SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરનો મંગળ વારસો • ૬૩ શારીરિક, સાંપત્તિક અને સાંસ્કારિક એ ત્રણેય વારસા સ્થૂળ ઇંદ્રિયોથી ગમ્ય છે, જ્યારે ચોથા પ્રકારના વારસા વિશે એમ નથી. જે માણસને પ્રજ્ઞા-ઇંદ્રિયપ્રાપ્ત હોય, જેનું સંવેદન સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય તે જ આ વારસાને સમજી કે ગ્રહણ કરી શકે છે. બીજા વારસાઓ જીવન દરમિયાન કે મૃત્યુ સમયે નાશ પામે છે, જ્યારે આ માંગલિક વારસો કદી નાશ પામતો નથી. એક વાર તે ચેતનમાં પ્રવેશો એટલે તે જન્મજન્માંતર થાલવાનો, એનો ઉત્તરોત્તર વિકાસ થવાનો અને તે અનેક જણને સંપ્લાવિત-તરબોળ પણ કરવાનો. આપણે એવી કોઈ આર્યપરંપરામાં જન્મ્યા છીએ કે જન્મતાંવેંત આવા માંગલિક વારસાનાં આંદોલનો આપણને જાણે-અજાણે સ્પર્શે છે. આપણે તેને ગ્રહણ કરી ન શકીએ, યથાર્થ રૂપમાં સમજી પણ ન શકીએ એમ બને, પણ આ માંગલિક વારસાનાં આંદોલનો આર્યભૂમિમાં બહુ સહજ છે. શ્રી અરવિંદ, શ્રી રાધાકૃષ્ણન વગેરે ભારતભૂમિને અધ્યાત્મભૂમિ તરીકે ઓળખાવે છે તે એ જ અર્થમાં. - ભગવાન મહાવીરે જે માંગલિક વારસો આપણને આપ્યો કે સોંપ્યો છે તે કયો છે એ આજે આપણે વિચારવાનું છે. એક બાબત સ્પષ્ટ સમજી લઈએ કે આ સ્થળે સિદ્ધાર્થનંદન કે ત્રિશલાપત્ર સ્થળ દેહધારી મહાવીર વિશે આપણે મુખ્યપણે વિચાર નથી કરતા. એમનું ઐતિહાસિક કે ગ્રંથબદ્ધ સ્થૂળ જીવન તો હંમેશાં આપણે વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. આજે જે મહાવીરનો હું નિર્દેશ કરું છું તે શુદ્ધબુદ્ધ અને વાસનામુક્ત ચેતનસ્વરૂપ મહાન વીરને ધ્યાનમાં રાખી નિર્દેશ કરું છું. આવા મહાવીરમાં સિદ્ધાર્થનંદનનો તો સમાવેશ થઈ જ જાય છે, પણ વધારામાં તેમના જેવા બધા જ શુદ્ધબુદ્ધ ચેતનનો પણ સમાવેશ થઈ જાય છે. આ મહાવીરમાં કોઈ નાતજાત કે દેશકાળનો ભેદ નથી. તે વીતરાગાતરૂપે એક જ છે. આ મુદ્દા ધ્યાનમાં રાખીને જ અનેક સ્તુતિકારોએ સ્તુતિ કરી છે. જ્યારે માનતુંગ આચાર્ય સ્તુત્ય તત્ત્વને બુદ્ધ કહે છે, શંકર કહે છે, વિધાતા કહે છે અને પુરુષોત્તમ કહે છે ત્યારે તે સગુણાતની ભૂમિકાને જ સ્પર્શે છે. આનંદઘન રામ રહિમાન કાન' વગેરે સંપ્રદાય પ્રચલિત શબ્દો વાપરી એવા જ કોઈ પરમતત્ત્વને સ્તવે છે. તે જ રીતે આજે આપણે મહાન વીરને સમજીએ. ભગવાન મહાવીરે જે મંગળ વારસો આપણને સોંપ્યો છે, ઉપદેશ્યો છે તે માત્ર તેમણે વિચાપ્રદેશમાં જ સંઘરી મૂક્યો ન હતો. એમણે એને જીવનમાં ઉતારી, પરિપક્વ કરી, પછી જ આપણી સમક્ષ રજૂ કર્યો છે, એટલે તે વારસો માત્ર ઉપદેશ પૂરતો નથી, પણ આચરણનો વિષય છે. ભગવાન મહાવીરે ઉપદેશેલ વારસાને સંક્ષેપમાં કહેવો હોય તો તેને ચાર ભાગમાં વહેંચી શકાય: (૧) જીવનદષ્ટિ, (૨) જીવનશુદ્ધિ, (૩) રહેણીકરણીનું પરિવર્તન, અને (૪) પુરુષાર્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy