________________
જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચા૨ ૦ ૨૮૫
એમ ચોક્કસ લાગે તો પણ ત્રણ વર્ષ સુધી તો તેઓને તે પદવી આપી શકાય નહિ જ. ચોથે વર્ષે આપી શકાય અને તેઓ તે વખતે લઈ પણ શકે.
તલ્પ અને તેની ચૂર્ણિને આધારે.
--------
૮. બ્રહ્મચર્યમાં એક ખાસ દૃષ્ટિ
બ્રહ્મચર્ય પાળવામાં અહિંસાની પણ એક ખાસ દૃષ્ટિ છે. કામાચારને સેવતાં બીજા અનર્થો તો છે જ, ઉપરાંત અનેક જીવોનો ઘાત પણ થાય છે. ‘કામાચારને સેવતા મનુષ્યને કેવા પ્રકારનો અસંયમ લાગે ?' એવો પ્રશ્ન શ્રી ગૌતમે ભગવાન મહાવી૨ને કર્યો. એના ઉત્તરમાં ભગવાન મહાવીરે ભગવતીસૂત્ર( શતક ૨, ઉદ્દેશક ૫, પ્રશ્નોત્તર અંક ૩૩ )માં જણાવ્યું કે ‘કોઈ મનુષ્ય રૂથી ભરેલી નળીમાં તપેલો સળિયો નાખે તો રૂનો નાશ થઈ જાય છે તેમ કામાચા૨સેવી મનુષ્ય સ્ત્રીયોનિગત જંતુઓનો નાશ કરે છે. તે જંતુઓ પણ આપણી પેઠે પંચેન્દ્રિય છે અને તેમની સંખ્યા નવ લાખ છે. એ ઉપરાંત એ જીવોની સાથે રહેલા સમૂર્છિત જીવોની તો કાંઈ સંખ્યા જ નથી.’ વાત્સ્યાયન કામસૂત્રનો ટીકાકા૨ જયમંગળ પણ નીચેના શ્લોક દ્વારા એ જીવોત્પત્તિનો ઉલ્લેખ કરે છે
रक्तजा कृमयः सूक्ष्मा मृदुमध्याग्रशक्तय । स्मरसद्मनि कण्डूतिं जनयन्ति तथाऽबलाम् ॥
અધ્યાય ૧, અધિકા૨ ૨, પૃ. ૭૭-૭૮ અર્થાત્ સ્મરસન્ન-યોનિ–માં જે કંડૂતિ–ચળ આવે છે તે તેમાં રહેલા રક્તજન્ય સૂક્ષ્મ કૃમિઓને લીધે.
-
કવિ કોક્કોક પોતાના રતિરહસ્યમાં પરિ. ૩, શ્લો. ૮, પૃ. ૨૩) પણ આ જ વાતને આ જ શબ્દોમાં મૂકે છે :
योनियन्त्रसमुत्पन्नाः सुसूक्ष्मा जन्तुराशयः । पीडयमाना विपद्यन्ते यत्र तन्मैथुने त्यजेत् ॥
– યોગશાસ્ત્ર પ્રકાશ ૨, શ્લો. (૭૯, પૃ. ૧૨૧) એમ કહી આચાર્ય હેમચંદ્ર કામાચારમાં થતા જીવવધનો ત્યાગ કરવા કામાચારના વર્જનનો ઉપદેશ કરે છે અને સાથે વાત્સ્યાયનનો ઉપર્યુક્ત પુરાવો પણ ટાંકે છે.
વર્તમાન વિજ્ઞાને કરેલું આ જીવોત્પત્તિનું સમર્થન તો જાણીતું છે. એમ બ્રહ્મચર્ય પાળવામાં જેમ બીજી અનેક દૃષ્ટિઓ છે તેમ આ અહિંસાની પણ એક દૃષ્ટિ છે અને ખાસ કરીને જૈનોપદેશકો બ્રહ્મચર્યનો ઉપદેશ દેતાં તેનો પણ ઉપયોગ કરે છે. ૯. બ્રહ્મચર્યમાં સાવધ રાખવા માટે ઉપદેશશૈલી
Jain Education International
આમ ઉપદેશોમાં મોટે ભાગે સ્ત્રીજાતિની નિંદા દ્વારા તે પ્રતિ ઘૃણા ઉપજાવી વિષય તરફનો વૈરાગ્ય ટકાવવાની હકીકતો આવે છે. આ જાતની શૈલી† સૂત્રકાળથી તે આજ ૨૨. આ જાતની શૈલી વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં પણ ઉપલબ્ધ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org