________________
જૈન દષ્ટિએ બહાચર્યવિચાર • ૨૮૩
તીવ્રત, તીવ્રતમ પ્રાયશ્ચિત્ત કહેલાં છે. જેમકે, કોઈ સાધારણ ક્ષુલ્લક સાધુ અજ્ઞાન અને મોહને વશ થઈ બ્રહ્મચર્યની વિરાધના કરે તો તેનું પ્રાયશ્ચિત્ત એના ક્ષુલ્લક અધિકાર પ્રમાણે યોજેલું છે અને કોઈ ગીતાર્થ (સિદ્ધાંતનો પારગામી અને સર્વમાન્ય આચાર્ય આવી ભૂલ કરે તો તેનું પ્રાયશ્ચિત્ત પહેલા ક્ષુલ્લક સાધુ કરતાં અનેકગણું વધારે કહેલું છે. લોકોમાં પણ આ જ ન્યાય પ્રચલિત છે. કોઈ તદ્દન સામાન્ય માણસ આવી ભૂલ કરે તો સમાજ એ વિશે લગભગ બેદરકાર જેવો રહે છે, પણ કોઈ કુલીન અને આદર્શકોટીનો માણસ આ પ્રસંગને અંગે સાધારણ પણ ભૂલ કરે તો કદાપિ સમાજ તેને સાંખી લેતો નથી. બ્રહ્મચર્યભંગ વિશેના પ્રાયશ્ચિત્તનું વર્ણન આપીએ તે પહેલાં કામસંસ્કારોને અંકુશમાં લાવવાને લગતી વિશેષ હકીકત ટૂંકમાં જણાવી દઈએ. - કોઈ બ્રહ્મચર્ય પાળતો હોય, તે માટે ઉદ્યમશીલ પણ હોય, છતાં એણે ઊભા થતા પ્રબળતમ કામસંસ્કારને અંકુશમાં કેમ લાવવો? એ પ્રશ્રનો નિકાલ લાવવા તે ગ્રંથકારો આ પ્રમાણે કહે છે :
એવા પરવશ બનેલા બ્રહ્મચારી બે પ્રકારના હોય છે. એક તો ગુરુ કે વડીલોના આજ્ઞાધારી અને બીજા સર્વથા સ્વચ્છંદી. જેઓ આજ્ઞાધારી છે તેઓને માટે જ આ નીચેની યોજના છે. આજ્ઞાધારી બ્રહ્મચારી ગુરુની કે વડીલની સમક્ષ પોતાની વિહ્વળ સ્થિતિને પ્રકાશિત કરે. પછી ગુરુ એને ઘણા લાંબા સમય સુધી નિર્વિકાર ભોજન ઉપર રાખે. નિર્વિકાર ભોજન એટલે જેમાં ઘી, દૂધ, માખણ, દહીં, ગોળ, મધ, તેલ, ખટાશ, મરચાં વગેરે મસાલાદાર ઉદ્દીપક પદાર્થો લેશ પણ ન આવતા હોય. વળી તળેલો એક પણ પદાર્થ તેમાં ન હોય, માંસ અને મધ તો એને વર્ય જ હોય. લાંબા સમય સુધી આવી ચર્યા રાખ્યા પછી એની વિહવળતા ન મટે તો એવું જ ભોજન તેને પ્રમાણમાં ઓછું ઓછુ આપવું, અર્થાત્ શરીરના નિર્વાહને બાધ ન આવે એવી રીતે એને રોજ થોડો થોડો ભૂખ્યો રાખવો. આ પછી પણ કાંઈ ફેરફાર ન જણાય તો તેને લાંબા ઉપવાસો કરાવવા. ઉપવાસોથી પણ એ ઠેકાણે ન પડે તો એની પાસેથી સેવા વગેરેનું ખૂબ મહેનતી કામ લેવું. પછી તેને મહિનાના મહિના સુધી ઊભો જ રહેવાની ભલામણ કરવી. પછી કોઈ સુશીલ સાથી આપીને તેને લાંબા લાંબા વિહારો પન્થો) કરાવવા. પન્થના થાકથી પણ એ ન શમે તો જ એ શાસ્ત્રાભ્યાસનો રસિક હોય તો તેને શાસ્ત્રો કંઠસ્થ કરાવવા તથા તેના અર્થો પણ યાદ રખાવવાં. આ સ્વાધ્યાયની પ્રવૃત્તિ રાતદિવસ ચલાવવી અને તે પણ લાંબા સમય સુધી. આ બધા ત્યાગપ્રધાન ઉપાયો અનવરત ચાલુ રાખવાના છે એ યાદ રાખવું જોઈએ.
મનુષ્ય, આશ્રમોની વ્યવસ્થામાં યથાક્રમ પસાર થઈ પછી સંન્યાસમાં આવતો - હોય તો આવી યોજનાનો ઉદ્દગમ ભાગ્યે જ થાત, અથવા સંન્યાસની પ્રતિજ્ઞા અમુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org