________________
૧૨૪ • જૈન ધર્મ અને દર્શન બોલનારાઓ પણ જાણીતા જ હતા. દષ્ટિ જરા પણ સંકુચિત ન રાખતાં તદ્દન ઉદાર રખાઈ હતી. તેથી ગમે તે માણસ પોતાના વિચાર છૂટથી દર્શાવે એવી તક મળી હતી.
આ તો માત્ર પ્રથમ પ્રયોગ ગણાય. અનેક વિષયો ઉપર જુદા જુદા વિચારકોએ ઉદાર ચિત્તે જે જે વિચારો જણાવ્યા તે બધાનો અહીં સંગ્રહ આપવામાં આવે છે. આમાંનાં ઘણાં પ્રવચનો તે તે વક્તાઓએ લખીને જ વાંચેલાં અગર પાછળથી તેમણે પોતે જ લખીને આપેલાં છે. કેટલાકની તે વખતે નોંધ લેવાયેલી; તે ખાસ તપાસ્યા પછી અહીં. આપવામાં આવે છે. આ પ્રવચનસંગ્રહ દરેક વાચકને સુલભ થાય તે માટે “સુઘોષા'ના સંપાદકે એક ખાસ અંક કાઢવા ધાર્યો છે, તે યોગ્ય જ થયું છે. આથી નીચેનાં પરિણામો આવવાનો સંભવ છે :
(ક) જે ચાલુ પ્રથામાં રસ ન લેતા હોય કે ઓછો લેતા હોય અને છતાં ધર્મપર્વ ઊજવવાનો આગ્રહ રાખતા હોય તો તેમને માટે એક જાતનું માર્ગ સૂચન.
(ખ) અનેક વિચારકો પાસેથી તેમના વિચારનું દોહન કરી વિચારશીલતા કેળવવી અને અનેક બાજુથી વસ્તનો વિચાર કરવાની દૃષ્ટિ ખીલવવી; તેમજ આવે નિમિત્તે જૈનેતર વિદ્વાનો અને શ્રદ્ધાળુઓને જૈનો સાથે મળતા કરવા અને વિચારમાં ઉદારતા આણવી.
ગ) લિખિત પ્રવચનોને લીધે કોઈ એક સ્થળે અપાયેલ પ્રવચનોનો અનેક સ્થળે ઉપયોગ થવો અને તે રીતે વિચાર તેમજ ઉત્સાહમાં જાગૃતિ થવી.
- સુઘોષા, આશ્વિન ૧૯૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org