________________
જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચા૨ ૦ ૨૮૭ છે, તેઓમાં વિવાહને લગતા અનેક જાતના પ્રશ્નોનો નિકાલ અને સંતાનોત્પત્તિની આવશ્યકતા વિશોનો ખાસ મત નોંધાયેલો છે. સ્મૃતિઓની પેઠે જૈન શાસ્ત્રોમાં કોઈ જાતનાં વૈવાહિક વિધાનો નથી, પરંતુ તેઓમાં સ્ત્રી-પુરુષોનાં જે જે વર્ણનો આવેલાં છે તે દ્વારા તે સમયની વિવાહવિષયક મર્યાદા વિશે જરૂર પ્રકાશ પડે છે.
ભગવાન ઋષભદેવના સમયમાં દરેક સ્ત્રીને પેટે પુત્રપુત્રીનું યુગલ જ જન્મતું અને વય પ્રાપ્ત થતાં તે જ યુગલ પરસ્પર સ્નેહગ્રંથિથી જોડાતું. આજની ભાષામાં કહીએ તો તે જમાનામાં સહોદર ભાઈબહેનનું લગ્ન થતું. શારીરિક, પ્રજાકીય કે બીજા કોઈ કારણને લીધે ઋષભદેવજીએ પોતે એ પદ્ધતિ બદલી અને તે જાતના યુગલવિવાહનો નિષેધ કર્યો. ત્યાર પછી આજ સુધી સહોદર ભાઈબહેનનું સામાજિક રીતે લગ્ન થયેલું જણાતું નથી, પણ ક્ષત્રિયાદિમાં મામા ફઈ વગેરેમાં ભાઈબહેનો સામાજિક રીતે આજ પણ વરે છે. એ પ્રાચીન સહોદરવિવાહનો અવશેષ હોય એમ કદાચ માની શકાય.
વૈદિક સ્મૃતિઓમાં ‘અષ્ટવર્ષા ભવેત્ ગૌરી' જેવાં અનેક વચનો મળે છે અને એ વચનો ઉપર જ બાળવિવાહના સમર્થનનું મંડાણ છે, ત્યારે સ્મૃતિઓથી પણ પુરાણા જૈન કથાસાહિત્યમાં એક પણ પાત્રનું લગ્ન એ રીતે વર્ણવેલું નથી મળતું. એમાં તો જે જે પાત્રોના વિવાહની હકીકત મળે છે તેમાં યૌવનપ્રાપ્ત અને લાવણ્ય, રૂપ તથા ગુણોમાં સરખેસરખી જોડીઓની જ નોંધ મળે છે. જ્યારે કોઈ કન્યા કે વરના વિવાહનો પ્રસંગ વર્ણવવાનો હોય છે ત્યારે એ વિશે આગમમાં આ રીતે લખેલું હોય છે : કન્યાનાં માતાપિતા પોતાની કન્યાને યુવતિ થયેલી જાણે, બાલભાવથી સર્વથા મુક્ત થયેલી સમજે, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થયેલી જુએ તથા ભોગમાં સમર્થ થયેલી માને ત્યારે એનો એને બરાબર યોગ્ય એવા ભર્તા સાથે ઉચિત શુલ્ક અને ઉચિત વિનયપૂર્વક વિવાહ કરવાનું ઠરાવે છે. પુત્રનાં માતાપિતા પોતાના પુત્રને યુવાન થયેલો જાણે, બાલભાવથી સર્વથા મુક્ત થયેલો સમજે, ભોગસમર્થ થયોલો જુએ, બોતેર કળામાં નિપુણ અને પરિપક્વ જ્ઞાનવાળો થયેલો માને ત્યારે તેનો તેને બરાબર યોગ્ય એવી કન્યા સાથે વિવાહ કરવાનો વિચાર કરે છે. આવાં અનેક વર્ણનો ભગવતી, શાતા, વિપાક વગેરે અનેક સૂત્રોમાં ઉપલબ્ધ છે.૨૩
આ ઉપરથી એમ ચોક્કસ માની શકાય કે એ જમાનામાં બાળવિવાહ કે વૃદ્ધવિવાહનું તો નામ જ ન હતું. હવે સૂત્રસાહિત્યના ટીકાકારોએ પણ આ વિશે જે જે નોંધો કરેલી છે તે પણ જોઈએ. આગમોના ટીકાકાર અભયદેવસૂરિ (અગિયારમો
૨૩. શાતાસૂત્ર અધ્યયન ૧, ૫, ૮, ૧૪, ૧૬; ભગવતીસૂત્ર શતક ૧૧, ઉદ્દેશક ૧૧; શતક ૧૫; વિપાકસૂત્ર થ્રુ ૨, અ. ૧ તથા ઉવવાઇઅસૂત્રઃ દૃઢ પ્રતિજ્ઞાનો અધિકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org