________________
ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર • ૧૯ પણ એ વિકૃતિઓ હતી. ફેર એટલો જ કે અમુક પરિસ્થિતિને કારણે તે વિકૃતિઓ ધ્યાનમાં આવી ન હતી અગર કોઈએ તે તરફ લક્ષ આપ્યું ન હતું. જો એક બૈરાંછોકરાંવાળો આખો વર્ગ કામધંધો છોડી પરાશ્રયી બની ધર્મપાલન કરે એ સ્વાભાવિક હોય તો એમાં દોષ ન જ આવવો જોઈએ. ખરી વાત એ છે કે જેન પરંપરામાં ત્યાગી વર્ગે નિવૃત્તિધર્મની એક જ બાજુને જીવનની પૂરી બાજુ માની તે વિશેના જ વિચારો સેવ્યા અને પ્રચાર્યા. પરિણામે તેઓ ગૃહસ્થ કે ત્યાગીના જીવનમાં અનિવાર્ય રીતે આવશ્યક એવાં કર્મો અને પ્રવૃત્તિનું મહત્ત્વ જ ભૂલી ગયા. તેથી જ આપણે ભારતના સહજ પ્રવૃત્તિધર્મમાં વિકૃત નિવૃત્તિધર્મની છાપ વાંચીએ છીએ.
ભરતે રચેલ ઉપદેશમંત્રનો અર્થ એ છે કે તમે જિતાયા છો, તમારામાં ભય વધ્યું જાય છે, માટે તમે કોઈને ન હણો. કેવો સુંદર, પારમાર્થિક અને સદા સ્મરણીય ઉપદેશ ! પણ આ ઉપદેશ સાંભળવામાં અસંગતિ કેટલી? ઉપદેશનું તત્ત્વ વિચારનાર વેદપ્રણેતા ભરત પોતે. એને શબ્દમાં ઉતારનાર ભરત પોતે. પણ ભરતને પોતાના જ વિચારનું ભાન રહેતું નહિ, તેથી તે એક ભાડૂતી અને અકર્મણ્ય પરાવલંબી વર્ગને મોઢે પોતાનાં રચેલ વાક્યો સાંભળવાનું પસંદ કરતો. આ બેહૂદું નથી લાગતું ? પણ આ વર્ણનમાં હેમચંદ્રનો લેશ પણ દોષ નથી. એ તો એક કલ્પનાસમૃદ્ધ અને પ્રતિભાસંપન્ન કવિ છે. તે પોતે જે સંસ્કારથી ટેવાયેલ ને જે સંસ્કારમાં પોષાયેલ છે તેનું કવિત્વમય ચિત્રણ કરે છે. આપણે એ ઉપરથી જો એટલું સમજી લઈએ કે નિવૃત્તિધર્મની એકદેશીયતાએ પ્રવૃત્તિધર્મને કેવો વિકૃત કર્યો, તો આપણે માટે બસ છે. ભરત અને બાહુબળી
જિનસેન કે હેમચંદ્રના કાવ્યમય વર્ણનમાંથી અનેક બોધપ્રદ બાબતો મળી આવે તેમ છે. તેમાંથી ભરત-બાહુબળીને લગતી એક બાબત ઉપર ઊડતી નજર નાખી લઈએ, જે આ વખતે તદ્દન સ્થાને છે. બંને ભાઈઓ લડાઈમાં ઊતર્યા. સામસામે મોટી મોટી ફોજના મોરચા મંડાયા. અનેક જાતના સંહાર પ્રતિસંહાર પછી છેવટે ઇંદ્ર આપેલ સલાહ બંનેએ માન્ય રાખી. તે સલાહ એ હતી કે ભાઈ ! લડવું હોય તો લડો, પણ એવું લડો કે જેથી તમારી લડાઈની ભૂખ પણ ભાંગે ને કોઈની ખુવારી પણ ન થાય. ફક્ત તમે બંને અંદરોઅંદર લડો. આ સલાહ પ્રમાણે તેમનાં પાંચ યુદ્ધો નક્કી થયાં, જેમાં ચક્ર ને મુષ્ટિયુદ્ધ જેવાં યુદ્ધો તો હિંસક હતાં, પણ સાથે સાથે અહિંસક યુદ્ધ પણ હતાં. એ અહિંસક યુદ્ધમાં દષ્ટિયુદ્ધ ને નાદયુદ્ધ આવે છે. જે જલદી આંખ મીંચે કે નબળો નાદ કરે તે હારે. આ અહિંસક યુદ્ધ સૌએ કેવું શીખવા જેવું છે ! આખા જગતમાં એનો પ્રસાર થાય ને જો તે માટે ત્યાગીઓ પ્રયત્ન કરે તો તે દ્વારા જગતનું કેટલું હિત સધાય ! એથી યુદ્ધની તૃષ્ણા શમશે, હારજીત નક્કી થશે અને સંહાર થતો અટકશે. પણ બીજા લોકો નહિ તો છેવટે જેનો જ એમ કહેશે કે જગત તે એવું યુદ્ધ સ્વીકારે ખરું? પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org