________________
૧૫૨ - જૈન ધર્મ અને દર્શન
માટે અનેક અનગારોને એકત્ર કર્યા. ત્યાગી અને યોગી એવા પોતાના મોટા ગુરુભાઈ ભદ્રબાહુને નિમંત્ર્યા. તેઓ સીધી રીતે શ્રુત-સંગ્રહ ને શ્રુત-વ્યવસ્થાના કામ માટે પાટલિપુત્રમાં મળેલ પરિષદમાં ભાગ લેવા ન આવ્યા. અલબત્ત, આપણે શ્રદ્ધાથી એમ કહી શકીએ કે તેઓ યોગાભિમુખ હોવાથી કે બીજા કારણથી ન આવ્યા. પણ તેમણે પોતાની પાસે આવેલ અનગારોને કાંઈક તો શ્રુત આપ્યું જ. પણ આ પ્રશ્નની બીજી બાજુ છે, જે ન વિચારીએ તો આજની આપણી મનોદશા સમજવામાં આપણે ન ફાવીએ. ભદ્રબાહુ સૌથી મોટા હતા તેમના પ્રત્યે સ્થૂલભદ્રે પણ મીટ માંડી હતી. પાટલિપુત્રનો સંઘ પણ તેના પ્રત્યે અસાધારણ આદર ધરાવતો. સ્થૂલભદ્ર કરતાં ભદ્રબાહુ વધારે શ્રુતસંપન્ન હતા. તે વખત સુધીમાં શ્રુતની શી સ્થિતિ થઈ છે અને હવે શું થવા બેઠું છે અને શું કરવું જોઈએ એની સમજ તેમનામાં વધારે હોવી જોઈએ એમ આપણે કલ્પીએ તો અસ્થાને નથી. એવી સ્થિતિમાં તેમણે જ શ્રુતની રક્ષા અને વ્યવસ્થા માટે પહેલ કરવી જોઈતી હતી. એ પહેલ કરવાને બદલે તેમણે પહેલ કરનાર અને તે સમયની દૃષ્ટિએ નવો ચીલો પાડનાર સ્થૂલભદ્રની પરિષદને પૂરો અને સાક્ષાત્ સહયોગ ન આપ્યો એ ખામી વિચારકના ધ્યાનમાં આવ્યા વિના નથી રહેતી. તે સમયના સંયોગો એ ખામીને ભારે માનવા ના પાડતા હશે, પણ એ ખામી હતી એમ અત્યારના તટસ્થ વિચારકને લાગ્યા વિના નથી રહેતું. ખામી કહીએ છીએ એટલા માત્રથી શ્રુતધર ભદ્રબાહુ પ્રત્યે આદરહીન બની જઈએ છીએ એમ માની લેવું એ પણ બરાબર નથી. તે વખતે જે બન્યું તેની પુનરાવૃત્તિ ઉત્તરોઉત્તર થતી આવી છે.
ચોકાવૃત્તિનું દુષ્પરિણામ
સંપ્રતિ અને ખારવેલના સમયનું પૂરું ચિત્ર આપણી સામે નથી, પણ એટલું તો આપણે જાણીએ છીએ કે સંપ્રતિના ધર્મપ્રચાર વિશેના પોતાના પિતામહ અશોક જેવા અસાધારણ પુરુષાર્થની નોંધ દિગંબર વાડ્મયમાં નથી. એ જ રીતે ખારવેલનો શિલાલેખ અત્યારે કહે છે તે પ્રમાણે તેણે ‘અંગસુત’નો ઉદ્ધાર કાંઈ ને કાંઈ કરાવ્યો હોય તો તેની પણ નોંધ દિગંબર કે શ્વેતાંબર એકેના શ્રુતમાં નથી. ભૂતબલિ કે પુષ્પદંત જેવા દિગંબર અનગારોએ શ્રુતરક્ષા માટે જે કાંઈ કર્યું તે વિશે શ્વેતાંબર પરંપરા જાણે સાવ અજ્ઞાત હોય એમ લાગે છે. મથુરામાં આર્ય સ્કંદિલે પરિષદ ભરી જે કામ કર્યું તેની નોંધ શ્વેતાંબર સાહિત્ય સિવાય બીજા એકે જૈન પરંપરાના સાહિત્યમાં નથી. સ્થાનકવાસી કે તેરાપંથીને કે દિગંબર પરંપરાને જાણે તે સાથે કશી જ લેવાદેવા નથી. આ બધું સૂચવે છે કે જ્યારે પણ જૈન શ્રુતની રક્ષા ને વ્યવસ્થાનો પ્રશ્ન આવ્યો ત્યારે મોટે ભાગે અને ખાસ કરીને ત્યાગી ગણાતા અનગારો જ પોતપોતાનો ચોકો બાંધીને એવી રીતે જુદા પડતા યા તટસ્થ રહેતા કે જેને લીધે તેઓ સર્વસાધારણ જૈન શ્રુતની જવાબદારી વીસરી જતા હોય તેવો ભાસ થઈ આવે છે. અલબત્ત, તેઓ પોતપોતાના ચોકામાં પોતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org