________________
૧૮૦ જૈન ધર્મ અને દર્શન
કથન પ્રમાણે ભરતને બ્રાહ્મણ વર્ણની સ્થાપના કર્યા પછી તેના ગુણદોષ વિશે શંકા થાય છે, ને તે શંકા નિવારવા પોતાના પિતા ઋષભ તીર્થંકરને પ્રશ્ન કરે છે. ભગવાન બ્રાહ્મણ વર્ણથી આવનાર ભાવિ દોષો વર્ણવી બતાવે છે ને છેવટે આશ્વાસન આપતાં કહે છે કે જે થયું તે થયું. એનાથી અમુક લાભ પણ થયો છે, ઇત્યાદિ. જિનસેનનો ભરતના સ્વાભાવિક જીવનને સંકુચિત નિવૃત્તિધર્મમાં ઢાળવાનો પ્રયત્ન જરાયે છૂપો રહે તેવો નથી, પણ હેમચંદ્રનો પ્રયત્ન તો એથીયે ચઢી જાય તેવો નિરાળો છે.
હેમચંદ્ર જિનસેન પ્રમાણે જ ભરત પાસે બ્રાહ્મણ આદિ વર્ણની સ્થાપના, આર્યવેદોની રચના વગેરે બધું કરાવે છે; પણ તેમણે પોતાના વર્ણનમાં જે કૌશલ દાખવ્યું છે તે બુદ્ધિ અને કલ્પનાપૂર્ણ હોવા છતાં પાછલા વિકૃત નિવૃત્તિધર્મની સાક્ષી પૂરે છે. હેમચંદ્રના કથન પ્રમાણે ભરતે એક શ્રાવકવર્ગ સ્થાપ્યો, ને તેણે એ વર્ગને કહ્યું કે તમારે કામકાજ અગર ધંધો ન કરવો, ખેતીવાડી કે વ્યાપાર નોકરી અગર રાજ્ય આદિ કોઈ પ્રપંચમાં ન પડવું. તમારે બધાએ રાજ્યને રસોડે જમી જવું ને હંમેશાં પઠનપાઠનમાં લીન રહેવું તેમજ રોજ મને નિતો મવાનું વધતે મીસ્તસ્માત્ મા હન મા હન” એ મંત્ર સંભળાવ્યા કરવો. ભરતે સ્થાપેલ એ શ્રાવકવર્ગ ભરતની યોજના પ્રમાણે ભરતને રસોડે જમતો, કાંઈ પણ કામ ન કરતાં માત્ર ભરતે રચેલ વેદોનો પાઠ કરતો અને ભરતે જ રચી આપેલ ઉપર્યુક્ત ઉપદેશમંત્ર ભરતને જ નિત્યપ્રતિ સંભળાવતો. પણ મિત્રો ! હેમચંદ્રનું આગળનું વર્ણન એથીયે વધારે આકર્ષક છે. તે કહે છે કે ભરતે સ્થાપેલ શ્રાવકવર્ગ જ મા હન મા હન' શબ્દ બોલવાને કારણે બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ થયો ! કોઈ એમ ન ધારતા કે હેમચંદ્રનો એ શ્રાવકવર્ગ કામધંધા વિનાનો માત્ર શાસ્ત્રપાઠી જ હતો. એ વર્ગને સ્ત્રીઓ અને ઘરબાર પણ હતાં. તે વર્ગનું ખાવાપીવા વગેરે બધું પોષણ રાજ્ય તેમજ સામાન્ય પ્રજા તરફથી ચાલતું હોવાને લીધે તે વર્ગને બાળબચ્ચાં પેદા કરીને તેને પોષવાની ચિંતા હતી જ નહિ. હેમચંદ્રના કથન પ્રમાણે તે વર્ગ પોતાનાં સારાં સારાં બાળકો સાધુવર્ગને વહોરાવતો, જે બાળકો સાધુઓ પાસે દીક્ષા લેતાં અને એ શ્રાવક વર્ગમાંથી વિરક્તિ પામેલ અનેક જણ પોતે પણ દીક્ષા લેતા.
ઉપર આપેલ ટૂંક વર્ણન ઉ૫૨થી કોઈપણ સમજદારને એ સમજવું મુશ્કેલ નહિ પડે કે આચાર્ય હેમચંદ્રે ભરતને હાથે જે શ્રાવકવર્ગ સ્થપાવ્યો છે, અને કામધંધો છોડી માત્ર શાસ્ત્રપઠનમાં મશગૂલ રહી રાજ્યને રસોડે જમી જવાની અને ભરતે જ રચી આપેલ ઉપદેશપાઠ ભરતને જ રોજ પ્રતિ સંભળાવવાની જે વાત કહી છે તે સાધુસંસ્થાને જોઈતા ઉમેદવારો છૂટથી પૂરા પાડનાર જીવતા યંત્રની જ વાત છે, અને તે જૈન પરંપરામાં પરાપૂર્વથી ચાલતા વિકૃત નિવૃત્તિધર્મની સૂચક માત્ર છે. અત્યારના જૈન સમાજમાં ત્યાગીવર્ગ જે જાતનું વલણ ધરાવે છે, જે સંસ્કાર પોષે છે ને દીક્ષાને નિમિત્તે જે ભવાડાઓ ઊભા કરે છે તેનાં મૂળો તો સેંકડો વર્ષ પહેલાં નંખાઈ ગયેલાં હતાં. હેમચંદ્રના સમયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org