________________
૨૮૪ - જૈન ધર્મ અને દર્શન
મુદ્દત સુધીની હોત તોપણ આવા બંધારણની જરૂર ભાગ્યે જ રહેત. આ ઉપરાંત બ્રહ્મચારિણીઓના આ પ્રસંગને લગતા પ્રાયશ્ચિત્તના પ્રકારો, તેને પ્રાયશ્ચિત્ત આપનારાઓની યોગ્યતા અને આ જાતના ગંભીર પ્રસંગો તરફ ગુરુ ઉપેક્ષા રાખે તો તે પણ કેવા મહાપ્રાયશ્ચિત્તનો ભાગી થાય છે, વગેરે વગેરે અનેક વિચારણાઓ તે ગ્રંથોમાં નોંધાયેલી છે.૨૧
બ્રહ્મચર્યભંગ કરનારા ભિક્ષુઓ માટે પ્રાયશ્ચિત્તનું વિધાન આ પ્રમાણે છેઃ ૧. બ્રહ્મચર્યના ભંગને લગતું દુઃસ્વપ્ન આવે તો ૧૦૮ શ્વાસપ્રશ્વાસ સુધી મૌન રહી ધ્યાન કરવું.
૨. જાહેર રીતે કોઈ સાધ્વી સ્ત્રીના શીલને તોડવાના ઇરાદાથી બ્રહ્મચર્યનું ખંડન કરે તો એના દીક્ષાપર્યાયને સર્વથા છેદ કરવો. (દીક્ષાપર્યાયનો છેદ કરવો એટલે કોઈને દીક્ષા લીધે ૨૦ વર્ષ થયાં હોય અને તે જો આવો ગુનો કરે તો તેનાં ૨૦ વર્ષમાંથી ૧૫ વર્ષ કાપી નાખવાં અને તેને પાંચ વર્ષથી જ દીક્ષિત થયેલો જાહેર કરવો, એટલે કે તેને સંઘમાં વડીલ કે વૃદ્ધ ગણાતો અટકાવવો.)
૩. ગર્ભપાત કે ગર્ભાધાનાદિ કરે તોપણ દીક્ષાપર્યાયને સર્વથા છેદ કરવો. ૪. સૃષ્ટિવિરુદ્ધ અને મુખ દ્વારા મૈથુન કરનારના પણ દીક્ષાપર્યાયનો સર્વથા છેદ
કરવો.
જો ઉપર જણાવેલો અપરાધી આચાર્યો, ઉપાધ્યાય વગેરેની પદવી ધરાવતો હોય અને તેણે ઉપર્યુક્ત ૨-૩-૪ કલમમાં લખેલા અપરાધ કર્યા હોય તો તેને યથાયોગ્ય અનવસ્થાપ્ય અને પાાંચિત પ્રાયશ્ચિત્ત આપવાં.
[અનવસ્થાપ્ય એટલે દીક્ષાપર્યાયનો છેદ કરીને પાછો દીક્ષાનો આરોપ ત્યારે જ ક૨વામાં આવે કે જ્યારે તેણે અમુક આપેલ પ્રાયશ્ચિત્ત પૂરું કરેલું હોય. સામાન્ય સાધુઓને તો દીક્ષા પર્યાયનો છેદ કરીને તરત જ દીક્ષા આપવામાં આવે છે. જ્યારે આ જોખમદાર વ્યક્તિઓ માટે વિશિષ્ટ પ્રાયશ્ચિત્ત છે.
પાાંચિત એ અનવસ્થાપ્યના જેવું છે. માત્ર ફેર એ છે કે દીક્ષાપર્યાયનો છેદ કર્યા પછી જે પ્રાયશ્ચિત્ત પૂરું કરવાનું હોય છે તે જે દેશમાં પોતાની અપકીર્તિ આદિ થયેલ હોય તે દેશાદિને છોડીને અને સાધુવેશ મૂકીને કરવાનું હોય છે.]
સામાન્ય ભિક્ષુ, આચાર્યો, ઉપાધ્યાયાદિ પોતાના ભિક્ષુત્વનો કે પદનો ત્યાગ કર્યા સિવાય બ્રહ્મચર્યનો ભંગ કરે તો તેમને જીવતાં સુધી આચાર્યાદિની પદવી ફરી આપી શકાય નહિ તેમ તેઓ લઈ શકે પણ નહિ. જો એ આચાર્ય વગેરે પોતાની પદવીનો ભાર અન્યને સોંપી દે અને ગચ્છથી છૂટા થઈને ભંગ કરે તે પછી તેઓ સુધરી જાય
૨૧. સટીક વ્યવહારસૂત્ર ભાષ્ય, તૃતીય ઉદ્દેશક, પૃ. પર થી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org