________________
જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચા૨ ૦ ૨૬૭
અને એથી એનું જુદું વિધાન નહિ થયેલું, પણ આમ કામાચારના ત્યાગના જુદા વિધાનને અભાવે શ્રમણસંપ્રદાયમાં બ્રહ્મચર્યનું શૈથિલ્ય આવ્યું અને કેટલાક તો એવા અનિષ્ટ વાતાવરણમાં પડવા લાગ્યા. એથી જ ભગવાન મહાવીરે પરિગ્રહત્યાગમાં સમાસ પામતા કામાચાર ત્યાગને પણ એક ખાસ મહાવ્રત તરીકે જુદો ઉપદેશ્યો. જ્યારે ભગવાન મહાવીરે પંચયામિક ધર્મનો ઉપદેશ કર્યો ત્યારે પાર્શ્વનાથની પરંપરાના શ્રમણોમાં આ વિષય ખૂબ ચર્ચાયો પણ ખરો. આ હકીકતનું વર્ણન ઉત્તરાધ્યયનસૂત્રના કેશિગોતમીય નામના તેવીસમાં અધ્યયનમાં સવિસ્તર આપેલું છે. તે આ પ્રમાણે છેઃ
-
પાર્શ્વનાથના શિષ્ય કેશિકુમાર કુમારશ્રમણ (બાળબ્રહ્મચારી), મહાયશસ્વી, વિદ્યા અને ચારિત્રના પારગામી, અવધિજ્ઞાની અને શિષ્યસંઘના આચાર્ય હતા. તે ફરતા ફરતા સાવથી નગરીમાં પધાર્યા અને ત્યાં એવા જ પ્રતાપી, દ્વાદશાંગના જાણનારા, વિદ્યા અને ચારિત્રસંપન્ન તથા અનેક શિષ્યોના આચાર્ય શ્રમણ ગૌતમ જે ભગવાન મહાવીરના મુખ્ય પટ્ટધર હતા તે પણ આવ્યા. પાર્શ્વનાથના શ્રમણોએ વિચાર્યું કે પાર્શ્વનાથ અને મહાવી૨નો ઉદ્દેશ એક છતાં એમના મહાવ્રતવિધાનમાં ભેદ કેમ દેખાય છે ? શું એ બંને ધર્મો જુદા જુદા છે ? એ વિશે શ્રમણ ગૌતમ સાથે વિચાર કરી લેવો જોઈએ. એમ ધારીને કેશિકુમાર અને શ્રમણ ભગવાન ગૌતમ એ બંને ઉદાર આચાર્યો પોતપોતાના પરિવાર શિષ્યપરિવાર–સાથે એક ઉદ્યાનમાં આવી મળ્યા. પાર્શ્વનાથના શ્રમણોની વતી કેશિકુમારે ગૌતમને પૂછ્યું કે અમારો આચાર ચાતુર્યામિક છે અને તમારો એ પંચયામિક છે. વર્ધમાન અને પાર્શ્વ એ બંનેનો ઉદ્દેશ તો સમાન જ હતો, છતાં આ ફેરફારનું કારણ શું છે ? ભલા તમને એમાં વિરોધ નથી લાગતો ” ગૌતમે આનો ઉત્તર આપતાં જણાવ્યું કે ‘હે મહાનુભાવ, આચારના પાલનના ઉપદેશનું બંધારણ તે તે સમયના જનસમાજની પરિસ્થતિને અવલંબીને બાંધવામાં આવે છે. પાર્શ્વનાથની પરંપરાના શ્રમણો ઋજુ (સરળ) અને પ્રાશ (વિચક્ષણ) છે અને અમારી તથા શ્રી ઋષભદેવની પરંપરાના શ્રમણો વક્ર (આડા) અને જડ તથા ઋજુ અને જડ છે. આ પ્રકારે તે તે શ્રમણોની મનોભૂમિકાના ભેદને લીધે એકને ચાર યામનો ઉપદેશ કરવામાં આવ્યો છે અને બીજાને પાંચ યામનો.' ગૌતમનો આ ઉત્તર સાંભળી કેશિનો વિરોધ શમી ગયો અને પરિસ્થિતિ પ્રમાણે એમણે અને એમની પરંપરાએ ચારને બદલે પાંચ યામનો સ્વીકાર કર્યો.
કેશી અને ગૌતમના સંવાદ ઉપરથી આપણે એમ તારવી શકીએ છીએ કે મનુષ્યોની ત્રણ કોટી હોય છે : (૧) ઋજુ અને પ્રાણ, (૨) ઋજુ અને જડ, અને (૩) વક્ર અને જડ. એક જ હકીકતને આ ત્રણે કોટીના મનુષ્યો કેવી જુદીજુદી રીતે સમજે છે તે માટે નીચેનું નટનટીનું ઉદાહરણ આપવામાં આવે છે
૧૨. જુઓ ઉત્તરાધ્યયનસૂત્રનું તેવીસમું કેશિગૌતમીય અધ્યયન તથા કલ્પસૂત્ર સુધિકા ટીકા પૂ. ૪ થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org