________________
૨૮૬ • જૈન ધર્મ અને દર્શન સુધીના સાહિત્યમાં એકસરખી ચાલી આવે છે. સૂત્રોમાં કહેવું છે કે સ્ત્રીજાતિ બહુ માયાવાળી છે. એનું મન ક્યાંય હોય છે, વચન બીજે હોય છે અને પ્રવૃત્તિ વળી ત્રીજે હોય છે. જેમ વૈતરણી નદી દુસ્તર છે એમ સ્ત્રીઓ પણ દુસ્તર છે. સ્ત્રીઓ ખૂબ હાવભાવ કરીને પુરુષોને લલચાવે છે. માટે બ્રહ્મચારી પુરુષ ચેતતો હોય, છતાં કદાચ તેનું મન બહાર ચાલ્યું જાય તો તેણે તેમ વિચારવું કે જેની તરફ મારું મન જાય છે તે મારી નથી, હું પણ તેનો નથી. એમ સંસારનો અસ્થિર સંબંધ વિચારી તેણી તરફના રાગને દૂર કરવા પ્રયત્નશીલ રહેવું, આતાપના લેવી (સૂર્યના તડકામાં ધ્યાન કરવું), સુકુમારતાનો ત્યાગ કરવો, શબ્દાદિ વિષયોને ત્યજી દેવા અને કામનાં પરિણામો વિચારી રાગ અને દ્વેષનો છેદ કરવા તત્પર રહેવું. યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્ર કહે છે કે સ્ત્રીઓ સ્વભાવે જ ઠગ, ક્રૂર, ચંચળ અને કુશીલ હોય છે. તેઓ તો એવી દુષ્ટ હોય છે કે સ્વાર્થ માટે પોતાના પતિને, પુત્રને, પિતાને કે ભાઈને પણ ખાડામાં નાખતાં પાછું વળી ન જુએ. ટૂંકમાં સ્ત્રીઓ સંસારનું બીજ છે, નરકમાર્ગની દીવીઓ છે, શોકોનું મૂળ છે અને દુઃખોની ખાણ છે. માટે બ્રહ્મચારી પુરુષે તેમનાથી સદા ચેતતા રહેવું.
આવી શૈલી ઉપરાંત એક બીજી શૈલી પણ છે. તેમાં ભય અને લાલચો દ્વારા બ્રહ્મચારીને સાવધ થવાની સૂચના છે. જેમકે, બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રી પોતાના વ્રતમાં સાવધ ન રહે તો તેને જન્મે જન્મે નપુસંક થવું પડશે કે રડાવું પડશે, નરકમાં તપેલા લોઢાની પૂતળીને ભેટવું પડશે, આ લોકમાં એની પ્રતિષ્ઠા જશે, નિર્ધનતા આવશે, ભગંદર વગેરે રોગો થશે વગેરે વગેરે.
જે પોતાના વ્રતને બરાબર પાળે છે તેને અગ્નિ પાણી સમાન છે. સાપ ફૂલની માળા સમાન છે, વાઘ તો તેની પાસે હરણિયું બની જાય છે. વિબો ઉત્સવરૂપે થઈ જાય છે. તેના સાધેલા મંત્રો ફળે છે, જગતમાં જશ વધે છે. તેને દેવો સહાય કરે છે, નવે નિધાન સાંપડે છે, ચક્રવર્તીપણું મળે છે અને યથેષ્ટ કામભોગો પણ પ્રાપ્ત થાય છે, માટે બ્રહ્મચારીએ પોતાના વ્રતને બરાબર સાચવવું. આ રીતે બ્રહ્મચર્યમાં સાવધ રહેવા માટે એક તો સ્ત્રી જાતિના અત્યંત અપકર્ષની વાતો કરી તેના તરફ ધૃણા પેદા કરવાની અને બીજી ભય અને લાલચ બતાવવાની ઉપદેશ શૈલી પહેલેથી ચાલી આવે છે. આ સિવાય બીજી કોઈ શૈલી શાસ્ત્રમાં કે વ્યવહારમાં ચાલુ હોય એમ જણાતું નથી. ૧૦. જૈન સૂત્રો અને વૈવાહિકમર્યાદા
જૈન ધર્મ વિધા કરે તો બ્રહ્મચર્યનું જ કરે. એથી વિવાહ કેમ કરવો, કેવા પાત્રની સાથે કરવો, કેટલી વયે કરવો વગેરે પ્રશ્નોનો નિકાલ જૈનોના પ્રાચીન સાહિત્યમાં નથી દેખાતો. તેમજ સંતાનોત્પત્તિની આવશ્યકતા વિશે પણ એ શાસ્ત્ર તદ્દન ઉદાસીન છે. ત્યારે વૈદિક સ્મૃતિઓ, કે જેમાં ગૃહસ્થાશ્રમની પદ્ધતિને ખાસ આવશ્યક માનવામાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org