________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ - ૩૯ એ પદ્ધતિ ઈષ્ટ હોય તોપણ લોકસમૂહની દૃષ્ટિએ એ પદ્ધતિને વિશેષ ફળદાયક ન સમજતાં, બીજી જ પદ્ધતિ સ્વીકારે છે. તે અધર્મ કે અન્યાય કરનારનું ચિત્ત, માત્ર સહન કરીને કે ખમી ખાઈને નથી બદલતો, પણ તે તો ઝેરની દવા ઝેર' એ નીતિ સ્વીકારી અથવા તો “શઠ પ્રત્યે શેઠ” થવાની નીતિ સ્વીકારી તે અધર્મ અને અન્યાય કરનારનું કાસળ જ કાઢી નાખી લોકોમાં ધર્મ અને ન્યાયની સ્થાપના કરવામાં માને છે. આ યુગમાં પણ આ વિચારસરણીનો ભેદ સ્પષ્ટ રીતે ગાંધીજી અને લોકમાન્યની વિચાર તથા કાર્યશૈલીમાં જોઈ શકીએ છીએ.
અહીં કાંઈ પણ ગેરસમજૂતી ન થાય તે માટે ઉક્ત બંને સંસ્કૃતિ પરત્વે થોડું વિશેષ જણાવી દેવું યોગ્ય છે. કોઈ એમ ન ધારે કે મૂળમાં આ બંને સંસ્કૃતિઓ પ્રથમથી જ જુદી હતી અને તદ્દન જુદી રીતે પોષાયેલ છે. ખરી વાત એ છે કે એક અખંડ આર્યસંસ્કૃતિના આ બંને અંશો જૂના છે. અહિંસા કે આધ્યાત્મિક સંસ્કૃતિનો વિકાસ થતાં થતાં એક સમય એવો આવ્યો કે તેને અમુક પુરુષોએ પરાકાષ્ઠા સુધી પોતાના જીવનમાં ઉતારી. આને લીધે આ પુરુષોના સિદ્ધાંત અને જીવનમહિમા તરફ અમુક લોકસમૂહ ઢળ્યો, જે ધીરે ધીરે એક સમાજરૂપે ગોઠવાઈ ગયો અને સંપ્રદાયની ભાવનાને લીધે તથા બીજાં કારણોને લીધે જાણે એ અહિંસક સમાજ જુદો જ હોય એમ તેને પોતાને અને બીજાઓને જણાવા લાગ્યું. બીજી બાજુ સામાન્ય પ્રજામાં જે સમાજનિયામક અથવા તો લોકસંગ્રહવાળી સંસ્કૃતિ પ્રથમથી જ ચાલુ હતી તે ચાલી આવતી અને પોતાનું કામ કર્યે જતી. જ્યારે જ્યારે કોઈએ અહિંસાના સિદ્ધાંત ઉપર અત્યંત ભાર આપ્યો ત્યારે આ બીજી લોકસંગ્રહ–સંસ્કૃતિએ ઘણી વાર તેને અપનાવ્યો, છતાં તેની આત્યંતિકતાને કારણે તેનો વિરોધ ચાલુ રાખ્યો અને એ રીતે એ સંસ્કૃતિનો અનુયાયીવર્ગ, જાણે પ્રથમથી જ જુદો હોય તેમ – એ પોતાને માનવા અને બીજાઓને મનાવવા લાગ્યો. જૈન સંસ્કૃતિમાં અહિંસાનું જે સ્થાન છે તે જ સ્થાન વૈદિક સંસ્કૃતિમાં પણ છે. ફેર એટલો છે કે વૈદિક સંસ્કૃતિ અહિંસાના તત્ત્વને વ્યક્તિગત રીતે પૂર્ણ આધ્યાત્મિકતાનું સાધન માની તેનો ઉપયોગ વ્યક્તિ પરત્વે જ બતાવે છે અને સમષ્ટિની દૃષ્ટિએ અહિંસાના તત્ત્વને પરિમિત કરી દઈ એ તત્ત્વ માન્ય છતાં સમષ્ટિમાં જીવનવ્યવહાર તથા આપત્તિના પ્રસંગોમાં હિંસાને અપવાદ તરીકે નહિ પણ અનિવાર્ય ઉત્સર્ગ તરીકે માને છે અને વર્ણવે છે. તેથી આપણે વૈદિક સાહિત્યમાં જોઈએ છીએ કે એમાં ઉપનિષદ અને યોગદર્શન જેવાં અત્યંત તપ અને અહિંસાના સમર્થક ગ્રંથો છે અને સાથેસાથે ‘યં સુર્યાત્ દંપ્રતિ એ ભાવનાના સમર્થક તથા જીવનવ્યવહારને કેમ ચલાવવો એ બતાવનાર પૌરાણિક અને સ્મૃતિગ્રંથો પણ સરખી જ રીતે પ્રતિષ્ઠા પામેલ છે. અહિંસા–સંસ્કૃતિનો ઉપાસક જ્યારે એક આખો વર્ગ જ સ્થપાઈ ગયો અને તે સમાજરૂપે ગોઠવાઈ ગયો ત્યારે તેને પણ અમુક અંશે હિંસાત્મક પ્રવૃત્તિ સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org