________________
જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય-વિચાર • ૨૮૯ માતા એક હોવા છતાં તેમનાં ગોત્રો જુદાં જુદાં છે. તેનું કારણ એમ બતાવવામાં આવ્યું છે કે તે બંનેનો પિતા જુદો જુદો છે. આમ તો ત્યારે જ બની શકે કે એક બાઈ એક વાર પરણી હોય અને એને પુત્ર થયો હોય પછી તે જ બાઈ રાંડ્યા પછી ફરી પરણે અને પુત્ર પણ થાય. આ પદ્ધતિ જ વિધવાવિવાહની પદ્ધતિ છે. આ પદ્ધતિ વિશે સત્તરમાં સૈકાના ટીકાકાર શ્રી વિનયવિજયજી એમ લખે છે કે – “કોઈ દેશમાં એવી પણ પ્રથા છે કે એક પતિ મર્યા પછી બીજો પતિ કરી શકાય, એમ વૃદ્ધ પુરુષો કહે છે.” વાચકોએ યાદ રાખવું જોઈએ કે એ બંને ગણધરો વૈદિક બ્રાહ્મણો હતા. ત્રીજી બાબત ગુજરાતના પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાળ તેજપાળને લગતી છે. તેમના રાસના કર્તા શ્રી લક્ષ્મીસાગરસૂરિ અને પાસચંદ્ર સૂરી એ બંને આ વિશે આ પ્રમાણે જણાવે છે – “પોરવાડ આસરાજ ગર્ભશ્રીમંત હતો, પણ હવે તો નિર્ધન છે. તેથી તેણે પોતાના વતન પાટણને છોડી માલાસણમાં આવીને નિવાસ કર્યો છે. માલાસણમાં પોરવાડની જાતનો આભૂશાહ નામનો શેઠ છે. તેને કુંવરી કરીને એક પુત્રી છે, પણ તે દુર્દેવે બાળપણમાં જ રંડાપો પામેલી છે. એ બાળવિધવા ધર્મનિયમમાં પોતાનો સમય વિતાવે છે. એક વાર હરિભદ્રસૂરિનું વ્યાખ્યાન સાંભળવા તે ઉપાશ્રયે ગઈ. તેને જોઈને સામુદ્રિક શાસ્ત્રના પારગામી તે આચાર્ય વિસ્મય પામ્યા. તે વખતે ત્યાં આસરાજે ગુરને વિસ્મયનું કારણ પૂછ્યું. ગુરુએ કહ્યું કે આ બાળાની કૂખથી સૂર્યચંદ્ર જેવાં બે પુત્રરત્ન નીપજવાનાં છે. આ સાંભળીને એનો કુંવરી સાથે પરણવાનો વિચાર થયો. એ જાણતો હતો કે કુંવરી તો બાળવિધવા છે, એથી જ તેનું મન સંકોચાયું, પણ ઋષભદેવના દાખલાથી પોતાના મનનું સમાધાન કરી તેણે કુંવરી સાથે ઘરવાસ કર્યો અને પૂર્વપ્રથાનું પાલન કર્યું.૨૯
જૈનોમાં સુપ્રસિદ્ધ દાનવીર જગડું વિશે નીચેની વાત એના ચરિત્રમાં નોંધાયેલી છે :
શ્રીમાન જગડુને પોતાની સ્ત્રી યશોમતીથી પ્રીતિમતી કન્યાનો જન્મ થયો. તે કન્યાને તેણે લગ્નનો સમય આવ્યો જાણી) એક સારે દિવસે યશોદેવ નામના પુરુષને પરણાવી, પણ તેનું પાણિગ્રહણ કર્યા પછી તત્ક્ષણ તે મૃત્યુ પામ્યો. ત્યાર પછી સ્વજ્ઞાતિના
૨૮. જુઓ કલ્પસૂત્રની સુબોધિકા ટીકા પૃ. ૧૫૯. ____ अनिषिद्धं च तत्र देशे एकस्मिन् पत्यौ मृते द्वितीयपतिवरणमिति वृद्धाः ।' ૨૯. હરિભદ્રસૂરિજી ઈમ કહિઉં એ એહની કુંખે રણ;
બે અ પુત્ર અચ્છઈ ભલા એ સશિસૂર સમાણ. કુઅરિ લેવા કરઈ ઉપાય મંત્રિ ગુરૂનઈ વયણિ; પઢમ જિણેસર આદિનાથઈ જે કીધઉ મિણઈ. પૂરવ રીતિ ન લોપીઈ એ સંગહણું કીજઈ; પૂરવલા ભવ તણી પુષ્યિ એ વાત જ સૂઈ. રાસકાર પાસચંદે પણ આજ પ્રમાણે ગાયેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org