________________
પુનઃ પંચાવન વર્ષે – • ૩૦૧ વાર્તાના મુખ્ય પાત્ર મંદિરમાં લેખકે વ્યક્ત કરી છે. નંદિષણ એ રાગૃહીના ક્ષત્રિય નરેશ બિંબિસાર અપર નામ શ્રેણિકનો પુત્ર છે. લઘુ વયે ભગવાન મહાવીરના ત્યાગતપસ્યામય સાત્ત્વિક વાતાવરણથી આકર્ષાઈ ત્યાગીજીવન સ્વીકારવા તે તૈયાર થાય છે. ભગવાન એવી ક્ષત્રિય પ્રકૃતિ અને કુમારવૃત્તિનો દિર્ઘદ્રષ્ટિથી વિચાર કરી તેને સંપૂર્ણ ત્યાગનું સાહસ ખેડતાં રોકે છે, પણ નંદિષેણ છેવટ તો રહ્યો રાજપુત્ર અને ક્ષત્રિય પ્રકૃતિનો, એટલે એ પોતાના ત્યાગલક્ષી આવેગને રોકી શકતો નથી. તે ત્યાગી તો બને છે, પણ તેનું મન જેમજેમ વધારે અને વધારે તારણ્યમાં પ્રવેશ કરે છે તેમ તેમ તેની ભોગવાસનાઓ વધારે અને વધારે ઉત્પાદક બનતી જાય છે. મંદિષેણ એને શમાવવા અને કાબૂમાં લેવા અનેકવિધ દેહદમન કરે છે, પણ એ દમન છેવટે તો દેહશોષણમાં જ પરિણમે છે. નંદિપેણ રહ્યો સ્વમાની, એટલે તેને પોતાની સાધના ભોગવૃત્તિનું ઉપશયન કરતી ન જણાઈ કે તરત જ તે આવેગને સામે છેડે જઈ નિર્ણય કરે છે કે જો દેહદમન ભોગવાસનાનું શમન નથી કરતું તો એવા દેહદમનથી શો લાભ? અને ભોગમાં પડી અપજશ મેળવવાથી પણ શો લાભ? – આ વિચાર તને આત્મઘાત કરવા પ્રેરે છે, પણ આત્મઘાતની છેલ્લી ક્ષણે વળી તેનું મન લોલક સામે છેડે જઈ થોભે છે અને વિચાર કરે છે કે દેહપાત એ કાંઈ કાયમી ઉકેલ નથી.
જાણે કે તેના મનમાં ભગવાન મહાવીરે ભાખેલ ભાવીનો પડઘો ન પડી રહ્યો હોય તેમ એ પાછો ઉત્કટ તપ અને ધ્યાનમાં જ લીન થયો. એને તપોયોગથી લબ્ધિ કે વિભૂતિ લાધી. તે ભિક્ષાપર્યટનમાં અચાનક એક ગણિકાને ત્યાં પહોંચે છે; ધર્મલાભ આપી ઊભો રહે ત્યાં તો ગણિકા એને એમ કહીને મોહપાશમાં પાડે છે કે અહીં તો ધર્મલાભ નહિ પણ અર્થલાભ જોઈએ !મંદિણ યોગ પ્રાપ્ત વિભૂતિબળથી ધનવર્ષા કરાવે છે ને છેવટે એ જ ધન ને એ જ વેશ્યાના ભોગોપભોગમાં પડી આવેગની બીજી જ દિશામાં તણાય છે. આમ ભગવાનની આગાહી સાચી પડે છે, પણ નદિષેણ એ કાંઈ માત્ર ચંચળતાની જ મૂર્તિ નથી. કાંચન અને કામિનીના વશીકરણમાં પડ્યા છતાં તેના મનના ઊંડા પ્રદેશમાં ધર્મભાવનાનાં અને સંયમનાં બીજ તો નવાઈ ચૂક્યાં છે. તે ત્યાગી મટી પૂરો ભોગી બન્યો, પણ એની ત્યાગરુચિ કાયમ છે. તે રોજ કોઈ ને કોઈ વ્યક્તિને ત્યાગ તરફ વાળે છે અને અનેક જણને ત્યાગી બનાવવાનું જાણે વ્રત લીધું હોય તેમ તે વેશયાના ઘરમાં રહ્યા છતાં, નિયમિતપણે પોતાનો ઉદ્યોગ ચાલુ રાખે છે. વળી નંદિષેણ એ કોઈ સામાન્ય માટીનો માનવ નથી. એની ભોગવાસનાનો પરિપાક થયો છે ને યોગ્ય નિમિત્ત પણ મળી જાય છે. એણે કરેલ સંકલ્પ પ્રમાણે જે દિવસે તેને અગ સ્વીકારનાર નવી વ્યક્તિ નથી મળતી અને ભોજન વગેરેના દૈનિક ક્રમમાં મોડું થાય છે ત્યારે પેલી ગણિકા મીઠું મેણું મારે છે કે કોઈ બીજો ત્યાગ લેનાર ન મળે તો તમે જ કાં નથી તૈયાર થતા ? ગણિકાએ મેણું તો માર્યું મશ્કરીમાં, પણ એ જાણતી હતી કે આ મંદિષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org