________________
ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર • ૧૧ વ્યાપક છે. પણ અહીં જ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ તફાવતનું કારણ શું? આ પ્રશ્ન આપણને જૈન ધર્મનું અસલી સ્વરૂપ કેવું હતું અથવા વર્તમાન જૈન ધર્મ તેમજ જેને સંસ્કૃતિ અને જૈન ભાવનાનાં પ્રાચીન મૂળો કેવાં હતાં એ વસ્તુ વિચારવા પ્રેરે છે. પ્રવૃત્તિ-ધર્મ અને નિવૃત્તિ-ધર્મ
ભારતવર્ષમાં પ્રચલિત પ્રાચીન ધર્મોને બે વિભાગમાં વહેંચી શકાયઃ (૧) પ્રવૃત્તિધર્મ, અને (ર) નિવૃત્તિ-ધર્મ પ્રવૃત્તિ-ધર્મ એટલે ચતુરાશ્રમધર્મ અને નિવૃત્તિ-ધર્મ એટલે એકાશ્રમ-ધર્મ. નિવૃત્તિ-ધર્મમાં માત્ર એક ત્યાગાશ્રમ મનાયેલો છે. એનો અર્થ એ નહિ કે તેમાં બ્રહ્મચર્ય તેમજ ગૃહસ્થાશ્રમને સ્થાન જ નથી. એનો અર્થ માત્ર એટલો જ સમજવાનો છે કે નિવૃત્તિ-ધર્મ એ જાતિ, ઉંમર વગેરેનો વિચાર વિશેષ ન કરતાં ગમે તે જાતિ ને ગમે તે ઉંમરનાં સ્ત્રી-પુરુષ બધાંને માટે એકસરખી રીતે ત્યાગ તેમજ સંન્યાસનો ઉપદેશ આપે છે. એ ધર્મ પ્રમાણે ઔત્સર્ગિક જીવન ત્યાગનું જ મનાયેલું હોવાથી જો કોઈ ગૃહસ્થાશ્રમમાં પડે કે દુન્યવી પ્રવૃત્તિ સ્વીકારે તો તે ન છૂટકે જ સ્વીકારે. એનો એ સ્વીકાર નિવૃત્તિધર્મ પ્રમાણે માત્ર લાચારી ગણાય છે; નહિ કે તે જીવનમાં ક્રમ પ્રાપ્ત આવશ્યકધર્મ. આથી ઊલટું ચતુરાશ્રમધર્મમાં ઉંમરને ક્રમે જ પ્રવૃત્તિ સ્વીકારવાનું પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યાશ્રમનું ઉલ્લંઘન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો અગર બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધેસીધા ગૃહસ્થાશ્રમમાં દાખલ થયા સિવાય સંન્યાસમાર્ગે જવું તે પ્રવૃત્તિધર્મ પ્રમાણે વર્ય હોઈ અધર્મ લેખાય છે. બ્રહ્મચર્યાશ્રમમાંથી – બાલ્ય કે કૌમાર્ય અવસ્થામાંથી કોઈ સીધેસીધો સંન્યાસ સ્વીકારે તો તે નિવૃત્તિધર્મ પ્રમાણે સ્વાભાવિક જ થયું લેખાય, કેમકે તે ક્રમ વર્ષ નથી અને તેથી તે જ ક્રમ મુખ્યપણે ધર્મે છે, જ્યારે પ્રવૃત્તિધર્મ પ્રમાણે તો એ ક્રમ તદ્દન વર્ષ હોઈ અધર્મી છે. પ્રવૃત્તિધર્મમાં સંન્યાસને સ્થાન છે, ને તે પ્રતિષ્ઠિત સ્થાન છે, પણ એ સ્થાન જીવનક્રમમાં અમુક વખતે જ આવે છે, ગમે ત્યારે નહિ; જ્યારે નિવૃત્તિધર્મમાં ત્યાગનું સ્થાન અને તેની પ્રતિષ્ઠા સમગ્ર જીવનવ્યાપી છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ધર્મોનાં ઉક્ત દષ્ટિબિંદુ છેક જ વિરોધી હોવાથી તેનાં પરિણામો પણ સમાજ ઉપર જુદાં જ નોંધાયેલાં છે, અને અત્યારે પણ જુદાં જ દેખાય છે. જૈનોનો નિવૃત્તિધર્મ એ અસલી છે ?
જૈન હોય કે જૈનેતર કોઈપણ વિચારક છેલ્લાં બે-ત્રણ હજાર વર્ષનું જૈન સાહિત્ય. જૈન જીવન કે જૈન માનસ તપાસશે તો તેને નિઃસંદેહ એમ જ જણાશે કે જૈન ધર્મની પરંપરા એ નિવૃત્તિધર્મની એક ખાસ પરંપરા છે. હવે પ્રશ્ન એ છે કે જૈન ધર્મનું જે નિવૃત્તિપ્રધાન સ્વરૂપ દેખાય કે મનાય છે તે સમગ્ર જીવન અગર સામાજિક જીવનની દૃષ્ટિએ બરાબર અને બંધબેસતું છે ? તેમજ અતિપ્રાચીન કાળમાં જો જૈન ધર્મનો પ્રતાહ કોઈ રીતે વહેતો હતો તો તેનું પણ એ જ સ્વરૂપ હતું, કે એથી જુદું? જો જૈન ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org