SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ • ૧૧૯ એક વાર શ્રાવકોએ માન્યું કે કલ્પસૂત્ર ન સાંભળીએ તો જીવન અલેખ જાય. જાતે તે ન વંચાય ત્યારે શોધો જતિને. જ્યાં સાધુઓ પહોંચે નહિ ત્યાં ગમે તેટલે દૂર જતિ પહોંચે. જતિઓને બીજી આવક કશી ન હોય તોય તેમને વાસ્તે કલ્પસૂત્ર એ કામધેનુ. સાધુ વિનાનાં સેંકડો ક્ષેત્ર ખાલી, ત્યાં જતિઓ પહોંચે. એમને પાકી આવક થાય. શ્રાવકોને ક્યાં જોવું છે કે આધ્યાત્મિક જીવન સંભળાવનાર આ છેલછબીલા જતિ મહારાજ પૈસા ક્યાં વાપરે છે ? જીવન કેમ ગાળે છે ? એ તો માને છે કે કલ્પસૂત્ર સાંભળ્યું એટલે જન્મારો લેખે. પૈસા આપણે તો સદ્દબુદ્ધિથી આપ્યા છે. લેનાર પોતાનું કરમ પોતે જાણે! આ મરજાદી લોકોના જેવી ગાંડી શ્રાવકભક્તિ આજે અનેક કુપથગામી જાતિવાડાઓને ગોસાંઈઓની પેઠે નભાવી રહી છે. આ તો નિઃસ્વાર્થતાની શુદ્ધ ભક્તિમાંથી ચાલી જવાનું પરિણામ થયું, જે આજે આપણી સામે એક મહાન અનિષ્ટ તરીકે ઊભું છે, પણ એથીયે વધારે ઘાતક પરિણામ તો ભક્તિમાંથી બુદ્ધિજીવીપણું જવાને લીધે આવ્યું છે. ક્યાં ભગવાનના સર્વક્ષેત્રસ્પર્શી આધ્યાત્મિક જીવનની વિશાળતા અને ક્યાં તેને સ્પર્શી અનેક દષ્ટિબિંદુઓથી સમાજ સામે વિવિધ પ્રશ્નો છણી એ જીવનને સદાકાળ માટે આકર્ષક બનાવવાની કળાની ઊણપ ! આખો સમાજ કાંઈ આધ્યાત્મિક અધિકાર ધરાવી શકે જ નહિ. તેને તો પોતાના વ્યવહારક્ષેત્રમાં, સામાજિક જીવનમાં એ આદર્શ જીવનમાંથી સમુચિત પ્રેરણા મળવી જોઈએ. એક બાજુ સામાજિક જીવનમાં પ્રેરણા આપવાનું કામ વિચારની ખામીને લીધે બંધ પડ્યું અને બીજી બાજુ સ્વાભાવિક આધ્યાત્મિક જીવનનો અધિકાર ન હતો, એટલે સેંકડો ગુરુઓએ દર વર્ષે કલ્પસૂત્રનું શ્રવણ કરાવવા છતાં સમાજ તો સમસ્યાઓના અંધારામાં જ વધારે ને વધારે ગબડતો ગયો. જે ભગવાનના જીવનમાંથી માણસને અનેક દિશાઓમાં વિચાર કરતો બનાવી શકાય તે જ જીવનના યંત્રવત્ બનેલા વાચનના ચીલા ઉપર ચાલતાં ચાલતાં વાંચનાર પોતે અને શ્રોતાવર્ગ બંને એક એવા સંકુચિત દૃષ્ટિબિંદુના જાળામાં અને કાલ્પનિક તત્ત્વજ્ઞાનમાં સપડાઈ ગયા કે હવે એની ગાંઠમાંથી છૂટવાનું કામ તેમને માટે ભારે થઈ ગયું છે, અને વળી બુદ્ધિદ્રોહ એટલે સુધી વધ્યો છે કે જો કોઈ એ પકડમાંથી છૂટવા પ્રયત્ન કરે તો એને ધર્મબંશ કે નાસ્તિકતા કહેવામાં આવે છે! કલ્પસૂત્રની ચોમેર માત્ર વાંચનારાઓના જ સ્વાર્થનું આવરણ નથી પથરાયું, પણ શ્રોતાઓએ સુધ્ધાં એની પાછળ લક્ષ્મી, સંતતિ, અધિકાર અને આરોગ્યના આશામોદકો સેવ્યા છે અને અત્યારે પણ એ મોદકો વાતે હજારો રૂપિયા ખર્ચાય છે. આ રીતે ઉપરથી ઠેઠ નીચે સુધી, જ્યાં નજર નાખો ત્યાં કલ્પસૂત્રના વાચન-શ્રવણનો મૂળ આત્મા જ હણાયેલો છે. પ્રશ્ન થાય છે કે ત્યારે કાંઈ રસ્તો છે? જવાબ સ્પષ્ટ છે. બુદ્ધિ અને હિંમત વાસ્તે રસ્તા અનેક છે. વળી તેમાંથી નવા રસ્તા પણ નીકળી શકે. હું અત્યારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy