SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ - જૈન ધર્મ અને દર્શન કોઈનો વાર્યો રહે તેમ નથી ? મંદિરેણની સિંહવૃત્તિને એટલું જ જોઈતું હતું. અને તે પાછો ચાલી નીકળ્યો. દેહદમનથી ઉપશાંત નહિ થયેલ ભોગવાસના ભોગથી ઉપશાંત બની અને સાથે જ ધર્મ-આરાધને જે બીજો વાવ્યાં હતાં તેના પણ સાત્ત્વિક અંકુરો સ્વાભાવિક રીતે ઊગ્યા. આમ ભોગવાસનાનો ઉપશમ અને ત્યાગસંયમના વિવેક સંસ્કારો એ બંનેનો સુમેળ થતાં જ પોતાના ધર્મગુરુ ભગવાન મહાવીર પાસે જઈ સ્થિર મનથી જીવનશોધનના કામમાં લાગી જાય છે. નંદિષણની જીવનરેખા તો લેખકે આકર્ષક રીતે આલેખી છે. તેમાં ઘણે સ્થળે આવતું માનસિક વૃત્તિઓનું વિશ્લેષણ અનુભવસિદ્ધ અને ધ્યાન ખેંચે એવું છે. પણ ઉપર જે ટૂંક સાર આપ્યો છે તે ઉપરથી એટલું જાણી શકાશે કે ક્ષત્રિયવૃત્તિ કેવી ચંચળ અને છલાંગ મારનારી હોય છે. એ વૃત્તિ જ્યારે કાબૂમાં આવે છે ત્યારે તે કેટલી કાર્યસાધક બને છે, અને કાબૂમાં ન આવે ત્યાં લગી તે માણસને કેવી રીતે દડાની પેઠે આમથી તેમ ફંગોળે છે! આખી વાતનો ધ્વનિ તો છેવટે એ જ છે કે અંતરવાસના બળવતી હોય તો દેહદમન કારગત થતું નથી. જ્યારે એ વાસનાનું બળ એક કે બીજી રીતે ઉપશાંત થાય ત્યારે જ સાધના ધર્મસાધના નીવડે છે. આ સત્ય ભલે નંદિષણની વાર્તામાં નિરૂપાયું હોય, પણ તે આખી માનવજાત માટે સારું છે. એટલે લેખકે નંદિષણની વાર્તા દ્વારા વાચકનું ધ્યાન એ મુખ્ય સત્ય તરફ જ આકર્ષવા સુંદર રીતે પ્રયત્ન કર્યો છે. છ8 વાત: કપિલકુમાર, જે છઠ્ઠી વાર્તાનો નાયક છે, તે વિશે અહીં જ થોડું કહી દઈએ. નંદિષેણ એ ક્ષત્રિય પ્રકૃતિનો છે, જ્યારે કપિલકુમાર બ્રાહ્મણ પ્રકૃતિનો. નંદિષેણ ક્ષણમાત્રમાં રાજવૈભવ ત્યજી તપ-ત્યાગ તરફ ઢળે છે અને વળી તેમાંથી ચુત થઈ પાછો ભોગ ભણી ભાગે છે. કપિલકુમાર સરસ્વતીની સાધના કરતાં કરતાં વચ્ચે જ એક તરુણી તરફ આકર્ષાય છે. અને એ સાધનાને ત્યાં જ જતી કરી ગુરુવાસ છોડી તરણી સાથે ચાલી નીકળે છે. મંદિર વિશે ભગવાન મહાવીરે ભાખેલું સત્ય સાચું ઠરે છે, તો કપિલકુમાર વિશે વિદ્યાગુરુએ કલ્પેલું ભાવી સાચું પડે છે. મંદિષેણ ગણિકાના પાશમાંથી એકાએક છૂટી મૂળ માર્ગે પાછો ફરે છે, તેમજ કપિલકુમારનું પણ બને છે. પત્નીના આગ્રહથી ગરીબી નિવારવા રાજકારે દાન મેળવવા જતાં જ્યારે તેને રાજા તરફથી જોઈએ તે માગી લેવાનું કહેવામાં આવે છે. ત્યારે કપિલકુમાર - આ માર્ગ, તે માગું, આટલું માગું તેટલું માગું? – એવી અનેક પ્રકારની વિકલ્પજાળોમાં સપડાય છે. પણ તરત જ તેની સ્વલક્ષી વીરવૃત્તિ-કહો કે ધર્મવૃત્તિ–પ્રગટે છે અને તે કાંઈ પણ મેળવવાના લોભથી તદ્દન ઊંચો ઊઠી પરમ સંતોષની ભૂમિકા ઉપર જઈ બેસે છે. હવે એને કોઈ વસ્તુ લલચાવી શકતી નથી. આમ જે થોડી ક્ષણો પહેલાં દીનવૃત્તિથી કંગાળ દેખાતો તે જ થોડી પળોમાં સાવ બદલાઈ મનસ પરિંતુષ્ટ છોડર્થવાન કો રદ્રિઃ એવી સામ્ય અવસ્થામાં આવે છે. આમ ક્ષત્રિયપુત્ર નંદિષણનું કેવું પતનોત્થાન જોવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy