવન' : ૧૯-૯-૧૯૫૨ ] [ પંડિત શ્રી મહેન્દ્રકુમારજી ન્યાયાચાર્ય ઉપર લખેલ પત્ર : ૧૮-૯-૧૯૪૯ ] - Page #334 -------------------------------------------------------------------------- ________________ - ૧૭. જૈન ધર્મ - જૈન સમાજ : હિંદુ ધર્મ - હિંદુ સમાજ ૧૮. પુણ્ય અને પાપ ઃ એક સમીક્ષા ૧૯. શાસ્ત્રમર્યાદા ? ૨૦. શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર ૨૧. સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા ૨૨. સ્વતંત્રતાનો અર્થ ૨૩. લોકતંત્રનો મુખ્ય પાયો ૨૪. સત્તાબળ અને સત્યબળ ૨૫. સ્વરાજ્યને છઠે વર્ષે ૨૬. સ્વરાજ્ય અને સુરાજ્ય ૨૭. હિરજનો અને જૈનો ૨૮. રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ [ ‘જનકલ્યાણ’ સદાચાર અંક : ૧૯૫૩] ૨૯. મૉન્ટીસૉરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા અને તે સંબંધી મારા વિચારો ૩૦. વિચારકણિકા ૩૧. યુગ સમાનતાનો છે ૧. ઇતિહાસની અગત્યતા ૨. ૭. [ પ્રબુદ્ધ જૈન’ : ૧૫-૧-૧૯૪૯ ] [ પ્રબુદ્ધ જૈન’ : ૧૫-૩-૧૯૪૫ ] [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦ ] [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૮ ] [ ‘પ્રબુદ્ધ જૈન’ : ૧-૯-૪૭ ] [ ‘સંસ્કૃતિ’ : જાન્યુઆરી, ૧૯૫૪ ] [ પ્રસ્થાન’ : ઑગસ્ટ, ૧૯૫૫ ] પ્રસ્થાન’ : ઑગસ્ટ, ૧૯૫૨ ] [ પ્રસ્થાન’ : ઑગસ્ટ, ૧૯૫૩] [ પ્રસ્થાન’ : જેઠ, ૨૦૦૬ ] જૈન ધર્મ અને દર્શન (દર્શન અને ચિંતન’ ભાગ-૧માં જૈન ધર્મ અને દર્શન’ વિભાગમાં છપાયેલા લેખો) પરિશિષ્ટ ૦ ૩૨૫ [ ‘શ્રી દક્ષિણામૂર્તિ’ : મે, ૧૯૨૫ ] [ શ્રી. કિ. ઘ. મ.ના સંસાર અને ધર્મ’ની ભૂમિકા ] [ ‘ગૃહમાધુરી’ : મે, ૧૯૫૬ ] ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર ૩. ધર્મવી૨ મહાવીર અને કર્મવી૨ કૃષ્ણ ૪. ભગવાન મહાવીર : એમના જીવનને સ્પર્શતી વિવિધ ભૂમિકાઓ ( “અખંડ આનંદ’ : જૂન, ૧૯૪૮ ] ૫. ભગવાન મહાવીરનો મંગળ વારસો [ ‘અખંડ આનંદ' : નવેમ્બર, ૧૯૪૯ ] ૬. ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય [ ‘જેનયુગ’ : ચૈત્ર, ૧૯૮૨ ] ભગવાન મહાવીરનો ત્રિવિધ સંદેશ : અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત [ ‘જૈન’ : શ્રાવણ, ૨૦૦૯ ] [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૪૨ ] [ જૈન પ્રકાશ’ : ચૈત્ર, ૧૯૯૦ ] [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૧૦-૧૯૪૫ ] Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ • જૈન ધર્મ અને દર્શન ૮. મહાવીરનો સંદેશ [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૧૦-૧૯૫૦] ૯. વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ [ શ્રી આત્મારામજી જન્મશતાબ્દી ગ્રંથ : ૧૯૩૬ ]. ૧૦. ભગવાન નેમિનાથ અને કૃષ્ણ [“પ્રબુદ્ધ જૈન : ૧૫-૧૧-૧૯૪૧ ] ૧૧. આત્મદૃષ્ટિનું આન્તરનિરીક્ષણ [ પ્રબુદ્ધ જૈન ૧૫-૧૧-૧૯૪૭ ] ૧૨. પર્યુષણ પર્વ અને તેનો ઉપયોગ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૧૩. ધર્મપર્વ કે જ્ઞાનપર્વ L[ “સુઘોષા' : અશ્વિન, ૧૯૮૪] ૧૪. વહેમમુક્તિ [ જૈન પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૨] ૧૫. આપણે ક્યાં છીએ ? [ જૈન’ : પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૩] ૧૬. મહત્પર્વ [ જૈન પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૧૨] ૧૭. વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૧૮. જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા તથા તેનો ઉપયોગ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૧૯. આજના સાધુઓ નવીન માનસને દોરી શકે? પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૭]. ૨૦. શિષ્યચોરીની મીમાંસા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું ] ૨૧. સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૨૨. તીર્થોની પ્રતિષ્ઠા કેમ સચવાય ? [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું ) ૨૩. ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળનો વિચાર [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું ] ૨૪. ધાર્મિક શિક્ષણ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું ] ૨૫. તપ અને પરિષહ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૨૬. અહિંસા અને અમારિ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૨૭. અસ્પૃશ્યો અને જૈન સંસ્કૃતિ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] ૨૮. અસ્પૃશ્યતા અને હારજીત [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨] ૨૯. જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૩૦. ગૃહસ્થધર્મીને નિર્વાણ સંભવી શકે ખરું ?' પ્રબુદ્ધ જીવન' : ૧-૨-૧૯૫૪] ૩૧. સાચો જૈન [ જૈનયુગ' : ભાદ્ર-આશ્વિન, ૧૯૮૩] ૩૨. શુદ્ધિપર્વ [ પ્રબુદ્ધ જૈન' : ૧-૯-૧૯૪૫] ૩૩. આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી [ જૈન” પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૮] Page #336 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૩૨૭ ૩૪. કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ [ “જૈન” : ૧૩-૯-૧૯૩૬ ] ૩૫. જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર [સ્વતંત્ર પુસ્તિકા ] ૩૬. પુનઃ પંચાવન વર્ષે [ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના વાર્તાસંગ્રહ અભિષેકની પ્રસ્તાવના ] ૩૭. ગાંધીજી અને જૈનત્વ [ પ્રસ્થાન : ગાંધીમણિમહોત્સવાંક : ૧૯૮૫] ૩૮. જૈન જન [ પ્રબુદ્ધ જીવન' : ૧-૧૧-૧૯૫૪ ] ૩૯. કલિકાલસર્વજ્ઞને અંજલિ જેન’ : ૨૮-૧૧-૧૯૪૮] ૪૦. વિજયધર્મસૂરિ અને શિક્ષણસંસ્થાઓ [‘સમયધર્મ' : વર્ષ ૧૬, અંક ૨૦] પરિશીલન (દર્શન અને ચિંતનના ભાગ-૧ તથા રમાં છપાયેલ લેખો) ૧. વિદ્યાની ચાર ભૂમિકાઓ [ “બુદ્ધિપ્રકાશ' : જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૪૭] ૨. નચિકેતા અને નવો અવતાર [‘નચિકેતા' : મે, ૧૯૫૩] ૩. હિન્દી સંસ્કૃતિ અને અહિંસા | શ્રી. ધર્માનન્દ કોલમ્બીજીના પુસ્તકની પ્રસ્તાવના ] ૪. “ગીતાધર્મનું પરિશીલન [ સંસ્કૃતિ : એપ્રિલ, ૧૯૫૬ ] ૫. તથાગતની વિશિષ્ટતાનો મર્મ [“અખંડ આનંદ' : મે. ૧૯૫૬ ] ૬. બુદ્ધ અને ગોપા [‘અખંડ આનંદ : જુલાઈ, ૧૯૫૪] ૭. સુગતનો મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને મેધાનો સમન્વય | જન્મભૂમિ : ૨૪ મે, ૧૯૫૬ ] ૮. સિદ્ધાર્થપત્નીનો પુણ્યપ્રકોપ [ ગૃહમાધુરી' : જુલાઈ, ૧૯૫૪] ૯. હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [ પ્રબુદ્ધ જીવન' : ૧૫ જૂન, ૧૯૪૯] ૧૦. આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] ૧૧. વારસાનું વિતરણ [ શ્રી. મનુભાઈ પંચોળી – ‘દર્શક’ના પુસ્તક આપણો વારસો અને વૈભવની પ્રસ્તાવના ] ૧૨. ચેતન-ગ્રંથો [ પ્રબુદ્ધ જીવન” : ૧ નવેમ્બર, ૧૯૪૭] ૧૩. વિકાસનું મુખ્ય સાધન [ “બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૪૯] ૧૪. સમુલ્લાસ [શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાના પુસ્તક સત્યં શિવ સુન્દરમ્'નું પુરોવચન] ૧૫. ખરો કેળવણીકાર [શ્રી. નાનાભાઈ ભટ્ટની આત્મકથા “ઘડતર અને ચણતરનું પુરોવચન ] WWW.jainelibrary.org Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ • જૈન ધર્મ અને દર્શન ૧૬. અનધિકાર ચેષ્ટા | જયભિખૂની નવલકથા મત્સ્યગલાગલની પ્રસ્તાવના ] ૧૭. ત્રિવેણીસ્નાન [શ્રી ‘દર્શક’ના પુસ્તક ત્રિવેણીતીર્થની પ્રસ્તાવના ] ૧૮. સ્મૃતિશેષ || શ્રી. મોહનલાલ મહેતા “સોપાનના પુસ્તક દીપમંગલ'ની પ્રસ્તાવના ] ૧૯. બિંદુમાં સિંધુ [ સંસ્કૃતિ : ઓગસ્ટ, ૧૯૫ર ] ૨૦. સર્વાગીણ સંશોધન અને સમાલોચના [ડૉ. ધીરુભાઈ ઠાકરના પુસ્તક મણિલાલ નભુભાઈ : સાહિત્યસાધના’નો પ્રવેશક ] ૨૧. જીવતો અનેકાન્ત [શ્રી મહાવીર જૈન વિદ્યાલય, રજત મહોત્સવ ગ્રંથમાંથી ] ૨૨. વટબીજનો વિસ્તાર ગુજરાતનાં શૈક્ષણિક પ્રગતિ તથા વિકાસ : અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રયત્ન' (૧૯૫૧)ની પ્રસ્તાવના ] ૨૩. ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન [બુદ્ધિપ્રકાશ' : જાન્યુઆરી, ૧૯૪૯ ] ૨૪. ઉચ્ચ શિક્ષણની બોધભાષા [બુદ્ધપ્રકાશ' ઓગસ્ટ, ૧૯૪૭] ૨૫. ઉચ્ચ શિક્ષણની બોધભાષા : એક પ્રશ્નોત્તરી[ “સંસ્કૃતિ': એપ્રિલ, ૧૯૫૪ ] ર૬. “સંસ્મરણોની આલોચના [શ્રી. ગ. વા. માવળંકરની આત્મકથાની સમાલોચના ] ૨૭. સ્ત્રી-પુરુષની બળાબળની મીમાંસા [ જેનયુગ : જ્યેષ્ઠ, ૧૯૮૫) ૨૮. પત્રિાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ [‘નચિકેતા' : સપ્ટેમ્બર, ૧૯૫૪ ] ૨૯. દંપતીજીવનનાં દસ્તાવેજી ચિત્રો [ ગૃહમાધુરી’ : માર્ચ, ૧૯૫૬ ] ૩૦. યાયાવર : [‘શ્રીરંગ’ : એપ્રિલ, ૧૯૫૬ ] દાર્શનિક ચિંતન ૧. ભારતીય દર્શનોમાં આધ્યાત્મિક વિકાસક્રમ [ પુરાતત્ત્વ', પુસ્તક માંથી ઉદ્યુત ] ૨. ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્ત્વજ્ઞાન [‘નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવેલો નિબંધ ]. ૩. સંસાર અને ધર્મનું અનુશીલન (શ્રી કિશોરલાલ મશરૂવાળા કૃત “સંસાર અને ધર્મ ગ્રંથ - ૮ પંડિતજીએ કરેલ અનુશીલન ] ૪. સ્ત્રી જાતિને દષ્ટિવાદ અંગ ભણવાના નિષેધ પર | જૈન સાહિત્ય સંશોધક, - એક વિચાર ખંડ - ૩, અંક - ૩] Page #338 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૩૨૯ ૫. બ્રહ્મ અને સમ [ ગુજરાત સાહિત્ય પરિષદના તત્ત્વજ્ઞાનના પ્રમુખપદે આવેલ પ્રવચન ] ૬. ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા [ અમદાવાદમાં મળેલ ભારતીય તત્ત્વજ્ઞાન પરિષદના ૩૩મા અધિવેશનના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે આવેલ ભાષણ - ૧૯૫૮] ૭. સ્વસ્થ અને ઉત્ક્રાન્ત જીવનની કળા ૮. તત્ત્વજ્ઞાન અને ધર્મની પરસ્પર અસર [ અખંડ આનંદ – ફેબ્રુઆરી - ૧૯૫૯ ] ૯. દાર્શનિક ક્ષેત્રમાં સંશોધન [જીવન માધુરી નવેમ્બર - ૧૯૬૦] ૧૦. સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન (1) [ પુરાતત્ત્વ : પુસ્તક ૪–૫] ૧૧. સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન (૨) ૧૨. સાંપ્રદાયકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન (૩) ૧૩. ચાવક દર્શન [ અંખડ આનંદ મે, ૧૯૫૭]. ૧૪. અંતઃ સમૃદ્ધિનું મૂલ્ય ૧૫. માનવતાના પાયા, એનું મૂલ્યાંકન અને [પ્રસ્થાન - ૧૯૫૯] જીવનમાં એનો વિનીયોગ ૧૬. મંગળ આશા : [પ્રસ્થાન - ૧૯૬૩] ૧૭. આદિ મંગળ [બુદ્ધિપ્રકાશ ] ૧૮. જીવનદષ્ટિમાં મૌલિક પરિવર્તન [ જીવનમાધુરી – નવે. - ૧૯૫૭] ૧૯. દાર્શનિક વિવરણ [૧૯૫૭માં સ્નેહ સંમેલનમાં આપેલ પ્રવચનમાંથી ] ૨૦. માનવ મનની ભીતરમાં [ ઓલ ઈન્ડિયા રેડિયો, અમદાવાદ ઉપરથી ૧૯૬૦માં વાર્તાલાપ માટે તૈયાર કરેલ લખાણ ] અર્થ (દર્શન અને ચિંતનના બીજા ભાગમાં છપાયેલ લેખો) ૧. કરુણા અને પ્રણામૂર્તિનું મહાપ્રસ્થાન [‘સંસ્કૃતિ' : માર્ચ, ૧૯૪૮] ૨. અંતે આશ્વાસન કોનાથી મળે છે ? [‘સંસ્કૃતિ' : માર્ચ, ૧૯૪૮] ૩. ગાંધીજીનો જીવનધર્મ [‘જન્મભૂમિ' વિશેષાંક ] ૪. બંને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ [ પ્રબુદ્ધ જૈન : ૧ માર્ચ, ૧૯૪૮] ૫. વિભૂતિ વિનોબા [ “ભૂમિપુત્ર' : ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૪ ] ૬. આજનો યથાર્થ માર્ગ : ભૂદાન [ પ્રસ્થાન : કારતક, ૨૦૧૩) Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ • જૈન ધર્મ અને દર્શન ૭. કાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ [બુદ્ધિપ્રકાશ' : જાન્યુઆરી, ૧૯૫૦] ૮. સર્વમિત્ર ગૃહ-સંત [બુદ્ધિપ્રકાશ' : સપ્ટેમ્બર, ૧૯૫ર ] ૯. બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવ [‘આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રંથમાંથી ] ૧૦. સ્વ. કોસાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો [ પ્રબુદ્ધ જૈન' : ૧૫ જુલાઈ, ૧૯૪૭] ૧૧. શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કોસાંબીજી [બોધિચર્યાવતારનું પુરોવચન ] ૧૨. આચાર્ય શ્રી આત્મારામજી [સં. ૧૯૮૫માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન ] ૧૩. આચાર્ય જિનવિજયજી [પ્રસ્થાન' : યેષ્ઠ, ૧૯૮૪] ૧૪. સ્મૃતિશેષ દાદા [ બુદ્ધિપ્રકાશ' : માર્ચ, ૧૯૫૬ ] ૧૫. પરિચય થોડો પણ છાપ ઘણી ઊંડી [ શ્રી. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિગ્રંથ સૌનો લાડકવાયોમાંથી ] ૧૬. આવો ને આટલો આઘાત કેમ ?[ પ્રબુદ્ધ જૈન' : ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૭] ૧૭. સ્મૃતિપટ [ “શ્રી જૈન ધર્મ પ્રકાશ' : વૈશાખ, ૨૦૦૭] ૧૮. સૌમાં વૃદ્ધ પણ સૌથી જુવાન [ પ્રબુદ્ધ જૈન' : ૧ ઑગસ્ટ, ૧૫ર ] ૧૯. ત્રણ સ્મરણો [ પ્રસ્થાન' : યેષ્ઠ, ૧૯૮૩] ૨૦. કેટલાંક સંસ્મરણો [[ પ્રબુદ્ધ જેન' : ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૬ ] ૨૧. અંજલિ [ જૈન’ : ૨૧ જુલાઈ, ૧૯૫૬ ] ૨૨. એક બીજા મિસ્ત્રી [ પ્રસ્થાન' : ફાગણ, ૧૯૯૨ ] ૨૩. સ્વ. લાડુબહેનની જીવનરેખા [ પાલણપુર પત્રિકા' : ૧૯૨૬ ] ૨૪. તેજોમૂર્તિ ભગિની [‘અપંગની પ્રતિભામાં બે શબ્દ'] ૨૫. બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો [ જૈન’ : તા. ૧૧-૨-૧૯૫૬ ] ૨૬. તેજસ્વી તારક આચાર્ય શ્રી નરેન્દ્રદેવજી [ “જૈન” : તા. ૨૫-૨-૧૯૫૬ ] . ૨૭. શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી [ પ્રબુદ્ધ જૈન' : તા. ૩૧-૧૨-૧૯૩૯] અનેકાન્ત ચિંતન ૧. જૈન તત્ત્વજ્ઞાન [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૬-૪૬] ૨. જૈન ન્યાયનો ક્રમિક વિકાસ [સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ, ભાવનગરમાં વેચાયેલ અને જેને સાહિત્ય સંબંધી લેખોનો સંગ્રહ’ જૈ. ધ. પ્ર. સ. ભાવનગર)માં પ્રકાશિત ] Page #340 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૩૩૧ ૩. સપ્તભંગી [એક વિદ્યાર્થીને પત્ર] ૪. પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ? L[ ‘કાન્તમાલા: ૧૯૨૪] ૫. ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા [ પુરાતત્ત્વ: પુસ્તક ૧] ૬. કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ પુરાતત્ત્વ : પુસ્તક ૩] ૭. નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો [ જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૨]. ૮. આવશ્યકસૂત્રના કર્તા કોણ ? જૈન સાહિત્ય સંશોધક, ખંડ૩, અંક-૨) ૯. સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ [જેન’ રીપ્ય મહોત્સવ અંક] ૧૦. હેતુબિન્દુનો પરિચય [ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રકાશિત . હેતુબિન્દુ-ટિકાની પ્રસ્તાવના ] ૧૧. સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્વર્ધશતકા આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ ] ૧૨. “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન [‘સંસ્કૃતિ : ફેબ્રુઆરી, ૧૫૪] ૧૩. શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ : [ શ્રી. રાજચંદ્રના આત્મ સિદ્ધિશાસ્ત્રનું પુરોવચન ]. ૧૪. શ્રીમદ્ રાજચંદ્ર - એક સમાલોચના | શ્રી. રાજચંદ્રનાં વિચારરત્નોમાંથી) Page #341 -------------------------------------------------------------------------- ________________ સૂચિ અકબર – ૨૫ અકર્મણ્ય – ૧૯ અકલંક - ૧૬૧ અખંડ આનંદ – ૬ ૧ અઘ - ૩૩ અચલ - ૮૩ અજયપાળ - ૩૦૭ અજાગલસ્તન – ૫, ૧૩૪ અજાતશત્રુ – ૩૦૯ અદત્તાદાન – ૧૮૫ અધ્યાત્મસાર – ૭૫ અનાસક્ત - ૧૬ અનુપયોગિતા – ૧૨૦ અનુપયોગી – ૨૧૯ અનેકાંત – ૭૨ અન્તસ્તપ – ૨૯૫ અપરિમાર્જિત – ૫૭ અભયદેવસૂરિ - ૨૮૭ અભિધાનરાજેન્દ્ર – ૧૫૬ અબ્રાંત - ૧૬૮ અમારિ – ૨૨૮ અરવિંદ – ૬૩, ૧૨૦, ૧૪૪ અરિષ્ટનેમિ – ૪૯ અર્જુન – ૪૯ અર્થશાસ્ત્ર – ૧૫૩ અલાઉદ્દીન – ૧૯૮ કે અવેસ્તા - ૧૫૭ અશોક – ૧૫ર, ૩૦૯ અસ્તિ-નાસ્તિ – ૩૧૫ અસ્પૃશ્યો – ૨૪૦ અસંગતિ – ૨૪૮ અહલ્યાબાઈ – ૩૦૮ અંગ – ૪૬ અંગગ્રંથ – ૩૧, ૪૪ અંગસુત – ૧૫ર અંતગડ – ૪૬ અંત્યજ – ૨૪૦ આચારાંગના –૪૩ આચાર્ય - ૨૦૧ આચારંગના પ્રથમ શ્રુતસ્કંધ – ૪૩ આત્મગહ – ૧૩૪ આત્મછેદ – ૨૪૧ આત્મારામજી – ૮૯ આત્મૌપમ્ય - ૬૪ આદમ એડન – ૧૦૪ આદિશક્તિ – ૪૭ આનંદઘન – ૧૦૧ આભૂશાહ – ૨૮૯ આદ્મભટ – ૨૯૮, ૩૦૭ આર્દ્રકુમાર – ૨૬૪ આર્ય રક્ષિત – ૧૮૮, ૨૯૮ આર્યવેદ – ૧૭ આર્ય સુહસ્તિ – ૨૫૭ આર્ય સ્કંદિલે – ૧૫ર Page #342 -------------------------------------------------------------------------- ________________ સૂચિ - ૩૩૩ આહત કુમારપાળ – ૨૨૫ આહંત સમ્રાટ ખારવેલ – ૨૨૫ આવશ્યકનિર્યુક્તિ – ૪૩, ૬૯ આશામોદક – ૧૧૯ આષાઢભૂતિ – ૨૬૪ આસવનિરોધ - ૨૬૩ ઇન્દ્રભૂતિ – ૧૩૦ ઈવ – ૧૦૪ ઉગ્રસેન રાજા – ૨૪ ઉજ્વલકુમારી – ૭૬ ઉત્તરપુરાણ – ૪૬ ઉદયન મંત્રી – ૨૯૮, ૩૦૬ ઉદયન-વત્સરાજ - ૩૦૮. ઉદ્દાલક આરુણિ – ૩૦૫ ઉપકરણો – ૧૫૯ ઉપધાનસૂત્ર – ૪૩ ઉપસર્ગો – ૪૩ ઉપાચાર્ય – ૨૦૧ ઉપાસકદશાંગસૂત્ર - ૨૮૧ ઉપાસ્ય – ૮ ઉપાંગ – ૬૯ ઉલ્લકાશ્ય – ૩૫ ઋગ્વદ - ૨૧ ઋદ્ધિપાદ – ૩૫ ઋષભદત્ત – ૩૨ ઋષભદેવ - ૭ ઐકાન્તિક – ૧૧૮ ઔત્સર્ગિક – ૧૧ ઔપનિષદ – ૧૫૩ ઔપપાતિક – ૬૯ ઔરંગઝેબ - ૧૯૮, ૩૦૯ કટપૂતના – ૩૭ કપિલકુમાર – ૨૯૭, ૨૯૮ કપિલકુમાર - ૩૦૨ કબીર - ૭૯, ૨૪૨ કરિઅપ્પા – ૩૦૪ કર્મેન્દ્રિય – ૧૭ કલાલ – ૨૨૧ કલ્પસૂત્ર – ૧૧૪ કવિ કોક્કોક – ૨૮૫ કિવિ નરસિંહરાવ – ૧૦૧ કવિ રવિણ - ૪૪ કંસ – ૨૪, ૩૨ : કિંસવધ – ૩૦ કાકાસાહેબ – ૬૪, ૨૬ ૨, ૩૧૭ કામસૂત્રનો ટીકાકાર – ૨૮૫ કાલકાચાર્ય – ૨૦૬ કાલિદાસ – ૧૭૪ કાલિય ૩૪ કાળી – ૪૭ કુઠાર – ૨૩૭ કુમારપાળ – ૩૦૭ કુમારિલ ભટ્ટ – ૭૮ કુવલયાપીડ – ૩૭ કુસીલ – ૨૦૨ કુંદકુંદ – ૧૫૫ કુંદકુંદ – ૯૮ કુંવરી – ૨૮૯ કૃષ્ણ – ૯, ૨૩, ૨૭, ૨૭૯ કૃષ્ણ-અર્જુન – ૩૧૮ કેશિકુમાર - ૨૬ ૭ કોણિક – ૨૯૮, ૩૦૯ કોણિક-ચેટક – ૨૯૭ કોશા – ૨૬૪ કૌરવો-પાંડવો – ૩૦૮ ક્રાઇસ્ટ – ૫૬ ક્ષત્રિય – ૨૯૮ ક્ષાત્રવટ – ૩૦૬ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ • જેન ધર્મ અને દર્શન ક્ષાવિકભાવ – ૨૬૯ ક્ષુદ્રતા – ૨૦૯ ખમ્બર – ૨૯૦ ખમણા – ૧૨૬ ખારવેલ - ૧૫૨ ગચ્છસ્થવિર – ૨૦૧ ગણિ – ૨૦૧ ગાંગીલ – ૩૦૮ ગાંધીજી – પર, ૧૨૦, ૧૪૪, ૧૪૫ ગિઝની - ૧૯૮ ગીતા – ૧૬, ૭૫ ગુણભદ્ર – ૪૬ ગુરુ તોસલિપુત્ર – ૩૦૫ ગુરુ નાનક – ૩૨૦ ગૃહપતિ વૈશ્ય – ૨૯૮ ગોપાલન – ૨૪ ગોપી – ૩૭ ગોવર્ધન – ૨૪ ગોશાળક – ૩૬ ગૌતમ – ૪૩ જ્ઞાતપુત્ર - ૩૦ જ્ઞાતા – ૪૬, ૨૮૭ જ્ઞાતા અને અંતગડ – ૩૧ જ્ઞાનસાર – ૭૫ ચણ્ડકૌશિક – ૩૫ ચંડપ્રદ્યોત – ૩૦૮ ચંદ્રગુપ્ત મૌર્ય - ૧૫૧ ચૂર્ણિ – ૪૩ ચેટક - ૨૭૯, ૨૯૮, ૩૦૯ ચેટકરાજની પુત્રી – ૩૦૮. ચૈતન્ય – ૨૪૨ છ અંગો – ૧૫૩ ગડુચરિત્ર – ૨૯૦ જગડુશા – ૨૨૬ જગદીશચંદ્ર બોઝ – ૧૭૪ જટિલ – ૩૫ જતિ - ૧૧૯ જમાલિ - ૬૮ જયમંગળ – ૨૮૫ જયસિંહ સિદ્ધરાજ – ૩૦૬ જરથુસ્ત – ૫૬ જંબૂ - ૨૬૪ જાતકનિદાન - ૩૫ જિનચરિત – ૧૧૪ જિનચંદ્ર - ૯૭ જિનસેન - ૩૭. જેઠાલાલ ગાંધી - ૩૧૧ જૈન રામાયણ - ૩૧ ટાગોર – ૧૨૦, ૧૭૪ તામસ – ૨૫ તાર્કિક જયંત – ૩૧૦ તુકારામ – ૨૪૨ તુકારામ – ૨૪૮ તૃણાસુર – ૩૬ તોસલિપુત્ર – ૧૮૮ ત્રિકાલાબાધિત – ૨૫૨ ત્રિશલા – ૩૨ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર - ૩૩ દત્ત – ૧૦ દયાનંદ – ૧૭૪, ૨૪૨ દલપત કવિ – ૧૭૪ દશરથજાતક – ૩૦ દાનવીર જગડુ - ૨૮૯ દિગંબર – ૮ દિગંબરાચાર્ય જિનસેન – ૧૪ દુર્ગા – ૪૭ દુવે – ૨૮૯ દુશ્ચક – ૨૫૬ Page #344 -------------------------------------------------------------------------- ________________ દેવકી – ૩૨ દેવચંદ્ર ૯૭ દેવદત્ત – ૬૮ દેવદ્રવ્ય – ૧૩૪ - દેવાનન્દા - ૩૨ हर्षचरित एक सांस्कृतिक अध्ययन દ્રૌપદી – ૪૮ ધનનંદ ૩૦૬ ધના ૩૦૭ - - ધનાશાલિભદ્ર – ૨૯૭, ૨૯૮ - ધર્મવી૨ ૪૨ ધ્રુવ-અધ્રુવ ધ્રુવસેન - ૧૧૪ નન્દનમુનિ - ૩૨ નન્દુપત્ની યશોદા – ૩૨ નન્દમંત્રી - ૨૬૪ નરસિંહરાવ – ૧૦૧ નરેશ બિંબિસાર અ૫૨ નિર્યામક ૯૬ - - ૩૧૫ નવજીવન ૧૪૫ નહેરુ નાનક ૨૪૨ ૧૪૪, ૨૨૨ નિદિધ્યાસન ૫૮ નિવૃત્તિધર્મ – ૧૫ નિષિદ્ધત્યાગ ૨૬૧ નિષ્પ્રભ - પ નૃસિંહ – ૪૮ નેપોલિયન – ૧૪૬ નૈમિચંદ્ર - ૨૮૮ નેમિનાથ ૭, ૨૩, ૪૭, ૨૬૫ નૈગમેષી દેવ ૩૨ ૩૦૧ - ન્હાનાલાલ – ૧૭૪ - નંદિષેણ - ૨૬૪, ૨૯૭, ૨૯૮, ૩૦૧ પઉમચરિય ૪૪ પટેલ પદ્મ ૪૬ ૧૪૪ પદ્મપુરાણ ૪૪ પદ્મવિજયજી – ૯૮ -- પયગંબર – ૨૩૮ પરમહંસ -૧૩૮ પરિવર્ધન ૮૨ પરીષહ પંચાશક વૃત્તિ પંડિત આશાધર પાર્શ્વનાથ - ૭ પાસચંદ્રસૂરી - ૨૮૯ ૨૦૨ - - પાસત્યા પિટકો – ૩૦ ww પુત્ર રક્ષિત ૩૦૪ પુષ્પદંત ૧૫૨ પુંડ્રવર્ધન - ૧૫૩ પૂજ્યપાદ ૧૫૫ પૂતના રાક્ષસી પૃથ્વીરાજ - ૫૦ પોરવાડ આસરાજ ૩૬ પ્રતાપ ૧૪૬ પ્રતિક્રમણ પ્રદ્યોત ૩૭, ૨૧૭ ૨૮૦ -- - ૨૭૯ ૧૦૬ ૧૦ પ્રબંધચિંતામણી - ૩૧૦ પ્રલમ્બ – ૩૪ પ્રવચનસારોદ્ધાર ૨૮૯ સૂચિ ૦ ૩૩૫ ૨૮૮ પ્રવર્તક ૨૦૧ પ્રવૃત્તિધર્મ – ૧૫ પ્રાતિહાર્ય-અતિશય - ૩૫ પ્રિયદર્શના – ૬૯ ફલ્ગુન ૩૦૫ બર્નાર્ડ શો – ૧૦૫ બળભદ્ર ૩૪ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬૦ જૈન ધર્મ અને દર્શન બળભદ્ર રામરૂપે – ૩૨ બાઇબલ ૧૦૪ બાઇબલના ગિરિપ્રવચન બાબુ ધનપતસિંહજી . - ૧૫૫ બાબૂ કામતાપ્રસાદ જૈન ૫ બારસા ૧૨૩ બાહુબળી – ૧૯ બિંબિસાર ૨૬૪, ૩૦૯ - બૌદ્ધ ૯ બૌદ્ધમંગળસૂત્ર – ૬૭ બ્રાહ્મી – ૨૦ -- બ્રૂનો ૧૭૩ ભગવતી - ૪૩, ૨૮૭ ભગવતી શતક ૪૩ ભગવતીસૂત્ર - ૨૮૫ ભગવાન પાર્શ્વનાથ ભદ્રક-વક ૨૦૮ ભદ્રબાહુ ૧૫૨ ભદ્રાકપિલા – ૨૬૬ ૧૭ - - ભરત ભાગવત, દશમસ્કન્ધ - ૩૩ ભાગવત -- - ૮, ૩૩ ભાગવતપુરાણ . ભાગવતમાં રાસપંચાધ્યાયી - ૨૯૬ ભાર્ગવ ૧૭૪ ભાષાસમિતિ ૧૫ ભાષ ૧૫૧ -y ૪૩ - ભીષ્મપ્રતિજ્ઞાવી૨ - ૨૪૫ ભૂતબલિ – ૧૫૨ ભૂમા ૬ ૬ ભૂયરાજ ભેળસેળ - ૧૧૧ મણિલાલ પાદરાકર ૯૭ મત્સરી - ૩૩ ૧૨૬ ૨૯૮, ૩૧૦ મથુરા મનોનિગ્રહી મલ્લિનાથ ૧૫૩ ૨૬૫ મશરૂવાળા ૧૨૦ મહર્ષિ પતંજલિ – ૨૧૮ ૨૬૬ મહાકાશ્યપ મહાગિરિ મહાદેવ – ૯ મહાભાષ્ય - ૧૫૩ - - - – મહાયાન મહાવીર – ૭ મહાવી૨-બુદ્ધયુગ - ૨૭ - - ૧૪૩ - મહાશાલ ૩૦૭ - મહંમદ-જિસસ - ૩૧૮ મંડિતપુત્ર - ૨૮૮ માઘ ૧૭૪ - ૨૫૭ મુગલ સમ્રાટ અકબર ૨૧૭ મુનશી ૧૭૪ મૃગાવતી ૨૯૭, ૨૯૮, ૩૦૮ મેથ્યુ આર્નોલ્ડ મેનકા - ૧૨૯ મેરુત્તુંગે – ૩૧૦ ૧૦૧ મૌર્યપુત્ર - ૨૮૮ યમી-યમ - - ૨૧ યશોદા ૧૩૦ યશોદેવ ૨૮૯ યશોમતી યશોવિજ્યજી - ૧૪૨, ૧૬૧ યશોવિજયજી ૭૫ યંગ ઇંડિયા ૧૪૫ યાકોબી – ૧૫૪ યુગપ્રવર્તક ૧૬૫ યોગમાયા – ૩૨ યોગશાસ્ત્ર ૨૫ — --- ૨૮૯ ૧૦૭ Page #346 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્ર પ્રકાશ રજોગુણ ૨૯ રતિરહસ્ય ૨૮૫ રથનેમિ – ૨૪, ૨૬૫ રથીપુરુષો – ૮ - રાજયન ૧૦૯ - - રાજમાતા ૩૦૮ રાજસવૃત્તિ – ૨૫ રાજસ્ ૨૯ રાજીમતી રાજુમતી રાધાકૃષ્ણન ૬૩, ૧૬૬ - રામ ૯, ૨૭ રામતીર્થ ૧૭૪ રામ-રાવણ - રામાનુજ – ૨૪૨ - રાક ૨૯૬ રુદ્રસોમાની – ૩૦૪ રૂશ્રદ્ધાળુ ૯૯ રોહીણી ૩૨, ૪૬ લક્ષ્મણ ૩૦૮ - ૨૬૫ ૨૩ - - - ૩૧૮ લક્ષ્મીસાગરસૂરિ – ૨૮૯ લોકોત્તર – ૧૧૦ લૌકિક ૧૧૦ ૨૮૫ વજ ૧૪૨ વજસ્વામી - ૩૦૫ - વલભી – ૧૫૩ – વલ્લભભાઈ ૨૨૨ વસુદેવ – ૨૩, ૩૨ વસુદેવહિન્ડી – ૪૬ વસુબંધુ – ૩૨૧ વસ્તુપાળ તેજપાળ – ૨૮૯ - વાડ્મય ૩૧ વાત્સ્યાયન – ૨૮૫ . વાલજી ગોવિંદજી દેસાઈ વાલ્મીકિ ૩૦, ૧૭૪ વાસુદેવ – ૯ વાસુદેવશ૨ણ અગ્રવાલ ૫ વિકુર્વિત – ૧૨૯ વિક્રમ - ૩૦૬ વિજ્યધર્મસૂરીશ્વર વિજય શેઠ - ૨૬૫ વિજયાનંદસૂરીશ્વર - ૮૧ વિજયા શેઠાણી - ૨૬૫ - વિનય – ૧૧૪ વિનયવિજ્યજી - ૨૮૯ વિપાક – ૨૮૭ વિશેષાવશ્યકભાષ્ય - ૬૯ વિશ્વામિત્ર ૧૨૯, ૨૧૫ વિષ્ણુ - ૩૧, ૩૨, ૪૮ વિહલ્લ -- ૨૯૮ વેબર - ૧૫૪ વૈદિક ૧૫૩ વૈરિણી ૩૭ વૈશ્યકુમાર વ્યાસ w ૧૭૪ કાળ ૨૯૮, ૩૦૬ શંકરાચાર્ય - ૧૭૪, ૩૨૧ પલ-મહાશાલ ૨૯૮ શાલિભદ્ર ૩૦૭ શાશ્વત ૧૧૪ શાસનદેવતા – ૧૬૪ શાસનદેવી ૧૬૪ શાહબુદ્દીન – ૫૦ શાંકરભાષ્ય - ૩૨૧ શિથિલાચારી – ૨૦૨ શિવાજી ૧૪૬ શિષ્યનિષ્ફટિકા – ૧૮૯ - ૧૬૫ ૨૬૪ . ૩૩૭ ૨૩૭ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ • જૈન ધર્મ અને દર્શન શુદ્ધદ્વૈત શૂલપાણિ દાસ્પદ A સચેલ - શ્રમણ - શ્રમણ ગૈતમ શ્રીમદ્ રાજચંદ્ર શ્રુતસ્કંધ -- ૪૩ શ્રેણિક ૨૬૪ ૬૫ શ્રેણિકનો પુત્ર - ૩૦૧ શ્વેતાંબર - ૮ કડાય ૨૬૪ ૮૩ - ૩૪ ૨૩ - સાતમાળા સત્ત્વસંશુદ્ધિ ૨૯ સનાતની પંડિત ૧૭૪ સન્મિત્ર કપૂરવિજ્યજી - ૧૨૩ સમુદ્રવિજય - ૨૩ સમ્યદિત્ર – ૭૯ સમ્રાટ અશોક - ૨૨૪ - સમંતભદ્ર સંકીર્ણ ૨૮૧ સંગમ ૩૭, ૧૨૯, ૨૪૫ સંઘસ્થવિર – ૨૦૧ - ૨૬૭ ૧૦૧, ૧૦૯, ૩૧૪ સંપ્રતિ ૧૫૨, ૨૨૪ ૨૪૦ સંભૂતિ સંભૂયકારિતા ૫ ૧૫૫ સંયતિરાજ - ૨૯૭, ૨૯૮, ૩૦૩ સાગરધર્મામૃત - ૨૭૯, ૨૮૦ સાગરાનંદસૂરિ સાવધ કર્મ - ૧૫ સાંવત્સરિક પ્ સિકંદર -- ૧૪૬ ૨૯૬ ૧૫૫, ૧૬૧, ૨૧૬ - — સિદ્ધસેન સિદ્ધાર્થ – ૩૨ સી. વી. રામન સીતા ૧૦૪ સીમંધર ૯૮ સુઘોષા ૧૨૪ સુદર્શન ૩૫ સુદર્શના ૧૬ ૧ 1 ૬૯ ૩૬ સુદષ્ટ સુદામા ૨૫ સુધર્મા ૨૬૪ સુનિતિકુમાર ચેટર્જી સુનંદા ૧૩ સુમંગલા ૧૩ સુંદરી ૨૦ સૂક્ષ્મ – અતિસૂક્ષ્મ અને અગમ્ય – સ્થાનાંગ ૬૯ ૧૭૪ હલ્લ ૨૯૮ વિ - ૨૩૧ Avi સ્થાનાંગસૂત્રની ટીકા સ્થૂલભદ્ર : ૧૫૧, ૨૬૪ હરિકેશીબળ – ૨૪૦ હરિભદ્ર ૧૬૧ હિરવંશ ૪૫, ૪૯ હિરવંશપુરાણ -૩૭ હલ્લ, વિહલ્લ – ૩૦૯ ૫ ૨૮૮ ૧૨૬ હીનયાન ૨૫ હીરવિજ્ય – ૨૩૬ હીરવિજયસૂરી - ૨૨૫ હેમચંદ્ર ૧૪, ૧૬, ૪૩, ૪૬, ૧૪૨, ૧૬૧, ૨૩૬, ૩૦૭, ૩૧૦ Page #348 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજીનો જન્મ ૮ ડિસેમ્બર ૧૮૮૦માં સુરેન્દ્રનગર પાસે આવેલ લીમડી નામના નાનકડા ગામડામાં થયો હતો. ૧૬ વર્ષની ઉંમરે તેમણે શીતળામાં આંખો ગુમાવી ત્યારથી, તેમના જ જણાવ્યા મુજબ, તેમનો બીજો જન્મ શરૂ થયો. આ પછીનું તેમનું જીવન અકથ્ય પુરુષાર્થ જેવું હતું. સને ૧૯૦૪થી ૧૯૨૧ સુધી કાશી અને મિથિલામાં પ્રથમ સંસ્કૃત ભાષા અને પછી ભારતીય દર્શનનો અભ્યાસ કર્યો અને અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૨૧થી ૧૯૩૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં રહીને સન્મતિતર્કના પાંચ ભાગોનું સંપાદનકાર્ય કર્યું. તે સમગ્ર ભારતીય દર્શનના ઇતિહાસમાં અનન્ય ઘટના હતી. ૧૯૩૩થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપનકાર્ય કર્યું. આ દરમ્યાન તર્કભાષા, પ્રમાણમીમાંસા અને જ્ઞાનબિંદુ જેવા ગ્રંથોનું સંપાદનકાર્ય કર્યું. ૧૯૪૪ બાદ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ સતત વિદ્યાપ્રવૃત્તિ કરતાં કરતાં ૯૭ વર્ષની ઉંમરે બીજી માર્ચ ૧૯૭૮માં અવસાન પામ્યા. પંડિત સુખલાલજી વીસમી સદીના એક મૌલિક ફિલસૂફ હતા. એમણે જીવનમાં વિદ્વત્તા, સાદાઈ અને મનુષ્ય-પ્રેમનો સંગમ સાધ્યો હતો. ભારતના વિધવિધ ધર્મોમાં રહેલું સમન્વયબીજ એમણે શોધ્યું અને ધર્મને ક્રિયાકાંડથી મુક્ત કર્યો. જે ધર્મ સમાજ માટે ઉપયોગી ન હોય એ ધર્મ અપ્રસ્તુત છે એ વાત તેમણે અનેક ગ્રંથોમાં સમજાવી છે. એક પ્રજ્ઞાચક્ષુ અસહાય યુવાન ભારતીય દર્શનનો વિશ્વવિખ્યાત વિદ્વાન કેવી રીતે બન્યો તેની ગાથા માનવજાત માટે સાચવી રાખવા જેવો વારસો છે. તેમણે અધ્યાત્મવિચારણા, ભારતીય તત્ત્વવિદ્યા, સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિ જેવા ગ્રંથો તથા “મારું જીવનવૃત્ત’ નામની આત્મકથા લખી. આ ઉપરાંત અનેક ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરે પર જે અસંખ્ય લેખો લખ્યા તે ત્રણ ભાગમાં દર્શન અને ચિંતનમાં પ્રગટ થયા છે. in Education International For Privel s enal Use Only www.jainelib