________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ • ૧૪૫ અને મૂર્ખામીના બજારોમાં જવાને આજનું વાતાવરણ જેટલા પ્રમાણમાં સાધુઓને રોકે છે તેટલા જ – ખરેખર તેટલા જ પ્રમાણમાં – આજનું વાતાવરણ જૈન સાધુઓને છૂટથી જગતનાં ખુલ્લાં વિદ્યાલયોમાં અભ્યાસ કરવા જતાં, જગતના મહાન પુરુષો સાથે મળવાહળવા અને ખાસ કરી તેમનો સહવાસ કરવા જતાં અને પોતાના ઇષ્ટ વિષયમાં અસાધારણ વિદ્વત્તા ધરાવનાર પ્રોફેસરના પાસમાં બેસી તેમને ઘેર શીખવા જતાં રોકે છે, એ વાત જૈનોથી ભાગ્યે જ અજાણી છે.
કેવળ હકીકત રજૂ કરવા ખાતર માત્ર મધ્યસ્થ દૃષ્ટિથી લંબાણ અને નિંદાનો જો કોઈ આક્ષેપ કરે તો તેની પરવા ન કરીને પણ) થોડાક અનુભવો ટાંકું. એવા અનુભવો બીજાને પણ હશે જ. ‘યંગ ઇંડિયા' વાંચવાની તો યોગ્યતા ન હોવાથી તેની વાત જતી કરીએ, પણ “નવજીવનને લો. જે નવજીવનને વાંચવા હજારો માણસો તલસે અને જેનો વિષય જાણવા મોટામોટા ધાર્મિકો અને વિદ્વાનો પણ ઉત્સુક રહે તે નવજીવનને અડતાં અને પોતાના મંડળમાં લાવતાં ઘણા આચાર્યો અને સામાન્ય સાધુઓ ડરે છે. કોઈ ઉતાવળિયા સાધુએ નવજીવન હાથમાં લીધું હોય તો એને જોઈ એની પાસેના બીજા લાલચોળ થઈ જાય છે. એક વિદ્વાન ગણાતા સાધુના શિષ્ય મને કહ્યું કે મને વાંચવાની તો ખૂબ જ ઇચ્છા થાય છે, પણ ઇષ્ટ માસિકો અને બીજાં પત્રો મંગાવું તો મારા ગુર બહુ જ નારાજ થઈ જાય છે. એક પ્રસિદ્ધ આચાર્યે એકવાર મને કહ્યું કે ગાંધીજીને મળવું કેમ શક્ય બને ? મેં કહ્યું ચાલો અત્યારે જ. તેમણે નમ્ર છતાં ભીર ધ્વનિથી કહ્યું કે અલબત્ત, તેમની પાસે જવામાં તો અડચણ નથી, મને અંગત વાંધો જ નથી, પણ લોકો શું ધારે ? એક બીજા જાણીતા આચાર્યને તેવી જ ઈચ્છા થઈ ત્યારે આડકતરી રીતે ગાંધીજીને પોતાની પાસે આણવા ગોઠવણ કરી. બીજા કેટલાય સાધુઓ પ્રામાણિકપણે એમ જ માને છે કે હા, એ સારા માણસ છે, પણ કાંઈ સાચા ત્યાગી જૈન સાધુ જેવા કહેવાય ? સેંકડો સાધુઓ અને સાધ્વીઓ અમદાવાદ અને મુંબઈમાં રહે છે. ગાંધીજી પણ ત્યાં નજીકમાં હોય છે, છતાં જાણે ત્યાગીવેશ લેવો એ કોઈ એવો ગુનો છે કે પછી તેઓ ગાંધીજી કે બીજા તેવા પુરુષની પાસે અથવા તેઓની સભામાં જઈને કશો જ સાત્ત્વિક ફાળો પણ લઈ કે આપી ન શકે? જે ત્યાગીઓ ધર્મસ્થાનરૂપ મનાતા પોતાના ઉપાશ્રયોમાં મુકદમાઓની પેરવી કરે, સંસારીને પણ શરમાવે એવી ખટપટોમાં વખત ગાળે, તદ્દન નિવૃત્તિ અને ત્યાગનો ઉપદેશ દઈ પાછા પાટથી નીચે ઊતરી પોતે જ કથાકૂથલીમાં પડી જાય, તે ત્યાગીઓના ચરણમાં બેસનાર પેલા બાળદીક્ષિતો જાણેઅજાણે એ વાતાવરણમાંથી શું શીખે એનો કોઈ વિચાર કરે છે ખરું? તેમની સામે શબ્દગત આદર્શ ગમે તે હો, પણ દૃશ્ય અને જાગતો આદર્શ અત્યારે શો હોય છે એ કોઈ જુએ છે ખરું? જેને પોતે વિદ્વાન માનતા હોય એવા આચાર્ય કે સાધુ પાસે તેમનાથી જુદા ગચ્છના આચાર્ય કે સાધુ ઇચ્છા છતાં ભણવા જઈ શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org