________________
૩૮. ગાંધીજી અને જૈનત્વ
દુનિયામાં આજે જેટલા જાણીતા ધર્મપંથો છે લગભગ તે બધા ગાંધીજીને હૃદયથી અપનાવવા અગર પોતાના પંથના અનુગામી બનાવવા કે મનાવવા થોડોઘણો પ્રયત્ન કરે છે. મુસલમાનો કેટલાંક વર્ષ અગાઉ ગાંધીજીને જ ખલીફા બનાવવાની વાતો કરતા. ખ્રિસ્તીઓ તો બહુ જ ઉમળકા સાથે ગાંધીજીને ખ્રિસ્તી બનાવવા પ્રયત્ન કરી પણ ચૂકેલા અને અત્યારે પણ ઘણાયે મનથી એમ ઇચ્છતા હશે. આર્યસમાજીઓ તો આવી બાબતમાં પાછા પડે એવા છે એમ માનવા કોઈ ભાગ્યે જ તૈયાર હશે. ઘણા સમજદાર બૌદ્ધો ગાંધીજીમાં બૌદ્ધ ધર્મની નવી આવૃત્તિનું દર્શન કરી રહ્યા છે. જૈનોનો તો એ ઘવો જ છે અને તેને ગાંધીજીના પોતાના જ કથનનો ટેકો છે કે તેમનામાં જૈન ધર્મનાં કેટલાંક વિશિષ્ટ તત્ત્વો અમુક કારણોથી આવેલાં છે.
જે બધાં ધર્મપંથવાળા ગાંધીજીમાં પોતપોતાના પંથનાં વિશિષ્ટ તત્ત્વો જોઈ રહ્યા છે અને તેને લીધે તેઓ ગાંધીજી પાસે પોતાનો પંથ સ્વીકારવા અગર તેમની પાસે પોતાના પંથનું મહત્ત્વ ગવરાવવા ઇચ્છે છે તે ધર્મપંથોમાં ફક્ત સુધારક અગર ક્યારેક ક્રાંતિકારક તરીકે પ્રસિદ્ધ થયેલા (ભલે આજે તે તદ્દન સ્થિતિચુસ્ત અને નિષ્ક્રિય થયા હોય) પંથોના જ નામ આવે છે. ગાંધીજી જન્મથી જે ધર્મપંથના છે તે ધર્મપંથના એટલે સનાતન ધર્મના લોકો ગાંધીજીને પોતાના પંથના સમજી બહુ હરખાતા કે મલકાતા નથી અને સનાતન પંથનો મોટો રૂઢિબદ્ધ ભાગ તો ગાંધીજીને પોતાના પંથના કહેતાં ને મનાવતાં કદાય સંકોચાય પણ છે. જ્યારે બીજા પંથવાળા કોઈપણ રીતે તેમના પંથ વિશે ગાંધીજી પાસે સહાનુભૂતિવાળા બે શબ્દો બોલાવવામાં અને કદાચ કડવી ટીકા સાથે સુદ્ધાં તેમના શ્રીમુખથી પોતાના ધર્મપંથ વિશે કઈક મહત્ત્વપૂર્ણ સાંભળવામાં ગૌરવ માને છે અને તે માટે ખૂબ પ્રયત્નશીલ રહે છે. ત્યારે ગાંધીજી ડાંડી પીટીને જે ધર્મને પોતાનો ધર્મ અને પોતાનો પંથ કહે છે તેમજ જેને સંપૂર્ણ ધર્મ તરીકે ઓળખાવે છે તે જ ધર્મ અને પંથના લોકો ગાંધીજીનો પોતાના ધર્મપંથના કહેતાં અને મનાવતાં શા માટે સંકોચાતા હશે એ સવાલ થાય છે. આ સવાલ વિષમ છે, પણ તેનો ઉત્તર તેવો વિષમ નથી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org