________________
ર૬૬ • જૈન ધર્મ અને દર્શન અને હંમેશને માટે સ્મરણીય બની ગયાં. એ દંપતીની દઢતા, પ્રથમ દંપતી અને પાછળથી ભિક્ષુકજીવનમાં આવેલ બૌદ્ધ ભિક્ષુ મહાકાશ્યપ અને ભિક્ષુણી ભદ્રાકપિલાની અલૌકિક દઢતાને યાદ કરાવે છે. આવાં અનેક આખ્યાનો જૈન સાહિત્યમાં નોંધાયેલાં છે. એમાં બ્રહ્મચર્યથી ચલિત થતા પુરુષને સ્ત્રી દ્વારા સ્થિર કરાયાના જેવા ઓજસ્વી દાખલાઓ છે તેવા ઓજસ્વી દાખલાઓ ચલિત થતી સ્ત્રીને પુરુષ દ્વારા કરાયાના નથી, અથવા તદ્દન વિરલ છે. ૩. બ્રહ્મચર્યના જુદાપણાનો ઇતિહાસ
જૈન પરંપરામાં ચાર અને પાંચ વામોના મહાવ્રતોના) અનેક ઉલ્લેખો મળે છે. સૂત્રોમાં આવેલાં વર્ણનો° ઉપરથી સમજાય છે કે ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં ચાર યામો(મહાવ્રતોનો પ્રચાર હતો, અને શ્રી મહાવીર ભગવાને તેમાં એક યામ (મહાવ્રત) વધારી પંચયામિક ધર્મનો ઉપદેશ કર્યો. અચારાંગસૂત્રમાં ધર્મના ત્રણ યામો પણ કહેલા છે. એની વ્યાખ્યા જોતાં એમ લાગે છે કે ત્રણ વામની પરંપરા પણ જેમસંમત હોય. આનો અર્થ એમ થયો કે કોઈ જમાનામાં જૈન પરંપરામાં (૧) હિંસાનો ત્યાગ, (૨) અસત્યનો ત્યાગ, અને (૩) પરિગ્રહનો ત્યાગ – એમ ત્રણ જ યામો હતા. પછી એમાં ચૌર્યનો ત્યાગ ઉમેરાઈ ત્રણના ચાર ધામ થયા, અને છેલ્લે કામાચારના ત્યાગનો યામ વધારી ભગવાન મહાવીરે ચારના પાંચ કામ કર્યા. આ રીતે ભગવાન મહાવીરના સમયથી અને એમના જ શ્રીમુખે ઉપદેશાવેલું બ્રહ્મચર્યનું જુદાપણું જૈન પરંપરામાં જાણીતું છે. જે સમયે ત્રણ કે ચાર ધામો હતા તે સમયે પણ પાલન તો પાંચનું થતું હતું. ફક્ત એ સમયના વિચક્ષણ અને સરળ મુમુક્ષુઓ ચૌર્ય અને કામાચારને પરિગ્રહરૂપ સમજી લેતા. અને પરિગહનો ત્યાગ કરતા જ તે બંનેનો પણ ત્યાગ આપોઆપ થઈ જતો. પાર્શ્વનાથની પરંપરા સુધી તો કામાચારનો ત્યાગ પરિગ્રહના ત્યાગમાં જ આવી જતો
૯. મહાકાશ્યપ અને ભદ્રાકપિલાની હકીકત માટે જુઓ બૌદ્ધ સંઘનો પરિચય, પૃ. ૧૯૦ તથા પૃ. ૨૭૪.
૧૦. “મવા, મમિ વીવીલ ઢિન્તા માવંતા વાસનામ ધH पण्णवेंति । तं जहा (१) सव्वतो पाणातिवायाओ वेरमणं, (२) एवं मुसावायाओ वेरमणं, (૩) સન્નતિો વિન્ના પાકો વેરમi, (૪) સત્રો વહિવાળા વેરમi I (આમાં ચાર યામનો ઉલ્લેખ છે)
- સ્થાનાંગસૂત્ર, પૃ. ૨૦૧ ૧૧. “નામ નિત્રિ ૩ દિયા !'
(प्राणातिपात भृषावाद, परिग्रहश्च । अदत्तादानमैथुनयो परिग्रह एवान्तर्भावात् ત્રયમ્ – ટીશા)
- આચારંગ પ્રથમ શ્રુતસ્કંધ અધ્યયન ૮, ઉદ્દેશક ૧ આ ઉલ્લેખમાં ત્રણ વામોનો (વતોનો નિર્દેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org