SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ • જૈન ધર્મ અને દર્શન સૈકો) સ્થાનાંગસૂત્રની ટીકામાં લખે છે કે વિશ વર્ષનો વર અને સોળ વર્ષની કન્યાનો વિવાહ થાય તો જ પ્રજા પરાક્રમી, નીરોગી, દીર્ધાયુ અને બુદ્ધિશાળી થઈ શકે છે. એથી ઓછે વર્ષે વિવાહિત થનારી જોડીઓની પ્રજા નિર્બળ, રોગી. જડ અને અલ્પજીવી થાય છે. પ્રવચનસારોદ્ધારના કર્તા શ્રી નેમિચંદ્ર" કહેલું કે વિવાહિત થનાર વરનું વય પચીસ વર્ષનું અને કન્યાનું વય સોળ વર્ષનું હોવું જોઈએ. જો એમ હોય તો જ પ્રજા બળવાન, વીર્યવાન, આરોગ્યવાન અને બુદ્ધિમાન થઈ શકે છે. મૂળ આગમોમાં વિવાહમર્યાદા વિશે સ્વતંત્ર વિચાર કશો જ નથી, છતાં બ્રાહ્મણધર્મની પ્રબળ અસરથી પ્રેરાયેલા દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનના બંને સંપ્રદાયના આચાર્યોએ જૈન દષ્ટિને લક્ષ્યમાં રાખીને વિવાહમર્યાદા વિશે ઘણું ઘણું લખી નાખ્યું છે. વરકન્યાની પરીક્ષા, વિવાહનો વિધિ, એને અંગે નારી પરીક્ષા, પુરુષપરીક્ષા વગેરે કામસૂત્રોનાં જેવા પ્રકરણો પણ લખી નાખ્યાં છે. તેમાં કેટલીક બીભત્સ વાતો પણ આવેલી છે. હવે વિધવાવિવાહવિશેની આ લોકની દૃષ્ટિને આપણે જાણી લઈએ. વિધવાવિવાહ નિંદનીય છે કે પ્રશંસનીય છે એવું તો ક્યાંય આવતું જ નથી; પણ બે ત્રણ પ્રામાણિક કથાઓમાં વિધવાવિવાહનો પ્રસંગ આવેલો છે, છતાં તે તરફ ધૃણા તો નથી બતાવવામાં આવી. પહેલો પ્રસંગ ભગવાન ઋષભ- દેવજીનો છે. તેઓ એવી સ્ત્રીને પરણેલા કે જેનો પતિ મરી ગયેલો. આ વિવાહને પ્રાચીન વ્યખ્યાકારોએ બહુ રોચક શબ્દોમાં, પ્રસન્નભાવે વર્ણવેલો છે. ૨૭ બીજો પ્રસંગ ભગવાન મહાવીરના એક ગણધરનો છે. તેમાં એમ આવે છે કે છઠ્ઠા ગણધર મંડિતપુત્ર અને સાતમા ગણધર મૌર્યપુત્ર એ બંનેની ૨૪-૨૫ દૂofપડશdષ સ્ત્રી પૂર્ણવિશેન સંતા I. शुद्धे गर्भाशये मार्गे रक्ते शुक्रे ऽनिले हृदि ।। वीर्यवन्तं सुतं सूते ततो न्यूनाब्दयोः पुनः । रोग्यल्यायुरधन्यो वा गर्भो भवति नेव वा ॥ - સ્થાનાંગસૂત્ર, ટીકા ૫ મું સ્થાન, ઉ. ૨. પૃ. ૩૧૩. ર૬. જુઓ વિવેકવિલાસ તથા વૈવર્ણિકાચાર. નૈવર્ણિકાચારમાં સ્ત્રીસમાગમ માટે અને સ્ત્રીયોનિના પૂજન માટે પણ વિધિ બતાવ્યો છે અને તે આ છેઃ 'भुक्तवानुपविष्टस्तु शय्यायामभिसम्मुखः । संस्मृत्य परमात्मानं पल्या जंधे प्रसारयेत् ॥ अलोमशां च सद्रुचामनार्दो सुमनोहराम् । योनि स्पृष्टा जपेन्मंत्रं पवित्रं पुत्रदायकम् ॥ ॐ ह्रीं क्लीं ब्लूं योनिस्थे देवते मम सत्पुत्रं जनयस्व अ. सि. आ. उ. सा. स्वाहा इति मन्त्रेण गोमयगोमूत्रक्षीरदधिसर्पिः कुशोदकै योनि संप्रक्षाल्य श्रीगन्धङ्कमकस्तूरिकाद्यनुलेपनं कुर्यात् ।" વૈદિક આચારમયુખમાં સ્ત્રીત્વને નામે આવી જ વાત લખેલી છે. પૃ. ૮૬. ૨૭. જુઓ કલ્પસૂત્રની સુબોધિકા ટીકા પૃ. ૧૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy