________________
પુનઃ પંચાવન વર્ષે – ૦ ૩૧૧ આમ તો લેખક મારા કેટલાંક વર્ષો થયાં પરિચિત છે, છતાં અત્યાર સુધી હું એ ન જાણતો કે તેમણે વાર્તાઓ પણ લખી છે. ૧૯૩૭થી ૧૯૫૧ સુધીમાં લખાયેલી આ વાર્તાઓની જાણ મને થઈ અને તે સાંભળી ત્યારે હું મારા અજાણપણાથી અને લેખકની આત્મગોપનવૃત્તિથી નવાઈ પામ્યો. જેમ જેમ એ વાર્તાઓ સાંભળતો ગયો તેમ તેમ મને જણાતું ગયું કે લેખકની શક્તિ વ્યાપારી ક્ષેત્રના સંકુલ વલમાં કેદ થઈ ન હોત અથવા તેને સ્વસ્થ લેખન માટે જોઈતી સગવડ અને છૂટ મળે તો એ શક્તિ એના પૂર્ણ રૂપમાં જુદું જ દર્શન કરાવે. લેખકની ભાષા કેટલી પ્રવાહબદ્ધ છે, કેટલી સરલ અને રુચિકર છે, તેમજ લખાણમાં કેટલું માનસિક, સામાજિક અને સાંપ્રદાયિક ભાવોનું - ક્વચિત્ ક્વચિત્ કાવ્યમય અને છટાબંધ – વિશ્લેષણ છે તે તો પરીક્ષક વાચકોના ધ્યાનમાં આવ્યા સિવાય રહેવાનું નથી.
ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી અને મારા ચિરપરિચિત શ્રીયુત જેઠાલાલ ગાંધીએ જ મને પ્રસ્તુત સંગ્રહથી પરિચિત કર્યો, ને તેથી જ હું એ સાંભળી જવા અને તે વિશે મારા છૂટાછવાયા વિચારો લખવા પ્રેરાયો છું. એ બધા મિત્રો સુપરિચિત છે કે તેમને વિશે કંઈ પણ કહું તો તે આત્મપ્રશંસા જ લેખાય. અહીં તો એટલું જ કહેવું બસ થશે કે આ વાર્તાસંગ્રહ સાંભળતાં જ પંચાવન વર્ષ પહેલાંની સ્થિતિનાં સંસ્મરણોથી જેમ મારું મન ઊભરાઈ ગયું તેમ, એણે સીંચેલા રસથી એ મન વધારે તરબોળ બન્યું.*
* શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના વાર્તાસંગ્રહ ‘અભિષેકની પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org